માથ્થીની સુવાર્તાની પ્રસ્તાવના

વિભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

માથ્થીની સુવાર્તાની રૂપરેખા

  1. ઈસુ ખ્રિસ્તનો જન્મ અને તેમના સેવાકાર્યની શરૂઆત (1:1-4:25)
  2. ઈસુનો પહાડ પરનો ઉપદેશ (5:1-7:28)
  3. ઈસુ સાજાપણાના કાર્યો મારફતે ઈશ્વરના રાજ્યનું ઉદાહરણ આપે છે (8:1-9:34)
  4. સેવાકાર્ય અને રાજ્ય વિશે ઈસુનું શિક્ષણ (9:35-10:42)
  5. ઈશ્વરના રાજ્યની સુવાર્તા વિશે ઈસુ શિક્ષણ આપે છે. ઈસુના વિરોધની શરૂઆત. (11:1-12:50)
  6. ઈશ્વરના રાજ્ય વિશે ઈસુના દ્રષ્ટાંતો (13:1-52)
  7. ઈસુનો વધુ વિરોધ અને ઈશ્વર રાજ્યની ગેરસમજ (13:53-17:57)
  8. ઈશ્વરના રાજ્યમાં જીવન વિશે ઈસુનું શિક્ષણ (18:1-35)
  9. યહૂદિયામાં ઈસુના સેવાકાર્યો (19:1-22:46)
  10. અંતિમ ન્યાય અને તારણ વિશે ઈસુનું શિક્ષણ (23:1-25:46)
  11. ઈસુનુ ક્રૂસારોહણ, તેમનું મૃત્યુ અને પુનરુત્થાન (26:1-28:19)

માથ્થીનું પુસ્તક શેના વિશે છે?

માથ્થીની સુવાર્તા નવા કરારની સુવાર્તાઓમાંની એક સુવાર્તા છે જેમાં ઈસુ ખ્રિસ્તના પૃથ્વીય જીવનની કેટલીક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. સુવાર્તાના લેખકોએ ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તેના વિવિધ પાસાઓ વિશે લખ્યું છે. માથ્થીએ બતાવ્યું કે ઈસુ મસીહ હતા, અને ઈશ્વર ઇઝરાએલને તેમના દ્વારા બચાવશે. માથ્થીએ ઘણી વાર સમજાવ્યું કે ઈસુએ મસીહ વિશે જૂના કરારની ભવિષ્યવાણીઓ પૂરી કરી. આ સૂચવે છે કે તેને તેના પ્રથમ વાચકો મોટેભાગે યહૂદીઓ હોવાની અપેક્ષા હતી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#christ)

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેનું પારંપારિક શીર્ષક આપી શકે છે, માથ્થીની સુવાર્તા, અથવા માથ્થી રચિત સુવાર્તા. અથવા તેઓ(અનુવાદકો) એવું શીર્ષક પસંદ કરી શકે છે જે વધુ સ્પષ્ટ હોય, જેમ કે, માથ્થી દ્વારા લખાયેલ ઈસુ વિશેની સુવાર્તા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

માથ્થીની સુવાર્તા કોણે લખી?

આ પુસ્તક લેખકનું નામ આપતી નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તીઓના સમયથી, મોટાભાગના ખ્રિસ્તીઓ માને છે કે લેખક પ્રેરિત માથ્થી હતો.

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

આકાશનું રાજ્ય શું છે?

આકાશના રાજ્ય વિશે માથ્થીએ સમાન રીતે કહ્યું છે જે રીતે અન્ય સુવાર્તાના લેખકોએ ઈશ્વરના રાજ્યની વિશે કહ્યું છે. આકાશનું રાજ્ય સર્વ લોકો પર અને સર્વ સર્જન પર, સર્વત્ર ઈશ્વરનું શાસન દર્શાવે છે. ઈશ્વર જેઓને તેમના રાજ્યમાં સ્વીકારે છે તે આશીર્વાદિત થશે. તેઓ(ઈશ્વરના લોકો) સર્વકાળ માટે ઈશ્વર સાથે રહેશે.

ઈસુની શિક્ષણ પદ્ધતિઓ શું હતી?

લોકો ઈસુને રાબ્બી માનતા હતા. રાબ્બી એ ઈશ્વરના નિયમશાસ્ત્રના શિક્ષક છે. ઇઝરાએલમાં અન્ય ધાર્મિક શિક્ષકોની જેમ જ ઈસુએ શીખવ્યું. તે જ્યાં પણ ગયા ત્યાં તેમને અનુસરનારા તેમના વિદ્યાર્થીઓ હતા. આ વિદ્યાર્થીઓ શિષ્યો કહેવાતા હતા. તેમણે વારંવાર દ્રષ્ટાંતો મારફતે શિક્ષણ આપ્યું હતું. દ્રષ્ટાંતો એ વાર્તાઓ છે જે નૈતિક પાઠ શીખવે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses અને /WA-Catalog/gu_tw?section=kt#disciple અને /WA-Catalog/gu_tw?section=kt#parable)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

સમાન સુવાર્તાઓ શું છે?

માથ્થી, માર્ક અને લૂકની સુવાર્તાઓને સમાન સુવાર્તાઓ કહેવામાં આવે છે કારણ કે તેઓ(સુવાર્તાઓ) સમાન ભાગોને દર્શાવે છે. સમાન શબ્દનો અર્થ છે એકસરખી રીતે જોવું.

આ લખાણોને સમાંતર ગણવામાં આવે છે જ્યારે તેઓ સમાન હોય અથવા બે કે ત્રણ સુવાર્તામાં લગભગ એક સમાન હોય છે. સમાંતર લખાણોનું અનુવાદ કરતી વખતે, અનુવાદકે શક્ય એટલો સમાન શબ્દરચનાનો ઉપયોગ કરવો જોઈએ અને તેમને શક્ય એટલું સમાન બનાવવું જોઈએ.

શા માટે ઈસુ પોતાનો ઉલ્લેખ માણસના દીકરા તરીકે કરે છે?

સુવાર્તાઓમાં, ઈસુ પોતાને માણસનો દીકરો કહે છે. આ ઉલ્લેખ દાનીયેલ 7:13-14ની સમાનતામાં છે. આ ભાગમાં એક વ્યક્તિ છે જેને માણસના દીકરા તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ એ કોઈ મનુષ્ય જેવો દેખાતો હોય. ઈશ્વરે માણસના દીકરાને દેશો પર સર્વકાળ શાસન કરવા માટે અધિકાર આપ્યો. અને સર્વ લોકો સદાકાળ તેમની સ્તુતિ કરશે.

ઈસુના સમયના યહૂદીઓએ કોઈના માટે માણસનો દીકરો શીર્ષકનો ઉપયોગ કર્યો ન હતો. તેથી, ઈસુએ સ્વયંના માટે તે શીર્ષકનો ઉપયોગ કર્યો જેથી તે ખરેખર કોણ હતા તે યહૂદીઓ સમજી શકે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman)

માણસનો દીકરો શીર્ષકનું અનુવાદ ઘણી ભાષાઓમાં મુશ્કેલ બની શકે છે. વાચકો શાબ્દિક અનુવાદને ગેરસમજ કરી શકે છે. અનુવાદકો વૈકલ્પિક વિચાર કરી શકે છે, જેમ કે, “એક માનવ.” શીર્ષકને સમજાવવા માટે પાનાંની નીચે ટૂંકી નોંધનો સમાવેશ પણ મદદરૂપ થઈ શકે છે.

માથ્થીના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ શું છે?

નીચેની કલમો બાઈબલના જૂના સંસ્કરણોમાં મળી આવે છે પરંતુ આધુનિક સંસ્કરણોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

  • જેઓ તમને શાપ આપે છે તેમને આશીર્વાદ આપો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરો (5:44)
  • ""કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા છે. આમેન” (6:13)
  • પરંતુ પ્રાર્થના અને ઉપવાસ સિવાય આ પ્રકારની જાત નિકળતી નથી (17:21)
  • કેમ કે માણસનો દીકરો ખોવાયેલું શોધવા આવ્યો છે. (18:11)
  • “તેડાયેલા ઘણા છે, પણ પસંદ કરાયેલા થોડા છે.” (20:16)
  • શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, ઢોંગીઓ! તમે વિધવાઓના ઘરોને ખાઈ જાઓ છો, જ્યારે તમે લાંબી પ્રાર્થનાઓનો દેખાડો કરો છો. તેથી તમને વધારે શિક્ષા મળશે. (23:14)

અનુવાદકોને આ ફકરાઓનો સમાવેશ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમ છતાં, જો અનુવાદકોના પ્રદેશમાં, બાઈબલના જૂના સંસ્કરણોમાં આમાંથી એક અથવા વધુ ફકરાઓનો સમાવેશ થયેલો છે, તો અનુવાદકર્તાઓ તેનો સમાવેશ કરી શકે છે. જો તેઓનો(ફકરાઓનો) સમાવેશ થાય, તો આ ફકરાઓ સંભવતઃ માથ્થીની સુવાર્તામાં મૂળભૂત રીતે હતા નહીં તે દર્શાવવા માટે તે ફકરાઓનો સમાવેશ ચોરસ કૌંસ ([]) માં સમાવેશ કરવો જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-textvariants)