1 જીયા ઈસુ ડોગરા પારથી ઉતીયરો, તીયા હમટે ખણે માણહે તીયાણે પાછાલ ગયે. 2 ને હેદા, એક કોઠીયો રોગીએ આવીને તીયાણે પગે પડીને કય કા ઓ પ્રભુ જો તોરે ઇચ્છા હોય તે તું માને શુદ્ધ કરી હખતો હા.'' 3 તીયા ઇસુયે પોતાણો હાથ લાંબો કદો, ને તીયાણે અટકીને કય, "હાય ચાહતો હામ, તું શુદ્ધ હો." ને તરાત તો પોતાણા કોઠીયો રોગથી શુદ્ધ હોવો. 4 પુઠી ઇસુ તીયાણે કય કા, "જોજે; તુ કોઈણે કતો નખે; ફણ જા, યાજકણે જાઈને પોતાણે દેખાડ ને તીયાણે માટે સાક્ષી રીતે જે અર્પણ મુસાણાં કહયા પ્રમાણે હા તી ચઢાવ." 5 ઇસુ કફરનાહુમમાં આવો, પુઠી જમાદારે તીયાણે પાહી આવીને વિનંતી કરી કા, 6 "ઓ પ્રભું, મારે ચાકર ખરમાં પક્ષઘાતી હોયને પડીનો હા, ને તીયાણે હમટી પીડા હોવતી હા". 7 તીયા ઇસુએ તીયાણે કય કા. "હાય આવીને તીયાણે હારો કરીહી." 8 જમાદારે જવાબ આપતાં કય કા, "ઓ પ્રભુ, તું મારે છાપરા નીચે આવે હેવો હાય યોગ્ય નાથ; ફણ તું માત્ર શબ્દ કઅ, એટલે મારે ચાકર હારો હોવી. 9 કેહે કા હાય ફણ કોઈણે અધિકાર હેઠળ હામ ને સિપાઈઓ મારે સ્વાધીન હા. એકણે હાય કતો હામ કા', જા, ને ત જાતો હા, બીજાણે કતો હામ કા, ઈયા પ્રમાણે કર; ને તો કરતો હો." 10 તીયા ઇસુણે તે ઉનાયને આશ્ચર્ય હોવ, પાછાલ આવનારાહાય તીયાણે કય, "હાય તુમાહાય હાચુંજ કતો હામ કા, એવો વિશ્વાસ મયે ઇઝરાયેલમાં ફણ હેજો નાથ. 11 હાય તુમાહાય કતો હામ, કા પુર્વથી ને પશ્ચિમથી ખણે માણહે આવીને ઈબ્રાહિમણે, ઈસહાકણે, ને યાકુબણે હારી સ્વર્ગણા રાજ્યમાં ખાણે બેહી. 12 ફણ રાજ્યણા ડિખરાઓણે બારને અંદારામાં નાખાય, કા જીયા રડવું ને દાંત પીસવ હોવી." 13 ઇસુએ તીયા જમાદારને કય કા, "જા જેવો તુયે વિશ્વાસ કદો તેવજ તુને હોવી." તીયે જ ઘડી તીયાણે ચાકર હારો હોવો. 14 ઇસુ પિતરને ખરમાં આવો, તીયે તેયાણે સાસુણે તાવથી માંદી પડીની દેખી. 15 ઇસુ તીયાણે હાથણે અટકીયો, એટલે તીયાણે તાવ જાતો ૨યો ને તીયે ઉઠીને તીયાણે સેવા કરી. 16 હાંન્ત પયળ તીયા માણેહે ખણે દુષ્ટઆત્માં વીલગીને તીયાણે પાહે નાવે ને તીયે શબ્દથી દુષ્ટ આત્માંણો બાર કાઢ્યે ને બદે માંદાહાય હારે કદે. 17 તીયા માટે કા યશાયા પ્રબોધકે જી કય હોતન તી પુર હોય કા', "તીયે પોતે આપડે માંદગીણે નેદે ને આપડે રોગો ફોગવ્યા." 18 ઇસુએ માણહાય મોટી ભીડ પોતાણે આજુબાજુ એકઠી હોવીની દેખી, તીયણાહાય ને હલી પાર જાવાણી આજ્ઞા કદી. 19 એક શાસ્ત્રીએ પાહી આવીને તીયાણે કય કા, ઓ ઉપદેશક, જીયે કાઈ તુમે જાહા તીયે હાય તુમારે પાછાલ આવીહી. 20 તીયા ઇસુએ તીયાણે કય કા, "કોનાહાય દર રતા હા ને આકાશણા પક્ષીહીય માળા હોતના હા. ફણ માણસણે ડિખરાણે માથું મુકવાણી જગ્યા નાથ. 21 તીયાણે શિષ્યોમાંથી બીજાયે તીણાહાય કય કા, "પ્રભુ, માને રજા આપ કા હાય જાઈને પહેલાં મારે બાપણે દફનાવીને આવ." 22 ફણ ઇસુએ તીયાણે કય કા, "તું મારે પાછાલ આવ, મરણ પામીનાહાય પોતાણે મરણ પામીનાહાય દફનાવવા દે." 23 જીયા ઇસુ હોડી પાર ચડ્યો, તીયા તીયાણે શિષ્યો તેયાણે પાછાલ ગયા. 24 હેદા, સમુદ્રમાં એવ મોટ તોફાન હોવ, જેથી હોડી મોજાંઓથી ઢાકાઇ ગોય; ફણ ઇસુ પોતે ઉઘંતોનો. 25 તીયા શિષ્યોએ તીયાણે પાહી આવીને તીયાણે ઉઠાડીને કય કા," "ઓ પ્રભુ આમાહાય બચાવ, આમે નાશ પામીયે હામ!" 26 પૂઠી ઇસુએ તીયણાહાય ક્ય કા, "ઓ અલ્પવિશ્વાસીઓ, તુમે કાજા કરને ઘાબરાય ગયા હા? પુઠી તીયે ઉઠીને વાયરાણે ને સમુદ્રણે ધમકાવ્યો, ને ખણી શાંતિ હોવી. 27 તીયા તે માણહાય આશ્ચર્ય પામીને કય કા, "હી કાણા પ્રકારનો માણહું હા કા વાયરાને સમુદ્ર ફણ તીયાણે માનતા હા?" 28 જીયા ઇસુ હેલી પાર ગદરાનીના દેશમાં પહોંચો તીયે દુષ્ટાત્મા વીલગીને બે માણેહે કબારમાંથી નીકલી આવા તીયાણે મિલીયા તે બીક નાગે તેવા હોતના કા તીયા વાટે કોઈથી જાવાત કાયની; 29 હેદા, તીણાહાય બૂમ પાડતા કય કા, "ઓ ઈશ્વરને ડિખરા,આમારે ને તોરે કાજા હા? હા સમય આગાલ તુ આમાહાય પીડા આપણે ઇયે આવો હા કાજા?" 30 હવે તીયાથી થોડેક દૂર ખણા ભૂંડાહાય એક ટોલો ચરતને. 31 દુષ્ટાત્માઓએ તીયાણે વિનંતી કરતો કય કા, "જો તુમે આમાહાય કાડે તીયા ભૂંડાહાય ટોલામાં અમાહાય મોકના." 32 ઈસુએ તીણાહાય કય કા, જાયા!' પૂઠી નીકલીને ભૂંડોમાં પેઠા; ને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પારથી સમુદ્રમાં ઘસી પડ્યું ને પાણીમાં ડૂબી મયરે. 33 તીયા ચરાવનાર નાઠા, તીણાહાય નગરમાં જાયને બદ કય ઉનાવય; ખણા દુષ્ટાત્મા વીલાગીનાહાય કાજા હોવ તી ફણ કય. 34 તીયા હેદા આખ નગર ઈસુણે મિલણે બહાર આવ; તી હેદીને તીણાહાય તીયાણે વિનંતી કદી કા, આમારે સીમમાંથી આન્યો જા.