અધ્યાય ૧૭

1 છ દિહી પૂઠી ઈસુએ પિતર,યાકુબ ને તીયાણે ભાહાં યોહાનને નેઈને એક ઉંચા ડોગરા પાર ચળી ગો.

2 તીણાહાય આગાલ તીયાણે રુંપાંતર હોવ,એટલે તીયાણે મોળ સૂર્યણા જેવ તેજસ્વી હોવ ને તીયાણે નુગળે હુંજાલા જેવે ઉજલે હોવો . 3 .હેદા,મુસા ને એલિયા તીયાણે હારી વાત કરતા તીણાહાય દેખાયા.

4 .પિતરે ઈસુણે કય કા,"પ્રભુ ,આપળે ઈંયે રવાણો તી હાર હા,જો તોરે ઈચ્છા હોય તે હાય ઈયા તીન માંડવા બાંધ ;એક તોરે ફાગણો,એક મુસા ફાગણોને,એક એલીયાણે ફાગણો. 5 .તો બોનતોનો હતરામાં હેદા,એક ચળકતી વાદળ તીયાણે પાર આવીને ઊબો રાખો ; ને વાદળામાંથી એવો અવાજ આવો કા,"ઓ મારે વહાલો દીકરો હા,તિયાં પાર હાય પ્રસન્ન હામ,તીયાણે તુમે ઉનાયા."

6 .ચેલાહાય એવ ઉનાયને ખણા ખાબરાયા,ને ઉંઘે મોટે જમીન પાર પળી ગયા.

7 .ઈસુએ તીણાહાય પાહી આવીને તીણાહાય અળકીને કય કા,"ઉઠા ને ખાબરાતા નખા."

8 .તીણાહાય પોતાણી નજર ઉંચી કરી તે એખના ઈસુ વગર તીણાહાય બીજા કોઈણે દેખ્યા કાંઈ ની. 9 જ્યા તે ડોગરા પારથી ઉતીરતના,ત્યાં ઈસુએ તીણાહાય અગના આપી કા,"ઈ જી તુમાહાય દેખ્ય તી જ્યા હુદી માણાહાણે દીકરો મારણમાંથી પાછો સજીવન હોવે ત્યાં હુદી કોઈણે કવાંણ ની."

10 .તિયા ચેલાહાય તીયાણે પૂછય કા,"શાસ્ત્રીઓ કેહે કઅતા હા.કા એલીયાએ પેલો આવા જોજે ?" 11 .ઈસુએ તીણાહાય જવાબ આપ્યો કા,"એલિયા ખરેખર આવી ફણ ને બધ હારો કરી.

12 .ફણ હાય તુમાહાય કતો હામ કા,"એલિયા આવી ગો હા,તોય તીણાહાય તીયાણે ઓલખ્યો કાઈની ફણ જેહે તીણાહાય ઈચ્છ રાખી તેહે તીણાહાય તીયાણે કદો ;તેહેજ માણસોણો દીકરો ફણ તીણેથી દુઃખ સહન કરી."

13 ચેલાહાય એવી હમાજ પળી કા યોહાન બાપ્તિસ્મા કરનાર વિષે તિયે તીણાહાય કય હોય. 14 .જ્યા તે માણાહાય ટોલા પાહી આવા,તિયાં એક માણાહાએ ઈસુણે પાહી આવીને તિયાં આગાલ ઘૂંટણે પળીને કય કા,

15 "ઓ પ્રભુ મારે દીકરા પાર દયા કર ;કેહ કા તીયાણે ફેફરાણી બીમારી હા.એટલે તો ઘણી વાર આગળામાં ને પાણીમાં પળી જાતો હા.

16 .તીયાણે હાય તોરે ચેલાહા પાહી નાવનો તોઅયે,ફણ,તોય તે તીયાણે હારો કરી શક્યા કાયની." 17 તિયાં ઈસુએ જવાબ આપ્યો કા,ઓ અવિશ્વાસી તથા આળી પેઢી કાં હુદી હાય તુમારે હારી રહી ?ક્યાં હુદી હાય તુમારે સહન કરીહી ? તિયાણે મારે પાહી નાવા ?

18 પૂઠી ઈસુએ તિયાં ભુતણે ધમકાવ્યો,ને તો તીયામાંથી નીકલી ગો ;ને તો તીયેજ સમયે તો છોકરો હારો હોય ગો. 19 પૂઠી ચેલા એકાંતમાં ઈસુ પાહે આવીને કય કા,"આમે તીયાણે કેહે કાળી ની હખ્યા."

20 તિયાં ઈસુએ તીણાહાય કય કા."તુમારે અવિશ્વાસને નેદે ;કેહે કા હાય તુમાહાય જરૂર કઅતો હામ કા,જો તુમાહાય રાઈણા દાણા જતરો વિશ્વાસ હોય તો તુમે ઈયા ડોગરાણે કઅતાં કા,'તું ઈયથી તિયે જાતો રઅ.ને તો જાતો રઅતો;ને તુમારે હારુ કાંઈ અશક્ય નીજ હોય.

21 ફણ પ્રાર્થના ને ઉપવાસ વગાર હે જાત નીકીલતી કાયની." 22 જ્યા તેઓ ગાલીલમાં રતના તિયાં ઈસુએ પોતાણા ચેલાહાય કય કા,"માણસણો દીકરો માણહાય હાથમાં હોપાઈ;

23 તે તીયાણે મારી નાખી,ફણ તીજે દિહી પૂઠી તો પાછો ઊઠી."તિયાં ચેલા બઅજ દુઃખી હોઈ ગયાં. 24 પૂઠી તે કપરનાહુમમાં આવા તિયાં કર નેનારાહાય પીતરને પાહી આવીને કય કા."શું તુમારે ઉપદેશક ભક્તિસ્થાનના કરણા પયહાં કાઈની આપતે."

25 પિતરે કય કા,"હા,"ને તો ઘરમાં આવો તિયાં તીયાણે કયાં પેલા ઈસુએ કય કા,"સિમોન તુને કાજા નાગત હા,દુનિયાણા રાજાઓ કીડા પાહીંથી જકાત અથવા કર નેતા હા ? પોતાણા દીકરાહાય પાંહેથી કા પરદેશીઓ પાંહેથી ?" 26 .પિતરે ઈસુએ કય કા,"પરદેશીઓ પાંહેથી."તિયાં ઈસુએ તીયાણે કય કા,"તો પૂઠી દીકરાઓ તે કર મુકત હા.

27 તોયી ફણ આપળે તીયહાય અપમાન કરજે."તું સમુદ્ર કિનારે જાઈને જાલ નાખ ;ને જે માછની પેલી આવે તીયાણે થરી નેજે,જ્યા તું તીયાણે મુ ખોલેહે તિયાં તીઈ માંથી તુને પયાહાં મીલી,તે નેઈ નેજે ને મારે ને તોરે હારુ તીણાહાય આપી દેજે."