અધ્યાય: ૬

1 તુમારેમાંથી કોઈણે બીજા હારી તકરાર હોવી હોય,તો સંતોણે આગાલ નખે જાતે ને અવિશ્વાસીઓણે આગાલ ન્યાય માગણે જાય હી કેવ કવાય ?

2 સંતો માનવજગતણે ન્યાય કરે.હી તુમે જાણતે કાયની ? ને જો તુમારેથી માનવજગતણે ન્યાય કરવામાં આવે તો તુમે તદ્દન ની જેવી તકરારણે ચુકાદો કરવાણે યોગ્ય કાયની હા ?

3 આપણે દૂતોણે ન્યાય કરહુ હી તુમે જાણાતે કાયની ? તો ઈયા જીદંગીણે નાગતી બાબતોણે ન્યાય આપણે ની કરી અખજે ? 4 હિયા ભાગ જો તુમારે ઈયા જિંદગીણે બાબતોણે ન્યાય કરવાણો હોય,તો વિશ્વાસી સમુદાયમાં જિણાહાય તુમે ગણકારતે કાયની તીણહાય તુમે ન્યાય કરવાણે બેહાળતે હા ?

5 હાય તુમાહાય હરમાવણે ફાગ કતો હામ.કા ફાહાવ ફાહાવણે વચ્ચે ન્યાય કરી અખાત,હેવ એક ફણ જ્ઞાની માણહ તુમારેમાં નાથ ?

6 ફણ ઈયે તો ફાહાવ પોતાણે ફાહાવ હામે ફરિયાદ કરતો હા;ને તી વલી અવિશ્વાસીઓણે હામે ? 7 એટલે હમૂ તુમારેમાં હાચુ જ ગેરહમજ ઉભી હોવી હા,કા,તુમે એકબીજાણે હામે ફરિયાદ કરતે હા.એહે કરવાણે બદલે તુમે અન્યાય કેહે સહન કરતે નાથ ?

8 ઉલટે તે તુમે અન્યાય કરતે હા.ને બીજાણે પાળાવી નેતે હા,ને તી ફણ તુમારે ફાહાવણે! 9 ને કાજા તુમે જાણતે નાથ,કા અન્યાયીઓણે ઈશ્વરણે રાજ્યણે વારસો પામી અખતે નાથ ? તુમે ભૂલ નખે કરતે;વલી વ્યભિચારી, મૂર્તિપૂજકો,લંપટો,વિષયીઓને સજાતીય પુરુષ સબંદ રાખનારે,

10 ચોરી કરનારો,લોભીઓ,સ્વછંદી,નિંદા કરનારે ને જુલમથી પયહા પાળવનારે,તીણહાય ઇશ્વરેણે રાજ્યણે વારસો મિલીની.

11 તુમારેમાણે કતરેક એવે હોતને,ફણ તુમે ઈસુ ખ્રિસ્તણે નામે ને આપણે ઇશ્વરણે આત્માથી શુદ્ધ હોવે,ને પવિત્રતા ને ન્યાયપણું પામીએ હા. 12 બદી વસ્તુ માને છૂટ હા.ફણ હી બદ લાભકારક નાથ.ફણ હાય તીણહાય કોયથી નિયંત્રીત હોવાણો નાથ.

13 ખોરાક પેટણે ફાગ હા ને પેટ ખોરાક ફાગ હા.ફણ ઈશ્વર બન્નેણે નાશ કરી.હવે શરીર વ્યભિચાર ફાગ નાધ,ફણ પ્રભુણે મહિમા કરવા ફાગ આપવામાં આવ હા,ને પ્રભુણે શરીરણે ભાગ. 14 ઇશ્વરે ઈસુણે સજીવન કદ હા,ને પોતાણે પરાક્રમથી તે આપણાહાય ફણ મૃત્યુમાંથી સજીવન કરી.

15 આપળે શરીર ખ્રિસ્તણે અંગ હા,હી કા તુમે નાથ જાણતે ? તિયા હાય ખ્રિસ્તણે અંગોણે વ્યભિચારીણે અંગ બનાવ ? હેવ ની હોવે. 16 તુમે નાથ જાણતે કા વ્યભિચારણે હારી જી જોડાત હા,તી તિયા હારી એક દેહ હોત હા ? કેહેકા શાસ્ત્ર કતહા કા,તી એક દેહ હોવી.

17 ફણ પ્રભુણે હારી જી જોડાટ હા તી તે તિયા હારી એક આત્મા હોવી. 18 વ્યભિચારથી તુમે નાહાયા,માણહ જી પાપ કરાત તી શરીરણે બારણે હા;ફણ વ્યભિચારી પોતાણે શરીરણે વિરુદ્ધ પાપ કરતે હા. 19 તુમે નાથ જાણતે કા તુમારેમાં જો પવિત્ર આત્મા હા.જો તુમાહાય ઈશ્વર પાહાય થી આપવામાં આવો હા,તીયાણે ભકિતસ્થાન તુમારે શરીર હા ? ને તુમે પોતાણે નાથ,

20 કેહેકા મૂલ્ય ચૂકવીને તુમાહાય ખરીદવામાં આવે હા.તિયાથી હવે તુમારે શરીર ને તુમારે આત્મા ઈશ્વરણે હા.તુમારે શરીર દ્રારા ઈશ્વરણે મહિમા આપા.