1

1 રાજા દાઉદના અને ઇબ્રાહિમના વંશજ ઈસુ મસીહના પૂર્વજોની વંશાવળીની આ નોંધ છે. 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક યાકૂબનો પિતા હતો. યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા હતો. 3 યહૂદા પેરેસ તથા ઝેરાહનો પિતા હતો અને તેઓની માતા તામાર હતી. પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો. 4 આરામ અમિનાદાબનો પિતા હતો. અમિનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન સલ્મોનનો પિતા હતો. 5 સલ્મોન અને તેની પત્ની બિન-યહૂદી રાહાબ, બોઆઝના માતા-પિતા હતા. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતા રૂથ હતી. તે બિન-યહૂદી સ્ત્રી હતી. ઓબેદ યિશાઈનો પિતા હતો. 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો. સુલેમાનની માતા ઉરિયાની પત્ની હતી. 7 સુલેમાન રહાબામનો પિતા હતો. રહાબામ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો. 8 આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો. યોરામ ઉઝિયાનો પિતા હતો. 9 ઉઝિયા યોથામનો પિતા હતો. યોથામ આહાઝનો પિતા હતો. આહાઝ હિઝકિયાનો પિતા હતો. 10 હિઝકિયા મનાશ્શાનો પિતા હતો. મનાશ્શા આમોનનો પિતા હતો. આમોન યોશિયાનો પિતા હતો. 11 યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓના પિતા હતો. જ્યારે બાબિલનું સૈન્ય ઇઝરાયલીઓને બંદી તરીકે બાબિલ દેશમાં લઇ ગયું તે અરસામાં તેઓ થઈ ગયા.

12 બાબિલના લોકો ઇઝરાયલીઓને બંદી તરીકે લઇ ગયા બાદ, યખોન્યા શાલ્તીએલનો પિતા હતો. શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા હતો. 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો. અબીઉદ એલિયાકીમનો પિતા હતો. 14 એલિયાકીમ આઝોરનો પિતા હતો. આઝોર સાદોકનો પિતા હતો. સાદોક આખીમનો પિતા હતો. 15 આખીમ અલિયુદનો પિતા હતો. અલિયુદ એલાઝારનો પિતા હતો. એલાઝાર મથ્થાનનો પિતા હતો. મથ્થાન યાકૂબનો પિતા હતો. 16 યાકૂબ યૂસફનો પિતા હતો. યૂસફ મરિયમનો પતિ હતો અને મરિયમ ઈસુની માતા હતી. ઈસુને ખ્રિસ્ત કહેવામાં આવે છે.

17 ઈસુના પૂર્વજોની સૂચિ આ પ્રમાણે છે: ઇબ્રાહિમના સમયથી દાઉદના સમય સુધીની બધી મળીને ચૌદ પેઢી. દાઉદના સમયથી ઇઝરાયલી લોકો બંદીવાસમાં ગયા ત્યાં સુધીની બીજી ચૌદ પેઢી, અને ખ્રિસ્ત જનમ્યા તે સમય સુધીની અન્ય ચૌદ પેઢી.

18 ઈસુ ખ્રિસ્તના જન્મ આગાઉ જે થયું હતું તેનો આ અહેવાલ છે: ઈસુની માતા મરિયમે, યૂસફને પરણવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહે તે અગાઉ, તેઓએ જાણ્યું કે તે પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા ગર્ભવતી થયેલી હતી. 19 હવે થનાર પતિ યૂસફ તો ઈશ્વરની આજ્ઞા પાળનાર માણસ હતો, તેથી તેણે નિર્ણય કર્યો કે તે મરિયમની સાથે લગ્ન કરશે નહીં. તેની ઇચ્છા હતી કે અન્ય લોકોની ઉપસ્થિતિમાં તે શરમજનક સ્થિતિમાં મુકાય. તેથી તેણે તેની સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો. 20 આ વિષે તે ગંભીરતાથી વિચારતો હતો ત્યારે પ્રભુએ તેના સ્વપ્નમાં મોકલેલા દૂતથી તે નવાઈ પામ્યો. તે દૂતે કહ્યું, "યૂસફ, દાઉદ રાજાના વંશજ, મરિયમ સાથે લગ્ન કરવામાં ગભરાઇશ નહીં. કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. 21 તે પુત્રને જન્મ આપશે. પોતાના લોકને તેઓનાં પાપોથી બચાવનાર તેઓ જ હશે, માટે તું તેમનું નામ ઈસુ પાડજે. 22 આ બધું એટલા માટે થયું કે પ્રભુએ યશાયા પ્રબોધકને ઘણા સમય અગાઉ લખવાનું કહ્યું હતું તે સાચું ઠરે. યશાયાએ લખ્યું હતું, 23 "સાંભળો, કુંવારી યુવતી ગર્ભવતી થશે અને તે દીકરાને જન્મ આપશે.
તેઓ તેને ઇમ્માનુએલ કહેશે''- જેનો અર્થ ''ઈશ્વર આપણી સાથે.'' એવો થાય છે.

24 જ્યારે યૂસફ ઊંઘમાંથી ઊઠ્યો, ત્યારે દૂતે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તે મરિયમ સાથે તેનો પતિ હોય તેવી રીતે રહેવા લાગ્યો. 25 પરંતુ જ્યાં સુધી તેણે દીકરાને જન્મ આપ્યો નહીં ત્યાં સુધી તેણે તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહીં. અને જન્મ પછી યૂસફે તેમનું નામ ઈસુ પાડ્યું.