2 ૨ .આપળાહામાં પુરી હોવની વાતોણે વર્ણન કરવાણે બધાહાય માનીય હા.
3 ૩ .એટલે, ઓ માનીતો થીયોફીલ મયે બી પેલેથી જ બધી જ વાતોણે ચોકસાઈ કરીને, તુને વિગતવાર નખવાણે નક્કી કરીય.
4 ૪ .કેહે કા જે વાત તુને હીખવાડવામાં આવી હા, તીયાણે હાચ તું જાણે. 5 ૫ .યહૂદીયાણે રાજા હેરોદણે વખાતમાં અબિયાણા યાજક કુટુંબમાંણો ઝખાર્યાં નામણો એક યાજક હોતનો; તીયણે પત્ની હારુનને દિખરીહમાણી હોતની, તીયાણે નામ એલીસાબેત હોતન.
6 ૬ .તી બેય ઈશ્વરની આગાલ ન્યાયી હોતને, ને પ્રભુણે બધીજ આજ્ઞા ને વિધિમાં નિર્દોષ રીતે રતને.
7 ૭ .તી નિઃસંતાન હોતને, કેહે કા એલીસાબેત જન્મ આપે તેહે કાયની હોતની તી બેવ ઘણે ઘડે હોતને. 8 ૮ .તો બી ઝખાર્યાં પોતાણે યાજકવર્ગમાં નંબર પ્રમાણે ઈશ્વરની આગાલ યાજકણે કામ કરતો હોતનો..એટલે યાજકપદણે રિવાજ પ્રમાણે પ્રભુણે ભક્તિ કરવાણી. 9 ૯ જગ્યાએ જાયને અર્પણ કરને હારુ તીયાણે પસંદ કરી નેવામાં આવનો.
10 ૧૦ .ધૂપ હલગાવતેને તીયા માણાહાય સભા બાર આવીને પ્રાર્થના કરતીની. 11 ૧૧ .તીયા સમયમાં યજ્ઞવેદીણે જમણી ફણી જીયે ધૂપ હલગાવામાં આવતીની તીયે પ્રભુણે એક સ્વર્ગદૂત ઉભો રાખીનો હેદવામાં આવો.
12 ૧૨ .સ્વર્ગદૂતણે હેદીને ઝખાર્યાં બીય ગો, ને તીયાણે બીક નાગી.
13 ૧૩ .સ્વર્ગદૂતે તીયાણે કય કા, ઝખાર્યાં બીતો નખે, કેહે કા તોરે પ્રાર્થના ઉનાય નેવામાં આવી હા, તોરે પત્ની એલીસાબેતણે દિખરોહ હોવી, તીયાણે નામ તું યોહાન પાડજે. 14 ૧૪ .તું બો આનંદ કરેહે , ને તીયાણે જન્મથી બદે માણેહે હરખાય;
15 ૧૫ .કેહે કા તો પ્રભુણે નજરમાં મહાન હોય, દ્રાક્ષારસણે પીય ની, ને માતાણે પેટમાં હોય તીયારથીજ પવિત્રઆત્માથી ભરપૂર હોય. 16 ૧૬ તો ઇઝરાયેલને બધા કુટુંબોહીય તીણાહાય ઈશ્વર યહોવા ફણી ફેરવી.
17 ૧૭ .તો એલિયાણે આત્માથી ને પરાક્રમથી ઈશ્વરને આગાલ ચાની, એટલે કા તો પિતાણે મન બાળકો ફણી ને ની માનનારાહાય ન્યાયીઓને જ્ઞાન પ્રમાણે ચાનવાણે ફેરવી, ને પ્રભુણે હારુ સિદ્ધ હોવની પ્રજાણે તિયાર કરી. 18 ૧૮ .ઝખાર્યાંએ સ્વર્ગદૂતણે કય કા, હી માને કેહ કરીને ખબાર પડી? કેહ કા હાય ને મારે પત્ની ઘણેં ઘડે હામ.
19 ૧૯ .સ્વર્ગદૂતે તીયાણે જવાબ આપ્યો કા.'હાય ઈશ્વરની હારી રવાવાલો ગાબ્રીયેલ હામ; તોરે હારી વાત કરીને હારો સંદેશ આપણે હારુ માને મૂકીનવામાં આવો હા.
20 ૨૦ .હે વાત બની તે દિહ હુદી તોરથી બોનાય ની, કેહે કા મારે વાત અમુક સમયે પુરી હોવી તુયે તીયાણે વિશ્વાસ કર્યો કાયની. 21 ૨૧ .માણેહે ઝખાર્યાંણે વાટ હેદી રયે હોતને,તીયાણે ભક્તિ સ્થાનમાં વાર નાગી, એટલે માણેહે નવાય પામી ગયે.
22 ૨૨ .તો બાર આવો તીયા તીયણાહારી તો બોની હખ્યો કાયની, તીયા માણેહે એવ હમજીયે કા અંદાર ભક્તિસ્થાનમાં તીયાણે કાંઈ દર્શન મિલ્ય હોય ,તો તીયણાહાય ઈશારો કરતોનો, ને બોની કાયની હખ્યો.
23 ૨૩ .તીયાણે સેવા કરવાણે દિહ પુરા હોવા ફૂટી એહે બનીય કા તો પોતાણે ખર પાછો ગો. 24 ૨૪ .તે દિહ પુઠી તીયાણે પત્ની એલીસાબેતણે ગર્ભ રયો, ને પાંચ મયના હુદી કોઈણે ખબાર કાયની પડી, ને તીયે કય કા,
25 ૨૫ .'માણાહાય મારે ઉનાવાણ દૂર કરણે મારે પ્રભુએ પોતાણે કૃપાદ્રષ્ટિણે સમયે માને હારા દિહ આપ્યા હા. ' 26 ૨૬ .છઠ્ઠા મયનામાં ગાબ્રીયેલ સ્વર્ગદૂતણે ગાલીલને નાસરેથ નામણા એક શહેરમાં એક કુંવારી પાહી ઈશ્વર પાહેથી મુકીનવામાં આવાનો હોતનો.
27 ૨૭ .દાઉદણે કુટુંબમાંણો, યુસુફ નામણે, એક પુરુષ હારી તીયણે સગાઈ હોવની, તીયણે નામ મરિયમ હોતન.
28 ૨૮ .સ્વર્ગદૂતે તીયણે પાહી આવીને કય કા 'હે કૃપા પામીની, સુખી રજે, પ્રભુ તોરે હારી હા, !'
29 ૨૯ .ફણ તી વચન ઉનાય ને તે બો બીય ગોય ને વિચાર કરને લાગી કા, એ તે કઈ જાતની સલામ હોય ! 30 ૩૦ .સ્વર્ગદૂતે તિયણે કય કા, 'હે મરિયમ બીતી નખે ;કેહે કા તું ઈશ્વરથી કૃપા પામીની હા.'
31 ૩૧ .જો, તુને ગર્ભ રય, તુને દીખરોહ હોવી, ને તું તીયાણે નામ ઈસુ પાડજે.
32 ૩૨ .તો મોટો હોવીને પરાત્પર ઈશ્વરનો દીખરોહ કવાય , ને ઈશ્વર પ્રભુ તીયાણે તીયણાહાય પિતા દાઉદણે રાજ્ય આપી.
33 ૩૩ .તો યાકુબણે કુટુંબો પાર કાયમ રાજ્ય કરતો રય, ને તીયાણે રાજ્યણે અંત ની આવે. 34 ૩૪ .મરિયમે સ્વર્ગદૂતણે કય કા, 'હી કેહે કરીને હોવી ? કેહે કા હાય તે કુંવારી હામ, ને હાય તે કોઈ પુરુષ હારી સંબંધમાં કાયની હામ.
35 ૩૫ .સ્વર્ગદૂતે તીયણે જવાબ આપ્યો કા, પવિત્ર આત્મા તોરે પાર આવી, ને પરાત્પર ઈશ્વરણે પરાક્રમ તોરે પાર આચ્છાદાન કરી, એટલે જો તોરેથી જન્મ નેય તીયાણે પવિત્ર ઈશ્વરનો દિખરોહ કવાય. 36 ૩૭ .જો, તોરે હગી એલીસાબેતે બી તીયણે ઘડપણમાં દિખરાહને ગર્ભ થરીનો હોતનો, ને જે નિઃ સંતાન કવાતી હોતની, તીયણે ઓ છઠ્ઠો મયનો ચાનું હા.
37 ૩૭ .'કેહે કા ઈશ્વર માટે કાંઈ બી અશક્ય કાયની હા!'
38 ૩૮ . 'મરીયમે સ્વર્ગદુતણે કય કા,'જો હાય પ્રભુણે સેવિકા હામ, તોરે કવા પ્રમાણે માને હોવે. ' તીયા સ્વર્ગદૂત તીયણે પાહીથી ગો. 39 ૩૯ .તે દિહમાં મરિયમ ઉઠીને પહાડી દેશમાં યહૂદીયાણે એક શહેરમાં તરત જ ગોય.
40 ૪૦ .ઝખાર્યાંણે ખર જાઈને એલીસાબેતણે સલામ કય.
41 ૪૧ .એલિસાબેતે મરિયમણે સલામ ઉનાય તીયા બાળક તીયણે બોકામાં કુદય, ને એલિસાબેતે પવિત્રઆત્માથી ભરપૂર હોયને, 42 ૪૨ .ને મોટા અવાજથી કય કા, 'સ્ત્રીઓમાં તું આશીર્વાદિત હા, તોરે બાળક બી આશીર્વાદિત હા.
43 ૪૩ . હેવી કૃપા માને કેહે કરીને કા, મારે પ્રભુણે માં મારે પાહી આવે?
44 ૪૪ . કેહે કા, જો, તોરે સલામણે અવાજ માંરે કાનમાં પળતાજ બાળક મારે બોકામાં આનંદથી કુંદ્ય.
45 ૪૫ . જીયાયે વિશ્વાસ કરીયો તો આશીર્વાદિત હા, કેહે કા પ્રભુ તરફથી જે વાત કરવામાં આવી હા તે પુરી હોવી. 46 ૪૬ . મરીયમે કય કા, મારો જીવ પ્રભુણે મહાન માનતો હા.
47 ૪૭ . ને ઈશ્વર, મારે ઉદ્ધારકમાં મારો આત્મા હરખાતો હા. 48 ૪૮ . કેહે કા તીયે પોતાણી સેવિકાણે દીનાવસ્થા પાર નજર કરી હા; કેહે કા, જો, હવેથી બધીજ પેઢીમાં માને આશીર્વાદીત કરી.
49 ૪૯ . કેહે કા પરાક્રમી ઈશ્વરે મારે હારુ મહાન કામ કરીયા હા, તિયાણે નામ પવિત્ર હા. 50 ૫૦ . જી તીયાણે સન્માન કરતો હા, તીયણાહા પાર તીયાણે દયા પેઢી દરપેઢી રતી હા.
51 ૫૧ . તીયાએ પોતાણે પરાક્રમી હાથથી બો બધા પરાક્રમી કામ કરીયા હા, અભિમાનીહીય તીયણાહાય હૃદયણે કલ્પનામાં તીયાયે વિખેરી નાખ્યે હા, 52 ૫૨ . તીયાયે રાજ કરી રયને તીયણાહાય રાજગાદી પારથી ઉતારી દે દે હા, ને ગરીબાહાય ઊંચે કરીયે હા.
53 ૫૩ . તીયાયે ભૂખેમરી રયને તીયણાહાય હારા ખાવાણાથી તૃપ્ત કરીયે હા; ને પયાહાવાલાહાય ખાલી હાથે કાઢી મૂક્યે હા. 54 ૫૪ . આપણે કુટુંબવાલાહાય કય હા તીયા પ્રમાણે, ઇબ્રાહીમ પારને તીયાણે વંશ પાર
55 ૫૫ . સદા દયા કરવાણ ઉનાઈને, તીયાયે પોતાણે સેવક ઇઝરાયેલને મદદ કરી.''' 56 . મરિયમ આશરે તીન મયના હુદી તીયણે હારી રય, ફૂટી પોતાણે ખર પાછી ગોય.
57 . હવે એલિસાબેતણે દિહી પુરા હોવા, એટલે તીયણે દીકરો જનીમ્યો .
58 . તીયણે પાડોશીઓહોય ને હગાવાલાહાય ઉનાય કા, પ્રભુએ તિયી પાર મોટી દયા કરી હા, તીયા તીયણાહાય તીયે હારી આનંદ કરીયો. 59 ૫૯ . આઠમા દીહી બધે છોકરાણે સુન્નત કરણે આવે, તીયા બધે નીચકાણે પિતાણે નામ ઉપારથી તીયાણે નામ ઝખાર્યા પાડણે માગતે હોતને.
60 ૬૦ . ફણ તીયાણે માંએ તીયણાહાય કય કા, ' એહે કાયની, ફણ તીયાણે નામ યોહાન પાડવાણ."
61 ૬૧ . તીયણાહાય તીયાણે કય કા, 'તોરે હગાવાલાહામાં કોયણે હેવ નામ પાડીન કાયની હા.' 62 ૬૨ . તીયણાહાય ઈશારો કરીન તીયાણે પિતાણે પૂછ્ય કા,'તું તીયાણે નામ કાજા પાડણે માંગતો હા? "'
63 ૬૩ . તીયે પથરાણે પાટી માંગીને તીયા પાર નખીય કા,'તીયાણે નામ યોહાન હા."' 64 ૬૪ . એટલે તી બધે નવાઈ પામીયે. તરાતુજ ઝખાર્યાણે મું ખુલી ગ, ને તીયાણે જીભ છૂટી હોવી, તો ઈશ્વરણે સ્તુતિ કરીને બોનણે લાગો.
65 ૬૫ . તીયાણે આજુબાજુણાહાય બધે રવાવાલાહાય બીક નાગી, ને યહૂદીયાણે આખ્ખા પહાડી દેશમાં હે વાતણી ચર્ચા ચાની.
66 ૬૬ . જીયણાહાય તે વાત ઉનાય તી બદાહાય તી મનમાં રાખીને કય કા, તીયા ઓ દીકરો કેવો બની? કેહે કા પ્રભુણે હાથ તીયા પાર હોતનો. 67 ૬૭ . તીયાણે પિતા ઝખાર્યાાએ પવિત્રઆત્માથી ભરપૂર હોયને એવો પ્રબોધ કરીયો કા,
68 ૬૮ . ઇઝરાયેલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન હોવે; કેહે કા તીયે પોતાણે નોકાહાય મુલાકાત નેયને તિયાણા હાય ઉદ્ધાર કર્યો હા , 69 ૬૯ . જગતણે પેલાથીજ ઈશ્વરે પવિત્ર પ્રબોધકોણે મું થી કય હોતન તી રીતે,
70 ૭૦ . તીયે પોતાણે સેવક દાઉદણે કુટુંબમાં, આપણે હારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યો હા,
71 ૭૧ . એટલે તો આપણા શત્રુઓહોથી ને આપણાહાપાર વિરોધ રાખનારાહાય હાથમાંથી આપણાહાય બચાવી ; 72 ૭૨ . એટલે હારું કા તો આપણા પૂર્વજો પાર દયા રાખે, ને પોતાણે પવિત્ર કરારને યાદ કરે,
73 ૭૩ . એટલે તીયે આપણા પિતા ઈબ્રાહીમણે હારી જે માનતા રાખીની તે
74 ૭૪ . એટલે કા તો આપણે હારુ એવ કરે કા, આપણે પોતાણે શત્રુઓહોય હાથમાંથી છૂટકો મેલવીને, બીયા વગાર આપણે આખા જિંદગીભર તીયાણે આગાલ
75 ૭૫ . પવિત્રાઈથી ને ન્યાયપણાંથી તીયાણે સેવા કરુંહું. 76 ૭૬ ને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રભોધક કવાય; કેહે કા તું પ્રભુણે આગાલ ચાનજે, એટલે કા તું પ્રભુણે માર્ગ તીયાર કરે હે,
77 ૭૭ . ને તીયાણે નોકાહાય પાપણે માફી મિલે એટલે તીયણાહાય ઉદ્ધારને જ્ઞાન આપજે. 78 ૭૮ . ને આપણાહાય માફી એટલા હારુ હોવી કા આપણે ઈશ્વરની ખણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઉગતા સૂર્યણે જેવી આપણા પાહી આવી હા,
79 ૭૯ . એટલા હારુ અંધારામાં ને મરણની છાયામાં જી બેઠને હા તીયણાહાય તો તો પ્રકાશ આપે ને આપણા પગલાંહાય શાંતિણે માર્ગમાં દોરી નેય જાય. 80 ૮૦ . પુત્ર મોટો હોવો, આત્મામાં બળવાન હોતો ગો, ને ઈઝરાઇલમાં તીયાણે જાહેર હોવાણે દિહી હુદી તો અરણ્યમાં રયો.