2 કેહ કા જીયાણે આંગલીએ હોનાણી વેટીં હોય ને જીયાણે શરીર પાર હારે કિંમતી નુગડે હોય, હેવો માણહું જો તુમારે સભામાં આવે ને જો ગંદે નુગડે પેરીનો એક ગરીબ માણહું ફણ આવે ;
3 તીયા તુમે હારે કિંમતી નુગડે પેરીના માણહાને માન આપીને કત કા, 'તું ઇયે ઉત્તમ જાગ્યાએ બેહે ', ફણ હલા ગરીબણે કત કા, 'તું તીયે ઉભો રાખ ', અથવા 'ઇયે મારે પાગણે આસન પાર બેહે';
4 તે કાજા તુમારેમાં ભેદભાવ કાયની હા? ને તુમે પક્ષપાતયુક્ત વિચાર હારી આચરણ કરતે કાયની.? 5 મારે વાલા ભાઈઓ, તુમે ઉનાયા ;વિશ્વાસમાં ધનવાન હોવણે હારુ ને ઈશ્વરે પોતાણે નોકાહા પાર પ્રેમ રાખનારાહાય જી રાજય આપવાણે આશાવચન આપ્ય હાશે તીયાણે વતન પામણે હારુ, ઈશ્વરે માનવજગતણે ગરીબાહાય પસંદ કાયની કદે ?
6 ફણ તુમે ગરીબણે અપમાન કદ હાશે, કાજા ધનવાન તુમારે પાર જુલમ કાયની કરતે ? ને ન્યાયાસન આગાલ તે તુમાહાય ખહડી નેય જાતા કાયની?
7 જી ઉત્તમ નામથી તુમે ઓલખાતે હાશે, તીયણે નિંદા કરનારે કાજા તી નાથ? 8 તોબી શાસ્ત્રવચન પ્રમાણે જી રાજમાન્ય નિયમ હાશે, એટલે કા, 'તું પોતાણે જેવો પોતાણે પડોશી પાર પ્રેમ રાખ ; તે નિયમ જો તુમે પુરેપુરો પાલતે હાશે, તે તુમે ખણે હાર કરતે હાશે;
9 ફણ જો તુમે ભેદભાવ રાખતે હાશે, ને પાપ કરતે હાશે, નિયમશાસ્ત્રણે ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરતો હાશે. 10 કેહ કા જો કોઈ પૂરેપૂર નિયમશાસ્ત્ર પાલી ને ફક્ત એકુ જ બાબતમાં ફુલ કરી, તી બદા સબંધી અપરાધી ઠરતો હાશે.
11 કેહ કા જીયાયે કય, 'તું વ્યભિચાર ની કર, 'તીયાયે જ કય કા', 'તું હત્યા ની કર ', માટે જો તું વ્યભિચાર ની કરે, ફણ જો તું હત્યા કરતો હાશે, તો તું નિયમશાસ્ત્રણે ભંગ કરનારો હોવતો હાશે. 12 સ્વતંત્રતાણે નિયમ પ્રમાણે તુમારે ન્યાય હોવાણો હાશે, હેવ હમજીને બોના ને વર્તા.
13 કેહ કા જીયે દયા કાયની રાખી, તીયાણે ન્યાય દયા વગર કરાય ; ન્યાય પાર દયા વિજય મેલીવતી હાશે. 14 મારે ભાઈઓ, જો કોઈ કતો હાશે કા, 'માને વિશ્વાસ હાશે', ફણ જો તીયાણે કરણીઓ ની હોય, તો તીયાથી કાજા લાભ હોવે ? કેહ હેવો વિશ્વાસ તીયાણે ઉદ્ધાર કરી હખી કા?
15 જો કોઈ ફાહાવ કા તે બેણીહી નુગડા વગારની હોય ને રોજે પૂરત ખાવાણ ની હોય,
16 ને તુમારેમાંણો કોઈ તીણાહાય કય કા, 'શાંતિથી જા, તાપા ને તૃપ્ત હોવા ', તો બી શરીરને જી જુજે તી તુમે તીણાહાય ની આપાત, તે કાજા લાભ હોવે?
17 ૧૭.તેહે જ વિશ્વાસ ફણ, જો તીયાણે હારી કરણીઓ ની હોય, તો તી એખનો હોય તોબી નિર્જીવ હાશે. 18 હા, કોઈ કય, 'તુને વિશ્વાસ હાશે ને માને કરણીઓ હાશે, તે તું તોરે વિશ્વાસ તોરે કરણીઓ વગાર માને દેખાડ ને હાય તુને મારે વિશ્વાસ મારે કરણીઓ તુને દેખાડીહ.
19 તું વિશ્વાસ કરતો હાશે કા, ઈશ્વર એક હાશે, તે તું હાર કરતો હાશે ; દુષ્ટઆત્માઓ બી વિશ્વાસ કરતી હાશે ને કાંપતી હાશે.
20 ફણ ઓ નિબુદ્ધ માણસ, કામ વગાર વિશ્વાસ નિર્જીવ હાશે, તી જાણવાની તું ઇચ્છા રાખતો હાશે? 21 આપડે પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પાર પોતાણે દિખરાહ ઈસહાકણે અર્પણ કદો, તેહ કરીને કૃત્યોથી તીયાણે ન્યાયી ઠરાવામાં આવ્યો કાયની ?
22 તું હેદતો હાશે કા તીયાણે કૃત્યો હારી વિશ્વાસ હોતનો ને કૃત્યોથી વિશ્વાસણે પૂરો કરવામાં આવો ;
23 એટલે ઈ શાસ્ત્રવચન હાચ ઠરય કા જીયામાં કયન હાશે, 'ઇબ્રાહિમે ઈશ્વર પાર વિશ્વાસ કદો ને તે તીયા ફાગ ન્યાયીપણા અર્થે ગણવામાં આવો ; ને તીયાણે ઈશ્વરનો મિત્ર કવામાં આવો.'
24 તુમે હેદતે હાશે કા એખના વિશ્વાસથી કાયની, ફણ કૃત્યોથી માણહાણે ન્યાયી ઠરાવામાં આવતો હાશે. 25 તીયા જ પ્રમાણે જીયા રાહાબ ગણિકાએ જાસૂસોણે સત્કાર કદો ને તીણાહાય બીજે વાટે બાર મુકીન્યો, તીયા તીયાયે ફણ કાજા કૃત્યોથી ન્યાયી ઠરાવામાં ની આવે?
26 કેહ કા જેહ શરીર આત્મા વગાર નિર્જીવ હાશે, તેહે જ વિશ્વાસ ફણ કામ વગાર નિર્જીવ હાશે.