અધ્યાય 9

1 તીયા હોડીમાં બેહીને ઈસુ હલે પાર ગો, તીયા પૂઠી પોતાણે નગરમાં આવો. 2 તીયા હેદા, ખાટને પડીનો એક લખવા વાલાણે માણહે તીયાણે પાંહાય નાવે. ઈસુએ તીણાહાય વિશ્વાસ હેદીને પક્ષઘાતીણે કય કા, "ડિખરા, હિંમત રાખ, તોરે પાપ તુને માફ હોવા હા. 3 તીયા શાસ્ત્રીમાંણા કતરાક પોતાણે મનમાં કય કા, હો દૂરભાષણ કરતો હા." 4 ઈસુએ તીણાહાય વિચાર જાણીને કય કા, તુમે તુમારે મનમાં કાજા કરને દુષ્ટ વિચાર કરતે હા? 5 કેહે કા ઇયા બેમાંણ વદારે હેલ કાણ હા, એહે કવાણ કા 'તોરે પાપ તુને માફ હોવા હા, અથવા એહે કવાણ કા ઊઠીને નાહી જા? 6 ફણ માણસણે ડિખરાણે પૃથ્વી પાર પાપણે માફી આપવાણો અધિકાર હા, હી તુમે જાણા, "એટલે ઈસુ લકવાવાલા માણહાણે કય કા, "ઊઠ, તોરે ખાટનો ઉંચકીને તોરે ખર નાહી જા." 7 ને તો ઊઠીને પોતાણે ખ ર ગો. 8 તી હેદીને માણેહે આશ્ચર્ય ચકિત હોવ, ને ઈશ્વરે માણહાય હેવો અધિકાર આપચો હા, ઇયા માટે તીણાહાય તીયાણે મહિમા કદો. 9 ઈસુએ તીયેથી જતા માથ્થી નામણે એક માણહાણે દાણ નેવાણી ચોકી પાર બેઠનો દેખયો, તીયે તીયાણે કય કા, 'તુ મારે પાછાલ આવ,' તીયા તો ઊઠીને તીયાણે પાછાલ ગો. 10 તીયા પૂઠી એહે હોવ કા, ઈસુ માથ્થીણે ખર ખાણે બેઠો તીયા હેદા, ખણાં દાણ નેનારાઓ ને પાપીઓ આવા ને ઈસુણી ને તીયાણી શિષ્યોણી હારી બેઠા. 11 ફરોશીઓએ ઈ હેદીને તીયાણે શિષ્યોને કય કા, "તુમારો ઉપદેશક દાણીઓને ને પાપીઓણે હારી કેહે ખાતો હા?" 12 ઈસુએ હી ઉનાયને તીણાહાય કય કા, "જી તંદુરસ્ત હા તીયાણે વૈધણે જરૂર નાથ, ફણ જી બીમાર હા તીયાણે હા. 13 ફણ, 'બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ,' ઇયાણે કાજા અર્થ હા, તે જાયને હીખા, કેહે કા ન્યાયીઓણે ની ફણ પાપીઓણે બાચાવણે હાય આવો હામ." 14 તીયા યોહાનના શિષ્યો તીયાણે પાહે આવીને કય કા, "આમે ને ફરોશીઓ ખણીવાર ઉપવાસ કરતે હામ, ફણ તોરે શિષ્યો ઉપવાસ કરતાં નાથ, ઇયાણે કારણ કાજા?" 15 તીયા ઈસુએ તીણાહાય કય કા, "જીયા હુદી વરરાજા જાનૈયાઓણી હારી હા, તીયા હુદી કાજા તે શોક કરી હખે? ફણ એવા દિવસો આવી કા, વરરાજા તીયા પાહીંથી નેય નેવાઈ, તીયા તે ઉપવાસ કરી. 16 વલી નવા નુગળાણે થીગડ જુના નુગડામાં કોઈ મારત નાથ, કેહે કા તી થીગડાથી તે નુગડ ખેંચાત હા, ને તી વદારે ફાટી જાત હા. 17 વલી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ફરત નાથ; જો ફરે તો મશકો ફાટી જાતી હા, દ્રાક્ષારસ ઢોળાય જાત હા, ને મશકોણે નાશ હોતો હા, ફણ દ્રાક્ષારસ નવી મશકોમાં ફરવામાં આવત હા, જેથી બનેણે રક્ષણ હોત હા." 18 ઈસુ તીણાહાય હે વાત કતો નો, તીયા હેદા, એક અધિકારી આવીને તીયાણે પગે પડીને કય કા, "મારે ડિખરીહ અમેજ મૃત્યુ પામી હા, ફણ તુ આવીને તોરે હાથ તીયે પાર મૂક એટલે તી જીવતી હોવે." 19 તીયા ઈસુ ઊઠીને પોતાણે શિષ્યો હારી તીયાણે પાછાલ ગો. 20 તીયા હેદા,એક સ્ત્રી જીયેણે બાર વરહાથી સખત નુંયવા હોતનો, તે ઈસુણે પાછાલ આવીને તીયાણે નુગડાણે કોરને અટકી; 21 કેહે કા તીયે પોતાણે મનમાં વિચાર્ય કા,જો હાય માત્ર તીયાણે નુગડાણે અટકીહી તે હાય હારી હોઈ જાહાય" 22 તીયા ઈસુએ પાછાલ ફીરીને ને તીયીણે હેદીને કય કા, "ડીખરી, હિંમત રાખ, તોરે વિશ્વાસે તુને હારી કરી હા, ને તે સ્ત્રી તેજ ઘડીયે હારી હોવી. 23 પૂઠી જીયા ઈસુએ તે અધિકારીણે ખરમાં વાંસળી વાગાડનારાહાય ને નોકોણે કકળાટ કરતાં હેજે; 24 તીયા તીણાહાય કય કા, "ઈનથી જાતારયા; કેહે કા ડિખરી મરી ગોઈ નાથ ફણ હુવતી હા, "ને તીણાહાય ઈસુણે વાતણે મજાકમાં કાઢી". 25 નોકોણે બાર કાઢયાં પૂઠી, તીયે માય જાયને તીયણે હાથ થયરો; ને તે ડિખરી ઊઠી. 26 તે વાતણે ચર્ચા આખા દેશમાં ફેલાય ગોઈ. 27 ઈસુ તીયાથી જાતો હોતનો, તેવામાં બે આંધળાહાય તીયાણે પાછાલ જાઈને બૂમ પાડતા કય કા, "ઓ દાઉદના ડિખરા,આમારે પાર દયા કર!" 28 ઈસુ ખરમાં આવો, તીયા તે આંધળા તીયાણે પાહે આવા ઈસુએ તીણાહાય કય કા, "હાય ઈ કરી હખતો હામ હેવો તુમાહાય વિશ્વાસ હા?" તીણાહાય તીયાણે કય કા, 'હા પ્રભુ." 29 તીયા ઈસુ તીણહાય આંખોણે અટકીને કય કા, "તુમારે વિશ્વાસ પ્રમાણે તુમાહાય હોવે" 30 તેજ સમયે તીણહાય આંખો ઉગડી ગોઈ. પૂઠી ઈસુયે તીણાહાય કડક આજ્ઞા આપીને કય કા, "જોજે, કોઈ ઈયા વિષે જાણે ની." 31 ફણ તીણાહાય બાર જાઈને આખા દેશમાં તીયાણે કીર્તિ ફેલાવી. 32 તેઓ બાર ગયા તીયા હેદા, દુષ્ટાત્મા વીલગીના એક ગુગા માણહને નોકો તીયાણે પાહી નાવે. 33 દુષ્ટાત્મા કાઢવામાં આવો તીયા તો મૂગો માણહું બોન્ને ને નોકોહેય આશ્ચર્ય પામીને કય કા, ઇઝરયેલમાં હેવ કદી હેદવામાં આવ નાથ!" 34 ફણ ફરોશીઓએ કય કા, "તો દુષ્ટાત્માઓણાં સરદારથી જ દુષ્ટાત્માઓણે કાડતો હા." 35 ઈસુ તીણાહાય સભાસ્થાનોમાં બોદ કરતાં, રાજ્યણે સુવાર્તા પ્રગટ કરતાં, દરેક પ્રકારના રોગ ને દરેક પ્રકારની બીમારી મટાડતા; બદા જ નગરોમાં ને ગામોમાં ફીરતો ગો. 36 નોકાહાય હેદીને તીયાણે પાર દયા આવી, કેહે કા તી પાળક વગરને ઘેટાંહાય જેવે હેરાન ને નિરાધાર હોતને. 37 તીયા ઈસુ પોતાણે શિષ્યોહોય કય કા, "ફસલ પુષ્કળ હા ખરી, ફણ મજૂરો થોડા હા. 38 ઈયા માટે તુમે ફસલણે માલિકણે પ્રાર્થના કરા કા, તે પોતાણે ફસલને માટે મજૂરો મોકને" .