અધ્યાય ૧૩

1 તીયે જ દિહી ઈસુ ઘરમાંથી નીકલીને સમુદ્રણે કિનારે બેઠો.

2 વદારેમાં વદારે માણહે તીયાણે પાહાય એકઠે હોવે ,એટલે તો હોડી પાર ચઢીને બેઠો ;ને બદે માણહે કિનારે ઉબે રયે. 3 ઈસુએ ઉદાહરણમાં તીણાહાય ઘણી વાત કતાં કય કા,"હેદા,વાવનારો વાવણે બાયરે ગો.

4 તો વાવતો હોતનો તીયા કતરેક બીવડ વાટણે કિનારે પાયળે ;એટલે ચીડે આવીને તી ખાય ગયે.

5 કતરેક પથરાવાલી ભુય પાર પયળે,જીય ઘણ માટડ કાયની હોતન ;તીયે માટડાણે ઉંડાણ કાઈની હોતન માટે તી વેલે ઉગી નીકીલયે.

6 ફણ જીયા સૂર્ય ઉગો તીયા તી ચીમલાય ગયે,તીયાણે મૂલની હોવાથી તી હુખાય ગયે. 7 કતરેક કાટાહાય ઝાડવામાં પયળે ; કાંટાણે ઝાડવાહાય વધીને તીયાણે દાબી નાખય.

8 બીજે હારી ભૂય પાર પયળે ,તીણાહાય ફળ આપયે ;કતરેક સોગણાં, કતરેક સાંઠગણાં ને કતરેક ત્રીસગણાં.

9 જીયાણે ઉનાવાણે કાન હા તી ઉનાય." 10 પૂઠી શિષ્યોહોય પાહાય આવીને તીયાણે કય કા. "તુ તીણે હારી ઉદાહરણમાં કાજા ખનને બોનતો હા?"

11 તીયા ઈસુયે તીણાહાય જવાબ આપતા કય કા," સ્વર્ગણે રાજ્યણા મર્મો જાણવાણે તુમાહાય આપીન હા,ફણ તીણાહાય આપીન નાથ.

12 કેહે કા જીયાણે પાહાય હમાજ હા તેયાણે આપાય,ને તીયા પાહાય પુષ્કળ હોવી ;ફણ જીયા પાહાય હમાજ નાથ તીયા પાહાય જી હા,તી ફણ તીયા પાહાયથી નેઈ નેવાય. 13 ઈયા માટે હાય તીણાહાય ઉદાહરણમાં બોનતો હામ,કેહે કા હેદતા છતાં હેદતા નાથ,ઉનાતા છતાં ઉનાતા નાથ,ને હમજીતા ફણ નાથ.

14 યશાયાણે ભવિષ્યવાણી તીણે સબંધમાં પુરી હોવી હા,જી કતો હા કા,'તુમે ઉનાતા ઉનાહા,ફણ હમજાહા ની ;ને હેદતા હેદહા,ફણ તુમા હાય હુજી ની. 15 કેહે કા હી માણહાય મન જડ હોય ગયે હા,તીણાહાય કાન બેર મારી ગયા હા,તીણાહાય પોતાણે ડોલા બંધ રાખયા હા,એવ ની હોય કા,તીણાહાય ડોલહે દેખાય,તીણાહાય કાને ઉનાયા,મનથી હમજે,પસ્તાવો કરે ને હાથ તીણાહાય હાર કર." 16 ફણ તુમારે આંખો ધન્યા હા,કેહ કા તી હેદતી હા ;ને તુમારે કાનો ધન્યા હા,કેહે કા તે ઉનાતા હા.

17 .હાય તુમા હાય હાચુજ કતો હામ કા,તુમે જી જી હેદતે હા તી ઘણા પ્રબોધકૉ હૉય ને ન્યાયીઓહોય હેદણે માગ્ય,ફણ હેદજ કાઈની ;તુમે જી જી ઉનાતે હા તી ઉનાણે માગ્ય,ફણ ઉનાય ની. 18 .હવે વાવનારાણે ઉદાહરણ ઉનાયા.

19 .જીયા રાજ્યણે વચન કોઈ ઉનાત હા,ફણ હમીજત નાથ,તીયા શેતાન આવીને તીણે મનમાં જી વાવીન તી છીનવી નેઈ જાતો હા,રસ્તાણે કોરે જી બીવડ વાવીન તી ઈજ હા. 20 .પથરાવાલી ભૂય પાર જી બીવડ વાવીન તી ઈજ હા કા,તી વચન ઉનાયને તરાતું જ હર્ષથી તીયાણે માની નેત હા ;

21 .તો ફણ તીયાણે પોતાણે મૂલ ની હોવાથી તી થોડીજ વાર ટકત હા,જ્યા વચનને નેદે વિપત્તી અથવા સતાવણી આવતી હા,તીયા તરત તી પાછ પડી જાત 22 .કાંટાણે જાલામાં જી બીવડ વાવીન તી ઈજ હા કા,તી વચન ઉનાત હા,ફણ ઈયા ભૌતિક જગતણે ચિંતા ને દ્રવ્યણે માયા વચનણે દાબાવી નાખત હા,ને તી નિષ્ફળ હોઈ જાત હા.

23 .હારી જમીન પાર જી બીવડ વાવીન તી ઈજ હા કા,તી વચન ઉનાત હા,હમજીત હા,ને તીયાણે નિશ્ચે ફળ નાગત હા,એટલે કોઈણે સોગણાં,કોઈણે સાઠગાણાં,ને કોઈણે ત્રીસગણા નાગત હા." 24 .ઈસુએ તીણે આગાલ બીજ ઉદાહરણ આપતા કય કા,"સ્વર્ગણે રાજ્ય હેવા માણહાણે જેવ હા કા જીયે પોતાણે ખેતામાં હાર બીવડ વાવય.

25 .ફણ માણહે હુવતે હોતને તેવામાં તીયાણે દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને નાહાય ગો.

26 .ફણ જીયાર છોડવા ઉગા,તીણે કણહે આવે,તીયા કડવા દાણા ફણ દેખાયા. 27 .તીયા તે માલિકણે ચાકરોહોય પાહાય આવીને તીયાણે કય કા,'સાહેબ',તુયે કેહ તોરે ખેતામાં હાર બી વાવય ની હોતન ? તો તીયામાં કડવા દાણા કાંથી આવા ?'

28 .તીયે તીણાહાય કય કા,'કોઈ દુશ્મને એહે કયર હા;તીયા ચાકરોહોય તીયાણે કય કા,'તોરે મરજી હોય તીયા આમે જાયને તીયાણે એકઠ કરજે ?"' 29 .ફણ તીયે કય.'ના,એહે ની હોવે કા તુમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંણે ફણ તીયા હારી ઉખડાહા.

30 .કાપણી હુદી બેવાહાય હારી વધવા દેયા,કાપણીણે સમયમાં હાય કાપનારાહાય કહય કા,"તુમે પેલા કડવા દાણાહાય એકઠા કરા,હલગાવણે હારુ તીયાણે ભારો બાંદા,ફણ ઘઉં મારે વખરમાં ભરા." 31 .ઈસુએ તીણે આગાલ બીજ ઉદાહરણ આપતા કય કા,"સ્વર્ગણે રાજ્ય રાઈણે બીવડા જેવ હા,જીયાણે એક વ્યક્તિએ નેઈને પોતાણે ખેતામાં વાવય.

32 .તી બધાજ બીવડ કરતાં નાન હા,ફણ વદજા પૂઠી છોડવા કરતાં તી મોટ હોત હા,તી એવ ઝાડવ ફણ હોત હા કા આકાશણે પક્ષીહી આવીને તીયાણે ડાલખા પાર રતે હા." 33 તીયે તીણાહાય બીજ ઉદાહરણ કય કા,"સ્વર્ગણે રાજ્ય ખમીર જેવ હા કા,જીયાણે એક સ્ત્રીએ નેઈને તીન માપ નોટમાં મેલવી દેદ,એટલે હુદી કા તી બદ ખમીરવાલો હોય ગો." 34 .એ બદી વાત ઈસુએ લોકોહોય ઉદાહરણમાં કય ;ઉદાહરણ વગાર તીયે તીણાહાય કાંઈ કય કાઈની.

35 .ઈયા માટે કા પ્રબોધકે જી કયન હોતન તી પૂર હોવે કા,"હાય મારે મુ ઉગાડીને ઉદાહરણમાં કહઈ,સૃષ્ટિણો પાયો નાખ્યાણે વખતથી જી ચૂપ રાખાત હા તી તી હાય પ્રગટ કરહી." 36 તીયા માણાહાય મૂકીને ઈસુ ઘરમાં ગો ;પૂઠી તીયાણે શિષ્યોહીય તીયાણે પાહાય આવીને કય કા,"ખેતાણે કડવા દાણાણે ઉદાહરણને મતલાબ આમહાય ક."

37 તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"હાર બીવડ જી વાવત હા તી માણહાણે દીખરો હા.

38 ખેત દુનિયા હા ;હાર બીવડ રાજ્યને સંતાન હા,ફણ કડવા દાણા શેતાનણે સંતાન હા ;

39 જીયે વાવય તો દુશ્મન શેતાન હા,કાપણી જગતણે અંત હા,ને કાપવાવાલો સ્વર્ગદૂત હા. 40 હીયા માટે જેહે કડવા દાણા એકઠા કરાતા હા,ને આગડામાં બાલી નાખાત હા,તેહ ઈયા જગતણે અંત હોવી.

41 માણહાણે દીકરો પોતાણે સ્વર્ગદૂતોણે મોકની,પાપમાં પાડનારી બધી વસ્તુહીય ને દુષ્ટતા કરનારાહાય તેયાણે રાજ્યમાંથી તી એકઠ કરાય,

42 ને તીણાહાય બલતી ભઠ્ઠીમાં નાખી દેય,તીયે રડવાણને દાંત પીહવાણ હોય.

43 તીયા ન્યાયીહીય પોતાણે પિતાણે રાજ્યમાં સૂર્યણે જેહ હુજાલ આપી.જીયાણે ઉનાવાણે કાન હા તી ઉનાય. 44 વલી સ્વર્ગણે રાજ્ય ખેતામાં દપાડીને દ્રવ્ય જેવ હા ;કા જે એક માણહાણે મીલય ;પૂઠી તીયે તી દપાડી રાખય,તીયાણે હર્ષણે નેદે જાયને પોતાણે બધજ વેચી નાખીને તી ખેત વેચાત નેદ.

45 વલી સ્વર્ગણે રાજ્ય હારા મોતી હેદનાર કોઈ એક વેપારીણે જેવ હા.

46 જીયાર તીયાણે વધારે મૂલ્યવાન મોતી મલીય,તીયા પૂઠી જાયને તીયે પોતાણે બધજ વેચી નાખીને તી નેય નેદ. 47 વલી સ્વર્ગણે રાજ્ય જાલણે જેવ હા, જીયાણે દરિયામાં નાખવામાં આવ,ને બધીજ જાતણે ભતણ તીયામાં હામબરાયા.

48 જીયા તી ભારાય ગ તીયા તે તીયાણે કાઠે ખેચી નાવા બેહેયને જી હાર હોતન તી તીણાહાય વાહણામાં ભેગ કયર,ફણ કાયની હાર હોતન તી ઉડાડી નાખય. 49 એહે જ જગતણે અંત ફણ હોવી ;સ્વર્ગદુત આવીને ન્યાયીહીયમાથી ભૂંડાહાય જુદ પાડી.

50 ને તે તીણાહાય બલતી ભઠ્ઠીમાં ઉડાડી નાખી ;તીયે રડવાણ ને દાંત પીહવાણ હોવી. 51 કેહ તુમે એ બદી વાત હમજીયે? "તીણાહાય ઈસુણે કય કા, "હા ".

52 તીયા તીયે તીણેાહાય કય કા,"બધેજ શાસ્ત્રી જે સ્વર્ગણા રાજ્યણે શિષ્યો હોવો હા તે એક ઘરમાલિક કા જી પોતાણે ભંડારમાંથી નવી ને જૂની વસ્તુણે કાઢતો હા તીયા જેવો હા."

53 તીયા એહે હોવ કા ઈસુએ ઉદાહરણમાં કય રયો, તીયા તો તીનથી નાહાય ગો. 54 પૂઠી પોતાણે પ્રદેશમાં આવીને તીયે તેયાણે સભાસ્થાનમાં તીણાહાય એવા બોધ કયરો કા તે આશ્ચર્યચકિત હોયને બોન્યા કા."ઓ માણહાણે પાહાય એવ બુદ્ધિને એવા પરાક્રમી કામ કાંથી?

55 કેહે ઓ હુથારણે દીકરો નાથ? કેહ ઈયાણે આહાયને નામ મરિયમ નાથ ? કેહ યાકુબ,યુસફ,સિમોનને યહૂદા હિયાણે ભાહાવ નાથ ?

56 કેહે હિયાણે બધી બેન આપણી હારી નાથ ? તીયા ઈયા માણહાણે પાહાય ઈ બદ કાંથી ?" 57 તીણાહાય તીયાણે સસંબંધી ઠોકર ખાધી ફણ ઈસુએ તીણ હાય કય કા,"પ્રબોધક પોતાણે વતનમાં ને પોતાણે ઘર સિવાય બીજે ઠેકાણે માન વગારનો નાથ."

58 ને તિણાહાય અવિશ્વાસણે નેદે તીયે તીયા ઘણા પરાક્રમી કામ કયરે કાય ની.