Names
(અલ્ફીનો દીકરો) યાકૂબ
સત્યો:
અલ્ફીનો દીકરો, યાકૂબ, ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
- તેનું નામ ઈસુના શિષ્યોની યાદીમાં માથ્થી, માર્ક, અને લૂકની સુવાર્તામાં આપવામાં આવેલું છે.
- તેના નામનો ઉલ્લેખ પ્રેરિતોના પુસ્તકમાં અગિયાર શિષ્યોમાંના એક તરીકે કરવામાં આવ્યો છે કે જેઓ ઈસુના ઉપર સ્વર્ગમાં ગયા પછી યરૂશાલેમમાં એક સાથે પ્રાર્થના કરતા હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય, યાકૂબ (ઈસુનો ભાઈ), યાકૂબ (ઝબદીનો દીકરો), બાર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
(ઈસુનો ભાઈ) યાકૂબ
સત્યો:
યાકૂબ એ મરિયમ અને યૂસફનો દીકરો હતો.
તે ઈસુનો નાનો અને અર્ધો ભાઈ હતો.
- ઈસુના બીજા અર્ધો ભાઈઓના નામ, યૂસફ, યહૂદા, અને સિમોન હતા.
- ઈસુના જીવનકાળ દરમ્યાન, યાકૂબ અને તેના ભાઈઓએ તેનામાં વિશ્વાસ કર્યો નહિ કે ઈસુ તે મસીહા હતો.
- પાછળથી, જયારે ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો હતો, ત્યારે યાકૂબે તેનામાં વિશ્વાસ કર્યો અને યરૂશાલેમમાંની મંડળીનો આગેવાન બન્યો.
- નવા કરારમાં યાકૂબનો પત્ર નામનું પુસ્તક છે, જે યાકૂબે ખ્રિસ્તીઓ કે જેઓ સતાવણીથી બચવા બીજા દેશોમાં ભાગી ગયા હતા તેઓને લખ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, ખ્રિસ્ત, મંડળી, યાકૂબનો દીકરો યહૂદા, સતાવણી કરવી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
(ઝબદીનો દીકરો) યાકૂબ
સત્યો:
ઝબદીનો દીકરો, યાકૂબ, ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
તેને યોહાન નામનો નાનો ભાઈ હતો તે પણ ઈસુના પ્રેરિતોમાંનો એક હતો.
- યાકૂબ અને તેનો ભાઈ યોહાન તેઓના પિતા ઝબદીની સાથે માછલાં પકડવાનું કામ કરતા હતા.
- યાકૂબ અને યોહાનનું ઉપનામ “ગર્જનાના દીકરા” હતું, કારણકે કદાચ તેઓ ઝડપથી ગુસ્સે થઈ જતાં હતા.
- પિતર, યાકૂબ, અને યોહાન ઈસુના નિકટના શિષ્યો હતા, અને તેઓ આશ્ચર્યકારક ઘટનામાં તેની સાથે હતા, જેવા કે જયારે ઈસુ એલિયા અને મૂસા સાથે પર્વતની ટોચ પર હતો, અને જયારે મરી ગયેલી નાની છોકરી જેને ફરીથી સજીવન કરવામાં આવી.
- યાકૂબ જેણે બાઈબલમાં પુસ્તક લખ્યું તેના કરતાં આ અલગ વ્યક્તિ છે.
કેટલીક ભાષાઓમાં તેઓ બે અલગ માણસો હતા, તે સ્પષ્ટ કરવા આ નામો અલગ રીતે લખાયા છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, એલિયા, યાકૂબ (ઈસુનો ભાઈ), યાકૂબ (અલ્ફીનો દીકરો), મૂસા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#અબિયા#
##સત્યો##
અબિયા યહૂદિયાનો રાજા હતો જેણે ઈસ. પૂર્વે 915 થી 913 સુધી રાજ કર્યુ. તે રહાબઆમ રાજાનો પુત્ર હતો.
જુનાકરારમાં અબિયા નામના બીજા ઘણા માણસો પણ હતા.
- બેરશેબામાં ઈઝરાએલ લોકો ઉપર શમુએલના પુત્રો અબિયા અને યોએલ ન્યાયાધીશો હતા.
અબિયા અને તેનો ભાઈ અપ્રમાણિક અને લોભી હતા, તે કારણથી લોકોએ શમુએલને રાજા નિમવા માટે માંગણી કરી કે જે તેમની જગ્યાએ શાસન કરે.
- દાઉદ રાજાના સમય દરમ્યાન અબિયા મંદિરના યાજકોમાંનો એક હતો.
- અબિયા યરોબઆમ રાજાના પુત્રોમાંનો એક હતો.
- બાબિલના બંદીવાસમાંથી અબિયા જે મહાયાજક હતો, તે પણ ઝરુબ્બાબેલ સાથે યરુશાલેમ પાછો ફર્યો.
(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
##બાઈબલની કલમો##
શબ્દ માહિતી:
#આબ્નેર#
##વ્યાખ્યા##
જુનાકરારમાં આબ્નેર શાઉલ રાજાનો પિતરાઈ હતો.
- આબ્નેર શાઉલના લશ્કરનો સેનાપતિ હતો, અને દાઉદે ગોલીયાથને માર્યા પછી તેણે યુવાન દાઉદની શાઉલ સાથે ઓણખાણ કરાવી.
- શાઉલના મૃત્યુ બાદ, આબ્નેરએ શાઉલના પુત્ર ઈસબોસેથને ઈઝરાઈલ ઉપર રાજા ઠરાવ્યો, જયારે યહૂદિયામાં દાઉદ રાજા તરીકે નિમાયો હતો.
- બાદમાં, આબ્નેરને દાઉદના મુખ્ય સેનાપતિ યોઆબે વિશ્વાસઘાત કરીને મારી નાંખ્યો હતો.
[ભાષાંતર સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું
બાઈબલ કલમો:
શબ્દ માહિતી:
#ઈબ્રાહિમ, ઈબ્રામ #
##સત્યો: ##
ઈબ્રાહિમ ઉર નગરનો કાસ્દી માણસ હતો, કે જે ઈઝરાએલીઓના પૂર્વજો થવા સારું દેવ દ્વારા પસંદ કરાયો હતો.
દેવે તેનું નામ બદલીને "ઈબ્રાહિમ" રાખ્યું.
- "ઈબ્રામ" નામનો અર્થ "સન્માનીય પિતા".
- "ઈબ્રાહિમ" અર્થ "સમુદાયનો પિતા"
- દેવે ઈબ્રાહિમને વચન આપ્યું કે તેના વંશજો ઘણા હશે, અને તેઓ મહાન દેશ બનશે.
- ઈબ્રાહિમ દેવને માનીને આધિન રહ્યો.
કનાનની ભૂમિમાં જવા માટે દેવે કાસ્દીઓથી ઈબ્રાહિમને દોર્યો.
ઈબ્રાહિમ અને તેની પત્ની સારા જયારે તેઓ બહુ ઘરડા હતા અને કનાનમાં રહેતા ત્યારે તેમને પુત્ર ઈસહાક મળ્યો.
(ભાષાંતર સુચનો: નામોનું ભાષાંતર કરો
(જુઓ: ક્નાન, કાસ્દીઓ, સારાહ, ઈસહાક)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:6 જયારે ઈબ્રામ ક્નાન દેશમાં આવ્યો, દેવે કહ્યું, “તારી ચારેગમ જો”.
આ જે ભૂમિ તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
- 5:4 દેવે ઈબ્રામનું નામ બદલીને ઈબ્રાહિમ આપ્યું જેનો અર્થ થાય છે કે “સમુદાય નો પિતા."
- 5:5 લગભગ એક વર્ષ પછી જયારે ઈબ્રાહિમ 100 વર્ષનો અને સારાહ 90 વર્ષ હતી, ત્યારે સારાહે ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો.
- 5:6 જ્યારે ઈસહાક નાનો હતો, ત્યારે દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરીને કહ્યું કે, “તારા એકનાએક પુત્ર ઈસહાકને લઈને મારે સારું બલિદાન કર.”
- 6:1 જ્યારે ઈબ્રાહિમ ઘણો ઘરડો હતો અને તેનો પુત્ર ઈસહાક પુખ્ત વયનો થયો ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરોમાંના એકને તેની ભૂમિ જ્યાં તેના કુટુંબીઓ રહેતા હતા ત્યાં તેના પુત્ર ઈસહાકને સારું પત્ની શોધવા મોકલ્યો.
- 6:4 ઘણા લાંબા સમય પછી, ઈબ્રાહિમ મૃત્યુ પામ્યો, દેવે જે કરાર તેની સાથે કર્યો હતો તે સર્વ વચનો ઈસહાકને આપવામાં આવ્યા.
- 21:2 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું કે તેનામાં આખી પૃથ્વીની દેશજાતિઓ આશીર્વાદિત થશે.
શબ્દ માહિતી:
#આબ્શાલોમ #
##સત્યો ##
આબ્શાલોમ દાઉદ રાજાનો ત્રીજો દિકરો હતો.
તે તેના સુંદર દેખાવ અને ન્યાયી વ્યવહાર માટે જાણીતો હતો.
- જયારે આબ્શાલોમની બહેન તામારનો તેના સાવકા ભાઈ આમ્નોને બળાત્કાર કર્યો, ત્યારે આબ્શાલોમે આમ્નોનને મારવાની યોજના બનાવી.
- આમ્મોનના ખૂન બાદ, આબ્શાલોમ ગેશુરના સીમમાં નાસી ગયો (તેની માતા માઅખાહ ત્યાંની હતી) અને ત્યાં જઈ ત્રણ વર્ષ રહ્યો. પછી દાઉદ રાજાએ તેને યરુશાલેમ પાછો તેડી મંગાવ્યો, પણ બે વરસ સુધી આબ્શાલોમ ને તેની હઝુરમાં આવવાની પરવાનગી આપી નહીં.
- આબ્શાલોમે ઘણા લોકોને દાઉદ રાજાની વિરુધ્ધમાં ફેરવ્યા અને તેની વિરુધ્ધ બળવો કર્યો.
- દાઉદનું સૈન્ય આબ્શાલોમની વિરુધ્ધ લડ્યું અને તેને મારી નાખ્યો.
જયારે આ બન્યું ત્યારે દાઉદ ખુબજ દુઃખી થયો.
(ભાષાંતર સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ: ગેશુર, આમ્મોન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#અદોનિયા#
##વ્યાખ્યા: ##
અદોનિયા દાઉદ રાજાનો ચોથો દિકરો હતો.
- અદોનિયાએ તેના ભાઇઓ આમ્નોન અને આબ્શાલોમના મૃત્યુ પછી ઈઝરાયેલ ઉપર રાજા બનવા પ્રયાસ કર્યો.
- છતાં પણ, દેવે વચન આપ્યુ હતું કે દાઉદનો પુત્ર સુલેમાન રાજા બનશે, જેથી અદોનિયાનું કાવતરું નિષ્ફળ ગયું અને સુલેમાનને રાજા બનાવાયો.
- જયારે અદોનિયાએ બીજી વાર પોતે રાજા બનવાનો પ્રયાસ કર્યો ત્યારે સુલેમાને તેને મારી નાંખ્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ : દાઉદ, [સુલેમાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#આહાઝ #
વ્યાખ્યા:
આહાઝ યહુદિયાના રાજ્યનો એક ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 732 થી 716 સુધી રાજ્ય કર્યું.
આ લગભગ 140 વર્ષોના પહેલાના સમયગાળાની વાત છે કે જયારે ઈઝરાઈલના તથા યહુદિયાના ઘણા લોકોને બાબિલમાં બંદીવાનો તરીકે લઈ જવાયા હતા.
- જયારે આહાઝ યહુદિયામાં રાજ્ય કરતો હતો, ત્યારે તેણે આશ્શૂરના જુઠા દેવોને ભજવા માટે વેદી બંધાવી, કે જેથી લોકો સાચા દેવ યહોવાથી વિમુખ થઈ ગયા.
- જયારે આહાઝ રાજા 20 વર્ષ હતો તેને યહુદિયામાં રાજ્ય શરુ કર્યું, અને તેણે 17 વર્ષ રાજ કર્યું.
(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું
(જુઓ: બાબિલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#આય#
સત્યો:
જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું.
યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા.
પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો .
યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા.
ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.
(ભાષાંતર માટેના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ: બેથેલ, યરીખો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#અમાસ્યા#
##સત્યો:##
અમાસ્યા તેના પિતા યોઆશ રાજાની હત્યા થયા બાદ યહૂદાના રાજ્ય ઉપર રાજા બન્યો.
- અમાસ્યા રાજાએ ઈસ.પૂર્વે 796 થી ઈસ.પૂર્વે 767 સુધી યહૂદા ઉપર ઓગણત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.
- તે સારો રાજા હતો, પણ તેણે ઉચ્ચ્સ્થાનોમાં જ્યાં મૂર્તિઓની પૂજા થતી હતી તે કાઢી નાખ્યા નહિ.
- જે માણસો તેના પિતાની હત્યા માટે જવાબદાર હતા તેમને અમાસ્યાએ છેવટે મારી નાખ્યાં.
- તેણે બળવાખોર અદોમીઓનો પરાજય કરીને તેમને યહુદા રાજ્યના નિયંત્રણમાં પાછા લાવ્યો.
તેણે ઈઝરાએલના રાજા યહોઆશને યુદ્ધ માટે પડકાર કર્યો, પણ તે હારી ગયો.
યરુશાલેમની દિવાલોના ભાગ તૂટી ગયા અને સોનાચાંદીના વાસણો મંદિરમાંથી ચોરાઈ ગયા હતા.
વર્ષો પછી અમાસ્યા યહોવાના માર્ગોથી ફરી ગયો અને યરુશાલેમના અમુક માણસોએ કાવતરું કરીને તેને મારી નાખ્યો.
( ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
( જુઓ: યોઆશ, અદોમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#આમ્મોન,આમ્મોની ,આમ્મોનીઓ #
સત્યો:
“આમ્મોનના લોક” અથવા “આમ્મોનીઓ” ક્નાનમાંનો લોકોનો સમુદાય હતો.
તેઓ બેન-આમ્મીથી ઉતરી આવેલા હતા, કે જે લોતની નાની પુત્રી દ્વારા થયેલો પુત્ર હતો.
“આમ્મોનેણ” શબ્દ વિશિષ્ઠપણે આમ્મોની સ્ત્રીને દર્શાવે છે.
તેનું ભાષાંતર “આમ્મોની સ્ત્રી” થઇ શકે છે.
આમ્મોનીઓ યર્દન નદીની પૂર્વ ગમ રહેતા હતા, અને તેઓ ઇઝરાયેલીઓના દુશ્મનો હતા.
એક સમયે આમ્મોનીઓએ ઈઝરાયેલને શ્રાપ દેવા બલામ નામનાં પ્રબોધકને ભાડે રાખ્યો, પણ દેવે તેને તેમ કરવાની મંજુરી આપી નહીં.
(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ : શ્રાપ, યર્દન નદી, લોત)
બાઈબલ ની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5983, H5984, H5985
#આમ્નોન#
##સત્યો:##
આન્મોન દાઉદ રાજાનો પ્રથમ પુત્ર હતો.
દાઉદ રાજાની પત્ની અહીનોઆમ તેની માતા હતી.
આમ્નોને તેની સાવકી બહેન તમારનો બળાત્કાર કર્યો, કે જે આબ્શાલોમ ની બહેન પણ હતી.
આ કારણથી, આબ્શાલોમે આમ્નોનની વિરુદ્ધ કાવતરું કરી તેને મારી નાંખ્યો.
(જુઓ: દાઉદ, આબ્શાલોમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#અમોરી, અમોરીઓ #
સત્યો:
અમોરીઓ એ લોકોનો શક્તિશાળી સુમદાય હતો કે જે નૂહના પૌત્ર કનાનથી ઉતરી આવેલા હતા.
તેમના નામનો અર્થ “ઊંચા,” કે જે પર્વતીય પ્રદેશ હોવાનું દર્શાવે છે કે જ્યાં તેઓ રહેતા અથવા શક્ય કે તેઓ ખુબજ ઊંચા હતા.
- અમોરીઓ યર્દન નદીના બંને બાજુના વિસ્તારમાં રહેતા હતાં.
આય નગરમાં અમોરીઓ દ્વારા વસવાટ થયો હતો.
“અમોરીઓના પાપ” વિશે દેવે ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમની જુઠા દેવોની ઉપાસના અને દુષ્ટ આચરણનો સમાવેશ થાય છે.
દેવનું આજ્ઞા પ્રમાણે યહોશુઆએ અમોરીઓનો વિનાશ કરવા ઈઝરાયેલીઓને દોર્યા.
બાઈબલની કલમો :
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:7 થોડા સમયબાદ, કનાનના અન્ય રાજાઓના લોકોનું જૂથ, અમોરીઓએ સાંભળ્યું કે ગિબિયોનિઓએ ઈઝરાયેલીઓ સાથે શાંતિ કરાર કર્યો છે, તેથી તેઓએ તેમનું મોટું સૈન્ય એકત્રિત કરી, ગિબિયોનિઓ પર હુમલો કર્યો.
- 15:8 તેઓએ વહેલી સવારે અમોરીઓના સૈન્ય ઉપર હુમલો કરીને તેમને આશ્ચર્યમાં મૂકી દીધા.
- 15:9 તે દિવસે દેવ ઈઝરાયેલ માટે લડયો.
તેણે અમોરીઓને મુંઝવણમાં મૂકી તેમના પર મોટા કરા મોકલીને ઘણા અમોરીઓને મારી નાખ્યા.
- 15:10 જેથી દેવે સૂર્યને પણ આકાશમાં એક જ જગ્યાએ થોભાવી દીધો અને એમ ઈઝરાયેલઓને પુરતો સમય આપી તેમણે અમોરીઓને સંપૂર્ણપણે હરાવ્યા.
શબ્દ માહિતી:
#આમોસ/આમોઝ ##
સત્યો:
આમોસ યશાયા પ્રબોધકનો પિતા હતો
- બાઈબલમાં ફક્ત એકજ વખત તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જયારે તેને “આમોસના પુત્ર” યશાયા તરીકે ઓળખવામા આવ્યો.
આ નામ આમોસ પ્રબોધકના નામથી અલગ છે અને તેની જોડણી અલગ હોવી જોઈએ.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ: આમોસ, યશાયા)
બાઈબલની કલમો :
શબ્દ માહિતી:
#આન્દ્રિયા#
સત્યો:
આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).
- સિમોન પિતર આન્દ્રિયાનો ભાઈ હતો. તેઓં બન્ને માછીમાર હતા.
- ઈસુએ જયારે પિતર અને આન્દ્રિયાને તેના શિષ્યો થવા બોલાવ્યા ત્યારે તેઓ ગાલીલના સમુદ્રમાં માછલાં પકડતાં હતા.
- પિતર અને આન્દ્રિયાને ઈસુને મળ્યા પહેલા તેઓ યોહાન બાપ્તિસ્મીના શિષ્યો હતા.
(ભાષાંતર માટેના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર શિષ્યો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#અન્નાસ#
સત્યો:
લગભગ ઈસ.6 થી ઈસ. 15 સુધી અન્નાસ દસ વર્ષ માટે યરુશાલેમમાં યહૂદીઓનો મુખ્ય યાજક હતો.
રોમન સામ્રાજ્ય દ્વારા તેને મુખ્ય યાજકના પદમાંથી દુર કરવામાં આવ્યો હતો, એમ હોવા છતાં તે યહૂદીઓ મધ્યે પ્રભાવશાળી નેતા તરીકે ચાલુ રહ્યો હતો.
- અન્નાસ કાયાફાસનો સસરો હતો, ઈસુની સેવાના સમય દરમ્યાન તે મુખ્ય યાજક અધિકારી હતો.
- નિવૃત્તિ બાદ પણ મુખ્ય યાજકો અમુક જવાબદારીઓ સાથે પોતાના હોદ્દાના પદ જારી રાખતા, જેમકે કાયાફાસના અને બીજાની કારકિર્દી સમય દરમ્યાન પણ અન્નાસે પોતાનો હોદ્દો જાળવી રાખ્યો હતો.
- ઈસુની તપાસ દરમ્યાન યહૂદી લોકો તેમને અન્નાસ પાસે પ્રશ્નોતરી કરવા માટે લાવ્યાં હતા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ : મુખ્ય યાજક, યાજક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#અંત્યોખ #
##સત્યો: ##
નાવાકરારમાં અંત્યોખ નામનાં બે શહેરો હતા.
એક અરામમાં હતું જે ભૂમધ્ય સમુદ્રના કિનારા નજીક આવેલું હતું.
તેમાંનું બીજું પીસિદીયાના રોમન પ્રાંતમાં, કલોસ્સી શહેરની નજીક આવેલું હતું.
અરામમાંની અંત્યોખની આ પ્રથમ મંડળી હતી કે જ્યાં ઈસુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ ખ્રિસ્તી કહેવાયા.
આ મંડળી વિદેશીઓ મધ્યે મિશનરી મોકવામાં સક્રિય હતી.
અરામમાંની આ અંત્યોખની મંડળીને પ્રેરિતો દ્વારા યરુશાલેમથી પત્રો મોકવામાં આવ્યા હતા કે તેમણે ખ્રિસ્તી રીતે રહેવા કોઈપણ પ્રકારના યહૂદી નિયમો રાખવાની જરૂર નથી.
પાઉલ, બાર્નાબાસ, અને માર્ક યોહાને સુવાર્તાપ્રચાર કાર્ય માટે અંત્યોખમાંના પીસિદીયાથી મુસાફરી કરી.
બીજા શહેરોમાંથી થોડા યહૂદીઓએ ત્યાં આવી, ઉશ્કેરણી કરીને પાઉલને મારી નાખવા કોશિશ કરી.
પણ ત્યાંના ઘણા બધા લોકો, ગ્રીક અને યહૂદી બન્નેએ, તે શિક્ષણ સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો.
(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ :બાર્નાબાસ, કલોસ્સી, યોહાન માર્ક, પાઉલ, પ્રાંત, રોમ, અરામ)
બાઈબલની કલમો :
શબ્દ માહિતી:
#આર્તાહશાસ્તા#
સત્યો:
આર્તાહશાસ્તા રાજા કે જે લગભગ ઇસ.પૂર્વે 464 થી 424 સુધી ઈરાનના સામ્રાજ્ય ઉપર શાસન કરતો હતો.
- આર્તાહશાસ્તાના શાસન દરમ્યાન, યહૂદિયાના ઈઝરાએલીઓને બાબિલમાં બંદી રાખવામાં આવ્યા હતા, તે સમયમાં એ વિસ્તાર ફારસીના નિયંત્રણ હેઠળ હતો.
- આર્તાહશાસ્તાએ એઝરા યાજક અને બીજા યહૂદી આગેવાનોને બાબિલોન છોડી અને યરુશાલેમ પાછા જઈ દેવના નિયમો શીખવવા મંજુરી આપી.
- આ પછીના સમય દરમ્યાન, આર્તાહશાસ્તાએ પાત્રવાહક નહેમ્યાને પણ નગરનો આજુબાજુનો કોટ ફરીથી બાંધવા, અને યહૂદિઓને આગેવાની આપવા પાછા જવાની મંજુરી આપી.
- કારણકે બાબિલોન ઈરાનના શાસન હેઠળ હતું, તેથી ક્યારેક આર્તાહશાસ્તા “બાબિલોનના રાજા” કહેવાતો હતો.
- અહાશ્વ્રેરોશ અને આર્તાહશાસ્તા તેઓ એક સરખા વ્યક્તિ નથી, તેની નોંધ લેશો.
(ભાષાંતરના સુચનો: નામનાં ભાષાંતર કરો
(આ પણ જુઓ: અહાશ્વેરોશ, બાબિલોન](../names/babylon.md), સંદેશવાહક, એઝરા, નહેમ્યા, [ઈરાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#આસા#
##સત્યો:##
આસા રાજાએ, ઈસ. પૂર્વે 913 થી ઈસ. પૂર્વે 873 દરમ્યાન યહૂદાના રાજ્ય ઉપર ચાળીસ વર્ષો સુધી રાજ કર્યું હતું.
આસા સારો રાજા હતો જેણે જુઠા દેવોની ઘણી મૂર્તિઓને કાઢી નાંખી, અને તે કારણે ઈઝરાએલીઓ એ ફરીથી યહોવાનું ભજન કરવાનું શરુ કર્યું.
યહોવાએ આસા રાજાને બીજા દેશોની વિરુદ્ધ યુદ્ધમાં વિજય આપ્યો.
પછી તેના શાસનમાં, આસા રાજાએ યહોવા પર ભરોસો રાખવાનું મૂકી દીધું અને તે એક રોગથી બિમાર પડ્યો જેણે તેનો જીવ લીધો.
(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કરો
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#આશિયા#
##સત્યો:##
બાઈબલના સમયમાં, “આશિયા” રોમન સામ્રાજ્યના પ્રાંતનું નામ હતું.
તે પશ્ચિમ ભાગમાં આવેલું હતું કે જ્યાં હાલમાં તુર્કસ્તાન દેશ છે.
- પાઉલે આશિયામાં મુસાફરી કરી અને ત્યાંના કેટલાક શહેરોમાં સુવાર્તા વહેંચી.
એફેસસ અને કલોસ્સી તેમાંના શહેરો હતા.
- આધુનિક સમયના એશિયા સાથેની મુંઝવણ દુર કરવા, કદાચ તે આવશ્યક છે કે તેનું ભાષાંતર, “પ્રાચીન રોમનના પ્રાંતનું આશિયા” અથવા “આશિયા પ્રાંત” એમ થવું જરૂરી છે.
પ્રકટીકરણમાંની બધી મંડળીઓ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે રોમન પ્રાંતનું આશિયા હતું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: રોમ, પાઉલ, એફેસસ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#બાઅશા#
સત્યો:
બાઅશા ઈઝરાએલના દુષ્ટ રાજાઓમાંનો એક હતો, જેણે ઈઝરાએલીઓને મૂર્તિઓની પૂજા કરવા પ્રેર્યા.
- બાઅશા ઈઝરાએલનો ત્રીજો રાજા હતો અને તેણે ચોવીશ વર્ષો શાસન કર્યું, તે સમય દરમ્યાન આશા યહૂદાનો રાજા હતો.
- તે લશ્કરનો સેનાપતિ હતો કે જેણે અગાઉના રાજા નાદાબને મારી નાખીને રાજા બન્યો.
- બાઅશા રાજાના શાસન દરમ્યાન ઈઝરાએલ અને યહૂદાના રાજ્યો વચ્ચે ઘણા યુદ્ધ થયા હતા, ખાસ કરીને યહૂદાના રાજા આશા સાથે.
- છેવટે દેવે બાઅશાને તેના ઘણા પાપોને લીધે તેના મૃત્યુ દ્વારા તેના પદેથી દુર કર્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો
(આ પણ જુઓ: આશા, જુઠો દેવ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#બાલઝબૂલ#
સત્યો:
બાલઝબૂલ એ શેતાન અથવા દુષ્ટ વ્યક્તિ માટેનું બીજું નામ છે.
ક્યારેક તેની જોડણી “બિલઝબૂબ” પણ હોય છે.
- આ નામનો શાબ્દિક અર્થ “વાયુઓનો સ્વામી” કે જેનો અર્થ, “ભૂતોનો રાજા” થાય છે.
આ શબ્દનું ભાષાંતર કરવાને બદલે તેને અસલ જોડણી રાખવી વધારે શ્રેષ્ઠ છે.
- તેનું સ્પષ્ટ ભાષાંતર કરવા માટે “બાલઝબૂલ શેતાન” નો ઉપયોગ કરવો જે તેને દર્શાવે છે.
- આ નામ એક્રોનના જુઠા દેવ “બાલ-ઝબૂબ” ના નામ સાથે સંબધ ધરાવે છે.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ભૂતો, એક્રોન, શેતાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#બેથ-શેમેશ #
સત્યો:
બેથ-શેમેશ, એ યરૂશાલેમની પૂર્વે લગભગ 30 કિલોમીટર આવેલું કનાનીઓનું શહેર હતું.
- યહોશુઆની આગેવાનીના સમય દરમ્યાન ઈઝરાએલીઓએ બેથ-શેમેશને કબજે કર્યું.
- બેથ-શેમેશ એ શહેર હતું કે જે લેવી યાજકોને રહેવા માટે અલગ કરાયેલ સ્થળ હતું.
- જયારે પલિસ્તીઓ કબ્જે કરેલા કરારકોશને યરૂશાલેમ પાછા લઇ આવતા હતા ત્યારે તેઓ બેથ-શેમેશના શહેર પાસે પ્રથમ રોકાયા હતા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(તે પણ જુઓ: કરાર કોશ, કનાન, યરૂશાલેમ, યહોશુઆ, લેવીઓ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો :
શબ્દ માહિતી:
#બથુએલ#
સત્યો:
બથુએલ એ ઈબ્રાહીમના ભાઈ નાહોરનો પુત્ર હતો.
- બથુએલ રિબકા અને લાબાનનો પિતા હતો.
- ત્યાં બથુએલ નામનું નગર પણ હતું, કે જે યહૂદાના દક્ષિણમાં આવેલું હતું, જે બાર-શેબા નગરથી દૂર નહોતું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાર-શેબા , લાબાન, નાહોર, રિબકા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#કાયાફા#
સત્યો:
યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો.
ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
- જયારે પિતર અને યોહાને લંગડા માણસને સાજા કર્યા પછી તેઓની ધરપકડ કરવામાં આવી અને તેમની કસોટી સમયે પ્રમુખ યાજકો અન્નાસ અને કાયાફા ત્યાં હતા.
- કાયાફા એક હતો કે, જેણે કહ્યું એ સારું હતું કે એક માણસનું મૃત્યુ થાય જેથી પુરા દેશનો નાશ ન થાય.
દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#કનાન, કનાની
તથ્યો:
કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ કનાનના વંશજો હતા.
- “કનાન” અથવા “કનાનની ભૂમિ” શબ્દ, યર્દન નદી અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીનના વિસ્તાર તરીકે ઓળખાય છે. તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.
- આ જગ્યામાં કનાનીઓ સાથે બીજા અનેક લોકો વસતા હતા. ઈશ્વરે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: હામ, વચનની ભૂમિ)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:5 તેણે (ઈબ્રામે) તેની પત્ની સારા, તથા બધાજ નોકરો અને તેની માલિકીનું જે હતું તે બધુ જ લીધું અને ઈશ્વરે જે કનાનની ભૂમિ તેને બતાવી તેમાં ગયો.
- 4:6 જયારે ઈબ્રામ કનાનમાં આવ્યો ઈશ્વરે કહ્યું, “તારી આસપાસ નજર કર.”
આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
- 4:9”હું કનાનની ભૂમિ તારા વંશજોને આપું છું.”
- 5:3 કનાનની ભૂમિ હું તને અને તારા વંશજોને માલિકી તરીકે આપીશ અને સદાને માટે હું તેઓનો ઈશ્વર થઈશ.
- 7:8 કનાનમાં તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી યાકુબ તેના કુટુંબને, તેના નોકરોને, અને તેના પ્રાણીઓના બધા ટોળાઓ સાથે ત્યાં પાછો આવ્યો.
શબ્દ માહિતી:
- Strong’s: H3667, H3669, G54780
#કાસ્દી,ખાલદીઆ, ખાલ્દીઓ (કાસ્દીઓ)#
સત્યો:
ખાલદીઆ એ મેસોપોટેમીયા અથવા બાબિલોનના પ્રાંતનો દક્ષિણ ભાગ હતો.
જે લોકો આ પ્રાંતમાં રહેતા હતા, તેઓ ખાલ્દીઓ કહેવાતા હતા.
- ઈબ્રાહીમ જે જગ્યાનો હતો, તે ઉર શહેર, ખાલ્દીઆમાં આવેલું હતું.
જેને મોટેભાગે “ખાલ્દીઓના ઉર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.
- નબૂખાદનેસ્સાર રાજા તે ઘણા ખાલ્દીઓમાંનો એક હતો કે જે બાબિલોનિઆ ઉપર રાજા બન્યો હતો.
- ઘણાં વર્ષો પછી, ઈ.પૂ. 600 દરમ્યાન, “ખાલ્દી” શબ્દનો અર્થ, “બાબિલોનિઆ” બહાર આવ્યો.
- દાનિયેલના પુસ્તકમાં, “ખાલ્દી” શબ્દ વિશેષ વર્ગના માણસો કે જેઓ સુશિક્ષિત અને તારાઓનો અભ્યાસ કરેલો તેઓ માટે પણ દર્શાવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ : ઇબ્રાહિમ, બાબિલોન, શિનઆર, ઉર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3679, H3778, H3779, G5466
#કલોસ્સા, ક્લોસ્સીઓ #
સત્યો:
નવા કરારના સમયોમાં, કલોસ્સા એ રોમન પ્રાંતમાંના ફ્રૂગિયામાં આવેલું હતું, હાલમાં આ વિસ્તાર તુર્કસ્તાનની નૈઋત્યમાં (દક્ષિણ પશ્ચિમ) આવેલું છે.
કલોસ્સી લોકો કે જેઓ કલોસ્સામાં રહેતા હતાં.
- ભૂમધ્ય સમુદ્રથી લગભગ 100 માઈલ આંતરદેશીય સ્થિત, કલોસ્સા એ એફેસસ શહેર અને યુફ્રેતીસ નદીની વચ્ચે મહત્વનો વેપાર માર્ગ હતો.
- જયારે પાઉલ રોમમાં કેદ હતો, ત્યારે તેણે કલોસ્સાના વિશ્વાસીઓમાં રહેલા જુઠા શિક્ષણને સુધારવા “કલોસ્સીઓને” પત્ર લખ્યો.
- જયારે તેણે આ પત્ર લખ્યો તે પહેલાં પાઉલે કલોસ્સાની મંડળીની મુલાકાત લીધી નહોતી, પણ તેનો સાથીદાર એપાફ્રાસ પાસેથી તેણે ત્યાંના વિશ્વાસીઓ વિશે સાભળ્યું હતું.
- એપાફ્રાસ કદાચ ખ્રિસ્તી કાર્યકર હતો કે, જેણે કલોસ્સામાં મંડળી ચાલુ કરી હતી.
- ફિલેમોનનું પુસ્તક જે પાઉલે ક્લોસ્સામાંના એક દાસ માલિકને સંબોધીને લખ્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: એફેસસ, પાઉલ)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
#એદન, એદનની વાડી #
સત્યો:
પ્રાચીન સમયમાં, એદન પ્રદેશ હતો જ્યાં એક વાડી હતી, ત્યાં પ્રથમ પુરુષ અને સ્ત્રીને દેવે રહેવા માટે મૂક્યા હતા.
- વાડી કે જ્યાં આદમ અને હવા રહેતા હતા, તે ફક્ત એદનનો ભાગ હતો.
- એદનના પ્રદેશનું ચોક્કસ સ્થાન નક્કી નથી, પરંતુ હીદ્દેકેલ અને ફ્રાત નદીઓ ત્યાંથી વહેતી હતી.
- એદન શબ્દ એ હિબ્રૂ શબ્દમાંથી આવે છે જેનો અર્થ, “તેમાં ખૂબજ આનંદ કરો.”
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આદમ, ફ્રાત નદી, હવા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#એલઆઝાર #
સત્યો:
એલઆઝાર એ બાઈબલમાં ઘણા માણસોના નામ હતા.
- એલઆઝાર એ મૂસાના ભાઈ હારુનનો ત્રીજો દીકરો હતો.
હારુનના મરણ બાદ, એલઆઝાર ઈઝરાએલનો મુખ્ય યાજક બન્યો.
- દાઉદના “શક્તિશાળી માણસો” માંના એકનું નામ પણ એલઆઝાર હતું.
- ઈસુના પૂર્વજોમાંના એકનું નામ એલઆઝાર હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: હારુન, મુખ્ય યાજક, દાઉદ, શક્તિશાળી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#ગાથ, ગીત્તી, ગીત્તીઓ, #
સત્યો:
ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.
તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.
- પલિસ્તીનો યોદ્ધો ગોલ્યાથ ગાથ શહેરથી હતો.
- શમુએલના સમય દરમ્યાન, પલિસ્તીઓ ઈઝરાએલથી દેવનો કરાર કોશ ચોરી ગયા, અને આશ્દોદના તેઓના મૂર્તિપૂજક મંદિરમાં તે લઈ ગયા.
પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો.
પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.
- જયારે દાઉદ શાઉલ રાજાથી નાશી છૂટ્યો, ત્યારે તે ગાથમાં ભાગી ગયો અને તેની બે પત્નીઓ અને છસો માણસો કે જે તેના વફાદાર સાથીઓ હતા, તેઓ સાથે થોડો સમય ત્યાં રહ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#ગશૂર, ગશૂરીઓ #
વ્યાખ્યા:
દાઉદ રાજાના સમય દરમ્યાન, ગશૂર એ ગાલીલ સમુદ્ધની પૂર્વ બાજુ ઉપર ઈઝરાએલ અને અરામના દેશોની વચ્ચે આવેલું નાનું રાજ્ય હતું.
- દાઉદ રાજાએ, ગશૂરના રાજાની દીકરી માઅખાહની સાથે લગ્ન કર્યા, અને તેણીને, આબ્શાલોમ નામનો દીકરો જન્મ્યો.
- તેના સાવકા ભાઈ આમ્નોનનું ખૂન કર્યા પછી, આબ્શાલોમ લગભગ 140 કિલોમીટરના અંતરે, ઉત્તર પૂર્વે યરૂશાલેમથી ગશૂર ભાગી ગયો.
તે ત્યાં ત્રણ વર્ષ રહ્યો.
(આ પણ જુઓ: આબ્શાલોમ, આમ્નોન, અરામ, ગાલીલનો સમુદ્ધ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#ગોશેન#
વ્યાખ્યા:
ગોશેન એ મિસરના ઉત્તર ભાગમાં નાઈલ નદીની પાસે આવેલા જમીનના ફળદ્રુપ પ્રદેશનું નામ હતું.
- જયારે યૂસફ મિસરનો અધિપતિ હતો, ત્યારે કનાનના દુકાળથી બચવા તેના પિતા અને ભાઈઓ અને તેઓના કુટુંબો ગોશેનમાં રહેવા આવ્યા.
- તે અને તેઓના વંશજો 400 વર્ષો માટે ગોશેનમાં સારી રીતે રહ્યા, પણ પછી મિસરના રાજા ફારુન દ્વારા ગુલામી કરવા ફરજ પાળી હતી.
- છેવટે દેવે મૂસાને મદદ કરવા મોકલ્યો, જેથી ઈઝરાએલના લોકો ગોશેનની ભૂમિ છોડી અને ગુલામીમાંથી છૂટકો પામે.
( ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: મિસર, દુકાળ, મૂસા, નાઈલ નદી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#હા’ન્ના”’#
સત્યો:
હન્ના શમુએલ પ્રબોધકની માતા હતી.
તેણી એલ્કાનાહની બે પત્નીઓમાંની એક હતી
- હન્ના બાળકનો ગર્ભ ધારણ કરવા સક્ષમ નહોતી, જે તેણી માટે ભારે દુઃખ હતું.
- તેણે મંદિરમાં દેવ તેણીને દીકરો આપે તે માટે આતુરતાપૂર્વક પ્રાર્થના કરી, તેને દેવની સેવા માટે સમર્પિત કરવાનું વચન આપ્યું.
- દેવે તેની વિનંતી માન્ય કરી, અને જયારે મોટો થયો, ત્યારે તેણી તેને મંદિરમાં સેવા કરવા માટે લાવી.
- ત્યાર પછી, દેવે હાન્ના ને બીજા બાળકો પણ આપ્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ગર્ભ, શમુએલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#હારાન #
સત્યો:
હારાન એ ઈબ્રામનો નાનો ભાઈ અને લોતનો પિતા હતો.
- હારાન એ શહેરનું નામ પણ હતું, જ્યાં ઈબ્રામ અને તેનું કુટુંબ ઉર શહેરથી કનાનની ભૂમિમાં જવાની તેઓની મુસાફરીમાં થોડા સમય માટે ત્યાં રહ્યા હતા.
- હારાન નામનો અન્ય માણસ તે કાલેબનો દીકરો હતો.
- બાઈબલમાં હારાન નામનો ત્રીજો માણસ લેવીનો વંશજ હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કાલેબ, કનાન, લેવીઓ, લોત, તેરાહ, ઉર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#હિલ્કિયા #
સત્યો:
હોશિયા રાજાના શાસન દરમ્યાન હિલ્કિયા એ મુખ્ય યાજક હતો.
- જયારે મંદિરનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય યાજક હિલ્કિયાને નિયમનુ પુસ્તક મળ્યું કે તેને હોશિયા રાજા પાસે લાવવાનો હુકમ કર્યો.
- નિયમનું પુસ્તક તેની આગળ વાંચ્યા પછી, હોશિયા દુખિત થયો હતો અને જેથી યહૂદાના લોકોને ફરીથી યહોવાનું ભજન અને તેના નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું.
- બીજો એક હિલ્કિયા નામનો માણસ એલ્યાકીમનો પુત્ર હતો અને હિઝિક્યા રાજાના સમય દરમ્યાન મહેલમાં કામ કર્યું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: એલ્યાકીમ, હિઝિક્યા, મુખ્ય યાજક, યોશિયા, યહૂદા, નિયમ, પૂજા, યહોવા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#હિત્તી, હિત્તીઓ#
વ્યાખ્યા:
હિત્તીઓ હામના તેના પુત્ર કનાનથી થયેલા વંશજો હતા.
તેઓ એક મોટું સામ્રાજ્ય બન્યું, જે હાલના સમયનું તુર્કસ્તાન અને ઉત્તર પેલેસ્ટાઈનમાં આવેલું છે.
ઈબ્રાહિમે એફ્રોન હિત્તી પાસેથી મિલકતનો ભાગ ખરીદ્યો, જેથી તે તેની મરેલી પત્ની સારા ને ત્યાંની ગુફામાં દાટે.
છેવટે ઈબ્રાહિમ અને તેના અન્ય વંશજોને પણ તે ગુફામાં દફનાવવામાં આવ્યા હતા.
જયારે એસાવ હિત્તી સ્ત્રીને પરણ્યો ત્યારે તેના માતા પિતા ઉદાસ થયા હતા.
દાઉદના શક્તિશાળી માણસોમાંના એકનું નામ ઊરિયા હિત્તી હતું.
કેટલીક પરદેશી સ્ત્રીઓ કે જેની સાથે સુલેમાને લગ્ન કર્યા તેઓ હિત્તીઓ હતી.
આ પરદેશી સ્ત્રીઓએ સુલેમાંનના હ્રદયને દેવથી દૂર ફેરવી નાખ્યું, કારણકે તેઓ જૂઠા દેવોની પૂજા કરતી હતી.
ઘણીવાર હિત્તીઓ ઈઝરાએલીઓને માટે શારીરિક અને આત્મિક બંને રીતે અનિષ્ટ (ધમકી આપનારા) બન્યા હતા.
(આ પણ જુઓ: વંશજ, એસાવ, પરદેશી, હામ, શક્તિશાળી, સુલેમાન, ઊરિયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#હિવ્વી, હિવ્વીઓ #
સત્યો:
હિવ્વીઓ કનાનની ભૂમિમાં રહેતા સાત મુખ્ય લોકોના જૂથોમાંનું એક હતું.
- આ બધા જૂથો, હિવ્વીઓ સહિત, કનાનના વંશજો હતા, કે જે નૂહનો પૌત્ર હતો.
- શેખેમ હિવ્વીએ યાકૂબની દીકરી દીનાહનો બળાત્કાર કર્યો, અને બદલામાં તેણીના ભાઈઓએ ઘણા હિવ્વીઓને મારી નાખ્યા.
- જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનની ભૂમિમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે ઈઝરાએલીઓએ તેઓને વિજય મેળવવાને બદલે બનાવટ કરીને તેઓ સાથે કરાર કર્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: કનાન, હામોર, નૂહ, શેખેમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#યબૂસ, યબૂસી, યબૂસીઓ #
સત્યો:
યબૂસીઓ એ કનાનની ભૂમિમાં રહેનારા લોકોનું એક જૂથ હતું.
તેઓ હામના દીકરા કનાનથી ઉતરી આવેલા હતા.
યબૂસીઓ એ યબૂસ શહેરમાં રહેતા હતા, અને જયારે દાઉદ રાજાએ તેને જીતી લીધું ત્યારે તેનું નામ બદલીને યરૂશાલેમ રાખવામાં આવ્યું.
- શાલેમનો રાજા, મલ્ખીસદેખ કદાચ મૂળ યબૂસી હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કનાન, હામ, યરૂશાલેમ, મલ્ખીસદેખ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#યહોયાખીન #
સત્યો:
યહોયાખીન રાજા હતો કે જેણે યહૂદાના રાજ્ય ઉપર રાજ કર્યું.
- યહોયાખીન 18 વર્ષનો હતો ત્યારે તે રાજા બન્યો હતો.
તેણે ફક્ત ત્રણ મહિના રાજ કર્યું, તે પછી તેને બાબિલના લશ્કર દ્વારા પકડીને બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
તેના ટૂંકા શાસન દરમ્યાન, યહોયાખીને તેના દાદા મનાશ્શા રાજા અને તેના પિતા યહોયાકીમ રાજાની જેમ દુષ્ટ બાબતો કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાબિલ, યહોયાકીમ, યહૂદા, મનાશ્શા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3078, H3112, H3204, H3659
#યહોયાદા #
સત્યો:
યહોયાદા યાજક હતો કે જેણે અહાઝ્યા રાજાના પુત્ર યોઆશને તે જ્યાં સુધી પુખ્ત થઇને રાજા જાહેર થાય ત્યાં સુધી તેને સંતાડી રાખવામાં મદદ કરી.
- જુવાન યોઆશને, જયારે મંદિરમાં લોકો દ્વારા તેને રાજા તરીકે જાહેર કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું રક્ષણ કરવા મોટી સંખ્યામાં યહોયાદાએ અંગરક્ષકોની વ્યવસ્થા કરી.
- યહોયાદાએ જૂઠા દેવ બઆલની બધી વેદીઓને દૂર કરવા લોકોને દોરવણી આપી.
- યહોયાદા યાજકે, તેના બાકીના જીવન માટે યોઆશ રાજાને દેવની આજ્ઞા પાળવામાં મદદ કરી અને ડહાપણપૂર્વક લોકો પર શાસન કરવા સલાહ આપી.
યહોયાદા નામનો બીજો માણસ જે બનાયાનો પિતા હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અહાઝ્યા, બઆલ, બનાયા, યોઆશ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#યોહાન (બાપ્તિસ્ત) #
સત્યો:
યોહાન ઝખાર્યા અને એલિસાબેતનો પુત્ર હતો.
“યોહાન” સામાન્ય નામ હતું, જેથી બીજા યોહાન નામનાં માણસોથી તેને અલગ કરવા માટે મોટેભાગે તેને “યોહાન બાપ્તિસ્ત” કહેવામાં આવતો હતો, જેમ કે પ્રેરિત યોહાન.
યોહાન પ્રબોધક હતો કે જેને દેવે મસીહાને અનુસરવા અને તેનામાં વિશ્વાસ કરવા લોકોને તૈયાર કરવા મોકલ્યો હતો.
યોહાને લોકોને તેઓના પાપો કબૂલ કરવા, દેવની તરફ ફરવા અને પાપ કરવા બંધ કરવા કહ્યું, જેથી કે તેઓ મસીહને પ્રાપ્ત કરવા તૈયાર થઈ શકે.
યોહાને ચિહ્ન તરીકે ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું કે તેઓ તેમના પાપો માટે દુઃખી છે અને તેઓથી પસ્તાવો કરે (પાપથી દૂર રહે).
યોહાનને “યોહાન બાપ્તિસ્ત” કહેવામાં આવતો હતો કારણકે તેણે ઘણા લોકોને બાપ્તિસ્મા કર્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાપ્તિસમા આપવું, [ઝખાર્યા )
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __22:2__દૂતે ઝખાર્યાને કહ્યું, “તારી પત્ની ને પુત્ર થશે.
તું તેનું નામ યોહાન પાડશે
તે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને તે લોકોને મસીહા માટે તૈયાર કરશે!”
- __22:7__એલિસાબેતે તેના પુત્રને જન્મ આપ્યા પછી, દૂતે આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઝખાર્યા અને એલિસાબેતે બાળકનું નામ યોહાન પાડ્યું.
- 24:1 ઝખાર્યા અને એલિસાબેતનો પુત્ર યોહાન, મોટો થયો અને પ્રબોધક બન્યો.
તે રાનમાં રહ્યો,રાણી મધ અને તીડો ખાતો હતો, અને ઊંટના વાળમાંથી બનાવેલા કપડાં પહેરતો હતો.
- 24:2 _યોહાન_ને સાંભળવા ઘણા લોકો અરણ્યમાં બહાર આવ્યા.
તેણે તેઓને બોધ કર્યો, કહ્યું, પસ્તાવો કરો, કેમકે દેવનું રાજ્ય પાસે આવ્યું છે.
- __24:6__બીજા દિવસે, ઈસુ યોહાનથી બાપ્તિસ્મા લેવા તેની પાસે આવ્યો.
જયારે યોહાને તેને જોયો, તેણે કહ્યું, “જુઓ!
દેવનું હલવાન જે જગતના પાપને દૂર કરશે.”
શબ્દ માહિતી:
#યોરામ (યહોરામ) #
સત્યો:
ઈઝરાએલનો રાજા યોરામ તે આહાબનો પુત્ર હતો.
ક્યારેક તેને “યહોરામ” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.
- યહૂદાનો રાજા યહોરામ જે સમયે રાજ કરતો હતો તે જ સમયે ઈઝરાએલના રાજા યોરામે રાજ કર્યું હતું.
- યોરામ એ એક દુષ્ટ રાજા હતો કે જેણે જૂઠા દેવોની પૂજા કરી અને ઈઝરાએલ પાસે પાપ કરાવ્યું.
- ઈઝરાએલના રાજા યોરામે એલિયા અને ઓબાદ્યા પ્રબોધકોના સમય દરમ્યાન પણ રાજ કર્યું.
- જયારે દાઉદ રાજા હતો ત્યારે બીજો યોરામ નામનો માણસ તે હમાથના રાજા ટોઈનો પુત્ર હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આહાબ, દાઉદ, એલિયા, હમાથ, [યહોરામ, ઈઝરાએલનુ રાજ્ય, યહૂદા, ઓબાદ્યા, પ્રબોધક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3088, H3141, G2496
#યૂસફ (નવાકરાર) #
સત્યો:
યૂસફ એ ઈસુના પાલક પિતા હતા અને તેમણે તેને દીકરા તરીકે ઉછેર્યો.
તે ન્યાયી માણસ હતો કે જે સુથારીકામ કરતો હતો.
- યૂસફનું મરિયમ નામની યહૂદી છોકરી સાથે સગપણ થયું, જયારે તેઓની સગપણ થયુ હતું, ત્યારે દેવે તેણીને ઈસુ મસીહની માતા બનવા પસંદ કરી.
- એક દૂતે યૂસફને કહ્યું કે મરિયમે પવિત્ર આત્મા દ્વારા ચમત્કારીક રીતે ગર્ભ ધર્યો છે, અને તે મરિયમનું બાળક દેવનો પુત્ર હતો.
- ઈસુના જન્મ પછી, એક દૂતે હેરોદથી બચવા માટે બાળક અને મરિયમને લઈને મિસરમાં જવા માટે યૂસફને ચેતવણી આપી.
- પાછળથી યૂસફ અને તેનું કુટુંબ ગાલીલના નાઝરેથના શહેરમાં રહેતા હતા, જ્યાં તે સુથારી કામ કરીને નિર્વાહ ચલાવતા હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ખ્રિસ્ત, ગાલીલ, ઈસુ, નાઝરેથ, દેવનો પુત્ર, [કુંવારી)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __22:4તેણી (મરિયમ) કુંવારી હતી અને યૂસફ નામનાં માણસ સાથે લગ્ન કરવા માટે સગપણ થયું હતું.
મરિયમનું જે માણસ, યૂસફ સાથે સગપણ થયું હતું, તે ન્યાયી માણસ હતો.
જયારે તેણે સાભળ્યું કે મરિયમ ગર્ભવતી છે, ત્યારે તેને ખબર હતી કે તે તેનું બાળક નથી.
તે તેણીને શરમાવવા માંગતો નહોતો, જેથી તેને ગુપ્ત રીતે તેણીને છૂટાછેડા આપવાની યોજના કરી.
- 23:2 દૂતે _યૂસફ_ને કહ્યું, મરિયમને તારી પત્ની તરીકે લઈ જવા માટે બીશ નહીં.
તેણીના શરીરમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.
તેણી પુત્રને જન્મ દેશે.
તેનું નામ ઈસુ રાખજે (કે જેનો અર્થ, ‘યહોવા બચાવે છે’), કારણકે “તે લોકોને તેઓના પાપોથી બચાવશે.”
- __23:3__જેથી યૂસફે મરિયમ સાથે લગ્ન કર્યા અને તેણીને તેની પત્ની તરીકે તેના ઘેર લઈ ગયો, પણ જ્યાં સુધી તેણે બાળકને જન્મ આપ્યો નહીં ત્યાં સુધી તેણે તેને જાણી નહીં.
- __23:4__યૂસફ અને મરિયમે નાઝરેથ જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી બેથલેહેમ માટે લાંબી મુસાફરી કરવી પડી, કારણકે તેઓનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- __26:4__ઈસુએ કહ્યું, “હમણાં જે વચનો મેં તમારી આગળ વાંચ્યા તે તમારી આગળ અત્યારે પૂર્ણ થઈ રહ્યું છે.”
બધા લોકો આશ્ચર્ય પામ્યા.
તેઓએ કહ્યું, “શું આ _યૂસફ_નો દીકરો નથી?”
શબ્દ માહિતી:
#યોશિયા #
સત્યો:
યોશિયા એક ધાર્મિક રાજા હતો જેણે યહૂદાના રાજ્ય ઉપર એકત્રીસ વર્ષ માટે રાજ કર્યું.
તેણે યહૂદાના લોકોને પસ્તાવો કરી અને યહોવાની આરાધના કરવા આગેવાની આપી.
- તેના પિતા આમોન રાજાને મારી નાખ્યા બાદ, આઠ વર્ષની ઉમરે યોશિયા યહૂદા ઉપર રાજા બન્યો.
- તેના શાસનના અઢારમે વર્ષે, યોશિયા રાજાએ હિલ્કિયા મુખ્ય યાજકને દેવનું મંદિર ફરીથી બાંધવા આદેશ આપ્યો.
જયારે આ થયું હતું ત્યારે નિયમશાસ્ત્રના પુસ્તકો મળી આવ્યા.
- જયારે નિયમશાસ્ત્રના પુસ્તકો યોશિયાની આગળ વાંચવામાં આવ્યા હતા ત્યારે તેણે શોક કર્યો કે કેવી રીતે તેના લોકો દેવની અવજ્ઞા કરતા હતા.
તેણે આદેશ આપ્યો કે મૂર્તિ પૂજાના બધા સ્થાનોનો નાશ કરવો અને જૂઠા દેવોના યાજકોને મારી નાખવા.
- તેણે લોકોને ફરીથી પાસ્ખા પર્વની ઉજવણી કરવા પણ આદેશ આપ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: જૂઠો દેવ, યહૂદા, નિયમ, પાસ્ખા, મંદિર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#યોથામ #
વ્યાખ્યા:
જૂના કરારમાં, યોથામ નામ સાથેના ત્રણ માણસો હતા.
એક યોથામ નામનો માણસ ગિદિયોનનો નાનો પુત્ર હતો.
યોથામે તેના મોટાભાઈ અબીમેલેખને હરાવવા મદદ કરી, કે જેણે બાકીના તેઓના બધા ભાઈઓને મારી નાખ્યા હતા.
- યોથામ નામનો બીજો માણસ હતો કે જેણે તેના પિતા ઉઝિઝયા (અઝાર્યા) પછી સોળ વર્ષ માટે યહૂદા ઉપર રાજ કર્યું.
- તેના પિતાની જેમ, યોથામ રાજાએ દેવની આજ્ઞાઓ પાળી અને સારો રાજા હતો.
- તોપણ મૂર્તિ પૂજાના સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહિ, જેથી તે યહૂદાના લોકોને ફરીથી દેવથી દૂર જવાનું કારણ થઈ પડ્યો.
- માથ્થીના પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં યોથામને તેના પૂર્વજોમાંના એક ગણવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: અબીમેલેખ, આહાઝ, ગિદિયોન, ઉઝિઝયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
#યહૂદા ઈશ્કરિયોત #
સત્યો:
યહૂદા ઈશ્કરિયોત એ ઈસુના શિષ્યોમાંનો એક હતો.
તે એક હતો કે જેણે ઈસુને યહૂદી આગેવાનોને પરસ્વાધિન કર્યો હતો.
- “ઈશ્કરિયોત” નામનો અર્થ કદાચ “તે કેરીયોથનો હશે,” કદાચ યહૂદા તે શહેરમાં ઉછર્યો હશે તેને દર્શાવે છે.
- યહુદા ઈશ્કરિયોત તે પ્રેરિતોના પૈસાનો વહીવટ કરતો હતો અને નિયમિત પોતાના માટે વાપરવા તેમાંથી કેટલાક નાણાં ચોરી કરતો હતો.
- ઈસુ ક્યાં હતો તે યહૂદી આગેવાનોને જણાવીને યહૂદાએ ઈસુને પરસ્વાધિન કર્યો, જેથી તેઓ તેની ધરપકડ કરી શકે.
- યહૂદી આગેવાનોએ ઈસુને મૃત્યુ માટે દોષિત ઠરાવ્યા પછી, યહૂદા દિલગીર થયો કે તેણે ઈસુને પરસ્વાધિન કરાવ્યો, જેથી તેણે પરસ્વાધિન કરવાના પૈસા યહૂદી આગેવાનોને પાછા આપ્યા અને પછી પોતે મરી ગયો.
- બીજા એક પ્રેરિતનું નામ પણ યહૂદા હતું, જે ઇસુના ભાઈઓમાંનો એક હતો.
ઈસુનો એક ભાઈ યહૂદા તરીકે ઓળખાતો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, પરસ્વાધિન, યહૂદી આગેવાનો, યાકૂબનો પુત્ર યહૂદા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 38:2 ઈસુના શિષ્યોમાંના એક માણસનું નામ યહૂદા હતું, ઈસુ અને શિષ્યો યરૂશાલેમમાં આવ્યા પછી, યહૂદા યહૂદી આગેવાનો પાસે ગયો અને પૈસાના બદલામાં ઈસુને તેઓને પરસ્વાધિન કહ્યું.
- 38:3 યહૂદી આગેવાનો, પ્રમુખ યાજક દ્વારા દોરાઈને, ઈસુને પરસ્વાધિન કરવા યહૂદા ને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવ્યા.
- 38:14 યહૂદા યહૂદી આગેવાનો, સિપાઈઓ, અને મોટા ટોળા સાથે આવ્યો.
તેઓ બધા તરવારો અને સોટા લઇને આવ્યા. યહૂદા ઈસુ પાસે આવ્યો અને કહ્યું “રાબ્બી, સલામ,” અને તેને ચૂમ્યો.
- 39:8 તે દરમ્યાન, તેને પરસ્વાધિન કરનાર યહૂદા, જોયું કે યહૂદી આગેવાનોએ ઈસુને મૃત્યુ માટે દોષિત ઠરાવ્યો. તે ખૂબ દુઃખી થયો અને ત્યાંથી જઈને આત્મહત્યા કરી મરી ગયો.
શબ્દ માહિતી:
#સુકકોથ #
વ્યાખ્યા:
સુકકોથ નામ જૂના કરારના બે શહેરોનું નામ હતું.
“સુકકોથ” શબ્દનો અર્થ “ માંડવા” થાય છે.
- પ્રથમ સુકકોથ શહેર યર્દન નદીના પૂર્વ બાજુએ આવેલું હતું.
- યાકુબ સુકકોથમાં આવ્યો ને તેના માટે ઘર બાંધ્યું, ને તેનાં ઢોર માટે માંડવા બનાવ્યા.
- સહસ્ત્ર વર્ષો બાદ, ગિદિયોન અને તેના થાકેલા માણસો મિદ્યાનીઓ પાછળ પડ્યા હતા ત્યારે તેઓ સુકકોથમાં થોભ્યા હતા, પરંતુ તે લોકોએ તેઓને કોઈપણ ખોરાક આપવાની મનાઈ કરી હતી.
- બીજું સુકકોથ મિસરની ઉત્તર સરહદે આવેલું હતું અને જ્યારે ઇસ્રાએલીઓ મિસરની ગુલામગીરીમાંથી છૂટીને લાલ સમુદ્ર પાર કર્યા બાદ થોભ્યા હતા તે સ્થળ હતું.
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
#ઉરિયા#
તથ્યો:
ઊરિયા એક પ્રામાણિક માણસ હતો અને રાજા દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો.
તેને ઘણીવાર "ઊરિયા હિત્તી" તરીકે ઓળખવામાં આવે છે.
- ઊરિયાની બાથશેબા નામની એક સુંદર પત્ની હતી.
દાઊદે ઊરિયાની પત્ની સાથે વ્યભિચાર કર્યો, અને તે દાઉદના બાળક સાથે ગર્ભવતી થઈ.
- આ પાપને ઢાંકવા માટે, દાઉદે ઊરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યોં..
પછી દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.
- રાજા આહાઝના સમયમાં ઊરિયા નામનો એક યાજક હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: આહાઝ, બાથશેબા, દાઉદ, હિત્તી)
બાઇબલ સંદર્ભો##
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:12 બાથશેબાના પતિ, ઊરિયા નામનો માણસ, દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો. દાઉદે ઊરિયા ને યુદ્ધમાંથી પાછો બોલાવ્યો અને તેને તેની પત્ની સાથે રહેવા માટે કહ્યું.
પરંતુ ઊરિયા એ ઘરે જવાનો ઇનકાર કર્યો જ્યારે બાકીના સૈનિકો યુદ્ધમાં હતા. તેથી દાઉદે ઊરિયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને કહ્યું કે દુશ્મન મજબૂત હોય ત્યાં તેને રાખવો, જેથી તે માર્યા જાય.
- 17:13 ઊરિયાના__ મૃત્યુ થયા બાદ, દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.
શબ્દ માહિતી:
અકુલાસ#
સત્યો:
અકુલાસ યહૂદી ખ્રિસ્તી હતો, જે પોન્તીયાસ પ્રાંતમાંના કાળા સમુદ્રના કિનારે રહેતો હતો.
અકુલાસ અને પ્રિસ્કીલા રોમ, ઇટાલીમાં થોડા સમય માટે રહેતા હતા, પણ તે પછી રોમન સમ્રાટ ક્લોદિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની જબરજસ્તી કરી.
- ત્યાર પછી અકુલાસ અને પ્રિસ્કીલા કોરંથીમાં મુસાફરી કરી, જ્યાં તેઓ પાઉલ પ્રેરિતને મળ્યા.
તેઓએ પાઉલ સાથે તંબુ બનાવનાર તરીકે કામ કર્યું, અને તેને મિશનરી કામમાં પણ મદદ કરી.
અકુલાસ અને પ્રિસ્કીલા બન્નેએ વિશ્વાસીઓને ઈસુ વિશેનું સત્ય શીખવ્યું, જેમાં અપોલસ નામનો વિશ્વાસી સમાવેશ થાય છે, જે એક ઉત્કૃષ્ઠ શિક્ષક હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ : આપોલસ, કોરંથી, રોમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અઝાર્યા
સત્યો:
જૂનાકરારમાં અઝાર્યા નામના અલગ અલગ માણસોના હતાં.
- એક અઝાર્યા જે તેના બાબિલોનના અબેદ-નગો નામથી વધુ જાણીતો છે.
તે યહૂદામાંથી ઘણા ઈઝરાએલીઓમાંનો એક હતો કે જેને નબૂખાદનેસ્સારના સૈન્ય દ્વારા પકડી અને બાબિલોનમાં રહેવા લઈ જવાયો હતો.
અઝાર્યા અને તેના ઈઝરાએલી સાથીઓ, હનાન્યા અને મીશાએલ બાબિલના રાજાની પૂજા કરવાનો ઇનકાર કર્યો, જેથી તેણે તેઓને સજા તરીકે અગ્નિભઠ્ઠીમાં નાખ્યાં.
પણ દેવે તેઓને સુરક્ષિત રાખ્યા અને તેઓને બિલકુલ ઈજા થઈ નહીં.
- યહૂદાનો રાજા “ઉઝિઝયા” પણ અઝાર્યા તરીકે જાણીતો હતો.
- જૂનાકરારમાં બીજો અઝાર્યા જે મુખ્ય યાજક હતો.
- યર્મિયા પ્રબોધકના સમયમાં, અઝાર્યા નામનાં માણસે દેવનો અનાદર કરી ઈઝરાએલીઓને પોતાનું વતન છોડવા ખોટી રીતે દોર્યા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો
(આ પણ જુઓ: બાબિલોન, દાનિએલ, હનાન્યા, મીશાએલ, યર્મિયા, ઉઝિઝયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અથાલ્યા
સત્યો:
અથાલ્યા યહૂદિયાના રાજા યહોરામની દુષ્ટ પત્ની હતી.
તે ઈઝરાએલના દુષ્ટ રાજા ઓમ્રની પૌત્રી હતી.
- યહોરામના મૃત્યુ બાદ અથાલ્યાનો પુત્ર અહાઝ્યા રાજા બન્યો.
જયારે તેનો પુત્ર અહાઝ્યા મૃત્યુ પામ્યો, ત્યારે અથાલ્યાએ રાજાના કુટુંબના બાકી રહેલા બધાને મારી નાખવાની યોજના બનાવી.
પણ અથાલ્યાનો નાનો પૌત્ર યોઆશને તેની ફોઈએ સંતાડી રાખ્યો અને તેને મૃત્યુમાંથી બચાવ્યો.
પછી અથાલ્યાએ છ વર્ષો માટે રાજ્ય કર્યું, તેને મારી નાખવામાં આવી અને યોઆશ રાજા બન્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અહાઝ્યા, યહોરામ, યોઆશ, ઓમ્રી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અદોમ, અદોમી, અદોમીયા
સત્યો:
અદોમ એ એસાવનું બીજું નામ હતું. જ્યાં તે રહેતો હતો તે પ્રદેશ “અદોમ” અને પછી, “અદોમીયા” તરીકે પણ જાણીતો બન્યો. “અદોમીઓ” એ તેના વંશજો હતા.
- સમય જતાં અદોમ પ્રદેશના સ્થળો બદલાયા છે. તે મોટેભાગે ઇઝરાએલના દક્ષિણમાં આવેલા હતા અને છેવટે તે યહૂદાના દક્ષિણ તરફ વિસ્તૃત પામ્યા.
- નવા કરારના સમય દરમ્યાન, અદોમે યહૂદિયાના દક્ષિણનો અર્ધો પ્રાંત આવરી લીધો. ગ્રીકમાં તે “અદોમીયા (ઈદુમીયા)” કહેવાય છે.
- “અદોમ” નો અર્થ “લાલ” છે જે કદાચ તે હકીકત દર્શાવે છે કે જયારે એસાવ જન્મ્યો હતો ત્યારે લાલ રંગના વાળથી ઢંકાયેલો હતો.
અથવા કદાચ તે લાલ શાક કે જેને લીધે તેણે તેનું જ્યેષ્ઠપણું વેચી લીધું હતું, તેને દર્શાવે છે.
- જૂના કરારમાં, મોટેભાગે અદોમના દેશને ઇઝરાએલના શત્રુ તરીકે ઉલ્લેખવા આવ્યો છે.
- ઓબાદ્યાનું સમગ્ર પુસ્તક અદોમના વિનાશ વિષે છે.
જૂના કરારના અન્ય બીજા પ્રબોધકો પણ અદોમની વિરુદ્ધ નકારાત્મક ભવિષ્યવાણીઓ બોલ્યાં.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: વિરોધી, જ્યેષ્ઠપણું, એસાવ, ઓબાદ્યા, પ્રબોધક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H0123, H0130, H8165, G24010
અપોલસ
સત્યો/તથ્યો:
અપોલસ મિસરના આલેકસાંદ્રિયા શહેરનો યહૂદી હતો, કે જેનામાં ઈસુ વિષે શિક્ષણ આપવાની અનોખી આવડત હતી.
- અપોલસ હિબ્રુ ધર્મગ્રંથમાં સારો શિક્ષિત હતો, અને ઉત્કૃષ્ટ વક્તા હતો.
- તેને આકુલાસ અને પ્રિસ્કીલા નામનાં એફેસસના બે ખ્રિસ્તીઓ દ્વારા સૂચિત કરવામાં આવ્યો હતો.
- પાઉલે ભારપૂર્વક જણાવ્યું કે તે પોતે તથા અપોલસ, તેમજ બીજા સુવાર્તિકો અને શિક્ષકો, ઈસુ પર વિશ્વાસ કરવા માટે મદદ કરી, સમાન હેતુ તરફ કામ કરી રહ્યા હતા.
(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ જુઓ: આકુલાસ , એફેસસ, પ્રિસ્કીલા, ઈશ્વરનું વચન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અબીમેલેખ#
સત્યો:
જયારે ઈબ્રાહિમ અને ઈસહાક ક્નાનની ભૂમિ પર રહેતા હતા, ત્યારે અબીમેલેખ ગેરારના વિસ્તારનો પલિસ્તી રાજા હતો.
- ઈબ્રાહિમે અબીમેલેખને સારા તેની બહેન છે અને પત્ની નથી એમ કહીને છેતર્યો.
- બેરશેબામાં ઈબ્રાહિમ અને અબીમેલેખે કૂવાઓની માલિકી વિશે કરાર કર્યો.
- ઘણા વર્ષો પછી ઈસહાકે પણ રિબકાહ તેની બહેન છે પત્ની નથી એમ કહીને અબીમેલેખ અને ગેરારના બીજા માણસોને છેતર્યા.
- અબીમેલેખ રાજાએ ઈબ્રાહીમ, અને પછી ઈસહાકને જુઠું બોલવા બદલે ઠપકો આપ્યો.
- અબીમેલેખ નામનો બીજો માણસ જે ગિદિયોનનો પુત્ર અને યોથામનો ભાઈ હતો.
અમુક ભાષાંતરમાં અબીમેલેખ શબ્દ અને જોડણીનો ઉપયોગ થોડો અલગ રીતે કરવામાં આવ્યો છે, જેથી તે નામ અબીમેલેખ રાજાથી અલગ તરી આવે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓં: બારશેબા, ગેરાર, ગિદિયોન, યોથામ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અબ્યાથાર
##વ્યાખ્યા:
દાઉદ રાજાના સમય દરમિયાન અબ્યાથાર ઇઝરાએલ દેશનો પ્રમુખ યાજક હતો.
- જ્યારે શાઉલ રાજાએ યાજકોને મારી નાખ્યા, અબ્યાથાર બચીને દાઉદ પાસે અરણ્યમાં ગયો.
- દાઉદના રાજ્યમાં અબ્યાથાર અને સાદોક નામનાં બીજા પ્રમુખ યાજકે વિશ્વાસુપણે સેવા કરી
- દાઉદના મરણ પછી, સુલેમાનને બદલે અબ્યાથારે અદોનિયાને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો.
- આ કારણથી સુલેમાન રાજાએ અબ્યાથારને યાજકપદેથી કાઢી નાખ્યો.
( જુઓ: સાદોક, શાઉલ (OT), દાઉદ, સુલેમાન, અદોનિયા)
બાઈબલ ની કલમો:
શબ્દ માહિતી:
અમાલેક, અમાલેકી, અમાલેકીઓ#
સત્યો:
અમાલેકીઓ એ ભટકતા લોકોનો જનસમુદાય હતો, જેઓ કનાનના દક્ષિણ ભાગના અરબ દેશથી નેગેબના રણ સુધી રહેતા હતા.
અમાલેકમાંથી ઉતરી આવેલું આ જૂથના લોકો, જેઓ એસાવના પૌત્ર હતા.
- ઇઝરાએલીઓ જયારે કનાનમાં રહેવા માટે આવ્યા ત્યારથી તેઓ અમાલેકીઓના ખરાબ દુશ્મનો હતા.
- અમુકવાર અમાલેક શબ્દનો ઉપયોગ અમાલેકીઓને રૂપકાત્મક રીતે દર્શાવે છે.
(જુઓ: અલંકાર
- અમાલેકીઓની વિરુદ્ધની એક લડાઈમાં જયારે મૂસા પોતાનો હાથ ઉપર રાખતો ત્યારે ઇઝરાએલીઓ વિજય પામતા.
જયારે તે થાકી જતો ત્યારે પોતાના હાથ નીચે લાવતો, ત્યારે તેઓ હાર પામતા.
તેથી હારુને અને હુરે, જ્યાં સુધી ઇઝરાએલીઓ અમાલેકીઓને હરાવી ન દીધા, ત્યાં સુધી તેઓએ મુસાના હાથો ઉપર પકડી રાખ્યા.
- અમાલેકીઓની વિરુધ્ધ દાઉદ રાજા અને શાઉલ રાજાએ લશ્કરી હુમલો કર્યો.
- અમાલેકીઓ સામે જીત બાદ, શાઉલે લુંટ રાખીને અને અમાલેકના રાજાનો સંહાર ન કરીને ઈશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(જુઓં: આરબ, દાઉદ, એસાવ, નેગેબ, [શાઉલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અયૂબ
સત્યો:
અયૂબ એક માણસ હતો કે જેને બાઈબલમાં દેવની આગળ નિર્દોષ અને ન્યાયી તરીકે વર્ણવેલ છે.
તે તેના ભયંકર દુઃખના સમયોમાં દેવમાં તેના વિશ્વાસને લાગુ રહેનાર માટે વિશેષ જાણીતો છે.
- અયૂબ ઉસની ભૂમિમાં રહેતો હતો, કે જે કયાંક કનાનની ભૂમિની પૂર્વે કદાચ અદોમીઓના પ્રદેશની નજીક આવેલું હતું.
- એવું માનવામાં આવે છે કે તે યેસાવ અને યાકૂબના સમયમાં જીવ્યો હતો, કારણકે અયૂબના મિત્રમાંનો એક “તિમાઈ” જે લોકજૂથનું નામ એસાવના પૌત્રના નામ પરથી આપવામાં આવેલ છે.
- જૂના કરારનું અયૂબનું પુસ્તક કેવી રીતે અયૂબ અને બીજાઓ તેના દુઃખ પ્રત્યે કેવી પ્રતિક્રિયા કરે છે તે વિશે જણાવે છે.
તે સાર્વભૌમ ઉત્પન્નકર્તા અને વિશ્વના શાસક તરીકે દેવનો દ્રષ્ટિબિંદુ પણ આપે છે.
- આ બધી આપત્તિઓ પછી, છેવટે દેવે અયૂબને સાજો કર્યો અને તેને વધુ બાળકો અને સંપત્તિ આપી.
અયૂબનુ પુસ્તક કહે છે કે તે ખૂબ વૃદ્ધ હતો ત્યારે મૃત્યુ પામ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, એસાવ, ખોરાક, યાકૂબ, લોકોનું જૂથ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H347, H3102, G2492
અરબસ્તાન, અરબસ્તાનીઓ
સત્યો:
અરબસ્તાન દુનિયાનો સૌથી મોટો દ્વીપકલ્પ છે, જે લગભગ 3,000,000 ચોરસ કિલોમીટરને આવરે છે.
તે ઈઝરાયેલના દક્ષિણપૂર્વે આવેલો છે, અને લાલ સમુદ્ર, અરબ સમુદ્ર અને ફારસી અખાતની સરહદે આવેલો છે.
- “અરબસ્તાની” શબ્દ જેઓ અરબસ્તાનમાં રહે છે અથવા જે કાંઈ અરબસ્તાન સાથે જોડાયેલું છે તેઓ માટે વપરાય છે .
- અરબસ્તાનમાં જે લોકો શરૂઆતમાં રહેતા હતા, તેઓ શેમના પૌત્રો-પૌત્રીઓ હતા. અરબસ્તાનના પહેલાના બીજા રહીશોમાં ઈબ્રાહિમના પુત્ર ઈશ્માએલ અને તેના વંશજો, તેમજ એસાવના વંશજોનો સમાવેશ પણ થાય છે.
- ઈઝરાએલીઓ 40 વર્ષો સુધી જે રણપ્રદેશ ભટક્યા હતા, તે અરબસ્તાનમાં આવેલું છે.
- ઈસુમાં વિશ્વાસી બન્યા પછી, પ્રેરિત પાઉલે થોડા વર્ષો અરબસ્તાનના રણમાં વિતાવ્યા.
- પાઉલે તેનો જે પત્ર ગલાતીમાંના ખ્રિસ્તીઓને લખ્યો હતો, તેમાં તે સિનાઈ પર્વત અરબસ્તાનમાં આવેલો છે તેવો ઉલ્લેખ કર્યો છે.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ : એસાવ, ગલાતીઆ, ઈશ્માએલ, શેમ, સિનાઈ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H6152, H6153, H6163, G6880, G6900
અરાબાહ
સત્યો:
જૂનાકરારમાં “અરાબાહ” શબ્દ ખુબજ વિશાળ રણ અને મેદાનનો પ્રદેશ, તેમાં યર્દન નદીની આસપાસની ખીણનો પણ સમાવેશ થાય છે અને આ જગ્યા છેક દક્ષિણમાં લાલ સમુદ્રની ઉત્તરીય ટોચ સુધી ફેલાયેલો છે.
- ઈઝરાએલીઓએ મિસરમાંથી ક્નાનની ભૂમિમાં જવા આ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરી હતી.
“અરબાહનો સમુદ્ર” નું ભાષાંતર “અરબાહના રણપ્રદેશમાં આવેલો સમુદ્ર” થઇ શકે છે.
વારંવાર આ સમુદ્રને “ખારો સમુદ્ર” અથવા “મૃત સમુદ્ર” તરીકે ઓળખવામાં આવે છે.
“અરાબાહ” શબ્દનો ઉલ્લેખ સામાન્ય રીતે રણપ્રદેશના કોઇપણ ભાગ માટે કરી શકાય છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ : રણ, લાલ સમુદ્ર, યર્દન નદી, કનાન, ખારો સમુદ્ર, મિસર )
બાઈબલની કલમો :
શબ્દ માહિતી:
અરામ, અરામી, અરામીઓ, અરામીક
વ્યાખ્યા:##
જૂનાકરારમાં “અરામ” નામનાં બે માણસો હતા.
તે ક્નાનના ઉત્તરપૂર્વ પ્રદેશનું નામ હતું, કે જ્યાં હાલમાં સિરિયા આવેલું છે.
- અરામમાં રહેનારા લોકો “અરામીઓ” તરીકે ઓળખાય છે, અને અરામીક ભાષા બોલે છે.
ઈસુ અને તેમના સમયના બીજા યહુદિયો પણ અરામીક બોલતા હતા.
- તેમાંના એક શેમના દીકરાનું નામ અરામ હતું.
અરામ નામનો બીજા એક માણસ જે રિબકાનો પિતરાઈ હતો.
તે સંભવ છે કે અરામના પ્રદેશનું નામ આ બેમાંથી એકના નામ પરથી પડ્યું હશે.
- સમય જતાં અરામ ગ્રીક નામ “સિરિયા” તરીકે જાણીતું થયું.
- આ શબ્દ “પાદ્દાનારામ” એટલે કે “અરામના મેદાન” અને આ મેદાન અરામના ઉત્તરભાગમાં આવેલું હતું.
- ઈબ્રાહિમના કેટલાક સબંધીઓ હારાન શહેરમાં રહેતા હતા કે જે “પાદ્દાનારામ” માં આવેલું હતું.
- જૂનાકરારમાં ક્યારેક આ શબ્દ “અરામ” અને “પાદ્દાનારામ” એક જ પ્રદેશ માટે વપરાયો છે.
- “અરામ નહારીમ” શબ્દનો અર્થ “અરામની બે નદીઓ” હોઈ શકે.
આ પ્રદેશ મેસોપોટેમીયાના ઉત્તર ભાગમાં અને “પાદ્દાનારામ” પૂર્વમાં ભાગમાં આવેલો હતો.
(ભાષાંતર સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: મેસોપોટેમીયા, પાદ્દાનારામ, રિબકા, શેમ, [સિરિયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H758, H763, G689
અરારાટ#
##સત્યો: ##
બાઈબલમાં, “અરારાટ” નામ ભૂમિ, રાજ્ય અને પર્વત ની હારમાળા માટે અપાયેલું છે.
- “અરારાટની ભૂમિ” તે લગભગ હાલમાં તુર્કસ્તાન દેશના ઉત્તરપૂર્વીય ભાગમાં આવેલું હતું.
- “અરારાટ” એ ખાસ કરીને પર્વતના નામથી જાણીતું છે, જયારે જળપ્રલયના પાણી ઓસરવાના શરૂ થયા અને નુહનું વહાણ તેના પર થંભ્યું.
- આધુનિક સમયમાં આ પર્વતને “અરારાટ પર્વત” કહેવામાં આવે છે કે જેને બાઈબલમાં “અરારાટ પર્વતો” નું સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.
(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ : વહાણ, નૂહ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અશેરાહ, અશેરાહ સ્તંભ, અશેરાહના સ્તંભો, આસ્થોરેથ, આસ્થોરેથીઓ
વ્યાખ્યા:
અશેરાહ એક દેવીનું નામ હતું, જેની જૂના કરારના સમય દરમ્યાન કનાની લોકોના જૂથ દ્વારા આરાધના કરવામાં આવતી હતી.
“આસ્થોરેથ એ કદાચ “અશેરાહ” માટેનું બીજું નામ હોય, અથવા તે નામની બીજી દેવી હોઈ શકે કે જે તેના સમાન હતી.
આ શબ્દ “અશેરાહના સ્તંભો” લાકડાંની કોતરેલી પ્રતિમા અથવા આ દેવીને રજુ કરવા કોતરેલા વૃક્ષોને દર્શાવે છે.
- અશેરાહના સ્તંભો મોટેભાગે જૂઠા દેવ બઆલની વેદીની નજીક ગોઠવેલા હતા, કે જે અશેરાહના પતિ હોઈ શકે.
કેટલાક લોકોના જૂથો બઆલની સૂર્યદેવ તરીકે અને અશેરાહ અથવા આસ્થોરેથની ચંદ્ર દેવી તરીકે આરાધના કરતા.
- અશેરાહની કોતરેલી બધી પ્રતિમાનો નાશ કરવાની દેવે ઈઝરાએલીઓને આજ્ઞા આપી.
કેટલાક ઈઝરાએલના આગેવાનો જેવા કે ગિદિઓન, આસા રાજા, અને યોઆશ રાજા દેવની આજ્ઞા માની અને દેવે મૂર્તિઓનો નાશ કરવા સારુ લોકોને દોર્યા.
- પણ બીજા ઈઝરાએલના આગેવાનો જેવા કે સુલેમાન રાજા, મનાશ્શા રાજા, અને આહાબ રાજાએ અશેરાહ સ્તંભો કાઢી નાખ્યા નહીં અને આ મૂર્તિઓને ભજવા લોકોને પ્રભાવિત કર્યા.
(આ પણ જુઓ: જુઠો દેવ, બઆલ, ગિદિઓન, પ્રતિમા, સુલેમાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H842, H6252, H6253
અહાઝ્યા
સત્યો:
અહાઝ્યા બે રાજાઓના નામ હતા: એક રાજા જેણે ઈઝરાએલ રાજ્ય ઉપર રાજ કર્યું, અને બીજાએ યહૂદાના રાજ્ય ઉપર રાજ કર્યું.
- યહોરામ રાજાનો પુત્ર અહાઝ્યા યહૂદાનો રાજા હતો.
તેણે એક વર્ષ માટે રાજ કર્યું અને પછી યેહૂ દ્વારા તે મારી નંખાયો.
અહાઝ્યાનો નાનો પુત્ર યોઆશ આખરે તેની જગ્યા પર રાજા બન્યો.
- આહાબ રાજાનો પુત્ર અહાઝ્યા ઈઝરાએલનો રાજા હતો.
તેણે બે વરસ માટે શાસન કર્યું (ઈસ.પૂર્વે 850-49).
તે તેના મહેલમાં પડી જવાથી ઈજા પામીને મૃત્યુ પામ્યો, અને તેનો ભાઈ યોરામ રાજા બન્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો
(જુઓ: યેહૂ, આહાબ, યરોબામ, યોઆશ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અહાશ્વેરોશ
સત્યો:
અહાશ્વેરોશ એક રાજા હતો તેણે પુરાતન સમયના ફારસી રાજ્ય પર વીસ વર્ષ રાજ્ય કર્યું.
- આ સમયે બંદીવાસમાં રહેલા યહૂદી લોકો બાબિલમાં રહેતા હતા, જેઓ ફારસી રાજ્યના કબજા હેઠળ આવ્યા હતા.
- આ રાજાનું બીજું નામ ઝેરેક્શીસ હોઈ શકે છે.
- પોતાની રાણી કાઢી મુક્યા પછી, રાજા અહાશ્વેરોશે યહૂદી છોકરી જેનું નામ એસ્તર હતું તેને પોતાની પત્ની અને રાણી તરીકે પસંદ કરી.
(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કરો
(જુઓ: બાબિલ, એસ્તેર, ઇથોપિયા, બંદીવાસ, ફારસી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અહિયા#
##સત્યો:##
જુનાકરાર માં અહિયા નામના કેટલાક જુદાજુદા માણસો હતા.
આ માણસો નીચે પ્રમાણે છે:
- શાઉલના સમયમાં અહિયા નામનો યાજક હતો.
- સુલેમાન રાજાના રાજ્ય દરમ્યાન અહિયા નામનો માણસ ચિટનીસ હતો.
- સીલોની અહિયા નામનો પ્રબોધક હતો તેણે ભવિષ્ય ભાખ્યું કે ઇઝરાએલના રાજ્યના બે ભાગ થઈ જશે.
- ઇઝરાએલના રાજા બાઅશાના પિતાનું નામ પણ અહિયા હતું.
(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કરો
(જુઓ: બાઅશા, [શીલોની)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આદમ
સત્યો:
આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો.
દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.
- દેવે ધૂળમાંથી આદમને બનાવ્યો અને તેનામાં જીવનનો શ્વાસ મુક્યો.
- આદમ શબ્દનો ઉચ્ચાર હિબ્રુ શબ્દ “લાલ ધૂળ” અથવા “જમીન”ની સમકક્ષ થાય છે.
જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.
- સર્વ લોકો આદમ અને હવાના વંશજો છે.
- આદમ અને હવા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.
તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.
(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(જુઓ: મોત, વંશ, હવા, ઈશ્વરનું સ્વરૂપ, જીવન)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:
- 1:9 ત્યારપછી દેવે કહ્યું, "ચાલો આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ."
- 1:10 આ માણસનું નામ આદમ હતું.
દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.
- 1:12 પછી દેવે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી."
પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.
- 2:11 અને દેવે __આદમને__અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યા.
- 2:12 તેથી દેવે આદમ અને હવાને એ સુંદર બાગમાંથી કાઢી મુક્યા.
- 49:8 જયારે આદમ અને હવાએ પાપ કર્યું, જેની અસર તેના બધા સંતાન પર થઇ.
- 50:16 કારણકે જયારે આદમ અને હવાએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેથી આ જગત પર પાપ આવ્યું, દેવે તેને શાપ દીધો અને તેનો નાશ કરવા નિર્ણય કર્યો.
શબ્દ માહિતી:
આમોસ
સત્યો:
આમોસ ઈઝરાએલીઓનો પ્રબોધક હતો કે જે યહૂદાના રાજા ઉઝ્ઝીયાના સમયગાળા દરમ્યાન જીવ્યો હતો.
પ્રબોધક તરીકે બોલાવ્યા પહેલા, આમોસ મૂળ યહૂદાના રાજ્યમાં રહેનારો એક ઘેટાંપાળક અને અંજીરના વૃક્ષનો ખેડૂત હતો.
આમોસે લોકોના અન્યાયી વર્તનના લીધે ઈઝરાયેલના ઉત્તર રાજ્યની વિરુદ્ધમાં ભવિષ્યવાણી કરી.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(જુઓ: અંજીર, યહૂદા, ઈઝરાયેલનું રાજ્ય, ઘેટાંપાળક, ઉઝ્ઝીયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આશેર
સત્યો:
આશેર યાકૂબનો આઠમો દીકરો હતો.
તેના વંશજો ઈઝરાએલના બાર રચાયેલા કુળમાંનો એક હતું, અને આ કુળ “આશેર” તરીકે પણ ગણાતું હતું.
લેઆહની દાસી, ઝિલ્પાહ આશેરની માતા હતી.
તેના નામનો અર્થ “આનંદીત” અથવા “ધન્ય.”
જયારે ઈઝરાએલીઓ વચનની ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આશેરના કુળને જે મુલક સોંપ્યો તેનું નામ પણ આશેર હતું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: [ઈઝરાએલ, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આશ્કેલોન
સત્યો:
આશ્કેલોન બાઈબલના સમયમાં, ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું પલિસ્તીઓનું એક મોટું નગર હતું.
તે આજ સુધી ઈઝરાએલમાં અસ્તિત્વ ધરાવે છે.
આશ્કેલોન એ આશ્દોદ, એક્રોન, ગાથ, અને ગાઝા સાથેનું પલિસ્તીઓના પાંચ નગરોમાંનુ એક મહત્વનું નગર હતું.
યહૂદાના રાજ્યએ ઊંચાણ પ્રદેશમાં વિજય પ્રાપ્ત કર્યા હોવા છતાં, ઈઝરાએલીઓએ આશ્કેલોનના લોકોનો સંપૂર્ણપણે કબજો કર્યો નહીં.
- આશ્કેલોન સેંકડો વર્ષો સુધી પલિસ્તીઓના કબજામાં રહેલું હતું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરવું
(આ પણ જુઓ: આશ્દોદ, ક્નાન, એક્રોન, ગાથ, ગાઝા, પલિસ્તીઓ, [ભૂમધ્ય)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આશ્દોદ, આઝોતસ
સત્યો:
આશ્દોદ એ પલેસ્તાઈનના સૌથી અગત્યના પાંચ શહેરોમાંનું એક હતું.
તે કનાનના દક્ષિણપૂર્વમાં ભૂમધ્ય સમુદ્રની નજીક, ગાઝા અને જોપ્પા શહેરોના સ્થળોની વચ્ચે આવેલું હતું.
પલિસ્તીઓના મંદિરનો જુઠો દેવ દેગોન આશ્દોદમાં આવેલો હતો.
દેવે આશ્દોદના લોકોને ગંભીર સજા કરી જયારે પલિસ્તીઓએ કરારકોશ ચોરીને આશ્દોદમાંના વિદેશી મંદિરમાં મુક્યો.
આ શહેર માટેનું ગ્રીક નામ આઝોતસ હતું.
આ તે શહેરોમાંનું એક હતું કે જ્યાં સુવાર્તિક ફિલિપએ સુવાર્તાપ્રચાર કર્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: એક્રોન, ગાથ, ગાઝા, જોપ્પા, ફિલિપ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આશ્શૂર, આશ્શૂરી, આશ્શૂરીઓ, આશ્શૂરી સામ્રાજ્ય
સત્યો:
ઈઝરાએલીઓ કનાનની ભૂમિમાં રહેતા હતા તે સમય દરમ્યાન આશ્શૂર શક્તિશાળી દેશ હતો.
આશ્શૂરનું સામ્રાજ્ય આશ્શૂરના રાજા દ્વારા રાજ્ય કરાતું રાષ્ટ્રોનું જૂથ હતું.
- આશ્શૂરના રાષ્ટ્રનો પ્રદેશ હાલમાં ઈરાકના ઉત્તરભાગમાં આવેલો છે.
- આશ્શૂરીઓ તેમના ઈતિહાસના જુદાજુદા સમયોમાં ઈઝરાએલ સામે લડ્યા.
- ઈસ. પૂર્વે 722ની સાલમાં આશ્શૂરીઓએ ઈઝરાએલના રાજ્યને સંપૂર્ણપણે જીતી લીધું અને ઘણા ઈઝરાએલીઓને આશ્શૂરમાં જવા જબરદસ્તી કરવામાં આવી.
- બાકીના ઈઝરાએલીઓએ વિદેશીઓ સાથે આંતરલગ્ન કર્યા, કે જેમને આશ્શૂરીઓ સમરૂનમાંથી લાવ્યા હતા.
આ લોકોના વંશજો કે જેઓ એ આંતરલગ્ન કર્યા હતા, તેઓ પાછળથી સમરૂનીઓ કહેવાયા.
(આ પણ જુઓ: સમરૂન)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 20:2 જેથી દેવે બન્ને રાજ્યોને તેમના શત્રુઓને દ્વારા તેમનો નાશ કરવાની પરવાનગી આપીને તેમને શિક્ષા કરી. ઈઝરાએલના રાજ્યનો આશ્શૂર સામ્રાજ્યના શક્તિશાળી, ક્રૂર રાષ્ટ્ર દ્વારા નાશ કરાયો. આશ્શૂરીઓએ ઈઝરાએલના રાજ્યમાં ઘણા લોકોને મારી નાખ્યાં, દરેક કિંમતી વસ્તુઓ લઈ ગયા અને મોટા ભાગના દેશને સળગાવી દીધો.
- 20:3 આશ્શૂરીઓએ બધા આગેવાનોને, પૈસાદાર લોકોને અને કુશળ લોકોને એકઠા કરી તેમને આશ્શૂરમાં લઈ ગયા.
- 20:4 પછી આશ્શૂરીઓ જ્યાં ઈઝરાએલનું રાજ્ય હતું તે ભૂમિમાં વિદેશીઓને રહેવા લઇ આવ્યા.
શબ્દ માહિતી:
આસાફ
સત્યો:
આસાફ લેવી યાજક અને ઉત્કૃષ્ઠ સંગીતકાર હતો, જેણે દાઉદ રાજા માટે ગીતશાસ્ત્રના ગીતો રચ્યાં.
તેણે પોતે પણ ગીતશાસ્ત્રમાં ઘણાં ગીતો લખ્યા.
આસાફ દાઉદ રાજા દ્વારા નિમાયેલા ત્રણ સંગીતકારોમાંનો એક હતો, જેઓ મંદિરમાં આરાધનાના ગીતો આપવા માટે જવાબદાર હતા.
આમાંના કેટલાક ગીતો ભવિષ્યવાણી પણ હતા.
આસફે તેના દીકરાઓને તાલીમ આપી, અને તેઓએ સંગીતના સાધનો વગાડવાની અને મંદિરમાં ભવિષ્ય ભાખવાની જવાબદારી લઈ લીધી.
સંગીતના કેટલાક વાજિંત્રો જેમાં પાવો, વાજુ, રણશિંગુ અને ઝાંઝ નો સમાવેશ થયો છે.
ગીતશાસ્ત્ર 50 અને 73-83 આસાફ તરફથી આવેલા છે એવું કહેવામાં આવે છે.
કદાચ તેમાંના કેટલાક ગીતો તેના કુટુંબના સભ્યો દ્વારા લખાયેલા હતા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: વંશજ, વાજુ, પાવો, પ્રબોધક, ગીતશાસ્ત્ર, [રણશિંગુ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આહાબ
સત્યો:
આહાબ ઇઝરાયેલના ઉત્તરના રાજ્યનો ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 875 થી 854 સુધી રાજ્ય કર્યું.
- આહાબ રાજાએ ઇઝરાએલના લોકોને જુઠા દેવોની ઉપાસના કરવા માટે પ્રભાવ પુરો પાડ્યો.
- એલીયાહે આહાબ રાજાની સામે ઉઠીને કહ્યું કે, ઇઝરાએલમાં સાડા ત્રણ વર્ષ દુકાળ પડશે, કારણકે તેણે ઇઝરાએલના લોકોને પાસે પાપ કરાવ્યું છે.
- આહાબ અને તેની પત્ની ઇઝેબેલ બીજી ઘણી ભૂંડી બાબતો કરી, જેમાં નિર્દોષ લોકોની હત્યાનો પણ સમાવેશ થાય છે.
(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું
(જુઓ: બઆલ, એલીયાહ, ઇઝેબેલ, ઇઝરાયેલનું રાજ્ય, યહોવાહ)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:
- 19:2 આહાબ જયારે ઇઝરાયેલ પર રાજ્ય કરતો હતો ત્યારે એલીયાહ પ્રબોધક હતો. આહાબ ભૂંડો રાજા હતો કે જેણે બઆલ જે જુઠો દેવ હતો તેની ઉપાસના કરવા માટે લોકોને પ્રેરણા પૂરી પાડી.
- 19:3 આહાબ અને તેના સૈન્યએ એલીયાહની શોધ કરી પણ તેઓ તેને શોધી શક્યા નહીં.
- 19:5 ઈશ્વરે એલીયાહને સાડા ત્રણ વર્ષ પછી ઇઝરાયેલના રાજ્ય પરત મોકલીને આહાબને કહેવડાવ્યું કે, તે ફરીથી વરસાદ મોકલનાર છે.
શબ્દ માહિતી:
ઇથોપિયા, ઇથિયોપીયન (ખોજો)
સત્યો:
ઇથોપિયા મિસરના દક્ષિણે, નાઈલ નદીની પશ્ચિમ સરહદે અને લાલ સમુદ્રની પૂર્વ સરહદે આવેલો આફ્રિકાનો દેશ છે.
વ્યક્તિ જે ઇથોપિયાથી છે તે ઇથિયોપીયન (ખોજો) કહેવાય છે.
- પ્રાચીન ઇથોપિયા મિસરના દક્ષિણમાં આવેલું હતું, જેમાં જમીનનો સમાવેશ થાય છે કે જે હાલના અનેક આફ્રિકન દેશોનો ભાગ છે, જેવા કે સુદાન, આધુનિક ઇથોપિયા, સોમાલિયા, કેન્યા, યુગાન્ડા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, અને ચાદનો (સમાવેશ થાય છે).
- બાઈબલમાં, ક્યારેક ઇથોપિયાને “કૂશ” અથવા “નુબિઆ” કહેવામાં આવે છે.
- મોટેભાગે બાઈબલમાં ઇથોપિયા (કૂશ) અને મિસર દેશોનો એકસાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે કદાચ તેઓ એકબીજાની નજીક આવેલા હતા અને કદાચ તેઓના કેટલાક લોકોને સમાન પૂર્વજો હતા.
- દેવે સુવાર્તિક ફિલિપને રણમાં મોકલ્યો કે જ્યાં તેણે એક હબસી ખોજા સાથે ઈસુ વિશેના સુસમાચાર વહેંચ્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કૂશ, મિસર, ખોજો, ફિલિપ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3568, H3569, H3571, G128
ઇરાન, ઈરાનીઓ, ફારસી
વ્યાખ્યા:
ઇરાન એક દેશ હતો કે જે ઇ.પૂ. 550માં મહાન કોરેશ રાજા દ્વારા સ્થાપિત એક શક્તિશાળી સામ્રાજ્ય પણ બન્યો.
ઇરાન દેશ બાબિલ અને આશ્શૂરની દક્ષિણપૂર્વે એક પ્રદેશ કે જે વર્તમાનમાં ઇરાન દેશ છે તેમાં સ્થિત હતો.
- ઇરાનના લોકોને “ઇરાનીઓ” કહેવામાં આવતા હતા.
- કોરેશ રાજાના વટહુકમને કારણે યહૂદીઓને તેઓના બાબિલના બંદીવાસમાંથી મૂક્ત કરવામાં આવ્યા હતા અને તેઓને તેમના દેશમાં પાછા જવા અનુમતિ આપવામાં આવી હતી. ઇરાનના સામ્રાજ્ય તરફથી આપવામાં આવેલા નાણાં દ્વારા યરુશાલેમનું ભક્તિસ્થાન ફરીથી બાંધવામાં આવ્યું હતું.
- જ્યારે એઝારા અને નહેમ્યા યરૂશાલેમનો કોટ બાંધવા યરૂશાલેમ પાછા ગયા ત્યારે, આહાશ્વેરોશ રાજા ઇરાનના સામ્રાજ્યનો શાસક હતો.
- જ્યારે એસ્તરે આહાશ્વેરોશ રાજા સાથે લગ્ન કર્યા ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.
(આ પણ જૂઓ: આહાશ્વેરોશ, આર્તાહશાસ્તા, આશ્શૂર, બાબિલ, કોરેશ, એસ્તેર, એઝરા, નહેમ્યા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H6539, H6540, H6542, H6543
ઈકોનિયા
સત્યો:
ઈકોનિયા મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલું શહેર હતું, જે હાલના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.
- પાઉલની પ્રથમ સેવાકીય મુસાફરી દરમ્યાન, યહૂદીઓએ તેઓને અંત્યોખ શહેર છોડવાની ફરજ પાડયા પછી તે(પાઉલ) અને બાર્નાબાસ ઈકોનિયામાં ગયા.
- પછી ઈકોનિયામાં પણ અવિશ્વાસી વિદેશીઓ અને યહૂદીઓએ પાઉલ અને તેના સહકાર્યકરોને પથ્થરે મારવાનું આયોજન કર્યું, પણ તેઓ ત્યાંથી પાસેના લુસ્ત્રાના શહેરમાં ભાગી ગયા.
- ત્યાર પછી અંત્યોખ અને ઈકોનિયા બન્નેમાંથી લોકો લુસ્ત્રામાં આવ્યા અને ત્યાંના લોકો સાથે ભળી જઈને પાઉલને પત્થર મારવા ઉશ્કેર્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાર્નાબાસ, લુસ્ત્રા, પત્થર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ઈઝરાએલ, ઈઝરાએલી, ઈઝરાએલીઓ, યાકૂબ
સત્યો:
યાકૂબ એ ઈસહાક અને રિબકાનો જોડિયો નાનો દીકરો હતો.
- યાકૂબના નામનો અર્થ, “એડી પકડીને આવનાર” કે જે અભિવ્યક્તિનો અર્થ, “તે છેતરે છે.” જયારે યાકૂબ જન્મ્યો હતો, ત્યારે તેણે તેના જોડિયા ભાઈ એસાવની એડી પકડી હતી.
- ઘણા વર્ષો પછી, દેવે યાકૂબનું નામ બદલી “ઈઝરાએલ” રાખ્યું, કે જેનો અર્થ “તે દેવ સાથે સંઘર્ષ કરે છે.”
- યાકૂબ ચાલાક અને કપટી હતો. તેણે તેના મોટા ભાઈ એસાવથી પ્રથમજનિતનો આશીર્વાદ અને વારસાઈના અધિકારો લઈ લેવાનો માર્ગ શોધ્યો.
- એસાવ ગુસ્સે હતો અને તેને મારી નાખવાની યોજના ઘડી, જેથી યાકૂબ તેના વતનથી દૂર જતો રહ્યો.
પણ વર્ષો પછી યાકૂબ તેની પત્નીઓ અને બાળકો સાથે કનાનની ભૂમિમાં પાછા ફર્યો કે જ્યાં એસાવ રહેતો હતો, અને તેઓના કુટુંબો એક બીજાની નજીક શાંતિથી રહ્યાં.
- યાકૂબને બાર દીકરા હતા. તેઓના વંશજો ઈઝરાએલના બાર કુળો બન્યા.
- બીજો યાકૂબ નામનો માણસ માથ્થીની વંશાવળીમાં યૂસફના પિતાની યાદીમાં આવે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કનાન, છેતરવું, એસાવ, ઈસહાક, ઈઝરાએલ, રિબકા, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 7:1 જેમ છોકરાઓ મોટા થતા ગયા, રિબકાએ યાકૂબ ને પ્રેમ કર્યો, પણ ઈસહાકે એસાવને પ્રેમ કર્યો. યાકુબને ઘરમાં રહેવાનું પસંદ હતું, પણ એસાવને શિકાર કરવાનું પસંદ હતું.
- 7:7 યાકૂબ ત્યાં ઘણા વર્ષો રહ્યો, અને તે સમય દરમ્યાન તેણે લગ્ન કર્યા અને તેને બાર દીકરા અને દીકરી થયા. દેવે તેને ખૂબ શ્રીમંત કર્યો.
- 7:8 કનાનમાંના તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી યાકૂબ તેના કુટુંબ, તેના ચાકરો, અને તેના બધા ટોળા અને પ્રાણીઓ સાથે પાછો ફર્યો.
- 7:10 દેવે ઈબ્રાહિમને જે કરાર વચનો આપ્યા તે વચનો પછી ઈસહાક અને હવે યાકૂબ ને પસાર કરવામાં આવ્યા.
- 8:1 ઘણા વર્ષો પછી, જયારે યાકૂબ એક વૃદ્ધ માણસ હતો, ત્યારે તેણે તેના વ્હાલા દીકરા, યૂસફને તેના ભાઈઓ ટોળા સાચવતા હતા ત્યાં તેઓની તપાસ કરવા તેને મોકલ્યો.
શબ્દ માહિતી:
ઈઝરાયેલનું રાજ્ય
તથ્યો:
જ્યારે સુલેમાન મૃત્યુ પામ્યો પછી ઈઝરાયેલના બાર કુળો બે રાજ્યોમાં વિભાજિત થયા ત્યારે ઈઝરાયેલ રાષ્ટ્રની ઉત્તર ભાગમાં જે હતું તે ઈઝરાયેલનું રાજ્ય બન્યું.
- ઉત્તરમાં ઈઝરાયેલ રાજ્યના દસ કુળો, અને દક્ષિણમાં યહુદાનું રાજ્ય જેને બે કુળો હતા.
- ઈઝરાયેલ રાજ્યનું પાટનગર સમારીઆ શહેર હતું.
તે યહુદા રાજ્યના પાટનગર યરૂશાલેમ શહેરથી આશરે 50 કિમીએ હતું.
- ઈઝરાયેલ રાજ્યના સર્વ રાજાઓ દુષ્ટ હતા.
તેમણે લોકોને મૂર્તિઓની અને જુઠ્ઠા દેવોની સેવા કરવા પ્રભાવિત કર્યા હતા.
- ઈશ્વરે ઈઝરાયેલ રાજ્ય પર હુમલો કરવા માટે આશ્શુરીઓને મોકલ્યા હતા.
ઘણાં ઈઝરાયેલીઓને પકડીને આશ્શૂરમાં રહેવા લઈ જવામાં આવ્યા હતા.
- ઈઝરાયેલ રાજ્યમાં બાકી રહેલા લોકોની સાથે રહેવા આશ્શુરીઓ વિદેશીઓને લાવ્યા હતા.
આ વિદેશીઓએ ઈઝરાયેલીઓ સાથે આંતરલગ્નો કર્યા, અને તેમના વંશજો સમરૂની લોકો બન્યા.
(આ પણ જુઓ: આશ્શૂર, ઈઝરાયેલ, યહુદા, યરૂશાલેમ, રાજ્ય, સમારીઆ)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 18:8 ઈઝરાયેલના બીજા દસ કુળોએ જેઓએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેઓએ યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે નિમ્યો. તેમણે જમીનની ઉત્તર ભાગમાં તેમનું રાજ્ય સ્થાપ્યું અને તેને કહેવામાં આવ્યું ઈઝરાયેલનું રાજ્ય.
- 18:10 યહુદા અને ઈઝરાયેલના રાજ્યો દુશ્મનો બન્યા અને એકબીજા વિરુદ્ધ અવારનવાર લડતાં હતા.
- 18:11 નવા ઈઝરાયેલ રાજ્યમાં, સર્વ રાજાઓ દુષ્ટ હતા.
- 20:1 ઇઝરાયેલના રાજ્ય અને યહુદાના બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું.
- 20:2 ઈઝરાયેલનું રાજ્ય આશ્શુરી સામ્રાજય, શક્તિશાળી, ઘાતકી રાષ્ટ્ર દ્વારા નાશ પામ્યું. આશ્શુરીઓએ ઘણાં લોકોને મારી નાંખ્યા__ઈઝરાયેલ રાજ્યમાં__, મૂલ્યવાન વસ્તુઓ લઈ ગયા, અને દેશનું ઘણું બાળી નાંખ્યું.
- 20:4 પછી આશ્શુરીઓ વિદેશીઓને ત્યાં રહેવા લાવ્યા જ્યાં ઈઝરાયેલનું રાજ્ય હતું. વિદેશીઓએ નષ્ટ થયેલ શહેર બાંધ્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. જે ઇઝરાયેલીઓએ વિદેશીઓ સાથે લગ્ન કર્યા તેમના વંશજો સમરૂનીઓ કહેવાયા.
શબ્દ માહિતી:
- Strong's: H3478, H4410, H4467, H4468
ઈઝેબેલ
સત્યો:
ઈઝેબેલ એ ઈઝરાએલના રાજા આહાબની દુષ્ટ પત્ની હતી.
- ઈઝેબેલે આહાબ અને બાકીના ઈઝરાએલને મૂર્તિઓની ઉપાસના કરવા પ્રભાવિત કર્યા.
- તેણીએ દેવના ઘણા પ્રબોધકોને પણ મારી નાંખ્યા.
- ઈઝેબેલ એ એક નાબોથ નામનાં નિર્દોષ માણસને મારી નાખવાનું કારણ બની જેથી કરીને આહાબ નાબોથની દ્રાક્ષાવાડી ચોરી શકે.
- છેવટે ઈઝેબેલને તેણીએ કરેલી બધી દુષ્ટ બાબતોને કારણે મારી નાખવામાં આવી હતી.
તેણી કેવી રીતે મરશે તે વિશે એલિયાએ ભવિષ્યવાણી કરી હતી અને તેણે જે રીતે ભવિષ્ય ભાખ્યું હતું, બરાબર તે પ્રમાણે થયું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આહાબ, એલિયા, જૂઠો દેવ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ઈશ્માએલ, ઈશ્માએલી, ઈશ્માએલીઓ
સત્યો:
ઈશ્માએલ એ ઈબ્રાહિમ અને મિસરી દાસી હાગારનો દીકરો હતો.
જૂના કરારમાં ઈશ્માએલ નામના અન્ય બીજા માણસો હતા.
- “ઈશ્માએલ” ના નામનો અર્થ “દેવ સાંભળે છે.”
- દેવે ઈબ્રાહિમના દીકરા ઈશ્માએલને આશીર્વાદ આપવાનું વચન આપ્યું, પણ દેવનો કરાર સ્થાપન કરવાનું વચન આપેલ દીકરો ન હતો.
- જયારે તેઓને અરણ્યમાં મોકલી દેવામાં આવ્યા હતા, ત્યારે દેવે હાગાર અને ઈશ્માએલનુ રક્ષણ કર્યું.
- જયારે ઈશ્માએલ પારાનના અરણ્યમાં રહેતો હતો ત્યારે તેણે એક મિસરી સ્ત્રી સાથે લગ્ન કર્યા.
- નથાન્યાનો દીકરો ઈશ્માએલ યહૂદામાંથી એક લશ્કરનો અધિકારી હતો કે જેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા નિમણૂક કરાયેલા હાકેમને મારી નાખવા એક જૂથને આગેવાની આપી.
- જૂના કરારમાં ઈશ્માએલ નામનાં બીજા પણ ચાર માણસો હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, બાબિલ, કરાર, અરણ્ય, મિસર, હાગાર, ઈસહાક, નબૂખાદનેસ્સાર, પારાન, સારાહ)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:2 જેથી ઈબ્રાહિમે હાગાર સાથે લગ્ન કર્યા.
હાગારને દીકરો થયો અને ઈબ્રાહિમે તેનું નામ ઈશ્માએલ આપ્યું.
- 5:4 હું ઈશ્માએલ ને પણ, એક મહાન દેશ બનાવીશ, પણ મારો કરાર ઈસહાક સાથે રહેશે.
શબ્દ માહિતી:
ઈશ્વરભક્ત
તથ્યો:
“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે.
તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.
- જ્યારે તેનો ઉપયોગ એક પ્રબોધકનો ઉલ્લેખ કરવા થાય છે ત્યારે, તેનો અનુવાદ “ઈશ્વરનો માણસ” અથવા તો “ઈશ્વરે પસંદ કરેલો માણસ” અથવા તો “ઈશ્વરની સેવા કરનાર માણસ” એવો પણ કરી શકાય.
- જ્યારે તેનો ઉપયોગ એક દૂતનો ઉલ્લેખ કરવા થાય છે ત્યારે, તેનો અનુવાદ “ઈશ્વરનો સંદેશાવાહક” અથવા તો “તમારો દૂત” અથવા તો “ઈશ્વર તરફથી આવેલો સ્વર્ગીય જીવ કે જે મનુષ્ય જેવો દેખાય છે” એવો પણ કરી શકાય.
(આ પણ જૂઓ: દૂત, માન, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H376, H430, G444, G2316
ઈસહાક
સત્યો:
ઈસહાક એ ઈબ્રાહિમ અને સારાનો એકનો એક દીકરો હતો.
તેઓ ખૂબ જ વૃદ્ધ હતા છતાં પણ દેવે તેઓને પુત્ર આપવાનું વચન આપ્યું હતું.
- “ઈસહાક” શબ્દનો અર્થ “તે હસે છે.”
જયારે દેવે ઈબ્રાહિમને કહ્યું કે સારા પુત્રને જન્મ દેશે, ત્યારે ઈબ્રાહિમ હસ્યો કારણકે તેઓ બંને ખૂબ જ વૃદ્ધ હતાં.
કેટલાક સમય પછી, જયારે સારા એ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ હસી.
- પણ દેવે તેનું વચન પૂર્ણ કર્યું, અને ઈબ્રાહિમ અને સારાએ તેઓના ઘડપણમાં ઈસહાકને જન્મ આપ્યો હતો.
- દેવે ઈબ્રાહિમને કહ્યું કે તેણે ઈબ્રાહિમ સાથે જે કરાર કર્યો હતો, તે ઈસહાક અને તેના વંશજો માટે પણ સદાકાળ રહેશે.
- જયારે ઈસહાક યુવક હતો ત્યારે દેવે તેનું બલિદાન આપવાનો આદેશ આપી તેણે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી.
- ઈસહાકના દીકરા યાકૂબને બાર પુત્રો હતા, પાછળથી તેઓના વંશજો ઈઝરાએલ દેશના બાર કુળો બન્યાં.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વંશજ, અનંતકાળ, પૂર્ણ થવું/કરવું, યાકૂબ, સારાહ, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:4 “તારી પત્ની, સારાઈને, દીકરો થશે—તે વચનનો દીકરો હશે.
તેનું નામ ઈસહાક રાખજે.
- 5:6 જયારે ઈસહાક જુવાન માણસ હતો ત્યારે દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરીને કહ્યું, “તારા એકના એક દીકરા ઈસહાક ને લે, અને તેને મારીને મારે માટે બલિદાન કર.”
- 5:9 દેવે બલિદાન માટે ઈસહાક ને બદલે ઘેટો પૂરો પાડ્યો.
- 6:1 જયારે ઈબ્રાહિમ ખૂબજ વૃદ્ધ થયો હતો અને તેનો દીકરો ઈસહાક પુખ્ત વયનો માણસ થયો, ત્યારે ઈબ્રાહિમે તેના ચાકરોમાંના એકને જ્યાં તેના સંબંધીઓ રહેતા હતા તે ભૂમિમાં તેના દીકરા ઈસહાક માટે પત્ની શોધવા મોકલ્યો.
- 6:5 ઈસહાકે રિબકા માટે પ્રાર્થના કરી, અને દેવે તેણીને જોડિયા બાળકો સાથે સગર્ભા થવાની શક્યતા પૂરી પાડી.
- 7:10 પછી ઈસહાક મૃત્યુ પામ્યો, અને યાકૂબ અને એસાવે તેને દફનાવ્યો.
દેવે ઈબ્રાહિમ અને પછી ઈસહાક ને જે કરારના વચનો આપ્યા હતા, તે હવે યાકૂબ પર પસાર કરવામાં આવ્યા.
શબ્દ માહિતી:
- Strong's: H3327, H3446, G2464
ઈસ્સાખાર
સત્યો:
ઈસ્સાખાર એ યાકૂબનો પાંચમો પુત્ર હતો.
લેઆહ તેની માતા હતી.
- ઈસ્સાખારનું કુળ એ ઈઝરાએલના બાર કુળોમાંનું એક હતું.
- ઈસ્સાખારની જમીન નફતાલી, ઝબુલોન, મનાશ્શા અને ગાદની વિસ્તારોની સરહદો દ્વારા જોડાયેલી હતી.
- તે ગાલીલના સમુદ્ધની દક્ષિણે આવેલી હતી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ગાદ, મનાશ્શા, નફતાલી, ઈઝરાએલના બાર કુળો, ઝબુલોન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ઉઝિઝયા, અઝાર્યા
તથ્યો:
ઉઝિઝયા 16 વર્ષની ઉંમરે યહૂદાહના રાજા બન્યા અને તેણે 52 વર્ષ રાજ્ય કર્યું, જે અસામાન્ય રીતે લાંબુ શાસન હતું.
ઉઝિઝયાને "અઝાર્યા" તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
- રાજા ઉઝિઝયા તેના સંગઠિત અને કુશળ લશ્કર માટે જાણીતા હતા.
તેમણે શહેરના રક્ષણ માટે બુરજો બાંધ્યા હતા અને તેમણે યુદ્ધ માટે ખાસ રચાયેલ હથિયારો મૂક્યાં હતાં જ્યાંથી.તીર અને મોટા પત્થરો ફેંકી શકાય.
- જ્યાં સુધી ઉઝિઝયાએ પ્રભુની સેવા કરી ત્યાં સુધી તે સફળ થયા.
તેના શાસનકાળના અંત સુધીમાં, તે ગર્વિષ્ઠ બન્યા અને તેમણે મંદિરમાં ધૂપ બાળીને ઈશ્વરની અવજ્ઞા કરી, જે ફક્ત યાજકને જ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
- આ પાપને લીધે, ઉઝિઝયાને કોઢ થઈ ગયો અને તેના શાસનકાળના અંત સુધી તેને બીજા લોકોથી અલગ રહેવું પડ્યું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: યહૂદાહ, રાજા,કોઢ, શાસન, બુરજ)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
- Strong's: H5814, H5818, H5838, H5839
ઉત્પન્ન કરનાર
તથ્યો:
સામાન્ય રીતે, “ઉત્પન્ન કરનાર” વ્યક્તિ છે સર્જન કરે છે અથવા તો વસ્તુઓને બનાવે છે.
- યહોવા માટે બાઇબલમાં, “ઉત્પન્ન કરનાર” શબ્દ કેટલીક વાર નામ તરીકે અથવા તો શીર્ષક તરીકે વપરાયો છે, કારણકે તેઓએ બધી જ બાબતોનું સર્જન કર્યું છે.
- સામાન્ય રીતે આ શબ્દને “તેનો” અથવા તો “મારો” અથવા તો “તમારો” શબ્દો સાથે જોડવામાં આવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “ઉત્પન્ન કરનાર” શબ્દનો અનુવાદ “સૃજનહાર” અથવા તો “ઈશ્વર કે જેઓ ઉત્પન્ન કરે છે” અથવા તો “જેમણે સઘળું બનાવ્યું છે તેઓ” તરીકે કરી શકાય.
- “તેના ઉત્પન્ન કરનાર” શબ્દસમૂહનો અનુવાદ “જેમણે તેનું સૃજન કર્યું” અથવા તો “ઈશ્વર, કે જેમણે તેને બનાવ્યો” એ રીતે પણ કરી શકાય.
- “તારા ઉત્પન્ન કરનાર” અને “મારા ઉત્પન્ન કરનાર” શબ્દસમૂહનો અનુવાદ પણ આ જ રીતે કરી શકાય.
(આ પણ જૂઓ: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: સર્જન કરવું, યહોવા)
બાઇબલ સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2796, H3335, H6213, H6466, H6467, G1217
ઉર
તથ્યો:
ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો.
આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.
- ઈબ્રાહિમ ઉર શહેરનો હતો અને ઈશ્વરે તેને તેમાંથી નીકળીને કનાન દેશમાં જવાનું તેડું આપ્યું હતું.
- ઈબ્રાહિમના ભાઈ અને લોતના પિતા, હારાન, ઉર શહેરમાં મૃત્યુ પામ્યા.
આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
)આ પણ જુઓ: ઇબ્રાહિમ, કનાન, ખાલદી, યુફ્રેટીસ નદી, હારાન, લોત, મેસોપોટેમીયા)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
એક્રોન, એક્રોનીઓ
સત્યો:
એક્રોન એ પલિસ્તીઓનું મુખ્ય શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રથી નવ માઈલ અંતર્દેશીય ભાગમાં આવેલું હતું.
- એક્રોનમાં જૂઠા દેવ બાલઝબુલનું મંદિર આવેલું હતું.
- જયારે પલિસ્તીઓ કરારકોશને ઉઠાવી લઈ ગયા. ત્યારે તેઓએ તેને આસ્દોદથી લઈ અને પછી ગાથ અને એક્રોનમાં ખસેડ્યો કારણકે જે પણ શહેરમાં કોશ લઈ જવામાં આવતો ત્યાંના લોકોને દેવ માંદા રાખતો અને તેઓ મૃત્યુ પામતા.
છેવટે પલિસ્તીઓએ તે કોશ ઈઝરાએલમાં પાછો મોકલ્યો.
- જયારે અહાજ્યા રાજા તેના ઘરની છત ઉપરથી પડી ગયો અને પોતે ઘાયલ થયો, તેણે એક્રોનના જૂઠા દેવ બાલઝબુલની મદદથી શોધી કાઢવા પ્રયત્ન કર્યો કે શું તે તેની ઈજાઓથી મરી જશે કે નહીં, તે દ્વારા તેણે પાપ કર્યું.
આ પાપને કારણે, યહોવાએ કહ્યું કે તે મૃત્યુ પામશે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: અહાજ્યા, કરારકોશ, આશ્દોદ, બાલઝબુલ, જૂઠો દેવ, ગાથ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
એઝરા
સત્યો:
એઝરા ઈઝરાએલીઓનો એક યાજક હતો અને યહૂદી કાયદાનો નિષ્ણાત હતો કે, જેણે બાબિલોન કે જ્યાં ઈઝરાએલને 70 વર્ષો માટે બંદીવાસમાં રાખવામાં આવ્યા હતા, ત્યાંથી યરૂશાલેમ પાછા ફર્યા તેના ઈતિહાસની તેણે નોંધ લીધી.
એઝરાએ તે ઈઝરાએલના ઇતિહાસના ભાગની, બાઈબલના એઝરાના પુસ્તકમાં નોંધ લીધી.
તેણે કદાચ નહેમ્યાનું પુસ્તક પણ લખ્યું હશે, કેમકે આ બન્ને પુસ્તક મૂળ એક પુસ્તક હતા.
જ્યારે ઈઝરાએલીઓએ સાબ્બાથના નિયમો પાળવાનું બંધ કર્યું અને સ્ત્રીઓ કે જેઓ મૂર્તિપૂજક ધર્મો પાળતી હતી તેમની સાથે આંતરલગ્ન કર્યા, ત્યારે એઝરાએ યરૂશાલેમમાં પાછા આવી ફરીથી નિયમ (કાયદો) પ્રસ્થાપિત કર્યો.
બાબિલોન લોકોએ યરૂશાલેમને કબ્જે કરીને નાશ કર્યું હતું, તેને તથા મંદિરને ફરીથી બાંધવા માટે એઝરાએ પણ મદદ કરી.
જૂના કરારમાં એઝરા નામનાં બીજા બે માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, યરૂશાલેમ, નિયમ, નહેમ્યા, મંદિર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H250, H5830, H5831, H5834
એન-ગેદી
વ્યાખ્યા:
એન- ગેદી નામનું શહેર યરૂશાલેમના દક્ષિણપૂર્વે યહૂદાના અરણ્યમાં આવેલું હતું.
- એન-ગેદી ખારા સમુદ્રના પશ્ચિમી કિનારે આવેલું હતું.
- તેના ભાગના નામનો અર્થ, “ફુવારો,” જે ફુવારાનું પાણી કે જે શહેરમાંથી નીચે સમુદ્રમાં વહે છે તે દર્શાવે છે.
- એન-ગેદી એ કદાચ સતત ફુવારાના પાણીની સિંચાઈને લીધે, સુંદર બગીચા અને ફળદ્રુપ જમીન માટે જાણીતું હતું.
- જયારે શાઉલ રાજા દ્વારા દાઉદનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારે દાઉદે એન-ગેદી કે જ્યાં ગઢ આવેલો હતો ત્યાં ભાગી ગયો.
(આ પણ જુઓ: દાઉદ, રણ, ફુવારો, યહૂદા, બાકીના, ખારો સમુદ્ર, [શાઉલ , ગઢ, બગીચો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
એફેસસ, એફેસી, એફેસીઓ
સત્યો:
એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.
- શરૂઆતના ખ્રિસ્તીઓના સમય દરમ્યાન, એફેસસ એ આશિયાનું પાટનગર હતું, કે જે તે સમયે નાનો રોમન પ્રાંત હતો.
- આ સ્થાનને કારણે, આ શહેર વેપાર અને યાત્રા માટે અગત્યનું કેન્દ્ર હતું.
- એફેસસમાં આર્તીમીસ (ડાયના) દેવીની પૂજા માટેનું ખૂબજ જાણીતું એક મંદિર આવેલું હતું.
- પાઉલ એફેસસમાં બે કરતાં પણ વધારે વર્ષ રહ્યો અને કામ કર્યું, પછી ત્યાંના નવા વિશ્વાસીઓને દોરવણી આપવા તેણે તિમોથીની નિમણૂક કરી.
- નવા કરારનું એફેસીઓનું પુસ્તકનો જે પત્ર છે, તે પાઉલે એફેસસના વિશ્વાસીઓને લખ્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: G2179, G2180, G2181
એફ્રાઈમ, એફ્રાઈમ કુળ
તથ્યો:
એફ્રાઈમ યૂસફનો નાનો દીકરો હતો. તેના વંશજો, એફ્રાઇમના કુળ, ઇસ્રાએલના એક આદિજાતિની રચના કરી.
- એફ્રાઇમ નામ હિબ્રુ શબ્દ જેવું લાગે છે જેનો અર્થ થાય છે "ફળદાયી બનાવવું."
- એફ્રાઈમનું કુળ ઇસ્રાએલના ઉત્તર ભાગમાં આવેલી દસ જાતિઓમાંની એક હતી.
- કેટલીકવાર બાઈબલમાં એફ્રાઈમ નામનો ઉપયોગ ઇસ્રાએલના સમગ્ર ઉત્તરીય રાજ્યનો સંદર્ભ આપવા માટે કરવામાં આવે છે (જેમ કે યહૂદા નામનો ઉપયોગ ઇસ્રાએલના સમગ્ર દક્ષિણ રાજ્યનો સંદર્ભ આપવા માટે થાય છે).
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો]
(આ પણ જુઓ: [યૂસફ઼], [મનાશ્શેહ], [ઇસ્રાએલનું રાજ્ય], [ઇસ્રાએલની બાર જાતિઓ])
બાઈબલ સંદર્ભો:
- [૧ કાળવૃત્તાંત ૬:૬૬-૬૯]
- [૨ કાળવૃત્તાંત ૧૩:૪-૫]
- [હઝકિયેલ ૩૭:૧૬]
- [ઉત્પત્તિ ૪૧:૫૨]
- [ઉત્પત્તિ ૪૮:૧-૨]
- [યોહાન ૧૧:૫૪]
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H0669, H0673, G21870
એફ્રાથ, એફ્રાથાહ, એફ્રાથી, એફ્રાથીઓ
સત્યો:
ઈઝરાએલના ઉત્તર ભાગમાં એફ્રાથાહ નામનું શહેર અને તેનો પ્રદેશ આવેલા હતો.
એફ્રાથાહનું શહેર પાછળથી “બેથલેહેમ” અથવા એફ્રાથાહ-બેથલેહેમ કહેવાયું હતું.
- કાલેબના એક દીકરાનું નામ એફ્રાથાહ હતું.
કદાચ તેના નામ ઉપરથી શહેરનું નામ એફ્રાથાહ રાખવામાં આવ્યું હતું.
- વ્યક્તિ જેઓ એફ્રાથાહ શહેરના હતા, તેઓ “એફ્રાથીઓ” કહેવાયા.
- દાઉદનો વડદાદા, બોઆઝ, એક એફ્રાથી હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, કાલેબ, દાઉદ, ઈઝરાએલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
એલામ, એલામીઓ
સત્યો:
એલામ શેમનો પુત્ર અને નૂહનો પૌત્ર હતો.
- એલામના વંશજો “એલામીઓ” કહેવાતા હતા,” અને જે પ્રદેશમાં તેઓ રહેતા હતા તે પણ એલામ કહેવાતું હતું.
- એલામનો પ્રદેશ હીદ્દેકેલ નદીના દક્ષિણ-પૂર્વમાં આવેલો હતો, તે હાલના પશ્ચિમ ઈરાનમાં આવેલું છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: નૂહ, શેમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5867, H5962, G1639
એલિયા
સત્યો:
એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો.
એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.
- દેવે એલિયા દ્વારા ઘણા ચમત્કારો કર્યા, જેમાં મરેલા છોકરાને સજીવન કર્યો, તેનો પણ સમાવેશ થાય છે.
- એલિયા એ જૂઠા દેવ બઆલની પૂજા કરવાને બદલે આહાબ રાજાને ઠપકો આપ્યો.
- તેણે યહોવા તેજ ફક્ત સાચો દેવ છે તે સાબિત કરવા બઆલના પ્રબોધકોની પરીક્ષા કરી પડકાર આપ્યો.
- એલિયાના જીવનના અંતે, જયારે હજુ તે જીવતો હતો છતાં, દેવે ચમત્કારિક રીતે તેને સ્વર્ગમાં ઉપર લઈ લીધો.
- ઘણા વર્ષો પછી, એલિયા, મૂસા, અને ઈસુની સાથે પહાડ ઉપર દેખાયો, અને તેઓએ સાથે મળીને ઈસુનું યરૂશાલેમમાં આવવું, દુઃખ સહન કરવું અને મૃત્યુ પામવા વિશે વાતચીત કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:2 જયારે આહાબ ઈઝરાએલ ઉપર રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો.
- 19:2 એલિયા એ આહાબ ને કહ્યું, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી ઈઝરાએલના રાજ્યમાં વરસાદ અથવા ઝાકળ પડશે નહીં.
- 19:3 દેવે એલિયા ને કહ્યું, આહાબ કે જે તને મારી નાખવા માંગે છે તેનાથી સંતાવા માટે અરણ્યના વહેળામાં જતો રહે. દરેક સવારે અને સાંજે, પક્ષીઓ તેના માટે રોટલી અને માંસ લાવતા.
- 19:4 પણ તેઓએ એલિયા ની સંભાળ રાખી, અને દેવે તેઓને પૂરું પાડ્યું જેથી કદી તેઓની માટલીમાંનો લોટ અને તેઓની બરણીમાંનું તેલ ખૂટ્યું નહીં.
- 19:5 સાડા ત્રણ વર્ષ પછી, દેવે એલિયા ને કહ્યું ઈઝરાએલના રાજ્યમાં પાછો જા અને આહાબ સાથે વાત કર, કારણકે તે ફરીથી વરસાદ મોકલવાનો હતો.
- 19:7 પછી એલિયા એ બઆલના પ્રબોધકોને કહ્યું, “બળદને મારી અને તેને બલિદાન માટે તૈયાર કરો, પણ અગ્નિ પેટાવશો નહીં.
- 19:12 પછી એલિયા એ કહ્યું, “બઆલના પ્રબોધકોમાંથી એક પણ બચી જવો જોઈએ નહીં!”
- 36:3 પછી મૂસા અને એલિયા પ્રબોધક દેખાયા. આ સમય પહેલા આ માણસો ઘણા વર્ષો જીવ્યા. તેઓએ ઈસુ સાથે તેનું મરણ કે જે ટૂંક સમયમાં યરૂશાલેમમાં થવાનું હતું તે વિશે વાત કરી.
શબ્દ માહિતી:
એલિશા
સત્યો:
ઈઝરાએલના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન એલિશા ઈઝરાએલમાં પ્રબોધક હતો.
આહાબ, અહાઝ્યા, યોરામ, યેહૂ, યહોશાફાટ અને યહોઆશ.
- દેવે એલિયા પ્રબોધકને કહ્યું કે એલિશાનો પ્રબોધક તરીકે અભિષેક કર.
- જયારે એલિયાને અગ્નિ રથોમાં સ્વર્ગમાં લેવાયો હતો, ત્યારે એલિશા ઈઝરાએલના રાજાઓ માટે દેવનો પ્રબોધક બન્યો.
- એલિશાએ ઘણા ચમત્કારો કર્યા, જેમાં અરામથી માણસ કે જેને કોઢ હતો તેને સાજો કર્યો અને સુનામની સ્ત્રીના દીકરાને મરેલો ફરીથી સજીવન કર્યો, એનો સમાવેશ થાય છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: એલિયા, નામાન, પ્રબોધક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
એલીસાબેત
સત્યો:
એલિસાબેત યોહાન બાપ્તિસ્તની માતા હતી.
તેણીના પતિનું નામ ઝખાર્યા હતું.
- ઝખાર્યા અને એલિસાબેતને બાળકો થાય માટે તેઓ કદી સક્ષમ નહોતા, પરંતુ તેમની વૃદ્ધાવસ્થામાં, દેવે ઝખાર્યાને વચન આપ્યું કે એલિસાબેત તેને સારું પુત્રને જન્મ દેશે.
- દેવે તેનું વચન પાડ્યું, અને ટૂંક સમયમાં ઝખાર્યા અને એલિસાબેત ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ થયા અને તેણીએ પુત્રને જન્મ આપ્યો.
તેઓએ બાળકનું નામ યોહાન રાખ્યું.
- એલિસાબેત ઈસુની માતા મરિયમની પણ સબંધી હતી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), ઝખાર્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
એલ્યાકીમ
સત્યો:
જૂના કરારમાં એલ્યાકીમ નામનાં બે માણસો હતા.
- એક એલ્યાકીમ નામનો માણસ હિઝિક્યા રાજાના રાજમહેલની અંદર સંચાલક હતો.
- બીજો એલ્યાકીમ નામનો માણસ યોશિયા રાજાનો દીકરો હતો.
તેને મિસરના (રાજા) ફારુન નકોહ દ્વારા યહૂદાનો રાજા બનાવાયો હતો.
નકોહે એલ્યાકીમનું નામ બદલીને યહોયાકીમ પાડ્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: હિઝિક્યા, યહોયાકીમ, યોશિયા, ફારુન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
એસાવ
તથ્યો:
એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો. તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું. યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.
- એસાવે તેના એક વાટકી ભોજન માટે પોતાનું જ્યેષ્ઠપણું તેના ભાઈ યાકૂબને વેચી દીધું.
- એસાવ પ્રથમ જન્મ્યો હતો તેથી તેના પિતા ઈસહાક તેને ખાસ આશીર્વાદ આપવાનું ઈચ્છા રાખતા હતા. પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને પોતાને મળે તે માટે તેણે ઈસહાકને છેતર્યો. એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો અને તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.
- એસાવને ઘણા બાળકો અને પૌત્રો પૌત્રીઓ હતા, અને આ વંશજોએ કનાનની ભૂમિમાં વસવાટ કરી અને એ લોકોની એક વિશાળ કુળ બન્યું.
(અનુવાદના સૂચનો: નામોનું અનુવાદ કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અદોમ, ઈસહાક, યાકૂબ, રિબકા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 6:7 જયારે રિબકાને બાળકો જન્મ્યા, ત્યારે મોટો દીકરો લાલ અને રુવાંટીવાળો બહાર આવ્યો, અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું.
- 7:2 જેથી એસાવે તેના પ્રથમ દીકરા તરીકેના અધિકારો યાકૂબને આપી દીધા.
- 7:4 જયારે ઈસહાકને બકરીના વાળ ને અડક્યો અને કપડાંને સુંઘ્યા, ત્યારે તેને વિચાર્યું કે તે_ એસાવ_ હતો અને તેને આશીર્વાદ આપ્યો
- 7:5 એસાવે યાકૂબની નફરત કરી કારણકે યાકૂબે પ્રથમ દીકરા તરીકેનો તેનો અધિકાર અને તેનો આશીર્વાદ પણ ચોરી લીધા હતા.
- 7:10 પણ એસાવે પહેલેથી જ યાકૂબને માફ કરી દીધો હતો, અને તેઓ ફરીથી એકબીજાને જોઈ ખુશ હતા.
શબ્દ માહિતી:
એસ્તેર
સત્યો:
એસ્તેર યહૂદી સ્ત્રી હતી કે જે યહૂદીઓના બાબિલના બંદીવાસ દરમ્યાન ફારસી રાજ્યની રાણી બની.
- એસ્તેરના પુસ્તકની વાર્તા કહે છે કે એસ્તેર કેવી રીતે ફારસી રાજા અહાશ્વેરોશની પત્ની બની અને ઈશ્વરે કેવી રીતે તેણીના લોકોને બચાવવા તેણીનો ઉપયોગ કર્યો.
- એસ્તેર અનાથ હતી કે જેને તેણીના પિતરાઈ મોટા ભાઈ મોર્દખાય દ્વારા ઉછેરવામાંમાં આવી હતી.
- તેના પાલકપિતા માટેનું તેણીનું આજ્ઞાપાલન તેણીને ઈશ્વરને આજ્ઞાકારી બનવા મદદ કરી.
- એસ્તેરે દેવનું આજ્ઞાપાલન કર્યું અને તેણીના યહૂદી લોકોને બચાવવા તેણીનું જીવન જોખમમાં મુકયું.
- એસ્તેરની વાર્તા ઈતિહાસની ઘટનાઓ ઉપર દેવનું સાર્વભૌમ નિયંત્રણ સમજાવે છે, ખાસ કરીને કેવી રીતે તે પોતાના લોકોનું રક્ષણ કરે છે અને જેઓ તેની આજ્ઞા પાળે છે તેઓ દ્વારા કાર્ય કરે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: અહાશ્વેરોશ, બાબિલોન, મોર્દખાય, ઈરાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ઓબાદ્યા
તથ્યો:
ઓબાદ્યા જૂના કરારનો એક પ્રબોધક હતો કે જેણે અદોમના લોકો એટલે કે એસાવના વંશજો વિરુદ્ધ પ્રબોધ કર્યો.
જૂના કરારમાં ઓબાદ્યા નામના બીજા માણસો પણ હતા.
- ઓબાદ્યાનું પુસ્તક બાઇબલમાં સૌથી ટૂંકું પુસ્તક છે અને ઓબાદ્યા ઈશ્વર પાસેથી જે દર્શન પામ્યો તેના વિષે તે જણાવે છે.
- ઓબાદ્યા ક્યારે થઇ ગયો અને તેણે ક્યારે પ્રબોધ કર્યો તે સ્પષ્ટ નથી. જ્યારે યહોરામે, અહાઝ્યાએ, યોઆશે અને અથાલ્યાએ યહૂદિયામાં રાજ કર્યું તે ગાળા દરમ્યાન તે થઇ ગયો હોય તે શક્ય છે. તે ગાળાના અમુક સમય દરમ્યાન દાનિયેલ, હઝકિયેલ તથા યર્મિયા પણ પ્રબોધ કરતા હોવા જોઈએ.
- ઓબાદ્યા સિદકિયાના રાજ દરમ્યાન તથા બાબિલના બંદીવાસ દરમ્યાન એટલે કે પાછળના ગાળામાં પણ થઇ ગયો હોય તે શક્ય છે.
- ઓબાદ્યા નામના બીજા માણસોમાં, શાઉલ રાજાનો એક વંશજ, ગાદના કુળનો એક વ્યક્તિ કે જે દાઉદનો ખાસ માણસ હતો, આહાબ રાજાના મહેલનો કારભારી, યહોશાફાટ રાજાનો એક અધિકારી, યોશિયા રાજાના સમયમાં ભક્તિસ્થાનની મરામતમાં મદદ કરનાર એક માણસ અને લેવીના કુળનો એક માણસ કે જે નહેમ્યાના સમયમાં દ્વારરક્ષક હતો તેઓને સમાવેશ થાય છે.
- એ શક્ય છે કે ઓબાદ્યાના પુસ્તકનો લેખક આ માણસોમાંનો એક હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ)
(આ પણ જૂઓ: આહાબ, બાબિલ, દાઉદ, અદોમ, એસાવ, હઝકિયેલ, દાનિયેલ, ગાદ, યહોશાફાટ, યોશિયા, લેવી, શાઉલ, સિદકિયા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
ઓમ્રી
તથ્યો:
ઓમ્રી એક સેનાપતિ હતો કે જે ઇઝરાયલનો છઠ્ઠો રાજા બન્યો.
- ઓમ્રી રાજાએ તિર્સાહ શહેરમાં 12 વર્ષ રાજ કર્યું.
- તેની અગાઉના ઇઝરાયલના બધા રાજાઓની જેમ, ઓમ્રી ખૂબ જ દુષ્ટ રાજા હતો કે જેણે ઇઝરાયલના લોકોને વધારે મૂર્તિપૂજામાં દોર્યા.
- ઓમ્રી આહાબ રાજાનો પિતા પણ હતો.
અનુવાદ માટેના સૂચનો:
(આ પણ જૂઓ: આહાબ, ઇઝરાયલ, યરોબોઆમ, તિર્સાહ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
કફર-નહૂમ
સત્યો:
કફર-નહૂમ ગાલીલના સમુદ્રનું વાયવ્ય કિનારા પર આવેલું માછલાં પકડવાનું ગામ હતું.
- ઈસુ જયારે પણ ગાલીલમાં શિક્ષણ આપતો હતો ત્યારે તે કફર-નહૂમમાં રહેતો હતો.
- તેના કેટલાક શિષ્યો કફર-નહૂમથી હતા.
- ઈસુએ આ શહેરમાં ઘણા ચમત્કારો પણ કર્યા, જેમાં મૃત્યુ પામેલી છોકરી ફરીથી સજીવન કર્યાનો સમાવેશ થાય છે.
- કફર-નહૂમ ત્રણ શહેરોમાંનું એક હતું કે, જ્યાં ઈસુ એ જાહેરમાં ઠપકો આપ્યો કારણકે તે લોકોએ તેનો નકાર કર્યો અને તેનો સંદેશ માન્યો નહીં.
તેણે તેઓને ચેતવણી આપી કે દેવ તેઓના અવિશ્વાસ માટે તેઓને સજા કરશે.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ગાલીલ, ગાલીલનો સમુદ્ર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કરિંથ, કરિંથીઓ
સત્યો:
કરિંથ એ લગભગ 50 માઈલ્સ એથેન્સના પૂર્વે, ગ્રીક દેશમાં આવેલું શહેર હતું.
કરિંથીઓ લોકો કે જેઓ કરિંથમાં રહેતા હતા.
- કરિંથ એ પ્રારંભિક મંડળીઓમાંનું એક સ્થાન હતું.
- નવા કરારના પુસ્તકો, 1 કરિંથી અને 2 કરિંથી પાઉલ દ્વારા કરિંથમાં રહેતા ખ્રિસ્તીઓને લખવામાં આવેલા પત્રો હતાં
- પાઉલ તેની પ્રથમ મિશનરી મુસાફરી દરમ્યાન, કરિંથમાં લગભગ 18 મહિના માટે રહ્યો હતો.
- જયારે પાઉલ કરિંથમાં હતો, ત્યારે તે આકુલાસ અને પ્રિસ્કીલાને નામના વિશ્વાસીઓને મળ્યો.
- કરિંથમાં આવેલી પ્રારંભિક મંડળીમાં જે આગેવાનો સંકળાયેલા હતા, જેમાં તિમોથી, તિતસ, આપોલસ, અને સિલાસનો સમાવેશ થાય છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આપોલસ, તિમોથી, તિતસ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કરેથીઓ
સત્યો:
કરેથીઓ એ લોકોનું જૂથ હતું કે જેઓ કદાચ પલિસ્તીઓનો એક ભાગ હતા.
કેટલીક આવૃતિઓમાં આ નામ “ચેરેથીઓ” તરીકે લખ્યું છે.
- “કરેથીઓ અને પલેથીઓ” દાઉદ રાજાના લશ્કરમાં વિશેષ જૂથના સૈનિકો હતા કે જેઓ ખાસ કરીને તેના અંગરક્ષકો તરીકે સમર્પિત હતા.
- યહોયાદાનો દિકરો, બનાયા, દાઉદના વહીવટી દળનો સભ્ય, કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો.
- આબ્શાલોમના બળવાને કારણે દાઉદને જયારે યરુશાલેમથી નાસી જવું પડ્યું, ત્યારે કરેથીઓ તેની સાથે રહ્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આબ્શાલોમ, બનાયા, દાઉદ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કર્નેલિયસ
સત્યો:
કર્નેલિયસ વિદેશી, અથવા બિન-યહૂદી માણસ હતો, કે જે રોમન લશ્કરમાં લશ્કરી અધિકારી હતો
- તે નિયમિત દેવને પ્રાર્થના કરતો અને ગરીબોને આપવામાં ખૂબજ ઉદાર હતો.
- પ્રેરિત પિતરે જયારે કર્નેલિયસ અને તેના કુટુંબે સુવાર્તા સંભળાવી અને સમજાવી, ત્યારે તેઓ ઈસુમાં વિશ્વાસીઓ બન્યા.
- કર્નેલિયસના કુટુંબના લોકો પ્રથમ બિન-યહૂદી વિશ્વાસીઓ બન્યા હતા.
- આ બાબતે દર્શાવ્યું કે ઈસુના અનુયાયીઓમાં બધાંજ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે અને તેમનો ઉદ્ધાર કરવા આવ્યો છે, જેમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, માનવું, વિદેશી, સુવાર્તા, ગ્રીક, સૂબેદાર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કાઈન
સત્યો:
બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.
- કાઈન ખેડૂત હતો, જે અનાજનો પાકની પેદાશ કરતો હતો, જયારે હાબેલ ઘેટાનો ગોવાળ હતો.
- કાઈને તેના ભાઈ હાબેલને અદેખાઈના ક્રોધમાં મારી નાંખ્યો, કારણકે દેવે હાબેલના બલિદાનને સ્વીકાર્યું, પણ કાઈનના બલિદાનને સ્વીકાર્યુ નહોતું.
- દેવે તેને સજા તરીકે એદનથી દૂર મોકલી દીધો, અને તેને કહ્યું કે જમીન તેના માટે પાકની ઉપજ આપશે નહીં.
- દેવે કાઈનના કપાળ ઉપર નિશાન તરીકે ચિહ્ન મૂક્યું કે જયારે તે ભટકતો હોય ત્યારે લોકોને તેને મારી ન નાખે પણ તેનો તેથી બચાવ થાય.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આદમ, બલિદાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ
તથ્યો:
સર્વ નામો કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ ઈઝરાયેલના ઇતિહાસના મહત્વના શહેર જે અદોમના પ્રદેશ નજીક ઈઝરાયેલના દક્ષિણ ભાગ પર સ્થિત હતું તેનો ઉલ્લેખ કરે છે.
- કાદેશ શહેર એ રણદ્વીપ હતું, એવું સ્થળ જ્યાં ઝીન નામના રણની વચ્ચે પાણી અને ફળદ્રુપ જમીન હતા.
- મુસાએ કાદેશ બાર્નેઆથી બાર જાસૂસોને કનાનમાં મોકલ્યા.
- અરણ્યમાં ભટકવા દરમિયાન ઈઝરાયેલે કાદેશ ખાતે પણ છાવણી કરી હતી.
- કાદેશ બાર્નેઆ એ જગા હતી જ્યાં મરિયમ મરી ગઈ હતી.
- તે તો મરીબાથ કાદેશ હતું જ્યાં મુસા ઈશ્વરને અનાધિન થયો અને જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેને હુકમ કરવાને બદલે ઈઝરાયેલીઓ માટે પાણી મેળવવા ખડક પર માર્યું.
- કાદેશ શબ્દ હિબ્રૂ શબ્દમાં જેનો અર્થ “પવિત્ર” અથવા “અલગ કરાયેલ” થાય છે તે પરથી ઉતરી આવ્યો છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: રણ, અદોમ, પવિત્ર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4809, H6946, H6947
કાના
વ્યાખ્યા:
કાના ગાલીલ પ્રાંતમાં એક ગામ અથવા શહેર હતું, જે નાઝરેથથી લગભગ નવ માઈલ ઉત્તરે આવેલું હતું.
- કાના નથાનિયેલનું વતન હતું, જે બારમાંનું એક હતું.
- ઈસુ કાનામાં લગ્નની મિજબાનીમાં ગયા અને ત્યાં તેમણે પાણીને દ્રાક્ષારસમાં ફેરવીને પ્રથમ ચમત્કાર કર્યો.
- તેના થોડા સમય પછી, ઈસુ કાના પાછા આવ્યા અને ત્યાં કફરનાહુમના એક અધિકારીને મળ્યા જેણે તેના પુત્રને સાજા કરવાની વિનંતી કરી.
(આ પણ જુઓ: [કફરનાહુમ], [ગાલીલ], [બાર])
બાઈબલ સંદર્ભો:
- [યોહાન ૨:૧-૨]
- [યોહાન ૪:૪૬-૪૭]
શબ્દ માહિતી:
કાર્મેલ, કાર્મેલ પહાડ
સત્યો:
“કાર્મેલ પહાડ” પર્વતની હારને દર્શાવે છે કે, જે ભૂમધ્ય સમુદ્રનો કિનારા સાથે ઉત્તર શારોનના મેદાનોમાં આવેલો છે.
તેની સૌથી ઉંચી ટોચ 546 મીટર ઉંચી છે.
- યહૂદાના ખારા સમુદ્રની દક્ષિણે કાર્મેલ નગર આવેલું હતું.
- શ્રીમંત જમીનદાર નાબાલ અને તેની પત્ની અબીગાઈલ કાર્મેલ નગરની નજીક રહેતા હતાં, જ્યાં દાઉદ અને તેના માણસોએ નાબલના ઘેટાં કાતરનારાઓને રક્ષણ કરીને મદદ આપી.
- કાર્મેલ પહાડ ઉપર, એલિયાહે બઆલના પ્રબોધકોઓની સાથે સ્પર્ધા રાખીને ફક્ત યહોવા એજ સાચો દેવ છે તે સાબિત કરવા પડકાર આપ્યો હતો.
- તે સ્પષ્ટ કરવું કે આ એક પર્વત નહોતો, “કાર્મેલ પહાડ” નું ભાષાંતર, “કાર્મેલ પર્વતની હારમાળાઓને પર્વત” અથવા “કાર્મેલ પર્વતની હારમાળા” તરીકે કરી શકાય છે.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બઆલ, એલિયાહ, યહુદા, ખારો સમુદ્ર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3760, H3761, H3762
કાલેબ
સત્યો:
કાલેબ બાર ઈઝરાએલી જાસૂસોમાંનો એક હતો, જેને મૂસાએ કનાનની ભૂમિની તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો.
- તેણે અને યહોશુઆએ લોકોને દેવની મદદ પર ભરોસો રાખી કનાનીઓનો પરાજય કરવા કહ્યું.
- યહોશુઆ અને કાલેબ તેઓની પેઢીમાં ફક્ત એવા પુરુષો હતા કે જેઓને કનાનની વચનની ભૂમિમાં પ્રવેશ કરવા પરવાનગી મળી.
- કાલેબે વિનંતી કરી કે હેબ્રોનની જમીન તેને અને તેના કુટુંબને આપવામાં આવે.
તેને ખબર હતી કે જે લોકો ત્યાં રહે છે તેઓનો પરાજય કરવા ઈશ્વર તેને મદદ કરશે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: હેબ્રોન, યહોશુઆ)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 14:4 જયારે ઈઝરાએલીઓ કનાનને છેડે પહોંચ્યા ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એક એમ બાર પુરુષો પસંદ કર્યા.
તેણે તે માણસોને સૂચના આપી કે જાઓ અને જઈને જાસુસી કરો કે તે કેવી જમીન છે.
- __14:6__તરત જ કાલેબ અને યહોશુઆએ, જે બાકીના બે જાસુસ હતા તેમને કહ્યુ કે, "તે સાચું છે કે કનાનના લોકો કદાવર અને મજબૂત છે પણ આપણે તેઓને ખરેખર હરાવી દઈશું!”
દેવ આપણા માટે લડશે!"
- 14:8 " યહોશુઆ અને કાલેબ વગર, જેઓ વીસ વર્ષથી વધારે ઉંમરવાળા હતા, તેઓ વચનના દેશમાં પ્રવેશ કરી શક્યા નહીં"
જેથી તેઓ તે જગ્યામાં શાંતિથી રહી શક્યા.
શબ્દ માહિતી:
કિન્દ્રોન ખીણ
હકીકતો:
કિન્દ્રોન ખીણ એ યરુસાલેમ શહેરની બહાર તેની પૂર્વ દિવાલ અને જૈતૂન પર્વતની વચ્ચે એક ઊંડી ખીણ છે.
ખીણ ૧,૦૦૦મીટરથી વધુ ઊંડી અને લગભગ ૩૨ કિલોમીટર લાંબી છે.
જ્યારે રાજા દાઉદ તેના પુત્ર આબ્શાલોમ પાસેથી ભાગી રહ્યો હતો, ત્યારે તે કિન્દ્રોન ખીણમાંથી થઈને જૈતૂનના પહાડ પર ગયો.
રાજા યોશિયા અને યહૂદાના રાજા આસાએ આદેશ આપ્યો કે જૂઠા દેવોના ઉચ્ચ સ્થાનો અને વેદીઓને તોડી નાખવામાં આવે અને બાળી નાખવામાં આવે; રાખ કિન્દ્રોન ખીણમાં ફેંકી દેવામાં આવી હતી.
રાજા હિઝકિયાના શાસનકાળ દરમિયાન, કિન્દ્રોન ખીણ એવી હતી જ્યાં યાજકોએ મંદિરમાંથી જે અશુદ્ધ વસ્તુઓ કાઢી નાખી હતી તે બધું ફેંકી દીધું હતું.
દુષ્ટ રાણી અથાલ્યાને આ ખીણમાં મારી નાખવામાં આવી હતી કારણ કે તેણે કરેલા દુષ્ટ કાર્યોને લીધે.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો]
(આ પણ જુઓ: [આબ્શાલોમ], [આસા], [અથાલ્યા], [દાઉદ], [ખોટા દેવ], [હિઝકિયા], [ઉચ્ચ સ્થાનો], [યોશિયા], [યહુદા], [જૈતૂનનો પર્વત])
બાઇીબલ સંદર્ભો:
શબ્દ માહિતી
- સ્ટ્રોંગ્સ: H5674, H6939, G27480, G54930
કિલીકિયા
સત્યો:
કિલીકિયા દક્ષિણ-પૂર્વીય ભાગમાં આવેલો રોમનો નાનો પ્રદેશ હતો, જ્યાં હાલમાં આધુનિક સમયનું તુર્કસ્તાન આવેલું છે.
તે એગીયન સમુદ્રની સરહદ પાસે આવેલ છે.
- પાઉલ પ્રેરિત કિલીકિયામાં આવેલા તાર્સસ શહેરનો નાગરિક હતો.
- પાઉલને દમસ્કના માર્ગ ઉપર ઈસુ સાથે સામના થયો, ત્યારબાદ કેટલાક વર્ષો તેણે કિલીકિયામાં વિતાવ્યા.
- કિલીકિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓ ત્યાં હતા કે જેઓએ સ્તેફનનો સામનો કર્યો અને તેને પત્થરથી મારી નાખવા માટે લોકોને પ્રભાવિત કર્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પાઉલ, સ્તેફન, તાર્સસ)
##બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કુરેની
સત્યો:
કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.
- નવા કરારમાં, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બન્ને કુરેનીમાં રહેતા હતાં.
- ઘણું કરીને, કુરેની બાઈબલમાં સિમોન નામના માણસના વતન તરીકે તે સૌથી વધુ જાણીતું છે કે જેણે ઇસુનો વધસ્તંભ ઉંચક્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ક્રિત)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
કૂશ
સત્યો:
કૂશ એ નૂહના દીકરા હામનો સૌથી મોટો દીકરો હતો.
તે નિમ્રોદનો પણ પૂર્વજ હતો.
તેના બે ભાઈઓના નામ મિસર અને ક્નાન હતા.
- જૂના કરારના સમયોમાં, “કૂશ” એ દક્ષિણ ઈઝરાએલમાં આવેલા એક મોટા ભાગનું નામ હતું.
તે સંભવિત છે કે જગ્યાનું નામ હામના દીકરા કૂશ પરથી અપાયું હશે.
- પ્રાચીન સમયના કૂશનો ભાગ, કદાચ આધુનિક સમયના વિવિધ ભાગોના દેશો જેવા સુદાન, મિસર, ઇથોપિયા, અને કદાચ, સાઉદી અરેબિયાનો સમાવેશ કરે છે.
- ગીતશાસ્ત્રમાં બીજા એક કૂશ નામના માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તે બિન્યામીન કુળનો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અરબસ્થાન, કનાન, મિસર, ઇથોપિયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3568, H3569, H3570
કેદાર
તથ્યો:
કેદાર ઇશ્માએલનો બીજો દીકરો હતો.
તે એક મહત્વનુ પણ શહેર હતું, જેનું નામ કદાચ માણસના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
- પેલેસ્ટાઇનની દક્ષિણ સરહદ નજીક અરેબિયાના ઉત્તર ભાગમાં કેદાર શહેર સ્થિત હતું.
બાઇબલના સમયમાં, તે તેની મહાનતા અને સુંદરતા માટે ઓળખાતું હતું.
- કેદારના વંશજોએ મોટું લોક જુથ બનાવ્યું જેને પણ “”કેદાર” તરીકે ઓળખવામાં આવતું હતું.
- “શ્યામ કેદારના તંબુઓ”””’’ શબ્દસમૂહ શ્યામ બકરાના વાળના તંબુઓ જેમાં કેદારના લોકો રહેતા હતા તેનો ઉલ્લેખ કરે છે.
- આ લોકો ઘેટાં અને બકરાઓ ઉછેરતા હતા.
તેઓ ઊંટોનો પણ મુસાફરી માટે ઉપયોગ કરતાં હતા.
- બાઈબલમાં, “કેદારનો મહિમા” શબ્દસમૂહ તે શહેર અને તેના લોકોની મહાનતાનો ઉલ્લેખ કરે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: અરેબિયા, ઘેટું, ઇશ્માએલ, બલિદાન)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
કેદેશ
તથ્યો:
કેદેશ કનાનીઓનું શહેર હતું જે ઈઝરાયેલીઓ દ્વારા જ્યારે તેઓ કનાનમાં પ્રવેશ્યા ત્યારે લઈ લેવામાં આવ્યું હતું.
- આ શહેર ઈઝરાયેલના ઉત્તરના ભાગમાં સ્થિત હતું, જે ભૂમિ કે વિસ્તાર નફતાલીના કુળને આપવામાં આવ્યો હતો તે.
- જ્યાં લેવી યાજકો રહી શકે એવા પસંદ કરાયેલા શહેરોમાનું એક શહેર કેદેશ હતું, કેમ કે તેમની પોતાની કોઈ ભૂમિ કે વિસ્તાર ન હતો.
- તેને “”આશ્રયના શહેર” તરીકે પણ અલગ કરવામાં આવ્યું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: કનાન, હેબ્રોન, લેવી, નફતાલી, યાજક, આશ્રય, શખેમ, ઈઝરાયેલના બાર કુળ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
કૈસર
સત્યો:
“કૈસર” શબ્દ, નામ અથવા શીર્ષક તરીકે રોમન સામ્રાજ્યના ઘણા શાસકો દ્વારા વાપરવામાં આવતો હતો.
બાઇબલમાં આ નામ ત્રણ અલગ અલગ રોમન શાસકોને દર્શાવે છે.
- પહેલો રોમન કૈસર નામનો શાસક “કૈસર ઓગસ્તસ” હતો, કે જે ઈસુનો જન્મ થયો હતો તે સમય દરમ્યાન શાસન કરતો હતો.
- લગભગ ત્રીસ વર્ષો પછી, તે સમયે કે જયારે યોહાન બાપ્તિસ્ત પ્રચાર કરતો હતો, તે સમયે તિબેરીઅસ કૈસર રોમન સામ્રાજ્યનો શાસક હતો.
- જયારે ઈસુએ લોકોને કહ્યું કે, જે કૈસરનું છે તે તેને આપવું ઉચિત છે અને જે દેવનું છે તે દેવને આપવું ઉચિત છે, આ સમય દરમ્યાન તિબેરીઅસ કૈસર હજુ રોમમાં શાસન કરી રહ્યો હતો.
- જયારે પાઉલે કૈસરને અરજ કરી, જે રોમન સમ્રાટ, નીરોને દર્શાવે છે, કે જેનું શીર્ષક પણ “કૈસર” હતું.
- જયારે “કૈસરનું” શીર્ષક તેના પોતાના માટે વાપરવામાં આવ્યું છે, જેનું ભાષાંતર, “સમ્રાટ” તરીકે અથવા “રોમન શાસક” પણ કરી શકાય છે.
- નામોમાં જેવા કે કૈસર ઓગસ્તસ અથવા તિબેરીઅસ કૈસર, “કૈસર” નો ઉચ્ચાર રાષ્ટ્રીય ભાષાના ઉચ્ચાર સાથે બંધ બેસતો હોવો જોઈએ.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: રાજા, પાઉલ, રોમ)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
કૈસરિયા, કૈસરિયા ફિલિપ્પી
સત્યો:
કૈસરિયા ભૂમધ્ય સમુદ્રના કિનારા પર લગભગ 39 કિલોમીટર કાર્મેલ પર્વતની દક્ષિણે આવેલું મહત્વનું શહેર હતું. કૈસરિયા ફિલિપ્પી ઈઝરાએલના ઉત્તર પૂર્વ ભાગમાં, હેર્મોન પર્વતની નજીક આવેલું શહેર હતું.
- કૈસર કે જે રોમન સામ્રાજ્ય પર શાસન કરતો હતો તેના નામ પરથી આ શહેરોના નામો અપાયા હતા.
- ઈસુના જન્મ સમયની આસપાસ, દરિયાઈ કૈસરિયા યહૂદિયાના રોમન પ્રાંતની રાજધાની શહેર બન્યું.
- પિતર પ્રેરિતે પહેલા કૈસરિયામાં વિદેશીઓને ઉપદેશ કર્યો.
- પાઉલ કૈસરિયાથી તાર્સાસ ગયો અને તેની બે મિશનરી/સેવાકીય યાત્રા દરમ્યાન આ શહેરમાંથી પણ પસાર થયો.
- ઈસુ અને તેના શિષ્યોએ અરામના કૈસરિયા ફિલિપ્પીના આસપાસના પ્રદેશમાં મુસાફરી કરી.
બન્ને શહેરોના નામ, હેરોદ ફિલિપ નામ પરથી આપવામાં આવ્યા હતા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કૈસર, વિદેશી, સમુદ્ર, કાર્મેલ, હેર્મોન પર્વત, રોમ, તાર્સસ)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
કોરાહ, કોરાહી, કોરાહીઓ
વ્યાખ્યા:
જૂના કરારમાં કોરાહ નામ ત્રણ પુરુષોનું હતું.
- એસાવના દીકરાઓમાનું એકનું નામ કોરાહ હતું. તે તેના સમુદાયમાં આગેવાન બન્યો હતો.
- કોરાહ એ લેવીનો પણ વંશજ હતો અને તેથી મુલાકાત મંડપમાં યાજક તરીકે સેવા કરતો હતો. તેણે મુસા અને હારુનની ઈર્ષા કરી અને તેમની વિરુદ્ધ બંડ પોકારવા માણસોના જૂથને દોર્યું.
- ત્રીજો માણસ કોરાહ નામનો એ યહુદાના વંશજની સૂચિમાં આવે છે.
(આ પણ જુઓ: હારુન, સત્તા, કાલેબ, વંશજ, એસાવ, યહુદા, યાજક)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
કોરેશ
સત્યો:
કોરેશ એ ઈરાની રાજા હતો કે જેણે લગભગ ઈસ પૂર્વે 550 માં, લશ્કરી જીત દ્વારા ઈરાની સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
ઇતિહાસમાં તે મહાન કોરેશ તરીકે પણ જાણીતો હતો.
કોરેશ રાજા એ બાબિલોન (બાબિલ) શહેર પર વિજય મેળવ્યો, કે જ્યાં ઈઝરાએલીઓને બંદીવાસમાં રાખવામાં આવ્યા હતા, અને ત્યાંથી તેમને છોડવામાં આવ્યા.
કોરેશ જે દેશના લોકો જીત્યો હતો તેના પ્રત્યે તેના સહિષ્ણુ વલણ માટે જાણીતો હતો.
તેના યહૂદીઓ પ્રત્યેનો સદ્વ્યવહાર કારણે, બંદીવાસના સમય પછી, તેણે યરૂશાલેમના મંદિરને ફરીથી બાંધવા દોરવણી આપી.
કોરેશ જયારે દાનિયેલ, એઝરા, અને નહેમ્યા જીવતાં હતા, તે સમય દરમ્યાન રાજ્ય કરતો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કરો
(આ પણજુઓ : દાનિયેલ, દાર્યાવેશ, એઝરા, નહેમ્યા, ઈરાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ક્રિત, ક્રિતીઓ
સત્યો:
“ક્રિત” એક ટાપુ કે જે ગ્રીસના દક્ષિણ દરિયા કિનારે આવેલો છે. “ક્રિતી” એ કોઈક છે કે જે આ ટાપુ ઉપર રહે છે.
* પાઉલ પ્રેરિતે તેની મિશનરી મુસાફરીઓ દરમ્યાન આ ટાપુનો પ્રવાસ કર્યો હતો.
* પાઉલે તેના સહ-કાર્યકર તિતસને ક્રિતમાં ખ્રિસ્તીઓને શીખવવા અને ત્યાંની મંડળી માટે આગેવાનોની નિમણૂક કરવા મૂક્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ખારો સમુદ્ર, મૃત સમુદ્ર
તથ્યો:
ખારો સમુદ્ર (મૃત સમુદ્ર તરીકે પણ ઓળખાય છે) દક્ષિણ ઇઝરાયેલના પશ્ચિમથી અને તેની પૂર્વ તરફ મોઆબ વચ્ચે સ્થિત છે.
યર્દન નદી દક્ષીણે ખારા સમુદ્રમાં વહે છે.
તે મોટાભાગના સમુદ્ર કરતા નાનો છે તેને કારણે, તેને “ખારું તળાવ” કહેવાય છે.
આ સમુદ્રમાં વિપુલ પ્રમાણમાં ખનીજ (અથવા ક્ષાર) રહેલાં છે જેથી આ પાણીમાં કોઈ જીવી શકતું નથી.
તેમાં છોડ અને પ્રાણીઓનો અભાવ એ “મૃત સમુદ્ર” નામનું કારણ છે.
- જુના કરારમાં, અરાબાહ અને નેગેવ વિસ્તારોની નજીક તેની જગ્યાને કારણે આ સમુદ્ર “અરાબાહનો સમુદ્ર” અને “નેગેવનો સમુદ્ર” તરીકે પણ ઓળખાતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: આમ્મોન, અરાબાહ, , યર્દન નદી, મોઆબ, નેગેવ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
ગમોરાહ
સત્યો:
ગમોરાહ શહેર એ સદોમની નજીક ફળદ્રુપ ખીણમાં આવેલું હતું, જ્યાં ઈબ્રાહિમના ભત્રીજા લોતે રહેવાનું પસંદ કર્યું હતું.
- ગમોરાહ અને સદોમનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે, પણ ત્યાં સંકેતો છે કે કદાચ તેઓ સીધા ખારા સમુદ્ધની દક્ષિણે, સિદ્દીમની ખીણની નજીકમાં સ્થાપિત હતા.
- સદોમ અને ગમોરાહ જ્યાં આવેલા હતા, તે પ્રદેશમાં ઘણા રાજાઓ યુદ્ધમાં સામેલ હતા.
- જયારે લોતનું કુટુંબને સદોમ અને અન્ય શહેરો વચ્ચેના સંઘર્ષમાં કબ્જે કરવામાં આવ્યા હતા, ત્યારે ઇબ્રાહિમ અને તેના માણસોએ તેઓને છોડાવ્યા.
- પછી ટૂંકા સમયમાં જ, ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે, સદોમ અને ગમોરાહ શહેરોનો ઈશ્વર દ્વારા નાશ કરાયો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઇબ્રાહિમ , બાબિલોન, લોત, ખારો સમુદ્ધ, સદોમ)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
ગલગથા
તથ્યો:
“ગલગથા” એ જગ્યાનું નામ હતું જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા. તેનું નામ અરામિક શબ્દ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે "ખોપરી" અથવા "ખોપડીનું સ્થાન."
- ગલગથા યરૂસાલેમની શહેરની દિવાલોની બહાર ક્યાંક નજીકમાં સ્થિત હતું. તે કદાચ જૈતૂન પર્વતની ઢોળાવ પર સ્થિત હતું.
- બાઈબલના કેટલાક જૂના અંગ્રેજી સંસ્કરણોમાં, ગલગથાનું ભાષાંતર "કાલવરી" તરીકે થાય છે, જે લેટિન શબ્દ "ખોપરી" પરથી આવે છે.
- ઘણા બાઈબલ સંસ્કરણો એવા શબ્દનો ઉપયોગ કરે છે જે "ગલગથા" જેવો દેખાય છે અથવા સંભળાય છે, કારણ કે તેનો અર્થ બાઈબલ ટેક્સ્ટમાં પહેલેથી જ સમજાવાયેલ છે.
(અનુવાદ સૂચન: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો]
(આ પણ જુઓ: [અરામ], [ઓલિવ્સનો પર્વત])
બાઈબલ સંદર્ભો
[યોહાન ૧૯:૧૭]
[માર્ક ૧૫:૨૨]
[માથ્થી ૨૭:૩૩]
શબ્દ માહિતી:
ગલાતિયા, ગલાતીઓ
સત્યો:
નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.
- ગલાતિયાનો ભાગ કાળા સમુદ્ધની સરહદ પર આવેલો છે કે જે (સમુદ્ધ) ઉત્તર દિશામાં હતો.
તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.
- પાઉલ પ્રેરિતે ખ્રિસ્તીઓ કે જેઓ ગલાતિયાના પ્રાંતમાં રહેતા હતા, તેઓને પત્ર લખ્યો.
આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.
- પાઉલે ગલાતીઓને તેનો પત્ર લખ્યો, તેનું એક કારણ એ હતું કે તે ફરીથી સુવાર્તા પર ભાર મૂકે છે કે ઉદ્ધાર કરણીઓ દ્વારા નહીં, કૃપાથી પ્રાપ્ત થાય છે.
- ત્યાં યહૂદી ખ્રિસ્તીઓ વિદેશી ખ્રિસ્તીઓને ખોટી રીતે શિક્ષણ આપતા હતા કે વિશ્વાસીઓને અમુક યહૂદી કાયદાઓ પાળવા તે જરૂરી હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આસિયા, માનવું, કિલીકિયા, સુવાર્તા, પાઉલ, કરણીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ગાઝા
સત્યો:
બાઈબલના સમય દરમ્યાન, ગાઝા એ પલિસ્તીઓનું સમૃદ્ધ શહેર જે ભૂમધ્ય સમુદ્ધના કિનારા પર, લગભગ 38 કિલોમીટર આશ્દોદની દક્ષિણે આવેલું હતું.
તે પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.
- તેના સ્થાનને કારણે, ગાઝા એ મહત્વનું બંદર હતું, જ્યાં ઘણા અન્ય લોકોના જૂથો, અને દેશો વચ્ચે વ્યાપારી પ્રવૃત્તિઓ થતી હતી.
- આજે પણ, ગાઝા પટ્ટીમાં હજુ પણ ગાઝા શહેર એ મહત્વનું બંદર છે, જે જમીનનો પ્રદેશ ભૂમધ્ય સમુદ્ધના કિનારા સાથે ઈઝરાએલની ઉત્તર અને પૂર્વ સરહદ ઉપર, અને તેની દક્ષિણમાં મિસર આવેલું છે.
- ગાઝા એ શહેર હતું કે જ્યાં પલિસ્તીઓ સામસૂનને તેને બંદી બનાવ્યા પછી લઈ ગયા હતા.
- જયારે ફિલિપ સુવાર્તિક ગાઝાના રણના માર્ગમાં ચાલ્યો હતો, ત્યારે તે એક હબસી ખોજાને મળ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આશ્દોદ, ફિલિપ, પલિસ્તીઓ, ઈથોપિયા, ગાથ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5804, H5841, G1048
ગાદ
સત્યો:
ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો.
યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.
- ગાદનું કુટુંબ એ ઈઝરાએલના બાર કુળોમાનું એક બન્યું.
- બાઈબલમાં બીજા એક માણસનું નામ ગાદ પ્રબોધક હતું કે જેણે દાઉદ રાજાને ઈઝરાએલી લોકોના વસ્તી ગણતરી કરવાના તેના પાપ માટે સામનો કર્યો.
- મૂળ લખાણમાં બઆલગાદ અને મિગ્દાલગાદ શહેરોના નામ બે શબ્દોમાં લખવામાં આવ્યા છે, અને અમુકવાર તેઓને “બઆલ ગાદ” અને “મિગ્દાલ ગાદ” તરીકે લખેલા છે.
(ભાષાંતરના સૂચનો:નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: વસ્તી ગણતરી, પ્રબોધક, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1410, H1425, G1045
ગાબ્રિયેલ
સત્યો:
ગાબ્રિયેલ એ દેવના દૂતોમાંના એકનું નામ છે.
જૂના અને નવા કરાર બન્નેમાં, અનેક વખત તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- દેવે ગાબ્રિયેલને દાનિયેલ પ્રબોધક પાસે તેણે જે દર્શન જોયું હતું, તેનો અર્થ કહેવા મોકલ્યો.
- અન્ય સમયે, જયારે દાનિયેલ પ્રાર્થના કરતો હતો, ત્યારે ગાબ્રિયેલ દૂત ઉડીને તેની પાસે આવ્યો, અને ભવિષ્યમાં શું થવાનું છે તે વિશે ભવિષ્યવાણી કરી.
દાનિયેલે તેનું વર્ણન “માણસ” તરીકે કર્યું.
- નવા કરારમાં તે નોંધ કરવામાં આવી છે કે ગાબ્રિયેલ ઝખાર્યા પાસે ભવિષ્યવાણી કરવા આવ્યો કે તેની વૃદ્ધ પત્ની એલિસાબેતને યોહાન નામનો દીકરો થશે.
- તેના છ મહિના પછી, ગાબ્રિયેલને મરિયમની પાસે એ કહેવા મોકલવામાં આવ્યો હતો કે દેવ તેને ચમત્કારિક બાળકનો ગર્ભ ધરવા સક્ષમ કરશે કે જે “દેવનો દીકરો” કહેવાશે.
ગાબ્રિયેલે મરિયમને તેના દીકરાનું નામ ઈસુ રાખવા કહ્યું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: દૂત, દાનિયેલ, એલિસાબેત, યોહાન (બાપ્તિસ્ત), મરિયમ, પ્રબોધક, દેવનો દીકરો, [ઝખાર્યા )
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,
સત્યો:
ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો.
“ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.
- નવા કરારના સમય દરમ્યાન, ગાલીલ, સમરૂન, અને યહૂદિયા ઈઝરાએલના મુખ્ય ત્રણ પ્રાંતો હતા.
- ગાલીલ એ પૂર્વથી મોટું સરોવર જે “ગાલીલનો સમુદ્ધ” કહેવાય છે તેની સરહદ પર આવેલું છે.
- ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાં મોટો થયો અને રહ્યો.
- ઈસુના મોટાભાગના ચમત્કારો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓએ ગાલીલના પ્રદેશમાં સ્થાન લીધું હતું.
(આ પણ જુઓ: નાઝરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ધ)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __21:10__યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા _ગાલીલ_માં રહેશે, અને હ્રદયભંગિત લોકોને આશ્વાસન આપશે, અને બંદીઓને સ્વતંત્રતા જાહેર કરશે અને કેદીઓને મુક્ત કરશે.
- __26:1__શેતાનના પરીક્ષણોથી જીત પ્રાપ્ત કર્યા પછી, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યમાં _ગાલીલ _ના પ્રદેશમાં જ્યાં તે રહેતો હતો, ત્યાં પાછો આવ્યો.
- __39:6__છેવટે, લોકોએ કહ્યું ,કે અમે જાણીએ છીએ કે તું ઈસુ સાથે હતો, કારણકે તમે બંને ગાલીલથી છો.
- __41:6__પછી દૂતે સ્ત્રીને કહ્યું, “જા અને શિષ્યોને કહે, ‘ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો છે અને તે તમારી અગાઉ ગાલીલ જશે.’”
શબ્દ માહિતી:
- Strong's: H1551, G1056, G1057
ગાલીલનો સમુદ્ર, કીન્નેરેથનો સમુદ્ર, ગન્નેસરેતનો સરોવર, તિબેરિયસનો સમુદ્ર
તથ્યો:
“ગાલીલનો સમુદ્ર” પૂર્વ ઈઝરાયેલમાં એક તળાવ છે.
જુના કરારમાં, તેને “કીન્નેરેથનો સમુદ્ર” તરીકે ઓળખવામાં આવતો હતો.
આ તળાવનું પાણી દક્ષિણમાં યર્દન નદી દ્વારા ખારા સમુદ્ર સુધી વહે છે.
નવા કરારના સમય દરમિયાન કફર-નહૂમ, બૈથસૈદા, ગન્નેસરેત અને તિબેરિયસ નગરો ગાલીલના સમુદ્ર કાઠે સ્થાપિત હતાં.
ઈસુના જીવનના ઘણાં પ્રસંગો ગાલીલના સમુદ્ર પર અથવા તેની પાસે બન્યા હતાં.
ગાલીલના સમુદ્રને “તિબેરિયસનો સમુદ્ર” અને “ગન્નેસરેતના સરોવર” તરીકે પણ ઉલ્લેખવામાં આવતો હતો.
આ શબ્દનો અનુવાદ “ગાલીલના પ્રદેશમાનું તળાવ” અથવા “ગાલીલનું તળાવ” અથવા “તિબેરિયસની નજીકનું તળાવ (ગન્નેસરેત)” એમ પણ કરી શકાય.
(અનુવાદ માટેના સૂચનો: નામોની અનુવાદ કેવી રીતે કરવો
(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, યર્દન નદી, ખારો સમુદ્ર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3220, H3672, G1056, G1082, G2281, G3041, G5085
ગિદિયોન
સત્યો:
ગિદિયોન એ એક ઈઝરાએલી માણસ હતો કે જેને દેવે ઈઝરાએલીઓને તેઓના શત્રુઓથી છોડાવવા ઊભો કર્યો.
- ગિદિયોન જીવતો હતો તે સમય દરમ્યાન, જે મિદ્યાની લોકોનું જૂથ કહેવાતું હતું તેઓ વારંવાર ઈઝરાએલીઓ પર હુમલો કરતા, અને તેઓના પાકોનો નાશ કરતા હતા.
- ગિદિયોન ભયભીત હતો, છતાંપણ દેવે તેને મિદ્યાનીઓની વિરુદ્ધ લડવા અને તેઓને હરાવવા અને ઈઝરાએલીઓને દોરવણી આપવા તેનો ઉપયોગ કર્યો.
- ગિદિયોને દેવની આજ્ઞા માનીને જૂઠા દેવો બઆલ અને અશેરાહની મૂર્તિઓને તોડી નાંખી.
- તેણે લોકોને તેઓના શત્રુને હરાવવા માટે આગેવાની આપી એટલુંજ નહિ, પણ તેણે યહોવા એક જ સાચો દેવ છે તેની આજ્ઞા પાળવા અને તેની આરાધના કરવા પણ તેણે તેઓને પ્રોત્સાહિત કર્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બઆલ, અશેરાહ, છોડાવવું, મિદ્યાન, યહોવા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
__16:5__યહોવાના દૂતે ગિદિયોન પાસે આવીને કહ્યું કે, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.
જા અને ઈઝરાએલીઓને મિદ્યાનીઓથી બચાવ”.
16:6 ગિદિયોનના પિતા પાસે એક યજ્ઞવેદી હતી જે મૂર્તિને સમર્પિત કરેલી હતી.
દેવે _ગિદિયોન ને કહ્યું તે વેદીને તોડી પાડ.
__16:8__ત્યાં ઘણા બધા (મિદ્યાનીઓ) હતા કે તેઓને ગણી શકાય તેમ નહોતા. ગિદિયોને ઈઝરાએલીઓને એક થઇ લડવા માટે બોલાવ્યા.
16:8 ગિદિયોને ઈઝરાએલીઓને એક થઇ લડવા માટે બોલાવ્યા. ગિદિયોને દેવની પાસે બે ચિન્હો માગ્યા, જેથી તે ખાતરી કરી શકે કે દેવ ઈઝરાએલને બચાવવા તેનો ઉપયોગ કરશે.
__16:10__32,000 ઈઝરાએલી સૈનિકો ગિદિયોન પાસે આવ્યા, પણ દેવે તેને કહ્યું આ ઘણા વધારે છે.
__16:12__પછી ગિદિયોન તેના સૈનિકો પાસે પાછો ગયો અને તેઓ દરેકને રણશિંગડાં, ખાલી ઘડા, અને દીવા આપ્યા.
__16:15__લોકો _ગિદિયોન_ને તેઓનો રાજા બનાવવા માંગતા હતા.
__16:16__પછી ગિદિયોને સોનાનો ઉપયોગ કરીને મુખ્ય યાજકો જેવું વિશેષ કપડું પહેરતા હતા તેવું (એફોદ) બનાવ્યું.
પણ લોકોએ જાણે કે તે એક મૂર્તિ હોય તેમ તેની પૂજા કરવાનું ચાલુ કર્યું.
શબ્દ માહિતી:
ગિબયાહ
સત્યો:
ગિબયાહ શહેર એ યરૂશાલેમની ઉત્તરે અને બેથેલની દક્ષિણે આવેલું હતું.
- ગિબયાહ એ બિન્યામીનના કુળનો પ્રદેશ હતો.
- તે બિન્યામીનીઓ અને ઈઝરાએલની વચ્ચેના વિશાળ યુદ્ધનું સ્થળ હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બિન્યામીન, બેથેલ, યરૂશાલેમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1387, H1389, H1390, H1394
ગિબયોન, ગિબયોની, ગિબયોનીઓ
સત્યો:
ગિબયોન શહેર કે જે લગભગ 13 કિલોમીટર યરૂશાલેમના વાયવ્ય ખૂણામાં આવેલું હતું.
ગિબયોનમાં રહેનારા લોકો ગિબયોનીઓ કહેવાતા હતા.
- જયારે ગિબયોનીઓએ સાંભળ્યું કે ઈઝરાએલીઓએ યરીખો અને આય શહેરોને કેવી રીતે નાશ કર્યો હતો, ત્યારે તેઓ ભયભીત થયા હતા.
- જેથી ગિબયોનીઓ ગિલ્ગાલમાં ઈઝરાએલના આગેવાનો પાસે આવ્યા, અને દૂર દેશથી આવ્યા છે તેવો ઢોંગ કર્યો.
- ઈઝરાએલી આગેવાનો છેતરાયા, અને તેઓએ ગિબયોનીઓ સાથે કરાર કર્યો કે તેઓ તેમનો નાશ કરશે નહિ અને તેઓનું રક્ષણ કરશે.
(આ પણ જુઓ: ગિલ્ગાલ, યરીખો, યરૂશાલેમ)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __15:6__પણ કનાની લોકોના જૂથોમાંનુ એક જે ગિબયોનીઓ હતા, તેઓએ યહોશુઆ આગળ જૂઠું બોલ્યાં કે તેઓ કનાનથી દૂરના સ્થળના હતા.
- __15:7__પછી ક્યારેક, કનાનમાં અન્ય જૂથના રાજાઓ, અમોરીઓએ સાભળ્યું કે, ગિબયોનીઓએ ઈઝરાએલીઓ સાથે શાંતિ કરાર કર્યો છે, જેથી તેઓએ બીજા મોટા લશ્કર સાથે તેઓના લશ્કરો સંયોજિત કરી અને ગિબયોન પર હુમલો કર્યો.
- __15:8__જેથી યહોશુઆએ ઈઝરાએલી લશ્કરને એકઠું કર્યું અને તેઓએ ગિબયોનીઓ સુધી પહોંચવા આખી રાત કૂચ કરી.
શબ્દ માહિતી:
ગિર્ગાશીઓ
સત્યો:
ગિર્ગાશીઓ એ કનાનની ભૂમિમાં ગાલીલના સમુદ્ધની નજીક રહેતા લોકોનું જૂથ હતું.
- તેઓ કનાનના દીકરા હામના વંશજો હતા, અને જેઓ ઘણા લોકોના જૂથોમાંના એક હતા કે, જેઓ કનાનીઓ તરીકે પણ જાણીતા હતા.
- દેવે ઈઝરાએલીઓને વચન આપ્યું કે તે ગિર્ગાશીઓ અને કનાની લોકોના જૂથોને હરાવવા તેઓને મદદ કરશે.
- બાકીના કનાની લોકોની જેમ, ગિર્ગાશીઓએ જૂઠા દેવોની પૂજા કરતા અને તે પૂજાના ભાગરૂપે અનૈતિક બાબતો કરતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કનાન , હામ, નૂહ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ગિલ્ગાલ
સત્યો:
ગિલ્ગાલ શહેર યરીખોની ઉત્તરે આવેલું હતું, અને પ્રથમ સ્થળ હતું કે જ્યાં ઈઝરાએલીઓ કનાન દેશમાં પ્રવેશ કરવા યર્દન નદી પાર કર્યા બાદ છાવણી કરી.
યહોશુઆએ ગિલ્ગાલ પર યર્દન નદીના સૂકા પટ પરથી લેવામાં આવેલા બાર પથ્થરો કે માત્ર તેઓએ નદી ઓળંગી હતી પછી સ્થાપિત કર્યા.
ગિલ્ગાલ એ શહેર હતું કે જ્યારે એલિયાને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો હતો, ત્યારે એલિયા અને એલિશા યર્દન નદી પાર ઉતરીને તેની (ગિલ્ગાલ) બહાર આવી રહ્યા હતા.
જૂના કરારમાં ત્યાં બીજા ઘણા સ્થાનોને “ગિલ્ગાલ” કહેવામાં આવતા હતા.
“ગિલ્ગાલ” શબ્દનો અર્થ, “પથ્થરોનું વર્તુળ,” કદાચ જ્યાં ગોળાકાર વેદી બાંધવામાં આવી હતી તે સ્થળને દર્શાવે છે.
- જૂના કરારમાં, આ નામ લગભગ હંમેશા “ગિલ્ગાલ” તરીકે આવે છે.
તે સૂચવે છે કે તે ચોક્કસ સ્થળ નહોતું, પણ તેના બદલે અમુક જગ્યાનું વર્ણન કરવામાં આવ્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: એલિયા, , એલિશા, યરીખો, યર્દન નદી)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ગિલ્યાદ, ગિલ્યાદી
વ્યાખ્યા:
ગિલ્યાદી યર્દન નદીની પૂર્વના પર્વતીય પ્રદેશનું નામ હતું, જ્યાં ગાદ, રૂબેન, અને મનાશ્શાના ઈઝરાએલી કુળો રહેતા હતા.
- આ પ્રદેશને “ગિલ્યાદનો પહાડી દેશ” અથવા “ગિલ્યાદી પર્વત,” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.
- જૂના કરારમાં “ગિલ્યાદ” તે અનેક પુરુષોના નામ પણ હતા. આ પુરુષોમાંનો એક મનાશ્શાનો પૌત્ર હતો. બીજો ગિલ્યાદ એ યફતાનો પિતા હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ગાદ, યિફતા, મનાશ્શા, રૂબેન, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની સંદર્ભો:
શબ્દ માહિતી:
ગેથશેમાને
સત્યો:
ગેથશેમાને એ કીદ્રોન નાળાની બહાર અને જૈતૂનના પહાડની નજીક, યરૂશાલેમની પૂર્વે જૈતૂનના વૃક્ષોની વાડી હતી.
- ગેથશેમાની વાડી એ એક સ્થળ હતું કે જ્યાં ઈસુ અને તેના અનુયાયીઓ, ટોળાથી દૂર એકલા રહેવા અને આરામ કરવા જતા હતા.
- તે ગેથશેમાને હતું કે જ્યાં યહૂદી આગેવાનો દ્વારા ધરપકડ થયા પહેલા, ઈસુએ ઊંડી વેદના સાથે પ્રાર્થના કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: યહૂદા ઈશ્કરિયોત, કીદ્રોન નાળુ, જૈતૂનનો પહાડ)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
ગેરાર
સત્યો:
ગેરાર એ કનાનની ભૂમિમાં, જે હેબ્રોનના નૈઋત્ય ખૂણામાં અને બેર-શેબાના ઇશાન ખૂણામાં આવેલું શહેર અને પ્રદેશ હતો.
- જયારે ઈબ્રાહિમ અને સારાહ ત્યાં સ્થાયી થયા ત્યારે અબીમેલેખ રાજા ગેરારનો શાસક હતો.
- ઈઝરાએલીઓ કનાનમાં રહેતા હતા, તે સમય દરમ્યાન પલિસ્તીઓએ ગેરારના પ્રદેશ પર પ્રભુત્વ કરતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અબીમેલેખ, બેર –શેબા , હેબ્રોન, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ગોલ્યાથ
સત્યો:
ગોલ્યાથ એ પલિસ્તીઓના લશ્કરમાં ખૂબ ઊંચો અને ખૂબ મોટો સૈનિક હતો કે જે દાઉદ દ્વારા મરાયો હતો.
- ગોલ્યાથ બે થી ત્રણ મીટર ઊંચો હતો.
મોટેભાગે તેને તેના મોટા કદને કારણે કદાવર તરીકે દર્શાવવામાં આવે છે.
- જોકે ગોલ્યાથ પાસે સારા શસ્ત્રો હતા અને તે દાઉદ કરતાં કદમાં વધારે મોટો હતો, તો પણ દેવે ગોલ્યાથને હરાવવા માટે દાઉદને શક્તિ અને ક્ષમતા આપી.
- દાઉદના ગોલ્યાથ ઉપરના વિજયના પરિણામે ઈઝરાએલીઓને પલિસ્તીઓ ઉપરના વિજય જાહેર કરવામાં આવ્યા હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: દાઉદ, પલિસ્તીઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
ગ્રીક, યૂનાની, યૂનાની મત સંબધિત
સત્યો:
“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “યૂનાની” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.
- કેમ કે બિન-યહૂદી લોકો રોમન સામ્રાજ્યમાં ગ્રીક બોલતા હતા, મોટાભાગે વિદેશીઓને નવા કરારમાં "ગ્રીક લોકો" તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે, ખાસ કરીને જ્યારે યહૂદીઓ સાથે વિરોધાભાસમાં ઉલ્લેખવામાં આવ્યા હોય.
- “ગ્રીસ દેશના યહૂદીઓ” શબ્દસમૂહ એવા યહૂદીઓને દર્શાવે છે કે જેઓ ગ્રીક બોલતા, “હિબ્રૂ યહૂદીઓ”ના વિરોધાભાસમાં, જેઓ ફક્ત હિબ્રૂ છે અથવા કદાચ અરામીક બોલતા. "યૂનાની મત સંબંધિત" શબ્દસમૂહ ગ્રીક બોલનારાઓ માટેના ગ્રીક શબ્દના ઉચ્ચારણ પરથી આવે છે.
- “યૂનાની”નું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો તેને, “ગ્રીક બોલનારા” અથવા “સાંસ્કૃતિક રીતે ગ્રીક” અથવા “ગ્રીક” શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- જયારે બિન-યહૂદીઓને દર્શાવવામાં આવે ત્યારે “ગ્રીક’ શબ્દનું ભાષાંતર “વિદેશી” થઇ શકે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3125, G16720, G16730, G16740, G16750, G16760
ગ્રીસ, ગ્રીસ દેશનું
સત્યો:
નવા કરારના સમય દરમ્યાન, ગ્રીસ એ રોમન સામ્રાજ્યનો પ્રાંત હતો.
- આધુનિક સમયનો ગ્રીસ દેશ, તે દ્વીપકલ્પ ઉપર આવેલું હતું કે જે ભૂમધ્ય સમુદ્ર, એજીયન સમુદ્ર, અને આયોનિયન સમુદ્રની સરહદો દ્વારા ઘેરાયેલું હતું,
- પાઉલ પ્રેરિતે અનેક વાર ગ્રીસમાંના શહેરોની મુલાકાત કરી, અને તેણે કંરિથ, થેસ્સલોનિકા અને ફિલિપ્પી જેવા શહેરો તથા કદાચ અન્ય શહેરોમાં પણ મંડળીઓની સ્થાપના કરી.
- લોકો કે જેઓ ગ્રીસના હતા “ગ્રીક” કહેવાતા હતા, અને તેઓની ભાષા “ગ્રીક” છે.
બીજા રોમન પ્રાંતોના લોકો પણ ગ્રીક બોલતા હતા, જેમાં ઘણા યહૂદીઓનો સમાવેશ થાય છે.
- ક્યારેક “ગ્રીક” શબ્દ વિદેશીને દર્શાવવા વાપરવામાં આવે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કંરિથ, વિદેશી, ગ્રીક, હિબ્રૂ, ફિલિપ્પી, થેસ્સલોનિકા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
જાખ્ખી
તથ્યો:
જાખ્ખી યરીખોના દાણ ઉઘરાવનાર હતા, જે લોકોની મોટી ભીડમાં લોકો દ્વારા ઘેરાયેલા ઈસુને જોવા માટે એક વૃક્ષ પર ચડતા હતા.
- જાખ્ખીએ ઈસુમાં વિશ્વાસ કર્યો ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો.
- તેમણે લોકોની છેતરપિંડીના તેમના પાપમાંથી પસ્તાવો કર્યો અને ગરીબોને અર્ધો સંપત્તિ આપવાનું વચન આપ્યું.
- તેમણે એ પણ વચન આપ્યું હતું કે તે લોકોને તેમના કરવેરા માટે વધુ પડતી રકમનું ચાર ગણું ચૂકવશે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: વિશ્વાસ, વચન, પસ્તાવો કરવો, પાપ, કર, કર ઉઘરાવનાર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
જૈતૂન પહાડ
વ્યાખ્યા:
જૈતૂન પહાડ યરુશાલેમ શહેરની પૂર્વ બાજુએ આવેલો એક પર્વત અથવા તો ઉંચો ડુંગર છે.
તે લગભગ 787 મીટર ઊંચો છે.
- જૂના કરારમાં, આ પહાડનો ઉલ્લેખ કેટલીક વાર “યરુશાલેમની પૂર્વ બાજુનો પહાડ” તે રીતે કરવામાં આવ્યો છે.
- નવો કરાર ઘણી ઘટનાઓ નોંધે છે કે જ્યારે ઈસુ અને તેમના શિષ્યો જૈતૂન પહાડ પર પ્રાર્થના તથા આરામ કરવા ગયા.
- ઈસુની ધરપડક ગેથસેમાને વાડીમાં કરાઈ હતી કે જે જૈતૂન પહાડ પર આવેલી હતી.
- આનો અનુવાદ “જૈતૂન ડુંગર” અથવા તો જૈતૂન વૃક્ષોનો પહાડ” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: ગેથસેમાને, જૈતૂન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2022, H2132, G3735, G1636
ઝખાર્યા (જૂનો કરાર)
તથ્યો:
ઝખાર્યા એક પ્રબોધક હતો, જે પર્શિયાના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન ભવિષ્યવાણી કરતો હતો.
જૂના કરારના ઝખાર્યાના પુસ્તકમાં તેમની ભવિષ્યવાણીઓ છે, જેમાં પરત ફરતા નિર્વાસિતોને મંદિરને પુનઃનિર્માણ કરવા વિનંતી કરવામાં આવી હતી.
- ઝખાર્યા પ્રબોધક એઝરા નહેમ્યાહ, ઝરૂબ્બાબેલ અને હાગ્ગાયના જ સમયગાળા દરમિયાન રહેતા હતા.
જૂના કરારના સમય દરમિયાન જે છેલ્લા પ્રબોધકોની હત્યા કરવામાં આવી હતી તે તરીકે તેમનો ઇસુ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
- ઝખાર્યા નામનો એક માણસ, દાઉદના સમય દરમિયાન મંદિરમાં દ્વારપાળ હતો.
- રાજા યહોશાફાટના દીકરા ઝખાર્યાહના ભાઇ યહોરામ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
- ઝખાર્યા એ એક યાજકનું નામ હતું, જેને ઈસ્રાએલી લોકો દ્વારા પથ્થરમારો કર્યો હતો, જ્યારે તેમણે મૂર્તિપૂજા માટે તેમને ઠપકો આપ્યો હતો.
- રાજા ઝખાર્યા યરોબઆમના દીકરા હતા અને તેણે હત્યા કર્યાના છ મહિના પહેલાં ઇઝરાયલ પર શાસન કર્યું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: દાર્યવેશ, એઝરા, યહોશાફાટ, યરોબઆમ, નહેમ્યાહ,ઝરૂબ્બાબેલ)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
ઝખાર્યા (નવો કરાર)
તથ્યો:
નવાકરારમાં, ઝખાર્યા એક યહૂદી યાજક હતા જે યોહાન બાપ્તિસ્તના પિતા બન્યા.
- ઝખાર્યાએ ઈશ્વરને પ્રેમ કર્યો અને તેમને આધીન રહ્યા.
- ઘણાં વર્ષો સુધી ઝખાર્યા અને તેની પત્ની એલિસાબેતે, એક બાળક માટે હોય આતુરતાપૂર્વક પ્રાર્થના, પરંતુ તેમને એકે બાળક ન હતું.
પછી જ્યારે તેઓ ખૂબ વૃદ્ધ હતા, ત્યારે દેવે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને એક પુત્ર આપ્યો.
- ઝખાર્યાએ ભવિષ્ય ભાખ્યું હતું કે તેનો દીકરો યોહાન પ્રબોધક હશે કે જે મસીહ માટે માર્ગની જાહેરાત કરશે અને તૈયાર કરશે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: ખ્રિસ્ત, એલિસાબેત, પ્રબોધક)
બાઇબલ સંદર્ભો##
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:1 અચાનક એક દૂત દેવના સંદેશા સાથે ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે આવ્યો. ઝખાર્યા અને તેની પત્ની, એલિસાબેત, ઈશ્વરપરાયણ લોકો હતા, પરંતુ તે કોઈ પણ બાળકો ધરાવવા અશક્ત હતા.
- 22:2 દૂતે ઝખાર્યાને કહ્યું, "તમારી પત્નીને એક પુત્ર થશે.
તમે તેને યોહાન નામ આપજો. "
- 22:3 તરત જ, ઝખાર્યા બોલવામાં અસમર્થ હતો.
- 22:7 પછી ઈશ્વરે ઝખાર્યા ને ફરીથી બોલવાની છૂટ આપી.
શબ્દ માહિતી:
ઝબદી
તથ્યો:
ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા.
તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.
- ઝબદીના પુત્રો માછીમારો હતા અને માછલી પકડવા માટે તેમની સાથે કામ કરતા હતા.
- યાકૂબ અને યોહાને તેમના માછીમારીને તેમના પિતા ઝબદી સાથે છોડી દીધી અને ઈસુને અનુસરવા છોડી દીધી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
ઝબુલોન
તથ્યો:
ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.
- ઝબુલોનના ઈસ્રાએલી કુળને સીધી પશ્ચિમના ખારા સમુદ્રની જમીન આપવામાં આવી હતી.
- કેટલીકવાર "ઝબુલોન" નામનો ઉપયોગ જ્યાં ઇઝરાયલી કુળ રહેતું હતું તે જમીન માટે થાય છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: યાકૂબ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2074, H2075, G2194
ઝરૂબાબેલ
તથ્યો:
જૂનાકરારમાં ઝરૂબ્બાબેલ બે ઈસ્રાએલી માણસોનું નામ હતું.
- આમાંનો એક, યહોયાકીમ અને સિદકીયાહનો વંશજ હતો.
- શઆલ્તિએલના પુત્ર ઝરૂબ્બાબેલ એઝરા અને નહેમ્યાહના સમય દરમિયાન યહુદાના કુળના વડા હતા, જ્યારે ઈરાનના રાજા કોરેશે ઈસ્રાએલીઓને બાબેલની ગુલામીમાંથી છોડાવ્યા હતા.
- ઝરુબ્બાબેલ અને પ્રમુખ યાજક યહોશુઆએ, દેવના મંદિર અને વેદી ફરીથી બાંધવા મદદ કરી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: બાબેલ, બંદીવાન, કોરેશ, એઝરા, મુખ્ય યાજક, યહોયાકીમ, યહોશુઆ, યહૂદા, નહેમ્યાહ, ઈરાન, સિદકીયા)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
- Strong's: H2216, H2217, G2216
તામાર
તથ્યો:
તામાર જૂના કરારમાં ઘણી સ્ત્રીઓનું નામ હતું
તે જૂના કરારમાં કેટલાક શહેરો અથવા અન્ય સ્થળોનું નામ પણ હતું
- તામાર યહૂદાની પુત્રી હતી.
તેણે પેરેસને જન્મ આપ્યો જે ઇસુ ખ્રિસ્તના પૂર્વજ હતા.
- રાજા દાઉદની એક દીકરી તામાર હતી. તે આબ્શાલોમની બહેન હતી.
તેના સાવકા ભાઈ આમ્નોને તેના પર બળાત્કાર કર્યો અને તેને તરછોડી દીધી હતી.
- આબ્શાલોમને તામાર નામની એક પુત્રી પણ હતી.
- 'હેઝઝોન તામાર' તરીકે ઓળખાતું શહેર, ખારા સમુદ્રના પશ્ચિમ કિનારાના એન્ગેદી શહેરની જેવું હતું.
એક "બાલ તામાર" પણ છે, અને સામાન્ય સંદર્ભોમાં "તામાર" નામનું સ્થળ જે બીજા શહેરોથી અલગ હોઈ શકે છે.
(આ પણ જુઓ: આબ્શાલોમ, પૂર્વજ, આમ્નોન, દાઉદ, પૂર્વજ, યહૂદા, ખારો સમુદ્ર)
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
બાઇબલ સંદર્ભો
શબ્દ માહિતી:
- Strong's: H1193, H2688, H8412, H8559
તાર્શીશ
તથ્યો:
જૂનાકરારમાં તાર્શીશ બે માણસોનું નામ હતું
તે એક શહેરનું નામ પણ હતું.
- યાફેથના પૌત્રો પૈકી એકનું નામ તાર્શીશ હતું.
- તાર્શીશ એ રાજા અહાશ્વેરોશના જ્ઞાની માણસોમાંના એકનું નામ પણ હતું.
- તાર્શીશ શહેર અત્યંત સમૃદ્ધ બંદરવાળું શહેર હતું, જેના જહાજો મૂલ્યવાન ચીજવસ્તુઓ ખરીદવા, વેચવા અથવા વેપાર કરવા માટે લઇ જતાં.
- આ શહેર તૂર સાથે સંકળાયેલું હતું અને તે એક ફિનિશિયન શહેર હતું જે ઇઝરાયેલથી થોડું દૂર, કદાચ સ્પેનના દક્ષિણ કિનારે હતું.
- જૂના કરારનો યૂના પ્રબોધક , નિનવેહને ઉપદેશ આપવા માટે દેવની આજ્ઞા પાળવાને બદલે તાર્શીશ શહેર જનારા વહાણમાં બેઠો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: એસ્તેર, યફતા, યૂના, નિનવેહ, ફિનિકિયા, જ્ઞાની માણસો)
બાઇબલ સંદર્ભો
શબ્દ માહિતી:
તાર્સસ
તથ્યો:
તાર્સસ રોમ પ્રાંતના કિલીકિયામાં આવેલ એક સમૃદ્ધ શહેર હતું, જે હવે દક્ષિણ મધ્ય તુર્કમાં છે.
- તાર્સસ મુખ્ય નદી સાથે અને ભૂમધ્ય સમુદ્રની નજીક આવેલું હતું, તેથી તે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગનો ભાગ હતું.
- એક સમયે તે કિલીકિયાની રાજધાની હતી.
- નવા કરારમાં, તાર્સસ પ્રેરિત પાઉલના વતન તરીકે ખૂબ જાણીતું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: [કિલીકિયા[, પાઉલ, [પ્રાંત[, સમુદ્ર
બાઇબલ સંદર્ભો
શબ્દ માહિતી:
તિતસ
સત્યો/તથ્યો:
તિતસ એક વિદેશી હતો. તેને પ્રારંભિક મંડળીઓમાંના એક આગેવાન થવા માટે પાઉલે તાલીમ આપી હતી.
- પાઉલ દ્વારા તિતસને લખેલો પત્ર નવા કરારમાં એક પુસ્તક છે.
- આ પત્રમાં પાઉલે તિતસને ક્રીત ટાપુની મંડળીઓ માટે વડીલોની નિમણૂક કરવાની સૂચના આપી હતી.
- ખ્રિસ્તીઓને તેના બીજા કેટલાક પત્રોમાં, પાઉલ તિતસનો ઉલ્લેખ કોઈ એવા વ્યક્તિ તરીકે કરે છે જેણે તેને ઉત્તેજન અને આનંદ આપ્યા.
(અનુવાદનાં સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું)
(જુઓઃ નિમણૂક, વિશ્વાસ, મંડળી, સુન્નત, ક્રિત, વડીલ, પ્રોત્સાહન, સૂચના આપવી, સેવક)
બાઈબલ સંદર્ભો
શબ્દ માહિતી:
તિમોથી
તથ્યો:
તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો.
તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.
- તિમોથીના પિતા ગ્રીક હતા, પરંતુ તેમની દાદી લોઈસ અને તેમની માતા યુનિકા યહૂદી હતા અને ઈસુમાં માનતા હતા.
- વડીલો અને પાઉલે ઔપચારિક રીતે તેમના પર હાથ મૂકીને અને તેમના માટે પ્રાર્થના કરીને સેવા માટે તીમોથીને નિયુક્ત કર્યા.
- નવાં કરારનાં બે પુસ્તકો (૧તિમોથી અને ૨ તિમોથી) પાઉલ દ્વારા લખાયેલા પત્રો છે જે સ્થાનિક મંડળીના યુવાન આગેવાન તરીકે તિમોથીને માર્ગદર્શન આપે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: નિમણૂક, વિશ્વાસ કરવો, મંડળી, ગ્રીક, સેવક)
બાઇબલના સંદર્ભો
શબ્દ માહિતી:
તિર્સાહ
તથ્યો:
તિર્સાહ એક મહત્વનું કનાની શહેર હતું, જે ઈસ્રાએલીઓ દ્વારા જીતી લેવામાં આવ્યું હતું.
તે મનાશ્શેહના વંશજ ગિલયાદની દીકરીનું નામ પણ હતું.
- તિર્સાહ શહેર મનાશ્શેહના કુળના કબજા હેઠળના પ્રદેશમાં હતું.
એવું માનવામાં આવે છે કે તે શખેમ શહેરની ઉત્તરથી આશરે 10 માઇલ દૂર હતું.
- વર્ષો પછી, ઇઝરાયલના ચાર રાજાઓના શાસનકાળ દરમિયાન, તિર્સાહ ઇઝરાયલના ઉત્તરના રાજ્યનું કામચલાઉ શહેર બન્યું.
- મનાશ્શેહની પૌત્રીઓ પૈકી એકનું નામ પણ તિર્સાહ હતું.
તેઓ તેમના પિતાના અવસાન બાદ જમીનનો એક ભાગ આપવાનું કહેવામાં આવ્યું હતું અને સામાન્ય રીતે તે રિવાજ પ્રમાણે તેના કોઈ વારસ ન હતો.
(અનુવાદના સૂચનો: [નામ કેવી રીતે ભાષાંતર કરવું)
(આ પણ જુઓ: કનાન, વારસો, ઈસ્રાએલનું રાજ્ય, મનાશ્શેહ, શખેમ)
બાઇબલ સંદર્ભો
શબ્દ માહિતી:
તુખિકસ
તથ્યો:
તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીનો એક હતો.
- તુખિકસ એશિયામાં ઓછામાં ઓછી એક મિશનરી મુસાફરીમાં પાઉલ સાથે હતો.
- પાઉલે તેને "વહાલા" અને "વિશ્વાસુ" તરીકે વર્ણવ્યો છે.
- તુખિકસ પાઉલના પત્રોને એફેસસ અને કોલોસી સુધી લઈ ગયો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: એશિયા, વહાલું, કોલોસી, એફેસસ, વિશ્વાસુ, શુભ સમાચાર, સેવક)
બાઈબલ સંદર્ભો
શબ્દ માહિતી:
તુબાલ
તથ્યો:
જૂના કરારમાં ઘણા પુરુષો હતા જેમના નામ " તુબાલ " હતું.
તુબાલ નામના એક માણસ યાફેથના પુત્રો પૈકીના એક હતા.
- "તુબાલ-કેન" નામનો એક માણસ લામેખનો પુત્ર હતો અને કાઈનનો વંશજ હતો.
- તુબાલ લોકજુથનું નામ હતું જેનો ઉલ્લેખ યશાયાહ અને હઝકીએલ પ્રબોધકો દ્વારા કરાયેલ હતો।
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: કાઈન, વંશજ, હઝકીએલ, યશાયાહ, યાફેથ, લામેખ, લોકજૂથ, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
તૂર, તૂરના લોકો
તથ્યો:
તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે.
તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.
- શહેરનો ભાગ સમુદ્રમાં એક ટાપુ પર મુખ્ય જમીનથી આશરે એક કિલોમીટર દૂર આવેલો હતો,
- તેના સ્થાન અને તેના દેવદાર વૃક્ષોના મૂલ્યવાન કુદરતી સંસાધનોને કારણે, તૂરનો સમૃદ્ધ વેપાર ઉદ્યોગ હતો અને તે ખૂબ ધનવાન હતું.
તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.
- વર્ષો પછી, હીરામે મંદિર બનાવવા માટે રાજા સુલેમાને લાકડું અને કુશળ કામદારોને પણ મોકલ્યા.
સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.
- તૂર ઘણી વખત નજીકના પ્રાચીન શહેર સિદોન સાથે સંકળાયેલ હતું.
કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
આ પણ જુઓ: કનાન, દેવદાર, ઇસ્રાએલ, સમુદ્ર, ફેનીકિયા, સીદોન
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
- Strong's: H6865, H6876, G5183, G5184
તેરાહ
તથ્યો:
તેરાહ નુહના પુત્ર શેમના વંશજ હતા.
તે ઇબ્રામ, નાહોર અને હારાનના પિતા હતા.
- તેરાહે પોતાના પુત્ર ઇબ્રામ, તેમના ભત્રીજા લોટ, અને ઈબ્રામની પત્ની સારાય સાથે કનાન દેશમાં જવા માટે ઉર છોડી દીધું.
- કનાન માર્ગ પર, તેરાહ અને તેમના કુટુંબ મેસોપોટેમીયાના હારાન શહેરમાં વર્ષો સુધી જીવ્યા.
તેરાહ 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યા હતા
(અનુવાદનાં સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું
(આ પણ જુઓ: ઇબ્રાહીમ, કનાન, લોત, મેસોપોટેમીયા, નાહોર, સારાહ, શેમ, ઉર)
બાઇબલના સંદર્ભો:
ઉત્પત્તિ 11: 31-32
શબ્દ માહિતી:
ત્રોઆસ#
તથ્યો:
ત્રોઆસ શહેર એશિયાના પ્રાચીન રોમન પ્રાંતના ઉત્તરપશ્ચિમ દરિયાકિનારા પર આવેલું એક દરિયાઇ બંદર હતું.
- પાઉલે સુવાર્તા આપવા વિવિધ પ્રદેશોમાં તેમની મુસાફરીઓ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત ત્રોઆસની મુલાકાત લીધી હતી.
- ત્રોઆસમાં એક પ્રસંગે, પાઉલે રાત્રે લાંબા સમય સુધી પ્રચાર કર્યો અને યુતુખસ નામના યુવક સાંભળીને ઊંઘી ગયા.
કારણ કે તે એક ખુલ્લી બારીમાં બેઠો હતો, યુતુખસ પડ્યો અને મૃત્યુ પામ્યો.
પાઉલે આ યુવકને ઈશ્વરના સામર્થ્યથી સજીવન કર્યો.
- જ્યારેપાઉલ રોમમાં હતા ત્યારે, તેમણે તિમોથીને પોતાના ઓડીયાં અને તેના ઝભ્ભાને લાવવા કહ્યું, જે તે ત્રોઆસમાં મૂકી રાખ્યા હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: એશિયા, ઉપદેશ, પ્રાંત, [જીવિતરોમ../other/raise.md), ઓડિયું, તિમોથી
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
થેસ્સલોનિકા, થેસ્સલોનીકાના, થેસ્સલોનીકીઓ
તથ્યો:
નવા કરારના સમયમાં, પ્રાચીન રોમન સામ્રાજ્યમાં થેસ્સલોનીકા મકદોનિયાની રાજધાની હતી.
તે શહેરમાં રહેતા લોકો "થેસ્સલોનીકી" કહેવાતા.
- થેસ્સલોનીકા શહેર મહત્વનું દરિયાઇ બંદર હતું અને રોમન સામ્રાજ્યના પૂર્વ ભાગમાં રોમના મુખ્ય માર્ગ સાથે સંકળાયેલું હતું.
- પાઉલે, સિલાસ અને તીમોથી સાથે, બીજી મિશનરી મુસાફરીમાં થેસ્સલોનીકીની મુલાકાત લીધી હતી અને પરિણામે ત્યાં મંડળી સ્થાપિત થઈ હતી.
બાદમાં, પાઉલે આ ત્રીજી મિશનરી મુસાફરીમાં પણ આ શહેરની મુલાકાત લીધી હતી.
- પાઉલે થેસ્સલોનીકાના ખ્રિસ્તીઓને બે પત્રો લખ્યા હતા
આ પત્રો (1 થેસ્સલોનીકી અને 2થેસ્સલોનીકી) નવા કરારમાં સમાવેશ થાય છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: મકદોનિયા, [પાઉલ[, રોમ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
થોમા
તથ્યો:
થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા.
તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.
- ઈસુના જીવનના અંતની નજીક, તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ પિતા સાથે રહેવા જશે અને તેઓ તેમની સાથે રહેવા માટે એક જગ્યા તૈયાર કરશે.
થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.
- ઈસુ મૃત્યુ પામ્યા અને મૃત્યુમાંથી પાછાં જીવતા થયા પછી, થોમાએ કહ્યું કે, જ્યાં સુધી તે ઇજાગ્રસ્ત થયેલા ઘાને જોશે નહીં અને તેને અનુભવશે નહીં ત્યાં સુધી તે માનશે નહી કે ઈસુ ખરેખર જીવંત છે,
(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું
(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વર પિતા, બાર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
દમસ્કસ
સત્યો:
દમસ્કસ એ અરામ દેશની રાજધાનીનું શહેર છે. તે બાઇબલમાં જે સ્થાન પર હતું ત્યાં હજુ પણ છે.
- દમસ્કસ એ એક દુનિયાનું એક જૂનું શહેર છે, જ્યાં સતત રીતે હજુ પણ લોકો વસે છે.
- ઇબ્રાહિમના સમય દરમ્યાન, દમસ્કસ અરામ રાજ્યની રાજધાની હતી (તે હાલના સીરિયામાં આવેલું છે).
- સમગ્ર જૂના કરારના ઘણા ઉલ્લેખો દર્શાવે છે કે દમસ્કસના રહેવાસીઓ અને ઇઝરાએલના લોકો વચ્ચે પરસ્પર સંઘર્ષો થતા હતા.
- બાઇબલે દમસ્કના વિનાશની ઘણી ભવિષ્યવાણીઓ ભાખી છે.
જૂના કરારના સમય દરમ્યાન જયારે આશ્શૂર એ શહેરનો નાશ કર્યો ત્યારે આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ હશે, અથવા ભવિષ્યમાં પણ કદાચ આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઇ શકે છે.
- નવા કરારમાં, ફરોશી શાઉલ (જે પછીથી પાઉલ તરીકે જાણીતો બન્યો) ખ્રિસ્તીઓની ધરપકડ કરવા દમસ્કસ શહેરમાં માર્ગમાં જતો હતો ત્યારે ઈસુએ તેનો સામનો કર્યો અને તેના કારણે તે વિશ્વાસી બન્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અરામ, આશ્શૂર, વિશ્વાસ, સીરિયા)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
દરિયાઈ પ્રાણી
તથ્યો:
જૂના કરારના અયુબ, ગીતશાસ્ત્ર, અને યશાયાના પુસ્તકોના પ્રારંભિક લખાણમાં "દરિયાઈ પ્રાણી" શબ્દ વિશાળ, લુપ્ત પ્રાણીનો ઉલ્લેખ કરે છે.
- દરિયાઈ પ્રાણી વિશાળ, સાપ તરીકે વર્ણવામાં આવે છે જે પ્રાણીની જેમ બળવાન અને ઉગ્ર અને તેની આસપાસના પાણીને "ઉકળતું" રાખી શકે.
તેનું વર્ણન ડાયનાસોર સમાન હતું.
- યશાયા પ્રબોધકે દરિયાઈ પ્રાણીનો ઉલ્લેખ "સરકતા સાપ" સાથે કર્યો છે.
- અયુબે દરિયાઈ પ્રાણીના પ્રત્યક્ષ જ્ઞાનથી લખ્યું, તેથી તેના જીવનકાળ દરમિયાન કદાચ એ સમયે તે પ્રાણી જીવતું હશે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: યશાયા, અયુબ, સર્પ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
દલીલાહ
સત્યો:
દલીલાહ તે પલિસ્તી સ્ત્રી હતી કે જેને સામસૂન પ્રેમ કર્યો હતો, પણ તેની પત્ની નહોતી.
- દલીલાહે સામસૂન કરતા પૈસાને વધારે પ્રેમ કર્યો.
- પલિસ્તીઓએ દલીલાહની સાથે યુક્તિ કરી કે તે સામસૂન કેવી રીતે નિર્બળ બનાવી શકે તે જાણવા તેઓએ તેણીને લાંચ આપી.
જયારે તેનું બળ જતું રહ્યું, ત્યારે પલિસ્તીઓએ તેને પકડી લીધો.
( ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: લાંચ, પલિસ્તીઓ, સામસૂન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
દાઉદ
સત્યો:
દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી.
તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.
- જયારે દાઉદ હજુ તો નાનો છોકરો તેના કુટુબના ઘેટાં સંભાળતો હતો, ત્યારે દેવે તેને ઈઝરાએલનો અગામી રાજા બનવા પસંદ કર્યો.
- દાઉદ મહાન લડવૈયો બન્યો અને ઈઝરાએલના સૈન્યને તેઓના શત્રુઓની સામે લડાઈઓ લડવા દોરવણી આપી.
તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.
- શાઉલ રાજાએ દાઉદને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ દેવે તેને સુરક્ષિત રાખ્યો અને શાઉલ રાજાના મરણ બાદ તેને રાજા બનાવ્યો.
- દાઉદે ભયંકર પાપ કર્યું, પણ તેણે પસ્તાવો કર્યો અને દેવે તેને માફ કર્યો.
- ઈસુ, મસીહને “દાઉદનો દીકરો” કહેવામાં આવ્યો છે કારણકે તે દાઉદ રાજાનો વંશજ છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તીઓ, [શાઉલ )
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __17:2__દેવે દાઉદ નામનાં જુવાન ઈઝરાએલીને શાઉલ પછી રાજા બનવા પસંદ કર્યો. દાઉદ બેથલેહેમ નગરનો ભરવાડ હતો. ... દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે દેવ પર ભરોસો રાખ્યો અને દેવને આધીન રહ્યો.
- 17:3 દાઉદ એ મહાન સૈનિક અને નેતા પણ હતો.
જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.
- __17:4__શાઉલને લોકોના દાઉદ પરના પ્રેમને લીધે ઈર્ષ્યા થઈ.
શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.
- 17:5 દેવે દાઉદ ને આશીર્વાદ આપ્યો અને તેને સફળ કર્યો. દાઉદ ઘણી લડાઈઓ લડ્યો અને દેવે તેને ઈઝરાએલના શત્રુને હરાવવામાં મદદ કરી.
- 17:6 દાઉદે મંદિર બાંધવા ચાહ્યું કે જ્યાં બધા ઈઝરાએલીઓ દેવની આરાધના કરી શકે અને તેને બલિદાનો અર્પણ કરી શકે.
- 17:9 દાઉદે ન્યાય અને વિશ્વાસુપણાથી રાજ્ય કર્યું અને દેવે તેને આશીર્વાદિત કર્યો.
તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.
- 17:9 દાઉદે જે કર્યું હતું તે વિશે દેવ ખૂબજ ગુસ્સે હતા, જેથી તેણે નાથાન પ્રબોધકને તેનું પાપ કેવું દુષ્ટ હતું તે દાઉદને કહેવા મોકલ્યો.
બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.
શબ્દ માહિતી:
દાઉદનું કુટુંબ
સત્યો:
“દાઉદનું કુટુંબ” અભિવ્યક્તિ દાઉદ રાજાના કુટુંબ અથવા વંશજોને દર્શાવે છે.
- તેનું ભાષાંતર “દાઉદના વંશજો” અથવા દાઉદનું કુટુંબ” અથવા “દાઉદ રાજાનું કુળ” તરીકે પણ કરી શકાય છે.
- કારણકે ઈસુ દાઉદથી ઉતરી આવેલો હતો, તે “દાઉદના કુટુંબનો” ભાગ હતો.
- ક્યારેક “દાઉદનું કુટુંબ” અથવા “દાઉદના ઘરના” દાઉદના કુટુંબના લોકો કે જેઓ હજુ જીવતા હતા તેઓને દર્શાવે છે.
- અન્ય સમયોમાં આ શબ્દ ખૂબ સામાન્ય છે અને કે જેઓ પહેલેથી જ મૃત્યુ પામ્યા છે તેઓ સહિત, તેના બધા વંશજોને દર્શાવે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: દાઉદ, વંશજ, ઘર, ઈસુ, રાજા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1732, G1138, G3624
દાઉદનું નગર
સત્યો:
“દાઉદનું નગર” શબ્દ એ યરૂશાલેમ અને બેથલેહેમ બંને માટેનું આ એક બીજું નામ છે.
- જયારે દાઉદે ઈઝરાએલ પર રાજ્ય કર્યું ત્યારે તે યરૂશાલેમમાં રહેતો હતો.
- બેથલેહેમ એ છે કે જ્યાં દાઉદ જન્મ્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: દાઉદ, બેથલેહેમ, યરૂશાલેમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1732, H5892, G1138, G4172
દાન
સત્યો:
દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.
- ઈબ્રામના સમય દરમ્યાન, આ દાન નામનું શહેર યરૂશાલેમની પ્રશ્ચિમે આવેલું હતું.
- વર્ષો પછી, ઈઝરાએલ દેશ વચનની ભૂમિમાં પ્રવેશ્યો તે સમય દરમ્યાન, દાન નામનું અલગ શહેર હતું, જે લગભગ યરૂશાલેમથી ઉત્તર દિશા તરફ 60 ગાઉ ઉપર આવેલું હતું.
“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1835, H1839, H2051
દાનિયેલ
સત્યો:
દાનિયેલ ઈઝરાએલીઓનો એક પ્રબોધક હતો કે જેને જુવાન તરીકે લગભગ ઈસ પૂર્વે 600 વર્ષમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યો હતો.
- આ સમય દરમ્યાન યહૂદામાંથી બીજા ઘણા ઈઝરાએલીઓને બંદી બનાવીને 70 વર્ષો માટે બાબિલમાં લઇ જવાયા હતા.
- દાનિયેલને બાબિનનું નામ બેલ્ટશાસ્સાર આપવામાં આવ્યું હતું.
- દાનિયેલ એ એક પ્રતિષ્ઠિત અને પ્રમાણિક જુવાન માણસ કે જે દેવની આજ્ઞા પાળનારો હતો.
- દેવે દાનિયેલને બાબિનના રાજાઓના અનેક સ્વપ્નો અને દર્શનોનું અર્થઘટન કરવા જ્ઞાન પૂરું પાડ્યું.
- આ ક્ષમતાને કારણે અને તેના પ્રતિષ્ઠિત ચરિત્રને કારણે, દાનિયેલને બાબિલના સામ્રાજ્યમાં ઉચ્ચ નેતૃત્વનો દરજ્જો અપાયો હતો.
- ઘણા વર્ષો પછી, દાનિયેલના શત્રુઓએ બાબિલના રાજા દાર્યાવેશ સિવાય બીજા કોઈની ઉપાસના ન કરવાનો પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવાની યુક્તિ કરી.
પણ દાનિયેલે દેવને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેની ધરપકડ કરી અને સિંહોના બિલમાં ફેકવામાં આવ્યો.
પણ દેવે તેને બચાવ્યો અને તેને કંઈપણ ઈજા થઈ નહીં.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાબિલ, નબૂખાદનેસ્સાર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1840, H1841, G1158
દાર્યાવેશ
સત્યો:
દાર્યાવેશ એ ઈરાનના અનેક રાજાઓના નામ હતા.
તે શક્ય છે કે “દાર્યાવેશ” નામને બદલે તે એક શીર્ષક હતું.
- “માદી દાર્યાવેશ” રાજા હતો કે જે એવી યુક્તિમાં ફસાયો હતો કે જેથી તેણે દાનિયેલ પ્રબોધકને દેવની ઉપાસના કરવા બદલ સજા તરીકે સિંહોના બિલમાં ફેકયો.
- “ફારસી દાર્યાવેશ” એ એઝરા અને નહેમ્યાના સમય દરમ્યાન યરૂશાલેમના મંદિરના પુન:નિર્માણ માટે સગવડ કરીને મદદ કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ફારસી, બાબિલ, દાનિયેલ, એઝરા, નહેમ્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
નફતાલી
તથ્યો:
નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો.
તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.
- જ્યાં તે કુળ રહેતું હતું તે પ્રદેશને દર્શાવવા કેટલીક વાર નફતાલી નામનો ઉપયોગ થતો હતો.
(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર
- નફતાલીનો પ્રદેશ ઇઝરાયલમાં ઉત્તર ભાગમાં, દાન તથા આશેરના કુળો પાસે આવેલો હતો. તેની પૂર્વીય સરહદ કિન્નેરોથ સમુદ્રના પશ્ચિમના કિનારા પાસે હતી.
- આ કુળનો ઉલ્લેખ બાઇબલના જૂના તથા નવા કરારમાં કરવામાં આવ્યો છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: આશેર, દાન, યાકૂબ, ગાલીલનો સમુદ્ર, ઇઝરાયલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
નબૂખાદનેસ્સાર
તથ્યો:
નબૂખાદનેસ્સાર બાબિલના સામ્રાજ્યનો રાજા હતો કે જેના શક્તિશાળી સૈન્યે ઘણી લોકજાતિઓ તથા દેશોને જીત્યા હતા.
- નબૂખાદનેસ્સારની આગેવાની હેઠળ, બાબિલના સૈન્યે યહૂદિયાના રાજ્ય પર હુમલો કરીને તેને જીતી લીધું અને યહૂદિયાના મોટા ભાગના લોકોને બંદી બનાવીને બાબિલ લઈ ગયા.
બંદીઓને 70 વર્ષ સુધી ત્યાં રહેવા ફરજ પાડવામાં આવી હતી કે જેને “બાબિલનો બંદીવાસ” કહેવામાં આવે છે.
- દાનિયેલ કે જે એક બંદી હતો તેણે નબૂખાદનેસ્સારના સ્વપ્નોનો અર્થ કરી બતાવ્યો હતો.
- હનાન્યા, મિશાએલ તથા અઝાર્યા એ બીજા ત્રણ બંદી ઇઝરાયલીઓને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા કારણકે તેમણે નબૂખાદનેસ્સારે બનાવેલી સોનાની વિશાળ મૂર્તિ આગળ નમવાનો ઇન્કાર કર્યો હતો.
- નબૂખાદનેસ્સાર રાજા બહું અભિમાની હતો અને તે જૂઠા દેવોને ભજતો હતો.
જ્યારે તેણે યહૂદિયાને જીત્યું ત્યારે, તે યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી સોના અને ચાંદીના ઘણી વસ્તુઓ ચોરી લઈ ગયો.
- નબૂખાદનેસ્સાર અભિમાની હતો અને તેણે જૂઠા દેવોની પૂજા છોડવાનો ઇન્કાર કર્યો તે કારણે, યહોવાએ તેને સાત વર્ષ સુધી પશુ સમાન જીવવા નિરાધાર કરી નાંખ્યો.
સાત વર્ષ પછી, જ્યારે નબૂખાદનેસ્સારે પોતાને નમ્ર કર્યો અને એક માત્ર સત્ય ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ત્યારે, ઈશ્વરે તેને પુનઃસ્થાપિત કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: અભિમાની, અઝાર્યા, બાબિલ, હનાન્યા, મિશાએલ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 20:6 આશૂરીઓએ ઇઝરાયલના રાજ્યનો નાશ કર્યો તેના લગભગ 100 વર્ષ બાદ, ઈશ્વરે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને યહૂદિયાના રાજ્ય પર હુમલો કરવા મોકલ્યો.
- 20:6 યહૂદિયાનો રાજા નબૂખાદનેસ્સારના સેવક સાથે સંમત થયો અને તેને દર વર્ષે પુષ્કળ નાણાં ચૂકવતો હતો.
- 20:8 યહૂદિયાના રાજાને વિદ્રોહ કરવા બદલ શિક્ષા કરવા, નબૂખાદનેસ્સારના સૈનિકોએ તેની સામે જ તેના પુત્રોને મારી નાખ્યા અને પછી તેને આંધળો બનાવી દીધો.
- 20:9 નબૂખાદનેસ્સાર અને તેનું સૈન્યે યહૂદિયા રાજ્યના લગભગ તમામ લોકોને બાબિલ લઈ ગયા અને સૌથી ગરીબ લોકોને જ ખેતરો વાવવા રહેવા દીધા.
શબ્દ માહિતી:
નહેમ્યા
તથ્યો:
નહેમ્યા એક ઇઝરાયલી હતો કે જેને, જ્યારે ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને બાબિલના લોકો દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યા ત્યારે, બાબિલના સામ્રાજ્યમાં દબાણપૂર્વક લઈ જવામાં આવ્યો હતો.
- જ્યારે તે ઈરાનના રાજા આર્તાહશાસ્તાનો પાત્રવાહક હતો ત્યારે, નહેમ્યાએ યરુશાલેમ પાછા જવા રાજા પાસે અનુમતિ માગી.
- નહેમ્યાએ ઇઝરાયલીઓને યરુશાલેમનો કોટ ફરી બાંધવા દોર્યા. તે કોટને બાબિલના લોકોએ તોડી પાડ્યો હતો.
- રાજાના મહેલમાં નહેમ્યા પાછો આવ્યો તે અગાઉ તે બાર વર્ષ સુધી યરુશાલેમનો રાજ્યપાલ હતો.
- જૂના કરારનું નહેમ્યાનું પુસ્તક નહેમ્યાના કોટને ફરી બાંધવાના કાર્ય વિષે તથા યરુશાલેમના લોકોનો વહીવટ કરવાના કાર્ય વિષે જણાવે છે.
- જૂના કરારમાં નહેમ્યા નામના બીજા માણસો પણ હતા.
સામાન્ય રીતે તે નામ સાથે પિતાનું નામ જોડવામાં આવતું હતું કે જેથી ખબર પડે કે કયા નહેમ્યાની વાત થઈ રહી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: આર્તાહશાસ્તા, બાબિલ, યરુશાલેમ, પુત્ર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
નાઇલ નદી, ઈજીપ્તની નદી, નાઇલ
તથ્યો:
ઉત્તરપૂર્વીય આફ્રિકામાં નાઇલ એક ખૂબ જ લાંબી અને પહોળી નદી છે.
તે ખાસ તો ઈજીપ્તની મુખ્ય નદી તરીકે જાણીતી છે.
- નાઇલ નદી ઈજીપ્તમાં થઈને ઉત્તર તરફ ભૂમધ્ય સમુદ્રમાં વહે છે.
- નાઇલ નદીની બન્ને બાજુએ ફળદ્રુપ જમીનમાં સારો પાક થાય છે.
- ખોરાકના પાકો માટે નાઇલ નદી એક અગત્યનો સ્રોત છે તે માટે મોટા ભાગના ઈજીપ્તના લોકો નાઇલ નદીની પાસે વસે છે.
- ઇઝરાયલીઓ ગોશેન પ્રદેશમાં વસ્યા હતા કે જે નાઇલ નદી પાસે સ્થિત હોવાથી ખૂબ જ ફળદ્રુપ હતો.
- જ્યારે મૂસા નાનું બાળક હતો ત્યારે, તેના માતાપિતાએ તેને ફારુનના માણસોથી છૂપાવવા એક ટોપલીમાં મૂકીને નાઇલ નદીના બરૂઓમાં મૂક્યો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઈજીપ્ત, ગોશેન, મૂસા)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 8:4 ઈજીપ્ત નાઇલ નદીના કિનારે સ્થિત એક મોટો અને શક્તિશાળી દેશ હતો.
- 9:4 ફારુને જોયું કે ઇઝરાયલીઓને ઘણાં બાળકો જનમતા હતા, તેથી તેણે પોતાના માણસોને હુકમ કર્યો કે બધા જ ઇઝરાયલી નર બાળકોને નાઇલ નદીમાં નાખીને મારી નાખવા.
- 9:6 જ્યારે બાળકના માતાપિતા તેને વધારે સમય છૂપાવી શક્યા નહિ ત્યારે, તેમણે તે બાળકને મરતું બચાવવા તેને એક તરતી ટોપલીમાં મૂકીને નાઇલ નદીના કિનારે બરૂઓમાં મૂક્યું.
- 10:3 ઈશ્વરે નાઇલ નદીના પાણીને લોહીમાં બદલી નાખ્યું, તો પણ ફારુને ઇઝરાયલીઓને જવા દીધા નહિ.
શબ્દ માહિતી:
- Strong's: H2975, H4714, H5104
નાથાન
તથ્યો:
નાથાન ઈશ્વરનો વિશ્વાસુ પ્રબોધક હતો. દાઉદ જ્યારે ઇઝરાયલનો રાજા હતો તે સમય દરમ્યાન તે થઈ ગયો.
- દાઉદે ઉરિયા વિરુદ્ધ ભયંકર પાપ કર્યું ત્યારે તેને પડકારવા ઈશ્વરે નાથાનને મોકલ્યો.
- જો કે દાઉદ રાજા હતો તો પણ નાથાને તેને ઠપકો આપ્યો.
- નાથાને તેને પડકાર્યો તે પછી દાઉદે તેના પાપ વિષે પશ્ચાતાપ કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: દાઉદ, વિશ્વાસુ, પ્રબોધક, ઉરિયા)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 17:7 ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે આ સંદેશો આપવા મોકલ્યો, “તું મારા માટે આ ભક્તિસ્થાન નહિ બનાવે કારણકે તું યુદ્ધો કરનાર વ્યક્તિ છે.”
- 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.
શબ્દ માહિતી:
નામાન
તથ્યો:
જૂના કરારમાં, નામાન અરામના રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
- નામાનને કોઢ કહેવાતો એક ભયંકર રોગ હતો કે જે મટી શકતો ન હતો.
- નામાનના પરિવારની એક યહૂદી ગુલામે તેને કહ્યું કે તે જઈને એલિશા પ્રબોધકને પોતાને સાજો કરવા કહે.
- એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર સ્નાન કરવા કહ્યું.
જ્યારે નામાને તે પ્રમાણે કર્યું ત્યારે, ઈશ્વરે તેને તેના રોગથી સાજો કર્યો.
- તેના પરિણામે, નામાને એકમાત્ર સાચા ઈશ્વર યહોવામાં વિશ્વાસ કર્યો.
- નામાન નામના બીજા બે માણસો યાકૂબના દીકરા બિન્યામીનના વંશજો હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: અરામ, યર્દન નદી, કોઢ, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
19:14 નામાન કે જે શત્રુ સેનાપતિ હતો અને જેને ચામડીનો ભયંકર રોગ હતો તેના જીવનમાં એક ચમત્કાર થયો.
19:15 પ્રથમ તો નામાન ગુસ્સે થયો અને તેમ કરવા માગતો ન હતો કારણકે તેમ કરવું તેને મૂર્ખતા લાગી.
પણ બાદમાં તેણે પોતાનું મન બદલ્યું અને યર્દન નદીમાં સાત વાર ડૂબકી લગાવી.
26:6 “તેણે (એલિશાએ)નામાનના ચામડીના રોગને જ સાજો કર્યો.”
શબ્દ માહિતી:
નાસરેથ, નાઝારી
તથ્યો:
નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે.
તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.
- યૂસફ અને મરિયમ નાસરેથના વતની હતા અને ત્યાં જ તેમણે ઈસુનો ઉછેર કર્યો હતો.
તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.
- નાસરેથમાં રહેતા ઘણાં યહૂદીઓએ ઈસુના શિક્ષણને માન આપ્યું નહિ, કારણકે તેમનો ઉછેર તેઓ વચ્ચે થયો હતો અને તેઓએ વિચાર્યું કે તેઓ એક સામાન્ય માણસ હતા.
- એક વાર, જ્યારે ઈસુ નાસરેથના સભાસ્થાનમાં શીખવતા હતા ત્યારે, ત્યાંના યહૂદીઓએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો કારણકે તેઓએ મસીહ હોવાનો દાવો કર્યો હતો અને તેમનો નકાર કરવા બદલ તેઓને ઠપકો આપ્યો હતો.
- જ્યારે નથાનિયેલે સાંભળ્યું કે ઈસુ નાસરેથના હતા ત્યારે તેણે જે ટીપણી કરી તે દર્શાવે છે કે આ શહેર ખાસ જાણીતું ન હતું.
(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, મરિયમ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 23:4 યૂસફ અને મરિયમે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં નાસરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેઓનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 26:2 ઈસુ નાસરેથ નગરમાં ગયા કે જ્યાં તેઓનું બાળપણ વીત્યું હતું.
- 26:7 નાસરેથના લોકો ઈસુને આરાધનાના સ્થળેથી બહાર ખેંચી ગયા અને તેમને મારી નાખવા ડુંગરની ધાર પરથી ધકેલી દેવા પર લઈ ગયા.
શબ્દ માહિતી:
- Strong's: G3478, G3479, G3480
નાહૂમ
તથ્યો:
નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.
- નાહૂમ એલ્કોશ નગરનો રહેવાસી હતો કે જે યરુશાલેમથી લગભગ 20 માઈલ દૂર હતું.
- જૂના કરારનું નાહૂમનું પુસ્તક આશૂર સામ્રાજ્યના નિનવે શહેરના નાશ વિષે તેના ભવિષ્યવચનો નોંધે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ:: આશૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
નાહોર
તથ્યો:
ઇબ્રાહિમના બે સગાનું નામ નાહોર હતું, તેના દાદાનું નામ અને તેના ભાઈનું નામ.
- ઇબ્રાહીમનો ભાઈ નાહોર ઇસહાકની પત્ની રીબકાના દાદા હતા.
- “નાહોરનું શહેર” શબ્દસમૂહનો અર્થ “નાહોર નામનું શહેર” અથવા તો “નાહોર રહેતો હતો તે શહેર” અથવા તો “નાહોરનું શહેર” થઇ શકે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇબ્રાહિમ, રીબકા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
નિનવે, નિનવેવાદી
તથ્યો:
નિનવે આશ્શૂરની રાજધાનીનું શહેર હતું.
“નિનવેવાદી” એક વ્યક્તિ હતી કે જે નિનવેમાં રહેતી હતી.
- ઈશ્વરે યૂના પ્રબોધકને નિનવેવાદીઓને તેમનાં દુષ્ટ માર્ગોથી પાછા ફરવા ચેતવણી આપવા મોકલ્યો.
લોકોએ પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમનો નાશ કર્યો નહિ.
- આશ્શૂરના લોકોએ બાદમાં ઈશ્વરની સેવા કરવાનું બંધ કર્યું.
તેઓએ ઇઝરાયલના રાજ્યને જીતી લીધું અને લોકોને નિનવેમાં લઈ ગયા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: આશ્શૂર, યૂના, પશ્ચાતાપ કરવો, ફરવું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H5210, G3535, G3536
નૂહ
તથ્યો:
નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું.
ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.
- નૂહ એક ન્યાયી માણસ હતો કે જેણે દરેક બાબતમાં ઈશ્વરની આજ્ઞા માની.
- જ્યારે ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું ત્યારે, ઈશ્વરે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે નૂહે તે બાંધ્યું.
- વહાણમાં, નૂહ અને તેના કુટુંબને સલામત રાખવામાં આવ્યું અને બાદમાં તેઓના બાળકો અને બાળકોના બાળકોએ પૃથ્વીને ફરી લોકોથી ભરપૂર કરી.
- પૂર બાદ જન્મેલી દરેક વ્યક્તિ નૂહની વંશજ છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: વંશજ, વહાણ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 3:2 પણ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.
- 3:4 નૂહે ઈશ્વરની આજ્ઞા પાળી.
ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.
- 3:13 બે મહિના પછી ઈશ્વરે નૂહને કહ્યું, “તું તથા તારું કુટુંબ અને બધા જ પ્રાણીઓ વહાણમાંથી બહાર નીકળી શકો છો.”
ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો.
તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.
શબ્દ માહિતી:
નેગેબ
તથ્યો:
નેગેબ દક્ષિણ ઇઝરાયલમાં એક અરણ્ય પ્રદેશ છે કે જે ખારા સમુદ્રની દક્ષિણ પશ્ચિમે છે.
- મૂળ શબ્દનો અર્થ “દક્ષિણ” થાય છે અને ઘણાં અંગ્રેજી અનુવાદો તે રીતે તેનો અનુવાદ કરે છે.
- એ શક્ય છે કે આજે જ્યાં નેગેબનું અરણ્ય આવેલું છે ત્યાં તે “દક્ષિણ” સ્થિત ન હોય.
- જ્યારે ઇબ્રાહિમ કાદેશ શહેરમાં વસતો હતો ત્યારે, તે નેબેગ અથવા તો દક્ષિણી પ્રાંતમાં હતો.
- જ્યારે રીબકાએ ઇસાહકને મળવા યાત્રા કરી અને તેની પત્ની બની ત્યારે તે નેગેબમાં રહેતો હતો.
- યહૂદા અને શિમઓનના યહૂદી કુળો દક્ષિણી પ્રાંતમાં રહેતા હતા.
- બેરશીબા નેગેબ પ્રાંતનું સૌથી મોટું શહેર હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇબ્રાહિમ, બેરશીબા, ઇઝરાયલ, યહૂદા, કાદેશ, ખારો સમુદ્ર, શિમયોન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પરીઝીઓ
તથ્યો:
પરીઝીઓ કનાન દેશમાંની ઘણી લોકજાતિઓમાંની એક લોકજાતિ હતી.
આ જાતિના પૂર્વજો કોણ હતા અને તેઓ કનાન દેશમાં કયા ભાગમાં રહેતા હતા તે વિષે ખૂબ જ ઓછી માહિતી ઉપલબ્ધ છે.
- પરીઝીઓનો ઉલ્લેખ જૂના કરારના ન્યાયાધીશોના પુસ્તકમાં સૌથી વધારે વાર કરવામાં આવ્યો છે કે જ્યાં નોંધવામાં આવ્યું છે કે તેઓએ ઇઝરાયલીઓ સાથે આંતરલગ્નો કર્યા અને તેઓને જૂઠા દેવોની પૂજા કરવા પ્રભાવિત કર્યા.
- નોંધ લો કે પેરેસનું કુળ કે જેઓને “પેરેસીઓ” કહેવામાં આવતા હતા તેઓ પરીઝીઓથી બિન્ન એવી લોકજાતિ હતી.
આ તફાવત સ્પષ્ટ કરવા બંને નામોની જોડણી અલગ રીતે લખાય તે જરૂરી છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: કનાન, જૂઠા દેવો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પલિસ્તિ દેશ, પલેશેથ
વ્યાખ્યા:
પલેશેથ એ કનાન દેશના એક મોટા પ્રદેશનું નામ છે કે જે ભૂમધ્ય સમુદ્રના કિનારે સ્થિત છે.
- આ પ્રદેશ ઉત્તરમાં જોપ્પાથી લઈને દક્ષિણમાં ગાઝા સુધીના દરિયાકિનારાના ખૂબ જ ફળદ્રુપ મેદાનમાં સ્થિત હતો.
તે પ્રદેશ લગભગ 64 કિલોમીટર લાંબો અને 16 કિલોમીટર પહોળો હતો.
- પલિસ્તિ લોકો કે જેઓ એક શક્તિશાળી જૂથ હતું અને જેઓને ઇઝરાયલીઓ સાથે વારંવાર દુશ્મનાવટ રહેતી હતી તેઓએ પલેશેથનો કબજો લીધો હતો.
(આ પણ જૂઓ: પલિસ્તિઓ, ગાઝા, જોપ્પા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H776 H6429 H06430
પલિસ્તીઓ
તથ્યો:
પલિસ્તીઓ એક જાતિ હતી કે જેઓએ ભૂમધ્ય સમુદ્રના દરિયા કિનારે આવેલા પલિસ્તી નામે ઓળખાતા પ્રદેશનો કબજો લીધો હતો. તેઓના નામનો અર્થ “સમુદ્રના લોકો” એવો થાય છે.
- પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરો હતા: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાથ અને ગાઝા.
- આશ્દોદ શહેર પલિસ્તીના ઉત્તર ભાગમાં હતું અને ગાઝા શહેર દક્ષિણ ભાગમાં હતું.
- પલિસ્તીઓ તેમના ઇઝરાયલીઓ વિરુદ્ધના ઘણા વર્ષોના યુદ્ધને કારણે કદાચ સૌથી વધારે જાણીતા છે.
- સામસૂન ન્યાયાધીશ પલિસ્તીઓ વિરુદ્ધ એક પ્રખ્યાત યોદ્ધો હતો કે જેણે ઈશ્વર તરફથી મળેલા દૈવીય શક્તિનો ઉપયોગ કર્યો હતો.
- જ્યારે દાઉદ રાજા યુવાન હતો ત્યારે તેને પલિસ્તીઓ વિરુદ્ધ લડાઈઓમાં ઘણી વાર દોરવણી આપી કે જેમાં તેણે પલિસ્તીઓના યોદ્ધા ગોલ્યાથને હરાવ્યો તેનો પણ સમાવેશ થાય છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(જુઓં: આશ્દોદ, આશ્કેલોન, દાઉદ, એક્રોન, ગાથ, ગાઝા, ગોલ્યાથ, ખારો સમુદ્ર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પાઉલ, શાઉલ
સત્યો/તથ્યો:
પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.
- પાઉલ તાર્સસ નામના રોમન શહેરમાં જન્મેલો એક યહૂદી વ્યક્તિ હતો અને તેથી તે એક રોમન નાગરિક પણ હતો.
- પાઉલ અગાઉ તેના મૂળ યહૂદી નામ શાઉલ દ્વારા ઓળખાતો હતો.
- શાઉલ એક યહૂદી ધાર્મિક આગેવાન બન્યો અને તેણે ખ્રિસ્તી બનેલા યહૂદીઓની ધરપકડ કરી, કારણકે તે માનતો હતો કે ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા તેઓ ઈશ્વરનું અપમાન કરતા હતા.
- ઈસુએ પોતાને શાઉલ સમક્ષ આંખો આંજી નાખે તેવા પ્રકાશમાં પ્રગટ કર્યાં અને તેને ખ્રિસ્તીઓને નુકસાન પહોંચાડવાનું બંધ કરવા કહ્યું.
- શાઉલે ઈસુ પર વિશ્વાસ કર્યો અને પોતાના સાથી યહૂદીઓને ઈસુ વિષે શીખવવાનું શરૂ કર્યું.
- ત્યાર પછી, ઈશ્વરે શાઉલને બિન-યહૂદીઓને ઈસુ વિષે શીખવવા તથા રોમન સામ્રાજ્યના વિવિધ શહેરો તથા પ્રાંતોમાં મંડળીઓ શરૂ કરવા મોકલ્યો. તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.
- પાઉલે આ શહેરોમાંની મંડળીઓના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવા તથા શીખવવા પત્રો પણ લખ્યા. આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી આગેવાનો, રોમ)
બાઈબલના સંદર્ભો:
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 45:6 શાઉલ નામનો એક જુવાન માણસ સ્તેફનની હત્યા કરનારા લોકો સાથે સંમત હતો અને જ્યારે તેઓ તેને પથ્થરો મારતા હતા ત્યારે તેણે તેઓના વસ્ત્રો સાચવ્યાં હતા.
- 46:1 જેઓએ સ્તેફનની હત્યા કરી તે માણસોના ઝભ્ભા શાઉલ નામના જુવાન માણસે સાચવ્યાં હતા. તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.
- 46:2 જ્યારે શાઉલ દમસ્કસના રસ્તે જતો હતો ત્યારે, સ્વર્ગમાંથી એક ઝળહળતો પ્રકાશ તેની આસપાસ ઝબૂક્યો અને તે જમીન પર પડી ગયો. શાઉલે કોઈકને કહેતા સાંભળ્યા કે, "શાઉલ! શાઉલ! તું મને કેમ સતાવે છે?
- 46:5 તેથી અનાન્યા શાઉલ પાસે ગયો, તેની પર પોતાના હાથ મૂક્યા અને કહ્યું, “ઈસુ કે જેઓ તને અહીં આવતા રસ્તામાં પ્રગટ થયા, તેઓએ મને મોકલ્યો છે કે જેથી તને તારી દ્રષ્ટિ પાછી મળે અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” શાઉલ તરત જ ફરીથી જોઈ શક્યો અને અનાન્યાએ તેને બાપ્તિસ્મા આપ્યું.
- 46:6 તરત જ, શાઉલે દમસ્કસના યહૂદીઓને “ઈસુ ઈશ્વરપુત્ર છે!” એમ કહેતાં પ્રચાર કરવાની શરૂઆત કરી.
- 46:9 આ નવા વિશ્વાસીઓને ઈસુ વિષે વધારે શીખવવા તથા મંડળીને દ્રઢ કરવા બાર્નબાસ અને શાઉલ ત્યાં (અંત્યોખ) ગયા.
- 47:1 જ્યારે શાઉલે સમગ્ર રોમન સામ્રાજ્યની મુસાફરી કરી ત્યારે, તેણે તેના રોમી નામ “પાઉલ” નો ઉપયોગ કરવાની શરૂઆત કરી.
- 47:14 પાઉલ અને બીજા ખ્રિસ્તી આગેવાનોએ લોકોને ઈસુ વિશેના શુભ સમાચારનો પ્રચાર કરતા તથા શીખવતા બીજા ઘણા શહેરોની મુસાફરી કરી.
શબ્દ માહિતી:
પાદાનારામ
તથ્યો:
પાદાનારામ એક પ્રદેશનું નામ હતું કે જ્યાં કનાન દેશમાં ગયા અગાઉ ઇબ્રાહિમનું કુટુંબ રહેતું હતું.
તેનો અર્થ “અરામનું મેદાન” થાય છે.
- જ્યારે ઇબ્રાહિમ પાદાનારામના હારાનથી કનાન દેશમાં જવા નીકળ્યો ત્યારે, તેનું મોટા ભાગનું બાકીનું કુટુંબ તો હારાનમાં જ રહ્યું.
- ઘણા વર્ષો બાદ, ઇસહાક માટે ઇબ્રાહિમના સગાઓમાં પત્ની મેળવવા ઇબ્રાહિમનો દાસ પાદાનારામ ગયો અને ત્યાં તેને બથુએલની પૌત્રી રિબકા મળી.
- ઇસહાક અને રિબકાનો દીકરો યાકૂબ પણ પાદાનારામ ગયો અને રિબકાના ભાઈ લાબાનની બે દીકરીઓને પરણ્યો. લાબાન હારાનમાં રહેતો હતો.
- અરામ, પાદાનારામ અને અરામ નાહરાઇમ તે બધા એક જ પ્રદેશના ભાગો હતા કે જે હાલના સિરિયા દેશમાં આવેલો છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇબ્રાહિમ, અરામ, બથુએલ, કનાન, હારાન, યાકૂબ, લાબાન, રિબકા, સિરિયા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પારાન
તથ્યો:
પારાન ઈજિપ્તની પૂર્વમાં અને કનાન દેશની દક્ષિણે આવેલો રણ કે અરણ્ય વિસ્તાર હતો.
ત્યાં પારાન પહાડ પણ હતો કે જે સિનાઈ પર્વતનું બીજું નામ હોય શકે છે.
- સારાએ ઇબ્રાહિમને હગાર દાસી તથા તેના પુત્ર ઇશ્માએલને કાઢી મૂકવા કહ્યું તે પછી તેઓ પારાનના અરણ્યમાં રહેવા ગયા.
- જ્યારે મૂસાએ ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી બહાર દોર્યા ત્યારે, તેઓએ પારાનના અરણ્યમાં થઈને મુસાફરી કરી.
- પારાનના અરણ્યના કાદેશ-બાર્નેઆથી મૂસાએ કનાન દેશની બાતમી કાઢવા અને તેનો અહેવાલ લાવવા બાર જાસૂસોને મોકલ્યા હતા.
- ઝીનનું અરણ્ય પારાનની ઉત્તરે હતું અને સીનનું અરણ્ય પારાનની દક્ષિણે હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: કનાન, રણ, ઈજિપ્ત, કાદેશ, સિનાઈ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પિતર, સિમોન પિતર, કેફાસ
તથ્યો:
પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો.
તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.
- ઈસુએ પિતરને પોતાનો શિષ્ય થવા બોલાવ્યો તે અગાઉ, તેનું નામ સિમોન હતું.
- બાદમાં, ઈસુએ તેનું નામ “કેફાસ” પાડ્યું, જેનો અર્થ અરામિક ભાષામાં “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.
પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.
- ઈશ્વરે પિતર દ્વારા લોકોને સાજા કરવા તથા ઈસુ વિષે સુવાર્તા પ્રસારવા કાર્ય કર્યું.
- નવા કરારમાં બે પુસ્તકો પિતરે સાથી વિશ્વાસીઓને ઉત્તેજન આપવા તથા શીખવવા લખેલા પત્રો છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 28:9 પિતરે ઈસુને કહ્યું, “અમે સઘળું છોડીને તમારું અનુસરણ કર્યું છે.
અમને શો બદલો મળશે?”
- 29:1 એક દિવસે પિતરે ઈસુને પૂછ્યું, “પ્રભુ, જ્યારે મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે ત્યારે મારે તેને કેટલી વાર માફ કરવું જોઈએ?
સાત વાર?”
- 31:5 પછી પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, જો તે તમે છો તો, મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા આજ્ઞા કરો.”
ઈસુએ પિતરને કહ્યું, “આવ!”
- 36:1 એક દિવસે ઈસુએ તેમના ત્રણ શિષ્યોને એટલે કે, પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા.
- 38:9 પિતરે જવાબ આપ્યો, “જો કે બીજા બધા જ તમને તરછોડે તો પણ, હું તમને તરછોડીશ નહીં.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય.
તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”
- 38:15 સૈનિકોએ ઈસુની ધરપકડ કરી ત્યારે, પિતરે તેની તલવાર કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
- 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે પશ્ચાતાપ કરવો જોઈએ અને ઈસુના નામમાં બાપ્તિસ્મા પામવું જોઈએ કે જેથી ઈશ્વર તમારા પાપ માફ કરે.”
- 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “ઈસુ મસીહાના સામર્થ્ય દ્વારા આ માણસ તમારી સામે સાજો ઊભો છે.
શબ્દ માહિતી:
- Strong's: G2786, G4074, G4613
પિલાત
તથ્યો:
પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.
- પિલાત રાજ્યપાલ હતો તે કારણે તેની પાસે ગુનેગારોને મૃત્યુદંડ આપવાનો અધિકાર હતો.
- યહૂદી ધાર્મિક આગેવાનો ઇચ્છતા હતા કે પિલાત ઈસુને વધસ્તંભે જડાવે, તેથી તેઓ જૂઠું બોલ્યા અને કહ્યું કે ઈસુ ગુનેગાર હતા.
- પિલાતને ખબર પડી કે ઈસુ દોષિત ન હતા, પણ તે લોકોના ટોળાથી ડરતો હતો અને તેઓને ખુશ કરવા ચાહતો હતો, તેથી તેણે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા હુકમ કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: વધસ્તંભે જડાવવું, રાજ્યપાલ, દોષ, યહૂદિયા, રોમ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા.
તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
- 39:10 પિલાતે કહ્યું, “સત્ય શું છે?”
- 39:11 ઈસુ સાથે વાત કર્યા પછી પિલાત લોકોના ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ દોષ માલૂમ પડતો નથી.”
પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.”
પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી.
પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”
- 39:12 પિલાતને ડર લાગ્યો કે ટોળું હુલ્લડ કરશે, તેથી તેણે પોતાના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપ્યો.
- 40:2 પિલાતે હુકમ કર્યો કે ઈસુના માથા ઉપર “યહૂદીઓનો રાજા” એવો એક લેખ મૂકવામાં આવે.
- 41:2 પિલાતે કહ્યું, “કેટલાક સૈનિકોને લઈ જાવ અને કબરને પૂરતી સુરક્ષિત કરો.”
શબ્દ માહિતી:
પેઓર, પેઓર પહાડ, બઆલ પેઓર
વ્યાખ્યા:
“પેઓર” અને “પેઓર પહાડ” શબ્દો મોઆબના પ્રદેશમાં, ખારા સમુદ્રની ઉત્તરપૂર્વે સ્થિત એક પહાડનો ઉલ્લેખ કરે છે.
- “બેથ પેઓર” નામ એક શહેરનું નામ હતું કે જે કદાચને તે પહાડ પર અથવા તો તેની નજીક સ્થિત હતું.
આ એ જગ્યા છે જ્યાં ઈશ્વરે મૂસાને વચનનો દેશ બતાવ્યો તે પછી તે ત્યાં મૃત્યુ પામ્યો.
- “બઆલ પેઓર” મોઆબીઓનો જૂઠો દેવ હતો કે જેની પૂજા તેઓ પેઓર પહાડ પર કરતા હતા.
ઇઝરાયલીઓએ પણ તે મૂર્તિની પૂજા કરવાનું શરૂ કર્યું હતું અને ઈશ્વરે તે માટે તેઓને સજા કરી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: બઆલ, જૂઠો દેવ, મોઆબ, ખરો સમુદ્ર, આરાધના)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H1047, H1187, H6465
પોટીફાર
તથ્યો:
યૂસફને ઇશ્માએલીઓને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો ત્યારે પોટીફાર ઈજીપ્તના ફારૂન રાજાનો મહત્ત્વનો અધિકારી હતો.
- પોટીફારે ઇશ્માએલીઓ પાસેથી યૂસફને ખરીદ્યો અને તેને પોતાના પરિવાર પર અધિકારી ઠરાવ્યો.
- જ્યારે યૂસફ પર ખોટું કરવા સંબંધી જૂઠી રીતે દોષ મૂકવામાં આવ્યો ત્યારે, પોટીફારે તેને જેલમાં નાંખવ્યો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: ઈજિપ્ત, યૂસફ, ફારૂન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પોન્તસ
તથ્યો:
રોમન સામ્રાજ્ય અને પ્રારંભિક મંડળીના સમય દરમિયાન પોન્તસ એક રોમન પ્રાંત હતો. તે કાળા સમુદ્રના દક્ષિણ કિનારે સ્થિત હતું, જે હવે તુર્કી દેશ છે તેના ઉત્તર ભાગમાં.
- પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં નોંધ્યા મુજબ, જ્યારે પચાસમાના દિવસે પવિત્ર આત્મા પ્રથમ વખત પ્રેરિતો પર આવ્યો ત્યારે પોન્તસ પ્રાંતના લોકો યરૂશાલેમમાં હતા.
અકુલાસ નામનો વિશ્વાસી પોન્તસનો હતો.
- જ્યારે પિતર જુદા જુદા પ્રદેશોમાં વિખરાયેલા ખ્રિસ્તીઓને લખતો હતો, ત્યારે પોન્તસ તેણે ઉલ્લેખ કરેલા પ્રદેશોમાંનો એક હતો.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો]
(આ પણ જુઓ: [અકુલાસ], [પચાસમાનો દિવસ ])
બાઈબલ સંદર્ભો:
- [૧ પિતર ૧:૧-૨]
- [પ્રેરિતોનાં કૃત્યો ૨:૯]
શબ્દ માહિતી
પ્રિસ્કીલા
તથ્યો:
પ્રિસ્કીલા અને તેનો પતિ આકુલ યહૂદી ખ્રિસ્તીઓ હતા જેઓએ પ્રેરિત પાઉલ સાથે મિશનરી કાર્ય કર્યું હતું.
- પ્રિસ્કીલા અને આકુલે રોમ છોડ્યું કારણ કે રોમન સમ્રાટે ખ્રિસ્તીઓને ત્યાંથી જતાં રહેવા કહ્યું હતું.
- પાઉલ આકુલ અને પ્રિસ્કીલાને કરિંથમાં મળ્યો હતો.
તેઓ તંબૂઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા અને પાઉલ તેમાં જોડાયો.
- જ્યારે પાઉલ કરિંથથી સીરિયા જવા નીકળ્યો ત્યારે, પ્રિસ્કીલા અને આકુલ તેની સાથે ગયા.
- સીરિયાથી તેઓ ત્રણેય એફેસસ ગયા.
જ્યારે પાઉલ એફેસસથી નીકળ્યો ત્યારે, પ્રિસ્કીલા અને આકુલ ત્યાંજ રહ્યા અને સુવાર્તા પ્રચારનું કામ ચાલુ રાખ્યું.
- એફેસસમાં તેઓએ ખાસ આપોલાસ નામના એક માણસને શિક્ષણ આપ્યું કે જેણે ઈસુમાં વિશ્વાસ કર્યો અને તે એક પ્રતિભાશાળી વક્તા અને શિક્ષક હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: વિશ્વાસ કરવો, ખ્રિસ્તી, કરિંથ, એફેસસ, પાઉલ, રોમ, સીરિયા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પ્રેરિત ફિલિપ
તથ્યો:
પ્રેરિત ફિલિપ ઈસુના મૂળ બાર શિષ્યોમાંનો એક હતો.
તે બેથસાઈદા નગરનો વતની હતો.
ફિલિપ નથાનિયેલને ઈસુ સાથે મુલાકાત કરાવવા લાવ્યો.
5000 કરતાં વધારે લોકોને ભોજન કેવી રીતે આપવું તે વિષે ઈસુએ ફિલિપને પ્રશ્ન પૂછ્યો.
ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વનું અંતિમ ભોજન કર્યું ત્યારે તેમણે શિષ્યોને પોતાના પિતા ઈશ્વર વિષે વાત કરી.
ફિલિપે ઈસુને કહ્યું કે તેઓ શિષ્યોને પિતા બતાવે.
કેટલીક ભાષાઓ ગૂંચવાડો ટાળવા આ ફિલિપના નામને બીજા ફિલિપ (સુવાર્તિક)ના નામથી થોડું અલગ રીતે લખી શકે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ફિલિપ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
ફારૂન, ઈજીપ્તનો રાજા
તથ્યો:
પ્રાચીન સમયોમાં, ઈજિપ્ત દેશ પર રાજ કરનારા રાજાઓને ફારૂન કહેવામાં આવતા હતા.
- કુલ મળીને લગભગ 300 ફારુનોએ ઈજિપ્ત પર 2000 વર્ષ કરતાં વધારે રાજ કર્યું હતું.
- આ ઈજીપ્તના રાજાઓ ખૂબ જ શક્તિશાળી અને ધનાઢ્ય હતા.
- બાઇબલમાં તેમાંના ઘણા ફારુનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ઘણી વાર આ શીર્ષકને શીર્ષક કરતાં નામ તરીકે વધારે વાપરવામાં આવ્યું છે.
તેવા સંજોગોમાં, અંગ્રેજી ભાષામાં તેમને મોટા P સાથે લખવામાં આવે છે જેમ કે “Pharaoh."
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઈજિપ્ત, રાજા)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 8:6 એક રાત્રે, ફારૂનને બે સ્વપ્નો આવ્યા જેનાથી તે બહુ જ ગભરાયો. ઈજીપ્તના લોકો તેમના રાજાઓને ફારૂનના નામે બોલાવતા હતા.
- 8:8 ફારૂન યૂસફથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેને સમગ્ર ઈજિપ્તમાં બીજા ક્રમાંકના સૌથી શક્તિશાળી મનુષ્ય તરીકે નિયુક્ત કર્યો!
- 9:2 તેથી ફારુને કે જે તે સમયે ઈજીપ્તમાં રાજ કરતો હતો તેણે ઇઝરાયલીઓને ઈજીપ્તના લોકોના ગુલામો બનાવ્યા.
- 9:13 “હું તને ફારૂન પાસે મોકલીશ કે જેથી તું ઇઝરાયલીઓને તેઓની ઈજિપ્તમાંની ગુલામગીરીમાંથી બહાર લાવે.”
- 10:2 આ મરકીઓ દ્વારા ઈશ્વરે ફારૂનને બતાવ્યું કે તેઓ ફારૂન અને ઈજીપ્તના દેવો કરતાં વધારે શક્તિશાળી હતા.
શબ્દ માહિતી:
- Strong's: H4428, H4714, H6547, G5328
ફિનહાસ
તથ્યો:
જૂના કરારમાં બે માણસોનું નામ ફિનહાસ હતું.
- હારુનનો ફિનહાસ નામનો પૌત્ર યાજક હતો કે જેણે ઇઝરાયલમાં જૂઠા દેવોની પૂજાનો મોટો વિરોધ કર્યો હતો.
- ઇઝરાયલીઓએ મિદ્યાની સ્ત્રીઓ સાથે લગ્નો કર્યા અને તેઓના જૂઠા દેવોની પૂજા કરી માટે યહોવાએ તેઓને સજા કરવા મોકલેલી એક મરકીથી ફિનહાસે ઇઝરાયલીઓને બચાવ્યા.
- મિદ્યાનીઓનો નાશ કરવા ફિનહાસ ઘણી વાર ઇઝરાયલીઓના સૈન્ય સાથે લડવા ગયો.
- જૂના કરારમાં દર્શાવેલો બીજો ફિનહાસ શમુએલ પ્રબોધકના સમય દરમ્યાન એલી યાજકના બે દુષ્ટ પુત્રોમાંનો એક હતો.
- જ્યારે પલિસ્તિઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને કરારકોશ ચોરી ગયા ત્યારે ફિનહાસ અને તેનો ભાઈ હોફની બંને માર્યા ગયા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: કરારકોશ, યર્દન નદી, મિદ્યાન, પલિસ્તિઓ, શમુએલ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
ફિનીકિયા
તથ્યો:
પ્રાચીન સમયમાં, ફિનીકિયા ઇઝરાયલની ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે કનાનમાં સ્થિત એક સમૃદ્ધ દેશ હતો.
- વર્તમાન સમયના લેબેનોન દેશના પશ્ચિમના પ્રદેશનો એક વિસ્તાર ફિનીકિયાના કબજામાં હતો.
- નવા કરારના સમયમાં, ફિનીકિયાની રાજધાની તૂર હતી.
ફિનીકિયાનું બીજું મહત્ત્વનું શહેર સિદોન હતું.
- ફિનીકિયાના લોકો તેમના દેશના પુષ્કળ દેવદાર વૃક્ષોનો ઉપયોગ લક્કડકામમાં કરવાની કુશળતા માટે, કિંમતી જાંબુડા રંગનું તેમનું ઉત્પાદન તથા સમુદ્રમાં તેઓની મુસાફરી અને વેપાર માટે જાણીતા હતા.
તેઓ અતિ કુશળ એવા વહાણો બાંધનારા લોકો પણ હતા.
- સૌથી જૂના મૂળાક્ષરોમાંના એકની રચના ફિનીકિયાના લોકોએ કરી હતી.
વેપારના કારણે તેમના ઘણી લોકજાતિઓ સાથેના સંપર્કને કારણે તેમના મૂળાક્ષરો બહોળા પ્રમાણમાં વપરાતા હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: દેવદાર, જાંબુડી, સિદોન, તૂર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3667, G4949, G5403
ફિલિપ, સુવાર્તિક
તથ્યો:
યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.
- ઈશ્વરે યહૂદીયા અને ગાલીલના પ્રાંતોના વિવિધ નગરોમાં સુવાર્તા આપવા ફિલિપનો ઉપયોગ કર્યો. તેમાં ઇથોપિયાનો જે માણસ તેને યરુશાલેમથી ગાઝા જવાના અરણ્યના માર્ગે મળ્યો તેનો પણ સમાવેશ થાય છે.
- ઘણા વર્ષો બાદ જ્યારે ફિલિપ કાઈસારિયામાં રહેતો હતો ત્યારે પાઉલ તથા તેના સાથીદારો યરૂશાલેમ પાછા જતાં તેના ઘરમાં રહ્યા હતા.
- મોટા ભાગના બાઇબલના અભ્યાસકો માને છે કે સુવાર્તિક ફિલિપ અને તેના જ જેવુ નામ ધરાવતો ઈસુનો એક પ્રેરિત તે બંને એક જ વ્યક્તિ ન હતા.
કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ફિલિપ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
ફિલિપ્પી, ફિલિપ્પીઓ
તથ્યો:
ફિલિપ્પી શહેર પ્રાચીન ગ્રીસ દેશના ઉત્તરીય ભાગમાં મકદોનિયામાં સ્થિત એક મોટું શહેર અને રોમન વસાહત હતું. ફિલિપ્પીના લોકોને ફિલિપ્પીઓ કહેવામાં આવતા હતા.
પાઉલ અને સિલાસ ફિલિપ્પીના લોકોને ઈસુ વિષે પ્રચાર કરવા ત્યાં ગયા.
જ્યારે તેઓ ફિલિપ્પીમાં હતા ત્યારે, પાઉલ અને સિલાસની ધરપકડ કરવામાં આવી હતી પણ ઈશ્વરે ચમત્કારિક રીતે તેઓને છોડાવ્યા હતા.
નવા કરારનું ફિલિપ્પીઓનું પુસ્તક તે પાઉલે ફિલિપ્પી શહેરની મંડળીના ખ્રિસ્તીઓને લખેલો પત્ર છે.
નોંધ લેજો કે આ શહેર કાઈસારિયા ફિલિપ્પી શહેરથી અલગ શહેર છે કે જે હેર્મોન પર્વત પાસે ઉત્તરપૂર્વીય ઇઝરાયલમાં સ્થિત હતું.
(આ પણ જૂઓ: કાઈસારિયા, ખ્રિસ્તી, મંડળી, મકદોનિયા, પાઉલ, સિલાસ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 47:1 એક દિવસે, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ફિલિપ્પી શહેરમાં ઈસુ વિશેની સુવાર્તા પ્રગટ કરવા ગયા.
- 47:13 બીજા દિવસે શહેરના આગેવાનોએ પાઉલ તથા સિલાસને મુક્ત કર્યા અને તેઓને ફિલિપ્પી શહેરથી ચાલ્યા જવા કહ્યું.
શબ્દ માહિતી:
ફ્રાત નદી, નદી
સત્યો:
ફ્રાત નદી એ ચાર નદીઓમાંની એક કે જે એદનના બાગમાંથી વહેતી હતી.
તે નદીનો બાઈબલમાં સૌથી વધારે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આધુનિક સમયની ઉફ્રેટીસ નામની નદી મધ્ય પૂર્વમાં આવેલી છે અને એશિયાની સૌથી લાંબી અને મહત્વપૂર્ણ નદી છે.
હીદ્દેકેલ અને ફ્રાત બંને નદીઓ મેસોપોટેમીયાની જાણીતી જગ્યાની (પ્રદેશની) સરહદ બનાવે છે (બંને સરહદ પર આ નદીઓ આવેલી છે).
જ્યાંથી ઈબ્રાહિમ આવ્યો હતો, તે ઉર નામનું પ્રાચીન શહેર ફ્રાત નદીના દ્વાર પર આવેલું હતું.
આ નદીની સીમાઓમાંની એક હતી કે દેવે જે ભૂમિ ઈબ્રાહિમને આપવાનું વચન આપ્યું હતું (ઉત્પત્તિ 15:18).
ક્યારેક ફ્રાત ફક્ત “નદી” કહેવાય છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H5104, H6578, G2166
બઆલ
સત્યો:
“બઆલ”નો અર્થ “સ્વામી” અથવા “ધણી” થાય છે, અને તે કનાનીઓ દ્વારા પૂજાતા પ્રાથમિક જુઠા દેવનું નામ હતું.
- ત્યાંના સ્થાનિક જુઠા દેવો પણ “બઆલ” નામ સાથે ભાગરૂપ હતા, જેમાં “બઆલ પેઓર” ના નામનો સમાવેશ થાય છે.
ક્યારેક આ બધા દેવોનો ઉલ્લેખ એક સાથે “બઆલીમ” તરીકે કરવામાં આવ્યો છે.
- કેટલાક લોકોના નામોમાં “બઆલ” શબ્દનો સમાવેશ થયેલો હતો.
- બઆલની ઉપાસનામાં બાળકોનું બલિદાન અને વેશ્યાનો ઉપયોગ જેવી ભૂંડી રીતો સમાવેશ થતો.
- ઈતિહાસના જુદાજુદા સમયગાળામાં દરમ્યાન ઈઝરાએલીઓ પણ આજુબાજુના વિદેશી દેશોના ઉદાહરણને અનુસરીને ગંભીરપણે બઆલની પૂજામાં સંડોવાયેલા હતા.
- આહાબ રાજાના શાસન દરમ્યાન, દેવના પ્રબોધક એલિયાએ બઆલનું અસ્તિત્વ નથી અને યહોવા તેજ ફક્ત સાચો દેવ છે તે સાબિત કરવા કસોટી ગોઠવી.
તેના પરિણામે, બઆલના પ્રબોધકોનો નાશ થયો અને ફરીથી લોકોએ યહોવાની આરાધના કરવાનું ચાલુ કર્યું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આહાબ, અશેરાહ, એલિયા, જુઠો દેવ, વેશ્યા, યહોવા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:2 આહાબ એક દુષ્ટ માણસ હતો કે જેણે લોકોને બઆલ નામના જુઠા દેવને ભજવા લોકોને ઉત્તેજન આપ્યું.
- 19:6 ઈઝરાએલના સમગ્ર રાજ્યના લોકો, તથા બઆલના 450 પ્રબોધકો સહિત, બધા કાર્મેલ પર્વત પર આવ્યા. એલિયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે તમારા મનોને ફેરવ્યા કરશો?” જો યહોવા દેવ છે, તેની સેવા કરો! જો બઆલ દેવ છે, તેની સેવા કરો!"
- 19:7 પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, ગોધો મારીને બલિદાન તરીકે તૈયાર કરો, પણ અગ્નિ સળગાવશો નહીં.
- 19:8 પછી બઆલ પ્રબોધકો બઆલને પ્રાર્થના કરે, “અમોને સાંભળ, ઓ બઆલ!"
- 19:12 જેથી લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા. પછી એલિયા તેઓને ત્યાંથી દુર લઈ ગયો અને તેણે તેઓને મારી નાખ્યા.
શબ્દ માહિતી:
બનાયા
વ્યાખ્યા:
જૂના કરારમાં ઘણા વ્યક્તિઓના નામ બનાયા હતા.
- બનાયા, યહોયાદાનો પુત્ર હતો, જે દાઉદના શૂરવીરમાંનો એક હતો.
તે યુદ્ધમાં કુશળ હતો અને તેને દાઉદના વ્યક્તિગત અંગરક્ષકોનો ઉપરી બનાવામાં આવ્યો હતો.
- જયારે સુલેમાન રાજા તરીકે નિમવામાં આવ્યો હતો ત્યારે તેના શત્રુઓને સત્તા પરથી ઉતારી દેવામાં બનાયાએ તેને મદદ કરી.
આખરે તે ઈઝરાએલી લશ્કરનો સેનાપતિ બન્યો.
- જૂના કરારમાં બીજા માણસોના નામ બનાયા હતા, જેમાં ત્રણ લેવીઓનો સમાવેશ થાય છે: જેઓ યાજકો, ગાયકો, અને આસાફના વંશજ હતા.
(આ પણ જુઓ: આસાફ, યહોયાદા, લેવીઓ, સુલેમાન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બરાબ્બાસ
સત્યો:
જયારે ઈસુની ધરપકડ થઈ હતી તે સમયમાં બરબ્બાસ યરુશાલેમમાં કેદી હતો.
- બરબ્બાસ ગુનેગાર હતો કે જેણે ખૂનના ગુનાઓ અને રોમન સરકારની વિરુદ્ધ બળવો કર્યો હતો.
- જયારે પોન્ટીયસ પિલાતે પ્રસ્તાવ મૂક્યો કે ઈસુ અથવા બરબ્બાસ બેમાંથી કોને છોડવા, પણ લોકોએ બરબ્બાસને પસંદ કર્યો.
- જેથી પિલાતે બરબ્બાસને છૂટી જવાની મંજુરી આપી, પણ ઈસુને દોષિત ઠરાવી મારી નાખવા સોંપ્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પિલાત, રોમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બરુનો સમુદ્ર, બરુનો સમુદ્ર, લાલ સમુદ્ર
હકીકતો:
ઇજિપ્ત અને અરેબિયા વચ્ચે સ્થિત પાણીનું વ્યાપનું નામ " બરુનો સમુદ્ર" હતું. હવે તેને "લાલ સમુદ્ર"પણ કહેવામાં આવે છે.
- લાલ સમુદ્ર લાંબો અને સાંકડો છે. તે તળાવ અથવા નદી કરતાં મોટું છે, પરંતુ મહાસાગર કરતાં ઘણું નાનું છે.
- ઈસ્રાએલીઓ ઈજિપ્તમાંથી ભાગી રહ્યા હતા ત્યારે તેઓએ લાલ સમુદ્ર પાર કરવો પડ્યો. ઈશ્વરે એક ચમત્કાર કર્યો અને સમુદ્રના પાણીને વિભાજીત કર્યા જેથી લોકો સૂકી જમીન પર થઈને ચાલી શકે.
- કનાન દેશ આ સમુદ્રની ઉત્તરે હતો.
- આનું ભાષાંતર “રાતો સમુદ્ર ” તરીકે પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: અરેબિયા. કનાન, ઇજિપ્ત)
બાઇબલ સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 12:4 જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તની સેનાને આવતી જોઈ, ત્યારે તેઓ સમજી ગયા કે તેઓ ફારુનની સેના અને લાલ સમુદ્ર વચ્ચે ફસાયેલા છે.
- 12:5 પછી ઈશ્વરે મૂસાને કહ્યું, "લોકોને __લાલ સમુદ્ર તરફ જવા કહો."
- 13:1 ઈશ્વરે ઈઝરાયલીઓને __લાલ સમુદ્રમાંથી પસાર કર્યા પછી, તે તેમને રણમાંથી સિનાઈ નામના પર્વત પર લઈ ગયા.
##શબ્દ માહિતી ;
- સ્ટ્રોંગ્સ: H3220, H5488, G20630, G22810
બર્થોલ્મી
સત્યો:
બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
- બીજા પ્રેરિતોની સાથે, બર્થોલ્મીને પણ સુવાર્તાપ્રચાર અને ચમત્કારો કરવા બહાર મોકલવામાં આવ્યો હતો.
- તે તેઓમાંનો એક હતો જેને ઈસુને સ્વર્ગમાં પાછા જતાં પણ જોયા.
થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, સુવાર્તા, પવિત્ર આત્મા, ચમત્કાર, પચાસમાનો દિવસ, બારે)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બલામ
સત્યો:
જયારે ઇઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઇઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો હતો.
- બલામ પેથોર શહેરથી હતો, કે જે ફ્ર્રાત (યુફ્રેટીસ) નદીની આજુબાજુના પ્રાંતમાં, લગભગ 400 માઈલ મોઆબની ભૂમિથી દૂર આવેલું હતું.
- મિદ્યાનીઓનો રાજા બાલાકે ઇઝરાએલીઓની સંખ્યા અને તાકાતથી ભયભીત થઈને બલામને ઇઝરાએલી લોકોને શ્રાપ દેવા ભાડે રાખ્યો હતો.
- જયારે બલામ ઇઝરાએલ તરફ મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે ઈશ્વરનો દૂત તેના રસ્તામાં ઊભો રહ્યો, જેથી બલામની ગધેડી અટકી ગઈ. ઈશ્વરે બલામની સાથે બોલવા માટે ગધેડીને પણ ક્ષમતા આપી.
- ઈશ્વરે બલામને ઇઝરાએલીઓને શ્રાપ આપવાની મંજુરી આપી નહીં અને તેને બદલે તેઓને આશીર્વાદ આપવાનો હુકમ આપ્યો.
- તેમ છતાં પછી, બલામે ઇઝરાએલીઓ ઉપર દુષ્ટતા આણી, એટલે કે તેણે જુઠા દેવ બઆલ-પેઓરની આરાધના કરવા ઇઝરાએલીઓને પ્રેર્યા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આશીર્વાદ, કનાન, શ્રાપ, ગધેડી, ફ્ર્રાત નદી, યર્દન નદી, મીદ્યાન, મોઆબ, પેઓર)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
બાથ-શેબા#
##સત્યો: ##
બાથ-શેબા તે દાઉદ રાજાના લશ્કરના સૈનિક ઉરિયાની પત્ની હતી.
ઉરિયાના મરણ બાદ, તેણી દાઉદની પત્ની, અને સુલેમાનની માતા બની.
- દાઉદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો, જયારે તે ઉરિયા સાથે પરિણીત હતી.
- જયારે બાથ-શેબા દાઉદના બાળકનીમાં બની, દાઉદે ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો.
- પછી દાઉદ બાથ-શેબા સાથે પરણ્યો અને તેણીએ તેના બાળકને જન્મ આપ્યો.
- તેના જન્મ પછી કેટલાક દિવસો બાદ બાળકના મૃત્યુ દ્વારા દેવે દાઉદને તેના પાપની શિક્ષા કરી.
- પછી, બાથ-શેબાએ બીજા દીકરા, સુલેમાનને જન્મ આપ્યો, જે મોટો થયો અને તે દાઉદ પછી રાજા બન્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: દાઉદ, સુલેમાન. ઉરિયા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:10 એક દિવસે, જયારે દાઉદના બધા સૈનિકો વતનથી દૂર યુદ્ધ લડી રહ્યા હતા, ત્યારે દાઉદે બપોરની અલ્પનિદ્રામાંથી ઉઠીને અને એક સુંદર સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તેણીનું નામ બાથ-શેબા હતું.
17:11 થોડા સમય પછી બાથ-શેબા એ દાઉદને સંદેશો મોકલી કહેવડાવ્યું કે તેણી સગર્ભા હતી.
17:11 બાથ-શેબાનો પતિ, ઉરિયા નામનો માણસ, દાઉદના સૈનિકોમાંનો એક શ્રેષ્ઠ સૈનિક હતો.
- 17:13 ઉરિયાના મૃત્યુ બાદ, દાઉદે બાથ-શેબા સાથે લગ્ન કર્યા.
- 17:14 પછી દાઉદ અને બાથ-શેબા ને બીજો પુત્ર થયો, તેઓએ તેનું નામ સુલેમાન પાડ્યું.
શબ્દ માહિતી:
બાબિલ
સત્યો:
બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું.
પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.
- બાબિલ શહેર હામના પૌત્ર દ્વારા સ્થપાયું હતું, નિમ્રોદ કે જેણે શિનઆર પ્રાંતમાં રાજ્ય કર્યું.
- શિનઆરના લોકો અભિમાની બન્યા, અને તેઓએ આકાશમાં પહોચે એવો ઊંચો બુરજ બાંધવાનો નિર્ણય કર્યો.
તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.
- કારણકે લોકો દેવની આજ્ઞાનો ઈન્કાર કરીને બીજી જગ્યામાં વિસ્તરી જવાને બદલે બુરજ બાંધવાની શરૂઆત કરી, તેથી દેવે તેઓની ભાષા ઉલટાવી નાંખી જેથી તેઓ એકબીજાને સમજી શક્યા નહી.
જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.
- “બાબિલ”નો મૂળ અર્થ “ગુંચવણ” છે, કારણકે દેવે લોકોની ભાષા બદલી નાંખી, તે નામ પરથી તેનું નામ પડ્યું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આપણ જુઓ: બાબિલ, હામ, મેસોપોતામિયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બાબિલ, શિનઆર, ખાલદીઓ
તથ્યો:
બાબિલ શહેર એ શિનઆરના પ્રાચીન પ્રદેશની રાજધાની હતી, જે ખાલદી સામ્રાજ્યનો પણ ભાગ હતો
- બાબિલ ફ્રાત નદીના કાંઠે સ્થિત હતું, તે જ પ્રદેશમાં જ્યાં સેંકડો વર્ષ પહેલાં બાબિલનો ટાવર બનાવવામાં આવ્યો હતો.
- ક્યારેક "બાબિલ" શબ્દ સમગ્ર ખાલદી સામ્રાજ્યનો સંદર્ભ આપે છે. દાખલા તરીકે, “બાબિલ રાજા” ફક્ત શહેર પર જ નહિ, સમગ્ર સામ્રાજ્ય પર રાજ કરતો હતો.
- ખાલદીઓ એક શક્તિશાળી લોકોનું જૂથ હતું જેણે યહુદાના રાજ્ય પર હુમલો કર્યો અને લોકોને ૭૦ વર્ષ સુધી શિનઆરમાં બંદીવાસમાં રાખ્યા.
- આ પ્રદેશનો એક ભાગ "ખાલદી" કહેવાતો અને ત્યાં રહેતા લોકો "ખાલદીઓ" હતા. પરિણામે, "બાબિલ" શબ્દનો ઉપયોગ શિનઆરમાટે વારંવાર થતો હતો. (જુઓ: [synecdoche]
(આ પણ જુઓ: [બાબિલ], [બાબિલ], [યહૂદા], [નાબૂખાદનેસ્સાર])
બાઈબલ સંદર્ભો:
- [ કાળવૃત્તાંત ૯:૧]
- [૨ રાજાઓ ૧૭:૨૪-૨૬]
- [પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૩]
- [દાનિયેલ ૧:૨]
- [હઝકીયેલ ૧૨:૧૩]
- [માથ્થી ૧:૧૧]
- [માથ્થી ૧:૧૭]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [૨૦:૬] આશ્શૂરીઓએ ઈસ્રાએલના સામ્રાજ્યનો નાશ કર્યાના લગભગ ૧૦૦ વર્ષ પછી, દેવે __બાબિલના રાજા નાબૂખાદનેસ્સારને યહૂદાના રાજ્ય પર હુમલો કરવા મોકલ્યો. બાબિલ એક શક્તિશાળી સામ્રાજ્ય હતું.
- [૨૦:૭] પરંતુ થોડા વર્ષો પછી, યહૂદાના રાજાએ બાબિલ સામે બળવો કર્યો. તેથી, ખાલદીઓ પાછા આવ્યા અને યહૂદાના રાજ્ય પર હુમલો કર્યો. તેઓએ યરૂશાલેમ શહેર કબજે કર્યું, મંદિરનો નાશ કર્યો અને શહેર અને મંદિરનો તમામ ખજાનો લઈ લીધો.
- [૨૦:૯] નાબૂખાદનેસ્સાર અને તેની સેના યહૂદા રાજ્યના લગભગ તમામ લોકોને બાબિલ લઈ ગયા, ફક્ત સૌથી ગરીબ લોકોને ખેતરો રોપવા પાછળ છોડી દીધા.
- [૨૦:૧૧] લગભગ સિત્તેર વર્ષ પછી, ઇરાનના રાજા કોરેસે __બાબિલ__ને હરાવ્યો.
શબ્દ માહિતી:
- Strong's: H3778, H3779, H8152, H0894, H0895, H0896, G08970
બારૂખ
સત્યો:
જૂનાકરારમાં કેટલાક માણસોનાં નામ બારૂખ છે.
એક બારૂખે (ઝાક્કાલનો પુત્ર) નહેમ્યા સાથે યરુશાલેમની દિવાલની મરામત કરવાનું કામ કર્યું.
નહેમ્યાના સમય દરમ્યાન પણ, બીજો બારૂખ (કોલ-હોઝેહ નો પુત્ર) જે આગેવાનોમાંનો એક હતો, જે યરૂશાલેમની દિવાલો પુન:સ્થાપિત થયા પછી તે ત્યાં સ્થાયી થયો હતો.
બીજો બારૂખ (નેરિયાનો પુત્ર) યર્મિયા પ્રબોધકનો સહાયક હતો, કે જેણે વિવિધ વ્યવહારુ કાર્યોમાં તેને મદદ કરી, જેમકે દેવે યર્મિયાને આપેલા સંદેશાઓનું લખાણ કરવું અને પછી તે લોકોની આગળ વાંચી સંભળાવવું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: શિષ્ય, યર્મિયા, યરુશાલેમ, નહેમ્યા, પ્રબોધક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બાર્નાબાસ
સત્યો:
બાર્નાબાસ એ પ્રથમ ખ્રિસ્તીઓમાંનો એક હતો કે જે પ્રેરિતોના સમયમાં જીવ્યો હતો.
બાર્નાબાસ ઈઝરાએલીઓના લેવી કુળમાંથી હતો અને સાઈપ્રસ ટાપુમાંથી આવતો હતો.
જયારે શાઉલ (પાઉલ) ખ્રિસ્તી બન્યો, ત્યારે બાર્નાબસે બીજા વિશ્વાસીઓને તેને (પાઉલને) વિશ્વાસી સાથી તરીકે સ્વીકારવા વિનંતી કરી.
બાર્નાબાસ અને પાઉલે ઈસુ વિશે સુવાર્તા પ્રચાર કરવા જુદા જુદા શહેરોમાં એક સાથે મુસાફરી કરી.
તેનું નામ યુસફ હતું, પણ તે “બાર્નાબાસ” કહેવાયો, એટલે કે “સુબોધનો દીકરો.”
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ખ્રિસ્તી, સાઈપ્રસ, સુવાર્તા, લેવી, પાઉલ)
બાઇબલની કલમો:
બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 46:8 પછી બાર્નાબાસ નામનો વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ ગયો અને તેઓને કહ્યું કે કેવી રીતે શાઉલે હિંમતભેર દમસ્કમાં ઉપદેશ કર્યો હતો.
- 46:9 બાર્નાબાસ અને શાઉલે, આ નવા વિશ્વાસીઓને ઈસુ વિશે વધારે શીખવવા અને મંડળીને દૃઢ કરવા તેમની પાસે ગયા.
- 46:10 એક દિવસ, જયારે અંત્યોખમાંના ખ્રિસ્તીઓ ઉપવાસ અને પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને જે કામ માટે મેં બોલાવ્યા છે, તે કામ માટે અલગ કરો.” જેથી અંત્યોખની મંડળીએ બાર્નાબાસ અને શાઉલ માટે પ્રાર્થના કરી અને તેઓના હાથ તેઓ પર મૂક્યા.
શબ્દ માહિતી:
બાશાન
સત્યો:
બાશાન ગાલીલ સમુદ્રના પૂર્વની ભૂમિનો પ્રદેશ હતો.
તે જે હાલના સીરિયાના ભાગના પ્રદેશને અને ગોલાનની ઉંચાઈને ઢાંકે છે.
- જૂનાકરારનું એક આશ્રય નગર જે ગોલાન કહેવાય છે તે આ બાશાનના પ્રદેશમાં આવેલું હતું.
- બાશાન ઘણો ફળદ્રુપ છે, તે પ્રદેશ ઓકના વૃક્ષો અને પશુઓને ચરવા માટે માટે જાણીતો હતો.
- ઉત્પત્તિ 14માં નોધવામાં આવ્યું છે કે, બાશાન કેટલાક રાજાઓ અને તેમના રાષ્ટ્રોની યુદ્ધની જગ્યા હતી.
- મિસરમાંથી તેમના છૂટકારા બાદ ઈઝરાએલ અરણ્યમાં ભટકતા હતા તે દરમ્યાન, તેઓએ બાશનના પ્રદેશના અમુક ભાગનો કબજો કર્યો.
- વર્ષો પછી, તે પ્રદેશમાંથી સુલેમાન રાજાએ જરૂરી સાધન સામગ્રી મેળવી.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: મિસર, ઓક, ગાલીલનો સમુદ્ર, સિરીયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બિન્યામીન, બિન્યામીનીઓ
તથ્યો:
બિન્યામીન એ યાકૂબનો બારમો દીકરો હતો. તે રાહેલનો બીજો દીકરો હતો. તેના સંતાનો ઇઝરાયેલનું એક કુળ બન્યા.
તેના પરથી ઉતરી આવેલ કુળ "બિન્યામીનનું કુળ" અથવા "બિન્યામીન" અથવા "બિન્યામીનીઓ" તરીકે ઓળખાતું હતું.
હિબ્રૂમાં, બિન્યામીન નામનો અર્થ થાય છે "મારા જમણા હાથનો પુત્ર."
બિન્યામીનનું કુળ મૃત સમુદ્રની ઉત્તર પશ્ચિમમાં, યરૂશાલેમની ઉત્તરે સ્થાયી થયું હતું.
શાઉલ રાજા બિન્યામીન કુળમાંથી હતો.
પાઉલ પ્રેરિત પણ બિન્યામીન કુળથી હતો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઇઝરાએલl, યાકૂબ, [યુસૂફ , પાઉલ, રાહેલ, ઇઝરાએલના બાર કુળો)
બાઇબલની કલમો:
શબ્દ માહિતી:
બેથનિયા
સત્યો:
બેથનિયા શહેર જૈતુન પર્વતના પૂર્વીય બાજુના ઢોળાવ ઉપર યરૂશાલેમની પૂર્વે લગભગ 2 ગાઉ (માઈલ્સ) આવેલું હતું.
બેથનિયયા કે જે યરૂશાલેમ અને યરીખોની નજીક વચ્ચેના માર્ગમાં હતું.
- ઈસુ વારંવાર બેથનિયાની મુલાકાત કરતા કે જ્યાં તેમના નિકટના મિત્રો લાઝરસ, માર્થા, અને મરિયમ રહેતા હતા.
- બેથનિયા ખાસ કરીને એ જગ્યા હતી કે જ્યાં ઈસુએ લાઝરસને મૃત્યુમાંથી ઉઠાડ્યો હતો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: યરીખો, યરુશાલેમ, લાઝરસ, માર્થા, મરિયમ (માર્થાની બેન), જૈતુનનો પર્વત)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બેથલેહેમ,એફ્રાથાહ#
સત્યો:
બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું.
તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.
- દાઉદ રાજા ત્યાં જન્મ્યો હતો, ત્યારથી બેથલેહેમ “દાઉદના શહેર” તરીકે ઓળખાતું હતું.
- મીખાહ પ્રબોધકે કહ્યું કે મસીહ “બેથલેહેમ એફ્રાથાહ” માંથી આવશે.
- ઘણાં વર્ષો પછી, તે ભવિષ્યવાણી પરિપૂર્ણ થતા, ઈસુ બેથલેહેમમાં જન્મ્યો હતો.
“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.
(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)
બાઈબલની કલમો :
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:2 દાઉદ બેથલેહેમ નગરનો ભરવાડ હતો.
- 21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહ કુંવારીથી જન્મ લેશે.
મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.
- 23:4 યુસુફ અને મરિયમને નાઝરેથ કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી બેથલેહેમ જવું પડ્યું, કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 23:6”મસીહ, સ્વામી,બેથલેહેમમાં જન્મ્યો છે.
શબ્દ માહિતી:
- Strong's: H376, H672, H1035, G965
બેથેલ
સત્યો:
બેથેલ શહેર, યરૂશાલેમની ઉત્તરે કનાનની ભૂમિમાં આવેલું હતું.
તે જૂના વખતમાં “લૂઝ” કહેવાતું હતું.
ઈબ્રાહિમે પ્રથમ વાર દેવના વચનો પ્રાપ્ત કર્યા બાદ તેણે બેથેલની નજીક જઈ વેદી બાંધી.
તે સમયે શહેરનું ખરું નામ પણ બેથેલ નહોતું, પણ તે સામાન્ય રીતે “બેથેલ” તરીકે દર્શાવાયું, જે તે રીતે વધુ જાણીતું હતું.
- યાકૂબ જયારે તેના ભાઈ એસાવથી ભાગી ગયો, ત્યારે યાકૂબે એક રાત આ શહેરની નજીક રહીને ત્યાંની ખુલ્લી જમીનમાં સૂઈ રહ્યો હતો.
જયારે તે સૂઈ રહ્યો હતો ત્યારે તેને સ્વપ્ન આવ્યું જેમાં તેણે સ્વર્ગની સીડીમાંથી દૂતો ચઢતા ઉતરતા જોયા.
- યાકૂબે આ શહેરનું નામ બેથેલ આપ્યું નહીં ત્યાં સુધી તેનું નામ પડ્યું નહોતું.
આ બાબતને સ્પષ્ટ કરવા, કોઈક ભાષાંતરમાં તેનું ભાષાંતર “લૂઝ (જે પાછળથી બેથેલ)” કહેવાયું, એટલે કે ઈબ્રાહિમ વિશેના શાસ્ત્રભાગમાં અને યાકૂબ ત્યાં પહેલી વાર આવ્યો (તેણે તેનું નામ બદલ્યું તે પહેલા).
- જૂના કરારમાં બેથેલનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવ્યો છે અને એવું સ્થળ હતું કે જ્યાં ઘણી મહત્વની ઘટનાઓ બની હતી.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વેદી, યાકૂબ, યરૂશાલેમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બેરશેબા
સત્યો:
જૂનાકરારના સમયમાં, બેરશેબા શહેર, યરૂશાલેમથી લગભગ 45 માઈલ્સ નૈઋત્ય દિશાએ રણ વિસ્તારમાં કે જ્યાં હાલમાં નેગેવ કહેવાય છે ત્યાં આવેલું હતું.
બેરશેબાની આસપાસના રણનો જે વનપ્રદેશ છે, જ્યાં ઈબ્રાહિમે હાગાર અને ઇશ્માએલને તેમને તેના તંબુમાંથી બહાર મોકલ્યા બાદ તેઓ ભટક્યા ત્યાં હતા.
- આ શહેરના નામનો અર્થ “સમનો કુવો.”
જયારે અબીમેલેખ રાજાના માણસોને ઈબ્રાહીમની સાથે સોગન ખાધા કે જેથી ઈબ્રાહીમનો કૂવાનો કબજો લીધા બદલ તે તેઓને સજા ન કરે, ત્યારે તેનું નામ પડ્યું હતું.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(તે પણ જુઓ: અબીમેલેખ, ઈબ્રાહીમ, હાગાર, ઈશ્માએલ, યરૂશાલેમ, સમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બૈરીયા
સત્યો:
નવા કરારના સમયમાં, બૈરીયા (અથવા બેરોયા) મકદોનિઆ અગ્નિ દિશામાંનું સમૃદ્ધ ગ્રીક શહેર હતું, જે થેસ્સાલોનિકાથી લગભગ 80 કિલોમીટર દક્ષિણ આવેલું હતું.
- થેસ્સાલોનિકામાં અમુક યહૂદીઓ કે જેઓ તેમને માટે સંકટનું કારણ થયા ત્યારે પાઉલ અને સિલાસ તેમના ખ્રિસ્તી સાથીઓની મદદથી બૈરીયા શહેરમાં નાસી ગયા.
- જયારે બૈરીયામાં રહેતા લોકોએ પાઉલનો પ્રચાર સાંભળ્યો, કે તે તેઓને જે કહી રહ્યો હતો તે સત્ય છે કે નહીં તેની ખાત્રી કરવા તેઓએ ફરીથી પવિત્ર ધર્મ ગ્રંથ શોધતા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: મકદોનિઆ, પાઉલ, સિલાસ, થેસ્સાલોનીકા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
બોઆઝ
સત્યો:
બોઆઝ ઈઝરાએલી માણસ હતો કે જે રૂથનો પતિ, દાઉદ રાજાના વડદાદા, અને ઈસુ ખ્રિસ્તનો પૂર્વજ હતો.
- બોઆઝ જયારે ઈઝરાએલમાં ન્યાયાધીશો હતા તે સમય દરમ્યાન જીવ્યો હતો.
- તે નાઓમી નામની ઈઝરાએલી સ્ત્રીનો સગો હતો કે જેનો પતિ અને પુત્રો મોઆબમાં મરણ પામ્યા પછી તેણી ઈઝરાએલ પાછી ફરી હતી.
- બોઆઝે નાઓમીની વિધવા પુત્રવધૂ રૂથની સાથે લગ્ન કરી તેને છોડાવી અને તેણે તેણીને પતિ અને બાળકો સાથેનું ભવિષ્ય આપ્યું .
- ઈસુએ આપણને કેવી રીતે પાપથી છોડાવ્યા અને બચાવ્યા તેની તે છબી દર્શાવે છે.
(ભાષાંતરના સૂચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: મોઆબ, છોડાવવું, રૂથ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
મકદોનિયા
તથ્યો:
નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.
- બાઇબલમાં બતાવેલા મકદોનિયા પ્રાંતના કેટલાક અગત્યના શહેરોમાં બેરિયા, ફિલિપી અને થેસ્સલોનિકા હતા.
- ઈશ્વરે પાઉલને એક દર્શન દ્વારા મકદોનિયાના લોકોને સુવાર્તા આપવા કહ્યું હતું.
- પાઉલ અને તેના સાથી કાર્યકરો મકદોનિયા ગયા અને ત્યાં લોકોને ઈસુ વિષે શીખવ્યું તથા નવા વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં વૃદ્ધિ પામવા મદદ કરી.
- બાઇબલમાં પાઉલે લખેલા એવા પત્રો છે કે જેઓને તેણે મકદોનિયા પ્રાંતના ફિલિપી શહેર તથા થેસ્સલોનિકા શહેરના વિશ્વાસીઓને લખ્યા હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: વિશ્વાસ કરવો, બેરિયા, વિશ્વાસ, સુવાર્તા, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મગ્દલાની મરિયમ
તથ્યો:
મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી.
જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.
- મગ્દલાની મરિયમ અને કેટલીક બીજી સ્ત્રીઓ ઈસુ અને તેમના પ્રેરિતોને નાણાં આપીને સહાયતા કરતી હતી.
- ઈસુ મરણમાંથી સજીવન થયા ત્યારે તેમને સૌપ્રથમ મળનાર સ્ત્રીઓમાંની એક સ્ત્રી તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- જ્યારે મગ્દલાની મરિયમ ખાલી કબરની બહાર ઊભી હતી ત્યારે, તેણે ઈસુને ત્યાં ઉભેલા જોયા અને તેમણે તેને જઈને બીજા શિષ્યોને ઈસુ ફરીથી સજીવન થયા છે તે જણાવવા કહ્યું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: દુષ્ટાત્મા, દુષ્ટાત્મા વળગેલ વ્યક્તિ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મનાશ્શા
તથ્યો:
જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:
- યૂસફના પ્રથમજનિત પુત્રનું નામ મનાશ્શા હતું.
- મનાશ્શા અને તેના નાના ભાઈ એફ્રાઇમને યૂસફના પિતા યાકૂબે દત્તક લીધા હતા કે જેનાથી તેઓના વંશજોને ઇઝરાયલના બાર કુળોમાં ગણવાનો વિશેષાધિકાર મળ્યો.
- મનાશ્શાના વંશજોનું ઇઝરાયલમાં એક કુળ બન્યું.
- મનાશ્શાના કુળને ઘણીવાર “મનાશ્શાનું અર્ધકુળ” કહેવામાં આવતું હતું કારણકે યર્દન નદીની પશ્ચિમે કનાન દેશમાં ફક્ત અડધું જ કુળ વસ્યું હતું.
બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.
- યહૂદિયાના એક રાજાનું નામ પણ મનાશ્શા હતું.
- મનાશ્શા એક દુષ્ટ રાજા હતો કે જેણે પોતાના ખુદના બાળકોનું જૂઠા દેવો આગળ દહનીયાર્ણ કર્યું.
- ઈશ્વરે મનાશ્શાને દુશ્મન સૈન્ય દ્વારા પકડાવીને શિક્ષા કરી.
મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.
- મનાશ્શા નામના બે માણસો એઝરાના સમયમાં થઈ ગયા.
આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.
- એક બીજો મનાશ્શા દાનના કુળના કેટલાક લોકોનો પરદાદા હતો કે જેઓ જૂઠા દેવોના યાજકો હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: વેદી, દાન, એફ્રાઇમ, એઝરા, જૂઠા દેવો, યાકૂબ, યહૂદિયા, પરદેશી, ઇઝરાયલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4519, H4520, G3128
મરિયમ
તથ્યો:
મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.
- જ્યારે મરિયમ નાની હતી ત્યારે, તેની માતાએ તેને તેના ભાઈ બાળમૂસાનું ધ્યાન રાખવા સૂચના આપી હતી કે જે નાઇલ નદીમાં બરૂઓ વચ્ચે ટોપલીમાં મૂકેલો હતો.
જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.
- જ્યારે ઇઝરાયલીઓ લાલ સમુદ્રને પાર કરીને ઈજીપ્તના લોકોથી બચી ગયા ત્યારે, મરિયમે તેઓને આનંદ અને આભારસ્તુતિનું નૃત્ય કરવામાં દોર્યા.
- વર્ષો બાદ જ્યારે ઇઝરાયલીઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ ખોટું બોલ્યા કારણકે તેણે એક કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું.
- મૂસા વિરુદ્ધ બોલવાના તેના વિદ્રોહને કારણે, ઈશ્વરે મરિયમને કોઢની રોગી બનાવી દીધી.
પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: હારુન, કુશ, આજીજી કરવી, મૂસા, નાઇલ નદી, ફારુન, વિદ્રોહી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મરિયમ (માર્થાની બહેન)
તથ્યો:
મરિયમ બેથનિયા નગરની સ્ત્રી હતી કે જે ઈસુને અનુસરતી હતી.
- મરિયમની માર્થા નામની એક બહેન અને લાજરસ નામનો એક ભાઈ હતો કે જેઓ પણ ઈસુને અનુસરતા હતા.
- એક સમયે જ્યારે મરિયમે માર્થાની જેમ ભોજનની તૈયારી સંબંધી ચિંતા કરવાને બદલે ઈસુના શિક્ષણને સાંભળવાનું પસંદ કર્યું ત્યારે ઈસુએ કહ્યું હતું કે મરિયમે શ્રેષ્ઠ બાબત પસંદ કરી હતી.
- ઈસુએ મરિયમના ભાઈ લાજરસને સજીવન કર્યો હતો.
- થોડા સમય બાદ, જ્યારે ઈસુ બેથનિયામાં કોઈકના ઘરે જમતા હતા ત્યારે, મરિયમે ઈસુની આરાધના કરવા તેમના પગ પર કિમતી અત્તર ચોળ્યું.
- તે કરવા બદલ ઈસુએ તેની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેમના શરીરને દફન માટે તૈયાર કરતી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: બેથનિયા, જટામાંસી, લાજરસ, માર્થા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મરિયમ, ઈસુની માતા
તથ્યો:
મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી.
ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.
- જ્યારે મરિયમ કુંવારી હતી ત્યારે પવિત્ર આત્માએ તેને અલૌકિક રીતે ગર્ભવતી થવા દોરી.
- એક દૂતે મરિયમને કહ્યું કે જે બાળક તેને જનમવાનું હતું તે તો ઈશ્વરપુત્ર હતા અને તેણે તેમનું નામ ઈસુ પાડવાનું હતું.
- મરિયમે ઈશ્વરને પ્રેમ કર્યો અને તેના પર કૃપા કરવા તેમની સ્તુતિ કરી.
- યૂસફ મરિયમને પરણ્યો, પણ બાળક જન્મ્યું ત્યાં સુધી તે કુંવારી જ રહી.
- ભરવાડોએ તથા માગીઓએ જે અદભૂત બાબતો બાળઈસુ વિષે કહી તે વિષે મરિયમ ઊંડાણપૂર્વક વિચારતી હતી.
- મરિયમ તથા યૂસફ બાળઈસુને અર્પણ કરવા ભક્તિસ્થાનમાં લઈ ગયા.
બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા.
અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.
- જ્યારે ઈસુ મોટા થયા અને કાના ગામના લગ્નમાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો ત્યારે, મરિયમ ઈસુની સાથે હતી.
- સુવાર્તા એ પણ ઉલ્લેખ કરે છે કે જ્યારે ઈસુ વધસ્થંભ પર મર્યા ત્યારે મરિયમ ત્યાં હતી.
તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: કાના, ઈજીપ્ત, હેરોદ રાજા, ઈસુ, યૂસફ, ઈશ્વરપુત્ર, કુંવારી)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:4 જ્યારે એલિસાબેત છ મહિનાથી ગર્ભવતી હતી ત્યારે, તે જ દૂત એલિસાબેતની સગી સમક્ષ પ્રગટ થયો, કે જેનું નામ મરિયમ હતું.
તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી.
દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે.
તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”
- 22:5 દૂતે તેને સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદાન કરશે.
તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.
- 22:6 દૂત મરિયમ સાથે બોલ્યો તે પછી તરતજ તેણે જઈને એલિસાબેતની મુલાકાત કરી.
જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.
- 23:2 દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેતાં ડરીશ નહિ.
તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”
- 23:4 યૂસફ તથા મરિયમને જ્યાં તેઓ રહેતા હતા તે નાઝરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 49:1 એક દૂતે મરિયમ નામની એક કુમારિકાને કહ્યું કે તે ઈશ્વરના પુત્રને જન્મ આપશે.
તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.
શબ્દ માહિતી:
મલ્ખીસેદેક
તથ્યો:
જ્યારે ઇબ્રાહિમ જીવતો હતો તે સમય દરમ્યાન, મલ્ખીસેદેક શાલેમ (પાછળથી “યરુશાલેમ”) શહેરનો રાજા હતો.
- મલ્ખીસેદેકના નામનો અર્થ “ન્યાયીપણાનો રાજા” થાય છે અને તેના ખિતાબ “શાલેમનો રાજા”નો અર્થ “શાંતિનો રાજા” થાય છે.
- તેને “પરાત્પર ઈશ્વરનો યાજક” પણ કહેવામાં આવતો હતો.
- જ્યારે ઇબ્રામે શક્તિશાળી રાજાઓના હાથમાંથી પોતાના ભત્રીજા લોતને છોડાવ્યો તે પછી મલ્ખીસેદેકે ઇબ્રામને રોટલી તથા દ્રાક્ષારસ પીરસ્યાં ત્યારે બાઇબલમાં તેનો પ્રથમ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇબ્રામે પોતાની જીતની લૂંટમાંથી મલ્ખીસેદેકને દશમો ભાગ આપ્યો.
- નવા કરારમાં, મલ્ખીસેદેકને જેના કોઈ માતાપિતા ન હતા તે રીતે દર્શાવવામાં આવ્યો છે.
તેને એક યાજક અને રાજા કહેવામાં આવ્યો છે કે જે સદાકાળ માટે રાજ કરશે.
- નવો કરાર એ પણ કહે છે કે ઈસુ “મલ્ખીસેદેકના યાજકપદના નિયમ” અનુસાર યાજક છે.
ઈસુ ઇઝરાયલના યાજકોની જેમ લેવીના વંશમાં નહોતા જન્મ્યા.
તેમનું યાજકપદ મલ્ખીસેદેકની જેમ સીધું ઈશ્વર તરફથી હતું.
- બાઇબલમાં તેના વિષેના આ વર્ણનોના આધારે, મલ્ખીસેદેક એક માનવીય યાજક હતો કે જેને ઈશ્વર દ્વારા ઈસુનું પ્રતિનિધિત્વ કરવા અથવા તો આવનાર ઈસુનો નિર્દેશ કરવા પસંદ કરવામાં આવ્યો હતો, એ ઈસુ કે જેઓ શાંતિના અને ન્યાયીપણાના અનંતકાળીક રાજા અને આપણા મહાન પ્રમુખ યાજક છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇબ્રાહિમ, અનંતકાળીક, પ્રમુખ યાજક, યરુશાલેમ, લેવી, યાજક, ન્યાયી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મહાન હેરોદ
સત્યો:
ઈસુના જનમ્યો હતો તે સમય પર મહાન હેરોદ યહૂદિયા ઉપર રાજ કરતો હતો.
- તે હેરોદ નામનાં અદોમીઓના અનેક શાસકોમાં પ્રથમ હતો કે જેણે રોમન સામ્રાજ્યના ભાગો ઉપર રાજ કર્યું.
- તેના પૂર્વજો યહૂદી ધર્મમાં ધર્માન્તર પામ્યા હતા, અને તે યહૂદી તરીકે મોટો થયો હતો.
- તે સાચો રાજા નહોતો છતાં પણ કૈસર ઓગસ્તસે તેને “હેરોદ રાજા” નામ આપ્યું.
તેણે 33 વર્ષો માટે યહૂદીઓ ઉપર યહૂદિયામાં રાજ કર્યું.
- મહાન હેરોદ એ તેણે સુંદર ઈમારતો બાંધવા માટે અને યહૂદીઓના યરૂશાલેમમાંના મંદિરને ફરીથી બાંધવા જે આદેશ આપ્યો તે માટે જાણીતો હતો.
- આ હેરોદ ખૂબ જ ક્રૂર હતો અને ઘણા માણસોને મારી નાખ્યા હતા.
જયારે તેણે સાભળ્યું કે “યહૂદીઓનો રાજા બેથલેહેમમાં જન્મ્યો છે, ત્યારે તેણે બધાંજ નર બાળકોને જે તે નગરમાં હતા તેઓને મારી નાખ્યા.
- તેના દીકરાઓ હેરોદ એન્તીપાસ, હેરોદ ફિલિપ, અને તેનો પૌત્ર હેરોદ એગ્રીપા પણ રોમન શાસકો બન્યા.
તેનો દોહિત્ર હેરોદ એગ્રીપા બીજો (“એગ્રીપા રાજા” કહેવાતો) તેણે યહૂદિયાના સમગ્ર વિસ્તાર ઉપર રાજ કર્યું.
(જુઓ નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: હેરોદ એન્તીપાસ, યહૂદિયા, રાજા, મંદિર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
માકા
તથ્યો:
માકા (અથવા તો માકાહ) ઇબ્રાહિમના ભાઈ નાહોરનો એક પુત્ર હતો.
જૂના કરારમાં બીજા લોકોનું નામ પણ માકા હતું.
- માકા શહેર અથવા તો બેથ માકા ઇઝરાયલની ઉત્તરમાં દૂર નફતાલીના કુળે કબજે કરેલા પ્રદેશમાં સ્થિત હતું.
- તે એક મહત્ત્વનું શહેર હતું અને ઘણી વાર શત્રુઓએ તેના પર હુમલાઓ કર્યાં હતા.
- દાઉદના પુત્ર આબ્શાલોમની માતા સહિત ઘણી સ્ત્રીઓનું નામ માકા હતું.
- આસા રાજાએ પોતાની દાદી માકાને રાણીપદથી દૂર કરી કારણકે તેણીએ અશેરાહની પૂજાને પ્રોત્સાહન આપ્યું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: આસા, અશેરાહ, નાહોર, નફતાલી, ઇઝરાયલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
માથ્થી, લેવી
તથ્યો:
માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા.
તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.
ઈસુ તેને મળ્યા તે અગાઉ લેવી (માથ્થી) કફર-નહૂમ નગરનો કર ઉઘરાવનાર વ્યક્તિ હતો.
માથ્થીએ જે સુવાર્તા લખી છે તેમાં તેનું નામ દર્શાવાયું છે.
બાઇબલમાં લેવી નામના બીજા કેટલાક લોકો છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, કર ઉઘરાવનાર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
માદીઓ, માદાય
તથ્યો:
માદાય આશ્શૂર અને બાબિલની પૂર્વ બાજુએ તથા એલામ અને ઈરાનની ઉત્તર બાજુએ સ્થિત એક પ્રાચીન સામ્રાજ્ય હતું.
માદાય સામ્રાજ્યમાં રહેતા લોકોને “માદીઓ” કહેવામાં આવતા હતા.
- માદાય સામ્રાજ્ય વર્તમાન સમયના તુર્કી, ઈરાન, સીરિયા, ઇરાક તથા અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં ફેલાયેલું હતું.
- માદીઓ ઈરાનીઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા હતા અને બન્ને સામ્રાજ્યોએ બાબિલના સામ્રાજ્યને જીતવા સૈન્યોને ભેગા કર્યાં હતા.
- જ્યારે દાનિયેલ પ્રબોધક ત્યાં રહેતો હતો ત્યારે બાબિલ પર માદી રાજા દાર્યાવેશે ચડાઈ કરી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલ, કોરેશ, દાનિયેલ, દાર્યાવેશ, એલામ, ઈરાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4074, H4075, H4076, H4077, G3370
માર્થા
તથ્યો:
માર્થા બેથાની નગરની સ્ત્રી હતી કે જે ઈસુને અનુસરતી હતી.
- માર્થાની મરિયમ નામે એક બહેન અને લાજરસ નામે એક ભાઈ હતો, કે જેઓ પણ ઈસુને અનુસરતા હતા.
- એક વાર જ્યારે ઈસુ તેઓની મુલાકાતે તેઓના ઘરે ગયા ત્યારે, માર્થા ભોજન વ્યવસ્થા બાબતે ગૂંચવાતી હતી જ્યારે તેની બહેન બેસીને ઈસુને સાંભળતી હતી.
- જ્યારે લાજરસ મરી ગયો ત્યારે, માર્થાએ ઈસુને કહ્યું કે ઈસુ તે જ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરપુત્ર છે તેવો તે વિશ્વાસ કરતી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: લાજરસ, મરિયમ (માર્થાની બહેન))
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
માલાખી
તથ્યો:
માલાખી ઈશ્વર દ્વારા યહૂદિયાના રાજ્યને મોકલાયેલો એક પ્રબોધક હતો.
ઈસુના આ પૃથ્વી પર આવ્યાના 500 વર્ષ અગાઉ તે થઈ ગયો.
- બાબિલના બંદીવાસમાંથી લોકોના પાછા આવ્યાં બાદ જ્યારે ભક્તિસ્થાન બાંધવામાં આવી રહ્યું હતું તે વખતે માલાખીએ પ્રબોધ કર્યો.
- એઝરા અને નહેમ્યા પણ માલાખીના સમયમાં જ થઈ ગયા.
- માલાખીનું પુસ્તક જૂના કરારનું અંતિમ પુસ્તક છે.
- જૂના કરારના બીજા બધા પ્રબોધકોની જેમ, માલાખીએ લોકોને તેઓના પાપોનો પશ્ચાતાપ કરવા અને યહોવાની આરાધના કરવા પાછા ફરવા અરજ કરી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: બાબિલ, બંદી, એઝરા, યહૂદિયા, નહેમ્યા, પ્રબોધક, પશ્ચાતાપ કરવો, પાછા ફરવું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મિખાયેલ
તથ્યો:
મિખાયેલ ઈશ્વરના બધા જ પવિત્ર આજ્ઞાંકિત દૂતોમાં મુખ્ય છે. તે એક જ એવો દૂત છે કે જેનો ખાસ ઉલ્લેખ ઈશ્વરના “પ્રમુખદૂત” કરીકે કરવામાં આવ્યો છે.
- “પ્રમુખદૂત” શબ્દનો શબ્દશઃ અર્થ “મુખ્ય દૂત” અથવા તો “શાસક દૂત” થાય છે.
- મિખાયેલ એક યોદ્ધો છે કે જે ઈશ્વરના શત્રુઓ સામે લડે છે અને ઈશ્વરના લોકોનું રક્ષણ કરે છે.
- તેણે ઇઝરાયલીઓને ઈરાનના સૈન્ય સામે લડવા માટે દોર્યા. અંતના સમયોમાં, દાનિયેલના ભવિષ્યવચન અનુસાર તે ઇઝરાયલના સૈન્યોને દુષ્ટતાની તાકતો સામે અંતિમ લડાઈમાં દોરશે.
- બાઇબલમાં મિખાયેલ નામના કેટલાક માણસો પણ છે. કેટલાક માણસોને “મિખાયેલના પુત્રો” તરીકે બતાવવામાં આવ્યા છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: દૂત, દાનિયેલ, સંદેશવાહક, ઈરાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મિદ્યાન, મિદ્યાની, મિદ્યાનીઓ
તથ્યો:
મિદ્યાન ઇબ્રાહિમ અને તેની પત્ની કટુરાહનો પુત્ર હતો.
તે એક લોકજાતિનું નામ અને કનાન દેશની દક્ષિણે ઉત્તરીય અરેબિયાના અરણ્યમાં આવેલ એક પ્રદેશ પણ છે.
તે જૂથના લોકોને “મિદ્યાનીઓ” કહેવામાં આવતા હતા.
- જ્યારે મૂસા પહેલી વાર ઈજીપ્ત છોડીને ગયો ત્યારે, તે મિદ્યાનના પ્રદેશમાં ગયો કે જ્યાં તે યિથ્રોની દીકરીઓને મળ્યો અને તેમને તેમના પશુઓને પાણી પીવડાવવામાં મદદ કરી.
ત્યારે બાદ મૂસા યિથ્રોની એક દીકરીને પરણ્યો.
- યૂસફને ગુલામોનો વેપાર કરનારા એક મિદ્યાની જૂથ દ્વારા ઈજીપ્તમાં લઈ જવામાં આવ્યો હતો.
- ઘણાં વર્ષો બાદ કનાન દેશમાં મિદ્યાનીઓએ ઇઝરાયલીઓ પર હુમલા કર્યાં અને ધાડો પાડી.
તેઓને હરાવવા માટે ગિદિયોને ઇઝરાયલીઓની આગેવાની કરી.
- વર્તમાન સમયના અરેબિયાના ઘણા કુળો આ જૂથના વંશજો છે.
(આ પણ જૂઓ: અરેબિયા, ઈજીપ્ત, ટોળા, ગિદિયોન, યિથ્રો, મૂસા)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 16:3 પણ પછી લોકો ઈશ્વરને ભૂલી ગયા અને તેઓએ મૂર્તિપૂજા કરવાની શરૂઆત કરી.
તેથી ઈશ્વરે તેઓને મિદ્યાનીઓ એટલે કે નજીકના એક શત્રુજૂથ દ્વારા હારવા દીધા.
- 16:4 ઇઝરાયલીઓ ખૂબ જ ડરી ગયા, તેઓ ગુફાઓમાં છૂપાતા હતા કે જેથી મિદ્યાનીઓ તેમને શોધી શકે નહિ.
- 16:11 તે માણસના મિત્રે કહ્યું, “આ સ્વપ્નનો અર્થ થાય છે કે ગિદિયોનનું સૈન્ય મીદ્યાનીઓના સૈન્યને હરાવશે!”
- 16:14 ઈશ્વરે મીદ્યાનીઓને ગુંચવી નાખ્યા, કે જેથી તેઓએ એકબીજા પર હુમલો કરવાનું અને મારી નાખવાનું શરૂ કર્યું.
શબ્દ માહિતી:
- Strong's: H4080, H4084, H4092
મિસર, મિસરી, મિસરીઓ
સત્યો:
મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે.
મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.
- પ્રાચીન સમયમાં, મિસર એ શક્તિશાળી અને શ્રીમંત દેશ હતો.
પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).
જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.
- અનેક વાર જયારે કનાનમાં અનાજ ઓછું હતું, ત્યારે ઇઝરાએલના કુટુંબના વડાઓ તેમના કુટુંબો માટે અનાજ વેચાતું લેવા મિસરમાં પ્રવાસ કરતા હતા.
- કેટલાક સો વર્ષો સુધી, ઇઝરાએલીઓ મિસરમાં ગુલામો હતા.
- સમ્રાટ હેરોદથી બચવા માટે, યુસફ અને મરિયમ નાના બાળક ઈસુને લઈને મિસરમાં ચાલ્યા ગયા હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: સમ્રાટ હેરોદ, યૂસફ (NT),નાઈલ નદી, કુટુંબનો વડાઓ)
બાઇબલની કલમો:
બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:4 ગુલામના વેપારીઓ યૂસફ ને મિસરમાં લઈ ગયા. મિસર એ નાઈલ નદીને મોખરે આવેલો વિશાળ, શક્તિશાળી દેશ હતો.
- 8:8 ફારુન યૂસફથી ખૂબ પ્રભાવિત થયો હતો કે તેણે તેને પુરા મિસર ઉપર બીજા સ્થાને સૌથી શક્તિશાળી માણસ તરીકે નીમ્યો.
- 8:11 જેથી યાકૂબે તેના મોટા દીકરાઓને અનાજ વેચાતું લેવા મિસર મોકલ્યા.
- 8:14 યાકૂબ ઘરડો હોવા છતાં, તેના પુરા કુટુંબ સાથે મિસર માં સ્થળાંતર કર્યું, અને તેઓ બધા ત્યાં રહ્યા.
- 9:1 યૂસફના મરણ બાદ, તેના બધા સંબંધીઓ મિસર માં વસ્યા.
શબ્દ માહિતી:
- Strong’s: H4713, H4714, G01240, G01250
મિસ્પાહ
તથ્યો:
મિસ્પાહ જૂના કરારમાં જેઓનો ઉલ્લેખ કરાયો છે તેવા કેટલાક નગરોનું નામ છે.
તેનો અર્થ “ચોકી કરવાનું સ્થાન” અથવા તો “ચોકી કરવાનો બુરજ” થાય છે.
- જ્યારે શાઉલ દાઉદનો પીછો કરતો હતો ત્યારે, દાઉદે તેના માતાપિતાને મિસ્પાહમાં મોઆબના રાજાની સંભાળમાં રાખ્યા હતા.
- મિસ્પાહ નામનું એક શહેર યહૂદિયા અને ઇઝરાયલના રાજ્યોની સીમા પર સ્થિત હતું.
તે એક લશ્કરનું મુખ્ય થાણું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: દાઉદ, યહૂદિયા, ઇઝરાયલનું રાજ્ય, મોઆબ, [શાઉલ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મીખાહ
તથ્યો:
મીખાહ ખ્રિસ્તથી લગભગ 700 વર્ષ અગાઉ યહૂદિયાનો પ્રબોધક હતો કે જ્યારે યશાયા પ્રબોધક પણ યહૂદિયામાં સેવા કરતો હતો.
મીખાહ નામનો બીજો એક માણસ ન્યાયાધીશોના સમયમાં થઈ ગયો.
- મીખાહનું પુસ્તક જૂના કરારમાં અંત ભાગમાં આવેલું છે.
- મીખાહે આશ્શૂરીઓ દ્વારા સમરૂનના નાશ વિષે પ્રબોધવાણી કરી હતી.
- મીખાહે યહૂદિયાના લોકોને ઈશ્વરની આજ્ઞાઓ ન માનવા માટે ઠપકો આપ્યો અને તેઓને ચેતવણી આપી કે તેઓના શત્રુઓ તેમનાં પર હુમલો કરશે.
- તેની પ્રબોધવાણી જેઓ વિશ્વાસુ છે અને પોતાના લોકોનો ઉદ્ધાર કરે છે તે ઈશ્વરમાં આશાના સંદેશ સાથે પૂરી થાય છે.
- ન્યાયાધીશોના પુસ્તકમાં, એફ્રાઈમમાં રહેતા મીખાહ નામના એક માણસની વાર્તા કહેવામાં આવી છે કે જેણે ચાંદીની એક મૂર્તિ બનાવી હતી.
એક યુવાન લેવી યાજક કે જે તેની સાથે રહેવા આવ્યો હતો તેણે તે મૂર્તિ અને બીજી વસ્તુઓ ચોરી અને દાનના લોકોના એક જૂથ સાથે ચાલ્યો ગયો.
અંતે દાનના લોકો અને તે યાજક લાઈશ શહેરમાં વસ્યા અને તેઓએ પૂજા કરવા તે ચાંદીની મૂર્તિ ત્યાં સ્થાપી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: આશ્શૂર, દાન, એફ્રાઈમ, જૂઠા દેવો, યશાયા, યહૂદિયા, ન્યાયાધીશ, લેવી, યાજક, પ્રબોધક, સમરૂન, ચાંદી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મીશાએલ
તથ્યો:
જૂના કરારમાં મીશાએલ નામના ત્રણ માણસો છે.
- મીશાએલ નામનો એક માણસ હારુનનો પિત્રાઈ હતો.
ઈશ્વરે સૂચવ્યું હતું તે રીતે ધૂપ ન ચડાવવાને કારણે જ્યારે ઈશ્વરે હારુનના બે પુત્રોને મારી નાખ્યા ત્યારે, મીશાએલ અને તેના ભાઈને તેઓનાં શબ ઇઝરાયલની છાવણી બહાર લઈ જવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.
- જ્યારે એઝરા શોધી કાઢવામાં આવેલા નિયમશાસ્ત્રના પુસ્તકને જાહેરમાં વાંચતો હતો ત્યારે મીશાએલ નામનો બીજો માણસ તેની પાસે ઊભો હતો.
- જ્યારે ઇઝરાયલીઓ બાબિલના બંદીવાસમાં હતા તે સમય દરમ્યાન, મીશાએલ નામના એક જુવાનને પણ પકડીને બાબિલમાં રહેવા લઈ જવાયો હતો.
બાબિલના લોકોએ તેને “મેશાખ” નામ આપ્યું હતું.
તેણે તેના મિત્રો અઝાર્યા (અબેદનગો) અને હનાન્યા (શાદ્રાખ) સાથે મળીને રાજાની મૂર્તિની આરાધના કરવાની ના પાડી અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: હારુન, અઝાર્યા, બાબિલ, દાનિયેલ, હનાન્યા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મૂસા
તથ્યો:
મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.
- જ્યારે મૂસા બાળક હતો ત્યારે, તેના માતાપિતાએ ઈજીપ્તના રાજા ફારુનથી સંતાડવા તેને નાઇલ નદીના બરુઓમાં એક ટોપલીમાં મૂક્યો હતો.
મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું.
જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.
- ઈશ્વરે ઈજીપ્તની ગુલામીમાંથી ઇઝરાયલીઓને મુક્ત કરવા અને તેઓને વચનના દેશમાં દોરી જવા મૂસાને પસંદ કર્યો.
- ઇઝરાયલીઓ ઈજીપ્તમાંથી નીકળ્યા ત્યાર બાદ અને જ્યારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, ઈશ્વરે મૂસાને દશ આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ આપી હતી.
- તેના જીવનના અંત ભાગમાં, મૂસાએ વચનનો દેશ જોયો પણ તે તેમાં રહેવા પામ્યો નહિ કારણકે તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું નહિ.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દશ આજ્ઞાઓ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 9:12 એક દિવસે જ્યારે મૂસા ઘેટાં ચરાવતો હતો ત્યારે, તેણે એક બળતું ઝાડવું જોયું.
- 12:5 મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું, “ડરશો નહિ!
ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”
- 12:7 ઈશ્વરે મૂસાને તેનો હાથ સમુદ્ર પર લાંબો કરવા અને પાણીના બે ભાગ કરવા કહ્યું.
- 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરી ગયા છે ત્યારે, તેઓએ ઈશ્વર પર ભરોસો કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક હતો.
- 13:7 પછી ઈશ્વરે આ દસ આજ્ઞાઓ બે પથ્થરની પાટીઓ પર લખી અને મૂસાને આપી.
શબ્દ માહિતી:
- Strong's: H4872, H4873, G3475
મેમ્ફિસ
વ્યાખ્યા:
મેમ્ફિસ ઈજીપ્તમાં નાઇલ નદીને કિનારે એક પ્રાચીન રાજધાનીનું શહેર હતું.
- મેમ્ફિસ નીચાણના ઈજીપ્તમાં નાઇલ નદીના મુખત્રિકોણ પ્રદેશની દક્ષિણે આવેલું હતું કે જ્યાં જમીન ખૂબ જ ફળદ્રુપ હતી અને પાક પુષ્કળ થતો હતો.
- તેની ફળદ્રુપ જમીન અને ઉપરના તથા નીચાણના ઈજીપ્તની વચ્ચેના અગત્યના સ્થાને મેમ્ફિસને વેપાર વાણિજ્યનું એક મુખ્ય શહેર બનાવ્યું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: ઈજીપ્ત, નાઇલ નદી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મેશેખ
તથ્યો:
મેશેખ જૂના કરારના બે માણસોનું નામ છે.
- એક મેશેખ તે યાફેથનો પુત્ર હતો.
- બીજો મેશેખ શેમનો પૌત્ર હતો.
- મેશેખ એક ભૌગોલિક પ્રદેશનું નામ પણ હતું કે જે કદાચને આ બે માણસોમાંના એકના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
- મેશેખનો પ્રદેશ હાલમાં જે તુર્કસ્તાન દેશ છે તેના કોઈ ભાગમાં સ્થિત હોવો જોઈએ.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(જુઓં: યાફેથ, નૂહ, શેમ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મેસોપોતામિયા, અરામ-નાહરાઈમ
તથ્યો:
મેસોપોતામિયા હિદ્દેકેલ અને ફ્રાત નદીઓની વચ્ચેનો ભૌગોલિક પ્રદેશ છે.
તેનું સ્થાન વર્તમાન ઇરાક દેશના વિસ્તારમાં છે.
- જૂના કરારમાં, આ પ્રદેશને “અરામ-નાહરાઈમ” કહેવામાં આવતો હતો.
- “મેસોપોતામિયા” શબ્દનો અર્થ “નદીઓ વચ્ચે” એવો થાય છે.
“અરામ-નાહરાઈમ” શબ્દસમૂહનો અર્થ “બે નદીઓનો અરામ” એવો થાય છે.
- ઇબ્રાહિમ કનાન દેશમાં ગયો તે અગાઉ તે મેસોપોતામિયાના ઉર અને હારાન શહેરોમાં રહેતો હતો.
- મેસોપોતામિયાનું એક બીજું અગત્યનું શહેર બાબિલ હતું.
- “ખાલ્દી” કહેવાતો પ્રદેશ પણ મેસોપોતામિયાનો એક ભાગ હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(જુઓં: બાબિલ, ખાલ્દી, ફ્રાત નદી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મોઆબ, મોઆબી, મોઆબી સ્ત્રી
તથ્યો:
મોઆબ લોતની મોટી દીકરીનો પુત્ર હતો.
તે અને તેનું કુટુંબ જ્યાં રહેતા હતા તે પ્રદેશનું નામ પણ મોઆબ પડ્યું.
“મોઆબી” શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે મોઆબની વંશજ છે અથવા તો જે મોઆબ દેશમાં રહે છે.
- મોઆબ દેશ ખારા સમુદ્રની પૂર્વ દિશાએ આવેલો હતો.
- મોઆબ બેથલેહેમ નગરથી દક્ષિણ-પૂર્વ દિશાએ આવેલું હતું કે જ્યાં નાઓમીનું કુટુંબ થોડો સમય રહ્યું.
- બેથલેહેમના લોકોએ રૂથને “મોઆબી” સ્ત્રી કહી કારણકે તે મોઆબ દેશની સ્ત્રી હતી.
આ શબ્દનો અનુવાદ “મોઆબની સ્ત્રી” અથવા તો “મોઆબ દેશની સ્ત્રી” તરીકે પણ થઈ શકે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: બેથલેહેમ, યહૂદિયા, લોત, રૂથ, ખારો સમુદ્ર)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મોર્દખાય
તથ્યો:
મોર્દખાય ઈરાન દેશમાં રહેતો યહૂદી માણસ હતો.
તે તેની પિત્રાઈ એસ્તેરનો પાલકપિતા હતો કે જે બાદમાં ઈરાનના રાજા અહાશ્વેરોશની પત્ની બની.
- રાજાના મહેલમાં કામ કરતી વખતે મોર્દખાયે અમુક માણસોને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાની યોજના બનાવતા સાંભળ્યા.
તેણે તેની જાણ કરી અને રાજાનું જીવન બચાવવામાં આવ્યું હતું.
- થોડા સમય પછી, મોર્દખાયે ઈરાન સામ્રાજ્યના બધા જ યહૂદીઓની હત્યા કરવાની યોજના પણ જાણી.
તેણે એસ્તેરને તેના લોકોને બચાવવા માટે રાજાને અરજ કરવા સલાહ આપી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: અહાશ્વેરોશ, બાબિલ, એસ્તેર, ઈરાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
મોલેખ, મોલોખ
તથ્યો:
મોલેખ કનાની લોકો જેની પૂજા કરતા હતા તે એક જૂઠા દેવનું નામ હતું.
તેની બીજી જોડણી “મોલોખ” અને “મોલેક” છે.
- જે લોકો તેની પૂજા કરતા હતા તેઓ પોતાના બાળકોને મોલેખને અગ્નિમાં બલિદાન આપતા હતા.
- કેટલાક ઇઝરાયલીઓએ સાચા ઈશ્વર એટલે કે યહોવાને બદલે મોલેખની પણ પૂજા કરી હતી.
તેઓએ મોલેખના આરાધકોની દુષ્ટ પ્રણાલીઓનું અનુસરણ કર્યું કે જેમાં પોતાના બાળકોનું બલિદાન આપવાનો સમાવેશ થતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: કનાન, દુષ્ટ, જૂઠો દેવ, ઈશ્વર, જૂઠો દેવ, બલિદાન, સાચા, આરાધના, યહોવા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4428, H4432, G3434
યફતા#
સત્યો:
યફતા એ ગિલયાદથી એક યોદ્ધો હતો કે જેણે ઈઝરાએલ ઉપર ન્યાયાધીશ તરીકે સેવા કરી.
- હિબ્રૂ 11:32માં, યફતાની એક મહત્વના આગેવાન તરીકે પ્રશંસા થઈ છે કે જેણે લોકોને તેઓના શત્રુઓથી છોડાવ્યા હતા.
- તેણે ઈઝરાએલીઓને આમ્મોનીઓથી બચાવ્યા અને તેના લોકોને એફ્રાએમીઓને હરાવવા દોરવણી આપી.
- જો કે યફતાએ દેવની સાથે મૂર્ખ, અવિચારી માનતા લીધી જે તેની દીકરીના બલિદાનમાં પરિણમી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આમ્મોન, છોડાવવું, એફ્રાઇમ, ન્યાયાધીશ, પ્રતિજ્ઞા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યરીખો
સત્યો:
યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું.
તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.
- કનાનીઓની એ કર્યું તેમ, યરીખોના લોકો પણ જૂઠા દેવોની પૂજા કરતા.
- યરીખો એ કનાનની ભૂમિનું પ્રથમ શહેર હતું કે જેને દેવે ઈઝરાએલીઓને કબ્જે કરવા માટે કહ્યું.
- જયારે યહોશુઆ યરીખોની વિરુદ્ધ ઈઝરાએલીઓને આગેવાની આપતો હતો, ત્યારે તે શહેરને હરાવવા માટે દેવે મહાન ચમત્કાર કરી તેઓને મદદ કરી.
(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:1 યહોશુઆએ બે જાસૂસોને કનાનીઓના શહેર યરીખો માં મોકલ્યા.
- 15:3 લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખો ના શક્તિશાળી શહેર ઉપર કેવી રીતે હુમલો કરવો તે કહ્યું.
- 15:5 ત્યારબાદ યરીખો ની આસપાસની દિવાલો તૂટી પડી. દેવે આજ્ઞા આપી તે પ્રમાણે ઈઝરાએલીઓએ શહેરમાંના સર્વસ્વનો નાશ કર્યો.
શબ્દ માહિતી:
યરૂશાલેમ
સત્યો:
યરૂશાલેમ એ મૂળ કનાનીઓનુ એક પ્રાચીન શહેર હતું કે જે પાછળથી ઈઝરાએલમાં સૌથી મહત્વનું શહેર બન્યું.
તે ખારા સમુદ્રની પશ્ચિમ દિશાએ લગભગ 34 કિલોમીટર અને બેથલેહેમના ઉત્તરે આવેલું છે.
તે આજે પણ ઈઝરાએલનું પાટનગર છે.
- “યરૂશાલેમ” નામનો ઉલ્લેખ સૌપ્રથમ યહોશુઆના પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
જૂના કરારના આ શહેરના બીજા નામોમાં “શાલેમ” “યબૂસનું શહેર,” અને “સિયોન” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
“યરૂશાલેમ” અને “શાલેમ” બંનેનો મૂળ અર્થ “શાંતિ” થાય છે.
- મૂળ યરૂશાલેમ તે યબૂસીઓનો કિલ્લો “સિયોન” કહેવાતો હતો કે જે દાઉદ રાજાએ જીતી લીધો અને તેને પાટનગર બનાવ્યું.
- તે યરૂશાલેમમાં હતું કે જ્યાં દાઉદના પુત્ર સુલેમાને, મોરિયા પહાડ ઉપર, કે જે પર્વત હતો જ્યાં ઈબ્રાહિમે તેના પુત્ર ઈસહાનું અર્પણ કર્યું હતું, ત્યાં તેણે યરૂશાલેમમાં પ્રથમ મંદિર બાંધ્યું.
બાબિલોનીઓ દ્વારા તેનો નાશ કર્યા પછી તે મંદિરને ફરીથી ત્યાં બાંધવામાં આવ્યું હતું.
- કારણકે મંદિર યરૂશાલેમમાં હતું કે જ્યાં મુખ્ય યહૂદી પર્વો ત્યાં ઉજવવામાં આવતા હતા.
- સામાન્ય રીતે લોકો યરૂશાલેમ જવાનું પસંદ કરતા કારણકે તે પર્વતોની ઉપર આવેલું હતું.
(આ પણ જુઓ: બાબિલ, ખ્રિસ્ત, દાઉદ, યબુસીઓ, ઈસુ, સુલેમાન, મંદિર, સિયોન)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:5 દાઉદે યરૂશાલેમ ને જીતી લીધું અને તેનું પાટનગર બનાવ્યું.
- 18:2 યરૂશાલેમ માં, સુલેમાને મંદિર બાંધ્યું કે જેના માટે તેના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને માલસામાન ભેગો કર્યો હતો.
- 20:7 તેઓ (બાબિલના લોકો) એ યરૂશાલેમ ના શહેરને કબ્જે કર્યું, મંદિરનો નાશ કર્યો, અને શેહેર અને મંદિરનો બધો ખજાનો લઈ ગયા.
- 20:12 જેથી, સિત્તેર વર્ષોના બંદીવાસ પછી, યહૂદીઓનું એક નાનું જૂથ યહૂદાના યરૂશાલેમ શહેરમાં પાછા ફર્યા.
- 38:1 લગભગ ત્રણ વર્ષ પછી ઈસુએ જાહેરમાં પ્રથમ પ્રચાર અને શિક્ષણની શરૂઆત કરી, ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમ માં તેઓની સાથે આ પાસ્ખા ઉજવવા માંગે છે, અને ત્યાં તેને મારી નાખવામાં આવશે.
- 38:2 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમ માં આવ્યા પછી, યહૂદા યહૂદી આગેવાનો પાસે ગયો, અને પૈસાના બદલે તેણે ઈસુને તેઓને સોંપવાનું કહ્યું.
- 42:8 ધર્મશાસ્ત્રમાં પણ તે લખાયેલું છે તે પ્રમાણે મારા શિષ્યો જાહેર કરશે કે દરેક વ્યક્તિએ પોતાના પાપોની માફી માટે પસ્તાવો કરવો જોઈએ.
તેઓ તેની શરૂઆત યરૂશાલેમ થી કરશે, અને પછી (તે સંદેશને) સર્વત્ર બધા લોકોના જૂથોમાં લઇ જશે.
- 42:11 ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યા તેના ચાલીસ દિવસ પછી, તેણે તેના શિષ્યોને કહ્યું, “જયારે પવિત્ર આત્મા તમારા પર આવે અને તમે સામર્થ્ય પ્રાપ્ત કરો ત્યાં સુધી યરૂશાલેમ માં રહો.”
શબ્દ માહિતી:
- Strong's: H3389, H3390, G2414, G2415, G2419
યરોબઆમ
સત્યો:
નબાટનો દીકરો યરોબઆમ ઈસ. પૂર્વે 900-910 ની આસપાસ ઈઝરાએલના ઉત્તર રાજ્યનો પ્રથમ રાજા હતો.
લગભગ 120 વર્ષો પછી, બીજો યરોબઆમ, જે યોઆશ રાજાનો દીકરા હતો તેણે ઈઝરાએલ ઉપર રાજ્ય કર્યું.
- યહોવાએ નબાટના દીકરા યરોબઆમને ભવિષ્યવાણી કરી કે તે સુલેમાન પછી રાજા બનશે અને ઈઝરાએલના દસ કુળો ઉપર રાજ્ય કરશે.
- જયારે સુલેમાન મૃત્યુ પામ્યો, ત્યારે ઈઝરાએલના દસ કુળો એ સુલેમાનના દીકરા રહાબઆમ વિરુદ્ધ બળવો કર્યો અને યરોબઆમને તેની જગ્યાએ રાજા બનાવ્યો, રહાબઆમને ફક્ત દક્ષિણના યહૂદા અને બિન્યામીનના બે કુળો પર રાજા રહેવા દીધો.
- યરોબઆમ દુષ્ટ રાજા બન્યો જેણે લોકોને યહોવાની આરાધના કરવાથી દૂર લઇ જઈને તેને બદલે તેઓને પૂજા કરવા માટે મૂર્તિઓની સ્થાપના કરી.
ઈઝરાએલના બીજા બધા રાજાઓએ યરોબઆમનું અનુસરણ કર્યું અને તેના જેવા દુષ્ટ હતા.
- લગભગ 120 વર્ષો પછી, બીજા યરોબઆમે ઈઝરાએલના ઉત્તર રાજ્યમાં રાજ કરવાની શરૂઆત કરી.
આ યરોબઆમ યોઆશ રાજાનો પુત્ર હતો અને અગાઉના ઈઝરાએલના રાજાઓની જેમ દુષ્ટ હતો.
- ઈઝરાએલીઓ દુષ્ટ હોવા છતાં દેવે તેઓ પર દયા રાખી અને આ યરોબઆમ રાજાને જગ્યા મેળવવા અને તેઓના પ્રદેશની સીમાઓ સ્થાપવા મદદ કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: જૂઠો દેવ, ઈઝરાએલનું રાજ્ય, યહૂદા, સુલેમાન)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 18:8 ઈઝરાએલ દેશના બીજા દસ કુળો કે જેઓએ રહાબઆમ વિરુદ્ધ બળવો કરીને યરોબઆમ નામના માણસને તેઓના રાજા થવા માટે નીમ્યો.
- 18:9 યરોબઆમે દેવની વિરુદ્ધ બળવો કર્યો અને લોકો પાસે પાપ કરાવ્યું.
તેણે યહૂદાના રાજ્યમાં દેવની આરાધના કરવાને બદલે લોકોને આરાધના કરવા માટે બે મૂર્તિઓ બાંધી.
શબ્દ માહિતી:
યર્દન નદી, યર્દન
સત્યો:
યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો.
આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.
- યર્દન નદી ગાલીલના સમુદ્રમાંથી વહે છે અને પછી મૃત સમુદ્રમાં ખાલી થાય છે.
- જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનમાં જવા આગેવાની આપતો હતો ત્યારે તેઓને યર્દન નદી પાર કરીને જવું પડ્યું
તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.
- બાઈબલમાં યર્દન નદીને મોટેભાગે “યર્દન” તરીકે દર્શાવવામાં આવી છે.
(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
__15:2__વચનની ભૂમિમાં પ્રવેશ કરવા માટે ઈઝરાએલીઓને યર્દન નદી પાર કરવી પડી.
__15:3__લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
19:14 એલિશાએ (નામાનને) પોતે _યર્દન નદી_માં સાત વખત ડૂબકી મારવા કહ્યું.
શબ્દ માહિતી:
યર્મિયા
સત્યો:
યર્મિયા યહૂદાના રાજ્યમાં દેવનો પ્રબોધક હતો.
યર્મિયાના જૂના કરારના પુસ્તકમાં તેની ભવિષ્યવાણીઓનો સમાવેશ થયેલો છે.
બીજા પ્રબોધકોની જેમ, યર્મિયાએ વારંવાર ઈઝરાએલના લોકોને ચેતવણી આપી કે દેવ તેઓને તેમના પાપોની શિક્ષા કરવા જઈ રહ્યો હતો.
યર્મિયા એ ભવિષ્યવાણી કરી કે બાબિલોનીઓ યરૂશાલેમને બંદી બનાવશે, જેથી યહૂદાના કેટલાક લોકો ક્રોધિત થયા.
જેથી તેઓએ તેને ઊંડા, સૂકા ટાંકામાં નાંખ્યો અને મરવા માટે ત્યાં છોડી દીધો.
પણ યહૂદાના રાજાએ તેના નોકરોને યર્મિયાને ટાંકામાંથી બહાર કાઢવા આદેશ આપ્યો.
યર્મિયાએ જયારે તેના લોકોની પીડા અને બળવાખોરી જોઈ તેણે પોતાની ઊંડી નિરાશાને દર્શાવવા લખ્યું કે તેની આંખો “આંસુઓનો ઝરો” હોત તો કેવું સારું, (તેવી ઈચ્છા વ્યક્ત કરી).
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાબિલ, યહૂદા, પ્રબોધક, બંડ કરવું, પીડા, કૂવો)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:17 એક વખત, યર્મિયા ને સુકા ટાંકામાં નાખવામાં આવ્યો અને ત્યાં મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો. તે માટીમાં ખુંપાયી ગયો કે જે ટાંકાનું તળિયું હતું, પણ પછી રાજાને તેના ઉપર દયા આવી અને તે મૃત્યુ પામે તે પહેલા યર્મિયા ને ટાંકામાંથી બહાર ખેંચી કાઢવા તેના ચાકરોને આદેશ આપ્યો.
- 21:5 યર્મિયા પ્રબોધક દ્વારા, દેવે વચન આપ્યું કે તે નવો કરાર કરશે, પણ દેવે ઈઝરાએલ સાથે સિનાઈ પર કરાર કર્યો હતો તેવો નહીં હોય.
શબ્દ માહિતી:
યશાઈ
સત્યો:
યશાઈ એ દાઉદ રાજાનો પિતા અને રૂથ અને બોઆઝનો પૌત્ર હતો.
- યશાઈ તે યહૂદાના કુળમાંથી હતો.
- તે “એફ્રાથી” હતો કે જેનો અર્થ કે તે એફ્રાથાહના નગર (બેથલેહેમ) થી હતો.
- યશાયા પ્રબોધકે “કળી” અથવા “ડાળી” વિશે ભવિષ્યવાણી કરી કે જે “યશાઈના ઠુંઠા”માંથી આવશે અને તેને ફળ આવશે.
તે ઈસુને દર્શાવે છે કે જે યશાઈનો વંશજ હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, વંશજ, ફળ, ઈસુ, રાજા, પ્રબોધક, રૂથ, [ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યશાયા
સત્યો:
યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી:
ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.
હિઝિક્યા રાજાના રાજ્ય દરમ્યાન, જયારે આશ્શૂરીઓએ શહેર પર હુમલો કર્યો હતો, તે સમય દરમ્યાન તે યરૂશાલેમમાં રહેતો હતો.
યશાયાનું પુસ્તક બાઈબલના જૂના કરારનું પુસ્તકોમાનું એક મુખ્ય પુસ્તક છે.
યશાયા એ ઘણી ભવિષ્યવાણીઓ કરી કે જે જયારે હજુ તે જીવતો હતો ત્યારે સાચી પડી.
ખાસ કરીને યશાયા મસીહા વિશેની લખેલી ભવિષ્યવાણીઓ માટે જાણીતો છે, તે જયારે ઈસુ પૃથ્વી ઉપર રહેતો હતો ત્યારે 700 વર્ષો પછી તેઓ સાચી પડી.
ઈસુ અને તેના શિષ્યોએ લોકોને મસીહા વિશે શીખવવા માટે યશાયાની ભવિષ્યવાણીઓ ટાંકી (અવતરણ ટાંકયા).
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહૂદા, પ્રબોધક, ઉઝિઝયા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહા કુંવારીથી જન્મ લેશે.
21:10 યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા ગાલીલમાં રહેશે, ભંગિત હ્રદયવાળા લોકોને દિલાસો આપશે, અને બંદીવાનોને મુક્તિ જાહેર કરશે અને કેદીઓને છોડાવશે.
21:11 _યશાયા _ પ્રબોધકે એ પણ ભવિષ્યવાણી કરી કે મસીહા પર વિના કારણ દ્વેષ કરવામાં અને નકારવામાં આવશે.
21:12 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે લોકો મસીહા ઉપર થૂંકશે, મશ્કરી કરશે અને મારશે.
26:2 તેઓએ તેને (ઈસુને)_ યશાયા_ પ્રબોધકનું ઓળિયું આપ્યું જેથી તે તે તેમાંથી વાંચે.
ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.
45:8 જયારે ફિલિપ રથની પાસે ગયો ત્યારે ઈથોપિયાનો (હબશી) યશાયા પ્રબોધકનું લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો.
45:10 યશાયા એ ઈસુ વિશે જે લખ્યું હતું, તે ફિલિપે ઈથોપિયના (હબશીને) સમજાવ્યું.
શબ્દ માહિતી:
યહુદા, યહુદાનું રાજ્ય
તથ્યો:
યહુદાનું કુળ ઈઝરાયેલના બાર કુળોમાનું સૌથી મોટું કુળ હતું.
યહુદાનું રાજ્ય યહુદા અને બિન્યામીનના કુળનું બનેલું હતું.
સુલેમાન રાજા મરણ પામ્યો પછી, ઈઝરાયેલ રાષ્ટ્ર બે ભાગમાં વિભાજિત થયું હતું:
ઈઝરાયેલ અને યહુદા.
યહુદાનું રાજ્યએ દક્ષિણનું રાજ્ય હતું જે ખારા સમુદ્રની પશ્ચિમે સ્થિત હતું.
યહુદાનું રાજ્યનું પાટનગર યરૂશાલેમ શહેર હતું.
યહુદાના આઠ રાજાઓ યહોવાને આધીન થયા અને તેમનું ભજન કરવા તેઓએ લોકોને દોર્યા.
બીજા યહુદાના રાજાઓ દુષ્ટ હતા અને તેઓએ લોકોને મૂર્તિપુજા કરવા દોર્યા હતા.
આશ્શુરીઓએ ઈઝરાયેલ (ઉત્તરનું રાજ્ય)ને હરાવ્યાના 120 વર્ષો પછી, યહુદા બાબીલોન રાષ્ટ્ર દ્વારા જીતવામાં આવ્યો.
બાબેલીઓએ શહેર અને મંદિરનો નાશ કર્યો, અને યહુદાના મોટા ભાગના લોકોને બાબીલોનમાં ગુલમો તરીકે લઈ ગયા.
(આ પણ જુઓ: યહુદા, ખારો સમુદ્ર)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 18:7 માત્ર બે કુળો તેને વફાદાર રહ્યા. (રહાબામ).
આ બે કુળો બન્યા યહુદાના રાજ્યો.
- 18:10 યહુદાના રાજ્યો અને ઈઝરાયેલના એકબીજાના દુશ્મનો બન્યા અને અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતા હતા.
- 18:13 યહુદાના રાજાઓ દાઉદના વંશજો હતા.
આ રાજાઓમાના કેટલાંક સારાં માણસો હતા જેમણે ન્યાયી રીતે રાજ કર્યું અને ઈશ્વરની ભક્તિ કરી.
પરંતુ મોટાભાગના યહુદાના રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ અને તેઓએ મુર્તિની પુજા કરી.
- 20:1 ઈઝરાયેલ અને યહુદાના રાજ્યો બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપો કર્યા.
- 20:5 લોકો યહુદાના રાજ્યોમાં જોયું કે કેવી રીતે ઈશ્વરે ઈઝરાયેલ રાજ્યના લોકોને તેમનું ન માનવા અને આધીન થવા બદલ શિક્ષા કરી .
પરંતુ તેમછતાં તેઓએ કનાનીઓના દેવોની પણ મૂર્તિ પુજા કરી.
- 20:6 આશ્શુરીઓએ ઈઝરાયેલ રાજ્યને નષ્ટ કર્યું તેના 100 વર્ષો પછી, ઈશ્વરે નબુખાદનેસ્સારને મોકલ્યો, બાબેલીઓનો રાજા, હુમલો કરવા _યહુદાના રાજ્ય પર.
- 20:9 નબુખાદનેસ્સાર અને તેના લશ્કરે લગભગ સર્વ લોકોને લઈ લીધા યહુદાના રાજ્યના બાબીલોનમાં, માત્ર ગરીબોને ખેતર ખેડવાને પાછળ છોડીને.
શબ્દ માહિતી:
યહૂદા
સત્યો:
યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો.
લેઆહ તેની માતા હતી.
તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા.
તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.
- દાઉદ રાજા અને તેના પછીના બધાજ રાજાઓ યહૂદાના વંશજો હતા.
ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.
- જયારે સુલેમાનના રાજનો અંત આવ્યો અને ઈઝરાએલ રાષ્ટ્રના ભાગલા પડ્યા, ત્યારે દક્ષિણનું રાજ્ય યહૂદાનું રાજ્ય બન્યું.
- નવા કરારના પ્રકટીકરણના પુસ્તકમાં, ઈસુને “યહૂદાનો સિંહ” કહેવામાં આવ્યો છે.
- “યહૂદી” અને “યહૂદિયા” શબ્દો “યહૂદાના” નામ પરથી આવે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: યાકૂબ, યહૂદી, યહૂદા, યહૂદિયા, ઈઝરાએલના બાર કુળો)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યહૂદિયા
સત્યો:
“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે.
તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
કેટલીક વાર “યહૂદિયા”ને ફક્ત પશ્ચિમના મૃત સમુદ્રના પ્રાચીન ઈઝરાએલના દક્ષિણ ભાગમાં આવેલા પ્રાંતને દર્શાવવા માટે સાંકડા સંદર્ભમાં વાપરવામાં આવ્યું છે.
કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.
અન્ય સમયોમાં, “યહૂદિયા”નું બહોળો સંદર્ભ છે અને તે પ્રાચીન ઈઝરાએલના બધા પ્રાંતો, ગાલીલ, સમરૂન, પેરીઆ, ઈદુમીયા, અને યહૂદિયા (યહૂદા) સહિતના ભાગને દર્શાવે છે.
જો અનુવાદકોને ભેદ સાફ કરવા માંગતા હોય તો, યહૂદિયાનું બહોળા અર્થમાં ભાષાંતર “યહૂદિયા દેશ,” અને સાંકડા અર્થમાં ભાષાંતર “યહૂદિયા પ્રાંત,” તરીકે કરી શકાય છે, કારણકે આ પ્રાચીન ઈઝરાએલના ભાગમાં યહૂદાનું કુળ અગાઉથી જ રહેતું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહૂદા, સમરૂન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યહોયાકીમ
સત્યો:
યહોયાકીમ એ એક દુષ્ટ રાજા હતો, કે જેણે લગભગ ઈસ પૂર્વે 608ની શરૂઆતમાં યહૂદાના રાજ્ય ઉપર રાજ કર્યું, તે યોઆશ રાજાનો દીકરો હતો.
તેનું અસલ નામ એલ્યાકીમ હતું.
- મિસરના ફારુન નેકોહે એલ્યાકીમનુ નામ ફેરવીને યહોયાકીમ રાખ્યું અને તેને યહૂદાનો રાજા બનાવ્યો.
- નેકોહે યહોયાકીમને મિસરને ભારે કર ચૂકવવવા માટે ફરજ પાડી.
- પછી જયારે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા યહૂદા પર આક્રમણ કરવામાં આવ્યું હતું, ત્યારે જેઓને પકડીને બાબિલ લઈ જવામાં આવ્યા હતા, તેઓમાં યહોયાકીમ પણ હતો.
- યહોયાકીમ એક દુષ્ટ રાજા હતો કે જે યહૂદાને યહોવાથી દૂર લઇ ગયો.
યર્મિયા પ્રબોધકે તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: બાબિલ, એલ્યાકીમ, યર્મિયા, યહૂદા, નબૂખાદનેસ્સાર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યહોરામ, યોરામ
સત્યો:
જૂના કરારમાં “યહોરામ” નામનાં બે રાજાઓ હતા.
બંને રાજાઓ “યોરામ” તરીકે પણ જાણીતા હતા.
- એક યહોરામ રાજાએ યહૂદાના રાજ્ય ઉપર આઠ વર્ષો માટે રાજ કર્યું.
તે યહોશાફાટ રાજાનો દીકરો હતો.
આ રાજા કે જે સામાન્ય રીતે લગભગ યહોરામ તરીકે જાણીતો છે.
- બીજા યહોરામ રાજાએ ઈઝરાએલના રાજ્ય ઉપર બાર વર્ષો માટે રાજ કર્યું હતું.
તે આહાબ રાજાનો દીકરો હતો.
- યહૂદાના રાજા યહોરામે જયારે રાજ્ય કર્યું, તે સમય દરમ્યાન યર્મિયા, દાનિયેલ, ઓબાદ્યા, અને હઝકિયેલ પ્રબોધકો યહૂદાના રાજ્યમાં ભવિષ્યવાણી કરતા હતા.
- જયારે તેનો પિતા યહોશાફાટ યહૂદા ઉપર રાજ કરતો હતો ત્યારે યહોરામ રાજાએ પણ થોડા સમય દરમ્યાન રાજ કર્યું.
- કેટલાક ભાષાંતરો જયારે ઈઝરાએલના આ રાજાનો ઉલ્લેખ કરે છે ત્યારે કદાચ સતત “યહોરામ” અને યહૂદાના રાજા માટે “યોરામ” વાપરવાનું પસંદ કરે છે.
- બીજી રીતે દરેક નામને સ્પષ્ટ રીતે ઓળખવા માટે તેના પિતાના નામનો સમાવેશ કરવામાં આવે છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આહાબ, યહોશાફાટ, યોરામ, યહૂદા, ઈઝરાએલનું રાજ્ય, ઓબાદ્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3088, H3141, G2496
યહોશાફાટ
સત્યો:
જૂનાકરારમાં યહોશાફાટ નામના ઓછામાં ઓછા બે માણસો હતા.
- આ નામથી જાણીતો શ્રેષ્ઠ માણસ યહોશાફાટ રાજા હતો કે જે યહૂદાના રાજ્ય પર રાજ કરનાર ચોથો રાજા હતો.
- તેણે યહૂદા અને ઈઝરાએલ વચ્ચે શાંતિ સ્થાપી અને જૂઠા દેવોની મૂર્તિઓનો નાશ કર્યો.
- અન્ય યહોશાફાટ એ દાઉદ અને સુલેમાન માટે “ઈતિહાસકાર” હતો.
તેનું કાર્ય દસ્તાવેજો લખવાનું હતું, જેમાં રાજા સહી કરતો અને તે ઈતિહાસની અગત્યની ઘટનાઓ તે રાજ્યમાં બનતી તેની નોંધ કરવાના કાર્યનો સમાવેશ હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: વેદી, દાઉદ, જૂઠો દેવ, ઈઝરાએલ, યહૂદા, યાજક, સુલેમાન)
બાઇબલના કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3092, H3146, G2498
યહોશુઆ
સત્યો:
બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા.
નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.
- યહોશુઆ બાર જાસૂસોમાંનો એક હતો કે જેઓને મૂસાએ વચનની ભૂમિની તપાસ કરવા મોકલ્યા હતા.
- કાલેબની સાથે, યહોશુઆએ કનાનીઓને હરાવી અને વચનની ભૂમિમાં પ્રવેશ કરવા ઈઝરાએલી લોકોને દેવની આજ્ઞા માનવા માટે વિનંતી કરી.
- મૂસાના મરણ પછી, ઘણાવર્ષો બાદ,ઈઝરાએલના લોકોને વચનની ભૂમિમાં દોરવા માટે દેવે યહોશુઆની નિમણૂક કરી.
- કનાનીઓની વિરુદ્ધ પ્રથમ અને સૌથી પ્રખ્યાત યુદ્ધમાં, યહોશુઆએ યરીખોના શહેરને હરાવવા ઈઝરાએલીઓને આગેવાની આપી.
- જૂના કરારમાંનું યહોશુઆનું પુસ્તક જણાવે છે કે કેવી રીતે યહોશુઆએ વચનની ભૂમિને કબ્જે કરવા ઈઝરાએલીઓને આગેવાની આપી અને કેવી રીતે તેણે ઈઝરાએલના દરેક કુળને રહેવા માટે જમીનનો ભાગ વહેંચી આપ્યો.
- હાગ્ગાયના પુસ્તકમાં યહોસાદાકના દીકરા યહોશુઆ અને ઝખાર્યાનો ઉલ્લેખ થયેલો છે; તે પ્રમુખ યાજક હતો જેણે યરૂશાલેમની દિવાલો ફરીથી બાંધવા મદદ કરી.
- બાઈબલમાં બીજી જગ્યાએ અને વંશાવળીમાં યહોશુઆ નામનાં બીજા કેટલાક માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનની ભૂમિ, ઝખાર્યા)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 14:4 જયારે ઈઝરાએલીઓ કનાનની છેડે પહોંચ્યા, ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર્યા. તેણે માણસોને સૂચના આપી કે જાઓ અને જમીનની તપાસ કરો કે તે કેવી છે.
- 14:6 તરત જ કાલેબ અને યહોશુઆ અને બીજા બે જાસૂસોએ કહ્યું, “તે સાચું છે કે કનાનના લોકો ઊંચા અને મજબૂત છે, પણ આપણે ચોક્કસ તેઓને હરાવી શકીશું!”
- 14:08 કાલેબ અને યહોશુઆ સિવાય, દરેક કે જે વીસ વર્ષની ઉંમરના અથવા તેનાથી મોટા ત્યાં મૃત્યુ પામશે અને કદી વચનની ભૂમિમાં પ્રવેશ કરશે નહીં.
- 14:14 મૂસા હવે ખૂબ ઘરડો હતો, જેથી દેવે યહોશુઆ ને લોકોને આગેવાની આપી મદદ માટે પસંદ કર્યો.
- 14:15 યહોશુઆ સારો આગેવાન હતો કારણકે તેણે દેવની આજ્ઞા પાળી અને દેવ પર ભરોસો રાખ્યો.
- 15:3 લોકોએ યર્દન નદી પાર કરી પછી, દેવે યહોશુઆ ને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
શબ્દ માહિતી:
યાકૂબનો દીકરો યહૂદા
સત્યો:
યાકૂબનો પુત્ર યહૂદા ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
નોંધ કરો કે તે યહૂદા ઈશ્કરિયોત નહોતો.
- મોટેભાગે બાઈબલમાં, સરખા નામવાળા માણસો માટે તે કોનો દીકરો હતો તે દર્શાવીને તેને અલગ કરવામાં આવ્યા હતા.
અહીં, યહૂદાને “યાકૂબના દીકરા” તરીકે ઓળખવામાં આવ્યો છે.
- બીજો યહૂદા નામનો માણસ ઈસુનો ભાઈ હતો.
તે “યહૂદા” તરીકે પણ જાણીતો હતો.
- નવા કરારનું “યહૂદા”નું પુસ્તક કહેવાય છે, તે કદાચ ઈસુના ભાઈ યહૂદા દ્વારા લખાયું હશે, કારણકે લેખક પોતાને “યાકૂબના ભાઈ” તરીકે ઓળખાવે છે.
યાકૂબ એ ઈસુનો બીજો ભાઈ હતો.
- તે પણ શક્ય છે કે યહૂદાનું પુસ્તક ઈસુના શિષ્ય, યાકૂબના પુત્ર, યહૂદા દ્વારા લખવામાં આવ્યું હોય.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: યાકૂબ (ઝબદીનો પુત્ર), યહૂદા ઈશ્કરિયોત, પુત્ર, બાર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યાફા
સત્યો:
બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.
- યાફાનું પ્રાચીન સ્થળ તે વર્તમાન સમયના જફા શહેરનું સ્થાન છે, કે જે હાલના તેલ અવીવ શહેરના ભાગરૂપ છે.
- જૂના કરારમાં યાફા એ શહેર હતું, જ્યાં યૂના વહાણમાં બેઠો કે જે તાર્શીશ જઈ રહ્યું હતું
- નવા કરારમાં, ટબીથા નામની ખ્રિસ્તી સ્ત્રી યાફામાં મૃત્યુ પામી, અને પિતરે તેણીને સજીવન કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યાફેથ
સત્યો:
યાફેથ નૂહના ત્રણ દીકરાઓમાંનો એક હતો.
- વિશ્વભરના જળપ્રલય દરમ્યાન કે જેણે સમગ્ર પૃથ્વીને ઢાંકી દીધી હતી, તે સમયે યાફેથ અને તેના ભાઈઓ તેઓની પત્નીઓ સાથે નૂહની સાથે વહાણમાં હતા.
- સામાન્ય રીતે નૂહના દીકરાઓને યાદીમાં, “શેમ, હામ, અને યાફેથ છે.”
જે સૂચવે છે કે યાફેથ એ નાનો ભાઈ હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: વહાણ, પૂર, હામ, નૂહ, શેમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યિઝ્રએલ
વ્યાખ્યા:
યિઝ્રએલ એ ઈસ્સાખારના પ્રદેશમાં, ખારા સમુદ્રની નૈઋત્યના ખૂણામાં આવેલું ઈઝરાએલીઓનું એક મહત્વનું શહેર હતું.
- યિઝ્રએલ શહેર તે મેગીદોના મેદાનમાંનું એક પશ્ચિમ બિંદુ છે કે જેને “યિઝ્રએલની ખીણ” પણ કહેવામાં આવે છે.
- યિઝ્રએલના શહેરમાં ઈઝરાએલના કેટલાક રાજાઓના મહેલો હતા.
- નાબોથની દ્રાક્ષાવાડી યિઝ્રએલમાં આહાબ રાજાના મહેલની નજીક આવેલી હતી.
એલિયા પ્રબોધકે ત્યાં આહાબ રાજાની વિરુદ્ધ ભવિષ્ય ભાખ્યું હતું.
યિઝ્રએલમાં આહાબની દુષ્ટ પતિ ઈઝેબેલને મારી નાખવામાં આવી હતી.
- આ શહેરમાં કેટલાક યુધ્ધો સહિત, બીજી ઘણી મહત્વની ઘટનાઓ બની હતી.
(આ પણ જુઓ: આહાબ, એલિયા, ઈસ્સાખાર, ઈઝેબેલ, મહેલ, ખારો સમુદ્ર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H3157, H3158, H3159
યિથ્રો, રેઉએલ
સત્યો:
“યિથ્રો” અને “રેઉએલ” બંને નામો મૂસાની પત્ની, સિપ્પોરાહના પિતાને દર્શાવે છે.
જૂના કરારમાં બીજા પણ બે માણસોના નામ “રેઉએલ” હતા.
- જયારે મૂસા મિદ્યાનની ભૂમિમાં ભરવાડ હતો, ત્યારે તેણે રેઉએલ નામનાં મિદ્યાની માણસની દીકરી સાથે લગ્ન કર્યા.
- પાછળથી રેઉએલને મિદ્યાનના યાજક, “યિથ્રો” તરીકે ઓળખાવ્યો છે.
“રેઉએલ” તે તેના વંશ/કુળનું નામ હોઈ શકે છે.
- જયારે મૂસા યિથ્રોના ઘેટાંની દેખરેખ રાખતો હતો, ત્યારે દેવે બળતા ઝાડવામાંથી મૂસા સાથે વાત કરી.
- કેટલાક સમય પછી, દેવ ઈઝરાએલીઓને મિસરમાંથી બચાવ્યા પછી, યિથ્રો ઈઝરાએલીઓ પાસે અરણ્યમાં આવ્યો અને મૂસાને લોકોની બાબતોના ન્યાય કરવા વિશે સારી સલાહ આપી.
- જયારે તેણે ઈઝરાએલીઓ માટે મિસરમાં દેવે કરેલા બધા ચમત્કારો વિશે સાંભળ્યું ત્યારે તેણે દેવમાં વિશ્વાસ કર્યો.
- એસાવના દીકરાઓમાંના એકનું નામ રેઉએલ હતું.
- બીજા એક રેઉએલ નામનાં માણસનો ઉલ્લેખ ઈઝરાએલીઓની વંશાવળીમાં થયો છે કે જે બાબિલના બંદીવાસના પૂરો થયા પછી યહૂદામાં ફરીથી વસવા પાછા ફર્યો.
(ભાષાંતર ના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બંદીવાસ, કુળ, રણ, મિસર, એસાવ, ચમત્કાર, મૂસા, અરણ્ય)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યૂના
વ્યાખ્યા:
યૂના એ જૂના કરારમાંનો હિબ્રૂ પ્રબોધક હતો.
- યૂનાના પુસ્તકની વાર્તા જણાવે છે કે જયારે દેવે યૂનાને નિનવેહના લોકોને બોધ કરવા માટે મોકલ્યો ત્યારે શું થયું.
- યૂનાએ નિનવેહ જવાનો ઇનકાર કર્યો અને તેને બદલે તાર્શીશ માટે જવાના વહાણમાં ચઢી બેઠો.
- દેવે તે વહાણને રોકવા માટે મોટું તોફાન ઉત્પન્ન કર્યું .
- તેણે વહાણ હંકારનારા માણસોને કહ્યું કે તે દેવથી દૂર નાસી જઈ રહ્યો હતો, અને તેણે સૂચન કર્યું કે તેઓ તેને સમુદ્રમાં ફેંકી દે.
જયારે તેઓએ તેમ કર્યું ત્યારે તોફાન બંધ થયું.
- યૂનાને એક મોટી માછલી ગળી ગઈ હતી, અને તે ત્રણ દિવસ અને ત્રણ રાત તે માછલીના પેટમાં રહ્યો હતો.
- તે પછી, યૂના નિનવેહ ગયો અને ત્યાંના લોકોને બોધ કર્યો, અને તેઓ તેમના પાપોથી ફર્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અનાદર, નિનવેહ, ફરવું)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યૂસફ઼ (જૂનો કરાર)
તથ્યો:
યૂસફ઼ યાકૂબનો અગિયારમો પુત્ર હતો. તે રાહેલનો પ્રથમ પુત્ર હતો. તેના બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શાના વંશજો ઇસ્રાએલના બે કુળ બન્યા.
- હિબ્રુ નામ યૂસફ઼ બંને હિબ્રુ શબ્દ જેવો છે જેનો અર્થ થાય છે "ઉમેરવું, વધારવું" અને હિબ્રુ શબ્દ જેનો અર્થ થાય છે "ભેગો કરવો, દૂર કરવો."
- ઉત્પત્તિના પુસ્તકનો મોટો ભાગ યૂસફ઼ની વાર્તાને સમર્પિત છે, કેવી રીતે તે તેની ઘણી મુશ્કેલીઓ દરમિયાન દેવને વફાદાર રહ્યો અને તેના ભાઈઓને માફ કર્યા જેમણે તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો હતો.
- આખરે દેવે યૂસફ઼ને ઇજિપ્તમાં બીજા સર્વોચ્ચ સ્થાને ઉભો કર્યો અને તેનો ઉપયોગ ઇજિપ્ત અને આસપાસના દેશોના લોકોને બચાવવા માટે કર્યો જ્યારે ત્યાં ખોરાક ઓછો હતો. યૂસફ઼ે પોતાના પરિવારને ભૂખે મરતા બચાવવામાં મદદ કરી અને તેમને ઇજિપ્તમાં પોતાની સાથે રહેવા લાવ્યો.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો]
(આ પણ જુઓ: [ઇસ્રાએલના બાર કુળો], [એફ્રાઇમ], [મનાશ્શે], [યાકૂબ], [રાહેલ])
બાઈબલ સંદર્ભો:
- [ઉત્પત્તિ ૩૦:૨૨-૨૪]
- [ઉત્પત્તિ ૩૩:૧-૩]
- [ઉત્પત્તિ ૩૭:૧-૨]
- [ઉત્પત્તિ ૩૭:૨૩-૨૪]
- [ઉત્પત્તિ ૪૧:૫૫-૫૭]
- [યોહાન ૪:૪-૫]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો
- [૮:૨] યૂસફના ભાઇઓ તેને ધિક્કારતા હતા કારણ કે તેમના પિતા તેને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને કારણ કે યૂસફે સ્વપ્ન જોયું હતું કે તે તેમનો શાસક બનશે.
- [૮:૪] ગુલામ વેપારીઓ __યૂસફ__ને ઇજિપ્ત લઇ ગયા.
- __ [૮:૫]__ જેલમાં પણ, યૂસફ દેવને વફાદાર રહ્યા, અને દેવે તેને આશીર્વાદ આપ્યો.
- __ [૮:૭]__ દેવે __યૂસફ__ને સપનાનું અર્થઘટન કરવાની ક્ષમતા આપી હતી, તેથી ફારુને યૂસફને જેલમાંથી તેની પાસે લાવ્યો હતો.
- [૮:૯] __યૂસફ__એ લોકોને સારા પાકના સાત વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરવાનું કહ્યું.
- [૯:૨] ઇજિપ્તવાસીઓ હવે __યૂસફ__ને યાદ રાખતા ન હતા અને તેમણે તેમને મદદ કરવા માટે જે કર્યું હતું.
શબ્દ માહિતી:
- સ્ટ્રોંગ્સ: H3084, H3130, G25000, G25010
યેહૂ
સત્યો:
જૂના કરારમાં યેહૂ નામનાં બે માણસો હતા.
હનાનીનો દીકરો યેહૂ ઈઝરાએલના રાજા આહાબ અને યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન પ્રબોધક હતો.
યહોશાફાટનો દીકરો (અથવા વંશજ) યેહૂ ઈઝરાએલી લશ્કરમાં સેનાપતિ હતો કે જેને એલિશા પ્રબોધકે રાજા થવા માટે અભિષિક્ત કર્યો.
યેહૂ રાજાએ, ઈઝરાએલનો રાજા યોરામ અને યહૂદાના રાજા અહાઝ્યા એ બે દુષ્ટ રાજાઓને મારી નાખ્યા હતા.
યેહૂ રાજાએ ભૂતપૂર્વ આહાબ રાજાના સંબંધીઓને અને દુષ્ટ રાણી ઈઝેબેલને પણ મારી નાંખી હતી.
યેહૂ રાજાએ સમરૂનમાં બઆલની પૂજાના બધા સ્થળોનો નાશ કર્યો અને બઆલના બધા પ્રબોધકોને મારી નાખ્યા.
યેહૂ રાજાએ ફક્ત, સાચા દેવ, યહોવાની સેવા કરી, અને તે ઈઝરાએલ ઉપર અઠ્ઠાવીસ વર્ષો માટે રાજા હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર)
(આ પણ જુઓ: આહાબ, અહાઝ્યા, બઆલ, એલિશા, યહોશાફાટ, યેહૂ, ઈઝેબેલ, યોરામ, યહૂદા, સમરૂન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યોઆબ
વ્યાખ્યા:
દાઉદના સમગ્ર શાસન દરમ્યાન યોઆબ દાઉદ રાજાના સૈન્ય માટે એક મહત્વનો નેતા હતો.
- દાઉદના રાજા બન્યા પહેલા, પહેલેથીજ યોઆબ તેના વફાદાર સાથીઓમાંનો એક હતો.
- પાછળથી, ઈઝરાએલ ઉપર રાજા તરીકે દાઉદના શાસન દરમ્યાન, યોઆબ દાઉદ રાજાના લશ્કરનો સેનાપતિ બન્યો.
- યોઆબ એ દાઉદ રાજાનો ભાણેજ પણ હતો, કેમકે તેની માતા દાઉદની બહેનોમાંની એક હતી.
- જયારે દાઉદના પુત્ર આબ્શાલોમે વિશ્વાસઘાતથી તેનો રાજા તરીકેનો હક લઈ લેવા માટે પ્રયાસ કર્યો ત્યારે રાજાને બચાવવા માટે યોઆબે આબ્શાલોમ ને મારી નાંખ્યો.
- યોઆબ એ ખૂબજ આક્રમક લડવૈયો હતો અને તેણે ઘણા લોકો કે જેઓ ઈઝરાએલના શત્રુઓ હતા તેઓને મારી નાંખ્યા.
(આ પણ જુઓ: આબ્શાલોમ, દાઉદ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યોઆશ
સત્યો:
જૂના કરારમાં યોઆશ નામનાં ઘણા માણસો હતા.
- એક યોઆશ તે ઈઝરાએલીઓને છોડાવનાર ગિદીયોનનો પિતા હતો.
- બીજો યોઆશ નામનો માણસ યાકૂબના સૌથી નાના પુત્ર બિન્યામીનનો વંશજ હતો.
- સાત વર્ષની ઉમરે બનેલો યહૂદાનો રાજા યોઆશ સૌથી સારી રીતે જાણીતો હતો.
તે યહૂદાના રાજા અહાઝ્યાનો પુત્ર હતો, કે જેનું ખૂન કરવામાં આવ્યું હતું.
- જયારે યોઆશ ખૂબ નાનો બાળક હતો, ત્યારે તેની ફોઈએ જ્યાં સુધી તે રાજા બનવા જેટલો પુખ્ત ન થાય ત્યાં સુધી તેને મરવાથી બચાવવા દૂર સંતાડી રાખ્યો.
- યોઆશ રાજા એક સારો રાજા હતો કે જેણે પહેલેથી દેવની આજ્ઞા પાળી.
પણ તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા નહીં, અને ઈઝરાએલીઓએ ફરીથી મૂર્તિઓની ઉપાસના કરવાનું ચાલુ કર્યું.
- કેટલાક વર્ષો દરમ્યાન જયારે યહોઆશ ઈઝરાએલ પર રાજ કરતો હતો ત્યારે યોઆશે યહૂદા પર રાજ કર્યું.
તેઓ બંને અલગ રાજાઓ હતા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: અહાઝ્યા, વેદી, બિન્યામીન, ખોટો દેવ, ગિદીયોન, ઉચ્ચ સ્થાનો, જૂઠો દેવ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યોએલ
સત્યો:
યોએલ એ પ્રબોધક હતો કે જે કદાચ યહૂદાના રાજા યોઆશના શાસન દરમ્યાન જીવતો હતો.
જૂના કરારમાં બીજા ઘણા માણસોના નામ પણ યોએલ હતા.
- જૂના કરારના છેલ્લા વિભાગમાં યોએલનું પુસ્તક એ બાર ટૂંકા પ્રબોધક પુસ્તકોમાંનું એક છે.
- યોએલ પ્રબોધક વિશેની ફક્ત વ્યક્તિગત માહિતી આપણી પાસે એ છે કે તેના પિતાનું નામ પથુએલ હતું.
- પ્રેરિત પિતરે પચાસમાંના દિવસ પર, તેના સંદેશમાં યોએલના પુસ્તકમાંથી અવતરણ કર્યું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: યોઆશ, યહૂદા, પચાસમાંનો દિવસ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યોનાથાન
સત્યો:
જૂના કરારમાં યોનાથાન નામનાં ઓછામાં ઓછાં દસ માણસો હતા.
નામનો અર્થ “યહોવાએ આપ્યું છે.”
- દાઉદનો શ્રેષ્ઠ મિત્ર, યોનાથાન, તે બાઈબલમાંનો આ નામ સાથેનો સૌથી સારી રીતે જાણીતો વ્યક્તિ (યોનાથાન) છે. આ યોનાથાન શાઉલ રાજાનો જ્યેષ્ઠ પુત્ર હતો.
- જૂના કરારમાં બીજા યોનાથાનોનો ઉલ્લેખ મૂસાના વંશજ નો; દાઉદ રાજાનો ભત્રીજો; કેટલાક યાજકો, અબ્યાથારના પુત્ર સહિત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે; અને એક જૂના કરારનો લેખક કે જેના ઘરમાં યર્મિયા પ્રબોધકને કેદમાં રાખવામાં આવ્યો હતો.
(આ પણ જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: અબ્યાથાર, દાઉદ, મૂસા, યર્મિયા, યાજક, શાઉલ, લેખક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યોહાન (પ્રેરિત)
સત્યો:
યોહાન ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો અને ઈસુના નજીકના મિત્રોમાંનો હતો.
- યોહાન અને તેનો ભાઈ યાકૂબ ઝબદી નામનાં માછીમારના દીકરા હતા.
- સુવાર્તામાં કે જે તેણે ઈસુના જીવન વિશે લખી, યોહાને પોતાને “ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો” તે રીતે દર્શાવ્યો છે.
આ સૂચવે છે કે યોહાન ખાસ કરીને ઈસુનો એક નિકટનો મિત્ર હતો.
- પ્રેરિત યોહાને નવા કરારના પાંચ પુસ્તકો લખ્યા: યોહાનની સુવાર્તા, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, અને અન્ય વિશ્વાસીઓને ત્રણ પત્રો લખ્યા.
- ધ્યાન રાખો કે પ્રેરિત યોહાન એ યોહાન બાપ્તિસ્ત કરતાં અલગ વ્યક્તિ છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, વ્યક્ત કરવું, યાકૂબ (ઝબદીનો પુત્ર), યોહાન (બાપ્તિસ્ત), ઝબદી)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 36:1 એક દિવસે, ઈસુએ તેના ત્રણ શિષ્યો, પિતર, યાકૂબ, અને __યોહાન__ને તેની સાથે લીધા.
( યોહાન નામનો શિષ્ય એ એજ વ્યક્તિ નહોતો કે જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું.)
તેઓ પોતે ઊંચા પહાડ ઉપર ગયા.
- __44:1__એક દિવસે, પિતર અને યોહાન મંદિરમાં જઈ હતા.
જયારે તેઓ મંદિરના દરવાજા આગળ પહોંચ્યા,તેઓએ લંગડા માણસને જોયો કે જે પૈસા માટે ભીખ માગી રહ્યો હતો.
- __44:6__પિતર અને યોહાન જે કહી રહ્યા હતા તેથી મંદિરના આગેવાનો ખૂબજ નારાજ હતા.
જેથી તેઓએ તેમની ધરપકડ કરી અને તેઓને જેલમાં નાંખ્યા.
- __44:7__બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને _યોહાન_ને મુખ્ય યાજક અને બીજા ધાર્મિક આગેવાનો પાસે લાવ્યા.
તેઓએ પિતર અને _યોહાન_ને પૂછયું, “કયા પરાક્રમથી તમે આ લંગડા માણસને સાજો કર્યો?”
- 44:9 આગેવાનો આશ્ચર્ય પામ્યા હતા કે પિતર અને યોહાન ખૂબ હિંમતથી બોલ્યાં કારણકે તેઓ જોઈ શક્યા કે આ માણસો સામાન્ય માણસો હતા કે જેઓ અભણ હતા.
પણ પછી તેઓએ યાદ કર્યું કે આ માણસો ઈસુની સાથે હતા.
પછી તેઓએ પિતર અને _યોહાન_ને ધમકી આપી, તેઓએ તેમણે જવા દીધા.
શબ્દ માહિતી:
યોહાન માર્ક
સત્યો:
યોહાન માર્ક, તે “માર્ક” તરીકે પણ જાણીતો હતો, પાઉલની તેની સેવા યાત્રામાં જે માણસો તેની સાથે મુસાફરી કરતા હતા તેઓમાંનો એક હતો.
લગભગ સંભવિત છે કે તે માર્કની સુવાર્તાનો લેખક છે.
- યોહાન માર્ક તેના પિતરાઈ બાર્નાબાસ અને પાઉંલ સાથે તેઓની પ્રથમ મિશનરી મુસાફરીમાં સાથે ગયો.
- જયારે પિતરને યરૂશાલેમમાં જેલમાં નાખવામાં આવ્યો હતો, ત્યારે વિશ્વાસીઓ યોહાન માર્કની માતાના ઘરમાં તેને માટે પ્રાર્થના કરતા હતા.
- માર્ક એક પ્રેરિત ન હતો, પણ પાઉલ અને પિતર દ્વારા શિક્ષણ પામેલો હતો, અને સેવામાં તેઓની સાથે મળીને કામ કરતો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાર્નાબાસ, પાઉલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
રહાબામ
તથ્યો:
રહાબામ સુલેમાન રાજાનો એક પુત્ર હતો અને સુલેમાનના મૃત્યુ બાદ તે ઇઝરાયલ દેશનો રાજા બન્યો.
- તેના શાસનકાળની શરૂઆતમાં, રહાબામ પોતાના લોકો પ્રત્યે કઠોર હતો કે જેથી ઇઝરાયલના દસ કુળોએ તેની વિરુદ્ધ બળવો કર્યો અને ઉત્તરમાં “ઇઝરાયલનું રાજ્ય” સ્થાપ્યું.
- રહાબામ દક્ષિણના યહૂદા રાજ્યના રાજા તરીકે ચાલુ રહ્યો જેમાં બાકીના બે કુળો યહૂદા અને બિન્યામીનનો સમાવેશ થતો હતો.
- રહાબામ દુષ્ટ રાજા હતો કે જેણે યહોવાનું આજ્ઞાપાલન કર્યું નહીં પણ જૂઠા દેવોની પૂજા કરી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇઝરાયલનું રાજ્ય, યહૂદા, સુલેમાન)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 18:5 સુલેમાનના મરણ પછી, તેનો પુત્ર રહાબામ રાજા બન્યો. રહાબામ મૂર્ખ માણસ હતો.
- 18:6 રહાબામે મૂર્ખતાથી જવાબ આપ્યો અને કહ્યું કે, “તમે વિચારો છો કે મારા પિતા સુલેમાને તમારી પાસે કઠોર મહેનત કરાવી, પણ હું તમારા કામને તેનાથી વધારે કઠોર બનાવીશ અને હું તમને મારા પિતા કરતાં વધારે નિર્દયતાથી સજા કરીશ.”
- 18:7 ઇઝરાયલ દેશના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બળવો કર્યો.
ફક્ત બે જ કુળો તેને વિશ્વાસુ રહ્યાં.
શબ્દ માહિતી:
રાબ્બા
વ્યાખ્યા:
રાબ્બા આમ્મોની લોકોનું સૌથી મહત્ત્વનું શહેર હતું.
- આમ્મોનીઓ વિરુદ્ધની લડાઈઓમાં, ઇઝરાયલીઓ ઘણી વાર રાબ્બા પર હુમલો કરતા હતા.
- ઇઝરાયલના રાજા દાઉદે પોતાના અંતિમ યુદ્ધ વિજયોમાં રાબ્બાને સર કર્યું હતું.
- રાબ્બા જ્યાં સ્થિત હતું ત્યાં આજે જોર્ડન દેશનું અમ્માન શહેર હયાત છે.
(આ જૂઓ: આમ્મોન, દાઉદ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
રામા
તથ્યો:
રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું.
જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.
- રાહેલ બિન્યામીનને જન્મ આપ્યા પછી મરણ પામી તે સ્થળ રામા હતું.
- જ્યારે ઇઝરાયલીઓને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવતા હતા ત્યારે, તેઓને બાબેલમાં લઈ ગયા અગાઉ રામામાં લાવવામાં આવ્યા હતા.
- રામા શમુએલના માતાપિતાનું વતન હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(જુઓં: બિન્યામીન, ઇઝરાયલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
રામોથ
તથ્યો:
રામોથ યર્દન નદી નજીક ગિલ્યાદના પહાડોમાં સ્થિત એક અગત્યનું શહેર હતું.
તેને રામોથ ગિલ્યાદ પણ કહેવામાં આવતું હતું.
- રામોથ ઇઝરાયલના ગાદના કુળની માલિકીનું હતું અને તેને આશ્રયસ્થાનના એક શહેર તરીકે ઠરાવવામાં આવ્યું હતું.
- ઇઝરાયલના રાજા આહાબ અને યહૂદાના રાજા યહોશાફાટે રામોથમાં અરામના રાજા સાથે યુદ્ધ કર્યું હતું.
તે યુદ્ધમાં આહાબને મારી નાખવામાં આવ્યો હતો.
- થોડા સમય પછી, અહાઝ્યા રાજા અને યોરામ રાજાએ અરામના રાજા પાસેથી રામા જીતી લેવા પ્રયાસ કર્યો હતો.
- રામોથ ગિલ્યાદમાં યેહુને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: આહાબ, અહાઝ્યા, અરામ, ગાદ, યહોશાફાટ, યેહુ, યોરામ, યર્દન, યહૂદા, આશ્રય)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H7216, H7418, H7433
રાહાબ
તથ્યો:
રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી.
તે એક વેશ્યા હતી.
- ઇઝરાયલીઓ યરીખો પર હુમલો કરવા આવ્યા તે અગાઉ જે બે ઇઝરાયલીઓ તેની માહિતી મેળવવા આવ્યા તેઓને રાહાબે સંતાડ્યા હતા.
તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.
- રાહાબ યહોવામાં વિશ્વાસ કરનારી વ્યક્તિ બની.
- જ્યારે યરીખોનો નાશ કરવામાં આવ્યો ત્યારે તેને અને તેના કુટુંબને બચાવવામાં આવ્યું હતું અને તેઓ બધા ઇઝરાયલીઓ સાથે રહેવા ગયા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: ઇઝરાયલ, યરીખો, વેશ્યા)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:1 તે શહેરમાં રાહાબ નામે એક વેશ્યા રહેતી હતી જેણે જાસૂસોને સંતાડ્યા અને બાદમાં તેઓને ભાગી જવામાં મદદ કરી. તે ઈશ્વરમાં વિશ્વાસ કરતી હતી તે માટે તેણે આમ કર્યું. જ્યારે ઇઝરાયલીઓ યરીખોનો નાશ કરે ત્યારે તેઓએ રાહાબનું તથા તેના કુટુંબનું રક્ષણ કરવાનું વચન આપ્યું.
- 15:5 ઇઝરાયલીઓએ જેમ ઈશ્વરે આજ્ઞા આપી હતી તેમ શહેરમાંની દરેક બાબતોનો નાશ કર્યો. શહેરમાં રાહાબ અને તેનું કુટુંબ જ એવા લોકો હતા જેઓને તેઓએ મારી નાખ્યા નહીં.
તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.
શબ્દ માહિતી:
રાહેલ
તથ્યો:
રાહેલ યાકૂબની પત્નીઓમાંની એક હતી.
તે અને તેની બહેન લેઆ લાબાન કે જે યાકૂબના મામા હતા તેની દીકરીઓ હતી.
- રાહેલ યૂસફ અને બિન્યામીનની માતા હતી કે જેઓના વંશજો ઇઝરાયલના બે કુળો બન્યા.
- ઘણા વર્ષો સુધી, રાહેલ બાળકોને જન્મ આપવા સક્ષમ ન હતી.
પછી ઈશ્વરે તેને યૂસફનો જન્મ આપવા સક્ષમ કરી.
- વર્ષો બાદ, બિન્યામીનની પ્રસૂતિ સમયે રાહેલ મૃત્યુ પામી અને યાકુબે બેથલેહેમ પાસે તેનું દફન કર્યું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: બેથલેહેમ, યાકૂબ, લાબાન, લેઆ, યૂસફ, ઇઝરાયલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
રિબકા
તથ્યો:
રિબકા ઇબ્રાહિમના ભાઈ નાહોરની પૌત્રી હતી.
- ઈશ્વરે રિબકાને ઇબ્રાહિમના દીકરા ઇસહાકની પત્ની થવા પસંદ કરી હતી.
- રિબકા જ્યાં તે રહેતી હતી તે અરામ નાહરાઇમનો પ્રદેશ છોડીને જ્યાં ઇસહાક રહેતો હતો તે નેગેબના પ્રદેશમાં ઇબ્રાહિમના ચાકર સાથે ગઈ.
- ઘણા લાંબા સમય સુધી રિબકાને બાળકો થયા નહીં, પણ અંતે ઈશ્વરે તેને બે જોડિયા બાળકો, એસાવ અને યાકૂબનો આશીર્વાદ આપ્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇબ્રાહિમ, અરામ, એસાવ, ઇસહાક, યાકૂબ, નાહોર, નેબેગ)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 6:2 જ્યાં ઇબ્રાઇમના સગાં-સંબંધીઓ રહતાં હતાં ત્યાં જવાની લાંબી મુસાફરી બાદ, ઈશ્વરે ચાકરને રિબકા સુધી પહોંચવા દોર્યો. તે ઇબ્રાહિમના ભાઈની પૌત્રી હતી.
- 6:6 ઈશ્વરે રિબકાને કહ્યું કે, “તારા ઉદરમાં બે દેશજાતિઓ છે.”
- 7:1 જ્યારે છોકરાઓ મોટા થયા ત્યારે, રિબકાએ યાકૂબને પ્રેમ કર્યો, પણ ઇસહાકે એસાવને પ્રેમ કર્યો.
- 7:3 ઇસહાક પોતાનો આશીર્વાદ એસાવને આપવા માંગતો હતો.
પણ તે તેમ કરે તે અગાઉ, યાકૂબના એસાવ હોવાના ઢોંગ દ્વારા રિબકા અને યાકૂબે તેને છેતર્યો.
- 7:6 પણ રિબકાએ એસાવની યોજના વિષે સાંભળ્યુ. તેથી તેને યાકૂબને પોતાના સગાંઓ સાથે રહેવા દૂર મોકલી દીધો.
શબ્દ માહિતી:
રિમ્મોન
તથ્યો:
રિમ્મોન એ વ્યક્તિનું અને અનેક સ્થળોનું નામ હતું જેનો ઉલ્લેખ બાઈબલમાં કરવામાં આવ્યો હતો.
તે એક જુઠ્ઠા દેવનું પણ નામ હતું.
- એક માણસ રિમ્મોન નામનો ઝબુલોનના બએરોથ શહેરનો બિન્યામીની હતો.
આ માણસના દીકરાઓએ મફીબોશેથને મારી નાંખ્યો હતો, જે યોનાથાનનો અપંગ દીકરો હતો.
- રિમ્મોન યહુદાના દક્ષિણ ભાગે આવેલું શહેર હતું, બિન્યામીન કુળ દ્વારા આ પ્રદેશને કબજે કરવામાં આવ્યું હતું.
- “રિમ્મોન ગઢ” એ સુરક્ષાનું સ્થળ હતું જ્યાં બિન્યામીનીઓ યુદ્ધમાં મરતાં બચવા માટે જતાં રહ્યાં હતાં.
- રિમ્મોન પેરેઝ યહુદાના ઉજ્જડ પ્રદેશમાંનું એક અજાણ્યું સ્થળ હતું.
- સીરિયાનો સેનાપતિ નામાન જુઠ્ઠા દેવ રિમ્મોનના મંદિર વિશે બોલ્યો, જ્યાં સીરિયાનો રાજા પૂજા કરતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: બિન્યામીન, યહુદા, નામાન, અરામ, ઝબુલોન)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
રૂથ
તથ્યો:
રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી.
તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું
- રૂથનો પતિ મરણ પામ્યો, અને થોડાં સમય પછી તેણીએ પોતાની સાસુ નાઓમી સાથે મુસાફરી શરૂ કરતાં મોઆબ છોડ્યું, કે જે તેના વતન ઈઝરાયેલના બેથલેહેમ તરફ પરત ફરી રહી હતી.
- રૂથ નાઓમીને વફાદાર હતી અને તેને માટે ખોરાક પૂરો પાડવા ભારે મહેનત કરતી હતી.
- તેણે ઈઝરાયેલના એક ખરા ઈશ્વરની સેવાને માટે પણ પોતાને સમર્પિત કરી.
- રૂથે બોઆઝ નામના એક ઈઝરાયેલી માણસ સાથે લગ્ન કર્યા અને પુત્રને જન્મ આપ્યો કે જે દાઉદ રાજાનો દાદા બન્યો.
કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો કેવી રીતે અનુવાદ કરવો)
(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)
બાઈબલના સદાર્ભો:
શબ્દ માહિતી:
રૂબેન
તથ્યો:
રૂબેન યાકૂબનો પ્રથમજનિત દીકરો હતો.
તેની માતાનું નામ લેઆ હતું.
- જ્યારે યૂસફના ભાઈઓ તેને મારી નાખવાની યોજના કરતાં હતા ત્યારે, રૂબેને તેને મારી નાખવાને બદલે ઊંડા ખાડામાં નાખવાનું કહીને યૂસફનું જીવન બચાવ્યું હતું.
- રૂબેન બાદમાં યૂસફને બચાવવા આવ્યો, પણ બીજા ભાઈઓએ તેને પસાર થતા વેપારીઓને વેચી દીધો હતો.
- રૂબેનના વંશજો ઇઝરાયલના બાર કુળોમાંનું એક કુળ બન્યા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: યાકૂબ, યૂસફ, લેઆ, ઇઝરાયલના બાર કુળો)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H7205, H7206, G4502
રોમ, રોમન
તથ્યો:
નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું.
તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.
- રોમન સામ્રાજ્યે ભૂમધ્ય સમુદ્રની આસપાસના દરેક પ્રદેશો પર, ઈઝરાયેલ પર પણ રાજ કર્યું.
- "રોમન" શબ્દ, રોમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારો, રોમન નાગરિકો અને રોમન અધિકારીઓ સહિતને લગતી કોઈ પણ બાબતનો ઉલ્લેખ કરે છે.
- પ્રેરિત પાઉલને રોમ શહેરમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યો હતો કારણ કે તેણે ઈસુ વિશેના સારાં સમાચારનો બોધ કર્યો હતો.
- નવા કરારનું પુસ્તક “રોમન” એ પત્ર છે જે પાઉલે રોમના ખ્રિસ્તીઓને લખ્યો હતો.
(આ પણ જુઓ: સારાં સમાચાર, સમુદ્ર, પિલાત, પાઉલ)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 23:4 જ્યારે મરિયમ માટે જન્મ આપવાનો સમય નજીક આવ્યો, ત્યારે રોમન સરકારે દરેકને જણાવ્યું કે જ્યાં તેઓના પૂર્વજો રહેતાં હતાં તે શહેરમાં વસ્તી ગણતરીને સારું જાય.
- 32:6 પછી ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ કે અમે ઘણાં છીએ." (“સેના” અનેક હજારો સૈનિકોનું જૂથ હતું રોમન સૈન્યમાં.)
- 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ, પિલાત, પાસે ઈસુને મારી નાંખવાની આશાએ લઇ આવ્યાં.
- 39:12 રોમન સૈનિકોએ ઈસુને ચાબૂક મારી અને બાદશાહી ઝભ્ભો અને કાંટાનો બનેલો મુગટ તેમને પહેરાવ્યો. પછી તેઓએ તેમની એમ કરતાં મશ્કરી કરી કે, “જુઓ, યહૂદીઓનો રાજા!"
શબ્દ માહિતી:
લબાનોન
તથ્યો:
લબાનોન ઈઝરાયેલની ઉત્તરે સુંદર પર્વતીય વિસ્તાર ભૂમધ્ય સમુદ્રના કિનારાની સમાંતરે સ્થિત છે.
બાઈબલના સમયમાં આ વિસ્તાર જાડા વૃક્ષો જેવા કે દેવદાર અને સાયપ્રસ સાથે, જંગલવાળો હતો.
- સુલેમાન રાજાએ ઈશ્વરના મંદિરના બાંધકામ માટે દેવદાર વૃક્ષોની લણણી કરવા કામદારોને લબાનોન મોકલ્યા હતા.
- પ્રાચીન લબાનોનનો ફોનિશિયન લોકો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, જેઓ જહાજોના કુશળ બાંધનારાઓ હતા જે સફળ વેપાર ઉદ્યોગ માટે ઉપયોગી હતું.
- તૂર અને સિદોનના શહેરો લબાનોનમાં સ્થિત હતા.
એ તો આ શહેરોમાં સૌ પ્રથમ મૂલ્યવાન જાંબલી રંગ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: દેવદાર, સાયપ્રસ, ફીર, ફેનિસિયા)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
લાજરસ
તથ્યો:
લાજરસ અને તેની બહેનો, મરિયમ અને માર્થા, ઈસુના ખાસ મિત્રો હતા. ઈસુ ઘણીવાર તેઓની સાથે બેથનિયામાં તેમના ઘરે રહેતા હતા.
- લાજરસ એ હકીકત માટે સૌથી વધુ જાણીતો છે કે ઈસુને ઘણા દિવસો સુધી કબરમાં દફનાવવામાં આવ્યા પછી તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો.
યહૂદી આગેવાનો ઈસુ પર ગુસ્સે થયા અને ઈર્ષ્યા કે તેણે આ ચમત્કાર કર્યો છે, અને તેઓએ ઈસુ અને લાજરસ બંનેને મારી નાખવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો.
- ઈસુએ એક ગરીબ ભિખારી અને ધનિક માણસ વિશે પણ એક દૃષ્ટાંત કહ્યું જેમાં ભિખારી “લાજરસ” નામનો એક અલગ માણસ હતો.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો]
(આ પણ જુઓ: [ભીખ માગો], [યહૂદી આગેવાનો], [માર્થા], [મરિયમ], [ઉદય])
બાઈબલ સંદર્ભો:
- [યોહાન ૧૧:૧૧]
- [યોહાન ૧૨:૧-૩]
- [લૂક ૧૬:૨૧]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [૩૭:૧] એક દિવસ, ઈસુને સંદેશો મળ્યો કે લાજરસ ખૂબ બીમાર છે. લાજરસ અને તેની બે બહેનો, મરિયમ અને માર્થા, ઈસુના નજીકના મિત્રો હતા.
- [૩૭:૨] ઇસુએ કહ્યું, "અમારો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, અને મારે તેને જગાડવો પડશે."
- __ [૩૭:૩]__ ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, "ગુરુ, જો લાજરસ સૂતો હોય, તો તે સાજો થઈ જશે." પછી ઈસુએ તેઓને સ્પષ્ટપણે કહ્યું, "લાજરસ મરી ગયો છે."
- [૩૭:૪] જ્યારે ઇસુ લાજરસ વતન પહોંચ્યા, ત્યારે __લાજરસ__ને મર્યાને ચાર દિવસ થઇ ગયા હતા.
- [૩૭:૬] ઈસુએ તેઓને પૂછ્યું, "તમે લાજરસ ક્યાં મૂક્યો છે?"
- [૩૭:૯] પછી ઈસુએ બૂમ પાડી, "લાજરસ બહાર આવ!"
- [૩૭:૧૦] તો લાજરસ બહાર આવ્યો! તે હજુ પણ કબરના કપડામાં લપેટાયેલો હતો.
- [૩૭:૧૧] પરંતુ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષ્યા કરતા હતા, તેથી તેઓએ ઈસુ અને __લાજરસ__ને કેવી રીતે મારી શકાય તે અંગેની યોજના બનાવવા માટે ભેગા થયા.
શબ્દ માહિતી:
લાબાન
તથ્યો:
જૂના કરારમાં, લાબાન એ યાકુબનો સસરા તથા મામા હતા.
- યાકુબ લબાનના ઘરનાઓની સાથે પદ્દાનારામમાં રહ્યો અને તેની દીકરી સાથે લગ્ન કરવાની શરત પેટે તે તેના ઘેટાં-બકરાં સાચવતો હતો.
- યાકુબની પસંદગી લાબાનની દીકરી રાહેલને તેની પત્ની બનાવવા માટેની હતી.
- લાબાને યાકુબને છેતર્યો અને રાહેલને તેની પત્ની તરીકે આપતા પહેલા તેની મોટી દીકરી લેઆહને તેની સાથે પરણાવી દીધી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: યાકુબ, નાહોર, લેઆહ, રાહેલ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
લામેખ
તથ્યો:
ઉત્પત્તિના પુસ્તકમાં નોંધવામાં આવેલ બે માણસોના નામ લામેખ હતા.
- પ્રથમ લામેખ જેની નોંધ છે એ કાઇનનો વંશજ હતો.
તેણે પોતાની બે પત્નીઓ સામે બડાઈ મારી કે જેણે તેને ઈજા પહોંચાડી તેની તેણે હત્યા કરી નાખી હતી.
- બીજો લામેખ એ શેથનો વંશજ હતો.
તે નુહનો પણ પિતા હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: કાઇન, નુહ, શેથ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
લુક
તથ્યો:
લુકે નવા કરારના બે પુસ્તકો લખ્યા: લુકની સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો.
- કોલોસીને લખેલા પત્રમાં, પાઉલ ડૉક્ટર તરીકે લુકનો ઉલ્લેખ કરે છે.
પાઉલે તેમના બીજા બે પત્રોમાં પણ લુકનો ઉલ્લેખ કર્યો છે.
- એવું માનવામાં આવે છે કે લુક એક ગ્રીક અને એક વિદેશી હતો જે ખ્રિસ્તને માનતો હતો.
તેમની સુવાર્તામાં, લુકે ઘણી બધી જગ્યા શામેલ કરી છે જે ઈસુ વિદેશીઓ અને યહૂદીઓ બંને લોકો માટેના પ્રેમને દર્શાવે છે.
- લુક પાઉલ સાથે તેમના બે મિશનરી મુસાફરીમાં સાથે ગયો અને તેમને તેમના કામમાં મદદ કરી.
- કેટલાક પ્રારંભિક મંડળીના લખાણોમાં એવું કહેવામાં આવે છે કે લુકનો જન્મ સીરિયાના અંત્યોખ શહેરમાં થયો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: અંત્યોખ, પાઉલ, સીરિયા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
લુસ્ત્રા
તથ્યો:
લુસ્ત્રા એ પ્રાચીન એશિયા માઇનોરનું એક શહેર હતું, જે પાઉલ તેમની મિશનરી મુસાફરીમાં મુલાકાતે ગયો હતો.
તે લિકોનિયાના પ્રદેશમાં સ્થિત હતું, જે હાલમાં તુર્કીના આધુનિક દેશમાં આવેલું છે.
- પાઉલ અને તેમના સાથીઓ દર્બે અને લુસ્ત્રામાં ભાગી ગયા હતા જ્યારે તેઓને ઈકોનિયામાં યહૂદીઓ દ્વારા ધમકી કરવામાં આવી હતી.
- લુસ્ત્રામાં, પાઉલ તીમોથીને મળ્યા, જે સાથી પ્રચારક અને મંડળીના સ્થાપક બન્યા.
- પાઉલે લુસ્ત્રામાં એક અપંગ માણસને સાજા કર્યા પછી, ત્યાં લોકોએ પાઉલ અને બાર્નાબાસની ઉપાસના કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રેરિતોએ તેઓને ઠપકો આપ્યો અને તેઓને તે કરવાથી રોકી દીધા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: સુવાર્તિક, ઇકોનિયા, તીમોથી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
લેઆહ
તથ્યો:
લેઆહ એ યાકુબની પત્નીઓમાની એક હતી.
તેણી યાકુબના દસ સંતાનોની માતા હતી અને તેમના વંશજો ઈઝરાયેલના બાર કુળોમાંના દસ કુળો હતા.
- લેઆહના પિતા લાબાન હતો, જે યાકુબની માં રિબકાનો ભાઈ હતો.
- યાકુબ લેઆહને તેણી બીજી પત્ની રાહેલ જેટલો પ્રેમ કરતો ન હતો, પરંતુ ઈશ્વરે લેઆહને ઘણાં બાળકો આપીને ભરપૂર આશીર્વાદિત કરી હતી.
- લેઆહનો દીકરો યહુદા એ દાઉદ રાજા અને ઇસુનો પૂર્વજ હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: યાકુબ, યહુદા, લાબાન, રાહેલ, રિબકા, ઈઝરાયેલના બાર કુળો)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
લેવી, લેવી, લેવીઓ, લેવીઓના
વ્યાખ્યા:
લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો.
"લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.
- મંદિરની સંભાળ લેવાને માટે અને ધાર્મિક વિધિઓ કરાવવા, જેમાં બલિદાનો ચઢાવવા અને પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે તે માટે લેવીઓ જવાબદાર હતા.
- સર્વ યહૂદી યાજકો લેવીઓ હતા, લેવી પરથી ઉતરી આવેલા અને લેવીના કુળનો ભાગ હતા.
(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)
- લેવી યાજકો અલગ કરવામાં આવેલા અને મંદિરમાં ઈશ્વરની સેવાના ખાસ કાર્યને સારું સમર્પિત કરવામાં આવ્યા હતા.
- "લેવી””" નામના બે બીજા માણસો ઈસુના પૂર્વજો હતા, અને તેઓના નામો લુકની સુવાર્તાની વંશાવળીમાં છે.
- ઈસુનો શિષ્ય માથ્થી પણ લેવી હતો.
(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇઝરાયેલના બાર કુળો)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3878, H3879, H3881, G3017, G3018, G3019, G3020
લોત
તથ્યો:
લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો.
- તે ઇબ્રાહીમના ભાઈ હારાનનો પુત્ર હતો.
- લોતે કનાન દેશમાં ઇબ્રાહીમ સાથે મુસાફરી અને સદોમ શહેરમાં સ્થાયી થયો હતો.
- લોત મોઆબીઓ અને આમ્મોનીઓનો પૂર્વજ હતો.
- દુશ્મન રાજાઓએ સદોમ પર હુમલો કર્યો અને લોત પર કબજો કર્યો ત્યારે, ઈબ્રાહીમ લોતને બચાવવા અને પોતાની સંપત્તિ ફરીથી મેળવવા ઘણા માણસો સાથે આવ્યો.
- સદોમ શહેરમાં રહેતા લોકો ખૂબ દુષ્ટ હતા, તેથી દેવે તે શહેરનો નાશ કર્યો.
પરંતુ, તેમણે સૌ પ્રથમ લોત અને તેના કુટુંબને શહેર છોડી જવા કહ્યું, જેથી તેઓ ભાગી શકે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: ઈબ્રાહીમ, આમ્મોન, હારાન, મોઆબ, સદોમ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
વાશ્તી#
તથ્યો:
જૂના કરારમાં એસ્તેરના પુસ્તકમાં, વાશ્તી પર્શિયાના રાજા અહાશ્વેરોશની પત્ની હતી.
- રાજા અહાશ્વેરોશે રાણી વાશ્તીને દૂર કરી જ્યારે તેણીએ મિજબાનીમાં આવવા અને તેના દારૂના નશામાં મહેમાનોને તેની સુંદરતા બતાવવાની આજ્ઞા પાળવાનો ઇન્કાર કર્યો.
- પરિણામે, એક નવી રાણીની શોધ થઈ અને આખરે એસ્તેરને રાજાની નવી પત્ની તરીકે પસંદ કરવામાં આવી.
(અનુવાદના સૂચનો: નામનું ભાષાંતર કરો
(આ પણ જુઓ: અહાશ્વેરોશ, એસ્તેર, પર્શિયા)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
શખેમ
તથ્યો:
શખેમ કનાનમાંનું એક શહેર હતું જે યરૂશાલેમની ઉત્તરે લગભગ 40 માઇલ પર સ્થિત હતું.
જુના કરારમાં શખેમ એ માણસનું પણ નામ હતું.
- યાકૂબ તેના ભાઈ એસાવની સાથે સમાધાન કર્યા પછી શખેમનું શહેર જ્યાં તે સ્થાયી થયા હતા.
- યાકૂબે શખેમના હમોરના પુત્રો હિવ્વીઓ પાસેથી જમીન ખરીદી હતી.
આ જમીન બાદમાં તેના પરિવારને દફન કરવાનું સ્થળ અને જ્યાં તેના પુત્રોએ તેને દફનાવ્યો હતો તે જગા બની ગઈ હતી.
- હામોરના પુત્ર શખેમે યાકૂબની પુત્રી દીનાહ પર બળાત્કાર કર્યો, પરિણામે યાકૂબના પુત્રોએ શખેમ નગરના બધા માણસોને મારી નાખ્યાં.
(અનુવાદ માટેના સૂચનો: હમોર
(આ પણ જુઓ: કનાન, એસાવ, હમોર, હિવ્વી, યાકૂબ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શમુએલ
તથ્યો:
શમુએલ પ્રબોધક અને ઇઝરાયેલનો છેલ્લો ન્યાયાધીશ હતો.
તેણે ઈઝરાયેલના રાજા તરીકે શાઉલ અને દાઉદ બંનેનો અભિષેક કર્યો હતો.
- શમુએલ રામાહ શહેરમાં એલ્કાનાહ અને હાન્નાના ત્યાં જન્મ્યો હતો .
- હાન્ના વાંઝણી હતી, તેથી ઈશ્વર તેને દીકરો આપે તેવી તેણીએ આગ્રહથી પ્રાર્થના કરી હતી.
શમુએલ તે પ્રાર્થનાનો જવાબ હતો.
- હાન્નાએ વચન આપ્યું હતું કે, જો તેની અતિશય પ્રાર્થનાના જવાબ પેટે ઈશ્વર તેને દીકરો આપે, તો તેણી તેનો દીકરો યહોવાને સમર્પિત કરશે, તેની વિનંતી સ્વીકારવામાં આવી.
- પોતાનું વચન ઈશ્વર આગળ પૂર્ણ કરવાને માટે, જ્યારે શમુએલ જુવાન છોકરો હતો, ત્યારે હાન્નાએ તેને મંદિરમાં એલી યાજકની સાથે રહેવા અને મદદ કરવાં મોકલ્યો.
- ઈશ્વરે શમુએલને એક મહાન પ્રબોધક બનવા ઊભો કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો કેવી રીતે અનુવાદ કરવો
(આ પણ જુઓ: હાન્ના, ન્યાયાધીશ, પ્રબોધક, યહોવા)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શાઉલ (જુનો કરાર)
તથ્યો:
શાઉલ ઈઝરાયેલી માણસ હતો જેને ઈશ્વરે ઈઝરાયેલનો પ્રથમ રાજા બનવા માટે પસંદ કર્યો હતો.
- શાઉલ ઊંચો અને સુંદર, અને શક્તિમાન સૈનિક હતો.
તે એવા પ્રકારનો માણસ હતો કે જે પ્રમાણે ઈઝરાયેલીઓ ઈચ્છતા હતા તેમના રાજા તરીકે.
- જો કે પ્રથમ તેણે ઈશ્વરની સેવા કરી, પછી શાઉલ અભિમાની અને ઈશ્વરને અનાધીન બન્યો.
તેના પરિણામે, ઈશ્વરે શાઉલની જગ્યા લેવાને માટે દાઉદને રાજા તરીકે નિમ્યો અને શાઉલ યુદ્ધમાં મરણ પામે તેવું ઠરાવ્યું.
- નવા કરારમાં, શાઉલ નામે એક યહૂદી હતો જે પાઉલ તરીકે પણ ઓળખાતો હતો અને જે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત બન્યો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: રાજા)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:1 શાઉલ ઈઝરાયેલનો પ્રથમ રાજા હતો.
તે ઊંચો અને સુંદર હતો, જેઓ લોકો ઈચ્છતાહતા તેવો જ. શાઉલ શરૂઆતના વર્ષો ઈઝરાયેલ પર રાજ કર્યું એ માટે તે એક સારો રાજા હતો .
પરંતુ પછી તે દુષ્ટ માણસ બની ગયો કે જે ઈશ્વરને આધીન રહ્યો નહિ, તેથી ઈશ્વરે બીજા માણસને પસંદ કર્યો કે જે એક દિવસ તેની જગ્યાએ રાજા બને.
- 17:4 શાઉલ દાઉદ માટેના લોકોના પ્રેમને લીધે ઈર્ષાળુ બન્યો. શાઉલે તેને મારી નાંખવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો, તેથી દાઉદ સંતાતો ફરતો હતો શાઉલથી.
- 17:5 આખરે, શાઉલ યુદ્ધમાં મરણ પામ્યો, અને દાઉદ ઈઝરાયેલનો રાજા બન્યો.
શબ્દ માહિતી:
શારોન, શારોનની સરહદે
તથ્યો:
શારોન, કાર્મેલ પર્વતની દક્ષિણે ભૂમધ્ય સમુદ્રના કાંઠે જમીનના સપાટ અને ફળદ્રુપ વિસ્તારનું નામ હતું.
તેને "શારોનની સરહદે" એમ પણ ઓળખવામાં આવતું હતું.
- બાઈબલમાં ઉલ્લેખ કરાયેલા કેટલાક શહેરો જેવા કે જોપ્પા, લોદ અને કૈસરીયા શારોનની સરહદે સ્થાપિત થયેલાં હતાં.
- તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય "શારોન નામની સરહદે" અથવા "શારોનની સરહદે."
- શારોનના પ્રદેશમાં રહેતા લોકો "શારોનના રહેવાસીઓ" તરીકે ઓળખાતા હતાં.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: કૈસરીયા, કાર્મેલ, જોપ્પા, સમુદ્ર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શિનઆર
તથ્યો:
શિનઆરનો અર્થ “બે નદીઓનો દેશ” અને દક્ષિણ મેસોપોતામિયાના એક સપાટ અથવા પ્રદેશનું નામ હતું.
- શિનઆર પછીથી “ખાલદી” અને પછી “બાબિલોન” તરીકે ઓળખાયું.
- પ્રાચીન લોકો જેઓ બાબિલના સપાટ શિનઆરમા રહેતા હતા, તેમણે પોતાને મહાન કરવાને વાસ્તે મોટો બુરજ બંધાવ્યો.
- સદીઓ પછી, યહૂદીના પૂર્વજ ઈબ્રાહિમ આ પ્રદેશના ઉર શહેરમાં રહેતા હતા, જે તે સમયે “ખાલદી” તરીકે ઓળખાતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, બાબેલ, બાબિલોન, ખાલદીઓ, મેસોપોતામિયા, પૂર્વજ, ઉર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શિમઈ
વ્યાખ્યા:
જુના કરારમાં અનેક માણસોનું નામ શિમઈ હતું.
- શિમઈ ગેરાનો દીકરો બીન્યામીની હતો કે જેણે દાઉદ રાજાને શાપ આપ્યો હતો અને જ્યારે તે તેના દીકરા આબ્શાલોમથી બચવા માટે યરૂશાલેમમાંથી ભાગી રહ્યાં હતા ત્યારે તેણે તેની તરફ પથ્થરો ફેંક્યા હતા.
- જુના કરારમાં એવા ઘણાં લેવી યાજકો પણ હતાં જેમનું નામ શિમઈહતું.
(આ પણ જુઓ: આબ્શાલોમ, બિન્યામીન, લેવી, યાજક)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શિમયોન
તથ્યો:
બાઈબલમાં, શિમયોન નામના ઘણા માણસો હતા.
- જુના કરારમાં, યાકુબ (ઈઝરાયેલ)ના બીજા દીકરાનું નામ શિમયોન હતું.
તેની માતા લેહ હતી.
તેના વંશજો ઈઝરાયેલના બાર કુળમાંના એક બન્યા.
- શિમયોનના કુળે વચનના દેશ કનાનનો મોટા ભાગનો દક્ષિણ પ્રદેશ કબજે કર્યો હતો.
તે જમીન જે જમીન યહુદિયા સાથે સંકળાયેલ હતી તેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલી હતી.
- જ્યારે યુસફ અને મરિયમ ઈસુને ઈશ્વરને સમર્પિત કરવા યરૂશાલેમ મંદિરમાં લાવ્યા ત્યારે, શિમયોન નામના વૃદ્ધ વ્યક્તિએ મસીહાને જોવા બદલઈશ્વરની સ્તુતિ કરી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: કનાન, ખ્રિસ્ત, સમર્પણ, યાકુબ, યહુદા, મંદિર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H8095, H8099, G4826
શિલોહ
તથ્યો:
શિલોહ એક કોટવાળું કનાની શહેર હતું, જે યહોશુઆના આગેવાની હેઠળ ઈઝરાયેલીઓ દ્વારા જીતી લેવામાં આવ્યું હતું.
- શિલોહનું શહેર યર્દન નદીની પશ્ચિમે અને બેથેલ શહેરના ઉત્તરપૂર્વમાં આવેલું હતું.
- યહોશુઆ ઈઝરાયેલને આગેવાની આપતો હતો તે સમયગાળા દરમિયાન, શિલોહનું શહેર ઈઝરાયેલના લોકો માટે મુલાકાતનું સ્થળ હતું.
- ઈઝરાયેલના બાર કુળો કનાનનો કયો ભાગ તેઓમાંના દરેકને વહેંચવામાં આવ્યો છે તે માટે યહોશુઆનું કહેવું સાંભળવા શિલોહમાં ભેગા મળ્યા હતા.
- યરૂશાલેમમાં કોઈ પણ મંદિર બાંધવામાં આવ્યું તે પહેલાં, શિલોહ એવી જગ્યા હતી જ્યાં ઈઝરાયેલીઓ ઈશ્વરને બલિદાન આપવા આવતાં હતાં.
- જ્યારે શમુએલ એક નાનો છોકરો હતો, ત્યારે તેની માતા હાન્ના તે યાજક એલી દ્વારા તાલીમ પામીને યહોવાની સેવા કરવા માટે તેને શિલોહમાં રહેવા લઇ આવી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: બેઠેલ, અર્પણ કરવું, હાન્ના, યરૂશાલેમ, યર્દન નદી, યાજક, બલિદાન, શમુએલ, મંદિર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શેથ
તથ્યો:
ઉત્પતિના પુસ્તકમાં, શેથએ આદમ અને હવાનો ત્રીજો દીકરો હતો.
- હવાએ કહ્યું કે તેના દીકરા હાબેલના બદલામાં શેથ તેને આપવામાં આવ્યો હતો, કે જેની હત્યા તેના ભાઈ કાઈન દ્વારા કરવામાં આવી હતી.
- નુહ શેથના વંશજોમાંનો એક હતો, તેથી જળપ્રલયના સમયથી જે લોકો જીવ્યા તેઓ શેથના વંશજ છે.
- સેથ અને તેનું કુંટુંબ એ પ્રથમ લોકો હતા જેમણે "પ્રભુના નામને પોકાર્યું."
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: હાબેલ, કાઈન, તેડું, વંશજ, પૂર્વજ, પૂર, નૂહ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શેબા
તથ્યો:
પ્રાચીન સમયમાં, શેબા એક પ્રાચીન સંસ્કૃતિ અથવા જમીનનો વિસ્તાર હતો જે દક્ષિણ અરેબિયામાં ક્યાંક સ્થિત હતો.
- શેબાનો પ્રદેશ અથવા દેશ કદાચ હાલના યેમેન અને ઈથોપિયા દેશોની નજીક સ્થિત છે.
- તેના રહેવાસીઓ કદાચ હામના વંશજો હતા.
- શેબની રાણી સુલેમાન રાજાને મળવા આવી જ્યારે તેણીએ તેમની સંપત્તિ અને ડહાપણની કીર્તિ વિષે સાંભળ્યું.
- જુના કરારમાં "શેબા" નામના ઘણા પુરુષો વંશાવળીમાં નોંધાયેલા પણ હતાં.
એ શક્ય છે કે શેબા પ્રદેશનું નામ તેઓમાંના એકમાંથી આવ્યું હોય.
- જુના કરારમાં એકવાર બેરશેબા શહેરને શેબા એમ ટૂંકું કરવામાં આવ્યું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: અરેબિયા, બેરશેબા, ઈથોપિયા, સુલેમાન)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
શેમ
તથ્યો:
નુહના ત્રણ દીકરાઓમાંનો એક શેમ, જેઓ સર્વ ઉત્પતિના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિશ્વભરના જળપ્રલય દરમિયાન તેની સાથે વહાણમા ગયા હતા.
- શેમ ઈબ્રાહીમ અને તેના વંશજોનો પૂર્વજ હતો.
- શેમના વંશજો “સેમિટસ” તરીકે જાણીતા હતા; તેઓ હિબ્રુ અને અરબી જેવી “સેમિટિક” ભાષાઓ બોલતા હતા.
- બાઇબલ સૂચવે છે કે શેમ લગભગ 600 વર્ષ જીવ્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: ઈબ્રાહીમ, અરબી, વહાણ, જળપ્રલય, નૂહ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
સદોમ
વ્યાખ્યા:
સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
- સદોમની આસપાસનો પ્રદેશ ઘણો સારો પાણીયુક્ત અને ફળદ્રુપ હતો, તેથી લોતે જ્યારે તે પ્રથમ કનાનમાં સ્થાયી થયા ત્યારે ત્યાં રહેવા માટે પસંદ કર્યું.
- આ શહેરનું ચોક્કસ સ્થાન જાણીતું નથી કારણ કે સદોમ અને તેની નજીકનું શહેર ગમોરા ત્યાના લોકોના દુષ્ટ કૃત્યોને લીધે શિક્ષાના ભાગરૂપે ઈશ્વર દ્વારા સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યું હતું
- સૌથી નોંધપાત્ર પાપ સદોમ અને ગમોરાના લોકો કરતાં હતા એ તો સમલૈંગિકતા હતી.
(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
સફાન્યાહ
તથ્યો:
કુશીનો પુત્ર સફાન્યા, એક પ્રબોધક હતા જેયરુસાલેમમાં રહેતા હતા અને રાજા યોશીયાહના શાસન દરમિયાન ભવિષ્યવાણી કરતા હતા.
તે યિર્મેયાહના સમય દરમિયાન જ જીવ્યા હતા.
- તેમણે જૂઠા દેવોની પૂજા માટે યહુદાહના લોકોને ઠપકો આપ્યો.
તેમની ભવિષ્યવાણીઓ જૂના કરારના સફાન્યાહના પુસ્તકમાં લખેલી છે.
- જૂના કરારમાં સફાન્યાહ નામના બીજા ઘણા પુરુષો હતા, જેમાંના મોટા ભાગના યાજકો હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ: યિર્મેયા,યોશીયાહ, યાજક)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
સમરૂન, સમરૂની
તથ્યો:
સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું.
આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.
- જુના કરારમાં, સમરૂન ઈઝરાયેલના ઉત્તરી રાજ્યનું પાટનગર હતું.
પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.
- જ્યારે આશ્શૂરીઓએ ઈઝરાયેલના ઉત્તરીય રાજ્ય પર વિજય મેળવ્યો, ત્યારે તેઓએ સમરૂન શહેર કબજે કર્યું અને મોટાભાગના ઉત્તરના ઈઝરાયેલીઓને આ પ્રદેશ છોડાવા માટે ફરજ પાડી, તેઓને આશ્શૂરના જુદા જુદા શહેરોમાં ખસેડીને.
- આશ્શૂરીઓએ જે ઈઝરાયેલીઓને ખસેડ્યા હતાં તેઓના સ્થાને ઘણા વિદેશીઓને પણ સમરૂનના પ્રદેશમાં લાવ્યા હતા.
- આ પ્રદેશમાં રહેલા કેટલાંક ઈઝરાયેલીઓએ વિદેશીઓ કે જેઓ ત્યાં વસ્યા હતાં તેઓની સાથે લગ્ન કર્યા, અને તેઓના વંશજો સમરૂનીઓ તરીકે ઓળખાયા.
- યહૂદીઓ સમરૂનીઓને તુચ્છ ગણતા હતાં કારણ કે તેઓ માત્ર અંશતઃ યહૂદી હતા અને તેઓના પૂર્વજોએ મૂર્તિપૂજક દેવોની પૂજા કરી હતી માટે.
- નવા કરારના સમયમાં, સમરૂનનો પ્રદેશ તેની ઉત્તર તરફના ગાલીલ પ્રદેશ અને તેની દક્ષિણ તરફના યહૂદિયા પ્રદેશની સરહદે આવ્યો હતો.
(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
20:4 પછી આશ્શૂરીઓ જ્યાં ઈઝરાયેલનું રાજ્ય હતું ત્યાં વસવા માટે વિદેશીઓને લઇ આવ્યાં હતાં..
વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા.
ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.
27:8 “તે માર્ગ પર ત્યારબાદ જનાર વ્યક્તિ સમરૂની હતો. (સમરૂનીઓ યહૂદીઓના વંશજો હતાં જેઓએ બીજા રાષ્ટ્રોના લોકો સાથે લગ્ન કર્યા હતાં. સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતાં.)”
27:9 “તે સમરૂની તે માણસને પોતાના ગધેડા પર ઊંચકીને ઉતારામાં લઇ ગયો જ્યાં તેણે તેની માવજત કરી.”
45:7 તે (ફિલિપ) ગયો સમરૂનમાં જ્યાં તેણે ઈસુ વિશે બોધ કર્યો અને ઘણાં લોકો બચી ગયાં.
શબ્દ માહિતી:
- Strong's: H8111, H8115, H8118, G4540, G4541, G4542
સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર
તથ્યો:
બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.
- ભૂમધ્ય સમુદ્રની હદ આ પ્રમાણે હતી:
ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).
- પ્રાચીન સમયમાં આ સમુદ્ર વ્યાપાર અને યાત્રા માટે ખૂબ જ અગત્યનો હતો કારણકે તે ઘણાં દેશોની સરહદને સ્પર્શતો હતો.
આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.
- મહા સમુદ્ર ઇઝરાયલની પશ્ચિમે આવેલો હતો તે કારણે ઘણી વાર તેનો ઉલ્લેખ “પશ્ચિમના સમુદ્ર” તરીકે કરવામાં આવતો હતો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: ઇઝરાયલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H314, H1419, H3220
સાદોક
તથ્યો:
રાજા દાઉદના શાસનકાળ દરમિયાન ઇઝરાયલમાં એક મહત્વપૂર્ણ મુખ્ય યાજકનું નામ સાદોક હતું.
- જ્યારે આબ્શાલોમે રાજા દાઉદ સામે બળવો કર્યો ત્યારે, સાદોકે દાઉદને ટેકો આપ્યો અને કરારકોશને યરૂશાલેમમાં પાછો લાવવા મદદ કરી.
- વર્ષો પછી, તેમણે દાઉદના દીકરા સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કરવા માટે સમારંભમાં ભાગ લીધો.
- સાદોક નામના બે જુદા જુદા પુરુષોએ નહેમ્યાહના સમય દરમિયાન યરૂશાલેમની દિવાલોને ફરીથી બાંધવામાં સહાય કરી.
- સાદોક રાજા યોથામના દાદાનું નામ પણ હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: કરારકોશ, દાઉદ, યોથામ, નહેમ્યાહ, શાસન, સુલેમાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
સાન્હેરીબ
તથ્યો:
સાન્હેરીબ આશ્શૂરનો શક્તિશાળી રાજા હતો કે જેણે નિનવેહને ધનવાન, મહત્વનું શહેર બનાવ્યું હતું.
- સાન્હેરીબ રાજા બેબિલોન અને યહુદિયાના રાજ્યો પર તેના યુદ્ધો માટે જાણીતો હતો.
- તે ઘણો ઘમંડી રાજા હતો અને યહોવાની ઠેકડી ઉડાવતો હતો.
- સાન્હેરીબે હિઝિક્યા રાજાના સમય દરમિયાન યરૂશાલેમ પર હુમલો કર્યો હતો.
- યહોવાએ સાન્હેરીબના લશ્કરનો નાશ કર્યો.
- જુના કરારના પુસ્તકો રાજાઓ અને કાળુવૃતાંતો સાન્હેરીબના શાસનના કેટલાંક પ્રસંગો નોંધે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: આશ્શૂર, બેબિલોન, હિઝિક્યા, યહૂદિયા, મશ્કરી કરવી, નિનવેહ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
સામસૂન
તથ્યો:
સામસૂન ઈઝરાયેલના ન્યાયાધીશોમાંનો એક, અથવા છોડાવનાર હતો.
તે દાનના કુળનો હતો.
- ઈશ્વરે સામસૂનને મનુષ્યેત્તર શક્તિ આપી હતી, જેનો ઉપયોગ તે ઈઝરાયેલના દુશ્મનો પલિસ્તીઓની સામે લડવા કરતો હતો.
- સામસૂન કદી વાળ ન કાપવા અને કદી દારૂ અથવા દ્રાક્ષારસ ન પીવું એ કરાર હેઠળ હતો.
જ્યાં સુધી તેણે આ કરાર પાળ્યો, ત્યાં સુધી ઈશ્વરે તેને શક્તિ આપવાનું જારી રાખ્યું.
- આખરે તેણે પોતાનો કરાર તોડ્યો અને પોતાના વાળ કાપવાની પરવાનગી આપી, જેથી પલિસ્તીઓ તેને પકડવા શક્તિમાન થયાં.
- જ્યારે સામસૂન કેદમાં હતો, ત્યારે ઈશ્વરે તેને ફરી શક્તિ મેળવવા શક્તિમાન કર્યો અને તેને તક આપી કે તે જુઠ્ઠા દેવ દાગોનના મંદીરનો ઘણાં પલિસ્તીઓની સાથે નાશ કરે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: છોડાવવું, પલિસ્તીઓ, ઈઝરાયેલના બાર કુળ)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
સારા, સારાય
##તથ્યો:
સારા ઈબ્રાહિમની પત્ની હતી
- તેણીનું નામ મૂળ "સારાય" હતું, પરંતુ દેવે તેને "સારા" કર્યું.
- સારાએ ઇસહાકને જન્મ આપ્યો, જે પુત્ર દેવે તેણીને અને ઈબ્રાહિમને આપવાનું વચન આપ્યું હતું.
(અનુવાદ સૂચનો: [કેવી રીતે નામોનો અનુવાદ કરવો]
(આ પણ જુઓ: [ઈબ્રાહિમ], [ઈસહાક])
બાઈબલ સંદર્ભો
- [ઉત્પત્તિ ૧૧:૩૦]
- [ઉત્પત્તિ ૧૧:૩૧]
- [ઉત્પત્તિ ૧૭:૧૫]
- [ઉત્પત્તિ ૨૫:૯-૧૧]
બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __ [૫:૧]__ તેથી ઈબ્રાહિમની પત્ની, __સારા__એ તેને કહ્યું, "કેમ કે દેવે મને બાળકો પેદા કરવાથી અટકાવી છે અને હવે હું બાળકો માટે ખૂબ જ વૃદ્ધ છું, અહીં મારી દાસી હાગાર છે. તેની સાથે પણ લગ્ન કરી લો જેથી તે મારા માટે સંતાન પ્રાપ્ત કરી શકે.”
- [૫:૪] "તમારી પત્ની, __સારા__ને એક પુત્ર હશે - તે પ્રતિજ્ઞાનો પુત્ર હશે."
- [૫:૪] દેવે પણ સારાયનું નામ બદલીને સારા કર્યું, જેનો અર્થ થાય છે "રાજકુમારી."
- __ [૫:૫]__ લગભગ એક વર્ષ પછી, જ્યારે ઈબ્રાહિમ ૧૦૦ વર્ષનો હતો અને સારા ૯૦ વર્ષની હતી, ત્યારે __સારા__એ ઈબ્રાહિમના પુત્રને જન્મ આપ્યો. દેવે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક રાખ્યું.
શબ્દ માહિતી:
- Strong's: : H8283, H8297, G45640
સિદકિયા
તથ્યો:
યોશિયાના પુત્ર સિદકિયા, યહૂદિયાના છેલ્લા રાજા હતા (597-587 બી.સી.).
જૂના કરારમાં સિદકિયા નામના ઘણા અન્ય પુરુષો પણ છે.
- રાજા નેબુખાદનેસ્સારે રાજા યહોયાખીનને કબજે કરીને અને તેને બાબેલ લઇ ગયા બાદ સિદકિયાને યહૂદિયાના રાજા બનાવ્યો હતો.
ત્યારબાદ સિદકિયાએ બળવો કર્યો અને પરિણામે નબૂખાદનેસ્સાર તેને કબજે કરાવ્યો અને યરૂશાલેમના બધાનો નાશ કર્યો.
- ઇઝરાયલના રાજા આહાબના સમય દરમિયાન, કેનાનાહના પુત્ર સિદકિયા જૂઠા પ્રબોધક હતા.
- સિદકિયા નામવાળા એક માણસ જેઓ નહેમ્યાના સમય દરમિયાન ઈશ્વર માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા પૈકીના એક હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જુઓ:આહાબ,યહુદાહ, નબૂખાદનેસ્સાર,બાબેલ, હઝકીએલ, ઈસ્રાએલનું રાજ્ય,યહોયાખીન,યિર્મેયાહ, યોશીયાહ, નહેમ્યાહ)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
સિદોન, સિદોનીઓ
તથ્યો:
સિદોન કનાનનો મોટો દીકરો હતો.
ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.
- સિદોન શહેર ભૂમધ્ય સમુદ્રના કિનારે ઇઝરાયલના ઉત્તરપશ્ચિમમાં એક પ્રદેશમાં આવેલું હતું જે હાલના લબાનોનના દેશનો ભાગ છે.
- "સિદોનીઓ" એક ફિનીકિયા લોકોનો સમૂહ હતો, જે પ્રાચીન સિદોન અને તેની આસપાસના પ્રદેશમાં રહેતા હતા.
- બાઈબલમાં, સિદોન બહુ જ નજીકથી તૂર શહેર સાથે સંકળાયેલું હતું, અને બંને શહેરો તેમની સંપત્તિ અને તેમના લોકોના અનૈતિક વર્તનને કારણે ઓળખાતું હતું.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H6721, H6722, G4605, G4606
સિનાઈ, હોરેબ પર્વત
તથ્યો:
સિનાઈ પર્વત એક પહાડ છે તે કદાચ હાલના સિનાઈ દ્વીપકલ્પના દક્ષિણ ભાગે સ્થિત છે. તેને “હોરેબ પર્વત” તરીકે પણ ઓળખવામાં આવતો હતો, પરંતુ આ પર્વતનું ચોક્કસ સ્થાન જાણી શકાયું નથી.
- તે એ સ્થાન છે જ્યાં ઈશ્વરે ઈસ્રાએલીઓને પોતાનો કરાર જાહેર કર્યો હતો અને મૂસાને પથ્થરની તકતીઓ આપી હતી જેના પર તેમણે દસ આજ્ઞાઓ લખી હતી.
- તેને "ઈશ્વરનો પર્વત" પણ કહેવામાં આવે છે.
- તે એ સ્થાન પણ હતું જ્યાં ઇઝરાયલીઓ રણમાં ભટકતા હતા ત્યારે ઈશ્વરે પછીથી મૂસાને એક ખડક પર મારવા કહ્યું હતું.
- તે એ સ્થાન હતું જ્યાં મૂસા જ્યારે ઘેટાં ચરાવતો હતો ત્યારે સળગતું ઝાડ જોયું હતું.
- શક્ય છે કે “હોરેબ” એ પર્વતનું વાસ્તવિક નામ હતું અને તે "સિનાઈ પર્વત” નો સીધો અર્થ “સિનાઈનો પર્વત” થાય છે, તે હકીકતનો ઉલ્લેખ કરે છે કે હોરેબ પર્વત સિનાઈના રણમાં સ્થિત હતો.
(આ પણ જુઓ: અરણ્ય, દશ આજ્ઞાઓ કરાર, ઈઝરાયેલ, મૂસા, સિનાઈ)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:1 ઈશ્વર ઈઝરાયેલીઓને લાલ સમુદ્રમાંથી દોર્ય બાદ, તેઓ તેમને વેરાન ઉજ્જડ પ્રદેશથી દોરી લઇ ગયા પર્વત સિનાઈ પર.
- 13:3 ત્રણ દિવસ બાદ, લોકોએ જ્યારે પોતાને આત્મિક રીતે તૈયાર કર્યા પછી, ઈશ્વર નીચે ઉતર્યા ટોચ પર સિનાઈ પર્વત પર મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે.
- 13:11 ઘણાં દિવસો સુધી, મુસા ટોચ પર હતો સિનાઈ પર્વત પર ઈશ્વર સાથે વાતચીત કરતો હતો.
- 15:13 પછી યહોશુઆએ લોકોને ઈશ્વરે જે કરાર ઈઝરાયેલીઓ સાથે સિનાઈ પર્વત પર કર્યો હતો તેને આધીન થવા તેમની જવાબદારી વિષે યાદ અપાવ્યું.
શબ્દ માહિતી:
- Strong’s: H2722, H5514, G37350, G46140
સિમોન ઝલોતસ
તથ્યો:
સિમોન ઝલોતસ એ ઈસુના બારમાનો એક શિષ્ય હતો.
- ઈસુની શિષ્યોની યાદીમાં સિમોનનો ત્રણ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ બહુ ઓછા તેના વિષે જાણતા હશે.
- ઈસુને સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા બાદ સિમોન એ અગિયારમાનો એક હતો જે યરૂશાલેમમા પ્રાર્થના કરવા ભેગા મળતો હતો.
- “ઝલોત” શબ્દનો અર્થ સિમોન એ “ઝલોતસ” નો સભ્ય હતો, યહૂદી ધાર્મિક પક્ષ જે મુસાના નિયમને જાળવવા ખુબ ઉત્સાહી જ્યારે રોમન સરકારનો ખુબ વિરોધ કરતાં હતા.
- અથવા, “ઝલોત” નો સામાન્ય અર્થ “ઉત્સાહી વ્યક્તિ,” જે સિમોનના ધાર્મિક ઉત્સાહનો ઉલ્લેખ કરે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: G2208, G2581, G4613
સિલાસ, સિલ્વાનુસ
તથ્યો:
સિલાસ યરૂશાલેમમાં વિશ્વાસીઓ મધ્યેનો આગેવાન હતો.
- યરૂશાલેમના મંડળીના વડીલોએ અંત્યોખ શહેરમા પત્ર લઈ સિલાસને પાઉલ તથા બાર્નાબાસ સાથે જવા માટે નિમ્યો હતો.
- સિલાસે પછીથી લોકોને ઈસુ વિષે શીખવવા માટે પાઉલ સાથે બીજા શહેરોની મુસાફરી કરી.
- ફિલિપ્પી શહેરમાં પાઉલ અને સિલાસને કેદખાનામાં નાંખવામાં આવ્યાં હતા.
જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે તેઓ ઈશ્વરની સ્તુતિ કરતાં હતા અને ઈશ્વરે તેઓને કેદખાનામાંથી છોડાવ્યા હતાં.
તેઓની સાક્ષીના પરિણામે દરોગો ખ્રિસ્તી વ્યક્તિ બન્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: અંત્યોખ, બાર્નાબાસ, યરૂશાલેમ, પાઉલ, ફિલિપ્પી, જેલ, સાક્ષી)
બાઇબલના સંદર્ભો:
બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
47:1 એક દિવસ, પાઉલ અને તેનો મિત્ર સિલાસ ઈસુ વિશેનો શુભ સંદેશ પ્રગટ કરવાને માટે ફિલિપ્પી શહેરમાં ગયા.
47:2 તેણી (લૂદિયા)એ આમંત્રણ આપ્યું પાઉલ અને સિલાસને તેના ઘરમાં રહેવાને માટે, તેથી તેઓ તેણી અને તેણીના કુટુંબ સાથે રહ્યા.
47:3 પાઉલ અને સિલાસ વારંવાર લોકો સાથે પ્રાર્થનાના સ્થળે મળતા હતા.
47:7 તેથી ગુલામ છોકરીનો માલિક પાઉલ અને સિલાસને રોમન અધિકારી પાસે લઇ ગયો, જેઓએ તેમને માર્યા અને તેમને કેદખાનામાં નાંખી દીધા.,
47:8 તેઓએ મુક્યા પાઉલ અને સિલાસને કેદખાનાના અતિ સુરક્ષિત ભાગમાં અને તેઓના પગ પણ બંધી દીધા.
47:11 દરોગો ધ્રુજ્યો જ્યારે તે પાસે આવ્યો પાઉલ અને સિલાસની અને પૂછ્યું કે, “તારણ પામવા માટે મારે શું કરવું જોઈએ?”
47:13 બીજા દિવસે શહેરના આગેવાનોએ છોડી મુક્યા પાઉલ અને સિલાસને કેદખાનામાંથી અને તેઓને ફિલિપ્પી છોડી ચાલ્યા જવા કહ્યું.
પાઉલ અને સિલાસ લૂદિયા અને બીજા મિત્રોને મળ્યા અને પછી શહેરને છોડ્યું.
શબ્દ માહિતી:
સીરિયા
તથ્યો:
સીરિયા ઇસ્રાએલના ઉત્તરપૂર્વમાં આવેલો એક દેશ છે.
નવાકરારના સમય દરમિયાન,તે રોમન સામ્રાજ્યના શાસન હેઠળનો એક પ્રાંત હતો.
- જૂનાકરારના સમયગાળામાં, અરામીઓ ઇસ્રાએલીઓના સખત દુશ્મનો હતા.
- નામાન અરામના સૈન્યનો સેનાપતિ હતો કે જેનો એલિશા પ્રબોધકે કોઢ મટાડયો હતો.
- સીરિયાના ઘણા રહેવાસીઓ અરામના વંશજો છે, જેઓ નૂહના પુત્ર શેમથી ઉતરી આવ્યા હતા.
- સીરિયાની રાજધાની દમસ્કનો ઉલ્લેખ બાઇબલમાં ઘણી વખત થયો હતો॰
- શાઉલ દમસ્ક શહેરમાં ખ્રિસ્તીઓને સતાવવાની યોજના સાથે ગયો, પરંતુ ઈસુએ તેને રોક્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: અરામ, સેનાપતિ, દમસ્ક, વંશજ, એલિશા, રક્તપિત્ત, નામાન, સતાવણી, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H130, H726, H758, H761, H762, H804, H1834, H4601, H7421, G4947, G4948
સુલેમાન
તથ્યો:
સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો.
તેની માતા બાથશેબા હતી.
- જ્યારે સુલેમાન રાજા બન્યો ત્યારે, ઈશ્વરે તેને જે જોઈએ તે માંગવા કહ્યું.
તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું.
ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.
- સુલેમાન યરૂશાલેમમાં ભવ્ય મંદિર બંધાયાને લીધે પણ ઘણો પ્રખ્યાત હતો.
- જો કે સુલેમાને પોતાના રાજ્યકાળના પ્રથમ વર્ષો દરમિયાન સારી રીતે રાજ કર્યું, પછીથી તેણે મુર્ખામી રીતે ઘણી વિદેશી સ્ત્રીઓ સાથે લગ્નો કર્યા અને તેણીઓના દેવોનું ભજન કરવાનું શરૂ કર્યું.
- સુલેમાંનના અવિશ્વાસુપણાને કારણે, તેના મરણ પછી ઈશ્વરે ઈઝરાયેલીઓને બે રાજ્યોમાં ઈઝરાયેલ અને યહુદીયામાં વહેંચી દીધા.
આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: બાથશેબા, દાઉદ, ઈઝરાયેલ, યહુદિયા, ઇઝરાયેલનું રાજ્ય, મંદિર)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:14 પછી, દાઉદ અને બાથશેબાને બીજો દીકરો થયો, અને તેઓએ તેનું નામ સુલેમાન પાડ્યું.
- 18:1 ઘણાં વર્ષો પછી, દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા સુલેમાને રાજ કરવાનું શરૂ કર્યું.
ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે.
જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો.
ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.
- 18:2 યારૂશાલેમમાં, સુલેમાને મંદિર બંધાવ્યું કે જેણે માટે તેના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રીઓ ભેગી કરી હતી.
- 18:3 પરંતુ સુલેમાને બીજા દેશોની સ્ત્રીઓ પર પ્રીતિ કરી. ...
જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.
- 18:4 ઈશ્વર કોપાયમાન થયા સુલેમાન પર અને, શિક્ષા તરીકે સુલેમાનના અવિશ્વાસુપણાને માટે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રના બે રાજ્યોમાં ભાગ કરવાનું વચન આપ્યું સુલેમાંનના મરણ પછી.
શબ્દ માહિતી:
સૈપ્રસ
સત્યો:
સૈપ્રસ એ ભૂમધ્ય સમુદ્રમાંનો એક ટાપુ છે, જે આધુનિક સમયના દક્ષિણ તુર્કસ્તાન દેશના લગભગ 64 કિલોમીટર દૂર આવેલું છે.
- બાર્નાબાસ સૈપ્રસનો હતો જેથી તે સંભવિત છે કે તેનો પિતરાઈ ભાઈ યોહાન માર્ક પણ ત્યાંનો જ હતો
- પાઉલે અને બાર્નાબાસે તેઓની શરૂઆતની પ્રથમ મિશનરી મુસાફરીમાં સૈપ્રસના ટાપુ ઉપર એક સાથે પ્રચાર કર્યો.
યોહાન માર્ક પણ તે સફર દરમ્યાન તેઓને મદદ કરવા સાથે આવ્યો.
- પછીથી, બાર્નાબાસ અને માર્કે ફરીથી સૈપ્રસની મુલાકાત લીધી.
- જૂના કરારમાં, સૈપ્રસનો ઉલ્લેખ જૈત વૃક્ષોના સમૃદ્ધ સ્ત્રોત તરીકે કરવામાં આવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાર્નાબાસ, યોહાન માર્ક, સમુદ્ર)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
સોઆર
તથ્યો:
સોઆર નાનું શહેર હતું જ્યાં લોત જ્યારે ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો ત્યારે નાસી ગયો.
- પહેલાં તે "બેલા" તરીકે ઓળખાતું હતું પરંતુ લોતે આ "નાના" શહેરને છોડી દેવા માટે ઈશ્વરને પૂછ્યું ત્યારે તેનું નામ બદલીને " સોઆર " રાખવામાં આવ્યું હતું.
- સોઆર યર્દન નદીના મેદાનમાં અથવા મૃત સમુદ્રના દક્ષિણને અંતે આવ્યું હોય તેવું માનવામાં આવે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: લોત, સદોમ, ગમોરાહ)
બાઇબલ સંદર્ભો##
શબ્દ માહિતી:
સ્તેફન
તથ્યો:
સ્તેફનને પ્રથમ ખ્રિસ્તી શહીદ વ્યક્તિ તરીકે મોટે ભાગે યાદ કરવામાં આવે છે, કે જે, પ્રથમ વ્યક્તિ જેના ઈસુમાં વિશ્વાસને કારણે મારી નાંખવામાં આવ્યો.
તેના મરણ અને જીવનના વિશેના તથ્યો પ્રેરિતોના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે.
- યરૂશાલેમની પ્રથમની મંડળી દ્વારા સ્તેફનને વિધવાઓ અને બીજા ખ્રિસ્તી લોકો કે જેઓ જરૂરિયાતમંદ હતા તેઓને ખોરાક પૂરો પાડવા દ્વારા ખ્રિસ્તી લોકોની સેવા કરવા સારું ડિકન તરીકે નીમવામાં આવ્યો હતો.
- ચોક્કસ યહુદીઓએ સ્તેફન પર ખોટો આરોપ મુક્યો કે તે ઈશ્વરની વિરુદ્ધ અને મુસાના નિયમોની વિરુદ્ધ બોલે છે.
- સ્તેફન ઈસુ મસીહા વિષે હિંમતપૂર્વક સત્ય બોલ્યો, ઈશ્વરના ઈઝરાયેલ સાથેના વ્યવહારના ઈતિહાસથી શરૂ કરીને.
- યહૂદી આગેવાનો ક્રોધાયમાન થયા અને શહેરની બહાર લઇ જઈને પથ્થરે મારીને મારી નાંખ્યો.
- તાર્સસનો શાઉલ કે જે પછી પાઉલપ્રેરિત બન્યો તે સ્તેફનના મરણનો સાક્ષી હતો.
- સ્તેફન મરણ પામ્યો તે પહેલાના તેના છેલ્લા શબ્દો માટે પણ પ્રચલિત છે, “પ્રભુ, મહેરબાની કરીને આ પાપ તેમની વિરુદ્ધ ગણતા નહિ,” જે તેનો બીજાઓ માટેનો પ્રેમ બતાવે છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: નિમવું, ડિકન, યરૂશાલેમ, પાઉલ, પથ્થર, સાચું)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
હઝકિયેલ
સત્યો:
જયારે બંદીવાસના સમય દરમ્યાન ઘણા યહૂદીઓને બાબિલમાં લઈ જવાયા હતા ત્યારે હઝકિયેલ દેવનો પ્રબોધક હતો.
- જયારે તે અને ઘણા યહૂદીઓને બાબિલના લશ્કર દ્વારા પકડી જવામાં આવ્યા હતા ત્યારે હઝકિયેલ યાજક યહૂદાના રાજ્યમાં રહેતો હતો.
- 20 વર્ષો માટે તે અને તેની પત્ની નદીની પાસે બાબિલમાં રહેતા હતા, અને દેવ તરફથી આવેલા સંદેશાઓ સાંભળવા યહૂદીઓ ત્યાં આવતા હતા.
- બીજી બાબતોમાં, હઝકિયેલે યરૂશાલેમ અને મંદિરના વિનાશ અને પુન:સ્થાપના વિશે ભવિષ્યવાણીઓ કરી.
- તેણે મસીહાના ભવિષ્યના રાજ્ય વિશે પણ ભવિષ્યવાણી કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાબિલોન, ખ્રિસ્ત, બંદીવાસ, પ્રબોધક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હનાન્યા
સત્યો:
જૂના કરારમાં હનાન્યા નામના અનેક અલગઅલગ માણસો હતા.
એક હનાન્યા બાબિલમાં ઈઝરાએલી કેદી હતો, જેનું નામ બદલીને “શાદ્રાખ” રાખવામાં આવ્યું હતું.
તેના ઉત્તમ ચરિત્ર અને ક્ષમતાઓને કારણે તેને બાદશાહી સેવક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો.
એકવાર હનાન્યા (શાદ્રાખ) અને અન્ય બે ઈઝરાએલી માણસોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા, કારણકે તેઓએ બાબિલના રાજાની પૂજા કરવાનો નકાર કર્યો.
તેઓને નુકસાન થવાથી બચાવીને દેવે તેની શક્તિ બતાવી.
- બીજો હનાન્યા નામનો માણસ સુલેમાન રાજાના વંશજની યાદીમાં આવતો હતો.
- યર્મિયા પ્રબોધકના સમય દરમ્યાન હનાન્યા નામનો એક જૂઠો પ્રબોધક હતો.
- બીજો એક હનાન્યા નામનો માણસ યાજક હતો, જેણે નહેમ્યાના સમય દરમ્યાન ઉજવણીની આગેવાનીમાં મદદ કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: અઝાર્યા, [બાબિલ, દાનિયેલ, જૂઠો પ્રબોધક, યર્મિયા, મીશાએલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હનોખ
સત્યો:
જૂના કરારમાં બે માણસોના નામ હનોખ હતા.
- એક હનોખ નામનો માણસ શેથથી ઉતરી આવેલો હતો.
તે નૂહનો વડદાદા હતો.
- આ હનોખને દેવ સાથે નજીકનો સંબંધ હતો અને જયારે તે 365 વર્ષનો વૃદ્ધ હતો, ત્યારે હજુ તો તે જીવિત હતો ત્યારે દેવે તેને સ્વર્ગમાં લઈ લીધો હતો.
- હનોખ નામનો બીજો માણસ કાઈનનો પુત્ર હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કાઈન, શેથ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હબાક્કુક
સત્યો:
હબાક્કુક એક જૂના કરારનો પ્રબોધક હતો, જયારે યહોયાકીન રાજા યહૂદા ઉપર રાજ્ય કરતો હતો તે સમયગાળાની આસપાસ તે રહેતો હતો. યર્મિયા પ્રબોધક પણ આ સમયના અમુક ગાળા દરમ્યાન જીવતો હતો.
- જયારે બાબિલોનીઓ યરૂશાલેમ પર વિજય મેળવી યહૂદાના ઘણા લોકોને બંદીવાસમાં લઈ ગયા ત્યારે આ પ્રબોધકે હબાક્કુકનું પુસ્તક ઈસ. પૂર્વે. 600 લખ્યું.
- યહોવાએ હબાક્કુકને ભવિષ્યવાણી આપી કે કેવી રીતે “ખાલદીઓ (બાબિલોનીઓ) કેવી રીતે આવી અને યહૂદા ઉપર વિજય મેળવશે.
- હબાક્કુકનું એક સૌથી જાણીતું નિવેદન છે: “ન્યાયી વ્યક્તિ તેના વિશ્વાસથી જીવશે.”
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાબિલોન, યહોયાકીમ, યર્મિયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હમાથ, હમાથીઓ, લિબો હમાથ
સત્યો:
હમાથ સિરિયાની ઉત્તરમાં, કનાનની ભૂમિની ઉત્તરે આવેલું એક મહત્વનું શહેર હતું.
હમાથીઓ એ નૂહના દીકરા કનાનના વંશજો હતા.
- કદાચ “લેબો હમાથ” નામ એ હમાથ શહેરની નજીકથી પસાર થતા પર્વતને દર્શાવે છે.
- કેટલીક આવૃત્તિઓ “લેબો હમાથ” નું ભાષાંતર “હમાથના પ્રવેશ” તરીકે કરે છે.
- દાઉદ રાજાએ હમાથના રાજા ટોઈના શત્રુઓનો હરાવ્યા, જેથી તેઓ સારી રીતે સુલેહમાં રહેવા લાગ્યા.
- હમાથ સુલેમાન રાજાના શહેરોમાંનું એક શહેર હતું કે જ્યાં ખાદ્યસામગ્રી રાખવામાં આવતી હતી.
- હમાથની ભૂમિ કે જ્યાં નબૂખાદનેસ્સાર રાજા દ્વારા સિદકિયા રાજાને મારી નાખવામાં આવ્યો હતો અને યહોઆહાઝ રાજાને મિસરી ફારુન દ્વારા પકડી લઈ જવામાં આવ્યો હતો.
- “હમાથી” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે હમાથથી છે,” એમ પણ કરી શકાય છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: બાબિલ, કનાન, નબૂખાદનેસ્સાર, સિરિયા, સિદકિયા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હમોર
સત્યો:
જયારે યાકૂબ અને તેનું કુટુંબ સુક્કોથની નજીક રહેતા હતા ત્યારે હમોર એ શખેમના શહેરમાં રહેતો કનાની માણસ હતો.
તે હિવ્વી હતો.
- યાકૂબે હમોરના દિકરાઓ પાસેથી કુટુંબ માટે કબ્રસ્થાન ખરીદ્યું.
- જયારે તેઓ ત્યાં હતા ત્યારે હમોરના દીકરા શખેમે યાકૂબની દીકરી દીનાહનો બળાત્કાર કર્યો.
- દીનાહના ભાઈઓ એ હમોરના કુટુંબ પર વેર લીધું અને શખેમ શહેરના બધાંજ માણસોને મારી નાંખ્યા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: કનાન, હિવ્વી, યાકૂબ, શખેમ, સુક્કોથ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હવા
સત્યો:
આ પ્રથમ સ્ત્રીનું નામ હતું.
તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.
દેવે પાંસળીમાંથી (શરીરના ભાગમાંથી) હવાની રચના કરી કે જે તેણે આદમમાંથી લીધી હતી.
હવાને આદમની સહાયકારી થવા માટે બનાવવામાં આવી હતી.
દેવે જે કામ તેઓને કરવા આપ્યું હતું તેમાં આદમને સહાય કરવા માટે તેણી તેની સાથે આવી.
હવા શેતાન (સાપના રૂપમાં) દ્વારા લલચાઈ હતી અને દેવે જે ફળ ખાવાની મના કરી હતી તે ખાવા દ્વારા તેણીએ પ્રથમ પાપ કર્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
__1:13__પછી દેવે આદમની પાંસળીઓમાંથી (ભાગમાંથી) એક લીધી અને તેમાંથી સ્ત્રી બનાવી અને તેણીને તેની પાસે લાવ્યો.
__2:2__પણ બાગમાં ત્યાં સાપ લુચ્ચો હતો.
તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?
__2:11__માણસે તેની પત્નીનું નામ હવા રાખ્યું, જેનો અર્થ “જીવન આપનાર,” કારણકે તે બધાંજ લોકોની માતા બનવાની હતી.
__21:1__દેવે વચન આપ્યું કે _હવા_ના જે વંશજો જન્મ લેશે કે જેઓ સાપનું માથું છૂંદશે.
48:2 વાડીમાં _હવા_ને છેતરવા માટે શેતાન સાપ દ્વારા બોલ્યો.
__49:8__જયારે આદમ અને હવા એ પાપ કર્યું, તેની તેઓના બધાજ વંશજો પર અસર થઈ..
50:16 કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો ભંગ કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે શાપ દીધો અને તેનો નાશ કરવાનું નક્કી કર્યું.
શબ્દ માહિતી:
હાગાર
સત્યો:
હાગારએ એક મિસરી સ્ત્રી હતી કે જે સારાયની વ્યક્તિગત દાસી હતી.
- જયારે સારાય બાળકોને જન્મ આપવા સક્ષમ નહોતી, ત્યારે તેણીએ હાગારને તેના પતિ ઈબ્રામને તેના થકી બાળક કરવા આપી.
- હાગાર ગર્ભવતી થઈ અને ઈબ્રામના પુત્ર ઈશ્માએલને જન્મ આપ્યો.
- જયારે તે અરણ્યમાં તકલીફમાં હતી ત્યારે ઈશ્વરે તેની પર દૃષ્ટિ કરી અને તેના વંશજોને આશીર્વાદ આપવાનું વચન આપ્યું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વંશજ, ઈશ્માએલ, સારાહ, નોકર)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:1 જેથી ઈબ્રામની પત્ની, સારાયએ, તેને કહ્યું, ઈશ્વરે મને બાળકો જણવાથી અટકાવી છે અને હવે હું બાળકો કરવા માટે ખૂબ વૃદ્ધ છે, અહીં મારી દાસી હાગાર છે. તેની સાથે પણ લગ્ન કર જેથી તેણી મારા માટે બાળક કરે.”
- 5:2 હાગાર ને પુત્ર થયો, અને ઈબ્રામે તેનું નામ ઈશ્માએલ રાખ્યું.
શબ્દ માહિતી:
હાગ્ગાય
સત્યો:
જયારે બાબિલના બંદીવાસમાંથી યહૂદીઓ પોતાના ઘેર પાછા આવ્યા, ત્યારે હાગ્ગાય પ્રબોધક યહૂદામાં હતો.
- જે સમય દરમ્યાન યહૂદા ઉપર ઉઝિઝયા રાજા રાજ્ય કરતો હતો, તે સમયે હાગ્ગાય પ્રબોધ કરતો હતો.
- આ સમયગાળા દરમ્યાન ઝખાર્યા પ્રબોધક પણ પ્રબોધ કરતો હતો.
- હાગ્ગાય અને ઝખાર્યાએ યહૂદીઓને ફરીથી મંદિર બાંધવા પ્રેરણાઆપી, કે જેનો નબૂખાદનેસ્સાર રાજાની હેઠળ બાબિલોનીઓ દ્વારા નાશ કરાયો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ : બાબિલ, યહૂદા, નબૂખાદનેસ્સાર, ઉઝિઝયા, ઝખાર્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હાબેલ
સત્યો:
હાબેલ આદમ અને હવાનો બીજો પુત્ર હતો .
તે કાઈનનો નાનો ભાઈ હતો.
- હાબેલ ઘેટાપાળક હતો.
- હાબેલે તેના થોડા પશુઓ દેવને બલિદાન તરીકે અર્પણ કર્યા.
- દેવ હાબેલ અને તેના અર્પણથી ખુશ હતો.
- હાબેલનું ખૂન આદમ અને હવાના પ્રથમ પુત્ર કાઈને કર્યું.
(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવીરીતે કરવું
(જુઓં: કાઈન, બલિદાન, ઘેટાપાળક)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હામ
સત્યો:
હામ એ નૂહના ત્રણ દીકરાઓમાંનો બીજો હતો.
- વિશ્વભરમાં પૂર દરમ્યાન કે જેણે સમગ્ર પૃથ્વીને ઢાંકી દીધી હતી, ત્યારે હામ અને તેના ભાઈઓ તેઓની પત્નીઓ સહિત નૂહની સાથે વહાણમાં હતાં.
- પૂર પછી, ત્યાં એક પ્રસંગ હતો, જ્યાં હામે તેના પિતા નૂહનું ખૂબ અપમાન કર્યું.
પરિણામે, નૂહે હામના દીકરા કનાન અને તેના બધા વંશજોને શ્રાપ દીધો, કે છેવટે જેઓ કનાનીઓ તરીકે ઓળખાયા.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: વહાણ, કનાન, અપમાન, નૂહ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હારુન
સત્યો:
હારુન મુસાનો મોટો ભાઈ હતો.
ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.
- હારુનને મુસાને મદદ કરી જેથી તે ફારુન રાજા સાથે વાત કરે અને તેના લોકોને જવા દે.
- અરણ્યમાંથી જ્યારે ઈઝરાએલીઓ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે હારુને લોકોને સારું ભજવા મૂર્તિ બનાવીને પાપ કર્યું.
- ઈઝરાએલના લોકો માટે દેવે હારુન અને તેના વંશજોને સેવકો યાજકો તરીકે પણ નિયુક્ત કર્યા.
(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(તે પણ જુઓં: યાજક, મુસા, ઈઝરાએલ)
##બાઈબલ ની કલમો: ##
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 9.15 દેવે મૂસા અને હારુન ને ચેતવણી આપી કે ફારુન હઠીલો બનશે.
- 10:5 ફારુને મૂસા અને હારુન ને બોલાવીને તેઓને કહ્યું કે જો તેઓ મરકી બંધ કરશે તો, ઈઝરાએલીઓને મિસરમાંથી છોડી શકશે.
- 13:9 યાજકો થવા માટે દેવે મૂસાના ભાઈ હારુન અને હારુનના વંશજોને પસંદ કર્યા.
- 13:11 જેથી તેઓએ (ઈઝરાએલીઓં) હારુનની પાસે સોનુ લાવ્યા અને તેને કહ્યું કે તેમાંથી તેમના માટે મૂર્તિ બનાવે!
- 14:7 તેઓ (ઈઝરાએલીઓ) મૂસા અને હારુનની સાથે ગુસ્સે થયા અને કહેવા લાગ્યા, “અરે, તમે અમને આવી ભયંકર જગ્યામાં કેમ લાવ્યા?
શબ્દ માહિતી:
હિઝિક્યા
વ્યાખ્યા:
હિઝિક્યા યહૂદાના રાજ્ય ઉપર 13મો રાજા હતો.
તે એક એવો રાજા હતો કે જે વિશ્વસનીય અને દેવની આજ્ઞાપાલન કરનારો હતો.
- તેનો પિતા આહાઝ તેનાથી વિપરીત હતો, કે જે એક દુષ્ટ રાજા હતો, હિઝિક્યા સારો રાજા હતો કે જેણે યહૂદામાં મૂર્તિપૂજાના સ્થળોનો નાશ કર્યો.
- એકવાર જયારે હિઝિક્યા ખૂબ જ માંદો થયો અને લગભગ મૃત્યુ પામ્યો, ત્યારે તેણે આતુરતાપૂર્વક પ્રાર્થના કરી કે દેવ તેને વધારે જીવન આપે.
દેવે તેને સાજો કર્યો, અને તેના જીવનમાં 15 વર્ષ વધારી આપ્યા.
- હિઝિક્યાને ચિહ્ન તરીકે કે આવું બનશે, દેવે ચમત્કાર કર્યો અને સૂર્યને આકાશમાં પાછો ખસેડ્યો.
- જયારે આશ્શૂરના રાજા સાન્હેરીબ હુમલો કરવા માટે આવ્યો ત્યારે હિઝિકયાની પ્રાર્થનાનો દેવે જવાબ આપ્યો અને દેવે તેના લોકોને છોડાવ્યા.
(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, જૂઠો દેવ, યહૂદા, સાન્હેરીબ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H2396, H3169, G1478
હેબ્રોન
સત્યો:
હેબ્રોન શહેર લગભગ 20 માઈલ્સ યરૂશાલેમની દક્ષિણે ઊંચી ખડકાળ ટેકરીઓમાં આવેલું હતું.
- આ શહેર ઈબ્રાહિમના સમય દરમ્યાન લગભગ 2000 વર્ષ પૂર્વે બાંધવામાં આવ્યું હતું.
તેનો ઉલ્લેખ ઘણીવાર જૂના કરારમાં આપવામાં આવેલા ઐતિહાસિક અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.
- દાઉદ રાજાના જીવનમાં હેબ્રોનનો ખૂબજ મહત્વનો ફાળો હતો.
આબ્શાલોમ સહિત, તેના અનેક દીકરાઓ, હેબ્રોનમાં જન્મ્યા હતા.
- લગભગ ઈસ. 70માં રોમનો દ્વારા તેનો નાશ કરાયો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આબ્શાલોમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H2275, H2276, H5683
હેરોદ, હેરોદ એન્તીપાસ
સત્યો:
ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.
તેના પિતા મહાન હેરોદની જેમ અમુક સમયે એન્તીપાસ રાજા ન હતો છતાં પણ તેને રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે.
હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.
“હેરોદ” એન્તીપાસ છે કે જેણે યોહાન બાપ્તિસ્તનું માથું કાપીને તેને મારી નાખવાનો આદેશ આપ્યો.
તે પણ હેરોદ એન્તીપાસ હતો કે જેણે ઈસુને વધસ્તંભે જડ્યા પહેલા પ્રશ્ન કર્યા હતા.
નવા કરારમાં બીજા હેરોદ તે એન્તીપાસનો દીકરો (એગ્રીપા) અને તેનો પૌત્ર (એગ્રીપા-2), જેઓએ પ્રેરિતોના સમય દરમ્યાન રાજ્ય કર્યું
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: G2264, G2265, G2267
હેરોદિયા
સત્યો:
હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.
- હેરોદિયા મૂળ હેરોદ એન્તીપાસના ભાઈ ફિલિપની પત્ની હતી, પણ પાછળથી તેણીએ ગેરકાયદેસર રીતે હેરોદ એન્તીપાસ સાથે લગ્ન કર્યા.
- યોહાન બાપ્તિસ્તએ હેરોદ અને હેરોદિયાને તેઓના ગેરકાયદેસર લગ્ન માટે ઠપકો આપ્યો.
તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: હેરોદ એન્તીપાસ, યોહાન(બાપ્તિસ્ત)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હેર્મોન પર્વત
તથ્યો:
હેર્મોન પર્વત ઇઝરાયલના સૌથી ઊંચા પર્વતનું નામ છે કે જે લબાનોન પર્વતમાળાની દક્ષિણના છેડે આવેલો છે.
- તે ઇઝરાયલ અને સિરિયા વચ્ચેની ઉત્તર દિશાની સરહદ પર ગાલીલ સમુદ્રની ઉત્તરે આવેલો છે.
- બીજી લોકજાતિઓ દ્વારા હેર્મોન પર્વતને આપાયેલા બીજા નામો “સીરીઓન પર્વત” અને “સનીર પર્વત” હતા.
- હેર્મોન પર્વતના ત્રણ મુખ્ય શિખરો છે.
સૌથી ઊંચું શિખર 2800 મીટર ઊંચું છે.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: ઇઝરાયલ, ગાલીલનો સમુદ્ર, સિરિયા)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2022, H2768, H2769, H8149
હોરેબ
વ્યાખ્યા:
હોરેબ પર્વત એ સિનાઈ પર્વત માટેનું બીજું નામ છે, જ્યાં દેવે મૂસાને દસ આજ્ઞાઓ સાથે શિલાપાટીઓ આપી.
- હોરેબ પર્વતને “દેવનો પર્વત” કહેવામાં આવે છે.
- હોરેબ એ સ્થળ હતું કે, જ્યાં મૂસા જયારે ઘેટાં ચરાવતો હતો ત્યારે તેણે બળતું ઝાડવું જોયું.
- હોરેબ પર્વત એ સ્થળ હતું કે જ્યાં દેવે શિલાપાટીઓ પર તેની દસ આજ્ઞાઓ લખીને આપી, અને ઈઝરાએલીઓ સાથે તેનો કરાર પ્રગટ કર્યો.
- તે એ પણ સ્થળ હતું કે જ્યાં દેવે જયારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે ઈઝરાએલીઓ માટે પાણી પૂરું પાળવા માટે મૂસાને ખડક પર મારવા કહ્યું.
- આ પર્વતનું ચોક્કસ સ્થાન ખબર નથી, પણ તે કદાચ દક્ષિણ ભાગમાં કે જ્યાં હાલમાં સિનાઈ દ્વીપકલ્પ છે.
- તે શક્ય છે કે પર્વતનું વાસ્તવિક નામ “હોરેબ” હતું, અને કે જે “સિનાઈનો ટેકરો” નો સામાન્ય અર્થ “સિનાઈનો પર્વત,” એ સત્યને દર્શાવવા માટે કે હોરેબ પર્વત સિનાઈના રણમાં આવેલો હતો.
(આ પણ જુઓ: કરાર, ઈઝરાએલ, મૂસા, સિનાઈ, દસ આજ્ઞાઓ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હોશિયા
સત્યો:
હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.
તેની સેવા કેટલાક રાજાઓના શાસન દ્વારા ઘણા વર્ષો માટે ચાલી હતી, જેવા કે યરોબઆમ, ઝખાર્યા, યોથામ, આહાઝ, હોશિયા, ઉઝિઝયા, અને હિઝિક્યા.
હોશિયાને દેવ દ્વારા કહેવામાં આવ્યું, કે તે ગોમેર નામની વેશ્યા સાથે લગ્ન કરે અને તે તેને અવિશ્વાસુ (રહી) હોવા છતાં તેને પ્રેમ કરવાનું ચાલુ રાખે.
આ દેવના તેના અવિશ્વાસુ ઈઝરાએલ લોકો પરના પ્રેમનું માટેનું ચિત્ર છે.
હોશિયાએ ઈઝરાએલના લોકો વિરુદ્ધ તેઓના પાપને કારણે ભવિષ્ય ભાખ્યું, તેઓને મૂર્તિઓની પૂજા કરવાથી દૂર રહેવા ચેતવણી આપી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હોશિયા
સત્યો:
જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.
- યહૂદાના રાજાઓ આહાઝ અને હિઝિક્યાના શાસનના ભાગ દરમ્યાન, એલાહનો દીકરો હોશિયા નવ વરસ માટે ઈઝરાએલનો રાજા હતો.
- એક સમયે નૂનના પુત્ર યહોશુઆનું નામ હોશિયા હતું.
મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.
- મૂસાના મરણ બાદ, યહોશુઆએ કનાનની ભૂમિની સંપત્તિ લેવા ઈઝરાએલના લોકોને આગેવાની આપી.
- બીજો એક હોશિયા નામનો માણસ અઝાઝ્યાનો પુત્ર હતો, અને તે એફ્રાએમીઓના આગેવાનોમાંનો એક હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી: