અધ્યાય ૧૧
1
ઈસુ પોતાણા બાર શિષ્યોણે આજ્ઞા આપી રહ્યો,તીયા એહે હોવ કા હીખીવણે ને ઉપદેશ આપણે તો તીયાથી તીણાહાય નગરોમાં ગો.
2
હવે યોહાને જેલમાં ખ્રિસ્તણે કામો સબંધી ઉનાયને પોતાણે શિષ્યોણે મોકનીને, તીણાહાય પુછાવ્ય કા,
3
"જે આવવાણો હા તો તુજ હા કા,આમે બીજાણે વાટ હેહજે ?"
4
તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા,"તુમે જી જી ઉનાતે હા ને હેતતે હા,તી જાયને યોહાનને કયી દેખાડા.
5
આંધળે દેખતે હોવ હા,લગંડા ચાનતે હોવે હા,રક્તપિતણા રોગીઓ શુદ્ધ કરાઈ હા,બહેરે ઉનાતે હોવે હા,મરણ પામીને જીવતે હોવે હા,ને ગરીબોહોય સુવાર્તા પ્રગટ કરાય હા.
6
જી કોઈ મારે સંબંધી ઠોકર જી ખાય તિયાણે ધન્ય હા .
7
જીયા તે જાતાના તીયા ઈસુ યોહાન સબંધી માણહાય કણે નાગો કા,"તુમે રાનમાં, કાજા હેદણે નીકલીના ?'કાજા વાયરાથી હાનતા બરૂને ?
8
ફણ તુમે કાજા હેદણે નીકલા હા ?કાજા મુલાયમ વસ્ત્ર પેરીના માણસણે કેદા, જિણા હાય જીણા વસ્ત્રો પેરીને હા તી તે રાજમહેલોમાં હા.
9
તો તુમે કાજા હેદણે નીકીલ્લે ? કાજા પ્રબોધકણે ? હાય તુમાહાય કતો હામ કા પ્રબોધ કરતા જો ઘણાં અધિક હા તીયાણે,
10
જીયા સબંધી એહે નખીન હા કા,જો,હાય મારે સંદેશવાહકણે તોરે આગાલ મોકીનતો હામ,તો તોરે આગાલ તોરે માર્ગ તીયાર કરી."'
11
હાય તુમાહાય હાચજ કતો હામ કા,જતરે સ્ત્રીઓથી જન્મયે હા,તીયામાં યોહાન બાપ્તિસ્મા કઅનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન હોવો નાથ,તોયે ફણ સ્વર્ગણા રાજ્યમા જો બદાહાથી નાનો હા તો ફણ તીયા કરતાં મોટો હા.
12
યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અમુ હુદી સ્વર્ગણા રાજ્ય પાર બળજબરી હોતી હા,ને બળજબરી કરનાઓ તીયાણે છીનવી નેતો હા.
13
કેહે કા બધાં પ્રબોધકોઓ ને નિયમશાસ્ત્ર યોહાન હુદી પ્રબોધ કદો હા.
14
જો તુમારે માનવ હોયને એલિયા જો આવવાણો હોતનો તો ઓજ હા.
15
જીયાણે ઉનાવાણે કાન હોય તી ઉનાય.
16
ફણ ઈયા પેઢીણે હાય કેવા હારી હરખાવ ? તે બાળકો જેવી હા કા,તે બજારમાં બેહીને પોતાણા દોસતારોણે બૂમ પાડીને કતાં હા કા,
17
આમાહાય તુમારે આગાલ વાહાલી વગાડી,ફણ તુમે નાચ્ચા કાઈની;આમે શોક કરતાના,ફણ તુમે રડ્યા કાઈની."
18
કેહે કા યોહાન ખાતો પીતો નાથ આવો,ને તે કતાં હા કા ;તીયાણે દુષ્ટાત્મા વીલગીયો હા ;
19
માણહાય દીકરો ખાતો પીતો આવો,તે તુમે કતાં હા કા,ખાઉધરો ને દારૂબાજ માણહું,દાણીઓ ને પાપીઓણે દોસ્તાર ;ફણ જ્ઞાન પોતાણા કર્યોથી યથાર્થ ઠરતો હા."
20
તીયા જીયા નગરોમાં તીયાણે પરાક્રમી કામો ઘણે હોવે હોવને તીણાહાય પસ્તાવો કાયની કદો માટે તે તિયા પાર વાક કાઢણે લાગે કા .
21
ઓ ખોરાજીન,તુને હાય! ઓ બેથસાઇદા તુને હાય ! કહેકા જે તોરેમાં પરાક્રમી કામો હોવા ને હેદ તુર તથા સીદોનમાં હોવા હોત તો તીણાહાય ટાટ તથા રાખમાં બેહીને કીયારનો પસ્તાવો કયો હોય.
22
વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે તુર તથા સીદોનને તુમારે કરતાં સહેલ હોવી.
23
ઓ કપરનાહુમ,તું સ્વર્ગ હુદી ઉંચ કરાય શું ? તુને પાતાળ હુદી નીચે કરી નાખાય; કેહે કા જે પરાક્રમી કામો તોરેમાં હોવા તે જો સાદોમમાં હોવા હોત,તો તી આજે હુદી રઅત.
24
વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે સદોમ દેશણે તૉરે કરતાં હેલ હોવી."
25
તીયે વેળા ઈસુએ કય કા,"ઓ બાપ,આકાશ ને પૃથ્વીણા પ્રભુ,હાય તોરે સ્તુતિ કરતો હામ,કેહેકા જ્ઞાનીયોણો તથા તર્કશાત્રીઓથી તુમાહાય હે વાતો ગુપ્ત રાખી તથા બાળકોહોય આગાલ પ્રગટ કરી હા.
26
હા,બાપ,કેહેકા તુમાહાય તી હાર નાગ.
27
મારે બાપએ મને બધ હોપ્ય હા,બાપ વગાર દીકરાણે કોઈ જાણત કાંઈ નાથ,ને દીકરા વગાર બાપણે કોઈ જાણત નાથ ને જીયાણે દીકરો પ્રગટ કરને માગે તીયાણેજ બાપ જાણતે હા.
28
ઓ વૈતરું કરનારે તથા ભારથી લદાયને તુમે બધ મારે પાહે આવા,ને હાય તુમાહાય વિસામો આપીહી.
29
મારે ઝુંસરી તુમે પોતા પાર નેયા,ને મારે પાંહેથી હીખા,કેહકા હાય મનમાં નમ્ર તથા દીન હામ,તુમે તુમારે જીવમાં વિસામો પામાં.
30
કેહેકા મારે ઝુંસરી હેલી ને મારે બોજો હલકો હા."