1 . પુઠી કતરેક યહૂદી વિશ્વાસી યહૂદીયા વિસ્તારમાંથી અંત્યોખ ફણી ગયે. તી બિનયહૂદીયોહોય એવ હિખીવણે લાગે કા, "તુમે ઈશ્વરને હા એવ દેખાળને હારૂ, મૂસાએ જો નિયમ ઈશ્વર પારથો મેલીવ્યો તીયામાં તીયે જે આજ્ઞા કરી તીયા મુજબ તુમારે સુન્નત કરાવવી જોજે. જો તુમે એવ ની કરાત તો, તુમારે બચાવ હાવાનો કાયની." 2 . પાઉલ ને બાર્નાબાસ ઇયા યહૂદીયો હારી હામટા સંમત હોવના કાયની ને તે તીયણે હારી ચર્ચા કરને લાગા. એટલે અંત્યોખ માણા વિશ્વાસીઓએ પાઉલ ને બાર્નાબાસણે તેહે જ બીજા વિશ્વાસીયોહોય યરૂશાલેમ જાણે હારૂ પસંદ કદે. જીયાથી તે ઇયે બાબત વિષે પ્રેરિતો ને બીજા આગેવાનો હારી ચર્ચા કરી હકાત. 3 . પાઉલ, બાર્નાબાસ ને બીજે જીયણાહાય અંત્યોખણે વિશ્વાસીહોથી મોકીનવામાં આવા પુઠી, તે ફિનીકીયા ને સમરૂનણે વિસ્તારમાં હોવીન ગયે. જીયા તી વાટે જાતા જુદા જુદા જાગાએ રોકાતને તીયા, તીયણાહાય વિશ્વાસીયોહોય જાણાવય કા ખણે બિનયહૂદી વિશ્વાસી બેવ હા. તીયાણે પરિણામે, તીયા જાગાણે બદે વિશ્વાસી હામટે ખુશ હોવે. 4 . જીયા પાઉલ, બાર્નાબાસ ને બીજે યરૂશાલેમ આવે તીયા, પ્રેરિતો, બીજા આગેવાનો ને તીયણા ટોલાણે બીજા વિશ્વાસીઓ દ્વારા તીયણે આવકાર કરવામાં આવો. પુઠી ઈશ્વરે જે બાબતો બિનયહૂદી માણાહાય વચ્ચે કરને હારૂ તીયણાહાય મજબૂત કદના તીયા પાઉલ ને બાર્નાબાસે તીયણાહાય કય. 5 . ફણ કતરેક યહૂદી વિશ્વાસી કા જી ફરોશી સંપ્રદાયમાંથી આવતેને તીયણાહાય બીજા વિશ્વાસીયોહે વચ્ચે ઉબા રાખીન કય, "બિનયહૂદી જીયણાહાય ઇસુમાં વિશ્વાસ કદો હા તીયણે સુન્નત હોવી જોજે. ને તીયણાહાય ઈશ્વરે મૂસાણે આપીના નિયમો પાલવાણ કવા જોજે. 6 . પુઠી ઇયે બાબત વિષે વાત કરને હારૂ પ્રેરિતો ને આગેવાનો એકઠા મિલ્લા. 7 . લાંબો સમય તીયા વિષે ચર્ચા કયરા પુઠી, પિતરે ઉબા રાખીને તીયણાહાય કય. તીયે કય, "હારીણા વિશ્વાસીઓ, તુમે બદે જાણતે હા કા લાંબા સમય પેલા ઈશ્વરે માને તુમારે બીજા પ્રેરિતોહે વચ્ચે પસંદ કદો, જીયાથી હાય બિનયહૂદી માણાહાય ભી ઈશ્વરના પ્રેમ વિષે કમ, જીયાથી તી તીયમાં વિશ્વાસ કરાત. 8 . ઈશ્વર બદા માણાહાય હૃદયણે જાણતો હા. તીયે માને ને બીજાહાય બિનયહૂદીયોહે આપળે કાણી જ પવિત્રઆત્મા આપીને, દેખાયળ કા તીયે તીયણાહાય બી તીયાણે માણાહા તરીકે સ્વીકાયરે હા. 9 . ઈશ્વરે આપળે ને તીયણે વચ્ચે કોઈ ભેદભાવ રાખ્શો કાયની. કેહેકા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાણે લીદે તીયણાહાય તીયે અંદરથી ચોખે કદે હા. એવી જ રીતે તીયે આપળાહાય ભી માફ કદે હા. 11 . તુ કાજા કરને બિનયહૂદીયોહોય યહૂદી રીત રીવાજ ને નિયમ પાલને દાબાણ કરતો હા ?એહે કરવાથી તીયણે પાર મોટો બોજો પળતો હા. કેહેકા તે નિયમ પાલને હારૂ તીયણાહાય દાબાણ કર્તો હા જે આપળે યહૂદીયોએ અથવા આપળે પૂર્વજો આજે ભી તે પાલને હારૂ મજબૂત કાયની ! એટલે, એહે કરવાથી ઈશ્વરને ગુસ્સે કરવાણ બંદ કરા! 10 . આપળે જાણતે હામ કા પ્રભુ ઇસુએ આપળે હારૂ જી કરીન તીયાણે લીદે આપળે યહૂદીયોહેય પાપથી બચાવતો હા. ઈશ્વર જેવી રીતે આપળાહાય બચાવતો હા તેવી જ રીતે તો બિનયહૂદીઓ જીયણાહાય પ્રભુ ઇસુમાં વિશ્વાસ કદો હા તીયણાહાય બચાવતો હા." 12 . પિતર બોન્યો પુઠી બદે માણહે શાંત હોવી ગયે. પુઠી તીયણા બદાહાય પાઉલ ને બાર્નાબાસણે ઉનાય. જીયા તીયે બેયાહાય તીયણાહાય ઈશ્વરે તીયણેથી બિનયહૂદીઓ વચ્ચે જે મોટા ચમત્કારો કરાવયા, એ ચમત્કારો થી ઈશ્વરે દેખાયળ કા તીયે બિનયહૂદીયોહે સ્વીકાર કદો હા. 13 . જીયા પાઉલ ને બાર્નાબાસે બોનવાણ પૂર કદ તીયા, યાકૂબ, કા જો યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહેય આગેવાન હોતનો, તીયે તીયણે હારી વાત કદી. તીયે કય, "હારિણા વિશ્વાસીઓ, મારે ઉનાયા. 14 . સિમોન પિતરે તુમાહાય પેલા જણાવય હા કા કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીયોહે આશીર્વાદ આપ્ચો હા. જી તીયાણે પોતાણે માણહે હા તીયણાહાય તીયામાંથી પસંદ કરીન ઈશ્વરે તીયા પ્રમાણે કદ હા. 15 . જે શબ્દો ઈશ્વરે ખણા સમય પેલા કયના, એક પ્રબોધક થી નખીના શબ્દો, ઇ મંજૂરી હોતી હા. 16 ૧૬. તીયાપુઠી હાય પાછો આવીહી ને દાઉદણે વંશમાંણા એક રાજાણે પસંદ કરીહી. તી ઈયા જેવ હોવી કા કોઈક ખરને પાળી નાખીના ખરને પાછ બાંદી. 17 . હાય તીયા પ્રમાણે કરીહી જીયાથી બીજે બદે માણહે માને, પ્રભુ ઈશ્વરને ઓલખીવાણી કોશિશ કરાત. તીયણેમાં બિનયહૂદી ભી ફેગાયને હોવી. જીયણાહાય માયે મારે બનાવણે હારૂ હાજ્જે હા. તુમે ચોક્કસ ખાતરી પામહા કા ઇ બદ હોવી જ, કેહેકા માયે પ્રભુ ઈશ્વરે એ શબ્દો કયા હા. 18 . માયે એ બાબતે કદી હા, ને મારે માણહે તીયા વિષે જાણાત તેવ માયે ખણા સમય પેલા કદ હા." 19 . યાકૂબે બોનવાણ ચાલુ રાખ્શ. તીયે કય, "અતરા હારૂ હાય વિચારતો હામ કા આપળે બિનયહૂદી જે તીયણે પાપથી ફિરીન પ્રભુ ફણી વલતે હા તીયણાહાય હેરાન કરવાણ બંદ કરવ જોજે. તી હી કા તે આપળે નિયમો ને વિધીઓ પાલાત એવી માંગણી કરવાણ બંદ કરવા જોજે. 20 .તીયાણે બદલે, આપળે તીયણાહાય પત્ર નખ્તે, ચાર બાબતોહે માંગણી કરવી જોજે, માણાહાય મૂર્તિહોય થરાવીન હોય તેવ ચાખણ તીયણે ખાવ જોજે ની. જીયણે હારી તી પન્નાયે ની હોય તીયણે હારી હુવવ જોજે ની. શ્વાસ રોકીન મારી નાખીના પ્રાણીણે ચાંખણ ખાવ જોજે ની. ને તીયણે પ્રાણીયોહે નુઈ ખાવ જોજે ની. 21 . ખણા હૈરાહામાં, એ બાબતે કરતાં અટકાવતા નિયમો, જે મૂસાએ નખીના તે ખણા સમય હુદી માણહે પ્રગટ કરતે ૨યે. ને તે નિયમો યહૂદીયોહે ફેંગ મીલવાણે જાગે દરેક સાબ્બાથે વાંચવામાં આવતાના. એટલે જો કોઈ બિનયહૂદી તીયા નિયમો વિષે જાણને માંગાત તો, તી જીયા ખરમાં સબા મીલતીની તીયેથી જાણી હકાત." 22 . યાકૂબે જી કયન તી, પ્રેરિતો ને બીજા આગેવાનોએ, તેહે જ યરૂશાલેમમાંણા બીજા વિશ્વાસીયોહે સ્વીકાયર. પુઠી તીયણાહાય નક્કિ કદ કા તીયણાહાય તીયણેમાંથી કતરાક માણાહાય પસંદ કરીને, પાઉલ ને બાર્નાબાસણે હારી, અંત્યોખ મોકીનવા જોજે જીયાથી તીયણે વિશ્વાસી જાણાત કા યરૂશાલેમણા આગેવાનોહે કાજા નક્કી કદ હા. એટલે તીયણાહાય યહૂદાણે, કા જો બર્સબાસ હો કવાતનો, ને સિલાસણે પસંદ કદા. તે બેય યરૂશાલેમમાંણા વિશ્વાસીયોહે વચ્ચે આગેવાન હોતના. 23 . પુઠી તીયણાહાય યહૂદા ને સિલાસણે નીચે જાણીવતો પત્ર નખી આપ્ચો કા તે તીયે અંત્યોખમાંણા વિશ્વાસીયોહે પાર નેય જાય. આમે પ્રેરિતે ને આગેવાનો જે તુમારે હારીણા વિશ્વાસીયો હા તે તુમાહાય બિનયહૂદી વિશ્વાસીયોહોય જે અંત્યોખમાંણા ને સિરિયા ને કિલિકિયા વિસ્તારમાં બીજી જાગાએ રતે હા તીયણાહાય શુભેચ્છા પાઠવીતા હામ. 24 . જીયણાહાય આમાંહાય મોકીન્યા ની હોય તેવે કતરેક માણહે તુમારે પાહી આવે. તી કતરાક માણાહાય આમાહાય કય હા. તુમારે વિચારને ગુંચવી નાખે તેવી વાતે તુમાહાય કઈન તીયણાહાય તુમહાય તકલીફમાં મૂકી દેદે. 25 . એટલે ઇયે ફેગા હોયા પુઠી, આમાહાય નક્કિ કદ કા કતરાક માણાહાય આમે પસંદ કરજે કા તે પાઉલ ને બાર્નાબાસણે હારી, તુમારે પાર આવે, જીયણાહાય આમે હાંમટો પ્રેમ કર્તે હામ. 26 . તીયા બેયાહાય પ્રભુ ઇસુ ખ્રિસ્તણે સેવા કરને હારૂ તીયણે જીવ જોખમમાં નાખ્શા હા. 27 . આમાહાય યહુદા ને સિલાસણે ભી તુમારે પાર મોકીન્યા હા. આમે જી નખી ૨યા હામ તેજ બાબતો તે બી તુમાહાય કય. 28 . પવિત્રઆત્માણે ને આમાહાય બી ઇ બરાબર લાગ કા ખણા બદા બોજા જેવા યહૂદી નિયમો તુમારે પાલવાણી જરૂર કાયની. તીયાણે કરતાં, તુમારે ખાલી નીચે મુજબણા આદેશો પાલવા જોજે. 29 . માણાહાય મૂર્તિયોહે થરીને હોય તેવ ચાંખણ તુમારે ખાવ જોજે ની. તુમારે પ્રાણીયોહે નુઈ ખાવ જોજે ની. ને શ્વાસ રોકીન મારી નાખીના પ્રાણીણે ચાંખણ તુમારે ખાવ જોજે ની. તેહે જ, જીયા હારી તુમે પન્નાયે કાયની તીયણે હારી હુવવ જોજે ની.જો તુમે એ બાબતો કરવાણી ટાલહા, તો જ બરાબર હા તી કરનારે તુમે હોવહા. વિદાયણે સલામ!" 30 . તીયણાહાય પસંદ કદના ચાર માણાહા યરૂશાલેમથી અંત્યોખ ફણી આવા. જીયા તીયણે બદે વિશ્વાસી એકઠે મિલ્લે તીયા તીયણાહાય તો પત્ર હલાહાય આપ્યો. 31 . જીયા તીયણા વિશ્વાસીયોહે તો પત્ર વાંચ્ચો તીયા, તી ખણે ખુશ હોવે, કેહેકા તીયા સંદેશે તીયણાહાય ઉત્તેજન આપ્ચો. 32 . પ્રબોધકો તરિકે, યહુદા ને સિલાસે ખણી વાતે કઈન તીયણા વિશ્વાસીયોહોય ઉત્તેજન આપ્ચ ને તી પ્રભુ ઇસુ પારના વિશ્વાસમાં મજબૂત હોવાત તીયા હારૂ મદદ કદી. 33 . પુઠી યહુદા ને સિલાસ તીયે થોળોક સમય ૨યા પુઠી યરૂશાલેમ જાણે પાછા નીકિલ્લા તીયા, અંત્યોખમાંણા વિશ્વાસીયોહે તીયણાહાય સુભેચ્છા આપી, ને પુઠી તે તીંથી નીકીલ્લા. 34 . સિલાસણે હી હાર નાગ કા તો થોળો સમય યરૂશાલેમમાં ૨યો. 35 . ફણ, પાઉલ ને બાર્નાબાસ અંત્યોખમાં રયા. જીયા તે તીયે હોતના તીયા, તે ને બીજા ખણાઓ, માણાહાય હિખીવતાના ને પ્રભુ ઇસુ વિષેણા સંદેશણો પ્રચાર કર્તના. 36 . થોળાક સમય પુઠી પાઉલે બાર્નાબાસણે કય, "ચાલા આપળે પેલા જીયે પ્રભુ ઇસુણો સંદેશ પ્રગટ કદો હા તીયા બદા હૈરામાં પાછા જાઇને હારીણા વિશ્વાસીહે મુલાકાત નેજે. ઈયે રીતે, આપળે જાણી હકહું કા કેવી રીતે તી પ્રભુ ઇસુ પારના વિશ્વાસમાં આગાલ વદી ૨યે હા. 37 . બાર્નાબાસ પાઉલ હારી મંજૂર હોવો, ને કય કા તો યોહાનણે, જીયાણે બીજ નામ માર્ક હોતન તીયાણે, પાછો હારી નેઈ જાણે માંગતો હા. 38 . જોકા, પાઉલે બાર્નાબાસણે કય કા તો એવ વિચારતો હા કા માર્કણે તીયણે હારી નેવો તી બરાબર કાયની.કેહેકા પેલા જીયા તે પામ્ફુલિયા વિસ્તારમાં હોતના તીયા તો તીયણાહાય છોળીને નાહી ગોનો, ને તીયણે હારી કામ કરવાણ તીયે ચાલુ રાખીન કાયની. 39 . પાઉલ ને બાર્નાબાસ ઈયી બાબતણે કારણે એક બીજા હારી સંમતિ થરાવતના કાયની, એટલે તે એકબીજા હારીથી છૂટા પયળા. બાર્નાબાસે માર્કણે તીયા હારી નેદો. તે વાહાણમાં બેહીને સાયપ્રસ ટાપુ પાર ગયા. 40 . પાઉલે સિલાસણે પસંદ કદો, જો અંત્યોખથી, તીયા હારી કામ કરને હારૂ પાછો આવનો.પ્રભુ ઈશ્વર પાઉલ ને સિલાસણે ઉદારતાથી મદદ કરે, તીયા હારૂ તીયણા વિશ્વાસીયોહે પ્રાર્થના કદી. પુઠી તે બેય અંત્યોખથી ગયા. 41 . પાઉલ સિલાસ હારી મિલીને સિરીયા ને કિલિકિયાણે વિસ્તારમાં મુસાફરી કરતો ગો.તીયા જાગાઓમાં તે વિશ્વાસીહે ટોલાણે પ્રભુ ઇસુમાં મજબૂત વિશ્વાસ કરવામાં મદદ કર્તના.