અધ્યાય ૧૪

1 ૧. પ્રેમણે અનુસરા; ને આત્મિક દાનો મેલીવણે અભિલાષા રાખા, વિશેષ કરીને તુમે પ્રબોધ કરી અખાત ને અભિલાષા રાખ.

2 ૨. કેહેકા જો કોઈ અન્ય ભાષા બોનતો હા. તિયાં માંણહાહારી નાથ, ફણ ઈશ્વરણે હારી બોનતો હા. બીજ કોઈ તીયાણે બોનવ હમીજત નાથ, ફણ તી આત્મામાં મર્મ બોનતો હા.

3 3. જો પ્રબોધ કરતો હા, તો ઉન્નતિ, સુબોધ ને દિલાસાણે ફાગ માણહા હારી બોનતો હા.

4 ૪. જો અન્ય ભાષા બોનતો હા તો પોતાણે ઉન્નતિ કરતો હા; ફણ જો પ્રબોધ કરતો હા તો વિશ્વાસી સમુદાયણે ઉન્નતિ કરતો હા. 5 ૫. મારે ઈચ્છા હા કા, તુમે બદે અન્ય ભાષાઓ બોના, ફણ વિશેષ કરીને તુમે પ્રબોધ હમજાવા હેવી મારે ઈચ્છા હા. કેહેકા અન્ય ભાષા બોનવાવાલો, જો વિશ્વાસી સમુદાયણે ઉન્નતિ ફાગ ભાષાંતર કરે ની, તો તી, કરતા પ્રબોધ, કરવાણ મહત્વ વદારે હા.

6 ૬. ભાઈઓ, તુમારે વચ્ચે આવીને હાય અન્ય ભાષાઓ બોન ફણ જો પ્રક્ટિકરણ, જ્ઞાન, પ્રબોધ કા શિખામણ થી ની બોન તો તીયાથી તુમહાય કોઈ ફાયદો નાથ. 7 ૭. એહેજ અવાજ કાળનારે નિર્જીવ વાજીત્રો. પૂઠી તે વાંસળી હોય કા વીણા હોય ફણ જો હિળે સૂરમાં અલગતા આવે ની, તો વાંસળી કા વીણા હિયાંથી કાજા વાગાળતો હા તી કેવી રીતે ખબર પળે?

8 ૮. કેહેકા જો રણસિંગળ સ્પષ્ટ સુર ની કાંળે તો કોઈ લડાઈ ફાગ કિડ સજ્જ હોવી?

9 ૯. એહેજ તુમે ફણ જો જીભ વળે હમજી અખાય એવા શબ્દો ની બોનાત તે બોનીની વાત કેવી રીતે હમજાય? કેહેકા એહે કરવાથી તુમે હવામાં બોનનારા જેવે ગણાય. 10 ૧૦. ઇયા દુનિયા માં બજ ભાષાઓ હા. તિયાં માણી કોઈ અર્થ વગરની નાથ,

11 ૧૧. હિયા ફાગ જો હાય અમુક ફાષાણે અર્થ ની જાણ, તે બોનવા વાલાણે આગાલ હાય પરદેશી જેવો ને બોનનારો મારે આગાલણ પરદેશી જેવો હોમ. 12 ૧૨. હિયા પ્રમાણે તુમે આત્માંમાં દાનો ઈચ્છતે, તે ઝનુનથી હેદા ને વિશ્વાસી સમુદાયણે ઉન્નતિણે ફાગ તુમે તીયામાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરા.

13 ૧૩. તિયાં અન્ય ભાષા બોનનારે પોતે ભાષાંતર કરી અખાત, એવી પ્રાર્થના કરવી.

14 ૧૪. કેહેકા હાય જો અન્ય ભાષામાં પ્રાર્થના કર, તો મારે આત્મા પ્રાર્થના કરતો હા, ફણ મારે મન નિષ્ફળ રતો હા. 15 ૧૫. તો હાય આત્માથી કરહી ને મન થી બી પ્રાર્થના કરહી, આત્માથી ગાહાય ને મનથી બી ગાહાય.

16 ૧૬. ની તો જો તું આત્માથી સ્તુતિ કરીહી તે તિયાં જી ઓછ હમીજવા વાલે માણહે બેઠને હા તી તોરે સ્તુતિ ઉનાયને આમીન કેવી રીતે કઈ? કેહેકા તું કાજા બોનતો હા હી તો હમીજતો કાયની. 17 ૧૭. કેહેકા તું હારી રીતે સ્તુતિ કરે તે ખરો; ફણ તીયાથી બીજાણે ઉન્નતિ હોવી નાથ.

18 ૧૮. હાય ઈશ્વરણે આભાર માનતો હામ, કા તુમારે બદાહાજ કરતાં માને વદારે ભાષાઓ બોનતા આવીટ્ટી હા.

19 ૧૯. તિયા ફણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોનવા કરતાં બીજાહાય હિખવવાણ પોતાણે સમજશક્તી થી માત્ર પાંચ શબ્દો બોનવાણ હાય વધારે પસંદ કરતો હામ. 20 ૨૦. ભાઈઓ, હમજણમાં નીચકે ની હોવા; ફ્ણ દુષ્ટતામાં નીચકે હોવા, ને હમજણમાં પુખ્ત હોવા.

21 ૨૧. નીયમશાસ્ત્ર માં નખીન હા. કા' અન્ય ભાષાઓથી ને અજાણી પ્રજાઓણે હોઠોથી હાય ઇયા માણહાય હારી બોનીહી , ફ્ણ તિ મારે ઉનાયની: એ હે પ્રભુ કતો હા. 22 ૨૨. ને ભાષાઓ વિશ્વાસીઓણેની, ફ્ણ અવિશ્વાસી ઓણે ફાગ નિશાનીરૂપ હા.ને પ્રબોધ અવિશ્વાસી ઓણે ની ફ્ણ 'વિશ્વાસી ઓણે ફાગ ચિન્નરુપ હા.

23 23. ને જો આખોજ વિશ્વાસી સમુદાય એકઠો મીલે , ને બદીજ અન્ય ભાષાઓમાં બોને ને જો કતરાહાય ઓછી હમજણ વાલેને અવિશ્વાસીઓ તીયે આવે તે તી કાઇનીકા , કા તુમે પાગલ હા. 24 ૨૪. ફણ જો બધેજ પ્રબોધ કરાત ને કોઈ અવિશ્વાસી કા અણસમજુ અંદર આવે તો બદાહાથી તિયાણે શિખામણ મિલતી હા; બદાથી તી પારખાતો હા;

25 ૨૫. ને તિયાણે હ્દયથી ગુપ્ત બાબતો પ્રગટ કરતી હા; વલી ખરેખર ઈશ્વર તુમારેમાં હા હેવ કબૂલ કરીને તો છૂટણે પળીને ઈશ્વરણે ભજન કરી. 26 2૬. ભાઈઓણે બહેનો જિયા તુમે એકઠે હોતે હા તિયા તુ મારે માણે કોઈ ગીત ગાત હા, કોઈ પ્રકટીકરણ કરત હા, કોઈ અન્ય ભાષાબોનત હા તે કોઈ તિયાણે અર્થ હમજાવાત હા;ઇ બદ ઉન્નતિણે ફાગુ હોવા જો જે .

27 ૨૭. જો કોઈ અન્ય ભાષા બોનત હા, તો બે અથવા વધારેમાં વધારે તીન માણહે વારાફરતી બોન તે હા;ને એક જણે ભાષાંતર કરવાણ.

28 ૨૮. ફ્ણ જો ભાષાંતર કરનારો ની હોય તો વિશ્વાસી સમુદાયમાં તિ યે ચુપ રવાણને માત્ર પોતાણેને ઈશ્વર હારી બોનવાણ. 29 ૨૯. બે કા તીન પ્રબોધકો બોન્તા ,ને બીજા હાય તિણે સમીક્ષા કરે.

30 ૩૦. ફણ જો સભામાં જિ બદેહા તિણે માણે કોઈણે કાંઈ પ્રગટ હોવે , તો પેલ્લા ચુપ રવાણ. 31 ૩૧. તુમે બદેજ વારાફરતી પ્રબોધ કરી અખતે હા. કા બદેજ માણહે હીખાત ને દિલાસો પામાત.

32 ૩૨. પ્રબોધકોણે આત્માઓ પ્રબોધકોણે આધીન હા.

33 33. ઈશ્વર અવ્યવસ્થાણે ઈશ્વર નાથ, ફ્ણ શાંતિણે ઈશ્વર હા. જે હે સંતોણે બધી જ મંડળીઓમાં ચાનત હા તે હે. 34 ૩૪. સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયો માં ચૂપ રવાણ ; કેહેકા તીણે બોનવાણ અધિકાર નાથ, ફણ તીણે આધીનતામા રવા જોજે એહે નિયમશાસ્ત્ર ફણ કત હા.

35 ૩૫. ફણ જો તી કાંઈ હિખીવણે માંગતે, તો તીણાહાય ખર માં પોતાણે પતિણે પૂછવાણ; કેહેકા વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોનવ હી શરમભરીન હા.

36 ૩૬. ને તુમારે પાહાય ઈશ્વરણે વચન આવ? ને તી તુમહાય એખનાહાય મિલ્લ હા? 37 ૩૭. ને જો કોઈ પોતાણે પ્રબોધક કા આત્મિક હમજે, તો જે વાત હાય તુમારે પાહાય નખતો હામ તી પ્રભુણે આજ્ઞા હા એવ તીયે હમીજવાણ.

38 ૩૮. જો કોઈ આજ્ઞા ની હોય તો તી ભલે આજ્ઞા ની રય. 39 ૩૯. હિયા ફાગ, મારે ભાઈઓ, પ્રબોધ કરવાણે ઉત્કઠાં રાખ, અન્ય ભાષામાં બોનવાણ ના નખે કતા.

40 ૪૦. ફણ બદજ ઈશ્વરણે સોબે તેવી રીતે ને વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે