અધ્યાય ૧૩

1 ૧ જોકા હાય માણહાણે ને સ્વર્ગદૂતોણે બી ભાષાઓ બોની અખ,ફણ મારેમાં પ્રેમ ની હોય,તે રણકાર કરનાર પિત્તળ કા ઝમકાર કરનાર ઝાઝણે જેવો હાય હામ.

2 ૨ જો માને પ્રબોધ કરવાણ દાન હોય,ને હાય બદાહાય મર્મ ને સર્વ વિદ્યા જાણતો હોય,ને હાય પર્વતોણે ખસેડી અખ એવો પૂરો વિશ્વાસ મારેમાં હોય,ફણ મારેમાં પ્રેમ ની હોય,તો હાય કાય નાથ.

3 ૩ જો હાય કંગાલોણે પોષણ કરવામાં મારે બદીજ સંપતિ આપ ને જો હાય મારે શરીર અગ્નિણે હોફ ફણ મારેમાં પ્રેમની હોય,તો માને કાઈજ હિતકારક નાથ. 4 ૪ પ્રેમ સહનશીલ ને પરોપકારી હા;પ્રેમ અદેખાઈ કરતો નાથ;પ્રેમ બડાશ મારતો નાથ,ફુલાય જાતો નાથ.

5 ૫ પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નાથ.પોતાણેજ હિત હોદતો નાથ;ખીજવાતો નાથ,કોઈણે ખરાબ ઇચ્છતો નાથ;

6 ૬ અન્યાયમાં ની,ફણ સત્યમાં આનંદ માનતો હા;

7 ૭ પ્રેમ બદજ ખમતો હા,બદજ હાચુ માનતો હા,બદાણેજ આશા રાખતો હા,બદાણેજ સહન કરતો હા. 8 ૮ પ્રેમ કોઈ દિહી ઓછો હોતો નાથ,ફણ પ્રબોધ કરવાણે દાન હોય તો તી નષ્ટ હો;ભા ઓ વિહરાય જાય;વિદ્યા હોય તે તી વિહરાય જાય.

9 ૯ ભાષાઓ કેહેકા આપળે અપૂર્ણ જાણતે હામ;ને અધુરો પ્રબોધ કરતે હામ;

10 ૧૦ ફણ જિયા સંપૂર્ણતા આવી,તિયા અપૂર્ણતા જાતિ રય. 11 ૧૧ જિયા હાય બાળક હોતનો,તિયા બાળકણે માફક બોનતોનો,ને વિચારતોનો ને બાળકણે માફક જ હમીજતોનો,ફણ હવે હાય પુખ્ય હોવો હામ,તિયા હાય બાળકણે વાત મૂકી દેદી.

12 ૧૨ કેહેકા અમુને આપળે જાણજે કા અરીસામાં ઝાંખ-ઝાંખ હેદતે હામ,ફણ તિયા નજરોનજર સ્પષ્ટ હેદુહુ;અમુતે હાય અપૂર્ણ જાણતો હામ,ફણ તિયા જેહે ઈશ્વર માને જાણતો હા તેહે હાય પૂર્ણ રીતે જણીહી.

13 ૧૩ હવે વિશ્વાસ,આશા ને પ્રેમ એ તીન ટકી રય;ફણ હી તીન માં પ્રેમ શ્રેષ્ટ હા