Other

(મોં) ચહેરો, ચહેરાઓ, સામનો કરવો, ચહેરાનું, નીચે જોવું

વ્યાખ્યા:

“ચહેરો” શબ્દ શાબ્દિક રીતે વ્યક્તિના માથાનો આગળનો ભાગ દર્શાવે છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થો પણ છે.

  • મોટેભાગે શાબ્દિક રીતે “તમારો ચહેરો” તે “તમને” અભિવ્યક્તિ કરે છે. એ જ રીતે, મોટેભાગે “મારો ચહેરો” જેનો અર્થ, “હું” અથવા “મને” અભિવ્યક્તિ કરે છે.
  • શારીરિક અર્થમાં, કોઈક વ્યક્તિ તરફ અથવા કોઈની દિશા બાજુ “જોવું” તેમ થઇ શકે છે.
  • “એકબીજાને જોવો” તેનો અર્થ, “એકબીજા સામે સીધું જોવું.”
  • “મોઢામોઢ” હોવાનો અર્થ, જયારે બે લોકો નજીકના અંતરે વ્યક્તિમાં એક બીજાને જુએ છે.
  • જયારે ઈસુએ “યરૂશાલેમ જવા તેનું મુખ તે તરફ રાખ્યું,” તેનો અર્થ કે તેણે નિશ્ચિતપણે જવાનું નક્કી કર્યું.
  • લોકો અથવા શહેરની “વિરુદ્ધમાં ચહેરો રાખવો” જેનો અર્થ, તે વ્યક્તિ અથવા શહેરને આધાર ન આપવાનું અથવા તેનો અસ્વીકાર કરવાનું નિશ્ચિતપણે નક્કી કરવું.
  • “જમીનનું મુખ” અભિવ્યક્તિ પૃથ્વીની સપાટી દર્શાવે છે અને મોટેભાગે તે સંદર્ભ સમગ્ર પૃથ્વી માટે છે. ઉદાહરણ તરીકે, “દુકાળ પૃથ્વીનું મુખ ઢાંકે છે,” જે દશાવે છે કે વ્યાપક દુકાળ પૃથ્વી પર રહેતા ઘણા લોકોને અસર કરે છે.
  • “તારા લોકોથી તારો ચહેરો છુપાવવો નહીં” રૂપકાત્મક અભિવ્યક્તિનો અર્થ, “તારા લોકોનો નકાર ના કર,” અથવા “તારા લોકોનો ત્યાગ ના કર,” અથવા “તારા લોકોની કાળજી લેવાનું બંધ ના કર,” એમ થાય છે

ભાષાંતરના સૂચનો:

  • જો સંભવિત હોય તો, લક્ષ ભાષામાં જે સમાન અર્થ અથવા જે અભિવ્યક્તિ હોય તે જ રાખવી સારું છે
  • “સામે જોવું” માટેના શબ્દનું ભાષાંતર, “તરફ ફરવું” અથવા “તે તરફ સીધું જોવું” અથવા “મુખ ઉપર જોવું,” તરીકે કરી શકાય છે.
  • “મોઢામોઢ અભિવ્યક્તિનું ભાષાંતર, “ખૂબ નજીક” અથવા “ની બિલકુલ સામે” અથવા “ની હાઝરીમાં,” તરીકે (ભાષાંતર) કરી શકાય.
  • સંદર્ભ પર આધારિત, “તેના મુખ આગળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેની આગળ” અથવા “તેની સામે” અથવા “તેની આગળ” અથવા “તેની હાજરીમાં,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “તે તરફ તેનું મુખ રાખવું” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેની તરફ મુસાફરી શરૂ કરી” અથવા “નિશ્ચિતપણે જવા તેના મનમાં નક્કી કર્યું,” તરીકે કરી શકાય છે.
  • “તેનાથી મોં સંતાડવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “થી દૂર થવું” અથવા “મદદ અથવા રક્ષણ કરવાનું બંધ કરવું” અથવા “નકારવું,” તરીકે કરી શકાય છે.
  • શહેર અથવા લોકોની “વિરુદ્ધમાં ચહેરો રાખવો” શબ્દનું ભાષાંતર, “ગુસ્સા અથવા તિરસ્કારથી જોવું” અથવા “સ્વીકારવાનો ઇન્કાર કરવો” અથવા “નકારવા માટે નક્કી કરવું” અથવા “તિરસ્કારવું અને નકારવું” અથવા “તેના ન્યાય કરવો” તરીકે પણ કરી શકાય.
  • “તે તેઓના મોઢા પર કહો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેઓને સીધુંજ કહો” અથવા “ તેઓની હાજરીમાં તે તેઓને કહો” અથવા “તેઓને વ્યક્તિગત રીતે કહો,” તરીકે પણ કરી શકાય છે.
  • “જમીનના મુખ ઉપર” અભિવ્યક્તિનું ભાષાંતર, “સમગ્ર જમીન” અથવા “સમગ્ર પૃથ્વી ઉપર” અથવા “જેમાં વસવાટ કરો છો તે સમગ્ર પૃથ્વી,” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H600, H639, H5869, H6440, H8389, G3799, G4383, G4750

#માન્ય કરવું, માન્ય કરે છે, માન્ય કરેલું, સ્વીકાર કરવું, સ્વીકાર કરેલ #

##સત્યો:##

“મંજુર કરવું” એ શબ્દનો અર્થ, કોઈકની અથવા કશાની સચોટ ઓળખાણ આપવી.

  • ઈશ્વરને મંજુર રાખવો એનો અર્થ એ થાય છે કે આપણે એવું વર્તન કરીએ જે દર્શાવે કે જે ઈશ્વર કહે છે તે સાચું છે.
  • જે લોકો ઈશ્વરને માન્ય રાખે છે તેઓ તેની આજ્ઞા માને છે, જે તેના નામને માટે મહિમા લાવે છે . કાંઈક મંજુર રાખવું એનો અર્થ કે તે સાચું છે તેમ વિશ્વાસ કરવો અને વર્તન અને શબ્દો દ્વારા તેને દર્શાવવું.

##ભાષાંતરના સુચનો : ##

જયારે કાંઈક સાચું હોય તેને કોઈ સંદર્ભમાં મંજુર કરવામાં આવે, જેના અર્થનું ભાષાંતર “સ્વીકાર કરવું“ અથવા “જાહેર કરવું”, અથવા “સાચું છે તેમ કબુલ કરવું” અથવા “માનવું”, તેમ થઈ શકે છે.

જયારે કોઈ વ્યક્તિને સ્વીકારવામાં આવે છે, ત્યારે તે શબ્દનું ભાષાંતર કરી શકાય કે “સ્વીકારવું” અથવા “તેની કિંમતને સમજવી” અથવા” બીજાને કહેવું કે તે વ્યક્તિ વિશ્વાસુ છે.

જયારે કોઈ સંદર્ભમાં ઈશ્વરને મંજુર કરવામાં આવે છે, જે શબ્દનું ભાષાંતર “વિશ્વાસ કરવો અને આધિન થવું” અથવા “ઈશ્વર કોણ છે તે જાહેર કરવું” અથવા “બીજા લોકોને જણાવવું કે ઈશ્વર કેટલા મહાન છે” અથવા “કબુલ કરો કે ઈશ્વર જે કહે છે અને કરે છે તે સાચું છે.

(જુઓં: આજ્ઞા પાડવી, મહિમા, બચવું)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3045, H3046, H5046, H5234, H6942, G14920, G19210, G36700

#વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો#

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

  • “વૈરી” એક એવો વ્યક્તિ હોઈ શકે, જે તમારો વિરોધ અને તમને નુકશાન કરવા પ્રયત્ન કરે છે.
  • જયારે બે દેશો એકબીજા સાથે લડે છે ત્યારે તેમને એકબીજાના “વૈરી” કહેવામાં આવે છે.
  • બાઈબલમાં શેતાનને “વૈરી” અને “દુશ્મન” તરીકે દર્શાવામાં આવ્યો છે.
  • વૈરી શબ્દનું ભાષાંતર “વિરોધી” અથવા “દુશ્મન” થઇ શકે છે, પણ આ એક વધુ મજબુત પ્રકારનો વિરોધી દર્શાવે છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H341, H6146, H6887, H6862, H6965, H7790, H7854, H8130, H8324, G476, G480, G2189, G2190, G4567, G5227

#વ્યથિત, દમન, પીડિત, દુઃખ, પીડા, પીડાઓ #

વ્યાખ્યા:

“પીડિત” શબ્દનો અર્થ એ થાય છે કે કોઈને તકલીફ અથવા દુઃખ આપવું. “દુઃખ” એક રોગ, ભાવનાત્મક પીડા, અથવા પીડા દ્વારા પેદા થતી બીજી કોઈ હોનારત છે.

  • ઈશ્વર તેના લોકોને બિમારી તથા હાડમારીથી પીડિત કરે છે જેથી તેઓ પાપનો પસ્તાવો કરે અને પોતાના પાપથી પાછા ફરે.
  • જયારે મિસરના રાજાએ ઈશ્વરની આજ્ઞા માનવાની અવગણના કરી ત્યારે ઈશ્વર પીડા અને મરકી મોકલી.
  • “પીડિત થવું” એનો અર્થ એવો થાય કે રોગ, સતાવણી, અથવા માનસિક દુઃખ દ્વારા પીડા પામવી.

ભાષાંતર માટે સૂચનો:

  • બીજા કોઈને પીડા આપવી એનું ભાષાંતર એમ થાય કે “બીજા કોઈને મુશ્કેલીનો અનુભવ કરાવવો” અથવા “બીજા કોઈને દુઃખ આપવું” અથવા “કોઈ પર દુઃખ લાવવું.”
  • બીજા સંદર્ભમાં “પીડા આપવી” એનું ભાષાંતર એમ થાય કે “થવા દેવું” અથવા “આવવા દેવું” અથવા “દુઃખ લાવવું.”
  • “કોઈની પર કોઢ લાવવો” એ શબ્દનું ભાષાંતર એમ થઈ શકે કે “કોઈની પર કોઢનો રોગ લાવવો.”
  • જયારે કોઈ વ્યક્તિ અથવા પ્રાણી પર “દુઃખ” મોકલવામાં આવે એ શબ્દનું ભાષાંતર એમ થઈ શકે કે “તેના પર દુઃખ આણવું.”
  • સંદર્ભ પ્રમાણે “દુઃખ” શબ્દનો અર્થ “હોનારત” અથવા “બિમારી” અથવા “રોગ” અથવા “ભારે પીડા” થઈ શકે છે.
  • “દુખિત” શબ્દનો અર્થ “કોઇથી દુખિત થવું” અથવા “બિમાર થયેલ” થઈ શકે છે.

(જુઓ: કોઢ, મરકી, દુઃખ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H205, H1790, H3013, H3905, H3906, H4157, H4523, H6031, H6039, H6040, H6041, H6862, H6869, H6887, H7451, H7489, H7667, G2346, G2347, G2552, G2553, G2561, G3804, G4777, G4778, G5003

#દાન#

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

  • તે સમયના ધર્મમાં મોટેભાગે દાન આપવું તે ન્યાયી થવા માટેની જરૂરી બાબત હતી.
  • ઈસુએ કહ્યું બીજા લોકો જુએ તે ઈરાદા જાહેરમાં દાન આપવું જોઈએ નહીં.
  • આ શબ્દનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે એટલે કે “પૈસા” “ગરીબો લોકોને ભેટ” અથવા “ગરીબ માટે મદદ.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1654

#ગુસ્સો,(ક્રોધ), ક્રોધે ભરાયેલ, ગુસ્સે થયેલું #

##વ્યાખ્યા: ##

“ગુસ્સે થવું” અથવા “ગુસ્સો આવવો” એનો અર્થ એ થાય છે કે અતિશય નાખૂશ કે ગુસ્સે થયેલું, કશાક વિશે અને કોઈકની વિરુદ્ધ ચિડાયેલું કે નારાજ થયેલ. જયારે લોકો ગુસ્સે થાય, ત્યારે તેઓ સતત પાપ કરનારા અને સ્વાર્થી જતા હોય છે, પણ ક્યારેક તેમનો ન્યાયી ગુસ્સો અન્યાય અથવા જુલમ વિરુદ્ધ હોય છે.

  • દેવનો ગુસ્સો (તેને “કોપ” પણ કહેવામાં આવે છે) જે પાપ વિશે સખત નાખુશી દર્શાવે છે.

“ગુસ્સાથી ઉશ્કેરાવું” એ શબ્દનો અર્થ “ગુસ્સે કરાવવો” થાય છે.

(જુઓ: કોપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H599, H639, H1149, H2152, H2194, H2195, H2198, H2534, H2734, H2787, H3179, H3707, H3708, H3824, H4751, H4843, H5674, H5678, H6225, H7107, H7110, H7266, H7307, G23, G1758, G2371, G2372, G3164, G3709, G3710, G3711, G3947, G3949, G5520

#બખ્તર, શસ્ત્રાગાર#

વ્યાખ્યા:

“બખ્તર” શબ્દ, સૈનિક યુદ્ધમાં લડવા માટે તેને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી પોતાને શત્રુના હુમલાથી બચાવે છે. તેનો રૂપક અર્થ આત્મિક બખ્તર થઇ શકે છે. સૈનિકના બખ્તરના ભાગોમાં ટોપ, ઢાલ, વક્ષ:કવચ, પગરખાં અને તલવાર નો સમાવેશ થયો છે. આ શબ્દનો રૂપક ઉપયોગ કરી, પાઉલ પ્રેરિત શારીરિક શસ્ત્રોને આત્મિક શસ્ત્રો સાથે સરખાવ્યા છે કે જે દેવે વિશ્વાસીઓને આત્મિક યુદ્ધો લડવા સારું મદદને માટે આપ્યા છે.

  • પાપ અને શેતાનની વિરુદ્ધ લડવા માટે દેવે તેના લોકોને આત્મિક શસ્ત્રો આપ્યા છે, જેમાં સત્ય, પ્રામાણિકપણું, શાંતિની સુવાર્તા, વિશ્વાસ, તારણ અને પવિત્રઆત્માનો સમાવેશ થયેલો છે. આ શબ્દનું ભાષાંતર “સૈનિકના હથિયારો” અથવા ”યુદ્ધના રક્ષણ વસ્ત્રો” અથવા “રક્ષણ આવરણ” અથવા ‘”શસ્ત્રો” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ : વિશ્વાસ, પવિત્રઆત્મા, શાંતિ, બચાવ, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2185, H2290, H2488, H3627, H4055, H5402, G3696, G3833

#અહંકારી, અહંકારથી, અહંકાર

##વ્યાખ્યા:##

આ શબ્દ “અહંકારી” એટલે અભિમાન, ખુલ્લું, બાહ્ય આડંબર કરનાર. અહંકારી વ્યક્તિ વારંવાર પોતા વિશે બડાઈ કરશે. સામાન્ય રીતે અહંકારી તરીકે વિચારે છે કે બીજા લોકો મહત્વના નથી અથવા બીજા પોતાના જેવા પ્રભાવશાળી નથી. લોકો કે જેઓ દેવને સન્માન આપતા નથી અને જેઓ અહંકારી છે તેઓ તેની વિરદ્ધ બંડ કરે છે કારણકે તેઓ સ્વીકારતા નથી કે દેવ કેટલો મહાન છે.

(આ પણ જુઓ : સ્વીકારવું, બડાઈ, અભિમાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1346, H1347, H6277

#સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ#

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

  • સભા એ એક આયોજીત સત્તાવાર જૂથ છે જે કેટલેક અંશે કાયમી હોઈ શકે છે, તે એક એવાં લોકોનું જૂથ કે જે થોડાસમય અને નિશ્ચિત હેતુ અથવા પ્રસંગ માટે ભેગા મળે છે.
  • જૂનાકરારમાં વિશિષ્ટ પ્રકારની સભા હતી જેને “ધાર્મિક સભા” તરીકે ઓળખવામાં આવતી હતી કે જ્યાં ઈઝરાએલના લોકો ભેગા મળી યહોવાની આરાધના કરતા હતા.
  • ક્યારેક આ શબ્દ “સભા” સામાન્ય રીતે ઈઝરાએલી લોકોના જૂથને દર્શાવે છે.
  • દુશ્મન સૈનિકોના મોટા ટોળાને પણ ક્યારેક “સભા” તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.
  • નવાકરારના સમયમાં 70 યહૂદી આગેવાનોની એક સભા હતી, જે મોટા શહેરો જેવા કે યરુશાલેમમાં પણ હતી, જે કાયદાને લગતી બાબતોને લઈને ન્યાય કરવા અને લોકો વચ્ચેના વિવાદોને ઠેકાણે પાડવા ભેગા મળતી. આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

##ભાષાંતરના સુચનો##

  • સંદર્ભ પર આધાર રાખીને આ “સભા” શબ્દનું ભાષાંતર “વિશિષ્ટ સંમેલન” અથવા “ભજન માટે એકત્ર થયેલી સભા” અથવા “પરિષદ” અથવા “સૈન્ય” અથવા “મોટું જૂથ” થઈ શકે છે.
  • “સભા” શબ્દનો ઉપયોગ મોટે ભાગે સમગ્ર ઈઝરાએલી લોકોને એક જૂથ તરીકે ઓળખવામાં થાય છે, તેનું ભાષાંતર “જનસમૂહ” અથવા “ઈઝરાએલના લોકો” થઈ શકે છે.
  • “સમગ્ર સભા” શબ્દનું ભાષાંતર “સમગ્ર લોકો” અથવા “ઈઝરાએલીઓનું આખું જૂથ” અથવા “દરેક જણ” થઈ શકે છે.

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: પરિષદ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H622, H627, H1413, H1481, H2199, H3259, H4150, H4186, H4744, H5475, H5712, H5789, H6116, H6633, H6908, H6950, H6951, H6952, H7284, G1577, G1997, G3831, G4863, G4864, G4871, G4905

કુમાર્ગે, કુમાર્ગે જવું, ભટકી ગયો, કુમાર્ગે દોરવું, ભટકાયેલ

વ્યાખ્યા:

“ભટકાયેલ” અને “કુમાર્ગે જવું” શબ્દોનો અર્થ ઈશ્વરની ઈચ્છાનો અનાદર કરવો, થાય છે. જે લોકો “અવળે માર્ગે દોરાયા” તેઓએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવા બીજા લોકો અથવા સંજોગોને પ્રભાવ પાડવા દીધો.

  • “કુમાર્ગે જવું” તે શબ્દસમૂહ, એક સ્પષ્ટ માર્ગ છોડીને જવું અથવા સ્પસ્ટ અને સલામતીની જગ્યા છોડીને ખોટા અને ખતરનાક માર્ગ તરફ જવાનું ચિત્ર રજૂ કરે છે,
  • ઘેટું કે જે પોતાના ભરવાડના ગૌચર છોડી જાય છે તેઓ “ભટકી જાય છે.” ઈશ્વર પાપી લોકને ઘેટા સાથે સરખાવે છે, કે જે “કુમાર્ગે દોરાઈ જાય છે.”

ભાષાંતરના સુચનો

  • “કુમાર્ગે જવું” એ શબ્દસમૂહનું ભાષાંતર “ઈશ્વરથી દુર જવું” અથવા “ઈશ્વરની ઈચ્છાથી દુર ખોટો માર્ગ પકડવો” અથવા “ઈશ્વરની આજ્ઞા પાળવાનું બંધ કરવું” અથવા “એવા માર્ગમાં જીવવું કે જે ઈશ્વરથી દુર જાય છે” થઇ શકે છે.
  • “કોઈને કુમાર્ગે દોરવું” તેનું ભાષાંતર આ રીતે થઇ શકે છે: “કોઈને ઈશ્વરની આજ્ઞા ન પાળવા માટે નિમિત્ત બનવું” અથવા “કોઈને ઈશ્વરની આજ્ઞા પાળવાથી રોકવું” અથવા “કોઈને ખોટે માર્ગે ચલાવવા નિમિત્ત બનવું.”

(આપણ જુઓ: આજ્ઞાભંગ, ભરવાડ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5080, H7683, H7686, H8582, G4105

#વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો #

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

  • જયારે દેવ “બદલો લે છે” અથવા “બદલો વાળી આપે છે,” તે એક ન્યાયી તરીકે કાર્ય છે, કારણકે તે પાપ અને બળવાની સજા કરે છે.

ભાષાંતરના સુચનો:

  • “વેર” ની અભિવ્યક્તિનું ભાષાંતર, “ખોટું રોકવું” અથવા “બીજા માટે ન્યાય મેળવવો” એમ થઇ શકે છે.
  • જયારે “બદલો લેવો,” તે માનવજાત માટે વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “પાછા ભરી આપવું” અથવા “દુઃખ આપીને સજા કરવી” અથવા “બદલો વાળવો” એમ થઇ શકે છે.
  • સંદર્ભ પ્રમાણે “વેર” શબ્દનું ભાષાંતર “સજા” અથવા “પાપની શિક્ષા” અથવા “ખોટું કર્યાની કિંમત ચૂકવવી” એમ થઇ શકે છે. જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.
  • જયારે દેવ કહે છે, “મારે બદલો લેવો છે,” તેનું ભાષાંતર “મારી વિરુદ્ધ ગયાથી તેમને સજા થાય છે” અથવા “તેઓએ મારી વિરુદ્ધ પાપ કર્યું છે તેના કારણે તેમના પર ખરાબ બિના બની રહી છે” એમ થઇ શકે છે.
  • જ્યારે દેવના બદલાની વાત થાય છે, ત્યારે તે સ્પષ્ટ ખાતરી કરવી કે દેવ ન્યાયી બની વ્યક્તિને પાપની સજા કરે છે.

(આ પણ જુઓ: સજા, યોગ્ય, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1350, H3467, H5358, H5359, H5360, H6544, H6546, H8199, G1349, G1556, G1557, G1558, G2917, G3709

#આદરયુક્ત ભય, ભયાનક #

વ્યાખ્યા:

“આદરયુક્ત ભય” શબ્દ એક એવી બાબત દર્શાવે છે, જેમાં કોઈક મહાન, શક્તિશાળી, અને ભવ્ય જોવાથી આશ્ચર્યચકિત થઈને અને ઊંડો આદર ઉભરાઈ આવે. “ભયાનક” શબ્દ, કોઈને અથવા કાંઇક, જે આદરયુક્ત પ્રેરણા સાથે ભયની લાગણી ઉભી કરે.

  • હઝકિએલ પ્રબોધકને જે દેવના મહિમાનું દર્શન દ્વારા દેખાયું, તે “ભયાનક” અથવા “આદરયુક્ત ભયવાળું” હતું.
  • દેવની હાજરીનો માનવીય પ્રતિભાવ સામાન્ય રીતે ભય, પ્રણામ અથવા ઘૂંટણે પડીને, ચહેરો ઢાંકીને, અને ધ્રૂજારી પેદા કરી શકે છે.

(જુઓ: ભય, મહિમા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H366, H1481, H3372, H6206, H7227, G2124

#મિજબાની#

##વ્યાખ્યા:##

મિજબાની એ એક મોટું,ઔપચારિક ભોજન છે કે જેમાં સામાન્ય રીતે અલગ અલગ વાનગીઓનો સમાવેશ થાય છે.

  • પ્રાચીન સમયમાં, રાજાઓ વારંવાર રાજકીય નેતાઓ અને બીજા મોભાદાર મહેમાનોને મનોરંજન કરાવવા મિજબાની આપતા હતાં.
  • આનું ભાષાંતર આ રીતે થઈ શકે જેમકે, “વિગતવારવાળું ભોજન” અથવા “મહત્વની મિજબાની” અથવા “બહુવિધ વાનગીઓનું ભોજન.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3739, H4797, H4960, H4961, H8354, G1173, G1403

#ટોપલી, ટોપલીઓ, ટોપલીભર #

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

  • બાઈબલના સમયમાં, ટોપલીઓ મોટેભાગે મજબૂત છોડની સામગ્રી, જેવું કે લાકડાંની ડાળીઓની ઉતારેલી છાલ અથવા ઝાડની નાની ડાળીમાંથી બનેલી હતી. ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.
  • જયારે મૂસા બાળક હતો, ત્યારે તેની માતાએ તેને અંદર મુકવા જળરોધક ટોપલી બનાવી અને તેને નાઈલ નદીમાં બરૂઓની વચ્ચે તરતી મૂકી.
  • નૂહની વાર્તા આવે જે “વહાણ” શબ્દ વાપરવામાં આવ્યો છે, તે જ શબ્દ “ટોપલી” માટે પણ વાપરવામાં આવ્યો છે. આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઈલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H374, H1731, H1736, H2935, H3619, H5536, H7991, G2894, G3426, G4553, G4711

#રીંછ, રીંછો#

વ્યાખ્યા:

રીંછ એ મોટું, રુંવાટીદાર ચાર-પગવાળું, કાળા-ભૂરા અથવા કાળા વાળ, તીક્ષ્ણ ધારદાર દાંતવાળું, અને પંજાવાળું એક પ્રાણી છે. બાઈબલના સમય દરમ્યાન ઈઝરાએલમાં રીંછો સામાન્ય હતા.

  • આ પ્રાણીઓ જંગલો અને પહાડી ભાગોમાં રહે છે, તેઓ માછલી, જીવ જંતુઓ, અને વનસ્પતિ ખાય છે .
  • જૂનાકરારમાં, રીંછને બળવાનના પ્રતિક તરીકે વાપરવામાં આવ્યું છે.
  • ઘેટાંની દેખરેખના સમયે, દાઉદ ભરવાડ રીંછ સામે લડ્યો અને તેને હરાવ્યું.
  • બે રીંછો જંગલમાંથી નીકળી આવ્યા અને જેઓએ એલીશા પ્રબોધકની મશ્કરી કરી હતી તેમની ઉપર હુમલો કર્યો.

(આ પણ જુઓ: દાઉદ, એલીશા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1677, G715

આજીજી કરવી, ભીખ માંગી, ભિક્ષા માંગવી, ભિખારી

વ્યાખ્યા:

“માગવું” શબ્દનો અર્થ, તાકીદથી કોઈની પાસે કંઇક માંગવું. તે મોટે ભાગે પૈસા માંગવા માટે વપરાય છે, પણ તે સામાન્ય રીતે કોઈ બાબતની આજીજી કરવા માટે પણ વપરાય છે.

  • જયારે લોકોને કોઈ બાબતની ખુબ જ જરૂરીઆત હોય ત્યારે તેઓ કંઇક ભારપૂર્વક આજીજીપૂર્વક માગણી કરે છે, પણ તેમને ખબર હોતી નથી કે તે વ્યક્તિ તેઓ જે પૂછે છે તે આપવા સમર્થ છે કે નહીં.
  • “ભિખારી” કોઈ એક વ્યક્તિ છે કે જે નિયમિતપણે જાહેર જગ્યામાં બેસીને અથવા ઉભા રહીને લોકો પાસે પૈસા માંગે છે. સંદર્ભ પ્રમાણે, આ શબ્દનું ભાષાંતર “આજીજી કરવી” અથવા “તાકિદથી માંગવું” અથવા “પૈસાની માંગણી કરવી” અથવા “નિયમિતપણે પૈસા માંગવા” થઇ શકે છે.

(આ પણ જુઓ: આજીજી કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 10:4 દેવે આખા મિસર દેશ પર દેડકાં મોકલ્યાં. ફારુને મૂસાને દેડકાં દૂર કરવા વિનંતી કરી.
  • 29:8 “રાજાએ ચાકરને બોલાવીને કહ્યું, ઓ દુષ્ટ ચાકર મેં તારું દેવું માફ કર્યું કારણકે તે મને આજીજી કરી.” ** __32:7__ભૂતોએ ઈસુને આજીજી કરી, “મહેરબાની કરી અમને આ પ્રદેશમાંથી બહાર ન મોકલ. ત્યાં ભૂંડોનું એક ટોળું પર્વતની નજીક ચરતું હતું. જેથી, ભૂતોએ ઈસુને _વિનંતી_કરી “મહેરબાની કરી અમને ભૂંડોની અંદર મોકલો.” ** 32:10 જેનામાં ભૂતો હતા, તે માણસે ઈસુની સાથે જવા માટે વિનંતી કરી.
  • __35:11__તેના પિતાએ બહાર આવીને તેઓની સાથે ઉત્સવ કરવા તેને વિનંતી કરી, પણ તેણે ઇનકાર કર્યો.
  • __44:1__એક દિવસ, પિતર અને યોહાન મંદિરમાં જઈ રહ્યા હતા. જયારે તેઓ મંદિરના દરવાજા પાસે ગયા, ત્યારે તેઓએ એક લંગડા માણસને પૈસાની ભીખ માંગતો જોયો.

શબ્દ માહિતી:

  • Strong's: H34, H7592, G154, G1871, G4319, G4434, G6075

#ભૂંસી નાખવું, ભૂંસી નાખે છે, ભૂંસી નાખેલું, સાફ કરવું, સાફ કરી દે છે, સાફ કરી દીધેલું #

વ્યાખ્યા:

  • "ભૂંસી નાખવું" અને "સાફ કરી દેવું" એ શબ્દોની અભિવ્યક્તિઓનો અર્થ, કોઈકનો અથવા કોઈ બાબતનો સંપૂર્ણતા નાશ કરવો અથવા કાઢી નાખવું, એમ થઇ શકે છે.
  • આ અભિવ્યક્તિયોનો ઉપયોગ હકારાત્મક રીતે પણ થઈ શકે છે, જે રીતે પ્રભુ પાપોને માફ કરીને "ભૂંસી નાખે છે" અને તેને નહીં યાદ કરવા નક્કી કરે છે.
  • તેનો ઘણીવાર નકારાત્મક રીતે પણ ઉપયોગ થાય છે, જેમકે જયારે દેવ લોકોને તેમના પાપોને લીધે તેમનો નાશ કરીને તેઓને "ભૂંસી નાખે છે" અથવા "સાફ કરી નાખે છે.”
  • બાઈબલમાં જ્યારે કોઈ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી "ભૂંસી નાખવામાં આવે છે" અથવા "સાફ કરી દેવામાં આવે છે," એનો અર્થ એમ થાય છે કે તે વ્યક્તિને અનંતજીવન પ્રાપ્ત નહીં થાય.

ભાષાંતરના સુચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, આ અભિવ્યક્તિયોનું ભાષાંતર, "મુક્ત કરવું" તથા "કાઢી નાખવું" અથવા "સંપૂર્ણ રીતે નાશ કરવો" અથવા "સંપૂર્ણ રીતે કાઢી નાખવું" પણ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવું જેનું ભાષાંતર, “કાઢી નાખવું” અથવા “લૂછી નાખવું” એમ થઇ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3971, H4229, G631, G1591, G1813

#સાહસિક, હિંમતભેર, સાહસિકતા, હિંમત પામેલ#

વ્યાખ્યા:

આ બધા શબ્દો સૂચવે છે કે, જયારે મુશ્કેલી અથવા જોખમ હોય તેમ છતાં પણ સાચું બોલવાની હિંમત અને આત્મવિશ્વાસ જેને હિંમત કહી શકાય છે.

  • “સાહસિક” વ્યક્તિ જે સારું અને સાચું હોય છે તે કહેવા અને કરવા માટે ડરતા નથી, જે કાર્યમાં જે લોકો સાથે દુર્વ્યવહાર થયો હોય તેમને બચાવાનો પણ સમાવેશ થાય છે. આ શબ્દનું ભાષાંતર “હિંમતવાન” અથવા “નિર્ભય” થઇ શકે છે.
  • નવા કરારમાં, શિષ્યોએ જાહેર જગ્યાઓમાં, કેદમાં પુરાવા છતાં અથવા મૃત્યુનો ખતરો હોવા છતાં સતત “હિંમતભેર” ખ્રિસ્ત વિશે પ્રચાર કર્યો. આ શબ્દનું ભાષાંતર, “આત્મવિશ્વાસપૂર્વક” અથવા “ખુબ હિંમત સાથે” અથવા “હિંમતભેર” થઇ શકે છે.
  • શરૂઆતમાં શિષ્યોએ ખ્રિસ્તની સુવાર્તા પ્રચાર કરી જે “સાહસિકતા” દેખાડી અને ખ્રિસ્તના વધસ્તંભ પરનું છુટકારો કરનારું મૃત્યુની સુવાર્તા સમગ્ર ઈઝરાએલમાં અને અંતે નજીકના દેશો ત્યારબાદ પુરા વિશ્વમાં ફેલાવી. “સાહસિકતા” શબ્દનું ભાષાંતર, “આત્મવિશ્વાસથી ભરપૂર હિંમત” થઇ શકે છે.

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, સુવાર્તા, છોડાવવું)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H982, H983, H4834, H5797, G662, G2292, G3618, G3954, G3955, G5111, G5112

#જીવનનું પુસ્તક #

વ્યાખ્યા:

“જીવનનું પુસ્તક” શબ્દસમૂહ દર્શાવે છે કે એવું એક પુસ્તક જેમાં ઈશ્વરે એ બધા લોકોના નામ લખ્યા છે જેમનો તેમણે ઉદ્ધાર કર્યો છે અને શાશ્વત જીવન આપ્યું છે.

પ્રકટીકરણ આ પુસ્તકને “હલવાનના જીવનના પુસ્તક” તરીકે ઉલ્લેખે છે. તેનું ભાષાંતર, “જીવનનું પુસ્તક ઈસુને સંબંધિત, ઈશ્વરનું હલવાન” એમ થઇ શકે છે. ઈસુના વધસ્તંભ પરના બલિદાને લોકોના પાપો માટે દંડની ચૂકવણી કરી, જેથી કરીને જેઓ તેમના પરના વિશ્વાસ કરે છે તેઓને તેનાથી અનંતજીવન મળે છે.

  • “પુસ્તક” શબ્દનો અર્થ “ઓળિયું” અથવા “પત્ર” અથવા “લખાણ” અથવા “કાનૂની દસ્તાવેજ” થઈ શકે છે. તે શાબ્દિક અથવા રૂપકાત્મક હોઈ શકે છે.

(આ પણ જુઓ: શાશ્વત, હલવાન, જીવન, બલિદાન, ઓળિયું)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2416, H5612, G09760, G22220

#ધનુષ્ય અને બાણ, ધનુષ્યો અને બાણો #

વ્યાખ્યા:

આ એક પ્રકારનું હથિયાર કે જે તારના ધનુષ્યમાંથી બાણ છોડવા બનાવેલું છે. બાઈબલના સમયોમાં તેનો વપરાશ દુશ્મનોની વિરદ્ધ લડવા અને પશુઓના ભક્ષ માટે થતો હતો.

  • ધનુષ્ય લાકડું, હાડકા, અથવા ધાતુ અથવા બીજી કઠણ સામગ્રી, જેવી કે સાબરના શિંગુંમાંથી બનાવેલું હોય છે. તેનો વક્ર આકાર અને દોરી, દોરડું, અથવા વેલા સાથે મજબૂત રીતે બાંધેલું હોય છે.
  • બાણને પાતળો દાંડો અને છેડા પર ધારદાર અણીદાર માથું હોય છે. પ્રાચીન સમયોમાં, બાણો વિવિધ સામગ્રી જેવી કે લાકડું, હાડકું, પત્થર, અથવા ધાતુમાંથી બનાવામાં હશે.
  • ધનુષ્યો અને બાણો સામાન્ય રીતે પારધી અને યોદ્ધા દ્વારા વાપરવામાં આવે છે.
  • બાઈબલમાં “ધનુષ્ય” શબ્દનો ઉપયોગ ક્યારેક રૂપકાત્મક રીતે કરાયો છે, જેમકે દુશ્મનના હુમલા અથવા દૈવી ન્યાય દર્શાવવા માટે વપરાયો છે.

##બાઈબલની કલમો: ##

શબ્દ માહિતી:

  • Strong's: H2671, H7198, G5115

#છાતીનું રક્ષા કવચ, છાતીના રક્ષા કવચો, ઉરપત્ર #

વ્યાખ્યા:

“છાતીનું રક્ષા કવચ” શબ્દ, બખતરના ભાગને જે સૈનિકના યુદ્ધ દરમ્યાન તેને રક્ષણ આપવા છાતીના આગળના ભાગને ઢાંકે છે તેને દર્શાવે છે. “ઉરપત્ર” શબ્દ વિશેષ કપડાનો ટુકડો કે જે ઈઝરાએલી મુખ્ય યાજકો તેમની છાતીના આગળના ભાગ ઉપર પહેરતા હતા તેને દર્શાવે છે.

  • ”બખતર” તે સૈનિક દ્વારા વપરાતું હતું, જે લાકડું, ધાતુ અથવા પ્રાણીની ચામડામાંથી બનાવામાં આવતું હશે. તેને સૈનિકની છાતીમાં બાણો, ભાલાઓ, અથવા તલવારો ભોંકાય તેને અટકાવવા માટે બનાવવામાં આવ્યું હતું.
  • ઈઝરાએલી મુખ્ય યાજક જે “ઉરપત્ર” પહેરતા હતા જે કાપડથી બનાવેલું અને તેમાં કિંમતી રત્નો જડેલા હતા. યાજક આ પહેરીને મંદિરમાં દેવની સેવાની ફરજ બજાવતો હતો.
  • “બખતર” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો તેને માટેનો શબ્દ, “ધાતુનું રક્ષણાત્મક છાતીનું આવરણ” અથવા “છાતીનું રક્ષણ કરનાર બખ્તરનું શસ્ત્ર” થઇ શકે છે.
  • “ઉરપત્ર” શબ્દનું ભાષાંતરનું કરીએ તો તે શબ્દનો અર્થ “ છાતીને આવરી લેતા યાજકના વસ્ત્ર” અથવા “યાજકના કપડાનો ટુકડો” અથવા “યાજકના કપડાનો આગળનો ભાગ” થઈ શકે છે.

(આ પણ જુઓ: બખતર, મુખ્ય યાજક, ભોંકવું, યાજક, મંદિર, લડવૈયો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2833 , H8302, G2382

4 બાઇબલ માં તે શબ્દરચના”શ્વાસ” અને “શ્વાસ લો”આબંનેશબ્દવારંવારઅલંકારિકરીતે વપરાયાસીએચઇ જે જે ઇ દર્શાવે છે જીવનઆપવુંઅથવા જીવન હોવું .

  • The Bible teaches that God “breathed into” Adam the breath of life. It was at that point that Adam became a living soul. 9 10

15

  • જો "ગોડ-બ્રીડેડ" નો શાબ્દિક અનુવાદ સ્વીકાર્ય ન હોય, તો અનુવાદ કરવાની અન્ય રીતોમાં "ઇશ્વર દ્વારા પ્રેરિત" અથવા "ઇશ્વર દ્વારા લખાયેલ" અથવા "ઇશ્વર દ્વારા બોલાયેલ" નો સમાવેશ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે "ઈશ્વરે શાસ્ત્રના શબ્દો બહાર કાઢ્યા."

  • If possible, it is best to translate “breath of God” with the literal word that is used for “breath” in the language. If God cannot be said to have “breath,” this could be translated as “God's power” or “God's speech.” 20

  • એ જ રીતે અભિવ્યક્તિ "માણસ એક શ્વાસ છે" નો અર્થ થાય છે "લોકો ખૂબ ટૂંકા સમય જીવે છે" અથવા "મનુષ્યનું જીવન એક શ્વાસની જેમ ખૂબ ટૂંકું છે" અથવા "ભગવાનની તુલનામાં, વ્યક્તિનું જીવન ટૂંકું લાગે છે. હવાના એક શ્વાસમાં શ્વાસ લેવામાં જેટલો સમય લાગે છે." (See also: [Adam], [Paul], [word of God], [life]) 25

  • [Ecclesiastes 8:8] 30 *[પ્રકટીકરણ 13:15]

Word Data:

35


#વરરાજા, વરરાજાઓ #

##વ્યાખ્યા: ##

લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.

  • બાઈબલના સમય દરમ્યાન યહૂદી સંસ્કૃતિમાં, વરરાજા તેની કન્યાને લેવા આવતો અને આખો સમારંભ તેની આસપાસ કેન્દ્રિત હતો.
  • બાઈબલમાં, ઈસુને રૂપકાત્મક રીતે “વરરાજા” કહેવામાં આવ્યો છે, કે જે એક દિવસ તેની “કન્યા,” જે મંડળી છે તેને લેવા માટે આવશે. ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.

(આ પણ જુઓ: કન્યા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H2860, G3566

#દફનાવવું, દાટે છે, દ્ફ્નાવેલું, દાટવું, દફનક્રિયા #

વ્યાખ્યા:

“દફનાવવું” શબ્દ સામાન્ય રીતે લાશને ખાડામાં અથવા અન્ય કબ્રસ્થાનમાં મૂકવા આવે, તેના માટે દર્શાવામાં આવે છે. “દફનક્રિયા” શબ્દ કઈંક દફનાવવાનું કાર્ય છે અથવા કઈંક દાટવાનું સ્થળના વર્ણન માટે વપરાય શકે છે.

  • મોટે ભાગે લોકો લાશને જમીનમાં ઊંડા ખાડામાં દફનાવી અને પછી તેની ઉપર માટી વાળી દે છે.
  • ક્યારેક લાશને તે દફનાવ્યા પહેલા ખોખા જેવી રચના, જેવી કે શબપેટીમાં મૂકવામાં આવે છે.
  • બાઈબલના સમયમાં, મૃત્યુ પામેલા લોકોને મોટેભાગે ગુફા અથવા તે સમાનની જગ્યામાં દફનાવવામાં આવતા હતા. ઈસુ મૃત્યુ પામ્યા પછી, તેનું શરીર કપડાંમાં લપેટીને પત્થરની કબરમાં મૂકવામાં આવ્યું હતું, જેની પર મહોર મારી મોટો પથ્થર મુકવામાં આવ્યો હતો.
  • “કબ્રસ્થાન” અથવા “દફનની ઓરડી” અથવા “દફનનો ખંડ” અથવા “દફનની ગુફા” શબ્દો બધી રીતે જ્યાં લાશને દફનાવવામાં આવે છે તે જગ્યા માટે દર્શાવામાં આવ્યા છે.
  • અન્ય વસ્તુઓ પણ દાટી શકાય છે, જેમકે આખાને ચાંદી અને અન્ય વસ્તુઓ તેણે યરિખોમાંથી ચોરીને દાટી દીધી હતી.
  • “પોતાનો ચહેરો ઢાંકી દેવો” તે વાક્યનો સામાન્ય અર્થ “પોતાના હાથોથી ચહેરો ઢાંકી દેવો” એમ થાય છે.
  • ક્યારેક “સંતાડવું” શબ્દનો અર્થ “દાટવું” થઈ શકે છે, જેમકે જયારે આખાને યરિખોમાંથી ચોરેલી વસ્તુઓ જમીનમાં સંતાડી હતી. તેનો અર્થ તેણે તેઓને જમીનમાં દાટી દીધી.

(આ પણ જુઓ:યરિખો, કબર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6900, H6912, H6913, G1779, G1780, G2290, G4916, G5027

#ઊંટ, ઊંટો #

##વ્યાખ્યા: ##

ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

  • બાઈબલના સમયમાં, ઈઝરાએલના આસપાસના વિસ્તારોમાં ઊંટ એ સૌથી મોટું પ્રાણી મળી આવતું હતું.
  • ઊંટ એ મુખ્યત્વે લોકોના વાહન અને બોજો ઉંચકવા માટે વપરાતું હતું.
  • કેટલાક લોકોના જૂથો ઊંટોને ખોરાક માટે પણ વાપરતા હતા, પણ ઈઝરાએલીઓ એમ કરતા નહીં, કારણકે દેવે તેઓને કહ્યું હતું કે ઊંટો અશુધ્ધ પ્રાણી છે અને જેઓને તમારે ખાવા નહીં.
  • ઊંટો એ મુલ્યવાન હતા, કેમકે તેઓ રેતીમાં ઝડપથી ચાલતા અને તેઓ કોઈક વાર ઘણા અઠવાડિયાઓ સુધી ખોરાક અને પાણી વગર રહી શકતા હતા.

(આ પણ જુઓ: બોજો, શુધ્ધ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H327, H1581, G2574

એરેજ (દેવદાર), દેવદારના વૃક્ષો, દેવદારનું લાકડું (એરેજ કાસ્ટ)

વ્યાખ્યા:

“દેવદાર” શબ્દ, મોટા લાકડાનું વૃક્ષને દર્શાવે છે, જે સામાન્ય રીતે લાલ ભૂખરા રંગનું હોય છે. બીજા વૃક્ષના લાકડાંની જેમ, તેને શંકુ અને સોય આકારની પાંદડીઓ હોય છે.

  • મોટેભાગે જૂના કરારમાં દેવદારના વૃક્ષોનું સંબંધ લબાનોન સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં તેઓ પુષ્કળ પ્રમાણમાં ઉગતા હતા.
  • યરુશાલેમ મંદિરના બાંધકામમાં એરેજ કાષ્ટ વાપરવામાં આવ્યું હતું.
  • તે બલિદાનો અને શુદ્ધિકરણ અર્પણો માટે વાપરવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: વૃક્ષનું કાષ્ટ, શુદ્ધ, બલિદાન, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H730

#કરૂબ, કરૂબો #

વ્યાખ્યા:

“કરૂબ” અને તેનું બહુવચનનું રૂપ “કરૂબો” શબ્દ કે જે દેવે બનાવેલા વિશેષ પ્રકારના દિવ્ય અસ્તિત્વ ધરાવનાર (દૂત જેવા) દર્શાવે છે.

બાઈબલ વર્ણવે છે કે કરૂબોને પાંખો અને અગ્નિ હોય છે.

  • કરૂબો દેવનો મહિમા અને સામર્થ્ય પ્રદર્શિત કરે છે અને પવિત્ર વસ્તુઓનું રક્ષણ કરે છે.
  • આદમ અને હવા એ પાપ કર્યા પછી, દેવે કરૂબો સાથે અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી જેથી કરીને લોકો જીવનના વૃક્ષને મેળવી શકે નહીં.
  • દેવે ઈઝરાએલીઓને, કરારકોશના દયાસન પર સામસામે બે કરૂબો, તેઓની પાંખો એકબીજાને ફેલાવીને કોતરવાનો આદેશ આપ્યો.
  • તેણે તેઓને મુલાકાત મંડપના પડદાઓમાં પણ કરૂબોના ચિત્રો વણવા કહ્યું.
  • કેટલાક શાસ્ત્રભાગમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે તે રીતે આ પ્રાણીઓને ચાર મુખો હોય છે: મનુષ્ય, સિંહ, બળદ, અને ગરૂડ.
  • ક્યારેક કરૂબોની દૂતો તરીકે કલ્પના કરવામાં આવી છે, પણ બાઈબલ સ્પષ્ટ રીતે તે કહેતું નથી.

##ભાષાંતર માટેના સૂચનો: ##

  • “કરૂબો” શબ્દનું ભાષાંતર, “પાંખોવાળા પ્રાણીઓ” અથવા પાંખોવાળા રક્ષકો” અથવા “પાંખોવાળા આત્મિક રક્ષકો” અથવા “પવિત્ર,પાંખો વાળા રક્ષકો” તરીકે કરી શકાય.
  • કરૂબોનું એકવચન તરીકે ભાષાંતર “કરૂબ” થવું જોઈએ, ઉદાહરણ તરીકે , “પાંખોવાળું પ્રાણી” અથવા “પાંખ વાળું આત્મિક રક્ષક.”
  • “દૂત” શબ્દના ભાષાંતરથી આ શબ્દનું ભાષાંતર અલગ થાય તેનું ધ્યાન રાખો. બાઈબલ ભાષાંતરમાં, આ શબ્દનું ભાષાંતર જયારે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કરવામાં કે લખવામાં આવે ત્યારે તેનું ધ્યાન લેશો.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: દૂત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3742, G5502

#કાળવૃતાંત #

વ્યાખ્યા:

“કાળવૃતાંત” શબ્દ, એ સમયગાળા દરમ્યાન થયેલી ધટનાઓના લેખિત હેવાલને દર્શાવે છે.

  • જૂના કરારમાંના બે પુસ્તકોને, “કાળવૃતાંતનું પહેલું પુસ્તક” અને “કાળવૃતાતનું બીજું પુસ્તક” કહેવામાં આવે છે.
  • જેને ”કાળવૃતાંતના” પુસ્તકો કહેવાય છે, તેમાં આદમથી શરૂઆત કરીને દરેક પેઢીના લોકોની યાદી સાથે, ઈઝરાએલી લોકોના ઈતિહાસનો ભાગ નોંધવામાં આવ્યો છે.
  • “પહેલા કાળવૃતાંત” ના પુસ્તકમાં શાઉલ રાજાના જીવનનો અંત અને દાઉદ રાજાના રાજ્યની ઘટનાઓને નોંધવામાં આવી છે.
  • “બીજા કાળવૃતાંત” ના પુસ્તકમાં, સુલેમાન રાજાનું શાસન, તથા બીજા કેટલાક રાજાઓ, સાથે મંદિરનું બાંધકામ, અને ઈઝરાએલના ઉત્તરના રાજ્યના યહૂદાના દક્ષિણના રાજ્યથી પડેલા ભાગલાની નોંધ કરે છે.
  • બીજા કાળવૃતાંતના અંતમાં બાબિલોનના બંદીવાસની શરૂઆતનું વર્ણન કરવામાં આવ્યું છે

(આ પણ જુઓ: બાબિલોન, દાઉદ, બંદીવાસ/દેશવટો, ઈઝરાએલનું રાજ્ય, યહુદા, સુલેમાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1697

#કુળ, કુળો #

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

  • જૂના કરારમાં, ઈઝરાએલીઓ તેમના કુળો અથવા કુટુંબના જૂથો પ્રમાણે ગણવામાં આવતા હતા.
  • કુળોના નામ સામાન્ય રીતે તેઓમાંના સૌથી વધુ જાણીતા પૂર્વજ પરથી આપવામાં આવતા હતા.
  • ક્યારેક વ્યક્તિગત લોકો તેઓના કુળના નામ દ્વારા ઓળખવામાં આવતા હતા. આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.
  • કુળનું ભાષાંતર, “કુટુંબ જૂથ” અથવા “વિસ્તરેલું કુટુંબ” અથવા “સગા સબંધીઓ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1, H441, H1004, H4940

પહેરાવવું, પહેરાવ્યું, પહેરાવે છે, કપડાં, નગ્ન કરાયેલ

વ્યાખ્યા:

જયારે તેનો રૂપકાત્મક ઉપયોગ થયો હોય ત્યારે “પહેરાવવું” શબ્દનો અર્થ, કોઈ બાબતથી સજાવવું અથવા તૈયાર કરવું, થઈ શકે છે. પોતાની જાતને “તૈયાર કરવી” તેનો અર્થ કે, કોઈ ખાસ ચરિત્રના ગુણ માટે ખોજ કરવી.

  • જે રીતે બહારના કપડાં આપણા શરીરને માટે દ્રશ્ય છે તેમ જયારે તમે અમુક પ્રકારના ખાસ ચરિત્રના ગુણથી પોતાની જાતને “તૈયાર” કરીએ છે ત્યારે બીજા લોકો તેને તરત જોઈ શકે છે. “પોતાની જાતને ભલાઈ પહેરાવવી” તેનો અર્થ, તમારા બધા કાર્યમાં ભલાઈ પ્રગટ કરો જેથી બધા લોકોને જોઈ શકે.
  • “ઉપરના સામર્થ્યથી તૈયાર થવું” તેનો અર્થ, આપણને આપવામાં આવેલી શકિત પ્રાપ્ત કરવી.
  • આ શબ્દનો ઉપયોગ નકારાત્મક અનુભવોને અભિવ્યક્ત કરવા માટે થઈ શકે છે, જેમકે “શરમથી ઢંકાઈ જવું” અથવા “ભયથી ઢંકાઈ જવું.”

ભાષાંતર માટેના સૂચનો:

  • જો શક્ય હોય તો અલંકારિક ભાષાને શાબ્દિક રૂપમાં રાખવી, જેમકે “પોતાની જાતને તૈયાર કરવી.” “પહેરી લેવું” તેનું બીજી રીતે ભાષાંતર કરીએ તો કપડાં પહેરવા એવું દર્શાવી શકાય.
  • જો તે “પહેરી લેવા” શબ્દનો ખરો અર્થ આપતો નથી તો તેનું ભાષાંતર અલગ રીતે કરાય, જેમકે “દર્શાવવું” અથવા “પ્રગટ કરવું” અથવા “ઢાંકી દેવું” અથવા “તેના ગુણો હોવા”
  • “તમારી જાતને પહેરવો” તે શબ્દનું ભાષાંતર “તમારી જાતને ઢાંકી દો” અથવા “એવી રીતે વર્તન કરો કે તે દેખાઈ આવે”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H899, H1545, H3680, H3736, H3830, H3847, H3848, H4055, H4346, H4374, H5497, H8008, H8071, H8516, G294, G1463, G1562, G1737, G1742, G1746, G1902, G2066, G2439, G2440, G3608, G4016, G4470, G4616, G4683, G4749, G5509, G6005

#દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ #

##વ્યાખ્યા: ##

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

  • વ્યક્તિ કે જે કોઈકને દિલાસો આપે છે તેને “દિલાસો આપનાર” કહેવાય છે.
  • જૂના કરારમાં, “દિલાસો” શબ્દ દેવ તેના લોકોને કેવો માયાળુ અને પ્રેમાળ છે, અને જયારે તેઓ પીડાતા હોય તેઓને મદદ કરે છે તેનું વર્ણન કરે છે
  • નવા કરારમાં, તે કહે છે કે દેવ તેના લોકોને પવિત્ર આત્મા દ્વારા દિલાસો આપશે. જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.
  • “ઈઝરાએલને દિલાસો આપનાર,” એ અભિવ્યક્તિ મસીહ કે જે આવીને તેના લોકોને છોડાવશે તેને દર્શાવે છે.
  • ઈસુ પવિત્ર આત્માને “દિલાસો આપનાર” તરીકે દર્શાવે છે કે, જે ઈસુમાંના વિશ્વાસીઓને મદદ કરે છે.

##ભાષાંતર માટેના સૂચનો: ##

  • સંદર્ભ પર આધાર રાખીને, “દિલાસા” શબ્દનું ભાષાંતર “દર્દને સરળ કરવું” અથવા “કોઈકના દુઃખને દૂર કરવા મદદ કરવી” અથવા “સાંત્વના આપવી” અથવા “દિલાસો આપવો” તરીકે કરી શકાય.
  • જેમકે “અમારો દિલાસો” વાક્યનું ભાષાંતર “અમારું પ્રોત્સાહન” અથવા “(કોઈકને) અમારી સાંત્વના” અથવા “દુઃખના સમયમાં અમારી મદદ” તરીકે કરી શકાય.
  • “દિલાસો આપનાર” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે દિલાસો આપે છે” અથવા “કોઈક કે જે દુઃખ હળવું કરવામાં મદદ કરે છે” અથવા “વ્યક્તિ કે જે પ્રોત્સાહન આપે છે” તરીકે કરી શકાય છે.
  • જયારે પવિત્ર આત્મા “દિલાસો આપનાર” કહેવાય છે જેનું ભાષાંતર, “પ્રોત્સાહન આપનાર” અથવા “મદદગાર” અથવા “એક કે જે મદદ અને માર્ગદર્શક” તરીકે પણ કરી શકાય.
  • “ઈઝરાએલને દિલાસો આપનાર” વાક્યનું ભાષાંતર, “મસીહ”, કે જે ઈઝરાએલને દિલાસો આપે છે” એમ કરી શકાય છે.
  • “તેઓને દિલાસો આપનાર નથી” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “કોઈએ તેમને દિલાસો આપ્યો નથી” અથવા “તેઓને પ્રોત્સાહન કે મદદ કરવા કોઈ પણ નથી” તરીકે પણ કરી શકાય.

(આ પણ જુઓ: પ્રોત્સાહિત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2505, H5150, H5162, H5165, H5564, H8575, G302, G2174, G3870, G3874, G3875, G3888, G3890, G3931

#ગર્ભ ધારણ કરવો, ગર્ભ ધારણ કરે છે, પેટે રહેવું, ગર્ભ (ગર્ભધારણ)

વ્યાખ્યા:

“ગર્ભ ધારણ કરવો” અથવા “ગર્ભધારણ” શબ્દો સામાન્ય રીતે બાળક સાથે ગર્ભવતી બનવું, તેમ દર્શાવે છે. તે પ્રાણીઓ કે જેઓ ગર્ભવતી થાય છે તેઓ માટે પણ વાપરી શકાય છે.

  • “બાળક સાથે ગર્ભ ધારણ કરવો” વાક્યનું ભાષાંતર, “ગર્ભવતી થવું” અથવા તેના માટે બીજો કોઈક શબ્દ આ બાબતને દર્શાવે છે તે સ્વીકાર્ય છે.
  • “ગર્ભધારણ ”સંબંધિત શબ્દનું ભાષાંતર, “ગર્ભાવસ્થાની શરૂઆત” અથવા “ગર્ભવતી થવાની ક્ષણ” તરીકે કરી શકાય.
  • આ શબ્દોનો ઉપયોગ કઈંક ઉત્પન્ન કરવામાં અથવા કઈંક વિચારવામાં, જેમકે એક વિચાર, યોજના, અથવા કાર્યને પણ દર્શાવી શકે છે. સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દના ભાષાંતરમાં, “તેને વિશે વિચારવું” અથવા “યોજના ઘડવી” અથવા “સર્જન કે ઉત્પન્ન કરવું,” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • ક્યારેક આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે કરી શકાય છે, જેમકે “જયારે પાપ ગર્ભ ધરે છે” કે જેનો અર્થ “જયારે પાપનો પહેલો વિચાર આવે છે” અથવા “જયારે પાપની સાચી શરૂઆત થાય છે” અથવા “જયારે પ્રથમ પાપ શરૂ થાય છે.”

(આ પણ જુઓ: સર્જન કે ઉત્પન્ન કરવું, કૂંખ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2029, H2030, H2032, H2232, H2254, H2803, H3179, G1080, G1722, G2602, G2845, G4815

#ન્યાયસભા, ન્યાયસભાઓ #

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

  • સામાન્ય રીતે ન્યાયસભા સત્તાવાર અને કંઈક ચોક્કસ હેતુ સાથે કાયમી ધોરણે આયોજિત કરેલી હોય છે, જેમકે કાનૂની બાબતો વિશે નિર્ણયો કરવા માટે મળતા હોય છે.
  • યરૂશાલેમમાંની યહૂદી ન્યાયસભા, “સાન્હેદ્રીન” તરીકે પણ જાણીતી હતી, જેમાં 70 સભ્યો હતા, યહૂદી આગેવાનો જેવા કે મુખ્ય યાજકો, વડીલો, લેખકો, ફરોશીઓ અને સાદુકીઓ કે જેઓ યહૂદી કાયદાની બાબતોને નક્કી કરવા નિયમિત મળતા હતા. તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.
  • ત્યાંના બીજા શહેરોમાં પણ નાની યહૂદી ન્યાયસભાઓ હતી.
  • સુવાર્તાના શિક્ષણ માટે જયારે પાઉલ પ્રેરીતની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેને રોમન ન્યાયસભાની આગળ લાવવામાં આવ્યો હતો.
  • સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયસભા” શબ્દનું ભાષાંતર, “કાનૂની સભા” અથવા “રાજકીય સભા” તરીકે પણ કરી શકાય છે.
  • “ન્યાયસભામાં” હોવું તેનો અર્થ કઈંક નક્કી કરવા ખાસ સભામાં હોવું.
  • નોંધ કરો કે આ શબ્દ, “સલાહ” શબ્દ કરતાં અલગ છે, જેનો અર્થ, ”જ્ઞાની સલાહ” થાય છે.

(આ પણ જુઓ: સભા, ન્યાયસભા, ફરોશી, કાયદો, યાજક, સાદુકી, શાસ્ત્રી/લેખક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4186, H5475, H7277, G1010, G4824, G4892

#અદાલત, અદાલતો, મંદિરનું આંગણુ, મંદિરના આંગણાઓ #

##વ્યાખ્યા: ##

“મંદિરના આંગણાઓ” અને “આંગણુ” શબ્દો, બંધ વિસ્તાર કે જે આકાશ નીચે ખુલ્લો હોય અને તે દિવાલોથી ઘેરાયેલો હોય, તેને દર્શાવે છે. “અદાલત” શબ્દ એવી જગ્યાને પણ દર્શાવે છે કે જ્યાં ન્યાયાધીશો કાનૂની અને ગુનાહિત બાબતો નક્કી કરે છે.

  • મુલાકાતમંડપ એ એક મંદિરના આંગણાથી ઘેરાયેલું હતું જે જાડા કપડાથી બનાવેલા, પડદાઓની દિવાલો દ્વારા બંધ કરાયેલું હતું.
  • મંદિરની ઈમારતને ત્રણ આંતરિક આંગણાઓ હતા: એક યાજકો માટે, એક યહૂદી પુરુષો માટે, અને એક યહૂદી સ્ત્રીઓ માટે.
  • આ આંતરિક આંગણાઓ નીચા પત્થરની દીવાલથી ઘેરાયેલા હતા કે જે તેઓને બહારના મંદિરના આંગણાઓથી અલગ કરે છે કે જ્યાં વિદેશીઓને આરાધના કરવા માટેની પરવાનગી હતી.
  • ઘરનું આંગણું એ ઘરના વચ્ચેનો ખુલ્લો વિસ્તાર હતો.
  • “રાજાનું આગણું” શબ્દસમૂહ તેનો મહેલ અથવા તેના મહેલમાંની જગ્યા કે જ્યાં તે ચુકાદાઓ આપે છે, તેને દર્શાવી શકે છે.
  • “યહોવાના આંગણા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે “યહોવાનું નિવાસસ્થાન” અથવા સ્થળ કે જ્યાં લોકો યહોવાની આરાધના કરવા જાય છે તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “મંદિરનું આંગણુ” શબ્દનું ભાષાંતર, “બંધ જગ્યા” અથવા “કોટ કરેલી જગ્યા” અથવા “મંદિરની જગ્યા” અથવા “મંદિરની ચોતરફની દિવાલ,” એમ કરી શકાય.
  • ક્યારેક “મંદિર” શબ્દનું ભાષાંતર માટે, “મંદિરના આંગણાઓ” અથવા “મંદિરનો ભાગ” એવા શબ્દો હોવા જરૂરી છે, જેથી તે સ્પષ્ટ કરી શકાય કે તે મંદિરના આંગણાને દર્શાવે છે, અને તે મંદિરની ઇમારતને દર્શાવતું નથી.
  • “યહોવાના આંગણા” અભિવ્યક્તિનું ભાષાંતર, “સ્થળ કે જ્યાં યહોવા રહે છે” અથવા “સ્થળ કે જ્યાં યહોવાની આરાધના થાય છે.”
  • રાજાના આંગણા માટે વાપરેલો શબ્દ, યહોવાના આંગણા માટે પણ વાપરી શકાય છે.

(આ પણ જુઓ: વિદેશી, ન્યાયાધીશ, રાજા, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H1508, H2691, H5835, H6503, H7339, H8651, G833, G933, G2681, G4259

#સર્જન કરવું, સર્જન કરે છે, ઉત્પન્ન કરેલું, સર્જન, સર્જક #

વ્યાખ્યા:

“સર્જન કરવું” શબ્દનો અર્થ, કઈંક બનાવવું અથવા કઈંક પેદા કરવા માટે કારણ બનવું. જે કંઈ ઉત્પન્ન કરાયેલું છે તેને “સર્જન” કહેવામાં આવે છે દેવને “સર્જક” કહેવામાં આવ્યો છે, કારણકે સમગ્ર વિશ્વમાંનું સધળું તેના કારણે અસ્તિત્વમાં આવેલું છે.

  • દેવે આ જગતને શૂન્યમાંથી જગતને બનાવ્યું, તે બનાવવા માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે.
  • જયારે મનુષ્યો કઈંક “બનાવે છે,” તેનો અર્થ એમ કે જે પહેલેથી જ જે વસ્તુઓ અસ્તિત્વમાં હતી તેમાંથી તેઓ બનાવે છે.
  • ક્યારેક “સર્જવું” શબ્દનો રૂપક ઉપયોગ, જેમકે શાંતિ સ્થાપવી, અથવા કોઈનામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરવું, એવી અમૂર્ત બાબત માટે પણ વાપરવામાં આવે છે.
  • “સર્જન” શબ્દ, જયારે આદિએ દેવે પ્રથમ સઘળું બનાવ્યું તેને દર્શાવી શકે છે. સામાન્ય રીતે દેવે જે સધળું બનાવ્યું તે માટે પણ વાપરી શકાય છે. ક્યારેક “સર્જન” શબ્દ વિશિષ્ટ રીતે માત્ર જગતમાંના લોકોને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • કેટલીક ભાષાઓમાં કદાચ સીધુ કહેવામાં આવે છે કે દેવે “શૂન્યમાંથી” જગતને રચ્યું, તેની ખાતરી કરો કે આ અર્થ સ્પષ્ટ છે.
  • “જગતના સર્જનથી” શબ્દસમૂહનો અર્થ, “સમય કે જ્યારથી દેવે જગતને રચ્યું હતું.”
  • “ઉત્પત્તિની શરૂઆતમાં” જેવા સમાન શબ્દસમૂહનું ભાષાંતર, “શરૂઆતના સમયમાં જયારે દેવે જગતને બનાવ્યું”, અથવા “જયારે પ્રથમ જગતને બનાવાયું હતું” એમ કરી શકાય છે.
  • “આખી પૃથ્વીને” સુવાર્તા પ્રચાર કરવી એનો અર્થ, “સમગ્ર પૃથ્વીના લોકોને સુવાર્તા પ્રચાર કરવો.”
  • “સમસ્ત જગત આનંદ કરો” શબ્દસમૂહનો અર્થ, “દેવે જે સઘળું ઉત્પન્ન કર્યું છે તે આનંદ કરો”
  • સંદર્ભ પર આધાર રાખીને, “સર્જન કરવું” શબ્દનું ભાષાંતર, “બનાવવું” અથવા “કારણ બનવું (હોવું)” અથવા “શૂન્યમાંથી કઈંક બનાવવું,” એમ કરી શકાય છે.
  • “સર્જક” શબ્દનું ભાષાંતર, “એક કે જેણે સઘળું બનાવ્યું” અથવા “દેવ, કે જેણે સમગ્ર જગત બનાવ્યું છે” એમ કરી શકાય.
  • શબ્દસમૂહો જેવાકે, “તમારો સર્જક” શબ્દનું ભાષાંતર, “દેવ, કે જેણે તમને બનાવ્યા છે” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, સુસમાચાર, જગત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3335, H4639, H6213, H6385, H7069, G2041, G2602, G2675, G2936, G2937, G2939, G4160, G5480

#પાત્રવાહક, પાત્રવાહકો #

##વ્યાખ્યા: ##

જૂનાકરારના સમયોમાં, “પાત્રવાહક” રાજાનો ચાકર હતો કે જેને રાજાને તેનું દ્રાક્ષારસનુ પ્યાલું આપવાનું કાર્ય આપવામાં આવતું હતું, સામાન્ય રીતે પ્રથમ દ્રાક્ષારસને ચાખીને ખાતરી કરવામાં આવતી કે તેને ઝેર આપવામાં આવ્યું નથી.

  • આ શબ્દનો વાસ્તવિક અર્થ “પ્યાલું લાવનાર” અથવા “કોઈક કે જે પ્યાલું લાવે છે.”
  • પાત્રવાહક રાજા માટે તેની ખૂબજ વિશ્વાસનિયતા અને વફાદારી માટે જાણીતો હતો.
  • તેના વિશ્વસનીય દરજ્જાને કારણે, મોટેભાગે શાસક જે નિર્ણયો કરે છે તેમાં પાત્રવાહકનો પ્રભાવ હોય છે.
  • જયારે કેટલાક ઈઝરાએલીઓ બાબિલના બંદીવાસમાં હતા તે સમય દરમ્યાન નહેમ્યા ફારસીનો રાજા આર્તાહશાસ્તા માટે પાત્રવાહક હતો.

(આ પણ જુઓ: આર્તાહશાસ્તા, બાબિલ, બંદી, ફારસી, ફારુન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8248

#મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ #

વ્યાખ્યા:

આ શબ્દ દૈહિક અને આત્મિક મરણ બંનેને દર્શાવવા માટે વપરાયો છે. દૈહિક (મરણ) રીતે, જયારે વ્યક્તિનું દૈહિક શરીર જીવવાનું બંધ કરે છે તેને દર્શાવે છે. આત્મિક (મરણ) રીતે, જયારે પાપીઓ પોતાના પાપને કારણે પવિત્ર દેવથી અલગ થઈ જાય છે તેને દર્શાવે છે.

1. દૈહિક મરણ####
  • “ મરવું” એટલે કે જીવવાનું બંધ થઇ જવું. મરણ એ દૈહિક જીવનનો અંત છે
  • જયારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા શરીરને મૂકીને જાય છે.
  • જયારે આદમ અને હવા એ પાપ કર્યું, ત્યારે દૈહિક મરણ જગતમાં આવ્યું.
  • “મારી નાખવું” અભિવ્યક્તિ કોઈકને મારી નાખવું અથવા ખૂન કરવું, ખાસ કરીને કોઈ રાજા અથવા અન્ય શાસક કોઈકને મારી નાખવા માટે આદેશ આપે છે તેને દર્શાવે છે.
2. આત્મિક મરણ
  • વ્યક્તિનું દેવથી અલગ થવું એ આત્મિક મરણ છે.
  • જયારે આદમે દેવની આજ્ઞાનો અનાદર કર્યો ત્યારે તે આત્મિક રીતે મૃત્યુ પામ્યો. દેવની સાથેનો તેનો સંબધ તૂટી ગયો હતો. તે લજ્જિત બન્યો અને તેણે દેવથી સંતાવાનો પ્રયાસ કર્યો.
  • આદમના દરેક વંશજ પાપી છે, અને તે આત્મિક રીતે મૃત્યુ પામેલા છે. જયારે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે દેવ ફરીથી આપણને આત્મિક રીતે જીવંત કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતરના માટે એવો શબ્દ વાપરવો જે પ્રતિદિન વપરાતો, અને કુદરતી શબ્દ હોય અથવા લક્ષ્ય ભાષામાં તેની અભિવ્યકિત મરણ દર્શાવે છે.
  • કેટલીક ભાષાઓમાં, “મરવું” તે જે “જીવિત નથી” તેને વ્યક્ત કરે છે. “મૃત” શબ્દનું ભાષાંતર, જે “જીવતું નથી” અથવા “જેનામાં જીવ ના હોય તેવું” અથવા “જીવતું નથી,” એમ કરી શકાય છે.
  • ઘણી ભાષાઓમાં મૃત્યુનું વર્ણન કરવા માટે અલંકારિક અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેવો કે અંગ્રેજીમાં “ગુજરી જવું” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છતાંપણ, બાઈબલમાં તેનો સીધો ઉપયોગ કરવો, કે જે બીજી ભાષાઓમાં પણ કરવામાં આવ્યો છે.
  • બાઈબલમાં, મોટેભાગે દૈહિક જીવન અને મૃત્યુને, આત્મિક જીવન અને મૃત્યુ સાથે સરખાવવામાં આવ્યા છે. ભાષાંતરમાં દૈહિક મરણ અને આત્મિક મરણ બંને માટે એક સમાન શબ્દ અથવા શબ્દસમૂહ વાપરવો તે અગત્યનું છે.
  • કેટલીક ભાષાઓના સંદર્ભમાં કદાચ “આત્મિક મરણ” શબ્દનો ઉપયોગ કરવો જરૂરી હોય છે જેથી અર્થ વધારે સ્પષ્ટ કરી શકાય. અમુક ભાષાંતરકર્તા “દૈહિક મરણને” આત્મિક મરણના તુલનાના સંદર્ભમાં જણાવી શકે છે.
  • “મૃત્યુ પામેલ” અભિવ્યક્તિ નામવાચક વિશેષણ છે, એ વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે તેને દર્શાવે છે. અમુક ભાષાઓ તેને “મૃત્યુ પામેલ લોકો” અથવા “જે લોકોનું મૃત્યુ થઇ ગયું છે” તેવું ભાષાંતર કરે છે. (જુઓ: નામવાચક વિશેષણ
  • “મારી નાખવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “મારવું” અથવા “ખૂન” અથવા “મારી નાખી શિક્ષા કરવી” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: માનવું, વિશ્વાસ, જીવન, આત્મા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:11 દેવે આદમને કહ્યું કે તે આ બાગમાંના દરેક ફળ ખાઈ શકે છે, પણ તેણે સારા ભૂંડા જાણવાનું ફળ ખાવું નહીં. જો તે આ વૃક્ષનું ફળ ખાશે, તો તે મરશે.
  • 2:11 પછી તમે મરશો, અને તમારું શરીર ધૂળમાં પાછું મળી જશે.
  • 7:10 પછી ઈસહાક મરણ પામ્યો, અને યાકૂબ અને એસાવે તેને દફ્નાવ્યો.
  • 37:5 ઈસુએ જવાબ આપ્યો, “પુનરુત્થાન તથા જીવન હું છું.” જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે જોકે મરી જાય તો પણ જીવતો થશે. દરેક જે મારામાં વિશ્વાસ કરશે તે કદી મરશે નહીં.”
  • 40:8 ઈસુએ તેના મૃત્યુ દ્વારા, લોકો માટે દેવની પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
  • 43:7 “જોકે ઈસુ મરણ પામ્યા, પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો.
  • 48:2 તેઓએ પાપ કર્યું, તેથી પૃથ્વી ઉપર દરેક બીમાર થશે અને દરેક મરણ પામશે.
  • 50:17 તે (ઈસુ) દરેક આંસુ લૂછી નાખશે અને ત્યાર પછી પીડા, નિરાશા, રડવું, દુષ્ટતા, દુઃખ અથવા મરણ આવશે નહીં.

શબ્દ માહિતી:

  • Strong's: H6, H1478, H1826, H1934, H2491, H4191, H4192, H4193, H4194, H4463, H5038, H5315, H6297, H6757, H7496, H7523, H8045, H8546, H8552, G336, G337, G520, G581, G599, G615, G622, G684, G1634, G1935, G2079, G2253, G2286, G2287, G2288, G2289, G2348, G2837, G2966, G3498, G3499, G3500, G4430, G4880, G4881, G5053, G5054

#અપવિત્ર કરવું, અપવિત્ર (અશુદ્ધ) કરેલું, અભડાવવું #

વ્યાખ્યા:

“અપવિત્ર કરવું” શબ્દનો અર્થ, પવિત્ર સ્થાન અથવા પદાર્થને એવી રીતે નુકસાન અથવા બગાડવું કે તે ઉપાસના કરવા માટે અસ્વીકાર્ય બની જાય.

  • કોઈ બાબતને અપવિત્ર કરવામાં મોટેભાગે તે બાબત માટે ખૂબ અનાદર બતાવવોનો સમાવેશ થાય છે.

  • ઉદાહરણ તરીકે, વિદેશી રાજાઓએ દેવના મંદિરમાંની ખાસ થાળીઓનો પોતાની મિજબાનીઓ માટે વાપરીને તેઓને અશુદ્ધ કરેલી.

  • દેવના મંદિરની વેદીને અપવિત્ર કરવા માટે શત્રુઓ મૃત લોકોના હાડકાંનો ઉપયોગ કરતા હતા.

  • આ શબ્દનું ભાષાંતર, “અપવિત્ર કરવું” અથવા” અપવિત્ર કરી અનાદર કરવો” અથવા “અપમાનિત કરી અપવિત્ર કરવું” અથવા “અશુદ્ધ કરવું,” એવું (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: વેદી, ભ્રષ્ટ, અનાદર, અપવિત્ર, શુદ્ધ, મંદિર, પવિત્ર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2490, H2610, H2930, G953

#પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

  • “પાયમાલ” શબ્દ જયારે વ્યક્તિ માટે દર્શાવાય છે ત્યારે તે વિનાશ, એકલતા અને દુઃખની પરિસ્થિતિ વર્ણવે છે.
  • “પાયમાલી” શબ્દ, તે ઉજ્જડ હોવાની અવસ્થા અથવા પરિસ્થિતિ દર્શાવે છે.
  • જે ખેતરમાં જ્યાં ફસલ પાકે છે તેનો નાશ કરવામાં આવે છે, તેનો અર્થ એમ કે કંઈક જેવા કે જંતુઓ (જીવડાં) અથવા લશ્કરના આક્રમણથી પાકનો નાશ થયો છે.
  • “ઉજ્જડ પ્રદેશ” તે જમીનનો એવો વિસ્તાર દર્શાવે છે કે જ્યાં થોડા લોકો રહે છે, કારણકે ત્યાં ફસલો અને શાકભાજી ઓછા ઉગે છે.
  • “ઉજ્જડ જમીન” અથવા “અરણ્ય” કે જ્યાં મોટેભાગે ઘરબારવિહોણા (જેવા કે રક્તપીતિયાઓ) અને ખતરનાક પ્રાણીઓ રહેતા હતાં.
  • જો શહેર “પાયમાલ કરવામાં” આવ્યું છે તેનો અર્થ કે મકાનો અને માલ સમાનનો નાશ અથવા ચોરી કરવામાં આવી છે, અને તેના લોકોને મારી નાખવામાં અથવા પકડી લઇ જવામાં આવ્યા છે. જેથી શહેર “ખાલી” અને “નિર્જન” થયેલું છે. આવો જ સમાન અર્થ, “ઉજાડવું” અથવા “ઉજાડેલું” છે, પણ તે શબ્દમાં ખાલીપણું પર વધારે બહાર મૂકવામાં આવ્યો છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “નિર્જન” અથવા “વિનાશ કરેલું” અથવા “નકામું કરી નાખવું” અથવા “એકાંકી અને ઘરબારવિહોણા” અથવા “રણ જેવું,” એવું (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H490, H816, H820, H910, H1327, H1565, H2717, H2720, H2721, H2723, H3173, H3341, H3456, H3582, H4875, H4876, H4923, H5352, H5800, H7582, H7612, H7701, H7722, H8047, H8074, H8076, H8077, G2048, G2049, G2050, G3443

#પહેલેથી મુકરર, નિર્મિત, ભાવી, પૂર્વનિર્ધારિત #

વ્યાખ્યા:

“ભાવી (ભાગ્ય)” શબ્દ ભવિષ્યમાં લોકોનું શું થશે તે દર્શાવે છે.

જો કોઈને કંઈક કરવા માટે નિર્મિત કર્યા છે તેનો અર્થ કે તે વ્યક્તિ ભવિષ્યમાં જે કરશે તે દેવ દ્વારા નક્કી થઈ ગયું છે.

  • જયારે દેવે દેશ માટે કોપ “નિર્મિત” કરેલો છે, તેનો અર્થ કે તેણે નક્કી કર્યું છે અથવા તે દેશને તેના પાપોને કારણે સજા કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે.
  • યહૂદા વિનાશ માટે “નિર્મિત” થયેલો હતો, જેનો અર્થ દેવે નક્કી કર્યું કે યહૂદા તેના બંડને કારણે નાશ પામશે.
  • દરેક વ્યક્તિને, સ્વર્ગ અથવા નર્ક બેમાંથી એક અંતિમ, અનંત ભાવી હોય છે.
  • જયારે સભાશિક્ષકનો લેખક કહે છે કે દરેક જણનું ભાવી સરખું છે, તેનો અર્થ કે બધાંજ લોકો છેવટે મરણ પામશે.

ભાષાંતરના સૂચનો:

  • “તમે કોપ માટે નિર્મિત છો” તે શબ્દસમૂહનું ભાષાંતર, “નક્કી થયેલું છે કે તમને સજા થશે” અથવા “નિર્ધારિત છે કે તમને મારા કોપનો અનુભવ થશે,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • “તેઓ તરવાર માટે નિર્મિત થયેલા છે” જેવી અલંકારિક અભિવ્યક્તિનું ભાષાંતર, “દેવે નક્કી કર્યું છે કે તેઓ તેમના શત્રુઓ દ્વારા કે જેઓ તેઓનો તરવારોથી નાશ કરશે” અથવા “દેવે નિર્ધાર કર્યો છે કે તેઓના શત્રુઓ તેઓને તરવારોથી મારી નાખશે,” તરીકે (ભાષાંતર) કરી શકાય.
  • “તમે તે માટે નિર્મિત છો” તે શબ્દસમૂહનું ભાષાંતર, “દેવે નક્કી કર્યું કે તમને તેવું બનશે” તેવા શબ્દસમૂહ વાપરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “પ્રારબ્ધ (ભાવી)” શબ્દનું ભાષાંતર, “છેલ્લો અંત” અથવા “અંતમાં એમ થશે” અથવા “દેવે જે નક્કી કર્યું છે તે થશે” તરીકે (ભાષાંતર) કરી શકાય.

આ પણ જુઓ: બંદી, શાશ્વત, સ્વર્ગ, નર્ક, યોહાન(બાપ્તિસ્ત), પસ્તાવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2506, H4150, H4487, H4745, H6256, H4507, G5056, G5087

આજ્ઞાભંગ/અનાદર, આજ્ઞાભંગ કર્યો, આજ્ઞાપાલન ન કરેલ/આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું/ બળવાખોર

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, સત્તામાં રહેલ કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “આજ્ઞાની અવજ્ઞા” કરનારું હોય છે.

  • વ્યક્તિને જે કઈંક ના કરવાનું કહેવામાં આવ્યું છે તે કરે છે ત્યારે તે આજ્ઞાની અવજ્ઞા છે.

  • આજ્ઞાભંગનો અર્થ, જે કઈંક કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો તેનો ઇન્કાર કરવો.

  • “અવગણના” શબ્દ, કોઈક કે જેને આજ્ઞાભંગ અથવા બળવો કરવાની ટેવ હોય છે, તેના ચરિત્રના વર્ણન માટે પણ વાપરવામાં આવ્યો છે. તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

  • “આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, “આજ્ઞા ન પાળવાનું કાર્ય” અથવા ”ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું વર્તન.”

  • “આજ્ઞાભંગ કરનારા લોકો” (શબ્દસમૂહનું) ભાષાંતર, “લોકો કે જેઓ આજ્ઞાભંગ કરવાનું ચાલુ રાખે છે” અથવા “લોકો કે જેઓ ઈશ્વરે જે આદેશો આપ્યા છે તે કરતા નથી” એવું (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 2:11 ઈશ્વરે માણસને કહ્યું તે તારી પત્નીનું સાભળ્યું અને મારો અનાદર કર્યો.
  • 13:7 ઈશ્વરે વચન આપ્યું કે, જો લોકો આ નિયમોનું પાલન કરશે તો તે તેઓને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે. જો તેઓ તેમનો અનાદર કરશે, તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
  • 16:2 ઈઝરાએલીઓએ અવજ્ઞા કરવાનું ચાલુ રાખ્યું તેથી ઈશ્વરે તેમને તેમના દુશ્મનો દ્વારા હરાવવા દઈને સજા કરી.
  • 35:12 “મોટા દીકરાએ તેના પિતાને કહ્યું, ‘આ બધાંજ વર્ષોમાં મેં વિશ્વાસુપણે તમારા માટે કામ કર્યું છે! મેં કદી તમારો અનાદર કર્યો નથી, છતાંપણ તમે મને એક બકરીનું બચ્ચું સુધ્ધા આપ્યું નથી કે જેથી હું મારા મિત્રો સાથે ઉજવણી કરી શકું.'"

શબ્દ માહિતી:

  • Strong's: H4784, H5674, G506, G543, G544, G545, G3847, G3876

#પેયાર્પણો #

વ્યાખ્યા:

પેયાર્પણ એ દેવને ચઢાવવા આવતું બલિદાન હતું કે જેમાં વેદી ઉપર દ્રાક્ષારસ રેડવામાં આવે છે. તે મોટેભાગે દહનાર્પણ અને ખાદ્યાર્પણની સાથે ચઢાવવામાં આવતું હતું.

  • પાઉલ તેના જીવનને પેયાર્પણની જેમ રેડી દેવામાં આવેલું હોય તેમ દર્શાવે છે. તેનો અર્થ એ કે તેને (પાઉલને) ખબર હતી કે તેને દુઃખ સહન કરવું પડશે અને તે કારણે મરવું પડશે, છતાં પણ તે દેવની સેવા અને લોકોને ઈસુ વિશે કહેવા સંપૂર્ણપણે સમર્પિત હતો.
  • ઈસુનું વધસ્તંભ પરનું મરણ એ અંતિમ પેયાર્પણ હતું, આપણા પાપોને માટે તેનું લોહી વધસ્તંભ ઉપર રેડવામાં આવ્યું હતું

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું બીજી રીતે ભાષાંતર, “દ્રાક્ષારસનું અર્પણ” કરી શકાય. જયારે પાઉલ કહે છે કે તે “અર્પણ તરીકે રેડાઈ ગયો છે” તેનું ભાષાંતર, “જેવી રીતે વેદી ઉપર અર્પણ તરીકે સંપૂર્ણપણે દ્રાક્ષારસ રેડવામાં આવે છે, તેવી રીતે હું સંપૂર્ણપણે લોકોને દેવના સંદેશનું શિક્ષણ આપવામાં સમર્પિત થઈ ગયો છું” આ રીતે પણ (તેનું ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, ખાદ્યાર્પણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5257, H5261, H5262

#પૃથ્વી, માટીનું, ધરતીનું #

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

  • “પૃથ્વી” એ ભૂમિ અથવા માટી કે જે જમીનને ઢાંકે છે તેને પણ દર્શાવે છે. મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા
  • “પૃથ્વી આનંદ કરો” અને “તે પૃથ્વીનો ન્યાય કરશે,” એવી અભિવ્યક્તિઓ આ શબ્દના રૂપકાત્મક ઉપયોગો માટેના ઉદાહરણો છે.
  • સામાન્ય રીતે “પૃથ્વીનું” શબ્દ, ભૈતિક બાબતો જે આત્મિક બાબતો સામે વિરોધાભાસ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર, કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરી શકાય છે કે જે સ્થાનિક ભાષા અથવા નજીકની રાષ્ટ્રીય ભાષાઓમાં પૃથ્વીને ગ્રહ તરીકે દર્શાવે કે જેમાં આપણે રહીએ છીએ.
  • સંદર્ભ પર આધાર રાખીને, “પૃથ્વી” શબ્દનું ભાષાંતર, “વિશ્વ” અથવા “જમીન” અથવા “ધૂળ” અથવા “માટી” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે તેનો રૂપકાત્મક ઉપયોગ થાય છે ત્યારે “પૃથ્વી” શબ્દનું ભાષાંતર, “પૃથ્વી પરના લોકો” અથવા “પૃથ્વી ઉપર રહેતા લોકો” અથવા “પૃથ્વી ઉપરનું સઘળું,” તરીકે કરી શકાય છે.
  • “પૃથ્વીનું” શબ્દના ભાષાંતરમાં, “ભૌતિક” અથવા “આ પૃથ્વી પરની વસ્તુઓ” અથવા “દૃશ્યમાન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H127, H772, H776, H778, H2789, H3007, H3335, H6083, H7494, G1093, G1919, G2709, G2886, G3625, G3749, G4578, G5517

#જાતીય અનૈતિકતા, અનૈતિકતા, અનૈતિક, વ્યભિચાર #

વ્યાખ્યા:

“જાતીય અનૈતિકતા” શબ્દ જાતીય પ્રવૃત્તિને દર્શાવે છે, કે જે સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધની બહાર સ્થાન લે છે. આ દેવની યોજનાની વિરુદ્ધ છે. બાઈબલની જૂની અંગ્રેજી આવૃત્તિઓ તેને “વ્યભિચાર” કહે છે.

  • આ શબ્દ કોઇપણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ દર્શાવે છે કે જે દેવની ઈચ્છાની વિરુદ્ધમાં છે જેમાં પુમૈથુનના કાર્યો અને ગંદા ચિત્રો જોવા તેનો સમાવેશ થાય છે.
  • જાતીય અનૈતિકતા એ એક પ્રકારનો વ્યભિચાર છે, કે જે ખાસ કરીને લગ્ન કરેલી વ્યક્તિ અને કોઈક કે જે તે વ્યક્તિની પતિ અથવા પત્ની નથી તે વચ્ચેની જાતીય પ્રવૃત્તિ છે.
  • બીજા પ્રકારની જાતીય અનૈતિકતા એ “વેશ્યાગીરી” છે, કે જેમાં કોઈની સાથે કોઈકની સાથે જાતીય સંબંધમાં સામેલ થવા માટે ચૂકવણી કરવામાં આવે છે.
  • આ શબ્દ જયારે ઈઝરાએલએ જૂઠા દેવોની પૂજા કરી, ત્યારે દેવ માટે બેવફાઈ દર્શાવવા માટે આ શબ્દનો રૂપકાત્મક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

  • “જાતીય અનૈતિકતા” શબ્દના ભાષાંતરમાં જ્યાં સુધી આ શબ્દનો યોગ્ય અર્થ “અનૈતિકતા” થાય ત્યાં તેઓ ઉપયોગ કરી શકાય છે.
  • આ શબ્દના ભાષાંતરમાં બીજા વિવિધ શબ્દો જેવા કે, “ખોટા જાતીય કાર્યો” અથવા “લગ્નની બહાર જાતીય સંબંધ,” (તેવા શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.
  • “વ્યભિચાર” શબ્દના ભાષાંતર કરતાં આ શબ્દનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.
  • આ શબ્દના ભાષાંતરના રૂપકાત્મક ઉપયોગમાં શક્ય હોય ત્યાં અસલ અર્થ જાળવી રાખવો, કારણકે બાઈબલમાં ઈશ્વર પ્રત્યેનું અવિશ્વાશુપણુ અને જાતિયતાના અવિશ્વાસીપણા વચ્ચે સામાન્ય સરખામણી કરવામાં આવેલી છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, જૂઠો દેવ, વેશ્યા, વિશ્વાસુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2181, H8457, G1608, G4202, G4203

#ફુવારો, ફુવારા, ઝરણું, ઝરણાઓ, ફૂટી નીકળવું #

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ફુવારો” અને “ઝરણું” શબ્દો મોટા પ્રમાણના પાણીના જથ્થાને દર્શાવે છે, કે જે કુદરતી રીતે જમીનમાંથી બહાર વહે છે.

  • બાઈબલમાં રૂપકાત્મક રીતે દેવ તરફથી મળતા આશીર્વાદોને દર્શાવવા અથવા કંઈક કે જે સાફ અને શુદ્ધિને દર્શાવવા આ શબ્દો વપરાયેલ છે.
  • આધુનિક સમયમાં, મોટે ભાગે ફુવારો માનવસર્જિત વસ્તુ છે કે જેમાંથી પાણી બહાર વહે છે, જેવા કે પીવાનો ફુવારો. ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર વહેતા પાણીના કુદરતી સ્ત્રોતને દર્શાવે છે.
  • “પૂર” શબ્દનું ભાષાંતર કેવી રીતે થયું છે, તેની આ શબ્દ સાથે તુલના કરો.

(આ પણ જુઓ: પૂર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H794, H953, H1530, H1543, H1876, H3222, H4002, H4161, H4456, H4599, H4726, H5033, H5869, H5927, H6524, H6779, H6780, H7823, H8444, H8666, G242, G305, G393, G985, G1530, G1816, G4077, G4855, G5453

#ભઠ્ઠી #

સત્યો:

ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.

  • પ્રાચીન સમયમાં, મોટાભાગની ભઠ્ઠીઓ વસ્તુઓ બનાવવા માટેના ધાતુઓને ઓગાળવા વાપરવામાં આવતી હતી, જેવી કે રાંધવાના વાસણો, આભૂષણો, શસ્ત્રો, અને મૂર્તિઓ.
  • ભઠ્ઠીઓમાં માટીની કુલડીઓ પણ બનાવવા આવતી હતી.
  • રૂપકાત્મક રીતે ક્યારેક ભઠ્ઠીને કંઈક કે જે ખૂબ જ ગરમ છે, તેને દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જૂઠો દેવ, છબી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H861, H3536, H3564, H5948, H8574, G2575

#સોનુ, સોનેરી #

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

  • બાઈબલના સમયમાં, ઘણા અન્ય પ્રકારની વસ્તુઓ કે જે સોનામાંથી બનાવવામાં આવતી હતી અથવા સોનાના પાતળા સ્તરથી ઢાંકવામાં આવતી હતી.
  • આ વસ્તુઓમાં કાનની બૂટ્ટી અને બીજા આભૂષણો, અને મૂર્તિઓ, યજ્ઞ વેદીઓ, અને મુલાકત મંડપ અને મંદિરની બીજી વસ્તુઓ, જેવા કે કરારકોશ તરીકે વાપરવામાં આવતી હતી તેનો સમાવેશ છે.
  • જૂના કરારના સમયમાં, સોનું એ ખરીદી અને વેચાણમાં લેવડ દેવડના અર્થમાં વાપરવામાં આવતું હતું તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.
  • પાછળથી, સોનું અને અન્ય ધાતુઓ જેવી કે ચાંદી ખરીદી અને વેચાણ માટે સિક્કાઓ બનાવવા વાપરવામાં આવતા હતા.
  • જયારે કોઈક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે જે સખત સોનું નથી, પણ તેને ફક્ત સોનાનું પાતળું પડ હોય છે, ત્યારે “સોનેરી” અથવા “સોનાથી ઢાંકેલું” અથવા “સોનાથી મઢેલું” શબ્દ પણ વાપરી શકાય છે.
  • ક્યારેક વસ્તુને “સોનેરી રંગ” તરીકે વર્ણવામાં આવે છે, જેનો અર્થ તે સોનાને પીળો રંગ હોય છે, પણ તે કદાચ વાસ્તવમાં સોનામાંથી બનાવેલું ન હોય.

(આ પણ જુઓ: વેદી, કરાર કોશ, ખોટો દેવ, ચાંદી, મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1220, H1222, H1722, H2091, H2742, H3800, H4062, H5458, H6884, H6885, G5552, G5553, G5554, G5557

#દોષાર્થાર્પણ, દોષાર્થાર્પણો #

વ્યાખ્યા:

દોષાર્થાર્પણ એક એવું અર્પણ હતું કે જે જો તેણે આકસ્મિક રીતે કંઈક ખોટું કર્યું હોય તો ઈઝરાએલીએ દેવને આપવું જરૂરી છે, જેવા કે દેવનો અનાદર અથવા કોઈ વ્યક્તિની મિલકતને નુકસાન કર્યું હોય.

  • આ અર્પણમાં એક પશુના બલિદાનનો સમાવેશ થાય છે અને સોના અથવા ચાંદીના પૈસા સાથે દંડની ચૂકવણી થાય છે.
  • વધુમાં, જે વ્યક્તિએ ગુનામાં જે કર્યું હોય તેનું દરેક નુકસાન ભરવા માટે તે જવાબદાર હોય છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, ખાદ્યાર્પણ, બલિદાન, પાપર્થાર્પણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H817

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

  • કરા કે જે દડા અથવા બરફના ટુકડાના સ્વરૂપમાં આકાશમાંથી નીચે આવે છે, તેને “કરા” કહેવામાં આવે છે.

  • સામાન્ય રીતે કરા નાના (ફક્ત થોડા સેન્ટીમીટર પહોળા) હોય છે, પણ ક્યારેક આ કરા 20 સેન્ટીમીટર જેટલા મોટા અને કે જેનું વજન એક કિલોગ્રામ ઉપર હોય છે.

  • નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક 50 કિલોગ્રામના પ્રચંડ કરાને વર્ણવે છે કે જે અંતના સમયે જયારે દેવ લોકોને તેઓની દુષ્ટતા માટે ન્યાય કરશે ત્યારે તે તેને પૃથ્વી ઉપર પડવા દેશે.

  • “સલામ” શબ્દ કે જે જૂના અંગ્રેજીમાં ઔપચારિક અભિવાદનનો શાબ્દિક અર્થમાં “આનંદ” થાય છે, અને તેનું ભાષાંતર, “શુભેચ્છાઓ” અથવા “સાંભળો” (હેલો) તરીકે કરી શકાય.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H68, H417, H1258, H1259, G5463, G5464

#ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ #

વ્યાખ્યા:

“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.

  • સામાન્ય રીતે કાપણીનો સમય એ વૃદ્ધિની ઋતુના અંત પર થાય છે.
  • ઈઝરાએલીઓ ખોરાકના પાકોની લણણીની ઉજવણી માટે “કાપણીનું પર્વ” અથવા “ફસલનું પર્વનું” આયોજન કરતા. દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.
  • રૂપકાત્મક અર્થમાં, “ફસલ” શબ્દ લોકો ઈસુ પાસે આવે છે તે દર્શાવી શકે છે અથવા વ્યક્તિની આત્મિક વૃદ્ધિને દર્શાવી શકે છે.
  • આત્મિક પાકોના ફસલનો વિચાર તેના ફળોની રૂપકાત્મક છબી જે દૈવી ચરિત્રનું ચિત્ર રજૂ કરે છે તે સાથે સુસંગત થાય છે.

ભાષાંતર સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર કરવા માટે લક્ષ ભાષામાં જે સામાન્ય શબ્દ ફસલ ભેગી કરવા વાપરવામાં આવે છે તેનો ઉપયોગ કરવો.
  • લણણીના પ્રસંગનું ભાષાંતર, “ભેગું કરવાનો સમય” અથવા “પાક ભેગો કરવાનો સમય” અથવા “ફળ તોડવાનો સમય” તરીકે કરી શકાય છે.
  • “લણણી” ક્રિયાપદનું ભાષાંતર, “તેમાં ભેગું કરવાનો સમય” અથવા “એકઠું કરી લેવું” અથવા “ભેગું કરવું” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પ્રથમફળો, પર્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2758, H7105, G2326, G6013

#ઘોડેસવાર, ઘોડેસવારો #

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, “ઘોડેસવારો” શબ્દ માણસો કે જેઓ યુદ્ધમાં ઘોડા ચલાવતા તે દર્શાવે છે.

  • યોદ્ધાઓ કે જેઓ ઘોડા ખેંચવાના રથોને ચલાવતા, તેઓને પણ કદાચ “ઘોડેસવારો” કહેવામાં આવતા હતા, સામાન્ય રીતે જો કે આ શબ્દ માણસો કે જેઓ ખરેખર ઘોડાઓ ઉપર સવારી કરતા હતા તેઓને દર્શાવે છે.
  • ઈઝરાએલીઓ માનતા હતા કે યુધ્ધમાં ઘોડાને વાપરવો તેનો અર્થ કે તેઓ યહોવાને બદલે પોતાની તાકાત પર વધુ ભાર મૂકે છે, જેથી તેઓ પાસે ઘણા ઘોડેસવારો ન હતા.
  • આ શબ્દને “ઘોડા ચલાવનારા” અથવા “ઘોડા ઉપરના માણસો” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: રથ, ઘોડો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6571, H7395, G2460

#પ્રતિમા (મૂર્તિ), મૂર્તિઓ, કોતરેલી પ્રતિમા, કોતરેલી મૂર્તિઓ, ધાતુના ઘાટની પ્રતિમાઓ, પૂતળું, પૂતળાં, કોતરેલું પૂતળું, કોતરેલા પૂતળાં, ધાતુ ઘાટના પૂતળું, ધાતુ ઘાટના પૂતળાં ##

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો મૂર્તિઓને દર્શાવવા વાપરવામાં આવ્યા છે કે જે જૂઠા દેવની પૂજા માટે બનાવવામાં આવેલી છે. મૂર્તિઓના પૂજા કરવાના સંદર્ભમાં, “પ્રતિમા” શબ્દનું ટૂંકું સ્વરૂપ “કોતરેલી મૂર્તિ” છે.

  • “કોતરેલી મૂર્તિ” અથવા “કોતરેલું પૂતળું” લાકડાની વસ્તુ છે કે જે એક પ્રાણી, વ્યક્તિ, અથવા વસ્તુ જેવા રૂપમાં બનાવેલું હોય છે.
  • “ધાતુના ઘાટમાં બનાવેલું પૂતળું” એક પદાર્થ અથવા પ્રતિમા છે કે જે ધાતુ ઓગાળીને બનાવવામાં આવે છે, અને તેને બીબામાં રેડવામાં આવે છે કે જેનો આકાર એક વસ્તુ, પ્રાણી, અથવા વ્યક્તિ જેવો હોય છે.
  • આ લાકડા અને ધાતુની પ્રતિમાઓ જૂઠા દેવોની આરાધનામાં વાપરવામાં આવતા હતા.
  • જયારે “પ્રતિમા” શબ્દને એક મૂર્તિ તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે લાકડું અથવા ધાતુના મૂર્તિ તરીકે પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે એક મૂર્તિને દર્શાવવામાં આવે છે, ત્યારે “પ્રતિમા” શબ્દનું ભાષાંતર, “પૂતળું” અથવા “કોતરેલી મૂર્તિ” અથવા “કોતરેલી ધાર્મિક પ્રતિમા” તરીકે પણ કરી શકાય છે.
  • કેટલીક ભાષાઓમાં હંમેશા વર્ણનાત્મક શબ્દ વડે આ શબ્દને દર્શાવવામાં આવે તો તે કદાચ વધુ સ્પષ્ટ થઇ શકે, જેમકે “કોતરેલી મૂર્તિ” અથવા “ ઘડેલું પૂતળું,” જોકે અમુક મૂળ લખાણમાં તે “પ્રતિમા” અથવા “પૂતળું” વાપરવામાં આવ્યું હોઈ શકે.
  • ખાતરી કરો તે સ્પષ્ટ છે કે જે શબ્દ દેવના સ્વરૂપ (પ્રતિમા)ને દર્શાવવા વાપરવામાં આવ્યો છે, તે આ શબ્દ કરતાં અલગ હોય.

(આ પણ જુઓ: ખોટો દેવ, દેવ, જૂઠો દેવ, દેવની પ્રતિમા/સ્વરૂપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H457, H1544, H2553, H4541, H4676, H4853, H4906, H5257, H5262, H5566, H6091, H6456, H6459, H6754, H6755, H6816, H8403, H8544, H8655, G1504, G5179, G5481

#ધૂપ, ધૂપ કરવો #

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

  • દેવે ઈઝરાએલીઓને તેને અર્પણ કરવા માટે ધૂપ બાળવાનું કહ્યું (હતું).

  • દેવે જે ચોક્કસરીતે નિર્દેશિત કર્યા, તે રીતે પાંચ વિશેષ મસાલાને સરખા પ્રમાણમાં મેળવીને ધૂપને બનાવવામાં આવતો હતો. આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

  • “ધૂપની વેદી” એ ખાસ વેદી હતી કે જેનો ઉપયોગ ફક્ત ધૂપ બાળવા માટે કરવામાં આવતો હતો.

  • પ્રાર્થનાના દરેક કલાકમાં ઓછામાં ઓછો દિવસમાં ચાર વખત ધૂપ ચઢાવવામાં આવતો હતો.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

  • ધૂપ બાળવો તે દેવ પ્રત્યેની તેના લોકોની પ્રાર્થના અને સ્તુતિને રજૂ કરે છે તે (દેવ પાસે) ઉપર જાય છે.

  • “ધૂપ” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “મસાલાની સુવાસ” અથવા “સારી સુગંધ આપનારાં છોડવા,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: ધૂપની વેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2553, H3828, H4196, H4289, H5208, H6988, H6999, H7002, H7004, H7381, G2368, G2369, G2370, G2379, G3031

#પૂછવું, પુછે છે, તપાસ કરેલું, પૂછપરછ #

સત્યો:

“પૂછવું” શબ્દનો અર્થ જાણકારી માટે કોઈને પૂછવું.

“(તે)ને વિશે પૂછવું” અભિવ્યક્તિ મોટેભાગે જ્ઞાન અથવા મદદ માટે દેવને પૂછવું, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

  • જૂના કરારમાં કેટલાક ઉદાહરણો છે જ્યાં લોકો દેવની પૂછપરછ કરતા હતા.
  • રાજા અથવા સરકારી અધિકારી દ્વારા જયારે સત્તાવાર લખાયેલા અહેવાલોની તપાસ કરવામાં આવે છે ત્યારે આ શબ્દ વાપરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “પૂછપરછ” શબ્દનું ભાષાંતર, “પૂછવું” અથવા જાણકારી માટે પૂછવું” તરીકે કરી શકાય છે.
  • “યહોવાને પૂછવું” અભિવ્યક્તિનું ભાષાંતર “માર્ગદર્શન માટે યહોવાને પૂછવું” અથવા “યહોવાને પૂછવું કે શું કરવું” તરીકે કરી શકાય છે.
  • કંઈક “તેના વિશે પૂછવું” શબ્દસમૂહનું ભાષાંતર, “વિશે પ્રશ્નો પૂછવા” અથવા “વિશેની જાણકારી માટે પૂછવું” તરીકે કરી શકાય છે.
  • જયારે યહોવા કહે છે “હું તમને પૂછવા નહિ દઉં,” ત્યારે તેનુ ભાષાંતર “હું તમને માહિતી માટે મને પૂછવાની પરવાનગી આપીશ નહીં” અથવા “તમને મારા તરફથી મદદ લેવાની પરવાનગી અપાશે નહીં” તરીકે કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1240, H1245, H1875, G1830

#સૂચના આપવી, સૂચન આપે છે, સૂચના આપી, સૂચના, સૂચનાઓ, પ્રશિક્ષકો #

સત્યો:

“સૂચના” અથવા “સૂચન” શબ્દો, શું કરવું તે વિશે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવે છે તે દર્શાવે છે.

  • ”સૂચનાઓ આપવી” તેનો અર્થ, કોઈને તેણે શું વિશેષ કાર્ય કરવાનું છે તે વિશે કહેવું.
  • જયારે ઈસુએ શિષ્યોને રોટલી અને માછલી લોકોને વહેંચવા આપી, ત્યારે તેઓએ કેવી રીતે કરવું, તે વિશે તેણે તેઓને વિશેષ સૂચનાઓ આપી.
  • સંદર્ભ પર આધાર રાખીને, “સૂચના” શબ્દનું ભાષાંતર, “કહેવું” અથવા “દોરવું” અથવા “શીખવવું” અથવા “સૂચનો આપવા” તરીકે પણ કરી શકાય છે.
  • “સૂચનો” શબ્દનું ભાષાંતર, “માર્ગદર્શન” અથવા “ખુલાસો” અથવા “તેણે તમને શું કરવા કહ્યું છે” તરીકે કરી શકાય છે.
  • જયારે દેવ સૂચનાઓ આપે છે, ત્યારે ક્યારેક આ શબ્દનું ભાષાંતર “આદેશો” અથવા “હુકમો” તરીકે થાય છે.

(આ પણ જુઓ: આદેશ, હુકમનામું, શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H241, H376, H559, H631, H1004, H1696, H1697, H3256, H3289, H3384, H4148, H4156, H4687, H4931, H4941, H5657, H6098, H6310, H6490, H6680, H7919, H8451, H8738, G1256, G1299, G1319, G1321, G1378, G1781, G1785, G2322, G2727, G2753, G3559, G3560, G3614, G3615, G3624, G3811, G3852, G3853, G4264, G4367, G4822

#ગંધક,ગંધકયુક્ત#

##વ્યાખ્યા:##

ગંધક એક પીળા રંગનો પદાર્થ છે જે બળતું પ્રવાહ બની જાય છે જ્યારે તેને આગ લાગે છે.

  • ગંધકમાંખૂબ તીવ્ર ગંધપણ છે જે સડેલા ઇંડાની ગંધ જેવું છે.
  • બાઇબલમાં, બળતું ગંધક દુષ્ટ અને બળવાખોર લોકો પર દેવના ન્યાયચુકાદાનું પ્રતિક છે.
  • લોતના સમયમાં,દેવે સદોમ અને ગમોરાહના દુષ્ટ શહેરો પર આગ અને ગંધક નો વરસાદ વરસાવ્યો.
  • અમુક અંગ્રેજી બાઇબલમાં સલ્ફરને "ગંધક" તરીકે ઓળખવામાં આવે છે,જેનો અર્થ થાય છે " બળતો પથ્થર.”

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દના સંભવિત અનુવાદમાં"પીળો પથ્થર જે બળે છે" અથવા "પીળાશ પડતો બળતો પથ્થર" શામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:ગમોરાહ,ન્યાયાધીશ,લોત,બળવો, સદોમ,ધાર્મીક વૃત્તિ વાળું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1614, G2303

અક્કડ ગરદન, જિદ્દી, હઠીલા, દુરાગ્રહી

વ્યાખ્યા:

“અક્કડ-ગરદન” એ એક રૂઢીપ્રયોગ છે જે બાઈબલમાં એવા લોકો કે જેઓ ઈશ્વરનું સતત ઉલ્લંઘન કરનારા અને પસ્તાવો કરવાનો ઇન્કાર કરનારા લોકોનું વર્ણન કરે છે. આવા લોકો ઘણાં અભિમાની હોય છે અને ઈશ્વરની સત્તાને આધીન થતા નથી.

  • તે જ રીતે “જિદ્દી” શબ્દ એ એવા વ્યક્તિનું વર્ણન કરે છે કે જેને વિંનતી કરવામાં આવે બદલવા માટે તેમ છતાં તેના મન અથવા કૃત્યોને બદલવાનો ઈન્કાર કરે છે. જિદ્દી લોકો બીજા લોકો દ્વારા આપવામાં આવતી સારી સલાહ કે ચેતવણીઓને માનતા નથી.
  • જુનો કરાર ઈઝરાયેલીઓને “અક્કડ-ગરદન” તરીકે વર્ણવે છે કારણ કે તેઓએ ઈશ્વરના પ્રબોધકો કે જેઓએ તેમને પસ્તાવો કરવા અને યહોવા તરફ પાછા ફરવા માટે વિંનતી કરી તે ઘણાં સંદેશાઓને માન્યા ન હતા.
  • જો ગરદન “અક્કડ” છે તો તે સરળતાથી વળતી નથી. પ્રોજેક્ટ ભાષામાં કદાચ બીજો રૂઢીપ્રયોગ હોઈ શકે જે કહી શકે કે વ્યક્તિ તેના માર્ગો બદલવા ઈન્કાર કરે છે તેમાં તે “અક્કડ” છે.
  • બીજી રીતે આ શબ્દનો અનુવાદ કરવો તેમાં “ગર્વથી જિદ્દી” અથવા “ઘમંડી અને અનિશ્ચિત” અથવા “બદલાવા માટે ઈન્કાર કરનાર” નો સમવેશ કરી શકાય.

(આ પણ જુઓ: ઘમંડી, અભિમાની, પસ્તાવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H47, H3513, H5637, H6203, H6484, H7185, H7186, H7190, H8307, G483, G4644, G4645

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

  • જયારે અગ્નિ દ્વારા લાકડું બળે છે ત્યારે તે રાખમાં ફેરવાઈ જાય છે.

  • સામાન્યરીતે, “અગ્નિ” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ, ન્યાય અથવા શુદ્ધિકરણ પણ થઇ શકે છે.

  • અવિશ્વાસીઓનો આખરી ન્યાય (ચુકાદો) અગ્નિની ખાઇમાં છે.

  • અગ્નિ સોનું અને અન્ય ધાતુઓને શુદ્ધ કરે છે.

  • બાઈબલમાં, આ એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા દેવ લોકોના જીવનમાં મુશ્કેલ બાબતો આવવા દઈને તેઓને શુદ્ધ કરે છે તેને સમજાવવા માટે (તે શબ્દ) વાપરવામાં આવ્યો છે.

  • “અગ્નિથી બાપ્તિસમા પામવું” શબ્દસમૂહનું ભાષાંતર, “દુઃખનો અનુભવ કરવાથી શુદ્ધ થવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H215, H217, H398, H784, H800, H801, H1197, H1200, H1513, H2734, H3341, H3857, H4071, H4168, H5135, H6315, H8316, G439, G440, G1067, G2741, G4442, G4443, G4447, G4448, G4451, G5394, G5457

અજમાયશ, કસોટીઓ

વ્યાખ્યા:

"અજમાયશ" શબ્દ એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જેમાં કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "અજમાયશ" અથવા કસોટી થતી હોય.

  • ટ્રાયલ એક ન્યાયિક સુનાવણી હોઈ શકે છે જેમાં કોઈ વ્યક્તિ નિર્દોષ છે અથવા ખોટી રીતે દોષિત છે તે સાબિત કરવા માટે પુરાવા આપવામાં આવે છે. "* અજમાયશ" શબ્દ એ મુશ્કેલ સંજોગોનો પણ ઉલ્લેખ કરી શકે છે કે જેમાંથી કોઈ વ્યક્તિ જતી હોય છે, જાણે ઈશ્વર તેમના વિશ્વાસની પરીક્ષા કરતા હોય છે. આ માટેનો બીજો શબ્દ "કસોટી " અથવા " પરીક્ષણ " એક ચોક્કસ પ્રકારની અજમાયશ છે.
  • બાઇબલમાં ઘણા લોકોની કસોટી એ જોવા થઈ કે તેઓ ઈશ્વર પર વિશ્વાસ કરવાનું અને આજ્ઞા પાળવાનું ચાલુ રાખશે કે નહિ. તેઓ કસોટીઓમાંથી પસાર થયા હતા જેમાં તેમના વિશ્વાસને કારણે મારવામાં આવ્યા,કેદ થઈ, અથવા તો માર્યા ગયા હતા.

(આ પણ જુઓ: લલચાવવું, કસોટી, નિર્દોષ, અપરાધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H974, H4531, H4941, H7378, G178, G1382, G1383, G2919, G3984, G3986, G4451

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

  • અંજીરના વૃક્ષો 6 મીટરની ઊંચાઈમાં વધી શકે છે અને તેઓના મોટા પાંદડા સુખદ છાયો આપે છે. ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.
  • આદમ અને હવાએ પાપ કર્યા પછી અંજીર વૃક્ષના પાંદડામાંથી કપડાં બનાવીને પોતાના માટે ઉપયોગ કર્યો.
  • અંજીરોને કાચા, રાંધીને, અથવા સૂકા ખાઈ શકાય છે. લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.
  • બાઈબલના સમયમાં, અંજીરો ખોરાક અને આવક માટે મહત્વનો સ્ત્રોત હતા.
  • બાઈબલમાં વારંવાર સમૃદ્ધિના ચિહ્ન તરીકે ફળદાયી અંજીરના વૃક્ષની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • ઘણી વખત ઈસુએ તેના શિષ્યોને આત્મિક સત્યો શીખવવા માટે ઉદાહરણ તરીકે અંજીરના વૃક્ષોનો ઉપયોગ કર્યો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1061, H1690, H6291, H8384, G3653, G4808, G4810

અંતરાય, અંતરાયો, ઠોકર ખવડાવનાર પથ્થર

વ્યાખ્યા:

“અંતરાય” અથવા “ઠોકર ખવડાવનાર પથ્થર” શબ્દ ભૌતિક પદાર્થનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિને લપસી અને પડી જવાનું કારણ બને છે.

  • રૂપકાત્મક અંતરાય એ કંઈ પણ હોય જે વ્યક્તિને નૈતિક કે આત્મિક સમજમાં નિષ્ફળ બનાવી દે છે.
  • “અંતરાય” અથવા “ઠોકર ખવડાવનાર પથ્થર” રૂપકાત્મક રીતે પણ, એવું કંઇક હોઈ શકે જે કોઈકને ઈસુમાં વિશ્વાસ કરતાં રોકે અથવા કોઈકને આત્મિક રીતે વૃદ્ધિ પામતા અટકાવે.
  • ઘણીવાર પોતાને અથવા બીજાને માટે પાપએ અંતરાય જેવું હોય છે.
  • કેટલીકવાર ઈશ્વર જેઓ તેમની વિરુદ્ધ બંડ પોકારે છે તે લોકોના માર્ગમાં અંતરાય મુકે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જો ભાષા પાસે છુપું જોખમ ગતિમાન કરવાનો શબ્દ હોય, તો તે શબ્દનો ઉપયોગ આ શબ્દનું અનુવાદ કરવા થઇ શકે છે.
  • આ શબ્દનું અનુવાદ આ રીતે પણ કરી શકાય “પથ્થર કે જે ઠોકર ખવડાવે છે” અથવા “એવું કંઇક જે કોઈકને ન માનવા પ્રેરે છે” અથવા “શંકા કે જે અવરોધ પેદા કરે છે” અથવા “વિશ્વાસને માટે અવરોધરૂપ” અથવા “કંઇક જે કોઈકને પાપ કરવા પ્રેરે છે.”

(આ પણ જુઓ: ઠોકર, પાપ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4383, G3037, G4349, G4625

અદેખાઈ/ઈર્ષા, લોભ

વ્યાખ્યા:

કારણ કે વ્યક્તિ જે ધરાવે (મિલ્કત વિગેરે) છે અથવા વ્યક્તિની વખાણવાલાયક લાક્ષણિકતાઓને લીધે તેના પ્રત્યે ઈર્ષાળું હોવાનો ઉલ્લેખ “અદેખાઈ” શબ્દ કરે છે. “લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

  • અદેખાઈ એ સામાન્ય રીતે બીજી વ્યક્તિની સફળતા, ઉજ્જવળ ભવિષ્ય અથવા સંપત્તિ માટે રોષની નકારાત્મક લાગણી છે.
  • લોભ એ કોઈ બીજાની મિલકત, અથવા બીજા કોઈની પત્ની લેવાની મજબૂત ઈચ્છા પણ છે.

(આ પણ જુઓ: ઇર્ષ્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H183, H1214, H1215, H2530, H3415, H5869, H7065, H7068, G866, G1937, G2205, G2206, G3713, G3788, G4123, G4124, G4190, G5354, G5355, G5366

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

  • એક રૂપક તરીકે, ‘અંધકાર” શબ્દના અર્થો, “અશુદ્ધતા” અથવા “દુષ્ટ” અથવા “આત્મિક અંધાપો” થાય છે.
  • તે બાબત કંઈપણ જે પાપ અને નૈતિક ભ્રષ્ટાચાર લગતું હોય તેને દર્શાવે છે.
  • ” “અંધકારનું અધિપત્ય” અભિવ્યક્તિ જે બધુ દુષ્ટ છે, અને જે શેતાનના શાસન દ્વારા ચાલે છે, તેને દર્શાવે છે.
  • “અંધકાર” શબ્દ, મરણ માટેના પણ રૂપક તરીકે વાપરી શકાય છે. (જુઓ : રૂપક
  • લોકો કે જેઓ દેવને જાણતા નથી તેઓ “અંધકારમાં જીવી રહ્યા છે” અને જેઓ તેને સમજતા અથવા ન્યાયી વ્યવહાર કરતા નથી.
  • દેવ પ્રકાશ છે (ન્યાયીપણું), અને અંધકાર (દુષ્ટ) તે પ્રકાશ પર જીત પામી શકતું નથી.
  • જેઓ દેવનો નકાર કરે છે તેઓ માટે ક્યારેક આ સજાના સ્થળને “બહારના અંધકાર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, અધિપત્ય , રાજ્ય, પ્રકાશ, છોડાવવું, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H652, H653, H2816, H2821, H2822, H2825, H3990, H3991, H4285, H5890, H6205, G2217, G4652, G4653, G4655, G4656

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

  • બાઈબલમાં, મુખ્ય અનાજ કે જે ઘઉં અને જવને દર્શાવે છે.
  • કણસલું એ છોડનો ભાગ છે કે જે અનાજ ધરાવે છે.
  • નોંધ કરો કે કેટલાક જૂના બાઈબલની આવૃત્તિઓમાં સામાન્ય અનાજને દર્શાવવા માટે “મકાઈ” શબ્દ વાપર્યો છે. જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: કણસલું, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719

અનાજનું અર્પણ, અનાજના અર્પણો, ખાદ્યાર્પણો

વ્યાખ્યા:

એક “ખાદ્યાર્પણ” અથવા તો “અનાજનું અર્પણ” અનાજના રૂપમાં અથવા તો અનાજના લોટમાંથી બનાવેલી રોટલીના રૂપમાં ઈશ્વરને ચડાવેલું બલિદાન હતું.

  • “ખાદ્ય” શબ્દ અનાજનો ઉલ્લેખ કરે છે કે જેને દળીને લોટ બનાવવામાં આવ્યો છે.
  • ચપટી રોટલી બનાવવા લોટને પાણી અથવા તો તેલ સાથે મેળવવામાં આવતો હતો. કેટલીક વાર તેલને રોટલી ઉપર લગાવવામાં આવતું હતું.
  • આ પ્રકારનું અર્પણ સામાન્ય રીતે દહનાર્પણ સાથે ચડાવવામાં આવતું હતું.

(આ પણ જૂઓ: દહનાર્પણ, અનાજ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4503, H8641

અનુકરણ, અનુકરણ કરનાર, અનુકરણ કરનારાઓ

વ્યાખ્યા:

“અનુકરણ” અથવા “અનુકરણ કરનાર” શબ્દો, એ વ્યક્તિને દર્શાવે છે કે જે બીજા વ્યક્તિની જેમ જ વર્તીને તેની આબેહૂબ નકલ કરે છે.

  • ખ્રિસ્તીઓને જેવું ઈસુએ કર્યું તેવી જે રીતે ઈશ્વરની આજ્ઞા પાળવા અને બીજાઓને પ્રેમ કરી, ઈસુનું અનુકરણ કરવાનું શીખવવામાં આવ્યું છે.
  • પાઉલ પ્રેરિતે પ્રારંભિક મંડળીને કહ્યું કે જેમ તેણે ખ્રિસ્તનું અનુકરણ કર્યું તેમ તેઓ પણ તેનું અનુકરણ કરે.

ભાષાંતરના સૂચનો:

  • “અનુકરણ” શબ્દનું ભાષાંતર, “તેના જેવી સમાન બાબતો કરવી” અથવા “તેના ઉદાહરણને અનુસરવું” તરીકે કરી શકાય છે.

  • “ઈશ્વરનું અનુકરણ કરનારા હોવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “એવા લોકો હોવું કે જેઓ ઈશ્વરના જેવું કાર્ય કરે છે” અથવા “એવા લોકો હોવું કે જે ઈશ્વર કરે છે તેવી બાબતો કરે” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

  • “તમે અમારું અનુકરણ કરનારા બનો” તેનું ભાષાંતર, “તમે અમારા ઉદાહરણને અનુસર્યા” અથવા “તમે અમને જે કરતા જોયા છે તેવી જ રીતે તમે ઈશ્વરીય બાબતો કરી રહ્યા છો” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H310, H6213, G1096, G2596, G3401, G3402, G4160

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

  • “અપમાન યોગ્ય” શબ્દ, જે શરમજનક છે તેને અથવા કોઈ અપમાનજનક કાર્યને વર્ણવે છે.

  • ક્યારેક “અપમાન યોગ્ય” એવી વસ્તુઓને દર્શાવે છે કે જે કંઇ ખાસ કામ માટે ઉપયોગી ના હોય.

  • બાળકોને તેઓના માતાપિતાનું સન્માન કરવા અને આજ્ઞા પાળવા આદેશ આપવામાં આવ્યો છે. જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

  • જયારે ઈઝરાએલીઓએ જૂઠા દેવોની આરાધના અને અનૈતિક આચરણનો વ્યવહાર કર્યો, ત્યારે તેઓએ યહોવાને અપમાનિત કર્યો.

  • તેને ભૂત વળગ્યું છે તેમ કહીને યહૂદીઓએ ઈસુને અપમાનિત કર્યો.

  • આ શબ્દનું ભાષાંતર, “સન્માન ન કરવું” અથવા “આદરથી ન વર્તવું” કરી શકાય છે.

  • “અપમાન” સંજ્ઞાનું ભાષાંતર, “અનાદર” અથવા “સન્માનની ખોટ” તરીકે કરી શકાય.

  • સંદર્ભ પર આધાર રાખીને “અપમાન યોગ્ય” શબ્દનું ભાષાંતર, “સન્માનને યોગ્ય નથી” અથવા “શરમજનક” અથવા “યોગ્ય નથી” અથવા “મૂલ્યવાન નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: કલંક, સન્માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1540, H2490, H2781, H3637, H3639, H5006, H5034, H6172, H6173, H7034, H7036, H7043, G818, G819, G820, G2617

અભિમાની, અભિમાનથી, અભિમાન, ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“અભિમાની” અને “ગર્વિષ્ઠ” શબ્દો પોતાના વિષે ખૂબ જ ઊંચું વિચારતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને ખાસ કરીને બીજાઓ કરતાં પોતાને સારી માનનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

  • અભિમાની વ્યક્તિ ઘણી વાર તેના પોતાના દોષ સ્વીકારતી નથી. તે નમ્ર હોતી નથી.
  • અભિમાન જુદીજુદી રીતે ઈશ્વરનું આજ્ઞાપાલન ન કરવામાં દોરી શકે.
  • “અભિમાની” અને “અભિમાન” શબ્દોનો ઉપયોગ હકારાત્મક રીતે પણ કરી શકાય છે, જેમ કે કોઈ વ્યક્તિએ જે સિદ્ધિ પ્રાપ્ત કરીએ છે તે વિષે “ગર્વ” હોવો અને પોતાના બાળકો વિષે “ગર્વ કરવો”. “તમારા કાર્ય વિષે ગર્વ કરો” અભિવ્યક્તિનો અર્થ તમારા કાર્યને સારી રીતે કરવામાં આનંદ માનવો એવો થાય છે.
  • કોઈ વ્યક્તિ તેણે જે કર્યું છે તે વિષે ગર્વિષ્ઠ થયા વગર ગર્વ કરી શકે છે. કેટલીક ભાષાઓમાં “અભિમાન” ના આ બે વિભિન્ન અર્થો માટે બે જુદાજુદા શબ્દો છે.
  • “ગર્વિષ્ઠ” શબ્દ હંમેશાં નકારાત્મક છે કે જેમાં “અહંકારી” કે “બડાઈખોર” કે “સ્વ-મહત્ત્વ” હોવાનો અર્થ સમાયેલો હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “અભિમાન” સંજ્ઞાનો અનુવાદ “અહંકાર” અથવા તો “ગુમાન” અથવા તો “સ્વ-મહત્ત્વ” તરીકે કરી શકાય.

  • બીજા સંદર્ભોમાં, “ગર્વ” નો અનુવાદ “આનંદ” અથવા તો “સંતોષ” અથવા તો “પ્રસન્નતા” તરીકે કરી શકાય.

  • “ના વિષે ગર્વ હોવો” નો અનુવાદ “થી આનંદિત હોવું” અથવા તો “થી સંતોષી હોવું” અથવા તો “(ની સિદ્ધિ વિષે) ખુશ હોવું” તરીકે પણ કરી શકાય.

  • “તમારા કાર્ય વિશે ગર્વ કરો” શબ્દસમૂહનો અર્થ “તમારા કાર્યને સારી રીતે કરવામાં સંતોષ પામો” તરીકે કરી શકાય.

  • “યહોવામાં ગર્વ કરો” અભિવ્યક્તિનો અનુવાદ “યહોવાએ કરેલી બધી જ અદભૂત બાબતો વિષે આનંદ કરો” અથવા તો “યહોવા કેટલા અદભૂત છે તે વિષે આનંદિત રહો” તરીકે પણ કરી શકાય.

(આ જૂઓ: અહંકારી, નમ્ર, આનંદ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 4:2 તેઓ ખૂબ જ અભિમાની હતા અને ઈશ્વરે જે કહ્યું તેની તેઓએ પરવા કરી નહીં.
  • 34:10 પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, ઈશ્વરે કર ઉઘરાવનારની પ્રાર્થના સાંભળી અને તેને ન્યાયી જાહેર કર્યો. પણ તેમણે ધાર્મિક આગેવાનની પ્રાર્થના પસંદ ન હતી. જે કોઈ અભિમાની છે તેને ઈશ્વર નીચો કરશે અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તેઓ ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

  • Strong's: H1341, H1343, H1344, H1346, H1347, H1348, H1349, H1361, H1362, H1363, H1364, H1396, H1466, H1467, H1984, H2086, H2087, H2102, H2103, H2121, H3093, H3238, H3513, H4062, H1431, H4791, H5965, H7293, H7295, H7312, H7342, H7311, H7407, H7830, H8597, G212, G1391, G1392, G2744, G2745, G2746, G3173, G5187, G5229, G5243, G5244, G5308, G5309, G5426, G5450

અર્થ કાઢવો, અર્થઘટન કરે છે, અર્થઘટન કરેલું, અર્થ કાઢવો, અનુવાદ, અર્થઘટનો, અનુવાદક/અર્થ કાઢનાર

સત્યો:

“અર્થ કાઢવો” અને “અર્થઘટન” શબ્દો, કશાકનો અર્થ કે જે સ્પષ્ટ નથી તે સમજવો અને સમજાવવો, તે દર્શાવે છે.

  • મોટેભાગે બાઈબલમાં આ શબ્દોને સ્વપ્નો અથવા દર્શનોના અર્થ સમજાવવાના અનુસંધાનમાં વાપરવામાં આવ્યા છે.

  • જયારે બાબિલના રાજાને કેટલાક ગૂંચવણવાળા સ્વપ્નો આવ્યા, ત્યારે દેવે દાનિયેલને તેઓના અર્થ કાઢવા તથા તેઓના અર્થો સમજાવવા મદદ કરી.

  • સ્વપ્નનો “અર્થ કાઢવો” એનો અર્થ કે સ્વપ્નનો “ખુલાસો” કરવો.

  • જૂના કરારમાં, ક્યારેક દેવે ભવિષ્યમાં શું બનવાનું છે તે વ્યક્ત કરવા સ્વપ્નોનો ઉપયોગ કર્યો છે. જેથી સ્વપ્નોના અર્થઘટનો ભવિષ્યવાણીઓ હતા.

  • “અર્થ કાઢવો” શબ્દ અન્ય બાબતોના અર્થ કાઢવા પણ દર્શાવવામાં આવ્યા છે, જેવા કે વાતાવરણ કેટલું ગરમ અથવા ઠંડુ છે, તે કેટલું તોફાની છે, અને આકાશ કેવું દેખાય છે.

  • “અર્થ કાઢવો” શબ્દના ભાષાંતરમાં, “શબ્દનો અર્થ બહાર લાવવા” અથવા “સમજાવવું” અથવા “(તે)નો અર્થ આપવો” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • “અર્થઘટન” શબ્દનું ભાષાંતર, “સમજૂતી” અથવા “અર્થ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલ, દાનિયેલ, સ્વપ્ન, પ્રબોધક, દર્શન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H3887, H6591, H6622, H6623, H7667, H7760, H7922, G1252, G1328, G1329, G1381, G1955, G2058, G3177, G4793

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

  • દાઉદે તેનું સોનું અને ચાંદી પ્રભુને અર્પણ કર્યું.
  • મોટેભાગે “સમર્પણ” શબ્દ, ઔપચારિક પ્રસંગ અથવા સમારંભના વિશેષ હેતુ માટે જે કઈંક અલગ કરેલ છે, તેને દર્શાવે છે
  • વેદીના સમર્પણમાં દેવને અપાતા બલિદાનના અર્પણનો પણ સમાવેશ થાય છે.
  • નહેમ્યાએ ઈઝરાએલીઓને યરૂશાલેમના દીવાલોનું સમારકામના કાર્યની સાથે ફક્ત યહોવાની જ સેવા કરવાનું વચન તાજું કરાવ્યું અને તેના શહેરની સંભાળ રાખવાના સમર્પણમાં દોર્યા. આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2596, H2597, H2598, H2764, H4394, H6942, H6944, G1456, G1457

અવયવ, અવયવો

વ્યાખ્યા:

“અવયવ” શબ્દ એક જટિલ શરીર કે જૂથના એક ભાગનો ઉલ્લેખ કરે છે.

  • નવો કરાર ખ્રિસ્તીઓનું વર્ણન ખ્રિસ્તના શરીરના “અવયવો” તરીકે કરે છે. ખ્રિસ્તમાં વિશ્વાસીઓ એક જૂથના ભાગ છે કે જે ઘણા સભ્યોનું બનેલું છે.
  • ઈસુ ખ્રિસ્ત તે શરીરના “શિર” છે અને વ્યક્તિગત વિશ્વાસીઓ તે શરીરના અવયવો તરીકે કાર્ય કરે છે. પવિત્ર આત્મા સમગ્ર શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરવા શરીરના દરેક અવયવને ખાસ ભૂમિકા આપે છે.
  • યહૂદી સભા અને ફરોશીઓ જેવા જૂથોમાં ભાગ લેતા વ્યક્તિઓને પણ તે જૂથોના “અવયવો” કહેવામાં આવે છે.

(આ પણ જૂઓ: શરીર, ફરોશી, સભા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H1121, H3338, H5315, H8212, G1010, G3196, G3609

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

  • આ શબ્દનો ઉપયોગ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે થઈ શકે છે, જેમ કે વિધાનમાં "અરણ્યમાંપોકારનારની વાણી સંભળાય છે, 'ઈશ્વરનો માર્ગ તૈયાર કરો.' 'આનું ભાષાંતર " એક વ્યક્તિ અરણ્યમાં બોલતો સંભળાય છે .... " કરી શકાય છે (જુઓ: લક્ષણલંકાર

"* કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. "* અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: બોલાવવા, જાહેર કરવું, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H6963, H7032, H7445, H8193, G2906, G5456, G5586

અશુદ્ધ કરવું, ભ્રષ્ટ કરે છે, અશુદ્ધ કરેલું, અભડાવવું, અશુદ્ધ થવું, અશુદ્ધ થએલા, અશુદ્ધ થયેલ હતો, અશુદ્ધ થયેલ હતા

વ્યાખ્યા:

“અશુદ્ધ થવું” અથવા “અશુદ્ધ કરાવવું” શબ્દો, પ્રદૂષિત અથવા ગંદી થયેલ બાબતને દર્શાવે છે. અશુદ્ધ હોવું એ કંઈક શારીરિક, નૈતિક અથવા ધાર્મિક અર્થમાં હોઈ શકે છે.

  • દેવે ઈઝરાએલીઓને ચેતવણી આપી કે જે વસ્તુઓ તેણે “અશુદ્ધ” અથવા “અપવિત્ર” જાહેર કરી છે તે ખાવા અથવા અડકવા દ્વારા પોતાને અશુદ્ધ ન કરે.
  • ચોક્કસ વસ્તુઓ જેવી કે મૃતદેહ અને ચેપી રોગો દેવ દ્વારા અશુદ્ધ જાહેર કરાયા છે અને જો વ્યક્તિ તેઓને અડકે તો તે અશુદ્ધ ગણાય.
  • દેવે ઈઝરાએલીઓને જાતીય પાપોથી દૂર રહેવાની આજ્ઞા આપી. આ તેઓને અશુદ્ધ કરશે અને તેઓ દેવ માટે અસ્વીકાર્ય બનશે.
  • ત્યાં ચોક્કસ પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ હતી કે જે જ્યાં સુધી ધાર્મિક રીતે ફરીથી શુદ્ધ થાય ત્યાં સુધી વ્યક્તિને કામચલાઉ અશુદ્ધ ગણાતો.
  • નવા કરારમાં, ઈસુએ શીખવ્યું કે પાપી વિચારો અને કાર્યો છે કે જે સાચે જ વ્યક્તિને અશુદ્ધ કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • “અશુદ્ધ કરવું” શબ્દનું ભાષાંતર, “કોઇથી અશુદ્ધ થવું” અથવા “અન્યાયી બનવું” અથવા “ધાર્મિક રીતે અસ્વીકાર્ય બનવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • ” “અશુદ્ધ બનવું” શબ્દનું ભાષાંતર, “અશુદ્ધ થવું” અથવા “(દેવ માટે) નૈતિક રીતે અસ્વીકાર્ય હોવું” અથવા “ધાર્મિક રીતે અસ્વીકાર્ય થવું” એમ કરી (ભાષાંતર) શકાય છે.

(આ પણ જુઓ: સ્વચ્છ, શુદ્ધ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1351, H1352, H1602, H2490, H2491, H2610, H2930, H2931, H2933, H2936, H5953, G733, G2839, G2840, G3392, G3435, G4696, G5351

અહેવાલ આપવો, અહેવાલ આપે છે, અહેવાલ આપ્યો

વ્યાખ્યા:

“અહેવાલ આપવો” શબ્દનો અર્થ જે બન્યું તેના વિષે લોકોને જણાવવું એવો થાય છે જેમાં ઘણી વાર તે ઘટના વિષેની વિગતો આપવામાં આવે છે. જે કહેવામાં આવે છે તે “અહેવાલ” છે અને તે બોલીને કે લખીને આપી શકાય છે.

  • “અહેવાલ આપવો” નો અનુવાદ “કહેવું” અથવા તો “સમજાવવું” અથવા તો “ની વિગતો આપવી” તરીકે પણ કરી શકાય.
  • “આનો અહેવાલ કોઈને આપશો નહીં” અભિવ્યક્તિનો અનુવાદ “કોઇની પણ સાથે આના વિષે વાત કરશો નહીં” અથવા તો “કોઈને પણ આના વિષે કહેશો નહીં” તરીકે કરી શકાય.
  • “અહેવાલ” નો અનુવાદ સંદર્ભ અનુસાર, “સ્પષ્ટિકરણ” અથવા તો “વાર્તા” અથવા તો “વિગતવાર હેવાલ” તરીકે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1681, H1696, H1697, H5046, H7725, H8034, H8052, H8085, H8088, G189, G191, G312, G518, G987, G1225, G1310, G1426, G1834, G2036, G2162, G2163, G3004, G3056, G3140, G3141, G3377

આજીજી, આજીજીઓ, આજીજી કરવી, આજીજી કરે છે, આજીજી કરી, આજીજી કરતું, આજીજીઓ કરતું

તથ્યો:

“આજીજી” અને “આજીજી કરતું” શબ્દો કોઈ વ્યક્તિને કશું કરવા તાત્કાલિક કહેવું તેનો ઉલ્લેખ કરે છે. “આજીજી” એક તાકીદની વિનંતી છે.

  • આજીજી કરવામાં એ સૂચિત થાય છે કે વ્યક્તિ બહુ ભારે જરૂરિયાત અનુભવે છે અથવા તો ભારપૂર્વક મદદ ઈચ્છે છે.
  • લોકો ઈશ્વરને આજીજી કરી શકે અથવા તો તેમની દયા માટે તાકીદની અરજ ગુજારી શકે અથવા તો તેમના પોતાના માટે કે કોઈ બીજા માટે કશુંક આપવા કહી શકે.
  • આનો અનુવાદ “ભીખ માંગવી” અથવા તો “વિનવણી કરવી” અથવા તો “તાકીદથી માંગવુ” જેવી બીજી રીતે પણ કરી શકાય.
  • “આજીજી” શબ્દનો અનુવાદ “તાકીદની વિનંતી” અથવા તો “દ્રઢ અરજ” તરીકે પણ કરી શકાય.
  • આ સંદર્ભમાં એ સ્પષ્ટ કરવા પર ધ્યાન રાખો આ શબ્દ પૈસા માટે ભીખ માગવાનો ઉલ્લેખ કરતો નથી.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1777, H2603, H3198, H4941, H4994, H6279, H6293, H6664, H6419, H7378, H7379, H7775, H8199, H8467, H8469, G1189, G1793, G2065, G3870

આજ્ઞા પાળવી, પાલન કરવું/રાખવું

વ્યાખ્યા:

“આજ્ઞા પાળવી” શબ્દોનો અર્થ છે, વ્યક્તિ અથવા નિયમ દ્વારા જે આજ્ઞા કરવામાં આવી હોય તે કરવું. “આજ્ઞાંકિત” શબ્દ આજ્ઞા પાળતી વ્યક્તિને દર્શાવે છે. ક્યારેક આજ્ઞા એટલે કશુંક કરવાનો નિષેધ, જેમ કે "ચોરી કરવી નહિ" થાય છે. આ કિસ્સામાં "આધીન થવું"નો અર્થ ચોરી કરવી નહિ. બાઈબલમાં , મોટાભાગે "પાલન કરવું"નો અર્થ "આજ્ઞા પાળવી" થાય છે.

  • સામાન્ય રીતે “આજ્ઞા પાળવી” નો ઉપયોગ અધિકાર ધરાવનાર વ્યક્તિની આજ્ઞાઓ અથવા તો કાયદાને પાળવાના સંદર્ભમાં થાય છે. ઉદાહરણ તરીકે, દેશ, રાજ્ય કે બીજી કોઈ સંસ્થાના આગેવાનો દ્વારા બનાવેલા કાયદાનું પાલન લોકો કરે છે.
  • બાળકો તેમના માતાપિતાની આજ્ઞા પાળે છે, લોકો ઈશ્વરની આજ્ઞા પાળે છે અને નાગરિકો તેમના દેશના કાયદા પાળે છે.
  • જ્યારે અધિકાર ધરાવનાર કોઈ વ્યક્તિ લોકોને કશુંક ન કરવા કહે છે ત્યારે, તેઓ તે ન કરવા દ્વારા તેઓ આજ્ઞા પાળે છે.
  • આજ્ઞા પાળવીનો અનુવાદ કરવામાં એવો શબ્દ કે શબ્દસમૂહનો સમાવેશ કરી શકે જેનો અર્થ “જે આજ્ઞા આપી છે તે કરવું” અથવા તો "હુકમો અનુસાર વર્તવું" અથવા “ઈશ્વર જે કરવા કહે છે તે કરવું” થાય છે.
  • “આજ્ઞાકિંત” શબ્દનો અનુવાદ “જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કરનાર” અથવા તો “હુકમોનું અનુસરણ કરનાર” અથવા તો “ઈશ્વરે જે આજ્ઞા આપી તેને પાળનાર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: નાગરિક, આજ્ઞા, આજ્ઞા ન પાળવી, રાજ્ય, કાયદો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:4 નૂહે ઈશ્વરની આજ્ઞા પાળી. તેણે તથા તેના ત્રણ દીકરાઓએ જે પ્રમાણે ઈશ્વરે કહ્યું હતું તેમ વહાણ બનાવ્યું.
  • 5:6 ઇબ્રાહિમે ફરીથી ઈશ્વરની આજ્ઞા પાળી અને તેના દીકરાનું બલિદાન આપવાની તૈયારી કરી.
  • 5:10 “તેં ઇબ્રાહિમે મારી આજ્ઞા પાળી છે માટે, દુનિયાના બધા જ કુટુંબો તારા કુટુંબ દ્વારા આશીર્વાદિત થશે.”
  • 5:10 પણ ઈજીપ્તના લોકોએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ કે તેમની આજ્ઞાઓ પાળી નહિ.
  • 13:7 જો લોકો આ નિયમો પાળે તો, ઈશ્વરે ખાતરીદાયક વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને તેમનું રક્ષણ કરશે.

શબ્દ માહિતી:

  • Strong's: H1697, H2388, H3349, H4928, H6213, H7181, H8085, H8086, H8104, G191, G544, G3980, G3982, G4198, G5083, G5084, G5218, G5219, G5255, G5292, G5293, G5442

આડો/કુટિલ, આડાઈથી, વિકૃત, કુટિલતાઓ/અવળાઈઓ, દ્વેષપૂર્ણ, અપ્રમાણિક, વિકૃતિ

વ્યાખ્યા:

“આડો” શબ્દનો ઉપયોગ નૈતિક રીતે કુટિલ અથવા તો વિકૃત વ્યક્તિ કે વ્યવહારને દર્શાવવા માટે થાય છે. “આડાઈથી” શબ્દનો અર્થ “આડી રીતે” એવો થાય છે. કોઈ બાબતને “વિકૃત કરવી” નો અર્થ થાય છે તેને મરોડવી અથવા તો જે સાચું અને સારું છે તેનાથી દૂર લઈ જવી.

  • કોઈક વ્યક્તિ કે વસ્તુ જે આડી છે તે, જે સાચું અને સારું છે તેનાથી વિચલિત થઈ ગઈ છે.
  • બાઈબલમાં, ઈઝરાયલીઓએ જ્યારે ઈશ્વરની આજ્ઞાઓ ન માની ત્યારે તેઓ આડાઈથી વર્ત્યા. તેઓએ જૂઠા દેવોની પૂજા કરીને આવું ઘણી વાર કર્યું હતું.
  • ઈશ્વરના ધોરણો અને વ્યવહારની વિરુદ્ધનું કોઈ પણ કામ આડાઈ ગણાય છે.
  • “આડાઈ” નો અનુવાદ સંદર્ભ અનુસાર “નૈતિક રીતે વિકૃત” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરના સીધા માર્ગેથી દૂર જવું” કરી શકાય.
  • “આડી વાણી” નો અનુવાદ “દુષ્ટ રીતે બોલવું” અથવા તો “કપટી વાત” અથવા તો “અનૈતિક રીતે બોલવું” કરી શકાય.
  • “આડા લોકો” ને “અનૈતિક લોકો” અથવા તો “નૈતિક રીતે વિચલિત લોકો” અથવા તો “સતત ઈશ્વરની આજ્ઞાઓ ન પાળનારા લોકો” તરીકે વર્ણવી શકાય.
  • “આડી રીતે વર્તવું” શબ્દસમૂહનો અનુવાદ “દુષ્ટ રીતે વ્યવહાર કરવો” અથવા તો “ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધની બાબતો કરવી” અથવા તો “ઈશ્વરનું શિક્ષણ નકારતી રીતે જીવવું” કરી શકાય.
  • “વિકૃત કરવું” શબ્દનો અનુવાદ “ભ્રષ્ટ કરવા માટેનું કારણ બનવું” અથવા તો “કોઈ બાબતને દુષ્ટ બનાવવી” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: ભ્રષ્ટ, છેતરવું, આજ્ઞા ન પાળવી, દુષ્ટ, બદલવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1942, H2015, H3399, H3868, H3891, H4297, H5186, H5557, H5558, H5753, H5766, H5773, H5791, H5999, H6140, H6141, H8138, H8397, H8419, G654, G1294, G3344, G3859

આતંક, આતંકવાદ, આતંકવાદ, ભય, ભયભીત, ભયભીત, ભયાનક

વ્યાખ્યા:

"આતંક" શબ્દનો અર્થ અત્યંત ભયનો અનુભવ થાય છે કોઇ વ્યક્તિને "ભયભીત" કરવાનો અર્થ વ્યક્તિને ખૂબ ભયભીત થવાનું કારણ બનવું એમ થાય છે

  • '' આતંક '' કંઈક અથવા કોઈ વ્યક્તિ જેનાથી ભય અથવા બીક પેદા થવાનું કારણ છે. આતંકનું ઉદાહરણ આક્રમક દુશ્મનના લશ્કરનું આક્રમણ અથવા પ્લેગ અથવા રોગ કે જે વ્યાપક છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોઈ શકે છે.
  • આ ભયને "ભયાનક" તરીકે વર્ણવી શકાય છે. આ શબ્દનો અનુવાદ "ભયનું કારણ" અથવા "આતંક ઉત્પન્નકર્તા" તરીકે કરી શકાય છે.
  • ઈશ્વરનો ચુકાદો કોઈક દિવસે પસ્તાવો નહિ કરનાર લોકોને ભયભીત કરશે જેઓ તેમની કૃપાને નકારે છે.
  • 'યહોવાનું ભય' એ "યહોવાહની ભયાનક હાજરી" અથવા "યહોવાહનો ભયાનક ચુકાદો" અથવા "જ્યારે યહોવા મહાન ભય પેદા કરે છે." એમ ભાષાંતર કરી શકાય છે
  • 'આતંક' નું ભાષાંતર કરવાની રીતોમાં "ભારે ડર" અથવા "ઊંડો ભય" પણ શામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ: પ્રતિસ્પર્ધી, ભય, ન્યાયાધીશ, પ્લેગ../other/plague.md), યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H367, H926, H928, H1091, H1161, H1204, H1763, H2111, H2189, H2283, H2731, H2847, H2851, H2865, H3372, H3707, H4032, H4048, H4172, H4288, H4637, H6184, H6206, H6343, H6973, H8541, G1629, G1630, G2258, G4422, G4426, G5401

આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસી, આત્મવિશ્વાસપૂર્વક

વ્યાખ્યા:

“આત્મવિશ્વાસ” કઈંક કે જે ચોક્કસ સાચું અથવા ચોક્કસ બનવાનું છે તેને દર્શાવે છે.

  • બાઈબલમાં, “આશા” શબ્દ, મોટેભાગે કઈંક કે જે ચોક્કસ બનવાનું છે, તેની અપેક્ષા રાખી રાહ જોવી.

મોટેભાગે યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) આ શબ્દનું ભાષાંતર, “આત્મવિશ્વાસ” અથવા “ભવિષ્ય માટે આત્મવિશ્વાસ” અથવા “ભવિષ્યનો આત્મવિશ્વાસ,” ખાસ કરીને જયારે ઈસુમાં જે વિશ્વાસીઓ છે તેઓને દેવે વચન આપ્યુ છે, તે તેઓ ખાતરીથી પ્રાપ્ત કરશે, તેવો અર્થ થાય છે.

  • મોટેભાગે “આત્મવિશ્વાસ” શબ્દ, ખાસ કરીને ઈસુમાં જે વિશ્વાસીઓ છે કે જે ઓને ખાતરી છે કે તેઓ એક દિવસે હંમેશા માટે દેવની સાથે સ્વર્ગમાં હશે.
  • “દેવમાં આત્મવિશ્વાસ રાખો” વાક્યનો અર્થ, દેવે શું વચન આપ્યું છે તેને સંપૂર્ણપણે સ્વીકારવાની અને અનુભવ કરવાની અપેક્ષા રાખવી.
  • “ આત્મવિશ્વાસું” હોવું શબ્દનો અર્થ, દેવે જે વચનો આપ્યા છે તેને ખાતરીપૂર્વક માનવા અને દેવે જે કહ્યું છે તે કરશે એવી ખાતરી રાખવી. આ શબ્દનો અર્થ એ પણ થઈ શકે કે નિર્ભયતાથી અને હિંમતથી કાર્ય કરવું.

ભાષાંતરના સૂચનો:

  • “આત્મવિશ્વાસી” શબ્દનું ભાષાંતર, “ખાતરીપૂર્વક” અથવા “ખૂબ જ સાચું,” થઇ શકે છે.
  • “આત્મવિશ્વાસી હોવું” વાક્યનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો રાખવો” અથવા “તે વિશે સંપૂર્ણપણે ખાતરી હોવી” અથવા “ચોક્કસ જાણવું,” આ રીતે કરી શકાય છે.
  • “આત્મવિશ્વાસપૂર્વક” શબ્દનું ભાષાંતર, “હિંમતભેર” અથવા “નિશ્ચિતતાથી” પણ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને “આત્મવિશ્વાસ” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ ખાતરી” અથવા “ચોક્કસ અપેક્ષા” અથવા “નિશ્ચિતતા” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: સ્વીકારવું, માનવું, સાહસિક, વિશ્વાસુ, આશા, ભરોસો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H982, H983, H985, H986, H3689, H3690, H4009, G1340, G2292, G3954, G3982, G4006, G5287

આત્મસંયમ, સ્વ-નિયંત્રિત

વ્યાખ્યા:

આત્મ-સંયમ એ પાપ કરવાનું ટાળી શકાય તે માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

  • તે સારી વર્તણુકનો ઉલ્લેખ કરે છે, કે જે, પાપી વિચારો, વાણી, અને કૃત્યોને ટાળે છે.
  • આત્મ-સંયમ એ એક ફળ અથવા લક્ષણ છે કે જે પવિત્ર આત્મા ખ્રિસ્તીઓને આપે છે.
  • વ્યક્તિ કે જે આત્મ-સંયમ રાખે છે તે પોતાને કંઈક ખોટું કરતાં રોકવા સમર્થ છે કે જે તે પોતે કરવા ઈચ્છતો હોય. ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને આત્મ-સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4623, H7307, G192, G193, G1466, G1467, G1468, G4997

આદરણીય, આદર કરવો, આદરભાવ, આદરયુક્ત

વ્યાખ્યા:

“આદર” શબ્દ કોઈ વ્યક્તિ કે બાબત માટેના ઊંડા આદરની ભાવનાનો ઉલ્લેખ કરે છે. કોઈ વ્યક્તિ કે બાબતનો આદર કરવાનો અર્થ, તે વ્યક્તિ કે બાબત પ્રતિ આદરભાવ દર્શાવવો, થાય છે.

  • આદરભાવની લાગણીઓ જે વ્યક્તિનો આદરભાવ કરવામાં આવે છે તેને માન આપતી ક્રિયાઓમાં જોઈ શકાય છે.
  • પ્રભુનો ભય એક આંતરિક આદરભાવ છે કે જે ઈશ્વરની આજ્ઞાઓના આજ્ઞાપાલનમાં પ્રદર્શિત થાય છે.
  • આ શબ્દનો અનુવાદ “ભય અને માન” અથવા તો "આદરયુક્ત સન્માન" તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: ભય, માન, આજ્ઞાપાલન કરવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3372, H3373, H3374, H4172, H6342, H7812, G127, G1788, G2125, G2412, G5399, G5401

આધીન થવું ,આધીન થાય છે ,આધીન થયો ,આધીન થઈ રહ્યો છે ,સમર્પણ, સમર્પણમાં

વ્યાખ્યા:

“આધીન થવાનો” સ્વાભાવિક રીતે એવો અર્થ થાય કે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે કોઈ વ્યકિત કે સરકારના અધિકાર હેઠળ લાવવું.

  • બાઇબલ વિશ્વાસીઓને ઈસુમાં ઈશ્વરને અને બીજા અધિકારીઓને આધીન થવાનું કહે છે.
  • “એકબીજાને આધીન થાઓ” સૂચનાનો અર્થ એવો થાય કે નમ્રતાથી સુધારાને સ્વીકારવો અને પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન રાખવું.
  • “ની આધીનતામાં જીવવા” નો અર્થ વ્યક્તિએ પોતાને કોઈ વ્યક્તિ અથવા કોઈ અધિકાર હેઠળ મુકવું એવો થાય.

અનુવાદ માટેના સૂચનો:

  • “આધીન થાઓ” આજ્ઞાનો તરજુમો “ ના અધિકાર હેઠળ તમારી જાતને મૂકો” અથવા “ની આગેવાનીને અનુસરો” અથવા “નમ્રતાથી આદર અને સન્માન આપો” એવો કરી શકીએ.
  • “સમર્પણ” શબ્દનો તરજુમો “આધીનતા” અથવા “અધિકારીને અનુસરવું” એવો કરી શકીએ.
  • “ની આધીનતામાં જીવવા” ના શબ્દસમૂહનો તરજુમો “ને આજ્ઞાધીન થાઓ” અથવા પોતાને કોઈકના અધિકાર હેઠળ મૂકો એવો કરી શકીએ.”
  • “સમર્પણમાં રહો” શબ્દસમૂહનો તરજુમો “નમ્રતાથી અધિકારીને સ્વીકારો” એવો કરી શકીએ.

(આ પણ જુઓ:આધીન)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3584, H7511, G5226, G5293

આનંદ કરવો, આનંદ કરે છે, આનંદી, આનંદિત

વ્યાખ્યા:

“આનંદ” જે કોઈ બાબત કોઈક વ્યક્તિને સારી પેઠે ખુશ કરે અથવા ખૂબ આનંદિત કરે છે.

  • “(કશાક) માં આનંદ કરવો” તેનો અર્થ, “(જીવન) માં આનંદ લેવો” અથવા તે “વિશે પ્રસન્ન થવું”
  • જયારે કંઈક ખૂબજ અનુકૂળ અથવા ખુશી આપનારું હોય તેને “આનંદિત” કરનારું કહી શકાય છે.
  • જો વ્યક્તિઓ કોઈ બાબતમાં આનંદ કરે છે, તેનો અર્થ કે તે ખૂબ જ આનંદ માણે છે.
  • “યહોવાના નિયમોમાં મારો આનંદ છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “યહોવાના નિયમો મને મહાન ખુશી આપે છે” અથવા “યહોવાના નિયમો પાડવામાં હું આનંદ માનું છું” અથવા “જયારે હું યહોવાની આજ્ઞાઓ પાડું છું ત્યારે હું ખુશ હોઉં છું” એવું (ભાષાંતર) કરી શકાય છે.
  • “તેમાં પ્રસન્ન નથી” અને “તેમાં આનંદ ન લેવો” શબ્દસમૂહનું ભાષાંતર, “(તેનાથી) બિલકુલ ખુશ નથી” અથવા “(તેના) વિશે ખુશ નથી” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “પોતામાં આનંદ કરવો” શબ્દસમૂહનો અર્થ “તે કઈંક કરવામાં આનંદ માણે છે” અથવા કોઈ વ્યક્તિથી કે કોઈ બાબતથી “તે ખુબ જ ખુશ છે.”
  • “આનંદ કરવો” શબ્દ દર્શાવે છે કે વ્યક્તિ કોઈ વસ્તુઓનો આનંદ માણે છે. આ શબ્દનું ભાષાંતર, “મોજ (સુખો)” અથવા “વસ્તુઓ કે જે ખુશી આપે છે, એવું (ભાષાંતર) કરી શકાય છે.
  • “હું તમારી ઈચ્છા પૂરી કરવામાં આનંદ માનું છું” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “હું તમારી ઈચ્છા પૂરી કરવામાં ખુશ છું” અથવા “જયારે હું તમારી આજ્ઞા પાડું છું ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું,” એવું (ભાષાંતર) કરી શકાય.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1523, H2530, H2531, H2532, H2654, H2655, H2656, H2836, H4574, H5276, H5727, H5730, H6026, H6027, H7306, H7381, H7521, H7522, H8057, H8173, H8191, H8588, H8597

આનંદ, આનંદીત, આનંદપૂર્વક, આનંદદાયક, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ

"આનંદ" શબ્દ હર્ષની લાગણી અથવા ઊંડા સંતોષને દર્શાવે છે. આને સંબંધિત શબ્દ “આનંદીત” એ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

  • જયારે વ્યક્તિ જે તે ખૂબ સારું છે તે અનુભવે છે ત્યારે તેને, અત્યંત આનંદ શું છે તેનો ઊંડો અનુભવ થાય છે.

  • ઈશ્વર જ છે કે જે લોકોને સાચો આનંદ આપે છે.

  • આનંદ હોવો તે સુખદ સંજોગો પર આધાર રાખતો નથી. જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ ઈશ્વર લોકોને આનંદ આપી શકે છે.

  • ક્યારેક સ્થળોને આનંદાયક તરીકે વર્ણવેલ છે, જેમ કે ઘરો અથવા શહેરો. તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે.

આનંદ કરવો                                                                                                                                                                                                                                                         “આનંદ કરવો” શબ્દસમૂહનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

  • મોટેભાગે આ શબ્દો ઈશ્વરે જે સારી બાબતો કરી છે તે વિશે ખૂબ ખુશ હોવાનું દર્શાવે છે.

  • તેનું ભાષાંતર “ખૂબ ખુશ હોવું” અથવા “ખૂબ પ્રસન્ન હોવું” અથવા “સંપૂર્ણ આનંદમાં હોવું” તરીકે કરી શકાય છે.

  • જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને ખૂબ આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર ઈશ્વરે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

  • “આનંદ” શબ્દનું ભાષાંતર, “ઉલ્લાસ” અથવા “હર્ષ” અથવા “મહાન સુખ” તરીકે પણ કરી શકાય છે.
  • “આનંદી રહો” શબ્દસમૂહનું ભાષાંતર, “આંનદ કરવો” અથવા “ઉલ્લાસી” અથવા “ઈશ્વરની ભલાઈમાં આનંદ કરવો” થઇ શકે છે.
  • વ્યક્તિ કે જે આનંદી છે તેનું વર્ણન, “ખૂબ સુખી” અથવા “ઉલ્લાસી” અથવા “અતિશય પ્રસન્ન” તરીકે કરી શકાય છે.
  • “મોટેથી હર્ષનાદ કરો” શબ્દસમૂહનું ભાષાંતર, “એવી રીતે અવાજ કરો કે તમે ખૂબ ખુશ છો” તરીકે કરી શકાય છે.
  • “આનંદી શહેર” અથવા “આનંદી ઘર” નું ભાષાંતર, “શહેર કે જ્યાં આનંદી લોકો રહે છે” અથવા “આનંદી લોકોનું ભરપૂર ઘર” અથવા “શહેર કે જેના લોકો ખૂબ સુખી છે” તરીકે કરી શકાય છે. (See: ઉપનામ)

બાઈબલની કલમો:

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 33:7 “ખડકવાળી જમીન એક એવો વ્યક્તિ છે કે જે ઈશ્વરના વચન સાભળે છે અને આનંદ થી તેને સ્વીકારે છે”.
  • 34:4 “ઈશ્વરનું રાજ્ય પણ એક ખજાના જેવું છે કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું. બીજા વ્યક્તિને ખજાનો મળ્યો અને પછી તેણે તે ફરીથી દાટી દીધો. તે અતિશય આનંદ થી ભરપૂર હતો, તે ગયો અને તેનું જે હતું તે બધું વેચી દીધું અને તે પૈસા તેણે તે ખેતર ખરીદવામાં વાપર્યા.
  • 41:7  સ્ત્રીઓ અતિશય ભયમાં અને મહાન આનંદ માં હતી. તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી ગઈ.

શબ્દ માહિતી:

  • Strong's: H1523, H1524, H1525, H1750, H2302, H2304, H2305, H2654, H2898, H4885, H5937, H5938, H5947, H5965, H5970, H6342, H6670, H7440, H7442, H7444, H7445, H7797, H7832, H8055, H8056, H8057, H8342, H8643, G20, G21, G2165, G2167, G2620, G2744, G2745, G3685, G4640, G4796, G4913, G5463, G5479

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

  • કોઈ વસ્તુ “આરામ કરે છે” એમ કહી શકાય જ્યાં તેનો અર્થ તે વસ્તુ “ઊભી” છે અથવા તો “પડી” છે એવો થાય છે.
  • એક હોડી “આરામના સ્થળે પહોંચે છે” નો અર્થ એ થાય છે કે તે કિનારે આવીને “અટકી છે” અથવા તો “કિનારે પહોંચી” છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી આરામ કરે છે ત્યારે, તેઓ હળવાશ અનુભવવા બેઠેલા છે અથવા તો આડા પડ્યા છે.
  • ઈશ્વરે ઇઝરાયલીઓને અઠવાડિયાના સાતમા દિવસે આરામ કરવા કહ્યું. આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.
  • કોઈ વસ્તુને બીજી વસ્તુના આધાર પર ગોઠવવીનો અર્થ તેને “મૂકવી” અથવા તો “ગોઠવવી” એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “(જાતે) આરામ કરવો” તેનો અનુવાદ “કામ કરવાનું બંધ કરવું” અથવા તો “પોતાની જાતને તાજી કરવી” અથવા તો “ભાર ઊચકવાનું બંધ કરવું” તરીકે કરી શકાય.

  • કોઈ વસ્તુને બીજી વસ્તુના આધાર પર “ગોઠવવી” નો અનુવાદ તેને બીજી વસ્તુ પર “મૂકવી” અથવા તો “ગોઠવવી” અથવા તો “બેસાડવી” તરીકે કરી શકાય.

  • જ્યારે ઈસુએ કહ્યું કે, “હું તમને વિશ્રામ આપીશ” ત્યારે તેનો અનુવાદ “તમે તમારો બોજો ઊચકવાનું બંધ કરો તેવું હું કરીશ” અથવા તો “હું તમને શાંત થવા મદદ કરીશ” અથવા તો “હું તમને હળવાશ અનુભવવા તથા મારામાં ભરોસો રાખવા સમર્થ કરીશ” તરીકે કરી શકાય.

  • ઈશ્વરે કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ નહીં કરે” અને આ વાક્યનો અનુવાદ “તેઓ મારા વિશ્રામના આશીર્વાદો નહીં માણી શકે” અથવા તો “તેઓ જે આનંદ અને શાંતિ મારામાં વિશ્વાસ કરવાથી આવે છે તેનો અનુભવ નહીં કરે” એ રીતે કરી શકાય.

  • "the rest" શબ્દનો અનુવાદ “બાકી રહેલા” અથવા તો “બીજા બધા લોકો” અથવા તો “બાકી રહેલું બધુ” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: શેષ, સાબ્બાથ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H14, H1824, H1826, H2308, H3498, H3499, H4494, H4496, H4771, H5117, H5118, H5183, H5564, H6314, H7258, H7280, H7599, H7604, H7605, H7606, H7611, H7673, H7677, H7901, H7931, H7954, H8058, H8172, H8252, H8300, G372, G373, G425, G1515, G1879, G1954, G1981, G2270, G2663, G2664, G2681, G2838, G3062, G4520

આરોપ લગાવવો/તહોમત મુકવું, આરોપી, આરોપ મુકનાર, દોષારોપણ

વ્યાખ્યા:

”આરોપ લગાવવો“ અને “દોષારોપણ” શબ્દોનો અર્થ કોઈને કાંઇક અયોગ્ય કરવા બદલ દોષી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. જે વ્યક્તિ અન્યો પર આરોપ મૂકે છે તેને “આરોપ મુકનાર” કહે છે.

  • કોઈની વિરુધ્ધ જે સાચું નથી તેવું તહોમત મુકવું એ જૂઠો આરોપ છે, જેમ કે જયારે યહૂદી આગેવાનોએ ઈસુ પર ખોટું કર્યાનું જુઠું તહોમત મુક્યું હતું.
  • નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકમાં શેતાનને “ આરોપ મુકનાર” તરીકે ઓળખવામાં આવ્યો છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724

આશ્ચર્ય પામેલું, આશ્ચર્ય, અચંબો પામેલું, ચકિત થઇ ગયેલ, ચકિત થવું, ચકિત, અજાયબ, અજાયબ થયેલ

વ્યાખ્યા:

જયારે વ્યક્તિ કોઈ અસાધારણ બાબત માટે ભારે અચંબો પામે ત્યારે આ બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે.

  • અમુક શબ્દોની અભિવ્યક્તિ ગ્રીક ભાષામાંથી આવે છે જે દર્શાવે છે કે “કોઈ અચંબિત થઇ જાય” અથવા “પોતાને ભૂલીને આશ્ચર્યમાં પડી જાય.” આવી અભિવ્યક્તિઓ દર્શાવે છે કે વ્યક્તિ અચંબો પામીને ચકિત થઈ ગયું છે. બીજી ભાષામાં પણ આવા પ્રકારની અભિવ્યક્તિઓ હશે.

  • મોટે ભાગે આવી ઘટના જે આશ્ચર્યમાં મુકીને ચકિત કરી દે છે, તે કાર્ય ફક્ત ઈશ્વર જ કરી શકે છે.

  • આવા પ્રકારના શબ્દો પણ એક પ્રકારની ગુંચવણની લાગણીઓ ઉભી કરી દે છે કારણકે આવી બાબતો થવી સંપૂર્ણ રીતે અશક્ય છે.

  • આવા શબ્દોનું બીજી રીતે ભાષાંતર એવું થઇ શકે છે કે “ખુબ જ આશ્ચર્ય પામી ગયું હોય” અથવા “બહુ જ ચકિત થઇ ગયું હોય.”

  • “આશ્ચર્ય” (અચંબો, અદભૂત) સાથે “ચકિત” અને “આશ્ચર્ય થઇ જાય” એવા શબ્દો નો સમાવેશ થાય છે.

  • સામાન્ય રીતે આ શબ્દનો ઉપયોગ હકારત્મક રીતે અને જયારે કાંઈક ખુશીની બાબત બની હોય ત્યારે કરવામાં આવે છે.

(જુઓ: ચમત્કાર, નિશાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H926, H2865, H3820, H4159, H4923, H5953, H6313, H6381, H6382, H6383, H6395, H7583, H8047, H8074, H8078, H8429, H8539, H8540, H8541, H8653, G639, G1568, G1569, G1605, G1611, G1839, G2284, G2285, G2296, G2297, G2298, G3167, G4023, G4423, G4592, G5059

આશ્ચર્યરૂપ, ભયાનકતાઓ, ભયાનક, ભયાનક રીતે, ભયભીત, ભયભીત કરવું

વ્યાખ્યા:

“આશ્ચર્યરૂપ” શબ્દ, ભય અથવા ધાસ્તીની ખૂબજ તીવ્ર લાગણીને દર્શાવે છે. વ્યક્તિ કે જે આશ્ચર્ય અનુભવે છે તેને ભયભીત કહેવામાં આવે છે.

  • આશ્ચર્યરૂપ એ સામાન્ય ભય કરતાં વધુ નાટ્યાત્મક અને તીવ્ર હોય છે.
  • સામાન્ય રીતે જયારે કોઈ ભયભીત છે ત્યારે તેઓ આઘાતમાં અથવા સ્તબ્ધ પણ હોય છે.

(આ પણ જુઓ: ભય, ત્રાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H367, H1091, H1763, H2152, H2189, H4032, H4923, H5892, H6343, H6427, H7588, H8047, H8074, H8175, H8178, H8186

આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું

વ્યાખ્યા:

“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. “શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે. “આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.

  • બાઇબલમાં, ઈશ્વરને ઘણી વાર આશ્રયસ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે કે જ્યાં તેમના લોકો સલામત અને સુરક્ષિત રહી શકે અને તેમની કાળજી લેવામાં આવે.
  • જૂના કરારમાં “આશ્રયસ્થાનનું શહેર” શબ્દસમૂહ કેટલાક શહેરોમાંના એકનો ઉલ્લેખ કરે છે જ્યાં જે વ્યક્તિએ અકસ્માતે કોઇની હત્યા કરી હોય તો તેનો બદલો લેવા હુમલો કરતા લોકોથી રક્ષણ પામવા જઇ શકે.
  • “આશ્રયસ્થાન” ઘણી વાર એક છત કે ઇમારત જેવુ ભૌતિક માળખું છે કે જે લોકો કે પ્રાણીઓ માટે રક્ષણ પૂરું પાડે છે.
  • કેટલીક વાર “આશ્રયસ્થાન” નો અર્થ “રક્ષણ” થાય છે, જેમ કે લોતે કહ્યું કે તેના મહેમાનો તેની છત “નીચે આશ્રય” પામ્યા હતા. તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.

અનુવાદ માટેના સૂચનો:

  • “આશ્રયસ્થાન” શબ્દનો અનુવાદ “સુરક્ષિત જગા” અથવા તો “રક્ષણની જગા” તરીકે કરી શકાય.
  • “શરણાર્થીઓ” એવા લોકો છે જેઓ જોખમી પરિસ્થિતીથી બચવા પોતાના ઘર છોડી દે છે અને તેનો અનુવાદ “પરદેશી,” ઘરવિહોણા લોકો” કે “નિર્વાસિતો” તરીકે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, “આશ્રયસ્થાન” શબ્દનો અનુવાદ “રક્ષણ કરતી બાબત” અથવા તો “રક્ષણ” અથવા તો “સુરક્ષિત જગા” તરીકે કરી શકાય.
  • જો તે ભૌતિક માળખાનો ઉલ્લેખ કરતું હોય તો, “આશ્રયસ્થાન” નો અનુવાદ “રક્ષણ આપતી ઇમારત” અથવા તો “સલામતીનું ઘર” તરીકે પણ કરી શકાય.
  • “સુરક્ષિત આશ્રયસ્થાનમાં” શબ્દસમૂહનો અનુવાદ “સુરક્ષતિ જગામાં” અથવા તો “એવી જગામાં કે જ્યાં રક્ષણ મળશે” તરીકે કરી શકાય.
  • “શરણ મેળવવું” અથવા તો “શરણ લેવું” અથવા તો “આશ્રય લેવો” નો અનુવાદ “સુરક્ષિત જગા મેળવવી” અથવા તો “પોતાની જાતને સુરક્ષિત જગામાં રાખવી” તરીકે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2620, H4268, H4498, H4585, H4733, H4869

ઇસ્રાએલના બાર કુળ, ઇસ્રાએલના સંતાનના બાર કુળ, બાર કુળ#

વ્યાખ્યા:

“ઇસ્રાએલના બાર કુળ” એ શબ્દ યાકુબના બાર પુત્રો અને તેના સંતાનોને દર્શાવે છે.

  • યાકુબ ઈબ્રાહીમનો પૌત્ર હતો. ઈશ્વરે યાકુબનું નામ પાછળથી બદલીને ઇસ્રાએલ રાખ્યું.
  • આ ઇસ્રાએલના બાર કુળ છે. રેઉબેન, શિમયોન, લેવી, યહુદા, દાન, નફતાલી, ગાદ, આશેર, ઇસ્સાખાર, ઝબુલુન, યુસુફ અને બિન્યામીન.
  • લેવીના સંતાનોને કનાનનો કોઈ પણ વારસો મળ્યો નહીં, કારણકે તેઓને યાજકોના કુળ હતા, જેમને ઈશ્ર્વરની અને તેના લોકોની સેવા કરવા માટે અલગ કરવામાં આવ્યા હતા.
  • યુસુફને જમીનના વારસાનો બમણો ભાગ મળ્યો, જે તેણે તેના બન્ને બાળકો, એફ્રાઈમ અને મન્નાશેહને વહેંચી આપ્યો.
  • બાઈબલમાં ઘણી જગ્યા પર બાર કુળની યાદીને અલગ રીતે દર્શાવવામાં આવી છે. ઘણીવાર લેવી, યુસુફ અથવા દાનને યાદીમાંથી પડતા મુકવામાં આવ્યા છે, જયારે યુસુફના બન્ને પુત્રો એફ્રાઈમ અને મન્નાશેહ સમાવેશ કરવામાં આવ્યો છે.

(તેને પણ જુઓ: વારસો, ઇસ્રાએલ, યાકુબ, યાજક, કુળ)

##બાઈબલની કલમો##

શબ્દ માહિતી:

  • Strong's: H3478, H7626, H8147, G1427, G2474, G5443

ઉચ્ચસ્થાન, ઉચ્ચસ્થાનો

વ્યાખ્યા:

“ઉચ્ચસ્થાનો” શબ્દ વેદીઓ અને દેવળોને દર્શાવે છે કે તેઓ મૂર્તિઓની પૂજા કરવા માટે વાપરવામાં આવતા હતા. સામાન્ય રીતે તેઓને ઉચ્ચ જમીન પર બાંધવામાં આવતા હતા, જેવા કે ટેકરા ઉપર અથવા પર્વત ની બાજુ પર આવેલા હોય.

  • આ ઉચ્ચસ્થાનો પર જૂઠા દેવોની વેદીઓ બાંધીને ઈઝરાએલના ઘણા રાજાઓએ દેવની વિરુદ્ધ પાપ કર્યું. આ બાબતે લોકોને ઊંડી રીતે મૂર્તિઓની પૂજા કરવા માટે સામેલ કરીને દોરવણી આપી.
  • તે વારંવાર થયું કે જયારે ઈઝરાએલ અથવા યહૂદામાં દેવનો ભય રાખનાર રાજાએ રાજ્ય કરવાનું શરૂ કર્યું, ત્યારે મોટેભાગે તે આ મૂર્તિઓની પૂજા બંધ કરવા માટે ઉચ્ચસ્થાનો અથવા વેદીઓને કાઢી નાખતા.
  • જો કે, આમાંના ઘણા સારા રાજાઓ બેદરકાર હતા અને તેઓએ ઉચ્ચસ્થાનોને કાઢી નાખ્યા નહીં, કે જેના પરિણામે ઈઝરાએલના સમગ્ર દેશે મૂર્તિઓની પૂજા કરવાનું સતત ચાલુ રાખ્યું.

ભાષાંતરના સૂચનો:

બીજી રીતે આ શબ્દના ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “મૂર્તિપૂજા માટે ઊંચા કરેલા સ્થાનો” અથવા “પર્વતો ઉપરના મૂર્તિ દેવળો” અથવા “મૂર્તિ વેદીઓના ટેકરા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • ખાતરી રાખીને તે સ્પષ્ટ કરો કે આ શબ્દો મૂર્તિ વેદીઓને દર્શાવે, ફક્ત ઉચ્ચસ્થાનો નહીં કે જ્યાં તે વેદીઓ આવેલી હતી.

(આ પણ જુઓ: વેદી, જૂઠો દેવ, પૂજા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1116, H1181, H1354, H2073, H4791, H7311, H7413

ઉજાડવું, ઉજાડેલું, વિનાશક, સર્વનાશ, બરબાદી

વ્યાખ્યા:

“ઉજાડેલું” અથવા “સર્વનાશ” શબ્દો, કોઈની મિલકત અથવા જમીનને નિર્જન અથવા નાશ કરવામાં આવે છે તેને દર્શાવે છે. મોટેભાગે તે જગ્યામાં રહેતા લોકોનો નાશ અને કબ્જો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે.

  • આ ખૂબજ ગંભીર અને સંપૂર્ણ વિનાશને દર્શાવવા માટે વપરાય છે.
  • ઉદાહરણ તરીકે, સદોમમાં શહેરનો વિનાશ દેવ દ્વારા કરાયો હતો જેથી તે લોકોને તેમના પાપોની સજા મળે.
  • ” “સર્વનાશ” શબ્દમાં, સજા અથવા વિનાશના પરિણામે મહાન ભાવનાત્મક દુઃખ ઉત્પન્ન કરે છે તેનો પણ સમાવેશ કરી શકાય છે.

ભાષાંતરના સૂચનો

  • “ઉજાડવું” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે નાશ” અથવા “સંપૂર્ણપણે વિનાશ” તરીકે કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “વિનાશક” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ વિનાશ” અથવા “પૂરો વિનાશ” અથવા “જબરજસ્ત દુઃખ” અથવા “આપત્તિ” તરીકે કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1110, H1238, H2721, H1826, H3615, H3772, H7701, H7703, H7722, H7843, H8074, H8077

ઉઠાડવું, ઉઠાડે છે, ઉઠાડ્યા, ઊઠવું, ઊઠેલું, ઊઠવું, ઉઠ્યો

વ્યાખ્યા:

ઉઠાડવું, ઉપર ઉઠાડવું સામાન્ય રીતે, “ઉઠાડવું” શબ્દનો અર્થ “ઉપર ઊચકવું” અથવા તો “ઊંચું કરવું” એવો થાય છે.

  • પ્રતિકાત્મક શબ્દસમૂહ “ઉપર ઉઠાડવું” નો અર્થ કોઈક બાબત જીવંત થાય અથવા તો દ્રશ્યમાન થાય તેમ કરવું એવો થાય છે. તેનો અર્થ કોઈ વ્યક્તિને કશુંક કરવા નિયુક્ત કરવું એવો પણ થઈ શકે છે.
  • કેટલીક વાર “ઉપર ઉઠાડવું” નો અર્થ “પુનઃસ્થાપતિ કરવું” અથવા તો “પુનઃનિર્માણ કરવું” એવો થાય છે.
  • “મરેલાઓમાંથી ઉઠાડવું” શબ્દસમૂહમાં “ઉઠાડવું” નો ખાસ અર્થ રહેલો છે. તેનો અર્થ એક મૃત વ્યક્તિને ફરીથી જીવિત કરવી એવો થાય છે.
  • કેટલીક વાર “ઉપર ઉઠાડવું” નો અર્થ કોઈ વ્યક્તિ કે બાબતને સન્માનિત કરવી એવો થાય છે. ઊઠવું, બેઠા થવું “ઊઠવું” નો અર્થ “ઉપર જવું” અથવા તો “બેઠા થવું” એવો થાય છે. “ઉઠેલા” અને “ઉઠ્યા” શબ્દો ભૂતકાળની ક્રિયા દર્શાવે છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ ક્યાંક જવા ઊઠે છે ત્યારે, તેને કેટલીક વાર “તે ઉઠ્યો અને ગયો” એવી રીતે વ્યક્ત કરવામાં આવે છે.
  • જો કોઈ બાબત “ઊઠે છે” તો તેનો અર્થ તે બાબત “થાય છે” અથવા તો “થવાની શરૂઆત થાય છે” એવો થાય છે.
  • ઈસુએ ભવિષ્યવચન કરેલું કે તેઓ “મરેલાઓમાંથી ઉઠશે”. ઈસુના મરણના ત્રણ દિવસ બાદ, દૂતે કહ્યું હતું કે, “તેઓ ઉઠ્યા છે!”

અનુવાદ માટેના સૂચનો:

  • “ઊઠવું” અથવા તો “ઉપર ઊઠવું” શબ્દોનો અનુવાદ “ઉપર ઉઠાવવું” અથવા તો “ઊંચું કરવું” તરીકે કરી શકાય.
  • “ઊંચું કરવું” નો અનુવાદ “દ્રશ્યમાન થાય તેવું કરવું” અથવા તો “નિયુક્ત કરવું” અથવા તો “અસ્તિત્વમાં લાવવું” તરીકે પણ થઈ શકે.
  • “તમારા શત્રુઓનું બળ વધારવું” નો અનુવાદ “તમારા શત્રુઓ બળવાન થાય તેવું કરવું” તે રીતે કરી શકાય.
  • “કોઈ વ્યક્તિને મરેલાઓમાંથી ઉઠાડવું” શબ્દસમૂહનો અનુવાદ “કોઈ વ્યક્તિ મરણમાંથી જીવનમાં પાછી ફરે તેવું કરવું” અથવા તો “કોઈ વ્યક્તિ જીવનમાં પાછી આવે તેવું કરવું” તે રીતે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, “ઉપર ઉઠાડવું” નો અનુવાદ “પૂરું પાડવું” અથવા તો “નિયુક્ત કરવું” અથવા તો “કશું મળે તેવું કરવું” અથવા તો “બાંધવું” અથવા તો “પુનઃનિર્માણ કરવું” અથવા તો “સમારવું” તરીકે પણ થઈ શકે.
  • “ઉઠ્યો અને ગયો” શબ્દસમૂહનો અનુવાદ “ઊભો થયો અને ગયો” અથવા તો “ગયો” તરીકે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, “ઉઠ્યો” નો અનુવાદ “શરૂ કર્યું” અથવા તો “શરૂઆત કરી” અથવા તો “ઉઠ્યો” અથવા તો “ઊભો થયો” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: જીવનોત્થાન, નિયુક્ત કરવું, સન્માનિત કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:14 પ્રબોધકોએ ભવિષ્યવચન કહ્યું કે મસીહા મરણ પામશે અને ઈશ્વર તેઓને મરેલાઓમાંથી ઉઠાડશે.
  • 41:5 “ઈસુ અહીં નથી. જેમ તેઓએ કહ્યું હતું તેમ, તેઓ મરેલાઓમાંથી ઉઠ્યા છે!”
  • 43:7 “જોકે ઈસુ મૃત્યુ પામ્યા તો પણ, ઈશ્વરે તેઓને મરેલાઓમાંથી ઉઠાડ્યા. આ બાબત તે પ્રબોધવાણીને પરિપૂર્ણ કરે છે જે કહે છે કે, ‘તમે તમારા પવિત્ર વ્યક્તિને કબરમાં સડવા નહીં દો’. અમે તે હકીકતના સાક્ષીઓ છીએ કે ઈશ્વરે ઈસુને જીવનમાં ઉઠાડ્યા.”
  • 44:5 “તમે જીવનના માલિકની હત્યા કરી, પણ ઈશ્વરે તેઓને મરેલાઓમાંથી ઉઠાડ્યા.”
  • 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ તમારી સમક્ષ ઈસુ મસીહાના સામર્થથી સાજો થઈને ઊભો છે. તમે ઈસુને વધસ્થંભે જડાવ્યા, પણ ઈશ્વરે તેમને જીવનમાં ઉઠાડ્યા!”
  • 48:4 તેઓ અર્થ એ થયો કે શેતાન મસીહને મારશે, પણ ઈશ્વર તેઓને જીવનમાં ઉઠાડશે અને પછી મસીહા શેતાનના સામર્થને સદાકાળને માટે કચડી નાખશે.
  • 49:2 તેઓ (ઈસુ) પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યા, ઘણા બીમારોને સાજા કર્યા, દુષ્ટાત્માઓને કાઢ્યા, મરેલાઓને જીવનમાં ઉઠાડ્યા અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 લોકો માટે પૂરતો ખોરાક બનાવી નાખ્યા.
  • 49:12 તમારે વિશ્વાસ કરવો જ જોઈએ કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેઓ તમારે બદલે વધસ્તંભ પર મરણ પામ્યા અને ઈશ્વરે તેમને પાછા જીવનમાં ઉઠાડ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H2210, H2224, H5549, H5782, H5927, H5975, H6209, H6965, H6966, H6974, H7613, H7721, G305, G386, G393, G450, G1096, G1326, G1453, G1525, G1817, G1825, G1892, G1999, G4891

ઉપદેશ આપવો/પ્રચાર કરવો, ઉપદેશ/પ્રચાર, ઉપદેશક/પ્રચારક, ઘોષણા કરવી, ઘોષણા

વ્યાખ્યા:

“ઉપદેશ આપવા” નો અર્થ, લોકોના જૂથને ઈશ્વર વિષે શીખવવું અને ઈશ્વરની આજ્ઞા પાળવા તેઓને વિનંતી કરવી, થાય છે. “ઘોષણા કરવી” નો અર્થ જાહેરમાં હિંમતથી કોઈ બાબતની જાહેરાત કરવી અથવા તો પ્રગટ કરવી, થાય છે.

  • ઉપદેશ મોટા ભાગે કોઈ એક વ્યક્તિ દ્વારા લોકોના મોટા જૂથને કરવામાં આવે છે. સામાન્ય રીતે તે બોલવા દ્વારા કરવામાં આવે છે અને લેખિત હોતો નથી.
  • “ઉપદેશ કરવો” અને “શિક્ષણ આપવું” એકબીજા સાથે મળતા આવે છે પણ ચોક્કસ રીતે એકસમાન નથી.
  • “ઉપદેશ” મુખ્યત્વે આત્મિક કે નૈતિક સત્યની જાહેર ઘોષણાનો ઉલ્લેખ કરે છે કે જેમાં શ્રોતાગણને તેના વિષે પ્રતિભાવ આપવા માટે અરજ કરવામાં આવે છે. “શિક્ષણ આપવું” શબ્દ બોધ આપવા પર ભાર મૂકે છે કે જેમાં લોકોને માહિતી આપવામાં આવે છે અથવા તો તેમને કશુંક કરવા માટે શિક્ષણ આપવામાં આવે છે.
  • “પ્રચાર કરવો” શબ્દોનો ઉપયોગ સામાન્ય રીતે “સુવાર્તા” શબ્દ સાથે કરવામાં આવે છે.
  • વ્યક્તિએ બીજાઓને જે બાબતનો ઉપદેશ/પ્રચાર કર્યો છે તેને સામાન્ય અર્થમાં તેના “શિક્ષણ” તરીકે પણ ઉલ્લેખી શકાય છે.
  • બાઈબલમાં ઘણીવાર, “ઘોષણા કરવી” નો અર્થ, ઈશ્વરે આજ્ઞા કરેલી બાબતની જાહેરમાં જાહેરાત કરવી અથવા તો ઈશ્વર વિષે તથા તેઓ કેવા મહાન છે તે વિષે બીજાઓને કહેવું, થાય છે.
  • નવા કરારમાં, પ્રેરિતોએ જુદાજુદા શહેરો તથા પ્રદેશોમાં ઘણા લોકોને ઈસુ વિશે શુભ સમાચાર ઘોષિત કર્યા.
  • “ઘોષિત કરવું” શબ્દનો ઉપયોગ રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમો માટે અથવા તો જાહેરમાં દુષ્ટ બાબતોને વખોડવા પણ કરી શકાય છે.
  • “ઘોષિત કરવું” ના બીજા અનુવાદો “જાહેરાત કરવી” અથવા તો “જાહેરમાં પ્રચાર કરવો” અથવા તો “જાહેરમાં જણાવવું” તરીકે કરી શકાય.
  • “ઘોષણા” શબ્દનો અનુવાદ “જાહેરાત” અથવા તો “જાહેર પ્રચાર” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ:

જાહેર કરવું, સુવાર્તા, ઈસુ, ઈશ્વરનું રાજ્ય

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 24:2 તેણે (યોહાને) તેઓને એવું કહેતા **ઉપદેશ/**પ્રચાર કર્યો કે “પસ્તાવો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે!”

  • 30:1 ઈસુએ પોતાના પ્રેરિતોને જુદાજુદા ગામોમાં લોકોને **ઉપદેશ/**પ્રચાર કરવા તથા શીખવવા મોકલ્યા.

  • 38:1 ઈસુએ “પ્રચાર” કરવાની અને જાહેરમાં શીખવવાની શરૂઆત કરી તેના લગભગ ત્રણ વર્ષ બાદ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ તેમની સાથે યરુશાલેમમાં પાસ્ખાપર્વ પાળવા માંગતા હતા અને કે તેમને ત્યાં મારી નાખવામાં આવશે.

  • 45:6 તો પણ, તેઓ જ્યાં કંઇ ગયા ત્યાં તેમણે ઈસુ વિષે પ્રચાર કર્યો.

  • 45:7 તે (ફિલિપ) સમરૂનમાં ગયો કે જ્યાં તેણે ઈસુ વિષે પ્રચાર કર્યો અને ઘણા લોકોનું તારણ થયું.

  • 46:6 તરત જ, શાઉલે દમસ્કસના યહૂદીઓને એમ કહેતાં પ્રચાર કરવાની શરૂઆત કરી કે, “ઈસુ ઈશ્વરપુત્ર છે!”

  • 46:10 ત્યાર બાદ તેઓએ તેમને બીજી ઘણી જગાઓમાં ઈસુ વિશેના શુભ સમાચારનો પ્રચાર કરવા મોકલ્યા.

  • 47:14 પાઉલ અને બીજા ખ્રિસ્તી આગેવાનોએ લોકોને ઈસુ વિશેના શુભસંદેશનો પ્રચાર કરતાં અને શીખવતાં ઘણા શહેરોમાં મુસાફરી કરી.

  • 50:2 જ્યારે ઈસુ આ પૃથ્વી પર જીવતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારા શિષ્યો વિશ્વમાં દરેક જગ્યાએ લોકોને ઈશ્વરના રાજ્ય વિશેના શુભસંદેશનો પ્રચાર કરશે અને ત્યાર બાદ અંત આવશે.”

શબ્દ માહિતી:

  • (for proclaim): H1319, H1696, H1697, H2199, H3045, H3745, H4161, H5046, H5608, H6963, H7121, H7440, H8085, G518, G591, G1229, G1861, G2097, G2605, G2782, G2784, G2980, G3142, G4135

ઉપપત્ની,ઉપપત્નીઓ

વ્યાખ્યા:

ઉપપત્ની એવી સ્ત્રી છે કે, જે પુરુષ પાસે પહેલી પત્ની હોય, અને તે (ઉપપત્ની) તેની બીજી પત્ની બને.

સામાન્ય રીતે ઉપપત્ની પુરુષ સાથે કાયદેસર લગ્ન કરેલી હોતી નથી.

  • જૂનાકરારમાં, મોટેભાગે ગુલામ સ્ત્રીઓ ઉપપત્નીઓ હતી.
  • ઉપપત્નીને ખરીદી દ્વારા, લશ્કરી વિજય દ્વારા, અથવા દેવા ચુકવણીમાં પ્રાપ્ત કરેલ હોઈ શકે છે.
  • ઘણી ઉપપત્નીઓ હોવી તે રાજા માટે અધિકારનું ચિહ્ન હતું. નવો કરાર શીખવે છે કે ઉપપત્ની કરવાની પ્રથા દેવની ઈચ્છાની વિરુદ્ધ છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3904, H6370

ઉપવસ્ત્ર, ઉપવસ્ત્રો

વ્યાખ્યા:

બાઇબલમાં, "ઉપવસ્ત્ર" શબ્દનો ઉપયોગ કપડાં કે જે ત્વચાની ઉપર અન્ય કપડાં હેઠળ પહેરવામાં આવે છે તે માટે થાય છે.

  • એક ઉપવસ્ત્ર કમર અથવા ઘૂંટણ સુધી પહોંચે છે અને સામાન્ય રીતે પટ્ટા સાથે પહેરવામાં આવે છે. શ્રીમંત લોકો દ્વારા પહેરવામાં આવતા ઝભ્ભાઓને ઘણી વખત બાંયો હતી અને પગની ઘૂંટી સુધી પહોંચતી હતી.
  • ઝભ્ભાઓ ચામડા, વાળના કાપડ, ઊન, અથવા શણના બનેલા હતા, અને પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવતા હતા ..
  • એક ઉપવસ્ત્ર સામાન્ય રીતે લાંબા ઉપરના-કપડાના હેઠળ, જેમ કે ટોગા અથવા બાહ્ય ઝભ્ભા પહેરવામાં આવતા હતા. ગરમ હવામાનમાં ક્યારેક કોઈ બાહ્ય વસ્ત્રો વિના પહેરવામાં આવતું હતું.
  • આ શબ્દનું ભાષાંતર "લાંબુ શર્ટ" અથવા "લાંબું ઉપવસ્ત્ર " અથવા "શર્ટ-જેવા વસ્ત્ર" તરીકે કરી શકાય છે. " ઉપવસ્ત્ર " એવી રીતે લખવામાં આવી શકે છે કે તે કેવા પ્રકારના કપડાં હતા. )આ પણ જુઓ: [અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું[ )આ પણ જુઓ: [ઝભ્ભો[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2243, H3801, H6361, G5509

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

  • ઉપવાસ લોકોને દેવ ઉપર ધ્યાન આપવામાં અને ખાવાનું અથવા ખોરાક તૈયાર ન કરવાથી વિચલિત થયા વગર પ્રાર્થના કરવામાં મદદ કરી શકે છે.
  • ઈસુએ યહૂદી ધાર્મિક આગેવાનોને ખોટા કારણો માટે ઉપવાસ કરવા માટે ઠપકો આપ્યો. તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.
  • ક્યારેક લોકો કોઈક બાબત વિશે ખૂબજ નિરાશ અથવા ઉદાસ હોય છે, તે કારણથી તેઓ ઉપવાસ કરે છે.
  • “ઉપવાસ” ક્રિયાપદનું ભાષાંતર “ખાવાથી દૂર રહેવું” અથવા “ખાવું નહીં,” તરીકે પણ કરી શકાય છે.
  • “ઉપવાસ” સંજ્ઞાનું ભાષાંતર, “નહિ ખાવાનો સમય” અથવા “ખોરાકથી દૂર રહેવાનો સમય,” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: યહૂદી આગેવાનો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:1 ઈસુ બાપ્તિસમાં પામ્યા પછી તરત જ, પવિત્ર આત્મા તેને બહાર રાનમાં દોરી ગયો, જ્યાં તેણે ચાલીસ દિવસ અને રાત માટે ઉપવાસ કર્યો.
  • 34:8 “ઉદાહરણ તરીકે, હું અઠવાડિયામાં બે વખત ઉપવાસ કરું છું અને સઘળા પૈસાનો અને માલ કે જે હું પ્રાપ્ત કરું છું તેનો દસમો ભાગ આપું છું.
  • 46:10 એક દિવસ, જયારે અંત્યોખમાંના ખ્રિસ્તીઓ ઉપવાસ અને પ્રાર્થના કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ કહ્યું કે “બાર્નાબાસ અને શાઉલને જે કાર્ય માટે મેં તેમણે બોલાવ્યા છે તે કરવા માટે તેઓને અલગ કરો.”

શબ્દ માહિતી:

  • Strong's: H2908, H5144, H6684, H6685, G777, G3521, G3522, G3523

ઉપાડી લેવું, સાથે ઉપાડી લેવું, સાથે થઇ જવું

વ્યાખ્યા:

“ઉપાડી લેવું” શબ્દ, મોટે ભાગે, જયારે ઈશ્વર કોઈ વ્યક્તિને એકાએક, ચમત્કારિક રીતે સ્વર્ગમાં ઉપાડી લે, તેને દર્શાવે છે.

  • “ સાથે ઉપાડી લેવું” વાક્ય, કોઈ ઉતાવળથી કોઈને મળવા (પહોંચવા) આવે, તેને દર્શાવે છે.

તેવો જ સમાન શબ્દ જેનો અર્થ, “આગળ નીકળી જવું” થાય છે.

  • પાઉલ પ્રેરિતને ત્રીજા આકાશમાં “ઉપાડી લેવાયો હતો” તે વિશે તેણે વાત કરી હતી. આનું ભાષાંતર “ઉપર લઇ લેવાયો” તરીકે કરી શકાય છે.
  • પાઉલે કહ્યું કે જયારે ખ્રિસ્ત પાછો આવશે, ખ્રિસ્તીઓને તે એક સાથે હવામાં તેને મળવા “ઉપર ઉપાડી લઇ” જશે. રૂપકાત્મક અભિવ્યક્તિ “મારા પાપોએ મને જકડ્યો છે” તેનું ભાષાંતર, “હું મારા પાપોનું પરિણામ ભોગવું છું” અથવા “મારા પાપોને કારણે હું દુઃખ ભોગવી રહ્યો છું” અથવા “મારા પાપો મને સંકટમાં નાંખી રહ્યા છે” એમ થઇ શકે છે.

(જુઓ : ચમત્કાર, આગળ નીકળી જવું, દુઃખ વેઠવું, સંકટ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1692, G07260

ઉંમર/યુગ, વૃદ્ધ

વ્યાખ્યા:

“ઉંમર” શબ્દ, વ્યક્તિ કેટલા વર્ષ જીવ્યો તેનો ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે આ શબ્દ એક સમયગાળાનો પણ ઉલ્લેખ કરે છે.

  • સમયના વધારાના ગાળાને અભિવ્યક્ત કરવા બીજા શબ્દો “યુગ” અને “ઋતુ”નો સમાવેશ કરે છે.
  • ઈસુએ “આ યુગને” હાલનો સમય ગણાવ્યો છે કે જેમાં ભૂંડાઈ, પાપ અને આજ્ઞાભંગ પૃથ્વીને ભરી દેશે.
  • ભવિષ્યમાં એવો યુગ આવશે જયારે ન્યાયીપણું, નવા આકાશ અને નવી પૃથ્વી પર રાજ્ય કરશે.

ભાષાંતર માટે સૂચનો:

  • સંદર્ભ પ્રમાણે “યુગ” શબ્દનો અર્થ “કાળ” અથવા “વર્ષોનો સમયગાળો” અથવા “સમયગાળો” અથવા “સમય” થઈ શકે છે.
  • “પાકી ઉંમરે” શબ્દસમૂહનો અર્થ “વધારે ઉંમરવાળા” અથવા “જયારે તે બહુ ઉંમરવાળા થયા” અથવા “જયારે તે બહુ જીવ્યા” એમ થઈ શકે છે.
  • “હાલનો ભૂંડો સમય” શબ્દસમૂહનો અર્થ થાય કે “હાલનો સમય જેમાં લોકો ખૂબ ભૂંડા થઇ ગયા છે."

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2465, G165, G1074

ઉશ્કેરવું, ઉશ્કેરે છે, ઉશ્કેર્યું, ઉશ્કેરતું, ઉશ્કેરણી

તથ્યો:

“ઉશ્કેરવું” શબ્દનો અર્થ થાય છે કોઈ વ્યક્તિ નકારાત્મક પ્રત્યાઘાત કે લાગણી અનુભવે તેવું કરવું.

  • કોઈને ગુસ્સે થવા ઉશ્કેરવાનો અર્થ કોઈ વ્યક્તિને ગુસ્સે કરવા કઇંક કરવું એવો થાય છે. તેનો અનુવાદ “ગુસ્સે કરવું” અથવા તો “ક્રોધિત કરવું” તરીકે કરી શકાય.
  • જ્યારે તેનો ઉપયોગ “તેને ઉશ્કેરશો નહીં” જેવા શબ્દસમૂહમાં કરવામાં આવે છે ત્યારે તેનો અનુવાદ “તેને ગુસ્સે કરશો નહીં” અથવા તો “તેને ગુસ્સો ચડાવશો નહીં” અથવા તો “તેને તમારા પર ક્રોધિત કરશો નહીં” તરીકે કરી શકાય.

(આ જૂઓ: ગુસ્સે થયેલું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3707, H3708, H4784, H4843, H5006, H5496, H7065, H7069, H7107, H7264, H7265, G653, G2042, G3863, G3893, G3947, G3948, G3949, G4292

ઊંઘવું, ઊંઘમાં પડવું, ઊંઘમાં પડ્યા, ઊંઘમાં પડ્યા હતા, ઊંઘ, ઊંઘે છે, ઊંઘી રહ્યા છે, ચોક્કસ રીતે ઊંઘવું, ઊંઘ વિનાનું, ઊંઘણસી

વ્યાખ્યા:

આ શબ્દોનો મરણના સંદર્ભમાં રૂપકાત્મક અર્થ થઇ શકે છે.

  • “ઊંઘ” અથવા “ઊંઘવું” જેનો અર્થ “મૃત” રૂપક હોઈ શકે. (જુઓ: રૂપક)
  • “ઊંઘમાં પડવું” અભિવ્યક્તિનો અર્થ સુવાનું શરૂ કરવું અથવા રૂપકાત્મક રીતે, મૃત્યુ એમ થાય.
  • “પોતાના પિતા સાથે સુઈ જવું” એટલે કે મરી જવું, પોતાના પૂર્વજોની જેમ જ મૃત્યુ પામવું.

અનુવાદ માટેના સૂચનો:

  • “ઊંઘમાં પડવું” નું અનુવાદ “અચાનક ઊંઘવાની શરૂઆત કરવી” અથવા “ઊંઘવાનું શરૂ કરવું” અથવા “મરવું,” તેના અર્થને અઆધારે કરી શકાય.
  • નોંધ: જ્યાં શ્રોતાજન અર્થ સમજી શકે એમ ન હોય ત્યાં રૂપકાત્મક અભિવ્યક્તિને સંદર્ભમાં રાખવી તે ખાસ રીતે મહત્વનું છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે લાજરસ “ઊંઘી રહ્યો છે” ત્યારે તેઓએ વિચાર્યું કે તેમનો અર્થ એ છે કે લાજરસ કુદરતી રીતે ઊંઘી રહ્યો હતો. આ સંદર્ભમાં, “તે મૃત્યુ” પામ્યો તે પ્રમાણે તેનું અનુવાદ કરવો તેવો અર્થ થતો નથી.
  • કેટલીક ભાષાઓમાં મરણ અથવા મરણ પામી રહ્યો છે માટે અલગ અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ જો અભિવ્યક્તિઓ “ઊંઘ” અને “ઊંઘમાં પડવું” નો કોઈ અર્થ નથી તો થઇ શકે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1957, H3462, H3463, H7290, H7901, H8139, H8142, H8153, H8639, G879, G1852, G1853, G2518, G2837, G5258

ઊંચામાં, પરમ ઊંચામાં

વ્યાખ્યા:

“ઊંચામાં” અને “પરમ ઊંચામાં” શબ્દો એવી અભિવ્યક્તિઓ છે જેનો અર્થ સામાન્ય રીતે “સ્વર્ગમાં” એવો થાય છે.

  • “પરમ ઊંચામાં” અભિવ્યક્તિનો બીજો અર્થ “સૌથી વધારે સન્માનિત” એવો થઇ શકે છે.
  • આ અભિવ્યક્તિનો ઉપયોગ શબ્દશઃ રીતે પણ થઇ શકે છે, જેમ કે “સૌથી ઊંચા ઝાડમાં” કે જેનો અર્થ થાય છે “બધા ઝાડોમાં સૌથી ઊંચા ઝાડમાં”.
  • “ઊંચામાં” અભિવ્યક્તિ આકાશમાં ઊંચા હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે, જેમ કે પક્ષીનો માળો ઊંચામાં છે. તે સંદર્ભમાં તેનો અનુવાદ “આકાશમાં ઊંચે” અથવા તો “એક ઊંચા ઝાડની ટોચે” તરીકે કરી શકાય.
  • “ઉચ્ચ” શબ્દ ઊંચું સ્થાન અથવા તો વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ પણ સૂચિત કરી શકે છે.
  • “ઉચ્ચસ્થાને થી” અભિવ્યક્તિનો અનુવાદ “સ્વર્ગમાંથી” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: સ્વર્ગ, સન્માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1361, H4605, H4791, H7682, G1722, G5308, G5310, G5311

ઊપણવું, ઊપણવું, ઊપણ્યું, સૂપડું, ચાળવું, ચાળણી

વ્યાખ્યા:

" ઊપણવું " અને" ચાળવું " શબ્દોનો અર્થ અનિચ્છનીય સામગ્રીઓમાંથી અનાજ અલગ કરવા માટે થાય છે. બાઇબલમાં, બંને શબ્દોનો રૂપકાત્મક અર્થ લોકોના અલગ કરવા અથવા વિભાજનના સંદર્ભમાં કરવામાં આવે છે.

  • “ઊપણવું"એટલે કે અનાજ અને ફોતરાં બંનેને હવામાં ઉછાળીને છોડના અનિચ્છિત ભાગોમાંથી અનાજને અલગ પાડવાનો પવનથી ફોતરાંને દૂર કરવાથી અર્થ થાય છે. "* ચાળવું" શબ્દનો ઉપયોગ ચાળણીમાં અનાજને હલાવીને સાફ કરવા માટે થાય છે, જે કચરો અથવા પથ્થરો જેવી બાકીની કોઈપણ અનિચ્છનીય સામગ્રી છુટકારો મેળવવા માટે વપરાય છે.
  • જૂના કરારમાં, "ઊપણવું" અને "ચાળવું"નો અર્થપૂર્ણ ઉપયોગ જે મુશ્કેલીઓ ન્યાયી લોકોને અન્યાયી લોકોથી જુદા પાડે છે તેનું વર્ણન કરવા માટે થાય છે.
  • જ્યારે ઇસુએ સિમોન પિતરને કહ્યું હતું કે તે અને તેમના શિષ્યોની વિશ્વાસમાં કેવી રીતે કસોટી કરવામાં આવશે ત્યારે ઈસુએ પણ "ચાળવું" શબ્દ વાપર્યો હતો.
  • શબ્દોનો અનુવાદ કરવા માટે, આ પ્રવૃત્તિઓનો સંદર્ભ આપતી પ્રોજેક્ટ ભાષાના શબ્દો અથવા શબ્દસમૂહોનો ઉપયોગ કરો; સંભવિત અનુવાદ "હલાવવું" અથવા "ઊપણવું" હોઈ શકે છે. જો સૂપડું અથવા ચાળણી જાણીતા ન હોય , તો પછી અનાજને ફોતરાંથી અથવા કચરાથી અલગ કરવાની પદ્ધતિ, અથવા પ્રક્રિયાને વર્ણવતા શબ્દો દ્વારા ઉલ્લેખ કરવો એવો અનુવાદ કરી શકાય છે. )આ પણ જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું )આ પણ જુઓ: ફોતરું, અનાજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2219, H5128, H5130, G4425, G4617

ઐચ્છિકાર્પણ, ઐચ્છિકાર્પણો

વ્યાખ્યા:

ઐચ્છિકાર્પણ એ દેવને આપવામાં આવતું એક પ્રકારનું બલિદાન હતું કે જેને મૂસાના નિયમ દ્વારા કરવું જરૂરી નહોતું. આ અર્પણ આપવું તે વ્યક્તિની પોતાની પસંદગીની બાબત હતી.

  • જો ઐચ્છિકાર્પણમાં એક પશુનું બલિદાન આપવાનું હતું, આ અર્પણ સ્વૈચ્છિક હતું તેથી થોડી ખામી વાળા પશુની પરવાનગી આપવામાં આવતી હતી.
  • ઈઝરાએલીઓ મિજબાનીના ઉજવણીના ભાગ તરીકે બલિદાન આપેલું પ્રાણી ખાતા.
  • જયારે ઐચ્છિકાર્પણ આપવામાં આવતું, ત્યારે તે ઈઝરાએલ માટે આનંદનું કારણ હતું જે બતાવે છે કે ફસલ સારી રહી છે જેથી લોકો પાસે ખોરાક પુષ્કળ છે.
  • એઝરાનું પુસ્તક અલગ અલગ પ્રકારના ઐચ્છિકાર્પણ વર્ણવે છે કે જે મંદિરને ફરીથી બાંધવા માટે લાવવામાં આવ્યા હતા. આ અર્પણમાં સોના અને ચાંદીના પૈસા, તેમજ વાટકીઓ અને સોના અને ચાંદીમાંથી બનાવેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, એઝરા, મિજબાની, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, કાયદો, પાપાર્થાર્પણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5068, H5071

ઓક, એલોન વૃક્ષ, એલોન વૃક્ષો#

વ્યાખ્યા:

એલોન અથવા તો એલોન વૃક્ષ વિશાળ થડ અને ઘેઘૂર ડાળીઓવાળું ઊંચું ઘટાઘોર વૃક્ષ છે.

  • એલોન વૃક્ષોનું લાકડું મજબૂત અને કઠણ હોય છે કે જેનો ઉપયોગ વહાણો બાંધવામાં, ખેતીના હળ, બળદોની ઝૂંસરી અને ચાલવા માટેની લાકડીઓ બનાવવા થતો હતો.
  • એલોન વૃક્ષના ફળને અંગ્રજીમાં એકોર્ન કહેવામાં આવે છે.
  • કેટલાક એલોન વૃક્ષોના થડ 6 મીટરના પરિઘવાળા હોય છે.
  • એલોન વૃક્ષો લાંબા જીવનનું પ્રતિક હતા અને તેઓના બીજા આત્મિક અર્થો પણ હતા. બાઇબલમાં, તેઓ ઘણીવાર પવિત્ર જગાઓ સાથે સંકળાયેલા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • ઘણાં અનુવાદોમાં ફક્ત “એલોન” ના બદલે “એલોન વૃક્ષ” શબ્દ વાપરવો મહત્ત્વનું રહેશે.
  • જો ઓક વૃક્ષ કોઈ વિસ્તારમાં જાણીતું ન હોય તો, “ઓક”નો અનુવાદ “ઓક, કે જે એક ના જેવું મોટું ઘટાદાર વૃક્ષ છે”, તે રીતે કરી શકાય અને ખાલી જગ્યામાં સમાન લક્ષણો ધરાવતા સ્થાનિક વૃક્ષનું નામ આપો.
  • આ પણ જૂઓ: અજ્ઞાત બાબતોનો અનુવાદ કેવી રીતે કરવો

(આ પણ જૂઓ: પવિત્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H352, H424, H427, H436, H437, H438

ઓળિયું, ઓળિયાઓ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, ઓળિયું એક પ્રકારનું પુસ્તક હતું જે જળવનસ્પતિ અથવા ચામડામાંથી એક લાંબા કાગળ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

  • ઓળિયામાં લખ્યા પછી અથવા તેમાંથી વાંચ્યા પછી, લોકો તેને તેણી સાથે જોડાયેલ સળિયા સાથે વાળી દેતા.
  • ઓળિયાઓ કાયદેસરના દસ્તાવેજો અને વચન માટે ઉપયોગમાં લેવાતા હતા.
  • ઘણી વાર ઓળિયાઓ મીણ દ્વારા મહોર મારીને સંદેશવાહકો દ્વારા પહોંચાડવામાં આવતાં. જ્યારે ઓળિયું સ્વીકારવામાં આવે ત્યારે જો મીણ હજુ પણ ઓળિયા પર હોય, તો સ્વીકારનાર સમજી શકે કે જ્યારથી ઓળિયાને મહોર કરવામાં આવ્યું ત્યારથી તેને કોઈએ પણ વાંચવા કે તેના પર લખવા ખોલ્યું નથી.
  • હિબ્રુ વચનો સમાવતા ઓળિયાઓ સભાસ્થાનોમાં મોટેથી વાંચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: મહોર, સભાસ્થાન, ઈશ્વરનું વચન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4039, H4040, H5612, G974, G975

કચરો, કચરો, વેડફાયેલું, બરબાદી, પડતર જમીન, પડતર જમીનો

વ્યાખ્યા:

કંઈક બગાડવાનો અર્થ છે બેદરકારીથી તેને ફેંકી દેવું અથવા તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવો. "પડતર જમીન" અથવા "કચરો" કંઈક એવી જમીન અથવા એક શહેરનો ઉલ્લેખ કરે છે કે જેનો એવો નાશ કરવામાં આવ્યો હોય તેથી હવે તેમાં કંઇ ન રહે.

  • "બગાડતા જવું" શબ્દ એ અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય કે વધુ અને વધુ બીમાર અથવા બગાડતું જ્વું. જે વ્યક્તિ બીમાર રહેતી હોય છે તે બીમારી અથવા ખોરાકની અછતને લીધે સામાન્ય રીતે ખૂબ જ પાતળું બની જાય છે.
  • શહેર અથવા જમીન “ પર કચરો મૂક્વો ” તેનો અર્થ તેનો નાશ કરવાનો છે.
  • ' પડતર જમીન ' માટેનો અન્ય શબ્દ "રણ" અથવા "જંગલ” હોઈ શકે છે. પરંતુ પડતર જમીન એ પણ સૂચવે છે કે લોકો ત્યાં રહેતા હતા અને જમીન પર વૃક્ષો અને છોડ હતાં જે ખોરાક ઉત્પન્ન કરતા હતાં.

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H535, H1086, H1104, H1110, H1197, H1326, H2100, H2490, H2522, H2717, H2720, H2721, H2723, H3615, H3765, H3856, H4087, H4127, H4198, H4592, H4743, H4875, H5307, H5327, H7334, H7582, H7703, H7722, H7736, H7843, H8047, H8074, H8077, H8414, H8437, G684, G1287, G2049, G2673, G4199

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા#

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

  • “કઠણ હ્રદય” અથવા “કઠોર મનવાળું” અભિવ્યક્તિઓ કે જેઓ જીદ્દીપણે પસ્તાવો નહીં કરનારા લોકોને દર્શાવે છે. આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.
  • ”હ્રદયની કઠિનતા” અને “તેઓના હ્રદયની કઠિનતા” રૂપકાત્મક અભિવ્યક્તિઓ પણ જીદ્દી આજ્ઞાભંગને દર્શાવે છે.
  • જો કોઈનું હ્રદય કઠિન છે તો તેનો અર્થ એમ થાય કે તે વ્યક્તિ આજ્ઞા પાળવાનો ઇનકાર અને પસ્તાવો કરતો નથી અને જીદ્દી રહે છે.
  • જયારે “સખત કામ કરો” અથવા “કઠિન પ્રયાસ કરો,” ક્રિયા વિશેષણ વાપરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ કંઈક ખૂબ જ મજબૂત રીતે અને ખંતપૂર્વક, કંઈક ખૂબ જ સારું કરવા પ્રયાસ કરવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને “કઠણ” શબ્દનું ભાષાંતર, “મુશ્કેલ” અથવા “જીદ્દી” અથવા “પડકારરૂપ” પણ કરી શકાય છે.

  • “કઠિનતા” અથવા “હ્રદયની કઠિનતા” અથવા “કઠણ હ્રદય” શબ્દોનું ભાષાંતર, “જીદ્દીપણું” અથવા “સતત બળવો” અથવા” બળવાખોર વલણ” અથવા “જીદ્દી આજ્ઞાભંગ” અથવા “જીદ્દીપણે પસ્તાવો ન કરનાર” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

  • “કઠણ કરેલું” શબ્દનું ભાષાંતર, “જીદ્દીપણે પસ્તાવો નહીં કરનાર” અથવા “આજ્ઞા માનવાનો ઇનકાર કરનાર” તરીકે પણ થઇ શકે છે.

  • “તમારા હ્રદયોને કઠણ ન કરો” તેનું ભાષાંતર, “પસ્તાવો કરવાનો ઇનકાર ન કરો” અથવા “જીદ્દીપણે અનાદર કરવાનું ચાલુ ન રાખો” તરીકે કરી શકાય છે.

  • “કઠણ મનવાળું” અથવા “કઠણ દિલનું” વિવિધ ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “જીદ્દી પણે અવગણના કરનારું” અથવા “સતત અનાદર કરનાર” અથવા “પસ્તાવો કરવાનો ઇનકાર” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • અભિવ્યક્તિઓમાં જેવી કે “સખત કામ કરો” અથવા “કઠિન પ્રયાસ કરો” જેનું ભાષાંતર, “દ્રઢતાથી” અથવા “ખંતપૂર્વક” તરીકે કરી શકાય છે.

  • ”વિરુદ્ધમાં સખત દબાવવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જોરથી ધક્કો મારવો” અથવા “મજબૂત રીતે વિરુદ્ધમાં ધક્કો મારવો” તરીકે પણ કરી શકાય છે.

  • “સખત કામથી લોકોનું દમન કરવું” જેનું ભાષાંતર, “લોકોને વધુ કામ કરવા બળજબરી કરવી કે તેઓ દુઃખી થાય” અથવા “તેઓને ખૂબ જ મુશ્કેલ કામ કરવા બળજબરી કરવી જેથી લોકો દુઃખી થાય” તરીકે કરી શકાય છે.

  • અલગ પ્રકારની “સખત પીડા,” સ્ત્રી કે જે બાળકને જન્મ આપે છે, તે અનુભવે છે.

(આ પણ જુઓ: અનાદર, દુષ્ટ, હ્રદય, પ્રસુતિની પીડા, હઠીલા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H280, H386, H553, H1692, H2388, H2389, H2420, H2864, H3021, H3332, H3513, H3515, H3966, H4165, H4522, H5450, H5539, H5564, H5646, H5647, H5797, H5810, H5980, H5999, H6089, H6277, H6381, H6635, H7185, H7186, H7188, H7280, H8068, H8307, H8631, G917, G1419, G1421, G1422, G1423, G1425, G2205, G2532, G2553, G2872, G2873, G3425, G3433, G4053, G4183, G4456, G4457, G4641, G4642, G4643, G4645, G4912, G4927

કણસલાં વીણવા, કણસલાં

વ્યાખ્યા:

“કણસલાં વીણવા” શબ્દનો અર્થ ખેતર અથવા ફળની વાડીમાં જઈ અને ફસલ કાપનારાઓએ જે કંઈ અનાજ અથવા ફળ પાછળ છોડી દીધા છે, તેને લઈ ભેગા કરવા.

  • ઈશ્વરે ઈઝરાએલીઓને કહ્યું કે, વિધવાઓ, ગરીબ લોકો, અને પરદેશીઓને તેમના પોતાના માટે ખોરાક પૂરો પાડવા બાકી રહેલા અનાજના કણસલાં વીણવા દો.
  • ક્યારેક ખેતરનો માલિક કણસલાં વીણનારાઓને સીધાજ ફસલ કાપનારાઓની પાછળ જઈ કણસલાં વીણવાની પરવાનગી આપે છે કે, જેથી તેઓને ખૂબ વધારે અનાજના કણસલાં વીણી શકે. રૂથની વાર્તામાં આ ઉદાહરણ કેવી રીતે કામ કરે છે જે તેણીના સગા બોઆઝે ખેતરમાં ફસલ કાપનારાઓની વચમાં ઉદારતાથી કણસલાં વીણવાની પરવાનગી આપી હતી.
  • “કણસલાં વીણવા” શબ્દનું વિવિધ ભાષાંતર, “ઉઠાવી લેવું” અથવા “ભેગું કરવું” અથવા “એકત્રિત કરવું” થઇ શકે છે.

(આ પણ જુઓ: બોઆઝ, અનાજ, ફસલ, રૂથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong’s: H3950, H3951, H5953, H5955

કતલ, કતલ કરવી, કતલ કરી, કતલ કરી રહ્યા છે

વ્યાખ્યા:

“કતલ” શબ્દ મોટા પ્રમાણમા પ્રાણીઓ અથવા લોકોની હત્યા કરવી અથવા હિંસક રીતે હત્યા કરવી તેનો ઉલ્લેખ કરે છે. તે પ્રાણીને ખાવાને સારું હત્યા કરવી તેનો પણ ઉલ્લેખ કરી શકે છે. કતલ કરવાનું કૃત્ય પણ “કતલ” જ કહેવાય છે.

  • જ્યારે ઈબ્રાહિમને રણમાં ત્રણ મુલાકાતીઓ તેના તંબુ આગળ મળ્યા, ત્યારે તેણે તેના સેવકોને વાછરડાની કતલ કરી તેના મહેમાનો માટે રાંધવા હુકમ કર્યો.
  • હઝકિયેલ પ્રબોધકે પ્રબોધ કર્યો કે ઈશ્વર જેઓ તેમના વચનને અનુસરતા નથી તે સર્વની કતલ કરવા તેમના દૂતોને મોકલશે.
  • 1 શમુએલ મહા કતલની નોંધ કરે છે જેમાં 30,000 ઈઝરાયેલીઓ ઈશ્વરને અનાધીન થયા હતા તેને કારણે તેમના દુશ્મનો દ્વારા મારી નાંખવામાં આવ્યા હતા.
  • “કતલનું હથિયાર” ને “હત્યા માટેનું હથિયાર” તરીકે અનુવાદ કરી શકાય.
  • “કતલ મહા ભયંકર હતી” અભિવ્યક્તિનું અનુવાદ “મોટા પ્રમાણમાં હત્યા કરવામાં આવી હતી” અથવા “મરણ પામનારાઓ ઘણાં હતા” અથવા “ખુબ મોટા પ્રમાણમાં લોકો મૃત્યુ પામ્યા” એમ કરી શકાય.
  • “કતલ” ને અનુવાદ કરવાની રીતોમાં “મારવું” અથવા “વધ કરવો” અથવા “હત્યા” નો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: દૂત, ગાય, અનાધીન, હઝકિયેલ, સેવક, વધ)

બાઈબલન સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2026, H2027, H2028, H2076, H2491, H2873, H2874, H2878, H4046, H4293, H4347, H4660, H5221, H6993, H7524, H7819, H7821, G2871, G4967, G4969, G5408

કન્યા, વહુ

વ્યાખ્યા:

એક કન્યા એ લગ્ન સમારોહની સ્ત્રી છે જે તેના પતિ, વરરાજા સાથે લગ્ન કરી રહી છે.

  • "કન્યા" શબ્દનો ઉપયોગ ઈસુ, મંડળીમાં વિશ્વાસીઓ માટે રૂપક તરીકે થાય છે.
  • મંડળી માટે ઈસુને રૂપકાત્મક રીતે "વરરાજા" કહેવામાં આવે છે. (જુઓ: [રૂપક]

(આ પણ જુઓ: [વરરાજા], [મંડળી])

બાઈબલ સંદર્ભો

  • [નિર્ગમન ૨૨:૧૬]
  • [યશાયા ૬૨:૫]
  • [યોએલ ૨:૧૬]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3618, G35650

કપાઈ જવું, કાપી નાખે છે, કાપી નાખવું

વ્યાખ્યા:

“કપાઈ ગયેલું હોવું” તે અભિવ્યક્તિનો અર્થ, મુખ્ય જૂથમાંથી દૂર કરવું, બાકાત કરવું, અથવા અલગ કરવું. તેને પાપના દૈવી ચુકાદાના લીધે મારી નાખવું, તેમ પણ દર્શાવી શકાય છે.

  • જૂના કરારમાં, દેવની આજ્ઞાઓનો અનાદર કરવાનું પરિણામ એવું થતું કે, કાપી નાખવું, અથવા દેવના લોકોથી અને તેની હાજરીમાંથી અલગ કરવું.
  • દેવ પણ કહે છે કે તે બિન-ઈઝરાએલીઓના દેશોને “કાપી નાખશે,” અને તેનો નાશ કરશે, કારણકે તેઓએ તેની આરાધના કરી નહીં અથવા તેને આધીન રહ્યા નહીં અને ઈઝરાએલીઓના શત્રુઓ બન્યા હતા.
  • “ કાપી નાખવું” અભિવ્યક્તિ, દેવ નદીને વહેતી બંધ કરે છે તે દર્શાવવા પણ વપરાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “કપાઈ ગયેલું” અભિવ્યક્તિનું ભાષાંતર, “બાકાત કરાયેલ” અથવા “દૂર મોકલી દીધેલ” અથવા “તેનાથી અલગ કરાયેલું” અથવા “મારી નખાયેલું” અથવા “નાશ કરાયેલું” એમ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને “કાપી નાખવુ” શબ્દનું ભાષાંતર, “નાશ કરવો” અથવા “દૂર મોકલવું” અથવા “તેનાથી અલગ કરવું” અથવા “વિનાશ કરવો” તરીકે કરી શકાય છે.
  • વહેતા પાણી કાપી નાખેલા હોવાના સંદર્ભમાં, આ શબ્દનું ભાષાંતર, “બંધ કરવામાં આવ્યા” અથવા “વહેતું બંધ કરવાનું કારણ બનવું” અથવા “વિભાજીત કરેલું” એમ કરી શકાય છે.
  • છરીથી કઈંક કાપી નાખવાનો શાબ્દિક અર્થને આ રૂપકાત્મક શબ્દથી અલગ રીતે કરવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1214, H1219, H1438, H1468, H1494, H1504, H1629, H1820, H1824, H1826, H2498, H2686, H3582, H3772, H5243, H5352, H6202, H6789, H6990, H7082, H7088, H7096, H7112, H7113, G609, G851, G1581, G2407, G5257

કબજો કરવો, કબજો ધરાવવો, કબજામાં હોવું, કબજે કર્યું, કબજામાં રહેલું, કબજો, વતન, સંપત્તિ, કબજો જતો રહેવો

તથ્યો:

“કબજો કરવો” અને “કબજો” શબ્દો સામાન્ય રીતે કોઈ બાબતના માલિક હોવું તેનો ઉલ્લેખ કરે છે. તેઓનો અર્થ કોઈ બાબત પર કાબૂ કરવો અથવા તો જમીનનો કોઈ પ્રદેશ મેળવવો પણ થઈ શકે છે.

  • જૂના કરારમાં, આ શબ્દ જમીનના પ્રદેશનો “કબજો હોવો” અથવા તો “કબજો લેવો” તેના સંદર્ભમાં ઘણી વાર વપરાયો છે.
  • જ્યારે યહોવાએ ઇઝરાયલીઓને કનાન દેશનો “કબજો લેવા” આજ્ઞા કરી ત્યારે, તેનો અર્થ એ થયો કે તેઓએ તે પ્રદેશમાં જઈને રહેવું જોઈએ. આમ કરવામાં પ્રથમ તો જે કનાની લોકો તે પ્રદેશમાં રહેતા હતા તેઓને જીતવાના હતા.
  • યહોવાએ ઇઝરાયલીઓને કહ્યું કે તેમણે તેઓને કનાન દેશ “તેઓના વતન” કરીકે આપ્યો હતો. તેનો અનુવાદ “રહેવા માટે તેઓના હકનું સ્થળ” તરીકે પણ કરી શકાય.
  • ઇઝરાયલી લોકોને યહોવાનો “ખાસ વારસો, સંપત્તિ” કહેવામા આવતા હતા. આનો અર્થ એ થાય છે કે યહોવાના લોકો તરીકે તેઓ તેમનો વારસો હતા કે જેઓને તેમણે પોતાની આરાધના અને સેવા કરવા ખાસ તેડ્યા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “કબજો ધરાવવો” શબ્દનો અનુવાદ “માલિકી હોવી” અથવા તો “નું હોવું” અથવા તો “ની ઉપર અધિકાર હોવો” તરીકે પણ કરી શકાય.
  • “નો કબજો લેવો’ નો અનુવાદ સંદર્ભ પ્રમાણે, “નિયંત્રણમાં લેવું” અથવા તો “વસવાટ કરવો” અથવા તો “માં રહેવું” તરીકે કરી શકાય.
  • જ્યારે લોકો જેની માલિકી ભોગવતા હોય તેવી બાબતોનો ઉલ્લેખ કરતા હોય ત્યારે તેનો અનુવાદ “માલમત્તા” અથવા તો “સંપત્તિ” અથવા તો “માલિકીની વસ્તુઓ” અથવા તો “તેઓની માલિકીની વસ્તુઓ” તરીકે કરી શકાય.
  • જ્યારે યહોવા ઇઝરાયલીઓને “મારો ખાસ વારસો, સંપત્તિ” કહે છે ત્યારે, તેનો અનુવાદ “મારા ખાસ લોકો” અથવા તો “મારી માલિકીના લોકો” અથવા તો “જેઓને હું પ્રેમ કરું છું અને જેઓના પર હું રાજ કરું છું તે મારા લોકો” તરીકે પણ કરી શકાય.
  • જ્યારે જમીનનો ઉલ્લેખ કરતા હોય ત્યારે “તે તેઓનો વારસો, સંપત્તિ થશે” તે વાક્યનો અર્થ “તેઓ જમીનનો કબજો કરીને રહેશે” અથવા તો “જમીન તેઓની માલિકીની થશે” તેવો થાય છે.
  • “તેની માલમત્તામાંથી મળ્યું” અભિવ્યક્તિનો અનુવાદ “કે જે તેની પાસે હતું તેમાંથી” અથવા તો “કે જે તેની સાથે હતું તેમાંથી” તરીકે કરી શકાય.
  • “તમારા વારસા, સંપત્તિ તરીકે” અભિવ્યક્તિનો અનુવાદ “એવું કઇંક કે જે તમારું છે” અથવા તો “એવી જગ્યા કે જ્યાં તમારા લોકો રહેશે” તરીકે પણ કરી શકાય.
  • “તેની માલિકીમાં” શબ્દસમૂહનો અનુવાદ “તે કે જેનો તે માલિક હતો” અથવા તો “તે કે જે તેનું હતું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કનાન, આરાધના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H270, H272, H834, H2505, H2631, H3027, H3423, H3424, H3425, H3426, H4180, H4181, H4672, H4735, H4736, H5157, H5159, H5459, H7069, G1139, G2192, G2697, G2722, G2932, G2933, G2935, G4047, G5224, G5564

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

  • યહુદીઓ ક્યારેક કુદરતી ગુફાઓની કબરો તરીકે ઉપયોગ કરતા હતા, અને કેટલીક વાર તેઓ ટેકરીની બાજુમાં ખડકમાં ગુફાઓ ખોદી કાઢતા હતા.
  • નવા કરારના સમયમાં, એક કબરની આગળ સામે તેને બંધ કરવા માટે એક વિશાળ, ભારે પથ્થર ગબડાવી દેતા એ સામાન્ય હતું.
  • જો લક્ષ્ય ભાષા કબર માટેનો શબ્દ ફક્ત કાણ।નો ઉલ્લેખ કરે છે જેમાં શરીરને જમીનની નીચે મૂકવામાં આવે છે, તો તેનું અનુવાદ અન્ય રીતે "ગુફા" અથવા"ટેકરીની બાજુમાં એક કાણું” થઈ શકે છે.
  • “કબર” શબ્દસમૂહ મોટે ભાગે મુએલાની સ્થિતિ અથવા મૃત લોકોના આત્માઓ છે તે સ્થળનો સંદર્ભ આપવા માટે સામાન્ય રીતે અને લાક્ષણિક રીતે વપરાય છે.

(આ પણ જુઓ: દફનાવવું, મૃત્યુ)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

  • 32:4rc://en/tn/help/obs/32/04) આ માણસ __ કબ્રસ્તાન __ માં રહેતો હતો.

  • 37:6 ઈસુએ તેમને પૂછ્યું, "લાજરસને ક્યાં મૂક્યો છે?" તેઓએ તેને કહ્યું, "__ કબર __ માં આવો અને જુઓ."

  • 37:7rc://en/tn/help/obs/37/07) કબર __ __ એ એક ગુફા હતી જેનાપર પત્થર મૂકેલો હતો

  • 40:9rc://en/tn/help/obs/40/09) પછી યુસફ અને નીકોદેમસ, બે યહુદી આગેવાનોએ જે ઇસુ મસીહ હતા એમ માનતા હતા, તેમણે પિલાતને ઈસુના શબ માટે પૂછ્યું. તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી __ કબર માં મૂક્યા. પછી તેઓએ __ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

  • 41:4 તેણે (દૂતે) એ પથ્થરને ગબડાવ્યો જે __ કબર __ ના પ્રવેશદ્વારને ઢાંકતો હતો અને તેના પર બેઠો.

__ કબરનું __ રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

  • 41:5 જ્યારે સ્ત્રીઓ __ કબર __ પહોંચી, ત્યારે દૂતે તેમને કહ્યું, "ડરશો નહીં. ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! __ કબરમાં __ જુઓ અને નિહાળો." સ્ત્રીઓ __ કબર __ માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

  • Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

  • અભિવ્યક્તિ "કમર સજવી" સખત કામ કરવા માટે તૈયાર થવાનો ઉલ્લેખ કરે છે. તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.
  • "કમર" શબ્દનો ઉપયોગ વારંવાર બાઇબલમાં કરવામાં આવે છે, જેનો બલિદાન આપવામાં આવતા પ્રાણીના નીચેના ભાગનો ઉલ્લેખ કરે છે.
  • બાઇબલમાં, "કમર" શબ્દનો અર્થ વારંવાર માણસના પ્રજનન અંગોને તેના વંશજોના સ્ત્રોત તરીકે રૂઢિચુસ્ત અને સૌમ્યોક્તિમાં થાય છે.

(જુઓ: સૌમ્યોક્તિ

  • "તમારા કમરમાંથી આવશે" અભિવ્યક્તિ પણ, "તમારૂ સંતાન થશે" અથવા "તમારા સંતાનમાંથી જન્મશે" અથવા "ઈશ્વર તમારા તરફથી આવશે". (જુઓ: સૌમ્યોક્તિ

  • જ્યારે શરીરના ભાગનો સંદર્ભ આપતા હોય, ત્યારે સંદર્ભના આધારે તેને "પેટ" અથવા "હિપ્સ" અથવા "કમર" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.

(આ પણ જુઓ: વંશજ,સજવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2504, H2783, H3409, H3689, H4975, G3751

કમર, કમરબંધ, ફરતે વીંટળાયેલ, બાંધી, પટ્ટો, પટ્ટામાં ટક, પટ્ટો આસપાસ મૂકવો

વ્યાખ્યા:

"કમરપટો" શબ્દનો અર્થ થાય છે કે બીજી કોઈ વસ્તુની આસપાસ કંઈક બાંધવું. તે ઘણીવાર ઝભ્ભો અથવા ટ્યુનિકને સ્થાને રાખવા માટે કમરની આસપાસ પટ્ટો અથવા ગણવેશનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે.

  • સામાન્ય બાઈબલના વાક્ય, "કમર ઉપર પટ્ટો બાંધો" એ વ્યક્તિને સામાન્ય રીતે કામ કરવા માટે, વધુ મુક્તપણે હલનચલન કરવાની મંજૂરી આપવા માટે કપડાના તળિયાને પટ્ટામાં બાંધવાનો સંદર્ભ આપે છે.

  • આ વાક્યનો અર્થ "કામ કરવા માટે તૈયાર થાઓ" અથવા કંઈક મુશ્કેલ કરવા માટે તૈયાર થાઓ એવો પણ થઈ શકે છે.

  • અભિવ્યક્તિ "કમર બાંધો" નો અર્થ સમાન અર્થ ધરાવતી લક્ષ્ય ભાષામાં અભિવ્યક્તિનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકાય છે. અથવા તેનું અલંકારિક ભાષાંતર "તમારી જાતને ક્રિયા માટે તૈયાર કરો" અથવા "તમારી જાતને તૈયાર કરો" તરીકે કરી શકાય છે.

  • "કમરબંધ" શબ્દનું ભાષાંતર "ઘેરાયેલ" અથવા "સાથે લપેટી" અથવા "પટ્ટા સાથે" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: [કમર])

બાઈબલ સંદર્ભો:

  • [૧ પિતર ૧:૧૩]
  • [અયૂબ ૩૮:૩]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H0640, H0247, H2290, H2296, H8151, G03280, G12410, G40240

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

  • જયારે વ્યક્તિ કઈંક પાપરૂપ કરે છે, તે તેના માટે કલંક અથવા અપમાનરૂપ બને છે.
  • “શરમજનક” શબ્દ, પાપી વર્તન અથવા વ્યક્તિ કે જેણે તે કર્યું છે તેનું વર્ણન કરવા વપરાયો છે.
  • ક્યારેક વ્યક્તિ કે જે સારી બાબતો કરે છે તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે કે જે તેના માટે કલંક અને શરમનું કારણ બને છે.
  • ઉદાહરણ તરીકે, જયારે ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા હતા, આ શરમજનક (રીતનું) મૃત્યુ હતું. ઈસુએ આ કલંકને લાયક કંઈ કર્યું નહોતું.
  • “કલંક” શબ્દના ભાષાંતરમાં, “શરમ” અથવા “અપમાનનો” સમાવેશ કરી શકાય છે.
  • “માનહાનિકારક” શબ્દના ભાષાંતરમાં, “શરમજનક” અથવા “અપમાનનો” સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ: અપમાન, સન્માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H954, H1984, H2490, H2617, H2659, H2781, H2865, H3637, H3971, H5007, H5034, H5039, H6031, H7036, G149, G819, G3680, G3856

કલાક (હોરા), કલાકો

વ્યાખ્યા:

બાઈબલમાં મોટેભાગે “ઘડી (કલાક)” શબ્દ દિવસના અમુક સમયને દર્શાવે છે કે જે સમયે કાંઇક ચોક્કસ મહત્વની ઘટના બની છે. તેનો રૂપક અર્થ “સમય” અથવા “ક્ષણ” પણ થાય છે.

  • યહૂદીઓ સૂર્યોદય પછી જયારે સૂર્યનું અજવાળું ફેલાય છે ત્યાર પછી કલાકો ગણતરી કરે છે (લગભગ સવારના 6 વાગ્યાથી). દાખલા તરીકે, “નવમો કલાક (નવમી હોરા)” એટલે “લગભગ બપોરના ત્રણ કલાકનો સમય.” રાત્રીના કલાકો સુર્યાસ્ત પછી શરૂ કરી, ત્યાંથી ગણતા હતા (લગભગ સાંજના 6 વાગ્યાથી). દાખલા તરીકે, “રાત્રીનો ત્રીજો કલાક” એટલે” આપણા ચાલુ દિવસની વ્યવસ્થા પ્રમાણે “લગભગ સાંજનો નવ કલાકનો સમય” કહી શકાય.
  • બાઈબલમાં જે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હાલના દિવસની સમય વ્યવસ્થા સાથે તદ્દન મળતું આવશે નહીં, જેમકે “લગભગ નવમી હોરા” અથવા “લગભગ છ કલાકે” એમ કહી શકાય.
  • કેટલાક ભાષાંતરમાં અમુક શબ્દો જેમકે “સાંજના સમયમાં” અથવા “સવારના સમયમાં” અથવા “બપોરના સમયમાં” જે સ્પષ્ટતા કરે છે કે તે દિવસની કઈ ઘડી છે. “તે કલાકમાં” આ શબ્દનું ભાષાંતર “તે સમયે” અથવા “તે ક્ષણમાં” એમ થઇ શકે છે.
  • જયારે ઈસુ વિશે ઉલ્લેખ કરીએ ત્યારે “તેનો સમય પાસે આવ્યો છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર “તેના માટેનો સમય પાસે આવ્યો છે” અથવા “તેનો નિર્મિત સમય નજીક આવ્યો છે” એમ કરી શકાય.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8160, G5610

કાંટો, કાંટાનું જાળું, કાટાના જાળાં, કાંટા, ઉત્કંટો, ઉત્કંટા

તથ્યો:

કાંટોના ઝાડ અને કાંટાદાર છોડ એવા છોડ છે જે કાંટાદાર શાખાઓ કે ફૂલો હોય છે. આ છોડ ફળ અથવા કંઈપણ ઉપયોગી છે તે પેદા કરતા નથી.

  • "કાંટો" એ છોડની ડાળી પર અથવા થડ પર કઠણ, તીક્ષ્ણ વૃદ્ધિ પામેલ છે. "કાંટાનો ઝાડ" એ એક નાના વૃક્ષ અથવા ઝાડવાનો એક પ્રકાર છે જે તેની શાખાઓ પર ઘણા કાંટા ધરાવે છે
  • " ઉત્કંટો " એ કાંટાદાર દાંડીઓ અને પાંદડાઓ ધરાવતો એક છોડ છે. મોટેભાગે ફૂલો જાંબલી હોય છે
  • કાંટો અને ઉત્કંટો છોડ ઝડપથી વધે છે અને નજીકના છોડ અથવા પાક ઉગાડવામાં સક્ષમ ન બની શકે. આ એક ચિત્ર છે કે કેવી રીતે પાપ વ્યક્તિને સારા આધ્યાત્મિક ફળ ઉત્પન્ન કરવાથી દૂર રાખે છે.
  • કાંટાળી ડાળીઓને વાળીને બનાવેલો તાજ ઇસુને વધસ્તંભે જડ્યા તે પહેલાં તેમના શિર પર મૂક્યો
  • જો શક્ય હોય તો, આ શબ્દોનો ઉપયોગ બે અલગ અલગ છોડ અથવા ઝાડના નામ દ્વારા કરવામાં આવે છે જે ભાષા વિસ્તારમાં ઓળખાય છે.

(આ પણ જુઓ: તાજ, ફળ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H329, H1863, H2312, H2336, H4534, H5285, H5518, H5544, H6791, H6796, H6975, H7063, H7898, G173, G174, G4647, G5146

કાપણી કરવી, કાપણી કરે છે, લણનાર, લણનારાઓ, કાપણી કરતું

વ્યાખ્યા:

“કાપણી કરવી” શબ્દનો અર્થ અનાજના પાકની લણણી કરવી એવો થાય છે. “લણનાર” એ પાકની કાપણી કરનાર વ્યક્તિ છે.

  • લણનારાઓ સામાન્ય રીતે પાકને હાથથી કે છોડને ઉખાડીને કે તીક્ષ્ણ ઓજારથી તેને કાપીને લણતા હતા.

  • ફસલ લણવાનો વિચાર લોકોને ઈસુ વિશેનો શુભસંદેશ કહેવા અને તેઓને ઈશ્વરના કુટુંબમાં લાવવાનો ઉલ્લેખ કરવા ઘણી વાર પ્રતિકાત્મક રીતે વાપરવામાં આવે છે.

  • આ શબ્દ વ્યક્તિના કાર્યોના જે પરિણામો આવે છે તેનો ઉલ્લેખ કરવા પણ પ્રતિકાત્મક રીતે વાપરવામાં આવે છે, જેમ કહેવતમાં કહેવાય છે તેમ “મનુષ્ય જે વાવે છે તે જ લણે છે.” (જૂઓ: રૂપક

  • “કાપણી કરવી” અને “લણનાર” નો અનુવાદ “ફસલ કાપવી” અને “ફસલ કાપનાર” (અથવા તો ફસલ કાપનારા લોકો) તરીકે થઈ શકે.

(આ પણ જૂઓ: શુભસંદેશ, કાપણી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4672, H7114, H7938, G270, G2325, G2327

કાયદેસર, ગેરકાયદેસર, કાયદેસર નથી, અન્યાયી/ગેરકાયદેસર, અરાજક્તા

વ્યાખ્યા:

"કાયદેસર" શબ્દ એવું કંઈક જે કાયદા અથવા બીજી જરૂરિયાત પ્રમાણે કરવા માટે પરવાનગીનો ઉલ્લેખ કરે છે. તેનું વિરુદ્ધાર્થી "ગેરકાયદેસર" છે, જેનો સરળ અર્થ "કાયદેસર નથી" થાય છે.

  • બાઈબલમાં, જો ઈશ્વરના નૈતિક નિયમ અથવા મુસાના નિયમ અને યહૂદી નિયમો દ્વારા કંઈકની પરવાનગી આપવામાં આવી હોય તો તે "કાયદેસર" ગણાતું હતું. કંઈક જે "ગેરકાયદેસર" હોય તેની નિયમો દ્વારા "પરવાનગી નથી."
  • કંઈક "કાયદેસર રીતે કરવું હોય" તેનો અર્થ તેને "યોગ્ય રીતે" અથવા "ખરી રીતમાં" કરવું.
  • ઘણી બાબતો કે જેને યહૂદી નિયમો કાયદેસર ગણતાં હતા અથવા કાયદેસર નહોતા ગણતાં તે બીજાઓને પ્રેમ કરવા વિષે ઈશ્વરના નિયમો સાથે સંમત થતાં ન હતા.
  • સંદર્ભને આધારે, "કાયદેસર" નું અનુવાદ કરવાની રીતોમાં "પરવાનગી છે" અથવા "ઈશ્વરના નિયમ પ્રમાણે" અથવા "આપણા નિયમોને અનુસરવું" અથવા "યોગ્ય" અથવા "ઉચિત"નો સમાવેશ કરી શકાય.
  • "શું તે કાયદેસર છે?" શબ્દસમૂહનો અનુવાદ "શું આપનો કાયદો તેની મંજૂરી આપે છે?" અથવા "તે એવું કંઈક છે જેની પરવાનગી આપણો કાયદો આપે છે?" એમ પણ કરી શકાય.                                                                                                                        "ગેરકાયદેસર" અને "કાયદેસર નહિ" શબ્દો નિયમ તોડનાર ક્રિયાઓના વર્ણન માટે ઉપયોગમાં લેવાય છે.
  • નવા કરારમાં, "ગેરકાયદેસર" શબ્દ એ માત્ર ઈશ્વરના નિયમોને તોડવાનો ઉલ્લેખ કરવા વપરાયો નથી, પરંતુ યહૂદી માણસોના બનાવેલા નિયમોને તોડવાનો પણ ઉલ્લેખ કરે છે.
  • વરસોથી, ઈશ્વરે યહુદીઓને આપેલ નિયમોમાં યહૂદીઓએ ઉમેરો કર્યો. જો તે તેમના માણસો દ્વારા બનાવેલા નિયમો સાથે બંધ ન બેસે તો યહૂદી આગેવાનો તેને "ગેરકાયદેસર" કહેતા.
  • જ્યારે ઈસુ અને તેમના શિષ્યો વિશ્રામવારે અનાજ તોડતા હતા ત્યારે, ફરોશીઓએ તેઓ પર કંઈક "ગેરકાયદેસર" કરવા માટેનો આરોપ મૂક્યો કેમ કે તેમ કરવું, એ દિવસે કોઈ કામ કરવું નહિ, તે યહૂદી નિયમને તોડતું હતું.
  • જ્યારે પિત્તરે કહ્યું કે તેના માટે અશુદ્ધ ખોરાક ખાવો એ "ગેરકાયદેસર" હતું ત્યારે, તેનો અર્થ એ હતો કે જો તે એ ખોરાક ખાય તો તે ઈશ્વરે ઈઝરાયેલીઓને આપેલ ચોક્કસ ખોરાક ન ખાવા વિષેના નિયમને તોડશે.                                                                                                                                                                                                        "અન્યાયી" શબ્દ એવી વ્યક્તિનું વર્ણન કરે છે જે કાયદાઓ કે નિયમોનું પાલન કરતો નથી. જ્યારે દેશ કે લોકોનું જુથ "અરાજક્તા" ની સ્થિતિમાં હોય ત્યારે, ત્યાં વ્યાપક આજ્ઞાભંગ, બળવો, અથવા અનૈતિક્તા છે.
  • અન્યાયી વ્યક્તિ બળવાખોર છે અને ઈશ્વરના નિયમોને ન માનનાર હોય છે.
  • પ્રેરિત પાઉલે લખ્યું કે છેલ્લા દિવસોમાં "અધર્મી માણસ" હશે, અથવા "અન્યાયી વ્યક્તિ" કે જે શેતાન દ્વારા દુષ્ટ બાબતો કરવાને માટે પ્રભાવિત હશે.

અનુવાદ માટેના સૂચનો:

  • "ગેરકાયદેસર" શબ્દનું અનુવાદ, શબ્દ કે અભિવ્યક્તિ જેનો અર્થ "કાયદેસર નથી" અથવા "કાયદાને તોડનારું"નો ઉપયોગ કરીને કરવું.
  • "ગેરકાયદેસર" ને અનુવાદ કરવાની બીજી રીતોમાં "પરવાનગી નથી" અથવા "ઈશ્વરના નિયમો પ્રમાણે નથી" અથવા "આપણાં કાયદાઓને સમર્થન આપતું નથી" હોઈ શકે.
  • "નિયમ/કાયદાની વિરુદ્ધ" અભિવ્યક્તિનો "ગેરકાયદેસર"ના જેવો જ સમાન અર્થ થાય છે.
  • "અન્યાયી" શબ્દનું અનુવાદ "બંડખોર" અથવા "આજ્ઞાભંગ કરનાર" અથવા "કાયદાનો વિરોધ કરનાર" એમ કરી શકાય.
  • "અરાજક્તા" શબ્દનું અનુવાદ "કોઈપણ કાયદાનું પાલન ન કરવું" અથવા "બળવો (ઈશ્વરના નિયમો વિરુદ્ધ)" એમ કરી શકાય.
  • "અરાજક્તાનો માણસ" શબ્દસમૂહનું અનુવાદ "માણસ જે કોઈપણ કાયદાનું પાલન કરતો નથી" અથવા "માણસ કે જે ઈશ્વરના નિયમો વિરુદ્ધ બળવો કરે છે" એમ કરી શકાય.
  • જો શક્ય હોય તો આ શબ્દમાં "કાયદો/નિયમ" નો ખ્યાલ રાખવો એ મહત્વનુ છે.
  • એ નોંધો કે "ગેરકાયદેસર" શબ્દનો અર્થ આ શબ્દ કરતાં અલગ છે.

(આ પણ જુઓ: નિયમ, કાયદો, મુસા, સબ્બાથ/વિશ્રામવાર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4941, H6530, H6662, H7386, H7990, G111, G113, G266, G458, G459, G1832, G3545

કાયદો/કાનૂન, સિદ્ધાંત

વ્યાખ્યા:

"કાયદો" એ કાયદેસરનો નિયમ છે જે સત્તામાંના કોઈક દ્વારા સામાન્ય રીતે લખાણમાં અને અમલ લાવવામાં આવ્યો હોય છે. "સિદ્ધાંત" એ નિર્ણય લેવા અને વ્યવહાર માટેની માર્ગદર્શિકા છે, અને સામાન્યપણે તે લખાણમાં હોતી નથી અથવા અમલમાં આણેલ હોતી નથી. જો કે કેટલીકવાર "કાયદો" શબ્દનો અર્થ "સિદ્ધાંત" તરીકે થાય છે.

  • "કાયદો" એ "આદેશ/ફરમાન"ની સમાન છે પરંતુ "કાયદા" શબ્દનો સામાન્યપણે ઉપયોગ, બોલવા કરતા કાંઇક જે લખાણમાં અસ્તિત્વ ધરાવે છે, તેનો ઉલ્લેખ છે.

  • "કાયદો" અને "સિદ્ધાંત" બંને સામાન્ય નિયમ અથવા માન્યતા કે જે વ્યક્તિના વ્યવહારને દોરે છે તેનો ઉલ્લેખ કરે છે.

  • "કાયદા"નો આ અર્થ, "મુસાના નિયમ" જે ઈશ્વરે ઇઝરાયેલીઓને આપેલ આજ્ઞાઓ અને સૂચનાઓનો ઉલ્લેખ કરે છે, તે શબ્દના અર્થ કરતાં અલગ છે.

  • જ્યારે સામાન્ય કાયદાનો ઉલ્લેખ થતો હોય તો, "કાયદા"નો અનુવાદ "સિદ્ધાંત" અથવા "સામાન્ય નિયમ" તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: મૂસાનો નિયમ, હુકમનામું, આજ્ઞા, જાહેર કરવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1285, H1881, H1882, H2706, H2708, H2710, H4687, H4941, H6310, H7560, H8451, G1785, G3548, G3551, G4747

કિંમતી, મૂલ્યવાન, મોંઘુ, સુંદર

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

  • “મૂલ્યવાન પાષાણ” અથવા તો “મૂલ્યવાન રત્ન” શબ્દો એવા પથ્થરો કે ખનિજોનો ઉલ્લેખ કરે છે કે જેઓ રંગબેરંગી હોય અથવા તો જેઓમાં સુંદરતા કે ઉપયોગીતાના ગુણલક્ષણો હોય.

  • હીરા, માણેક તથા નીલમણિ મૂલ્યવાન પાષાણોના ઉદાહરણો છે.

  • સોનું અને ચાંદીને “મૂલ્યવાન ધાતુઓ” કહેવામાં આવે છે.

  • યહોવા કહે છે કે તેમના લોકો તેમની નજરમાં “મૂલ્યવાન” છે (યશાયા 43:4).

  • પિતરે લખ્યું કે નમ્ર તથા શાંત સ્વભાવ ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે (1 પિતર 3:4).

  • આ શબ્દનો અનુવાદ “કિંમતી” અથવા તો “ખૂબ જ વહાલું” અથવા તો “વહાલસોયું” અથવા તો “મહામૂલું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: સોનું, ચાંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H0068, H1431, H2532, H2667, H2896, H3357, H3365, H3366, H3368, H4022, H4030, H4261, H4262, H5238, H8443, G09270, G17840, G24720, G41850, G41860, G50920, G50930

કિલ્લો, કિલ્લેબંધી, ગઢ, રાજગઢ

વ્યાખ્યા:

“કિલ્લો” અને “ગઢ” બંને શબ્દો એવી જગ્યાઓનો ઉલ્લેખ કરે છે જે દુશ્મન સૈનિકોના હુમલાઓ સામે ખુબ સુરક્ષિત છે. "રાજગઢ" એ શહેરની અંદરનો કિલ્લો છે. કિલ્લેબંધી” શબ્દ એવા શહેર કે બીજી જગાનું વર્ણન કરે છે કે જેને હુમલાથી સુરક્ષિત કરવામાં આવ્યું છે.

  • ઘણીવાર, કિલ્લાઓ અને ગઢો એ માનવસર્જિત રક્ષણાત્મક દીવાલો સાથેનું માળખું હોય છે. તેઓ કુદરતી સુરક્ષિત અવરોધોવાળી જગ્યાઓ જેવી કે પથરાળ ખડક કે ઊંચા પર્વતો હોઈ શકે.
  • લોકો જાડી દીવાલો અથવા માળખું બાંધીને કિલ્લાઓને મજબૂત કરે છે જે દુશ્મન માટે તોડવું મુશ્કેલ બનાવે.
  • “કિલ્લા” અથવા “ગઢ” નું અનુવાદ “મજબૂત સુરક્ષિત જગ્યા” અથવા ભારપૂર્વક સુરક્ષિત જગ્યા” એમ પણ કરી શકાય.
  • “શહેરને મજબૂત કરવું” શબ્દનું અનુવાદ “સુરક્ષિત શહેર” અથવા “ભારપૂર્વક બંધાયેલ શહેર” એમ પણ કરી શકાય.
  • બીજો “કિલ્લા” શબ્દનો રૂપકાત્મક અર્થ જેને કોઈકે ખોટી રીતે સુરક્ષામાં વિશ્વાસ કર્યો હતો, જેમ કે જુઠ્ઠા દેવ કે બીજુ કોઈ કે જેની આરાધના યહોવાને બદલે કરવામાં આવતી તેને સંબોધે છે. તેનું આમ પણ અનુવાદ કરી શકાય “જુઠ્ઠો કિલ્લો.”
  • આ શબ્દનું અનુવાદ “આશ્રય,” કે જે મજબૂત બનાવવા કરતાં સુરક્ષા પર વધુ ભાર મુકે છે તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: જુઠ્ઠા દેવ, જુઠ્ઠા દેવ, આશ્રય, યહોવા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H0490, H0553, H0759, H1001, H1002, H1003, H1219, H1225, H2388, H4013, H4026, H4581, H4526, H4679, H4685, H4686, H4692, H4694, H4869, H5794, H5797, H5800, H6438, H6877, H7682, G37940, G39250

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

  • “કુટુંબ” શબ્દ વ્યક્તિના નજીકના સબંધીઓનો ઉલ્લેખ કરે છે, જેવા કે માતપિતા, બહેન, અથવા તે ઘણાં દૂરના સંબંધીઓ જેવા કે કાકા, મામા, ફોઇ, ફુઆ અથવા પિતરાઇનો સમાવેશ કરે છે.
  • પ્રાચીન ઈઝરાયેલમાં, જ્યારે પુરુષ મૃત્યુ પામે ત્યારે, તેના નજીકના પુરુષ સંબંધીએ તેની વિધવા સાથે લગ્ન કરવા અપેક્ષિત હતા, અને તેના કુટુંબના નામને આગળ લઈ જવા મદદ કરવાની હતી. આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.
  • “કુટુંબ” શબ્દનું અનુવાદ “સંબંધી” અથવા “કુટુંબના સભ્ય” તરીકે કરી શકાય.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H251, H1350, H4129, H4130, H7138, H7607, G4773

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

  • હિબ્રૂ કુટુંબ એ ધાર્મિક સમાજ હતો જે ભજન અને સૂચનાઓ દ્વારા પરંપરાઓને પસાર કરે છે.
  • સામાન્ય રીતે આ કુટુંબમાં પિતાને મુખ્ય અધિકાર હતો.
  • કુટુંબમાં નોકરો, ઉપપત્નીઓ, અને પરદેશીઓનો પણ સમાવેશ કરી શકાય છે.
  • કેટલીક ભાષાઓમાં કદાચ બહોળો શબ્દ જેવા કે “કુળ” અથવા “ઘરના” જે તે સંદર્ભમાં સારી રીતે બંધબેસતો હોય છે, જેમાં માબાપ અને બાળકો સાથે બીજા પણ જોડાયેલા હોય છે.
  • “કુટુંબ” શબ્દ લોકો કે જેઓ આત્મિક રીતે સંબંધિત છે તેઓને દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે, જેવા કે લોકો જેઓ દેવના કુટુંબનો ભાગ છે, કારણકે તેઓ ઈસુમાં માને છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1, H251, H272, H504, H1004, H1121, H2233, H2859, H2945, H3187, H4138, H4940, H5387, H5712, G1085, G3614, G3624, G3965

કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય

વ્યાખ્યા:

કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.

  • યશાયાહ પ્રબોધકે કહ્યું કે મસીહ કુમારિકામાંથી જન્મશે.
  • મરિયમ કુંવારી હતી જ્યારે તે ઈસુ સાથે ગર્ભવતી હતી. તેમને માનવ પિતા ન હતા.
  • કેટલીક ભાષાઓમાં કુમારિકાનો ઉલ્લેખકરવા નમ્ર રીતનો એક શબ્દ હોઈ શકે છે.

(જુઓ: [સૌમ્યોક્તિ[

(આ પણ જુઓ: [ખ્રિસ્તયશાયાહrc://en/ta/man/translate/figs-euphemism), ઈસુ, મરિયમ)

બાઇબલ સંદર્ભો##

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

  • 21:9 પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસીહ કુમારિકાથી જન્મશે .

  • 22:4 તેણી )મરિયમ (__ કુમારિકા__ હતી અને તેને યુસફ નામના પુરુષ સાથે લગ્ન કરવા સગાઈ થઈ હતી.

  • __22:5__મરિયમે જવાબ આપ્યો, "આ કેવી રીતે હોઈ શકે, કારણ કે હું __ કુવારી __ છું?"

  • 49: 1 કોઈ દૂતે મરિયમ નામની __ કુમારિકા __ને કહ્યું કે તે ઈશ્વરના દીકરાને જન્મ આપશે. તેથી જ્યારે તે હજુ પણ __ કુમારિકા __ હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H1330, H1331, H5959, G3932, G3933

કુલીન, ઉમરાવો, ઉમરાવ, ઉમરાવો#

વ્યાખ્યા:

“કુલીન” શબ્દ જે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની હોય તેવી બાબતનો ઉલ્લેખ કરે છે. “ઉમરાવ” એવો વ્યક્તિ છે કે જે ઉચ્ચ રાજકીય અથવા તો સામાજિક વર્ગનો સદસ્ય છે. “કુલીન જન્મ” વાળો વ્યક્તિ એ છે કે જે ઉમરાવ તરીકે જન્મ્યો હતો.

  • એક ઉમરાવ ઘણી વાર રાજ્યનો અધિકારી અને રાજાનો ઘનિષ્ટ સેવક હતો.
  • “ઉમરાવ” શબ્દનો અનુવાદ “રાજાના અધિકારી” અથવા તો “સરકારી અધિકારી” તરીકે પણ કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H117, H678, H1281, H1419, H2715, H3358, H3513, H5057, H5081, H6440, H6579, H7336, H7261, H8282, H8269, H8321, G937, G2104, G2903

કુહાડી, કુહાડીઓ

વ્યાખ્યા:

કુહાડી એક હથિયાર છે, જે લાકડું અથવા વૃક્ષો કાપવા અથવા ચીરવા માટે વપરાય છે.

  • સામાન્ય રીતે કુહાડીને લાકડાનો લાંબો દસ્તો હોય છે, જેને લોખંડની મોટી ધાર કાઢેલ પાના સાથે છેડા પર જોડેલો હોય છે.
  • જો તમારી સંસ્કૃતિમાં કુહાડી (અથવા ફરસી) જેવું સમાન હથિયાર હોય, તે હથિયારના નામનું ભાષાંતર “કુહાડી” વાપરી શકાય.
  • બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો “વૃક્ષ કાપવાનું હથિયાર” અથવા “ધારવાળું લાકડાનું હથિયાર” અથવા “લાંબા હાથાવાળું લાકડા કાપવાનું હથિયાર” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય.
  • એક જૂના કરારની ઘટનામાં, કુહાડીનું પાનું નદીમાં પડી ગયું હતું, એટલે કે જો તેનું ઉત્તમ વર્ણન કરવું હોય તો કુહાડીનું પાનું લાકડાના દસ્તામાંથી ઢીલું થઈને નીકળીને શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1631, H4621, H7134, G513

કેફી પીણું, કેફી પીણાઓ

વ્યાખ્યા:

“કેફી પીણું” એવા પીણાંનો ઉલ્લેખ કરે છે જેમાં આથો આવ્યો હોય અને જેમાં દારૂનું શુદ્ધ અર્ક હોય.

  • દારૂના શુદ્ધ અર્કવાળું પીણું એ અનાજ અથવા ફળમાંથી બનાવવામાં આવે અને તેમાં આથો આવવા દેવામાં આવે.
  • “કેફી પીણાં” ના પ્રકારોમાં દ્રાક્ષાની દારૂ, તાડનો દારૂ, જવ, અને સફરજનનું પીણાંનો સમાવેશ થાય છે. બાઈબલમાં, દ્રાક્ષારસને વારંવાર કેફી પીણાં તરીકે સંબોધવામા આવ્યું છે.
  • યાજકો અને કોઈએ પણ જેમણે ખાસ વ્રત જેમ કે “નાઝીરી વ્રત” લીધું હોય તેઓને આથો આવેલ પીણું પીવાની પરવાનગી ન હતી.
  • આ શબ્દનું અનુવાદ “આથો આવેલ પીણું” અથવા “દારૂના અર્કવાળું પીણું” તરીકે પણ કરી શકાય.

(આ પણ જુઓ: દ્રાક્ષ, નાઝીરી, વ્રત, દારૂ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5435, H7941, G4608

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

  • કોપ ત્યારે ચડે છે જ્યારે ગુસ્સાની ભાવના વ્યક્તિને સ્વનિયંત્રણ ગુમાવવા દોરે છે.
  • કોપિત થયેલા લોકો વિનાશકારી બાબતો કહે છે અને કરે છે.
  • “ઉત્પાત મચાવવો” શબ્દનો અર્થ જોરદાર રીતે ધસવું પણ થઈ શકે છે જેમ કે “ઉત્પાત મચાવતું” તોફાન અથવા તો “ઉત્પાત મચાવતા” સમુદ્રના મોંજા.
  • જ્યારે “દેશો ઉત્પાત મચાવે છે”, ત્યારે તેમના ધર્મભ્રષ્ટ લોકો ઈશ્વરનો અનાદર કરે છે અને તેમની વિરુદ્ધ વિદ્રોહ કરે છે.
  • “કોપથી પાગલ થઈ જવા” નો અર્થ અત્યંત ગુસ્સાની જબરજસ્ત ભાવના સવાર થવી એવો થાય છે.

(આ પણ જૂઓ: ક્રોધિત, આત્મસંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H398, H1348, H1984, H1993, H2121, H2195, H2196, H2197, H2534, H2734, H2740, H3491, H3820, H5590, H5678, H7264, H7265, H7266, H7267, H7283, H7857, G1693, G2830, G3710, G5433

ખજૂરી

વ્યાખ્યા:

"ખજૂરી" શબ્દ લાંબા, લવચીક, પાંદડાવાળા ડાળીઓ સાથેના ઊંચા વૃક્ષનો એક પ્રકાર છે જે ઉપરથી પંખા જેવી પેટર્નમાં વિસ્તરે છે.

  • બાઈબલમાં ખજૂરી વૃક્ષ સામાન્ય રીતે એક પ્રકારના ખજૂરી વૃક્ષનો ઉલ્લેખ કરે છે જે "ખજૂર" તરીકે ઓળખાતા ફળ આપે છે. પાંદડા પીછા જેવું સ્વરૂપ ધરાવે છે.
  • ખજૂરીના વૃક્ષો સામાન્ય રીતે ગરમ, ભેજવાળી આબોહવા ધરાવતા સ્થળોએ ઉગે છે. તેમના પાંદડા આખું વર્ષ લીલા રહે છે. જ્યારે ઈસુ ગધેડા પર સવાર થઈને યરૂ્સાલેમમાં પ્રવેશતા હતા, ત્યારે લોકોએ તેમની આગળ જમીન પર ખજૂરની ડાળીઓ મૂકી.
  • ખજૂરીની શાખાઓ શાંતિ અને વિજયની ઉજવણી દર્શાવે છે.

(આ પણ જુઓ: [ગધેડો], [યરુસાલેમ], [શાંતિ])

બાઈબલ સંદર્ભો

  • [૧ રાજાઓ ૬:૨૯-૩૦]
  • [હઝકિયેલ ૪૦:૧૪-૧૬]
  • [યોહાન ૧૨:૧૨-૧૩]
  • [ગણના ૩૩:૯]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3712, H8558, H8560, H8561, G54040

ખંડણી, ફાળો, દંડ

વ્યાખ્યા:

" ખંડણી " શબ્દનો અર્થ, રક્ષણના હેતુસર અને તેમના દેશો વચ્ચે સારા સંબંધો માટે એક શાસક પાસેથી અન્ય શાસક માટે ભેટ એવો થાય છે. એક ખંડણી એ ચૂકવણી પણ હોઈ શકે છે કે જે લોકો પાસેથી સરકાર અથવા શાસકને આવશ્યક છે, જેમ કે ટોલ અથવા વેરો.

  • બાઇબલના સમયમાં, મુસાફરી કરનારા રાજાઓ અથવા શાસકો અમુકવાર તે પ્રદેશના રાજાને ખંડણી ચૂકવતા હતા કે જેથી તેઓ સુરક્ષિત અને સલામત રહે.
  • ઘણી વાર ખંડણીમાં નાણાં ઉપરાંત વસ્તુઓ, જેમ કે ખોરાક, મસાલા, સમૃદ્ધ કપડાં અને સોના જેવી મોંઘી ધાતુઓનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભના આધારે, " ખંડણી "નું ભાષાંતર "અધિકૃત ભેટો" અથવા "વિશિષ્ટ કર" અથવા "જરૂરી ચુકવણી" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સોનું, રાજા, શાસક, કર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1093, H4061, H4503, H4530, H4853, H6066, H7862, G54110

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

  • કેટલાક અંગ્રેજી ભાષાંતરોમાં, ખમીર માટેના શબ્દને "યીસ્ટ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે, જે આધુનિક ખમીર એજન્ટ છે, જે રોટલીના કણકને ગેસના પરપોટાથી ભરે છે, તે કણકને પકવવા પહેલાં ફૂલાવે છે. ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.
  • જૂના કરારના સમયમાં, કણકને ક્ષણભર માટે બેસાડી દઈને ફૂલવા અથવા વધવા માટે એજન્ટ બનાવવામાં આવતું હતું. કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.
  • જ્યારે ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી બચી ગયા, ત્યારે તેમની પાસે રોટલીના કણકમાં ફુલવાની રાહ જોવી પડતી ન હતી. તેથી, તેઓએ તેઓની મુસાફરી દરમિયાન ખમીર વિના રોટલી બનાવી. આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.
  • બાઇબલમાં "ખમીર" અથવા "યીસ્ટ" શબ્દનો અર્થ એ છે કે કેવી રીતે પાપ વ્યક્તિના જીવનથી ફેલાય છે અથવા કેવી રીતે પાપ અન્ય લોકો પર અસર કરે છે.
  • તે ખોટા શિક્ષણનો સંદર્ભ પણ આપી શકે છે જે ઘણીવાર ઘણા લોકો સુધી ફેલાય છે અને તેમને પ્રભાવિત કરે છે.
  • “ ખમીર" શબ્દનો અર્થ હકારાત્મક રીતે સમજાવવા પણ થાય છે કે કેવી રીતે દેવના રાજ્યનો પ્રભાવ વ્યકિતગત રીતે ફેલાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આનું ભાષાંતર "ખમીર" અથવા "પદાર્થ કે જે કણકને ફૂલાવે છે" અથવા "વિસ્તરણ એજન્ટ" તરીકે થાય છે. "ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.
  • જો સ્થાનિક ખમીર એજન્ટનો ઉપયોગ બ્રેડ કણક ફૂલાવવા માટે થાય છે, તો તે શબ્દનો ઉપયોગ કરી શકાય છે. જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: ઇજિપ્ત, પાસ્ખાપર્વ, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2556, H2557, H4682, H7603, G106, G2219, G2220

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

  • પ્રાણીઓની ખરીઓ જયારે તેઓ ચાલે છે, ત્યારે તેમણે રક્ષણ આપે છે.
  • કેટલાક પ્રાણીઓને ખરીઓ હોય છે, અને તે બે ભાગમાં વહેંચાયેલી હોય છે, અને જયારે બીજાઓને તે હોતી નથી.
  • દેવે ઈઝરાએલીઓને કહ્યું કે પ્રાણીઓ જેઓને ફાટેલી ખરીઓ અને વાગોળે તેઓને ખાવા માટે શુદ્ધ ગણવામાં આવ્યા હતા. તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઊંટ, ગાય, બળદ, ગધેડો, બકરી, ડુક્કર, ઘેટું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6119, H6471, H6536, H6541, H7272

ખાડો, ખાડા, જોખમ

વ્યાખ્યા:

ખાડો એ એક ઊંડું કાણું છે કે જેને જમીનમાં ખોદીને પાડવામાં આવ્યું છે.

  • લોકો પ્રાણીઓને ફસાવવા કે પાણી પ્રાપ્ત કરવા ખાડો ખોદે છે.
  • ખાડાનો ઉપયોગ હંગામી ધોરણે કેદીને બંધનમાં રાખવા પણ થઈ શકે છે.
  • કેટલીક વાર “ખાડો” શબ્દ કબર અથવા તો નર્કનો ઉલ્લેખ કરે છે.

કેટલીક વાર તે “પાતાળ (શેઓલ)” નો ઉલ્લેખ પણ કરી શકે.

  • એક ઊંડા ખાડાને “ટાંકી” અથવા તો “કુંડ” પણ કહી શકાય.
  • “ખાડો” શબ્દનો ઉપયોગ શબ્દસમૂહોમાં પ્રતિકાત્મક રીતે પણ થાય છે જેમ કે, “નાશનો ખાડો” કે જે આફતો ભરેલી પરિસ્થિતિમાં હોવું અથવા તો પાપરૂપી વિનાશક પ્રવૃત્તિઓમાં ઊંડી રીતે સામેલ હોવું તે દર્શાવે છે.

(આ પણ જૂઓ: પાતાળ, નર્ક, જેલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H875, H953, H1356, H1360, H1475, H2352, H4087, H4113, H4379, H6354, H7585, H7745, H7816, H7825, H7845, H7882, G12, G999, G5421

ખાદ્યાર્પણ, ખાદ્યાર્પણો

વ્યાખ્યા:

ખાદ્યાર્પણ એ મોટે ભાગે દહનાર્પણ પછી, દેવને આપવામાં આવતું ઘઉં અથવા જવના લોટનું દાન હતું.

  • ખાદ્યાર્પણ માટે વાપરવામાં આવતું અનાજ બારીક દળેલું હોવું જોઈએ.
  • ક્યારેક તે ચઢાવ્યા પહેલા રાંધવામાં આવતું હતું, પણ બીજા સમયે તેને રાંધ્યા વગરનું રાખવામાં આવતું હતું.
  • અનાજના લોટમાં તેલ અને મીઠું ઉમેરવામાં આવતું હતું, પણ ખમીર અને મધની પરવાનગી નહોતી.
  • ખાદ્યર્પણનો ભાગ બાળવામાં આવતો હતો અને તેનો અમુક ભાગ યાજકો દ્વારા ખાવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દહનાર્પણ, દોષાર્થાર્પણ , બલિદાન, પાપર્થાર્પણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4503, H8641

ખુશ હોવું, ખુશ કરે છે, હર્ષઘેલું, પ્રસન્નચિત્ત

વ્યાખ્યા:

“ખુશ” અને “પ્રસન્નચિત્ત” શબ્દો સફળતા અથવા વિશેષ આશીર્વાદને કારણે ખુબજ ખુશ હોવું, તે દર્શાવે છે.

  • “ખુશ” શબ્દ, એ કંઇક અદભૂત ઉજવણીની લાગણીનો સમાવેશ કરે છે.

  • વ્યક્તિ દેવની ભલાઈથી ખુશ હોઈ શકે છે.

  • “પ્રસન્નચિત્ત” શબ્દમાં, સફળતા અથવા સમૃદ્ધિ વિશે ઉલ્લાસની લાગણીમાં મિથ્યાભિમાની હોવાનું પણ સમાવેશ કરી શકાય છે.

  • “ખુશ હોવું” શબ્દનું ભાષાંતર, “આનંદપૂર્વક ઉજવવું” અથવા “મહાન આનંદથી વખાણવું,” તરીકે પણ કરી શકાય છે.

  • સંદર્ભ પર આધાર રાખીને, “પ્રસન્નચિત્ત” શબ્દનું ભાષાંતર, “વિજયની પ્રશંસા” અથવા “પોતાના વખાણ સાથે ઉજવવું” અથવા “મિથ્યાભિમાની” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: મિથ્યાભિમાની, આનંદ, પ્રશંસા, આનંદ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5539, H5947, H5970

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

  • ”દુઃખ" શબ્દ વધુ સામાન્ય છે અને તેનો અર્થ છે "કોઈકને નુકસાન પહોંચાડવું." તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.
  • સંદર્ભને આધારે, આ શબ્દોનું "ખોટું કરવું" અથવા "અન્યાયી રીતે વર્તવું" અથવા "હાનિકારક રીતે નુકસાન પહોંચાડવું" અથવા "નુકસાન પહોંચાડવાનું કારણ" તરીકે ભાષાંતર કરી શકાય છે.

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H205, H816, H2248, H2250, H2255, H2257, H2398, H2554, H2555, H3238, H3637, H4834, H5062, H5142, H5230, H5627, H5753, H5766, H5791, H5792, H5916, H6031, H6087, H6127, H6231, H6485, H6565, H6586, H7451, H7489, H7563, H7665, H7667, H7686, H8133, H8267, H8295, G91, G92, G93, G95, G264, G824, G983, G984, G1536, G1626, G1651, G1727, G1908, G2556, G2558, G2559, G2607, G3076, G3077, G3762, G4122, G5195, G5196

ખોપરી

વ્યાખ્યા:

“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.

  • કેટલીક વાર “ખોપરી” શબ્દનો અર્થ “તમારા માથાની હજામત કરાવો” જેવા શબ્દસમૂહ “માથું” જેમ જ થાય છે.
  • “ખોપરીની જગા” શબ્દ એ ગલગથાનું બીજું નામ હતું, જ્યાં ઈસુને વધસ્તંભે જડાવવામાં આવ્યા હતા.
  • આ શબ્દનું અનુવાદ “માથું” અથવા “માથાનું હાડકું” એ પ્રમાણે પણ કરી શકાય.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગલગથા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1538, H2026, H2076, H2490, H2491, H2717, H2763, H2873, H2874, H4191, H4194, H5221, H6936, H6991, H6992, H7523, H7819, G337, G615, G1315, G2380, G2695, G4968, G4969, G5407

ખ્યાતિ, જાણીતું, નામાંકિત

વ્યાખ્યા:

“નામાંકિત” શબ્દ જાણીતા હોવું અને પ્રશંસનીય પ્રતિષ્ઠા હોવાની સાથે સંકળાયેલ મહાનતાનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કે વ્યક્તિ પાસે ખ્યાતિ છે તો તે “નામાંકિત” છે.

  • એક “નામાંકિત” વ્યક્તિ એવી વ્યક્તિ છે કે જે જાણીતી છે અને ખૂબ જ માનવંત છે.
  • “ખ્યાતિ” ખાસ કરીને સારી પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરે છે કે જે લાંબા સમય માટે દૂરદૂર સુધી ફેલાયેલી છે.
  • એક શહેર કે જે “નામાંકિત” છે તે ઘણી વાર તેની સંપત્તિ અને સમૃદ્ધિ માટે વિખ્યાત છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “ખ્યાતિ” શબ્દનો અનુવાદ “પ્રસિદ્ધિ” અથવા તો “માનવંત પ્રતિષ્ઠા” અથવા તો “ઘણા લોકોમાં જાણીતી મહાનતા” તરીકે કરી શકાય.
  • “નામાંકિત” શબ્દનો અનુવાદ “સુવિખ્યાત અને ખૂબ જ માનવંત” અથવા તો “જબરજસ્ત પ્રતિષ્ઠા ધરાવતું” તરીકે પણ કરી શકાય.
  • “પ્રભુનું નામ ઇઝરાયલમાં બુલંદ હો” અભિવ્યક્તિનો અનુવાદ “ઈશ્વરનું નામ જાણીતું થાય અને ઇઝરાયલી લોકો દ્વારા માનવંત હો” તરીકે થઈ શકે.
  • “નામાંકિત પુરુષો” શબ્દસમૂહનો અનુવાદ “પોતાની હિમ્મત માટે જાણીતા પુરુષો” અથવા તો “વિખ્યાત યોદ્ધાઓ” અથવા તો “ખૂબ જ માનવંત પુરુષો” તરીકે થઈ શકે.
  • “તમારી ખ્યાતિ પેઢીદરપેઢી ટકી રહે છે” શબ્દસમૂહનો અનુવાદ “તમે કેટલા મહાન છો તે વિષે લોકો વર્ષો સુધી સાંભળશે” અથવા તો “દરેક પેઢીના લોકોએ તમારી મહાનતા જોઈ છે અને સાંભળી છે” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1984, H7121, H8034

ગધેડો, ખચ્ચર

વ્યાખ્યા:

ગધેડો એ ચાર પગોવાળું, પણ નાનું અને લાંબા કાનોવાળું ઘોડા સમાન પ્રાણી છે.

  • ખચ્ચર એ (નર) ગધેડો અને (નારી) ઘોડીનું વંધ્ય સંતાન છે.

ખચ્ચર એ ખૂબજ મજબૂત પ્રાણી છે અને જેથી તેઓ મૂલ્યવાન કામના પ્રાણીઓ છે.

  • ગધેડા અને ખચ્ચર બન્ને બોજો વહન કરવા, અને લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે તેને વાપરવામાં આવે છે.

  • બાઈબલના સમયમાં, શાંતિના સમયમાં રાજાઓ ઘોડાના બદલે ગધેડા પર સવારી કરતા, કે જેનો (ઘોડાનો) યુધ્ધના સમયમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

  • ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યો તેના એક અઠવાડિયા પહેલા તેણે યરૂશાલેમમાં ગધેડાના વછેરા પર સવારી કરી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H860, H2543, H3222, H5895, H6167, H6501, H6505, H6506, H7409, G3678, G3688, G5268

ગરૂડ, ગરૂડ પક્ષીઓ

વ્યાખ્યા:

ગરૂડ એ ખૂબ જ મોટું, શિકાર કરનારું શક્તિશાળી પક્ષી છે કે જે નાના પ્રાણીઓ જેવા કે માછલી, ઉંદર, સાપ, અને મરઘીઓ ખાય છે.

  • બાઈબલ લશ્કરની ઝડપ અને તાકાતને ગરૂડની સાથે સરખાવે છે કે તે કેટલા ઝડપથી અને અચાનક તેનો શિકાર પકડવા નીચે તરાપ મારે છે.
  • યશાયા કહે છે કે જેઓ પ્રભુ પર ભરોસો રાખે છે તેઓ ગરૂડની પેઠે ઉડશે. આવી રૂપકાત્મક ભાષા તેની સ્વતંત્રતા અને તાકાતને દર્શાવવા માટે વપરાય છે, જે દેવમાં ભરોસો રાખવાથી અને આજ્ઞા પાડવાથી આવે છે.
  • દાનિયેલના પુસ્તકમાં, નબૂખાદનેસ્સાર રાજાના વાળની લંબાઈને ગરૂડના પીછાંની લંબાઈ સાથે સરખાવવામાં આવ્યા હતા, કે જે 50 સેન્ટીમીટર કરતાં વધારે લાંબા હોઈ શકે છે.

(આ પણ જુઓ: દાનિયેલ, મુક્ત, નબૂખાદનેસ્સાર, શક્તિ)

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5403, H5404, H7360, G105

ગર્ભાશય, ગર્ભાશય

વ્યાખ્યા:

"ગર્ભાશય" શબ્દનો અર્થ છે કે જ્યાં બાળક તેની માતામાં વધે છે.

  • જૂનો શબ્દ છે જેનો ઉપયોગ નમ્ર અને ઓછી સીધી રીતે કરવા માટે થાય છે.

(જુઓ: સૌમ્યોક્તિ

ગર્ભાશય માટે વધુ આધુનિક શબ્દ"ગર્ભાશય” છે.

  • કેટલીક ભાષાઓમાં સ્ત્રીના ગર્ભાશય અથવા ગર્ભાશયનો ઉલ્લેખ કરવા માટે "પેટ” જેવા શબ્દનો ઉપયોગ થાય છે.
  • પ્રોજેક્ટ ભાષામાં આ માટે જે જાણીતા, કુદરતી અને સ્વીકાર્ય હોય તેવા શબ્દનો ઉપયોગ કરો

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H990, H4578, H7356, H7358, G1064, G2836, G3388

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

  • મોટેભાગે આ શબ્દ અભિમાની વ્યક્તિને વર્ણવે છે કે જે દેવની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ રાખે છે.
  • સામાન્ય રીતે ગર્વિષ્ઠ વ્યકિત પોતા વિશે આત્મપ્રશંસા કરે છે.
  • ગર્વિષ્ઠ વ્યક્તિ મૂર્ખ છે, જ્ઞાની નથી.
  • આ શબ્દનું ભાષાંતર “ગર્વ” અથવા “ઘમંડી” અથવા “સ્વ કેન્દ્રિત” તરીકે પણ કરી શકાય છે.
  • “ગર્વિષ્ઠ આંખો” જેની રૂપકાત્મક અભિવ્યક્તિનું ભાષાંતર, “ગર્વથી જોવું” અથવા “બીજાઓ ઓછા મહત્વમાં છે તેમ જોવું” અથવા “ગર્વિષ્ઠ વ્યક્તિ કે જે બીજાઓ ઉપર નીચું જુએ છે” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બડાઈ, ગર્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1361, H1363, H1364, H3093, H4791, H7312

ગળી જવું (ફાડી ખાવું), ભસ્મ કરેલું, વપરાશ

વ્યાખ્યા:

“ગળી જવું” શબ્દનો અર્થ, આક્રમક રીતે ખાવું અથવા વાપરવું.

  • રૂપકાત્મક અર્થમાં આ શબ્દ ઉપયોગ કરીને, પાઉલ વિશ્વાસીઓને ચેતવણી આપે છે કે, એકબીજાને ફાડી ન ખાઓ, એટલે કે શબ્દો અથવા કાર્યોથી દરેક એકબીજાનો હુમલો અથવા નાશ ન કરો (ગલાતી 5:15).
  • “ફાડી ખાવું” શબ્દનો રૂપકાત્મક અર્થ, જયારે રાષ્ટ્રો એકબીજા સાથે ફાડી ખાવા વિશે વાત કરે છે અથવા અગ્નિ લોકો અને ઈમારતોને નાશ કરે છે ત્યારે મોટેભાગે “સંપૂર્ણપણે નાશના” અર્થમાં તેનો ઉપયોગ થાય છે.
  • આ શબ્દનું ભાષાંતર, “પૂરી રીતે વાપરી કાઢવું” અથવા “તદ્દન નાશ” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H398, H399, H400, H402, H1104, H1105, H3216, H3615, H3857, H3898, H7462, H7602, G2068, G2666, G2719, G5315

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

  • આ પ્રકારની નારીજાત પ્રાણીને “ગાય,” નરજાતને “આખલો”, અને તેઓના સંતાનને “વાછરડું” કહેવામાં આવે છે.
  • બાઈબલમાં, ઢોર એ “શુદ્ધ” પ્રાણીઓ હતા, કે જે લોકો ખાઈ અને બલિદાન માટે વાપરી શકતા હતા. તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.
  • સમગ્ર બાઈબલમાં, બળદોને ઝૂંસરી સાથે બાંધી ગાડું અથવા હળ ખેંચવાના પ્રાણીઓ તરીકે દર્શાવામાં આવ્યા હતા.
  • એક સાથે ઝૂંસરી નીચે બળદોનું કામ કરવું, એવા બાઈબલમાંના સામાન્ય શબ્દસમૂહનો અર્થ, “ઝૂંસરી નીચે રહીને કઠીન કામ અને શ્રમ કરવું” એમ થાય છે.
  • આખલો પણ એક પ્રકારનો નર પશુ છે, પણ તેને ખસી કરેલી હોતી નથી અને કામ કરતાં પ્રાણી તરીકે તાલીમ આપેલી હોતી નથી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022

ગુનો, ગુનાઓ, ગુનેગાર, ગુનેગારો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગુનો” શબ્દ, જે દેશ અથવા રાજ્યનો કાયદો તોડી પાપમાં સામેલ થાય છે તેને દર્શાવે છે. “ગુનેગાર” શબ્દ, કોઈક કે જેણે ગુનો કર્યો છે તેને દર્શાવે છે.

  • ગુનાઓના પ્રકારમાં જેવા કે કોઈને મારી નાખવું અથવા મિલકત ચોરી કરવી, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
  • સામાન્ય રીતે ગુનેગારને પકડવામાં આવે છે અને તેમને કોઈ પ્રકારના બંધનમાં જેવા કે કેદખાનામાં નાખવામાં આવે છે.
  • બાઈબલના સમયોમાં, કેટલાક ગુનેગારો ભાગેડુ અને એક સ્થળેથી બીજા જગ્યાએ ભટકતા હતા, જેથી તેઓ જે લોકો તેમના ગુના માટે વેર લઈ તેમને નુકશાન કરવા માગતા હતા તેઓથી તેઓ બચી શકે.

(આ પણ જુઓ: ચોર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2154, H2400, H4639, H5771, H7563, H7564, G156, G1462, G2556, G2557, G4467

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

  • ઘઉંનાં બીજ અથવા અનાજ ઘઉંના છોડની ટોચ પર ઉગે છે.
  • ઘઉંનીકાપણીપછી, અનાજને મસળવા દ્વારા છોડના કણસાલાથી અલગ કરવામાં આવે છે. ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.
  • લોકો ઘઉંના અનાજને દળીને લોટ બનાવે છે અને રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.

(આ પણ જુઓ: જવ, ફોતરુ, અનાજ,બીજ, મસળવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1250, H2406, G4621

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

  • ક્યારેક તેનો અર્થ “ઘરના,” લોકો કે જેઓ એક ઘરમાં એકસાથે રહે છે તે દર્શાવે છે.
  • મોટેભાગે “ઘર” વ્યક્તિના વંશજો અથવા સંબંધીઓને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “દાઉદનું ઘર(કુટુંબ)” શબ્દસમૂહ, દાઉદ રાજાના બધા વંશજોને દર્શાવે છે.
  • “દેવનું ઘર” અને “યહોવાનું ઘર” શબ્દો, મુલાકાત મંડપ અથવા મંદિરને દર્શાવે છે. સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.
  • હિબ્રૂ 3 માં, “દેવના ઘર” ને રૂપક અલંકારમાં, દેવના લોકો અથવા, વધારે સામાન્ય રીતે, દેવને લગતી તમામ બાબત તરીકે દર્શાવવા વાપરવામાં આવી છે.
  • સામાન્ય રીતે “ઈઝરાએલનું ઘર” શબ્દસમૂહ, ઈઝરાએલના સમગ્ર દેશ અથવા વધુ નિશ્ચિત રીતે ઈઝરાએલના ઉત્તર રાજ્યના કુળોને દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “ઘર”નું ભાષાંતર, “ઘરના” અથવા “લોકો” અથવા “કુટુંબ” અથવા “વંશજો” અથવા “મંદિર” અથવા “રહેવાની જગ્યા” તરીકે કરી શકાય છે.
  • “દાઉદનું ઘર” શબ્દસમૂહનું ભાષાંતર, “દાઉદનું કુળ” અથવા “દાઉદનું કુટુંબ” અથવા “દાઉદના વંશજો” તરીકે કરી શકાય છે. આ પ્રકારની અભિવ્યક્તિઓનું ભાષાંતર એજ (સમાન) રીતે કરી શકાય છે.
  • “ઈઝરાએલનું ઘર” શબ્દનું વિવિધ ભાષાંતરમાં, “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલના વંશજો” અથવા “ઈઝરાએલીઓ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
  • “યહોવાનું ઘર” શબ્દસમૂહનું ભાષાંતર, “યહોવાનું મંદિર” અથવા “સ્થળ કે જ્યાં યહોવાનું ભજન થાય છે” અથવા “સ્થળ કે જ્યાં યહોવા તેના લોકોને મળે છે” અથવા “જ્યાં યહોવા રહે છે” તરીકે કરી શકાય છે.
  • “દેવના ઘરનું” ભાષાંતર સમાન રીતે કરી શકાય છે.

(આ પણ જુઓ: દાઉદ, વંશજ, દેવનું ઘર, ઘરના, ઈઝરાએલનું રાજ્ય, મુલાકાત મંડપ, મંદિર, યહોવા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H1005, G3609, G3613, G3614, G3624

ઘેટાં બકરાં, ટોળું, ટોળું, ઢોરઢાંક

વ્યાખ્યા:

બાઈબલમાં, “ટોળું” ઘેટાનો અથવા બકરાનો સમુદાય, અને “જાનવરનું ટોળું” પશુઓ, જેમાં બળદો, અથવા ભૂંડોના સમુદાયનો પણ સમાવેશ થાય છે.

  • કદાચ અલગ ભાષાઓમાં પશુઓ અથવા પક્ષીઓના જૂથોના માટે અલગ નામ આપવામાં આવ્યા હોઈ શકે.
  • ઉદાહરણ તરીકે, અંગ્રેજી શબ્દ, “ઢોર ઢાંક”ને ઘેટાં અથવા બકરાં માટે પણ વાપરવામાં આવ્યો છે, પણ બાઈબલના લખાણમાં આ રીતે વાપરવામાં આવ્યા નથી.
  • અંગ્રેજીમાં “ટોળું” શબ્દ, પક્ષીઓના જૂથ માટે પણ વાપરવામાં આવ્યો છે, પણ તે ભૂંડો, બળદો, અથવા પશુ માટે વાપરવામાં આવ્યો નથી.
  • ધ્યાનમાં રાખો કે જૂથોના પ્રાણીઓ માટે તમારી ભાષામાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે.
  • જયારે કલમોમાં “ટોળું અને ઢોર-ઢાંક” આવે ત્યારે જો લક્ષ ભાષામાં અલગ પ્રકારના પ્રાણીના જૂથોને માટે અલગ શબ્દો ન હોય તો, તેમાં ઉદાહરણ તરીકે “ઘેટાનું ટોળું” અથવા “પશુનું ટોળું” એવા શબ્દો ઉમેરી શકાય તો સારું રહેશે.

(આ પણ જુઓ: બકરો, બળદ, ભૂંડ, ઘેટું, )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G34, G4167, G4168

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

  • લોકોની આત્મિક જરૂરિયાતોની સંભાળ રાખવી તે શબ્દોનો ઉલ્લેખ વારંવાર બાઈબલમાં રૂપકાત્મક રીતે કરવામાં આવ્યા છે આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.
  • જુના કરારમાં, ઈશ્વરને તેઓના લોકના “ઘેટાંપાળક” કહેવામાં આવ્યાં હતાં કારણ કે તેઓ તેમની દરેક જરૂરિયાતોની સંભાળ રાખતાં હતાં અને તેમનું રક્ષણ કરતાં હતાં. તેઓ તેમને દોરતાં અને માર્ગદર્શન આપતાં હતાં. (જુઓ: રૂપક
  • મુસા ઈઝરાયેલીઓ માટે ઘેટાંપાળક હતો તેણે તેમને આત્મિક રીતે તેમની યહોવાની આરાધનામાં માર્ગદર્શન આપ્યું અને તેમની કનાન સુધીની મુસાફરીમાં શારીરિક રીતે દોરવણી આપી.
  • નવા કરારમાં, ઈસુએ પોતાને “ઉત્તમ ઘેટાંપાળક” કહ્યા. પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.
  • નવા કરારમાં, એવી વ્યક્તિ જે બીજા વિશ્વાસીઓનો આત્મિક આગેવાન હતો તેનો ઉલ્લેખ કરવા માટે પણ “ઘેટાંપાળક” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

  • જ્યારે શાબ્દિક રીતે કરવાનું હોય ત્યારે “ઘેટાંપાળક” ના કાર્યનું અનુવાદ “ઘેટાંની સંભાળ લેવી” અથવા “ઘેટાંનું ધ્યાન રાખવું” એમ કરી શકાય.
  • “ઘેટાંપાળક” તરીકે વ્યક્તિનું અનુવાદ “વ્યક્તિ કે જે ઘેટાંની સંભાળ રાખે છે તે” અથવા “ઘેટાંને જોનાર” અથવા “ઘેટાંના પાલક” એમ કરી શકાય.
  • જ્યારે રૂપકાત્મક રીતે વાપરવામાં આવે, ત્યારે આ શબ્દોનો “આત્મિક ઘેટાંપાળક” અથવા “આત્મિક આગેવાન” અથવા “વ્યક્તિ કે જે ઘેટાંપાળકસમાન છે” અથવા “વ્યક્તિ કે જે પોતાના ઘેટાંની સંભાળ રાખે છે તેમ પોતાના લોકોની સંભાળ રાખે છે” અથવા “વ્યક્તિ કે જે પોતાના લોકોને દોરે છે જેમ ઘેટાંપાળક પોતાના ઘેટાંને દોરે છે તેમ” અથવા “વ્યક્તિ કે જે ઈશ્વરના ઘેટાંની સંભાળ રાખે છે” એમ જુદી-જુદી રીતે અનુવાદ કરી સમાવિષ્ટ કરી શકાય.
  • કેટલાંક સંદર્ભોમાં, “ઘેટાંપાળક” નું અનુવાદ “આગેવાન” અથવા “માર્ગદર્શક” અથવા “પાલક” એમ કરી શકાય.
  • આત્મિક દ્રષ્ટિકોણથી “ઘેટાંપાળક” નું અનુવાદ “ની સંભાળ રાખનાર” અથવા “આત્મિક રીતે પોષવું” અથવા “માર્ગદર્શન આપવું અને શીખવવું” અથવા “દોરવણી આપવી અને સંભાળ લેવી (જેમ ઘેટાંપાળક ઘેટાં માટે કરે છે તેમ)” કરી શકાય.
  • રૂપકાત્મક ઉપયોગમાં, “ઘેટાંપાળક” શબ્દના અનુવાદ માટેના શાબ્દિક શબ્દનો ઉપયોગ કરવો અને સમાવેશ કરવો તે શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: માનવું, કનાન, મંડળી, મુસા, પાળક, ઘેટાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:11 મુસા બન્યો ઘેટાંપાળક મીસરથી ઘણે દૂર રણમાં.
  • 17:2 દાઉદ હતો ઘેટાંપાળક બેથલેહેમ શહેરથી. જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.
  • 23:6 એ રાતે, ત્યાં કેટલાંક ઘેટાંપાળકો હતાં નજીકન ખેતરમાં તેમના ઘેટાંઓનું રક્ષણ કરતાં હતાં.
  • 23:8ઘેટાંપાળકો ઈસુ જ્યાં હતા એ જગાએ જલદીથી આવી પહોંચ્યા અને તેઓએ ગભાણમાં તેમને જોયા, જેમ દૂતોએ તેમને કહ્યું હતું તેમ.
  • 30:3 ઈસુ માટે, આ લોકો ઘેટાં હતાં ઘેટાંપાળક વિનાના.

શબ્દ માહિતી:

  • Strong's: H6629, H7462, H7469, H7473, G750, G4165, G4166

ઘેટી, ઘેટીઓ, ખરીવાળો ઘેટો, ખરીવાળા ઘેટાંઓ, ઘેટાં, ઘેટાંનો વાળો, ઉન કાતનારાઓ, ઘેટાંનું ચામડું

વ્યાખ્યા:

“ઘેટાં” એક મધ્યમ કદના પ્રાણી છે જેના ચાર પગ હોય છે અને તેના તમામ શરીર પર ઉન હોય છે. નર ઘેટાંને “ખરીવાળો ઘેટો” કહેવાય છે. નારી ઘેટાંને “ઘેટી” કહેવાય છે. “ઘેટાં” નું બહુવચન “ઘેટાંઓ” પણ થાય છે.

  • ઘેટાંના બચ્ચાને “હલવાન” કહેવામાં આવે છે.
  • ઈઝરાયેલીઓ વારંવાર બલિદાનને માટે ઘેટાંઓનો ઉપયોગ કરતાં હતાં, ખાસ કરીને નર અને જુવાન ઘેટાંનો.
  • લોકો ઘેટાંમાંથી માંસ ખાય છે અને તેના ઊનનો ઉપયોગ કપડાં અને અન્ય વસ્તુઓ બનાવવા માટે કરે છે.
  • ઘેટાં ખૂબ જ વિશ્વાસુ, નબળા અને ડરપોક હોય છે. તેઓ સરળતાથી દૂર ભટકવું પ્રભાવિત થઈ જાય છે. તેઓને એક ઘેટાંપાળક જે તેમને દોરી જાય, તેમનું રક્ષણ કરે તેમને ખોરાક, પાણી અને આશ્રય પૂરો પાડે તેની જરૂર હોય છે.
  • બાઇબલમાં, જે લોકોને ઈશ્વર તેમના ઘેટાંપાળક તરીકે છે તેઓની સરખામણી ઘેટાં સાથે કરવામાં આવી છે.

(અનુવાદ માટેના સૂચનો: અજ્ઞાતનો કેવી રીતે અનુવાદ કરવો

(આ પણ જુઓ: ઈઝરાયેલ, હલવાન, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:12 એક દિવસ જ્યારે મુસા સંભાળ રાખી રહ્યો હતો તેના ઘેટાંની, તેણે બળતું ઝાડવું જોયું.
  • 17:2 દાઉદ બેથલેહેમ શહેરથી એક ભરવાડ હતો. જુદા-જુદા સમયે જ્યારે તે સંભાળ રાખતો હતો તેના પિતાના ઘેટાંની, દાઉદે સિંહ અને રીંછ બંનેને મારી નાંખ્યા હતાં કે જેમણે હુમલો કર્યો હતો ઘેટાં પર.
  • 30:3 ઈસુ માટે, આ લોકો ઘેટાંના જેવા છે ઘેટાંપાળક વિનાના.
  • 38:8 ઈસુએ કહ્યું, “આજે રાતે તમે સહુ મને છોડી દેશો. એ લખવામાં આવ્યું છે કે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને બધા ઘેટાંઓ વેર-વિખેર થઈ જશે.'"

શબ્દ માહિતી:

  • Strong's: H352, H1494, H1798, H2169, H3104, H3532, H3535, H3733, H3775, H5739, H5763, H6260, H6629, H6792, H7353, H7462, H7716, G4165, G4262, G4263

ઘેરો, ઘેરી લેવું, ઘેરાયેલાં, ઘેરો ઘાલનાર, ઘેરી રહ્યા છે, હંગામી કિલ્લો

વ્યાખ્યા:

"ઘેરો" ત્યારે થાય છે જ્યારે એક આક્રમણકારી લશ્કર શહેરની આસપાસ આવે છે અને તેને ખોરાક અને પાણીની કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવાથી રોકી રાખે છે. શહેરને "ઘેરી લેવું" અથવા તેને "ઘોષણા હેઠળ" મૂકવું તેનો અર્થ એ છે કે ઘેરાબંધી દ્વારા તેના પર હુમલો કરવો.

  • જ્યારે બાબિલીઓ ઈઝરાયેલ પર હુમલો કરવા આવ્યા, ત્યારે તેઓએ શહેરની અંદર લોકોને નબળા બનાવવા યરૂશાલેમ સામે ઘેરો ઘાલ્યો હતો.
  • મોટેભાગે ઘેરાબંધી દરમિયાન, શહેરની દિવાલો પાર કરવા અને શહેર પર આક્રમણ કરવા માટે હુમલાખોર સૈન્યને શક્તિમાન કરવા માટે ધૂળની ઢોળાવવાળો માર્ગ ધીમે ધીમે નિર્માણ કરવામાં આવે છે.
  • શહેરને “ઘેરી લેવું” તેને “ઘેરો ઘાલવો” અથવા તેના પર “ઘેરો કરવો” તરીકે વ્યક્ત કરી શકાય.
  • “ઘેરી લેવું” શબ્દનો સમાન શબ્દપ્રયોગ “ઘેરાબંધી હેઠળ” તરીકે થાય છે. બંને અભિવ્યક્તિઓ એવું શહેર કે જેને દુશ્મનના સૈન્યએ ઘેરી લીધા છે તે વર્ણવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4692, H4693, H5341, H5437, H5564, H6693, H6696, H6887

ઘોડો, ઘોડા, યુદ્ધ ઘોડો, યુદ્ધ ઘોડા, ઘોડા પર

વ્યાખ્યા:

ઘોડો એક મોટું, ચાર પગવાળું પ્રાણી છે કે જે મોટેભાગે બાઈબલના સમયમાં ખેતી કામ માટે અને લોકોના વાહનવ્યવહાર (મુસાફરી) માટે વાપરવામાં આવતા હતા.

  • ક્યારેક ઘોડાને ગાડા અથવા રથોને ખેંચવા માટે વાપરવામાં આવતા હતા, જયારે બીજા તેને વ્યક્તિગત સવારી કરીને જવા માટે વાપરવામાં આવતા હતા.
  • મોટેભાગે ઘોડાઓ તેઓના માથા ઉપર લગામનું ચોકડું અને રાશ પહેરતા જેથી તેઓ માર્ગદર્શન કરી શકે.
  • બાઈબલમાં, ઘોડાઓને મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવતા હતા અને સંપત્તિમાં ગણવામાં આવતા, કારણકે મુખ્યત્વે યુદ્ધમાં તેઓનો ઉપયોગ થતો હતો.
  • ઉદાહરણ તરીકે, સુલેમાન રાજા કે જેની પાસે હજારો ઘોડા અને રથો હતા કે જે તેની સંપત્તિના મહાન ભાગરૂપ હતા.
  • પ્રાણીઓ કે જે ગધેડો અને ખચ્ચર જે ઘોડા સમાન છે.

(આ પણ જુઓ: રથ, , ગધેડો, સુલેમાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H47, H5483, H5484, H6571, H7409, G2462

ચંદ્રદર્શન, ચંદ્રદર્શનો

વ્યાખ્યા:

“ચંદ્રદર્શન” શબ્દ જ્યારે ચંદ્ર નાનો, પ્રકાશનો અર્ધચંદ્રાકાર ટુકડો દેખાય છે તેનો ઉલ્લેખ કરે છે. જ્યારે ચંદ્ર સૂર્યાસ્ત સમયે પૃથ્વીના ગ્રહ આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં ફરે છે ત્યારે આ તેનો શરૂઆતનો તબક્કો છે. આ, થોડા દિવસ અંધકારમય રહ્યા પછી ચંદ્ર દ્રશ્યમાન થાય તેના પ્રથમ દિવસનો ઉલ્લેખ પણ કરે છે.

  • પ્રાચીન સમયોમાં, ચંદ્રદર્શનો ખાસ સમયગાળાઓની શરૂઆત સૂચિત કરતા હતા જેમ કે મહિનાઓની શરૂઆત.
  • ઇઝરાયલીઓ એક ચંદ્રદર્શન પર્વ ઉજવતા હતા કે જેમાં ઘેટાંનું શિંગ ફૂંકવામાં આવતું હતું.
  • બાઇબલ આ સમયને “મહિનાની શરૂઆત” તરીકે પણ ઉલ્લેખે છે.

(આ પણ જૂઓ: મહિનો, પૃથ્વી, પર્વ, શિંગ, ઘેટું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2320, G33760, G35610

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

  • ઘણીવાર ચંપલ એ કાયદેસરના વ્યવહાર નક્કી કરવા ઉપયોગમાં લેવાતા, જેવી કે મિલકત વેચવા: એક માણસ ચંપલ કાઢે અને બીજાને આપી દે.
  • જોન્ના કે ચંપલ કાઢવા તે માન અને આદરની પણ નિશાની હતી, ખાસ કરીને ઈશ્વરની હાજરીમાં.
  • યોહાને કહ્યું કે તે ઈસુના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય ન હતો, જે નોકર કે ગુલામનું હલકું કાર્ય હતું.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5274, H5275, H8288, G4547, G5266

ચાંદી/રૂપું

વ્યાખ્યા:

ચાંદી એ ચળકતું, રાખોડી મુલ્યવાન ધાતુ સિક્કાઓ, ઝવેરાત, પાત્રો અને ઘરેણાં બનાવવા માટે વપરાય છે.

  • વિવિધ પાત્રો ચાંદીના પ્યાલાઓ અને વાટકાઓનો સમાવેશ કરે છે, અને બીજી વસ્તુઓ ખોરાક બનાવવા, ખાવા અને વહેંચવા માટે વાપરવામાં આવે છે.
  • ચાંદી અને સોનાનો ઉપયોગ મુલાકાત મંડપ અને મંદિરના બાંધકામમાં કરવામાં આવ્યો હતો. યારૂશાલેમમાંના મંદિરમા ચાંદીના પાત્રો હતા.
  • બાઈબલના સમયમાં, શેકેલ એ વજનનું એકમ હતું, અને ખરીદી હંમેશા ચોક્કસ ચાંદીના શેકેલની સંખ્યાની કિંમતમા કરવામાં આવતી હતી. નવા કરારના સમયમાં ત્યારે રૂપાના સિક્કાઓ અનેક વજનના હતા જેને શેકેલમાં માપવામાં આવતા હતા.
  • યુસફના ભાઈઓએ તેને ગુલામ તરીકે વીસ ચાંદીના શેકેલમાં વેચી દીધો.
  • યહુદાને ઈસુને પરસ્વાધીન કરવા માટે ત્રીસ ચાંદીના સિક્કાઓ આપવામાં આવ્યા હતા.

(આ પણ જુઓ: મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3701, H3702, H7192, G693, G694, G695, G696, G1406

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

  • “ હનોખ ઈશ્વર સાથે ચાલ્યો" એટલે એનો અર્થ હનોખ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં રહીને જીવતો હતા.
  • 'આત્મા દ્વારા ચાલવું' એટલે પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન પામવું, જેથી આપણે જે કઇ કરીએ તેથી ઈશ્વરને પ્રસન્ન અને સન્માનિત કરીએ છીએ.
  • ઈશ્વરની આજ્ઞાઓમાં "ચાલવું" અથવા 'ઈશ્વરના માર્ગમાં ચાલવું' એટલે કે, 'તેમની આજ્ઞાઓમાં જીવવું' એટલે "તેમની આજ્ઞાઓને આધીન રહેવું" અથવા "તેમની ઇચ્છા પ્રમાણે કરવું."
  • જ્યારે ઈશ્વર કહે છે કે તેઓ તેમના લોકો વચ્ચે "ચાલશે", તેનો અર્થ એ કે તેઓ તેમની વચ્ચે રહે છે અથવા તેમની સાથે નજીકથી વાતચીત કરી રહ્યા છે.
  • “ની વિરુદ્ધ ચાલવું” નો અર્થ કંઈક અથવા કોઈની વિરુદ્ધ છે તે રીતે જીવવું અથવા વર્તન કરવું. "
  • “ પાછળ ચાલવું" નો અર્થ એ કે કોઈ વ્યક્તિને અથવા કંઈક શોધી કાઢવું. બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

  • "ચાલવું” એમ શાબ્દિક અનુવાદ કરવાની સાથે સાથે, તેનો સાચો અર્થ જળવાઈ રહે તો તે અનુવાદ શ્રેષ્ઠ છે.
  • નહિંતર, "ચાલવું " નો લાક્ષણિક ઉપયોગ "જીવવું" અથવા "કૃત્ય કરવું" અથવા"વર્તવું” દ્વારા પણ અનુવાદ કરી શકાય છે.
  • “આત્મા દ્વારા ચાલવું" શબ્દનું ભાષાંતર "પવિત્ર આત્માની આધીનતામાં જીવવું " અથવા "પવિત્ર આત્માને પ્રસન્ન કરે તે રીતે વર્તવું“ અથવા "જે બાબતો ઈશ્વરને ખુશ કરે છે તે પવિત્ર આત્માના માર્ગદર્શન દ્વારા કરવી” તરીકે અનુવાદ કરી શકાય છે.
  • “ઈશ્વરની આજ્ઞાઓમાં ચાલવું” એનું ભાષાંતર "ઈશ્વરની આજ્ઞાઓથી જીવવું " અથવા "ઈશ્વરની આજ્ઞાઓ પાળવી" કરી શકાય છે.
  • “ ઈશ્વરની સાથે ચાલ્યો" શબ્દસમૂહનું ભાષાંતર આમ થઈ શકે છે, " ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં તેમને આધીન રહીને તથા સન્માન આપીને જીવ્યો."

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, સન્માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1869, H1979, H1980, H1981, H3212, H4108, H4109, G1330, G1704, G3716, G4043, G4198, G4748

ચાલાક, ચાલાક રીતે

વ્યાખ્યા:

“ચાલાક” શબ્દ એવી વ્યક્તિનું વર્ણન કરે છે કે જે બુદ્ધિશાળી અને હોશિયાર હોય છે, ખાસ કરીને વ્યવહારુ બાબતોમાં.

  • કેટલીકવાર “ચાલાક” શબ્દનો આંશિક નકારાત્મક અર્થ થાય છે કેમ કે સામાન્ય રીતે તે સ્વાર્થી હોવાનો પણ સમાવેશ કરે છે.
  • ચાલાક વ્યક્તિ હંમેશા પોતાને મદદ કરવાને માટે ધ્યાન કેન્દ્રિત કરે છે, બીજાને નહિ.
  • બીજી રીતે આ શબ્દનો અનુવાદ સંદર્ભને આધારે “નિપુણતા” અથવા “કુશળ” અથવા “ચાલાક” અથવા “હોશિયાર” એમ કરીને સમાવેશ કરી શકાય.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2450, H6175, G5429

ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીઓ નાખવી

વ્યાખ્યા:

"ચિઠ્ઠી" એક નિશ્ચિત વસ્તુ છે જે કંઇક નક્કી કરવાનો માર્ગ તરીકે અન્ય સમાન વસ્તુઓમાંથી પસંદ કરવામાં આવે છે. " ચિઠ્ઠીઓ નાખવી " જમીન અથવા અન્ય સપાટી પર નિશાની કરેલી વસ્તુઓને ઉછાળવાનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી વાર ચિઠ્ઠી નાના પથ્થરો અથવા માટીકામના તૂટેલા ટુકડાઓ તરીકે ઓળખાય છે.
  • કેટલાક સંસ્કૃતિઓ સ્ટ્રોઝના સમૂહનો ઉપયોગ કરીને ચિઠ્ઠી "ડ્રો કરે" અથવા "ખેંચે છે". કોઈએ સ્ટ્રોઝ રાખ્યા છે જેથી કોઈ પણ જોઈ ન શકે કે તે કેટલી લાંબી છે.

દરેક વ્યક્તિ એક સ્ટ્રો ખેંચે છે અને જે સૌથી લાંબી (અથવા સૌથી ટૂંકી) સ્ટ્રો પસંદ કરે છે તે પસંદ કરેલા છે.

  • ઈસ્રાએલીઓએ ઘણાં ઉછાળવાનો ઉપયોગ ઈશ્વરે તેઓને જે કરવાનું હતું તે શોધવા માટે કર્યો.

  • ઝખાર્યાહ અને એલિસાબેતના સમયમાં, તે પણ પસંદ કરવામાં આવતો હતો કે કયા યાજક ચોક્કસ સમયે મંદિરમાં ચોક્કસ ફરજ બજાવશે.

  • જે સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો, તેઓએ ઈસુના ઝભ્ભાને કોણ રાખશે તે નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી.

  • "કાસ્ટિંગ લૉટ" શબ્દનો અનુવાદ " લોટ ઉછાળવી " અથવા " લોટ ખેચવી " અથવા " લોટ ગબડાવવી" તરીકે થઈ શકે છે. ખાતરી કરો કે "નાખવું" નું ભાષાંતર લાંબા અંતરે ફેંકી નાખવા જેવા અવાજ જેવું નથી.

  • સંદર્ભના આધારે, "લોટ" શબ્દનો અનુવાદ "ચિહ્નિત પથ્થર" અથવા "માટીના ટુકડા" અથવા "લાકડી" અથવા "સ્ટ્રોના ટુકડા" તરીકે પણ થઈ શકે છે.

  • જો "પાસાં દ્વારા" નિર્ણય લેવામાં આવે છે, તો તેને "ઘણાં (અથવા ફેંકવાના) ઘણાં દ્વારા" ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: એલિસાબેત, યાજક, ઝખાર્યા, ઝખાર્યા

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1486, H2256, H5307, G2624, G2819, G2975, G3091

ચિત્તો, ચિત્તાઓ

તથ્યો:

ચિત્તો વિશાળ, બિલાડી જેવો, જંગલી પ્રાણી કે જે ભૂરા સાથે કાળા પટ્ટાવાળો હોય છે.

  • ચિત્તો એવ પ્રકારનું પ્રાણી છે જે બીજા પ્રાણીઓને પકડીને તેમણે ખાઈ જાય છે.
  • બાઈબલમાં, અચાનક આવતી આપત્તિને ચિત્તા સાથે સરખાવમાં આવી છે, જે તેના શિકાર પર અચાનક આવી પડે છે.
  • દાનિયેલ પ્રબોધક અને પ્રેરિત યોહાન દર્શન વિષે જણાવે છે જેમાં તેઓએ એક પશુ જોયું જે ચિત્તા જેવુ દેખાતું હતું.

(આ પણ જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું)

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જુઓ: પશુ, દાનિયેલ, શિકાર, દર્શન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5245, H5246

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

  • કેટલીક સંસ્કૃતિમાં અભિવાદન કે છેલ્લી સલામી પાઠવવાના ભાગ સ્વરૂપે એકબીજાના ગાલ પર ચુંબન કરવામાં આવે છે.
  • ચુંબન એ બે વ્યક્તિઓ વચ્ચે ઊંડો પ્રેમ છે તે જણાવી શકે છે, જેમ કે પતિ-પત્ની તરીકે.
  • "કોઈકને વિદાય વેળાનું ચુંબન કરવું" ની અભિવ્યક્તિ એટલે કે ચુંબન સાથે છેલ્લી સલામ કહેવી.
  • કેટલીકવાર "ચુંબન" શબ્દ "કોઈકને છેલ્લી સલામ કહેવા" વાપરવામાં આવે છે. જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5390, H5401, G2705, G5368, G5370

ચેતવણી આપવી, ચેતવણી આપી, માહિતગાર

વ્યાખ્યા:

“ચેતવણી આપવી” શબ્દોનો અર્થ સખત રીતે ચેતવણી અથવા સલાહ આપવી થાય છે.

  • મોટેભાગે “ચેતવણી આપવી” શબ્દોનો અર્થ એમ થાય છે કે, કોઈને કાંઈક ન કરવા માટે સલાહ આપવી.
  • ઈસુની મંડળીમાં વિશ્વાસીઓને શીખવામાં આવે છે કે તેઓ પાપથી દુર રહેવા અને પવિત્ર જીવન જીવવા એકબીજાને ચેતવણી આપે.
  • “ચેતવણી આપવી” શબ્દોનું ભાષાંતર “પાપ ના કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું અથવા “પાપ ન કરવા કોઈકને વિનંતી કરવી” થઇ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2094, H5749, G3560, G3867, G5537

ચોકીબુરજ, ચોકીબુરજો, બુરજ

વ્યાખ્યા:

" ચોકી બુરજ " શબ્દ એ એક ઊંચી ઇમારત બાંધવામાં આવે છે, જે જગ્યાએથી ચોકીદારો કોઈપણ ખતરાને જોઈ શકે છે. આ બુરજો ઘણી વખત પથ્થરના બનેલા હતા.

  • જમીનમાલિકોએ કેટલીક વાર બુરજ બનાવ્યા હતા છે, જ્યાંથી તેઓ તેમના પાકની રક્ષા કરી શકે અને ચોરાઇ જવાથી તેમને સુરક્ષિત કરી શકે.
  • આ બુરજોમાં એવા ઓરડાનો સમાવેશ થતો હતો જ્યાં ચોકીદાર અથવા કુટુંબ રહેતા હતા, જેથી તેઓ દિવસ અને રાત પાકનું રક્ષણ કરી શકે. શહેરની દિવાલો કરતા શહેરો માટેના ઘડિયાળ બાંધી દેવામાં આવ્યાં જેથી ચોકીદારો જોઈ શકે કે જો કોઈ દુશ્મનો શહેર પર હુમલો કરવા આવતા હોય તો.
  • “ચોકીબુરજ" શબ્દનો ઉપયોગ દુશ્મનોથી રક્ષણના પ્રતીક તરીકે પણ થાય છે.

(જુઓ: રૂપક)

(આ પણ જુઓ: પ્રતિસ્પર્ધી, ઘડિયાળ)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H803, H969, H971, H975, H1785, H2918, H4024, H4026, H4029, H4692, H4707, H4869, H6076, H6438, H6836, H6844, G4444

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

  • ઈસુએ એક સમરૂની માણસ વિષે એક દૃષ્ટાંત આપ્યું હતું, જેણે એક યહુદી માણસની સંભાળ રાખી હતી. જેના પર લૂંટારા દ્વારા હુમલો કરાયો હતો. લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.
  • ચોર અને લૂંટારાઓ બંને અચાનક ચોરી કરવા આવે છે, જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી. મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.
  • એક લાક્ષણિક રીતે, નવા કરારમાં શેતાનને ચોર તરીકે વર્ણવે છે જે ચોરી કરવા, મારવા અને નાશ કરવા આવે છે. આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।
  • ઈસુએ તેમના અચાનક પાછા આવવાની સરખામણી ચોર અચાનક લોકો પાસેથી ચોરી કરવા આવે છે તેની સાથે કરી. જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ, અપરાધ ,વધસ્તંભે જડવું, અંધકાર, વિનાશ કરનાર, સામર્થ્ય, સમરૂનમાં, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1214, H1215, H1416, H1589, H1590, H1980, H6530, H6782, H7703, G727, G1888, G2417, G2812, G3027

છાણ, ખાતર

વ્યાખ્યા:

“છાણ” શબ્દ એ મનુષ્ય અથવા પશુનો ઘટ્ટ કચરો દર્શાવે છે, અને તેને મળ અથવા વિષ્ટા પણ કહેવામાં આવે છે. જયારે તે જમીનને સમૃદ્ધ કરવા ખાતર તરીકે વપરાય છે, ત્યારે તેને “ખાતર” કહેવામાં આવે છે.

  • આ શબ્દોને રૂપકાત્મક રીતે કંઇક કે જે નકામું અથવા મહત્વપૂર્ણ નથી તે માટે પણ વાપરી શકાય છે.
  • મોટેભાગે પશુના સૂકા છાણને બળતણ માટે વાપરવામાં આવે છે.
  • “પૃથ્વી ઉપર છાણ જેવું હોવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “નકામા છાણની જેમ ધરતી ઉપર વિખરાઈ જવું,” તરીકે કરી શકાય છે.
  • યરૂશાલેમની દક્ષિણ દીવાલમાંનો “છાણ નો દરવાજો” કદાચ એ દરવાજો હતો કે જ્યાંથી કચરો અને નકામી ચીજો શહેરની બહાર લઈ જવામાં આવતી હતી.

(આ પણ જુઓ: દરવાજો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H830, H1119, H1557, H1561, H1686, H1828, H6569, H6675, G906, G4657

છાંયો, છાંયો કરે છે, પડછાયો, ઝાંખું

વ્યાખ્યા:

"છાંયો" શબ્દ શાબ્દિક રીતે અંધકારનો ઉલ્લેખ કરે છે કે જે પ્રકાશને અટકાવનાર કોઈ વસ્તુ દ્વારા થાય છે. તેના અનેક રૂપકાત્મક અર્થ પણ છે.

  • “મરણની છાંયા" નો અર્થ કે મરણ હાજર છે અથવા નજીક છે, જેમ છાંયો તેની કોઈ વસ્તુની હાજરીને દર્શાવે છે તેમ.
  • બાઈબલમાં ઘણી વખત, મનુષ્યનું જીવન છાંયા સાથે સરખાવવામાં આવે છે, જે લાંબા સમય સુધી ચાલતું નથી અને જેનું કોઈ મહત્વ નથી.
  • ઘણીવાર "છાંયો" બીજો શબ્દ “અંધકાર" તરીકે વાપરવામાં આવ્યો છે.
  • ઈશ્વરની પાંખોની છાંયામાં અથવા હાથમાં છુપાયેલ અથવા સુરક્ષિત એ વિષે બાઈબલ જણાવે છે. આ જોખમથી સુરક્ષિત અને છુપાયેલનું ચિત્ર છે. આ સંદર્ભોમાં "છાંયા" નું અનુવાદ કરવાની અન્ય રીતોમાં "છાંયડો" અથવા "સલામતી" અથવા "રક્ષણ" સામેલ હોઈ શકે છે.
  • વાસ્તવિક છાંયાના સંદર્ભ માટે સ્થાનિક શબ્દનો શાબ્દિક ઉપયોગ કરીને "છાંયો" નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: અંધકાર, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2927, H6738, H6751, H6752, H6754, H6757, H6767, G644, G1982, G2683, G4639

છૂટાછેડા

વ્યાખ્યા:

છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે. “છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.

  • “છૂટાછેડા” શબ્દ માટેનો શાબ્દિક અર્થ, “મોકલી દેવું” અથવા “ઔપચારિક રીતથી અલગ” થાય છે. છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.
  • “છૂટાછેડાનું પ્રમાણપત્ર” શબ્દનું ભાષાંતર, “એક પ્રકારનું પત્ર છે કે જે દર્શાવે છે કે લગ્નનો અંત આવી ગયો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1644, H3748, H5493, H7971, G630, G647, G863

છેતરવું, જૂઠું બોલવું, છેતરપિંડી, ભ્રમણા

વ્યાખ્યા:

“છેતરવું” શબ્દ કંઈક કે જે સાચું નથી તેને માનવા કોઈને પ્રેરવો, મોટાભાગે જુઠ્ઠું બોલીને. કોઈને છેતરવાના કાર્યને “જુઠ્ઠું બોલવું," "છેતરવું" અથવા "ભ્રમિત કરવું" કહેવામાં આવે છે.

  • “છેતરનાર” એવી વ્યક્તિ છે જે બીજાઓને કંઈક ખોટું છે તે માનવા પ્રેરે છે. ઉદાહરણ તરીકે, શેતાનને “છેતરનાર” કહેવામાં આવ્યો છે. દુષ્ટ આત્માઓ કે જેનું તે નિયંત્રણ કરે છે તે પણ “છેતરનારા” (આત્માઓ) છે.
  • "જુઠ્ઠું" બોલવું એટલે જે સત્ય નથી તેવું કાંઇક કહેવું.
  • વ્યક્તિનું કાર્ય અથવા વાત (સંદેશા) જે સાચા નથી, તેને પણ “છેતરામણું” તરીકે વર્ણન કરી શકાય છે.
  • “કપટ” અને “છેતરપિંડી” શબ્દોના સમાન અર્થ થાય છે, પણ તેમાં કેટલાક નાના તફાવતો જે રીતે તેઓનો ઉપયોગ થાય છે તેમાં રહેલા છે.
  • “કપટી” અને “ભ્રામક” જેવા વર્ણનાત્મક શબ્દોના સમાન અર્થ રહેલા છે અને તેનો ઉપયોગ પણ સમાન સંદર્ભ કરવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “છેતરવું” શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરીએ તો, “જૂઠું બોલવું” અથવા “ખોટી માન્યતા માનવા પ્રેરવું” અથવા “કોઈકને કે જે સાચું નથી તે માનવા માટે કારણ બનવું” નો સમાવેશ કરી શકાય.
  • “ઠગવું” શબ્દનું ભાષાંતર, “કંઈક ખોટું વિચારવા પ્રેરવું” અથવા “ખોટું બોલવું” અથવા “બનાવટ કરવી” અથવા “મૂર્ખ બનાવવું” અથવા “ગેરમાર્ગે દોરવું,” કરી શકાય.
  • “છેતરનાર” શબ્દનું ભાષાંતર, “જૂઠો” અથવા “જે ગેરમાર્ગે દોરે છે તે” અથવા “કોઈક કે જે છેતરે છે,” કરી શકાય.
  • સંદર્ભ પર આધાર રાખીને, “છેતરપિંડી” અથવા “ઠગાઈ” શબ્દોનું ભાષાંતર, એવા શબ્દ અથવા શબ્દસમૂહનો ઉપયોગ કરીને, જેનો અર્થ “જુઠાણું” અથવા “જુઠ્ઠાબોલું” અથવા “કપટ” અથવા “બેઈમાની” હોય તે દ્વારા કરી શકાય છે.
  • “ભ્રામક” અથવા “કપટી” શબ્દોનું ભાષાંતર, “જૂઠું” અથવા “ગેરમાર્ગે દોરવું” અથવા “જુઠ્ઠાબોલું,” કરી શકાય, એ વ્યક્તિનું વર્ણન કરવા કે જે એ રીતે કહે છે અથવા વર્તે છે કે જેથી જે સાચું નથી તે બાબતો માનવા બીજાઓ દોરાય.

(આ પણ જુઓ: સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H898, H2048, H3577, H3584, H4123, H4820, H4860, H5230, H5377, H6121, H6231, H6280, H6601, H7411, H7423, H7683, H7686, H7952, H8267, H8496, H8501, H8582, H8591, H8649, G538, G539, G1386, G1387, G1388, G1389, G1818, G3884, G4105, G4106, G4108, G5422, G5423

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

  • વાવવાની અને રોપવાની રીત અલગ હોઈ શકે, પરંતુ એક રીત એ છે કે મુઠ્ઠીભર બીજ લેવા અને જમીનમાં તેઓને પાથરવા.
  • બીજી રીત બીજ રોપવાની એ જમીનમાં કાણાં પાળવા અને દરેક કાણાંમાં બીજ મુકવા.
  • “વાવવું” શબ્દ રૂપકાત્મક રીતે ઉપયોગમાં લઇ શકાય, જેમ કે “વ્યક્તિ જે વાવે છે તે જ લણે છે.” એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

  • “વાવવું” શબ્દનો અનુવાદ “રોપવું” પણ કરી શકાય. એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.
  • “વાવનાર” ને અનુવાદ કરવાની બીજી રીતોમાં “રોપનાર” અથવા “ખેડૂત” અથવા “વ્યક્તિ કે જે બીજ વાવે છે” તેનો સમવેશ કરી શકાય.
  • અંગ્રેજીમાં, “વાવવું” એ માત્ર બીજ વાવવા વપરાય છે, પરંતુ અંગેજી શબ્દ “છોડ/રોપવું” બીજ અને મોટી બાબતો, જેમ કે ઝાડ રોપવા વાપરી શકાય છે. બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.
  • “વ્યક્તિ જે વાવે છે તે લણે છે” અભિવ્યક્તિનુ અનુવાદ આમ કારી શકાય “જેમ ચોક્કસ પ્રકારના બીજ ચોક્કસ પ્રકારના છોડ ઉત્પન્ન કરે, તેમ જ વ્યક્તિના સારા કૃત્યો સારું પરિણામ લાવશે અને વ્યક્તિના દુષ્ટ કૃત્યો દુષ્ટ પરિણામ લાવશે.”

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, પાક ભેગો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2221, H2232, H2233, H2236, H4218, H4302, H5193, H7971, H8362, G4687, G4703, G5300, G5452 , G6037

છોડાવવું, બચાવવું, છોડાવ્યું, છોડાવનાર, છુટકારો

વ્યાખ્યા:

કોઈને “છોડાવવું (તારવું)” તેનો અર્થ, તે વ્યક્તિને બચાવવી.

“છોડાવનાર” શબ્દ કોઈ વ્યક્તિ કે જે લોકોને ગુલામી, જુલમ અથવા અન્ય જોખમોથી બચાવે અથવા મુક્ત કરે, તે દર્શાવે છે. “છુટકારો” શબ્દ જયારે કોઈ ગુલામી, જુલમ અથવા અન્ય જોખમોથી લોકોને બચાવે અથવા મુક્ત કરે ત્યારે જે થાય છે, તેને દર્શાવે છે.

  • જૂના કરારમાં દેવે બીજા લોકોના જૂથોની વિરુદ્ધ કે જેઓ ઈઝરાએલીઓ પર હુમલો કરવા માટે આવતા, તેઓ પર યુધ્ધમાં દોરીને રક્ષણ આપવા દેવે છોડાવનારાઓની નિમણૂક કરી.
  • આ છોડાવનારાઓને “ન્યાયાધીશો” પણ કહેવામાં આવતા હતા, અને જયારે આ ન્યાયાધીશો સંચાલન કરતા હતા ત્યારે ઇતિહાસના સમયમાં તેને જૂના કરારના ન્યાયાધીશોના પુસ્તક નોંધવામાં આવ્યા છે.
  • દેવને પણ “છોડાવનાર” કહેવામાં આવે છે. ઈઝરાએલના સમગ્ર ઈતિહાસમાં, તેણે તેના લોકોને તેઓના શત્રુઓથી છોડાવ્યા અથવા બચાવ્યા છે.
  • “સોંપી દેવું” અથવા “છેક આપી દેવા” શબ્દનો અલગ અર્થ થાય છે, જેમકે કોઈ વ્યક્તિને તેના શત્રુના હાથમાં સોંપી દેવો, જેમકે યહૂદા ઇસ્કારીયાતે ઈસુને યહૂદી આગેવાનોને સોંપી દીધો.

ભાષાંતરના સૂચનો:

  • લોકોને તેઓના શત્રુઓથી ભાગી જવા મદદ કરવાના સંદર્ભમાં, “તારવું” શબ્દનું ભાષાંતર, “છોડાવવું” અથવા “મુક્ત કરવું” અથવા “બચાવવું” થઇ શકે છે.
  • જયારે તેનો અર્થ શત્રુઓને “સોંપી દેવું” એવો કરવામાં આવે છે ત્યારે તેનું ભાષાંતર, “પરસ્વાધીન કરવો” અથવા “સોંપી દેવો” અથવા “સુપ્રત કરી દેવા” એવું થઇ શકે છે.
  • “છોડાવનાર” (મસીહા) શબ્દનું ભાષાંતર, “બચાવનાર” અથવા “મુક્તિદાતા” પણ કરી શકાય છે. જયારે “છોડાવનાર” શબ્દ ન્યાયાધીશો માટે કે જેઓએ ઈઝરાએલને દોરવાણી આપી તેને માટે વપરાય, ત્યારે તેનું ભાષાંતર “રાજ્યપાલ” અથવા “ન્યાયાધીશ” અથવા “આગેવાન” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, બચાવવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 16:3 પછી દેવે તેમને છોડાવનાર પુરા પાડ્યા કે જેથી તે તેઓને તેમના શત્રુઓથી બચાવે અને દેશમાં શાંતિ લાવે.
  • 16:16 તેઓએ (ઈઝરાએલ) છેવટે ફરીથી મદદ માટે દેવને માંગણી કરી, અને દેવે અન્ય છોડાવનારને મોકલ્યા.
  • 16:17 ઘણા વર્ષો સુધી, દેવે ઘણા છોડાવનારાઓને મોકલ્યા કે જેઓએ ઈઝરાએલને તેઓના શત્રુઓથી બચાવ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H579, H1350, H2020, H2502, H3052, H3205, H3444, H3467, H4042, H4422, H4560, H4672, H5337, H5338, H5414, H5462, H6299, H6308, H6403, H6405, H6413, H6475, H6487, H6561, H7725, H7804, H8000, H8199, H8668, G325, G525, G629, G859, G1080, G1325, G1560, G1659, G1807, G1929, G2673, G3086, G3860, G4506, G4991, G5088, G5483

છોડી દેવું/ભૂલી જવું, છોડાયેલ/ત્યજી દેવાયેલ, છોડવું/ત્યજવું

વ્યાખ્યા:

"છોડી દેવું" શબ્દનો અર્થ છે કોઈકને ત્યજી દેવું અથવા કશાકને ભૂલી જવું. જે કોઈને "ત્યજી દેવામાં આવ્યો છે" તે કોઈ બીજા દ્વારા નકારવામાં આવ્યો છે, છોડી દેવામાં આવ્યો છે અથવા ત્યજી દેવામાં આવ્યો છે.

  • જ્યારે લોકો ઈશ્વરને “ત્યાગ” કરે છે, ત્યારે તેઓ તેમની આજ્ઞા તોડીને તેમની સાથે બિનવફાદાર બની રહ્યા છે.
  • જ્યારે ઈશ્વર લોકોને “ત્યાગ” કરે છે, ત્યારે તેમણે તેઓને મદદ કરવાનું બંધ કરી દીધું છે અને તેઓને તેમની તરફ પાછા વળવા માટે તેઓને દુઃખ અનુભવવા દીધા છે.
  • આ શબ્દનો અર્થ વસ્તુઓનો ત્યાગ કરવાનો પણ હોઈ શકે છે, જેમ કે ઈશ્વરની ઉપદેશોને ત્યજી દેવા અથવા તેનું પાલન ન કરવું.
  • "ત્યજી દેવાયેલ" શબ્દસમૂહનો ઉપયોગ ભૂતકાળના સમયમાં પણ થઈ શકે છે, જેમ કે "તેણે તમને છોડી દીધા છે" અથવા "ત્યજી દેવાયેલ" વ્યક્તિના સંદર્ભમાં.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ કરવાની અન્ય રીતોમાં સંદર્ભના આધારે "ત્યાગ કરો" અથવા "ઉપેક્ષા કરો" અથવા "છોડી દો" અથવા "થી દૂર જાઓ" અથવા "પાછળ છોડી દો" નો સમાવેશ થઈ શકે છે.
  • ઈશ્વરના નિયમને “ત્યાગ કરવો” એનું ભાષાંતર “ઈશ્વરના નિયમનો અનાદર” કરી શકાય. આનું ભાષાંતર "ત્યાગ કરો" અથવા "છોડી દો" અથવા "તેના ઉપદેશો અથવા તેના નિયમોનું પાલન કરવાનું બંધ કરો" તરીકે પણ કરી શકાય છે.
  • "ત્યજી દેવો" વાક્યનું ભાષાંતર "ત્યજી દેવું" અથવા "ત્યજી દેવાયેલ" તરીકે કરી શકાય છે.
  • આ શબ્દનું ભાષાંતર કરવા માટે અલગ-અલગ શબ્દોનો ઉપયોગ કરવો તે વધુ સ્પષ્ટ છે, જે લખાણ કોઈ વસ્તુ અથવા વ્યક્તિને છોડી દેવાનું વર્ણન કરે છે કે કેમ, તેના આધારે.

બાઇબલ સંદર્ભો:

શબ્દભંડોળ:

  • Strong’s: H0488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G06460, G06570, G08630, G14590, G26410

જપ્ત કરવું, જપ્ત કરે છે, જપ્ત કર્યું, જપ્તી

વ્યાખ્યા:

“જપ્ત” શબ્દનો અર્થ કોઈકને અથવા કશુક બળજબરીથી લેવું અથવા પકડવું. તેનો કોઈકને હરાવવું અને નિયંત્રિત કરવું તેવો પણ અર્થ થઇ શકે છે.

  • જ્યારે લશ્કરી દબાણ દ્વારા શહેરને લઇ લેવામાં આવે છે, ત્યારે તેઓએ જેઓના પર જીત મેળવી છે તે લોકોની કિમતી માલ-મિલકત સૈનિકો દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે.
  • જ્યારે રૂપકાત્મક રીતે વાપરવામાં આવે, ત્યારે એક વ્યક્તિને આ પ્રમાણે વર્ણવી શકાય “બીકથી જપ્ત થઇ ગયેલ.” તેનો અર્થ એ કે વ્યક્તિ અચાનક “બીક પર જીત મેળવે છે.” જો વ્યક્તિ “બીકથી થઇ ગયો” હોય તો તેવું પણ કહી શકાય કે વ્યક્તિ “તરત જ ઘણો ભયભીત બન્યો હતો.”
  • પ્રસુતિની પીડાના સંદર્ભમાં સ્ત્રીને "જપ્ત કરી લેવું" એટલે તેનો અર્થ એ છે કે દુઃખ અચાનક અને અતિશય છે. તેનું અનુવાદ આમ કહીને કરી શકાય કે તે સ્ત્રી પર દુ:ખ “જીત્યું” અથવા “અચાનક આવી પડ્યું” છે.
  • આ શબ્દનો અનુવાદ “નું નિયંત્રણ લેવું” અથવા “અચાનક લેવું” અથવા ઝુંટવી લેવું” એમ પણ કરી શકાય.
  • “જપ્ત કરીને તેણી સાથે સુઈ ગયો” અભિવ્યક્તિનું અનુવાદ “તેણી પર પોતાનું નિયંત્રણ લીધું” અથવા “તેણીનું ઉલ્લંઘન કર્યું” અથવા “તેણી પર બળાત્કાર કર્યો” એમ કરી શકાય. આ વિચારનું અનુવાદ એ સ્વીકાર્ય હોય તે ધ્યાનમાં રાખો.

(જુઓ: સોમ્યોક્તિ

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H270, H1497, H2388, H3027, H3920, H3947, H4672, H5377, H5860, H6031, H7760, H8610, G724, G1949, G2638, G2902, G2983, G4815, G4884

જવ

વ્યાખ્યા:

"જવ" શબ્દ એક પ્રકારના અનાજને દર્શાવે છે જેનો ઉપયોગ રોટલી બનાવવા માટે થાય છે.

  • જવના છોડમાં બીજ અથવા અનાજ ઉગે છે ત્યાં ટોચ પર માથું સાથે લાંબી દાંડી હોય છે.
  • જવ ગરમ હવામાનમાં સારી રીતે કામ કરે છે તેથી તે ઘણીવાર વસંત અથવા ઉનાળામાં લણવામાં આવે છે.
  • જ્યારે જવને ઝાટકવામાં આવે છે, ત્યારે ખાદ્ય બીજને નકામા ચાફમાંથી અલગ કરવામાં આવે છે.
  • જવના દાણાને પીસીને લોટ બનાવવામાં આવે છે, જે પછી રોટલી બનાવવા માટે પાણી અથવા તેલ સાથે મિક્સ કરવામાં આવે છે.
  • જો જવ જાણીતું ન હોય, તો તેનું ભાષાંતર "જવ કહેવાતા અનાજ" અથવા "જવના દાણા" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: [અજ્ઞાતને કેવી રીતે અનુવાદિત કરવું]

(આ પણ જુઓ: [અનાજ], [કણસલાં], [ઘઉં])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કાળવૃત્તાંત ૧૧:૧૨-૧૪]

  • [અયૂબ ૩૧:૪૦]

  • [ન્યાયાધીશો ૭:૧૪]

  • [ગણના ૫:૧૫]

  • [પ્રકટીકરણ ૬:૬]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H8184, G29150, G29160

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન, ભેદ દર્શાવવો, નામાંકિત કરવું

વ્યાખ્યા:

"જાણવું" અને "જાણતા હોવું" શબ્દોનો અર્થ સામાન્ય રીતે કશુંક અથવા કોઈને સમજવું. એતેનો અર્થ એમ પણ થાય કે તથ્ય વિષે સભાન હોવું અથવા વ્યક્તિને જાણતા હોવું. "જાણતા કર્યા" અભિવ્યક્તિનો અર્થ છે માહિતી કહેવી/જણાવવી.

  • "જ્ઞાન" શબ્દ લોકો જે માહિતી જાણે છે તેનો ઉલ્લેખ કરે છે. તેનું લાગુકરણ, ભૌતિક અને અમૂર્ત ખ્યાલોને જાણવા તેમ થાય છે.
  • ઈશ્વર "ના વિશે જાણવું" એટલે તેમના વિશેના તથ્યો સમજવા જે તેમણે આપણને પ્રગટ કર્યા છે.
  • ઈશ્વરને "જાણવા" એટલે તેમની સાથે સંબંધ હોવો. આ શબ્દ લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.
  • ઈશ્વરની ઈચ્છા જાણવી એટલે વ્યક્તિને જે હુકમ આપવામાં આવ્યો છે તેનાથી વાકેફ હોવું, અથવા ઈશ્વર શું ઈચ્છે છે કે વ્યક્તિ કરે, તે સમજવું.
  • "નિયમને જાણવો" એટલે ઈશ્વરે જે હુકમ કર્યો છે તેનાથી વાકેફ, અથવા મુસાને આપવામાં આવેલ નિયમોમાં ઈશ્વરે શું સૂચના આપી છે તે સમજવું.
  • કેટલીકવાર "જ્ઞાન" ને "ડહાપણ" ના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઈશ્વરને પ્રસન્ન કરે એ રીતે જીવવાનો સમાવેશ કરે છે.
  • "ઈશ્વરનું જ્ઞાન" ને કેટલીકવાર "યહોવાની બીક" ના સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે.
  • જ્યારે પુરુષે અને સ્ત્રી એકબીજાને "જાણવું" તેવો ઉલ્લેખ થાય છે ત્યારે તે મહદઅંશે પરોક્ષ રીતે ઉલ્લેખાય છે જેનો અર્થ છે કે તેઓએ જાતીય સંબંધ કર્યો છે.

અનુવાદ માટેના સુચનો

  • સંદર્ભને આધારે, "જાણવું" ને અનુવાદ કરવાની રીતોમાં "સમજવું" અથવા "ની સાથે પરિચિત" અથવા "ના વિશે વાકેફ" અથવા "ના વિશે માહિતગાર" અથવા "ની સાથે સંબંધમાં હોવું" નો સમાવેશ થાય છે.
  • બે વસ્તુઓ વચ્ચેના તફાવતને સમજવાના સંદર્ભમાં, આ શબ્દનું ભાષાંતર સામાન્યપણે "ભેદ દર્શાવવો" થાય છે. જ્યારે આ શબ્દનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે ત્યારે આ શબ્દની પાછળ મોટાભાગે નામયોગી અવ્યય "વચ્ચે" આવે છે.
  • કેટલીક ભાષાઓમા "જાણવું" માટે બે અલગ શબ્દો હોય છે, એક તથ્યો જાણવા માટે, અને બીજો વ્યક્તિને જાણવા અને તેની સાથે સંબંધ હોવા માટે.
  • "ઓળખાયો/જાણતા કર્યા" શબ્દનું અનુવાદ "લોકો જાણે તે માટેનું પ્રયોજન" અથવા "પ્રગટ કરવું" અથવા "તે વિશે કહેવું" અથવા "સમજાવવું" એમ કરી શકાય.
  • "ના વિશે જાણવું" કંઈકનું અનુવાદ "થી વાકેફ" અથવા "ની સાથે પરિચિત" એમ કરી શકાય.
  • "કેવી રીતે વિશે જાણવું" અભિવ્યક્તિનો અર્થ કંઈક પૂરું કરવાની પ્રક્રિયા કે પદ્ધતિને સમજવી. તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.
  • "જ્ઞાન" શબ્દનું અનુવાદ સંદર્ભને આધારે "જે જાણીતું છે" અથવા "ડહાપણ" અથવા "સમજશક્તિ" કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ, પ્રગટ કરવું, સમજવું, જ્ઞાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1843, H1844, H1847, H1875, H3045, H3046, H4093, H4486, H5046, H5234, H5475, H5869, G50, G56, G1097, G1107, G1108, G1231, G1492, G1921, G1922, G1987, G2467, G2589, G3877, G4267, G4894

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

  • સમાન જાતિના લોકો સામાન્ય રીતે સામાન્ય ભાષા અને સંસ્કૃતિને પણ વહેંચે છે.
  • જૂના કરારમાં, ઈશ્વરે ઈસ્રાએલના લોકોને બાર કુળોમાં વિભાજિત કર્યા. દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.
  • એક જાતિ રાષ્ટ્ર કરતાં નાની છે, પરંતુ એક કુળ કરતાં મોટી છે.

(આ પણ જુઓ: કુળ, રાષ્ટ્ર, લોકજૂથ, ઇઝરાએલના બાર કુળો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H523, H4294, H7625, H7626, G1429, G5443

જાદુ, જાદુઈ, જાદુગર, જાદુગરો

વ્યાખ્યા:

“જાદુ” શબ્દ ઈશ્વર તરફથી આપવામાં આવી ન હોય તેવી અલૌકિક શક્તિ વાપરવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે. જાદુ કરનાર વ્યક્તિને “જાદુગર” કહેવાય છે.

  • ઈજીપ્તમાં, જ્યારે ઈશ્વરે મૂસા દ્વારા ચમત્કારિક કામો કર્યાં ત્યારે, ઈજીપ્તના રાજા ફારુનના જાદુગરો તેવા જ કામો કરવા સક્ષમ હતા, પણ તેમની શક્તિ ઈશ્વર તરફથી ન હતી.
  • જાદુમાં મોટાભાગે મંત્રો ફૂંકવા અથવા તો કંઈક અલૌકિક બાબત કરવા અમુક શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે.
  • ઈશ્વરે તેમના લોકોને આવી જાદુક્રિયાઓ અથવા તો ભવિષ્ય ભાખવાની બાબતો ન કરવા આજ્ઞા આપી છે.
  • તાંત્રિક વ્યક્તિ એક પ્રકારનો જાદુગર છે કે જે સામાન્ય રીતે બીજાઓને નુકસાન પહોંચાડવા જાદુક્રિયા કરે છે.

(આ પણ જૂઓ: ભવિષ્ય ભાખવું, ઈજીપ્ત, ફારુન, શક્તિ, તંત્રવિદ્યા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2748, H2749, H3049, G3097

જાદુગર, જાદુગરો, સ્ત્રી જાદુગર, મેલીવિદ્યા, મેલીવિદ્યાઓ, મેલીવિદ્યા

વ્યાખ્યા:

“જાદુ” અથવા “મેલીવિદ્યા” જાદુનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે, જે દુષ્ટઆત્મા ઓ દ્વારા શક્તિશાળી બાબતો કરવાનો સમાવેશ કરે છે. એ “જાદુગર” એ છે કે જે આ જાદુને લગતી શક્તિશાળી બાબતો કરે છે.

  • જાદુ અને મેલીવિદ્યાનો ઉપયોગ લાભદાયી બાબતો (જેમ કે કોઈને નીરોગી કરવા) અને નુકસાનકારક બાબતો (જેમ કે કોઈકના પર શાપ મુકવો) બંનેનો સમાવેશ કરે છે. પરંતુ તમામ પ્રકારના મેલીવિદ્યા ખોટી છે, કારણ કે તેઓ દુષ્ટ આત્માઓની શક્તિનો ઉપયોગ કરે છે.
  • બાઇબલમાં ઈશ્વર કહે છે કે મેલીવિદ્યાનો ઉપયોગ અન્ય ભયંકર પાપો (જેમ કે વ્યભિચાર, મૂર્તિઓની પૂજા અને બાળ બલિદાન) જેટલો દુષ્ટ છે.
  • “મેલીવિદ્યા” અને “મેલીવિદ્યા” શબ્દોનું અનુવાદ “દુષ્ટાત્માનું સામર્થ” અથવા જદુમંત્ર કરવું” એમ પણ કરી શકાય
  • “જાદુગર” ને અનુવાદ કરવાની રીતોમાં “જાદુના કામદારો” અથવા “વ્યક્તિ કે જે જાદુમંત્ર કરે છે” અથવા “વ્યક્તિ કે જે દુષ્ટત્માઓના સામર્થનો ઉપયોગ કરીને ચમત્કારો કરે છે” નો સમાવેશ કરી શકાય.
  • એ નોંધો કે “મેલીવિદ્યા” ના “ભવિષ્યકથન” કરતાં જુદાં-જુદાં અર્થ છે, કે જે આત્માના જગતનો સંપક કરવાનો પ્રયત્ન કરે છે તેનો ઉલ્લેખ કરે છે.

(See also: વ્યભિચાર, અશુદ્ધ આત્મા, ભવિષ્યકથન, જુઠ્ઠા દેવો, જાદુ, બલિદાન, આરાધના)

બાઈબલના સંદર્ભો:

.* પ્રેરિતોના કૃત્યો 8:9-11

શબ્દ માહિતી:

  • Strong’s: H3784, H3785, H3786, H6049, G30950, G30960, G30970, G53310, G53320, G53330

જાનવર, પશુ

સત્યો/તથ્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ મોટેભાગે “પશુ” કહેવાની બીજી રીત છે.

  • જંગલી જાનવર એક પ્રકારનું પ્રાણી છે કે જે વન અથવા ખેતરોમાં છૂટથી રહે છે અને લોકો દ્વારા કેળવાયેલું હોતું નથી.

  • પાળેલું જાનવર એવું પ્રાણી છે કે જે લોકો સાથે રહે છે અને ખોરાક માટે અથવા કામ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે. મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

  • જૂના કરારમાં દાનિએલના પુસ્તકમાં અને નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકના દર્શનોમાં જે જાનવરનું (શ્વાપદ) વર્ણન કરવામાં આવ્યું છે તે ઈશ્વરની વિરુદ્ધિ દુષ્ટ શક્તિ અને સત્તાઓનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: રૂપક)

  • આમાંના થોડા ઘણા પ્રાણીઓ વિચિત્ર લક્ષણોવાળા દર્શાવાયા છે, જેવાં કે કેટલાક માથાં અને શિંગડા. તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

  • ભાષાંતર કરવાની રીતે સમાવેશ કરે છે; “પ્રાણી” અથવા “સર્જેલી વસ્તુ” અથવા “પશુ” અથવા “જંગલી જાનવર.”

(આ પણ જુઓ: સત્તા, દાનિએલ, પશુધન, રાષ્ટ્ર, શક્તિ, પ્રગટ થવું, બાલ-ઝબુલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074

જાંબુડી

તથ્યો:

“જાંબુડી” શબ્દ એક રંગનું નામ છે જે લાલ અને ભૂરા રંગનું મિશ્રણ છે.

  • પ્રાચીન સમયોમાં, જાંબુડી રંગ રંગવાના ઉપયોગ માટે દુર્લભ અને ખૂબજ મૂલ્યવાન રંગ હતો કે જેનો ઉપયોગ રાજાઓ અને ઉચ્ચ અધિકારીઓના વસ્ત્રો રંગવા કરવામાં આવતો હતો.
  • આ રંગ તૈયાર કરવાનું ખર્ચાળ હતું અને તેમાં ખૂબ જ સમય લાગતો હતો તેથી જાંબુડી વસ્ત્રોને સંપત્તિ, વિશિષ્ટતા તથા રાજવૈભવની નિશાની ગણવામાં આવતા હતા.
  • જાંબુડી રંગ મુલાકાતમંડપ અને ભક્તિસ્થાનના પડદાઓમાં તથા યાજકો દ્વારા પહેરવામાં આવતા એફોદમાં વપરાતા રંગોમાંનો એક રંગ પણ હતો.
  • જાંબુડી રંગ એક પ્રકારની સમુદ્રી ગોકળગાયમાંથી કાઢવામાં આવતો હતો. તે ગોકળગાયને છૂંદીને અથવા તો ઉકાળીને અથવા તો જ્યારે તે જીવતી હોય ત્યારે તે રંગ કાઢે તે રીતે મેળવવામાં આવતો હતો. આ એક ખર્ચાળ પ્રક્રિયા હતી.
  • રોમન સિપાઈઓએ ઈસુને વધસ્થંભે જડ્યા અગાઉ ઈસુના યહૂદીઓના રાજા હોવાના દાવાની મજાક ઉડાવવા તેમને જાંબુડી રાજવી ઝભ્ભો પહેરાવ્યો હતો.
  • ફિલિપી નગરની લુદિયા જાંબુડી રંગના વસ્ત્રો વેચીને ગુજરાન ચલાવનાર સ્ત્રી હતી.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ જૂઓ: એફોદ, ફિલિપી, રાજવી, મુલાકાત મંડપ, ભક્તિસ્થાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H710, H711, H713, G4209, G4210, G4211

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

  • “જાહેરાત” શબ્દ, શું જાહેર થયું છે તે જ ફક્ત અગત્યનું નથી પણ સાથે જે વ્યક્તિ જાહેરાત કરે છે તેના પર પણ ધ્યાન આપવા સૂચવે છે.
  • ઉદાહરણ તરીકે, જૂના કરારમાં મોટેભાગે દેવ તરફથી આવતા સંદેશાની શરૂઆતમાં, “યહોવાની ઘોષણા” અથવા “યહોવા એમ કહે છે (જાહેર કરે છે)” તેમ જાણવવામાં આવતું. આ અભિવ્યક્તિ, જે યહોવા પોતે કહે છે તે પર ભાર મૂકે છે. હકીકત એ છે કે સંદેશો યહોવા તરફથી આવે છે, તેથી તે ખાસ અગત્યનો છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “જાહેર કરવું” શબ્દનું ભાષાંતર, “ઘોષણા કરવી” અથવા “જાહેરમાં કહેવું” અથવા “દૃઢતાથી કહેવું” અથવા “ભારપૂર્વક કહેવું” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • “જાહેરાત” શબ્દનું ભાષાંતર, “નિવેદન” અથવા “ઘોષણા” પણ કરી શકાય.
  • “આ યહોવાનું નિવેદન છે” તે શબ્દસમૂહનું ભાષાંતર, “આ યહોવા જાહેર કરે છે” અથવા “આ જે યહોવા કહે છે” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: ઘોષણા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H262, H559, H560, H816, H874, H952, H1696, H3045, H4853, H5002, H5042, H5046, H5608, H6567, H6575, H7121, H7561, H7878, H8085, G312, G394, G518, G669, G1107, G1213, G1229, G1335, G1344, G1555, G1718, G1732, G1834, G2097, G2511, G2605, G2607, G3140, G3670, G3724, G3822, G3853, G3870, G3955, G5319, G5419

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

  • “જાળ” એટલે દોરડાંનો અથવા તારનો ફાંસો કે જે અચાનક મજબૂત રીતે ખેંચવામાં આવે જ્યારે પ્રાણી અંદર પ્રવેશે ત્યારે, તેના પગને જાળમાં ફસાવવા દ્વારા.
  • “છટકું” એ ધાતુ અથવા લાકડાંનું બનેલું હોય છે અને તેને બે ભાગ હોય છે કે જે અચાનક અને શક્તિપૂરવક રીતે સાથે બંધ કરવામાં આવે છે, પ્રાણીને પકડવા દ્વારા કે જેથી તે કોઈ પણ રીતે છટકી ન શકે. ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.
  • સામાન્ય રીતે જાળ અથવા છટકું એ ગુપ્ત હોય છે કે જેથી તેનો શિકાર આશ્ચર્યકારક રીતે લઇ લેવામાં આવે.
  • “છટકું ગોઠવવું” શબ્દસમૂહનો અર્થ કંઇક પકડવા માટે જાળને તૈયાર કરવી.
  • “જાળમાં પડવું” એ ઊંડા છિદ્રમાં કે ખાડામાં પડવું કે જે પ્રાણીને પકડવાને માટે ખોદવામાં આવ્યો હતો અને ગુપ્ત હતો તેનો ઉલ્લેખ કરે છે.
  • વ્યક્તિ કે જે પાપ કરવાની શરૂઆત કરે અને બંધ ન કરી શકે તેને “પાપની જાળમાં ફસાયો” છે એમ કહેવાય રૂપકાત્મક સંદર્ભમાં જે રીતે પ્રાણી જાળમાં ફસાય છે અને છટકી શકતું નથી તેમ.
  • જેવી રીતે પ્રાણી જાળમાં રહેવા દ્વારા જોખમમાં મુકાય છે અને ઈજાગ્રસ્ત બને છે, તે રીતે વ્યક્તિ પાપના છટકામાં પકડાય છે ત્યારે તેને તે પાપ દ્વારા નુકસાન થાય છે અને તેને છુટવાની જરૂર છે.

(આ પણ જુઓ: મુક્ત, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2256, H3353, H3369, H3920, H3921, H4170, H4204, H4434, H4685, H4686, H4889, H5367, H5914, H6315, H6341, H6351, H6354, H6679, H6983, H7639, H7845, H8610, G64, G1029, G2339, G2340, G3802, G3803, G3985, G4625

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

  • બાઇબલમાં, આ શબ્દ માટે સૌથી સામાન્ય અલંકારિક અર્થ "ભાષા" અથવા "વાણી" છે.
  • ક્યારેક "જીભ" કોઈ ચોક્કસ લોકજૂથ દ્વારા બોલાતી માનવીય ભાષાનો ઉલ્લેખ કરી શકે છે.
  • અન્ય વખતે તે અલૌકિક ભાષાને દર્શાવે છે કે પવિત્ર આત્મા ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને એક "આત્માના દાન" તરીકે આપે છે.
  • અગ્નિની "જીભો" શબ્દનો અર્થ આગની "જ્વાળાઓ" થાય છે.
  • “મારી જીભને આનંદ થાય છે" એમાં "જીભ" શબ્દનો ઉલ્લેખ સમગ્ર વ્યક્તિને થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "જીભ" શબ્દનું "ભાષા" અથવા "આધ્યાત્મિક ભાષા" ભાષાંતર કરી શકાય છે. જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.
  • આગનો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દનું ભાષાંતર "જ્યોત" તરીકે થઈ શકે છે. " * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.
  • “જૂઠી જીભ" શબ્દસમૂહનું ભાષાંતર "જૂઠું બોલનાર વ્યક્તિ" અથવા "જૂઠું બોલનાર લોકો" તરીકે કરી શકાય છે.
  • જેમ કે "તેમની માતૃભાષા સાથે" શબ્દનું ભાષાંતર "તેઓ શું કહે છે" અથવા "તેમના શબ્દોથી" એવું ભાષાંતર કરી શકાય છે. )આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H762, H2013, H2790, H3956, G1100, G1258, G1447, G2084

જુલમ કરવો, જુલમ કરે છે, કચડાયેલા, જુલમ કરતું, જુલમ, અત્યાચારી, અત્યાચાર કરનાર, અત્યાચાર કરનારાઓ

વ્યાખ્યા:

“જુલમ કરવો” તથા “જુલમ” શબ્દો લોકો સાથે કઠોર વ્યવહાર કરવાનો ઉલ્લેખ કરે છે. “અત્યાચારી” એવો વ્યક્તિ છે કે જે લોકો પર જુલમ ગુજારે છે.

  • “જુલમ” ખાસ કરીને એવી પરિસ્થતિનો ઉલ્લેખ કરે છે જ્યાં બળવાન લોકો તેઓની સત્તા કે રાજ હેઠળના લોકો સાથે દુર્વ્યવહાર કરે અથવા તો તેઓને ગુલામો બનાવે.
  • “કચડાયેલા” શબ્દ જે લોકો સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે તેઓનું વર્ણન કરે છે.
  • ઘણી વાર શત્રુ દેશો અને તેઓના શાસકો ઇઝરાયલી લોકો માટે અત્યાચારીઓ હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “જુલમ કરવા” નો અનુવાદ “સખત દુર્વ્યવહાર કરવો” અથવા તો “ભારે બોજો લાદવો” અથવા તો “દયાજનક ગુલામીમાં જકડવું” અથવા તો “કઠોરતાથી શાસન ચલાવવું” તરીકે કરી શકાય.
  • “જુલમ” નો અનુવાદ “ભારે દમન અને ગુલામી” અથવા તો “ભારે નિયંત્રણ” તરીકે કરી શકાય.
  • “કચડાયેલા” શબ્દનો અનુવાદ “કચડાયેલા લોકો” અથવા તો “ભયંકર ગુલામીમાં સબડતા લોકો” અથવા તો “જેઓની સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે તેઓ” તરીકે કરી શકાય.
  • “અત્યાચારી” શબ્દનો અનુવાદ “જુલમ કરનાર વ્યક્તિ” અથવા તો “કઠોરતાથી નિયંત્રણ અને રાજ કરનાર દેશ” અથવા તો “સતાવનાર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: બાંધવું, ગુલામ બનાવવું, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1790, H1792, H2541, H2555, H3238, H3905, H3906, H4642, H4939, H5065, H6115, H6125, H6184, H6206, H6216, H6217, H6231, H6233, H6234, H6693, H7429, H7533, H7701, G2616, G2669

જૂઠો પ્રબોધક, જૂઠા પ્રબોધકો

વ્યાખ્યા:

જૂઠો પ્રબોધક એવી વ્યક્તિ છે કે જે તેનો સંદેશો દેવ તરફથી આવ્યો છે તેવો દાવો કરે છે.

  • સામાન્ય રીતે જૂઠા પ્રબોધકોની ભવિષ્યવાણીઓ પૂર્ણ થતી નથી. તેઓ સાચી પડતી નથી.
  • જૂઠા પ્રબોધકો જે સંદેશાઓ શીખવે છે કે જે બાઈબલ જે કહે છે તેનાથી આંશિક અથવા તદ્દન વિરોધાભાસનું શિક્ષણ આપે છે.
  • આ શબ્દનું ભાષાંતર, “જે વ્યક્તિ દેવના પ્રવક્તા હોવાનો ખોટી રીતે દાવો કરે છે” અથવા “કોઈક કે જે ખોટી રીતે દેવના શબ્દો બોલે છે તેવો દાવો કરે છે.”
  • નવો કરાર શીખવે છે કે અંતના સમયે ઘણા જૂઠા પ્રબોધકો હશે કે જેઓ લોકોને એવું વિચારો કરાવીને છેતરશે કે તેઓ દેવ તરફથી છે.

(આ પણ જુઓ: પૂર્ણ, પ્રબોધક, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G5578

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

  • જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયાલયમાં ન્યાય પામવા સુનવણીની રાહ જોતી હોય ત્યારે તેને જેલમાં રાખવામાં આવી શકે છે.
  • “જેલમાં પૂર્યું” શબ્દનો અર્થ “જેલમાં રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” થાય છે.
  • તેઓએ કઇંપણ ખોટું કર્યું ન હતું તો પણ ઘણા પ્રબોધકો તથા ઈશ્વરના સેવકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • “જેલ” માટે બીજો શબ્દ “કેદ” છે.
  • જ્યારે જેલ જમીનની નીચે કે મહેલ કે મકાનની નીચેના ભાગમાં હોય તે સંદર્ભમાં, આ શબ્દનો અનુવાદ “અંધારકોટડી” અથવા તો “ભોંયરામાનું કેદખાનું” તરીકે કરી શકાય.
  • “કેદીઓ” શબ્દ સામાન્ય અર્થમાં એવા લોકોનો ઉલ્લેખ પણ કરી શકે કે જેઓને શત્રુઓએ પકડ્યા છે અને તેઓની ઇચ્છા વિરુદ્ધ બંધનમાં રાખ્યાં છે. આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.
  • “જેલમાં પૂર્યું” નો બીજો અનુવાદ “કેદી તરીકે રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” અથવા તો “બંધનમાં જકડ્યું” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H612, H613, H615, H616, H631, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6115, H6495, H7617, H7622, H7628, G1198, G1199, G1200, G1201, G1202, G1210, G2252, G3612, G4788, G4869, G5084, G5438, G5439

જૈત વૃક્ષ

વ્યાખ્યા:

“જૈત વૃક્ષ” શબ્દ, એક પ્રકારના વૃક્ષનું લાકડું છે કે જે બાઈબલના સમયમાં જે લોકો રહેતા હતા, તે ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં થતું હતું તેને દર્શાવે છે.

  • બાઈબલમાં ખાસ કરીને જૈત વૃક્ષોનો ઉલ્લેખ સાઈપ્રસ (સૈપ્રસ) અને લબાનોનના બે સ્થળોમાં વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો છે.

  • નૂહે વહાણ બાંધવા જે લાકડું વાપર્યું હતું તે કદાચ જૈત વૃક્ષનું હોવું હોઈએ.

  • કારણકે જૈત વૃક્ષનુ લાકડું ખડતલ અને ટકાઉ છે. તે પ્રાચીનકાળના લોકો હોડીઓ અને બીજા માળખા બાંધવા માટે તેને વાપરવામાં હતા.

(આ પણ જુઓ: વહાણ, સૈપ્રસ, વૃક્ષનું કાષ્ટ, લબાનોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8645

જૈતફળ, જૈતફળો

વ્યાખ્યા:

જૈતફળ એ જૈતુન વૃક્ષનું નાનું લંબગોળ ફળ છે કે જે મોટાભાગે ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાં થાય છે.

  • જૈતુન વૃક્ષો એ નાના સફેદ ફૂલો વાળા એક બારમાસી લીલાછમ ઝાડનો એક પ્રકાર છે. તેઓ ગરમ હવામાનમાં ઉગે છે અને ઓછા પાણીવાળા પ્રદેશમાં પણ ટકી શકે છે.
  • જૈતુન વૃક્ષનું ફળ શરૂઆતમાં લીલા રંગનું હોય છે પણ જેમ તે પાકે છે તેમ કાળો રંગ ધારણ કરે છે. જૈતફળો ખોરાક માટે અને તેમાંથી બનતા તેલ માટે ઉપયોગી હતા.
  • જૈતફળનું તેલ રાંધવામાં, દીવા સળગાવવામાં અને ધાર્મિક વિધિઓમાં વાપરવામાં આવતું હતું.
  • બાઇબલમાં, જૈતુન વૃક્ષો અને ડાળીઓનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે લોકોનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવે છે.

(આ પણ જૂઓ: દીવો, સમુદ્ર, જૈતુન પહાડ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2132, H3323, H8081, G65, G1636, G1637, G2565

જોવું, જુએ છે, જોયેલી, જોવાનું, ચોકીદાર, ચોકીદારો, જાગૃત

વ્યાખ્યા:

"જોવું" શબ્દનો અર્થ ખૂબ નજીકથી અને કાળજીપૂર્વક કંઈક જોવાનો છે. તેનામાં કેટલાક લાક્ષણિક અર્થો પણ છે. "ચોકીદાર" એ એવી વ્યક્તિ હતી કે જેની નોકરી શહેરમાં રહેલા લોકોને આસપાસના શહેરો દ્વારા કોઈ ખતરો અથવા ભય છે કે નહીં તે કાળજીપૂર્વક જોઈને રક્ષણ આપવાની હતી.

  • ”તમારા જીવન અને સિદ્ધાંતને કાળજીપૂર્વક જુઓ” આજ્ઞાનો અર્થ છે ખોટા ઉપદેશો પર વિશ્વાસ ન રાખો અને કાળજી રાખીને સાવચેતીથી જીવો.
  • જોખમને અથવા હાનિકારક પ્રભાવને દૂર કરવા માટે સાવચેત રહેવુ એ "સાવચેત રહેવું" એ ચેતવણી છે.
  • 'જાગૃત થવું' અથવા 'જાગતા રહેવું' એટલે હંમેશાં પાપ અને અનિષ્ટ સામે ચેતવું અને સંભાળવું. તેનો અર્થ "તૈયાર થવું" પણ થાય છે.
  • 'જાગતા રહેવું' અથવા 'નજર રાખવી' એટલે તેનો અર્થ, કોઈની અથવા કંઈક કાળજી, રક્ષણ અથવા કાળજી લેવી.
  • “સાવધ રહો” અનુવાદના અન્ય રીતે "કાળજીપૂર્વક ધ્યાન આપો" અથવા "હોશિયાર બનો" અથવા "ખૂબ કાળજી રાખો" અથવા "સાવચેત રહો" નો સમાવેશ થઈ શકે છે.
  • “ચોકીદાર" માટેના અન્ય શબ્દો "સંત્રી" અથવા "રક્ષક" છે.

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H821, H2370, H4929, H4931, H5027, H5341, H5894, H6486, H6822, H6836, H6974, H7462, H7789, H7919, H8104, H8108, H8245, G69, G70, G991, G1127, G1492, G2334, G2892, G3525, G3708, G3906, G4337, G4648, G5083, G5438

જ્ઞાની માણસો

તથ્યો:

"જ્ઞાની માણસો" શબ્દનો સીધો અર્થ એવા લોકો થાય છે જેઓ જ્ઞાની હોય છે. જો કે બાઇબલમાં "જ્ઞાની પુરુષો" શબ્દ ઘણીવાર અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા પુરુષોનો ઉલ્લેખ કરે છે જેઓ રાજાના શાહી દરબારમાં રાજા અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓના સલાહકાર તરીકે સેવા આપતા હતા.

જુનો કરાર

  • કેટલીકવાર "જ્ઞાની પુરુષો" શબ્દને "સમજદાર પુરુષો" અથવા "સમજણવાળા પુરુષો" તરીકે સમજાવવામાં આવે છે. એ એવા માણસોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે સમજદારીપૂર્વક અને ન્યાયી રીતે વર્તે છે.
  • રાજાઓ અથવા અન્ય રાજાઓની સેવા કરનારા "જ્ઞાની માણસો" ઘણીવાર એવા વિદ્વાનો હતા કે જેઓ તારાઓનો અભ્યાસ કરતા હતા, ખાસ કરીને તારાઓએ આકાશમાં તેમની સ્થિતિમાં બનાવેલા નમૂનાઓ માટે વિશેષ અર્થ શોધતા હતા. કેટલીકવાર "જ્ઞાની માણસો" પણ જાદુથી દુષ્ટ આત્માઓની શક્તિ દ્વારા ભવિષ્યકથન કરતા હતા.
  • ઘણીવાર જ્ઞાની માણસો પાસે સ્વપ્નનો અર્થ સમજાવવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, રાજા નાબુખાદનેસરે માંગ કરી હતી કે તેના જ્ઞાની માણસો તેના સ્વપ્નનો કરે અને તેનો અર્થ શું છે તે જણાવે, પરંતુ તેમાંથી કોઈ પણ આ કરી શક્યું ન હતું, સિવાય કે દાનીયેલ જેને ઈશ્વર તરફથી આ જ્ઞાન મળ્યું હતું.

નવો કરાર

  • પૂર્વના દેશમાંથી ઈસુની આરાધના કરવા આવેલા માણસોના જૂથને "માગી" કહેવામાં આવે છે, જેનું ભાષાંતર ઘણીવાર "જ્ઞાની માણસો" તરીકે કરવામાં આવે છે, કારણ કે આ કદાચ પૂર્વ દેશના રાજાની સેવા કરનારા વિદ્વાનોનો સંદર્ભ આપે છે.

શબ્દ માહિતી:

  • સંદર્ભ અનુસાર, "જ્ઞાની પુરુષો" શબ્દનો અનુવાદ "જ્ઞાની" શબ્દનો ઉપયોગ કરીને અથવા "હોશિયાર માણસો" અથવા "શિક્ષિત પુરુષો" જેવા શબ્દસમૂહ સાથે અથવા અન્ય કોઈ શબ્દ કે જે રાજા માટે મહત્વનું કામ કરે છે તેનો સંદર્ભ આપે છે.
  • જ્યારે "જ્ઞાની માણસો" શબ્દનો અર્થ ફક્ત જ્ઞાની લોકો થાય છે, ત્યારે "જ્ઞાની" શબ્દનો બાઇબલમાં જે રીતે અનુવાદ કરવામાં આવ્યો છે તે જ રીતે અથવા સમાન રીતે અનુવાદ થવો જોઈએ.

(આ પણ જુઓ: બાબીલોન, દાનિએલ, ભવિષ્યકથન, જાદુ, નબૂખદનેસાર, શાસક, જ્ઞાની

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong’s: H2445, H2450, H3778, H3779, G46800

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

  • ઝભ્ભાઓ આગળની બાજુ ખુલ્લા હોય છે અને ખેસ અથવા પટ્ટા દ્વારા બાંધવામાં આવે છે.
  • તેઓ લાંબા કે ટૂંકા હોઈ શકે.
  • રાજાઓ દ્વારા જાંબલી રંગના ઝભ્ભાઓ હકસાઈ, ધન અને પ્રતિષ્ઠાની નિશાની તરીકે પહેરવામાં આવતાં હતાં.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H145, H155, H899, H1545, H2436, H2684, H3671, H3801, H3830, H3847, H4060, H4254, H4598, H5497, H5622, H6614, H7640, H7757, H7897, H8071, G1746, G2066, G2067, G2440, G4749, G4016, G5511

ઝુડવું, ઝુડે છે, ઝુડ્યો, ઝુડવાનું

વ્યાખ્યા:

" ઝુડવું " અને " ઝુડવાનું " શબ્દો ઘઉંના અનાજને બાકીના ઘઉંના છોડમાંથી અલગ કરવાની પ્રક્રિયાના પ્રથમ ભાગનો ઉલ્લેખ કરે છે.

  • ઘઉંના છોડને ઝુડવાથી તણખલાં અને છોડામાંથી દાણા છૂટા પડી જાય છે. ત્યારબાદ અનાજને "ઊપણવા" સામગ્રીમાંથી અનાજને સંપૂર્ણપણે જુદું કરવા માટે "વિખેરાયેલા" છે, જે ફક્ત અનાજ કે જે યોગ્ય જે પણ કરી શકાય છે. બાઇબલના સમયમાં, "ખળો" એક વિશાળ સપાટ પથ્થર અથવા ધૂળવાળો વિસ્તાર હતો, જ્યાં અનાજનાં કણસલાંને વાટીને અને કઠણ, સપાટ સ્તરની જગ્યામાં મસળીને અનાજ મેળવવામાં આવતું હતું. એ " ઝુડવાના ગાડા" અથવા " ઝુડવાના પૈડા" નો ઉપયોગ ક્યારેક અનાજને મસળવા માટે કરવામાં આવે છે અને તેને તણખલાં અને છોડામાંથી જુદા પાડવામાં મદદ કરે છે.
  • ઝૂડવાના સ્લેજ" અથવા "ઝૂડવાના બોર્ડ" પણ અનાજ અલગ કરવા માટે વપરાતાં હતાં. તે લાકડાની પાટિયાની બનેલી હતી જેના છેડામાં તીક્ષ્ણ ધાતુનાં ટેકા ધરાવતા હતા. )આ પણ જુઓ: [છોડા[, અનાજ, ઊપણવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H212, H4173, H1637, H1758, H1786, H1869, H2251, G248

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

  • "ઝૂંસરી" શબ્દનો અર્થ એ થાય છે કે એકસાથે કામ કરવાના હેતુથી લોકોને જોડે છે, જેમ કે ઇસુની સેવા કરવી.
  • પાઉલ જેમ પોતે ખ્રિસ્તની સેવા કરતા હતા તેમ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે "ઝૂંસરી સાથીદાર" શબ્દનો ઉપયોગ કર્યો હતો. આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.
  • "ઝૂંસરી" શબ્દનો અર્થ એ પણ થાય છે કે કોઈ વ્યક્તિએ ભારે ભાર ઉચકવો પડે છે, જેમ કે ગુલામી અથવા સતાવણી દ્વારા દમન કરતી વખતે.
  • મોટાભાગના સંદર્ભમાં, ખેતી માટે ઉપયોગમાં લેવાતી ઝૂંસરી માટેના સ્થાનિક શબ્દનો ઉપયોગ કરીને, આ શબ્દનનો શાબ્દિક રીતે અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.
  • આ શબ્દનો લાક્ષણિક રીતે અનુવાદ ઉપયોગ કરવાના અન્ય રીતોના સંદર્ભમાં "જુલમી બોજ" અથવા "ભારે ભાર" અથવા "બંધન" હોઈ શકે છે.

(આ પણ જુઓ: બાંધો, બોજ, દમન, સતાવણી, સેવક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3627, H4132, H4133, H5674, H5923, H6776, G2086, G2201, G2218, G4805

ટાંકણ, ટાંકણો, કૂવો, કુવાઓ

વ્યાખ્યા:

"કૂવો" અને "ટાંકણ" શબ્દો બાઇબલના સમયમાં બે અલગ અલગ પ્રકારનાં સ્રોતોનો ઉલ્લેખ કરે છે.

  • કૂવો જમીનમાં ખોદવામાં આવેલો એક ઊંડો ખાડો છે જેથી ભૂગર્ભ જળ તેમાં પ્રવેશી શકે.
  • એક ટાંકું ખડકમાં ખોદેલો એક ઊંડો ખાડો છે જેમાં વરસાદી જળ સંઘરી શકાય.
  • ટાંકા સામાન્ય રીતે ખડકમાં ખોદવામાં આવ્યા હતા અને પાણી રાખવા માટે પ્લાસ્ટરથી બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે પ્લાસ્ટર તૂટી પડે જેથી પાણી લીક થાય ત્યારે એક "તૂટેલું ટાંકણ" બન્યું..
  • ટાંકા લોકોના ઘરના આંગણા આગળ છત પરથી પડતા વરસાદી પાણીને ઝીલવા માટે રાખેલા હોય છે.
  • ઘણી વખત કૂવાઓ એવી જગ્યાએ હતા જ્યાંથી ઘણા કુટુંબો અથવા આખો સમાજ પાણી ભરી શકે.
  • કારણ કે લોકો અને પશુધન માટે પાણી ખૂબ મહત્વનું હતું, કૂવાનો ઉપયોગ કરવાનો અધિકાર વારંવાર ઝઘડા અને સંઘર્ષનું કારણ બન્યું હતું.
  • બંને કૂવાઓ અને કુંડાઓ સામાન્ય રીતે મોટા પથ્થરથી ઢંકાયેલા હોય છે જેથી તેમાં કશું પડે નહીં. પાણીને ઉપર લાવવા માટે તે ઘણી વખત ડોલ સાથે અથવા દોરડું સાથે ઘડો જોડેલો હતો.
  • કોઈક વાર કોઈકને કેદ કરવા માટે સૂકા કુંડનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમ કે યુસફ અને યિર્મેયાહ સાથે.

અનુવાદનાં સૂચનો:

  • ' કૂવાનું ભાષાંતર કરવાની રીતોમાં "ઊંડો પાણીનો ખાડો" અથવા ઝરાના પાણી માટે ઊંડો ખાડો" અથવા " પાણી કાઢવામાટે ઊંડો ખાડો” શામેલ હોઈ શકે છે.
  • ” કુંડ" શબ્દ નું ભાષાંતર "પથ્થરનો ખાડો" અથવા "પાણી માટે ઊંડો અને સાંકડો ખાડો" અથવા "પાણી ભરવા માટે ભૂગર્ભ ટાંકી" તરીકે કરી શકાય છે.
  • આ શબ્દનો અર્થ સમાન છે. કૂવામાં સતત ભૂગર્ભમાંથી પાણી મળે છે જ્યારે કૂંડું વરસાદમાંથી આવેલા પાણીનો સંગ્રહ કરે છે જે મુખ્ય તફાવત છે.

(આ પણ જુઓ: યર્મિયા, જેલ, સંઘર્ષ)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H875, H883, H953, H1360, H3653, H4599, H4726, H4841, G4077, G5421

ઠપકો આપવો, સખ્ત રીતે બોલવું

વ્યાખ્યા:

ઠપકો આપવો એટલે કોઈને સખત શબ્દોમાં સુધરવા કહેવું, સામાન્યપણે કડકાઈ અથવા જુસ્સાથી.

  • જ્યારે અન્ય વિશ્વાસીઓ સ્પષ્ટ રીતે ઈશ્વરની આજ્ઞાઓ ન માનતા હોય ત્યારે તેઓને ઠપકો આપવાની આજ્ઞા નવો કરાર ખ્રિસ્તીઓને કરે છે.
  • જ્યારે તેઓના બાળકો અનાજ્ઞાંકિત હોય ત્યારે, તેઓને ઠપકો આપવા નીતિવચનોનું પુસ્તક માતપિતાઓને બોધ કરે છે.
  • લાક્ષણિક રીતે ઠપકો, જેઓએ ખોટું કર્યું છે તેઓને પાપમાં વધારે સંડોવાથી રોકવા માટે આપવામાં આવે છે.
  • તેનો અનુવાદ “સખત સુધાર” અથવા તો “ચેતવણી” કરી શકાય.
  • “એક ઠપકો” શબ્દસમૂહનો અનુવાદ “એક સખત સુધાર” અથવા તો “એક સખત ટીકા” તરીકે કરી શકાય.
  • “ઠપકો આપ્યા વગર” નો અનુવાદ “ચેતવણી આપ્યા વગર” અથવા તો “ટીકા કર્યા વગર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: બોધ આપવો, આજ્ઞા ન પાળવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1605, H1606, H2778, H2781, H3198, H4045, H4148, H8156, H8433, G298, G299, G1649, G1651, G1969, G2008, G3679

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

  • કોઈ વ્યક્તિ “નિંદાથી પર છે” અથવા તો “નિંદાથી દૂર છે” અથવા તો “નિંદારહિત છે” તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ ઈશ્વરપારાયણ રીતે વર્તે છે અને તેની ટીકા કરવા માટે વધારે કહી ન શકાય એવી છે કે ટીકા કરવા કશું જ નથી એવો થાય છે.
  • “નિંદા” શબ્દનો અનુવાદ “આરોપ” અથવા તો “શરમ” અથવા તો “કલંક” તરીકે કરી શકાય.
  • “નિંદા” કરવીનો અનુવાદ સંદર્ભ અનુસાર “ઠપકો આપવો” અથવા તો “તહોમત મૂકવું” અથવા તો “ટીકા કરવી” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: તહોમત મૂકવું, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1421, H1442, H2617, H2659, H2778, H2781, H3637, H3639, H7036, G410, G423, G819, G3059, G3679, G3680, G3681, G5195, G5196, G5484

ઠરાવવું, નિયુક્ત કર્યો, દીક્ષા આપવી, ઘણાં સમય પહેલાં આયોજીત કરેલ, તૈયાર કરેલ

વ્યાખ્યા:

ઠરાવવાનો અર્થ કોઈ ખાસ કાર્ય કે ભૂમિકા માટે વ્યક્તિને નિયુક્ત કરવો થાય છે. તેનો અર્થ એ પણ થાય છે કે ઔપચારિક રીતે નિયમ કે કાયદો બનાવવો.

  • “ઠરાવવું” શબ્દ ઘણીવાર કોઈકને ઔપચારિક રીતે યાજક, સેવક અથવા તો ધાર્મિક શિક્ષક તરીકે નિયુક્ત કરવાનો ઉલ્લેખ કરે છે.
  • ઉદાહરણ તરીકે, ઈશ્વરે હારુન તથા તેના વંશજોને યાજકો થવા ઠરાવ્યા.
  • તેનો અર્થ કશુંક શરુ કરવું અથવા તો સ્થાપિત કરવું એવો પણ થઇ શકે, જેમ કે ધાર્મિક પર્વ અથવા તો કરાર સ્થાપવો.
  • સંદર્ભ અનુસાર, “ઠરાવવું” નો અનુવાદ “સોંપવું” અથવા તો “નિયુક્ત કરવું” અથવા તો “આજ્ઞા કરવી” અથવા તો “નિયમ બનાવવો” અથવા તો “શરુ કરવું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: આજ્ઞા, કરાર, રાજહુકમ, નિયમ, નિયમ, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3245, H4390, H4483, H6186, H6213, H6466, H6680, H7760, H8239, G1299, G2525, G2680, G3724, G4270, G4282, G4309, G5021, G5500

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

  • રૂપકાત્મક રીતે, “ઠોકર” નો અર્થ “પાપ” કે માનવામાં “અસ્થિર” થઇ શકે.
  • આ શબ્દ યુદ્ધ કરતી વખતે અથવા સતાવણી કે શિક્ષા વખતે અસ્થિરતા કે નબળાઈ બતાવવી તેનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો

  • “ઠોકર” શબ્દનો અર્થ શારીરિક રીતે કશાક પર પડી જવું તેના સંદર્ભમાં, તેનું અનુવાદ જે શબ્દનો અર્થ “લગભગ પડી જવું” અથવા “લપસી જવું” થતું હોય તે પરમને થવું જોઈએ.
  • આ શાબ્દિક અર્થનો ઉપયોગ જો તે સંદર્ભમાં ખરો અર્થ જણાવતો હોય તો રૂપકાત્મક રીતે પણ કરી શકાય.
  • રૂપકાત્મક ઉપયોગ માટે જ્યાં શાબ્દિક અર્થનો કોઈ અર્થ પ્રોજેક્ટ ભાષામાં થતો નથી, ત્યાં “ઠોકર” ને “પાપ” અથવા “અસ્થિર” અથવા “માનતા અટકવું” અથવા “નબળા પડવું” તરીકે સંદર્ભના આધારે અનુવાદ કરી શકાય.
  • આ શબ્દનું બીજી રીતે અનુવાદ, “પાપ કરવા દ્વારા ઠોકરરૂપ” અથવા “ન માનવા દ્વારા ઠોકરરૂપ” કરી શકાય.
  • “ઠોકર માટે બનેલ” શબ્દસમૂહનું અનુવાદ “નબળાં બનવા ઉત્પન્ન થયેલ” અથવા “અસ્થિર માટે ઉત્પન્ન થયેલ” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: માનવું, સતાવણી, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1762, H3782, H4383, H4384, H5062, H5063, H5307, H6328, H6761, H8058, G679, G4348, G4350, G4417, G4624, G4625

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

  • ઘણી વાર “ડહાપણ (શાણપણ)” ભૌતિક વ્યાવહારિક બાબતો જેવી કે પૈસા કે સંપત્તિનું સંચાલન કરવું તે વિષે ડહાપણભર્યા નિર્ણયો લેવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.

  • જો કે “શાણપણ” અને “બુદ્ધિ” નો અર્થ સમાન છે તો પણ, ઘણી વાર “બુદ્ધિ” વધારે સામાન્ય વિચાર છે અને તે આત્મિક કે નૈતિક બાબતો પર ભાર મૂકે છે.

  • સંદર્ભ અનુસાર, “ડાહ્યો (શાણો)” શબ્દનો અનુવાદ “ચાલાક” અથવા તો “સાવચેત” અથવા તો “ડાહ્યો” તરીકે કરી શકાય.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H5843, H6175, H6191, H6195, H7080, H7919, H7922, G4908, G5428

ઢાલ, ઢાલો, રક્ષણ

વ્યાખ્યા:

દુશ્મનના હથિયારો દ્વારા ઘાયલ થવાથી પોતાની જાતને બચાવવા માટે યુદ્ધમાં સૈનિક દ્વારા રાખવામાં આવતી વસ્તુ તેને ઢાલ કહેવાતી હતી. કોઈને "ઢાલ" રૂપ બનવું એટલે કે તે વ્યક્તિને હાનિથી રક્ષણ આપવું.

  • ઢાલો ઘણી વખત વર્તુળાકાર અથવા લંબગોળ હતા, જે ચામડું, લાકડું અથવા ધાતુ જેવા સામગ્રીથી બનેલા હતા, અને તે પૂરતા ખડતલ અને જાડા હતા જેથી તલવાર કે તીરને ભોંકાતા દુર રખાતા.
  • આ શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરીને, બાઈબલ ઈશ્વરને તેમના લોકો માટે એક રક્ષણાત્મક ઢાલ તરીકે વર્ણવે છે.

(જુઓ:

રૂપક)

  • પાઊલે "વિશ્વાસની ઢાલ" વિશે વાત કરી, જેને રૂપકાત્મક રીતે એમ કહેવાય કે ઈસુ પર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસને ઈશ્વરની આધીનતામાં જીવવો કે જે વિશ્વાસીઓનું શેતાનના આત્મિક હુમલાઓથી રક્ષણ કરશે.

(આ પણ જુઓ: વિશ્વાસ, આધીન, શેતાન, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2653, H3591, H4043, H5437, H5526, H6793, H7982, G2375

તકરાર, વિવાદો, ઝઘડા, દલીલો, સંઘર્ષ

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

  • વ્યક્તિ કે જે તકરાર કરે છે તે એવું કરે છે કે જેથી લોકો વચ્ચે ગાઢ મતભેદ થાય છે અને લાગણીઓ ઘવાય છે.
  • કેટલીકવાર “તકરાર” શબ્દનો ઉપયોગ મજબૂત લાગણીઓ જેમ કે ગુસ્સો અથવા કડવાશનો, સમાવેશ કરે છે, તેમ સૂચવે છે.
  • આ શબ્દનો અનુવાદ કરવાની બીજી રીતોમા “અસંમતી” અથવા “વિવાદ” અથવા “ઝગડા” નો સમાવેશ કરી શકાય.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1777, H1779, H4066, H4090, H4683, H4808, H7379, H7701, G485, G2052, G2054, G3055, G3163, G5379

તંબુ, તંબુ બનાવનારા

વ્યાખ્યા:

એક તંબુ એ નાનો આશ્રય છે જે મજબુત કાપડના બનેલા હોય છે જે થાંભલાના માળખા પર ઢંકાયેલ હોય છે અને તેમને જોડે છે.

  • તંબુ થોડા લોકો માટે સૂવા માટે પૂરતી જગ્યા સાથે નાના હોઇ શકે છે અથવા તેઓ સમગ્ર પરિવાર માટે ઊંઘવા, રસોઇ કરવા અને રહેવા માટે વિશાળ જગ્યા ધરાવતા હોઈ શકે છે.
  • ઘણા લોકો માટે તંબુઓનો કાયમી નિવાસસ્થાનો તરીકે ઉપયોગ થાય છે. દાખલા તરીકે, મોટા ભાગના વખતે ઈબ્રાહીમનો પરિવાર કનાન દેશમાં રહેતો હતો, તેઓ બકરાના વાળમાંથી બનેલા મજબૂત કાપડના વિશાળ તંબુમાં રહેતા હતા.
  • ઈસ્રાએલીઓ સિનાઈના રણમાં ચાલીસ વર્ષ દરમિયાન ભટકતા હતા ત્યારે તંબુઓમાં રહેતા હતા.
  • મંડપનું મકાન એક મોટું તંબુ હતું, જેમાં કાપડના પડદાથી બનેલી જાડી દિવાલો હતી.
  • જ્યારે પ્રેરીત પાઉલે સુવાર્તા પ્રસાર કરવા માટે જુદા જુદા શહેરોમાં પ્રવાસ કર્યો, તેણે તંબુઓ બનાવીને પોતાની જાતને મદદ કરી.
  • "તંબુઓ" શબ્દનો અલંકારિક ઉપયોગ સામાન્ય રીતે જ્યાં લોકો રહે છે તે માટે થાય છે. તેનો અનુવાદ "ઘરો" અથવા "નિવાસ" અથવા "મકાનો" અથવા તો "સંસ્થાઓ" તરીકે પણ થઈ શકે છે. (જુઓ: synecdoche)

(આ પણ જુઓ: ઈબ્રાહીમ, કનાન, પડદો, પાઉલ, સીનાઇ, મંડપ,મુલાકાત મંડપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H0167, H0168, H2583, H3407, H6898

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ#

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

  • પ્રાચીન સમયમાં તલવારની બ્લેડની લંબાઇ લગભગ 60 થી 91સેન્ટિમીટર હતી.
  • કેટલીક તલવારોમાં બે બાજુ તીક્ષ્ણ ધાર હોય છે અને તેને "બેધારી"અથવા"બે ધારવાળી" તલવારો તરીકે ઓળખવામાં આવે છે.
  • ઈસુના શિષ્યોએ સ્વબચાવ માટે તલવારો રાખી હતી. પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
  • યોહાન બાપ્તિસ્ત અને પ્રેરીત યાકુબ બંનેનો તલવારોથી શિરચ્છેદ કરાયો હતો.

અનુવાદ માટેના સૂચનો:

  • તલવારનો ઉપયોગ ઈશ્વરના શબ્દ માટે રૂપક તરીકે થાય છે. બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક
  • રૂપકાત્મક અનુવાદનો ઉપયોગ આ રીતે પણ થાય છે, "ઈશ્વરનું વચન તલવાર જેવું છે, જે ઊંડે સુધી કાપે છે અને પાપને ખુલ્લું પાડે છે."
  • આ શબ્દનો બીજો રૂપકાત્મક ઉપયોગ, ગીતશાસ્ત્રના પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જ્યાં વ્યક્તિની જીભ અથવા વાણીની સરખામણી તલવાર સાથે કરવામાં આવી છે, જે લોકોને ઘાયલ કરી શકે છે. તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."
  • જો તલવારો તમારી સંસ્કૃતિમાં પ્રચલિત ન હોય, તો આ શબ્દનો ઉપયોગ અન્ય લાંબા હથિયારના નામ સાથે થઈ શકે છે જેનો ઉપયોગ કાપવા અથવા ભોકવા માટે કરવામાંઆવતો હોય છે.
  • તલવારને "તીક્ષ્ણ હથિયાર" અથવા "લાંબી છરી"તરીકે વર્ણવવામાં આવી શકે છે. કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, દેવનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H19, H1300, H2719, H4380, H6609, H7524, H7973, G3162, G4501

તહેવાર, તહેવારો

વ્યાખ્યા:

સામાન્ય રીતે, સમાજના લોકો દ્વારા તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે.

  • જૂના કરારમાં તહેવાર શબ્દ માટેનો વાસ્તવિક અર્થ, “નિયુક્ત કરેલો સમય” થાય છે.
  • ખાસ કરીને નિયુક્ત કરેલા સમયોમાં અથવા ઋતુઓ કે જે દેવે તેઓને આજ્ઞા આપી તેમ ઈઝરાએલીઓ દ્વારા તહેવારોને ઉજવવામાં આવતા હતા.
  • કેટલાક અંગ્રેજી ભાષાંતરમાં, તહેવારને બદલે “મિજબાની” શબ્દ વાપવામાં આવ્યો છે, કારણકે ઉજવણીમાં એકસાથે મોટા ભોજનનો સમાવેશ થતો.
  • અહીં કેટલાક મુખ્ય તહેવારો હતા કે જે ઈઝરાએલીઓ દરેક વર્ષે ઉજવતા હતા.
  • પાસ્ખા પર્વ
  • બેખમીર રોટલીનું પર્વ
  • પ્રથમ ફળો
  • પચાસમાના દિવસનું પર્વ
  • રણશિંગડાનું પર્વ
  • પ્રાયશ્ચિતનો દિવસ
  • આશ્રયસ્થાનનું પર્વ
  • આ પર્વોના હેતુ દેવનો આભાર માનવાનું હતું અને તેણે જે તેના લોકોનો બચાવ, રક્ષણ, અને વસ્તુઓ પૂરી પાડીને જે આશ્ચર્યકારક બાબતો કરી તેને યાદ રાખવાનું હતું.

(આ પણ જુઓ: મિજબાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1974, H2166, H2282, H2287, H6213, H4150, G1456, G1858, G1859

તિરસ્કાર (ધિક્કાર), ધિક્કારવા લાયક

સત્યો:

“તિરસ્કાર” શબ્દ, કોઈની અથવા કશાકની પ્રત્યે ઊંડો અનાદર અને અપમાન દર્શાવે છે. કઈંક જે ખૂબ અપમાનજનક છે તેને “ધિક્કારવાલાયક” કહેવામાં આવે છે.

  • વ્યક્તિ અથવા વર્તન કે જે દેવ સામે ઉઘાડો અનાદર બતાવે છે તેને “ધિક્કારવા લાયક” બાબત કહેવાય છે, અને તેનું ભાષાંતર, “ખૂબ જ અવિનયી” અથવા “સંપૂર્ણપણે અપમાનજનક” અથવા “ઘૃણા પાત્ર” તરીકે કરી શકાય.
  • “તિરસ્કાર રાખવો” તેનો અર્થ, કોઈકની કિંમત ઓછી આંકવી અથવા પોતાના કરતાં બીજાને ઉતરતા ગણવા.
  • આ અભિવ્યક્તિઓનો અર્થ સમાન હોય છે: “કોઈ માટે તિરસ્કાર હોવો” અથવા “કોઈ માટે તિરસ્કાર દેખાડવો” અથવા “કોઈના તિરસ્કારમાં હોવું” અથવા “તિરસ્કારથી વર્તવું.” આ બધા શબ્દનો અર્થ, જે કંઈ કહેવાય કે કરાય તે દ્વારા “ભારે અનાદર” અથવા “ભારે અપમાન” થાય છે.
  • જયારે દાઉદ રાજાએ વ્યભિચાર અને ખૂન દ્વારા પાપ કર્યું, ત્યારે દેવે કહ્યું હતું કે દાઉદે દેવ “માટે ઘૃણા દેખાડી” છે. તેનો અર્થ એ કે તે કરવાથી તેણે દેવનું ખૂબજ અપમાન અને તિરસ્કાર કર્યો છે.

(આ પણ જુઓ: અનાદર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H936, H937, H959, H963, H1860, H7043, H7589, H5006, G1848

તિરસ્કારવું, ઘૃણાપાત્ર, ધિક્કારપાત્ર

સત્યો/તથ્યો:

“તિરસ્કારપાત્ર” શબ્દ કઈંક કે જે નાપસંદ અને ફગાવી દીધેલું છે તેને વર્ણવે છે. “તિરસ્કારેલું” એટલે એવું જે કંઈ જે સખત રીતે નાપસંદ હોય.

  • મોટેભાગે બાઈબલ દુષ્ટને ધિક્કારવાની વાત કરે છે. તેનો અર્થ એમ કે દુષ્ટની (બાબતની) નફરત કરવી અને તેનો અસ્વીકાર કરવો.
  • જેઓ જૂઠા દેવોની આરાધના કરે છે તેઓના દુષ્ટ વ્યવહારોનું વર્ણન કરવા ઈશ્વરે “તિરસ્કારપાત્ર” શબ્દનો ઉપયોગ કર્યો છે.
  • ઈઝરાએલીઓને તેમના કેટલાક પડોશી લોકોના જૂથો, જે પાપી, અનૈતિક કાર્યો કરતા હતા તે બાબતોનો “તિરસ્કાર” કરવાની આજ્ઞા આપવામાં આવી હતી.
  • ઈશ્વર બધાંજ ખોટા જાતીય કાર્યોને “ધિક્કારપાત્ર” કહે છે.
  • ઈશ્વર માટે ભવિષ્યકથન, મેલીવિદ્યા, અને બાળકનું બલિદાન બધું જ “તિરસ્કારપાત્ર” હતું.
  • “તિરસ્કાર કરવો” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અસ્વીકાર્ય” અથવા “ધિક્કારવું” અથવા “ખૂબ જ દુષ્ટ ગણવું” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “તિરસ્કારપાત્ર” શબ્દનું ભાષાંતર, “ભયાનક રીતે દુષ્ટ” અથવા “ઘૃણાસ્પદ” અથવા “નકારવાલાયક” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે આ શબ્દ, ન્યાયી લોકો પ્રત્યે દુષ્ટ લોકોનો “ધિક્કાર” દર્શાવવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “વધુ અનિચ્છનીય ગણવા” અથવા “અણગમતા લાગવા” અથવા “તેમના દ્વારા નકાર,” એવું (ભાષાંતર) થઇ શકે છે.
  • ઈશ્વરે ઈઝરાએલીઓને ચોક્કસ પ્રકારના પ્રાણીઓ કે જેને ઈશ્વરે “અશુદ્ધ” જાહેર કર્યા હતા અને ખાવા માટે યોગ્ય નહોતા તેનો “તિરસ્કાર” કરવા કહ્યું હતું. આ શબ્દનું ભાષાંતર, “સખત રીતે નાપસંદ” અથવા “અસ્વીકાર્ય” અથવા “અસ્વીકાર્ય ગણવા” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય.

(આ પણ જુઓ: ભવિષ્યકથન, શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1602, H6973, H8130, H8251, H8262, H8263, H8441, H8581, G946, G947, G948, G4767, G5723, G3404

તીડ

તથ્યો:

" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.

  • તીડો અને અન્ય તિત્તીધોડાઓ મોટા, સીધા પાંખવાળા લાંબા, જોડાયેલા પગવાળા જંતુઓ છે જે તેમને લાંબા અંતર સુધી કૂદવાની ક્ષમતા આપે છે.
  • જૂના કરારમાં, તીડોનો ઉલ્લેખ ઇસ્રાએલના આજ્ઞાભંગના પરિણામ સ્વરૂપે આવનારા ભારે વિનાશના પ્રતીક અથવા ચિત્ર તરીકે કરવામાં આવ્યો હતો.
  • ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.
  • નવો કરાર કહે છે કે જ્યારે તે અરણ્યમાં રહેતો હતો ત્યારે યોહાન બાપ્તીસ્ત માટે તીડો ખોરાકનો મુખ્ય સ્ત્રોત હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: બંદીવાન, ઇજિપ્ત, ઇસ્રાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H0697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G02000

તીરંદાજ,તીરંદાજો

##વ્યાખ્યા: ##

“તીરંદાજ” શબ્દ તે એક એવા માણસ માટે વાપર્યો છે કે જે તીર અને કામઠુંને હથિયાર તરીકે વાપરવામાં કુશળ હોય છે. બાઈબલમાં, સામાન્ય રીતે તીરંદાજ એટલે સૈનિક કે જે લશ્કરમાં લડવા માટે તીર અથવા ધનુષ્યનો ઉપયોગ કરે છે.

  • તીરંદાજો એ આશ્શૂરના લશ્કરીદળનો અગત્યનો ભાગ હતો. કેટલીક ભાષાઓમાં આ માટે ધનુર્ધારી શબ્દ વપરાયો હોઈ શકે છે.

(આ પણ જુઓ: આશ્શૂર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1167, H1869, H2671, H2686, H3384, H7198, H7199, H7228

તે લખેલું છે

વ્યાખ્યા:

શબ્દસમૂહ "એમ લખેલું છે" અથવા "જે લખેલું છે" તે નવા કરારમાં વારંવાર જોવા મળે છે અને સામાન્ય રીતે તે આજ્ઞા અથવા ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરે છે જે હિબ્રુ ગ્રંથોમાં લખવામાં આવ્યા હતા.

  • ક્યારેક "એમ લખેલું છે” જે મૂસાના નિયમશાસ્ત્રમાં લખવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ કરે છે.
  • અન્ય વખતે પ્રબોધકોમાંના કોઈ એકે જૂના કરારમાં લખ્યું હતું તે એક અવતરણ છે
  • આનું ભાષાંતર "મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે" અથવા "પ્રબોધકોએ લાંબા સમય પહેલા લખ્યું છે" અથવા " ઈશ્વરના નિયમોમાં જે કહે છે તે મૂસાએ લાંબા સમય પહેલા લખેલું છે " કરી શકાય છે.
  • બીજો વિકલ્પ "તે લખાયેલું" રાખવાનું છે અને ફૂટનોટ આપો જે આનો અર્થ સમજાવે છે.

(આ પણ જુઓ: આજ્ઞા, નિયમશાસ્ત્ર, પ્રબોધક, દેવનું વચન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3789, H7559, G1125

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

  • જૈતુન તેલનો ઉપયોગ રાંધવામાં, અભિષેક કરવામાં, બલિદાન ચડાવવામાં, દીવા સળગાવવામાં અને દવા તરીકે કરવામાં આવતો હતો.
  • પ્રાચીન સમયોમાં, જૈતુન તેલનું મૂલ્ય ખૂબ વધારે હતું અને તે તેલની માલિકી એ સમૃદ્ધિનો માપદંડ હતો.
  • ધ્યાન રાખો કે આ શબ્દનો અનુવાદ એવા પ્રકારના તેલનો ઉલ્લેખ કરે કે જે રાંધવાના કામમાં આવે છે અને મોટરના તેલનો નહિ.. કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતુન, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1880, H2091, H3323, H4887, H6671, H7246, H8081, G1637, G3464

થાંભલો, થાંભલા, સ્તંભ, સ્તંભો

વ્યાખ્યા:

“સ્તંભ” શબ્દ સામાન્ય રીતે એક મોટા ઊભા માળખાનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ છત કે મકાનના બીજા કોઈ ભાગને ટેકો આપવા કરવામાં આવે છે. “સ્તંભ” માટેનો બીજો શબ્દ “થાંભલો” છે.

  • બાઇબલના સમયોમાં, મકાનોને ટેકો આપવા વપરાતા સ્તંભો સામાન્ય રીતે ખડકના એક જ ટુકડામાંથી કોરી કાઢવામાં આવતા હતા.
  • જૂના કરારમાં જ્યારે સામસૂનને પલિસ્તિઓ દ્વારા પકડવામાં આવ્યો ત્યારે, તેણે અધર્મી મંદિરને ટેકો આપતા સ્તંભોને ધકેલ્યા કે જેથી તે તૂટી પડ્યું અને તે રીતે તેનો નાશ કર્યો.
  • “સ્તંભ” શબ્દ કેટલીક વાર એક મોટા પથ્થર કે શિલાખંડનો ઉલ્લેખ કરે છે કે જેને કોઈ કબર અથવા તો જ્યાં કઇંક મહત્ત્વની ઘટના ઘટી હોય તે સ્થળ દર્શાવવા એક યાદગીરી તરીકે ઊભો કરવામાં આવે છે.
  • તે એક મૂર્તિ કે જેને જૂઠા દેવની પૂજા કરવા બનાવવામાં આવી હતી તેનો ઉલ્લેખ પણ કરી શકે છે. “કોરેલી મૂર્તિ” માટેનું તે બીજું નામ છે અને તેનો અનુવાદ “પૂતળું” તરીકે કરી શકાય.
  • “સ્તંભ” શબ્દનો ઉપયોગ સ્તંભના આકારની બાબતોનો ઉલ્લેખ કરવા કરવામાં આવ્યો છે, જેમ કે ઇઝરાયલીઓને અરણ્યમાં રાત્રિ દરમ્યાન દોરનાર “અગ્નિસ્તંભ” કે પછી લોતની પત્ની શહેર તરફ પાછું જોવાથી “ખારનો થાંભલો” થઈ ગઈ તે સ્તંભ.
  • મકાનને આધાર આપતા માળખા તરીકે, “સ્તંભ” અથવા તો “થાંભલો” શબ્દનો અનુવાદ “ઊભો પથ્થરનો આધારસ્તંભ” અથવા તો “પથ્થરનું આધાર આપતું માળખું” તરીકે કરી શકાય.
  • “સ્તંભના” બીજા ઉપયોગોનો અનુવાદ સંદર્ભ અનુસાર “પૂતળું” અથવા તો “ઢગલો” અથવા તો “ટેકરો” અથવા તો “સ્મારક” અથવા તો “ઊંચો ઢગલો” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: પાયો, જૂઠો દેવ, પ્રતિમા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H352, H547, H2106, H2553, H3730, H4552, H4676, H4678, H4690, H5324, H5333, H5982, H8490, G4769

દંડવત પ્રણામ, દંડવત પ્રણામ કર્યા

વ્યાખ્યા:

“દંડવત પ્રણામ” શબ્દનો અર્થ ઉંધા મોઢે જમીન પર સૂઈ જવું એવો થાય છે.

  • “દંડવત પ્રણામ કરવા” અથવા તો કોઇની સમક્ષ “દંડવત પ્રણામ કરવા” નો અર્થ કોઈ વ્યક્તિની આગળ અચાનક ખુબજ ઝૂકી જવું એવો થાય છે.
  • સામાન્ય રીતે “દંડવત પ્રણામ” ની અવસ્થા એક પ્રતિભાવ છે કે જે કંઈક ચમત્કારિક બનવાના કારણે આઘાત, આશ્ચર્ય અને આદરયુક્ત ભય દર્શાવે છે. તે, જે વ્યક્તિની આગળ નમન કરવામાં આવે છે તે વ્યક્તિ પ્રત્યેનો આદર અને સન્માન પણ પ્રદર્શિત કરે છે.
  • દંડવત પ્રણામ એ ઈશ્વરની આરાધના કરવાની એક રીત પણ હતી. જ્યારે ઈસુએ કોઈ ચમત્કાર કર્યો ત્યારે અથવા તો એક મહાન શિક્ષક તરીકે તેમનું બહુમાન કરવા લોકોએ ઘણી વાર તેમની પ્રત્યે આ રીતનો પ્રતિભાવ આપ્યો હતો.
  • સંદર્ભ અનુસાર, “દંડવત પ્રણામ કર્યા” નો અનુવાદ “જમીન સુધી મુખ નમાવતા ખૂબ ઝુકીને નમન કર્યું” અથવા તો “તેમની આગળ ઉંધા મોઢે પડીને તેમની આરાધના કરી” અથવા તો “આશ્ચર્ય પામીને જમીન પર પડીને નમન કર્યું” અથવા તો “આરાધના કરી” તરીકે કરી શકાય.
  • “દંડવત પ્રણામ નહીં કરીએ” શબ્દસમૂહનો અનુવાદ “આરાધના નહીં કરીએ” અથવા તો “આરાધનામાં ઉંધા મોઢે નહીં પડીએ” અથવા તો “નમન કરીને આરાધના નહીં કરીએ” તરીકે કરી શકાય.
  • “ની આગળ જાતે દંડવત પ્રણામ કરવા” નો અનુવાદ “આરાધના કરવી” અથવા તો “ની આગળ નમન કરવું” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: આદરયુક્ત ભય, નમન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5307, H5457, H6440, H6915, H7812

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

  • સામાન્ય રીતે, જ્યારે વ્યક્તિ જાગૃત હોય ત્યારે દર્શનો જોતો હોય છે. જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.
  • ઈશ્વર લોકો માટે કંઈક ખૂબ મહત્વનું છે તે જણાવવા માટે દર્શન મોકલે છે. દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • “દર્શન થયું" શબ્દનું ભાષાંતર "ઈશ્વર તરફથી કંઈક અસામાન્ય જોયું" અથવા " ઈશ્વરે તેને ખાસ કંઈક બતાવ્યું".
  • કેટલીક ભાષાઓમાં " દર્શન " અને "સ્વપ્ન" માટે અલગ શબ્દો હોતા નથી. તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H2376, H2377, H2378, H2380, H2384, H4236, H4758, H4759, H7203, H7723, H8602, G3701, G3705, G3706

દસ આજ્ઞાઓ#

તથ્યો:

"દસ આજ્ઞાઓ" એ આજ્ઞાઓ હતી જે ઈશ્વરે મુસાને સિનાય પર્વત પર આપી હતી, જ્યારે ઈસ્રાએલીઓ કનાન દેશને રસ્તે અરણ્યમાં રહેતા હતા. ઈશ્વરે આ આદેશો પથ્થરની બે મોટી શિલા પર લખ્યા હતા. ઈશ્વરે ઈસ્રાએલીઓને ઘણી આજ્ઞાઓ પાળવાની આજ્ઞા આપી હતી, પરંતુ દસ આજ્ઞાઓ ખાસ આજ્ઞા હતી કે ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રેમ કરે અને ભજન કરે અને અન્ય લોકોને પ્રેમ કરે.

  • આ આજ્ઞાઓ પણ તેના લોકો સાથે ઈશ્વરના કરારનો ભાગ હતો. ઈશ્વરે તેમને જે કરવા કહ્યું હતું તે પાળવાથી ઈસ્રાએલી લોકો બતાવશે કે તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા અને તેઓ તેમના હતા.
  • આ આજ્ઞાઓ લખેલા પથ્થર ને કરારકોશના કરારમાં રાખવામાં આવ્યા હતા, જે મંડપનું પરમ પવિત્રસ્થાન અને પાછળથી મંદિરમાંનું સ્થાન હતું.

(આ પણ જુઓ: કરારકોશ, આદેશ, કરાર, અરણ્ય, કાયદો, પાળવું, સિનાઇ, ભજન કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:7 ત્યાર પછી ઈશ્વરે બે પથ્થરની પાટીઓ પર આ દસ આજ્ઞાઓ લખી અને મૂસાને આપી દીધી.
  • 13:13 જ્યારે મૂસા પર્વત પરથી નીચે આવ્યો અને મૂર્તિને જોઇ, ત્યારે તે એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પથ્થરની પાટીઓ તોડી નાખી જેના પર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખી હતી.
  • 13:15 મૂસાએ જે પાટીઓ તોડી નાખી હતી તેના બદલે નવી પથ્થરની પાટીઓ પર દસ આજ્ઞાઓ લખી હતી.

શબ્દ માહિતી:

  • Strong's: H1697, H6235

દસમું, દસમા, દશાંશ, દશાંશો

વ્યાખ્યા:

"દશમો" અને "દશાંશ" શબ્દનો અર્થ થાય છે, "દસ ટકા" અથવા "પૈસાનો, પશુઓ, અથવા અન્ય સંપત્તિ, જે ઈશ્વરને આપવામાં આવે છે" તેનો "દસમાંથી એક ભાગ".

  • જૂના કરારમાં, ઈશ્વરે ઇસ્રાએલીઓને તેમના સામાનના દશમા ભાગને તેમની પાસે આભારસ્તુતિના અર્પણ તરીકે આપવાનું સૂચન કર્યું.
  • આ અર્પણોનો ઉપયોગ ઈસ્રાએલના લેવી કુળના લોકો માટે કરવામાં આવ્યો હતો, જેઓ ઈસ્રાએલીઓન। યાજકો અને મુલાકાતમંડપ સંભાળનાર હતા અને પાછળથી મંદિરમાં સેવા આપતા હત।.
  • નવા કરારમાં, ઈશ્વરને દસમો ભાગ આપવાની આવશ્યકતા નથી, પરંતુ તેના બદલે તેમણે વિશ્વાસીઓને ઉદારતાથી અને રાજીખુશીથી જરૂરિયાતવાળ। લોકોને મદદ કરવાની અને ખ્રિસ્તી સેવાના કાર્યને ટેકો આપવાની સૂચના આપે છે.
  • આનો અનુવાદ "દશનો એક ભાગ" અથવા "દસમાંથી એક" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: માનવું, ઇઝરાયલ, લેવી, પશુઓ, મેલ્ખીસેદેક, સેવા કરનાર, બલિદાન, મંડપ, મંદિર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4643, H6237, H6241, G586, G1181, G1183

દહનાર્પણ, દહનાર્પણો, અગ્નિ દ્વારા અર્પણ

વ્યાખ્યા:

“દહનાર્પણ” ઈશ્વરને અપાતું એક પ્રકારનું બલિદાન હતું કે જેનું વેદી ઉપર અગ્નિ દ્વારા દહન કરવામાં આવતું હતું. તે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ચઢાવવામાં આવતું હતું. તેને “અગ્નિ દ્વારા અર્પણ” પણ કહેવામાં આવતું હતું.

  • આ અર્પણ માટે સામાન્ય રીતે ઘેટું અને બકરાંનો સમાવેશ થાય છે, પરંતુ બળદો અને પક્ષીઓ પણ વાપરવામાં આવતા હતા.
  • ચામડી સિવાય, આખું પ્રાણી આ અર્પણમાં બાળી નાખવામાં આવતું હતું. ત્વચા અથવા પશુનું ચામડું યાજકને આપવામાં આવતું હતું.
  • ઈશ્વરે યહૂદી લોકોને દરરોજ બે વખત દહનાર્પણ ચઢાવવાની આજ્ઞા આપી હતી.

(આ પણ જુઓ: વેદી, પ્રાયશ્ચિત, બળદ, યાજક, બલિદાન)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H0801, H5930, H7133, H8548, G36460

દાડમ

તથ્યો:

દાડમ એક પ્રકારનું ફળ છે કે જેને સખત જાડું છોડું હોય છે જેમાં ખાવાલાયક લાલ ગરથી આવરિત બીજ રહેલા હોય છે.

  • બહારની છાલ લાલ રંગની હોય છે અને બીજની આસપાસનો ગર ચમકતો અને લાલ હોય છે.
  • દાડમોને ઈજિપ્ત અને ઇઝરાયલ જેવા બહુ સામાન્ય રીતે ગરમ અને સૂકા દેશોમાં ઉગાડાય છે.
  • યહોવાએ ઇઝરાયલીઓને વચન આપ્યું હતું કે કનાન દેશ પુષ્કળ પાણી અને ફળદ્રુપ જમીનથી ભરપૂર હતો કે જેથી ત્યાં દાડમો સહિત ભરપૂર ખોરાક હતો.
  • સુલેમાનના ભક્તિસ્થાનના બાંધકામમાં દાડમના આકારના પિત્તળના અલંકારોનો સમાવેશ થયો હતો.

(આ પણ જૂઓ: પિત્તળ, કનાન, ઈજિપ્ત, સુલેમાન, ભક્તિસ્થાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7416

દાસ/ગુલામ બનાવવું, દાસ/ગુલામ, બંદીવાન/બંધનકર્તા, બંધાયેલ/બંધનકર્તા હોવું

વ્યાખ્યા:

કોઈને “ગુલામ બનાવવું” તેનો અર્થ, માલિક અથવા શાસક દેશની સેવા કરવા માટે વ્યક્તિને બળજબરી કરવી. “ગુલામ હોવું” અથવા “ગુલામીમાં હોવું” નો અર્થ, કઈંક અથવા કોઈકના નિયંત્રણમાં હોવું.

  • વ્યક્તિ કે જે દાસત્વમાં હોય અથવા ગુલામીમાં હોય છે તેણે કોઇપણ વેતન વગર બીજાઓની સેવા કરવી; તે જે ઈચ્છે તે કરવા માટે તેને છૂટ નથી. "દાસત્વમાં હોવું" માટેનો બીજો શબ્દ "ગુલામી" છે.
  • જ્યાં સુધી માણસોને ઈસુ પાપના સામર્થ્ય અને અંકુશથી મુક્ત કરે નહિ ત્યાં સુધી નવો કરાર તેઓને પાપના “ગુલામ હોવા" તરીકે દર્શાવે છે. જયારે વ્યક્તિ ખ્રિસ્તમાં નવું જીવન મેળવે છે ત્યારે તે પાપના ગુલામ બનવાનું બંધ કરે છે અને ન્યાયીપણાનો દાસ બને છે.

ભાષાંતરના સૂચનો:

  • “દાસ બનાવવું” શબ્દનું ભાષાંતર, “છૂટ ન હોવાનું કારણ” અથવા “બીજાઓની સેવા માટે બળજબરી કરાયેલ” અથવા “બીજાઓના નિયંત્રણ હેઠળ મૂકાયેલ” કરી શકાય છે.
  • “નું દાસ હોવું” અથવા “(કોઈ) ના બંધનમાં હોવું” શબ્દસમૂહોનું ભાષાંતર, “કોઈના બંધનમાં હોવા માટે બળજબરી કરાયેલ” અથવા “સેવા કરવા માટે દબાણ કરાયેલ” અથવા “ના નિયંત્રણ હેઠળ રહેવું,” કરી શકાય છે.

(આ પણ જુઓ: મુક્ત/છૂટ, પ્રામાણિક, ચાકર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3533, H5647, G1398, G1402, G2615

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

  • ઈઝરાએલીઓ અને યહૂદિઓ માટે દિવસની શરૂઆત સૂર્યાસ્તથી થાય છે અને તેનો અંત બીજા દિવસના સૂર્યાસ્તે થાય છે.
  • કયારેક “દિવસ” શબ્દનો ઉપયોગ રૂપક તરીકે કરવામાં આવ્યો છે, જે લાંબા સમયગાળા ને દર્શાવે છે, જેમકે “યહોવાનો દિવસ” અથવા “છેલ્લા દિવસો.”
  • કેટલીક ભાષાઓમાં આ રૂપક શબ્દોની અભિવ્યક્તિને જુદી જુદી રીતે ભાષાંતર કરવામાં આવી છે, અથવા તેનું ભાષાંતરનો સામાન્ય અર્થ “દિવસ” પણ કરવામાં આવ્યું છે.
  • સંદર્ભ પ્રમાણે “દિવસ” શબ્દનું ભાષાંતર, “સમય” અથવા “ઋતુ” અથવા “પ્રસંગ” અથવા “ઘટના” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, છેલ્લો દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3117, H3118, H6242, G2250

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

  • દીનતાને ઘણી વાર નમ્રતા સાથે સાંકળવામાં આવે છે.
  • આ શબ્દનો અનુવાદ “સૌમ્ય” અથવા તો “ઋજુ સ્વભાવ” અથવા તો “મીઠો સ્વભાવ” એ રીતે પણ કરી શકાય.
  • “દીનતા” શબ્દનો અર્થ “સૌમ્યતા” અથવા તો “નમ્રતા” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6035, H6037, H6038, G4235, G4236, G4239, G4240

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

  • સામાન્ય રીતે સાદી દીવી એક દીવાને રાખી શકે અને તે માટીની, લાકડાની, કે ધાતુની (જેમ કે કાંસું, ચાંદી, અથવા સોનું) બનેલી હતી.

  • યરૂશાલેમના મંદિરમાં એક ખાસ સોનાની દીવી હતી જેને સાત દીવાઓ રાખવા માટે સાત શાખાઓ હતી.

અનુવાદ માટેના સૂચનો

  • આ શબ્દનું અનુવાદ "દીવાની પડધી" અથવા "દીવાને રખવાનું માળખું" અથવા "દીવો રાખનાર" એમ કરી શકાય.
  • મંદિરની દીવીને માટે, તેનું અનુવાદ "સાત દીવાઓની દીવી" અથવા "સાત દીવાઓ સાથેની સોનાની પડધી" એમ કરી શકાય.
  • અનુવાદમાં બાઈબલના ફકરાઓથી સંબંધિત સાદી દીવીના ચિત્રનો અને સાત શાખાઓવાળી દીવીનો સમાવેશ કરવો એ મદદરૂપ બનશે.

(આ પણ જુઓ: કાંસું, સોનું, દીવો, પ્રકાશ, ચાંદી, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4501, G3087

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

  • સામાન્ય તેલનો દીવો જૈતૂનના તેલથી ભરેલ માટીના વાસણનો બનેલો, જેમાં સળગવા માટે તેલમાં દિવેટ મૂકવામાં આવતી હતી.
  • કેટલાંક દીવાઓ માટે, ઘડો અથવા બરણી અંડાકાર હતો, જેની એક બાજુ દિવેટને પકડવા સારું પીલાયેલી હતી.
  • તેલના દીવા લઈ જવામાં આવતા અથવા દીવી પર મૂકવામાં આવતા કે જેથી તેનો પ્રકાશ ઓરડા કે ઘરને ભરી દે.
  • વચનમાં, દીવાઓનો અનેક અલંકારિક રીતે પ્રકાશ અને જીવનના ચિહ્ન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ/અજવાળું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3940, H3974, H4501, H5215, H5216, G2985, G3088

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

  • કુદરતી કારણોથી અનાજનો પાક નિષ્ફળ થઈ શકે જેવા કે વરસાદની અછત, પાકમાં રોગ, અથવા જંતુઓ.
  • ખોરાકની તંગી લોકો દ્વારા પણ થઈ શકે, જેવા કે દુશ્મનો કે જેઓ પાકનો નાશ કરે છે.
  • બાઈબલમાં, મોટેભાગે જયારે તેઓએ તેની વિરુદ્ધ પાપ કર્યું ત્યારે દેવે દેશોને સજા તરીકે દુકાળ આપ્યો.
  • આમોસ 8: 11 માં “દુકાળ” શબ્દ રૂપકાત્મક રીતે જયારે દેવ તેના લોકોને તેઓ સાથે જે તે સમયે વાત ન કરી તેમને સજા કરી તેને દર્શાવવા માટે વપરાયો છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3720, H7458, H7459, G3042

દુષ્ટ, દુષ્કર્મ કરનાર

વ્યાખ્યા:

"દુષ્ટ" શબ્દ એ લોકો માટે સામાન્ય સંદર્ભ છે જેઓ પાપી અને દુષ્ટ કાર્યો કરે છે.

  • તે લોકો માટે પણ સામાન્ય શબ્દ હોઈ શકે છે જેઓ દેવનું પાલન કરતા નથી.
  • આ શબ્દનું ભાષાંતર "દુષ્ટ" અથવા "દુષ્ટ" શબ્દનો ઉપયોગ કરીને "કરવું" અથવા "બનાવું" અથવા "કારણ" માટેના શબ્દ સાથે કરી શકાય છે.

(આ પણ જુઓ: [દુષ્ટ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ પિતર ૨:૧૩-૧૭]

  • [યશાયા ૯:૧૬-૧૭]

  • [લૂક ૧૩:૨૫-૨૭]

  • [માલાખી ૩:૧૩-૧૫]

  • [માથ્થી ૭:૨૧-૨૩]

શબ્દ માહિતી:

  • Strong's: H0205, H6213, H6466, H7451, H7489, G00930, G04580, G20380, G20400, G25550

દેખરેખ રાખવી, અધ્યક્ષ/સંભાળ રાખનાર/નિરીક્ષક, વ્યવસ્થાપક

વ્યાખ્યા:

“અધ્યક્ષ” શબ્દ બીજા લોકોના કાર્ય અને કલ્યાણ માટે જવાબદાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. બાઈબલમાં મહદઅંશે "સંભાળ રાખનાર" શબ્દોનો અર્થ "અધ્યક્ષ" થાય છે.

  • જૂના કરારમાં, અધ્યક્ષનું કામ તેના હાથ નીચેના લોકો, તેઓનું કાર્ય સારી રીતે કરે તે જોવાનું હતું.
  • નવા કરારમાં, આ શબ્દનો ઉપયોગ શરૂઆતની ખ્રિસ્તી મંડળીના આગેવાનોને વર્ણવવા માટે કરાયો છે. તેઓનું કાર્ય વિશ્વાસીઓને બાઈબલનું ભૂલરહિત શિક્ષણ મળે તેનું ધ્યાન રાખતા મંડળીની આત્મિક જરૂરિયાતોની સંભાળ લેવાનું હતું.
  • પાઉલ અધ્યક્ષનો ઉલ્લેખ એક ઘેટાંપાળક તરીકે કરે છે, જે સ્થાનિક મંડળીમાં વિશ્વાસીઓ કે જેઓ તેનું “ઝુંડ/જૂથ” છે, તેઓની તે સંભાળ રાખે છે.
  • અધ્યક્ષ ઘેટાંપાળકની જેમ ટોળાની ચોકી કરે છે. તે ખોટું આત્મિક શિક્ષણ તથા અન્ય દુષ્ટ પ્રભાવોથી વિશ્વાસીઓને સાચવે છે, તેઓની રક્ષા કરે છે.
  • નવા કરારમાં, “અધ્યક્ષો”, “વડીલો” તથા “ઘેટાંપાળકો/પાળકો વગેરે શબ્દો સમાન આત્મિક આગેવાનોનો ઉલ્લેખ કરવાની વિભિન્ન રીતો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “નિરીક્ષક” અથવા તો “દેખભાળ કરનાર” અથવા તો “સંચાલક” એ રીતે કરી શકાય.
  • જ્યારે ઈશ્વરના લોકોના સ્થાનિક જૂથના એક આગેવાનનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આ શબ્દનો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “આત્મિક દેખરેખ રાખનાર” અથવા તો “વિશ્વાસીઓના જૂથની આત્મિક જરુરિયાતોની સંભાળ રાખનાર કોઈ વ્યક્તિ” અથવા તો “મંડળીની આત્મિક જરુરિયાતોની કાળજી કરનાર વ્યક્તિ” થાય છે.

(આ પણ જૂઓ: મંડળી, વડીલ, પાળક, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5329, H6485, H6496, H7860, H8104, G1983, G1984, G1985

દેવદાર, દેવદારો

વ્યાખ્યા:

દેવદાર એક એવા પ્રકારનું વૃક્ષ છે કે જે આખું વર્ષ લીલુછમ રહે છે અને તેને એવા ફળ થાય છે, જેમાં બીજનો સમાવેશ થાય છે.

  • દેવદારના વૃક્ષોને “સદાબહાર વૃક્ષો” તરીકે પણ દર્શાવામાં આવ્યા છે.

  • પ્રાચીન સમયોમાં, દેવદાર વૃક્ષોના લાકડાને સંગીતના સાધનો અને ઈમારતના માળખા બાંધવા માટે જેવા કે, હોડીઓ, ઘરો, અને મંદિર બનાવવા માટે વાપરવામાં આવતા હતા.

  • બાઈબલમાં દેવદારના વૃક્ષોનો ઉલ્લેખ કેટલાક ઉદાહરણોમાં ચીડનું વૃક્ષ (પાઈન), સિડર, સરુનું વૃક્ષ (સાયપ્રેસ), અને જ્યુનિપર તરીકે થયો છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: દેવદાર, સરુનું વૃક્ષ/સાયપ્રેસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H766, H1265, H1266

દેશ, દેશો#

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

  • સામાન્ય રીતે દરેક “દેશ” ની એક સુવ્યાખ્યિત સંસ્કૃતિ અને પ્રાદેશિક સીમાઓ હોય છે.
  • બાઇબલમાં, એક “દેશ” એ એક “રાષ્ટ્ર” હોઈ શકે છે જેમ કે ઈજીપ્ત અથવા તો ઈથોપિયા, પણ ઘણી વાર તે બહું સામાન્ય અર્થમાં હોય છે અને ખાસ જ્યારે બહુવચનમાં વપરાય છે ત્યારે તે એક લોકજાતિનો ઉલ્લેખ કરે છે. તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.
  • બાઇબલમાં બીજા ઘણાં દેશોમાં ઇઝરાયલીઓ, પલિસ્તીઓ, આશૂરીઓ, બાબિલ, કનાન, રોમનો, ગ્રીકો વગેરેનો સામાવેશ થાય છે.
  • ઘણી વાર “દેશ” શબ્દનો ઉપયોગ કોઈ ખાસ લોકજાતિના પૂર્વજનો ઉલ્લેખ કરવા પ્રતીકાત્મક રીતે કરવામાં આવતો હતો, જેમ કે ઈશ્વરે રીબકાને આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.
  • “દેશ” તરીકે જેનો અનુવાદ કરવામાં આવ્યો છે તે શબ્દને ઘણીવાર “વિદેશીઓ (બિન-યહૂદીઓ)” અથવા તો જે લોકો યહોવાની આરાધના કરતા નથી તેઓનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો હતો. અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “દેશ” શબ્દનો અનુવાદ “લોકજાતિ” અથવા તો “પ્રદેશ” તરીકે કરી શકાય.
  • જો કોઈ ભાષામાં “દેશ” માટે એવો શબ્દ હોય કે જે આ બીજા શબ્દોથી અલગ હોય તો તે શબ્દને બાઇબલમાં દરેક જગ્યાએ વાપરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું કે તે કુદરતી લાગતો હોય અને સંદર્ભ પ્રમાણે ચોક્કસ હોય.
  • બહુવચનમાં “દેશો” શબ્દનો અનુવાદ મોટાભાગે “લોકજાતિઓ” તરીકે કરી શકાય.
  • અમુક ખાસ સંદર્ભોમાં, આ શબ્દનો અનુવાદ “વિદેશીઓ” અથવા તો “બિન-યહૂદીઓ” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: આશૂર, બાબિલ, કનાન, બિન-યહૂદી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H249, H523, H524, H776, H1471, H3816, H4940, H5971, G246, G1074, G1085, G1484

દોડવું, દોડે છે, દોડનાર, દોડનારો, દોડી રહ્યો છે

વ્યાખ્યા:

“દોડવું” શબ્દનો શબ્દશ:અર્થ “પગ પર ખૂબ ઝડપથી ખસવું”, સામાન્ય રીતે ચાલવાં દ્વારા પૂરું કરી શકાય તે કરતાં પુષ્કળ ગતિથી. “દોડવું” નો મુખ્ય અર્થ તેના સૂચક અભિવ્યક્તિઓમાં પણ નીચે પ્રમાણે ઉપયોગ થાય છે જેમ કે:

  • “એવી રીતે દોડવું કે જેથી ઇનામ પ્રાપ્ત થાય”- જેમ દોડમાં જીતવાને માટે દોડવામાં આવે છે તેમ તે જ ખંતથી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવામાં મંડ્યા રહેવું તેનો ઉલ્લેખ કરે છે.
    
  • “તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડવું”- એટલે કે રાજીખુશીથી અને ઝડપથી ઈશ્વરની આજ્ઞાઓને અધીન થવું.
    
  • “બીજા દેવોની પાછળ દોડવું” એટલે કે બીજા દેવોની પૂજા કરવામાં મંડ્યા રહેવું.
    
  • “હું પોતાને સંતાડવાને માટે તમારી પાસે દોડી આવ્યો” એટલે કે જ્યારે મુશ્કેલ બાબતોનો સામનો કર્યો હોય ત્યારે ઝડપથી ઈશ્વર તરફ આશ્રય અને સુરક્ષાને માટે ફરવું.
    
  • પાણી અને અન્ય પ્રવાહીઓ જેવાં કે આંસુ, રક્ત, પરસેવો, અને નદીઓને “પ્રસરવું” કહેવાય.
    

તેને “વહેવું” એ પ્રમાણે પણ અનુવાદ કરી શકાય. દેશ અથવા પ્રદેશની સરહદ એક નદી અથવા એક બીજા દેશની સરહદ "સાથે ચાલે છે" તેમ કહેવાય છે. તેનો આમ કહેવા દ્વારા પણ અનુવાદ કરી શકાય કે દેશની સરહદ નદીની અથવા બીજા દેશની “નજીક” છે અથવા તેમ કહેવા દ્વારા કે દેશની “સરહદો” નદી અથવા બીજા દેશની નજીક છે.”

  • નદીઓ અને ઝરણાઓ “સુકાઈ જઈ” શકે, તેનો અર્થ કે તેઓ પાસે હવે તેઓમાં પાણી નથી.
    

તેનું અનુવાદ “સુકાઈ ગયું” અથવા “સુકું થઇ ગયું” પ્રમાણે કરી શકાય.

  • પર્વના દિવસો “પૂર્ણ થયાં,” જેનો અર્થ કે તેઓ “પસાર થઇ ગયાં” અથવા “સમાપ્ત થઇ ગયાં” અથવા “પુરા થઇ ગયાં.” *
    

(આ પણ જુઓ: જુઠ્ઠા દેવ, મંડ્યા રહેવું, આશ્રય, ફરવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H213, H386, H1065, H1272, H1518, H1556, H1980, H2100, H2416, H3001, H3212, H3332, H3381, H3920, H3988, H4422, H4754, H4794, H4944, H5074, H5127, H5140, H5472, H5756, H6437, H6440, H6544, H6805, H7272, H7291, H7310, H7323, H7325, H7519, H7751, H8264, H8308, H8444, G413, G1377, G1601, G1530, G1532, G1632, G1998, G2027, G2701, G3729, G4063, G4370, G4390, G4890, G4936, G5143, G5240, G5295, G5302, G5343

દોષ, નિષ્કલંક, ખામી

તથ્યો:

શબ્દ "દોષ" એ પ્રાણી અથવા વ્યક્તિમાં શારીરિક ખામી અથવા અપૂર્ણતાને દર્શાવે છે. તે લોકોમાં આધ્યાત્મિક અપૂર્ણતા અને ખામીઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.

  • અમુક બલિદાનો માટે, દેવે ઈસ્રાએલીઓને કોઈ દોષ કે ખામી વગરનું પ્રાણી અર્પણ કરવાની સૂચના આપી હતી.
  • આ એક ચિત્ર છે કે કેવી રીતે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ બલિદાન હતા, કોઈપણ પાપ વિના.
  • ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારાઓ તેમના રક્ત દ્વારા તેમના પાપમાંથી શુદ્ધ થયા છે અને તેમને દોષરહિત ગણવામાં આવે છે.
  • આ શબ્દનો અનુવાદ કરવાની રીતોમાં સંદર્ભના આધારે "ખામી" અથવા "અપૂર્ણતા" અથવા "પાપ" શામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ: [વિશ્વાસ], [સ્વચ્છ], [બલિદાન], [પાપ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ પિતર ૧:૧૯]
  • [૨ પિતર ૨:૧૩]
  • [પુનર્નિયમ ૧૫:૧૯-૨૧]
  • [ગણના ૬:૧૩-૧૫]
  • [ગીતોનું ગીત ૪:૭]

શબ્દ માહિતી:

    • Strong's: H3971, H8400, H8549, G34700

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

  • દ્રાક્ષ અલગઅલગ રંગોની છે, જેવી કે આછી લીલી, જાંબુડી, અથવા લાલ.
  • સામાન્ય રીતે દ્રાક્ષ કદમાં લગભગ એક થી ત્રણ સેન્ટીમીટર હોય છે.
  • લોકો દ્રાક્ષને બગીચામાં ઉગાડે છે તેને દ્રાક્ષાવાડીઓ કહેવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.
  • બાઈબલના સમય દરમ્યાન દ્રાક્ષા એ ખૂબ મહત્વનો ખોરાક હતો અને દ્રક્ષાવાડીઓ હોવી એ સંપત્તિનો સંકેત હતો.
  • દ્રાક્ષો સડી ન જાય માટે, મોટેભાગે લોકો તેઓને સુકવી દેતા. સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.
  • ઈસુએ તેના શિષ્યોને દેવના રાજ્ય વિશે શીખવવા માટે દ્રાક્ષાવાડી વિશેનું દૃષ્ટાંત કહ્યું.

(આ પણ જુઓ: દ્રાક્ષાવેલો, બગીચો, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H811, H891, H1154, H1155, H1210, H2490, H3196, H5563, H5955, H6025, H6528, G288, G4718

દ્રાક્ષવાડી, દ્રાક્ષવાડીઓ

વ્યાખ્યા:

દ્રાક્ષવાડી એક મોટો બગીચો છે જ્યાં દ્રાક્ષવેલાની વાવણી થાય છે અને દ્રાક્ષની ખેતી થાય છે.

  • એક દ્રાક્ષવાડીની આસપાસ ઘણી વાર ચોરો અને પ્રાણીઓથી ફળોનું રક્ષણ કરવા માટે દિવાલ હોય છે.
  • ઈશ્વરે ઈસ્રાએલના લોકોને સારા ફળ ન આપનારી એક દ્રાક્ષાવાડી સાથે સરખામણી કરી. )જુઓ: [રૂપક[
  • દ્રાક્ષવાડીનું ભાષાંતર "દ્રાક્ષારસનો બગીચો" અથવા "દ્રાક્ષનું વાવેતર" પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: [દ્રાક્ષ[, ઇસ્રાએલ, વેલો)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H64, H1612, H3657, H3661, H3754, H3755, H8284, G289, G290

દ્રાક્ષાકુંડ

વ્યાખ્યા:

બાઇબલના સમયમાં, "દ્રાક્ષાકુંડ" એક વિશાળપાત્ર અથવા ખુલ્લું સ્થળ હતું, જ્યાં દ્રાક્ષનો રસ દ્રાક્ષારસ બનાવવા માટે કાઢવામાં આવતો હતો.

  • ઈસ્રાએલમાં, દ્રાક્ષાકુંડો મોટા ભાગે મોટા, વિશાળ ભાગના કે જે સખત ખડકમાંથી ખોદવામાં આવ્યા હતા. દ્રાક્ષના ઝૂમખાં કાણાંના સપાટ તળિયે મૂકવામાં આવતાં હતાં અને લોકો દ્રાક્ષનો રસ બહાર કાઢવા માટે તેમના પગ તળે દ્રાક્ષને કચડી નાખતા હતા.
  • સામાન્ય રીતે દ્રાક્ષાકુંડને બે સ્તરો હતા, ટોચના સ્તરમાં દ્રાક્ષને કચડી નાખવામાં આવે છે, જેથી રસ નીચલા સ્તરે આવે છે જ્યાં તે એકત્રિત થઈ શકે.
  • બાઇબલમાં "દ્રાક્ષાકુંડ" શબ્દનો અર્થ દુષ્ટ લોકો પર રેડવામાં આવેલાં ઈશ્વરના કોપના ચિત્ર તરીકે પણ થાય છે. (જુઓ: રૂપક

(આ પણ જુઓ: દ્રાક્ષ, ક્રોધ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H1660, H3342, H6333, G30250, G52760

દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

  • "નવા દ્રાક્ષારસ" શબ્દ દ્રાક્ષના રસનો સંદર્ભ આપે છે જે દ્રાક્ષમાંથી હમણાં જ કાઢવામાં આવ્યો હતો અને જેને હજુ સુધી આથો ચડાવેલો ન હતો. કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

  • દ્રાક્ષારસ બનાવવા માટે, દ્રાક્ષને એક દ્રાક્ષાકુંડમાં કચડવામાં આવે છે કે જેથી રસ બહાર આવે છે. આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

  • બાઇબલના સમયમાં, દ્રાક્ષારસ ભોજન સાથે સામાન્ય પીણું હતું. હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

  • ભોજન માટે દ્રાક્ષારસ પીરસવામાં આવે તે પહેલાં, ઘણી વખત તેમાં પાણી મિશ્રિત કરવામાં આવતું હતું.

  • જે મશક જૂની અને બરડ થઇ ગઇ હતી તેમાં તિરાડો પડી જતી, જેમાંથી દ્રાક્ષારસ બહાર ઢળતો હતો. નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

  • જો દ્રાક્ષારસ તમારી સંસ્કૃતિમાં અજાણ હોય, તો તેને "આથેલો દ્રાક્ષ રસ" અથવા "આથેલું પીણું કે જેને દ્રાક્ષના ફળમાંથી બને છે" અથવા "આથેલા ફળોનો રસ" તરીકે ભાષાંતર કરી શકાય છે. (જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવુ

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષાવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2561, H2562, H3196, H4469, H4997, H5435, H6025, H6071, H8492, G1098, G3631, G3820, G3943

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

  • શહેરનું દ્વાર લોકો, પ્રાણીઓ, અને માલને શહેરની અંદર અને બહાર જવા માટે ખોલવામાં આવતું હતું.
  • શહેરનું રક્ષણ કરવા માટે, તેની દિવાલો અને દ્વારો જાડા અને મજબૂત રાખવામાં આવતા હતા. દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.
  • મોટેભાગે શહેરનું દ્વાર સમાચારો માટે અને ગામનું સામાજિક કેન્દ્ર હતું. દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.
  • “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440

ધકેલવું, દબાવવું, ધકેલ્યું, ધકેલતા

વ્યાખ્યા:

“ધકેલવું” શબ્દનો શાબ્દિક અર્થ બળપ્રયોગ દ્વારા કોઈ વસ્તુને ભૌતિક રીતે ખસેડવી એવો થાય છે. આ શબ્દના કેટલાક પ્રતિકાત્મક અર્થો પણ છે.

  • “ધકેલી કાઢવું” અભિવ્યક્તિનો અર્થ “નકાર કરવો” અથવા “મદદ કરવાનો ઇનકાર કરવો” પણ થઈ શકે છે.
  • “નીચે દબાવવું” નો અર્થ “જુલમ કરવો” અથવા તો “સતાવવું” અથવા તો “હરાવવું” થઈ શકે છે. તેનો અર્થ એ પણ થઈ શકે કે કોઈ વ્યક્તિને શાબ્દિક અર્થમાં જમીન સુધી દબાવવામાં આવી રહી છે.
  • “કોઈને બહાર ધકેલી કાઢવા” નો અર્થ કોઇ વ્યક્તિથી “છૂટકારો પામવો” અથવા તો “દૂર મોકલી દેવી” એવો થાય છે.
  • “આગળ ધકેલે રાખવું” અભિવ્યક્તિનો અર્થ કોઈ બાબત સાચી કે સુરક્ષિત છે કે નહિ તેની ખાતરી કર્યા વગર તેની પાછળ પડવું કે તે બાબત કરે રાખવી એવો થાય છે.

(આ જૂઓ: જુલમ કરવો, સતાવવું, નકારવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1556, H1760, H3276, H3423, H5055, H5056, H5186, H8804, G683, G4261

ધીરજવાન, ધૈર્યથી, ધીરજ, અધીરું

વ્યાખ્યા:

“ધીરજવાન” અને “ધીરજ” શબ્દો મુશ્કેલ પરિસ્થિતિઓમાં દ્રઢ રહેવાનો ઉલ્લેખ કરે છે. ધીરજમાં ઘણીવાર રાહ જોવાની બાબત સમાયેલી હોય છે.

  • જ્યારે લોકો કોઈક વ્યક્તિ માટે ધીરજ રાખે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તેઓ તે વ્યક્તિને પ્રેમ કરે છે અને તે વ્યક્તિમાં જે કંઇ દોષ છે તેને માફ કરે છે.
  • ઈશ્વરના લોકો જ્યારે મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે તેઓને ધીરજવાન થવા અને એકબીજા સાથે ધીરજવાન થવા બાઇબલ શીખવે છે.
  • જો કે લોકો પાપી હોવાને કારણે શિક્ષાને પાત્ર છે તો પણ, ઈશ્વર તેમની દયાને કારણે તેઓ પ્રત્યે ધીરજવાન છે.

(આ પણ જૂઓ: સહેવું, માફ કરવું, દ્રઢ રહેવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H750, H753, H2342, H3811, H6960, H7114, G420, G463, G1933, G3114, G3115, G3116, G5278, G5281

ધૂપનીવેદી , ધૂપવેદી

સત્યો:

ધૂપવેદી એ કોઈ બનાવેલું માળખું (રાચરચીલું) હતું કે જેના ઉપર યાજક દેવને બલિદાન તરીકે ધૂપ બાળી અર્પણ કરતો.

તે સોનાની વેદી તરીકે પણ ઓળખતી હતી.

  • ધૂપની વેદી લાકડાંની બનેલી હતી, અને તેની ટોચ અને બાજુઓ સોનાથી ઢાંકેલી હતી. તે લગભગ અડધો મીટર લાંબી, અડધો મીટર પહોળી અને એક મીટર ઊંચી હતી.
  • સૌ પ્રથમ તેને મુલાકાત મંડપમાં રાખવામાં આવી હતી. પછી તેને મંદિરમાં રાખવામાં આવી હતી.
  • દરરોજ સવારે અને સાંજે યાજક તેની ઉપર ધૂપ બળતા હતા.
  • એનું ભાષાંતર એ રીતે કરી શકાય એટલે કે “ધૂપ બાળવા માટેની વેદી” અથવા “સોનાની વેદી” અથવા “ધૂપ બાળવાનું” અથવા “ધૂપની મેજ.”

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ધૂપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4196, H7004, G2368, G2379

ધૈર્ય રાખવું, દ્રઢતા

વ્યાખ્યા:

“ધૈર્ય રાખવું” તથા “દ્રઢતા” શબ્દો, જો કે કોઈ બાબત ખૂબ જ મુશ્કેલ હોય કે લાંબો સમય લે તો પણ તે કરવાનું ચાલું રાખવુંનો ઉલ્લેખ કરે છે.

  • ધૈર્ય રાખવુંનો અર્થ એ પણ થઈ શકે કે, જો કે મુશ્કેલ કસોટીઓમાંથી કે સંજોગોમાંથી પસાર થતા હોઈએ તો પણ ખ્રિસ્તની જેમ વ્યવહાર કરતા રહેવું.
  • જો કોઈ વ્યક્તિ પાસે “દ્રઢતા” છે તો તેનો અર્થ એ થાય છે કે, કઇંક કરવું પીડાકારક કે મુશ્કેલ હોય તો પણ વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવા તે સક્ષમ છે.
  • ખાસ કરીને જ્યારે ખોટા શિક્ષણનો સામનો કરતા હોઈએ ત્યારે, ઈશ્વર જે શીખવે છે તેમાં સતત વિશ્વાસ કરવો, દ્રઢતા માંગી લે છે, .
  • “જિદ્દી” જેવો શબ્દ ન વાપરવાની કાળજી રાખો કે જેમાં સામાન્યપણે નકારાત્મક અર્થ રહેલો છે.

(આ પણ જૂઓ: ધીરજવાન, કસોટી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G3115, G4343, G5281

ધ્રૂજવું, ધ્રૂજે છે, ધ્રુજયો, ધ્રુજતો

વ્યાખ્યા:

"ધ્રુજારી" એટલે ભય અથવા ભારે તકલીફમાંથી હલવું અથવા તૂટવું.

  • આ શબ્દનો અર્થ પણ "ખૂબ જ ભયભીત હોવું" થાય છે.
  • ક્યારેક જ્યારે જમીન હચમચે છે ત્યારે તેને "ધ્રુજવું" કહે છે. તે ભૂકંપ દરમિયાન અથવા ઘોંઘાટના અવાજને કારણે આ કરી શકે છે.
  • બાઇબલ જણાવે છે કે ઈશ્વરની હાજરીમાં પૃથ્વી ધ્રૂજશે. આનો અર્થ એમ થઈ શકે કે પૃથ્વીના લોકો ઈશ્વરના ડરથી ધ્રુજશે. અથવા પૃથ્વી પોતે ધ્રુજશે.
  • આ શબ્દનું ભાષાંતર સંદર્ભના આધારે "ભયભીત" અથવા "ઈશ્વરથી ડર" અથવા "હચમચવું" તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પૃથ્વી, ભય, ઈશ્વર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1674, H2111, H2112, H2151, H2342, H2648, H2729, H2730, H2731, H5128, H5568, H6342, H6426, H6427, H7264, H7268, H7269, H7322, H7460, H7461, H7478, H7481, H7493, H7578, H8078, H8653, G1719, G1790, G5141, G5156, G5425

નકાર કરવો, નકાર્યું, નામંજૂરી

વ્યાખ્યા:

કોઈક વ્યક્તિ કે વસ્તુનો “નકાર કરવા” નો અર્થ, તે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાનો ઇનકાર કરવો, થાય છે.

  • “નકાર કરવો” શબ્દનો અર્થ “માં વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો” પણ થઈ શકે છે.
  • ઈશ્વરનો નકાર કરવાનો અર્થ, તેમનું આજ્ઞાપાલન કરવાનો ઇનકાર કરવો, થાય છે.
  • જ્યારે ઈઝરાયલીઓએ મૂસાની આગેવાનીનો નકાર કર્યો ત્યારે, તેનો અર્થ એ થયો કે તેઓ તેના અધિકાર વિરુદ્ધ બળવો કરતા હતા. તેઓ તેનું આજ્ઞાપાલન કરવા ઈચ્છતા નહોતા.
  • જ્યારે ઈઝરાયલીઓએ જૂઠા દેવોની પૂજા કરે ત્યારે તેઓએ દર્શાવ્યું કે તેઓ ઈશ્વરનો નકાર કરતા હતા.
  • આ શબ્દનો શાબ્દિક અર્થ “ધકેલી કાઢવું” થાય છે. બીજી ભાષાઓમાં આવી જ અભિવ્યક્તિ હોય શકે કે જેનો અર્થ, કોઈક વ્યક્તિ કે વસ્તુ પર વિશ્વાસ કરવાનો નકાર કરવો, થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “નકાર કરવો” શબ્દનો અનુવાદ “અસ્વીકાર કરવો” અથવા તો “મદદ કરવાનું બંધ કરવું” અથવા તો “આજ્ઞા પાળવાનો ઇનકાર કરવો” અથવા તો “આજ્ઞાપાલન બંધ કરવું” તરીકે પણ કરી શકાય.
  • “બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો” અભિવ્યક્તિમાં, “નકાર કર્યો” શબ્દનો અનુવાદ “ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો” અથવા તો “અસ્વીકાર કર્યો” અથવા તો “ફેંકી દીધો” અથવા તો “નકામો ગણીને દૂર કર્યો” તરીકે કરી શકાય.
  • જે લોકોએ ઈશ્વરની આજ્ઞાઓને નકારી, તે સંદર્ભમાં, નકાર્યાનો અનુવાદ તેમની આજ્ઞાઓ “પાળવાનો ઇનકાર કર્યો” અથવા તો “હઠીલા થઈને ઈશ્વરના નિયમોનો સ્વીકાર ના કરવાનું પસંદ કર્યું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: આજ્ઞા, આજ્ઞા ન પાળવી, આજ્ઞા પાળવી, હઠીલું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H947, H959, H2186, H2310, H3988, H5006, H5034, H5186, H5203, H5307, H5541, H5800, G96, G114, G483, G550, G579, G580, G593, G683, G720, G1609, G3868

નમવું, નમે છે, નમ્યા, નમવું, આગળ નમવું, આગળ નમે છે, નમી પડવું, નમી પડે છે.

વ્યાખ્યા:

નમવું શબ્દનો અર્થ, નમ્રતાપૂર્વક આદર વ્યક્ત કરવા આગળ વળવું અને કોઈકને માન આપવું. “નીચા નમવું” શબ્દનો અર્થ, આગળ વાંકા વળવું અથવા મોટેભાગે જમીન તરફ ચહેરો રાખીને હાથો સાથે ઘુંટણે પડવું.

  • બીજી અભિવ્યક્તિમાં “ઘુંટણ વાળવા” નો સમાવેશ (જેનો અર્થ, નમવું) અને “માથું નમાવવું” (જેનો અર્થ, નમ્રતાપૂર્વકના આદરથી દુઃખ સાથે માથું નમાવવું).
  • નીચા નમવું તે તકલીફ અથવા વિલાપનું લક્ષણ પણ હોઈ શકે છે. “નીચા કરવામાં આવ્યા” એટલે કે જેને નીચો દરજ્જો આપવામાં આવ્યો હોય.
  • મોટેભાગે કોઈ વ્યક્તિ કે જે ઉંચો હોદ્દો ધરાવતા હોય તેમની હાજરીમાં લોકો નમે છે, જેમકે રાજાઓ અને બીજા શાસકોને કે જેમની પાસે વધારે મહત્વતા હોય છે.
  • દેવની આગળ નમવું તે તેની આગળની ઉપાસનાની અભિવ્યક્તિ દર્શાવે છે.
  • બાઈબલમાં, લોકો ઇસુની આગળ નમ્યા, કે જયારે તેઓને લાગ્યું કે તેના ચમત્કારો અને તેનું શિક્ષણ દેવ પાસેથી આવ્યું છે.
  • બાઈબલ કહે છે કે જયારે ઈસુ કોઈક દિવસે પાછો આવે છે, ત્યારે દરેક ઘુંટણ નમીને તેની આરાધના કરશે.

##ભાષાંતરના સૂચનો: ##

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર કોઈક શબ્દ અથવા વાક્યથી કરી શકાય જેનો અર્થ, “આગળ નમવું” અથવા “માથું નમાવવું” અથવા “ઘુંટણે પડવું” એમ થાય છે.
  • “વાંકા વળવું” શબ્દનું ભાષાંતર, “ઘુંટણે પડવું” અથવા “સાષ્ટ્નંગ દડ્વંત પ્રણામ કરવા” એમ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, કેટલીક ભાષાઓમાં આ શબ્દનું ભાષાંતર એક કરતા વધારે રીતે થઇ શકે છે.

(આ પણ જુઓ: નમ્ર, આરાધના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H86, H3721, H3766, H5186, H5753, H5791, H6915, H7743, H7812, H7817, G1120, G2578, G2827, G4098, G4781, G4794

નાગરિક, નાગરિકો, નાગરિકતા

વ્યાખ્યા:

નાગરિક એ વ્યક્તિ છે કે જે કોઈક ચોક્કસ શહેર, દેશ, અથવા રાજ્યમાં રહે છે. તે એવો વ્યક્તિ છે કે જે વિશેષ કરીને સરકારી રાહે તે સ્થળનો કાનૂની રહીશ તરીકે ઓળખાય છે.

  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર “રહેવાસી” અથવા “સરકારી રહેવાસી” તરીકે પણ કરી શકાય.
  • નાગરિક જેમાં તે રહે છે તેના મોટા ભાગના રાજ્યનો અથવા સામ્રાજ્યનો હિસ્સો રાજા, સમ્રાટ અથવા અન્ય શાસક દ્વારા સંચાલિત થતો હોય. ઉદાહરણ તરીકે, પાઉલ રોમન સામ્રાજ્યનો વતની હતો, જેમાં ઘણા અલગ અલગ પ્રાંતોનો સમાવેશ થાય છે, પાઉલ તે પ્રાંતોમાંના એકમાં રહેતો હતો.
  • રૂપકાત્મક અર્થમાં, ઈસુમાં માનનારાઓને સ્વર્ગના “નાગરિકો” એ અર્થમાં કહેવામાં આવ્યા છે કે એક દિવસ તેઓ ત્યાં રહેશે. દેશના નાગરિકની જેમ, ખ્રિસ્તીઓ દેવના રાજ્યના છે.

( જુઓ: રાજ્ય, પાઉલ, પ્રાંત, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H6440, G4175, G4177, G4847

નાશ, વિનાશ, નાશ

વ્યાખ્યા:

"નાશ" શબ્દનો અર્થ થાય છે સંપૂર્ણપણે કોઈ વસ્તુનો અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

  • "વિનાશક" શબ્દનો અર્થ "વિનાશ કરનાર વ્યક્તિ" થાય છે.
  • આ શબ્દનો વારંવાર જૂના કરારમાં સામાન્ય સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે જે અન્ય લોકોનો નાશ કરે છે, જેમ કે આક્રમણકારી સેના.
  • જ્યારે ઈશ્વરે ઇજિપ્તમાં સર્વ પ્રથમ જન્મેલા પુરુષોને મારી નાખવા માટે દૂતને મોકલ્યો, ત્યારે તે દૂતને “પ્રથમ જનિતનો નાશ કરનાર” તરીકે ઓળખવામાં આવ્યો. આનું ભાષાંતર "એક (અથવા દેવદૂત) જેણે પ્રથમ જન્મેલા પુરુષોને માર્યા" તરીકે કરી શકાય છે.
  • અંતિમ સમય વિશેના પ્રકટીકરણના પુસ્તકમાં, શેતાન અથવા કોઈ અન્ય દુષ્ટ આત્માને “વિનાશક” કહેવામાં આવે છે. તે "નાશ કરનાર" છે કારણ કે તેનો હેતુ ઈશ્વરે બનાવેલી દરેક વસ્તુનો નાશ કરવાનો અને નાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, ઇજિપ્ત, પહેલો જન્મ, પાસ્ખાપર્વ)

બાઇબલ સંદર્ભો:

શબ્દમાહિતી:

  • Strong: H0006, H0007, H0622, H0398, H1104, H1197, H1820, H1826, H1942, H2000, H2015, H2026, H2040, H2254, H2255, H2717, H2718, H2763, H2764, H3238, H3341, H3381, H3423, H3582, H3615, H3617, H3772, H3807, H4191, H4229, H4591, H4658, H4889, H5218, H5221, H5307, H5362, H5420, H5422, H5428, H5595, H5642, H6365, H6789, H6979, H7665, H7667, H7703, H7722, H7760, H7843, H7921, H8045, H8074, H8077, H8316, H8552, G03550, G03960, G06220, G08530, G13110, G18420, G20490, G25060, G25070, G26470, G26730, G27040, G30890, G36450, G41990, G53510, G53560

નિંદા અથવા ચુગલી કરવી, ચુગલી કરે છે, ચુગલીખોર, કૂથલી કરવી

વ્યાખ્યા:

“ચુગલી” શબ્દ કોઈ બીજાની વ્યક્તિગત બાબતો વિશે અન્ય લોકોને વાત કરવી, સામાન્ય રીતે નકારાત્મક અને અનુત્પાદક રીતે વાત કરવી તેને દર્શાવે છે. મોટેભાગે જેના વિશે વાત કરવામાં આવી રહી છે તે સાચું છે તેની ખાતરી હોતી નથી.

  • બાઈબલ કહે છે કે લોકો વિશે નકારાત્મક માહિતી ફેલાવવી તે ખોટું છે. કૂથલી અને નિંદા આ પ્રકારના નકારાત્મક શબ્દો/ભાષાના ઉદાહરણો છે.
  • વ્યક્તિ વિશે થયેલી કૂથલી હાનિકારક છે કારણકે મોટેભાગે તે અન્ય લોકો સાથેના બીજાના સંબંધોને હાનિ પહોંચાડે છે.

(આ પણ જુઓ: નિંદા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5372, G2636, G5397

નિંદા, નિંદા કરનારા, -નું ભૂંડું બોલવું, અપમાન કરવું

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે. કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી. જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

  • નિંદાએ ખરો અહેવાલ હોય અથવા ખોટો આરોપ હોય, પરંતુ તેની અસર બીજી વ્યક્તિઓને, જેની નિંદા કરવામાં આવી છે તેને વિષે નકારત્મક વિચારતા કરવાની છે.
  • “નિંદા કરવી” નું અનુવાદ “ની વિરુદ્ધ બોલવું” અથવા “દુષ્ટ અહેવાલ ફેલાવવો” અથવા “બદનામ” એમ કરી શકાય.
  • નિંદા કરનારને “બાતમીદાર” અથવા “ભાષણ વાહક” પણ કહેવાય.

(આ પણ જુઓ: દુર્ભાષણ કરવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1681, H1696, H1848, H3960, H5006, H5791, H7270, H7400, H8267, G987, G988, G1228, G1426, G2636, G2637, G3059, G3060, G6022

નિમ્ન, નીચુ, નિમ્નતા

વ્યાખ્યા:

"નિમ્ન" અને "નિમ્નતા" શબ્દો ગરીબ અથવા નીચી સ્થિતિ હોવાનો ઉલ્લેખ કરે છે. નિમ્ન હોવાનો અર્થ નમ્ર હોવાનો અર્થ પણ હોઈ શકે છે.

  • ઈસુએ મનુષ્ય બનવાના અને બીજાઓની સેવા કરવાના નિમ્ન પદ સુધી પોતાને નમ્ર કર્યા.
  • તેમનો જન્મ નિમ્ન હતો કારણ કે તેમનો જન્મ મહેલમાં નહીં પણ જ્યાં પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા એવા સ્થળે થયો હતો.
  • નમ્ર વલણ ગર્વનું વિરોધી વલણ છે.
  • "નિમ્ન"નું ભાષાંતર કરવાની રીતમાં "નમ્ર" અથવા "નીચા દરજ્જાનું" અથવા "બિનમહત્વપૂર્ણ" શામેલ હોઈ શકે છે.
  • "નિમ્નતા" શબ્દનો અનુવાદ "વિનમ્રતા" અથવા "ઓછું મહત્વ" પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: નમ્ર, ગર્વ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6041, H6819, H8217, G5011, G5012, G5014

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

  • બાઈબલમાં આ શબ્દનો ઉપયોગ અમુકવાર જ્યારે કોઈ પાપીને માફી આપવામાં આવે છે ત્યારે કરવામાં આવ્યો છે.
  • મોટા ભાગના સંદર્ભમાં બાઈબલ આ શબ્દનો ઉપયોગ જયારે ભૂંડા અથવા ઈશ્વરની વિરુદ્ધ બળવાખોર વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવે છે ત્યારે વાપરવામાં કરવામાં આવ્યો છે.
  • આ શબ્દ “નિર્દોષ જાહેર કરવું” અથવા “ન્યાય થયેલ પણ નિર્દોષ જાહેર કરાયેલ” થઇ શકે છે.

(જુઓ: માફી, દોષ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3444, H5352, H5355, H6403, H6663

નિસાસો, નિસાસો નાંખવો, નિસાસો નાખતા કહેવું, કણવું, આહ ભરવી

વ્યાખ્યા:

“નિસાસો નાંખવો” શબ્દ નીચા અવાજમાં ઊંડો નિસાસો દર્શાવે છે, કે જે શારીરિક અથવા ભાવનાત્મક તકલીફ દ્વારા થાય છે. તે કોઈપણ અવાજ વિનાના શબ્દો પણ હોઈ શકે છે.

  • દુઃખની લાગણીને કારણે વ્યક્તિ નિસાસો નાખી શકે છે.

  • કણવું એ ભયંકર લાગણી, દમનકારી બોજાને કારણે પણ થઈ શકે છે

  • બીજી રીતે “નિસાસો” શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “ધીમેથી રડવાનું દર્દ આપવું” અથવા “ઊંડી વ્યથા થવી” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • સંજ્ઞા તરીકે, તેનું ભાષાંતર, “ધીમેથી રડવાની તકલીફ” અથવા “પીડાનો ઊંડો કલરવ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: રડવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H584, H585, H602, H603, H1901, H1993, H5008, H5009, H5098, H5594, H7581, G1690, G4726, G4727, G4959

ની સાથે સંબંધ હતો, પ્રેમાલાપ, ની સાથે સુવું, ની સાથે સુએ છે, ની સાથે સુઈ ગયા, ની સાથે સુઈ રહ્યા છે

વ્યાખ્યા:

બાઇબલમાં, આ શબ્દો પરોક્ષ શબ્દો છે જે જાતીય સંભોગનો ઉલ્લેખ કરે છે. (જુઓ: પરોક્ષ શબ્દ

  • સામાન્ય રીતે કોઈક "ની સાથે સુવું" અભિવ્યક્તિ એ તે વ્યક્તિ સાથે જાતીય સંબંધો હોવાનો ઉલ્લેખ કરે છે. તેનું ભૂતકાળ "ની સાથે સુઈ ગયા" એમ થાય છે.
  • જુના કરારના "ગીતોના ગીત" પુસ્તકમાં, યુ.એલ.બી. “પ્રેમ" ના અનુવાદ માટે “પ્રેમાલાપ" શબ્દ વાપરે છે, જે તેના અનુસંધાનમાં જાતીય સંબંધોનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ "પ્રેમ કરો" અભિવ્યક્તિ સાથે સંબંધિત છે.

અનુવાદ માટેના સૂચનો:

  • કેટલીક ભાષાઓ આ શબ્દો માટે જુદી જુદી અભિવ્યક્તિઓ તેમાં સામેલ કોઈ પરિણીત યુગલ છે કે પછી તેઓ અન્ય કોઈ સંબંધમાં છે તેના આધારે અલગ અલગ સંદર્ભોમાં વાપરે છે. આ શબ્દોનું અનુવાદ દરેક સંદર્ભમાં સાચો અર્થ બતાવે તેની ખાતરી કરવી ઘણી મહત્વપૂર્ણ છે.
  • સંદર્ભને આધારે, “ની સાથે સુવું" અભિવ્યક્તિનો ઉપયોગ."ની સાથે જાતીય સંભોગ કરવો" અથવા "પ્રેમ કરવો" અથવા "ની સાથે ધનિષ્ઠ હોવું" ના અનુવાદ કરવા માટે કરી શકાય.
  • “ની સાથે સંબંધમાં હોવું" ને બીજી રીતે "ની સાથે જાતીય સંબંધો હોવા" અથવા "ની સાથે વૈવાહિક સંબંધો હોવા" અનુવાદ કરી શકાય.
  • “પ્રેમાલાપ" શબ્દનો અનુવાદ "પ્રેમાળ" અથવા "આત્મીયતા"એમ પણ કરી શકાય. અથવા કોઈ એવી અભિવ્યકિત હોઇ શકે જે સ્થાનિક ભાષામાં ભાષાંતર કરવા માટે એક પ્રાકૃતિક રીત હોય.
  • જેઓ બાઇબલ અનુવાદનો ઉપયોગ કરશે તેઓ માટે આ ખ્યાલને અનુવાદ કરવા માટે વપરાતા શબ્દો સ્વીકાર્ય બને તે તપાસવું મહત્વનું બની રહેશે.

(આ પણ જુઓ: જાતીય અનૈતિકતા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H160, H935, H1540, H2181, H2233, H3045, H3212, H6172, H7250, H7901, H7903, G1097

નીતિવચન, નીતિવચનો, કહેવત

વ્યાખ્યા:

નીતિવચન એક નાનું વિધાન છે કે જે બુદ્ધિ કે સત્ય વ્યક્ત કરે છે.

  • નીતિવચનો શક્તિશાળી હોય છે કારણ કે તેઓ યાદ રાખવા તથા દોહરાવવા સહેલા હોય છે.
  • ઘણી વાર નીતિવચનમાં દૈનિક જીવનના ઉદાહરણો સમાયેલા હોય છે.
  • કેટલાક નીતિવચનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોય છે જ્યારે અમુક સમજવા માટે વધારે અઘરાં હોય છે.
  • સુલેમાન રાજા તેના ડહાપણ માટે પ્રખ્યાત હતો અને તેણે 1000 નીતિવચનો લખ્યાં.
  • ઈસુએ જ્યારે લોકોને શીખવ્યું ત્યારે તેમણે ઘણી વાર નીતિવચનો તથા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.
  • “નીતિવચન” નો અનુવાદ “ડહાપણભરી કહેવત” અથવા તો “સત્ય વિધાન” તરીકે કરી શકાય.

(આ જૂઓ: સુલેમાન, સાચું, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2420, H4911, H4912, G3850, G3942

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

  • બાઈબલમાં, મોટેભાગે દેવને ન્યાયાધીશ તરીકે દર્શાવાયો છે, કારણકે તે એક સંપૂર્ણ ન્યાયાધીશ છે કે જે શું સાચું અને ખોટું છે તે વિશે આખરી નિર્ણયો કરે છે.
  • ઈઝરાએલના લોકો કનાનની ભૂમિમાં પ્રવેશ્યા પછી અને તેઓ પર રાજ કરવા રાજાઓ આવ્યા પહેલાં, મુશ્કેલીના સમયોમાં તેઓને દોરવણી આપવા માટે દેવે આગેવાનો કે જેઓને “ન્યાયાધીશો” કહેવામાં આવે છે તેઓની નિમણુક કરી. મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.
  • સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયાધીશ” શબ્દનું ભાષાંતર, “નિર્ણય કરનાર” અથવા “આગેવાન” અથવા “છોડાવનાર” અથવા “હાકેમ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: હાકેમ, ન્યાય, નિયમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H6414, H6415, H6416, H6417, H6419, H8196, H8199, H8201, G350, G1252, G1348, G2919, G2922, G2923

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

  • બાઇબલના સમયમાં, ન્યાયાધીશ લોકો વચ્ચેના ઝગડાઓનું સમાધાન પણ કરાવતો હતો.
  • સંદર્ભ પ્રમાણે, આ શબ્દનો અનુવાદ કરવા “ચૂકાદો આપનાર ન્યાયાધીશ” અથવા તો “કાયદાકિય અધિકારી” અથવા તો “શહેરનો આગેવાન” એવા શબ્દો વાપરી શકાય.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, કાયદો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6114, H8200, H8614, G758, G3980, G4755

પકડી પાડવું, પકડી પાડે છે, પકડી પાડેલું, પકડી પાડ્યું

વ્યાખ્યા:

“પકડી પાડવું” અને “પકડી પાડ્યું” શબ્દો કોઈક વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ પર નિયંત્રણ પામવાનો ઉલ્લેખ કરે છે. તેમાં સામાન્ય રીતે કોઈ વસ્તુ પાછળ ભાગવા બાદ તેને પકડી પાડવાના વિચારનો સમાવેશ છે.

  • જ્યારે સૈન્યદળો દુશ્મનને “પકડી પાડે છે” ત્યારે તેનો અર્થ તેમણે તે દુશ્મનને યુદ્ધમાં હરાવ્યો છે એવો થાય છે.
  • જ્યારે એક શિકારી પ્રાણી તેના શિકારને પકડી પાડે છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે તેની પાછળ ભાગે છે અને શિકારને ઝડપી લે છે.
  • જો એક શ્રાપ કોઈને “પકડી પાડે” છે તો તેનો અર્થ થાય છે કે તે શ્રાપમાં જે કંઇ કહ્યું હતું તે તે વ્યક્તિને થાય છે.
  • જો આશીર્વાદો લોકોને “પકડી પાડે” છે તો તેનો અર્થ થાય છે કે તે લોકો તે આશીર્વાદોને પામે છે.
  • સંદર્ભ અનુસાર, “પકડી પાડવું” નો અનુવાદ “જીતવું” અથવા તો “કબજો કરવો” અથવા તો “હરાવવું” અથવા તો “પહોંચી વળવું” અથવા તો “સંપૂર્ણપણે અસર કરવી” તરીકે કરી શકાય.
  • ભૂતકાળની ક્રિયા “પકડી પાડ્યું” નો અનુવાદ “પકડી લીધું” અથવા તો “ની બાજુમાં આવી ગયું” અથવા તો “જીતી લીધું” અથવા તો “હરાવ્યું” અથવા તો “નુકસાન પહોંચડ્યું” તરીકે કરી શકાય.
  • જ્યારે લખાણમાં વપરાય કે લોકોના પાપને કારણે અંધકાર અથવા તો શિક્ષા અથવા તો ભય તેઓને પકડી પાડશે ત્યારે, તેનો અર્થ થાય છે કે જો તે લોકો પશ્ચાતાપ ન કરે તો તેઓ તે નકારાત્મક બાબતો ભોગવશે.
  • “મારા વચનોએ તમારા બાપદાદાઓને પકડી પાડ્યા છે” શબ્દસમૂહનો અર્થ થાય છે કે યહોવાએ જે શિક્ષણ તેઓના પિતૃઓને આપ્યું હતું તે તેઓના પિતૃઓ પર શિક્ષા લાવશે કારણકે તે શિક્ષણ પાળવામાં તેઓ નિષ્ફળ ગયા.

(આ પણ જૂઓ: આશીર્વાદ આપવો, શ્રાપ આપવો, શિકાર કરવો, શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H0579, H0935, H1692, H4672, H5066, H5381, G26380, G29830

પક્ષપાતી, પક્ષપાતી હોવું, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષપાતી હોવું” અને “પક્ષપાત કરવો” શબ્દો કેટલાક લોકોને બીજાઓ કરતાં વધારે મહત્ત્વના ગણી વ્યવહાર કરવાની પસંદગીનો ઉલ્લેખ કરે છે.

  • આ કોઇની તરફદારી કરવા સમાન છે જેનો અર્થ થાય છે કે અમુક લોકો સાથે બીજાઓ કરતાં વધારે સારી રીતે વ્યવહાર કરવો.
  • સામાન્ય રીતે જેઓ વધારે ધનવાન હોય છે અથવા તો બીજાઓ કરતાં વધારે પ્રખ્યાત હોય છે તે કારણે પક્ષપાત કે તરફદારી બતાવવામાં આવે છે.
  • જેઓ ધનવાન કે ઉચ્ચ દરજ્જાના છે તેઓ પ્રત્યે પક્ષપાત કે તરફદારી ન બતાવવા બાઇબલ લોકોને બોધ આપે છે.
  • પાઉલ તેના રોમનોને પત્રમાં શીખવે છે કે ઈશ્વર લોકોનો ન્યાય પક્ષપાત વગર ન્યાયી રીતે કરે છે.
  • યાકૂબનો પત્ર શીખવે છે કે લોકો ધનવાન હોય તે કારણે તેઓને બેસવા માટે સારું સ્થાન આપવું કે તેમની સાથે સારો વ્યવહાર કરવો તે ખોટું છે.

(આ પણ જૂઓ: તરફદારી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5234, H6440, G991, G1519, G2983, G4299, G4383

પગ તળે કચડવું, કચડે છે, કચડયો, કચડી નાખે

વ્યાખ્યા:

"કચડી નાખવું" નો અર્થ એ થાય કે કશા પર પગ મૂકવો અને તેને પગથી કચડવું. બાઇબલમાં આ શબ્દનો અલંકારિક રીતે અર્થ થાય છે "નાશ કરવો" અથવા "હાર" અથવા "અપમાનિત કરવું".

  • “કચડી નાખે” નું ઉદાહરણ, ખેતરમાં ચાલતા લોકોના પગ તળે ઘાસ કચડાતું હોય છે.
  • પ્રાચીન સમયમાં, કેટલીકવાર દ્રાક્ષમાંથી કચડી નાખીને તેનો રસ કાઢીને દ્રાક્ષારસ બનાવવામાં આવતો હતો.
  • કેટલીક વખત "કચડી નાખવું" શબ્દનો અલંકારિક અર્થ એ છે કે "અપમાનથી શિક્ષા કરવી", ખળામાં કાદવ કચડવામાં આવે છે એની સાથે સરખામણી કરવામાં આવે છે. "* કચડી નાખવાં" શબ્દનો અલંકારિક અર્થ એ હતો કે કઈ રીતે યહોવા પોતાના ઇસ્રાએલી લોકોને તેમના અભિમાન અને બળવા માટે સજા કરશે.
  • "કચડવું" નું અન્ય રીતે ભાષાંતર કરી શકાય છે, તેમાં "પગથી ચગદી નાખવું" અથવા "પગથી પછાડવું અને ચગદવું " અથવા "ઠંડું પાડવું" અને "જમીનદોસ્ત કરવું" અથવા "તોડવું." સંદર્ભને આધારે, આ શબ્દનો અનુવાદ પણ થઇ શકે છે.

)આ પણ જુઓ: દ્રાક્ષ, અપમાન, શિક્ષા,બળવાખોર, કણસલામાંથી દાણા કાઢવા માટે ઝૂડવું, દ્રાક્ષારસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H947, H1758, H1869, H4001, H4823, H7429, H7512, G2662, G3961

પડદો, ઘૂંઘટ, અનાવરણ

વ્યાખ્યા:

"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.

  • યહોવાના હાજરીમાં મૂસાએ તેનો ચહેરો પડદાથી ઢાંકી દીધો, જેથી તેનો ચમકતો ચહેરો લોકોથી ઢંકાયેલો રહે..
  • બાઇબલમાં, સ્ત્રીઓ તેમના માથાને આવરી લેવા માટે એક ઘૂંઘટ પહેરતી હતી, અને ઘણી વાર જ્યારે તે જાહેરમાં હતી અથવા પુરુષોની હાજરીમાં હતી ત્યારે તેમનો ચહેરો ઢાંકતી.
  • “ઢાંકવું" ક્રિયાપદ એક પડદાથી કંઈક આવરી લેવું એ અર્થ થાય છે.
  • કેટલાક અંગ્રેજી આવૃત્તિઓમાં, "પડદો" શબ્દ જાડો પડદો કે મોટા ભાગના પરમ પવિત્ર સ્થળના પ્રવેશને આવરી લેવાના સંદર્ભ માટે વપરાય છે. પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.

અનુવાદનાં સૂચનો

  • શબ્દ "પડદા" નું ભાષાંતર "પાતળા કાપડનું આવરણ" અથવા "કાપડનું આવરણ" અથવા "માથાનું આવરણ" તરીકે પણ થઇ શકે છે.
  • કેટલીક સંસ્કૃતિઓમાં, પહેલેથી જ મહિલાઓ માટેના પડદા માટે એક શબ્દ હોઇ શકે છે. મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે.

આ પણ જુઓ: મૂસા)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H4304, H4533, H4555, H6777, H6809, H7196, H7479, G03430, G25710, G25720

પડદો, પડદાઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.

  • મુલાકાત મંડપની ટોચ અને બાજુઓને બાંધવા માટે ચાર પડના પડદાઓ વાપરવામાં આવ્યા હતા. આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.
  • કપડાના પડદાઓ મુલાકાત મંડપના આંગણાની આસપાસની દીવાલ બનાવવા પણ વપરાતા હતા. આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.
  • મુલાકાત મંડપ અને મંદિર બંને ઇમારતોમાં, જાડા કાપડના પડદાઓ પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાનની વચ્ચે લટકાવેલા હતા. આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.

ભાષાંતરના સૂચનો:

  • આધુનિક સમયના પડદાઓ બાઈબલમાં વાપરવામાં આવેલા પડદાઓથી ખૂબજ અલગ છે, તે વધારે સ્પષ્ટ કરવા માટે કદાચ શક્ય હોય તો અલગ શબ્દ વાપરવો અથવા પડદાઓનું વર્ણન કરવા શબ્દો ઉમેરવા.
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “પડદાનું આવરણ” અથવા “આવરણ” અથવા “જાડા કપડાનો ટુકડો” અથવા “પશુઓની ચામડીનું આવરણ” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: પવિત્રસ્થાન, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1852, H3407, H4539, H6532, H7050, G2665

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

  • “પડોશી” એવી વ્યક્તિ છે કે જેનું રક્ષણ કરવામાં આવે છે અને તેની સાથે ભલાઈથી વર્તવામાં આવે છે કારણકે તે એક જ સમુદાયનો ભાગ છે.
  • નવા કરારના ભલા સમરૂનીના દ્રષ્ટાંતમાં, ઈસુએ “પડોશી” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે કર્યો. બધા જ મનુષ્યોનો સમાવેશ કરતા અને જેને શત્રુ માનવામાં આવે તેનો પણ સમાવેશ કરતા તેમણે તેના અર્થને વિસ્તાર્યો.
  • જો શક્ય હોય તો, “તમારી આસપાસ રહેતી વ્યક્તિ” એવો અર્થ ધરાવનાર શબ્દ કે શબ્દસમૂહ વાપરીને આ શબ્દનો શબ્દશઃ અનુવાદ કરવો સૌથી શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: શત્રુ, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5997, H7138, H7453, H7468, H7934, G1069, G2087, G4040, G4139

પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

  • નવા કરારના સમયોમાં, પત્રો અને બીજા પ્રકારના પત્રો પ્રાણીની ચામડીઓમાથી બનાવેલ ચર્મપત્રો અથવા વનસ્પતિના રેસામાથી બનાવેલ પેપિરસ (પ્રાચીન મિસરવાસીઓ જેમાંથી કાગળ જેવો લખવાનો પદાર્થ બનાવતા તે જળવનસ્પતિ) પર લખવામાં આવતા હતા.
  • પાઉલ, યોહાન, યાકુબ, યહૂદા અને પિત્તરના નવા કરારના પત્રો સૂચનાના પત્રો હતા જે તેમણે સમગ્ર રોમન સામ્રાજ્યના વિવિધ શહેરોમાં વસતા શરૂઆતના ખ્રિસ્તીઓને ઉત્તેજન, બોધ, અને શીખવવા માટે લખ્યા હતા.
  • આ શબ્દનો અનુવાદ કરવાની રીતોમાં "લેખિત સંદેશ" અથવા "લેખિત શબ્દો" અથવા "લખાણ" નો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: ઉત્તેજન, બોધ આપવો, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H0104, H0107, H3791, H4385, H5406, H5407, H5612, G11210, G19920

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

  • જૂના કરારમાં, ખાસ કરીને આ શબ્દ કોઇપણ કે જે તે લોકોની વચ્ચે રહેતો હતો, તેના કરતાં અન્ય લોકોના જૂથમાંથી આવે છે, તે દર્શાવે છે.
  • વિદેશી વ્યક્તિ તે છે કે જેની ભાષા અને સંસ્કૃતિ બીજા પ્રદેશની જગ્યાથી અલગ હોય છે.
  • ઉદાહરણ તરીકે, જયારે નાઓમી અને તેણીનું કુટુંબ મોઆબમાં રહેવા ગયા, ત્યારે ત્યાં તેઓ વિદેશીઓ હતા. પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.
  • પાઉલ પ્રેરીતે એફેસીઓને કહ્યું કે ખ્રિસ્તને જાણ્યાં પહેલા, તેઓ દેવના કરાર માટે “પરદેશીઓ” હતા.
  • ક્યારેક “વિદેશી” શબ્દનું ભાષાંતર, “અજાણી વ્યક્તિ” છે, પણ તે ફક્ત કોઈક કે જે અજાણ્યા અથવા અજ્ઞાત વ્યક્તિઓને માટે દર્શાવવું જોઈએ નહીં.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H312, H628, H776, H1471, H1481, H1616, H2114, H3363, H3937, H4033, H5236, H5237, H5361, H6154, H8453, G241, G245, G526, G915, G1854, G3581, G3927, G3941

પરંપરા, પરંપરાઓ

વ્યાખ્યા:

"પરંપરા" શબ્દનો અર્થ એવો થાય છે કે જે રિવાજ અથવા પ્રથા જે એક સમયે રાખવામાં આવે છે અને તે પછીની પેઢીઓના લોકોના વ્યવહારમાં આવી જાય છે.

  • ઘણી વખત બાઇબલમાં "પરંપરાઓ" શબ્દ જે લોકોએ બનાવેલા શિક્ષણ અને પ્રથાઓનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરના નિયમો નહીં. "માણસોની પરંપરા" અથવા "માનવ પરંપરા" અભિવ્યક્તિ આ સ્પષ્ટ કરે છે
  • “વડીલોની પરંપરાઓ" અથવા "મારા પૂર્વજોની પરંપરા" જેવા શબ્દોસમૂહો, ખાસ કરીને યહુદી રીતરિવાજો અને પ્રથાઓનો ઉલ્લેખ કરે છે, જે સમય જતાં યહૂદી આગેવાનોએ મૂસા મારફતે ઈસ્રાએલીઓને આપેલા ઈશ્વરના નિયમોમાં ઉમેર્યા હતા. ભલે આ ઉમેરાતી પરંપરાઓ ઈશ્વર તરફથી આવતી ન હતી, છતાં લોકો માનતા હતા કે તેમને ન્યાયી બનવા માટે તેમની આજ્ઞા પાળવાનો છે.
  • પ્રેરિત પાઉલે "પરંપરા" શબ્દનો ઉપયોગ જુદી રીતે ઉલ્લેખ કર્યો છે જે ખ્રિસ્તી પ્રથાઓ વિષેનું શિક્ષણ ઈશ્વર તરફથી આવ્યું હતું અને તે અને બીજા પ્રેરિતોએ નવા વિશ્વાસીઓને શીખવ્યું હતું.
  • આધુનિક સમયમાં, ઘણી ખ્રિસ્તી પરંપરાઓને બાઇબલમાં શીખવવામાં આવી નથી, પરંતુ ઐતિહાસિક રીતે સ્વીકૃત રિવાજો અને પ્રથાઓના પરિણામે છે. આ પરંપરાઓનું મૂલ્યાંકન હમેંશા બાઇબલમાં ઈશ્વર આપણને જે શીખવે છે તેના આધારે કરવું જોઈએ.

(આ પણ જુઓઃપ્રેરિતમાનવુંખ્રિસ્તીપૂર્વજપેઢીયહૂદીકાયદોમૂસા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G3862, G3970

પરિવાર/કુટુંબ

વ્યાખ્યા:

“પરિવાર” શબ્દ, જે સર્વ લોકો, કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત, ઘરમાં એકસાથે રહે છે તેનો ઉલ્લેખ કરે છે.

  • ઘરનો વહીવટ કરવો જેમાં નોકરોને માર્ગદર્શન આપવું, અને બધી સંપત્તિની પણ સંભાળ રાખવીનો સમાવેશ થાય છે.
  • ક્યારેક “પરિવાર” રૂપકાત્મક રીતે કોઈના સમગ્ર કુટુંબ-રેખા, ખાસ કરીને તેના વંશજોનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1004, H5657, G2322, G3609, G3614, G3615, G3616, G3623, G3624

પવિત્ર નગર, પવિત્ર નગરો

વ્યાખ્યા:

બાઈબલમાં, “પવિત્ર નગર” શબ્દ યરૂશાલેમ શહેરને દર્શાવે છે.

  • આ શબ્દ યરૂશાલેમના પ્રાચીન શહેર, તેમ જ નવું આકાશી યરૂશાલેમ કે જ્યાં દેવ રહેશે, અને તેના લોકોમાં રાજ્ય કરશે તેને દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે.
  • આ શબ્દનું ભાષાંતર, “પવિત્ર” અને “શહેર” શબ્દો ભેગા કરીને કરી શકાય છે કે જે બાકીના ભાષાંતરમાં વાપરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: સ્વર્ગ, પવિત્ર, યરૂશાલેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5892, H6944, G40, G4172

પશુધન

તથ્યો:

"પશુધન" શબ્દ પ્રાણીઓને સૂચવે છે જે ખોરાક અને અન્ય ઉપયોગી ઉત્પાદનો પ્રદાન કરવા માટે ઉછેર કરવામાં આવે છે. કેટલાક પ્રકારના પશુધનને કામ કરનારપ્રાણીઓ તરીકે તાલીમ પણ આપવામાં આવે છે.

  • પશુધનના પ્રકારમાં ઘેટાં, ઢોર, બકરાં, ઘોડા અને ગધેડાંનો સમાવેશ થાય છે.
  • બાઇબલના સમયમાં, સંપત્તિને આંશિક રીતે કોઈ વ્યક્તિ પાસે કેટલું પશુધન હતું તેનાથી માપવામાં આવતી હતી.
  • પશુધન, ઊન, દૂધ, ચીઝ, ઘર વપરાશની સામગ્રી અને કપડાં જેવા વસ્તુઓ બનાવવા માટે વપરાય છે.
  • આ શબ્દનો અનુવાદ "ખેતરના પ્રાણીઓ" તરીકે પણ થઈ શકે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ગાય, બળદ, ગધેડો, બકરી, ઘોડો, ઘેટાં)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H929, H4399, H4735

પહેલેથી જાણેલું, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

“અગાઉથી જાણેલું” અને “પૂર્વજ્ઞાન” શબ્દો, “અગાઉથી જાણવા પામવું” ક્રિયાપદમાંથી આવે છે કે જેનો અર્થ કંઈક થયા અગાઉ તેને જાણવું.

  • ઈશ્વર સમયથી મર્યાદિત નથી. જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં થાય છે, તે બધું ઈશ્વર જાણે છે.
  • મોટેભાગે આ શબ્દ પહેલેથી જ ઈશ્વર જાણે છે કે કોણ ઈસુને તારનાર તરીકે પ્રાપ્ત કરી ઉધ્ધાર પામશે, તે સંદર્ભમાં આ શબ્દ વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

  • “પહેલેથી જાણેલું” શબ્દનું ભાષાંતર, “પહેલાંથી જાણતા હતાં” અથવા “સમયની અગાઉ જાણતા હતાં” અથવા “અગાઉથી જાણતા હતા” અથવા “પહેલેથી જાણતા હતા,” તરીકે પણ કરી શકાય છે.
  • “પૂર્વજ્ઞાન” શબ્દનું ભાષાંતર, “પહેલા જાણેલું” અથવા “સમયની અગાઉ જાણેલું” અથવા “પહેલેથી જાણેલું” અથવા “આગળથી જાણેલું,” તરીકે કરી શકાય છે

(આ પણ જુઓ: જાણવું, આગળથી નક્કી કરવું)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G42670, G42680

પહોર (રાત્રીના પહોર), પહોરો

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, “પહોર” એ રાત્રીના સમય દરમ્યાનનો એક સમયગાળો હતો કે જયારે ચોકીદાર અથવા રક્ષક શહેર પર દુશ્મન તરફથી આવનાર જોખમ સામે પેહારો રાખે છે.

  • જૂના કરારમાં, ઈઝરાએલીઓ પાસે ત્રણ પહોરો હતા, જેમકે “શરૂઆતનો પહોર” (સૂર્યાસ્તના સમયથી રાત્રીના 10 કલાક સુધી), “મધ્ય રાત્રીનો પહોર” (રાતના 10 કલાક થી 2 કલાક સુધી), અને “સવારનો પહોર” (રાત્રીના 2 કલાકથી સૂર્યોદય સુધીનો સમય) જેને પહોરો કહેવામાં આવે છે.

  • નવા કરારમાં, યહૂદીઓ રોમન વ્યવસ્થાને અનુસરે છે અને તેઓ પાસે ચાર પહોરો હતા, તેનું સામાન્ય નામ પાડ્યું કે “પહેલો” (સુર્યાસ્તથી રાત્રીના 9 કલાક સુધી), “બીજો” (રાત્રીના 9 કલાક થી મધ્ય રાત્રીના 12 કલાક સુધી), “ત્રીજો” (મધ્ય રાત્રીના 12 કલાકથી વહેલી સવારના 3 કલાક સુધી), અને “ચોથો” (વહેલી સવારના 3 કલાકથી સૂર્યોદય સુધી), એવા પહોરો હતા.

  • આનું ભાષાંતર મોટે ભાગે સામાન્ય અભિવ્યક્તિથી આ પ્રમાણે થઇ શકે છે, જેમકે “મોડી સાંજ” અથવા “મધ્ય રાત્રી” અથવા “ખુબજ વહેલી સવારમાં,” તેનો પર આધાર કયા પહોર વિશે વાત કરવામાં આવે છે તેના પર રહેલો છે.

(આ પણ જુઓ: પહોર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H821, G5438

પાછા ફરવું, વળતું કરવું, પાછા ફરે છે, પાછા ફર્યા, પાછું ફરતું

વ્યાખ્યા:

“વળતું કરવું” શબ્દનો અર્થ પાછા જવું અથવા તો કશુંક પાછું આપવું એવો થાય છે.

  • કોઈ બાબતમાં “પાછા” વળવુંનો અર્થ થાય છે કે તે ગતિવિધિ ફરીથી કરવાની શરૂઆત કરવી એવો થાય છે. કોઈ જગા કે વ્યક્તિની “પાસે પાછા ફરવું” તેનો અર્થ તે જગા કે વ્યક્તિની પાસે ફરીથી પાછા જવું એવો થાય છે.
  • જ્યારે ઇઝરાયલીઓ તેમની મૂર્તિપૂજા તરફ પાછા વળ્યા ત્યારે, તેઓ મૂર્તિઓની પૂજા ફરી કરવાનું ચાલુ કરતા હતા.
  • જ્યારે તેઓ યહોવા તરફ પાછા વળ્યા ત્યારે, તેઓએ પશ્ચાતાપ કર્યો અને તેઓ ફરીથી યહોવાની આરાધના કરતા હતા.
  • કોઈ અન્ય વ્યક્તિ પાસેથી લીધેલી કે પ્રાપ્ત કરેલી જમીન કે વસ્તુઓ પાછી આપવી તેનો અર્થ તે સંપત્તિ જેની માલીકીની હતી તે વ્યક્તિને પાછી આપવી એવો થાય છે.

(આ પણ જૂઓ: ફરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5437, H7725, H7729, H8421, H8666, G344, G360, G390, G1877, G1880, G1994, G5290

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

  • “ પાણી” શબ્દનો અર્થ પાણીનું શરીર અથવા પાણીના ઘણા સ્રોતોનો ઉલ્લેખ કરે છે. તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.
  • “પાણી “નો અલંકારિક ઉપયોગ થાય છે, જે મહાન તકલીફ, મુશ્કેલીઓ અને દુઃખનો ઉલ્લેખ કરે છે. દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.
  • શબ્દસમૂહ "ઘણાં પાણીઓ” મુશ્કેલીઓ કેટલી મોટી છે તેના પર ભાર મૂકે છે.
  • '' પાણી પીવડાવવું '' નો અર્થ પશુધન અને અન્ય પશુઓને " પાણી પૂરું પાડવું" થાય છે. બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.
  • જૂના કરારમાં, ઈશ્વરને તેના લોકો માટે"જીવતા પાણી" નો ઝરો અથવા ફુવારો તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.
  • નવા કરારમાં, ઈસુએ "જીવંત પાણી" શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ થાય છે પવિત્ર આત્મા એક વ્યક્તિમાં પરિવર્તન અને નવા જીવન લાવવા માટે કામ કરે છે.

અનુવાદનાં સૂચનો:

  • શબ્દસમૂહ, "પાણી ભરવું” નું"એક ડોલથી કૂવામાંથી પાણી ખેંચવું” ભાષાંતર કરી શકાય છે. "* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.
  • જ્યારે ઈસુ સમરૂની સ્ત્રીની સાથે કૂવા પર વાત કરી રહ્યા છે ત્યારે, "જીવંત પાણી" શબ્દનું ભાષાંતર "પાણી કે જે જીવન આપે છે" અથવા "જીવનઆપનાર પાણી" તરીકે કરી શકાય છે. આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2222, H4325, H4529, H4857, H7301, H7783, H8248, G504, G4215, G4222, G5202, G5204

પાતાળ શેઓલ, તળિયા વગર ખાડો#

##વ્યાખ્યા:##

“પાતાળ” શબ્દ અર્થ એવો બતાવે છે કે, ઊંડું કાણું અથવા તળિયા વગરનો ખાડો.

  • બાઈબલમાં, “પાતાળ એટલે” દંડની જગ્યા.
  • ઉદાહરણ તરીકે, જયારે ઈસુએ માણસમાં થી અશુદ્ધ આત્માઓંને નીકળી જવાની આજ્ઞા કરી, તેમણે તેને વિનંતી કરી તેઓને પાતાળમાં ના મોકલે.
  • આ શબ્દ “પાતાળ” નું ભાષાંતર આ રીતે પણ થઈ શકે “તળિયા વગરનો ખાડો “ અથવા “ઊંડો ખીણ.”
  • આ શબ્દનું ભાષાંતર જુદી રીતે થવું જોઈએ “હાદેસ,” “શેઓલ,” અથવા “નર્ક”.

(આ પણ જુઓ: હાદેસ, [નર્ક, દંડ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G12, G5421

પાદાસન

વ્યાખ્યા:

“પાદાસન” શબ્દ સામાન્ય રીતે જયારે વ્યક્તિ આરામ કરવા માટે જ્યારે તેના પગ તેના પગ (પાદાસન) મૂકે છે.

આ શબ્દનો રૂપકાત્મક અર્થ, આધિનતા અને નીચો દરજ્જો પણ કરી શકાય છે.

  • બાઈબલના સમયના લોકો પગને શરીરના ઓછા માનનીય ભાગો ગણતા હતા. જેથી “પાદાસન” ને ઓછું માન આપવામાં આવતું હતું, કારણકે તેના પર પગ મૂકવામાં આવતા હતા.
  • જયારે દેવ કહે છે કે “હું મારા શત્રુઓને મારા પગ માટે પાદાસન કરીશ” ત્યારે તે લોકો કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે તેના ઉપર શક્તિ, નિયંત્રણ, અને વિજય જાહેર કરે છે. તેઓને દેવની ઈચ્છાને માન્ય રાખવાની ઘડીમાં આવશે કે જ્યારે તેમને નમ્ર કરવામાં આવશે અને તેઓ વિજય મેળવવામાં આવશે.
  • “દેવના પાદાસન પર આરાધના કરવી” તેનો અર્થ તે તેના સિંહાસન પર બિરાજમાન છે, તેનું નમીને ભજન કરવું. આ બાબત ફરીથી દેવ પ્રત્યે નમ્રતા અને આધિનતા દર્શાવે છે.
  • દાઉદ મંદિરને દેવના “પાદાસન” તરીકે દર્શાવે છે. આ તેની તેના લોકો ઉપર નિરપેક્ષ સત્તા દર્શાવે છે.
  • આ દેવ રાજા તરીકે તેના સિંહાસન ઉપર બિરાજેલો છે અને તેના પગ પાદાસન ઉપર મૂકેલા, અને દરેક તેની આધિનતામાં છે તેની રજૂઆત કરે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1916, H3534, H7272, G4228, G5286

પાપાર્થાપણ, પાપાર્થાપણો

વ્યાખ્યા:

“પાપાર્થાપણ” અનેક બલિદાનોમાનું એક કે જે ઈઝરાયેલીઓ અર્પણ કરે તેમ ઈશ્વરે જરૂરી બનાવ્યું હતું.

  • આ દહનાર્પણ વાછરડાના બલિદાનનો સમવેશ કરતુ હતું, તેના લોહી અને ચરબીનું વેદી પર દહન કરવું, અને પ્રાણીના બાકીના શરીરનો ભાગ લઇ લેવો અને તેને ઈઝરાયેલી છાવણીની બહાર મેદાનમાં દહન કરવું.
  • પ્રાણીના બલિદાનનું સંપૂર્ણ દહન ઈશ્વર કેટલા પવિત્ર છે અને પાપ કેટલું ભયંકર છે તે બતાવે છે.
  • બાઈબલ જણાવે છે કે પાપોમાંથી શુદ્ધ થવાને માટે, જે પાપ કરવામાં આવ્યું છે તેની કિંમત સ્વરૂપે લોહી વહેવું જ જોઈએ.
  • પ્રાણીના બલિદાનો હંમેશને માટે પાપોની માફી લાવી શકતું ન હતું.
  • ઈસુના વધસ્તંભના મરણે પાપનો દંડ હંમેશને માટે ચૂકવી દીધો. તેઓ સંપૂર્ણ પાપાર્થાપણ હતાં.

(આ પણ જુઓ: વેદી, ગાય, માફી, બલિદાન, પાપ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2401, H2402, H2398, H2403

પાયો નાંખવો, સ્થાપન થયું, સ્થાપક, પાયો, પાયા

વ્યાખ્યા:

“પાયો નાંખવો” ક્રિયાપદનો અર્થ, “બાંધવું”, અથવા “બનાવવું”, અથવા પાયો નાખવો. “પર સ્થાપના કરેલ” શબ્દસમૂહનો અર્થ, તેના પર આધારભૂત અથવા તેના પર આધારિત થાય છે. “પાયો” એ છે કે તેનો પર જે કઈ બાંધેલું અથવા બનાવેલું છે તેનો આધાર તેની પર (તળ કે જમીન) છે.

  • ઘર અથવા મકાનનો પાયો અવશ્ય મજબૂત અને સમગ્ર માળખાને આધાર આપે તેવો હોવો જરૂરી છે.
  • “પાયો” શબ્દ, શરૂઆત પણ દર્શાવે છે અથવા સમય કે જયારે કંઈક પ્રથમ વાર બનાવાયું હતું.
  • રૂપકાત્મક અર્થમાં, ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને એક બાંધકામ સાથે સરખાવાવમાં આવ્યા છે, કે જેની સ્થાપના પ્રેરિતો અને પ્રબોધકોના શિક્ષણ પર કરેલી છે, કે જે બાંધકામમાં ઈસુ પોતે ખૂણાનો મુખ્ય પત્થર છે.
  • “પાયાનો પત્થર” એક પત્થર હતો કે જે પાયાના ભાગ તરીકે મૂકવામાં આવેલો હતો. આ પત્થરોનું પરીક્ષણ કરી ખાત્રી કરવામાં આવી હતી કે તેઓ સમગ્ર મકાનને આધાર આપવા પૂરતા મજબૂત છે કે નહીં.

ભાષાંતરના સૂચનો:

  • “જગતનો પાયો નાખ્યા અગાઉ” શબ્દસમૂહનું ભાષાંતર, “જગતની રચના થયા અગાઉ” અથવા “જયારે જગત પ્રથમ અસ્તિત્વમાં આવ્યું તે સમય પહેલાં” અથવા “બધું પ્રથમ બનાવવામાં આવ્યું હતું તે પહેલા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “(તેના) પર સ્થાપના” શબ્દનું ભાષાંતર, “તેના પર સુરક્ષિત બાંધેલું” અથવા “નિશ્ચિતપણે આધારિત,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને “પાયા” શબ્દનું ભાષાંતર, “મજબૂત પાયો” અથવા “મજબૂત આધાર” અથવા “શરૂઆત” અથવા “ઉત્પત્તિ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: ખૂણાનો મુખ્ય પથ્થર, સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H134, H787, H803, H808, H2713, H3245, H3247, H3248, H4143, H4144, H4146, H4328, H4349, H4527, H6884, H8356, G2310, G2311, G2602

પારખવું, પારખી લીધું, પારખી લેવું (જાણવું), પારખશક્તિ

##વ્યાખ્યા: ##

“પારખવું” શબ્દનો અર્થ, કંઇક સમજવા માટે સક્ષમ હોવું, ખાસ કરીને કંઇક સાચું છે કે અથવા ખોટું છે તે જાણવા સક્ષમ હોવું.

  • ” “પારખશક્તિ” શબ્દ, કુશળતાપૂર્વક ચોક્કસ બાબતને સમજવી અને નક્કી કરવું, તે માટે દર્શાવવામાં આવ્યો છે.
  • તેનો અર્થ બુદ્ધિ અથવા સારો ન્યાય થાય છે.

ભાષાંતરના સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, “પારખવું” શબ્દનું ભાષાંતર, “સમજવું” અથવા “(બંને)ની વચ્ચેનો તફાવત જાણવો” અથવા “સારું અને ખરાબનો તફાવત જાણવો” અથવા “યોગ્ય રીતે ન્યાય કરવો” અથવા “ખોટાથી સાચાને પારખવું” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
  • “પારખશક્તિ” શબ્દનું ભાષાંતર, “સમજશક્તિ” અથવા “સારું અને દુષ્ટ પારખવાની ક્ષમતા હોવી” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, જ્ઞાની)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H995, H2940, H4209, H5234, H8085, G350, G1252, G1253, G1381, G2924

પિત્તળ

વ્યાખ્યા:

“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.

  • પિત્તળ પાણીના ખવાણને અટકાવે છે અને ઉષ્માને સારી રીતે વાહક (લઈ જાય છે) કરી શકે છે.

  • પ્રાચીન સમયોમાં, પિત્તળનો ઉપયોગ બીજી વસ્તુઓની સાથે, સાધનો, હથિયારો, કલાકારી, વેદીઓ, રાંધવાના ઘડાઓ અને સૈનિકોના શસ્ત્રો તરીકે થતો હતો.

  • મંદિર અને મુલાકાત મંડપ બાંધવા માટેની ઘણી સામગ્રીઓ પિત્તળમાંથી બનાવેલી હતી.

  • જુઠા દેવોની મૂર્તિઓ પણ મોટેભાગે પિત્તળના ધાતુમાંથી બનાવવામાં આવતી હતી.

  • પ્રથમ પિત્તળની વસ્તુઓને પ્રવાહીમાં ઓગાળીને પછી તેને બીબામાં તે રેડીને બનાવવામાં આવતી હતી. આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: હથિયારો, મુલાકાત મંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5153, H5154, H5174, H5178, G5470, G5474, G5475

પીગળવું, પીગળેલું, પીગળતું, પીગળે છે, પીગળેલા

તથ્યો:

“પીગળવું” શબ્દ જ્યારે કોઈ વસ્તુને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રવાહી બને છે તેનો ઉલ્લેખ કરે છે. તેનો ઉપયોગ અલંકારિક રીતે પણ કરવામાં આવે છે. કોઈ વસ્તુ કે જે પીગળી ગઈ છે તેનું વર્ણન “પીગળેલી” વસ્તુ તરીકે પણ કરવામાં આવે છે.

  • વિભિન્ન પ્રકારની ધાતુઓને જ્યાં સુધી તેઓ પીગળે નહિ અને હથિયારો કે મૂર્તિઓ જેવી વસ્તુઓ બનાવવા માટે બીબામાં ઢાળી શકાય નહિ ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. “પીગળેલી ધાતુ” અભિવ્યક્તિ એક પીગળેલી ધાતુનો ઉલ્લેખ કરે છે.
  • જ્યારે એક મીણબત્તી સળગે છે ત્યારે તેનું મીણ પીગળે છે અને વહે છે. પ્રાચીન સમયોમાં, પત્રોને ઘણી વાર તેની કિનારીઓ પર પીગળેલું મીણ લગાવીને બંધ કરવામાં આવતા હતા.
  • “પીગળવું”ના અલંકારિક ઉપયોગનો અર્થ પીગળેલા મીણની જેમ નરમ અને નબળા પડવું થાય છે.
  • “તેઓના હૃદયો પીગળી જશે” તે અભિવ્યક્તિનો અર્થ ડરને કારણે તેઓ ખૂબ જ નબળા પડી જશે તેવો થાય છે.
  • એક બીજી અલંકારિક અભિવ્યક્તિ “તેઓ પીગળી જશે”નો અર્થ થાય છે કે તેઓને બળજબરીથી દૂર કરવામાં આવશે અથવા તો તેઓ નબળાં છે તેવું જાહેર કરવામાં આવશે અને તેઓ હારીને ભાગી જશે.
  • “પીગળવું”નો શબ્દશ: અર્થ “પ્રવાહી બનવું” અથવા “પીગાળી નાખવું” અથવા તો “પીગાળવું” તરીકે કરી શકાય.
  • “પીગળવું”ના અલંકારિક અર્થના બીજા અનુવાદ “નરમ બનવું” અથવા તો “નબળા પડવું” અથવા તો “હારી જવું” થઈ શકે.

(આ પણ જૂઓ: હૃદય, જૂઠા દેવો, પ્રતિમા, મહોર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1811, H2003, H2046, H3988, H4127, H4529, H4541, H4549, H5140, H5258, H5413, H6884, H8557, G3089, G5080

પીડા, ત્રાસ, પીડા, પીડિત#

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

  • કેટલીક વખત "પીડા" શબ્દનો અર્થ શારીરિક પીડા અને દુઃખનો થાય છે. ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.
  • અયૂબની અનુભવની જેમ દુઃખ પણ આધ્યાત્મિક અને ભાવનાત્મક પીડા હોઇ શકે છે.
  • પ્રેરિત યોહાને પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું હતું કે જે લોકો ઈસુને તેમના ઉદ્ધારક તરીકે માનશે નહી તેઓ આગના તળાવમાં શાશ્વત પીડા અનુભવશે.
  • આ શબ્દ "ભયંકર વેદના" અથવા "કોઈને મોટા પ્રમાણમાં પીડાય થઇ" અથવા "યાતના."તરીકે ભાષાંતર કરી શકે છે કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3013, G928, G929, G930, G931, G2558, G2851, G3600

પીધેલ, દારૂડિયો

સત્યો:

“પીધેલ” શબ્દનો અર્થ અતિશય નશીલું પીણું પીવાથી ઉન્મત્ત થઈ જવું. “દારૂડિયો” એ એવી વ્યક્તિ છે કે જે મોટેભાગે પીધેલ હોય છે. આ પ્રકારના વ્યક્તિને “નશીલા” તરીકે પણ દર્શાવી શકાય છે.

  • બાઈબલ વિશ્વાસીઓને કહે છે કે દારૂ (નશીલા) પીણાથી મસ્ત ન બનવું, પરંતુ દેવના પવિત્ર આત્માથી નિયંત્રણમાં રહેવું.
  • બાઈબલ શીખવે છે કે દારૂનો નશો એ ગાંડપણ છે અને વ્યક્તિને પાપના બીજા માર્ગે જવા ઉત્તેજિત કરે છે.
  • “પીધેલ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ ત્યારે તેમાં બીજા શબ્દો જેવા કે, “નશામાં” અથવા “ઉન્મત્ત” અથવા “અતિશય દારૂ પીવો” અથવા “આથાવાળું પીણું પીવું” (શબ્દોનો) સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: દ્રાક્ષારસ/દારૂ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5433, H5435, H7301, H7302, H7910, H7937, H7941, H7943, H8354, H8358, G3178, G3182, G3183, G3184, G3630, G3632

પુષ્ટિ કરવી, પુષ્ટીકરણ/સમર્થન કરવું, કાયદેસરનું

વ્યાખ્યા:

"પુષ્ટિ" શબ્દનો અર્થ એ છે કે જે કંઈક સાચું છે કે વ્યવહાર થયો હોવાનું કાનૂની રીતે પ્રમાણિત કરવું.

  • જ્યારે રાજાની "પુષ્ટિ" થાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેને રાજા બનાવવાનો નિર્ણયને લોકો દ્વારા સંમતિ અને ટેકો આપવામાં આવ્યો છે.

  • કોઈએ શું લખ્યું છે તેની પુષ્ટિ કરવાનો અર્થ એ છે કે જે લખ્યું છે તે સાચું છે તે ચકાસવું.

  • સુવાર્તાનું “પુષ્ટિકરણ” એટલે લોકોને ઈસુના સુવાર્તા વિશે એવી રીતે શીખવવું કે તે બતાવે કે તે સાચું છે.

  • "પુષ્ટિ તરીકે" શપથ આપવાનો અર્થ થાય છે કે કંઈક સાચું અથવા વિશ્વાસપાત્ર છે એવું ગૌરવપૂર્વક જણાવવું અથવા શપથ લેવું.

  • "પુષ્ટિ કરો" નો અનુવાદ કરવાની રીતોમાં સંદર્ભ પર આધાર રાખીને, "સાચી તરીકે જણાવો" અથવા "વિશ્વાસપાત્ર હોવાનું સાબિત કરો" અથવા "સાથે સંમત" અથવા "આશ્વાસન" અથવા "વચન" નો સમાવેશ થઈ શકે છે.

(આ પણ જુઓ: કરાર, શપથ, ભરોસો)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H0559, H1396, H3045, H3559, H4390, H4672, H5414, H5975, H6213, H6965, G09500, G09510, G33150, G49720

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

  • આ શબ્દ રૂપકાત્મક ઉપયોગ જ્યારે અતિશય પ્રમાણમાં થઈ જાય, ખાસ કરીને કંઈક એકાએક બને છે તેને દર્શાવવા પણ વપરાયો છે.
  • નૂહના સમયમાં, લોકો ખૂબજ દુષ્ટ બની ગયા હતા કે જેથી દેવે સમગ્ર પૃથ્વીની સપાટી ઉપર વિશ્વભરમાં પૂર આવવા દીધું, પર્વતોની ટોચ પણ ઢંકાઈ ગઈ. દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.
  • આ શબ્દ એક ક્રિયા પણ હોઈ શકે છે, જેમકે “નદીના પાણીથી જમીનમાં પૂર આવ્યું હતું.”

ભાષાંતરના સૂચનો:

  • “પૂર” ના શાબ્દિક અર્થનું ભાષાંતર, “પાણીનું ઊભરાવું” અથવા “પાણીનું વધારે પ્રમાણ” જેવા શબ્દનો સમાવેશ થાય છે.
  • “પૂર જેવું” શબ્દની રૂપકાત્મક સરખામણીમાં શાબ્દિક શબ્દ રાખી શકાય અથવા યોગ્ય શબ્દ વાપરી શકાય કે જે કઈક દર્શાવે છે કે જે નદીની જેમ વહેતુ હોય.
  • “પૂરના જેવું પાણી” અભિવ્યક્તિ, જ્યાં પાણી શબ્દનો ઉલ્લેખ આવી જાય છે, ત્યાં પૂર શબ્દનું ભાષાંતર, “વધારે પડતું પાણી” અથવા “ઉભરાતું પાણી” તરીકે કરી શકાય છે.
  • આ શબ્દ રૂપક તરીકે વાપરવામાં આવ્યો છે, જેમકે “પૂરને મારી ઉપર આવવા ન દો,” જેનો અર્થ, “અતિશય આપત્તિઓ મારી પર આવવા ન દો” અથવા “આપત્તિઓથી મારો વિનાશ થવા ન દો” અથવા “તમારો ગુસ્સો અમારો નાશ ન કરો” એમ થઈ શકે છે. (જુઓ: રૂપક
  • “મારી પથારીને આંસુઓથીથી ભીંજવું છું” રૂપકાત્મક અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા આંસુઓ મારી પથારીને પાણીના પૂરની જેમ ઢાંકે છે”

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H216, H2229, H2230, H2975, H3999, H5104, H5140, H5158, H5674, H6556, H7641, H7857, H7858, H8241, G2627, G4132, G4215, G4216

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

  • તે શબ્દ યાકૂબના બાર પુત્રોનો ઉલ્લેખ પણ કરી શકે છે કે જેઓ ઇઝરાયલના બાર કુળોના બાર પૂર્વજો બન્યા.
  • “પૂર્વજ” શબ્દનો અર્થ “આદિપિતા” જેવો જ છે, પણ તે વિશિષ્ટરૂપે એક લોકજાતિના સૌથી વિખ્યાત પુરુષ વડા આગેવાનનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ, પિતા, બાપદાદા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1, H7218, G3966

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

  • મોટેભાગે “પિતા” અથવા “વડવા” શબ્દો ચોક્કસ વ્યક્તિ અથવા લોકોના જૂથના પુરુષ વડવાઓને દર્શાવવા વાપરવામાં આવે છે. આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

  • “(તે)નો પિતા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે એવી વ્યક્તિને દર્શાવે છે કે જે કોઈ લોક જૂથનો આગેવાન અથવા કોઈકનો સ્ત્રોત (ઉત્પન્ન કરનાર) હોય.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

  • પાઉલ પ્રેરિત જેઓને સુવાર્તા પ્રચાર દ્વારા (ઘણા લોકોને) ખ્રિસ્તી બનવા માટે મદદ કરી, તેથી તે રૂપકાત્મક રીતે પોતાને “પિતા” કહેવડાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે પિતા અને તેના વાસ્તવિક પુત્ર વિશે વાત કરીએ, ત્યારે જે તે ભાષામાં પિતાનો સામાન્ય શબ્દ વપરાય છે તે વાપરીને તેનું ભાષાંતર કરવું.
  • પિતા માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરીને “ઈશ્વર પિતા” શબ્દનું ભાષાંતર પણ કરવું જોઈએ.
  • જયારે વડવાઓને દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વડીલોપાર્જિત પિતાઓ” તરીકે કરી શકાય છે.
  • જયારે પાઉલ રૂપકાત્મક રીતે પોતાને ખ્રિસ્તમાં વિશ્વાસીઓના પિતા તરીકે દર્શાવે છે, ત્યારે તેનું ભાષાંતર “આત્મિક પિતા” અથવા “ખ્રિસ્તમાં પિતા” તરીકે કરી શકાય છે.
  • ક્યારેક “પિતા” શબ્દનું ભાષાંતર, “કુળના આગેવાન” તરીકે કરી શકાય છે.
  • “સઘળા જૂઠાણાનો પિતા” શબ્દસમૂહનું ભાષાંતર, “સઘળા જૂઠાણાનો સ્ત્રોત” અથવા “એક કે જેમાંથી સઘળું જૂઠ આવે છે.

(આ પણ જુઓ: ઈશ્વર પિતા, દીકરો, દેવનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1, H2, H25, H369, H539, H1121, H1730, H1733, H2524, H3205, H3490, H4940, H5971, H7223, G256, G540, G1080, G2495, G3737, G3962, G3964, G3966, G3967, G3970, G3971, G3995, G4245, G4269, G4613

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

  • પેઢી સમયના ગાળા માટે પણ દર્શાવી શકાય છે. બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.
  • માતા-પિતા અને તેઓના બાળકો બે અલગઅલગ પેઢીઓમાં આવે છે.
  • બાઈબલમાં, રૂપકાત્મક રીતે “પેઢી” શબ્દ, પ્રચલિત રીતે જે લોકો સામાન્ય લક્ષણો ધરાવે છે તેમને માટે વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

  • “આ પેઢી” અથવા “આ પેઢીના લોકો” શબ્દસમૂહનું ભાષાંતર, “અત્યારે જે લોકો જીવે છે” અથવા “તમે લોકો” તરીકે કરી શકાય છે.
  • “આ દુષ્ટ પેઢી” નું ભાષાંતર, “અત્યારે આ દુષ્ટ લોકો જીવે છે તે,” તરીકે પણ કરી શકાય છે.
  • “વંશપરંપરા” અથવા “એક પેઢીથી બીજી પેઢી” અભિવ્યક્તિનું ભાષાંતર, “અત્યારે લોકો જીવે છે, તેમજ તેઓના બાળકો અને પૌત્ર પૌત્રીઓ” અથવા “દરેક સમયગાળામાં લોકો” અથવા “આ સમયગાળામાં અને ભવિષ્યના સમયગાળામાં લોકો” અથવા “બધા લોકો અને તેઓના વંશજો,” તરીકે કરી શકાય છે.
  • “પેઢી જે આવશે તેની સેવા કરશે; તેઓ પછીની પેઢીને યહોવા વિશે કહેશે,” તેનું ભાષાંતર, “ભવિષ્યમાં ઘણા લોકો યહોવાની સેવા કરશે અને તેઓના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને તેના વિશે કહેશે,” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: વંશજ, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:


પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

  • બાઈબલમાં, આ શબ્દ ખાસ રીતે જ્યારે ઈશ્વરે પૃથ્વીની રચના કરી ત્યારે જે વિશિષ્ટ પ્રકારના છોડવાઓ અને પ્રાણીઓ બનાવ્યા તેના માટે વપરાયો છે.
  • ઘણીવાર દરેક “પ્રકાર’’ ની અંદર જુદા જુદા તફાવત અથવા પ્રજાતિઓ હોય છે. ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.
  • મુખ્ય બાબત જે દરેક “પ્રકાર” ને અલગ જુથ તરીકે તફાવત કરે છે એ તો તે જૂથના સભ્યો તેમના સમાન “પ્રકાર” ના ફરી ઉત્પન્ન કરી શકે છે. જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

  • આ શબ્દનો અનુવાદ કરવાની રીતો “પ્રકાર” અથવા ”વર્ગ” અથવા ”જુથ” અથવા “પ્રાણીનું (છોડ) જુથ” અથવા”” “શ્રેણી” નો સમાવેશ કરી શકે છે.

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2178, H3978, H4327, G1085, G5449

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

  • ઈસુએ કહ્યું, "હું જગતનો પ્રકાશ/અજવાળું છું" એ દર્શાવવા માટે કે તેઓ ઈશ્વરનો સાચો સંદેશ જગતમાં લાવે છે અને લોકોને તેમના પાપોના અંધકારમાથી છોડવે છે.
  • ખ્રિસ્તી લોકોને "પ્રકાશમાં ચાલવા" આજ્ઞા આપવામાં આવી છે, જેનો અર્થ તેઓ ઈશ્વર ચાહે છે તે રીતે જીવન જીવે અને દુષ્ટતાને ટાળે.
  • પ્રેરિત યોહાને નોંધ્યું કે "ઈશ્વર પ્રકાશ" છે અને તેમનામા કંઈ પણ અંધકાર નથી.
  • પ્રકાશ અને અંધકાર સંપૂર્ણપણે વિપરીત છે. અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.
  • ઈસુએ કહ્યું કે તેઓ "જગતના પ્રકાશ હતા" અને તેમના શિષ્યોએ જગતમાં પ્રકાશની જેમ પ્રકાશિત થવું જોઈએ એવી રીતે જીવીને કે જે સપ્શ્ત બતાવે કે ઈશ્વર કેટલા મહાન છે.
  • "પ્રકાશમાં ચાલવું" એ એવી રીતે જીવવું કે જે ઈશ્વરને પસંદ પડે છે, જે ખરું અને સાચું છે તે કરવું તેનું પ્રતિનિધિત્વ કરે છે. અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • અનુવાદ કરતી વખતે, જ્યારે તેનો અર્થાલંકારિક રીતે ઉપયોગ થયો હોય તોપણ એ મહત્વનુ છે કે "પ્રકાશ" અને "અંધકાર" ના શાબ્દિક શબ્દો જ રાખવા.
  • લખાણમાં તેની સરખામણી સમજાવવી એ જરૂરી બની શકે. ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.
  • એ ધ્યાનમાં રાખો કે "પ્રકાશ" નું અનુવાદ વસ્તુનો ઉલ્લેખ કરતો નથી જે પ્રકાશ આપે છે, જેમ કે દીવો. આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સત્ય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H216, H217, H3313, H3974, H4237, H5051, H5094, H5105, H5216, H6348, H7052, H7837, G681, G796, G1645, G2985, G3088, G5338, G5457, G5458, G5460, G5462

પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે

વ્યાખ્યા:

“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.

  • જૂના કરારમાં, ઇઝરાયલના અધિકારીઓએ દાઉદ રાજા પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
  • જ્યારે પ્રતિજ્ઞા પૂરી કરવામાં આવે ત્યારે જે વસ્તુને જમાનત તરીકે આપવામાં આવી હોય તે વસ્તુને તેના માલિકને પાછી આપવામાં આવે છે.
  • “પ્રતિજ્ઞા કરવી” નો અનુવાદ “ઔપચારિક રીતે વચન આપવું” અથવા તો “દ્રઢતાપૂર્વક વચન આપવું” તરીકે કરી શકાય.
  • “જમાનત” શબ્દ દેવું ચૂકવી આપવામાં આવશે તેની બાંયધરી અથવા તો ખાતરીરૂપે આપવામાં આવેલી વસ્તુનો ઉલ્લેખ પણ કરી શકે છે.
  • “પ્રતિજ્ઞા” નો અનુવાદ સંદર્ભ અનુસાર “ગંભીર વચન” અથવા તો “ઔપચારિક સમર્પણ” અથવા તો “બાંયધરી” અથવા તો “ઔપચારિક ભરોસો” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: ખાતરીદાયક વચન, પ્રતિજ્ઞા, શપથ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H781, H2254, H2258, H5667, H5671, H6148, H6161, H6162

પ્રથમજનિત

વ્યાખ્યા:

“પ્રથમજનિત” શબ્દ, તે લોક અથવા પ્રાણીઓના સંતાનને દર્શાવે છે, જેઓ બીજા સંતાનની પહેલા જન્મે છે.

  • બાઈબલમાં, સામાન્ય રીતે “પ્રથમજનિત” પહેલા પુરુષ સંતાન કે જે જન્મ લે છે તે દર્શાવે છે.
  • બાઈબલના સમયમાં, પ્રથમ જનિત પુત્ર ને તેના કુટુંબના વારસામાં બીજા પુત્રો કરતા બમણો હિસ્સો અને પદ આપવામાં આવતા હતા.
  • મોટેભાગે પ્રાણીનું જે પ્રથમ જનિત નર હતું કે જેનું દેવ માટે બલિદાન આપવામાં આવતું હતું.
  • આ ભાગને રૂપકાત્મક રીતે પણ વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે, ઈઝરાએલના દેશને દેવનો પ્રથમજનિત દીકરો કહેવામાં આવ્યો છે કારણકે દેવે તેને બીજા દેશો ઉપર ખાસ અધિકારો આપ્યા છે.
  • ઈસુ , દેવના દીકરાને દેવનો પ્રથમજનિત કહેવામાં આવ્યો છે કારણકે દરેક જણ ઉપર તેનું મહત્વ અને અધિકાર રહેલો છે.

ભાષાંતરના સૂચનો:

  • જયારે “પ્રથમજનિત” માત્ર લખાણ માં હોયછે, ત્યારે તેનું ભાષાંતર “ પ્રથમજનિત પુરુષ” અથવા “પ્રથમજનિત પુત્ર,” તરીકે પણ કરી શકાય છે ? (જુઓ: માની લીધેલું જ્ઞાન અને સૂચિત માહિતી
  • આ શબ્દનું બીજી રીતે ભાષાંતર “પુત્ર કે જે પ્રથમ જન્મ્યો છે” અથવા “ જ્યેષ્ઠ પુત્ર” નો સમાવેશ કરીને કરી શકાય છે.
  • જયારે રૂપકાત્મક રીતે ઈસુને દર્શાવવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કે જેનો અર્થ “પુત્ર કે જેને સઘળા ઉપર અધિકાર છે” અથવા “પુત્ર કે જે પ્રથમ સન્માનમાં છે” તરીકે કરી શકાય છે.
  • સાવધાની: ખાત્રી કરો કે ઈસુના સંદર્ભમાં આ શબ્દનું ભાષાંતર કે તેને બનાવવામાં આવેલો હતો તેમ સૂચિત કરતું નથી.

(આ પણ જુઓ: વારસો, બલિદાન, દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1060, H1062, H1067, H1069, G4416, G5207

પ્રથમફળો

વ્યાખ્યા:

“પ્રથમ ફળો” શબ્દ, ફસલની ઋતુમાં લણવામાં આવતા દરેક પાકના ફળોનો અને શાકભાજીના પ્રથમ ભાગને તે દર્શાવે છે. આ પ્રથમ ફળોને ઈઝરાએલીઓ બલિદાનના અર્પણ તરીકે દેવને અર્પણ કરતા હતા.

  • આ શબ્દને બાઈબલમાં રૂપકાત્મક રીતે પ્રથમ જનિત દીકરાને કુટુંબના પ્રથમ ફળો તરીકે દર્શાવવા માટે પણ વાપરવામાં આવ્યો છે. કારણકે તે કુટુંબમાં તે દીકરો પ્રથમ જન્મ્યો હતો, તે એક હતો કે જે કુટુંબનું નામ આગળ લઇ જાય છે અને તેનું સન્માન ધારણ કરે છે.
  • કારણકે ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો છે, તે વિશ્વાસીઓમાં “પ્રથમ ફળ” બન્યો છે, અને વિશ્વાસીઓ કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ પણ એક દિવસ ફરીથી સજીવન થશે.
  • સમગ્ર જગતમાં ઈસુમાં વિશ્વાસીઓ પણ “પ્રથમ ફળ” કહેવાયા, જે દર્શાવે છે કે ઈસુએ તેમને ખાસ તક અને સ્થાન આપી, અને તેમને માટે ખંડણી આપી પોતાના લોકો તરીકે બોલાવ્યા છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દના શાબ્દિક અર્થનું ભાષાંતર, “(પાકનો) પ્રથમ ભાગ” અથવા “ફસલનો પ્રથમ ભાગ” તરીકે કરી શકાય છે.
  • જો શક્ય હોય તો, રૂપકાત્મક ઉપયોગોનું શાબ્દિક રીતે ભાષાંતર કરવું, જેથી અલગ સંદર્ભોને અલગ અર્થો મળી શકે. જેથી તેઓ શાબ્દિક અર્થ અને રૂપકાત્મક અર્થ વચ્ચેનો સંબંધ પણ બતાવી શકે.

(આ પણ જુઓ: પ્રથમજનિત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1061, H6529, H7225, G536

પ્રાણી, સર્જન

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને ઈશ્વરે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

  • ઈશ્વરના મહિમાના દર્શનમાં હઝકિયેલ પ્રબોધક “જીવતા પ્રાણીઓને” જુએ છે. તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવ વસ્તુઓ (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)નો સમાવેશ થાય છે કારણ કે ઈશ્વરે સઘળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને “પ્રાણી” શબ્દનું ભાષાંતર, “અસ્તિત્વ ધરાવનાર” અથવા “જીવતું હોવું” અથવા “માનવજાત” તરીકે કરી શકાય.
  • ” “પ્રાણીઓ” શબ્દનું ભાષાંતર, ”બધી જ જીવંત વસ્તુઓ” અથવા “લોકો અને પશુઓ” અથવા “પ્રાણીઓ” અથવા “માનવ જાત” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1320, H1321, H1870, H2119, H2416, H4639, H5315, H5971, H7430, H8318, G22260, G29370, G29380

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

  • ઉદાહરણ તરીકે, પ્રાચીન ઇરાનનું સામ્રાજ્ય માદી, ઇરાન, સીરિયા તથા ઈજિપ્ત એવા પ્રાંતોમાં વિભાજિત હતું.
  • નવા કરારના સમય દરમ્યાન, રોમનું સામ્રાજ્ય મકદોનિયા, આસિયા, સીરિયા, યહૂદીયા, સમારિયા, ગાલીલી તથા ગલાતિયા જેવા પ્રાંતોમાં વિભાજિત હતું.
  • દરેક પ્રાંતનો તેમનો પોતાનો શાસન કરનાર અધિકારી હતો કે જે રાજા અથવા તો સામ્રાજ્યના શાસકનો તાબેદાર હતો. આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.
  • “પ્રાંત” અને “પ્રાંતીય” શબ્દોનો અનુવાદ “પ્રદેશ” અને “પ્રાદેશિક” તરીકે પણ કરી શકાય.

(આ જૂઓ: આસિયા, ઈજિપ્ત, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદીયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4082, H4083, H5675, H5676, G1885

પ્રામાણિકપણું

વ્યાખ્યા:

“પ્રામાણિકપણું” શબ્દ, મજબૂત નૈતિક સિદ્ધાંતો અને વિશ્વસનીય વર્તન જેમાં પ્રામાણિકપણું રહેલું છે, તેને દર્શાવે છે.

  • પ્રામાણિકતા હોવાનો અર્થ, જે પ્રામાણિક છે તે પસંદ કરવું અને કોઈ બીજું જોતું ના હોય ત્યારે પણ સાચું રહેવું.
  • બાઈબલમાં અમુક પાત્રો, જેવા કે યૂસફ અને દાનિયેલે, જયારે દુષ્ટતા કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેઓએ પ્રમાણિકતા બતાવી અને દેવની આજ્ઞા પાળવાનુ પસંદ કર્યું,
  • નીતિવચનનું પુસ્તક કહે છે કે ધનવાન અને ભ્રષ્ટ અથવા અપ્રામાણિક હોવા કરતાં ગરીબ અને પ્રામાણિક હોવું તે વધારે સારું છે.

ભાષાંતરના સૂચનો

  • “પ્રામાણિકપણું” શબ્દનું ભાષાંતર, “ઈમાનદારી” અથવા “નૈતિક સચ્ચાઈ” અથવા “પ્રામાણિકપણે વર્તવું” અથવા “વિશ્વાસપાત્ર રીતે, પ્રામાણિક રીતે કાર્ય કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દાનિયેલ, યૂસફ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3476, H6664, H6666, H8535, H8537, H8538, H8549, G4587

પ્રેમી, પ્રેમીઓ

વ્યાખ્યા:

"પ્રેમી" શબ્દનો શાબ્દિક અર્થ છે "વ્યક્તિ જે પ્રેમ કરે છે." સામાન્ય રીતે આ લોકો એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે એકબીજા સાથે જાતીય સંબંધમાં હોય છે.

  • જ્યારે બાઇબલમાં "પ્રેમી" શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સામાન્ય રીતે તે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેના કોઈ સાથે લગ્ન ન કરેલ વ્યક્તિ સાથે જાતીય સંબંધમાં સામેલ હોય.
  • આ ખોટા જાતીય સંબંધનો ઉપયોગ ઇસ્રાએલના મૂર્તિઓની પૂજામાં ઇસ્રાએલના આજ્ઞાભંગના સંદર્ભમાં બાઇબલમાં વારંવાર કરવામાં આવે છે. તેથી, "પ્રેમીઓ" શબ્દનો ઉપયોગ ઇસ્રાએલના લોકોએ પૂજા કરવામાં આવેલી મૂર્તિઓનો ઉલ્લેખ કરવા માટે એક લાક્ષણિક રીતે પણ થાય છે. આ સંદર્ભોમાં, આ શબ્દનો સંભવતઃ "અનૈતિક ભાગીદારો" અથવા "વ્યભિચારના ભાગીદારો" અથવા "મૂર્તિઓ" દ્વારા ભાષાંતર થઈ શકે છે. (રૂપક જુઓ)
  • પૈસાનો "પ્રેમી" એવી વ્યક્તિ છે જે પૈસા મેળવવા અને ધનવાન થવા પર ખૂબ મહત્વ આપે છે.
  • જૂના કરારના ગીતોના ગીત પુસ્તકમાં, "પ્રેમી" શબ્દનો હકારાત્મક રીતે ઉપયોગ થયો છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, જુઠા દેવ , જુઠા દેવ, પ્રેમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H157, H158, H868, H5689, H7453, H8566, G865, G866, G5358, G5366, G5367, G5369, G5377, G5381, G5382

ફરમાન, ફરમાનો

વ્યાખ્યા:

ફરમાન એક જાહેર કાયદો કે નિયમ છે કે જે લોકોને અનુસરવા માટે ધોરણો કે સૂચનાઓ આપે છે. આ શબ્દ “ઠરાવવું” શબ્દ સાથે સંબંધિત છે.

  • ઘણીવાર ફરમાન એક રિવાજ છે કે જે વર્ષોના મહાવરાને કારણે ઘણો સ્થાપિત કાયદો બની ગયો છે.
  • બાઇબલમાં, ફરમાન એવી બાબત હતી કે જેને ઈશ્વરે ઇઝરાયલીઓને પાળવા આજ્ઞા કરી હતી. ઘણીવાર ઈશ્વરે તેઓને તે હંમેશાં પાળવા આજ્ઞા કરી હતી.
  • “ફરમાન” શબ્દનો અનુવાદ સંદર્ભ પ્રમાણે “જાહેર વટહુકમ” અથવા તો “ધારાધોરણ” અથવા તો “નિયમ” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: આજ્ઞા, વટહુકમ, નિયમ, ઠરાવવું, કાયદો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2706, H2708, H4687, H4931, H4941, G1296, G1345, G1378, G1379, G2937, G3862

ફળ, ફળદાયી, નિષ્ક્રિય/નિરર્થક/બિનપરિણામકારક

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

  • મોટેભાગે બાઈબલ વ્યક્તિના કાર્યોને દર્શાવવા “ફળ” નો ઉપયોગ કરે છે. જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવી જ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.
  • વ્યક્તિ સારા અને ખરાબ આત્મિક ફળ ઉત્પન્ન કરી શકે છે, પણ હંમેશા “ફળદાયી” શબ્દનો વધારે સારા ફળ ઉત્પન્ન કરવાનો હકારાત્મક અર્થ હોય છે.
  • રૂપકાત્મક રીતે “ફળદાયી” શબ્દને “સમૃદ્ધિ” અર્થમાં પણ વાપરવામાં આવે છે. મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો હોવા, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.
  • સામાન્ય રીતે “(તે)ના ફળ” અભિવ્યક્તિ, કંઈપણ કે જે તેમાંથી આવે છે અથવા કે જે બીજી કોઈક બાબત દ્વારા ઉત્પાદન થાય છે, તેને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “ડહાપણનું ફળ” સારી બાબતો કે જે જ્ઞાની હોવાથી આવે છે, તેને દર્શાવે છે.
  • “ભૂમિનું ફળ” અભિવ્યક્તિ, સામાન્ય રીતે જે ભૂમિ લોકોને ખાવા માટે જે સર્વ ઉત્પન કરે છે તેને દર્શાવે છે. આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.
  • “આત્માના ફળ” રૂપકાત્મક અભિવ્યક્તિ, ઈશ્વરીય ગુણોને દર્શાવે છે કે જે પવિત્ર આત્મા, તેમની આજ્ઞા પાળનારાઓના જીવનમાં ઉપજાવે છે.
  • “ગર્ભનું ફળ” અભિવ્યક્તિ, “ગર્ભાશય જે પેદા કરે છે,” એટલે કે તે બાળકોને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

  • “ફળ” શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે લક્ષ્ય ભાષામાં વૃક્ષના ખાદ્ય ફળને દર્શાવવા માટે જે સામાન્ય શબ્દ વપરાતો હોય તેનો ઉપયોગ કરવો. જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે ઘણી ભાષાઓમાં કદાચ “ફળો” શબ્દનો ઉપયોગ વધુ કુદરતી છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “ફળદાયી” શબ્દનું ભાષાંતર, “ખૂબ આત્મિક ફળનું ઉત્પાદન કરવું” અથવા “ઘણા બાળકો હોવા” અથવા “સમૃદ્ધ હોવું,” કરી શકાય છે.
  • “ભૂમિનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “જે ખોરાક ભૂમિ ઉપજાવે છે” અથવા “જે તે પ્રદેશમાં ઉગતા ખોરાકના પાક,” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે ઈશ્વરે પ્રાણીઓ અને લોકોને બનાવ્યા ત્યારે તેમણે તેઓને આજ્ઞા આપી “ફળદાયી બનો અને વધો,” કે જે ઘણા સંતાન હોવાનું દર્શાવે છે. તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” તરીકે પણ કરી શકાય છે.
  • “ગર્ભનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “ગર્ભાશય જે પેદા કરે છે” અથવા “બાળકો જેને સ્ત્રીઓ જન્મ આપે છે” અથવા માત્ર “બાળકો,” તરીકે કરી શકાય છે. જયારે એલિસાબેત મરિયમને કહે છે “તારા ગર્ભના ફળને ધન્ય છે,” ત્યારે તેણીનો કહેવાનો અર્થ “તું જે બાળકને જન્મ આપશે તેને ધન્ય છે.” કદાચ લક્ષ્ય ભાષામાં તેની અલગ અલગ અભિવ્યક્તિ પણ હોઈ શકે છે.
  • “ફળનો દ્રાક્ષારસ” અન્ય અભિવ્યક્તિનું ભાષાંતર, “દ્રાક્ષારસનું ફળ” અથવા “દ્રાક્ષો,” તરીકે કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “વધુ ફળદાયી હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “વધુ ફળ પેદા કરશે” અથવા “વધુ બાળકો હશે” અથવા “સમૃદ્ધ હશે” તરીકે પણ કરી શકાય છે.
  • પાઉલ પ્રેરિતની અભિવ્યક્તિ “ફળદાયી શ્રમ”નું ભાષાંતર, “કાર્ય કે જે ખૂબ જ સારું પરિણામ લાવે છે” અથવા “પ્રયાસો કે જેના પરિણામે ઘણા લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા લાગે છે,” તરીકે કરી શકાય છે.
  • “આત્માના ફળ”નું ભાષાંતર, “કામ કે જે પવિત્ર આત્મા ઉપજાવે છે” અથવા “શબ્દો અને કાર્યો કે જે બતાવે છે કે તેનામાં પવિત્ર આત્મા કામ કરી રહ્યા છે” એમ પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: વંશજ, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, દ્રાક્ષારસ, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3, H4, H1061, H1063, H1069, H2173, H2233, H2981, H3206, H3581, H3759, H3899, H3978, H4022, H4395, H5108, H5208, H6500, H6509, H6529, H7019, H8256, H8393, H8570, G1081, G2590, G2592, G2593, G3703, G5052, G5352, G6013

ફુલાઈ ગયેલું, ફુલાઈ જાય છે

વ્યાખ્યા:

“ફુલાઈ ગયેલું” શબ્દ પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે કે જે અભિમાની કે અહંકારી હોવાનો ઉલ્લેખ કરે છે.

(જૂઓ: રૂઢિપ્રયોગ)

  • ફુલાઈ ગયેલી વ્યક્તિમાં બીજાઓ કરતાં ચડિયાતા હોવાની ભાવનાવાળું વલણ હોય છે.
  • પાઉલે શીખવ્યું કે પુષ્કળ માહિતી હોવી અથવા તો ઘાર્મિક અનુભવો હોવા તે ફુલાઈ જવા કે અભિમાની થવા દોરી શકે છે.
  • બીજી ભાષાઓમાં આવો જ કે જુદો રૂઢિપ્રયોગ હોય શકે છે કે જે આ અર્થ વ્યક્ત કરે જેમ કે "મોટું માથું હોવું."
  • તેનો અનુવાદ “ખૂબ જ અભિમાની” અથવા તો “બીજાઓનો તુચ્છકાર કરનાર” અથવા તો “અહંકારી” અથવા તો “બીજાઓ કરતાં પોતાને સારા માનનાર” તરીકે પણ કરી શકાય.

(આ જૂઓ: અહંકારી, અભિમાની)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6075, G54480

બકરી, બકરાં, બકરાની ચામડી, બલિનો બકરો, બકરીનું બચ્ચું

વ્યાખ્યા:

બકરી એ મધ્યમ કદનું, ચાર પગોવાળું પ્રાણી છે કે જે ઘેટાં સમાન હોય છે, અને પ્રાથમિક રીતે તેના દૂધ અને માંસ માટે ઉછેરવામાં આવે છે. બકરીના નાના બચ્ચાને “લવારું” કહેવામાં આવે છે.

  • ઘેટાંની જેમ, બકરાં પણ ખાસ કરીને, પાસ્ખાના સમય પર બલિદાન માટેના અગત્યના પ્રાણીઓ હતા.
  • જોકે બકરાં અને ઘેટાં સરખા હોઈ શકે છે, આ રીતે તેઓ ભિન્ન છે:
  • બકરાંને બરછટ વાળ હોય છે; ઘેટાને ઊન હોય છે.
  • બકરાંની પૂંછડી ઉભી રહે છે; ઘેટાની પૂંછડી નીચે લટકે છે.
  • ખાસ કરીને ઘેટાં તેઓના ટોળા સાથે રહેવાનું પસંદ છે, પણ બકરાં વધુ સ્વતંત્ર અને તેઓના ટોળાથી દૂર ભટકવાનું વલણ દર્શાવતા હોય છે.
  • બાઈબલમાં, મોટેભાગે બકરાં એ ઈઝરાએલમાં દૂધ માટેનો મુખ્ય સ્ત્રોત હતા.
  • બકરાના ચામડાને તંબુને ઢાંકવા માટે અને દ્રાક્ષારસ ભરવા માટે મશકો બનાવવા માટે વાપરવામાં આવતા હતા.
  • જૂના અને નવા કરાર બન્નેમાં, કદાચ જેઓ બકરા કાળજી રાખે છે તેનાથી દૂર જવાના ભટકવાના વલણને કારણે બકરાને અન્યાયી લોકોના પ્રતિક તરીકે વાપરવામાં આવ્યા હતા.
  • ઈઝરાએલીઓ પણ બકરાને પાપના સાંકેતિક વાહક તરીકે વાપરતા. જયારે એક બકરાનું બલિદાન આપવામાં આવતું હતું, ત્યારે યાજક બીજા બકરા પર પોતાના હાથો મૂકતો, તે બકરાને લોકોના પાપોને વહન કરી લઈ લેવાના પ્રતિકરૂપે રણમાં મોકલી દેવામાં આવતો આવતો.

(આ પણ જુઓ: ટોળું, બલિદાન, ઘેટું, ન્યાયી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H689, H1423, H1429, H1601, H3277, H3629, H5795, H5796, H6260, H6629, H6842, H6939, H7716, H8163, H8166, H8495, G122, G2055, G2056, G5131

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

  • બદલો એક સારી અને હકારાત્મક બાબત હોય શકે, કે જે વ્યક્તિએ કશુંક સારું કર્યું છે તે કારણે અથવા તો તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું છે તે કારણે પ્રાપ્ત કરે છે.
  • કેટલીક વાર બદલો નકારાત્મક બાબતોનો ઉલ્લેખ કરી શકે છે કે જે ખરાબ વર્તનના પરિણામે હોય શકે એટલે કે જેમ “દુષ્ટોનો બદલો” વિધાન જણાવે છે તેમ હોય શકે છે. આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “બદલો” શબ્દનો અનુવાદ “ચુકવણી” અથવા તો “પામવા માટે યોગ્ય છે તે બાબત” અથવા તો “સજા” તરીકે કરી શકાય.
  • કોઈને “બદલો” આપવો તેનો અનુવાદ “ચૂકવી આપવું” અથવા તો “સજા કરવી” અથવા તો “જે યોગ્ય છે તે ચૂકવી આપવું” તરીકે થઈ શકે.
  • આ શબ્દનો અનુવાદ પગાર કે મજૂરીનો ઉલ્લેખ ના કરે તેનું ધ્યાન રાખો. “બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: સજા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H319, H866, H868, H1576, H1578, H1580, H4864, H4909, H4991, H5023, H6118, H6468, H6529, H7809, H7810, H7936, H7938, H7939, H7966, H7999, H8011, H8021, G469, G514, G591, G2603, G3405, G3406, G3408

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

  • મોટેભાગે બંદીવાનોને જે દેશે બંદી બનાવ્યા છે, તેમને માટે ત્યાં ફરજીયાત કામ કરવું પડતું હોય છે.

  • દાનિએલ અને નહેમ્યા ઈઝરાએલી બંદીવાનો હતા કે, જેઓએ બાબિલોનના રાજા માટે કામ કર્યું.

  • “બંદી બનાવી લેવા” બીજાને પકડી લેવા માટેની બીજી એક અભિવ્યક્તિ છે.

  • “બંદી બનાવી લઈ જવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તમને બંદીઓ તરીકે રહેવા બળજબરી કરવી” અથવા “તમને અન્ય દૂર દેશમાં કેદીઓ તરીકે લઈ જવા” એમ થઇ શકે છે.

  • રૂપકાત્મક ભાવમાં પાઉલ પ્રેરિત ખ્રિસ્તીઓને કહે છે કે, બધા જ વિચારને “વશમાં કરી લો” અને તેને ખ્રિસ્ત માટે આજ્ઞાકારી બનાવો. તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે ##ભાષાંતરના સૂચનો ##

  • સંદર્ભ પર આધાર રાખીને, “બંદી બનાવી લેવું” શબ્દનું ભાષાંતર, “સ્વતંત્ર રહેવા ન દેવા” અથવા “કેદમાં નાખવું” અથવા “વિદેશમાં રહેવાની ફરજ પાડવી” એમ કરી શકાય છે. “બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

  • “બંદીવાનો” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓને પકડી જવામાં આવ્યા હતા” અથવા “ગુલામ લોકો” તરીકે પણ કરી શકાય છે. સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, પકડી લઇ જવા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1123, H1473, H1540, H1546, H1547, H2925, H6808, H7617, H7622, H7628, H7633, H7686, H7870, G161, G162, G163, G164, G2221

બંદીવાન, દેશનિકાલ

વ્યાખ્યા:

"બંદીવાન" શબ્દનો અર્થ એવા લોકોને થાય છે કે જેઓ તેમના વતનથી દૂર ક્યાંક રહેવાની ફરજ પાડવામાં આવે છે.

  • સામાન્ય રીતે લોકોને સજા અથવા રાજકીય કારણોસર બંદીવાસમાં મોકલવામાં આવે છે.
  • જીતેલા લોકોને તેમના માટે કામ કરવા માટે, વિજયી સૈન્યના દેશમાં બંદીવાસમાં લઈ જવામાં આવી શકે છે.
  • "બાબિલ બંદીવાસ" (અથવા "દેશનિકાલ") એ બાઈબલ ઈતિહાસનો એક સમયગાળો છે જ્યારે યહૂદા પ્રદેશના ઘણા યહૂદી નાગરિકોને તેમના ઘરેથી લઈ જવામાં આવ્યા હતા અને બાબિલમાં રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તે ૭૦ વર્ષ ચાલ્યું.
  • “બંદીવાસો” વાક્ય એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ તેમના વતનથી દૂર, દેશનિકાલમાં જીવે છે.

અનુવાદ સૂચનો:

  • "બંદીવાસ" શબ્દનો અનુવાદ "દૂર મોકલવા" અથવા "બળજબરીપૂર્વક" અથવા "દેશનિકાલ" તરીકે પણ કરી શકાય છે.
  • "બંદીવાસ" શબ્દનો અનુવાદ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરી શકાય છે જેનો અર્થ થાય છે "મોકલવામાં આવેલ સમય" અથવા "દેશનિકાલનો સમય" અથવા "બળજબરીથી ગેરહાજરીનો સમય" અથવા "દેશનિકાલ."
  • "બંદીવાસીઓ" નું ભાષાંતર કરવાની રીતોમાં "બંદીવાસ પામેલા લોકો" અથવા "જે લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા" અથવા "બાબિલમાં દેશનિકાલ કરાયેલા લોકો" નો સમાવેશ થઈ શકે છે.

(આ પણ જુઓ: [બાબિલ], [યહૂદા])

બાઈબલ સંદર્ભો:

  • [૨ રાજાઓ ૨૪:૧૪]
  • [દાનિયેલ ૨:૨૫-૨૬]
  • [હઝકિયેલ ૧:૧-૩]
  • [યશાયા ૨૦:૪]
  • [યર્મિયા ૨૯:૧-૩]

શબ્દ માહિતી:

  • Strong's: H1123, H1473, H1540, H1541, H1546, H1547, H3212, H3318, H5080, H6808, H7617, H7622, ​​H8689, G39270 31

બરફ, બરફ પડ્યો, બરફ પડી રહ્યો છે

તથ્યો:

“બરફ” શબ્દ સફેદ પાણીના ઠરી ગયેલા ટુકડાઓ કે જે એવી જગાઓમાં જ્યાં હવાનું તાપમાન વધુ ઠંડુ હોય ત્યાં વાદળામાંથી પડે છે

  • ઈઝરાયેલમાં બરફ ઊંચા ચઢાણ પર પડે છે, પરંતુ લાંબા સમય સુધી પીગળવા પહેલા હંમેશા મેદાન પર રહેતું નથી. પર્વતોના શિખરો પર બરફ કે જે લાંબો સમય સુધી રહે છે. બાઈબલમાં નોંધવામાં આવેલ જગાનું એક ઉદાહરણ કે જ્યાં બરફ હોય છે તે છે લબાનોન પર્વત.
  • કંઇક જે ઘણું સફેદ હોય છે ઘણીવાર તેના રંગની સરખામણી બરફના રંગ સાથે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુના વસ્ત્રો અને વાળ “બરફ જેવા સફેદ” તરીકે વર્ણવામાં આવ્યા છે.
  • બરફના સાક્ષીઓ શુદ્ધતા અને સ્વચ્છતા પણ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, આપણા “પાપો બરફ જેવા સફેદ થશે” વાક્યનો અર્થ એ છે કે ઈશ્વર સંપૂર્ણપણે પોતાના લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે.
  • ઘણી ભાષાઓમાં બરફને “ઠરી ગયેલો વરસાદ” અથવા “બરફના ટુકડાઓ” અથવા “ઠરી ગયેલા ટુકડાઓ” સંબોધવામાં આવે છે.
  • “બરફનું પાણી” એ પાણી કે જે ઓગાળવામાં આવેલા બરફમાંથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનો અનુવાદ કેવી રીતે કરવો

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ

(આ પણ જુઓ: લબાનોન, શુદ્ધ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7949, H7950, H8517, G5510

બરુ, બરુઓ

તથ્યો:

“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.

  • નાઇલ નદીમાંના બરુઓ કે જ્યાં મૂસાને છુપાવવામાં આવ્યો હતો તેઓને દાભના છોડ પણ કહેવામાં આવતા હતા. તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.
  • પ્રાચીન ઈજીપ્તમાં આ રેસાવાળા છોડનો ઉપયોગ કાગળ, ટોપલીઓ અને હોડીઓ બનાવવા કરવામાં આવતો હતો.
  • બરુના છોડની દાંડી લચીલી અને પવન દ્વારા સરળતાથી વળી જાય તેવી હોય છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: ઈજિપ્ત, મૂસા, નાઇલ નદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H98, H100, H260, H5488, H6169, H7070, G2063, G2563

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

  • સામાન્ય રીતે “અર્પણ” શબ્દ કંઈપણ કે જે ચઢાવવામાં અથવા આપવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે. “બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે
  • ઈશ્વરને માટે ચોક્કસ અર્પણો હતાં કે જે તેમણે તેમના પ્રત્યે સમર્પણ અને આધિનતા દર્શાવવાં માટે ઈઝરાયેલીઓએ આપવાં માટે ફરમાવ્યા હતાં.
  • અલગ અલગ અર્પણોના નામ જેવાં કે, “દહનાર્પણ” અને “શાંત્યર્પણ,” એ કેવાં પ્રકારનું અર્પણ આપવામાં આવી રહ્યું હતું તે સૂચવતું હતું.
  • ઈશ્વરને બલિદાનો આપવા વારંવાર પશુની હત્યા કરવાનો સમાવેશ કરવામાં આવતો હતો.
  • માત્ર ઈસુ ઈશ્વરના સંપૂર્ણ, પાપરહિત દીકરાનું બલિદાન, લોકોને પાપથી સંપૂર્ણપણે શુદ્ધ કરી શકે છે જે પશુનું બલિદાન કદી ન કરી શક્યું હોત.
  • “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” રૂપકાત્મક અભિવ્યક્તિનો અર્થ, “ઈશ્વરની સંપૂર્ણ આધિનતામાં તમારું જીવન જીવો, તેમની સેવા કરવા સઘળું છોડી દો.”

અનુવાદ માટેના સૂચનો

  • “અર્પણ” શબ્દનું અનુવાદ આ પ્રમાણે પણ કરી શકાય “ઈશ્વરને માટે ભેટ” અથવા “કંઈક ઈશ્વરને આપવું” અથવા “કંઈક મુલ્યવાન કે જે ઈશ્વરને પ્રસ્તુત કરવું.”
  • સંદર્ભના આધારે, “બલિદાન” શબ્દનો અનુવાદ આ રીતે પણ કરી શકાય “કંઈક મુલ્યવાન આરાધનામાં આપવું” અથવા “ખાસ પશુને મારી નાંખવામાં આવતું અને ઈશ્વરને પ્રસ્તુત કરવામાં આવતું.”
  • “બલિદાન”ની ક્રિયાનો “કંઈક મુલ્યવાન આપી દેવું” અથવા “પશુને મારીને ઈશ્વરને આપવું” આ પ્રમાણે અનુવાદ કરી શકાય.
  • બીજી રીતે “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” નું અનુવાદ આ પ્રમાણે કરી શકાય “જ્યારે તમે જીવન જીવો છો, ત્યારે જે રીતે પશુને યજ્ઞવેદી પર અર્પણ કરવામાં આવતું તેમ તમારું સંપૂર્ણપણે અર્પણ ઈશ્વરને કરો.”

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણ, જુઠ્ઠા દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યર્પણ, યાજક, પાપાર્થાર્પણ, આરાધના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:14 નૂહ વહાણમાંથી ઉતાર્યો પછી, તેણે યજ્ઞવેદી બંધી અને બલિદાન કર્યું દરેક પ્રકારના કેટલાંક પશુનું કે જેનો ઉપયોગ કરી શકાય બલિદાન તરીકે. ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.
  • 5:6 “ઈસહાકને લે, તારો એકનો એક દીકરો, અને તેને મારી નાંખ બલિદાન તરીકે મારે વાસ્તે." ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.
  • 5:9 ઈશ્વરે ઘેટું પૂરું પાડ્યું બલિદાન માટે ઈસહાકના બદલામાં.
  • 13:9 જે કોઈ ઈશ્વરના નિયમનો અનાદર કરો તે મુલાકાતમંડપ પાસે પશુ લાવતો બલિદાન તરીકે ઈશ્વરને માટે. યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.
  • 17:6 દાઉદ મંદિર બાંધવા ઈચ્છતો હતો કે જ્યાં સર્વ ઈઝરાયેલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેમને બલિદાનો ચઢાવી શકે.
  • 48:6 ઈસુએ મહાન પ્રમુખ યાજક છે. અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.
  • 48:8 પરંતુ ઈશ્વરે ઈસુને આપ્યાં, ઈશ્વરના હલવાન બલિદાન તરીકે આપણી જગાએ મરણ પામવા.
  • 49:11 કારણ કે ઈસુએ બલિદાન કર્યું પોતાનું, ઈશ્વર કોઈ પણ પાપ માફ કરી શકે છે, ભયંકર પાપો પણ.

શબ્દ માહિતી:

  • Strong's: H801, H817, H819, H1685, H1890, H1974, H2076, H2077, H2281, H2282, H2398, H2401, H2402, H2403, H2409, H3632, H4394, H4469, H4503, H4504, H5066, H5068, H5069, H5071, H5257, H5258, H5261, H5262, H5927, H5928, H5930, H6453, H6944, H6999, H7133, H7311, H8002, H8426, H8548, H8573, H8641, G266, G334, G1049, G1435, G1494, G2378, G2380, G3646, G4376, G5485

બહાર કાઢવું, બહાર કાઢી નાખવું, બહાર હાંકી કાઢવું, બહાર ફેંકવું, બહાર નાંખી દેવું,

વ્યાખ્યા:

કોઈકને અથવા કાંઇક “બહાર કાઢવું” અથવા “બહાર હાંકી કાઢવું” નો અર્થ, એમ કે તે વ્યક્તિ અથવા વસ્તુને બળજબરીપૂર્વક દૂર કરી દેવું.

  • “કાઢવું” શબ્દનો સમાન અર્થ, “ફેંકવું” થાય છે. જાળને નાખવી તેનો અર્થ, જાળને પાણીમાં ફેંકવી.
  • રૂપકાત્મક ભાવમાં, “બહાર કાઢવું” અથવા “દૂર કાઢવું” જેનો અર્થ, કોઈને વ્યક્તિને નકારી અને તેને દૂર મોકલી દેવી.

ભાષાંતરના સુચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, તેનું બીજું ભાષાંતર, “બળજબરીપૂર્વક કાઢવું” અથવા “દૂર મોકલવું” અથવા “છૂટકારો મેળવવો” એમ કરી શકાય છે.
  • “ભૂતોને બહાર કાઢવા” નું ભાષાંતર, “ભૂતોને કહેવું કે તેઓ વ્યક્તિને છોડીને જતાં રહે” અથવા “દુષ્ટ આત્માઓને બહાર હાંકી કાઢવા” અથવા “ભૂતોને કાઢી મુકવા” અથવા “ભૂતોને બહાર નીકળવા આદેશ આપવો” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: ભૂત, ભૂત વળગેલો , ઘણા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1272, H1644, H1920, H3423, H7971, H7993, G1544

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

  • નવા કરારમાં, “બહેન” અર્થાલંકારિક રીતે એવી સ્ત્રી કે જે ઈસુ ખ્રિસ્તમાં સાથી વિશ્વાસી છે તેનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • ઘણીવાર “ભાઈઓ અને બહેનો” શબ્દસમૂહ સ્ત્રી અને પુરુષ બંને, ખ્રિસ્તમાં દરેક વિશ્વાસીઓને સંબોધવા માટે વાપરવામાં આવ્યો છે.
  • જુના કરારના ગીતોના ગીત પુસ્તકમાં, “બહેન” સ્ત્રીના પ્રેમી અથવા પત્નીનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો શાબ્દિક શબ્દ સાથે અનુવાદ કરવો કે જેનો ઉપયોગ સ્થાનિક ભાષામાં કુદરતી કે જૈવિક બહેનનો ઉલ્લેખ કરવાં થાય છે તે શ્રેષ્ઠ છે, નહિતર તે ખોટો અર્થ આપશે.
  • તેનું બીજી રીતે અનુવાદ “ખ્રિસ્તમાં બહેન” અથવા “આત્મિક બહેન” અથવા “સ્ત્રી કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા સાથી સ્ત્રી વિશ્વાસી” એમ કરી શકાય.
  • જો શક્ય હોય તો, પારિવારિક શબ્દ વાપરવો શ્રેષ્ઠ છે.
  • જો ભાષા પાસે “વિશ્વાસી” માટે નારીજાતિનો શબ્દ હોય, તો એ શબ્દનું અનુવાદ કરવું તે શક્ય રીતે હોઈ શકે.
  • જ્યારે પ્રેમી કે પત્નીનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તેનો અનુવાદ કરી શકાય નારીજાતિનો શબ્દ વાપરીને “પ્રેમાળ” અથવા “વ્હાલા” એમ કરી શકાય.

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H269, H1323, G27, G79

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી વાર “બળ” શબ્દ “શક્તિ” માટેનો બીજો એક શબ્દ છે. જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.
  • “બળવાન માણસો” શબ્દસમૂહ ઘણીવાર એવા માણસોનો ઉલ્લેખ કરે છે કે જેઓ હિમ્મતવાન અને યુદ્ધમાં વિજયી હોય છે. દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.
  • ઈશ્વરનો ઉલ્લેખ પણ “બળવાન” તરીકે થાય છે.
  • “શક્તિશાળી કાર્યો” શબ્દસમૂહ સામાન્યરીતે ઈશ્વર જે અદભૂત બાબતો કરે છે, અને ખાસ કરીને ચમત્કારો કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે.
  • આ શબ્દ “સર્વશક્તિમાન” શબ્દ સાથે સંબંધિત છે, કે જે ઈશ્વર માટેનું સામાન્ય વર્ણન છે અને તેનો અર્થ થાય છે કે તેઓ પાસે સંપૂર્ણ સામર્થ્ય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “બળવાન” શબ્દનો અનુવાદ “શક્તિમાન” અથવા તો “અદભૂત” અથવા તો “ખૂબ જ બળવાન” તરીકે કરી શકાય.
  • “તેમનું બળ” શબ્દસમૂહનો અનુવાદ “તેમની શક્તિ” અથવા તો “તેમનું સામર્થ્ય” તરીકે કરી શકાય.
  • પ્રેરિતોના કૃત્યો 7માં, મૂસાને એક “વાણી તથા વ્યવહારમાં બળવાન” મનુષ્ય તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, “શક્તિશાળી કાર્યો”નો અનુવાદ “ઈશ્વર કરે છે તે અદભૂત બાબતો” અથવા તો “ચમત્કારો” અથવા તો “ઈશ્વર સામર્થ્ય વડે જે કાર્યો કરે છે તે” તરીકે કરી શકાય.
  • “બળ” શબ્દનો અનુવાદ “સામર્થ્ય” અથવા તો “મહાશક્તિ” તરીકે પણ કરી શકાય.
  • આ શબ્દને અંગ્રેજી શબ્દ કે જેને શક્યતા દર્શાવવા વાપરવામાં આવે છે તેની સાથે ગુંચવશો નહિ.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, શક્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H46, H47, H117, H193, H202, H352, H386, H410, H430, H533, H650, H1219, H1368, H1369, H1370, H1396, H1397, H1401, H1419, H2220, H2389, H2394, H2428, H3201, H3524, H3581, H3966, H4101, H5794, H5797, H5807, H5868, H6099, H6105, H6108, H6184, H6697, H6743, H7227, H7580, H7989, H8623, H8624, H8632, G972, G1411, G1413, G1414, G1415, G1498, G1752, G1754, G2159, G2478, G2479, G2900, G2904, G3168, G3173, G5082

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

  • “બળ” એ કોઈક પ્રકારની વિરુદ્ધ તાકાત સામે ટકવા શક્તિનો પણ ઉલ્લેખ કરી શકે છે.
  • વ્યક્તિ પાસે “ઈચ્છા શક્તિનું બળ છે” જ્યારે પરીક્ષણ આવે ત્યારે જો તે પાપને ટાળવા શક્તિમાન છે તો.
  • ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાને પોતાનું “બળ” કહ્યા કારણ કે ઈશ્વરે તેને બળવાન થવા મદદ કરી હતી માટે.
  • જો ભૌતિક માળખું જેવું કે દીવાલ અથવા ઈમારત “મજબૂત કરવામાં આવે,” તો લોકો માળખાને ફરીથી બંધી રહ્યા છે, વધારે પથ્થરોથી કે ઇંટોથી તેને બળવત્તર આકરી રહ્યા છે જેથી તે હુમલા સામે ટકી શકે.

અનુવાદ માટેના સૂચનો

  • સામાન્ય રીતે, “મજબૂત કરવું” શબ્દનું અનુવાદ “મજબૂત બનાવવું” અથવા “ખુબ શક્તિશાળી બનાવવું” એમ કરી શકાય.
  • આત્મિક સમાજમાં, “તારા ભાઈઓને મજબૂત કર” નું અનુવાદ આમ પણ કરી શકાય “તારા ભાઈઓને ઉત્તેજન આપ” અથવા “મંડ્યા રહેવા તારા ભાઈઓને મદદ કર.”
  • જ્યારે તેનો લાંબી અભિવ્યક્તિઓમાં સમાવેશ થયો હોય ત્યારે તેનું અનુવાદ કેવી રીતે કરી શકાય તે નીચેના ઉદાહરણો આ શબ્દોનો અર્થ બતાવે છે.
  • “કમરબંધની જેમ મારાં પર બળ મુકો” નો અર્થ “કમરબંધ કે જે મારી કમરને ઘેરે છે તેની જેમ મને સંપૂર્ણ રીતે મજબૂત બનાવે છે.”
  • “શાંતિ અને વિશ્વાસ તારું બળ થશે” નો અર્થ “સ્વસ્થતાપૂર્વક વર્તવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો તે તમને આત્મિક રીતે મજબૂત બનાવશે.”
  • “તેમનું બળ નવું કરાશે” નો અર્થ “ફરથી મજબૂત કરાશે.”
  • “મારાં બળ અને મારાં ડહાપણ દ્વારા હું વર્ત્યો” નો અર્થ “મેં આ સઘળું કર્યું કારણ કે હું ખુબ જ બળવાન અને ડાહ્યો છું.”
  • “દીવાલને મજબૂત કરવી” નો અર્થ “દીવાલને બળવત્તર કરવી” અથવા “દીવાલને ફરીથી બાંધવી.”
  • “હું તને મજબૂત કરીશ” નો અર્થ “મજબૂત થવા માટે હું તને મદદ કરીશ.”
  • “યહોવામાં જ માત્ર તારણ અને બળ છે” નો અર્થ “યહોવા જ એકમાત્ર છે જે આપણને બચાવે છે અને મજબૂત કરે છે.”
  • “તારા બળનો ખડક” નો અર્થ “વિશ્વાસુ કે જે તને મજબૂત બનાવે છે.”
  • “તેના જમણા હાથના બચાવવાના બળ વડે” નો અર્થ “તે મજબૂત રીતે તને મુશ્કેલીમાંથી બચાવે છે જેમ કોઈક સુરક્ષિત રીતે તેના મજબૂત હાથ વડે પકડી રાખે.”
  • “નું થોડું બળ” નો અર્થ “બહુ મજબૂત નહિ” અથવા “નબળો.”
  • “મારાં સઘળાં બળ વડે” નો અર્થ “મારાં શ્રેષ્ઠ પ્રયત્નોનો ઉપયોગ કરીને” અથવા મજબૂત રીતે અને સંપૂર્ણપણે.”

(આ પણ જુઓ: વિશ્વાસુ, મંડ્યા રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H193, H202, H353, H360, H386, H410, H553, H556, H905, H1082, H1369, H1396, H1679, H2220, H2388, H2391, H2392, H2393, H2428, H2633, H3027, H3028, H3559, H3581, H3811, H3955, H4206, H4581, H5326, H5331, H5332, H5582, H5797, H5807, H5810, H5934, H5975, H6106, H6109, H6697, H6965, H7292, H7293, H7296, H7307, H8003, H8443, H8510, H8632, H8633, G461, G772, G950, G1411, G1412, G1743, G1765, G1840, G1849, G1991, G2479, G2480, G2901, G2904, G3619, G3756, G4599, G4732, G4733, G4741

બળવો કરવો, બળવો, બળવાખોર, બળવાખોરી

વ્યાખ્યા:

“બળવો કરવો” શબ્દનો અર્થ, કોઈ વ્યક્તિના અધિકારને આધીન થવાનો ઇનકાર કરવો, થાય છે. “બળવાખોર” વ્યક્તિ ઘણી વાર આજ્ઞાપાલન કરતી નથી અને દુષ્ટ બાબતો કરે છે. આ પ્રકારના વ્યક્તિને “વિદ્રોહી” કહેવામાં આવે છે.

  • જ્યારે વ્યક્તિ પોતાની ઉપરના અધિકારીઓએ તેને જે કરવાની મનાઈ ફરમાવી હોય તે કરે ત્યારે તે વ્યક્તિ બળવો કરી રહી છે.
  • એક વ્યક્તિ અધિકારીઓએ તેને આજ્ઞા કરેલ બાબત કરવાનો ઇનકાર કરીને પણ બળવો/વિદ્રોહ કરી શકે છે.
  • કેટલીક વાર લોકો તેમની સરકાર કે તેમના પર શાસન કરતા આગેવાન વિરુદ્ધ બળવો કરે છે.
  • સંદર્ભ અનુસાર, “બળવો કરવો” શબ્દનો અનુવાદ “આજ્ઞા ન પાળવી” અથવા તો “વિદ્રોહ કરવો” પણ કરી શકાય.
  • “બળવાખોર” નો અનુવાદ “સતત અનાજ્ઞાંકિત” અથવા તો “આજ્ઞા પાળવા નો ઇનકાર કરતું” કરી શકાય.
  • “બળવો” શબ્દનો અર્થ “આજ્ઞા માનવાનો ઇનકાર” અથવા તો “અનાજ્ઞાંકિતતા” અથવા તો “નિયમભંગ” થાય છે.
  • “બળવો” અથવા "વિદ્રોહ" શબ્દ લોકોના સંયોજિત જૂથનો ઉલ્લેખ પણ કરી શકે છે કે જેઓ કાયદાઓ તોડવા દ્વારા અને આગેવાનો તથા બીજા લોકો પર હુમલો કરવા દ્વારા જાહેર રીતે શાસન કરતા અધિકારીઓ વિરુદ્ધ બળવો કરે છે. મોટાભાગે તેઓ બળવો કરવામાં બીજા લોકો જોડાય તેવો પ્રયાસ કરે છે.

(આ પણ જૂઓ: અધિકાર, રાજ્યપાલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 14:14 ચાલીસ વર્ષો સુધી ઈઝરાયલીઓ અરણ્યમાં ભટક્યા બાદ, જે બધાએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો હતો તેઓ મરણ પામ્યા.

  • 18:7 ઈઝરાયલ દેશના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બળવો કર્યો.

  • 18:9 યરોબામે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને લોકોને પાપ કરવા દોર્યા.

  • 18:13 યહૂદાના મોટા ભાગના લોકોએ પણ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને અન્ય દેવોની પૂજા કરી.

  • 20:7 પણ થોડા વર્ષો બાદ, યહૂદાના રાજાએ બાબિલ વિરુદ્ધ બળવો કર્યો.

  • 45:3 પછી તેણે (સ્તેફને) કહ્યું, “તમે હઠીલા અને બળવાખોર લોકો, જેમ તમારા પૂર્વજોએ ઈશ્વરને હંમેશાં નકાર્યા અને તેમના પ્રબોધકોની હત્યા કરી તેમ, હંમેશાં પવિત્ર આત્માનો નકાર કરો છો.

શબ્દ માહિતી:

  • Strong's: H4775, H4776, H4777, H4779, H4780, H4784, H4805, H5327, H5627, H5637, H6586, H6588, H7846, G3893, G4955

બારસાખ

વ્યાખ્યા:

“બારસાખ” એ બારણાની બેમાંથી એક બાજુ પર આવેલો ઊભી પાંખ (મોભ) છે, કે જે બારણાના સૌથી ઉપરના ભાગને આધાર આપે છે.

  • દેવે ઈઝરાએલીઓને મિસરમાંથી નાશી જવા મદદ કરી તે પહેલા તેણે (દેવે) સૂચના આપી કે તેઓ ઘેટાને મારીને તેનું રક્ત બારસાખો પર લગાવે.

  • જૂના કરારમાં, દાસ કે જે પૂરી જિંદગી તેના શેઠની સેવા કરવા ઈચ્છતો હોય તો, તેણે તેનો કાન તેના શેઠના ઘરની બારસાખ ઉપર મૂકી, બારસાખમાં તેનો કાન આરથી (ખીલીથી) વીંધવામાં આવતો.

  • આ શબ્દનું ભાષાંતર, “બારણાની બંને બાજુના ચોખઠાની પાંખ” અથવા “લાકડાંની બારસાખની બાજુઓ” અથવા “દ્વારની બાજુઓ પરના લાકડાંના મોભ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મિસર, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H352, H4201

બાવળ

##વ્યાખ્યા:##

"બાવળ" શબ્દ એ પુરાતન કનાનમાં આવેલા એક છોડ અથવા વૃક્ષનું નામ છે જે એ વિસ્તારમાં બહુ ઉગે છે.

  • બાવળમાંથી એક બદામી રંગનું ખુબ જ મજબુત અને ટકાઉ લાકડું પેદા થાય છે, જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે
  • આ લાકડામાં ન સડવાના ગુણ રહેલા છે, કારણકે એ ખુબજ ઘટ્ટ અને તે પોતામાંથી પાણીને દુર રાખે છે. તેમાં કુદરતી સાચવણીનો ગુણધર્મ રહેલો છે જે જંતુનો નાશ કરે છે. બાઈબલ ની અંદર, કરારકોશ અને મુલાકાત મંડપ બનાવવા માટે બાવળના લાકડાનો ઉપયોગ કર્યો હતો.

(જુઓ: અજ્ઞાતોનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓં: કરારકોશ, મુલાકાત મંડપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7848

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

  • "બીજ" શબ્દ રૂપકાત્મક અને સૌમ્યોક્તિથી ઉપયોગમાં લેવાય છે જે એક માણસની અંદર રહેલાં નાના કોશિકાઓ એક સ્ત્રીના કોશિકાઓ સાથે જોડાય છે જેના કારણે તેનામાં બાળકની વૃદ્ધિ થાય છે તેનો ઉલ્લેખ કરે છે. તેના સંકલનને વીર્ય કહેવાય છે.
  • તેના અનુસંધાનમાં, “બીજ” વ્યક્તિના સંતાન અથવા વંશજનો ઉલ્લેખ કરવાં ઉપયોગમાં લેવાય છે.
  • આ શબ્દમાં ઘણીવાર બહુવચનનો અર્થ થાય છે, એક કરતાં વધુ બીજનું અનાજ અથવા એક કરતાં વધુ વંશજ.
  • ખેડૂતના બીજ વાવવાના દ્રષ્ટાંતમાં, ઈસુએ તેમના બીજની સરખામણી ઈશ્વરના વચન સાથે કરી હતી, જે સારા આધ્યાત્મિક ફળ ઉત્પન્ન કરવા માટે લોકોના હૃદયમાં વાવવામાં આવે છે.
  • પ્રેરિત પાઉલે પણ “બીજ” શબ્દનો ઉપયોગ ઈશ્વરના વચનનો ઉલ્લેખ કરવાં માટે કર્યો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • શાબ્દિક બીજ માટે, ખેડૂત પોતાના ખેતરમાં જે વાવે છે તે માટે પ્રાદેશિક ભાષામાં જે શબ્દ વપરાય છે તેનો શાબ્દિક ઉપયોગ “બીજ” માટે કરવો.
  • શાબ્દિક શબ્દ જ્યાં રૂપકાત્મક રીતે ઈશ્વરના વચનો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં પણ તેનો ઉપયોગ થવો જોઈએ.
  • રૂપકાત્મક ઉપયોગ એક સમાન કુટુંબ રેખાના લોકોનો ઉલ્લેખ કરવા માટે, બીજને બદલે “વંશજ” અથવા “વંશજો” શબ્દનો ઉપયોગ કરવો ભૂ સ્પષ્ટ રહેશે. કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.
  • માણસ કે સ્ત્રીના “બીજ” માટે એ ધ્યાનમાં લો કે પ્રાદેશિક ભાષા તેને કેવી રીતે વર્ણવે કે જેથી તે લોકોને નારાજ ન કરે કે મુંઝવણમાં ન મુકે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વંશજ, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2232, H2233, H2234, H3610, H6507, G4615, G4687, G4690, G4701, G4703

બીબું, બીબાં, ઢાળ્યું, ઢાળવું, ઢાળનાર

વ્યાખ્યા:

બીબું એ લાકડાનું, ધાતુનું કે માટીનું અંદરથી પોલું એવું સાધન છે કે જેનો ઉપયોગ સોનાની, ચાંદીની કે બીજી સામગ્રીની વસ્તુઓ ઢાળવા કરવામાં આવે છે, એવી સામગ્રી કે જેને નરમ બનાવી શકાય અને પછી બીબાંમાં ઢાળી શકાય.

  • બીબાંઓનો ઉપયોગ ઘરેણાં, થાળીઓ અને જમવા માટેના બીજા વાસણો વગેરે બનાવવા કરવામાં આવતો હતો.
  • બાઇબલમાં, બીબાંનો ઉલ્લેખ મુખ્યત્વે મૂર્તિઓ તરીકે વાપરવાના પૂતળા ઢાળવાના સંબંધમાં કરવામાં આવ્યો છે.
  • ધાતુઓને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવી પડે છે કે જેથી તેઓને બીબાંમાં રેડી શકાય.
  • વસ્તુને ઢાળવાનો અર્થ બીબાંના ઉપયોગ દ્વારા કે હાથથી વસ્તુને ખાસ આકાર કે સમાનતામાં બનાવવી એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “બનાવવું” અથવા તો “આકાર આપવો” અથવા તો “રચવું” તરીકે પણ કરી શકાય.
  • “ઢાળ્યું” શબ્દનો અનુવાદ “આકાર આપ્યો” અથવા તો “બનાવ્યું” તરીકે કરી શકાય.
  • ઢાળેલી વસ્તુનો અનુવાદ એક શબ્દ કે શબ્દસમૂહ દ્વારા થઈ શકે કે જેનો અર્થ “આકાર આપેલું વાસણ” અથવા તો “ઘાટ આપેલ થાળી” થાય છે.

(આ પણ જૂઓ: જૂઠા દેવો, સોનું, જૂઠા દેવો, ચાંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4541, H4165, G4110, G4111

બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ

વ્યાખ્યા:

બોજો એ ભારે વજનને દર્શાવે છે. તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે. “ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.

  • ભાર કોઈ મુશ્કેલ ફરજ, અથવા મહત્વની જવાબદારી કે જે વ્યક્તિ એ કરવાની હોય, તેને દર્શાવી શકે છે. તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.
  • ક્રૂર નેતા જે લોકો પર શાસન ચલાવતો હોય તેઓ પર ભારે બોજો મૂકી શકે છે, ઉદાહરણ તરીકે, બળજબરી દ્વારા તે તેઓ પાસે વધુ કરોની ચુકવણી કરાવી શકે છે.
  • વ્યક્તિ કે જે કોઈને માટે બોજ બનવા માંગતો નથી, તે બીજી વ્યક્તિને કોઇપણ તકલીફ આપવા માંગતો નથી. વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે. “પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.
  • “ભાર” શબ્દનું ભાષાંતર, “જવાબદારી” અથવા “ફરજ” અથવા “ભારે બોજો” અથવા “સંદેશ,” જે તે સંદર્ભ પ્રમાણે કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H92, H3053, H4614, H4853, H4858, H4864, H4942, H5445, H5447, H5448, H5449, H5450, H6006, G4, G916, G922, G1117, G2347, G2599, G2655, G5413

ભવિષ્યકથન, ભવિષ્ય ભાખનાર, ભવિષ્ય ભાખવું, ભવિષ્ય કહેનાર

વ્યાખ્યા:

“ભવિષ્યકથન” અને “ભવિષ્ય કહેનાર” શબ્દો, અલૌકિક વિશ્વમાંથી આત્માઓ દ્વારા માહિતી મેળવવા પ્રયાસ કરવાની પ્રથાને દર્શાવે છે. જે આ કરે છે તેને ક્યારેક “ભવિષ્ય ભાખનાર” અથવા “ભવિષ્ય કહેનાર” વ્યક્તિ કહેવાય છે.

  • જૂના કરારના સમયમાં, ઈઝરાએલીઓને દેવે ભવિષ્યકથન અથવા ભવિષ્ય ભાખવાની બાબત પર મનાઈની આજ્ઞા ફરમાવી હતી.
  • દેવે તેના લોકોને ઉરીમ અને તુમ્મીમ કે જે પત્થરો હતા, તેનો ઉપયોગ કરી તેનાથી માહિતી લેવા પરવાનગી આપી હતી, દેવે તે હેતુ માટે મુખ્ય યાજકોને તે કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા. પણ તેણે તેના લોકોને દુષ્ટ આત્માઓની મદદથી માહિતી લેવાની પરવાનગી આપી ન હતી.
  • વિદેશી (મૂર્તિપૂજક) ભવિષ્ય ભાખનારાઓએ આત્મા જગતમાંથી માહિતી શોધી કાઢવા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. ક્યારેક તેઓ મૃત પ્રાણીના અંદરના ભાગો અથવા જમીન પર નાંખી દીધેલા પ્રાણીના હાડકાંની રચના જોવા માટે પરીક્ષણ કરતા જેથી તેઓ તેઓના જૂઠા દેવોથી સંદેશાઓના અર્થઘટન કરી શકે.
  • નવા કરારમાં, ઈસુ અને પ્રેરિતોએ પણ ભવિષ્યકથન, મેલીવિદ્યા, જાદુવિદ્યા, અને જાદુ ને ફગાવી દીધા હતા. આ સઘળી પ્રથાઓમાં દુષ્ટ આત્માઓની શક્તિનો ઉપયોગનો સમાવેશ થાય છે અને તેઓ દેવ દ્વારા તિરસ્કાર પામેલ છે.

(આ પણ જુઓ: પ્રેરિત, જુઠો દેવ, જાદુ, મેલીવિદ્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1870, H4738, H5172, H6049, H7080, H7081, G4436

ભાલા, ભાલાવાળા માણસો

વ્યાખ્યા:

ભાલા એ લાંબુ લાકડાનું હાથો અને એક છેડે તીક્ષ્ણ ધાતુની ધાર ધરાવતું હથિયાર છે જે લાંબા અંતરે ફેંકવામાં આવે છે.

  • બાઈબલના સમયમાં ભાલાનો સામાન્ય રીતે યુદ્ધ માટે ઉપયોગ થતો હતો. તેઓ કેટલીકવાર હજુ પણ અમુક લોકોના જૂથો વચ્ચેના વર્તમાન સંઘર્ષમાં ઉપયોગમાં લેવાય છે.
  • જ્યારે ઈસુ વધસ્તંભ પર લટકતો હતો ત્યારે તેની બાજુને વીંધવા માટે રોમન સૈનિક દ્વારા ભાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • કેટલીકવાર લોકો માછલી પકડવા અથવા અન્ય શિકાર ખાવા માટે ભાલા ફેંકે છે.
  • સમાન શસ્ત્રો "ભાલો" અથવા "હથીયાર" છે.
  • ખાતરી કરો કે "ભાલા" નું ભાષાંતર "તલવાર" ના અનુવાદ કરતા અલગ છે, જે એક હથિયાર છે જેનો ઉપયોગ ઘા મારવા અથવા છરા મારવા માટે થાય છે, ફેંકવા માટે નહીં. ઉપરાંત, તલવારમાં હાથા સાથે લાંબી ધાર હોય છે, જ્યારે ભાલામાં લાંબા દાંડાના છેડે નાની ધાર હોય છે.

આ પણ જુઓ: [શિકાર], [રોમ], [તલવાર], [યોદ્ધા])

બાઈબલ સંદર્ભો:

  • [૧ શમુએલ ૧૩:૧૯-૨૧]
  • [૨ શમુએલ ૨૧:૧૯]
  • [નહેમ્યા ૪:૧૨-૧૪]
  • [ગીતશાસ્ત્ર ૩૫:૩]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H1265, H2595, H3591, H6767, H7013, H7420, G30570

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

  • ઈશ્વરે ઇઝરાયલીઓને ભૂંડનું માંસ ન ખાવા અને તેને અશુદ્ધ ગણવા જણાવ્યું. યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.
  • ભૂંડોને તેમના માંસ માટે લોકોને વેચવા ખેતરોમાં પાળવામાં આવે છે.
  • એક એવા પ્રકારનું ભૂંડ હોય છે કે જેને ખેતરમાં પાળવામાં આવતું નથી પણ તે જંગલમાં રહે છે કે જેને “જંગલી સૂવર” કહેવામા આવે છે. જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.
  • કેટલીક વાર મોટા ભૂંડોનો ઉલ્લેખ “ડુક્કરો” તરીકે કરવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2386, G5519

ભૂસું

વ્યાખ્યા:

ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે. ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.

  • મોટેભાગે, અનાજના કણસલાંને હવામાં ઉછાળીને ભૂસાથી અલગ કરવામાં આવે છે. હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે. આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.
  • બાઈબલમાં આ શબ્દ રૂપકાત્મક રીતે દુષ્ટ લોકો અને, નકામી વસ્તુઓ માટે પણ વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: અનાજ, ઘઉં, ઊપણવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2842, H4671, H5784, H8401, G892

ભ્રષ્ટ સાક્ષી, ખોટો અહેવાલ, ખોટી સાક્ષી, જૂઠી સાક્ષી, ખોટી સાક્ષીઓ

વ્યાખ્યા:

“ખોટી સાક્ષી” અને “ભ્રષ્ટ સાક્ષી” શબ્દો એવી વ્યક્તિને દર્શાવે છે કે જે વ્યક્તિ અથવા ઘટના વિશે જૂઠી બાબતોને સામાન્ય રીતે ઔપચારિક દ્રશ્યમાં જેવી કે ન્યાયાલય કહે છે.

  • “ખોટી સાક્ષી” અથવા “ખોટો અહેવાલ” તે વાસ્તવિક અસત્ય છે કે જે કહેવામાં આવે છે.
  • “ખોટી સાક્ષી આપવી” તેનો અર્થ, કશાક વિશે અસત્ય કહેવું અથવા ખોટો અહેવાલ આપવો.
  • બાઈબલ ઘણા દાખલાઓ આપે છે કે બીજા વિશે અસત્ય કહેવા ખોટા સાક્ષીઓ ભાડે રાખવામાં આવતા હતા કે જેથી કોઈ વ્યક્તિને સજા થાય અથવા મારી નાખવામાં આવે.

ભાષાંતરના સૂચનો:

  • “ખોટી સાક્ષી આપવી” અથવા “ખોટી સાક્ષી આપવી” શબ્દનું ભાષાંતર, “ખોટી રીતે સાક્ષી આપવી” અથવા “કોઈકના વિશે ખોટો અહેવાલ આપવો” અથવા “કોઈની વિરુદ્ધમાં ખોટી રીતે બોલવું” અથવા “અસત્ય,” તરીકે કરી શકાય છે.
  • જયારે “ખોટી સાક્ષી” વ્યક્તિ માટે દર્શાવવામાં આવે છે, ત્યારે તેનું ભાષાંતર “વ્યક્તિ કે જે અસત્ય બોલે છે” અથવા “જે ખોટી રીતે સાક્ષી આપે છે” અથવા “કોઈક કે જે બાબતો કહે છે તે સાચી નથી” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સાક્ષી, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H5707, H6030, H7650, H8267, G1965, G3144, G5571, G5575, G5576, G5577

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

  • ભ્રષ્ટ વ્યક્તિ એ છે કે જે અપવિત્ર અને ઈશ્વરનું અપમાન કરતી રીતે કાર્ય કરે છે.
  • “ભ્રષ્ટ કરવું” ક્રિયાપદનો અનુવાદ “કોઈ બાબત સાથે તે અપવિત્ર હોય તે રીતે વ્યવહાર કરવો” અથવા તો “કોઈ બાબત પ્રત્યે અનાદર દેખાડવો” અથવા તો “અપમાન” તરીકે કરી શકાય.
  • ઈશ્વરે ઇઝરાયલી લોકોને કહ્યું કે તેઓએ પોતાને મૂર્તિઓ દ્વારા “ભ્રષ્ટ” કર્યા હતા, જેનો અર્થ એ થતો હતો કે તે પાપ દ્વારા લોકો પોતાને “અશુદ્ધ” કે “અપમાનિત” કરતા હતા. તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.
  • સંદર્ભ અનુસાર, “ભ્રષ્ટ” વિશેષણનો અનુવાદ “અપમાનકારક” અથવા તો “ઈશ્વરરહિત” અથવા તો “અપવિત્ર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2455, H2490, H2491, H2610, H2613, H5234, H8610, G952, G953

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટાચાર, વિશુદ્ધિ (ભ્રષ્ટ ન થાય તેવું), નીતિભ્રષ્ટ

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

  • “ભ્રષ્ટ” શબ્દનો શબ્દશઃ અર્થ, નૈતિક રીતે “વાકું હોવું” અથવા “ભાગેલું” થાય છે.
  • વ્યક્તિ કે જે ભ્રષ્ટ છે તે સત્યથી દૂર ગયેલો છે અને તે અપ્રમાણિક અથવા અનૈતિક વસ્તુઓ કરતો હોય છે.
  • કોઈને ભ્રષ્ટ કરવું તેનો અર્થ કે, તે વ્યક્તિને અપ્રમાણિક અને અનૈતિક વસ્તુઓ કરવા પ્રભાવિત કરવું.

ભાષાંતરના સૂચનો:

  • “ભ્રષ્ટ” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા કરવા પ્રભાવિત કરવું” અથવા “અનૈતિક બનાવવા પ્રેરવું” કરી શકાય.
  • ભ્રષ્ટ વ્યક્તિનું વર્ણન એવી વ્યક્તિ તરીકે કરી શકાય કે “જે અનૈતિક બનેલી છે” અથવા “જે દુષ્ટ વ્યવહારો કરે છે.”
  • આ શબ્દનું ભાષાંતર, “ખરાબ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” પણ કરી શકાય છે.
  • “ભ્રષ્ટાચાર” શબ્દનું ભાષાંતર, “દુષ્ટનો વ્યવહાર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિકતા” કરી શકાય છે.

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1097, H1605, H2254, H2610, H4167, H4743, H4889, H4893, H7843, H7844, H7845, G853, G861, G862, G1311, G1312, G2585, G2704, G4550, G4595, G5349, G5351, G5356

મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો

વ્યાખ્યા:

"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.

  • સામાન્ય રીતે, મજૂરી એટલે કોઈપણ કાર્ય જેમાં શક્તિનો ઉપયોગ થાય. તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.
  • મજૂર એવિ એક વ્યક્તિ કે જે કોઈપણ પ્રકારની મજૂરી કરે છે.
  • અંગ્રેજીમાં, "મજૂરી" શબ્દ જન્મ આપવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પણ વપરાય છે. બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.
  • "મજૂરી" ને અનુવાદ કરવાની રીતોમાં "કામ" અથવા "ભારે શ્રમ" અથવા "મુશ્કેલ કામ" અથવા "ભારે પરિશ્રમ" નો સંવેશ કરી શકાય.

(આ પણ જુઓ: ભારે, પ્રસૂતિની પીડા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H213, H3018, H3021, H3022, H3023, H3205, H5447, H4522, H4639, H5445, H5647, H5656, H5998, H5999, H6001, H6089, H6468, H6635, G75, G2038, G2040, G2041, G2872, G2873, G4704, G4866, G4904, G5389

મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા

વ્યાખ્યા:

એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે. તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.

  • ગલાતીઓના લખેલા તેના પત્રમાં, પ્રેરિત પાઉલે તેના સાથી વિશ્વાસીઓ વધુને વધુ ખ્રિસ્ત જેવા બને તે માટે મદદરૂપ બનવા તેના તીવ્ર પ્રયત્નનું વર્ણન કરવા રૂપકાત્મક રીતે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
  • અંતિમ દિવસોમાં કેવી આપત્તિઓ વધુને વધુ અને વધુ તીવ્ર થશે એ વર્ણવવા માટે પણ બાઈબલમાં પ્રસૂતિની પીડાની સમરૂપતા વપરાઈ છે.

(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2342, H2470, H3018, H3205, H5999, H6045, H6887, H8513, G3449, G4944, G5088, G5604, G5605

મધ, મધપૂડો

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

  • મધ પ્રકાર પર આધારિત હોઈ તે પીળું અથવા કથ્થાઇ રંગનુ હોઈ શકે છે.
  • મધ જંગલમાં મળી શકે છે, જેવું કે વૃક્ષના પોલાણમાં, અથવા જયારે મધમાખી માળો બનાવે છે. મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઇબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.
  • ત્રણ લોકો કે જેનો બાઈબલમાં વિશેષ રીતે જંગલી મધ ખાવાની (અથવા ન ખાવાની) બાબતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, યોનાથાન, સામસૂન, અને યોહાન બાપ્તિસ્ત હતા.
  • મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે કંઈક કે જે મીઠું અને ખૂબજ આનંદદાયક છે, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે,ઈશ્વરના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક
  • અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તીઓ, સામસૂન)

  • મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે કંઈક કે જે મીઠું અને ખૂબજ આનંદદાયક છે, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1706, H3293, H3295, H5317, H6688, G31920

મધ્યસ્થ

વ્યાખ્યા:

મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે. તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.

  • લોકોએ પાપ કર્યું છે તે કારણે, તેઓ ઈશ્વરના શત્રુઓ છે અને તેમના ક્રોધ તથા શિક્ષાને લાયક છે. પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.
  • ઈશ્વરપિતા અને તેમના લોકો વચ્ચે ઈસુ મધ્યસ્થ છે એટલે કે પાપનો બદલો ભરવા પોતાના મૃત્યુ દ્વારા તેઓ તૂટેલા સંબંધને પુન:સ્થાપિત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ “વચ્ચે પડનાર વ્યક્તિ” અથવા તો “સમાધાન કરાવનાર વ્યક્તિ” અથવા તો “શાંતિ કરાવનાર વ્યક્તિ” એ રીતે કરી શકાય.
  • “યાજક” શબ્દનો અનુવાદ જે રીતે કરવામાં આવ્યો છે તેની સાથે આ શબ્દને સરખાવો. જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: યાજક, સમાધાન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3887, G3312, G3316

મન, સમજું/સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ પત્ર/યાદ કરાવવું, સમાન વિચારધારા ધરાવતા

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

  • દરેક વ્યક્તિનું મન તેના તમામ વિચારો અને તર્કશક્તિનો સરવાળો છે.
  • “ખ્રિસ્તનું મન રાખવું”નો અર્થ ઈસુ ખ્રિસ્ત જે રીતે વિચારશે અને વર્તશે તે રીતે વિચારવું અને વર્તવું, થાય છે. તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.
  • “તેનું મન બદલવું”નો અર્થ થાય છે કે કોઈકે એક ભિન્ન નિર્ણય કર્યો અથવા તો અગાઉના કરતા ભિન્ન મત દાખવ્યો.

અનુવાદ માટેના સૂચનો:

  • “મન” શબ્દનો અનુવાદ “વિચારો” અથવા તો “તર્ક કરવો” અથવા તો “વિચારવું” અથવા તો “સમજવું” તરીકે પણ કરી શકાય.
  • “મનમાં રાખો” અભિવ્યક્તિનો અનુવાદ “યાદ રાખો” અથવા તો “આ બાબત પર ધ્યાન આપો” અથવા તો “આ જાણવાની ખાતરી રાખો” તરીકે કરી શકાય.
  • “હૃદય, પ્રાણ અને અને મન” અભિવ્યક્તિનો અનુવાદ “તમે જે અનુભવો છો, તમે જે માનો છો અને તમે તે વિષે શું વિચારો છો” તરીકે પણ કરી શકાય.
  • “મનમાં લાવવું”નો અનુવાદ “યાદ કરવું” અથવા તો “તે વિષે વિચારો” તરીકે કરી શકાય.
  • “મન બદલ્યું અને ગયો” અભિવ્યક્તિનો અનુવાદ “અલગ નિર્ણય કર્યો અને ગયો” અથવા તો “છેવટે જવાનો નિર્ણય કર્યો” અથવા તો “તેનો મત બદલ્યો અને ગયો” તરીકે પણ કરી શકાય.
  • “બે મનવાળો” અભિવ્યક્તિનો અનુવાદ “શંકા કરનાર” અથવા તો “નિર્ણય કરવા અશક્તિમાન” અથવા તો “વિરોધાભાસી વિચારો વાળો” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: માનવું, હૃદય, પ્રાણ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3629, H3820, H3824, H5162, H7725, G1271, G1374, G3328, G3525, G3540, G3563, G4993, G5590

મનન કરવું, મનન કરે છે, મનન

વ્યાખ્યા:

“મનન” શબ્દનો અર્થ કોઈક બાબત પર કાળજીપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચાર કરવામાં સમય ગાળવો એવો થાય છે.

  • આ શબ્દનો ઉપયોગ બાઇબલમાં ઘણી વાર ઈશ્વર અને તેમના શિક્ષણ વિષે વિચારવાનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો છે.
  • ગીતશાસ્ત્ર 1 જણાવે છે કે જે વ્યક્તિ “દિવસરાત” ઈશ્વરના નિયમ પર મનન કરે છે તે પુષ્કળ આશીર્વાદિત થશે.

અનુવાદ માટેના સૂચનો:

  • “મનન કરવું”નો અનુવાદ “કાળજીપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું” અથવા તો “વિચારપૂર્વક ચકાસવું” અથવા તો “વારંવાર વિચારવું” એ રીતે કરી શકાય.
  • તેનું સંજ્ઞારૂપ “મનન” છે અને તેનો અનુવાદ “ઊંડા વિચારો” એવો થઈ શકે. “મારા હૃદયનું મનન” એ શબ્દસમૂહનો અનુવાદ “જે વિષે હું ઊંડાણપૂર્વક વિચારું છું” અથવા તો “જે વિષે હું વારંવાર વિચારું છું” તે રીતે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1897, H1900, H1901, H1902, H7742, H7878, H7879, H7881, G3191, G4304

મરકી, મરકીઓ

વ્યાખ્યા:

મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે. ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.

  • ઘણી મરકીઓ પાછળ કુદરતી કારણો હોય છે પણ કેટલીક મરકીઓ લોકોને તેઓના પાપને કારણે સજા કરવા ઈશ્વર તરફથી મોકલવામાં આવી હતી.
  • મૂસાના સમયમાં, ફારૂન ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી જવા દે તે માટે તેના પર દબાણ લાવવા ઈશ્વરે ઈજિપ્ત વિરુદ્ધ દસ મરકીઓ મોકલી હતી. આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.
  • આનો અનુવાદ સંદર્ભ અનુસાર “વ્યાપક આપત્તિઓ” અથવા તો “વ્યાપક રોગો” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: કરા, ઇઝરાયલ, મૂસા, ફારૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1698, H4046, H4194, H4347, H5061, H5062, H5063, G3061, G3148, G4127

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

  • નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો.
  • મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે.
  • આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, બિન-યહૂદી, સુવાર્તા, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1219, H7328, G3466

મહિનો, મહિનાઓ, મહિને

વ્યાખ્યા:

“ મહિનો” એ શબ્દ, ચાર અઠવાડિયાના સમયગાળાને દર્શાવે છે. દરેક મહિનામાં કેટલા દિવસોની સંખ્યા હોય છે, તેનો આધાર સૂર્ય અથવા ચંદ્રના પંચાંગ પર હોઈ, તેઓ અલગ અલગ હોય શકે છે.

  • ચંદ્રના પંચાગમાં, મહિનાની લંબાઈ ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લે છે તેના તેનો પર આધાર હોય છે, જેમકે તેનો સમય લગભગ 29 દિવસનો હોય છે. આ વ્યવસ્થામાં એક વર્ષમાં 12 અથવા 13 મહિના હોય છે. આ પંચાંગમાં વર્ષના 12 અથવા 13 મહિના હોય છે, જેમાં પ્રથમ મહિનાને હંમેશા એક જ નામથી બોલાવાય છે, તેમ છતાં તેમાં અલગ અલગ ઋતુ હોય શકે છે.
  • “નવો ઉગતો ચંદ્ર” અથવા નવા ચંદ્રનું શરૂઆતનું સ્વરૂપ જેમાં તે ચાંદીના પ્રકાશ સાથે ચમકે છે જે સમયે ચંદ્રેના પંચાંગમાં શરૂઆત થાય છે.
  • બાઈબલમાં બધાં જ મહિનાઓના નામ ચંદ્રના પંચાંગના નામ પ્રમાણે આપવામાં આવ્યા છે, કારણકે ઈઝરાએલીઓ આ પ્રકારના પંચાગનો ઉપયોગ કરતા હતા. આધુનિક યહૂદિયો આજે પણ ધાર્મિક હેતુ માટે આ પંચાગનો ઉપયોગ કરે છે.
  • આધુનિક સમયના સૂર્ય પંચાંગનો આધાર, પૃથ્વી સૂર્યની ચોફેર ફરતા કેટલો સમય લે છે તેના ઉપર આધારિત છે (લગભગ 365 દિવસ) આ વ્યવસ્થામાં વર્ષને હંમેશા 12 મહિનાઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેમાં દરેક મહિનામાં દિવસોની સંખ્યા 28 થી લઈને 31 સુધી હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2320, H3391, H3393, G3376

મહેલ, મહેલો

વ્યાખ્યા:

“મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે.

  • નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો.
  • મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા.
  • મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો.
  • બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા.

(આ પણ જૂઓ: આંગણું, પ્રમુખ યાજક, રાજા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H643, H759, H1001, H1002, H1004, H1055, H1406, H1964, H1965, H2038, H2918, G833, G933, G4232

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

  • ઘણીવાર મહોરને ચિત્ર કે આકૃતિ દ્વારા અંકિત કરવામાં આવતું કે જેથી તે દર્શાવી શકાય કે તે કોની માલિકીનું છે.
  • પત્રો અથવા બીજા દસ્તાવેજો કે જે સુરક્ષિત રાખવાની જરૂર હોય તેને મહોર કરવા ઓગાળેલી મીણનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.
  • ઈસુની કબરની સામે પથ્થર પર મહોર મુકવામાં આવી હતી કે જેથી કોઈ પથ્થર ખસેડી શકે નહિ.
  • પાઉલ રૂપકાત્મક રીતે પવિત્ર આત્માને “મહોર” તરીકે ઉલ્લેખે છે જે દર્શાવે છે કે આપણું તારણ સુરક્ષિત છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2368, H2560, H2856, H2857, H2858, H5640, G2696, G4972, G4973

માછીમાર, માછીમારો

વ્યાખ્યા:

માછીમાર માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે. નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા. “માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.

  • ઈસુએ પિતર અને બીજા પ્રેરિતો તેડું આપ્યા તે પહેલા તેઓ માછીમાર તરીકે કામ કરતા હતા.

  • ઈઝરાએલની જમીન પાણીની નજીક હતી, જેથી બાઈબલમાં માછલી અને માછીમારો વિશે ઘણા સંદર્ભો આપવામાં આવેલા છે.

  • આ શબ્દનું ભાષાંતર શબ્દસમૂહ વડે કરાય તો, “માણસો કે જેઓ માછલી પકડે છે” અથવા “માણસો કે જેઓ માછલી પકડવા દ્વારા પૈસાની આવક કરે છે,” એવા શબ્દો દ્વારા (ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1728, H1771, H2271, G231, G1903

મિજબાની, મિજબાની આપે છે, મિજબાની

વ્યાખ્યા:

“મિજબાની” શબ્દ મોટેભાગે કોઈ ઉજવણી કરવાના હેતુથી, જયારે કોઈએક પ્રસંગ કોઈ લોકોનું જૂથ એકસાથે મળી ખૂબજ મોટું ભોજન ખાય છે, તેને દર્શાવે છે. “મિજબાની” શબ્દનો અર્થ, મોટા પ્રમાણમાં ભોજન ખાવાની ક્રિયા અથવા એક સાથે જમણ ખાવામાં ભાગ લેવો, તેવો થાય છે.

  • મોટેભાગે ખાસ પ્રકારના ભોજન છે કે જે ચોક્કસ મિજબાની પર ખાવામાં આવતા હોય છે.
  • સામાન્ય રીતે દેવે યહૂદીઓને આજ્ઞા આપી કે ધાર્મિક તહેવારોની ઉજવણીમાં તેઓએ તેની સાથે મિજબાની પણ રાખવાની હોય છે. મોટેભાગે આ કારણને લીધે તહેવારોને “મિજબાની” કહેવામાં આવે છે.
  • બાઈબલના સમયમાં, મોટેભાગે રાજાઓ અને અન્ય શ્રીમંત અને શક્તિશાળી લોકો તેઓના કુટુંબને અથવા મિત્રોને મનોરંજન માટે મિજબાની આપતા હતા.
  • ખોવાયેલા દીકરા વિશેની વાર્તામાં, તેના દીકરાના પાછા આવવાથી ઉજવણી કરવા માટે પિતા ખાસ મિજબાની તૈયાર કરે છે.
  • ક્યારેક મિજબાની ઘણા દિવસો સુધી અથવા વધુ ચાલતી હોય છે.
  • “મિજબાની” શબ્દનું ભાષાંતર, “ભવ્ય રીતે ખાવું” અથવા “ઘણું ભોજન ખાઈને ઉજવણી કરવી” અથવા “ખાસ, મોટું ભોજન ખાવું,” તરીકે પણ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “મિજબાની” શબ્દનું ભાષાંતર, “એકસાથે મળી મોટા ભોજનની ઉજવણી કરવી” અથવા “વધારે ખોરાક સાથેનું ભોજન” અથવા “ઉજવણી ભોજન,” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H398, H2077, H2282, H2287, H3899, H3900, H4150, H4580, H4797, H4960, H7646, H8057, H8354, G26, G755, G1062, G1173, G1403, G1456, G1858, G1859, G2165, G3521, G4910

મુક્ત કરવું, મુક્ત કરે છે, છોડાવવું, છૂટું કરવું, સ્વતંત્રતા, મુક્તપણે, સ્વતંત્ર માણસ, મુક્તેચ્છા, સ્વાયત્તતા,

વ્યાખ્યા

“મુક્ત કરવું” અથવા “સ્વતંત્રતા” શબ્દો દાસપણામાં અથવા અન્ય કોઇપણ પ્રકારના બંધનમાં ન હોવું તે દર્શાવે છે. “સ્વતંત્રતા” માટેનો બીજો શબ્દ “સ્વાયત્તતા” છે.

  • “કોઈને મુક્ત કરવું” અથવા “કોઈને છોડાવવું” અભિવ્યક્તિનો અર્થ, કોઈને ગુલામગીરી અથવા કેદમાંથી છોડાવવા માટે રસ્તો કરવો.
  • બાઈબલમાં, મોટેભાગે આ શબ્દોને રૂપકાત્મક રીતે ઈસુના વિશ્વાસી કેવી રીતે હવે પાપની શક્તિ હેઠળ નથી, તે દર્શાવવા વપરાયેલ છે.
  • “સ્વાયત્તતા” અથવા “સ્વતંત્રતા” હોવી તે દર્શાવે છે કે હવે મુસાના નિયમને પાળવો જરૂરી નથી, પણ તેના બદલે પવિત્ર આત્માનું શિક્ષણ અને માર્ગદર્શન દ્વારા મુક્ત રીતે જીવવું.

ભાષાંતરના સૂચનો:

  • “મુક્ત કરવું” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરવામાં આવે તો તેનો અર્થ, “બંધાયેલું નહીં” અથવા “દાસ નથી” અથવા “ગુલામીમાં નથી” અથવા “બંધનમાં નથી” તરીકે કરી શકાય છે.
  • “સ્વતંત્રતા” અથવા “સ્વાયત્તતા” શબ્દનું ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરવામાં આવે તો તેનો અર્થ, “મુક્ત કરેલું હોવું” અથવા “ગુલામ તરીકેની સ્થિતિમાં ન હોવું” અથવા “બંધાયેલું ના હોવું” તરીકે કરી શકાય છે.
  • “મુક્ત કરવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “મુક્ત કરવા માટે કારણ બનવું” અથવા “ગુલામીમાંથી બચાવવું” અથવા “બંધનમાંથી છોડાવવું” તરીકે કરી શકાય છે.
  • વ્યક્તિ કે જે “મુક્ત કરવામાં આવી છે” એટલે કે જેને “છોડાવવામાં આવી છે” અથવા “બંધનમાંથી બહાર અથવા ગુલામીમાંથી બહાર કાઢવામાં આવી છે.”

(આ પણ જુઓ: બાંધવું, ગુલામ બનાવવું, નોકર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1865, H2600, H2666, H2668, H2670, H3318, H4800, H5068, H5069, H5071, H5081, H5337, H5352, H5355, H5425, H5674, H5800, H6299, H6362, H7342, H7971, G425, G525, G558, G572, G629, G630, G859, G1344, G1432, G1657, G1658, G1659, G1849, G2010, G3032, G3089, G3955, G4174, G4506, G5483, G5486

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

  • મુખ્ય યાજકો એ મંદિરમાં ભજનની સેવાઓની દરેક જરૂરી વસ્તુ માટે જવાબદાર હતા. તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.
  • સામાન્ય યાજકો કરતાં તેઓનો દરજ્જો ઉંચો રહેતો અને અધિકાર ધરાવતા હતા. ફક્ત મુખ્ય યાજક (પ્રધાન યાજક) પાસે વધારે સત્તા હતી.
  • કેટલાક મુખ્ય યાજકો ઈસુના મુખ્ય શત્રુઓ હતા અને તેઓએ રોમન આગેવાનોને ઈસુની ધરપકડ કરી અને મારી નાખવા ખુબજ પ્રભાવિત કર્યા.

ભાષાંતરના સૂચનો:

  • “મુખ્ય યાજકો” શબ્દનું ભાષાંતર, “મોટા યાજકો” અથવા “આગેવાની આપનાર યાજકો” અથવા “રાજ્ય કરનાર યાજકો” તરીકે પણ કરી શકાય.
  • ધ્યાન રાખો કે “મુખ્ય યાજક (પ્રધાન યાજક)” શબ્દનું ભાષાંતર, આ શબ્દથી થોડું અલગ રીતે હોવું જોઈએ.

(આ પણ જુઓ: મુખ્ય, મુખ્ય/પ્રધાન યાજક, યહૂદી આગેવાનો, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3548, H7218, G749

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

  • આ ઉદાહરણોમાં, “મુખ્ય સંગીતકાર,” “મુખ્ય યાજક,” અને “મુખ્ય કર ઉઘરાવનાર” અને “મુખ્ય રાજ્યકર્તા” નો સમાવેશ થાય છે.
  • તેને કુટુંબના વિશિષ્ટ વડા તરીકે પણ વાપરી શકાય છે, જેમકે ઉત્પત્તિ 36માં કે જ્યાં તેઓના કુટુંબના ગોત્રના ચોક્કસ માણસો “મુખ્ય વ્યક્તિઓ” તરીકે ઓળખવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.
  • જયારે શબ્દને નામ તરીકે લઈએ તો તેનું ભાષાંતર “અગ્રણી” અથવા “રાજ્ય કરનાર” અથવા “મુખ્ય સંગીતકાર” અથવા “મુખ્ય યાજક” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, કર ઉઘરાવનાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H47, H441, H5057, H5387, H5632, H6496, H7218, H7225, H7227, H7229, H7262, H8269, H8334, G749, G750, G754, G4410, G4413, G5506

મુગટ (તાજ), મુગટ પહેરાવે છે, મુગટ પહેરાવ્યો

વ્યાખ્યા:

મુગટ એ શાસકો, જેવા કે રાજાઓ અને રાણીઓના માથા ઉપર પહેરવામાં આવતો શણગારેલો ગોળાકાર માથાનો તાજ છે. “મુગટ મૂકવો” શબ્દનો અર્થ, કોઈકના માથા પર મુગટ મુકવો, જેનો રૂપકાત્મક અર્થ સન્માન થાય છે.

  • સામાન્ય રીતે મુગટો સોનું અને ચાંદીના બનેલા હોય છે અને તેના પર કિંમતી રત્નો જેવા કે નીલમ અને માણેકથી જડેલા હોય છે.
  • મુગટ એ રાજાઓની શક્તિ અને સંપત્તિના પ્રતિકરૂપ હોય છે.
  • તેનાથી વિરુદ્ધમાં, મુગટ જે કાંટાઓની ડાળીઓમાંથી બનાવેલો હતો કે જે રોમન સિપાઈઓ એ ઈસુના માથા પર મૂક્યો, જે તેની મશ્કરી અને પીડાને દર્શાવે છે.
  • પુરાતન સમયોમાં, રમત સ્પર્ધાના વિજેતાઓને જૈતુનની ડાળીઓમાંથી બનાવેલા મુગટથી સન્માનિત કરવામાં આવતા હતા. પાઉલ પ્રેરિતે તિમોથીના બીજા પત્રમાં આ મુગટનો ઉલ્લેખ કર્યો છે.
  • રૂપકાત્મક રીતે, “મુગટ” નો અર્થ કોઈકને સન્માન આપવું, તે માટે વપરાય છે. આપણે દેવની આજ્ઞા પાળી અને બીજાઓની આગળ તેની પ્રસંશા કરીને તેને માન આપીએ છીએ. આ તેના માથા પર મુગટ મૂકવા અને સ્વીકારવા સમાન છે કે તે રાજા છે.
  • પાઉલ તેના સાથી વિશ્વાસીઓને તેનો “આનંદ અને મુગટ” કહીને બોલાવે છે. આ અભિવ્યક્તિમાં, “મુગટ” શબ્દનો ઉપયોગ રૂપકાત્મક અર્થમાં થયો છે, કે આ વિશ્વાસીઓ કેવી રીતે દેવની સેવામાં વિશ્વાસુ રહ્યા છે જે દ્વારા પાઉલ સારી પેઠે ધન્ય અને સન્માન પામ્યો છે.
  • “મુગટ” જયારે રૂપકાત્મક રીતે વપરાય છે ત્યારે તેનું ભાષાંતર, “ઈનામ” અથવા “સન્માન” અથવા “પુરસ્કાર” તરીકે કરી શકાય છે.
  • “મુગટ પહેરવો” તે શબ્દનો રૂપકાત્મક ઉપયોગ અને તેનું ભાષાંતર, “સન્માન” અથવા “સજાવટ” થઇ શકે છે.
  • જો કોઈ વ્યક્તિને “મુગટ પહેરાવ્યો” હોય તો તેનું ભાષાંતર, “તેના માથા પર મુગટ મૂકવામાં આવ્યો હતો” એમ કરી શકાય છે.
  • “તેને મહિમા અને માનનો મુગટ પહેરાવ્યો હતો,” આ અભિવ્યક્તિનું ભાષાંતર,” “તેને માન અને મહિમા અર્પણ કરવામાં આવ્યા હતા” અથવા “તેને માન અને મહિમા અપાયા હતા” અથવા “તેના ઉપર માન અને મહિમા મૂકવામાં આવ્યા હતા,” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિમા , રાજા, જૈતુન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2213, H3803, H3804, H4502, H5145, H5849, H5850, H6936, G1238, G4735, G4737

મુલાકાતમંડપ

તથ્યો:

" મુલાકાત મંડપ "શબ્દ એ તંબુને દર્શાવે છે, જેમાં મુસા ઈશ્વરસાથે કામચલાઉ તંબુમાં જે મુલાકાત મંડપ બાંધવામાં આવ્યો તે પહેલાં મળતો હતો.

  • ઈસ્રાએલીઓની છાવણીની બહાર મુલાકાતનો તંબુ ઊભો કરવામાં આવ્યો હતો.
  • મુસા જ્યારે ઈશ્વર સાથે મળવા માટે મંડપમાં ગયા, ત્યારે ત્યાં ઈશ્વરની હાજરીના ચિન્હ તરીકે મેઘસ્તંભ તંબુના પ્રવેશદ્વાર પર ઊભો રહેતો.
  • ઈસ્રાએલીઓએ મંડપ બનાવડાવ્યા પછી, કામચલાઉ તંબુની જરૂર ન હતી અને મંડપનો ઉલ્લેખ કરવા માટે " મુલાકાતમંડપ" શબ્દનો ઉપયોગ થતો હતો.

(આ પણ જુઓ: ઇઝરાએલ, મૂસા, સ્તંભ, મુલાકાત મંડપ, તંબુ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:8 ઈશ્વરે ઈસ્રાએલીઓને તંબુનું વિસ્તૃત વર્ણન આપ્યું હતું જે તેઓ બનાવે એવું તે ઇચ્છતા હતા. તે મુલાકાત મંડપ તરીકે ઓળખાતું હતું, અને તેમાં બે રૂમ હતા, જે મોટા પડદા દ્વારા અલગ કરાયેલા હતા.
  • 13:9 કોઈ પણ વ્યક્તિ જે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે ઈશ્વરને બલિદાન તરીકે મુલાકાત મંડપ ની સામે યજ્ઞવેદીને એક પ્રાણી લાવી શકતો.
  • 14:8 ઈશ્વર ખૂબ ગુસ્સે થયા હતા અને મુલાકાત મંડપ માં આવ્યા હતા.
  • 18:2 મુલાકાત મંડપ ની જગ્યાએ, લોકો હવે ઈશ્વરની ઉપાસના કરે છે અને મંદિરમાં તેમને બલિદાન અર્પણ કરે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H168, H4150

મુશ્કેલી, મુશ્કેલીઓ, મુશ્કેલીગ્રસ્ત, મુશ્કેલીમાં, તોફાની,

વ્યાખ્યા:

"મુશ્કેલી" એ જીવનનો અનુભવ છે જે ખૂબ જ મુશ્કેલ અને દુ: ખદાયી છે. કોઇ વ્યક્તિને "મુશ્કેલી" આપવી એટલે તે વ્યક્તિને "ચિંતા" કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાનો અર્થ થાય છે. "મુશ્કેલીમાં" હોવાનો અર્થ કોઈના વિશે અસ્વસ્થ અથવા દુઃખી થવાનો થાય છે.

  • મુશ્કેલીઓ શારીરિક, લાગણીયુક્ત, અથવા આધ્યાત્મિક બાબતો છે કે જે વ્યક્તિને નુકસાન કરી શકે છે.
  • બાઇબલમાં, ઘણીવાર મુશ્કેલીઓ કસોટીઓનો સમય છે કે જે ઈશ્વર વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં પરિપકવ અને વૃદ્ધિ પામવા મદદ કરે છે.
  • જૂનો કરારમાં "મુશ્કેલી"નો ઉપયોગ પણ ન્યાયનો ઉલ્લેખ કર્યો છે કે જે લોક જૂથો પર આવ્યો હતો કે જે અનૈતિક હતા અને ઈશ્વરને નકારતા હતા.

અનુવાદ માટેનાં સૂચનો:

  • "મુશ્કેલી" અથવા "મુશ્કેલીઓ" શબ્દનું ભાષાંતર "ભય" અથવા "દુઃખદાયક વસ્તુઓ" અથવા "સતાવણી" અથવા "મુશ્કેલ અનુભવો" અથવા "તકલીફ" તરીકે કરી શકાય છે.
  • શબ્દ "મુશ્કેલીમાં" શબ્દ અથવા શબ્દસમૂહ સાથે અનુવાદિત થઈ શકે છે, જેનો અર્થ છે "દુઃખ સહન કરવું" અથવા "ભયંકર તકલીફ અનુભવવી" અથવા "ચિંતિત" અથવા "બેચેન" અથવા "પીડિત" અથવા "ભયભીત" અથવા "વ્યગ્ર".
  • "તેણીને મુશ્કેલી આપશો નહીં" નું ભાષાંતર પણ "તેણીને ચિંતા ન આપશો" અથવા "તેણીની ટીકા કરશો નહીં."
  • "મુશ્કેલીનો દિવસ" અથવા "મુશ્કેલીનો સમય" નો અનુવાદ પણ "જ્યારે તમને તકલીફ થાય છે" અથવા "જ્યારે મુશ્કેલ બાબતો તમને થાય છે" અથવા "જ્યારે ઈશ્વર દુ: ખદાયી બાબતો માટે કારણ બને છે."
  • "તકલીફ ઊભી કરવી" અથવા "મુશ્કેલી લાવવી"નું ભાષાંતર કરવાની રીતોમાં "દુ: ખદાયી બાબતોનું કારણ બનવું " અથવા "મુશ્કેલીઓ ઊભી કરવી" અથવા "તેમને ખૂબ જ મુશ્કેલ બાબતોનો અનુભવ કરવો" શામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ: દુઃખ, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H205, H598, H926, H927, H928, H1204, H1205, H1607, H1644, H1804, H1993, H2000, H2113, H2189, H2560, H2960, H4103, H5590, H5753, H5916, H5999, H6031, H6040, H6470, H6696, H6862, H6869, H6887, H7264, H7267, H7451, H7481, H7489, H7515, H7561, H8513, G387, G1298, G1613, G1776, G2346, G2347, G2350, G2360, G2553, G2873, G3636, G3926, G3930, G3986, G4423, G4660, G5015, G5016, G5182

મૂર્તિપૂજક

વ્યાખ્યા:

બાઇબલ સમયમાં, “મૂર્તિપૂજક” શબ્દનો ઉપયોગ એવા લોકો માટે કરવામાં આવતો હતો જેઓ યહોવાહને બદલે જૂઠા દેવોની ઉપાસના કરતા હતા.

  • આ લોકો સાથે સંકળાયેલી કોઈપણ વસ્તુ, જેમ કે તેઓ જ્યાં પૂજા કરતા હતા તે વેદીઓ, તેઓ જે ધાર્મિક વિધિઓ કરતા હતા અને તેમની માન્યતાઓને પણ "મૂર્તિપૂજક" કહેવામાં આવતું હતું.
  • મૂર્તિપૂજક માન્યતા પ્રણાલીઓમાં ઘણીવાર ખોટા દેવોની પૂજા અને પ્રકૃતિની પૂજાનો સમાવેશ થતો હતો.
  • કેટલાક મૂર્તિપૂજક ધર્મોમાં જાતીય અનૈતિક ધાર્મિક વિધિઓ અથવા તેમની પૂજાના ભાગ રૂપે મનુષ્યોની હત્યાનો સમાવેશ થતો હતો.

(આ પણ જુઓ: વેદી, ખોટા દેવ, બલિદાન, પૂજા, યહોવા )

બાઇબલ સંદર્ભો:

શબ્દ ડેટા:

  • સ્ટ્રોંગ્સ: H1471, G14840

મોકલવું, મોકલે છે, મોકલ્યાં, મોકલી રહ્યા છે, બહાર મોકલવું, બહાર મોકલે છે, બહાર મોકલ્યાં, બહાર મોકલી રહ્યા છે

વ્યાખ્યા:

“મોકલવું” એટલે કે કોઈકને અથવા કશાકને ક્યાંક જવા માટે દોરવું. “બહાર મોકલવું” એટલે કોઈક વ્યક્તિ, બીજા વ્યક્તિને સંદેશને માટે અથવા કાર્યને માટે જવાનું કહે છે.

  • ઘણીવાર વ્યક્તિ કે જેને “બહાર મોકલવામાં આવી છે” તે ચોક્કસ કાર્ય કરવા માટે નિમાયેલી હોય છે.
  • “વરસાદ મોકલો” અથવા “આપત્તિ મોકલો” શબ્દસમૂહનો અર્થ “આવવા માટેનું કારણ” એમ થાય છે. આ પ્રકારની અભિવ્યક્તિ સામાન્ય રીતે ઈશ્વરને અનુલક્ષીને ઉપયોગમાં લેવામાં આવે છે કે જેઓ તે પ્રમાણે કરી શકે છે.
  • “મોકલવું” શબ્દ “વચન મોકલો” અથવા “સંદેશ મોકલો” તેવી અભિવ્યક્તિઓમાં પણ વાપરવામાં આવે છે, જેનો અર્થ એમ થાય છે કે કોઈકને બીજાને કહેવા સારું સદેશ આપવો.
  • કોઈકની સાથે કંઇક “મોકલવું”નો અર્થ થાય છે કે વસ્તુ કે બાબત “બીજાને” “આપવી”, સામાન્ય રીતે તે વ્યક્તિ તે વસ્તુ કે બાબત પ્રાપ્ત કરે માટે કેટલાંક અંતર સુધી જવું.
  • ઈસુએ વારંવાર “જેમણે મને મોકલ્યો છે” આ શબ્દસમૂહનો ઉપયોગ કર્યો જે ઈશ્વરપિતાને સંબોધે છે, કે જેમણે તેઓને આ પૃથ્વી પર લોકોના ઉદ્ધાર અને તારણ માટે “મોકલ્યા.” તેનો આ પ્રમાણે પણ અનુવાદ કરી શકાય “એક કે જેઓએ મને આદેશ આપ્યો”

(આ પણ જુઓ: નીમવું, કિંમત આપીને છોડાવવું, બહાર મોકલવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H935, H1540, H1980, H2199, H2904, H3318, H3474, H3947, H4916, H4917, H5042, H5130, H5375, H5414, H5674, H6963, H7368, H7725, H7964, H7971, H7972, H7993, H8421, H8446, G782, G375, G630, G649, G652, G657, G1026, G1032, G1544, G1599, G1821, G3333, G3343, G3936, G3992, G4311, G4341, G4369, G4842, G4882

યહૂદી અધિકારીઓ, યહૂદી આગેવાનો

સત્યો:

“યહૂદી આગેવાન” અથવા “યહૂદી અધિકારી” શબ્દ ધાર્મિક આગેવાનો જેવા કે યાજકો અને દેવના કાયદાના શિક્ષકોને દર્શાવે છે. તેઓને બિન-ધાર્મિક બાબતો વિશે પણ ન્યાય કરવાનો અધિકાર હતો.

  • યહૂદી આગેવાનો એ મુખ્ય યાજકો, પ્રમુખ યાજકો, અને શાસ્ત્રીઓ (દેવના કાયદાના શિક્ષકો) હતા.

  • ફરોશીઓ અને સાદુકીઓ એ યહૂદી આગેવાનોના બે મુખ્ય જૂથો હતા.

  • યરૂશાલેમમાં યહૂદી પરિષદમાં કાયદાની બાબતો વિશે ન્યાય કરવા સિત્તેર યહૂદી આગેવાનો ભેગા મળતા હતા.

  • ઘણા યહૂદી આગેવાનો અભિમાની હતા અને માનતા હતા કે તેઓ ન્યાયી હતા. તેઓ ઈસુ માટે ઈર્ષાળુ હતા અને તેને નુકસાન કરવા માંગતા હતા. તેઓએ દેવને જાણવાનો દાવો કર્યો પણ તેની આજ્ઞા પાળી નહિ.

  • “યહૂદીઓ” શબ્દસમૂહ, મોટેભાગે યહૂદી આગેવાનોને, ખાસ કરીને જયારે તેઓ ઈસુ પર ગુસ્સે થતા હતા અને મજાક અથવા નુકસાન કરવા પ્રયત્ન કરતા હતા તે સંદર્ભોને દર્શાવે છે.

  • આ શબ્દોનું ભાષાંતર “યહૂદી શાસકો” અથવા “માણસો કે જેઓ યહૂદી લોકો ઉપર શાસન કરે છે” અથવા “યહૂદી ધાર્મિક આગેવાનો” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: યહૂદી, પ્રમુખ યાજક, પરિષદ, મુખ્ય યાજક, ફરોશી, યાજક, સાદુકી, શાસ્ત્રી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __24:3__ઘણા ધાર્મિક આગેવાનો પણ યોહાનથી બાપ્તિસ્મા લેવા આવ્યા, પણ તેઓએ પસ્તાવો અથવા તેઓના પાપોની કબૂલાત કરી નહીં.

  • __37:11__પણ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષાળુ હતા, જેથી તેઓએ એકસાથે ભેગા મળી ઈસુ અને લાઝરસને કેવી રીતે મારી શકાય તેની યોજના ઘડી.

  • __38:2__તેને (યહૂદા)ને ખબર હતી કે _યહૂદી આગેવનો _ ઈસુ મસીહા હતો તેમ માનવાનો ઇનકાર કર્યો અને તેથી તેઓ તેને મારી નાખવાનું કાવતરું કરતા હતા.

  • 38:3 મુખ્ય યાજકની દોરવણીથી _યહૂદી આગેવાનોએ _, ઈસુને પરસ્વાધિન કરવા માટે યહૂદાને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવ્યા.

  • __39:5__બધા યહૂદી આગેવાનોએ મુખ્ય યાજક ને ઉત્તર આપ્યો, “તે (ઈસુ) મૃત્યુને લાયક છે!”

  • 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને પિલાત, રોમન હાકેમ પાસે લાવ્યાં.

  • __39:11__પણ યહૂદી આગેવાનો અને ટોળાએ મોટેથી બૂમો પાડી, “તેને વધસ્તંભે જડો!”

  • __40:9__પછી યૂસફ અને નિકોદેમસ,બન્ને યહૂદી આગેવાનો જેઓ ઈસુ મસીહા હતો તેવો વિશ્વાસ કરતા હતા, તેઓએ ઈસુના શરીર માટે પિલાતને પૂછયું.

  • __44:7__બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને યોહાનને મુખ્ય યાજક અને બીજા ધાર્મિક આગેવાનો પાસે લાવ્યાં.

શબ્દ માહિતી:

  • Strong's: G2453

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

  • જૂના કરારમાં, “યહૂદી ધર્મ” શબ્દ વાપરવામાં આવ્યો છે,જયારે નવા કરારમાં, “યહૂદીવાદ” શબ્દ વાપરવામાં આવ્યો છે.
  • યહૂદીવાદમાં જૂના કરારના બધા નિયમો અને સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ઈશ્વરે ઈઝરાએલીઓને પાળવા આપ્યા હતા. તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મમાં ઉમેરવામાં આવ્યા છે.
  • જયારે ભાષાંતર કરીએ છીએ ત્યારે “યહૂદી ધર્મ” અથવા “યહૂદીઓનો ધર્મ” શબ્દ, જૂના અને નવા કરાર બંનેમાં વાપરી શકાય છે.
  • જો કે, “યહૂદીવાદ” ફક્ત નવા કરારમાં વપરાયેલ હોવો જોઈએ, કારણ કે તે સમય પહેલા તે શબ્દ અસ્તિત્વમાં નહોતો.

(આ પણ જુઓ: યહૂદી, નિયમશાસ્ત્ર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong’s: G24540

રક્તપાત

વ્યાખ્યા:##

“રક્તપાત” શબ્દ, માનવીના મૃત્યુ દર્શાવે છે જે ખૂન, યુદ્ધ, અથવા બીજી હિંસા દ્વારા આવે છે.

  • આ શબ્દના શાબ્દિક અર્થ અનુસાર તેનો અર્થ “રક્ત વહેવડાવવું” કે જે દર્શાવે છે, જયારે વ્યક્તિના ખુલ્લા ઘામાંથી રક્ત બહાર આવે છે.
  • જયારે લોકોની મોટા પ્રમાણમાં કતલ કરવામાં આવે ત્યારે “રક્તપાત” શબ્દ વપરાય છે
  • તે સામાન્ય રીતે ખૂનના પાપને દર્શાવવા માટે પણ વપરાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “રક્તપાત” શબ્દનું ભાષાંતર, “લોકોની હત્યા” અથવા “ઘણા લોકો કે જેઓની હત્યા થઈ છે” તે માટે કરી શકાય છે.
  • “રક્તપાત દ્વારા” શબ્દનું ભાષાંતર, “લોકોની કતલ કરીને” પણ થઇ શકે છે.
  • “નિર્દોષ રક્તપાત” નું ભાષાંતર, “નિર્દોષ લોકોની હત્યા” એમ થાય છે.
  • “રક્તપાત એ રક્તપાતને અનુસરે છે” જેનું ભાષાંતર, “તેઓ લોકોની કતલ કરવાનું ચાલુ રાખે છે” અથવા “લોકોનો સંહાર ચાલુ રહે છે” અથવા “તેઓએ ઘણા લોકોને મારી નાખ્યા અને તેમ કરવાનું ચાલુ રાખે છે” અથવા “લોકો બીજા લોકોને મારવાનું ચાલુ રાખે છે” એમ કરી શકાય છે.
  • આ શબ્દનો રૂપક રીતેનો ઉપયોગ, “ખૂન તમારી પાછળ લાગશે” જેનું ભાષાંતર, “તમારા લોકો રક્તપાતનો અનુભવ કરતા રહેશે” અથવા “તમારા લોકો બીજા દેશો સાથે યુદ્ધ કરતા રહેશે અને લોકો મરતા રહેશે” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: રક્ત કતલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1818, G2210

રક્તપિત્તિઓ, રક્તપિત્તિયાઓ, રક્તપિત્ત, કોઢ

વ્યાખ્યા:

"રક્તપિત્ત" શબ્દ બાઈબલમાં અનેક ચામડીની બીમારીઓ માટે વાપરવામાં આવ્યો છે. "રક્તપિત્તિઓ" એ વ્યક્તિ છે જેને રક્તપિત્ત થયો છે. "કોઢ" શબ્દ વ્યક્તિ અથવા શરીરના ભાગનું વર્ણન કરે છે જે રક્તપિત્તથી ચેપગ્રસ્ત થયું હોય.

  • ચોક્કસ પ્રકારોના રક્તપિત્ત ચામડીને કદરૂપી કરી સફેદ ડાઘ બનાવી દે છે, જેમ મરિયમ અને નામાનને રક્તપિત્ત હતો.
  • આધુનિક સમયોમાં, રક્તપિત્ત ઘણીવાર હાથ, પગ, અને બીજા શરીરના ભાગોને નુકસાન કરે છે અને વિકૃત બનાવી દે છે.
  • ઈશ્વરે ઈઝરાયેલીઓને જે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, જ્યારે વ્યક્તિને રક્તપિત્ત થાય ત્યારે, તેને "અશુદ્ધ" ગણવામાં આવતો અને તેને બીજા લોકોથી અલગ રહેવું પડતું કે જેથી તેઓ એ બીમારીથી ચેપગ્રસ્ત ન થાય.
  • રક્તપિત્તિયાને ઘણીવાર "અશુદ્ધ" કહેવામાં આવતો કે જેથી બીજાઓ ચેતવણી પામે કે તેઓ તેની નજીક ન આવે.
  • ઈસુએ ઘણાં રક્તપિત્તિયાઓને અને જે લોકોને બીજા પ્રકારની બીમારીઓ હતી તેઓને પણ સાજા કર્યા.

અનુવાદ માટેના સૂચનો:

  • બાઈબલમાં "રક્તપિત્ત" શબ્દનું અનુવાદ "ચામડીની બીમારી" અથવા "દહેશતની ચામડીની બીમારી" એમ કરી શકાય.
  • "કોઢ" ને અનુવાદ કરવાની રીતોમાં "રક્તપિત્તથી ભરપૂર" અથવા "ચાંદીની બીમારીથી ચેપગ્રસ્ત" અથવા "ચામડીના ચાંદા સાથે ઢંકાયેલું" નો સમાવેશ કરી શકાય.

(આ પણ જુઓ: મરિયમ, નામાન, શુદ્ધ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6879, H6883, G3014, G3015

રડવું, રડે છે, રડ્યો, રડતું, પોકાર કરવો, પોકાર કર્યો, બૂમ પાડવી, બૂમરાણ કરે છે

વ્યાખ્યા”

“રડવું” અથવા “પોકારવું” શબ્દોના અર્થ, મોટેભાગે કંઇક મોટેથી કહેવું અથવા તાત્કાલિક કરવા વિનંતી કરવી. કોઈક દુઃખ અથવા તકલીફ અથવા ગુસ્સામાં “રડી” શકે છે.

  • “ બૂમ પાડવી” શબ્દસમૂહનો અર્થ, મોટેભાગે મદદના ઉદ્દેશથી ચીસ પાડવી અથવા બોલાવવું,
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “મોટેથી બોલી પડવું” અથવા “તાત્કાલિક મદદ માટે પૂછવું” એમ પણ કરી શકાય છે.
  • અભિવ્યક્તિ જેવી કે, “હું તમને બોલાવું છું” શબ્દનું ભાષાંતર, “હું તમને મદદ માટે બોલવું છું” અથવા “હું તમને તાત્કાલિક મદદ માટે પૂછું છું” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: બોલાવવું, આજીજી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H603, H1058, H2199, H2201, H6030, H6463, H6670, H6682, H6817, H6818, H6873, H6963, H7121, H7123, H7321, H7440, H7442, H7723, H7737, H7768, H7769, H7771, H7773, H7775, H8173, H8663, G310, G349, G863, G994, G995, G1916, G2019, G2799, G2805, G2896, G2905, G2906, G2929, G4377, G5455

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

  • રણ એ જમીનનો સુકી આબોહવાવાળો વિસ્તાર હતો કે જ્યાં છોડવા અથવા પ્રાણીઓ ઓછા પ્રમાણમાં રહેલા હોય.
  • આવી કઠોર પરિસ્થિતિ કારણે ત્યાં ખૂબજ ઓછા લોકો રહી શકતા, જેથી તેને “અરણ્ય” તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે. “અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.
  • આ શબ્દનું ભાષાંતર, “ખાલી જગ્યાનો પ્રદેશ” અથવા “ઉજ્જડ જગ્યા” અથવા “બિનવસવાટવાળી જગ્યા,” થઇ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H776, H2723, H3293, H3452, H4057, H6160, H6723, H6728, H6921, H8047, H8414, G2047, G2048

રણશીગડું, રણશીગડાં, રણશીગડું વગાડનાર

વ્યાખ્યા:

" રણશીગડું " શબ્દનો અર્થ સંગીતનું નિર્માણ કરવા માટે અથવા લોકોને જાહેરાત અથવા મીટિંગ માટે એકત્ર કરવા માટે ફોન કરવા માટેના સાધન તરીકે થાય છે.

  • એક રણશીગડું ધાતુ, શંખ, અથવા પ્રાણીના શિંગડામાંથી બનાવવામાં આવતું હતું. યુદ્ધ માટે ભેગા થવા માટે લોકોને બોલાવવા માટે, અને ઈઝરાયલના જાહેર સંમેલનો માટે, રણશીગડું સૌથી સામાન્ય રીતે વગાડવામાં આવતું હતું.
  • પ્રકટીકરણનું પુસ્તક અંતના સમયમાં એક દ્રશ્ય વર્ણવે છે જેમાં સ્વર્ગદૂતો પૃથ્વી પર ઈશ્વરના ક્રોધને રેડવાનો સંકેત આપવા માટે રણશિંગડાં વગાડશે.

આ પણ જુઓ: દૂત, સભા, પૃથ્વી, શિંગ, ઇઝરાયલ, ક્રોધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2689, H2690, H3104, H7782, H8619, H8643, G45360, G45370, G45380

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

  • લોકો રથોમાં બેસતા અથવા ઉભા રહેતા, યુદ્ધ અથવા મુસાફરી માટે તેઓનો ઉપયોગ થતો.
  • યુધ્ધ દરમ્યાન જે લશ્કર પાસે રથો નહોતા તેમની સામે જે લશ્કર પાસે રથો હતા તેઓને ઝડપ અને ગતિશીલતાનો મહાન ફાયદો હતો.
  • પ્રાચીન સમયના મિસરીઓ અને રોમનો તેઓના ઘોડાઓ અને રથોના ઉપયોગ માટે ખૂબજ પ્રખ્યાત હતા.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __12:10__જેથી તેઓ સમુદ્રમાં તેઓની પૂઠે લાગ્યા, પણ દેવે મિસરીઓને ગભરાવી નાખ્યા અને તેઓના રથોને ફસાવી દીધા.

શબ્દ માહિતી:

  • Strong's: H668, H2021, H4817, H4818, H5699, H7393, H7395, H7396, H7398, G716, G4480

રાક્ષસ/કદાવર, કદાવરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “કદાવર” શબ્દ એ વ્યક્તિ કે જે અત્યંત ઊંચો અને મજબૂત હોય છે તેને દર્શાવે છે.

  • ગોલ્યાથ, પલિસ્તી યોદ્ધો કે જે દાઉદ સાથે લડ્યો, તેને કદાવર કહેવામાં આવ્યો હતો, કારણકે તે ખૂબ જ ઊંચો, મોટો, અને મજબૂત માણસ હતો.
  • ઈઝરાએલી જાસૂસો જેઓ કનાનની ભૂમિની બાતમી કાઢવા ગયા, તેઓ એ જણાવ્યું કે ત્યાં રહેનારા લોકો રાક્ષસો જેવા છે.

(આ પણ જુઓ: કનાન, ગોલ્યાથ, પલિસ્તીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1368, H5303, H7497

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

  • ભસ્મનો ઢગલો ”રાખનો ઢગલો” છે. પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

  • “રાખ વૃક્ષ” (એશ ત્રી નામનું વૃક્ષ)” સંપૂર્ણ અલગ શબ્દ છે, તેની નોંધ લેશો.

(આ પણ જુઓ: અગ્નિ, ટાટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H80, H665, H666, H766, H1854, H6083, H6368, H7834, G2868, G4700, G5077, G5522

રાજ કરવું, રાજ કરે છે, રાજ કર્યું, રાજ કરતું

વ્યાખ્યા:

“રાજ કરવું” શબ્દનો અર્થ કોઈ ખાસ દેશ કે રાજ્યના લોકો પર શાસન કરવું એવો થાય છે. કોઈ રાજાનો રાજ્યકાળ તે શાસન કરતો હોય તે સમયકાળ હોય છે.

  • “રાજ કરવું” શબ્દનો ઉપયોગ ઈશ્વરનો ઉલ્લેખ કરવા માટે પણ થયો છે કે જ્યાં તેઓ સમગ્ર જગત પર રાજા તરીકે શાસન કરે છે.
  • લોકોએ ઈશ્વરનો રાજા તરીકે નકાર કર્યો તે પછી તેમણે ઇઝરાયલ પર માનવીય રાજાઓને શાસન કરવા દીધું.
  • જ્યારે પ્રભુ ઈસુ પાછા આવશે ત્યારે, તેઓ જાહેરમાં સમગ્ર જગત પર રાજા તરીકે શાસન કરશે અને ખ્રિસ્તીઓ તેમની સાથે શાસન કરશે.
  • આ શબ્દનો અનુવાદ “સંપૂર્ણ શાસન” અથવા તો “રાજા તરીકે શાસન કરવું” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3427, H4427, H4437, H4438, H4467, H4468, H4475, H4791, H4910, H6113, H7287, H7786, G757, G936, G2231, G4821

રાજકુમાર, રાજકુમારો, રાજકુમારી, રાજકુમારીઓ

વ્યાખ્યા:

“રાજકુમાર” રાજાનો પુત્ર છે. “રાજકુમારી” રાજાની પુત્રી છે.

  • “રાજકુમાર” શબ્દનો ઉપયોગ ઘણીવાર પ્રતિકાત્મક રીતે એક આગેવાન, શાસક કે બીજી કોઈ શક્તિશાળી વ્યક્તિનો ઉલ્લેખ કરવા થાય છે.
  • ઇબ્રાહિમની સંપત્તિ તથા માહાત્મ્યને કારણે, જે હિત્તીઓ મધ્યે તે રહેતો હતો તેઓ તેને “રાજકુમાર” કહેતા હતા.
  • દાનિયેલના પુસ્તકમાં, “રાજકુમાર” શબ્દ “ઈરાનનો રાજકુમાર” તથા “ગ્રીસનો રાજકુમાર” અભિવ્યક્તિઓમાં વપરાયો છે કે જે તે સંદર્ભોમાં કદાચ શક્તિશાળી દુષ્ટ આત્માઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ પાસે તે પ્રદેશો પર અધિકાર હતો.
  • દાનિયેલના પુસ્તકમાં પ્રમુખ દૂત મીખાએલનો ઉલ્લેખ પણ “રાજકુમાર” તરીકે કરાયો છે.
  • બાઇબલમાં ઘણીવાર શેતાનનો ઉલ્લેખ “આ જગતના રાજકુમાર” તરીકે કરાયો છે.
  • ઈસુને “શાંતિનો રાજકુમાર” તથા “જીવનનો રાજકુમાર” કહેવામાં આવ્યા છે.
  • પ્રેરિતોનાં કૃત્યો 2:36માં, ઈસુનો ઉલ્લેખ “પ્રભુ અને ખ્રિસ્ત” તરીકે તથા પ્રેરિતોનાં કૃત્યો 5:31માં તેઓનો ઉલ્લેખ “રાજકુમાર અને તારનાર” તરીકે કરવામાં આવ્યો છે કે જે “પ્રભુ” અને “રાજકુમાર” નો સમાન અર્થ વ્યક્ત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “રાજકુમાર” શબ્દના અનુવાદો “રાજાનો પુત્ર” અથવા તો “શાસક” અથવા તો “આગેવાન” અથવા તો “સરદાર” અથવા તો “કપ્તાન” તરીકે કરી શકાય.
  • જ્યારે દૂતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે, આનો અનુવાદ “શાસક આત્મા” અથવા તો “પ્રમુખ દૂત” તરીકે કરી શકાય.
  • જ્યારે શેતાન તથા બીજા દુષ્ટાત્માઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે સંદર્ભ અનુસાર, આ શબ્દનો અનુવાદ “દુષ્ટ શાસક આત્મા” અથવા તો “શક્તિશાળી આગેવાન આત્મા” અથવા તો “શાસક આત્મા” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: દૂત, અધિકાર, ખ્રિસ્ત, દુષ્ટાત્મા, માલિક, સામર્થ, અધિકારી, શેતાન, તારનાર, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1, H117, H324, H2831, H3548, H4502, H5057, H5081, H5139, H5257, H5387, H5633, H5993, H6579, H7101, H7261, H7333, H7336, H7786, H7991, H8269, H8282, H8323, G747, G758, G1413, G2232, G3175

રાજદંડ, સેપ્ટર્સ

વ્યાખ્યા:

“રાજદંડ” શબ્દ શોભાપ્રદ લાકડી અથવા રાજકર્તા જેવા કે રાજા દ્વારા ધરાવવામાં આવતા કર્મચારીઓનો ઉલ્લેખ કરે છે.

  • સેપ્ટર્સ મૂળભૂત રીતે કોતરણી કરાયેલ લાકડાની એક શાખા હતી. પછી સેપ્ટર્સ પણ સોના જેવી મુલ્યવાન ધાતુઓમાંથી બનાવવામાં આવ્યા હતાં.
  • રાજદંડ હકસાઈ અને અધિકારના પ્રતિક હતા અને રાજા સાથે સંકળાયેલ સન્માન અને ગૌરવનું પણ પ્રતિક છે.
  • જુના કરારમાં, ઈશ્વરને ન્યાયીપણાના રાજદૂત તરીકે વર્ણવામાં આવ્યા હતા કારણ કે ઈશ્વર તેમના લોકો પર રાજા તરીકે રાજ કરે છે.
  • જુના કરારની ભવિષ્યવાણી મસીહાને રાજદૂતના પ્રતિક તરીકે ઉલ્લેખ કરતી હતી કે જે ઈઝરાયેલમાંથી દરેક રાષ્ટ્રો પર રાજ કરવા આવશે.
  • તેનો આ પ્રમાણે પણ અનુવાદ કરી શકાય “રાજ કરતી લાકડી” અથવા “રાજાની લાકડી.”

(આ પણ જુઓ: અધિકાર, ખ્રિસ્ત, રાજા, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2710, H4294, H7626, H8275, G4464

રાજદૂત, રાજદૂતો, પ્રતિનિધિ, પ્રતિનિધિઓ

વ્યાખ્યા:

રાજદૂત એક દેશ દ્વારા પસંદ કરાયેલ એક પ્રતિનિધિ છે, જે પોતાના દેશનું પ્રતિનિધિત્વ બીજા દેશમાં જઈને કરે છે. આ શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેનું ભાષાંતર સામાન્ય અને મોટે ભાગે એક “પ્રતિનિધિ” થાય છે.

  • રાજદૂત અથવા પ્રતિનિધિ, કોઈ વ્યક્તિ અથવા સરકાર માટે સંદેશાઓ મોકલે છે.
  • સામાન્ય રીતે “પ્રતિનિધિ” શબ્દ દર્શાવે છે કે એવી વ્યક્તિ કે જેને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવ્યો હોય અને બીજાના વ્યક્તિને બદલે બોલવાનું હોય છે.
  • પ્રેરિત પાઉલે શિક્ષણ આપ્યું કે ખ્રિસ્તી લોકોને આ દુનિયામાં ખ્રિસ્ત માટે તેના એલચીઓ બનાવ્યા છે, કારણકે તેઓ ખ્રિસ્ત માટે દુનિયામાં તેનો સંદેશો લઈ જઈ તેનું પ્રતિનિધિત્વ કરે છે.
  • સંદર્ભ પ્રમાણે આ શબ્દનું ભાષાંતર “સત્તાવાર પ્રતિનિધિ” અથવા “નિમાયેલ સંદેશવાહક” અથવા “પસંદ કરાયેલ પ્રતિનિધિ” અથવા “નિમાયેલ પ્રતિનિધિ” થઇ શકે છે.
  • “રાજદૂતોનું મંડળ” નું ભાષાંતર, “કોઈ સત્તાવાર સંદેશવાહકો” અથવા “પ્રતિનિધિનું નિમાયેલ મંડળ” અથવા “બધા લોકો માટે રજૂઆત કરનાર સત્તાવાર દળ” થઇ શકે છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(તે પણ જુઓ: સંદેશવાહક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3887, H4135, H4136, H4397, H6735, H6737, G4243

રાજવંશી, રાજ્ત્વ

વ્યાખ્યા:

“રાજવંશી” શબ્દ રાજા અથવા રાણીથી સંબંધિત લોકો અથવા વસ્તુઓને વર્ણવે છે.

  • “રાજવંશી” કહી શકાય તેવી બાબતોના ઉદાહરણો જે રાજાના પોશાક, મહેલ, સિંહાસન, અને મુગટનો સમાવેશ કરે છે.
  • રાજા કે રાણી સામાન્ય રીતે રાજવંશી મહેલમાં રહેતાં હતાં .
  • રાજા ખાસ વસ્ત્ર પહેરતાં, કેટલીકવાર તેને “રાજવંશી ઝભ્ભાઓ કહેવાતા હતાં.” ઘણી વખત રાજાના ઝભ્ભાઓ જાંબલી હતાં, આ રંગ અસામાન્ય અને ખર્ચાળ પ્રકારના રંગની મારફતે ઉત્પન્ન કરી શકાતો હતો.
  • નવા કરારમાં, ઈસુમાં વિશ્વાસીઓને “રાજવંશી યાજકવર્ગ” કહેવાતાં હતાં. બીજી રીતે તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય, “યાજકો કે જેઓ ઈશ્વર રાજાની સેવા કરે છે” અથવા “ઈશ્વર રાજાને સારુ યાજકો બનવા માટે બોલાવવામાં આવ્યાં.”
  • “રાજવંશી” શબ્દનો અનુવાદ “રજવાડી” અથવા “રાજા સાથે સંબંધિત” એમ પણ કરી શકાય.

(આ પણ જુઓ: રાજા. મહેલ, યાજક, જાંબલી, રાણી, ઝભ્ભો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H643, H1921, H1935, H4410, H4428, H4430, H4437, H4438, H4467, H4468, H7985, H8237, G933, G934, G937

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

  • આગલા રાજાઓના કૌટુંબિક સંબંધને કારણે સામાન્ય રીતે રાજાને રાજ કરવા પસંદ કરવામાં આવતો હતો.
  • જ્યારે રાજા મરણ પામે ત્યારે, સામાન્ય રીતે તેનો વડો દીકરો તેના પછીનો રાજા બને.
  • પ્રાચીન સમયોમાં, રાજા પાસે તેના રાજ્યના લોકો પર સંપૂર્ણ સત્તા હતી.
  • ભાગ્યેજ "રાજા" શબ્દનો ઉલ્લેખ એવા વ્યક્તિ માટે કરવામાં આવ્યો હતો જે ખરો રાજા ન હતો, જેમ કે નવા કરારમાં "”હેરોદ રાજા."
  • બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને તેમના લોકો પર રાજા તરીકે સંબોધવામાં આવ્યા છે.
  • "ઈશ્વરનું રાજ્ય" એ ઈશ્વરનું તેમના લોકો પરના રાજનો ઉલ્લેખ કરે છે.
  • ઈસુને "યહુદીઓના રાજા," "ઈઝરાયેલના રાજા," અને "રાજાઓના રાજા" કહેવામા આવ્યા.
  • જ્યારે ઈસુ પરત આવશે ત્યારે, તેઓ રાજા તરીકે જગત પર રાજ કરશે.
  • આ શબ્દનું અનુવાદ "સર્વોચ્ચ વડા" અથવા "પૂર્ણ આગેવાન" અથવા "સર્વોપરી શાસક" એમ પણ કરી શકાય.
  • "રાજાઓના રાજા" શબ્દસમૂહનું અનુવાદ "રાજા કે જે બીજા રાજાઓ પર રાજ કરે છે" અથવા "સર્વોચ્ચ શાસક જેને બીજા શાસકો પર સત્તા છે" એમ કરી શકાય.

(આ પણ જુઓ: સત્તા, હેરોદ અંતિપાસ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

  • 8:6 એ રાત્રે, ફારુન, જેને મિસરીઓ તેમના રાજા તરીકે ગણતાં હતા, તેને બે સ્વપ્નો આવ્યા કે જેણે તેને ખૂબ બેચેન બનાવી દીધો.
  • 16:1 ઈઝરાયેલીઓનો કોઈ હતો નહીં રાજા, તેથી દરેક જેને પોતાને માટે જે સારું લાગતું તે કરો હતો.
  • 16:18 છેવટે, લોકોએ ઈશ્વર પાસે માંગ્યો એક રાજા જેમ બીજા બધા દેશો પાસે હતો તેમ.
  • 17:5 છેવટે, શાઉલ લડતમાં મૃત્યુ પામ્યો, અને દાઉદ બન્યો રાજા ઇઝરાયેલનો. તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.
  • 21:6 ઈશ્વરના પ્રબોધકોએ એ પણ કહ્યું હતું કે મસીહા પ્રબોધક, યાજક અને રાજા હશે.
  • 48:14 દાઉદ હતો રાજા ઈઝરાયેલનો, પરંતુ ઈસુ છે રાજા સમગ્ર વિશ્વના!

શબ્દ માહિતી:

  • Strong's: H4427, H4428, H4430, G935, G936

રાજ્ય કરવું, રાજ્યકાળ, શાસક, અધિકારી, સત્તાધીશ, અધિકૃત, આગેવાન

વ્યાખ્યા:

“શાસક” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “શાસક” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

  • જુના કરારમાં, સામાન્ય રીતે રાજાને કેટલીકવાર “શાસક” તરીકે ઓળખવામાં આવતા હતા, “ઈઝરાયેલ પર તેને શાસક તરીકે નિમવામાં આવ્યો” શબ્દસમૂહ પ્રમાણે.
  • ઈશ્વરને અંતિમ શાસક તરીકે ઓળખવામાં આવે છે, કે જેઓ સર્વ બીજા શાસકો પર રાજ કરે છે.
  • નવા કરારમાં, સભાસ્થાનના આગેવાન “શાસક” કહેવાતા હતાં.
  • બીજા પ્રકારના શાસક નવા કરારમાં “રાજ્યપાલ” હતાં.
  • સંદર્ભને આધારે, “શાસક”નું ભાષાંતર “આગેવાન” અથવા “વ્યક્તિ કે જેને બીજા પર અધિકાર છે” તેમ કરી શકાય.
  • “રાજ્ય કરવા”ની ક્રિયા એટલે કે “આગેવાની” આપવી અથવા “બીજા પર અધિકાર” હોવો. જ્યારે રાજાના શાસન કરવાનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ એકસરખો, “રાજયકાળ” જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજ્યપાલ, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H1166, H1167, H1404, H2708, H2710, H3027, H3548, H3920, H4043, H4410, H4427, H4428, H4438, H4467, H4474, H4475, H4623, H4910, H4941, H5057, H5065, H5387, H5401, H5461, H5715, H6113, H6213, H6485, H6957, H7101, H7218, H7287, H7300, H7336, H7786, H7860, H7980, H7981, H7985, H7989, H7990, H8199, H8269, H8323, H8451, G746, G752, G755, G757, G758, G932, G936, G1018, G1203, G1299, G1778, G1785, G1849, G2232, G2233, G2525, G2583, G2888, G2961, G3545, G3841, G4165, G4173, G4291

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

  • રાજ્ય કોઈપણ ભૌગોલિક આકારનું હોય શકે. રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.
  • "રાજ્ય" શબ્દ એ આત્મિક શાસન કે સત્તાનો ઉલ્લેખ કરી શકે, જેમ "ઈશ્વરના રાજ્ય" ના શબ્દમાં છે તેમ.
  • ઈશ્વર સર્વ સર્જનના શાસક છે, પરંતુ "ઈશ્વરનું રાજ્ય" શબ્દ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે અને જેઓ તેમની સત્તાને તાબે થયા છે તેઓ પર તેમના શાસન અને સત્તાનો ખાસ કરીને ઉલ્લેખ કરે છે.
  • શેતાન પાસે પણ "રાજ્ય" છે એવી પણ વાત બાઇબલ કરે છે જેમાં તે આ પૃથ્વી પર ઘણી બાબતો પર ક્ષણિક રીતે રાજ કરે છે. તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે ભૌતિક વિસ્તાર જે પર રાજા દ્વારા શાસન કરવામાં આવતું હોય તેમ સંબોધવામાં આવ્યું હોય ત્યારે, "રાજ્ય" શબ્દનું અનુવાદ "દેશ (રાજા દ્વારા શાસિત)" અથવા "રાજાનો પ્રદેશ" અથવા "રાજા દ્વારા શાસિત વિસ્તાર" એમ કરી શકાય.

  • આત્મિક સમજણમાં, "રાજ્ય" નું અનુવાદ "શાસક" અથવા "સત્તાધીશ" અથવા "નિયંત્રણ" અથવા "શાસન" એમ કરી શકાય.

  • એક રીતે "યાજકોનું રાજ્ય" નું અનુવાદ "આત્મિક યાજકો જેઓ ઈશ્વર દ્વારા શાસિત છે" એમ કરી શકાય.

  • "અજવાળાનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન જે અજવાળાની જેમ સારું છે" અથવા "જ્યારે ઈશ્વર, જેઓ અજવાળું છે, લોકો પર શાસન કરે છે" અથવા "અજવાળું અને ઈશ્વરના રાજ્યની ભલમનસાઈ" એમ કરી શકાય. આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

  • એ નોંધો કે "રાજ્ય" શબ્દ એ સામ્રાજ્ય શબ્દ કરતાં અલગ છે, જેમાં સમ્રાટ અનેક દેશો પર રાજ કરે છે.

(આ પણ જુઓ: સત્તા, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહુદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 13:2 ઈશ્વરે મુસા અને ઈઝરાયેલના લોકોને કહ્યું, "જો તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારો કરાર પાળશો, તો તમે મારા ખાસ લોક થશો, એક રાજ્ય યાજકોનું, અને એક પવિત્ર દેશજાતિ."
  • 18:4 ઈશ્વર સુલેમાનથી ગુસ્સે થયા અને, સુલેમાનના અવિશ્વાસુપણાની શિક્ષા તરીકે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રનું વિભાજન કરવાનું વચન આપ્યું બે રાજ્યોમાં સુલેમાનના મરણ પછી.
  • 18:7 ઈઝરાયેલ રાષ્ટ્રના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું. માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.
  • 18:8 ઇઝરાયેલ રાષ્ટ્રના બીજા દસ કુળો કે જેમણે રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેમણે યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે પસંદ કર્યો. તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.
  • 21:8 રાજા એ છે કે જે રાજ કરો હોય રાજ્ય પર અને લોકોનો ન્યાય કરતો હોય.

શબ્દ માહિતી:

  • Strong's: H4410, H4437, H4438, H4467, H4468, H4474, H4475, G932

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

  • એસ્તેર જ્યારે અહાશ્વેરોશ રાજાને પરણી ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.
  • ઇઝબેલ રાણી આહબ રાજાની દુષ્ટ પત્ની હતી.
  • શેબાની રાણી એક વિખ્યાત શાસક હતી કે જે સુલેમાન રાજાની મુલાકાતે આવી હતી.
  • “રાજમાતા” શબ્દ સામાન્ય રીતે રાજ કરતા રાજાની માતા અથવા દાદી અથવા તો અગાઉના રાજાની વિધવા પત્નીઓ ઉલ્લેખ કરતો હતો. રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઈરાન શાસક, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

  • જયારે “રોટલો” (આખો શેકેલો લોંદો/બ્રેડ) શબ્દ આવે છે, તેનો અર્થ “રોટલાનો ટુકડો” (રોટલીનો ટુકડો) થાય છે.

  • રોટલીનો કણક સામાન્ય રીતે એવી વસ્તુમાંથી બને છે જે ખમીર લીધે ઉપશી આવે છે.

  • ખમીર વગરની રોટલી પણ બનાવી શકાય છે, જે ફૂલશે નહીં. બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

  • બાઈબલના સમયોમાં રોટલી ઘણા લોકો માટે મુખ્ય ખોરાક હતો, આ શબ્દ બાઈબલમાં સામાન્ય રીતે ખોરાક દર્શાવવા વપરાય છે.

(જુઓ: લક્ષણા(અલંકાર)

  • “ઉપસ્થિતિની રોટલી” શબ્દ, બાર રોટલીઓ કે જે મુલાકાત મંડપના સોનાની મેજ ઉપર મુકવામાં આવતી હતી અથવા મંદિરની ઈમારત પર દેવને બલિદાન તરીકે અર્પણ કરવામાં આવતી હતી, તેને દર્શાવે છે. આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”
  • “સ્વર્ગમાંથી આવેલી રોટલી” રૂપકાત્મક શબ્દ દર્શાવે છે, જે વિશેષ સફેદ ખોરાક છે જેને “માન્ના” કહેવાય છે, જયારે ઈઝરાએલીઓ અરણ્યના રણમાં ભટકતા હતા ત્યારે દેવે તેઓને પૂરું પાડ્યું.
  • ઈસુ પણ પોતાને “રોટલી કે જે આકાશમાંથી નીચે આવી છે” અને “જીવનની રોટલી” કહેવડાવે છે.
  • જયારે ઈસુ અને તેના શિષ્યોની સાથે તેના મૃત્યુ પહેલા પાસ્ખા ભોજન ખાઈ રહ્યા હતા ત્યારે તેમણે બેખમીર પાસ્ખા રોટલીને તેના શરીર સાથે સરખાવી કે જેને વધસ્તંભ ઉપર ઘાયલ કરી અને મારી નાખવામાં આવશે.
  • ઘણી વખત “રોટલી” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે “ખોરાક” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાત મંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H2557, H3899, H4635, H4682, G106, G740, G4286

લટકાવવું, લટકાવે છે, ફાંસી આપવી, નીચે લટકાવવું, લટકાવવામાં આવે છે, ટંગાયેલો

વ્યાખ્યા:

“લટકાવવું” શબ્દનો અર્થ, કંઈક અથવા કોઈને જમીનની ઉપર સ્થગિત કરવું. જયારે કોઈને ફાંસી પર લટકાવવામાં આવે છે ત્યારે વ્યક્તિના ગળામાં દોરડું બાંધીને તેને કોઈ ઉભા કરેલા સ્થાન પર, જેવા કે ઝાડની ડાળી પરથી લટકાવી દેવામાં આવે છે. યહૂદાએ ફાંસી દ્વારા પોતાને મારી નાખ્યો.

જો કે જયારે ઈસુ લાકડાના વધસ્તંભ ઉપર લટકીને મૃત્યુ પામ્યો, ત્યારે ત્યાં તેના ગળાની આસપાસ કશુંજ નહોતું: સિપાઈઓએ વધસ્તંભ ઉપર તેના હાથો (અથવા કાંડા) અને તેના પગોમાં ખીલા જડી લટકાવી દીધો.

કોઈને લટકાવી દેવું, જે હંમેશા દર્શાવે છે કે કોઈને તેઓના ગળાની આસપાસ દોરડાથી લટકાવીને મારી નાખવું.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2614, H3363, H8518, G519

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

  • જ્યારે યાકુબ ઘરડો હતો, ત્યારે તે ચાલવા માટે લાકડીની મદદ લેતો હતો.
  • ઈશ્વરે તેમનું બળ ફારૂનને બતાવવા માટે મુસાની લાકડીને સર્પમાં બદલી નાંખી.
  • ઘેટાંપાળકો પણ તેમના ઘેટાંને દોરવા, અથવા જ્યારે તેઓ પડી જાય કે ભટકી જાય ત્યારે ઘેટાંને બચાવવા લાકડીની મદદ લેતા હતા.
  • ઘેટાંપાળકની લાકડીમાં એક બાજુ વાળેલો આંકડો હોય, તેથી તે ઘેટાંપાળકની સોટી કે જે સીધી હોય અને જે જંગલી પ્રાણીઓ કે જેઓ ઘેટાં પર હુમલો કરવાનો પ્રયત્ન કરતાં હોય તેને મારવા કરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ફારૂન, શક્તિ, ઘેટું, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4132, H4294, H4731, H4938, H6086, H6418, H7626, G2563, G3586, G4464

લાંચ આપવી, લાંચ આપે છે, લાંચ આપી, રુશ્વતખોરી

વ્યાખ્યા:

“લાંચ” નો અર્થ, કોઈકને કંઈક કિંમત આપવી, જેમકે પૈસા, જેથી તે વ્યક્તિ કઈંક અપ્રમાણિક કરવા માટે લાગવગ કરે.

  • સૈનિકો જેઓ ઈસુની ખાલી કબર ચોકી કરતા હતા, તેઓને જે બન્યું હતું તે વિશે જૂઠું બોલવા માટે (લાંચના) પૈસા આપ્યા.

  • ક્યારેક સરકારી અધિકારીને ગુનાની અવગણના કરવા અથવા ચોક્કસ રીતે મત આપવા માટે લાંચ આપવામાં આવે છે.

  • બાઈબલ લાંચ આપવી અથવા લેવા વિશે મનાઈ કરે છે.

  • “લાંચ” શબ્દનું ભાષાંતર, “અપ્રમાણિક ચુકવણી” અથવા “જૂઠું બોલવા માટેની ચુકવણી” અથવા “નિયમો તોડવા માટેની કિંમત” તરીકે કરી શકાય.

  • “લાંચ આપવી” તે શબ્દનું ભાષાંતર જે શબ્દ અથવા વાક્યથી કરી શકાય જેનો અર્થ, “કોઈકને લાગવગ (પ્રભાવ) માટે ચુકવણી કરવી” અથવા “અપ્રમાણિક તરફેણ કરવા ચુકવણી કરવી” અથવા “તરફેણ માટે ચુકવણી કરવી” એમ કરી શકાય.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H3724, H4979, H7809, H7810, H7936, H7966, H8641, G5260

લાભ, લાભકારક, ગેરફાયદાવાળું/બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવુંનો ઉલ્લેખ કરે છે.                                                                                                                                                                                                                                                જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

  • વધારે ચોક્કસ રીતે, “લાભ” શબ્દ મોટેભાગે વેપાર દ્વારા પ્રાપ્ત કરેલા નાણાંનો ઉલ્લેખ કરે છે. ખર્ચવામાં આવેલ નાણાં કરતાં જો વધુ નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.
  • જે કાર્યો લોકો માટે સારી બાબતો ઉપજાવે તો તે કાર્યો લાભકારક છે.
  • ૨ તિમોથી ૩:૧૬ કહે છે કે દરેક શાસ્ત્રવચન લોકોના સુધારા અને ન્યાયીપણાની તાલીમ માટે “લાભકારક” છે. તેનો અર્થ એ થાય છે કે બાઈબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે.                                                                                                                                                                             “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.
  • તેનો શાબ્દિક અર્થ, કશોજ લાભ ન થવો અથવા તો કોઈક વ્યક્તિને કશું પણ પ્રાપ્ત કરવા મદદ ન કરવી, થાય છે.
  • જે બાબત બિનલાભદાયક છે તે કરવી યોગ્ય નથી કારણકે તે કશો લાભ કરાવતી નથી.
  • તેનો અનુવાદ “બિનઉપયોગી’ અથવા તો “નકામું” અથવા તો “લાભદાયી નહીં” અથવા તો "અયોગ્ય" અથવા તો “લાભ ન કરાવતું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: યોગ્ય)

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “લાભ” શબ્દનો અનુવાદ “ફાયદો” અથવા તો “મદદ” અથવા તો “નફો” તરીકે પણ કરી શકાય.
  • “લાભકારક” શબ્દનો અનુવાદ “ઉપયોગી” અથવા તો “ફાયદાકારક” અથવા તો “મદદરૂપ” તરીકે કરી શકાય.
  • કશાક “માંથી લાભ પામવો” નો અનુવાદ “માંથી ફાયદો થવો” અથવા તો “માંથી નાણાં પ્રાપ્ત કરવા” અથવા તો “માંથી મદદ પ્રાપ્ત કરવી” તરીકે કરી શકાય.
  • વેપારના સંદર્ભમાં, “લાભ” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ધનલાભ” અથવા તો “વધારે નાણાં” અથવા તો “અધિક નાણાં” તરીકે કરી શકાય.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1215, H3148, H3276, H3504, H4195, H4768, H5532, H7737, H7939, G147, G255, G512, G888, G889, G890, G1281, G2585, G2770, G2771, G3408, G4297, G4298, G4851, G5539, G5622, G5623, G5624

લાયક બનવું, લાયક બનાવેલ, અયોગ્ય ઠરેલું

વ્યાખ્યા:

“લાયક થવું” શબ્દ ખાસ લાભ પ્રાપ્ત કરવાનો હક મેળવવો અથવા તો ખાસ કૌશલ્યો ધરાવવા માટે જાણીતા થવાનો ઉલ્લેખ કરે છે.

  • એક વ્યક્તિ જેણે કોઈ ખાસ કાર્ય માટે “લાયકાત મેળવેલ” છે તેની પાસે તે કાર્ય કરવા જરૂરી કૌશલ્યો અને તાલીમ છે.
  • પાઉલ પ્રેરિતે તેના ક્લોસ્સીઓની મંડળીને લખેલા પત્રમાં લખ્યું કે ઈશ્વર પિતાએ વિશ્વાસીઓને પોતાના પ્રકાશના રાજ્યમાં ભાગીદાર થવા “લાયક બનાવ્યા” છે. તેનો અર્થ એ થાય છે કે ઈશ્વરે તેઓને ઈશ્વર પારાયણ જીવનો જીવવા જરૂરી બધી જ બાબતો આપી છે.
  • વિશ્વાસી મનુષ્ય ઈશ્વરના રાજ્યનો ભાગીદાર બનવાનો હક કમાઈ શકતો નથી. ઈશ્વરે તેને ખ્રિસ્તના રક્ત દ્વારા છોડાવ્યો છે તે કારણે તેને ફક્ત લાયક બનાવવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “લાયક બનાવેલ” નો અનુવાદ “તૈયાર કરેલ” અથવા તો “કૌશલ્ય સજ્જ” અથવા તો “સક્ષમ બનાવેલ” તરીકે કરી શકાય.
  • કોઈને “લાયક બનાવવા” નો અર્થ તેને “તૈયાર કરવો” અથવા તો “સક્ષમ કરવો” અથવા તો “સશક્ત કરવો” તરીકે કરી શકાય.

(આ જૂઓ: ક્લોસ્સે, ઈશ્વરપરાયણ, રાજ્ય, પ્રકાશ, પાઉલ, છોડવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3581

લોકજાતિ, લોકો, લોક, તે લોકો

વ્યાખ્યા:

“લોકો” અને “લોકજાતિ” શબ્દો એવા લોકોના જૂથનો ઉલ્લેખ કરે છે કે જેઓની ભાષા અને સંકૃતિ એકસમાન છે. “તે લોકો” શબ્દસમૂહ કોઈ ખાસ જગામાં કે ખાસ પ્રસંગે એકઠા થયેલા લોકોનો ઉલ્લેખ કરે છે.

  • જ્યારે ઈશ્વરે પોતાને માટે “લોકો” અલગ કર્યા ત્યારે, તેનો અર્થ થાય છે કે તેઓએ ખાસ લોકોને પસંદ કર્યા કે તે લોકો ઈશ્વરના થાય અને તેમની સેવા કરે.
  • બાઇબલના સમયોમાં, લોકજાતિના સભ્યોના એકસમાન પૂર્વજો હતા અને તેઓ ખાસ દેશમાં કે પ્રદેશમાં રહેતા હતા.
  • સંદર્ભ અનુસાર, “તમારા લોકો” એ શબ્દસમૂહનો અર્થ “તમારી લોકજાતિ” અથવા તો “તમારું કુટુંબ” અથવા તો “તમારાં સગાં” થઈ શકે.
  • “લોકો” શબ્દ ઘણીવાર પૃથ્વી પરની તમામ લોકજાતિઓનો ઉલ્લેખ કરવા વપરાય છે. કેટલીક વાર તે ખાસ એવા લોકો જેઓ ઇઝરાયલીઓ નથી અને જેઓ યહોવાની સેવા કરતા નથી એવા લોકોનો ઉલ્લેખ કરે છે. કેટલાક અંગ્રેજી બાઇબલ અનુવાદોમાં “દેશો” શબ્દનો ઉપયોગ આ રીતે થયો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “લોકજાતિ” શબ્દનો અનુવાદ કોઈ શબ્દ અથવા તો શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “મોટું કૌટુંબિક જૂથ” અથવા તો “કુળ” અથવા તો “વંશીય જૂથ” થતો હોય.
  • “મારા લોકો” એવા શબ્દસમૂહનો અર્થ સંદર્ભ અનુસાર, “મારા સગાં” અથવા તો “મારા સાથી ઇઝરાયલીઓ” અથવા તો “મારૂ કુટુંબ” અથવા તો “મારી લોકજાતિ” તરીકે કરી શકાય.
  • “તમને લોકજાતિઓ મધ્યે વિખેરી નાખવા” એ અભિવ્યક્તિનો અર્થ “તમે જઈને ઘણી વિભિન્ન લોકજાતિઓ મધ્યે રહો તેવું કરવું” અથવા તો “તમને એકબીજાથી અલગ કરવા અને તમે જઈને દુનિયાના ઘણા વિભિન્ન પ્રદેશોમાં રહો તેવું કરવું” તરીકે પણ કરી શકાય.
  • “લોકો” અથવા તો “લોક” નો અનુવાદ સંદર્ભ અનુસાર “દુનિયામાંના લોકો” અથવા તો “લોકજાતિઓ” તરીકે પણ કરી શકાય.
  • “ના લોકો” શબ્દસમૂહનો અનુવાદ “માં રહતા લોકો” અથવા તો “ના વંશના લોકો’ અથવા તો “નું કુટુંબ” તરીકે કરી શકાય. તેનો આધાર એ હશે કે તેની અગાઉ વ્યક્તિનું નામ આવે છે કે પછી એક જગાનું નામ આવે છે.
  • “પૃથ્વી પરના બધા જ લોકો” નો અનુવાદ “પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિ” અથવા તો “દુનિયાની દરેક વ્યક્તિ” અથવા તો “બધા જ લોકો” તરીકે કરી શકાય.
  • “લોકો” શબ્દસમૂહનો અનુવાદ “લોકોનું એક જૂથ” અથવા તો “ખાસ લોકો” અથવા તો “લોકોનો એક સમુદાય” અથવા તો “લોકોનું કુટુંબ” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: વંશજ, દેશ, કુળ, દુનિયા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 14:2 ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું કે તેમના વંશજોને તેઓ વચનનો દેશ આપશે, પણ હમણાં તો ત્યાં લોકજાતિઓ રહેતી હતી. ત્યાર બાદ જે થયું તે એ હતું કે
  • 21:2 ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું કે તેના દ્વારા દુનિયાની બધી જ લોકજાતિઓ આશીર્વાદ પામશે. આ આશીર્વાદ એ હશે કે ભવિષ્યમાં મસીહા આવશે અને દુનિયાની બધી જ લોકજાતિઓમાંના લોકો માટે ઉદ્ધારનો માર્ગ પૂરો પાડશે.
  • 42:8 “શાસ્ત્રવચનમાં તે પણ લખેલું હતું કે મારા શિષ્યો એવું ઘોષિત કરશે કે તેઓના પાપની માફી પામવા દરેકે પશ્ચાતાપ કરવો જોઈએ. તેઓ તે કરવાની શરૂઆત યરૂશાલેમથી કરશે અને પછી દરેક જગ્યાએ દરેક લોકજાતિમાં જઈને તેવું ઘોષિત કરશે.”
  • 42:10 “માટે, જાઓ, ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપવા દ્વારા અને મેં જે આજ્ઞાઓ આપી છે તેઓને પાળવાનું શીખવવા દ્વારા બધી જ લોકજાતિઓમાંથી શિષ્યો બનાવો”.
  • 48:11 આ નવા કરારને કારણે, ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા કોઈપણ લોકજાતિમાંની કોઈપણ વ્યક્તિ ઈશ્વરના લોકોનો ભાગ બની શકે છે.
  • 50:3 તેઓએ (ઈસુએ) કહ્યું કે, “જાઓ અને બધી જ લોકજાતિઓમાંથી શિષ્યો બનાવો!” અને “ખેતરો કાપણી માટે પાકી ચૂક્યા છે!”

શબ્દ માહિતી:

  • Strong's: H249, H523, H524, H776, H1121, H1471, H3816, H5712, H5971, H5972, H6153, G246, G1074, G1085, G1218, G1484, G2560, G2992, G3793

લોબાન

વ્યાખ્યા:

લોબાન એ રાળ વૃક્ષમાંથી બનાવેલી તેજાનાની સુવાસ છે. તેને અત્તર અને ધૂપ બનાવવા વાપરવામાં આવે છે.

  • બાઈબલના સમયમાં, લોબાન એ મહત્વનો મસાલો હતો, જે મૃતદેહોને દફન માટે તૈયાર કરવા વાપરવામાં આવતું હતું.
  • આ મસાલો તેના રૂઝ લાવવાના અને શાંત પાળવાના ગુણોને માટે પણ કિંમતી છે.
  • જયારે પૂર્વ દેશથી જ્ઞાની માણસો બાળક ઈસુની મુલાકાત માટે બેથલેહેમ આવ્યા, ત્યારે તેઓ તેના માટે ત્રણ ભેટો લાવ્યાં હતા, લોબાન તેઓમાંની એક હતી.

(આ પણ જુઓ: બેથલેહેમ, જ્ઞાનીમાણસો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3828, G3030

લ્યૂટ, તંતુવાદ્ય, તંતુવીણા

વ્યાખ્યા:

લૂંટ અને ગીત એક નાના, તારવાળા, સંગીતનાં સાધનો છે જે ઇઝરાયેલીઓ દ્વારા ઈશ્વરની આરાધના કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

  • લાયર એક નાની વીણા જેવી દેખાય છે, જે એક ખુલ્લા ફ્રેમમાં તાર ભરેલા હોય છે.
  • લૂંટ આધુનિક એકોસ્ટિક ગિટારથી ખૂબ જ સમાન છે, જેમાં લાકડાનું સાઉન્ડ બૉક્સ અને વિસ્તૃત ગરદન હોય છે જેના પર તાર ભરેલા હોય છે.
  • લ્યુટ અથવા લાઇર વગાડવા, એક બાજુની આંગળીઓ સાથે અમુક તાર નીચે રાખવામાં આવે છે જ્યારે આ અને અન્ય તાર બીજી તરફ ખેંચાય છે અથવા ભરાય છે.
  • લ્યુટ, લાઇઅર અને હાર્પ બધા તાર હલાવીને અથવા પકડાવીને વગાડાય છે.
  • તારની સંખ્યા વિવિધ છે, પરંતુ જૂના કરારમાં ખાસ કરીને એવા સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમાં દસ તાર હતાં.

(આ પણ જુઓ: હાર્પ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3658, H5035, H5443

વખાર, વખારો

વ્યાખ્યા:

“વખાર” એ મોટી ઈમારત હોય છે જે લાંબા સમય માટે અનાજ અને બીજી વસ્તુઓ રાખવા માટે વપરાય છે.

  • બાઈબલમાં સામાન્ય રીતે વધારાનું અનાજ અને બીજા ખોરાકનો સંગ્રહ “વખાર” માં કરવામાં આવતું જે પછી જ્યારે દુકાળ હોય ત્યારે વાપરવામાં આવતું.
  • ઈશ્વર દરેક સારી બાબતો કે જે તેમના લોકોને આપવા ઈચ્છે છે તેનો ઉલ્લેખ કરવા આ શબ્દનો રૂપકાત્મક રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
  • મંદિરના વખારો મુલ્યવાન વસ્તુઓ જેમ કે સોનું અને ચાંદી કે જે યહોવાને સમર્પિત કરવામાં આવતું તેને સામેલ કરતું હતું. તેમાંની કેટલીક બાબતોનો ઉપયોગ મંદિરના સમારકામ અને જાળવણી માટે કરવામાં આવતો જે ત્યાં રાખવામાં આવતું હતું.
  • “વખાર” નું અનુવાદ કરવાની બીજી રીતોમાં “અનાજનો સંગ્રહ કરવાની ઈમારત” અથવા “ખોરાક રાખવાની જગા” અથવા “મુલ્યવાન વસ્તુઓ સુરક્ષિત રાખવાનો ઓરડો” નો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: પવિત્ર, સમર્પિત, દુકાળ, સોનું, અનાજ, ચાંદી, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H214, H618, H624, H4035, H4200, H4543, G596

વડીલ, વડીલો, ઉમરવાન, વૃદ્ધ

વ્યાખ્યા:

"વડીલ" અથવા "ઉમરવાન" શબ્દ એ લોકોનો (બાઇબલમાં મહાદઅંશે પુરુષો) ઉલ્લેખ કરે છે જેઓ સમુદાયમાં આગેવાનો બની શકે તે રીતે પુખ્ત પરિપકવ વ્યક્તિઓ તરીકે વૃદ્ધી પામ્યા છે. ઉદાહરણ તરીકે, વડીલોને વાળ ધોળા હોય, પુખ્ત ઉમરના બાળકો હોય, અથવા કદાચ પોત્રો-પોત્રીઓ હોય.

  • “વડીલ” શબ્દ એ હકીકત પરથી ઉતરી આવ્યો છે કે વડીલો વાસ્તવમાં વૃદ્ધ પુરુષો હતા જેઓને તેમની ઉંમર અને અનુભવને કારણે વધારે ડહાપણ/શાણપણ હતું.

  • જૂના કરારમાં, વડીલોએ સામાજિક ન્યાય અને મૂસાના નિયમોની બાબતમાં ઈઝરાએલીઓને મદદ કરીને દોર્યા હતા.

  • નવા કરારમાં, યહૂદી વડીલો તેઓના સમુદાયોમાં આગેવાનો તરીકે ચાલુ રહ્યા અને લોકો માટે ન્યાયાધીશો પણ રહ્યા હતા.

  • શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલોએ વિશ્વાસીઓની સ્થાનિક સભામાં આત્મિક નેતાગીરી આપી. આ મંડળીઓના વડીલોમાં જુવાન માણસો કે જેઓ આત્મિક રીતે પુખ્ત હતા તેઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

  • આ શબ્દનું ભાષાંતર “ઉમરવાન/વૃદ્ધ માણસો” અથવા “મંડળીને દોરનાર આત્મિક રીતે પુખ્ત માણસો” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850

વધ કરવો, વધ કર્યો

વ્યાખ્યા:

વ્યક્તિ કે પ્રાણીનો “વધ કરવો” એટલે કે તેને મારી નાંખવું. ઘણીવાર તેનો મતલબ તેને બળજબરીપૂર્વક કે હિંસક રીતે મારી નાંખવું એમ થાય છે. જો માણસે પ્રાણીને મારી નાંખ્યું છે તો તેણે તેનો “વધ કર્યો” એમ કહેવાય.

  • પ્રાણી અથવા મોટી સંખ્યાના લોકોને સંબોધવા, “કતલ” શબ્દ ઘણીવાર વાપરવામાં આવે છે.
  • ખાવા માટે પ્રાણીનો વધ કરવો તેને પણ “કતલ” જ કહેવામાં આવે છે.
  • “વધ કર્યો” શબ્દસમૂહનું અનુવાદ “વધ થયેલા લોકો” અથવા “લોકો કે જેઓ મારી નાંખવામાં આવ્યા” એમ પણ થઇ શકે.

(આ પણ જુઓ: કતલ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2026, H2076, H2490, H2491, H2717, H2763, H2873, H2874, H4191, H4194, H5221, H6991, H6992, H7523, H7819, G337, G615, G1315, G2380, G2695, G4968, G4969, G5407

વધારવું, વધારે છે, વધાર્યું, વધારવું, વધારો

વ્યાખ્યા:

“વધારવું” શબ્દનો અર્થ પુષ્કળ સંખ્યામાં વધારવું એવો થાય છે. તેનો અર્થ કોઈ બાબતના પ્રમાણને વધારવું એવો પણ થઈ શકે, જેમ કે દુઃખ વધારવું.

  • ઈશ્વરે મનુષ્યોને અને પ્રાણીઓને “વધવા” તથા પૃથ્વીને ભરપૂર કરવા કહ્યું. આ આજ્ઞા તેઓની જાત પ્રમાણે ઘણા બચ્ચાઓ પેદા કરવાની હતી.
  • ઈસુએ 5000 લોકોને જમાડવા રોટલી અને માછલીને વધારી નાખ્યા. ખોરાકની માત્રા વધતી ગઈ કે જેથી દરેકને તૃપ્ત કરવા જરૂરિયાતથી વધારે ખોરાક હતો.
  • સંદર્ભ અનુસાર, આ શબ્દનો અનુવાદ “વધારો” અથવા તો “વધારી નાખવું” અથવા તો “સંખ્યામાં મોટો વધારો કરવો” અથવા તો “સંખ્યામાં વધારો થવો” અથવા તો “અસંખ્ય બનવું” તરીકે કરી શકાય.
  • “તારું દુઃખ ઘણું વધારો” શબ્દસમૂહનો અનુવાદ “તારા દુઃખને વધારે ભારે કરો” અથવા તો “તને ઘણું દુઃખ આપો” તરીકે પણ કરી શકાય.
  • “ઘોડાઓની વૃદ્ધિ કરવાનો અર્થ “લાલચી રીતે વધારે ઘોડા મેળવવા” અથવા તો “પુષ્કળ ઘોડાઓ મેળવવા” થાય છે.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3254, H3527, H6280, H7231, H7233, H7235, H7680, G4052, G4129

વરુ, વરુઓ, જંગલી કુતરાઓ

વ્યાખ્યા:

વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.

  • વરુઓ સામાન્ય રીતે જૂથોમાં શિકાર કરે છે અને એક હોંશિયાર અને ક્રાંતિકારી રીતે શિકાર કરે છે.
  • બાઇબલમાં, "વરૂઓ" શબ્દનો ઉપયોગ ખોટા શિક્ષકો અથવા જૂઠા પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે કરવામાં આવે છે જે ઘેટાંના જેવા વિશ્વાસીઓનો નાશ કરે છે. ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.
  • આ સરખામણી એ હકીકત પર આધારિત છે કે ઘેટાં ખાસ કરીને વરુના દ્વારા થનારહુમલા અને ખાઇ જવાની બીક માટે સંવેદનશીલ હોય છે, કારણ કે તેઓ નબળા છે અને પોતાનું રક્ષણ કરી શકતા નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ "જંગલી કૂતરો" અથવા "જંગલી પ્રાણી" તરીકે કરી શકાય છે.
  • જંગલી કૂતરા માટેના અન્ય નામો "શિયાળ" અથવા "કોયોટે" હોઈ શકે છે.
  • લાક્ષણિક રીતે જ્યારે લોકોનો ઉલ્લેખ કરવા માટે વપરાય ત્યારે, આનો અર્થ થાય છે, "દુષ્ટ લોકો જે ઘેટાં પર હુમલો કરતા પ્રાણીઓ જેવા લોકોને નુકસાન પહોંચાડે છે."

(આ પણ જુઓ: દુષ્ટ, ખોટા પ્રબોધક, ઘેટા, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2061, H3611, G3074

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

  • આધુનિક સમયમાં સૂર્ય પંચાંગ પ્રમાણે 365 દિવસોને બાર મહિનાઓમાં વિભાજીત કરવામાં આવે છે, એટલે કે એ સમય દરમ્યાન પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરી એક આંટો પુરો કરે છે.
  • બન્ને પંચાંગ વ્યવસ્થામાં વર્ષના બાર મહિના હોય છે. પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.
  • બાઈબલમાં જયારે વિશિષ્ટ ઘટના સ્થાન લે છે, તે વખતે સામાન્ય સમયને દર્શાવવા માટે “વર્ષ” શબ્દનો રૂપક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3117, H7620, H7657, H8140, H8141, G1763, G2094

વસ્તીગણતરી

વ્યાખ્યા:

“વસ્તીગણતરી” શબ્દ, દેશ અથવા સામ્રાજ્યમાં લોકોના સંખ્યાની ઔપચારિક ગણતરીને દર્શાવે છે. જૂના કરારમાં વિવિધ સમયોમાં નોધવામાં આવ્યું છે દેવે ઈઝરાએલના માણસોની ગણતરી કરવી માટે આદેશ આપ્યો, જેમકે જયારે ઈઝરાએલીઓએ પ્રથમ મિસર છોડ્યું અને ત્યાર બાદ તેઓ ક્નાનમાં પ્રવેશ્યાં પહેલા વસ્તીગણતરી કરવામાં આવી.

  • મોટેભાગે વસ્તીગણતરીનો હેતુ, કેટલા લોકો કરની ચુકવણી કરે છે તેનો આંકડો જાણવાનો હતો.
  • ઉદાહરણ તરીકે નિર્ગમનમાં એક સમયે ઈઝરાએલી પુરુષોની ગણતરી કરવામાં આવી હતી જેથી કરીને મંદિરની કાળજી લેવા માટે દરેક જણ અડધો શેકેલ ચૂકવે.
  • જયારે ઈસુ બાળક હતા ત્યારે રોમન સરકારે પોતાના સામ્રાજ્યમાં રહેતાં બધાંજ લોકોની વસ્તી ગણતરી કરી કે જેથી લોકો તેમને કર ચૂકવે.

ભાષાંતરના સૂચનો

  • સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “નામોની ગણતરી” અથવા “નામોની યાદી” અથવા “નામ નોંધણી” નો સમાવેશ કરી થઇ શકે છે.
  • “વસ્તીગણતરી કરવી” વાક્યનું ભાષાંતર, “લોકોના નામોની નોંધણી કરવી” અથવા “લોકોના નામો લખવા” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: રાષ્ટ્ર, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3789, H5674, H5921, H6485, H7218, G582, G583

અનુવાદ

વહીવટ, વહીવટકર્તા, વહીવટકર્તા, અધિકારી, અધિકારી, નેતા

હકીકતો:

"વહીવટ" અને "વહીવટકર્તા" શબ્દો દેશના લોકોના સંચાલન અથવા સંચાલનને સુવ્યવસ્થિત રીતે કાર્ય કરવામાં મદદ કરવા માટે સંદર્ભિત કરે છે.

*દાનિયેલ અને અન્ય ત્રણ યહુદી યુવાનોને બાબેલોનના અમુક ભાગોમાં વહીવટકર્તા અથવા સરકારી અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  • નવા કરારમાં, વહીવટ એ પવિત્ર આત્માની ભેટોમાંની એક છે.
  • જે વ્યક્તિ પાસે વહીવટની આધ્યાત્મિક ભેટ હોય છે તે લોકોનું નેતૃત્વ અને સંચાલન કરવા તેમજ ઇમારતો અને અન્ય મિલકતોની જાળવણીની દેખરેખ કરવા સક્ષમ છે.

અનુવાદ સૂચનો

  • સંદર્ભના આધારે, "વ્યવસ્થાપક" નો અનુવાદ કરવાની કેટલીક રીતોમાં "ગવર્નર" અથવા "ઓર્ગેનાઇઝર" અથવા "મેનેજર" અથવા "શાસક" અથવા "સરકારી અધિકારી" શામેલ હોઈ શકે છે.
  • "વહીવટ" શબ્દનો અનુવાદ "ગવર્નિંગ" અથવા "મેનેજમેન્ટ" અથવા "નેતૃત્વ" તરીકે કરી શકાય છે. અથવા "સંસ્થા."
  • અભિવ્યક્તિઓ જેમ કે "ચાર્જમાં" અથવા "સંભાળ રાખવી" અથવા "વ્યવસ્થા રાખવી" સંભવતઃ આ શબ્દોના અનુવાદનો ભાગ હોઈ શકે છે.

(આ પણ જુઓ: [બેબીલોન], [ડેનિયલ], [ભેટ], [ગવર્નર], [હનાન્યા], [મિશાએલ], [અઝાર્યા])

બાઇબલ સંદર્ભો:

  • [1 કાળવૃત્તાંત 18:14]
  • [ડેનિયલ 6:1-3]
  • [એસ્તર 9:3-5]

શબ્દ ડેટા:

  • Strong's: H5532, H5608, H5632, H6213, H7860, G29410

વળવું, પાછું ફરવું, પાછા ફરવું, પાછું વળવું

વ્યાખ્યા:

"વળવું"નો અર્થ ભૌતિક રીતે દિશા બદલવી અથવા દિશા બદલવા બીજા માટે કારણ બનવું થાય છે.

  • "વળવું" શબ્દનો અર્થ પાછળ જોવા માટે “પાછળ ફરવું" અથવા કોઈ અલગ દિશામાં મુખ રાખવું પણ થાય છે.
  • "પાછા ફરવું " અથવા "પાછું ફરવું " એટલે કે "પાછા જાઓ" અથવા "દૂર જાઓ" અથવા "દૂર જવાનું કારણ બનવું" છે.
  • "થી પાછું ફરવું"નો અર્થ "એવો થાય છે કે કંઈક કરવાનું “ બંધ કરવું" અથવા કોઇનો અસ્વીકાર કરવો.
  • કોઇના "તરફ વળવું"નો અર્થ તે વ્યક્તિ તરફ નજર કરવી.
  • "વળો અને છોડો" અથવા "છોડવા માટે પીઠ ફેરવો" નો અર્થ "દૂર જાઓ".
  • "પાછા ફરો" નો અર્થ "કંઈક કરવાનું ફરીથી શરૂ કરવું."
  • “કંઈક કરવાનું બંધ કરવું” એટલે કે "માંથી દૂર થવું".
  • "અન્ય બાજુએ વળવું"નો અર્થ દિશા બદલવી, જેનો મહાદઅંશે અર્થ કાંતો બંને જે સારું છે તે કરવાથી અટકી અને દૃષ્ટ કરવાનું શરુ કરે અથવા તો તેનાથી વિરુદ્ધ.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "વળવું"નું ભાષાંતર " દિશા બદલવી " અથવા "જાઓ" અથવા "ખસેડો." કરી શકાય છે.
  • કેટલાક સંદર્ભોમાં," વળવું " નું ભાષાંતર (કોઇએ) કરવા માટે "કારણ" કરી શકાય છે. " (કોઇ) થી દૂર ફેરવવું " નું " (કોઈ)થી દૂર જવાનું કારણ " અથવા " (કોઈક) રોકવા માટે કારણ " તરીકે ભાષાંતર કરી શકાય છે."
  • "ઈશ્વર તરફથી વળવું" શબ્દસમૂહનું ભાષાંતર "ઈશ્વરની ભક્તિ કરવાનું બંધ કરવાનું" થાય છે.
  • "ઈશ્વર તરફ પાછા વળવું" શબ્દનો અનુવાદ "ફરીથી ઈશ્વરની ઉપાસના શરૂ કરવી" કરી શકાય છે.
  • જ્યારે દુશ્મનો "પાછા ફર્યા," એટલે કે તેઓએ "પીછેહઠ કરી." "દુશ્મનને પાછો ફેરવ્યો" એટલે કે "દુશ્મનને પીછેહઠ કરાવી."
  • લાક્ષણિક રીતે, જ્યારે ઈસ્રાએલીઓ જૂઠા દેવો તરફ વળ્યા ત્યારે તેઓએ "તેમની ઉપાસના કરવા લાગ્યા." જ્યારે તેઓ મૂર્તિઓથી "દૂર" ગયા, ત્યારે તેઓએ "તેમની પૂજા કરવાનું બંધ કર્યું."
  • જ્યારે ઈશ્વરે પોતાના બળવાખોર લોકોથી "પીઠ ફેરવી" ત્યારે, તેમણે "તેઓનું રક્ષણ કરવાનું બંધ કરી દીધું " અથવા "તેમને મદદ કરવાનું બંધ કરી દીધું."
  • "પિતાના હૃદયને તેમના બાળકો તરફ ફેરવવા" શબ્દસમૂહનું ભાષાંતર કરી શકાય છે "પિતા તેમનાં બાળકોની ફરીથી સંભાળ લેનાર બને."
  • "મારા સન્માનને શરમમાં ફેરવી દો છો" અભિવ્યક્તિનું ભાષાંતર "મારા માનને શરમમાં ફેરવી દો છો" અથવા "મને બદનામ કરો છો જેથી હું શરમ અનુભવું છું" અથવા "મને શરમ લાગે તેવું (દુષ્ટતા કરીને) કરો છો, જેથી લોકો મને સન્માન ન આપે", એવું ભાષાંતર કરી શકાય છે."
  • "હું તમારા શહેરોનો વિનાશ કરીશ" નું ભાષાંતર કરી શકાય છે, "તમારા શહેરોનો નાશ થાય તેવું હું કરીશ" અથવા "હું તમારા શહેરોનો નાશ કરવા માટે દુશ્મનોને કારણ બનાવીશ."
  • "માં ફેરવ્યું" શબ્દસમૂહને "બનવું" તરીકે ભાષાંતર કરી શકાય છે. જ્યારે મૂસાની "લાકડી" એક "સાપ"માં ફેરવાઇ, ત્યારે તે "સાપ" બની. તેનું "માં બદલાઈ ગઈ" તરીકે પણ ભાષાંતર કરી શકાય છે

(આ પણ જુઓ: જૂઠા ઈશ્વર, રક્તપિત્ત, ઉપાસના,ભક્તિ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H541, H1750, H2015, H2017, H2186, H2559, H3399, H3943, H4142, H4672, H4740, H4878, H5186, H5253, H5414, H5437, H5472, H5493, H5528, H5627, H5753, H5844, H6437, H6801, H7227, H7725, H7734, H7750, H7760, H7847, H8159, H8447, G344, G387, G402, G576, G654, G665, G868, G1294, G1578, G1612, G1624, G1994, G2827, G3179, G3313, G3329, G3344, G3346, G4762, G5077, G5157, G5290, G6060

વાંઝણી

વ્યાખ્યા:

“વાંઝણી” (ઉજ્જડ) હોવું તેનો અર્થ એ કે, તે ફળદ્રુપ અથવા ફળદાયી ન હોય.

  • જમીન અથવા ભૂમિ કે જે ઉજ્જડ છે, તે કંઈ પણ છોડ ઉત્પન કરવા સક્ષમ નથી.
  • સ્ત્રી કે જે વાંઝણી છે, તે શારીરિક રીતે ગર્ભ ધારણ કરવા અથવા બાળકને જન્મ આપવા અશક્ત છે.

ભાષાંતરના સુચનો:

  • જયારે “ઉજ્જડ” શબ્દ જમીન માટે વપરાય છે, તેનું ભાષાંતર “ફળદ્રુપ નથી” અથવા “ફળ નહીં આપનારું” અથવા “છોડપાન રહિત” તેમ થઈ શકે છે.
  • જયારે આ શબ્દ વાંઝણી સ્ત્રી માટે વપરાય છે, તેનું ભાષાંતર “નિ:સંતાન” અથવા “બાળકોને જન્મ આપવા અસક્ષમ” અથવા “બાળકનો ગર્ભ ધારણ કરવા અશક્ત” તેમ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4420, H6115, H6135, H6723, H7909, H7921, G692, G4723

વાપરવું (ખલાસ કરવું), નાશ કરવો, નાશ પામેલું, વપરાશ

વ્યાખ્યા:

“ખતમ કરવું” શબ્દનો વાસ્તવિક અર્થ કશુંક વાપરી નાખવું. તેના અનેક રૂપકાત્મક અર્થો રહેલા છે.

  • બાઈબલમાં, મોટેભાગે “ખતમ કરવું” શબ્દ, વસ્તુઓ અથવા લોકોનો નાશ કરવો એમ દર્શાવે છે. આગ માટે એવું કહેવાય છે કે તે વસ્તુઓનો પૂરી કરી દે છે, જેનો અર્થ બાળવા દ્વારા તેનો નાશ કરી દે છે.
  • દેવનું વર્ણન “નાશ કરનાર અગ્નિ” તરીકે થયું છે, જે પાપની વિરુદ્ધના તેના ક્રોધનું વર્ણન કરે છે. પાપીઓ કે જેઓ પસ્તાવો કરતા નથી, તેઓ માટે તેના ક્રોધનું પરિણામ ભયંકર સજા છે.
  • ખોરાક પૂરો કરવો, એટલે કઈંક ખાઈ કે પી જવું. “જમીનને બાળી નાખવી” શબ્દસમૂહનું ભાષાંતર, “જમીનનો નાશ કરવો” તરીકે કરી શકાય.

ભાષાંતરના સૂચનો

  • જમીન અથવા લોકોને ખલાસ કરી દેવાના સંદર્ભમાં, આ શબ્દનું ભાષાંતર “વિનાશ કરવો” એમ થઇ શકે છે.
  • જયારે “ખતમ કરવું” શબ્દ અગ્નિ માટે વપરાય છે તેનું ભાષાંતર, “બાળી નાખવું” એમ થઇ શકે છે.
  • મૂસાએ જે બળતું ઝાડવું જોયું કે જે “નાશ પામેલું નહોતું” જેનું ભાષાંતર, “ભષ્મ થતું નહોતું” અથવા “બળતું નહોતું” એમ કરી શકાય છે.
  • જયારે “ખલાસ કરવું (વાપરવું)” શબ્દ ખાવા માટે દર્શાવાય છે ત્યારે તેનું ભાષાંતર, “ખાવું” અથવા “ખાઈ જવું” તરીકે કરી શકાય.
  • જો કોઈકની તાકાત “ખતમ થઇ જાય છે,” તેનો અર્થ કે તેની તાકાત “વપરાઈ ગઈ છે” અથવા “જતી રહી છે.”
  • ”દેવ ભષ્મ કરનાર અગ્નિ છે” આ અભિવ્યક્તિનું ભાષાંતર, “દેવ અગ્નિ સમાન છે કે જે વસ્તુઓને બાળી નાખે છે” અથવા “દેવ પાપની વિરુદ્ધ ગુસ્સો કરે છે અને અગ્નિની જેમ પાપીઓનો નાશ કરે છે” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: ખાઈ જવું, કોપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H398, H402, H1086, H1104, H1197, H1497, H1846, H2000, H2628, H3615, H3617, H3631, H3857, H4127, H4529, H4743, H5486, H5487, H5595, H6244, H6789, H7332, H7646, H7829, H8046, H8552, G355, G1159, G2618, G2654, G2719, G5315, G5723

વારસ/વારસદાર

વ્યાખ્યા:

વારસ, વારસદાર એક એવી વ્યક્તિ છે કે જે એક મરણ પામેલ વ્યક્તિની સાથે સંકળાયેલ મિલકત અથવા પૈસાને, કાયદાકીય રીતે પ્રાપ્ત કરે છે.

  • બાઈબલના સમયમાં, પ્રથમ જનિત પુત્ર મુખ્ય વારસદાર હતો, કે જે તેના પિતાની લગભગ બધીજ મિલકત અને પૈસા પ્રાપ્ત કરતો હતો.
  • બાઈબલ “વારસદાર” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કરે છે, જે દર્શાવે છે એક વ્યક્તિ ખ્રિસ્તી તરીકે તેના આત્મિક પિતા ઈશ્વર પાસેથી આત્મિક લાભો પ્રાપ્ત કરે છે.
  • ઈશ્વરના બાળકો તરીકે, ખ્રિસ્તીઓને ઈસુ ખ્રિસ્તની સાથે “સંયુક્ત વારસદારો” કહેવામાં આવ્યા છે. આ શબ્દનું ભાષાંતર, “સહ-વારસદારો” અથવા “સાથી-વારસદારો” અથવા “સામૂહિક-વારસદારો” તરીકે પણ કરી શકાય છે.
  • “વારસદાર” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ લાભોને પ્રાપ્ત કરે છે” અથવા બીજી ભાષામાં ગમે તે અભિવ્યક્તિને વાપરવામાં આવી હોય જેનો અર્થ થવો જોઈએ કે જયારે વ્યક્તિના માબાપ અથવા બીજા સંબંધી મરણ પામે છે ત્યારે તેમની મિલકત અથવા બીજી વસ્તુઓ તે વ્યક્તિ પ્રાપ્ત કરે છે.

(આ પણ જુઓ: પ્રથમજનિત, વારસો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1121, H3423, G2816, G2818, G2820, G4789

વારસામાં ઉતરેલું, વારસામાં આવે છે, વારસામાં આવેલ, વારસમાં આવવું, વંશજ, વંશજો

વ્યાખ્યા:

“વંશજ” તે વ્યક્તિ છે, જે ઈતિહાસમાં તેના પાછળના કોઈનો સબંધી સાથે સીધો લોહીનો સબંધ ધરાવે છે.

  • ઉદાહરણ તરીકે, ઈબ્રાહિમ નૂહનો વંશજ હતો.
  • જેમકે વ્યક્તિના બાળકો, પૌત્રો-પૌત્રીઓ, દોહિત્રો-દોહીત્રીઓ, તથા તે પછીના તેની આગળના તેના વંશજો છે, અને તે પ્રમાણે આગળ. ઈઝરાએલના બાર કુળો એ યાકૂબના વંશજો હતા.
  • “પરથી ઉતરી આવેલ” શબ્દસમૂહને બીજી રીતે કહીએ તો “તેના વંશજો,” જેમકે ઈબ્રાહિમ નૂહથી ઉતરી આવેલ હતો. તેનું ભાષાંતર, “કુટુંબના કુળથી ઉતરી આવેલ” પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, પૂર્વજ, યાકૂબ, નૂહ, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __2:9__સ્ત્રીના વંશજ તારું માથું છુંદશે, અને તું તેની એડી પર ઘા કરશે.
  • __4:9__હું કનાનની ભૂમિ તારા વંશજોને આપીશ.
  • __5:10__તારા વંશજો આકાશના તારાઓ કરતા વધારે હશે.
  • __17:7__તારા કુટુંબમાંથી કોઈક હંમેશા ઈઝરાએલ ઉપર રાજા તરીકે રાજ્ય કરશે, અને મસીહ તારા _વંશજો _માંનો એક હશે.
  • 18:13 યહૂદાના રાજાઓ દાઉદના વંશજો હતા.
  • __21:4__દેવે દાઉદ રાજાને વચન આપ્યું કે મસીહ દાઉદના પોતાના _વંશજો_માંનો એક હશે.
  • __48:13__દેવે દાઉદને વચન આપ્યું કે મસીહ તેના _વંશજો _માંનો એક હશે. ઈસુ, મસીહા, કે જે દાઉદનો વિશેષ વંશજ હતો.

શબ્દ માહિતી:

  • Strong's: H319, H1004, H1121, H1323, H1755, H2232, H2233, H3205, H3211, H3318, H3409, H4294, H5220, H6849, H7611, H8435, G1074, G1085, G4690

વાસના, લંપટ/કામાંધ, જાતીય આવેગો, જાતીય ઈચ્છાઓ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે, કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે. કામાતુરતા હોવી એટલે વાસના હોવી.

  • બાઈબલમાં, "વાસના" સામાન્ય રીતે કોઈના પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથેની જાતીય ઇચ્છાનો ઉલ્લેખ કરે છે.
  • ઘણી વાર આ શબ્દનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરવા માટે એક લાક્ષણિક અર્થમાં કરવામાં આવતો હતો.
  • સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.
  • "વાસના પાછળ" શબ્દનો અનુવાદ "ખોટી ઇચ્છા" અથવા "ના વિષે અનૈતિક વિચાર" અથવા "અનૈતિક ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, ખોટા દેવ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H183, H185, H310, H1730, H2181, H2183, H2530, H5178, H5375, H5689, H5691, H5869, H7843, H8307, H8378, G766, G1937, G1938, G1939, G1971, G2237, G3715, G3806

વાંસળી,નળી

વ્યાખ્યા:

બાઇબલના સમયમાં, વાંસળીઓના અવાજને બહાર આવવા દેવા માટે છિદ્રો સાથે હાડકાં અથવા લાકડામાંથી બનેલા સંગીતનાં સાધનો હતા. વાંસળી એક પ્રકારની નળી હતી.

  • મોટાભાગની નળીમાં એક પ્રકારના જાડા ઘાસમાંથી બનેલી સળી હતી જે તેના ઉપર હવા ફૂંકાવાથી કંપન થાય છે.
  • કોઈપણ સળી નળીને ઘણીવાર "વાંસળી" કહેવામાં આવતી હતી.
  • એક ઘેટાંપાળક તેના ઘેટાંના ટોળાને શાંત કરવા વાંસળી વગાડે છે.
  • ઉદાસી અથવા આનંદકારક સંગીત વગાડવા માટે પાઇપ અને વાંસળીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ટોળાં, ભરવાડ)

બાઇબલ સંદર્ભો:

##શબ્દમાહિતી:

  • સ્ટ્રોંગ્સ: H4953, H5748, H2485, H2490, G08320, G08340, G08360

વિખેરવું, વિક્ષેપ

વ્યાખ્યા:

“વિખેરવું, અને “વિક્ષેપ” શબ્દો, લોકોને અલગઅલગ દિશામાં અથવા વસ્તુઓને વિખેરી નાખવી તેને દર્શાવે છે.

  • જૂના કરારમાં, દેવ લોકોને “વિખેરવા” વિશે વાત કરે છે, જેથી તેઓ એકબીજાથી અલગ થઈ અને વિવિધ સ્થળોમાં રહે. આ તેણે તેઓના પાપની સજા માટે કર્યું. કદાચ “વિખેરાઇ” જવું તેઓને પસ્તાવો અને ફરીથી દેવની આરાધનાની શરૂઆત કરવામાં મદદ કરે.

  • નવા કરારમાં “વિખેરાઈ જવું” શબ્દ, ખ્રિસ્તીઓ કે જેઓને તેઓના ઘરો છોડી અને ઘણા અન્ય સ્થળોમાં સતાવણીથી છૂટી જવા માટે સ્થળાંતર કરવા માટે વાપરવામાં આવ્યો છે.

  • “વિક્ષેપ” શબ્દસમૂહનું ભાષાંતર, “ઘણા અન્ય સ્થળોમાં વિશ્વાસીઓ” અથવા “લોકો કે જેઓને અન્ય દેશોમાં દૂર રહેવા માટે ખસેડવામાં આવ્યા છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

  • “વિખેરવું” શબ્દનું ભાષાંતર, “ઘણા અન્ય સ્થળોમાં મોકલી દેવા” અથવા “વિદેશમાં વિખેરાઈ જવું” અથવા “અન્ય દેશોમાં તેઓને મોકલી દેવા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: માનવું, સતાવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2219, H4127, H5310, H6327, H6340, H6504, H8600, G1287, G1290, G4650

વિદ્વાન માણસ, જ્યોતિષીઓ#

વ્યાખ્યા:

માથ્થીના પુસ્તકમાં ખ્રિસ્તના જન્મમાં, "વિદ્વાન" અથવા "શિક્ષિત" માણસો "જ્ઞાની પુરુષો" હતા જેઓ ઈસુ પાસે તેમના જન્મના થોડા સામ્ય પછી યરૂશાલેમમાં ભેટો લાવ્યા હતા. તેઓ કદાચ "જ્યોતિષીઓ" હોય શકે, એવા લોકો કે જેઓ તારાઓનો અભ્યાસ કરતાં હોય.

  • આ માણસો ઈઝરાયેલની પૂર્વથી ઘણે દૂર દેશથી મુસાફરી કરી આવ્યા હતા. તેઓ ક્યાથી આવ્યા હતા અથવા તેઓ કોણ હતા તેની સ્પષ્ટ જાણકારી નથી. પરંતુ તેઓ ચોક્કસ વિદ્વાન હતા જેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો.
  • તેઓ કદાચ દાનિયેલના સમયના બાબીલીઓના રાજાનિ સેવા કરતાં જ્ઞાની માણસોના વંશજો હોઈ શકે અને તેઓ તારાઓનો અભ્યાસ અને સ્વપ્નોનો ખુલાસો કરવાનો સમાવેશ કરીને ઘણી બાબતોમાં તાલિમબદ્ધ હતા.
  • તેઓ ઈસુ માટે ત્રણ ભેટો લાવ્યા તેને કારણે ત્યાં ત્રણ જ્ઞાની માણસો અથવા વિદ્વાન માણસો હતા એમ પરંપરાગત રીતે એ કહેવામાં આવ્યું છે. જો કે, બાઇબલ કંઈ કહેતું નથી કે ત્યાં કેટલા લોકો હતા.

(આ પણ જુઓ: બાબીલોન, બેથલેહેમ, દાનિયેલ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1505, G3097

વિધિ (હુકમ), વિધિઓ, હુકમ આપવામાં આવ્યો

વ્યાખ્યા:

હુકમ (વિધિ) એ ઘોષણા અથવા નિયમ છે, જે બધાંજ લોકોને જાહેરમાં જણાવવામાં આવે છે.

  • દેવના નિયમોને પણ વિધિઓ, કાયદા, અથવા આજ્ઞાઓ કહેવામાં આવે છે.
  • કાયદા અને આજ્ઞાઓની જેમ, વિધિઓનું પણ અવશ્ય પાલન કરવું જરૂરી છે.
  • હુકમનું એક ઉદાહરણ, માનવીય રાજકર્તા કૈસર ઓગસ્તસ દ્વારા કરવામાં આવેલી ઘોષણા કે જેણે રોમન સામ્રાજ્યમાં રહેતા દરેક જણને વસ્તી ગણતરી માટે પોતાના વતનમાં પાછા જવા આજ્ઞા કરી. વિધિનો અર્થ કંઈક આદેશ આપવો કે જેનું અવશ્ય પાલન થાય. આ શબ્દનું ભાષાંતર, “આદેશ” અથવા આજ્ઞા” અથવા “ઔપચારિક રીતે આવશ્યક” અથવા “જાહેરમાં નિયમ બનાવવો” એમ કરી શકાય છે.
  • કંઈક જેનો “હુકમ આપવામાં આવ્યો છે” તે વાસ્તવિક બને, તેનો અર્થ એમ કે આ “ચોક્કસપણે થશે” અથવા “નક્કી કરેલું છે અને બદલાશે નહીં” અથવા “સંપૂર્ણપણે જાહેર કરો કે આ થશે.”

(આ પણ જુઓ: આજ્ઞા, જાહેર, નિયમ, ઘોષણા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H559, H633, H1697, H5715, H1504, H1510, H1881, H1882, H1696, H2706, H2708, H2710, H2711, H2782, H2852, H2940, H2941, H2942, H3791, H3982, H4055, H4406, H4941, H5407, H5713, H6599, H6680, H7010, H8421, G1378

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

  • “વિધિ” શબ્દ “વટહુકમ” અને “હુકમ” અને “નિયમ” અને “ફરમાન” ના સમાન અર્થમાં છે. આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.
  • દાઉદ રાજાએ કહ્યું કે તેણે પોતાને યહોવાના વિધિઓમાં ઉલ્લાસી કર્યો.
  • “વિધિ” શબ્દ નું અનુવાદ “સ્પષ્ટ હુકમ” અથવા “ખાસ ફરમાન” એમ પણ કરી શકાય.

(આ પણ જુઓ: હુકમ, ફરમાન, નિયમ, વટહુકમ, યહોવા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2706, H2708, H6490, H7010

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

  • સફાન્યા પ્રબોધક “વિનાશના દિવસ” તરીકે ઈશ્વરના કોપના દિવસ વિશે બોલ્યો કે જ્યારે જગતનો ન્યાય અને શિક્ષા કરવામાં આવશે.
  • નીતિવચનનું પુસ્તક જણાવે છે કે વિનાશ અને નાશ જેઓ પાપીઓ છે તેઓની રાહ જુએ છે.
  • સંદર્ભના આધારે, “વિનાશ” નો અનુવાદ “નાશ” અથવા “બગાડવું” અથવા “નિરુપયોગી બનાવવું” અથવા “તોડવું” તરીકે કરી શકાય.
  • “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દનો અનુવાદ “રોડાં” અથવા “ખરાબ દશાની ઈમારતો” અથવા “નષ્ટ શહેર” અથવા “બરબાદી” અથવા “ભંગીત” અથવા “પાયમાલી” એમ સંદર્ભના આધારે કરી શકાય.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6, H1197, H1530, H1820, H1942, H2034, H2040, H2717, H2719, H2720, H2723, H2930, H3510, H3765, H3782, H3832, H4072, H4288, H4383, H4384, H4654, H4658, H4876, H4889, H5221, H5557, H5754, H5856, H6365, H7451, H7489, H7582, H7591, H7612, H7701, H7703, H7843, H8047, H8074, H8077, H8414, H8510, G2679, G2692, G3639, G4485

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

  • નવા કરારમાં સમજાવ્યું છે કે ખ્રિસ્તીઓ સતાવણી અને અન્ય પ્રકારની વિપત્તિના સમયમાં સહન કરશે કારણ કે આ જગતમાં ઘણા લોકો ઈસુના શિક્ષણનો વિરોધ કરે છે.
  • "મહા વિપત્તિ" શબ્દ બાઇબલમાં ઈસુના બીજા આગમન પહેલાના સમય માટે વર્ણવવા ઉપયોગ કર્યો છે ત્યારે ઈશ્વરનો ક્રોધ ઘણા વર્ષો માટે પૃથ્વી પર રેડવામાં કરવામાં આવશે.
  • " વિપત્તિ " શબ્દ "મહા દુ:ખનો સમય" અથવા “ઊડી વેદના”અથવા "ગંભીર મુશ્કેલીઓ" તરીકે ભાષાંતર કરી શકાય છે. )આ પણ જુઓ: [પૃથ્વી[, શીખવવું, ક્રોધ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6869, G2346, G2347

વિલાપ કરવો, વિલાપ કરે છે, વિલાપ કર્યો, વિલાપ, વિલાપ કરનાર, વિલાપ કરનારાઓ, શોકાતુર, શોકાતુર રીતે

તથ્યો:

“વિલાપ કરવો” અને “વિલાપ” શબ્દો સામાન્ય રીતે કોઈના મરણ માટે ઊંડું દુઃખ વ્યક્ત કરવાનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી સંસ્કૃતિઓમાં, વિલાપ કરવામાં ખાસ બાહ્ય વર્તણૂકનો સમાવેશ થાય છે કે જે ઊંડો વિશાદ અને દુઃખ બતાવે છે.

  • પ્રાચીન સમયમાં ઇઝરાયલીઓ અને બીજી લોકજાતિઓ મોટેથી રડીને તથા અફસોસ વ્યક્ત કરીને વિલાપ પ્રદર્શિત કરતી હતી. તેઓ ટાટના જાડા વસ્ત્રો પણ પહેરતા અને માથા પર રાખ નાખતા હતા.

  • ભાડે કરેલા વિલાપ કરનારાઓ, સામાન્ય રીતે સ્ત્રીઓ, મરણના સમયથી તે શબના દફન સુધી મોટેથી રડતા અને આક્રંદ કરતા.

  • વિલાપનો સામાન્ય સમય સાત દિવસનો હતો, પણ ત્રીસ દિવસ સુધી (જેમ કે મૂસા અને હારુન માટે) અથવા તો સિત્તેર દિવસ સુધી (જેમ કે યાકૂબ માટે) પણ ચાલતો.

  • પાપના કારણે “વિલાપ” વિષે બતાવવા બાઇબલ આ શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે પણ કરે છે. આ બાબત હૃદયપૂર્વક દુઃખ અનુભવવાનો ઉલ્લેખ કરે છે કારણકે પાપ ઈશ્વરને અને લોકોને દુઃખ પહોંચાડે છે.

(આ પણ જૂઓ: ટાટ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H56, H57, H60, H205, H578, H584, H585, H1058, H1065, H1068, H1669, H1671, H1897, H1899, H1993, H4553, H4798, H5092, H5098, H5110, H5594, H6937, H6941, H6969, H7300, H8386, G2354, G2875, G3602, G3996, G3997

વિશ્વાસઘાત કરવો, દગો કરે છે, વિશ્વાસઘાત કર્યો, વિશ્વાસઘાત, દગો કરનાર, વિશ્વાસઘાતી, દગાખોરો

વ્યાખ્યા:

“વિશ્વાસઘાત” શબ્દનો અર્થ, કોઈને છેતરવાનું કાર્ય અને ઈજા કરવી. “ વિશ્વાસઘાતી” એવી વ્યક્તિ છે કે જે મિત્ર કે જે તેના પર ભરોસો રાખતો હતો તેને તે દગો કરે છે.

  • યહૂદા “એક વિશ્વાસઘાતી” હતો કારણકે તેણે ઈસુને કેવી રીતે પકડવો તે વિશે યહૂદી આગેવાનોને સમજાવ્યું. યહૂદા દ્વારા થયેલો દગો ખાસ પ્રકારની ભૂંડાઈ હતી, કારણકે તે ઇસુનો પ્રેરિત હતો કે જેણે યહૂદી આગેવાનોને માહિતી આપવા માટે પૈસાની લેવડ દેવડ કરી કે જે પરિણામે ઈસુનું અન્યાયી રીતે મૃત્યુ થયું.

ભાષાંતરના સુચનો:

  • સંદર્ભ પ્રમાણે “વિશ્વાસઘાત” શબ્દનું ભાષાંતર “છેતરવું અને ઇજાનું કારણ બનવું” અથવા “દુશ્મનને સોંપી દેવું” અથવા “કરડાઈથી વર્તવું” એમ થઇ શકે છે.
  • “વિશ્વાસઘાતી” શબ્દનું ભાષાંતર “વ્યક્તિ કે જે વિશ્વાસઘાત કરે છે” અથવા “બે બાજુ બોલનાર” અથવા “વિશ્વાસઘાતી” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : યહૂદા ઈશ્કરિયોત, યહૂદી આગેવાનો, પ્રેરિત)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:11 બીજા પ્રબોધકો એ ભાખ્યું હતું કે જેઓએ મસીહને મારી નાખશે તેઓ તેના વસ્ત્રો માટે જુગાર રમશે અને તે તેના મિત્ર દ્વારા દગો પામશે.” ઝખાર્યા પ્રબોધકે ભાખ્યું કે તે મસીહ પકડાવવા માટે તેના મિત્રને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવવામાં આવશે.
  • 38:2 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં પહોંચ્યા પછી, યહૂદાએ પૈસાના બદલે ઈસુને પરસ્વાધિન કરાવવા માટે યહૂદી આગેવાનો પાસે ગયો.
  • 38:3 મુખ્ય યાજક દ્વારા દોરાવણી પામીને યહૂદી આગેવાનોએ ઈસુને પકડવા માટે યહૂદાને ચાંદીના ત્રીસ સિક્કા આપ્યા.
  • 36:6 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.” ઈસુએ કહ્યું કે “જે વ્યક્તિને હું રોટલીનો ટુકડો આપીશ તે વિશ્વાસઘાતી છે.”
  • 38:13 જયારે તે ત્રીજી વાર પાછો આવ્યો, ઈસુએ કહ્યું, “ઉઠો” મને પરસ્વાધિન કરનાર અહીં છે.”
  • 38:14 પછી ઈસુએ કહ્યું, “યહૂદા, શું તું મને ચુંબનથી પરસ્વાધીન કરીશ?”
  • 39:8 તે દરમ્યાન, યહૂદા, વિશ્વાસઘાતીએ, જોયું કે યહૂદી આગેવાનોએ ઈસુને દોષિત ઠરાવી મારી નાખવાવા સારું સોંપ્યો છે. તે ગમગીન બન્યો અને તેણે બહાર જઈને આત્મહત્યા કરી.

શબ્દ માહિતી:

  • Strong's: H7411, G3860, G4273

વિષય/આધીન, ને આધીન રેહવું, તાબેદારી/અધીનતા

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિને “આધીન” છે. "ને આધીન રહેવું" એટલે કે "આજ્ઞા પાળો" અથવા "ની સત્તાને આધીન થવું.”

  • "જે આધીન છે" તે શબ્દનો અર્થ, લોકો આગેવાન અથવા શાસકના સત્તા હેઠળ હોય, તેવો થાય છે.
  • "કોઈના માટે કોઈ" એટલે તે વ્યક્તિને કંઈક નકારાત્મક, જેમ કે સજા તરીકે અનુભવ કરાવવાનું કારણ બનવું.
  • કેટલીકવાર"વિષય" શબ્દનો ઉપયોગ કોઈ વિષય પર અથવા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થાય છે, જેમ કે, "તમે ઉપહાસનો વિષય હશો."
  • શબ્દસમૂહ "ને આધીન હોવું" નો અર્થ એ થાય કે "આધીન રહો" અથવા "તાબે થવું."

(આ પણ જુઓ :તાબે થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1697, H3533, H3665, H4522, H5647, H5927, G350, G1379, G1396, G1777, G3663, G5292, G5293

વીણા, વીણાવાદક

વ્યાખ્યા:

વીણા એ તારવાળું સંગીતનું સાધન છે, જેમાં સામાન્ય રીતે ઊભી તારવાળી મોટી ખુલ્લી ફ્રેમ હોય છે.

  • બાઇબલના સમયમાં વીણા અને અન્ય સંગીતનાં સાધનો બનાવવા માટે ફિર લાકડાનો ઉપયોગ થતો હતો.
  • વીણા ઘણીવાર હાથમાં પકડીને ચાલતી વખતે વગાડવામાં આવતી હતી.
  • બાઇબલમાં ઘણી જગ્યાએ વીણાનો ઉલ્લેખ એવા વાદ્યો તરીકે કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ અને ભક્તિ કરવા માટે થતો હતો.
  • દાઊદ ઘણા ગીતો લખ્યા જે વીણા સંગીત માટે સુયોજિત હતા.
  • તેણે રાજા શાઉલ માટે વીણા પણ વગાડી, જેથી રાજાની ત્રસ્ત ભાવનાને શાંત કરી શકાય.

(આ પણ જુઓ: દાઊદ, ફિર, ગીતશાસ્ત્ર, શાઉલ(જુનો કરાર))

બાઇબલ સંદર્ભો:

##શબ્દમાહિતી:

  • સ્ટ્રોંગ્સ: H3658, H5035, H5059, H7030, G27880, G27890, G27900

વીંધવું, વીંધે છે, વીંધ્યું, વીંધતું

વ્યાખ્યા:

“વીંધવું” શબ્દનો અર્થ કોઈ તીક્ષ્ણ અણીદાર વસ્તુથી કશાકને ભોંકવું એવો થાય છે. કોઈ વ્યક્તિને ઊંડું ભાવનાત્મક દુઃખ પહોંચાડવાનો ઉલ્લેખ કરવા તેનો પ્રતિકાત્મક ઉપયોગ પણ કરવામાં આવે છે.

  • જ્યારે ઈસુ વધસ્તંભે જડાયેલા હતા ત્યારે એક સૈનિકે તેમની કૂખ વીંધી હતી.
  • બાઇબલના સમયોમાં, જે ગુલામને મુક્ત કરવામાં આવતો હતો તે તેના માલિક માટે કામ કરવાનું ચાલુ રાખવાનું પસંદ કરે છે તેની નિશાનીરૂપે તેનો કાન વીંધવામાં આવતો હતો.
  • જ્યારે શિમયોને મરિયમને કહ્યું કે તલવાર તેના હૃદયને વીંધશે ત્યારે તે પ્રતિકાત્મક રીતે બોલ્યો હતો કે જેનો અર્થ થતો હતો કે તેના પુત્ર ઈસુને જે થશે તેનાથી મરિયમને ઊંડું દુઃખ થશે.

(આ પણ જૂઓ: વધસ્તંભ, ઈસુ, દાસ, શિમયોન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H935, H1856, H2342, H2490, H2491, H2944, H3738, H4272, H5181, H5344, H5365, H6398, G1330, G1338, G1574, G2660, G3572, G4044, G4138

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

  • “વેદના” શારીરિક અથવા ભાવનાત્મક દુઃખ અથવા વેદના હોઈ શકે.
  • જે લોકોને બહુ વેદના થાય છે, તેઓના ચહેરા અને વર્તનમાં દેખાય આવે છે.
  • દાખલા તરીકે, જયારે વ્યક્તિ ખુબજ દુઃખ અથવા વેદનામાં હોય ત્યારે તે પોતાના દાંત પીસે અથવા રુદન કરે છે.
  • “વેદના” શબ્દનું ભાષાંતર “ભાવનાત્મક વેદના” અથવા “ઊંડું દુઃખ” અથવા “ખુબજ દુઃખ” થઇ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2342, H2479, H3708, H4164, H4689, H4691, H5100, H6695, H6862, H6869, H7267, H7581, G928, G3600, G4928

વેરો, વેરા, કર લાદયો, કરચોરી, કરપદ્ધતિ, કરદાતાઓ, દાણી, દાણીઓ,

વ્યાખ્યા:

" કરવેરો " અને " કરવેરા " શબ્દો નાણાં અથવા માલનો ઉલ્લેખ કરે છે કે જે લોકો તેમના પર સત્તા ધરાવતી સરકારને ચૂકવે છે. " દાણી " એક સરકારી કર્મચારી હતો, જેમનું કામ લોકોએ કરવેરામાં સરકારને જે નાણાં ચૂકવવાની જરૂર હતી એ નાણાં મેળવવાનું હતું .

  • નાણાંની રકમ કર તરીકે ચૂકવવામાં આવે છે તે સામાન્ય રીતે વસ્તુની કિંમત પર અથવા વ્યક્તિની મિલકત કેટલી મૂલ્યની છે તેના પર આધારિત હોય છે.
  • ઈસુ અને પ્રેરિતોના સમયમાં, રોમન સામ્રાજ્યમાં રહેલા દરેકને રોમન સરકારનો કર ચૂકવવો જરૂરી હતો, જેમાં યહૂદીઓનો પણ સમાવેશ થાય છે.
  • જો કર ચૂકવવામાં ન આવે તો, સરકાર તે વ્યક્તિને નાણાં મેળવવા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
  • રોમન સામ્રાજ્યમાં રહેતા દરેકને કર વસૂલવા માટે વસતી ગણતરીમાં યુસફ અને મરિયમ બેથલહેમમાં ગયા.
  • "કર” શબ્દનો અનુવાદ પણ "જરૂરી ચુકવણી" અથવા "સરકારી નાણાં" અથવા "મંદિરનાં નાણાં" તરીકે સંદર્ભ આધારિત કરી શકાય છે.
  • "કર ચૂકવવા" નો અનુવાદ "સરકારને નાણાં ચૂકવવા" અથવા "સરકાર માટે નાણાં મેળવવા" અથવા "જરૂરી ચુકવણી કરવી" તરીકે પણ અનુવાદિત થઈ શકે છે. "કર એકત્રિત કરવો" નું ભાષાંતર "સરકાર માટે નાણાં પ્રાપ્ત કરો" કરી શકાય છે.
  • “દાણી " એ એવી વ્યક્તિ છે જે સરકાર માટે કામ કરે છે અને માટે લોકોને જે નાણાં ચૂકવવાની જરૂર છે તે નાણાં મેળવે છે.
  • જે લોકો રોમન સરકાર માટે કર ઉઘરાવતાહતા તેઓ સરકારને જરૂર હોય તે કરતાં વધારે નાણાં લોકો પાસેથી માગતા હતા. દાણીઓ તેમના માટે વધારે રકમ રાખી મુક્તા હતા. કારણકે દાણીઓ આ રીતે લોકોને છેતરતા હતા, તેથી યહૂદીઓ તેમને સૌથી ખરાબ પાપીઓ ગણતા હતા.
  • યહુદીઓએ યહુદી દાણીઓને પોતાના લોકો માટે દેશદ્રોહી ગણાવ્યા હતા કારણ કે તેઓ રોમન સરકાર માટે કામ કરતા હતા, જે યહૂદી લોકો પર દમન કરતા હતા.
  • “દાણીઓ અને પાપીઓ” શબ્દસમૂહ નવા કરારમાં સામાન્ય અભિવ્યક્તિ હતી જે યહુદીઓ કેટલું ધિકકારતા હતા તે બતાવે છે.

(આ પણ જૂઓ:

યહુદી, રોમ, પાપ,)

બાઇબલ સંદર્ભો##

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

34:6 તેણે કહ્યું, "બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા. તેમાંના એક દાણી હતો અને અન્ય એક ધાર્મિક આગેવાન હતો." 34:7 "ધાર્મિક આગેવાને આ પ્રમાણે પ્રાર્થના કરી, 'ઈશ્વર આપનો આભાર કે હું બીજા માણસો જેવો જેમ કે લૂંટારાઓ, અન્યાયીઓ, વ્યભિચારીઓ, કે તે દાણી જેવો પણ. પાપી નથી.” 34:9 "પરંતુ દાણી ધાર્મિક આગેવાન થી દૂર ઊભોરહીને, આકાશ તરફ નજર ઊચી ન કરી. એના બદલે, તેમણે પોતાની છાતી કૂટતા પ્રાર્થના કરી, 'હે ઈશ્વર, મારા પર દયા કરો, કારણ કે હું પાપી છું.' 34:10 પછી ઈસુએ કહ્યું, "હું તમને સત્ય કહું છું, દેવે દાણીની પ્રાર્થના સાંભળી અને તેને ન્યાયી ઠરાવ્યો." 35:1 એક દિવસ, ઈસુ ઘણા દાણીઓ અને બીજા પાપીઓ તેનું સાંભળવાને ભેગા થયા હતા તેઓને શીખવતા હતા.

શબ્દ માહિતી:

  • Tax Collector: Strong's: H5065, H5674, G5057, G5058

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

  • બાઇબલમાં, "વેલો" શબ્દનો અર્થ હંમેશા "દ્રાક્ષવેલો" થાય છે.
  • દ્રાક્ષની ડાળીઓ મુખ્ય થડ સાથે જોડાયેલ છે જે તેમને પાણી અને અન્ય પોષક તત્વો આપે છે જેથી તેઓ વૃધ્ધિ કરી શકે.
  • ઈસુએ પોતાને "દ્રાક્ષાવેલો" કહ્યા અને પોતાના લોકોને "ડાળીઓ" કહ્યા. આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H5139, H1612, H8321, G288, G290, G1009, G1092

વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી

વ્યાખ્યા:

“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.

  • બાઇબલમાં, “વેશ્યા” શબ્દ જૂઠા દેવની પૂજા કરનાર કે જાદુક્રિયા આચરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા કેટલીક વાર પ્રતિકાત્મક રીતે વપરાયો છે.
  • “વેશ્યાવૃત્તિ કરવી” અભિવ્યક્તિનો અર્થ જાતીય રીતે અનૈતિક બની ગણિકા જેવો વ્યવહાર કરવો એવો થાય છે. બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.
  • કોઈ બાબત સાથે “જાતે વેશ્યાવૃત્તિ કરવી” નો અર્થ જાતીય રીતે અનૈતિક હોવું અથવા પ્રતિકાત્મક રીતે વપરાય તો જૂઠા દેવોની પૂજા કરવા દ્વારા ઈશ્વરને અવિશ્વાસુ હોવું તેવો થાય છે.
  • પ્રાચીન સમયોમાં, કેટલાક અધર્મી મંદિરો પોતાના ક્રિયાકાંડોના ભાગરૂપે પુરુષ અને સ્ત્રી વેશ્યાઓનો ઉપયોગ કરતા હતા.
  • આ શબ્દનો અનુવાદ જે ભાષામાં બાઇબલનો અનુવાદ કરવામાં આવે છે તે ભાષામાં વપરાતા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જે વેશ્યાનો ઉલ્લેખ કરતો હોય. કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.

(આ જૂઓ: સૌમ્યોક્તિ

(આ જૂઓ: વ્યભિચાર, જૂઠો દેવ, જાતીય અનૈતિક્તા, જૂઠો દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2154, H2181, H2183, H2185, H6945, H6948, H8457, G4204

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

  • ઘણીવાર રાજા પાસે જે સંપત્તિ છે અથવા તેના ખર્ચાળ, સુંદર શણગારમાં તે કેવો લાગે છે તે વર્ણવવા વૈભવનો ઉપયોગ થાય છે.
  • “વૈભવ” શબ્દનો ઉપયોગ વૃક્ષની, પહાડોની અને વસ્તુઓ કે જે ઈશ્વરે સર્જી છે તેની સુંદરતા વર્ણવવા પણ થાય છે.
  • ચોક્કસ શહેરો તેમના કુદરતી સંસાધનો, કાળજીપૂર્વક તૈયાર કરેલા બાંધકામ અને રસ્તાઓ, અને તેમના લોકોની સંપત્તિ, જે કિંમતી વસ્ત્ર, સોના અને ચાંદીનો સમાવેશ કરે છે તેને કારણે તેમનો વૈભવ છે એમ કહેવાય છે.
  • સંદર્ભને આધારે, આ શબ્દનો ઉપયોગ “ભવ્ય સુંદરતા” અથવા “અદ્દભુત પ્રતિભા” અથવા બાદશાહી મહાનતા” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: મહિમા, રાજા, ગૌરવ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1925, H1926, H1927, H1935, H2091, H2122, H2892, H3314, H3519, H6643, H7613, H8597

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામું છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

  • શબ્દ "મિથ્યાભિમાન" નો અર્થ નકામું અથવા ખાલીપણું છે. તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.
  • જૂના કરારમાં, મૂર્તિઓને નિરર્થક વસ્તુઓ તરીકે વર્ણવવામાં આવી છે જે બચાવી અથવા સાચવી શકતી નથી. તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.
  • જો કંઈક " વ્યર્થ " કરવામાં આવ્યું હતું, તો તેનો અર્થ એ કે તેનાથી કોઈ સારા પરિણામ આવવાનનાં ન હતાં. પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.
  • ' વ્યર્થમાં માનવું ' એટલે જે સાચું નથી તે માનવું અને તે ખોટી આશા આપે છે

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભ પર આધાર રાખીને, " વ્યર્થ " શબ્દનું "ખાલી" અથવા "નકામી" અથવા "નિરાશાજનક" અથવા "નાલાયક" અથવા "અર્થહીન." તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • શબ્દ " વ્યર્થ " નો અનુવાદ "પરિણામ વગર" અથવા "કોઈ પરિણામ વિના" અથવા "કોઈ કારણ વિના" અથવા "કોઈ હેતુ વગર" તરીકે કરી શકાય છે.
  • શબ્દ "મિથ્યાભિમાન" નું ભાષાંતર "ગર્વ" અથવા "યોગ્ય નથી" અથવા "નિરાશા" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: જૂઠા દેવ, લાયક

બાઈબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H205, H1891, H1892, H2600, H3576, H5014, H6754, H7307, H7385, H7386, H7387, H7723, H8193, H8267, H8414, G945, G1432, G1500, G2755, G2756, G2757, G2758, G2761, G3150, G3151, G3152, G3153, G3154, G3155

શપથ, સમ ખાવા, સમ ખાય છે, સમ ખાતું, ના સમ ખાવા, ના સમ ખાય છે

વ્યાખ્યા:

બાઇબલમાં, શપથ એ કંઇક કરવાનું ઔપચારિક વચન છે. શપથ લેનાર વ્યક્તિએ તે વચનને પૂરું કરવું જરૂરી હોય છે. શપથમાં વિશ્વાસુ અને સાચા હોવાનું સમર્પણ સમાયેલું હોય છે.

  • કાનૂની અદાલતમાં, એક સાક્ષી ઘણી વાર શપથ લે છે જેમાં તે સાચું અને વાસ્તવિક બોલવાનું વચન આપે છે.
  • બાઇબલમાં, “સમ ખાવા” નો અર્થ શપથ લેવા એવો છે.
  • “ના સમ ખાવા” શબ્દનો અર્થ કોઈક વસ્તુ કે વ્યક્તિના નામનો ઉપયોગ આધાર અથવા તો શક્તિ તરીકે કરવો એમ થાય છે કે જેના પર શપથ આધારિત છે.
  • ઘણી વાર આ શબ્દો સાથે વપરાય છે, જેમ કે “પ્રતિજ્ઞાના શપથ લેવા”.
  • જ્યારે ઇબ્રાહિમ અને અબીમેલેખે એક કૂવાના ઉપયોગ સંબંધી કરાર કર્યો ત્યારે તેમણે સમ ખાધા હતા.
  • ઇબ્રાહિમે તેના દાસને સમ ખવડાવ્યા (ઔપચારિક વચન લીધું) કે તે ઇબ્રાહિમના સગાંઓમાંથી ઇસહાક માટે પત્ની શોધશે.
  • ઈશ્વરે પણ શપથ લીધા કે જેમાં તેઓએ તેમના લોકોને વચનો આપ્યાં.
  • અંગ્રેજી શબ્દ “સ્વેર”નો આધુનિક અર્થ “ગંદી ભાષા બોલવી” એવો થાય છે. બાઇબલમાં તેનો અર્થ આવો નથી.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “શપથ” નો અનુવાદ “પ્રતિજ્ઞા” અથવા તો “ગંભીર વચન” તરીકે પણ કરી શકાય.
  • “સમ ખાવા” નો અનુવાદ “ઔપચારિક રીતે વચન આપવું” અથવા તો “પ્રતિજ્ઞા” લેવી અથવા તો “કશુંક કરવાનું સમર્પણ કરવું” તરીકે કરી શકાય.
  • “મારા નામમાં સમ ખાવા” ના બીજા અનુવાદો કરવામાં “શપથની પુષ્ટિ કરવા મારું નામ લઈને વચન આપવું” નો સમાવેશ થઇ શકે છે.
  • “સ્વર્ગ અને પૃથ્વીના સમ ખાવા” નો અનુવાદ “કશુંક કરવા વચન આપવું કે જેની પુષ્ટિ સ્વર્ગ તથા પૃથ્વી કરશે” એ રીતે પણ કરી શકાય.
  • ધ્યાન રાખો કે “સમ” તથા “શપથ” નો અનુવાદ ગાળો બોલવાનો ઉલ્લેખ ન કરે. બાઇબલમાં તેઓનો અર્થ એવો થતો નથી.

(આ પણ જૂઓ: અબીમેલેખ, કરાર, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H422, H423, H3027, H5375, H7621, H7650, G332, G3660, G3727, G3728

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

  • આનું ઉદાહરણ હતું કે જ્યારે દૂતે ઝખાર્યાહને કહ્યું હતું કે, "તમે મારા શબ્દો પર વિશ્વાસ ન કર્યો," તો એનો અર્થ એ થયો કે, "મેં જે કહ્યું તે તમે માનતા નહોતા." આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.
  • ક્યારેક "શબ્દ" સામાન્ય રીતે ભાષણને સંદર્ભિત કરે છે, જેમ કે "શબ્દ અને કૃત્યોમાં શક્તિશાળી" જેનો અર્થ છે "વાણી અને વર્તનમાં શક્તિશાળી."
  • ઘણી વાર બાઇબલમાં "શબ્દ" શબ્દ જેનો અર્થ "દેવના વચન" અથવા "સત્યના વચન" પ્રમાણે થાય છે.
  • આ શબ્દનો એક ખાસ ઉપયોગ છે જ્યારે ઇસુને "શબ્દ" કહેવામાં આવે છે. આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનું વચન

અનુવાદ માટેનાં સૂચનો:

  • "શબ્દ" અથવા "શબ્દો" નો અનુવાદ વિવિધ રીતે "શિક્ષણ" અથવા "સંદેશ" અથવા "સમાચાર" અથવા "એક કહેવત" અથવા "શું કહેવામાં આવ્યું હતું" નો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઈશ્વરનું વચન

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H561, H562, H565, H1697, H1703, H3983, H4405, H4406, H6310, H6600, G518, G1024, G3050, G3054, G3055, G3056, G4086, G4487, G4935, G5023, G5542

શરમ, લજ્જિત, બદનામી, અપમાનિત કરવું, ઠપકો

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિની બદનામીની અથવા અપમાનિત થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ સૂચવે છે, જ્યારે તેઓ એવું કાંઇક કરે જેને બીજાઓ અપમાનજનક અથવા અયોગ્ય ગણે.

  • કંઈક "શરમજનક" છે તે "અયોગ્ય" અથવા "અપમાનજનક" છે.

  • “લજ્જિત" શબ્દ એ જ્યારે વ્યક્તિએ કંઈક શરમજનક કર્યું હોય ત્યારે તે કેવું અનુભવે છે તેનું વર્ણન કરે છે.

  • "અપમાનિત કરવું" નો અર્થ કોઈને શરમ અનુભવડાવવી અથવા અપમાનિત મહેસુસ કરાવવું, સામાન્ય રીતે જાહેરમાં. બીજાને આ રીતે શરમજનક પરિસ્થિતિમાં મૂકવાની ક્રિયાને "અપમાનિત કરવું" કહેવાય.

  • કોઈને "ઠપકો" આપવો શબ્દ, એ તે વ્યક્તિના ચારિત્ર્ય અથવા વર્તનની ટીકા કરવી છે.

  • “શરમમાં મુકવા" શબ્દસમૂહનો અર્થ લોકોને હરાવવાનો અથવા તેઓના પાપને ખુલ્લા પાડવા કે જેથી તેઓ પોતે જ પોતાને માટે શરમ અનુભવે. યશાયા પ્રબોધકે કહ્યું કે જેઓ મૂર્તિઓ બનાવે છે અને તેનું ભજન કરે છે તેઓને શરમમાં મુકવામાં આવશે.

  • ક્યારેક વ્યક્તિ કંઇક સારું કરી રહ્યો હોય તેની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે છે જે તેના માટે બદનામી અથવા શરમજનક છે. ઉદાહરણ તરીકે, જ્યારે પ્રભુ ઈસુને વધસ્તંભ પર મારી નાંખવામાં આવ્યા ત્યારે તે અપમાનજનક રીતે મૃત્યું પામવુ હતું. આવી બદનામી સહન કરવી પડે તેવું કશું પણ ઈસુએ કર્યું નહોતું.

  • જ્યારે ઈશ્વર કોઈને "નમ્ર કરે છે", તેનો અર્થ એ થાય છે કે ઈશ્વર, અભિમાની વ્યક્તિને નિષ્ફળતા અનુભવડાવે છે જેથી તે તેના અભિમાનથી બહાર આવી શકે. વ્યક્તિને અપમાનિત કરવું એટલે જે મોટેભાગે તેને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે તેનાથી આ અલગ છે.

  • વ્યક્તિ "ઠપકાથી પર છે" અથવા "ઠપકાથી દૂર છે" અથવા "ઠપકા સિવાયનો છે" તેઓ અર્થ કે તે વ્યક્તિ ઈશ્વરને માન આપતી રીએ જીવે છે અને તેની ટીકા કરી શકાય તે માટે બહું ઓછું અથવા કશું જ નથી.

ભાષાંતર સૂચનો

  • "બદનામી" નું ભાષાંતર "શરમ" અથવા "અપમાનિત કરવા"નો સમાવેશ પણ કરે છે.

  • "બદનામીભરી પરિસ્થિતિમાં મૂકાવું" તે "શરમજનક" અથવા "તેની સાથે અણછાજતું વર્તન કરવું" નો પણ સમાવેશ કરે છે.

  • "અપમાનિત કરવું" નો અનુવાદ "શરમ" અથવા "શરમ અનુભવડાવવા માટે વર્તવું" અથવા "ક્ષોભજનક પરીસ્થિતિમાં મૂકવું" તરીકે પણ થઇ શકે છે..

  • સંદર્ભ અનુસાર "અપમાનિત કરવા"ના ભાષાંતરની રીતો "શરમ" અથવા "માનભંગ કરતું" અથવા "બદનામી"નો સમાવેશ કરે છે.

  • "ઠપકો" શબ્દનું ભાષાંતર, "આરોપ મૂકવો" અથવા "શરમ" અથવા "અપમાન કરવું" તરીકે પણ કરી શક્ય.

  • "ઠપકો આપવો" નું ભાષાંતર "ધમકાવવું" અથવા "દોષ મૂકવો" અથવા "ટીકા કરવી" એમ તેના સંદર્ભના આધારે ભાષાંતર થઇ શકે છે.                                                                                                                                                                                               (આ પણ જુઓ:અપમાન કરવું, આરોપ મુકવો, ધમકાવવું, જુઠ્ઠા દેવ, નમ્ર, યશાયા, આરાધના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H937, H954, H955, H1317, H1322, H2616, H2659, H2781, H3001, H3637, H3639, H3640, H6172, H7022, H7036, H8103, H8106, G127, G149, G152, G153, G422, G808, G818, G819, G821, G1788, G1791, G1870, G2617, G3856, G5195

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

  • ક્યારેક ઉંબરો કોઈ લાકડાની અથવા પથ્થરની પટ્ટી છે જે રૂમ અથવા ઇમારતમાં દાખલ થવા માટે લગાડવામાં આવે છે.
  • બંને દરવાજા અને તંબુને ખોલવા પણ થ્રેશોલ્ડ હોય છે.
  • આ શબ્દનો પ્રોજેક્ટની ભાષાના શબ્દ સાથે અનુવાદ કરવો જોઈએ જે એક ઘરના પ્રવેશદ્વારસાથે ઉલ્લેખ કરે છે કે કોઈ વ્યક્તિ ચાલે છે.
  • જો આ માટે કોઈ શબ્દ ન હોય તો સંદર્ભના આધારે "થ્રેશોલ્ડ" નું ભાષાંતર "દ્વાર" અથવા "ઉદઘાટન" અથવા "પ્રવેશદ્વાર" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબૂ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H624, H4670, H5592

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું, તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

  • જૂના કરારમાં, "શાંતિ" શબ્દનો અર્થ મહદઅંશે વ્યક્તિની સુખાકારી, તંદુરસ્તી અથવા સમ્પૂર્ણતા, થાય છે.
  • જ્યારે લોકજાતિઓ તથા દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરતા હોય તે સમયનો ઉલ્લેખ પણ “શાંતિ” શબ્દ કરી શકે છે. તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.
  • કોઈ વ્યક્તિ કે લોકોના જૂથ સાથે “સુલેહ કરવાનો” અર્થ લડાઈ બંધ કરવા પગલાં ભરવા એવો થાય છે.
  • “શાંતિ કરાવનાર” વ્યક્તિ એ છે કે જે લોકોને એકબીજા સાથે શાંતિપૂર્વક રહેવા માટે પોતાના વર્તન અને વાણીથી પ્રભાવિત કરે છે.
  • બીજા લોકો સાથે “શાંતિ હોવી” નો અર્થ તે લોકો સાથે લડાઈ ન કરવાની સ્થિતિ, થાય છે.
  • જ્યારે ઈશ્વર લોકોને તેઓના પાપથી બચાવે છે ત્યારે, ઈશ્વર અને લોકો વચ્ચે એક સારો અને સાચો સંબંધ સ્થાપિત થાય છે. તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.
  • પ્રેરિતોએ તેમના સાથી વિશ્વાસીઓને લખેલા પત્રોમાં “કૃપા તથા શાંતિ” એ સલામનો ઉપયોગ આશીર્વાદ આપવા થયો હતો.
  • “શાંતિ” શબ્દ બીજા લોકો સાથે કે ઈશ્વર સાથે સારા સંબંધો હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 15:6 ઈશ્વરે ઇઝરાયલીઓને કનાન દેશની કોઈપણ લોકજાતિ સાથે શાંતિ કરાર કરવાની ના પાડી હતી.

  • 15:12 પછી ઈશ્વરે ઇઝરાયલને તેની ચારે બાજુએ શાંતિ આપી.

  • 16:3 પછી ઈશ્વરે એક છોડાવનાર ઊભો કર્યો કે જેણે તેઓને તેઓના દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા અને દેશમાં શાંતિ બહાલ કરી.

  • 21:13 તે (મસીહ) બીજા લોકોના પાપને કારણે શિક્ષા પામવા, મૃત્યુ પામશે. તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

  • 48:14 દાઉદ ઇઝરાયલનો રાજા હતો, પણ ઈસુ તો સમગ્ર વિશ્વના રાજા છે! તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

  • 50:17 ઈસુ તેમનું રાજ્ય શાંતિ અને ન્યાયથી ચલાવશે અને તેઓ સર્વકાળ સુધી પોતાના લોકો સાથે રહેશે.

શબ્દ માહિતી:

  • Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272

શાંત્યર્પણ, શાંત્યર્પણો

સત્યો:

જૂના કરારમાં, “શાંત્યર્પણ” એ એક પ્રકારનું બલિદાન હતું કે જે અલગઅલગ કારણો, જેવા કે દેવનો આભાર માનવા અથવા પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચઢાવવામાં આવતું હતું,

  • જે અર્પણમાં એક પશુનું બલિદાન જરૂરી હતું કે, જે નર અથવા નારી હોઈ શકે છે. તે દહનાર્પણથી અલગ હતું, કે જેમાં નર પશુ જરૂરી હોય છે.
  • દેવને બલિદાનનો ભાગ આપ્યા પછી, વ્યક્તિ કે જે શાંત્યર્પણ લાવ્યો છે તે માંસને યાજકો અને ઈઝરાએલીઓ સાથે વહેંચે છે.
  • આ અર્પણ સાથે જે ભોજન સંકળાયેલ હતું, જેમાં બેખમીર રોટલીનો સમાવેશ થાય છે.
  • ક્યારેક તેને “શાંતિ અર્પણ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, પૂર્ણ, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, શાંતિ અર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી, પ્રતિજ્ઞા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8002

શાંત્યાર્પણ, શાંત્યાર્પણો

તથ્યો:

ઈશ્વરે ઇઝરાયલીઓને જે બલિદાનો ચડાવવાને આજ્ઞા આપેલી તેઓમાનું એક બલિદાન તે “શાંત્યાર્પણ” હતું. તેને ઘણી વાર “આભારસ્તુતિનું અર્પણ” અથવા તો “સંગતાર્પણ” કહેવામાં આવે છે.

  • આ અર્પણમાં, ખોડખાંપણ વગરના પ્રાણીનું બલિદાન, તે પ્રાણીના લોહીને વેદી પર છાંટવું અને તે પ્રાણીની ચરબીનું દહન કરવું તથા તે પ્રાણીના બાકીના દેહનું અલગથી દહન કરવું તેનો સમાવેશ થતો હતો.
  • આ બલિદાન સાથે જોડાયેલું અર્પણ બેખમીરી અને ખમીરી રોટલીનું હતું કે જેને દહનીયાર્પણની ઉપર દહન કરવામાં આવતું હતું.
  • જે ખોરાક અર્પણ કરવામાં આવ્યો હતો તે ખાવા માટે યાજક અને અર્પણ કરનાર વ્યક્તિને અનુમતિ હતી.
  • આ અર્પણ ઈશ્વરની તેમના લોકો સાથેની સંગત સૂચવે છે.

(આ પણ જૂઓ: દહનીયાર્પણ, સંગત, સંગતનું અર્પણ, ખાદ્યાર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H8002

શિકાર, શિકાર કરવો

વ્યાખ્યા:

“શિકાર” શબ્દ જેનો પીછો કરવામાં આવે છે, એટલે કે સામાન્ય રીતે ખોરાક માટે ઉપયોગી પ્રાણીનો પીછો કરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરે છે.

  • પ્રતિકાત્મક અર્થમાં, “શિકાર” એવી વ્યક્તિ કે જેનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે, જેનો ગેરઉપયોગ કરવામાં આવે છે, જેની પર વધારે શક્તિશાળી વ્યક્તિ દ્વારા જુલમ કરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરી શકે છે.
  • લોકોનો “શિકાર કરવા” નો અર્થ તેઓ પર જુલમ ગુજારવા દ્વારા કે તેઓ પાસેથી કઇંક ચોરી લેવા દ્વારા તેમનો ગેરફાયદો ઉઠાવવો એવો થાય છે.
  • “શિકાર” શબ્દનો અનુવાદ “પીછો કરાયેલું પ્રાણી” અથવા તો “પીછો કરાયેલું” અથવા તો “ભોગ બનેલું” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: જૂલમ કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H400, H957, H961, H962, H2863, H2963, H2964, H4455, H5706, H5861, H7997, H7998

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

  • બાઈબલમાં “શિક્ષક” શબ્દનો ઉપયોગ વિશિષ્ટ રીતે જે વ્યક્તિ ઈશ્વર વિશે શીખવતી હોય તેના માટે કરવામાં આવ્યો છે.
  • શિક્ષક પાસેથી શિખનાર લોકોને “વિદ્યાર્થીઓ” અથવા “શિષ્યો” કહેતા હતા.
  • કેટલાક બાઈબલના અનુવાદોમાં આ શબ્દ જ્યારે ઇસુ માટે સંબોધન કરાયું છે ત્યાં મોટા અક્ષરોમાં (શિક્ષક) કરવામાં આવ્યો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • કેટલીક સંસ્કૃતિઓમાં ધાર્મિક શિક્ષકો માટે વિશિષ્ટ શિર્ષકો વપરાતાં હતાં જેવાકે “સાહેબ” અથવા “રાબ્બી” અથવા “ઉપદેશક.”

(આ પણ જુઓ: શિષ્ય, ઉપદેશ આપવો)

##બાઇબલના સંદર્ભો: ##

  • સભાશિક્ષક 1:12-15

  • એફેસી 4:11-13

  • ગલાતી 6:6-8

  • હબાક્કુક 2:18-20

  • યાકૂબ 3:1-2

  • યોહાન 1:37-39

  • લૂક 6:39-40

  • માથ્થી 12:38-40

  • 27:1 એક દિવસે એક પંડિતે ઇસુનું પરીક્ષણ કરતાં કહ્યું કે “ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા સારુ મારેશું કરવું?”

  • 28:1 એક દિવસે એક શ્રીમંત જુવાન અધિકારીએ

  • 37:2 બે દિવસો પૂરા થયા બાદ ઇસુએ તેના શિષ્યોને કહ્યું, કે ચાલો આપણે પાછા યહૂદીયા જઈએ.” શિષ્યોએ ઉત્તર આપ્યો કે, પણ ગુરુજી”, થોડા સમય પહેલાં તો લોકો તને મારી નાખવા માગતા હતા!”

  • 38:14 યહૂદા ઇસુ પાસે આવ્યો અને કહ્યું,” સલામ ગુરુજી”, અને તેમને ચુંબન કર્યું.

  • 49:3 ઇસુ મહાન શિક્ષક પણ હતા, અને તે અધિકારથી બોલતા હતા કારણકે તે ઈશ્વરપુત્ર હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H3384, H3887, H3925, G1320, G2567, G3547, G5572

શિક્ષા કરવી, શિક્ષા કરે છે, શિક્ષા કરી, શિક્ષા કરતું, શિક્ષા , શિક્ષા નહીં કરેલું

વ્યાખ્યા:

“શિક્ષા કરવી” શબ્દનો અર્થ કશું ખોટું કરવા માટે વ્યક્તિ નકારાત્મક પરિણામ ભોગવે તેવું કરવું તેવો થાય છે. “શિક્ષા” શબ્દ તે ખોટા વ્યવહારના ફળ સ્વરૂપે આપવામાં આવેલા નકારાત્મક પરિણામનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી વાર શિક્ષા પાછળનો ઉદ્દેશ્ય વ્યક્તિને પાપ કરવાથી રોકવા પ્રોત્સાહિત કરવાનો હોય છે.
  • જ્યારે ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં, અને ખાસ કરીને જ્યારે તેઓએ જૂઠા દેવોની પૂજા કરી ત્યારે તેઓએ તેમને શિક્ષા કરી. તેઓના પાપોને કારણે ઈશ્વરે તેઓના શત્રુઓને તેઓ પર હુમલા કરવા દીધા અને બંદી બનાવવા દીધા.
  • ઈશ્વર ન્યાયી અને નિષ્પક્ષ છે અને તેથી તેમણે પાપને શિક્ષા કરવી જ પડે. દરેક મનુષ્યે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને તે શિક્ષાને યોગ્ય છે.
  • દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલી દરેક દુષ્ટ બાબતો માટે ઈસુને શિક્ષા કરવામાં આવી હતી. જો કે તેમણે કશું પણ ખોટું કર્યું ન હતું અને તેના માટે તેમને શિક્ષા થાય તે યોગ્ય ન હતું તો પણ, ઈસુએ દરેક વ્યક્તિની શિક્ષા પોતા પર ભોગવી.
  • “શિક્ષા ન થવી” અને “શિક્ષા કર્યા વગર છોડી દેવું” અભિવ્યક્તિઓનો અર્થ લોકોને તેઓના દુષ્કૃત્યો બદલ શિક્ષા ન કરવા નિર્ણય કરવો તેવો થાય છે. ઈશ્વર ઘણી વાર પાપની શિક્ષા કરતાં નથી કારણ કે લોકો પશ્ચાતાપ કરે તેની તેઓ રાહ જૂએ છે.

(આ જૂઓ: ન્યાયી, પશ્ચાતાપ કરવો, ન્યાયી, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:7 ઈશ્વરે બીજા પણ ઘણા કાનૂનો અને નિયમો પાળવા માટે આપ્યા. જો લોકો તે કાનૂનો પાળે તો, ઈશ્વરે વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે. જો લોકો તેનો અનાદર કરે તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
  • 16:2 ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનું ચાલ્યું રાખ્યું માટે, ઈશ્વરે તેઓના શત્રુઓ તેઓને હરાવે એવું કરીને તેઓને શિક્ષા કરી.
  • 19:16 પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ દુષ્ટતા કરવાનું બંધ કરીને ઈશ્વરનું આજ્ઞાપાલન નહીં કરે તો, ઈશ્વર દોષિત તરીકે તેઓનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે.
  • 48:6 ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતા કારણ કે તેઓએ દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલા દરેક પાપની શિક્ષા ભોગવી.
  • 48:10 જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપ દૂર કરે છે અને તેના પરથી ઈશ્વરની શિક્ષા દૂર કરાય છે.
  • 49:9 પણ ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો કે જેથી જે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે તેને તેના પાપ માટે શિક્ષા ન થાય પણ તે વ્યક્તિ સદાકાળને માટે ઈશ્વર સાથે રહેશે.
  • 49:11 ઈસુએ કદાપિ પાપ કર્યું નહોતું, પણ તેમણે તમારા અને દુનિયાની દરેક વ્યક્તિના પાપો દૂર કરવા શિક્ષા પામવા અને સંપૂર્ણ બલિદાન તરીકે મરવા પસંદ કર્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H3027, H3256, H4148, H4941, H5221, H5414, H6031, H6064, H6213, H6485, H7999, H8199, G1349, G1556, G1557, G2849, G3811, G5097

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

  • મેઢાનું શિંગ (નર ઘેટો) ને સંગીત સાધન હતું જેને “મેઢાનું શિંગ (રણશિંગુ)” અથવા “સોફાર” કહેવામાં આવે છે તે બનાવવામાં આવતું હતું, કે જે ખાસ પ્રસંગો જેવા કે ધાર્મિક પર્વો માટે વગાડવામાં આવતા હતા.

  • દેવે ઈઝરાએલીઓને કહ્યું ધૂપ વેદીના દરેક ચાર ખૂણાની ઉપર અને પિત્તળની વેદીઓ ઉપર શિંગ આકારનું પ્રક્ષેપણ બનાવ. જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

  • ક્યારેક “શિંગડા” શબ્દ “બાટલી” ને દર્શાવવા વાપરવામાં આવતો હતો કે જેનો આકાર શિંગડા જેવો હતો અને તે પાણી અથવા તેલ ભરવા વાપરવામાં આવતા હતા. શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

  • “શિંગડા” શબ્દને રૂપકાત્મક રીતે તાકાત, શક્તિ, અધિકાર, અને બાદશાહીના પ્રતિક તરીકે પણ વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, શક્તિ શાહી, ઘેટાં, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's:H3104, H7160, H7161, H7162, H7782, G2768

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

  • મોટેભાગે આ શબ્દ, જેને લોકો ઉપર અધિકાર હોય છે, તે દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે, જેમકે “તમે મને રાષ્ટ્રો ઉપર શિર બનાવ્યો છે.” તેનું ભાષાંતર, “તમે મને શાસક બનાવ્યા છે” અથવા “તમે મને (તેના) ઉપર અધિકાર આપ્યો છે,” તરીકે (ભાષાંતર) થઇ શકે છે.
  • ઈસુને “મંડળીના શિરપતિ” કહેવામાં આવે છે. જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.
  • નવો કરાર શીખવે છે કે પતિ તેની પત્ની માટે “શિર” અથવા અધિકાર છે. તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.
  • “અસ્ત્રો તેના માથા ઉપર કદી ફરશે નહીં” તે અભિવ્યક્તિનો અર્થ, “તે કદી તેના વાળ કાપશે અથવા તેના વાળનું મુંડન કરશે નહીં”
  • “શિર” શબ્દને કોઈ બાબતની શરૂઆત કરનાર અથવા કશાકનો સ્ત્રોત હોય તેને પણ દર્શાવી શકાય છે, જેમ કે “શેરીનો વડો.”
  • “અનાજનું કણસલું” અભિવ્યક્તિ, તે ઘઉંના સૌથી ઉપરના ભાગો અથવા જવનો છોડ કે જેમાં દાણાંનો સમાવેશ થાય છે.
  • જયારે સમગ્ર વ્યક્તિને રજૂ કરવામાં આવે છે જેમાં “શિર” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ ઉપયોગ થાય છે, જેમકે “આ પળિયાવાળું શિર” તે એક વૃદ્ધ વ્યક્તિને દર્શાવે છે, અથવા “યૂસફનું શિર” કે જે યૂસફને દર્શાવે છે. (જુઓ: લક્ષણા (અલંકાર
  • “તેનું લોહી તેના પોતાના માથા પર હો” તે અભિવ્યક્તિનો અર્થ, માણસ તેઓના મોત માટે જવાબદાર છે અને તે માટે તેને સજા થશે.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “શિર” શબ્દનું ભાષાંતર, “અધિકાર” અથવા “એક કે જે આગેવાની આપે છે અને માર્ગદર્શન આપે છે” અથવા “એક કે જે જવાબદાર છે” તરીકે કરી શકાય છે.
  • “(તે)નું માથું” તે અભિવ્યક્તિ સમગ્ર વ્યક્તિને દર્શાવે છે, અને જેથી આ અભિવ્યક્તિનું ભાષાંતર માત્ર વ્યક્તિનું નામ વાપરીને કરી શકાય છે. ઉદાહરણ તરીકે, “યૂસફનું શિર” નું ભાષાંતર, કેવળ “યૂસફ” તરીકે કરી શકાય છે.
  • “તેના પોતાના શિર પર હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેના પર હશે” અથવા “તે માટે તેને સજા થશે” અથવા “તેના માટે તે જવાબદાર રહેશે” અથવા “તેને માટે તેને દોષિત માનવામાં આવશે” તરીકે કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “શરૂઆત” અથવા “સ્ત્રોત” અથવા “શાસક” અથવા “આગેવાન” અથવા “સર્વોચ્ચ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G346, G755, G2775, G2776, G4719

શીખવવું, શીખવે છે, વણશીખવ્યું

વ્યાખ્યા:

કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું. સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી. સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે. એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેણે શીખવ્યું છે

  • જે શીખવે છે તે "શિક્ષક" છે. “શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.
  • જ્યારે ઈસુ શીખવતા હતા, ત્યારે તે ઈશ્વર અને તેમના રાજ્ય વિષે સમજાવતા હતા.
  • જે કોઈ વ્યક્તિ ઈશ્વર વિષે લોકોને શીખવતું હોય તે એટલે "ગુરુજી" તરીકે માનવાચક સંબોધન ઈસુના શિષ્યોએ તેમને માટે કર્યું.
  • શીખવવામાં આવી રહેલી માહિતી બતાવી અથવા બોલી શકાય છે.
  • "સિદ્ધાંત" શબ્દ ઈશ્વર તરફથી સ્વ વિષે અને કેવી રીતે જીવવું તે વિષે ઈશ્વરની સૂચનાઓના શિક્ષણના સમૂહનો ઉલ્લેખ કરે છે. આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ કરી શકાય છે
  • શબ્દસમૂહ "જે તમને શીખવવામાં આવ્યું છે" નું ભાષાંતર, "આ લોકોએ તમને જે શીખવ્યું છે તે" અથવા " ઈશ્વરે તમને જે શીખવ્યું છે તે" એમ સંદર્ભના આધારે કરી શકાય છે
  • “શીખવવું” નું બીજી રીતે “કહેવું” અથવા “સમજાવવું” અથવા “સૂચન કરવું” એમ ભાષાંતર કરી શકાય.
  • ઘણીવાર આ શબ્દનું ભાષાંતર " લોકોને ઈશ્વર વિષે શીખવવું" પણ કરી શકાય.

(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનું વચન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H502, H2094, H2449, H3045, H3046, H3256, H3384, H3925, H3948, H7919, H8150, G1317, G1321, G1322, G2085, G2605, G2727, G3100, G2312, G2567, G3811, G4994

શોકના વસ્ત્રો

વ્યાખ્યા:

શોકનું વસ્ત્ર એ નાજુકાઈ વિનાનું, ઉઝરડાવાળું વસ્ત્ર હતું કે જે બકરાના અથવા ઉંટના વાળમાંથી બંનાવવામાં આવતું હતું.

  • જે કોઈ વ્યક્તિ તેમાંથી બંનાવવામાં આવેલ વસ્ત્ર પહેરતો તેને તે આરામદાયક લગતું નહિ. શોકનું વસ્ત્ર એ શોક, દુઃખ, અથવા નમ્ર પસ્તાવો બતાવવા પહેરવામાં આવતું હતું.
  • “શોકના વસ્ત્રો અને રાખ” શબ્દસમૂહ એ દુઃખ અને પસ્તાવાની પરંપરાગત અભિવ્યક્તિનો ઉલ્લેખ કરવાં માટે સામાન્ય શબ્દ હતો.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો આ રીતે પણ અનુવાદ કરી શકાય “પ્રાણીઓના વાળમાંથી બનાવવામાં આવેલું નાજુકાઈ વિનાનું વસ્ત્ર” અથવા “બકરાના વાળમાંથી બનાવવામાં આવેલાં વસ્ત્રો” અથવા “ખરબચડું, ઉઝરડાવાળું વસ્ત્ર.”
  • બીજી રીતે આ શબ્દનું અનુવાદ આ પ્રમાણે કરી શકાય “ખરબચડું, ઉઝરડાવાળું શોકનું વસ્ત્ર.”
  • “શોકના વસ્ત્રો પહેરીને રાખમાં બેસવું” શબ્દસમૂહનું આ પ્રમાણે અનુવાદ કરી શકાય “ઉઝરડાવાળા વસ્ત્ર પહેરીને અને રાખમાં બેસીને શોક અને દીનતા બતાવી.”

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનું અનુવાદ કરવું

(આ પણ જુઓ: રાખ, ઊટ, બકરી, નમ્ર, શોક, પસ્તાવો, ચિહ્ન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H8242, G4526

શોધવું, શોધે છે, શોધી રહ્યા છે, શોધ્યો

વ્યાખ્યા:

“શોધવું” શબ્દનો અર્થ કશુક અથવા કોઈકને ખોળવા. ભૂતકાળ “શોધ્યો” થાય છે. “કંઇક કરવા માટે ભારે પ્રયત્ન કરવો” અથવા “પ્રયત્ન લગાવવો” એવો પણ અર્થ થઇ શકે છે.

  • કંઇક કરવા માટે તકને “શોધવી” અથવા “ખોળવી” તેનો અર્થ તે કરવા માટે “સમયને શોધવા પ્રયત્ન કરવો” એમ થઇ શકે છે.
  • “યહોવાને શોધવા” તેનો અર્થ “સમય અને શક્તિ યહોવાને જાણવા માટે વિતાવવી અને તેમને અનુસરવાનું શીખવું” એમ થાય છે.
  • “રક્ષણ શોધવું” તેનો અર્થ “વ્યક્તિ અથવા સ્થળને શોધવાનો પ્રયત્ન કરવો કે જે તમને જોખમથી રક્ષણ આપે.”
  • “ન્યાયને શોધવો” તેનો અર્થ “લોકોની ન્યાયપૂર્વક અથવા ન્યાયીપણે માવજત કરવામાં આવે તે જોવા માટે પ્રયત્ન કરવો.”
  • “સત્યને શોધવું” તેનો અર્થ “સત્ય શું છે તે શોધવા પ્રયત્ન કરવો.”
  • “તરફેણ શોધવી” તેનો અર્થ “તરફેણ મેળવવા પ્રયત્ન કરવો” અથવા “એવી બાબતો કરવી કે જેથી કોઈક તમને મદદ કરે.”

(આ પણ જુઓ: ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H579, H1156, H1239, H1243, H1245, H1556, H1875, H2470, H2603, H2658, H2664, H2713, H3289, H7125, H7592, H7836, H8446, G327, G1567, G1934, G2052, G2212

સંકટ (વિનાશ)

વ્યાખ્યા:

“સંકટ” શબ્દ, જે દંડાજ્ઞાના ચુકાદામાં, આજીજી (અરજી) અથવા છુટકારાની કોઈ શક્યતા ન હોય, તેને દર્શાવે છે.

  • જેવી રીતે ઈઝરાએલ દેશને બંદીવાન કરીને લઈ જવાયા હતા ત્યારે હઝકિયેલ પ્રબોધકે કહ્યું, “સંકટ તેઓ પર આવી પડ્યું છે.”
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “આપત્તિ” અથવા “સજા” અથવા “નિરાશાજનક વિનાશ” તરીકે કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1820, H3117, H6256, H6843, H8045

સંચાલક, કારભારી, કારભારીપણું

વ્યાખ્યા:

બાઈબલમાં “સંચાલક” અથવા તો “કારભારી” શબ્દ એક સેવકનો ઉલ્લેખ કરે છે કે જેને તેના માલિકની સંપત્તિની અને ધંધાકિય કામોની કાળજી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

  • કારભારીને પુષ્કળ જવાબદારીઓ સોંપવામાં આવતી હતી જેમાં બીજા ચાકરોના કાર્યોની દેખરેખ રાખવાનો પણ સમાવેશ થતો હતો.
  • “સંચાલક” શબ્દ કારભારી માટેનો એક આધુનિક શબ્દ છે. બન્ને શબ્દો કોઈ મનુષ્ય માટે વ્યાવહારિક કાર્યોનો વહીવટ કરનાર એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આનો અનુવાદ “દેખરેખ રાખનાર” અથવા તો “પારિવારિક આયોજક” અથવા તો “વહીવટ કરનાર સેવક” અથવા "વ્યક્તિ જે વ્યવસ્થિત કરે છે" તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: ચાકર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H376, H4453, H5057, H6485, G2012, G3621, G3623

સંચાલન, સરકાર, સરકારો, હાકેમ, હાકેમો, સૂબો

વ્યાખ્યા:

“હાકેમ” એક વ્યક્તિ છે કે જે રાજ્ય, વિસ્તાર, અથવા પ્રદેશ ઉપર રાજ કરે છે. “સંચાલન” કરવું જેનો અર્થ, માર્ગદર્શન, આગેવાની, અથવા તેઓને સાચવી લેવા.

  • “સૂબો” એક ખાસ બિરુદ હતું, જે રોમન સામ્રાજ્યના કોઈ પ્રાંત પર રાજ્ય કરતા હાકેમને આપવામાં આવેલું હતું.
  • બાઈબલના સમયમાં, રાજા અથવા સમ્રાટ દ્વારા “હાકેમો”ની નિમણુક થતી હતી કે જેઓ તેમના અધિકાર નીચે હતા.
  • “સરકાર” એક ચોક્કસ દેશ અથવા સામ્રાજ્ય નીચે સંચાલન કરતા શાસકોની બનેલી હોય છે. આ શાસકો કાયદા બનાવે છે કે જેથી તેઓ નાગરિકોના વર્તનને માર્ગદર્શન આપી શકે, અને ત્યાંના દેશના બધાંજ લોકો માટે શાંતિ, સલામતી, અને સમૃદ્ધિ રહી શકે.

ભાષાંતરના સૂચનો:

  • “હાકેમ” શબ્દનું ભાષાંતર, “શાસક” અથવા “નિરીક્ષક” અથવા “પ્રાદેશિક આગેવાન” અથવા “એક કે જે નાના પ્રદેશનું સંચાલન કરે છે” તરીકે પણ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “સંચાલન” શબ્દનું ભાષાંતર, “ઉપર રાજ્ય કરવું” અથવા “આગેવાની” અથવા “સંભાળવું” અથવા “દેખરેખ રાખવી” તરીકે પણ કરી શકાય છે.
  • “રાજા” અથવા “સમ્રાટ” ના બિરુદ કરતાં “હાકેમ” શબ્દનું ભાષાંતર અલગ થવું જોઈએ, કારણકે હાકેમ ઓછો શક્તિશાળી શાસક હતો, જે તેઓના અધિકાર નીચે કામ કરતા હતો.
  • “સૂબો” શબ્દનું ભાષાંતર, “રોમન હાકેમ” અથવા “રોમનનો પ્રાંતપતિ” થઇ શકે છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, શક્તિ, પ્રાંત, રોમ, શાસક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H324, H1777, H2280, H4951, H5148, H5460, H6346, H6347, H6486, H7989, H8269, H8660, G445, G446, G746, G1481, G2232, G2233, G2230, G4232

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

  • ઘણીવાર બાઇબલમાં, “સંતાન” નો અર્થ “બાળકો” અથવા તો “વંશજો” ના અર્થ જેવો જ કરવામાં આવે છે.
  • ઘણીવાર “બીજ” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે સંતાનનો ઉલ્લેખ કરવા વપરાય છે.

(આ પણ જૂઓ: વંશજ, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1121, H2233, H5209, H6363, H6529, H6631, G1081, G1085

સતાવવું, સતાવેલ, સતાવતું, સતાવણી, સતાવણીઓ, સતાવનાર, સતાવનારાઓ

વ્યાખ્યા:

“સતાવવું” અને “સતાવણી” શબ્દો કોઈ વ્યક્તિ કે લોકજૂથ સાથે સતત કઠોર વ્યવહાર કરવો કે જે દ્વારા તેઓને નુકસાન પહોંચે તેનો ઉલ્લેખ કરે છે.

  • સતાવણી એક વ્યક્તિ કે ઘણા લોકો વિરુદ્ધ હોય શકે અને તેમાં સામાન્ય રીતે સતત વારંવારનો હુમલાઓનો સમાવેશ થાય છે.
  • ઇઝરાયલીઓને ઘણી વિભિન્ન લોકજાતિઓ દ્વારા સતાવવામાં આવ્યા હતા કે જેમણે તેઓ પર હુમલા કર્યા, તેઓને બંદી બનાવ્યા અને તેઓની વસ્તુઓ ચોરી લીધી હતી.
  • જે લોકો ભિન્ન પ્રકારની ધાર્મિક માન્યતાઓ ધરાવે છે અથવા તો જેઓ નબળા છે તેવા લોકોની સતાવણી ઘણીવાર કરે છે.
  • યહૂદી આગવાનોએ ઈસુની સતાવણી કરી કારણ કે ઈસુ જે શીખવતા હતા તે તેઓને ગમતું ન હતું.
  • ઈસુ સ્વર્ગમાં પાછા ગયા ત્યાર બાદ, યહૂદી ધાર્મિક આગેવાનોએ અને રોમન સરકારે ઈસુના અનુયાયીઓની સતાવણી કરી.
  • “સતાવવું” નો અનુવાદ “દમન કરતા રહેવું” અથવા તો “કઠોરપણે વર્તવું” અથવા તો “સતત દુર્વ્યવહાર કરવો” તરીકે પણ કરી શકાય.
  • “સતાવણી” નો અનુવાદ “કઠોર દુર્વ્યવહાર” અથવા તો “જુલમ” અથવા તો “સતત નુકસાનકારક વ્યવહાર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, મંડળી, દમન કરવું, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 33:7 “ખડકાળ જમીન એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સાંભળે છે અને આનંદથી તેનો સ્વીકાર કરે છે. પણ જ્યારે તે મુશ્કેલીઓ તથા સતાવણીનો સામનો કરે છે ત્યારે, તે પીછેહઠ કરે છે.”
  • 45:6 તે દીવસે યરુશાલેમમાં ઘણા લોકોએ ઈસુના અનુયાયીઓને સતાવાનું કરવાનું શરૂ કર્યું કે જેથી વિશ્વાસીઓ અન્ય સ્થળોએ ભાગી ગયા.
  • 46:2 શાઉલે કોઈને એવું કહેતા સાંભળ્યા કે “શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?” શાઉલે પૂછ્યું, “પ્રભુ, તમે કોણ છો?” ઈસુએ તેને જવાબ આપ્યો, “હું ઈસુ છું. તું મને સતાવે છે!”
  • 46:4 પણ અનાન્યાએ કહ્યું, “પ્રભુ, આ માણસે કેવી રીતે વિશ્વાસીઓને સતાવ્યા છે તે મેં સાંભળ્યુ છે.”

શબ્દ માહિતી:

  • Strong's: H1814, H4783, H7291, H7852, G1375, G1376, G1377, G1559, G2347

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

  • પ્રાચીન સમયોમાં, જે બની રહ્યું હતું તે શહેરના લોકોને કહેવા લડાઈના મેદાનમાંથી એક સંદેશવાહકને મોકલવામાં આવતો હતો.
  • દૂત એક ખાસ પ્રકારનો સંદેશવાહક છે કે જેને ઈશ્વર લોકોને સદેશાઓ આપવા મોકલે છે. કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.
  • યોહાન બાપ્તિસ્મીને સંદેશવાહક કહેવામાં આવ્યો કે જે ઈસુની અગાઉ મસીહાનું આગમન ઘોષિત કરવા અને લોકો મસીહાનો સ્વીકાર કરે તે માટે તેમને તૈયાર કરવા આવ્યો હતો.
  • ઈસુના પ્રેરિતો ઈશ્વરના રાજ્ય વિશેની સુવાર્તા બીજા લોકોને જણાવવા ઈસુના સંદેશવાહકો હતા.

(આ પણ જૂઓ: દૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1319, H4397, H4398, H5046, H5894, H6735, H6737, H7323, H7971, G32, G652

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

  • સંપૂર્ણ અને પરિપક્વ હોવાનો અર્થ એક ખ્રિસ્તી વ્યક્તિ આજ્ઞાંકિત છે એવો થાય છે અને પાપરહિત છે એવો નથી થતો.

  • “સંપૂર્ણ” શબ્દનો બીજો અર્થ “પૂર્ણ” અથવા તો “સમગ્ર (પૂરેપુરું)” હોવું એવો પણ થાય છે.

  • નવા કરારમાં યાકૂબનો પત્ર જણાવે છે કે કસોટીઓમાં દ્રઢ રહેવું તે સંપૂર્ણતા અને પરિપક્વતા ઉપજાવે છે.

  • જ્યારે ખ્રિસ્તીઓ બાઇબલનો અભ્યાસ કરે છે અને તેનું આજ્ઞાપાલન કરે છે ત્યારે, તેઓ આત્મિક રીતે વધારે સંપૂર્ણ અને પરિપક્વ બનશે કારણકે તેઓ તેમના ચારિત્ર્યમાં ઈસુ જેવા વધારે બનાશે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “દોષરહિત” અથવા તો “ભૂલરહિત” અથવા તો “ક્ષતિરહિત” અથવા તો “ચૂકરહિત” અથવા તો “કોઈ પણ દોષ ન હોય તેવું” તરીકે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H724, H998, H1584, H1585, H3632, H3634, H4357, H4359, H4512, H8003, H8502, H8503, H8535, H8537, H8549, H8552, G195, G197, G199, G739, G1295, G2005, G2675, G2676, G2677, G3647, G5046, G5047, G5048, G5050, G5052

સપ્તાહ, સપ્તાહો

વ્યાખ્યા:

“સપ્તાહ” શબ્દનો શાબ્દિક અર્થ, સાત દિવસોનો સમયગાળો દર્શાવે છે.

  • યહૂદીયોના સમય વ્યવસ્થાની ગણતરીમાં સપ્તાહની શરૂઆત શનિવારના સૂર્યાસ્તથી શરૂ થઈને પછીના શનિવારના સૂર્યાસ્તે તેનો અંત આવે છે.
  • બાઈબલમાં, “સપ્તાહ” શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમકે સાત એકમના સમય જૂથને સાત વર્ષો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
  • “સપ્તાહોની ઉજવણી” જે ફસલની ઉજવણી છે કે જે પાસ્ખાપર્વના સાત સપ્તાહો પછી આવે છે. તેને “પચાસમાનો દિવસ” પણ કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: પચાસમાનો દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7620, G4521

સમજવું, સમજે છે, સમજયા, સમજણ

વ્યાખ્યા:

“સમજવું” શબ્દનો અર્થ માહિતી સાંભળવી અથવા મેળવવી અને તેનો અર્થ શો છે તે જાણવું એવો થાય છે. “સમજણ” શબ્દ જ્ઞાન અથવા “ ડહાપણ” અથવા કેવી રીતે કઇક કરવું તેની ખાતરી કરવી.

  • કોઈકને સમજવાનો અર્થ તે વ્યક્તિને કેવી લાગણી થાય છે તે જાણવું એવો થાય છે.
  • એમોસના રસ્તા પર ચાલતાં, ઈસુએ શિષ્યોને મસીહ વિશેના શાસ્ત્રવચનોનો અર્થ સમજવા માટે પ્રેરણા આપી.
  • સંદર્ભને આધારે, "સમજવું" શબ્દનું ભાષાંતર "જાણવું" અથવા "માનવું" અથવા "ગ્રહણ કરવું" અથવા "કઇક અર્થ જાણવો" થાય છે.
  • કેટલીક વાર “સમજણ” શબ્દનો તરજુમો “જ્ઞાન” અથવા “ ડહાપણ” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ: માનવું, જાણવું, જ્ઞાની)

બાઇબલ સંદર્ભો##

શબ્દ માહિતી:

  • Strong's: H995, H998, H999, H1847, H2940, H3045, H3820, H3824, H4486, H7200, H7306, H7919, H7922, H7924, H8085, H8394, G50, G145, G191, G801, G1097, G1107, G1108, G1271, G1921, G1922, G1987, G1990, G2657, G3129, G3539, G3563, G3877, G4441, G4907, G4908, G4920, G5424, G5428, G5429, G6063

સમય, અકાળે, તારીખ

તથ્યો:

બાઈબલમાં મોટાભાગે "સમય" શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતે કરવામાં આવ્યો છે જ્યારે ઋતુ અથવા અમુક સમયના સમયગાળામાં ચોક્કસ ઘટનાઓ બની હતી. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ"ની સમાન છે.

  • "સમય"નો અર્થ શબ્દસમૂહ "ત્રીજી વખત"માં "પ્રસંગ" હોઈ શકે. "ઘણી વખત" શબ્દસમૂહનો અર્થ "ઘણા પ્રસંગોએ" થઇ શકે.

  • સંદર્ભને આધારે, "સમય" શબ્દનું "મોસમ" અથવા "સમયગાળો" અથવા "ક્ષણ" અથવા "ઘટના" અથવા "પ્રસંગ" તરીકે ભાષાંતર કરી શકાય છે.

  • “વખત અને ઋતુઓ" શબ્દસમૂહ એવી અલંકારિક અભિવ્યક્તિ છે જે સમાન વિચારને બે વાર જણાવે છે. આનું  ભાષાંતર "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ" તરીકે પણ કરી શકાય.

  • (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ)

આ પણ જુઓ: વય, મહા વિપત્તિકાળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H116, H227, H268, H310, H570, H865, H1697, H1755, H2165, H2166, H2233, H2465, H3027, H3117, H3118, H3119, H3259, H3427, H3706, H3967, H4150, H4279, H4489, H4557, H5331, H5703, H5732, H5750, H5769, H6049, H6235, H6256, H6258, H6440, H6471, H6635, H6924, H7105, H7138, H7223, H7272, H7281, H7637, H7651, H7655, H7659, H7674, H7992, H8027, H8032, H8138, H8145, H8462, H8543, G744, G530, G1074, G1208, G1441, G1597, G1626, G1909, G2034, G2119, G2121, G2235, G2250, G2540, G3379, G3461, G3568, G3763, G3764, G3819, G3956, G3999, G4178, G4181, G4183, G4218, G4277, G4287, G4340, G4455, G5119, G5151, G5305, G5550, G5551, G5610

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સામ્યતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો, કંઈક બીજા કશાકની સમાનતામાં એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

  • "સમાન" શબ્દ ઘણીવાર અર્થાલંકારિક અભિવ્યક્તિ "ઉપમા" તરીકે પણ વપરાય છે જેમાં કશાકને કશાકની સાથે સરખાવવામાં આવે છે, સામાન્ય રીતે સમાન લાક્ષણિકતાઓને દર્શાવીને.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

  • કશાક અથવા કોઈક "ના જેવુ" અથવા "ના જેવો અવાજ" અથવા "ના જેવુ દેખાવું" નો અર્થ કે વસ્તુ કે વ્યક્તિ સાથે તેને સરખાવતા સમાન ગુણ હોવા.
  • લોકોને ઈશ્વરની "સામ્યતા/સમાનતા" માં સર્જવામાં આવ્યા, એટલે કે ઈશ્વરની "પ્રતિમામાં. " તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ તેઓ પાસે છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.
  • કશાક અથવા કોઈક "ના જેવી સમાનતા" નો અર્થ છે કે, જે તે વસ્તુ કે વ્યક્તિની જેમ જ લાગતી લાક્ષણિકતાઓ હોવી.

અનુવાદ માટેના સૂચનો

  • કેટલાંક સંદર્ભમાં, "ના જેવી સમાનતા" અભિવ્યક્તિનું અનુવાદ "ના જેવુ લાગવું" અથવા "ના જેવુ દેખાય છે" એમ કરી શકાય.
  • "તેના મરણની સમાનતામાં" અભિવ્યક્તિનું અનુવાદ "તેના મરણનો અનુભવ વહેંચવો" અથવા "જાણે તેની સાથે તેના મરણને અનુભવવું" એમ કરી શકાય.
  • "પાપી દેહની સમાનતામાં" અભિવ્યક્તિનું અનુવાદ "પાપી મનુષ્ય જેવુ હોવું" અથવા "માનવી બનવું" એમ કરી શકાય. એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એવો આભાસ ના ઉપજાવે કે કારણ કે ઈસુ માનવી બન્યા તો તેઓ પણ પાપી હતા.
  • "તેની પોતાની સમાનતામાં" નું અનુવાદ "તેની જેમ" અથવા "તેની પાસે છે તેવી ઘણી ગુણવત્તાઓ હોવી" એમ કરી શકાય.
  • "નાશવંત માણસ, પક્ષી, ચાર પગવાળા પશુ અને વિસર્પી બાબતોની પ્રતિમાની સમાનતામાં" નું અનુવાદ "નાશવંત મનુષ્ય, અથવા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, અને નાના, પેટે ચાલતા જંતુઓના જેવી બનાવેલ મુર્તિ" એમ કરી શકાય.

(આ પણ જુઓ: પશુ, દેહ, ઈશ્વરની પ્રતિમા, પ્રતિમા, નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1823, H8403, H8544, G1503, G1504, G2509, G2531, G2596, G3664, G3665, G3666, G3667, G3668, G3669, G3697, G4833, G5108, G5613, G5615, G5616, G5618, G5619

સમુદ્રી ગાય

વ્યાખ્યા:

“સમુદ્રી ગાય” શબ્દ મોટા સમુદ્ર પ્રાણીનો ઉલ્લેખ કરે છે જે સમુદ્ર ભોંય પરનું સમુદ્ર ઘાસ અને બીજું વનસ્પતિ ખાય છે.

  • સમુદ્રી ગાય એ રાખોડી રંગની જાળી ચામડીવાળી હોય છે. તે તેના અવયવનો ઉપયોગ કરીને પાણીમાં હલન ચલન કરે છે.
  • બાઈબલના સમયમાં સમુદ્રી ગાયના ચામડાનો ઉપયોગ લોકો દ્વારા તંબુઓ બનાવવા માટે થતો હતો. મુલાકાત મંડપના આવરણ માટે પણ આ પ્રાણીના ચામડાનો ઉપયોગ થતો હતો.
  • “સમુદ્રી ગાય” એ હુલામણું નામ હતું કારણ કે તે ગાયની જેમ ઘાસ કાય છે, પરંતુ બીજી રીતે તે ગાય જેવી સમાન ન હતી.
  • “સ્તન્ય જળચર” અને “મેનેટી” એ સંબંધિત પ્રાણીઓ છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: મુલાકાત મંડપ)

બાઈબલના સંદર્ભો:

  • ગણના 4:5-6
  • ગણના 4:12-14
  • ગણના 4:24-26 વ્યક્તિ કે જે ઓળિયાને સ્વીકારે અને ન તૂટેલી મુદ્રા જોવે તો તે જાણી શકે કે કોઈએ પણ તેને ખોલ્યું નથી.

શબ્દ માહિતી:

  • Strong's: H8476

સમૃદ્ધ થવું, સમૃદ્ધ થયું, સમૃદ્ધ થતું, સમૃદ્ધિ, સમૃદ્ધ

વ્યાખ્યા:

“સમૃદ્ધ થવું” શબ્દ સામાન્ય રીતે સારી રીતે જીવવાનો ઉલ્લેખ કરે છે કાંતો શારીરિક રીતે કે નૈતિક  રીતે અથવા લાગણીકીય રીતે, સમૃદ્ધ થવાનો ઉલ્લેખ પણ કરી શકે છે. જ્યારે લોકો કે દેશ “સમૃદ્ધ” છે તો તેનો અર્થ એ થાય છે કે તેઓ ધનવાન છે અને સફળ થવા માટે જે કંઇ જરૂરી છે તે તેમની પાસે છે. તેઓ “સમૃદ્ધિ” પામી રહ્યા છે.

  • “સમૃદ્ધ” શબ્દ ઘણીવાર પૈસા કે સંપત્તિ કમાવામાં સફળતા અથવા લોકોને સારી રીતે જીવવા માટે જરૂરી એવી બધી બાબતોને ઉત્પન્ન કરવીનો ઉલ્લેખ કરે છે..
  • બાઇબલમાં, “સમૃદ્ધ” શબ્દ સારી તંદુરસ્તી અને બાળકોરૂપી આશીર્વાદ હોવાનો સમાવેશ પણ કરે છે.
  • “સમૃદ્ધ” શહેર કે દેશ એ છે કે જેમાં ઘણા લોકો છે, ખોરાકનું સારું ઉત્પાદન છે અને પુષ્કળ પૈસા લાવતા વેપારધંધાઓ છે.
  • બાઇબલ શીખવે છે કે જ્યારે વ્યક્તિ ઈશ્વરનું શિક્ષણ પાળે છે ત્યારે તે આત્મિક રીતે સમૃદ્ધ થશે. તે આનંદ અને શાંતિના આશીર્વાદો પણ મેળવશે. ઈશ્વર લોકોને હંમેશાં પુષ્કળ ભૌતિક સંપત્તિ આપતા નથી પણ જ્યારે તેઓ ઈશ્વરના માર્ગો અનુસરે છે ત્યારે તેઓ હંમેશાં તેમને આત્મિક રીતે સમૃદ્ધ કરશે.
  • સંદર્ભ અનુસાર, “સમૃદ્ધ થવું” શબ્દનો અનુવાદ “આત્મિક રીતે સફળ થવું” અથવા તો “ઈશ્વર દ્વારા આશીર્વાદિત થવું” અથવા તો “સારી બાબતોનો અનુભવ કરવો” અથવા તો “સારી રીતે જીવવું” તરીકે પણ કરી શકાય.
  • “સમૃદ્ધ” શબ્દનો અનુવાદ “સફળ” અથવા તો “ધનવાન” અથવા તો “આત્મિક રીતે ફળવંત” તરીકે પણ કરી શકાય.
  • “સમૃદ્ધિ” નો અનુવાદ “કલ્યાણ” અથવા તો “સંપત્તિ” થવા તો “સફળતા” અથવા તો “ભરપૂર આશીર્વાદ” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: આશીર્વાદ આપવો, ફળ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1129, H1767, H1878, H1879, H2428, H2896, H2898, H3027, H3190, H3444, H3498, H3787, H4195, H5381, H6500, H6509, H6555, H6743, H6744, H7230, H7487, H7919, H7951, H7961, H7963, H7965, G2137

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

  • આ પ્રાણીનો રૂપકાત્મક ઉપયોગ એવી વ્યક્તિ કે જે દુષ્ટ છે તેને સંબોધવા થાય છે, ખાસ કરીને એવી વ્યક્તિ કે જે દગાખોર છે.
  • ઈસુએ ધાર્મિક આગેવાનોને “સર્પોના વંશજો” એમ કહ્યા કારણ કે તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરતાં હતાં અને લોકોને છેતરતા અને તેઓની સાથે અયોગ્ય વર્તન કરતાં હતા.
  • એદન વાડીમાં, શેતાને જ્યારે હવાની સાથે વાત કરી ત્યારે સર્પનું રૂપ ધારણ કર્યું અને ઈશ્વરનો અનાદર કરવા તેણીને લલચાવી.
  • સર્પે હવાને પાપ કરવા લલચાવ્યા બાદ, હવા અને તેના પતિ આદમ બંનેએ પાપ કર્યું, ઈશ્વરે સર્પને શાપ આપ્યો, એમ કહીને કે, હવેથી દરેક સર્પ પેટે ચાલશે, એટલે કે તે પહેલા તેઓને પગ હતાં.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: શાપ, છેતરવું, અનાદર, એદન, દુષ્ટ, વંશજ, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H660, H2119, H5175, H6620, H6848, H8314, H8577, G2191, G2062, G3789

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

  • રાજાઓને મહત્વની બાબતો નક્કી કરવા અને મદદ માટે મોટેભાગે સત્તાવાર સલાહઆપનારાઓ અથવા સલાહકારો હોય છે કે જેઓ લોકો પર શાસન કરી તેમને અસર પહોંચાડે છે.
  • ઘણીવાર તેમની સલાહસૂચન અથવા સલાહ સારા હોતા નથી. દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.
  • સંદર્ભ પર આધાર રાખીને, “સલાહ” અથવા “સલાહસૂચન” શબ્દનું ભાષાંતર, “નિર્ણય લેવામાં મદદ કરવી” અથવા “ચેતવણીઓ” અથવા “બોધ આપવો” અથવા “માર્ગદર્શન” તરીકે પણ કરી શકાય છે.
  • “સલાહસૂચન આપવાના” કાર્યનું ભાષાંતર, “સલાહ આપવી” અથવા “સૂચનો આપવા” અથવા “પ્રોત્સાહન આપવું” એમ કરી શકાય છે.
  • નોંધ રાખો કે “સલાહ” શબ્દ “ન્યાયસભા” શબ્દ કરતાં જુદો છે, જે લોકોનું જૂથ દર્શાવે છે.

(તેને પણ જુઓ: પ્રોત્સાહન આપવું, પવિત્ર આત્મા, જ્ઞાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1697, H1847, H1875, H1884, H1907, H2940, H3245, H3272, H3289, H3982, H4156, H4431, H5475, H5779, H5843, H6440, H6963, H6098, H7592, H8458, G1010, G1011, G1012, G1106, G4823, G4824, G4825

સહન કરવું, સહન કરે છે, ઘર્ષણ સહન કરનારો, ખેપિયો

સત્યો:

“સહન કરવું” નો શાબ્દિક અર્થ “વહન કરવું” થાય છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થ થાય છે.

  • જયારે સ્ત્રી વિશે વાત કરીએ કે જે બાળક ધારણ કરવાની છે, તેનો અર્થ બાળકને “જન્મ આપવો” થાય છે.
  • ”બોજો સહન કરવો” તેનો અર્થ “અઘરી વસ્તુનો અનુભવ કરવો” થાય છે. આ કઠણ વસ્તુઓમાં શારીરિક અથવા ભાવનાત્મક પીડાનો સમાવેશ થઈ શકે છે.
  • બાઈબલમાં આપેલી સામાન્ય અભિવ્યક્તિ “ફળ આપવા” કે જેનો અર્થ “ફળ ઉત્પન્ન કરવા” અથવા “ફળ થવા” થાય છે.
  • “સાક્ષી આપવી” નો અર્થ “સાક્ષી પુરવી” અથવા “કોઈકે જોયેલી અથવા અનુભવેલી બાબતનું વર્ણન કરવું” થાય છે. “દીકરો તેના બાપના અન્યાયને નહીં સહે,” તે વિધાનનો અર્થ એ કે “તે તેને માટે જવાબદાર નહીં બને” અથવા તેને પિતાના પાપો “શિક્ષા નહીં થાય.”
  • સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર “લઇ જવું” અથવા તે માટે “જવાબદાર હોવું” અથવા “ઉત્પન્ન” અથવા “હોવું” અથવા “વેઠવું,” તેમ સંદર્ભ પ્રમાણે હોઈ શકે છે.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો

(આ પણ જુઓ: બોજો, એલીશા, વેઠવું, ફળ, અન્યાય, અહેવાલ, ઘેટું, બળ, પુરાવો, સાક્ષી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2232, H3201, H3205, H5187, H5375, H5445, H5449, H6030, H6509, H6779, G142, G399, G430, G503, G941, G1080, G1627, G2592, G3114, G3140, G4064, G4160, G4722, G4828, G4901, G5041, G5088, G5297, G5342, G5409, G5576

સહન કરવું, સહન કરે છે, ટકી રહેવું, ટકાઉ, સહનશક્તિ

વ્યાખ્યા:

“સહન” શબ્દનો અર્થ લાંબા સમય ટકવું અથવા કઈંક મુશ્કેલી સાથે સહન કરવું.

  • તેનો અર્થ પરીક્ષણના સમયોમાં, છોડી દીધા વિના દૃઢ ઉભા રહેવું, તેમ (અર્થ) થાય છે.
  • “સહનશક્તિ” શબ્દનો અર્થ, “ધીરજ” અથવા “કસોટીના સમયે ટકી રહેવું” અથવા “સતાવણીના સમયે ખંત રાખી ટકી રહેવું” (અર્થ) હોઈ શકે.
  • ખ્રિસ્તીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તેઓએ પીડા સહન કરવી પડે છતાં પણ, તેઓ ઈસુને આધીન રહીને, “અંત સુધી સહન કરવું.”
  • “પીડા સહન કરવી” શબ્દનો અર્થ “પીડાનો અનુભવ કરવો,” પણ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

  • “સહન કરવું” શબ્દના ભાષાંતરમાં, “ધૈર્ય” અથવા “વિશ્વાસ રાખવો” અથવા “દેવ જે ઈચ્છે છે તે તમારે સતત કરતા રહેવું” અથવા “દ્રઢ ઉભા રહેવું” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • કેટલાક સંદર્ભોમાં, “સહન કરવું” શબ્દનું ભાષાંતર, “અનુભવ કરવો” અથવા “(દુઃખ) માંથી પસાર થવું” એમ કરી શકાય છે.
  • લાંબા સમય માટે ટકી રહેવાના અર્થમાં, “સહન કરવું” શબ્દનું ભાષાંતર, “ટકી રહેવું” અથવા “ચાલુ રહેવું” તરીકે પણ કરી શકાય. “સહન નહીં કરે” શબ્દસમૂહનું ભાષાંતર, “નહીં ટકે” અથવા “ટકશે નહીં” તરીકે કરી શકાય.
  • “સહનશક્તિ” શબ્દના ભાષાંતરમાં, “ધૈર્ય (ખંત)” અથવા “વિશ્વાસ કરવાનું ચાલુ રાખવું” અથવા “વફાદાર રહેવું” (એવા શબ્દોનો) સમાવેશ કરી શકાય છે.

(આ પણ જુઓ : ધૈર્ય)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H386, H3201, H3557, H3885, H5331, H5375, H5975, G430, G907, G1526, G2005, G2076, G2553, G2594, G3114, G3306, G4722, G5278, G5281, G5297, G5342

સહન કરવું,પીડાય છે,સહન કર્યું,વેદના,પીડાઓ

વ્યાખ્યા:##

"સહન કરવું" અને "વેદના" શબ્દોનો અર્થ ખૂબ જ કંઈક અણગમતું, જેમ કે માંદગી,પીડા, અથવા અન્ય મુશ્કેલીઓનો અનુભવ એવો થાય છે.

  • જ્યારે લોકો પર સતાવણી થાય અથવા જ્યારે તેઓ બીમાર હોય ત્યારે તેઓ પીડાતા હોય છે.
  • કેટલીકવાર લોકોએ કરેલાં ખોટા કાર્યોને લીધે લોકોને પીડા થાય છે; દુનિયામાંનાં પાપ અને બીમારીને લીધે તેઓ સહન કરે છે.
  • દુઃખ શારીરિક હોઈ શકે છે, જેમ કે પીડા કે માંદગી અનુભવવી. તે ભાવનાત્મક પણ હોઈ શકે છે, જેમ કે ભય,ઉદાસી,અથવા એકલતાની લાગણી અનુભવવી.
  • "મને સહન કરો" શબ્દસમૂહનો અર્થ "મારી સાથે સહન કરવું" અથવા"મને સાંભળો" અથવા "ધીરજથી સાંભળો.”

અનુવાદનાં સૂચનો:

  • "સહન કરવું" શબ્દનો અનુવાદ "પીડા અનુભવવી" અથવા"મુશ્કેલી સહન કરવી" અથવા "તકલીફો અનુભવવી" અથવા "મુશ્કેલ અને પીડાદાયક અનુભવોમાંથી પસાર થવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, "વેદના"નું ભાષાંતર "અત્યંત મુશ્કેલ સંજોગો" અથવા "ગંભીર તકલીફો" અથવા "મુશ્કેલીનો અનુભવ" અથવા "પીડાદાયક અનુભવોનો સમય" તરીકે કરી શકાય છે
  • ”તરસ વેઠવી“ શબ્દસમૂહનો અનુવાદ “તરસ અનુભવવી” અથવા “તરસથી પીડાવું” તરીકે કરી શકાય છે.
  • “હિંસાસહન કરવી” નો અનુવાદ"હિંસામાંથી પસાર થવું" અથવા"હિંસક કૃત્યો દ્વારા નુકસાન થવું” તરીકે કરી શકાય છે.

બાઇબલના સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:13 યહોવાહે કહ્યું ,"મેં મારા લોકોનું દુ:ખ જોયું છે."
  • 42:3 તેણે(ઈસુએ) તેમને પ્રબોધકોએ જે કહ્યું હતું તે યાદ કરાવ્યું કે મસીહ દુ:ખ વેઠશે અને માર્યો જશે,પણ ત્રીજે દિવસે સજીવન થશે.
  • 42:7 તેણે(ઇસુએ) કહ્યું કે,”પુરાતન કાળમાં લખાયું હતું કે મસીહ દુ:ખ વેઠશે અને મૃત્યુ પામશે ,ને ત્રીજે દિવસે મુએલામાંથી પાછો ઊઠશે.”
  • 44:5rc://en/tn/help/obs/42/07)" તમે જે કરી રહ્યા હતા તે તમે ભલે સમજ્યા ન હતા, ઈશ્વરે તમારાં કાર્યોનો ઉપયોગ ભવિષ્યવાણીને પરિપૂર્ણ કરવા માટે કર્યો કે મસીહ દુ:ખ વેઠે અને મૃત્યુ પામે."
  • 46:4 ઈશ્વરે કહ્યું, "મેં તેને(શાઉલને) મારું નામ નાશ પામનારાઓને પ્રગટ કરવા માટે પસંદ કર્યો છે.મારા નામને લીધે તેને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે એ હું તેને બતાવીશ.”
  • 50:17 તે(ઇસુ) દરેક આંસુ લૂછી નાખશે અને ત્યાં કોઈ દુ:ખ,શોક,રૂદન,દુષ્ટતા,પીડા અથવા મરણ થનાર નથી.

શબ્દ માહિતી:

  • Strong's: H943, H1741, H1934, H4342, H4531, H4912, H5142, H5254, H5375, H5999, H6031, H6040, H6041, H6064, H6090, H6770, H6869, H6887, H7661, G91, G941, G971, G2210, G2346, G2347, G3804, G3958, G4310, G4778, G4841, G5004, G5723

સળિયો

વ્યાખ્યા:

શબ્દ "સળિયા" એક સાંકડા, નક્કર, લાકડી જેવા સાધનનો સંદર્ભ આપે છે જેનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવતો હતો. તેની લંબાઈ કદાચ ઓછામાં ઓછી એક મીટર હતી.

  • ઘેટાંને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે ઘેટાંપાળક દ્વારા લાકડાના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેને ટોળામાં પાછું લાવવા માટે ભટકતા ઘેટાં તરફ પણ ફેંકવામાં આવ્યું હતું.
  • ગીતશાસ્ત્ર 23 માં, દાઊદ રાજા તેમના લોકો માટે ઈશ્વર ના માર્ગદર્શન અને શિસ્તનો સંદર્ભ આપવા માટે "લાકડી" અને તેના લોક શબ્દોનો રૂપક તરીકે ઉપયોગ કર્યો.
  • ઘેટાંપાળકની લાકડીનો ઉપયોગ ઘેટાંની નીચેથી પસાર થતાં તેની ગણતરી કરવા માટે પણ થતો હતો.
  • અન્ય રૂપક અભિવ્યક્તિ, "લોખંડનો સળિયો" એ લોકો માટે ઈશ્વરની સજાનો ઉલ્લેખ કરે છે જેઓ તેમની વિરુદ્ધ બળવો કરે છે અને દુષ્ટ કાર્યો કરે છે.
  • પ્રાચીન સમયમાં, મકાન અથવા વસ્તુની લંબાઈ માપવા માટે ધાતુ, લાકડા અથવા પથ્થરની બનેલી માપણી સળિયાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
  • બાઇબલમાં, લાકડાના સળિયાને બાળકોને શિસ્ત આપવા માટેના સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કર્મચારી, ઘેટાં, ભરવાડ)

બાઇબલ સંદર્ભો:

##શબ્દ માહિતી ;

  • સ્ટ્રોંગ્સ: H2415, H4294, H4731, H7626, G25630, G44630, G44640

સાજુ કરવું, સાજો થયેલો, સાજુ કરવું, સાજુ કરે છે, સાજા કરનાર, સ્વાસ્થ્ય, તંદુરસ્ત, નાતંદુરસ્ત

વ્યાખ્યા:

“સાજુ કરવું” અને “મટાડવું” શબ્દોનો અર્થ, માંદુ, ઘાયલ, અથવા અક્ષમ વ્યક્તિને ફરીથી તંદુરસ્ત કરવું.

  • વ્યક્તિ કે જે “સાજો થયેલ” અથવા “રોગમાંથી મુક્ત થયેલ” છે, એટલે કે જેને “સારો કરવામાં આવેલો છે” અથવા “તંદુરસ્ત કરવામાં આવેલો” છે.
  • ઈશ્વરે આપણા શરીરોને ઘણા પ્રકારના ઘા અને રોગોથી સાજા થવાની ક્ષમતા આપી છે, જેથી તેઓ કુદરતી રીતે સાજા થઈ શકે છે. સામાન્ય રીતે આ પ્રકારનું સાજાપણું ધીરે ધીરે થાય છે.
  • જો કે, અમુક સંજોગો, જેવા કે અંધ હોવું, અથવા લકવાગ્રસ્ત હોવું, અને ચોક્કસ ગંભીર રોગો, જેવા કે રક્તપિત્ત, આપોઆપ સાજા થતા નથી. જયારે લોકો આવી બાબતોથી સાજા થાય છે, ત્યારે તે એક ચમત્કાર છે, જે સામાન્ય રીતે એકાએક બને છે.
  • ઉદાહરણ તરીકે, ઈસુએ ઘણા લોકો કે જેઓ અંધ અથવા અપંગ અથવા રોગોવાળા હતા તેઓને સાજા કર્યા, અને તેઓ તરતજ સારા થઈ ગયા.
  • પ્રેરિતોએ પણ ચમત્કારિક રીતે લોકોને સાજા કર્યા, જેવા કે જયારે પિતરે લંગડા માણસને ચાલવાનું કહ્યું, ત્યારે તે તરતજ ચાલવા માટે સક્ષમ બન્યો.

(આ પણ જુઓ: ચમત્કાર)

બાઈબલની કલમો:

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 19:14 ઘણા ચમત્કારોમાંનો એક નામાન એ સૈન્યના સેનાપતિ, તેને માટે થયો, જેને ચામડીનો ભયંકર રોગ હતો. તેણે એલિશા વિશે સાભળ્યું હતું, જેથી તે (નામાન) તેની પાસે ગયો અને તેને સાજા કરવા માટે એલિશાને પૂછયું.
  • 21:10 તેણે (યશાયાએ) પણ ભાખેલું કે જેઓ સાંભળી, જોઈ, બોલી, અથવા ચાલી શક્તા નથી તે લોકોને મસીહા સાજા કરશે.
  • 26:6 ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “એલિશા પ્રબોધકના સમય દરમ્યાન, ઈઝરાએલમાં ઘણા લોકો ચામડીના રોગોથી પીડાતા હતા. પણ એલિશાએ તેમાંના કોઈને સાજા કર્યા નહીં. તેણે ફક્ત ઈઝરાએલના શત્રુઓના સેનાપતિ નામાનનો ચામડીનો રોગ મટાડયો.
  • 26:8 તેઓ ઘણા લોકોને તેની પાસે લાવ્યાં કે જેઓ માંદા અથવા વિકલાંગ હતા, જેમાં જેઓ જોઈ, ચાલી, સાંભળી, અથવા બોલી શકતા ન હતા તેઓને સમાવેશ થયેલો હતો, અને ઈસુએ તેઓને સાજા કર્યા.
  • 32:14 તેણીએ સાંભળ્યું હતું કે ઈસુએ ઘણા માંદા લોકોને સાજા કર્યા હતા અને વિચાર્યું કે, “મને ખાતરી છે કે જો હું ઈસુના લૂગડાંને સ્પર્શ કરીશ, તો હું પણ સાજી થઈશ!”
  • 44:3 તરત જ, ઈશ્વરે તે લંગડા માણસને સાજો કર્યો, અને તે ચાલવા અને કૂદવા લાગ્યો, અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો.
  • 44:8 પિતરે તેઓને ઉત્તર આપ્યો, આ માણસ જે તમારી આગળ ઊભો રહ્યો છે, તે ઈસુ મસીહાના સામર્થ્યથી સાજો થયો છે
  • 49:2 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા જે સાબિત કરે છે કે તે ઈશ્વર છે. તે પાણી ઉપર ચાલ્યા, તોફાનને શાંત પાડ્યું, ઘણા માંદા લોકોને સાજા કર્યા, ભૂતોને બહાર કાઢ્યા, મૃતને સજીવન કર્યા, અને પાંચ રોટલી અને બે નાની માછલીને પાંચ હજાર લોકોને પુરતો થાય તેટલા ખોરાકમાં ફેરવી નાખ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H724, H1369, H1455, H2280, H2421, H2896, H3444, H3545, H4832, H4974, H7495, H7499, H7500, H7725, H7965, H8549, H8585, H8644, H622, G1295, G1743, G2322, G2323, G2386, G2390, G2392, G2511, G3647, G4982, G4991, G5198, G5199

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો, મિત્ર

સત્યો:

“સાથી” શબ્દ, વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્ન, તેને દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તેને દર્શાવે છે.

  • સાથીઓ એક સાથે અનુભવોમાંથી પસાર થાય છે, જેમકે તેઓ એક સાથે ભોજન વહેંચે છે, અને એકબીજાને આધાર અને પ્રોત્સાહન પુરા પાડે છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહ વડે કરી શકાય જેનો અર્થ, “મિત્ર” અથવા “સાથી મુસાફર” અથવા “આધાર આપનાર વ્યક્તિ કે જે સાથે જાય છે” અથવા “વ્યક્તિ કે જે સાથે કામ કરે છે” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H251, H441, H2269, H2270, H2271, H2273, H2278, H3674, H3675, H4828, H7453, H7462, H7464, G2844, G3353, G4791, G4898, G4904

સાફ કરવું,સફર,અધીરા,દાવપેચ

તથ્યો:

"સાફ કરવું"નો અર્થ સામાન્ય રીતે ઝાડુ અથવા બ્રશ સાથે વ્યાપક,ઝડપી હલનચલન કરીને ગંદકી દૂર કરવી એમ થાય છે. “સાફ કર્યું” એ“સાફ કરવાનું” ભૂતકાળનું રૂપ છે. આ શબ્દોનો અલંકારિક ઉપયોગ પણ થાય છે.

  • "સાફ કરવું" શબ્દનું અલંકારિક વર્ણન કેવી રીતે લશ્કર ઝડપથી,નિર્ણયાત્મક અને ઝપાટાબંધ ચાલીને હુમલો કરે છે એ થાય છે.
  • દાખલા તરીકે,યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે આશ્શૂરીઓ યહુદાહના રાજ્યનો સપાટો કરશે. આનો અર્થ એ થાય કે તેઓ યહુદાહનો નાશ કરશે અને તેના લોકોનેકબજે કરશે.
  • "સાફ કરવું" શબ્દનો ઉપયોગ ઝડપથી વહેતું પાણી જે રીતે ધકેલાય છે અને વસ્તુઓને દૂર કરી શકે છે તે વર્ણવે છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ સાથે જબરજસ્ત,મુશ્કેલ બાબતો બની રહી હોય ત્યારે,એવું કહી શકાય કે તેઓ તેના પર "હાવી"થઈ રહી છે.

(આ પણ જુઓ:આશ્શૂર../names/assyria.md),યશાયાહ,યહૂદા,પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H622, H857, H1640, H2498, H2894, H3261, H5500, H5502, H5595, H7857, H8804, G4216, G4563, G4951

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

  • યહોશાફાટ રાજાએ જયારે જાણ્યું કે મોઆબીઓ યહુદાના રાજ્ય પર હુમલો કરનારા છે ત્યારે તે ભયભીત થયો.
  • ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે જયારે તમે છેલ્લા દિવસોમાં આફતો આવતી જુઓ ત્યારે ભયભીત થશો નહીં.
  • “ભયની સુચના આપવી” એ અભિવ્યક્તિ દર્શાવે છે કે ચેતવણી આપવી. જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

  • “કોઈને સાવધાન કરવું” તેનો અર્થ “કોઈને ચિંતા કરાવવી” અથવા “કોઈને ચિંતામાં નાખવા.”
  • “સાવધાન થવું” તેનું ભાષાંતર “ચિંતા થવી” અથવા “ડર લાગવો” અથવા “કોઈની વિશે ચિંતા થવી” એમ થઇ શકે છે.
  • “સાવધાન કરવું” એ અભિવ્યક્તિનું ભાષાંતર “જાહેર ચેતવણી આપવી” અથવા “આવનાર ભય વિશે જાહેરાત કરવી” અથવા “આવનાર ભય વિશે રણશિંગડું ફુંકવું” એમ થઈ શકે છે.

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7321, H8643

સિદ્ધાંત, શિક્ષણ, માન્યતાઓ, સૂચનાઓ, જ્ઞાન

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણનો ઉલ્લેખ કરે છે.

  • ખ્રિસ્તી શિક્ષણના સદર્ભમાં, “સિદ્ધાંત,” તે ઈશ્વર - પિતા, પુત્ર અને પવિત્રઆત્મા - તેમના બધાંજ ચરિત્ર ગુણો સહિત, તથા તેમણે જે બધું કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે.
  • ઈશ્વરે તેમના માટે મહિમા લાવવા, ખ્રિસ્તીઓએ કેવી રીતે પવિત્ર જીવન જીવવું તે સઘળી બાબતોનો ઉલ્લેખ પણ કરે છે.
  • ક્યારેક “સિદ્ધાંત” શબ્દ, ખોટું અથવા દુન્યવી ધાર્મિક શિક્ષણ કે જે માનવજાત દ્વારા આવે છે, તે દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે. સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.
  • આ શબ્દનું ભાષાંતર “શિક્ષણ” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3948, H4148, H8052, G1319, G1322, G2085

સિંહાસન, તાજ, સિંહાસને બેસાડ્યો

વ્યાખ્યા:

સિંહાસન એક ખાસ ડિઝાઇનની ખુરશી છે જ્યાં શાસક બેસીને મહત્વપૂર્ણ બાબતોના નિર્ણય કરેછે અને તેના લોકો પાસેથી અરજો સાંભળે છે.

  • સિંહાસન એ સત્તા અને સામર્થ્યનું પ્રતીક પણ છે જે શાસક પાસે હોય છે.
  • સિંહાસન" શબ્દનો અર્થ ઘણીવાર અલંકારિક રીતે શાસક, તેમના શાસન અથવા તેમની શક્તિનો ઉલ્લેખ કરવા માટે થાય છે. (જુઓ: મેટનીમી)
  • બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને સિંહાસન પર બિરાજેલા રાજા તરીકે ગણાવ્યા હતા. ઇસુને ઈશ્વરપિતાની જમણી બાજુ પર સિંહાસન પર બેઠેલા વર્ણવવામાં આવ્યા હતા.
  • ઈસુએ કહ્યું કે સ્વર્ગ ઈશ્વરનું સિંહાસન છે. આનો અનુવાદ આ રીતે પણ હોઈ શકે, "જ્યાં ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે."

(આ પણ જુઓ: સત્તા, શક્તિ, રાજા, શાસન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3427, H3676, H3678, H3764, H7675, G968, G2362

સિંહો, સિંહ, સિંહણ, સિંહણો

વ્યાખ્યા:

સિંહ એક વિશાળ, બિલાડી જેવું પ્રાણી છે, અને જે તેના શિકારને શક્તિશાળી દાંત અને જબરદસ્ત પંજાથી મારી નાખે છે અને ફાડી નાખે છે.

  • સિંહો પાસે તેમના શિકારને પકડવા માટે શક્તિશાળી શરીરો અને ખૂબ ઝડપ હોય છે. તેમની કેશવાળી ટૂંકી અને સોનેરી-કથ્થાઇ હોય છે.
  • નર સિંહોને વાળનો જથ્થો હોય છે જે તેમના માથાને ઘેરે છે.
  • સિંહો અન્ય પ્રાણીઓને મારીને ખાય છે અને મનુષ્ય માટે જોખમી બની શકે છે.
  • જ્યારે રાજા દાઉદ એક છોકરો હતો, ત્યારે તેણે ઘેટાં પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા સિંહને મારી નાખ્યો.
  • સામસૂને પણ તેના ખુલ્લા હાથથી સિંહને મારી નાખ્યો.

(આ પણ જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: દાઉદ, ચિત્તો, સામસૂન, ઘેટું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H738, H739, H744, H3715, H3833, H3918, H7826, H7830, G3023

સેનાપતિ

વ્યાખ્યા:

"સેનાપતિ" શબ્દ એ સૈન્યના નેતાનો ઉલ્લેખ કરે છે જે સૈનિકોના ચોક્કસ જૂથનું નેતૃત્વ કરવા અને આદેશ કરવા માટે જવાબદાર છે.

  • એક સેનાપતિ સૈનિકોના નાના જૂથ અથવા હજાર માણસો જેવા મોટા જૂથનો હવાલો આપી શકે છે.
  • આ શબ્દનો ઉપયોગ દેવદૂત સૈન્યના સેનાપતિ તરીકે યહોવાહનો ઉલ્લેખ કરવા માટે પણ થાય છે.
  • "સેનાપતિ" નો અનુવાદ કરવાની અન્ય રીતો, "નેતા" અથવા "કપ્તાન" અથવા "અધિકારી" નો સમાવેશ કરી શકે છે.
  • લશ્કરને "આદેશ" આપવા માટેના શબ્દનું ભાષાંતર "નેતૃત્ત્વ" અથવા "પ્રભારી હોવું" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: [આદેશ], [શાસક], [શતપતિ])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કાળવૃત્તાંત ૧૧:૪-૬]
  • [૨ કાળવૃત્તાંત ૧૧:૧૧-૧૨]
  • [દાનિયેલ ૨:૧૪]
  • [માર્ક ૬:૨૧-૨૨]
  • [નીતિવચનો ૬:૭]

શબ્દ માહિતી:

  • સ્ટ્રોંગ્સ: H2710, H2951, H1169, H4929, H5057, H6346, H7101, H7262, H7218, H7227, H7229, H7990, H8269, G55060

સેલાહ

વ્યાખ્યા:

“સેલાહ” શબ્દ એ એક હિબ્રુ શબ્દ છે કે જે મોટેભાગે ગીતશાસ્ત્રમાં આવે છે. તેના અનેક શક્ય અર્થો છે.

  • તેનો અર્થ “થોભો અને સ્તુતિ કરો” એમ થાય છે, જેમાં શ્રોતાજનોને જે હમણાં જ કહેવામાં આવ્યું છે તે પર સાવધપૂર્વક વિચાર કરવાં માટે આમંત્રણ આપવામાં આવે છે
  • જોકે ઘણાં બધા ગીતશાસ્ત્રો ગીતો તરીકે જ લખવામાં આવ્યા હતા, તેથી તે વિચારવામાં આવ્યું કે “સેલાહ” એ સંગીતશાસ્ત્રનો શબ્દ હોઈ શકે જે સંગીતકારને તેમના વાજિંત્રો એકલા વગાડવા અથવા સાંભળનારને ગીતના શબ્દો વિષે વિચારવા ઉત્તેજન મળે માટે ગીત ગાનારને તેના ગીતમાં થોભવાને માટે સુચન કરે.

(આ પણ જુઓ: ગીતશાસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5542

સેવક, સેવા કરવી, દાસ/ગુલામ, યુવાન માણસ, યુવાન સ્ત્રી

વ્યાખ્યા:

"સેવક" અથવા "ગુલામ" જે વ્યક્તિ પસંદગી અથવા દબાણ દ્વારા અન્ય વ્યક્તિ માટે કામ કરે (અથવા આધીન થાય) તેનો ઉલ્લેખ કરે છે. સેવક તેના માલિકના અંકુશ હેઠળ હતો. બાઈબલમાં, "સેવક" અને "ગુલામ" મોટાભાગે એકબીજાની અદલાબદલીના શબ્દો છે. "સેવા કરવી" શબ્દો સામાન્ય રીતે કોઈ અન્ય માટે કાર્ય કરવાનો અર્થ ધરાવે છે, અને તેનો ખ્યાલ વિવિધ સંદર્ભોમાં લાગુ કરી શકાય છે.

  • ગુલામ એક પ્રકારનો સેવક હતો અને જેને સારું તે કામ કરતો હતો તેની તે મિલકત હતો. જે વ્યક્તિ ગુલામને ખરીદતો તેને તેનો “માલિક” અથવા “ધણી” કહેવાતો. કેટલાક માલિકો તેમના ગુલામોને ખૂબ ક્રૂરતાપૂર્વક રાખતા હતા, જ્યારે અન્ય માલિકો તેમના ગુલામોને ખૂબ સારી રીતે રાખતા હતા, એક સેવક તરીકે જે ઘરનો મૂલ્યવાન સભ્ય હોય. "ગુલામી" શબ્દ ગુલામ હોવાની સ્થિતિના અર્થમાં છે.

  • વ્યક્તિ કામચલાઉ રીતે ગુલામ/દાસ હોઈ શકે, જેમ કે તેના માલિકનું ઋણ અદા કરવા માટે તે કાર્ય કરે.

  • "યુવાન પુરુષ" અથવા 'યુવાન સ્ત્રી" શબ્દો મહદઅંશે "સેવક" અથવા "દાસ/ગુલામ"નો અર્થ ધરાવે છે. આ અર્થ તેના સંદર્ભ પરથી સમજી શકાશે. આ સ્થિતિનું એકી માપદર્શક એ છે કે જ્યારે માલિકી ધરાવનારનો ઉલ્લેખ દા.ત. "તેણીની યુવાન સ્ત્રી"નું ભાષાંતર થશે "તેણીની દાસીઓ" અથવા "તેણીના ગુલામો/દાસો"

  • "ગુલામ બનાવવા" શબ્દસમૂહનો અર્થ છે "ગુલામ બનનાવવા માટે કારણ બનવું" (સામાન્યપણે બળજબરીથી).

  • જ્યાં સુધી ઈસુ તેઓને પાપના અંકુશ અને સામર્થ્યથી મુક્ત ના કરે ત્યાં સુધી તે વ્યક્તિઓને નવો કરાર "પાપના દાસો" તરીકે ઉલ્લેખે છે. જ્યારે વ્યક્તિ ખ્રિસ્તમાં નવું જીવન પ્રાપ્ત કરે છે ત્યારે તે પાપનો દાસ થવાથી અટકે છે અને ન્યાયીપણાંનો દાસ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

  • સંદર્ભને આધારે “સેવા કરવી” શબ્દનું અનુવાદ “ના મંત્રી” અથવા “ના માટે કામ કરનાર” અથવા “ની સંભાળ લેનાર” અથવા “આધીન” પણ કરી શકાય.

  • "ગુલામ બનાવવો" શબ્દસમૂહનો અનુવાદ "સ્વતંત્ર નહિ થવા દેવા માટેનું કારણ બનવું" અથવા "બીજાઓની સેવા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય" અથવા "બીજાઓના અંકુશ હેઠળ મૂકવા" કરી શકાય.

  • "તેના ગુલામ બનવા માટેના" અથવા "તેના ગુલામીના બંધનમાં" શબ્દસમૂહનો અનુવાદ "તેના ગુલામ બનવા દબાણ કરાયેલ" અથવા "સેવા કરવા માટે દબાણ કરાયેલ" અથવા "ના અંકુશ હેઠળ હોવા" કરી શકાય.

  • “ઈશ્વરની સેવા કરવી”નો અનુવાદ “ઈશ્વરનું ભજન કરવું અને આધીન થવું” અથવા “ઈશ્વરે જે આજ્ઞા આપી છે તે કામ કરવું” કરી શકાય.

  • જુના કરારમાં, ઈશ્વરના પ્રબોધકો અને બીજા લોકો કે જેઓ ઈશ્વરનું ભજન કરતાં હતાં તેઓનો ઘણીવાર તેમના “સેવકો” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

  • નવા કરારમાં, લોકો કે જેઓ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઈશ્વરને આધીન થયા તેઓને ઘણીવાર તેમના “સેવકો” કહેવામાં આવ્યા હતા.

  • “મેજ પર વહેંચવું” તેનો અર્થ મેજ પર જેઓ બેઠા છે તે લોકોને માટે ખોરાક લાવવો, અથવા સામાન્ય રીતે, “ખોરાક વહેંચવો” એમ થાય.

  • જે વ્યક્તિ મહેમાનોની સેવા કરે છે તેના સંદર્ભમાં, આ શબ્દનો અર્થ “સંભાળ રાખનાર” અથવા “ખોરાક વહેચનાર” અથવા “ના માટે ખોરાક પૂરો પાડનાર” થાય છે. જ્યારે માછલી લોકોને “વહેંચવા” ઈસુએ શિષ્યોને કહ્યું, ત્યારે તેનું અનુવાદ, “વહેંચવું” અથવા “હાથોહાથ આપવું” અથવા “આપવું” કરી શકાય.

  • જેઓ બીજાઓને ઈશ્વર વિષે શીખવે છે તેઓ ઈશ્વરને અને જેમને શીખવી રહ્યા છે તેઓને, એમ બંનેની સેવા કરે છે એમ કહેવાય.

  • પ્રેરિત પાઉલે કરિંથીઓના ખ્રિસ્તીઓને કેવી રીતે તેઓ જુના કરારને “પાળવા” ટેવાયેલા હતાં તે વિષે લખ્યું હતું. તે મુસાના નિયમશાસ્ત્રને આધીન થવાનો ઉલ્લેખ કરે છે. હવે તેઓ નવો કરાર “પાળે” છે. એટલે કે, ઈસુના વધસ્તંભના બલિદાનને કારણે, ઈસુમાં વિશ્વાસ કરનારાઓને ઈશ્વરને પ્રસન્ન કરવા અને પવિત્ર જીવન જીવવા, પવિત્ર આત્મા દ્વારા શક્તિમાન કરવામાં આવ્યા હતાં.

  • જુનો અથવા નવો કરાર “પાળવા” ના સંદર્ભમાં પાઉલ તેમના કાર્યો વિષે વાત કરે છે. તેનું આ પ્રમાણે અનુવાદ થઇ શકે; “સેવા કરી રહ્યા છે” અથવા “આધીન થઇ રહ્યા છે” અથવા “સમર્પિત છે.”

  • ઘણીવાર, જ્યારે એક વ્યક્તિ પોતાને "તમારો સેવક" તરીકે ઉલ્લેખે ત્યારે જે વ્યક્તિને તે સંબોધે છે તેના પ્રત્યે તે સન્માન દર્શાવી રહ્યો છે. તે વ્યક્તિ કદાચ ઉચ્ચ સામજિક દરજ્જો ધરાવતો હોય અથવા તો વક્તા નમ્રતા દર્શાવતો હોય. એનો અર્થ એ નથી કે બોલનાર વ્યક્તિ ખરેખર દાસ/ગુલામ હોય.

  • (આ પણ જુઓ: બંધન, કાર્યો, આધીન, ઘર, માલિક)

બાઈબલના સંદર્ભો

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 6:1 જ્યારે ઈબ્રાહિમ ઘણો વૃદ્ધ થયો અને તેનો દીકરો, ઈસહાક, મોટો થયો, ત્યારે ઈબ્રાહિમે તેના સેવકોમાંના એકને તેના દીકરા, ઈસહાકને માટે પત્ની શોધવા, જ્યાં તેના સગાઓ રહેતાં હતાં તે દેશમાં મોકલ્યો.

  • 8:4 ગુલામ વેપારીઓએ યુસફને ગુલામ તરીકે ધનવાન સરકારી અધિકારીને વેચી દીધો  .

  • 9:13 “હું (ઈશ્વર) તને (મુસા) ફારૂન પાસે મોકલીશ કે જેથી તું ઈઝરાયેલીઓને તેઓની મિસરમાંની ગુલામગીરીમાંથી કાઢી લાવે.”

  • 19:10 પછી એલીયાએ પ્રાર્થના કરી, “ઓ યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકુબના ઈશ્વર, અમને આજે બતાવો કે તમે ઈઝરાયેલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું."

  • 29:3 “જ્યારે તે સેવક દેવું ચૂકવી શક્યો નહિ, ત્યારે રાજાએ કહ્યું, ‘તેનું દેવું ભરપાઈ કરવાને વાસ્તે આ માણસ અને તેના કુટુંબને ગુલામો તરીકે વેચી દો.’”

  • 35:6 “મારાં પિતાના સર્વ સેવકો પાસે ખાવાનું પુષ્કળ છે, અને હું અહીં ભૂખે મરુ છું.”

  • 47:4 તેઓ ચાલતા હતા ત્યારે તે ગુલામ છોકરી બૂમો પાડ્યા કરતી હતી કે, “આ માણસો અતિ ઉચ્ચ ઈશ્વરના સેવકો છે.

  • 50:4 ઈસુએ પણ કહ્યું, કે સેવક તેના માલિક કરતાં મોટો નથી.”

શબ્દ માહિતી:

  • (Serve) H327, H3547, H4929, H4931, H5647, H5656, H5673, H5975, H6213, H6399, H6402, H6440, H6633, H6635, H7272, H8104, H8120, H8199, H8278, H8334, G1247, G1248, G1398, G1402, G1438, G1983, G2064, G2212, G2323, G2999, G3000, G3009, G4337, G4342, G4754, G5087, G5256

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

  • સામાન્ય રીતે "યોદ્ધો શબ્દ " એક સામાન્ય, વ્યાપક શબ્દ છે જે યુદ્ધમાં હોશિયાર અને હિંમતવાન માણસનો ઉલ્લેખ કરે છે.
  • યહોવાને લાક્ષણિક રીતે "યોદ્ધા" તરીકે વર્ણવવામાં આવે છે.
  • “સૈનિક" શબ્દ વધુ ખાસ રીતે કોઈ ચોક્કસ સૈન્ય સાથે સંબંધિત અથવા કોઈ ચોક્કસ યુદ્ધમાં લડતા હોય તેવો ઉલ્લેખ કરે છે.
  • રોમન સૈનિકો યરૂશાલેમમાં કાયદો અમલમાં મૂકવા અને કેદીને વધ કરવા જેવી ફરજ બજાવવા માટે ત્યાં હતા. તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
  • અનુવાદકર્તાએ "યોદ્ધા" અને "સૈનિક" માટે પ્રોજેક્ટ ભાષામાં બે શબ્દો છે કે જે અર્થ અને ઉપયોગમાં અલગ છે કે નહીં તે વિચારવું જોઇએ.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: , H352, H510, H1368, H1416, H1995, H2389, H2428, H2502, H3715, H4421, H5431, H5971, H6518, H6635, H7273, H7916, G4686, G4753, G4754, G4757, G4758, G4961

સોંપવું, સમર્પિત, સોંપાયેલું, પ્રતિબદ્ધતા

વ્યાખ્યા:

“સોંપવું” અને “સમર્પણ” શબ્દો, નિર્ણય કરવા અથવા કઈંક વચનબદ્ધ કરવાની વાત દર્શાવે છે.

  • વ્યક્તિ કે જે કઈંક કરવા વચનો આપે છે, તે કરવા માટે “સમર્પિત” હોય તેને પણ દર્શાવી શકાય છે.
  • કોઈકને ચોક્કસ કાર્ય “સોંપવું” તેનો અર્થ એમ કે, તે વ્યક્તિને તે કાર્ય સોંપી દેવું.

ઉદાહરણ તરીકે, 2 કરિંથીઓમાં પાઉલ કહેછે કે દેવે આપણને લોકોને દેવની સાથે સમાધાન કરવા મદદ કરવાની સેવા “સોંપેલી” (અથવા આપવામાં) આવેલી છે.

  • આ શબ્દો “આધિન” અને “સોંપાયેલ” શબ્દો ઘણીવાર ચોક્કસ ખોટા કામ કરવા જેમકે “પાપ કરવું” અથવા “વ્યભિચાર કરવો” અથવા “ખૂન કરવું” તરીકે પણ દર્શાવાય છે.
  • “તેને સોંપાયેલ કામ” અભિવ્યક્તિનુ ભાષાંતર, “તેને કામ આપ્યું” અથવા “તેને કાર્ય સોંપવામાં આવ્યું” અથવા “તેને કામ સોંપેલ છે” એમ કરી શકાય છે.
  • “સમર્પિત” શબ્દનું ભાષાંતર, “કાર્ય કે જે સોંપાયેલું હતું” અથવા “વચન કે જે આપેલું હતું” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, વિશ્વાસુ, વચન, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H539, H817, H1361, H1497, H1500, H1540, H1556, H2181, H2388, H2398, H2399, H2403, H4560, H4603, H5003, H5753, H5766, H5771, H6213, H6466, H7683, H7760, H7847, G264, G2038, G2716, G3429, G3431, G3860, G3872, G3908, G4102, G4160, G4203

સોંપો, સોંપેલ, સોંપણી, ફરીથી સોંપણી

હકીકતો:

"સોંપણી" અથવા "સોંપાયેલ" શબ્દ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે કોઈની નિમણૂક કરવાનો અથવા એક અથવા વધુ લોકોને પ્રદાન કરવા માટે કંઈક નિયુક્ત કરવાનો ઉલ્લેખ કરે છે.

  • પ્રબોધક શમુએલે ભાખ્યું હતું કે રાજા શાઊલ ઈસ્રાએલના શ્રેષ્ઠ યુવાનોને લશ્કરમાં સેવા આપવા માટે “સોંપશે”.
  • મુસાએ ઇઝરાયલના બાર જાતિઓમાંના દરેકને કનાન દેશનો એક ભાગ "સોંપ્યો" જેથી તેઓ તેમાં રહે.
  • જૂના કરારના નિયમ હેઠળ, ઇઝરાયેલની અમુક જાતિઓને યાજકો, કલાકારો, ગાયકો અને કડિયા તરીકે સેવા આપવા માટે સોંપવામાં આવી હતી.
  • સંદર્ભના આધારે, "સોંપણી" નો અનુવાદ "આપો" અથવા "નિયુક્ત કરો" અથવા "કાર્ય માટે પસંદ કરો" તરીકે કરી શકાય છે.
  • "સોંપાયેલ" શબ્દનો અનુવાદ "નિયુક્ત" અથવા "કાર્ય સોંપેલ" તરીકે કરી શકાય છે.

(અનુવાદ સૂચનો: [નામોનો અનુવાદ કરો] (rc://en/ta/man/translate/translate-names))

(આ પણ જુઓ: નિયુક્તિ, શમુએલ, શાઉલ(જુનો કરાર))

બાઇબલ સંદર્ભો:

શબ્દ ડેટા:

  • સ્ટ્રોંગ્સ: H2506, H3335, H4487, H4941, H5157, H5307, H5414, H5596, H5975, H6485, H7760, G33070

સ્તુતિ કરવી, સ્તુતિ કરે છે, સ્તુતિ કરી, સ્તુતિ કરતા, સ્તુતિયોગ્ય

વ્યાખ્યા:

કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.

  • ઈશ્વર કેટલા મહાન છે તે કારણે અને જગતના સૃજનહાર તથા ઉદ્ધારક તરીકે તેઓએ જે આશ્ચર્યજનક બાબતો કરી છે તે કારણે લોકો તેમની સ્તુતિ કરે છે.
  • ઈશ્વરની સ્તુતિમાં ઘણી વાર તેઓએ જે કર્યું છે તેના માટે આભાર માનવાનો સમાવેશ થાય છે.
  • ઘણી વાર સંગીત અને ગાયનોનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવાની રીત તરીકે થાય છે.
  • ઈશ્વરની સ્તુતિ કરવી તે તેઓની આરાધના કરવાનો એક ભાગ છે.
  • “સ્તુતિ કરવી” શબ્દસમૂહનો અનુવાદ “કોઈના વિષે સારું બોલવું” અથવા તો “શબ્દો દ્વારા ઉચ્ચ માન આપવું” અથવા તો “કોઈના વિષે સારી બાબતો કહેવી” તરીકે પણ કરી શકાય.
  • “સ્તુતિ” સંજ્ઞાનો અનુવાદ “બોલાયેલ સન્માન” અથવા તો “માન આપતી વાણી” અથવા તો “કોઈના વિષે સારી બાબતો બોલાવી” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: આરાધના)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 12:13 ઇઝરાયલીઓએ તેમની નવી આઝાદીનો ઉત્સવ મનાવવા અને ઈશ્વરે તેમને ઈજીપ્તના સૈન્યથી બચાવ્યા હતા તે માટે તેમની સ્તુતિ કરવા ઘણા ગીતો ગાયા.

  • 17:8 જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી કારણ કે ઈશ્વરે દાઉદ માટે આ મહાન માન અને ઘણા આશીર્વાદોનું વચન આપ્યું હતું.

  • 22:7 ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વરની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે પોતાના લોકોને યાદ કર્યા છે!

  • 43:13 તેઓએ (શિષ્યોએ) સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરવામાં આનંદ માન્યો અને તેઓએ પોતાની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેચ્યું.

  • 47:8 તેઓએ પાઉલ તથા સિલાસને જેલના સૌથી સુરક્ષિત ભાગમાં રાખ્યા અને તેઓના પગોને પણ બેડીઓમાં જકડ્યા. તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.

શબ્દ માહિતી:

  • Strong's: H1319, H6953, H7121, H7150, G1229, G1256, G2097, G2605, G2782, G2783, G2784, G2980, G3853, G3955, G4283, G4296

સ્મારક, સ્મારક અર્પણ

વ્યાખ્યા:

“સ્મારક” શબ્દ એક કાર્ય અથવા તો વસ્તુનો ઉલ્લેખ કરે છે કે જે કોઈક વ્યક્તિ કે બાબતને યાદ કરાવે છે.

  • આ શબ્દને કોઈક બાબતને વર્ણવવા એક વિશેષણ તરીકે પણ વાપરવામાં આવે છે કે જે બાબત તેમને કશુંક યાદ કરાવે, જેમ કે “સ્મારક અર્પણ”નો “સ્મારક ભાગ” કે “સ્મારક પાષાણો”.
  • જૂના કરારમાં સ્મારક અર્પણો ચડાવવામાં આવતા હતા કે જેથી ઇઝરાયલીઓ ઈશ્વરે તેઓના માટે જે કર્યું હતું તે યાદ રાખે.
  • ઈશ્વરે ઇઝરાયલી યાજકોને વિશિષ્ટ વસ્ત્રો પહેરવા કહ્યું કે જેમાં સ્મારક પાષાણો જડેલા હતા. આ પાષાણો પર ઇઝરાયલના બાર કુળોના નામ કોતરેલા હતા. તેઓ કદાચને ઈશ્વરનું તેઓ પ્રત્યેનું વિશ્વાસુપણું યાદ કરાવવા માટે હતા.
  • નવા કરારમાં, ઈશ્વરે કર્નેલિયસ નામના માણસને તેના ગરીબો પ્રત્યેના પરોપકારના કાર્યોને કારણે માન આપ્યું. આ કાર્યોને ઈશ્વર સમક્ષ “સ્મારક” તરીકે જણાવ્યા હતા.

અનુવાદ માટેના સૂચનો:

  • આનો અનુવાદ “કાયમી યાદગીરી” તરીકે પણ કરી શકાય.
  • “યાદગીરીનો પથ્થર”નો અનુવાદ “તેઓને કંઈક યાદ કરાવવાનો પથ્થર” તરીકે કરી શકાય.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2142, H2146, G3422

સ્વપ્ન

વ્યાખ્યા:

સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જુએ અથવા તેમના મનમાં અનુભવ કરે છે.

  • મોટેભાગે સ્વપ્નોમાં તેઓને લાગે છે કે ખરેખર કઈંક થઈ રહ્યું છે, પરંતુ તે વાસ્તવિક હોતું નથી.
  • ક્યારેક ઈશ્વર લોકોને સ્વપ્ન આપે છે જેથી તેમાંથી તેઓ કશુંક શીખી શકે.

તે (ઈશ્વર) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.

  • બાઇબલમાં, ઈશ્વર ખાસ લોકોને તેઓને ભવિષ્યમાં કંઇક થશે તે વિશે સંદેશ આપવા માટે મોટેભાગે વિશેષ સ્વપ્નો આપતા.
  • સ્વપ્ન એ દર્શનથી અલગ છે. સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.

(આ પણ જુઓ: દર્શન)

બાઈબલની કલમો:

બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 8:2 યૂસફના ભાઈઓએ તેને નફરત કરી કારણકે તેમનો પિતા તેને સૌથી વધારે પ્રેમ કરતો હતો અને યૂસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેઓનો રાજકર્તા થશે.

  • 8:6 એક રાત્રે, ફારુન, મિસરીઓ જેઓ પોતાના રાજાઓને તે ઉપનામ આપતા, તેને સ્વપ્ન આવ્યું, જેથી તે ખૂબજ વિચલિત થયો. તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.

  • 8:7 ઈશ્વરે યૂસફને સ્વપ્નોનું અર્થઘટન કરવાની ક્ષમતા આપી, જેથી યૂસફને જેલમાંથી ફારુનની પાસે લાવવામાં આવ્યો. યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, ઈશ્વર સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.

  • 16:11 તેથી જે રાત્રે ગિદિઓન છાવણીમાં નીચે ગયો અને તેણે એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને જે સ્વપ્ન આવ્યું હતું તે કહેતાં સાંભળ્યો. માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.

  • 23:1 તે (યૂસફ) તેણી (મરીયમને) શરમાવવા માંગતો નહોતો, જેથી તેણે તેને છૂપી રીતે તેને છૂટાછેડા આપવાની નક્કી કર્યું.

તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.

શબ્દ માહિતી:

  • Strong’s: H1957, H2472, H2492, H2493, G17970, G17980, G36770

સ્વીકાર કરવો, આવકાર કરવો, પ્રાપ્ત કરવું, સ્વીકાર કરે છે, સ્વીકાર કર્યો, સ્વીકાર કરતું, સ્વીકારનાર, સ્વીકૃતિ

વ્યાખ્યા:

“સ્વીકાર કરવો” શબ્દનો અર્થ સામાન્ય રીતે કોઈ બાબત કે જે આપવામાં આવી છે, આપવાની દરખાસ્ત કરાઇ છે અથવા તો પ્રસ્તુત કરાઇ છે તેને મેળવવી અથવા અંગીકાર કરવો એવો થાય છે.

  • “કોઈ બાબત મળવી” નો અર્થ કોઈ બાબતને કારણે સહન કરવું અથવા તો તેનો અનુભવ કરવો તેમ પણ થઈ શકે છે, જેમ કે “તેણે જે કર્યું તેના માટે તેને સજા મળી.”
  • એક ખાસ અર્થમાં પણ આપણે કોઈ વ્યક્તિનો “સ્વીકાર (સ્વાગત)” કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, મહેમાનો કે મુલાકાતીઓનું “સ્વાગત” કરવાનો અર્થ તેમની સાથે સંબંધ બાંધવા તેમનું અભિનંદન કરવું અને તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો એવો થાય છે.
  • “પવિત્ર આત્માનું કૃપાદાન મેળવવું” નો અર્થ આપણને પવિત્ર આત્મા આપવામાં આવ્યા છે અને તે આપણાં જીવનમાં અને જીવન દ્વારા કાર્ય કરે માટે આપણે તેમનું સ્વાગત કરીએ એવો થાય છે.
  • “ઈસુનો સ્વીકાર કરવા”નો અર્થ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની ઉદ્ધારની દરખાસ્ત સ્વીકારવી એવો થાય છે.
  • જ્યારે એક અંધજન “તેની દ્રષ્ટિ મેળવે છે” ત્યારે તેનો અર્થ ઈશ્વરે તેને સાજો કર્યો છે અને જોવા માટે સક્ષમ કર્યો છે, એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “સ્વીકાર કરવા” નો અનુવાદ “અંગીકાર કરવો” અથવા તો “સ્વાગત કરવું” અથવા તો “અનુભવ કરવો” અથવા તો “સમર્પિત થવું” તરીકે થઈ શકે.
  • “તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો” અભિવ્યક્તિનો અનુવાદ “તમને સામર્થ્ય આપવામાં આવશે” અથવા તો “ઈશ્વર તમને સામર્થ્ય આપશે” અથવા તો “ઈશ્વર દ્વારા તમને સામર્થ્ય આપવામાં આવશે” અથવા તો “પવિત્ર આત્મા તમારામાં સામર્થ્યપૂર્વક કામ કરે તેવું ઈશ્વર કરશે” તરીકે કરી શકાય.
  • “પોતાની દ્રષ્ટિ પ્રાપ્ત કરી” શબ્દસમૂહનો અનુવાદ “જોઈ શકતો હતો” અથવા તો “ફરીથી જોવા માટે સક્ષમ બન્યો” અથવા તો “ઈશ્વર દ્વારા સાજો કરાયો કે જેથી તે જોવા માટે સક્ષમ બન્યો” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, પ્રભુ, બચાવવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:13 પ્રબોધકોએ એ પણ કહ્યું કે મસીહ પાપરહિત હોઈ સંપૂર્ણ હશે. બીજા લોકોના પાપની સજા ઉઠાવવા તેઓ મરણ સહેશે. તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.
  • 45:5 જ્યારે સ્તેફન મરણ પામી રહ્યો હતો ત્યારે, તેણે બૂમ પાડી કે, “ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”
  • 49:6 તેઓએ (ઈસુએ) શીખવ્યું કે કેટલાક લોકો તેમનો અંગીકાર કરશે અને ઉદ્ધાર પામશે પણ બીજા ઉદ્ધાર નહીં પામે.
  • 49:10 જ્યારે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા ત્યારે, તેમણે તમારી સજા ભોગવી.
  • 49:13 દરેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ કરે છે અને તેમને પોતાના પ્રભુ તરીકે સ્વીકારે છે તેઓને ઈશ્વર બચાવશે.

શબ્દ માહિતી:

  • Strong's: H1878, H2505, H3557, H3947, H6901, H6902, H8254, G308, G324, G353, G354, G568, G588, G618, G1183, G1209, G1523, G1653, G1926, G2210, G2865, G2983, G3028, G3335, G3336, G3549, G3858, G3880, G3970, G4327, G4355, G4356, G4687, G4732, G5264, G5274, G5562

હરણ, હરણી, હરણીઓ, હરણનું બચ્ચું, એક જાતનું નર હરણ, એક જાતના નર હરણો

વ્યાખ્યા:

હરણ એ મોટું, આકર્ષક, ચાર પગોવાળું પ્રાણી કે જે જંગલોમાં અને પર્વતો ઉપર રહે છે. નર પ્રાણીને તેના માથા પર મોટા શિંગડા અથવા સાબરશિંગ હોય છે.

  • “હરણી” એ નારી હરણ માટે અને “હરણનું પ્રથમ વર્ષ દરમ્યાનનું બચ્ચું (fawn)” જે હરણના બચ્ચાને દર્શાવે છે.
  • “હરણ” શબ્દ નર હરણ માટે દર્શાવ્યો છે.
  • એક જાતનું નર હરણ છે, તે વિશેષ પ્રકારના હરણને “રો-હરણ” કહેવાય છે.
  • હરણને મજબૂત, પાતળા પગો કે જે તેઓને ઉંચે કૂદવામાં અને ઝડપથી દોડવામાં મદદ કરે છે.
  • તેઓના પગમાં ફાટેલી ખરી હોય છે કે જે તેઓને સરળતાથી ચાલવા અથવા કોઇપણ જમીન પર ચઢવા મદદ કરે છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H354, H355, H365, H3180, H3280, H6643, H6646

હલકું પાડવું, અપમાનિત થયેલું, અપમાન

સત્યો:

“ઉતારી પાડવું” શબ્દનો અર્થ કોઈને લજ્જિત અથવા કલંકિત કરવું. સામાન્યરીતે આ જાહેરમાં કરવામાં આવે છે. કોઈને શરમિન્દગું કરવું એ કાર્યને “નમ્ર કરવું” કહેવામાં આવે છે.

  • જયારે દેવ કોઈને નમ્ર કરે છે ત્યારે તેનો અર્થ કે તે અભિમાની વ્યક્તિને નિષ્ફળતાનો અનુભવ કરાવી તેના અભિમાનમાંથી બહાર આવવા મદદ કરે છે. આ કોઈને અપમાનિત કરવાથી આ બાબત અલગ છે, કે જેમાં મોટેભાગે તે વ્યક્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે.

  • “ઉતારી પાડવું” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “શરમ” અથવા “શરમ લગાડવી” અથવા “મૂંઝવવું” તરીકે પણ કરી શકાય છે.

  • સંદર્ભ પર આધાર રાખીને, “હલકું પાડવું” (શબ્દસમૂહ)નું ભાષાંતરમાં, “શરમ” અથવા “નામોશીભરી” અથવા “કલંક” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: કલંક · નમ્ર · શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H937, H954, H1421, H2778, H2781, H3001, H3637, H3639, H6030, H6031, H6256, H7034, H7043, H7511, H7817, H8216, H8213, H8217, H8589, G2617, G5014

હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું

વ્યાખ્યા:

“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.

  • હળોને તીક્ષ્ણ અણીદાર દાંતાઓ હોય છે કે જેઓ જમીનને ખોદે છે. તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.
  • બાઇબલના સમયોમાં, હળોને સામાન્ય રીતે બળદો કે બીજા કાર્યકારી પ્રાણીઓની જોડ દ્વારા ખેંચવામાં આવતા હતા.
  • મોટા ભાગના હળોને સખત લાકડામાંથી બનાવવામાં આવતા હતા અને તેના તીક્ષ્ણ દાંતાઓને પિત્તળ કે લોખંડ જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવતા હતા.

(આ પણ જૂઓ: પિત્તળ, બળદ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H406, H855, H2758, H2790, H5215, H5647, H5656, H5674, H6213, H6398, G722, G723

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

  • “સોંપવું” નો અર્થ થાય કે કોઈ વ્યક્તિને કાંઇક હાથોમાં સોંપી દેવું.
  • મોટેભાગે “હાથ” શબ્દ ઈશ્વરની શકિતને અને કાર્ય દર્શાવવા વાપરવામાં આવ્યો છે, જેવાકે જયારે દેવ કહે છે કે “શું મારા હાથોએ આ બધી વસ્તુઓ બનાવી નથી?” (જુઓ: નામ વિપર્યય
  • અભિવ્યક્તિ જેવી કે “સોંપી દેવું” અથવા “ના હાથોમાં સોંપી દેવું,” તે કોઈના નિયંત્રણ અથવા કોઈ બીજાના સત્તા હેઠળ હોવું તેમ દર્શાવે છે.
  • “હાથ” ના કેટલાક અન્ય રૂપકાત્મક ઉપયોગોનો સમાવેશ થાય છે:
  • (તે)ના પર હાથ નાખવો” નો અર્થ “નુકસાન કરવું” થાય છે.
  • “ના હાથોથી બચાવવું” શબ્દનો, અર્થ કે એક વ્યકિતને બીજા કોઈને નુકસાન કરતા અટકાવવું.
  • “જમણા હાથ પર” ના સ્થાનમાં હોવું તેનો અર્થ, “જમણી બાજુ ઉપર” અથવા “જમણી બાજુએ” થાય છે “કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.
  • મોટેભાગે જયારે કોઈને વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેના ઉપર હાથ મૂકીને (શબ્દો) બોલવામાં આવે છે.
  • “ની ઉપર હાથ મૂકવા” શબ્દ, દેવની સેવા અથવા સાજાપણા માટે પ્રાર્થના કરવા તે વ્યક્તિને સમર્પિત કરવું તે દર્શાવે છે.
  • જયારે પાઉલ કહે છે કે “મારા હાથો દ્વારા લખાયેલું,” તેનો અર્થ કે આ પત્ર તેના શારીરિક ભાગ દ્વારા લખાયા છે, એવું નથી કે તેના બોલેલા શબ્દો બીજી વ્યક્તિએ લખ્યા હોય.

ભાષાંતરના સૂચનો

  • આ અભિવ્યક્તિઓ અને બીજા શબ્દાલંકારોનું ભાષાંતર, બીજી રૂપકાત્મક અભિવ્યક્તિઓ જેનો સમાન અર્થ થાય છે તેનો ઉપયોગ કરીને (ભાષાંતર) કરી શકાય છે. અથવા અર્થનું ભાષાંતર સીધાજ, શાબ્દિક ભાષાનો ઉપયોગ કરી શકાય છે. (ઉપરના ઉદાહરણો જુઓ).
  • “તેને ઓળિયું સોંપવામાં આવ્યું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને ઓળિયું આપ્યું” અથવા “ઓળિયું તેના હાથમાં મૂકયું” તરીકે પણ કરી શકાય છે. તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.
  • જયારે “હાથ” કોઈ વ્યક્તિને દર્શાવે છે, જેમકે “દેવના હાથોએ આ કર્યું,” તેનું ભાષાંતર, “દેવે આ કર્યું” તરીકે કરી શકાય છે.
  • એક અભિવ્યક્તિ જેવી કે “તેઓના શત્રુઓના હાથોમાંથી તેઓને સોંપી દીધા” અથવા “તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા,” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓના શત્રુઓને તેઓ પર વિજય મેળવવા પરવાનગી આપવી” અથવા “તેઓને તેઓના શત્રુઓ દ્વારા કબજે થવા દેવા” અથવા “તેઓના શત્રુઓને તેઓની પર નિયંત્રણ પ્રાપ્ત કરવા મજબૂત કરવા” એમ કરી શકાય છે.
  • “હાથથી મરવું” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “દ્વારા હત્યા થઈ હોવી,” એમ કરી શકાય છે.
  • “(તે)ના જમણા હાથ પર” અભિવ્યક્તિનું ભાષાંતર, “ની જમણી બાજુ પર હોવું” તરીકે કરી શકાય છે.
  • ઈસુના સંદર્ભમાં, “દેવના જમણા હાથે બિરાજમાન છે,” જો આ વાક્ય તે તેને ઊંચા માન અને એક સમાન અધિકારને ન દર્શાવતું હોય તો તે ભાષાના સંચારમાં તેને યોગ્ય બીજી અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય. અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વિરોધી, આશીર્વાદ, બંદી, સન્માન, શક્તિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H405, H2026, H2651, H2947, H2948, H3027, H3028, H3225, H3231, H3233, H3709, H7126, H7138, H8040, H8042, H8168, G710, G1188, G1448, G1451, G1764, G2021, G2092, G2176, G2902, G4084, G4474, G4475, G5495, G5496, G5497

હાંસી ઉડાવવી, હાંસી ઉડાવે છે, હાંસી ઉડાવી, હાંસી ઉડાવવી, હાંસી ઉડાવનાર, હાંસી ઉડાવનારાઓ, ઉપહાસ કરવો, ઠઠ્ઠા ઉડાવવા, ઠઠ્ઠા ઉડાવ્યા, મજાક ઉડાવવી, મજાક ઉડાવી

વ્યાખ્યા:

“હાંસી ઉડાવવી”, “ઉપહાસ કરવો” તથા “મજાક ઉડાવવી” તે બધા જ ખાસ કરીને કોઈકની ક્રૂર રીતે મજાક ઉડાવવાનો ઉલ્લેખ કરે છે.

  • હાંસી ઉડાવવામાં ઘણી વાર લોકોને ઝંખવાણા પાડવા કે તેઓ પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કરવા તેઓની બોલી અથવા તો કાર્યોની નકલ કરવામાં આવે છે.
  • જ્યારે રોમન સિપાઈઓએ ઈસુને ઝભ્ભો પહેરાવ્યો અને રાજા તરીકે તેમને માન આપવાની નકલ કરી ત્યારે તેઓએ ઈસુની હાંસી ઉડાવી અથવા તો ઉપહાસ કર્યો.
  • જ્યારે બાળકોના એક જૂથે એલિશાની ટાલ વિષે મજાક કરતા તેની ખીજ પાડી ત્યારે, તેઓએ તેનો ઉપહાસ કર્યો અથવા તો મજાક ઉડાવી.
  • “મજાક ઉડાવવી” શબ્દ કોઈ વિચાર કે જે માનવાયોગ્ય ન ગણાય અથવા તો અગત્યનો ન ગણાય તો તેની મજાક ઉડાવવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.
  • “હાંસી ઉડાવનાર” એક એવો વ્યક્તિ છે કે જે સતત હાંસી ઉડાવે છે અને ઉપહાસ કરે છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 21:12 યશાયાએ ભવિષ્યવચન કહ્યું કે લોકો મસીહા પર થૂકશે, હાંસી કરશે, અને તમને મારશે.
  • 39:5 બધા યહૂદી આગેવાનોએ પ્રમુખ યાજકને જવાબ આપ્યો કે, “તે મરણને યોગ્ય છે!” ત્યાર પછી તેઓએ ઈસુની આંખો પર પાટો બાંધ્યો, તેમની પર થૂક્યા, અને તેમના ઠઠ્ઠા ઉડાવ્યા.
  • 39:12 સિપાઈઓએ ઈસુને કોરડા માર્યા અને તેમને રાજવી ઝભ્ભો તથા કાંટાનો બનેલો મુગટ પહેરાવ્યો. ત્યાર બાદ તેઓએ “જૂઓ, યહૂદીઓનો રાજા!” એમ કહેતા તેમના ઠઠ્ઠા ઉડાવ્યા.
  • 40:4 ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્થંભે જડ્યા હતા. તેઓમાંના એકે ઈસુની હાંસી કરી , પણ બીજાએ કહ્યું, “શું તને ઈશ્વરની બીક લાગતી નથી?”
  • 40:5 યહૂદી આગેવાનોએ તથા ટોળામાંના બીજાઓએ ઈસુના ઠઠ્ઠા ઉડાવ્યા. તેઓએ તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો પુત્ર છે તો, વધસ્થંભેથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ!” ત્યારે અમે તારા પર વિશ્વાસ કરીશું.

શબ્દ માહિતી:

  • Strong's: H1422, H2048, H2049, H2778, H2781, H3213, H3887, H3931, H3932, H3933, H3934, H3944, H3945, H4167, H4485, H4912, H5058, H5607, H5953, H6026, H6711, H7046, H7048, H7814, H7832, H8103, H8148, H8437, H8595, G1592, G1701, G1702, G1703, G2301, G2606, G3456, G5512

હિંમત, હિંમતવાન, ઉત્તેજન આપવું, પ્રોત્સાહન આપવું, નાહિંમત કરવું, નાહિંમત થવું

સત્યો/તથ્યો:

“હિંમત” શબ્દ, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવાને દર્શાવે છે.

  • “હિંમતવાન” શબ્દ એવી વ્યક્તિને દર્શાવે છે કે જે ભય લાગતો હોય અથવા છોડી દેવાનું દબાણ હોવા છતાં હિંમત બતાવી સાચી વસ્તુ કરે છે.
  • વ્યક્તિ જયારે ભાવનાત્મક અથવા શારીરિક દુઃખનો સામનો કરે છે ત્યારે તાકાત અને દ્રઢતા સાથે હિંમત દેખાડે છે.
  • “હિંમત રાખો” અભિવ્યક્તિનો અર્થ, “ભયભીત થશો નહીં” અથવા “ખાતરી રાખો કે બધુજ સારું થશે,” થાય છે.”
  • જયારે યહોશુઆ કનાનની ખતરનાક ભૂમિમાં જવા તૈયારી કરી રહ્યો હતો ત્યારે મુસાએ તેને પ્રોત્સાહન આપ્યું કે “બળવાન તથા હિંમતવાન થા.”
  • “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “બહાદુર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” પણ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી”નું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” કરી શકાય છે.
  • “હિંમત સાથે બોલવું”નું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” કરી શકાય છે.                                                                                                                                                                                    “ઉત્તેજન આપવું” અને “પ્રોત્સાહન આપવું” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.
  • તેના જેવો સમાન શબ્દ, “ઉત્તેજન” છે, જેનો અર્થ જે પ્રવૃત્તિ ખોટી છે તેને નકારવી અને તેને બદલે વસ્તુઓ કે જે સારી અને સાચી છે તે કરવા કોઈને અરજ કરવી.
  • પાઉલ પ્રેરિત અને નવા કરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા અને બીજાઓની સેવા કરવાનું શીખવ્યું.                                                                                                                                                                                                  “નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકો આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે મહેનતપૂર્વક કરવા માટે તેઓ પાસે ઓછી ઈચ્છા રહે.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “ઉત્તેજન આપવું”ના ભાષાંતરની રીતો, “અરજ” અથવા “દિલાસો” અથવા “માયાળુ વસ્તુઓ કહેવી” અથવા “મદદ અને સમર્થન”નો સમાવેશ કરી શકે છે.
  • “પ્રોત્સાહનના શબ્દો કહેવા” શબ્દસમૂહનો અર્થ, “એવી બાબતો કહેવી કે જેથી બીજા લોકોને પ્રેમ, સ્વીકૃતી, અને સશક્તિકરણનો અનુભવ થાય.

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, પ્રોત્સાહિત કરવું, ભય, તાકાત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H533, H553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G2114, G2115, G2174, G2292, G2293, G2294, G3870, G3874, G3954, G4389, G4837, G5111

હોરા (કલાક), ઘડીઓ

વ્યાખ્યા:

કોઈ ઘટના બની હોય ત્યારે વધુમાં તે ક્યારે અથવા કેટલા સમયે થઇ છે, તે દર્શાવવા આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, અહીં “ઘડી” શબ્દને અન્ય રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવે છે.

  • ક્યારે “ઘડી” શબ્દ કંઈક કરવા નિયમિત, સુનિશ્ચિત સમય દર્શાવે છે, જેમકે કે “પ્રાર્થનાની ઘડી.”

  • જયારે લખાણ કહે છે કે ઈસુ માટે દુઃખ અને મોતની “ઘડી આવી ચૂકી છે,” ત્યારે તેનો અર્થ એમકે તે બાબત થવા માટેનો નિમણૂક કરેલો સમય કે જે દેવે લાંબા સમય અગાઉ પસંદ કરેલો હતો.

  • “ઘડી” શબ્દનો અર્થ, “તે ક્ષણે” અથવા “પછી તરતજ” પણ વાપરવામાં આવ્યા છે.

  • જયારે લખાણ “હોરા (સમય)” મોડા થવા વિશે વાત કરે છે, ત્યારે સૂર્ય જલ્દી આથમવાની તૈયારીમાં હશે, તેનો અર્થ એમકે તે દિવસે મોડું થયું હતું.

બાઈબલની કલમો:

જયારે (આ શબ્દને) રૂપકાત્મક રીતે વાપરવામાં આવે છે, ત્યારે “ઘડી” શબ્દનું ભાષાંતર, “સમય” અથવા “ક્ષણ” અથવા “નિમણૂક કરેલો સમય” તરીકે કરી શકાય છે.

  • “તે જ સમયે” અથવા “એ જ હોરાએ” શબ્દસમૂહનું ભાષાંતર, “તે ક્ષણે” અથવા “તે સમયે” અથવા “તરતજ” અથવા “તે પછી તરત જ” તરીકે કરી શકાય છે.

  • “ઘડી મોડી હતી” અભિવ્યક્તિનું ભાષાંતર, “તે દિવસે મોડું થઇ ગયું હતું” અથવા “તે (સમયે) મોડી બપોર થઇ ચૂકી હતી.”

(આ પણ જુઓ: ઘડી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8160, G5610

હોલવવું, છિપાવવી, હોલવ્યું, ન હોલવાનાર

વ્યાખ્યા:

“હોલવવું” શબ્દનો અર્થ બંધ કરવું અથવા તો તૃપ્તિ ચાહતી કોઈ બાબતને તૃપ્ત કરવી એવો થાય છે.

  • આ શબ્દ સામાન્ય રીતે તરસ છિપાવવાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે અને તેનો અર્થ કંઈક પીવા દ્વારા તરસ દૂર કરવી એવો થાય છે.
  • તેનો ઉપયોગ અગ્નિ બૂઝવવાનો ઉલ્લેખ કરવા પણ કરી શકાય છે.
  • તરસ અને અગ્નિ બંનેને પાણીથી બૂઝાવવામાં આવે છે.
  • પાઉલ જ્યારે વિશ્વાસીઓને “પવિત્ર આત્માને ન હોલવવા” સૂચના આપે છે ત્યારે તે “હોલવવું” શબ્દનો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કરે છે. તેનો અર્થ લોકોને પવિત્ર આત્માને પોતાનામાં તેમનાં ફળ અને કૃપાદાનો ઉત્પન્ન કરતાં નિરાશ ન કરવા એવો થાય છે. પવિત્ર આત્માને હોલવવાનો અર્થ પવિત્ર આત્માને લોકોમાં મુક્તપણે તેમનું સામર્થ્ય અને કાર્ય પ્રગટ કરતા અટકાવવા એવો થાય છે.

(આ જૂઓ: ફળ, ભેટ, પવિત્ર આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1846, H3518, H7665, H8257, G762, G4570

હોલો, કબૂતર#

વ્યાખ્યા:

હોલાઓ અને કબૂતરો બે પ્રકારના નાના, રાખોડી-ભૂરા પક્ષીઓ છે કે જે એક સમાન દેખાય છે. મોટેભાગે હોલો આછા રંગનો, (અને) લગભગ સફેદ હોય છે.

  • કેટલીક ભાષાઓમાં તેઓના બે અલગઅલગ નામો હોય છે, જયારે બીજા કેટલાક બન્ને માટે સમાન નામનો ઉપયોગ કરે છે.
  • ખાસ કરીને લોકો (બલિદાન માટે) જેઓ મોટું પ્રાણી નહોતા ખરીદી શકતા ત્યારે તેઓ દેવને બલિદાનો માટે હોલાઓ અને કબૂતરોનું અર્પણ કરતા.
  • જયારે જળપ્રલયના પાણી નીચે જતાં રહ્યાં હતા ત્યારે, નૂહ પાસે કબૂતર જૈતુનના વૃક્ષનું પાંદડું લઇ આવ્યું.
  • ક્યારેક કબૂતરોને શુદ્ધતા, નિર્દોષતા, અથવા શાંતિનું પ્રતિકરૂપે દર્શાવવામાં આવે છે.
  • જે ભાષામાં ભાષાંતર થઇ રહ્યું છે, અને તે ભાષામાં હોલો અથવા કબૂતર ના હોય તો, તેને માટે “નાના ભૂખરા રંગના પક્ષી કે જે હોલા કહેવાય છે” અથવા “નાના રાખોડી અથવા કથ્થાઈ રંગના પક્ષી, જે (પક્ષીનું સ્થાનિક આપવું) સમાન હોય છે,” એવું દર્શાવીને (ભાષાંતર) કરવું. જો કબૂતર અને હોલો બંને એક જ કલમમાં દર્શાવવામાં આવ્યા હોય તો, શક્ય રીતે આ બંને પક્ષીઓ માટે અલગ અલગ શબ્દો વાપરવા.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: જૈતુન, નિર્દોષ, શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1469, H1686, H3123, H8449, G4058