૧
૧૭ કલમમાં ઈસુ ખ્રિસ્ત ની વંશાવળી (પૂર્વજોની યાદી) આપેલ છે.
વૈકલ્પિક ભાષાંતર: “દાઉદનો વંશજ, જે ઈબ્રાહીમનો વંશજ .” ઈબ્રાહીમ અને દાઉદ ની વચ્ચે ઘણી બધી પેઢીઓ પસાર થઇ ગઈ, અને એમ જ દાઉદ અને તેના વંશજ ઈસુ વચ્ચે પણ. અહીં ૯:૨૭ માં અને અન્ય જગ્યાએ “દાઉદનો દીકરો” એક શીર્ષક/મથાળા ની જેમ વપરાયું છે, પણ અહીં તે ઈસુના કુળની ઓળખ સબંધી જ વપરાયેલ હોય એમ જણાય છે.
વૈકલ્પિક ભાષાંતર: “ઈબ્રાહીમ ઈસહાક નો બાપ બન્યો” અથવા “ઈબ્રાહીમનો પુત્ર ઈસહાક હતો” અથવા “ઈબ્રાહીમ ને ઈસહાક નામે એક પુત્ર હતો.”
જે ભાષામાં નામો ના સ્ત્રીલિંગ અને પુર્લિંગ રૂપો હોય તેમાં આ નામ માટે સ્ત્રીલિંગ રૂપ વાપરવું.
પ્રભુ ઈસુ ની વંશાવળી આગળ વધે છે.
“સલ્મોન એ બોઆઝનો બાપ હતો અને બોઆઝની માતા રાહાબ હતી” અથવા “સલ્મોન અને રાહાબ, બોઆઝ ના માતાપિતા હતા”
“બોઆઝ એ ઓબેદ નો બાપ હતો અને ઓબેદ ની માતા રૂથ હતી” અથવા “બોઆઝ અને રૂથ, ઓબેદ ના માતાપિતા હતા”
જે ભાષામાં નામો ના સ્ત્રીલિંગ અને પુર્લિંગ રૂપો હોય તો આ નામો માટે સ્ત્રીલિંગ રૂપ વાપરવું.
“દાઉદ એ સુલેમાન નો બાપ હતો અને સુલેમાન ની માતા ઊરિયા ની પત્ની હતી” અથવા “દાઉદ અને ઊરિયા ની પત્ની એ સુલેમાન ના માતાપિતા હતા.
“ઊરિયા ની વિધવા”
પ્રભુ ઈસુની વંશાવળી આગળ વધે છે. જુઓ: ૧:૨
3.
કોઈ વાર આ નામનો તરજુમો “આસાફ” તરીકે પણ થયો છે.
યોરામ, ખરું જોતા તો ઉઝિયાનો પરદાદો હતો એટલે અહીં “પિતા” કરતાં “પૂર્વજ” તરીકે ભાષાંતર થવું જોઈએ.
પ્રભુ ઈસુની વંશાવળી આગળ વધે છે. જુઓ: ૧:૨
3.
કોઈ વાર આ નામનો તરજુમો “આમોસ” તરીકે પણ થયો છે.
યોશિયા ખરેખર તો યખોન્યાના દાદા હતા. (જુઓ: )
“જ્યારે તેમને બાબેલમાં બંદી તરીકે લઇ જવાયા” અથવા “જ્યારે ખાલદીઓએ તેમને બાબેલ માં રહેવાની ફરજ પાડી.”
પ્રભુ ઈસુની વંશાવળી આગળ વધે છે. જુઓ: ૧:૨
3.
જુઓ ૧:૧૧.
શઆલ્તીએલ, ખરું જોતાં તો ઝરુબ્બાબેલ નો દાદો હતો.
પ્રભુ ઈસુની વંશાવળી આગળ વધે છે. જુઓ: ૧:૨
3.
આ કથન ને પ્રત્યક્ષ વાણી તરીકે પણ કહી શકાય કે “મરિયમ, કે જેણે ઈસુને જન્મ આપ્યો.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
જુઓ: ૧:૧૧.
ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓનું પ્રકરણ અહીં થી શરૂ થાય છે.
“લગ્ન ને સારુ વચન થી બંધાયેલ” અથવા “લગ્નને સારુ પ્રતિબદ્ધ” સામાન્ય રીતે માતાપિતા જ પોતાના બાળકોના લગ્ન ગોઠવતા.
આ સૌમ્યોક્તિ નો મતલબ “તેઓએ શારીરીક સંબંધ બાંધ્યાં અગાઉ” (જુઓ: સૌમ્યોક્તિ)
“તેઓએ જાણ્યું કે તેને બાળક થવાનું છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
પવિત્ર આત્મા એ મરિયમ ને બાળક થાય એવું સામર્થ્ય આપ્યું.
ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓ નું વિવરણ અહીં આગળ વધે છે.
એક દૂત યુસુફની પાસે સત્વરે આવે છે.
આ કિસ્સામાં, “...ના દીકરા” નો મતલબ “...નો વંશજ.” દાઉદ યુસુફના પિતા નહોતા, પરંતુ દાઉદ એ યુસુફનો પૂર્વજ હતો.
“પવિત્ર આત્માએ બાળકને મરિયમ ના ઉદરમાં મુક્યું/રોપ્યું.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
કારણ કે દેવે દૂત ને મોકલી આપ્યો, અને દૂત ને ખબર હતી કે એ બાળક પુત્ર છે.
આ એક આજ્ઞા છે: “તેનું નામ પાડ જે” અથવા “તેનું નામ આપજે” અથવા “તેનું નામ”
“તેના લોકો” અહીં યહુદીઓ ને દર્શાવે છે.
માથ્થી અહીં એક ભવિષ્યવાણી ટાંકે છે જે ઈસુ ખ્રિસ્તના જન્મમાં પરિપૂર્ણ થશે.
આને પ્રત્યક્ષ વાણી માં પણ કહી શકાત “ઘણા વખત પહેલા પ્રભુ એ પ્રબોધક યશાયાહ ને જે લખવાનું કીધું તે”
વૈકલ્પિક ભાષાંતર: “દેખો” અથવા “સાંભળો” અથવા “હું જે કહેવા જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.”
આ કલમ એ યશાયાહ ૭:૧૪ માંથી સીધી જ ટાંકવામાં આવી છે.
આ વિભાગ ફરીથી ઈસુના જન્મ વખતે બનેલી ઘટનાઓ તરફ પાછો ફરે છે.
દૂતે તેને મરિયમ ને પત્ની તરીકે સ્વીકારવાની અને તેનું નામ ઈસુ પાડવાનું કીધું. (કલમ ૨૦
૨૧)
“તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહીં” (જુઓ: સૌમ્યોક્તિ)
“યુસુફે તેના દીકરાનું નામ ઈસુ પાડ્યું”