અધ્યાય ૧૯
1
ઈસુએ એ વાત પૂરી કયરા પૂઠી એહ હોવ કા,તો ગાલીલથી નીકલીને યર્દન નદીણે હલી પાર યહૂદીયાણે પ્રદેશમાં આવો.
2
વદારેમાં વદારે માણહે તીયાણે પાછાલ ગયે ને તીયા તીંયે તીણાહાય હારે કયરે.
3
.ફરોશીહીય તીયાણે મેરે આવીને તીયાણે પરીક્ષણ કરતા પૂછીય કા."કોય બી કારણને નેદે કેહે પુરુષે પત્નીણે છોડી દેવાણે ઉચિત હા ?"
4
.ઈસુયે જવાબ આપતાં કય કા."કેહે તુમા હાય એહે નાથ વાચ્ય કા,જીયે તીણાહાય ઉત્પન્ન કયરે,તીયે તીણાહાય શરૂવાતથી નરનારી ઉત્પન્ન કયરે ?
5
.ને કય કા 'તીયા કારણ ને નેદે પુરુષ પોતાણે આહાય-આથહાણે મૂકીને પોતાણે પત્નીણે વિલગી રય,ને તી બેવ એક દેહણે હોવી ?"
6
ને તી હવેથી બે નાથ,ફણ એક દેહે હા.હીયા માટે ઈશ્વરે જીણાહાય જોયડે હા તીણાહાય માણહાય જુદે ની પાડવાણે."
7
તીણાહાય ઈસુણે કય કા,"તીયા મુસાયે હેવી આજ્ઞા કેહ આપી કા,ફારગતીણે પ્રમાણ-પત્ર આપીને તીણે મૂકી દેવાણી ?"
8
ઈસુએ તીણાહાય કય કા,"મુસાએ તુમારે હૃદયણે કઠોરતાણે નેદે તુમાહાય તુમારે પત્નીયોહીય મૂકી દેવા દેદિ,ફણ શરૂઆતથી હેવ ની હોતન.
9
.હાય તુમાહાય કતો હામ કા,વ્યભિચારનો કારણ વગર જી કોઈ પોતાણે પત્નીણે છોડીને બીજી સ્ત્રી હારી વેવા કરે,તો તી વ્યભિચાર કરત હા ;ને જો કોઈ છોડી દેદની સ્ત્રી હારી વેવા કરે તો તી ફણ વ્યભિચાર કરત હા."
10
તીયાણે શિષ્યોહીય તીયાણે કય કા,"જો પુરુષણે તીયાણે પત્ની સબંધી એ સ્થિતિ હોય,તીયા વેવા કરવ હાર નાથ."
11
તીયા ઈસુએ તીણાહાય કય કા,"બદાથી એ વાત પાલાતી નાથ,ફણ જીણાહાય તી આપીન હા તીણેથી જ.
12
કેહે કા કતરાક ખોજા હા કા જે પોતાણે આમારેથી જ હેવા જન્મેલા હા.કતરાક એવા હા કા જિણાહાય માણાહાય ખોજા બનાવ્યા હા;ને કતરાક એવા હા કા જીણાહાય સ્વર્ગણા રાજ્યણે નેદે પોતાણે જ નપુંશક તરીકે કયરા હા.જી સ્વીકારી હકત હા તી ઈ વાત સ્વીકારે."
13
.તીયા પૂઠી તી બાળકોહીય તીયાણે પાહાય નાવા,ઈયા માટે કા તી તીણે પાર હાય મૂકીને પ્રાર્થના કરે;ફણ શિષ્યોહીય તીણાહાય ધમકાવ્યે.
14
.ફણ ઈસુએ કય કા,"બાળકોહીય મારે મેરે આવવા દેયા,તીણાહાય રોકતે નખા,કેહ કા સ્વર્ગણે રાજ્ય એવાહાય હા."
15
.તીણે પાર હાથ મુક્યા પૂઠી તી તીનથી ગયે.
16
તીયા પૂઠી, કોઈએ ઈસુણે પાહાય આવીને કય કા,"ઉપદેશક,અનંતજીવન પામણે માટે હાય કાજા હાર કર ?"
17
તીયા તીયે તે વ્યક્તિણે કય,"તું મને હારા વિષે કેહે પૂછતો હા ? હારો તો એકુ જ હા,ફણ જો તુ જીવનણે માગમાં ઓરાણે માગતો હા,તીયા આજ્ઞાહાય પાલ."
18
તીયા વ્યક્તિએ ઈસુએ કય કા,'કાણી આજ્ઞાઓ ? તીયા ઈસુએ કય કા,"તુ હત્યા ની કર,તું વ્યભિચાર ની કર,તું ચોરી ની કર,તું જૂઠી સાક્ષી ની પુર.
19
પોતાણે મા -બાપને માન આપ,પોતાણે મેરેણાહાય પાર પોતાણે જેવો પ્રેમ કર."
20
.તીયા જુવાને તીયાણે કય કા,"એ બધી આજ્ઞાહાય તે હાય પાલતો આવો હામ ; આજુ મારેમાં કાજા ખુટત હા ?"
21
ઈસુએ તીયા જુવાનણે કય કા,"જો તુ સંપૂર્ણ હોણે માગતો હા,તીયા જાઈને તોરે જી હા તી વેચી નાખ ને ગરીબણે આપી દે,એટલે સ્વર્ગમાં તુને દ્રવ્ય મીલી ;ને આવીને મારે પાછાલ ચાન."
22
.ફણ તો જુવાન એ વાત ઉનાયને દિલગીર હોઈને નાહાય ગો, કેહે કા તીયાણે મિલકત ખણી હોતની.
23
તીયા ઈસુએ પોતાણે શિષ્યોહીય કય કા,"હાય તુમાહાય સાચુ કતો હામ કા ધનવાનણે સ્વગણે રાજ્યમાં ઓરાવઅ મુશ્કેલ હા.
24
વલી હાય તુમાહાય પાછો કતો હામ કા ધનવાનણે ઈશ્વરને રાજ્યમાં ઓરાવા કરતાં ઉંટણે સોયણે કાણામાંથી નીકીલવ હેલ હા."
25
.તીયા તેયાણે શિષ્યોહીય તી ઉનાયને અચરત હોવા ને કણે લાગા કા,"તીયા કીડ ઉદ્ધાર પામી હકે ?"
26
.ફણ ઈસુએ તીયાણે ફણી હેદીને કય કા,"માણાહાય તે હી અશક્ય હા,ફણ ઈશ્વરને બદઅ શક્ય હા."
27
તીયા પિતરે ઈસુણે જવાબ આપ્યો કા,"આમે બદઅ મૂકીને તોરે પાછાલ આવા હામ,તીયા આમાહાય કાજા મીલી ?"
28
ઈસુએ તીણાહાય કય,"હાય તુમાહાય સાચુ કતો હામ કા,જીયા પુનઃ આગમનમાં માણસણે દીકરો પોતાણે મહિમાણે રાજયસન પાર બેહે,તીયા તુમે,મારે પાછાલ આવનારા,ઈઝરાયેલને બાર કુલને ન્યાયકરતા બાર રાજ્યાસીહીય પાર બિરાજી.
29
જો કોઈ ઘરનો,ભાઈઓણે,બહેનોણે,માતાણે,બાળકોણે,કા ખેતરોણે મારે નામણે નેદે પાછાલ મૂકી દેદે હા,તી સોગણા પામીને અનંતજીવનણે વારસો પામી.
30
ફણ ઘણાં જે પેલ્લા તે છેલ્લા હોવી ;ને જે છેલ્લા તે પેલ્લા હોવી."