Matthew 1

માથ્થી 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરમાં જૂના કરારમાંથી અવતરણને બાકીના લખાણની તુલનાએ પૃષ્ઠની જમણી તરફ ગોઠવવામાં આવે છે. યુએલટી આ પ્રમાણે ગોઠવણ 1:23 માંના અવતરણ માટે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વંશાવળી

વંશાવળી એવી સૂચિ છે જે વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોનો અહેવાલ દર્શાવે છે. યહૂદીઓએ રાજા નિયુક્ત કરવા માટે યોગ્ય માણસને પસંદ કરવા વંશાવળીનો ઉપયોગ કરતાં હતાં. તેઓ(યહૂદીઓ) આ પ્રમાણે વર્તતા કેમ કે રાજાનો દીકરો જ રાજા બની શકતો. મોટા ભાગના મહત્વપૂર્ણ લોકો પાસે તેમની વંશાવળીના અહેવાલો હતાં.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

નિષ્ક્રિય વાણી(કર્તાના સ્થાને કર્મની પ્રાથમિકતા સાથેનું વાક્ય)નો ઉપયોગ

માથ્થી આ અધ્યાયમાં ખૂબ હેતુપૂર્વક નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરાયો છે જે સૂચવે છે કે કોઈપણ સાથે મરિયમનો જાતીય સંબંધ હતો નહીં. પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા તેણીએ ગર્ભ ધારણ કરી ઈસુને જન્મ આપ્યો હતો. ઘણી ભાષાઓમાં નિષ્ક્રિય વાણી હોતી નથી, તેથી તે ભાષાઓમાં અનુવાદકોએ સમાન સત્યો પ્રસ્તુત કરવાની અન્ય રીતો શોધવી જરૂરી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 1:1

General Information:

ઈસુ રાજા દાઉદ અને ઇબ્રાહિમના વંશજ છે તે દર્શાવવા માટે લેખક, વંશાવળીથી શરૂઆત કરે છે. વંશાવળી માથ્થી 1:17 સુધી જારી રહે છે.

The book of the genealogy of Jesus Christ

તમે આને સપૂર્ણ વાક્ય રચના તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આ ઈસુના પૂર્વજોની યાદી છે”

Jesus Christ, son of David, son of Abraham

ઈસુ, દાઉદ અને ઇબ્રાહિમની વચ્ચે ઘણી પેઢીઓ હતી. અહીં “પુત્ર” એટલે “વંશજ”. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુ ખ્રિસ્ત, એ દાઉદના વંશજ હતા, જે ઇબ્રાહિમના વંશજ હતા”

son of David

ક્યારેક “દાઉદના પુત્ર” એ શબ્દસમૂહ શીર્ષક તરીકે ઉપયોગમાં લેવાયો છે, પરંતુ અહીં જાણે કે તેનો ઉપયોગ ફક્ત ઈસુના પૂર્વજોને જ દર્શાવવા માટે કરાયેલ છે.

Matthew 1:2

Abraham became the father of Isaac

ઇબ્રાહિમ ઇસહાકનો પિતા બન્યો અથવા “ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક હતો” અથવા “ઇબ્રાહિમને ઇસહાક નામનો એક પુત્ર હતો.” તમે આનો અનુવાદ વિવિધ રીતે કરી શકો છો. જે રીતે તમે અહીં અનુવાદ કરો તે જ રીતે અનુવાદ ઈસુની સમગ્ર વંશાવળી માટે કરતા રહેવું ઉત્તમ રહેશે.

Isaac became the father ... Jacob became the father

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઇસહાક પિતા હતો …. યાકૂબ પિતા હતો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:3

Perez ... Zerah ... Hezron ... Ram

આ તે પુરુષોના નામો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Perez became the father ... Hezron became the father

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પેરેસ પિતા હતો ……. હેસ્રોન પિતા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:4

Amminadab became the father ... Nahshon became the father

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અમિનાદાબ પિતા હતો ……. નાહશોન પિતા હતો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:5

Salmon became the father of Boaz by Rahab

સલ્મોન બોઆઝનો પિતા હતો અને બોઆઝની મા રાહાબ અથવા “સલ્મોન અને રાહાબ, બોઆઝના માતા-પિતા હતા.

Boaz became the father ... Obed became the father

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બોઆઝ પિતા હતો…….. ઓબેદ પિતા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Boaz became the father of Obed by Ruth

બોઆઝ ઓબેદનો પિતા હતો અને રૂથ ઓબેદની મા હતી. અથવા “બોઆઝ અને રૂથ ઓબેદના માતા-પિતા હતા.”

Matthew 1:6

David became the father of Solomon by the wife of Uriah

અહીં શબ્દ “હતો”નો સદર્ભ સમજી શકાય છે. દાઉદ સુલેમાનનો પિતા હતો અને દાઉદ સાથે લગ્ન અગાઉ જે ઉરિયાની પત્ની હતી તે સુલેમાનની મા હતી. દાઉદ અને દાઉદ સાથે લગ્ન અગાઉ જે ઉરિયાની પત્ની હતી તે, સુલેમાનના માતા-પિતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the wife of Uriah

ઉરિયાની વિધવા. સુલેમાનનો જન્મ ઉરિયાના મૃત્યુ બાદ થયો હતો.

Matthew 1:7

Rehoboam became the father of Abijah, Abijah became the father of Asa

શબ્દ “હતો”નો સંદર્ભ અહીં બંને વાક્યમાં સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “રહાબામ અબિયાનો પિતા અને અબિયા આસાનો પિતા હતો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 1:10

Amon

ક્યારેક આનું અનુવાદ “આમોસ” તરીકે થાય છે.

Matthew 1:11

Josiah became the father of Jechoniah

“પૂર્વજો” શબ્દ માટે વધુ ચોક્કસ શબ્દનો ઉપયોગ પણ કરી શકાય, ખાસ કરીને જો “પૂર્વજ” શબ્દનો ઉપયોગ ફક્ત વ્યક્તિના દાદાઓ પહેલાંના વ્યકિતનો ઉલ્લેખ કરવા માટે આવે. વૈકલ્પિક ભાષાંતર: યોશિયા યખોન્યાના દાદા હતા.”

at the time of the deportation to Babylon

જ્યારે તેઓ બાબિલના બંદીવાસમાં ગયા અથવા “બાબિલના લોકોએ તેઓ પર વિજય પ્રાપ્ત કર્યો અને તેઓને બાબિલમાં રહેવાને મજબૂર કર્યા.” જો તમારી ભાષામાં સ્પષ્ટ કરવાની જરૂર પડે કે કોણ બાબિલમાં ગયું તો તમે તેમ કહી શકો કે, “ઇઝરાએલીઓ” અથવા “યહૂદામાં રહેતા હતા તે ઇઝરાએલીઓ.”

Babylon

અહીં તેનો અર્થ બાબિલ દેશ છે, બાબિલ શહેર નહીં.

Matthew 1:12

After the deportation to Babylon

માથ્થી 1:11માં ઉપયોગ કરેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

Shealtiel became the father of Zerubbabel

શલથિયેલ ઝરુબ્બાબેલના દાદા હતા.

Matthew 1:15

Connecting Statement:

માથ્થી માથ્થી 1:1 શરૂ થયેલી ઈસુની વંશાવળીને લેખક અહીં પૂર્ણ કરે છે.

Matthew 1:16

Mary, by whom Jesus was born

આને સક્રિય સ્વરૂપ(કર્તાની પ્રાથમિકતા સાથેનું વાક્ય) વાક્યમાંમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “મરિયમ જેણે ઈસુને જન્મ આપ્યો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

who is called Christ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 1:17

fourteen

14 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

the deportation to Babylon

માથ્થી 1:11માં ઉપયોગ કરેલ સમાન શબ્દનો ઉપયોગ કરો.

Matthew 1:18

General Information:

અહીં માથ્થી તેની સુવાર્તાના નવા ભાગની શરૂઆત કરે છે જે ઈસુના જન્મ અંગેની ઘટનાઓનું વર્ણન કરે છે.

His mother, Mary, was engaged to marry Joseph

તેમની મા, મરિયમના લગ્ન યૂસફ સાથે થવાના હતા. સામાન્ય રીતે માતા-પિતાઓ બાળકોના લગ્ન નક્કી કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુની મા મરિયમના માતા-પિતા મરિયમનું લગ્ન યૂસફ સાથે કરાવવાના વચને બંધાયા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

His mother, Mary, was engaged

એવી રીતે અનુવાદ કરો કે જે સ્પષ્ટ કરે કે જ્યારે મરિયમ અને યૂસફની સગાઈ થઈ હતી ત્યારે ઈસુનો જન્મ થયો ન હતો. વૈકલ્પિક ભાષાંતર: મરિયમ, જે ઈસુની મા બનવાની છે, તેની સગાઈ થઈ ગઈ હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

before they came together

તેઓના લગ્ન પહેલાં. આ મરિયમ અને યૂસફનો જાતીય સબંધ થયો હતો નહીં, તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓના જાતીય સબંધ અગાઉ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

she was found to be pregnant

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓને અહેસાસ થયો કે તેણીને બાળક થવાનું છે અથવા એવું બન્યું કે તે ગર્ભવતી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

by the Holy Spirit

મરિયમ કોઈ પુરુષ સાથે શારીરિક સંભોગના સબંધમાં આવે તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્યએ મરિયમને એક બાળકને જન્મ આપવા સમર્થ કરી.

Matthew 1:19

Joseph, her husband

યૂસફે હજુ સુધી મરિયમ સાથે લગ્ન કર્યા ન હતા, પરંતુ જ્યારે એક પુરુષ અને સ્ત્રીએ એકબીજા સાથે લગ્ન કરવાના વચને એકબીજા સાથે બંધાય ત્યારે, તેઓ સાથે ન રહેતાં હોય તો પણ યહૂદીઓ તેમને પતિ અને પત્ની ગણતા હતા. વૈકલ્પિક ભાષાંતર: યૂસફ, જે મરિયમ સાથે લગ્ન કરવાનો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to divorce her

લગ્ન કરવાની તેઓની યોજના રદ કરવી

Matthew 1:20

As he thought

યૂસફે એવો વિચાર કર્યો

appeared to him in a dream

જ્યારે યૂસફ સ્વપ્ન જોતો હતો ત્યારે તેની પાસે આવ્યો

son of David

અહીં “પુત્ર” એટલે “વંશજ”

the one who is conceived in her is conceived by the Holy Spirit

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પવિત્ર આત્મા દ્વારા મરિયમે આ બાળકનો ગર્ભ ધર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 1:21

She will give birth to a son

કારણ કે ઈશ્વરે દૂતને મોકલ્યો હતો, દૂત જાણતો હતો કે તે બાળક નર સંતાન હતું.

you will call his name

તમારે તેને નામ આપવું અથવા તમારે તેનું નામ આ રાખવું. આ એક આદેશ છે.

for he will save

અનુવાદકર્તા એક પાનાંની નીચે ટૂંકી નોંધ મૂકી શકે છે જે કહે કે ""‘ઈસુના’ નામનો અર્થ 'પ્રભુ બચાવે છે’” થાય છે.

his people

આ યહૂદીઓને ઉલ્લેખે છે.

Matthew 1:22

General Information:

લેખક પ્રબોધક યશાયાના પુસ્તકને તે બતાવવા માટે નોંધે છે કે ઈસુનો જન્મ શાસ્ત્ર પ્રમાણે હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

All this happened

હવે દૂત બોલી રહ્યો નથી. હવે માથ્થી સમજાવે છે કે દૂતે જે કહ્યું છે તેનું મહત્વ શું છે.

what was spoken by the Lord through the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે પ્રભુએ પ્રબોધકને ઘણા લાંબા સમય અગાઉ લખવાનું કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the prophet

ત્યાં ઘણા પ્રબોધકો હતા. માથ્થી યશાયાની વાત કરી રહ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: યશાયા પ્રબોધક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 1:23

Behold ... Immanuel

અહીં માથ્થી યશાયા પ્રબોધકની વાતની નોંધ કરે છે.

Behold, the virgin

ધ્યાન આપો, કારણ કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે સત્ય અને મહત્વપૂર્ણ બંને છે: કુમારિકા

Immanuel

આ પુરુષનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

which means, ""God with us.

આ યશાયાના પુસ્તકમાં નથી. માથ્થી ઈમ્માનુએલ નામનો અર્થ સમજાવે છે. તમે તેને અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “આ નામનો અર્થ ‘ઈશ્વર આપણી સાથે’ થાય છે.

Matthew 1:24

Connecting Statement:

લેખક ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓના વર્ણન સાથે સમાપન કરે છે.

as the angel of the Lord commanded

દૂતે યૂસફને કહ્યું હતું કે તેણે મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારવા અને બાળકનું નામ ઈસુ રાખવું.

he took her as his wife

તેણે મરિયમ સાથે લગ્ન કર્યું.

Matthew 1:25

he did not know her

આ એક સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે તેણીની સાથે જાતીય સંબંધ બાંધ્યો ન હતો (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

to a son

નર બાળક અથવા તેણીના પુત્રને. નિશ્ચિત કરો કે તે સ્પષ્ટ છે કે ખરેખર પિતા તરીકે હજી સુધી યૂસફને રજૂ કરાયો નથી.

Then he called his name Jesus

યૂસફે બાળકનું નામ ઈસુ રાખ્યું.