2 કેહ કા આપડે ખણી રીતે ઠોકર કાયની ખાતો, તો તે સંપૂર્ણ માણહું હાશે ને પોતાણે આખા શરીરને ફણ અંકુશમાં રાખણે શક્તિમાન હાશે. 3 હેદા, ધોડો કાબુમાં રય એટલે આપડે તીયણે મુઆમાં લગામ નાખીને તીયાણે આખા શરીરને નિયંત્રણમાં રાખતે હામ.
4 વહાણો બી કતરા બધા મોટા રતા હાશે, તે ભયંકર વાયરાથી ઠેકનાતા હાશે, તો બી બોજ નાના સુકાનથી સુકાનીણે મરજી હોય તીયા ફણી તીણાહાય ચાનીવામાં આવતા હાશે. 5 તેહ જીભ બી એક નાન અંગ હાશે તો બી તે મોટી મોટી બડાય કરતી હાશે, હેદા, આગડાણે તણખો કતરો મોટા જંગલને હલગાવતો હાશે !
6 જીભ તે આગડ હાશે ; દુનિયા અન્યાયથી ફરીની હાશે ; આપડે અંગમાં જીભ હેવી હાશે કા, તે આખા શરીરને અશુદ્વ કરતી હાશે, તે પુરા જીવનને હલગાવતી હાશે ને પોતે નર્કથી હલગાવામાં આવીની હાશે. 7 કેહ કા બધી જાતણે જાનવર, પક્ષી, પેટે ચાનનારે ને દરિયામાં રનારે પ્રાણીઓ પાલી હખાતે હાશે ને માણાહાય તીયણાહાય વશ કદે હાશે.
8 ફણ જીભણે કોઈ માણહું કાબુમાં રાખી હખતો કાયની, તે બદે ફેલાતી મરકી હાશે ને પ્રાણઘાતક ઝેરથી ફરપૂર હાશે. 9 તીયાથી આપડે પ્રભુ પિતાણે સ્તુતિ કરતે હાશે ને ઈશ્વરણે સ્વરૂપ પ્રમાણે ઉત્પ્ન્ન હોવના માણહાય શાપ બી આપતે હાશે.
10 એકુ જ મૂઆંમાંથી સ્તુતિ ને શાપ નીકલીતી હાશે. મારે ભાઈઓ, હેહે તે ની જ હોવા જુજે. 11 કેહ ઝરો એકુ જ મૂઆંમાંથી મીઠ ને કડવ પાણી આપતો હાશે ?
12 મારે ભાઈઓ, કેહ અંજીરી જૈતૂન ઝાડવાણે ફળ કા તે દ્રાક્ષાવેલો અંજીર આપી હખે? તેહે જ ખાર ઝરણ મીઠ પાણી આપી હખત કાયની. 13 તુમારેમાંણો જ્ઞાની કાણો ને સમજુ કીડો હાશે? કા તો જ્ઞાનથી આવીની નમ્રતાથી સદાચરણથી પોતાણે કરણી કરી દેખાડે,
14 ફણ જો તુમારે મનમાં કડવાશ, અદેખાઈ ને સ્વાર્થ હાશે, તે તુમે સત્યણે વિરુદ્ધ હોઈને ગર્વ ની કરા ને જુઠ ની બોના. 15 હી જ્ઞાન ઉપારથી ઉતરીત હેવ કાયની, ફણ દુન્યવી, બિન - આત્મિક ને શેતાની હાશે.
16 કેહ કા જીયે અદેખાઈ ને સ્વાર્થ હાશે, તીયે તકરાર ને બદા પ્રકારને ખરાબ કામ હાશે.
17 ફણ જી જ્ઞાન ઉપારથી હાશે તી પેલ શુદ્ધ, ફૂટી સલાહ કરવાવાલ, નમ્ર, સેહેજ હમજે તેવ, દયાથી ને હારા ફળથી ભરપૂર, પક્ષપાત વગારન ને ઢોંગ વગારન હાશે.
18 ફણ જો સલાહ કરાવનારા શાંતિ વાવતા હાશે, તે ન્યાયીપણ લણતા હાશે