અધ્યાય -૧૧

1 ૧ જેહે હાય ખ્રિસ્તણે અનુસરતો હામ તેહે તુમે અનુસરા.

2 ૨ ને તુમે બદીજ બાબતોમાં મારે સ્મરણ કરતે હા ને જેહે તુમાહાય મયે જે આજ્ઞાઓ આપી,તિયા પ્રમાણે દ્રઢતાથી પાલન કરતે હા તિયા ફાગુ હાય તુમારે પ્રસંશા કરતો હામ.

3 ૩ હાય તુમાહાય જાણવણે માગતો હામ કા પ્રત્યેક પુરુષણે શિર ખ્રિસ્ત હા ને સ્ત્રીણે શિર પુરુષ હા;ને ખ્રિસ્તણે શિર ઈશ્વર હા.

4 ૪ ને જો કોઈ પુરુષ પ્રાર્થના કા પ્રબોધ કરતો હોય તિયા તો પોતાણે માથ ઠાકીન રાખે,તિયા તો પોતાણે માથાણે અપમાન કરતો હા. 5 ૫ પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લા માથે પ્રાર્થના કા પ્રબોધ કરતી હા,ને તે પોતાણે માથાણે અપમાન કરતી હા,કેહેકા તેહે કરવાણ તિણે નિબાલે ઉતારાવી નાખ્યે સમાન હા.

6 ૬ કેહેકા જો સ્ત્રી માથ ઓઢવે ની તો તીયે પોતાણે નીબાલે ઉતરાવી નાખવા જોજે;ફણ જોકા નિબાલે ઉતરાવવાથી સ્ત્રીણે સરમ નાગે તો તીયે પોતાણે માથે ઓઢાવવા જો જે. 7 ૭ કેહેકા પુરુષ માથ ઢાંકવાણ ઘટત નાથ,ને તો ઈશ્વરણે પ્રતિમા ને મહિમા હા,ફણ સ્ત્રી તો પુરુષણે વૈભવ હા;

8 ૮ કેહેકા પુરુષ સ્ત્રીથી હોવો નાથ,ફણ સ્ત્રી પુરુષ થી હા. 9 ૯ પુરુષણે સર્જન સ્ત્રીણે ફાગ કરવામાં આવ નાથ,ફણ સ્ત્રીણે સર્જન તો પુરુષણે ફાગ કરવામાં આવ હા.

10 ૧૦ હિયા કારણથી ને સ્વર્ગદૂતોણે નેધે સ્ત્રીએ પોતાણે આઘીનતા દર્શાવવા ફાગ માથે ઓઢીને રાખવામાં તી ઉચિત હા. 11 ૧૧ ને તો ફણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નાથ,ને સ્ત્રી પુરુષરહિત નાથ.

12 ૧૨ કેહેકા જેહે સ્ત્રી પુરુષથી હા તેહે પુરુષ સ્ત્રીણે આશરે,ફણ બદે પ્રભુથી હા. 13 ૧૩ સ્ત્રી ઘૂંઘટ વગાર ઈશ્વરણે પ્રાર્થના કરે હી તિણે શોભા કા? હિયા વાતણે નિર્ણય તુમે પોતે કરા

14 ૧૪ ને પ્રકૃતી પોતે તુમાહાય હિખીવતી નાથ,કા જો પુરુષણે લાંબે નિબાલે હોય તો તીયાણે અપમાનરુપ હા?

15 ૧૫ ફણ જો સ્ત્રીણે લાંબે નિબાલે હોય તે તિણે શોભા હા,કેહેકા તિણે નિબાલે આચ્છાદનને ફાગુ તિણે આપવામાં આવત હા.

16 ૧૬ ફણ જો કોઈ માણહ હિયા બાબત વિષે વિવાદી માલુમ પળે,તો જાણવાણ કા,આપણેમાં ને ઈશ્વરને વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નાથ. 17 ૧૭ હી કઈને હાય તુમારે પ્રશંસા કરતો નાથ,કેહેકા તુમે સુધારાણે ફાગે નાથ,ફણ બાગાળને હારું ભેગે મિલતે હા.

18 ૧૮ કેહેકા પ્રથમ,તુમે સભામાં ભેગે હોતે હા તિયા તુમારેમાં ફાટફૂટ હોવાણે મારે ઉનવવામાં આવત હા.ને કતરાક સમયહુદી તી ખરું માનતો હામ.

19 ૧૯ જી પસંદ હોવે હા.તી પ્રગટ હોવે હિયા ફાગ જરૂરી હા કા તુમારેમાં મતભેદ પળે. 20 ૨૦ ને તુમે એકુજ જગ્યાએ મિલતે હા.તિયા પ્રભુણે ભોજન કરવાણ હી અશક્ય હોય પળત હા.

21 ૨૧ કેહેકા ખાવામાં બદેજ પોતાણે ખાવાણ ખાઈ નેતે હા;ને કોઈ સ્વંછંદી બનતો હા.

22 ૨૨ ને તુમારે ખાવાણ ને પીવાણ તુમારે ખર નાથ? કેહેકા તુમે ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે ધિક્કારતે હા,કા જીણે પાહાય નાથ તીણહાય સરમાવતો હા? હાય તુમહાય કાજા કમ? ને હિયામાં હાય તુમાહાય વખાણ એહે હાય તુમારે પ્રશંસા કરતો નાથ. 23 ૨૩ કેહેકા જો હાય પ્રભુથી પામ્યો તી મયે તુમાહાય આપી દેદ,એટલે કા જીયે રાતે પ્રભુઇસુણે પરસ્વાદિન કરવામાં આવો,તીયા તીયે રોટલી નેદી,

24 ૨૪ ને સ્તુતિ કરીને ફાગીને કય કા,ને ખાયા,હી મારે શરીર હા,જી તુમારે ફાગ ફાગવામાં આવ હા,મારે યાદગીરીણે હારું તી કરા.''' 25 ૨૫ ને ખાદા પુઠી,પ્યાલો ફણ નેઈને કય કા,ઓ પ્યાલો મારે રક્તણે નવો કરાર હા;તુમે જતરી વખત તી પીતે હા,તતરી વાર મારે યાદગિરીણે હારું તી કરા.'''

26 ૨૬ કેહેકા જતરી વાર તુમે એ રોટલી ખાતે હા ને ઓ પ્યાલો પીતે હા તતરી વાર તુમે પ્રભુણે આવતા હુદી તીયાણે મરણ પ્રગટ કરતે હા. 27 ૨૭ ને જો કોઈ માણહ અયોગ્ય રીતે પ્રભુણે રોટલી ખાત હા,કા તીયાણે પ્યાલો પીતો હા,તો પ્રભુણે શરીરણે ને નુઈણે અપરાધી હોય.

28 ૨૮ ફણ બદાહાય પોતાણે તપાસ કરવાણી એહે કરીને રોટલીમાંથી ખાવાણ ને પ્યાલામાંથી પીવાણ.

29 ૨૯ કેહેકા પ્રભુણે શરીરણે ભેદ જાણ્યા વગાર જો કોઈ અયોગ્ય રીતે ખાય ને પીય તે,ખાદાથી ને પીદાથી પોતાણે શિક્ષાણે પાત્ર કરતો હા.

30 ૩૦ હિયા કારણથી તુમરેમાં ખણે અબળ ને રોગી હા;ને ઘણે ઉગતે હા. 31 ૩૧ ફણ જો આપળે પોતાણે તપાસીએ,ને તો આપણે પાર ન્યાય કરવામાં ની આવે.

32 ૩૨ ફણ આપળો ન્યાય કરાય,તિયા આપળે પ્રભુથી શિક્ષા પામતે હામ,જિયાથી જગતણે હારી આપળાહાય શિક્ષા હોવે ની કા. 33 ૩૩ ને મારે ભાઈઓ,તુમે ખાવાણ ખાળે ભેગે મિલતે હા તિયા,એકબીજાણે વાટ હેદા;

34 ૩૪ ને જો કોઈ ભૂખ્યો હોય,તો તે 'પોતાણે ખરમાં ખાય,જિયાથી તુમારે ભેગ મિલવાળ શિક્ષાપાત્ર ની હોવે;હવે જી કાઈ બાકી હાસે તી હાય આવહી તિયા યથાશક્તિ કરહિ