અધ્યાય ૨

1 . તિયાં ફાગે બધા દુષ્ટતા , કપટ, ઢોંગ, દ્વેષ, ને બધા જાતણા નિંદા દૂર કરીને,.

2 . નવા જન્મીણે બાળકણે જેહે શુદ્ધ આત્મિક દૂદ ણે આશા રાખા.

.

3 જીયા થી તુમાહાય એવો અનુભવ હોવો હા, કા પ્રભુ દયાળુ હા, પૂઠી ત્યાં વડે ઉદ્ધાર પામતા હુદી વધતે રયા. 4 . જો જીવંત પથ્થર હા, માણાહાથી નકારાયનો ખરો, ફણ ઈશ્વર થી પસંદ કદનો ને મૂલ્યવાન હા.

5 . તિયાણે પાહી આવીને તુમે ફણ આત્મિક ખરને જીવંત પથ્થર બનની ને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત ણે વડે ઈશ્વર ને પ્રસન્ન હા, તિયા હાચો કરને પવિત્ર સેવકો ઉભા હોવા હા. 6 . કેહ કા શાસ્ત્રવચન માં નખીન હા કા, હેદા, પંસદ કરીને તથા મૂલ્યવાન, એવો ખૂણાને મુખ્ય પથ્થર હાય સિયોનમા મૂકચ હા, ને જે તિયાં પાર વિશ્વાસ કરતે હા, તી શરમાત ની. 7 . માટે તુમાહાય વિશ્વાસ કરનારાઓણે તે મૂલ્યવાન હા, ફણ અવિશ્વાસ ઓણે હારુ તો જે પથ્થર બાધનારાને નાપસંદ કદે, તેજ ખૂણાને મુખ્ય પથ્થર હોવો હા.

8 . વલી ઠોકાર ખાવડાવનારો પથ્થર ને ઠોકર ખાવડાવનારો ખડક હોવો હા; તી વચનને માનતે કાયની, એટલે ઠોકાર વાગતી હા, તીયા માટે ફણ તિયણાહી નિમૉણ હોવ હા. 9 . ફણ તુમે તો પસંદ હોવાને કુળ, રાજ્યમાન યાજકવગૅ , પવિત્ર માણાહાય ને ઈશ્વર ની ખાસ પ્રજા હા, એટલે જીયણાહી તુમાહાય અંધકારમાંથી પોતાણે આશ્વર્યકારક અજવાળામાં તેડયા હા, તિયાણે સદગુણ તૂમે પ્રગટ કરા.

10 . તુમે પેલે જ પ્રજા જ કાયની હોતને, ફણ અમુ ઈશ્વર ને માણહે હા, કોઈ એક સમયે તુમે દયા કરનારે કાયની હોતને, ફણ અમુ દયા વાલે હા. 11 . પ્રિયજનો, તુમે પરદેશી ને પ્રવાસી હિ, હાય તુમાહાય વિનંતી કરતો હામ, કા, જે દુષ્ટ ઈરછાઓની આત્માણે હામે વિડાતે હા, તિયાથી તુમે દુર રયા.

12 . વિદેશીઓમા તુમે પોતાણે વેવાર હારો રાખા, કા જેથી તેઓ તુમાહાય ખરાબ હમજીને તુમારે વિરુદ્ધ બોનાત તિયા તુમારે હારે કામ હેદીને તી તિયણે પુનરાગમન ને દિહી ઈશ્વર ને મહિમા કરાત. 13 . માણહાય બનાવીની બધી સત્તા ને પ્રભુણે નેદે તુમે આધીન હોવા; રાજાણે સવૉપરી હમજીને તિયાણે આધીન રયા.

14 . ખોટ કરનારા હાય દંડ આપીને હાર કરનારા હાય પ્રશંસા કરને તિયે નીમીને માટે માણહાય આધીન રયા.

15 . કેહ કા ઈશ્વરણે ઈરછા એવી હા કા હારે કામ કરીને ખોટા માણહાણે વાત બંધ કરા.

16 . તુમે સ્વતંત્રતા તુમારે દુષ્ટતાણે છુપાવણે હારું ની વાપરા ફણ તુમે ઈશ્વરણે સેવકો જેવે હોવા . 17 . તુમે બધાહાય માન આપા, ભાઈઓ પાહી પ્રેમ રાખા, ઈશ્વર ને બીક રાખા, રાજાણે સન્માન કરા. 18 . દાસો, તુમે પુરા બીકથી તુમારે માલિકણે આધીન હોવા, જી હારે ને નમ્ર હા, ફક્ત તીજ કાયની, વલી કઠોર માલિકણે આધીન હોવા.

19 . કેહ કા જો કોઈ માણહે ઈશ્વર તરફણે ભક્તિ ભાવણે ઉનાય ને દુઃખ વેઠતે હા, તો તે ઈશ્વરને નજર માં હાચ પાત્ર થરાવત હા.

20 . કેહ કા જિયા પાપને નેદે તુમે માર ખાતે હા, તિયાજ જો તુમે સહન કદ હા, તિયાં તુમારે કાજા પ્રશંસાપાત્ર હા ? ફણ જો હાર કરવાણે નેદે દુઃખ ફોગીવતે હા, તિ જો તુમે સહન કરતે હા, તે ઈશ્વર ને નજરમાં પ્રશંસાપાત્ર હા. 21 . કેહે કા ઈયાણે ફાગે તુમાહાય પસંદ કદે હા, કેહ કા ખ્રિસ્તે ફણ તુમારે હારુ સહન કદ હા, ને તિયાણે નમૂનો આપ્ચો , કા તુમે તિયાણે પગલે ચાના.

22 . તિયે કાંઈ પાપ કદા કાયની, ને તિયાણે મોઢામાં કપટ માલૂમ પળય કાયની.

23 . તિયે નિંદા કરીને હામે નિંદા કદી નાથ, દુઃખ સહતા કોયણે ધમકાવ્યા નાથ, ફણ હાચો ન્યાય કરનારાહાય પોતાણે હોપ્યે . 24 . નાકડા પાર તિયે પોતે પોતાણે શરીરે આપડે પાપ નેદા, તીયાથી આપડા સંબંધી મરણ પામહું ને ન્યાયપણાને ફાગે જીવ હું, તિયાણે જખમોથી તુમે હારે હોવા.

25 . કેહે કા તુમે ફુનવાય ગને ધેટાં જેવે હા, ફણ અમુ તુમારે આત્માણે પાળક ને રક્ષક ખ્રિસતણે પાહી પાછ આવ હા.