અધ્યાય: ૫

1 મારે ઉનાવામાં આવ હા.કા તુમારેમાં વ્યભિચાર કરતો હા.તેવો વ્યાપેલો હા.ને તે ફણ એવોહા કા જે બિનયહૂદી ફણ ચાનતો નાથ;એટલે કા કોઈ પોતાણે હાવકી માણે રાખી હા.

2 તો બી એ બાબતો વિષે સરમીંદા હોવાણે બદલે તુમે છાતીકાળીને ચાનતો હા; જીયે ઈ કામ કદ હા.તીયાણે તુમે તુમારેમાંથી દુર કરવા જોજે. 3 કેહેકા શરીરે હાય ગેરહાજર હોવા છતાં,આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હાય પોતે હાજર હોય એહે.એવ કામ કરનારાણે ન્યાય કરી ચુક્યો હામ.

4 કા આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે સામર્થ્ય સહિત,તુમે મારે આત્મા હારી એકઠે મિલીને આપણે પ્રભુ ઇસુ ખ્રિસ્તણે નામે,

5 તુમારે એ માણસણે શરીરણે નુકસાનણે હારું શેતાનણે સોપવાણ કા જિયાથી પ્રભુ ઇસુણે પુનરાગમનણે સમયે તીયાણે આત્મા ઉદ્ધાર પામે. 6 તુમે ઘમંડ રાખતે હા. તી યોગ્ય નાથ;ને તુમે હી જાણતે નાથ.કા થોડ ખમીર આખા લોટણે ફુલાવતો હા.

7 તુમે જૂને ખમીરણે કાળી નાખા.હિયા ફાગ કા જેહે તુમે બેખમીર હા.તેહે તુમે નવે બની જાયા.કેહેકા આપણે પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ,આપણે ફાગ તીયે બલિદાન આપ્ચ હા.

8 હિયા ફાગ કા જૂને ખમીરથી નાથ.એટલે પાપ ને દુષ્ટતાણે ખમીરથી નાથ.ફણ નિખાલસપણા ને સત્યતાણે બેખમીર રોટલી થી આપણે પાસ્ખાપર્વ ઉજીવતે. 9 મયે તુમાહાય મારે પત્રમાં નખીન હા.કા તુમે વ્યભિચારીણે સોબત નખે કરતે;

10 ઈયા દુનિયાણે વ્યભિચારીને ને લોભીઓણે, જુલમિકા મૂર્તિપૂજકણે સંગત ની કરાત એહે નાથ;કેહેકા જો એહે હોય તો તુમારે માનવજગતમાંથી નિકીલ વાજ પડે. 11 ફણ અમુજ મયે તુમાહાય નખીય હા કા આપણે ભાઈ કવાતો હા.તો એવો જો વ્યભિચારી,લોભી,મૂર્તિપૂજક,નિંદા કરનારો, સ્વછંદી કા જુલમ કરનારો હોય.તો હેવા માણસણે સંગત કરવાણ ની.તિયા હારી બેહીને ખાવાણ બી ની.

12 કેહેકા બારનાહીણે ન્યાય મારે કાજા ખંન્ને કરવાણો?જે વિશ્વાસી સમુદાયમાણે હા.તિણાહાય ન્યાય તુમે કરતે હા,કા નાથ.

13 ફણ જી બાયરી હા,તીણહાય ન્યાય તો ઈશ્વર કરતો હા.તો તુમે તુમારેમાંથી તે મનુષ્યણે દૂર કરા