અધ્યાય ૧

1 . વ્હાલા થિયોફિલ ઇસુએ જી કદ ને હિખીવ્ય, તીયા માણી ખણી વાતોહેય નેદે મયે મારે પેલા ચોપળામાં તુને નખ્ય હા. 2 . તીયાણે ઈશ્વરે સ્વર્ગમાં નેય નેંદો તીયે હુદી, સ્વર્ગમાં ગયા પેલા તીયે પવિત્રઆત્માણે પરાક્રમથી જે વાત તીયાણે પ્રેરિતોહેય કણે માંગતોનો તે કઈ. 3 . વધસ્તંભ પાર દુ:ખ વેઠીને મરી ગયા પુઠી તો પાછો જીવતો હોવો.ચાલીહી દિહી હુદી તો પ્રેરિતોહેય દર્શન આપતો ૨યો ને ઈશ્વરને રાજ્યણે જાણીવતો રયો. 4 . એક વખાત જીયા તે તીયાણે હારી હોતના તીયા તીયણાહાય ક્ય, યરુશાલેમણે છોળતા નખા, ફણ જીયે હુદી મારે બાપ જેહે તીયે વચન આપચ હા તેહે તીયાણે આત્મા તુમારે પાર મોકને ની તીયા હુદી ઇયેં વાટ હેદા. મયે તુમાહાય તીયા વિશે કય હા, તી તુમાહાય ઉનાય હા. 5 . યોહાને પાણીથી લોકાહાય બાપ્તિસ્મા કદ, ફ્ણ થોળાક દિહી પુઠી ઈશ્વર તુમારે પવિત્રઆત્માથી બાપ્તિસ્મા કરી. 6 . એક દિહી જીયા પ્રેરિત ઇસુ હારી બેઠના, તીયા તિયણાહાય તીયાણે પુચ્છ, "પ્રભુ, તુ હવે ઇયે સમયે ઇઝરાયેલીહોય તીયણે રાજ્ય પાછો આપવાણો હાકા? 7 . તીયે તીયણાહાય જવાબ આપ્ચો, ઈ બદ કિયા હોવી તો સમય ને દિહી જાણવાણી તુમારે જરૂર કાયની. ઈ બદ કિયા હોવી તી મારે પિતા બાપ જો સમય ને તારીખ નક્કી કરને હારૂ અધિકૃત હા. 8 . ફણ જીયા પવિત્રઆત્મા તુમારે પાર આવી તીયા તુમાહાય બલવાન કરી.તીયા તુમે યરૂશાલેમમાં ને યહૂદિયાણે વિસ્તારોમાં ને સમરુનમાં ને આખીદુનિયામાં મારે વિષે નોકાહેય જાણાવાહા. 9 . તીયણાહાય એ વાત કયા પુઠી, તીયાણે દેખતા તીયાણે સ્વર્ગમાં નેય નેંવાયો ને વાડલે તીયાણે તીયણે નજરથી દૂર કોવે. 10 . જીયા પ્રેરિતો આજુ આકાશ ફણી હેદી રયના, તીયા અચાનક બે ઉજલે નુંગળે પેરીના પુરુષો તીયેણે હારી હોતના. તે દૂતો હોતના. 11 . તીયા માણા એકે કય, ઓ, "ગાલીનના માણહાય, તુમારે ઈયે ઉબ રાખીન આકાશ ફણી ઊંચે હેદી રવાણી જરૂર કાયની! એક દિહી ઓજ ઇસુ, જીયાણે ઇશ્વરે તુમારે પાહીથી સ્વર્ગમાં નેય નેદો હા, તો પૃથ્વી પાહી પાછો આવી.જેહે તુમાહાય તીયાણે સ્વર્ગમાં જાતા દેખશો હા તીયે રીતે તો પાછો આવી. 12 . તીયા પુઠી તે બે દુતે ગયા,પ્રેરિતે જૈતુન ડોગાર પારથી પાછા આવા.જો યરૂશાલેમથી થોળોકુજ પાહી હોતનો. 13 . હૈરામાં ગયા પુઠી, ઉપારના માલે જીયે તે રતના તીયે પાછા આવા,જે તીયે હોતના તીયણેમાં પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીણો ડિકરોહો યાકૂબ, સિમોન જો ઝનુની હોતનો, ને બીજો એક માણહું જીયાણે નામ યાકૂબ હોતન તીયાણે ડિકરોહો યહૂદા. 14 . ઇયા બદા પ્રેરિતોહે હારી મીલીને લગાતાર પ્રાર્થના કરવાણ ચાલુ કદ.જી બીજે તીયણે હારી પ્રાર્થના કરતેને, એટલે ઇસુણ મા મરિયમ ને તીયાણે નાન્ના ફાહાવ હોતના. 15 . તીયા દિહીમાં પિતર હારિણા વિશ્વાસુહેય વચ્ચે ઉબો રયો. તીયે આશરે એક સો વીસજતરા ઈસુણા શિષ્યોહેય ટોલો હોતનો, તીયે કય, 16 . મારે ફાહાવેહેય,યહૂદાણે સબંધમાં દાઉદ રાજાએ લાંબા સમય પેલા નખીન. તે શબ્દો હાચા પળાત તી જરૂરી હોતન,ને એહે હોવ ભી, કેહેકા પવિત્રઆત્માએ દાઉદણે ઇયા પ્રમાણે નખણે કયન. 17 . યહૂદા આપળે કાણી જ પ્રેરિત હોતનો.તો હો, જે ઇસુણે થરને ને મારી નાખણે ઇચ્છા રાખતનાતીયણાહાય તીયે દોયરા." 18 . ઓ માણહું એવ ખરાબ કરીને પયાહા કમાયો.ઈયા પયાહાથી તીયે એક ખેત વેંચાત નેંદ.તીયે તેં ધરતી પાહી તો પળી ગો.તીયાંણે શરીર ચીરાય ગ ને તીયાણે બદે આંતેળે બાયરે નીકલી આવે. 19 . બદે માણહે જી યરૂશાલેમમાં રતને તીયણાહાય ઇયા વિષે ઉનાય. એટલે તીયણાહાય ઇયા ખેંતણે નામ તીયણે અરેમિક ભાષામાં, એકેલ્દામા પાયળ,તીયાણે અર્થ "લોહીનું ખેતર" એવો હોતો હા. 20 . પિતરે ભી કય, "હાય હેત્તો હામ કા યહૂદાણે જી હોવ તી દાઉદે જી કયન તીયા જેવજ હા:તીયાણે પેળી પૂરી હોય જાય; તીયા માણે એક ભી બચી ની હકે; ને એવ લાગ્ત હા કા બીજા શબ્દ જે દાઉદે કયના તે ભી યહૂદાણે સબંદમાં હા. 'બીજો કોઈ આગેવાન રીતે તીયાણે કામ હાચવે." 21 . એટલે આપળે પ્રેરિતોહેય પસંદ કરવ જરૂરી હા કા કોઈ માણહું યહૂદાણે જાગો નેય.તો એવો માણહો હોય કા જો, જીયા પ્રભુ ઈસુ આપળે હારી હોતનો તો બદો સમય આપળે હારી હોય. 22 . એટલે કા યોહાન બાપ્તિસ્મા જીયે પ્રભુ ઈસુણે બાપ્તિસ્મા કદ તીયારથી નેઈને ઇસુ આપળે હારીથી છૂટો પયળો ને સ્વર્ગમાં જાણે હારૂ ઉઠ્ઠો તીયે દિહી હૂદી. જીયા માણહાણે યહૂદાણે જાગામાં મૂકવામાં આવે તો એવો હોવા જોજે કા જીયે ઇસુણે મરણમાંથો જીવતો હોવીનો દેખશો હોય. 23 . એટલે પ્રેરિતોહેય ને બીજા વિશ્વાસુહેય બે માણહાય નામ દેખાયળ. એકણે નામ યૂસફ બર્સબા, જીયાણે નામ યુસ્તસ બી હોતન, બીજો માણહું માથ્થિયાસ હોતનો. 24 . પુઠી તીપણાહાય પ્રાર્થના કદી"પ્રભુ ઈસુ તુ જાણતો હા કા બદે માણહે તીયણે હૃદયમાં કાજા વિચારતે હા,એટલે દયા કરીન આમાહાય ક કા યહૂદાણે જાગાએ ઇયા બે માંથી કિડાણે પસંદ કદો હા." 25 . યહૂદા પ્રેરિત રીતે મરી ગો, તીયે પાપ કદ ને જીયા જાગા માટે તો બરાબર હોતનો તીયે ગો. 26 . પુઠી તીયણાહાય બેવાહાય વચ્ચે પસંદગી કરનેહારૂ ચિઠ્ઠે નાખ્શે ચિઠ્ઠી માથ્થિયાસણે નામણી નીકલી.ને તો બીજા અગિયાર પ્રેરિતોહેય હારી પ્રેરિત બન્યો.