2 ફણ વ્યભિચાર ની હોવે તિયા ફાગ બદા પુરુષ ને સ્ત્રીએ લગ્ન કરવાણ. 3 પતિ હોય તીયે પોતાણે પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવાણ. ને તેહેજ પત્નીએ પોતાણે પતિ પ્રત્યેણી ફરજ નિભાવવાણી.
4 પત્ની હોય તિણે પોતાણે શરીર પાર અધિકાર નાથ,ફણ પતિણે હા;તેહેજ પતિણે પોતાણે શરીર પાર અધિકાર નાથ,ફણ પત્નીણે હા. 5 એકબીજાથી જુદે નખે હોતે,ફણ પ્રાર્થના ફાગુ થોડીક વાર હુદી એકબીજાણે સંમતિથી જુદ હોવા પડે તો હોવા.પુઠી પાછે ફેગે હોવા રખને શેતાન તુમારે માનસિક વિકારણે નેધે તુમાહાય પરીક્ષણમાં પાડે.
6 ફણ હાય એ વાત તુમાહાય આજ્ઞા તરીકે કાયની ફણ ફરજિયાત કતો હામ,
7 મારે ઇચ્છા હા કા,તુમે બદે માણહે મારે જેવે હોવા,ફણ ઈશ્વરે દરેકણે પોતપોતાણે અંગત કૃપાદાન આપીન હા,ને કોઈણે એક પ્રકારણે ને કોઈણે બીજા પ્રકારણે કૃપાદાન. 8 ફણ અપરિણીતોણે ને વિધવાઓણે હાય કતો હામ કા, તી જો મારે જેવે રય તો તીણહાય તી હિતકારક હા.'''
9 ફણ જો તી પોતે સંયમ ની રાખી તે તીણાહાય લગ્ન કરવાણી છૂટ હા.કેહેકા બલવા કરતા લગ્ન કરવાણ હી હાર હા. 10 ફણ લગ્ન કરીનાહાય હાય આજ્ઞા કરતો હામ,કા હાય તે કાયની,ફણ પ્રભુ કરતો હા,કા પત્નીએ પોતાણે પતિથી જુદ ની હોવાણ;
11 ફણ જો પત્ની જાતે જ જૂદી હોવે તે તીયે લગ્ન કદા વગાર રવાણ;નિતે તો પતિણે હારી સલાહ કરીને રવાણ;પતિએ પોતાણે પત્નીણે ત્યાગ કરવાણો ની. 12 હવે બાકીણે હાશે તીણહાય પ્રભુ કાયની,ફણ હાય કતો હામ.કા,જો કોઈ વિશ્વાસી ફાહાવણે અવિશ્વાસી પત્ની હોય,ને તીયાહારી રવાણે રાજી હોય,તો પતિએ તીણે ત્યાગ કરવાણો ની;
13 કોઈ વિશ્વાસી પત્નીણે અવિશ્વાસી પતિ હોય,ને તીયેહારી રવાણે રાજી હોય,તો પત્નીએ તીયાણે ત્યાગ કરવાણો ની.
14 કેહેકા અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયનો હા,ને અવિશ્વાસી પત્ની વિશ્વાસી પતિથી પવિત્ર કરાયની હા;હેવની હોય તે તુમારે નીચક અશુદ્ધ હોય,ફણ હવે તી પવિત્ર હા. 15 ફણ જો અવિશ્વાસી પુરુષ અલગ રણે માગે, તો તીયાણે અલગ રવા દેવાણ;હેવ સંજોગોમાં કોય વિશ્વાસી ફાહાવ કા બેણહી બંધનમાં નાથ;ફણ ઇશ્વરે બદાહાય શાંતિમાં રવા ફાગ હાજજે હા.
16 અરે સ્ત્રી,તુ તોરે પતિણે ઉદ્ધાર કરેહેકા ની,હી તુ કેવી રીતે જાણી અખે ? અરે પુરુષ,તુ તોરે પત્નીણે ઉદ્ધાર કરેહેકા ની,હી તુ કેવી રીતે જાણી અખે ? 17 જેહે ઇશ્વરે બધાહાય વેચી આપ્ચ હા,ને જેહે પ્રભુએ બધાહાય હાજજે હા,તેહે બધાહાય ચાનવાણ; ને હોજ નિયમ હાય વિશ્વાસી સમુદાયણે ફાગ ઠરાવતો હામ.
18 ને કોઈ સુન્નતી તેડાયનો હા ? તો તીયે બેસુન્નત જેવ ની હોવાણ ને કોઈ બેસુન્નતી તેડાયનો હા ? તો તીયે સુન્નતી જેવ ની હોવાણ.
19 સુન્નત તે કાય નાથ,ને બેસુન્નત બી કાય નાથ,ફણ ઇશ્વરે આજ્ઞાઓણે પાલન તિજ બધજ હા. 20 બદા માણહાય જી સ્થિતિમાં હાદવામા આવે હોય હી જ સ્થિતિમાં તી રય.
21 તુ દાસ હોવા છતાં હાદવામા આવો હા ? તો તિયા બાબતણે ચિંતા ની કરા;ને જો તુ છૂટો હોય અખે એહે હોય તે બરાબર હા કા તોરે તીયાણે લાભ નેવા જોજે.
22 કેહેકા જે દાસણે પ્રભુએ હાજજે હા.તી હવે પ્રભુણે સ્વતંત્ર સેવક હા;ને એહેજ સ્વતંત્ર હોય તીયાણે જો તેડવામાં આવો હોય તો તે હવે ખ્રિસ્તણે દાસ હા.
23 તુમાહાય મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવે હા.તિયાથી તુમે માણહાણે દાસ ની હોવા.
24 ભાઈઓ,જી સ્થિતિમાં તુમાહાય હાદવામાં આવે હોય તે સ્થિતિમાં બદાહાય ઈશ્વરણે હારી રવાણ. 25 હવે કુંવારીઓ વિષે માને પ્રભુ તરફથી કાંઈ આજ્ઞા મીલી નાથ;ફણ જેહે વિશ્વાસુ હોવાણે પ્રભુ પાહાય થી હાય દયા પામ્યો હામ, તેહે હાય મારે પોતાણે અભિપ્રાય આપતો હામ.
26 ને માને એવ નાગત હા કા,હાલણે સંકટણે સમયમાં બદાહાય માણહાયે હાલમાં પોતાણે જે સ્થિતિ હા.તિયામાં તીયે રવાણ તી હિતકારક હા. 27 ને તુ પત્ની હારી બાધાયનો હા ? તો તુ તીયેથી અલગ પળવાની ઈચ્છા કરતો નખે. ને તુ પત્નીથી છૂટો હોવનાણો હા ? ને હવે તુ પત્નીણે ઈચ્છા કરતો નખે.
28 ને તુ લગ્ન કરતો હા,તે તુ પાપ નાથ કરતો;ને તુ કુંવારી સ્ત્રી લગ્ન કરતી હા તો તી પાપ કરતી નાથ;ને જો લગ્ન કરવાથી જીવનમાં કતરીક મુશ્કેલી આવે ફણ હાય તુમારે પાર દયા કરીને તુમારે બચાવ કરવા ઈચ્છા રાખતો હામ. 29 ભાઈઓ હાય ઈ કતો હામ કા હવે થોડો જ સમય બાકી રયનો હા;જીયાએ લગ્ન કદ હા તી લગ્ન કદા વગાર નો જેવો હોવે.
30 રડનાર ની રડનારો જેવો હોવે;ને હર્ષ કરનારો એવા આનંદથી દુર રનાર જેવો હોવે; વલી ખરીદનારો પોતાણે પાહીથી કાઈ જ ની રાખનારા જેવો હોવે;
31 ને જી ઈયા દુનિયાણે વ્યવહાર કરનારો હા તિ દુનિયાણે વ્યવહારમાં ગળાડૂબ હોઈ ને તલ્લીન હોઈ ગનાણે જેવે હોતે નખા. કેહેકા ભૌતિક જગતણે વૈભવ નષ્ટ હોવાણો હા. 32 ફણ તુમે ચિંતા કરતે નખે, હેવી મારે ઈચ્છા હા.જી લગ્ન કરીને નાથ તી પ્રભુણે વાતોમાં તલ્લીન રતે હા.કા પ્રભુણે કેવી રીતે મહિમા આપ;
33 ફણ જીયે લગ્ન કરીને હા તી દુનિયાણે નાશવંત વાતમાં મગ્ન રતે હા,કા પત્નીણે કેવી રીતે ખુશ રાખવી.
34 તેહેજ પરિણીત ને કુવારામાં ફણ ભિન્નતા હા,જીયે લગ્ન કરીન નાથ તે સ્ત્રીઓ પ્રભુણે વાતણે કાળજી રાખતી હા,કા તે શરીરમાં ને આત્મામાં પવિત્ર હોવે;ફણ પરિણીત દુનિયાદારીણે ચિંતા રાખતી હા,કા પતિણે કેવી રીતે ખુશ રાખવો. 35 ફણ હાય તુમારે પોતાણે હિતણે ફાગ તી કતો હામ;કા જિયાથી તુમે સંકટમાં આવી પળાત ની,ફણ હિયા ફાગ કતો હામ કા તુમે યોગ્ય રીતે ચાના ને એક મનણે ને એક ચિત્તણે હોયને પ્રભુણે સેવા કરા. 36 ફણ જિયા કોઈણે એવ નાગેકા પોતાણે ઉત્કટ આવેગનાણે નેધે તી પોતાણે સગાઈ કરીને કન્યા હારી અયોગ્ય રીતે વર્તન કરે તે તીયે પોતાણે ઈચ્છા પ્રમાણે તીયે હારી લગ્ન કરવાણ.તેહે કરવ તી પાપ નાથ.
37 ફણ તે લગ્ન ની કરવાણો નિર્ણય કરે,તીયાણે કોઈ મજબૂરી ની હોય ને તે પોતાણે આવેગ પાર અંકુશ રાખી અખે તેહે હોય તો હાર હોવી કા તે તિયા હારી લગ્ન ની કરે.
38 એટલે કા જિયા હારી તીયે સગાઈ કરીની હા ને તિયા હારી જ લગ્ન કરે તી હાર, ને જે તીયે હારી લગ્ન ની કરવાણ પસંદ કરતો હા તી વદારે હારો નિર્ણય કદો હા. 39 પત્ની જ્યાં હુદી તીયાણે પતિ જીવતોહા.ત્યાં હુદી નિયમથી બાધાયની હા;ફણ જો તિણે પતિ મરીગો હોય.તે જિયાણે તે ઈચ્છા હા તીયે વિશ્વાસીણે હારી લગ્ન કરવાણે તે સ્વતંત્ર હા,ફણ ફક્ત પ્રભૂમાં.
40 ફણ જો તે એખની રય,તો મારે ધારીના પ્રમાણે, તે વધારે આશીર્વાદિત હોવી;મારે એ સલાહ ઈશ્વરણે આત્મા તરફથી હા;એવ હાય માનતો હામ