1 ઈસુ ફક્તિસ્થાનમાંથી નીકલીને માર્ગે ચાનતો નો, તિયાં તિયાણા ચેલા તીયાણે ફક્તિસ્થાનમાંણા બાંદકામ દેખાળને હારુ પાહી આવા. 2 તીયા તીણાહાય જવાબ આપચો કા, કામ તુમે ઈ બદ કાયની દેખતા? હાઈ તુમાહાય હાચ જ કતો હામ કા, પાડી ની નાખાય, અકે ફણ પથરો બીજા પાર ની રવા દેવાય ની." 3 પૂઠી જૈતુનનાં ડોગરા પાર ઈસુ બેઠો ને, તીયે ચેલા એકાંતમાં તિયાં પાહી આવીને કય કા, "ઈ બદ ક્યા હોવી? ને તોરે આવવાણી ને જગતણો અંતણી કાજા નિશાની હોવી? તી અમાહાય કઅ." 4 ત્યાં ઈસુએ જવાબ આપતાં તીણાહાય કય કા, "તુમાહાય કોઈ ની છેતરે માટે સાવધાન રઅયા કા, તુમાહાય કોઈ ની ભુલાવે. 5 કેહે કા મારે નામથી ખણાં એહે કતાં આવી કા,' હાય તે ખ્રિસ્ત હામ;' ને ખણાંહાય છેતરી. 6 યુદ્ધો ને યુદ્ધોની અફવાઓ તુમે ઉનાહાં, તીયે તુમે, ખાબરાતા નખા; કેહ કા હી બદ હોવાણી અગત્ય હા, ફણ હતરેથી જ અંત ની આવે. 7 કેહે કા પ્રજા પ્રજાણે વિરુદ્ધ ને રાજ્ય રાજ્યણે વિરુદ્ધ ઊઠી, દુકાળો ને જગ્યા જગ્યાએ ધરતીકંપ હોવી. 8 ફણ ઈ બદ તે માત્ર મોટા દુઃખણો સમય હા. 9 ત્યાં તે તુમાહાય શિક્ષા હારું હોપી ને તુમાહાય મારી નાખી. મારે નામણે નેદે બદી પ્રજાઓ તુમારે તિરષ્કાર કરી. 10 ને તિયાં સમયમાં ખણાં નોકો વિશ્વાસ ગુમાવી દેઈ, ને એકબીજાણે પરાધીન કરાવી ને એકબીજા પાર વૈર રાખી. 11 હમટા જુઠા પ્રબોધકો ઊઠી, ને હમટાહાય ભૂનીવામાં આવી. 12 દુષ્ટતાં વદી જવાણા કારણથી ખણાંખરહાય પ્રેમ ઠંડો હોઈ જાય. 13 ફણ જી છેન્ને હુદી ટકી તી તારણ પામી. 14 બદી પ્રજાઓણે સાક્ષીરૂપ હોણે હારું ઈશ્વરણા રાજ્યણી એ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાય; તિયાં અંત આવી. 15 ઈયા હારુ ઉજ્જડની અમંગલપણાની નિશાની જીયા સબંદી દાનિયેલ પ્રબોધકે કયન હા, તીયાણે જીયા તુમે પવિત્રજીયાણો ઉભી રાખની હેદહા (જી વાંચી તે સમજી), 16 તિયાં જે યહૂદીયામાં હોય તે ડોગરા પાર નાહી જાય, 17 ધાબા પાર જી હોય તી પોતાણે ખરણો સામાન નેણે ની ઉતરી. 18 ને જી ખેતાહામાં હોય તી પોતાણે વસ્ત્ર નેણે પાછો ની આવે. 19 તિયાં દિહમાં જો ગર્ભવતી હોય ને જે ને ધપડાવતી હોય તીઈણે અફસોસ હા; 20 ફણ તુમારે નાસવુ હિયાલામાં કા વિશ્રામવારે ની હોય, તિયાં માટે તુમે પ્રાર્થના કરા. 21 કેહે કા તિયાં સમયે એવી મોટી આફત આવી પડી કા તિયાં જેવી સૃષ્ટિણા આરંભથી તે આજે હુદી આવી કાયની, ને કોઈદિહી આવી ફણ ની. 22 ને જો તે દિહી ઓછા કરવામાં ની આવતાં તે કોઈ ફણ માણહું બચી ની હખતાં ફણ પસંદ કરીનાહાય ખાતર તે દિહી ઓછા કરાયા. 23 તિયાં જો કોઈ તુમાહાય કય કા, 'હેદા, ખ્રિસ્ત ઈયા હા 'અથવા ખ્રિસ્ત તીયે હા!' તો તુમે માનતે નખા. 24 કેહ કા જુઠા મસિહ ને જુઠા પ્રબોધકો ઊઠી, ને મોટા ચમત્કાર ચિન્હો ને આશ્ચર્ય કામો કરી દેખાડી કા જો બની હખે તે પસંદ કરીનાહાય ફણ તે ભૂનવી નાખી. 25 હેદા, માયે આગાલથી તુમાહાય કય કા. 26 ઈયા માટે જો તે તુમાહાય કય કા, હેદા, તો રાનમાં હા,' તે બાર જાતા નખા; હેદા, તો ઓરડીમાં હા; તીયા માનતા નખા. 27 કેહ કા જેહે વીજળી પૂર્વથી નીકલીને પશ્ચિમ હુદી ચમકીતી હા, તેહેજ માણહાણા ડિખરાણે આવવાણા હોવી. 28 જીયા મરીને હોય, તીયે ગીધો ફેગા હોય. 29 તિયે દિહીહાણે વિપત્તી પૂઠી, તરત સૂર્ય અંદકારરૂપ હોઈ જાય; ચંદ્ર પોતાણે હુજાલ ની આપે ને આકાશણે તારાં ખરી, ને આકાશણા પરાક્રમો હોનવાય . 30 પૂઠી માણહાય ડિખરાણે નિશાની આકાશમાં દેખાઈ તિયાં ધરતી પાહાણા બદા ફુળો શોક કરી; ને માણહાય ડિખરાણે પરાક્રમ ને મહિમા સહીત ને આકાશણા વાદલા પાર આવતો હેદી. 31 રણશિંગડાણા મોટા અવાજ સહીત તે પોતાણે સ્વર્ગદૂતોહોય મોકની, તે ચારે દિશાંમાંથી, આકાશણા એક છેડાથી તે બીજા છેડા હુદી, તીયાણે પસંદ કરીનાહાય ફેગા કરી. 32 હવે અંજીર પારથી તીયાણે દ્રષ્ટાંત હીખા. જીયા તીયાણે ડાલી કમલી હોય ને પાંદડા ફૂટી નીકીલતા હા, તિયાં તુમે જાણતા હા કા ઉનાલો પાહાય હા. 33 એહેજ તુમે ફણ જીયા તી દબ હોતા હેદહા, તિયાં તુમારે જાણવાણ કા. તી પાહાય એટલે બારા આગાલુજ હા. 34 હાય તુમાહાય હાચજ કતો હામ કા, તી બદ પુર ની હોવી તીયે હુદી એ પેઢી મરણ પામી ની. 35 આકાશ ને પૃથ્વી નાશ પામી, ફણ મારે વાત પૂરી હોયા વગાર રય ની. 36 ફણ તે દિહી ને તે ઘડી સબંદી પિતા વગાર કોઈ ફણ જાણત કાયની, આકાશમાંણા સ્વર્ગદૂતોહોય ની તેહેજ ડિખરાણે ફણ ની. 37 જેહે નુહણા સમયમાં હોવ, તેહે જ માણહણા ડિખરાણે આગમન ફણ હોવી. 38 કેહે કા જેહે જળપ્રલયને આગાલ નુહ વહાણમાં બેઠો તિયાં હુદી તે ખાતા, પીતા, પરણતા, પરણાવતા હોત; 39 ને જળપ્રલય આવીને બદાહાય તાણી નેઈ ગો, તિયાં હુદી તે ની હમજીયા, તેહે જ માણહણા ડિખરાણે આવવાણ ફણ હોવી. 40 તિયાં સમયે બે માણુંહું ખેતામાં હોય તીયામાંણો એક નેવાઈ ને બીજો પડતો મુકાય. 41 બે સ્ત્રીઓ ઘંટીએ દલતી હોય તીયામાંણી એક નેવાઈ ને બીજી પડતી મુકાય. 42 માટે જાગતા રયા, કેહ કા તુમે જાણતા કાયની કા કાણે દિહી તુમારે પ્રભુ આવી રયો હા. 43 ફણ જાણા કા ચોર પહોરે આવી, એજ ખરણો માલિક જાણતો હોય, તો તે જાગતો રય ને પોતાણે ખરમાં ચોરી કરવા ની દેઈ. 44 ઈયા માટે તુમે ફણ તીયાર રયા; કેહે કા જીયા સમયે તુમે ધારતા કાયની તિયાં જ સમયે માણહાણે ડિખરો આવી. 45 તો જે ચાકરને તેયાણે માલિક પોતાણે ખરનાહાય સમયસર ખાવાણ આપણે હારું પોતાણે ખરણો કરભારી કરાવ્યો હા, હેવો વિશ્વાસુ ને બુદ્ધિમાન ચાકર કીડો હા? 46 જીયા ચાકરને તીયાણે માલિક આવીને એહે કરતો હેદી, તો ચાકાર આશીર્વાદિત હા. 47 હાય તુમાહાય હાચ જ કતો હામ કા, તો તુને પોતાણી બદી સંપત્તીણો કારભારી ઠરાવી. 48 ફણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાણ મનમાં કય કા, 'મારે માલિકણે આવવાની વાર હા;' 49 ને તો બીજા ચાકોહોય મારને ને છાકટાહાય હારી ખાણે પીણે લાગો; 50 તો તે જ દિહી તો તીયાણે વાટ હેતો નાથ ને જો સમય તો જાણતો નાથ તેજ સમયે તીયાણે માલિક આવી. 51 તો તુને કાપી નાખી ને તીયાણે ફાગ ઢોગીઓણે હારી ઠરાવી, તીયે રડવાણ ને દાંત પીહીવાણ હોવી.