અધ્યાય ૧૬
1
.ફરોશીઓએ તથા સદુકીઓએ આવીને ઈસુણે પરીક્ષણ કરતા સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિન્હ કરી દેખાળવાણી માંગણી કદી.
2
.ફણ તિયે જવાબ આપતાં તિણાહાય કય કા,"હાજતો પડે ત્યાં તુમે કતાં હા.કા,'વાતાવરણ હારો હા,કેહે કા આકાશ લાલ હા !"
3
.હવારમાં તુને કતાં હા કા,'આજે વરહાત પળી,કેહકા આકાશ લાલ ને અંધરાયન હા ;તુમે આકાશણ રૂપ પારખી જાણતા હા ખરા,પણ સમયોણા ચિન્હ તુમે પારખી જાણતા નાથ.
4
.ભુંડી ને વ્યભિચારી પેઢી ચમત્કારિક ચિન્હ માગતી હા,ફણ યુનાણે ચમત્કારિક ચિન્હ વગાર બીજ કોઈ ચમત્કારિક ચિન્હ તિણાહાય આપણે આવી કાયની ."તિયાં પૂઠી ઈસુ તિણાહાય મૂકીને નીહરીગો.
5
.ચેલા હલે પાર ગયા ફણ તે રોટની નેવાણી વિહિરાય ગયા.
6
. તીય ઈસુએ તિણાહાય કય કા,"ફરોશીઓણા ને ખમીરથી તુમે સાવધાન રયા ને ચેતીને રઅજા ."
7
.તિયાં તિણાહાય એકબીજા હારી વાત કદી કા,"આપળે રોટની કાઈની નાવા એટલે ઈસુએ એહે કય કા."
8
.ઈસુએ એ જાણીને તિણાહાય કય કા,"ઓ અલ્પવિશ્વાસીયો તુમારે પાહે રોટની નાથ તિયાં હારુ તુમે એકબીજા હારી મનમાં હેવા વિચાર કરતા હા ?
9
.આજુ હુદી તુમે નાથ હમીજતા, નેહલા હલે પાંચ હજાર માટળા હારુ પાંચ રોટની હોતની ને કતરી ટોપની ફરીની તી તુમાહાય યાદ કાયની હા ?
10
.વલી હલા ચાર હજાર પુરુષ હારુ હાંત રોટની હોતની ને તુમાહાય કતરી ટોપની ફીરીની તી ફણ તુમાહાય યાદ કાઅની હા ?
11
.તુમે કેહ નાથ હમીજતા કા મયે તુમાહાય રોટની વિષે કઅન કાઈની ફણ ફરોશીઓના ને સદુકીયોહાય ખમીર વિષે તુમે સાવધાન રયા એહે મયે કયન હોતન."
12
.તિયાં તે હમજી ગયા કા રોટનીણે ખમીર વિષે કાઈની,ફણ ફરોશીઓના ને સદુકીહાય ઉપદેશ વિષે સાવધાન રણે હારુ તિયે કયન.
13
.ઈસુએ કૈસારિયા ફિલ્લીપીના વિસ્તારમાં આવીને પોતાણા ચેલાહાય પૂછય કા,"માણસનો દીકરો કીડો હા,તિયાં વિષે માણહે કાંજા કણે માગતે હા ?"
14
.તિયાં તીણાહાય કય કા,"કતરેક કતે હા,યોહાન બાપ્તિસ્મા કરનાર,કતરેક એલિયા,કતરેક યર્મિયા,અથવા પ્રબોધકોમાનો એક."
15
.ઈસુએ તીણાહાય પૂછય "ફણ હાય કીડો હાય તિયાં વિષે તુમે કા કણે માંગતા હા ?"
16
.તિયાં સિમોન પિતરે જવાબ આપતાં કય કા,"તુ ખ્રિસ્ત જીવતા ઈશ્વરનો દીકરો હા."
17
.ઈસુએ જવાબ આપતાં સિમોન પીતરને કય કા,સિમોન યુના પુત્ર."તુ ધન્ય હા કેહે કા માંસ તથા લોહીએ કાઈની ફણ સ્વર્ગમાણા મારે બાપે તુને હી જણાવ્ય હા.
18
.હાય ફણ તુને કઅતો હામ કા તુ પિતર હા ને હાય ઈયા પથ્થર પાર મારે મંડળી બાદિહી,તિયાં વિરુદ્ધ હાદેશની સત્તાણ જોર ચાંને ની.
19
.આકાશણા રાજ્યણી ચાવીયો હાય તુને આપીહી,પૃથ્વી પાર જી કાંઈ તુ બાંદેહે,તી સ્વર્ગમાં બાદાય જાય ; ને પૃથ્વી પાર તુ જી કાંઈ છોડેહે તી સ્વર્ગમાં ફણ છોડવામાં આવી."
20
.તો ખ્રિસ્ત હા તેવ કોઈણે ફણ ની જાણવાણી ઈસુએ તિયાણા ચેલાહાય આગના આપી.
21
.ત્યારથી માંડીને ઈસુ પોતાણા ચેલાહાય જાણાવાણે લાગો કા,તીયાણે યરુશાલેમમાં જાવા પડી વડીલો,મુખ્ય યાજકોહાય ને શાસ્ત્રીઓહાય હાથે ઘણ દુઃખ સહન કરવા પળી,મારી નાખી ને તીજે દિહી પાછો મરીનામાંથી પાછો ઊઠુ તી જરૂર હા.
22
.પિતર તીયાણે એક બાજુ પાહે નેઈ ગો ને ઠપકો આપણે લાગો ને કય કા,"અરે પ્રભુ,હેવ તોરેથી દૂર રય ;હેવ તુને કોઈ દિહી ની હોવે."
23
.ફણ તીયે પાછાલ ફીરીને પીતરને કય કા,"અરે શેતાન મારે પાછાલ જા તુ માને આળો ની આવ ;કેહ કા ઈશ્વરની વાતો પાર કાઈની,ફણ માણહાય વાતો પાર મન લાગીવતો હા."
24
.પૂઠી ઈસુએ પોતાણા ચેલાહાય કય કા,"જૉ કોઈ મારે પાછળ આવણે રાખે,તો તે પોતાણો નકાર કરવો ને પોતાણો વધસ્તંભ ઉંચકીને મારે પાછાલ ચાનવાણ.,
25
.કેહે કા જો કોઈ પોતાણો જીવન બચાવણે માગે,તો તે ગુમાવી ;ફણ જે કોઈ.મારે નેદે પોતાણો જીવ ગુમાવી,તે તો બચાવાય.
26
.કેહે કા જી માણહે આખ જગત મેલવે ને પોતાણો જીવ ગુમાવે,તો તીયાણે કાજા ફાઇદો હોવે ? વલી માણહ પોતાણા જીવણે બદલે કાજા આપે.
27
.કેહે કા માણહાણે દીકરો પોતાણા બાપણે મહિમામાં પોતાણા સ્વર્ગદૂતો હારી આવી,તિયાં તો દરેકણે તીયાણે કામ પ્રમાણે બદલો ભરી આપી.
28
.હાય તુમાહાય કતો હામ કા,ઈયે જે ઊભા હા તીમાણા કતરાક એવા હા કા તે માણહાણે દીકરાણે તિયાણે રાજ્યમાં આવતો દેખી ત્યાં હુદી મરણ પામીજ ની."