અધ્યાય: 3

1 ભાઈઓ, જેહે આત્મિક મનુષ્યણે હારી વાત કરતો હામ તેવી રીતે તુમારે હારી વાત કરી હખ્થો કાયની, ફણ સાંસરિકોણે હારી એટલે ખ્રિસ્તમાં બાળકોણે હારિ વાત કરતો હામ તેવી રીતે મયે તુમારે હારિ વાત કદી..

2 મયે તુમાહાય દુધથી પોહોયે હા, ને ફારી ખોરાકથી કાયની, કેહેકા તુમે ફારી ખોરાક ખાણે સમર્થ કાયની હોતને, ને અમુ ફણ સમર્થ કાયની હાશે, 3 કેહેકા તુમે આજુ સાંસારિક હા. કેહેકા તુમારે માં અદેખાય ને ઝઘડા હાશે, એટલે તુમે સાંસારિક નાથ ?, ને સાંસારિક માણહાણે કાણી વર્તીતે નાથ?

4 કેહેકા જીયા તુમારે માણે એહે કતનેકા, 'હાય પાઉલણે હામ,` ને બીજે કતે હા કા ' હાય આપોલસણે હામ,` તિયા તુમે સાંસારિક માણહાણે કાણી વર્તન કરતે નાથ કા?

5 તો આપોલસ કિડો હા? ને પાઉલ કીડો હા? જે હે પ્રભુયે બદાહાય સેવા કાર્ય આપ્ચ હા તિયાજ પ્રમાણેતી જીવીત ઈશ્વરણે સેવકો જ હાશે, તિયાણે થકી તુમે વિશ્વાસ કદો હા. 6 મયે તે માત્ર રોપ્ચ, ને આપોલસે પાણી પાય,ફણ ઈશ્વરે તીયાણે ઉગાયળ ને વૃદ્ધિ આપી હા.

7 ને સિચનાર ફણ કોય નાથ ;ને રોપનાર બી કોય નાથ;ને વૃદ્ધિ આપનાર ઈશ્વર તોજ સર્વસ્વ હા. 8 રોપનાર ને હીંચનાર એકુજ હા; ફણ બદાહાય તીયાણે મહેનત પ્રમાણે બદલો મિલી .

9 કેહેકા આમે ઈશ્વરણે સેવક તરીકે હારી કામ કરનારે હામ ; તુમે ઈશ્વરણે ખેતી, ને ઈશ્વરણે ઇમારત હા. 10 ઈશ્વરણે મારે પાર હોવની કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મયે પાયો નાખ્યો હા; ને તિયા પાર કોઈ બીજો બાધતો હા. ફણ પોતે તિયા પાર કેવી રીતે બાધતો હા તિયા વિશે બદાહાય સાવધાન રવાણ.

11 કેહેકા જો નાખાય નો પાયો હા તે ઈસુ ખ્રિસ્ત હા. તિયા સિવાય બીજો પાયો કોઈ નાખી અખતો કાયની. 12 ફણ જો ઈયા પાયા પાર બાધનારો કોઈ હન, ચાંદી અમૂલ્ય પથ્થર, નાકળ કા પરાળણે ઉપીયોગ કરે,

13 તો બદાહાય કામ કેવ હા તી ખુલ્લ કરવામાં આવી; કેહેકા તીયે દિહી તી ઉગાળ પાળી, અગિનથી તી પ્રગટ કરવામાં આવી; ને બદાહાય કામ કેવ હા તી અગ્નિ જ પારખી. 14 જિયા કોઈએ તિયા પાયા પાર બાદકામ કદહોય , તિજ ટકી રઈ ને તિજ બદલો પામી.

15 જીયા કોયણે કામ બલી જાય, તો તીયાણે નુકસાન હોવી; ને ફણ તી જાતે જાણી કા અગ્નિમાંથી બચીના જેવો હોવી. 16 તુમે ઈશ્વરણે ભક્તિસ્થાન હા, ને તુમારે માં ઈશ્વરણે પવિત્ર આત્મા વાશ કરતો હા, તી તુમે કાયની જાણતે ?

17 જી કોઈ ઈશ્વરણે સભાસ્થાનણે નાશ કરત હા , તો ઈશ્વર તીયાણે નાશ કરી; કહેકા ઈશ્વરણે તી ભક્તિસ્થાનણે હા ને તી પવિત્ર હા, ને તિ ભક્તિસ્થાન તુમે હા. 18 કોઈ પોતે પોતાણે છેતરે ની. ને જી ઈયા જમાંના માં તુમારે માંણે કોઈ પોતાણે જ્ઞાની માનતો હા, તો જ્ઞાની હોવા ફાગ તીયે મુર્ખ બનવ જરૂરી હા.

19 કેહેકા ઈયા જમાનાણે જ્ઞાન ઈશ્વર આગાલ મુર્ખતા રુપ હા ; કેહેકા નખીન હા કા, પ્રભુ કવાતો જ્ઞાનીઓણે તીણેજ ચતુરાઈમાં થરી પાળી .

20 20】 ને પ્રભુ જાણતો હા કા જ્ઞાનીઓણે વિચાર વ્યર્થ હા. 21 ને કોઈ બી માણહાયે, માણહાય વિશે અભિમાન ની કરવાણ , કેહેકા ઈશ્વરે તુમાહાય બદજ આપીન હા.

22 પાઉલ, આપોલસ,કેફા,સૃષ્ટિ ,જીવન, મરણ, વર્તમાનણે કા ભવિષ્યણે બાબત; ને હી બદજ તુમારે જ હા;

23 તુમે ખ્રિસ્તણે હા; ને ખ્રિસ્ત ઈશ્વરણે હા.