અધ્યાય 23

1 તીયા ઈસુએ નોકાહાય ને પોતાણા ચેલાહાય કય કા, 2 "શાસ્ત્રીઓ ને ફરોશીઓ મુસાણે આસન પાર બેહેતા હા; 3 હીયા હારું જી કાંઈ તે તુમાહાય કય, તી કરા ને પાલા; ફણ તીયાણે કામથી દૂર રયા, કેહે કા તે જી બોનતા હા, તીયા પ્રમાણે કરતાં નાથ. 4 કેહ કા ફારી ને પાલવાણ મુશ્કેલી પળે એવો બોજા તે માણહાય બાંદાહ પાર ચઢાવતા હા, ફણ તો પોતે પોતાણી આગલીથી ફણ તીયાણે ખહીળને માંગતા નાથ; 5 માણેહે તીણાહાય હેદેતે હેતુથી તે પોતાણે બદે કામ કરતાં હા; તે પોતાણા સ્મરણપત્રોની પલે બનાવતા હા ને પોતાણા નુગળાહાય કોરને વદારતા હા. 6 વલી ખાવાણી મુખ્ય જાગા, ને સભાસ્થાનોમાં મુખ્ય આસન, 7 ને ચૌટાંઓમાં સલામને તીણાહાય 'ગુરુ' કઈ, એવ તીણા હાય ગમત હા. 8 ફણ તુમે પોતાણે 'ગુરુ' નખે કવળાવતા; કેહ કા તુમારે એક જ ગુરુ હા ને તુમે બદા ફાવાહાય હા. 9 પૃથ્વી પાર તુમે કોઈ માણહાણે તુમારે બાપની કવાણો, કેહે કા એકજો સ્વર્ગમાં હા, તોજ તુમારે બાપ હા. 10 તુમે પોતાણે 'સ્વામી' ફણ નખે કવળાવતા, કેહ કા એકુજ, જો ખ્રિસ્ત, તો તુમારે સ્વામી હા. 11 ફણ તુમારામાં જે મોટો હા તો તુમારે સેવક બની. 12 જો કોઈ પોતાણે ઉંચો કરી, તીયાણે નીચો કરવામાં આવી; ને જો પોતાણે નીચો કરી, તીયાણે ઉંચો કરવામાં આવી. 13 ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ, ઢોગીઓ, તુમાહાય અફસોસ હા! કેહે કા માણહાય આગાલ તુમે સ્વર્ગણરાજ્ય બંદ કરતાં હા; કેહે કા તીયામાં તુમે પોતે પેસતા કાઈની, ને જી જાણે માંગતા તીયાણે તુમે જાવા દેતા કાઈની. 14 [ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ, ઢોગીઓ, તુમાહાય અફસોસ હા! કેહે કા તુમે વિદવાઓહોય ખર ખાઈ જાતા હા. દેખાવો કરને લાંબી પ્રાર્થના કરતાં હા, તીયા હારુ તુમાહાય મોટી સજા ભોગીવવા પળી.] 15 ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ, ઢોગીઓ તુમાહાય અફસોસ હા! કેહે કા એક ચેલો બનાવણે હારુ તુમે સમુદ્રને પૃથ્વીમાં ફિયરા કરતાં હા; ફણ તેવ હોવે ત્યાં તુમે તીયાણે તુમારે કરતાં વદારે નરકણો ફાગીદાર બનાવતાં હા. 16 ઓ આદળાહાય દોરનારાઓ, તુમાહાય અફસોસ હા; કતાં હા કા, "જો કોઈ ફક્તિસ્થાનના સમ ખાય તે તીયામાં કાંઈ વાદોની; ફણ જો કોઈ ફક્તિસ્થાનમાંણા સોનાણો સમ ખાય તો તીયાથી તો બાદાયનો હા.' 17 ઓ મૂર્ખાને આદળાઓ, વદારે મોટ કાણ હા? સોનો કા સોનાણે પવિત્ર કરનાર ફક્તિસ્થાન? 18 ને તુમે કતાં હા કા, 'યજ્ઞવેદીના સમ ખાય તો તીયામાં કાંઈ વદો કાઈની; ફણ જો કોઈ તીયા ઉપરના અર્પણના સમ ખાય તે તો તીયાથી બાદાયનો હા.' 19 ઓ આધળાઓ, વિષેશ મોટો કાણ હા? અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી? 20 હીયા હારુ જે કોઈ યજ્ઞવેદીની સમ ખાય તો તે તીયાણે ને જી બદ તીયા પાર હા તીયાણો ફણ સમ ખાતો હા. 21 જો કોઈ ફક્તિસ્થાનનો સમ ખાતો હા, તે તીયાણો ને તીયામાં જી મૂકીન હા તીયાણે ફણ સમ ખાતો હા, 22 જે સ્વર્ગના સમ ખાતો હા, તો ઈશ્વરનો આસનણા ને તીયા પાર બેસનારના ફણ સમ ખાતો હા, 23 ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોગીઓ, તુમાહાય અફસોસ હા! કેહે કા ફુદીનાણો, હુવાણો ને જીરાણો દસમા ફાગ તુમે આપતાં હા; ફણ નિયમશાસ્ત્રની અગત્યણી વાતો, એટલે ન્યાય, દયા, ને વિશ્વાસ, તે તુમાહાય પળતા મુકતા હા; તુમારે ઈ કરવાણ, ને ઈયા હારી તે ફણ પળતા મુકવાણી જરૂર કાઈની હોતની. 24 ઓ આદલાંહાય દોરનારાઓ, તુમે મરછરણે ગાળી કાડતા હા, ફણ ઉંટળાણે આખો ગીલી જાતા હા! 25 ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ, ઢોગીઓ તુમાહાય અફસોસ હા! કેહ કા તુમે થાલી ને વાટકો બાયરેથી સાફ કરતાં હા. ફણ તીયાણે અંદર જુલમ ને અન્યાય ફરીના હા. 26 ઓ આદલા ફરોશી તું પેલાં થાલી ને વાળકો અંદરથી સાફ કર કા, જેથી તો બાયરેથી ફણ સાફ હોઈ જાય. 27 ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ, ઢોગીઓ, તુમાહાય અફસોસ હા! કેહ કા તુમે ધોળેલી કબરના જેવા હા, જે બાયરેથી શોભાયમાન દેખતો હા ખરો, ફણ અંદરથી મારીનાહાય હાળકાને દરેક અશુદ્ધથી ફરીની હા. 28 તેહેજ તુમે ફણ માણહાય આગાલ બાયરેથી ન્યાયી દેખાળતાં હા ખરા, ફણ અંદરથી ઢોગથી ને ભુડાઈથી ફરીના હા. 29 ઓ શાસ્ત્રીઓ, ને ફરોશીઓ, ઢોગીઓ, તુમાહાય અફસોસ હા! કેહે કા તુમે પ્રબોધકો હાય કબર બાદતાંહા ને ન્યાયીઓની કબર શણગારો છો. 30 ને કતાં હા કા, 'જો આમે આમારે બાપદાદા હોય સમયમાં હોત, તો તીયાણે હારી પ્રબોધકોહોય હત્યાંણા ફગીદાર ની હોવતા.' 31 તીયા હારુ પોતા વિષે સાક્ષી આપતાં હા કા પ્રબોધકોહાય મારી નાખનારાહાય ડિખરા તુમેજ હા. 32 તે તુમારે બાપદાદાહોય માય ફરી દિયા. 33 ઓ સર્પો, સપોણા વંશ, નર્કની શિક્ષાથી તુમે કેવી રીતે બચાહા? 34 તુમે હેદહા, પ્રબોધકોને, જ્ઞાનીઓને ને શાસ્ત્રીઓને હાય તુમારે પાહી મોકીનતો હામ, તુમે તીયાણેમાંણા કતરાક જણાહાય મારી નાખવાહા, વધસ્તંભ જોળાવહા, તીયાણમાંણા કતરાક તુમારે સભાસ્થાનમાં કોરડા મારાવી ને નગરે નગર તીણાહાય પાછાલ પળી. 35 કા ન્યાયી હાબેલના નુંયથી તે બારાખ્યાના ડિખરા ઝખાર્યા, જીયાણે મંદિરની ને યજ્ઞવેદીની વચ્ચે તુમાહાય મારી નાંખ્યો, તિયાણા નુંય હુદી જે બદા ન્યાયીઓહાય નુંય પૃથ્વી પાર વવળાવવામાં આવન તી તુમારે પાર આવી. 36 હાય તુમાહાય હારાજ કતો હામ કા, ઈ બદ ઇયા પેઢીણે માથે આવી. 37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તોરે પાહી મોકનીનાહાય પથ્થરે મારનારા! જેહે મરઘી પોતાણે બચાહાય પાંખળા તલે ફેગે કરતી હા, તેહે તોરે છોકરાહાય એકઠે કરવાણ મયે કતરી વાર ચાહય; ફણ તુમાહાય ચાહય કાઈની! 38 હેદા, તુમારે હારુ તુમારે ખર ઉજ્જળ બની ગહા. 39 કેહે કા હાય તુમાહાય કતો હામ કા; 'જ્યા હુદી તુમે એહે ની કહા કા, 'પ્રભુણે નામ જો આવતો હા તો આશીર્વાદિત હા, ત્યાં હુદી હવેથી તુમે મને ની દેખાહા."