2 કેહેકા ઈસુ ખ્રિસ્ત, જો વધસ્તંભે જડાયનો, તિયા સિવાય હાય તુમારે હારી રઈને બી જ કાયની જાણ હાય એવો મયે નિશ્ચય કદનો. 3 હાય નિર્બળતામાં ને ફયમાં ને ખણી થુજારીમાં ને તુમારે હારી હાય રતનો.
4 મારે વાતણે ને મારે પ્રચારણે આધાર માનવી જ્ઞાનણે મનોહર ફાસા ઉપાર નિર્ભર કાયની હોતન, ફણ પવિત્ર આત્મા ને સામર્થ્યણે પ્રમાણ પાર હોતન.
5 તુમારે વિશ્વાસણે આદાર માણહાય જ્ઞાન પાર કાયની ફણ ઈશ્વરણે સામર્થ્ય પારુ જ હા. 6 જો અનુફવી હાશે તિણે હારી આમે જ્ઞાનણે વાત કરતે હામ, ફણ તી ઈયા જમાનાણે જ્ઞાન કાયની ફણ ઈયા જમાનાણે નાશ પામનારે અધિકારીહીં જ્ઞાન ફણ કાયની;
7 ફણ ઈશ્વરણે જ્ઞાન, એટલે જી ગુપ્ત રાખીન જ્ઞાનને સૃષ્ટિણે આરંભ પૂર્વથી ઈશ્વરે આપણે મહિમાણે હારું નિર્માણ કદ હા,તીણહાય વાત આમે મર્મમાં બોનતે હામ. 8 ઈયા જમાનાણે અધિકારીહીં માણે કોયણે તીયા જ્ઞાનણે હમાજ કાયની હા; કેહેકા તીણેમા હમાજ હોતીતે તી મહિમાવાન પ્રભુણે વધસ્તંભે જળતે ની.
9 ફણ નખીન હાશે કા, “જે બાબત આંખે હેજ્જ કાયની હા, કાને ઊનાય કાયની હા,જિયા માણાહાણે મન માં પ્રવેશી કાયની હા ,જે બાબત ઈશ્વરે પોતાણે પ્રેમ કરનારાહાય ફાગ તિયાર કદ હા. 10 તી તે ઈશ્વરે પોતાણે પવિત્ર આત્માથી આપણાહાય પ્રગટ કદે હા;" કેહેકા આત્મા બદાહાય હાશે , ઈશ્વર ણે ઊંડા વિચારણે ફણ હેદતો હા.
11 કેહેકા કોઈ માણાહાણે વાત તે માણહામાં જે આત્મા હાશે તે સિવાય કાણ માણહ જાણે? હેહેજ ઈશ્વરણે આત્મા સિવાય ઈશ્વરણે વાત બી જ કોઈ જાણત કાયની. 12 ફણ આમે જગતણે આત્મા કાયની ફણ જે આત્મા આમહાય ઇશ્વર તરફથી આપવામાં આવો હા તી આત્મા આમે પામીએ હામ;જિયાથી ઇશ્વરે આપણાહાય જે બાબત આપી હા તી આમે જાણતે હામ.
13 તીજ આમે બોનતેમ. માણહાય જ્ઞાન હિખવાણી ફાસામાં કાયની,ફણ પવિત્ર આત્મા એ હિખવીની ફાસામાં ને આત્મિક ફાસામાં હમજાવતે હામ. 14 જગતણે માણહે ઈશ્વરણે આત્માણે વાતણે સ્વીકાર કરતે કાયની;કેહ કા તે વાત તિણાહાય તે મુર્ખતા જેવી નાગતી હા;ને તી આત્મીક રીતે હમજાય એટલે તી હમજી હખતે કાયની.
15 ) ફણ જી માણહ આત્મિક હા,તીતે બદહાય પારીખત હા,ફણ પોતે કોઈથી પારખાત કાયની.
16 કેહે કા પ્રભુણે મન કીડે જાયણ હા તોતે તુમહાય બોધ કરતો હા? ફણ આમે તે ખ્રિસ્તણે મન હામ.