1 પેલીણા વખાતમાં પ્રબોઘકોહે પાહાય બાપદાદાહે હારી ઈશ્વરે ખણી વારે જાત જાતણી રીતે વાત કદની. 2 . તિયે ઈયા છેન્ના વખાતમાં ડિખરોહો કા, જીયે તિણાહાય બઘાહાય વારસો આપચો. ને પૂઠી જિણાહાય નેદે તિણાહાય દુનિયા પારને લોકાહાય બનાવ્યે, તિણાહાય દ્વારા આપળે આરી બોન્યો હા. 3 . તે ઈશ્વરને મહિમાણે હુજાલાણે ને તિણાહાય વ્યકિત્વણે તિયા જેવો જ દેખાતો હા, પોતાણે પરાક્રમ ણે શબ્દાહાથી તિણાહે બઘાહાય હાચવી રાખશે, તો આપળે પાપાહે પસ્તાવો કદો, આપળાહે શુઘ્ધ કદે, માહાન પિતાણે જેમણે વલે ઉચ્ચસ્થાને બેઠનો હા. 4 . તિયાણે સ્વગૅદુતોહા કરતાન જતરા પ્રમાણમાં ઉચામાં ઉચ નામ વારસાણે મિલ્ય તત્રા પ્રમાણમાં તિં તિયા કરતા હારો હા. 5 . કેહેં કા ઈશ્વરે સ્વ ગૅદુતોહે કિયા એવ કય કા, તુ મારે ડિખરોહો હા, આજે મયે તુને જન્મો આપચો હા?" ને વલી, હાંય તિયાણે પિતા બનહી ને તો મારે ડિખરોહો બની?" 6 . ને તીયા તો પ્રથમજનિતણે દુનિયામાં નાવતો હા તિયા તો કતો હા કા, ઈશ્વરે બઘા સ્વગૅદુતો તિયાણે ભજન કરા. 7 . ને સ્વર્ગદુતો સંબંઘી તો એંહેં કતો હા કા, તો પોતાણે સ્વગૅદુતોણે વાયુરુપ ને પોતાણે સેવા કાહાય અગ્નીણે જવાળારૂપ કરતો હા. 8 .ફણ ડિખરાહ વિષે તો કતો હા, ઓ ઈશ્વર, તુમારે રાજયાસન સનાતન હા ને તોરે રાજદંડ ન્યાયણે દંડ હા. 9 . તુમે ન્યાયપણા પાંહાય પ્રેમ રાખશો હા ને અન્યાય પાંહાય નફરત કદો હા, ઈયા ફાગ ઈશ્વરે, એટલે તુમારે ઈશ્વરે, તુમાહાય તુમારે સાથીદારહે કરતાન વઘારે ને વઘારે ગણીને આનંદરૂપી તેલ નેઈને અભિષિકત કદે હા. 10 . ને ઓ પ્રભુ, તુમે શરુઆતમાં પૃથ્વીણો પાયો નાખશો, ને આકાશો તોરે હાંથણે બનાવટ હા. 11 . તિ નાશ પામી, ફણ તુમે કાયામ રતે હા, તિ તે બઘે નુગળાહે જેહે જીણૅ હોય જાય. 12 . તેહે ઝભ્ભાણે જેહે તિણાહે ઘળીવાલી નેઈ, ને નુગળાહે જેહે તિણાહે બદલી, ફણ તુમે એવે ને એવે જ રહા, તુમારે વરાહાણે કોઈ દિહિ અંત આવેની." 13 . ફણ ઈશ્વરે કાણા સ્વૅગદુતણે કોઈ દિહિ એહે કય કા, હાય તોરે દુશ્મનણે તોરે પાગા તલે કચડી ની, તા હુદી તુ મારે જેમણે હાથે તુ બેહે?" 14 . કા તે બઘા સેવા કરનારા આત્મા કાયની? તિણાહે ઉઘ્ઘારણે વારસો મેલુવનારાહે સેવા કરને દુર મુકુનવામાં આવત કાયની?