2 તોરે શિષ્યો વડીલોણા રિવાજોણે ઉલ્લંઘન કેહે કરતા હા?કેહેકા તે હાથ ધોયા વગાર ભોજન કરતા હા."
3 .ફણ ઇસુએ તીણાહાય જવાબ આપ્યો કા,"તુમે તમારે રિવાજોથી ઈશ્વરને આજ્ઞાણે ઉલ્લંઘન કે હે કરતા હા?" 4 .કેહેકા ઈશ્વરે કય હા,કા 'તુમે તમારે માતા પિતાણે સન્માન કરા'ને જી કોઈ પોતાણા માતા પિતાણે નિંદા કરે તી નિશ્ચે માર્યો જાય.'
5 .ફણ તુમે કતે હા કા,જી કોઈ પોતાણા માતા પિતાણે કયકા,જી વડે મારાથી તીયાણે લાભ હોવો હોત તી ઈશ્વરને અર્પિત હા,""
6 .તો ભલે પોતાણા માતા પિતાણે સન્માન ની કરે ;એહે તુમે તુમારે રિવાજથી ઈશ્વરણે આજ્ઞાણે રદ કરી હા. 7 .ઓ ઢોગીઓ, યશાયા પ્રબોધક તુમારે સંબંધી હારજ કય કા,
8 ઈ માણેહે પોતાણા હોઠોથી માને માન આપને હા,ફણ તીયાણે હૃદય મારેથી વેગળાં જ રતે હા.
9 .તીયાણે ભક્તિ નિરર્થક હા, તે પોતાણે સિદ્ધાંત પ્રમાણે માણાહાણે આજ્ઞાઓ હીકવને હા."" 10 .પૂઠી ઈસુએ માણાહાય પાહી હાદીને કય કા,"ઉનાયા ને હમજા.
11 .મોમાં જી જાત હા તી માણાહાણે વિટાલત કરત નાથ, ફણ મોમાંથી જી નીકીલન હા તી જ માણહાણે વિટાલત હા." 12 .તીયા ઈસુણા શિષ્યોણે પાહી આવીને તિણાહાય કય કા,"એ વાત ઉનાયને ફરોશીઓ નારાજ હા,ઈશુ તુમે જાણતા હા?"
13 .ફણ ઈસુએ જવાબ આપતાં કયું કા જે છોડવા મારે સ્વર્ગીય પિતાએ રોપયા નાથ, તે બધ ઉખડી નાખાઈ.
14 .તીણાહાય રવા દીયા,તે અંધ માર્ગદર્શકો હા ; ને જો અંધળા વ્યક્તિ બીજા આંધળા વ્યક્તિણે દોરે તો તી બેજ ખાડામાં પડી. 15 .તીયા પિતરે ઈસુણે જવાબ આપતાં કય કા,"ઈયા દષ્ટાંતણે અર્થ આમાહાય કઅ."
16 .ઈસુએ કય કા,"શુ આજુ હુદી તુમે ફણ અણહમજું હા ?
17 .શુ તુમે આજુ નાથ હમીજતા કા મોમાં જી કાંઈ ભોજન નેતે હા તે પેટમાં જાત હા તીયાણે બિનઉપયોગી કચરો નીકલી જાતો હા ? 18 .ફણ મોંમાંથી જે વાતો નીકીલતી હા,તે મનમાંથી આવતી હા,ને તે માણાહાણે વિટાલતી કરતી હા.
19 .કેહે કા, દુષ્ટ કલ્પનાઓ,હત્યાઓ,વ્યભિચારો,જાતીયભ્રષ્ટતા,ચોરીઓ,જૂઠી સાક્ષીઓ,તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકીલતી હા.
20 .માણાહાણે જી વિટાલત કરત હા તી એજ હા,"ફણ હાથ ધોયા વગાર ભોજન ખાવાણ એ માણાહાણે વિટાલત નાથ. 21 .ઈસુ તીયેથી નીકલીને તુર તથા સીદોનમાં પ્રદેશમાં ગો.
22 .હેદા,એક કનાની સ્ત્રીએ તીયા વિસ્તારમાંથી આવીને મોટે અવાજે કય કા,ઓ પ્રભુ ,દાઉદણા દીકરા,મારે પાર દયા કરા,મારે દીકરી ભુતથી બઉ પીડા પામતી હા."
23 .ફણ ઈસુએ તે સ્ત્રીણે કાંઈ જવાબ આપયો ની,તીયાણે શિષ્યોએ તીયાણે વિનંતી કરતા કય કા,"તી તીયેણે મોકની દે,કેહ કા તે આપળે પાછાલ બૂમ પાડયા કરતી હા." 24 .ફણ તીયે જવાબ આખ્યોં કા ,"ઈઝરાયેલણા ઘરણા ખોવાયના ઘેટા સિવાય બીજા કોઈણે પાહાય માને મોકીનવામાં આવો નાથ."
25 .પૂઠી તે સ્ત્રીએ ઈસુણે પાહાય આવીને તીયાણે પગે પડીને કય કા,"ઓ પ્રભુ,માને મદત કર."
26 .તીયા જવાબ આપતાં કય કા,"છોકરાહાય રોટની નેઈને કુતરાણે નાખવી તી ઉચિત નાથ." 27 તીયે સ્ત્રીએ કય કા,"હાચુ પ્રભુ પરંતુ કુતરા ફણ પોતાણા માલિકોણે મેજ પારથી જે ટુકડા પડતાહા તી ખાતો હા."
28 ઈસુએ જવાબ આપતાં તીયેણે કય કા,"ઓ બાઈ, તૉરે વિશ્વાસ મોટો હા.જે તુ ચાહતી હા તેવ તુને હોવે."તેજ સમયે તીયેણે દીકરીણે સાજાપણું મિલ્લ; 29 .પૂઠી ઈસુ તીયેથી નીકલીને ગાલીલણા સમુદ્ર પાહે આવો ને પહાડ પાર ચડીને બેઠો.
30 .તિયા કતરેક પેગલે, આદળે,મુંગે, ટુડાહોય ને બીજે ઘણાં માણેહે લોકે તીયાણે પાહે નાવે ને ઈસુણા પાગાહા પાહે તિણાાહાય મૂક્યે ને તિયે તીયણે બાદાહાય હારે કદે.
31 .જયાં લોકાહાય જાઅણ કા મુંગે બોનણે લાગે હા , ટુડા હારે હોવે હા,લુલે ચાનતે હોવે હા ને આદળે દેખણે લાગેહા,તિયા તિણાંહાય નવાય નાગી ને ઈઝરાયેલના ઈશ્વરનો મહિમા કદો. 32 .ઈસુએ પોતાણે ચેલાહાય પાંહિ હાદીને કય કા,"એવા લોકાહા પાર માને દયા આવતી હા,કેહેકા તીન દિહીથી તી મારે હારી રયે હા, તીણાહાય પાહે કાંઈ ખાવણે કાઅની હા તિણાંહાય ફોકે વિદાય કરવાંણ હાય ઇચ્છતો કાયની,એવ બને કા તિ વાટીમાં ચક્કર ખાઈને પડી જાય."
33 .ચેલાહાય તીયાણે કયકા,અતરે બદે માણાહાય ખાવાણો પુર પાળને ખાવાણો આમે એવા અરણયમાં કાઅથી નાવજે?
34 .તિયાં ઈસુએ તિણાહાય કય કા,તુમારે પાહી કતરી રોટની હા."તિણાંહાય કય કા, "હાત રોટની ને થોળી હી જ માછલી હા."
35 .તિયે માણહાય જમીન પાર બેહવાણી આજ્ઞા આપી. 36 .તિયે તે હાંત રોટનીને માછને નેઈને સ્તુતિ કદીને ફાગી ને પોતાણા ચેલાહાય આપી,ચેલાહાય માણાહાય આપી.
37 .બદે ખાઈને થરાયે ને પૂઠી વદીના ટુકળા તિણાહાય હાંત ટોપની ભરી.
38 .જીણાહાય ખાદો તિ બેનો બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હોતના.
39 .માણાહાય વિદાય કદે પૂઠી ઈસુ હોળીમાં બેહીને મગદાનાના પ્રદેશમાં આવો.