અધ્યાય ૧૩

1 . સિરિયા વિસ્તારને અંત્યોખમાં વિશ્વાસીયોહે ટોલામાં પ્રબોધકો ને લોકોહે ઇસુ વિષેણી વાત હિખીવનારા હોતના. તીયણેમાં બાર્નાબાસ ; સિમોન જો નીગેર કવાતનો; લુકિયસ જો કુરેનીણો હોતનો, મનાએન જો હેરોદ આંતીપાસ રાજા હારી મોટો હોવીનો; તો ને શાઉલ હોતના. 2 . જીયા તે પ્રભુણે ભજન ને ઉપવાસ કર્તના તીયા, પવિત્રઆત્માએ તીયણાહાય કયન, "બાર્નાબાસ ને શાઉલણે પસંદ કરા કા તે મારે સેવા કરાત ને જાઇને જી કામ કરને માયે તીયણાહાય પસંદ કરીના હા તી કરાત !" 3 . એટલે તીયણાહાય ઉપવાસ ને પ્રાર્થના કરવાણ ચાલુ રાખ્શ. પુઠી તીયણાહાય બાર્નાબાસ ને શાઉલ પાર તીયણે હાથ મુક્ચા ને પ્રાર્થના કદી કા, ઈશ્વર તીયણે સહાય કરે. તીયાપુઠી હલાહાય તીયણાહાય વિદાય કદા કા પવિત્રઆત્માણે આદેશ પ્રમાણે તે કરાત. 4 . પવિત્રઆત્માએ બાર્નાબાસ ને શાઉલણે કાં જાવાણ તીયા હારૂ દોરવણી આપી. એટલે તે અંત્યોખથી સલુકિયા હૈર જી દરિયા પાહી હા તીયા ફણી ગયા. તીયેથી વહાણથી સાયપ્રસ ટાપુ પાર સાલામિસ હૈરામાં ગયા. 5 . જીયા તે સાલામિસમાં હોતના તીયા, તે યહૂદીયોહે મીલવાણા જાગાએ ગયા. તીયે તીયણાહાય ઈશ્વર ફણીથો ઇસુ વિષેણો સંદેશો પ્રગટ કદો. યોહાન માર્ક તીયણે હારી ગો ને તીયણે મદદ કર્તનો. 6 . તીયણેમાંણા તીન આખો બેટ કાળીન પાફોસ હૈરામાં ગયા. તીયે તીયણાહાય એક જાદુગર મીલ્યો જીયાણે નામ બાર-ઇસુ હોતના. તો એક યહૂદી હોતનો ફણ પ્રબોધક હોવાણો જૂઠો દાવો કર્તનો. 7 . તીયા ટાપુણે વળીલ સાર્જિયસ પાઉલ, જો એક બુદ્ધિશાળી માણહું હોતનો. તીયા હારી હોતનો. વળીલે બાર્નાબાસ ને શાઉલણે પોતાણે પાહી હાંદણે કોઈકણે કય, કેહેકા તો ઈશ્વરને વચન ઉનાવાણી ઈચ્છા રાખતોનો. 8 . તો બી જાદુગર, જીયાણે નામણો મતલબ ગ્રીક ભાષામાં એલિમાસ હોત હા, તીયે તીયણાહાય અટકાવવાણી કોશિશ કદી. તીયે વારેખેળી વળીલણે ઇસુ પાર વિશ્વાસ કરતો રોકવાણી કોશિશ કદી. 9 . પુઠી શાઉલ, જો હવે પોતાણે પાઉલ રીતે ઓલખાવતોનો, તીયે પવિત્રઆત્માથી ફરપૂર હોઈને, તીયે તાકીન જાદુગરને કય, 10 . "તુ શેતાનણે કામ કરતો હા, ને જી હાર હા તીયાણે અટકાવવાણી કોશિશ કર્તો હા! તુ કાયમ માણાહાય જૂઠ હિખીવતો હા. ને તીયણે ખોટ કર્તો હા. પ્રભુ ઈશ્વર સંબંધીણે જી સત્ય હા તીયાણે જુઠ ઠરાવવાણ તોરે બંદ કરવ જોજે! 11 . ઈશ્વર આમુ જ તુને શિક્ષા કરી! તુ આંદળો હોવી જાહે ને થોળાક સમય હુદી સૂર્યણે હેદી હખહે ની." તરાતુ જ તો આંદળો હોઈ ગો. જાણે તો હામટા આંદારામાં હોય, ને કોઈ તીયાણે હાથ થરીને તીયાણે દોરે તેવાણી તો હોદ કરને લાગો. 12 . જીયા રાજ્યપાલે એલીમાસણે જી હોવ તી દેખ્શ તીયા, તીયે ઈસુ પાર વિશ્વાસ કદો. પ્રભુ ઇસુ વિષે પાઉલ ને બાર્નાબાસ જી હિખીવતાના તીયાથી તો નવાઈ પામ્યો. 13 . તીયા પુઠી પાઉલ ને તીયા હારીણા માણાહા વહાણથી પાફોસથી પામ્ફુલિયાણે પેર્ગા હૈરામાં ગયા. પેર્ગાથી યોહાન માર્ક તીયણાહાય છોળીને યરૂશાલેમમાં તીયાણે ખર ગો. 14 . પુઠી પાઉલ ને બાર્નાબાસ જમીનવાટે મુસાફરી કરીને ગલાતિયા વિસ્તારને પીસીદિયા જિલ્લાણે અંત્યોખ હૈરામાં આવા. સાબ્બાથે તે સભાસ્થાનમાં જાઈને બેઠા. 15 . કોઈકે મૂસાણે નિયમણે ચોપળામાંથી મોટેથી વાંચ્ચ. તીયા પુઠી કોઈકે પ્રબોધકોહે જી નખીન તીયામાંથી વાંચ્ચ. પુઠી યહૂદી સભાસ્થાનણે અધિકારીયોહે પાઉલ ને બાર્નબાસણે કવળાવ્ય; "હારીણા યહૂદીઓ, તુમારેમાંથી કોઈક માણાહાય ઉત્તેજન આપણે કાંઈક ક્ણે માંગતા હોય તો દયા કરીને આમુજ જાણાવા." 16 . એટલે પાઉલે હાથથી ઇસારો કદો કા જીયાથી માણહે તીયાણે ઉનાયાત, " હારીણા ઈઝરાયલીયો ને બિનયહૂદીઓ જી ભી ઈશ્વરને ફજન કર્તે હા, તી મેરબાની કરીને મારે ઉનાયા! 17 ઈશ્વર, જીયાણે આપળે ઇઝરાયલીઓ ભજન કરતે હામ તીયે, આપળે બાયદાદાહાય તીયાણે માણહે બન્ને પસંદ કદે, ને જીયા તે મિસરમાં પરદેશી રીતે રતને તીયા સંખ્યામાં ખણે વદાયરે. પુઠી ગુલામીમાંથી તીયણાહાય બાયરે કાઢણે હારૂ ઈશ્વરે પરાક્રમી બાબતે કદી. 18 . જોકા તીયણાહાય વારેખેળીયે તીયાણે આજ્ઞાણે તોયળી તોબી, તીયે અરણ્યમાં ચાલીહી વરહા હૂદી તીયણે સ્વભાવણે આઠીવય. 19 . કનાન વિસ્તારમાં તીયા સમયે ૨તે સાત લોકજૂથ પાર તીયે તીયણાહાય જીત આપાવી,ને તીયે તીયણો દેશ કાયમણે માટે ઇઝરાયલીયોહે આપ્ચો. 20 . તીયણે પૂર્વજે મિસર ગયા તીયા પેલા ચારસો પચાસ વરાહા પેલા ઈ બદ બન્ય. ''તીયા પુઠી, ઈશ્વરે માણાહાય ન્યાયાધીશો તરીકે સેવા કરને ને આગેવાનો તરીકે ઇઝરાયલીઓ પાર રાજ કરને પસંદ કદા. તીયા લોકોહે આપળે માણાહા પાર એકથાયર રાજ કદ, ને શમુએલ તીયણે પાર રાજ કરનારો છેન્નો પ્રબોધક હોતનો. 21 . પુઠી, જીયા શમુએલ આજી તીયણે આગેવાન હોતનો તીયા, લોકોહે તીયણે પાર રાજ કરને રાજાણી પસંદગી કરને માંગણી કદી. એટલે ઈશ્વરે, બિન્યામીનણે કુળમાંથી, કિશણા ડિકરાહા શાઉલણે, તીયણે રાજા બનને પસંદ કદો. તીયે તીયણે પાર ચાલીહી વરેહે રાજ કદ. 22 . ઈશ્વરે શાઉલણે રાજા તરીકે નકાયરો, પુઠી તીયે દાઉદણે તીયણે રાજા હોવણે પસંદ કદો. ઈશ્વરે તીયાણે સંબંદી કય, 'માયે હાચી રીતે હેજ્જ હા કા, યિશાઇણો ડિકરોહો, દાઉદ, હાય ઇચ્છા રાખતોનો તેવી જ પ્રકારનો માણહું હા. મારે ઈચ્છા પ્રમાણે તો બદ જ કરી." 23 . "જેહે તીયે દાઉદ ને આપળે બીજા પૂર્વજોહે વચન આપીના તેહે, આપળે ઇઝરાયલીયોહે બચાવણે હારૂ ઈશ્વર દાઉદણે વંશજોમાંથી એકણે એટલે, ઇસુણે નાવો હા. 24 . ઇસુએ તીયાણે કામ ચાનુ કદ તીયા પેલા, યોહાન બાપ્તિસ્મીએ જે ઇઝરાયલી તીયા પાહી આવે તીયા બદાહાય ઉપદેશ કદો. તીયે તીયણાહાય કય કા તી તીયણે પાપી વેવારથી પાછે ફિરાત ને પ્રભુ પાર માફી માંગાત. તીયા પુઠી તો તીયણાહાય બાપ્તિસ્મા આપી. 25 . જીયા યોહાન, ઈશ્વરે તીયાણે આપીન કામ પુર કરવાણો હોતનો તીયા તો કય રયનો, 'તુમે એવ વિચારતે હા કા ઈશ્વરે જી મસીહણે મોકીનવાણ વચન આપીન તો હાય હામ? નાથ, હાય તો કાયની. ફણ ઉનાયા ! મસીહા વેલો આવી. તો મારે કર્તા વદારે મહાન હા કા હાય તીયાણે પાગાહામાંથી ચંપાલ ઉતારને યોગ્ય કાયની," 26 . " વાલા ફાહાવેહેય, તુમે બદે જી ઇબ્રાહિમણે વંશજ હા, ને તુમે બિનયહૂદી જે ઈશ્વરને ભજન કર્તે હા, તી દયા કરીને ઉનાયા! આપળે બદાહાય પાર ઓ સંદેશો મોકીન્નો હા કા ઈશ્વર માણાહાય કેવી રીતે બચાવણે માંગતો હા. 27 . યરૂશાલેમણે માણાહાય ને તીયણે અધિકારીયોહે ઇસુણે ઓલખીયો કાયની. દરેક સાબ્બાથે પ્રબોધકોહેય ચપળાહાય મોટેથી વાંચવામાં આવત હા છતા હો તે તીયણે પ્રબોધકોહેય સંદેશાણે હમજીયે કાયની, ને પુઠી જીયા તીયણાહાય ઇસુણે મરણને હારૂ ગુનેગાર ઠરાવયો તીયા પ્રબોધકોહે કઈન તી પુર હોવ. 28 . ખણા લોકોહે ઇસુણે ખરાબ કામે કરવા સંબંધી ગુનેગાર ઠરાવયો. ફણ મારી નાખવા જેવી કોઈ બાબત તીયે કરી હા તેવ તે સાબિત કરી હકશા ની તીયા, તીયણાહાય રાજ્યપાલ પિલાતણે ઇસુણે મારી નાખવાણી આજીજી કદી. 29 . તીયણાહાય ઈસુ હારી ઓ બદો વેવાર કદો જીયા સંબંદી પ્રબોધકોહે લાંબા સમય પેલા નખીન કા તે હીયા પ્રમાણે કરી. તીયણાહાય ઇસુણે વધસ્તંભે ચળાવીન મારી નાખ્શો. પુઠી તીયણાહાય તીયાણે શરીરને વધસ્તંભ પારથી ઉતારીને કબરમાં મૂક્ચ. 30 . તેહે છતા, ઈશ્વરે તીયાણે મરણમાંથી પાછો ઉઠાયળો. 31 . ગાલીલથી યરૂશાલેમ હૂદી તીયા હારી આવીના તીયાણે શિષ્યોહેય ખણા દિહી હૂદી તો વારેખેળીયે દેખાયો. જીયણાહાય તીયાણે દેખ્શો તી હવે માણાહાય જાણાવી રયે હા." 32 . "આમુ આમે તીયાણે હારે કામે તુમાહાય કય દેખાળતા હામ. આમે તુમહાય કણે માંગતા હામ કા ઈશ્વરે આપળે યહૂદી પૂર્વજોહેય જી વચન આપીન તી તીયે પુર કદ હા ! 33 . ઇસુણે પાછો જીવતો કરીને આમુ આપણે જી તીયાણે વંશજ હા,ને તુમે જી યહૂદી કાયની. તીયણે હારૂ બી, તીયે હી કદ હા. દાઉદે જેહે બીજા ગીતમાં નખ્શ હા તી, જીયા ઈશ્વર તીયાણે ડિકરાહાણે મોકીનવાણો કતનો, તુ મારે ડિકરોહો હા, હાય આજે તોરે આથહો હોવો હામ." 34 . ઈશ્વરે મસીહણે મરણમાંથી પાછો ઉઠાયળો હા ને તો પાછો મરવાણો કાયની. ઈશ્વરે આપળે યહૂદી પૂર્વજોહેય કઈન, હાય ચોક્કસ તુમાહાય મદદ કરીહી. જેહે માયે દાઉદણે વચન આપીન તીયા પ્રમાણે હાય કરીહી." 35 . દાઉદણે બીજા એક ગીતમાં, તો મસીહ સંબંદી એવ બી કતો હા: તુ તિયાણે તુમારે પવિત્રણે શરીરને કોવાણ હેદવા દેહે ની," 36 . દાઉદ જીયા જીવતો હોતનો તીયા, તીયે ઇશ્વરને ઈચ્છા મુજબ કદ, ને જીયા તો મરી ગો તીયા, તીયાણે શરીર તીયાણે પૂર્વજોહેય શરીરોહે દાટવામાં આવે તેહે જ દાટવામાં આવ. ને તીયાણે શરીર કોવાણે લાગ. એટલે ઇયા ગીતમાં તો પોતા સંબંધી બોનતો કાયની. 37 . ફણ ઇસુ જીયાણે ઈશ્વરે મરણમાંથી ઉઠાયળો, ને તીયાણે શરીરને કોવાણ લાગ્જ ની." 38 . "એટલે મારે હારીણા ઇઝરાયલીઓ ને બીજા મિત્રો, તુમારે હારૂ ઈ જાણવ જરૂરી હા કા ઇસુએ જી કદ હા તીયાણે નેદે ઈશ્વર તુમારે પાપણી માફી આપી હકતો હા. મૂસાએ નખીના નિયમથી જે પાપણી માફી કાયની મીલી હકી તે બાબતે હારૂ બી તો તુમાહાય માફ કરી. 39 . બદે માણહે જી ઇસુમાં વિશ્વાસ કરતે હા તીયણાહાય ઈશ્વરને નાખુશ કરનારી જે બાબતે કદી હા તીયા વિષે હવે તે ગુનેગાર ઠરતા કાયની. 40 . એટલે હવે કાલજી રાખા કા જેહે પ્રબોધકોહે કય હા, કા ઈશ્વર તીયા પ્રમાણે કરી તેહે ઈશ્વર તુમારે ન્યાય ની કરે! 41 . ઈશ્વરે જી કયન તેહે પ્રબોધકોહે નખ્શ. તુમે જી મારે મજાક કર્તે હા.હાય જી કરતો હામ તી તુમે જાણહા તીયા તુમે ચોક્કસ નવાઈ પામાહા, ને પુઠી તુમારે નાશ હોવી. તુમારે જીંદગી હુદી હાય કાંઈક ભયંકર કામ કરીહી જીયાથી તુમે નવાઈ પામહા. હાય તીયા પ્રમાણે કરીહી તીયા વિષે કોઈક તુમાહાય કઈ તો ભી તુમે માનહા ની! 42 . પુઠી પાઉલ બોનવાણ બંદ કરીને તીયેથી જાય ૨યનો તીયા, ખણા માણાહાય તીયણાહાય બીજા સાબ્બાથે પાછ આવીને એ બાબતે તીયણાહાય પાછ જાણીવણે કય. 43 . જીયા સભા પુરી હોવી તીયા પુઠી, ખણા માણાહાય પાઉલ ને બાર્નાબાસ પાછાલ ચાનવાણ ચાલુ કદ. ઈ માણાહે યહૂદી તેહે જ બિનયહૂદી હોતને જી ઈશ્વરને ભજન કર્તને. પાઉલ ને બાર્નાબાસે તીયણે હારી વાત કરવાણ ચાનુ રાખ્શ. ને ઇસુએ જી કદ તીયાણે નેદે ઈશ્વર તીયાણે દયાથી માણાહાય પાપ માફ કરતો હા તીયા પાર વિશ્વાસ રાખવાણ ઉત્તેજન આપતા રયા. 44 . તીયા પુઠીણા સાબ્બાથ દિહે, પાઉલ ને બાર્નાબાસ ઈસુ વિષે જે વાત કતા હા તી ઉનાણે હારૂ અંત્યોખમાંથી મોટા ફાગણે બદે જ માણહે યહૂદીયોહે ફેગા હોવાણી જાગે આવે. 45 . ફણ પાઉલ ને બાર્નાબાસણે ઉનાણે આવના માણાહાય મોટા ટોલાણે જીયા યહૂદીયોહે આગેવાનોહે દેખ્શ તીયા માણાહાય હામટી મેલાઈ આવી. એટલે તીયણાહાય પાઉલ જી કતનો તીયાણે વિરુદ્ધ દલીલ કરને લાગો ને તીયાણે અપમાન બી કદ. 46 . પુઠી ખણી હિંમતથી બોનતા, પાઉલ ને બાર્નાબાસે યહૂદીયોહે તે આગેવાનોહે કય, "ઇસુ વિષેણો સંદેશો જો ઈશ્વર પારથી આવો હા તીયા વિષે આમારે બિનયહૂદીયોહે કરતાં પેલા તુમાહાય યહુદીયોહે કવાણ જરૂરી હોતન, કેહેકા ઈશ્વરે આમહાય તેહે કરવાણી આજ્ઞા આપી હા. ફ્ણ તુમે ઈશ્વરના સંદેશાણે નકારી ૨યે હા. તેહે કરીને તુમાહાય એહે દેખાયળ હા કા તુમે અનંતજીવન હારૂ લાયક કાયની. એટલે, આમે તુમાહાય પળતે મૂકીને, હવે બિનયહૂદી માણાહાય ઈશ્વર પારથી આવનો સંદેશા કણે હારૂ જાહું. 47 . આમે હી અતરા હારૂ કઈ રયા હામ કા કેહેકા પ્રભુ ઈશ્વરે આમાહાય તેહે કરવાણી આજ્ઞા આપી હા. તીયે શાસ્ત્રમાં કય હા. માયે તુને બિનયહૂદીયોહે મારે વિશેણી બાબતે દેખાળને પસંદ કદો હા કા જીયાથી તો તીયણે હારૂ ઉજાલારૂપ બને. માયે તુને પસંદ કદો હા કા જીયાથી તુ દુનિયાણે બદા જાગાણે લોકોહે ઓ સંદેશો આપે કા હાય તીયણાહાય બચાવણે માંગતો હામ." 48 . જીયા બિનયહૂદી માણાહાય એ શબ્દો ઉનાયા તીયા, તી આનંદ કરને લાગે. ને ઇસુ વિષેણા સંદેશા હારૂ તીયણાહાય ઈશ્વરની સ્તુતિ કદી. બદે જ બિનયહૂદી માણહે જીયણાહાય ઈશ્વરે અનંતજીવન હારૂ પસંદ કદને તીયણાહાય પ્રભુ ઈસુ વિષેણા સંદેશા પાર વિશ્વાસ કદો. 49 . તીયા સમયે, ખણે વિશ્વાસી જીયે ગયે તીયે પ્રભુ ઇસુ વિષેણો સંદેશો ફેલાવતેને, તી આખા વિસ્તારમાં ફિયરે. 50 . જોકા કતરાક યહૂદી આગેવાનોહે કતરીક મહત્વણી ડોહોન્ને જે તીયણે હારી ભજન કર્તની તીયણે હારી, તેહે જ હૈરાણે હામટે મહત્વણા માણહા હારી વાત કદી. હલાહાય તીયણાહાય પાઉલ ને બાર્નાબાસણે અટકાવણે ચળાવયે. એટલે તે બિનયહૂદી માણહાય ખણા માણાહાય પાઉલ ને બાર્નાબાસ વિરૂધ દોયરે. ને હલાહાય તીયણાહાય તીયા વિસ્તારમાંથી બાયરે ખોદળી કાયળા. 51 . જીયા બેય પ્રેરિત તીથી નીકલી રયના તીયા, તીયણાહાય આગેવાનોહેય ઈશ્વરે તીયણાહાય નકાયરા હા ને તીયણાહાય શિક્ષા કરી તી દેખાળને હારૂ તીયણે પાગાહાય ફૂંભૂર ખેખરી નાખ્શો. પુઠી તીયણાહાય અંત્યોખ હૈર છોળી દેદ ને ઈકોનિયા હૈરામાં ગયા. 52 . તીયા દરમિયાન વિશ્વાસીઓ આનંદથી ને પવિત્રઆત્માણે સાર્મથથી ફરપૂર હોવતે ૨યે.