અધ્યાય 21

1 જીયા તો યરુસાલેમણે નજીક આવા ને જૈતુન નામણા ડોગરા પાહાય બેથફગે હુદી ગયા તીયા ઈસુએ બે શિષ્યોહોય મોકનીને. 2 કય કા, "તુમે હામેણા ગામમાં જાયા, તીયે ઓરાતાજ તુમાહાય બાંદીન એક ગધેડી ને તીયાણે પાહાય બચ્ચું હેદવાણ મીલી, તીયાણે છોડીને મારે પાહાય નાવા. 3 જો કોઈ તુમાહાય કાઈ કય તે તુમારે કઅવાણ કા, પ્રભુણે હીયાણે જરૂર હા; એટલે તી તીણાહાય તરાતુજ મોકની દેઇ." 4 હવે ઈ એટલા હારું હોવે કા, પ્રબોધકે જી કયન તી પુર હોવે કા, 5 "સિયોનણે ડિખરીણે એહે કય કા, હેદ, તોરે રાજા તોરે પાહાય આવતો હા, નમ્ર હા, તથા ગધેડા પાર, હા, ખોલા પાર, એટલે ગધેડીના વછેરા પાર, સવાર હોયને આવતો હા." 6 તીયા શિષ્યોહોય જાઈને ઈસુણે તીણાહાય જી કય ન તેહે કર્ય. 7 તે ગધેડીના બચ્ચાં સહીત નાવા ને પોતાણા વસ્ત્ર તીયા પાર નાખ્યા, ને ઈસુ તીયા પાર સવાર હોવો. 8 માણહામાંણહાય ખણાં બદહાય પોતાણે વસ્ત્ર વાટીમાં પાથીરીયે, બીજાહાય ઝાડવા પારની ડાળી વાડીને વાટીમાં પાથીરીયે. 9 હવે આગાલ ચાન્નારે ને પાછાલ આવનારે માણહાય બૂમ પાડી કા, દાઉદણા ડિખરાણે હોસાન્ના, પ્રભુણે નામે જો આવતો હા તો આશીર્વાદિત હા, પરમ ઉંચામાં હોસાન્ના!" 10 તો જીયા યરુશાલેમમાં આવો તીયા આખા નગરમાં ખળભળી ઊઠીને કય કા, હો કીડો હા?" 11 તીયા માણહાય કય કા, "ઈસુ પ્રબોધક, જો ગાલીલણો નાસરેથણો, તો ઓ હા." 12 પૂઠી ઈસુ ઈશ્વરણે ફક્તિસ્થાનમાં ગો. તીયે જે વેચતે ને ખરીદતેને, તીયા બદહાય તીયે કાડી મૂક્યે, ને નાણાવટીઓણે બાજઠ, ને કબૂતર વેચનારાહાય આસનો ઉંદા વાલ્લે. 13 ઈસુએ તીણાહાય કય કા, "મારે ખર પ્રાર્થનાણે ખર કવાઈ, એહે નખીન હા, ફણ તુમે હિયાણે લુટારાઓણે, કોતર બનાવ્યા હા." 14 તીયા પૂઠી આંધળાઓ ને લંગડાઓ તીયાણે પાહાય ફક્તિસ્થાનમાં આવા ને તીયે તીણાહાય હારા કદા. 15 ફણ જ ચમત્કારો તીયે કદા, ને જી બાળકો ફક્તિસ્થાનમાં ઉંચા અવાજે દાઉદણા ડિખરાણે હોસાન્ના પોકારતાના, તીણાહાય જીયા મુખ્ય યાજકોણે ને શાસ્ત્રીઓણે હેજ્જા, તીયા તે બંજ ગુસ્સે હોવા. 16 તીણાહાય ઈસુએ કય કા, "તે કાજા કતા હા, તે કાજા તું ઉનાતો હા?" તીયા ઈસુ તીયણાહાય કતો હા કા, 'હા!' બાળકોણે ને નવજાત શિશુઓણે મુંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી હા, હી, કાજા તુમાહાય કદી નાથ વાચ્ય?" 17 પૂઠી તીયાહાય મૂકીને નગર બાર બેથાનિયામાં જાઈને ઈસુએ રાત વાસો કર્યો. 18 હવે હવારે નગરમાં પાછા આવતાં ઈસુણે ફૂખ નાગી. 19 વાટીણે બાજુમાં એક અંજીરી હેદીને ઈસુ તીયાણે પાહાય ગો. ફણ તીયા પાર એખના પાના વગાર બીજ કાઈની મીલવાથી તીયે તીયાણે કય કા, "હવેથી તોરે પાર કદી ફળ ની લાગે;" ને એકાએક તે અંજીરી હુકાઈ ગોઈ. 20 તી હેદીને શિષ્યો આશ્ચર્ય પામીને બોનણે લાગા કા, "અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગોઈ?" 21 તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા, "હાય તુમાહાય હાચુજ કતો હામ કા, જો તુમાહાય વિશ્વાસ હોઈ ને સંદેહ ની નાવા, તો ઈયા અંજીરીણે જેહે હોવ તેહે તુમે કરહા, અતર ની ફણ જો તુમે ઈયા ડોગરાણે કહા કા, 'તું ઉંચકાઈને સમુદ્રમાં પડ; તો તેહે જ હોવી. 22 જી કાઈ તુમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગહા, તી બદ તુમે પામહા." 23 પૂઠી ફક્તિસ્થાનમાં આવીને ઈસુ બોદ કરતૉનો, હતરામાં મુખ્ય યાજકોએ ને માણહાય વડીલોએ તીયાણે પાહાય આવીને કય કા, "તું કાણા અધિકારથી એ કામો કરતો હા? ને હો અધિકાર તુને કીડે આપયો?" 24 તીયા ઈસુએ જવાબ આપતાં તીણાહાય કય કા, "હાય ફણ તુમાહાય એક વાત પૂછીહી તીયાણે જવાબ જો તુમે આપહા તે હાય કાણા અધિકારથી એ કામો કરતો હામ, તી હાય ફણ તુમાહાય કહી. 25 જો બાપ્તિસ્મા યોહાન આપતો નો તો કાંથી હોતનો સ્વર્ગથી કા માણહાથી?" તીયા તીણાહાય પરસ્પર વિચાર કરીને કય. "જો આપડે કહું કા સ્વર્ગથી, તો ઈસુ આપડાહાય કય કા તીયા તુમાહાય તીયા પાર કેહ વિશ્વાસ કર્યો ની? 26 અથવા જો આપળે કય કા માણહાથી,' તે નોકાહાથી આપળાહાય બીક હા, કેહ કા બદે યોહાનને પ્રાબોધક માનતે હા." 27 પૂઠી તીણાહાય ઈસુણે જવાબ આપતાં કય કા, 'આમે નાથ જાણતા;' તીયે ફણ તીણાહાય કય કા, "હાય કાણા અધિકારથી એ કામો કરતો હામ તી હાય ફણ તુમાહાય કતો નાથ. 28 ફણ તુમે કાજા દારતા હા? એક વ્યક્તિણે બે ડિખરા હોતના; તીયે પેલ્લીણા પાહાય આવીને કય કા, 'ડિખરા, તું આજે દ્રાક્ષાવાડીમાં જાઈને કામ કર; 29 તીયા તીયે જવાબ આપયો કા, 'હાય નાથ જાવાણો;' તોયે ફણ પાછાલથી તો પસ્તાયને ગો. 30 ને બીજા પાહાય આવીને તીયે તેહેજ કય, તીયા તીયે જવાબ આપયો કા 'હાય જાતો હામ, સાહેબ,' તોય ફણ તો ગો નાથ. 31 તે બેમાંથી કીડે પોતાણે બાપણે ઈચ્છા પ્રમાણે કર્ય? તીણાહાય ઈસુણે કય કા, 'પેલાએ.' ઈસુ તીણાહાય કતો હા કા, “હય તુમને નિશ્ચે કય કા, દાણીઓ ને કસબણો તુમારે આગાલ ઈશ્વરણા રાજ્યમાં પ્રવેશ કરી. 32 કેહે કા યોહાન ન્યાયીપણાંણે માર્ગે તુમારે પાહાય આવો, તોયે ફણ તુમે તીયા પાર વિશ્વાસ ની કર્યો ફણ દાણીઓએ ને કસબણો તીયા પાર વિશ્વાસ કયો; એ જોયા પૂઠી ફણ તુમે પસ્તાવો કાઈની કદો. કેહે તુમે તીયા પાર વિશ્વાસ કરા. 33 એક બીજ દ્રષ્ટાંત ઉનાયા. એક ખેડૂત માલિક હોતનો, તીયે દ્રાક્ષાવાડી રોપી, તીયાણે આજુબાજુ વાડ કદી તીયામાં દ્રાક્ષાકુંડ ખોદયો ને બુરજ બનાવ્યો, પૂઠી ખેડૂતણે તે ઈજારે આપી, તો પરદેશ ગયો. 34 ફળણે ઋતુ પાહાય આવો તીયા તીયે ફળ નેણે હારુ પોતાણા ચાકરોણે તે ખેડૂતે પાહાય મોકીન્ના. 35 તીયા ખેડૂતોએ તીયાણે ચાકરોણે દરીને એકણે માર્યો, બીજાણે મારી નાંખ્યો ને તીજાણે પથ્થરે માર્યો. 36 પૂઠી તીયે આગાલ કતાં બીજા વદારે ચાકરોને મોકીન્ના, ફણ તીણાહાય નૂહું એહેજ કર્ય. 37 પૂઠી તીયે પોતાણા ડિખરાણે તીયાણે પાહાય મોકીન્ના કય કા, તે મારે ડિખરાણે માન રાખી." 38 ફણ ખેડૂતોએ ડિખરાણે હેદીને પરસ્પર કય કા, ઓ તે વારસ હા, આપડે હિયાણે મારી નાંખતે ને તીયાણે વારસો નેઈ નેતે.' 39 તીયા તીણાહાય તીયાણે થર્યો ને દ્રાક્ષાવાડીમાંથી બાર કાડીને તીયાણે મારી નાખ્યો. 40 ઈયા માટે જીયા દ્રાક્ષાવાડીણો માલિક આવી તીયા તે ખેડૂતોણે કાજા કરી?" 41 તીણાહાય ઈસુણે કય કા, "તો દુષ્ટોહોય પૂરો નાશ કરી; ને બીજા ખેડૂતો કા જે મોસમે તીયાણે ફળ પોંચાડે, તીયણાહાય દ્રાક્ષાવાડી ઈજારે આપી." 42 ઈસુએ તિણાહાય ક્ય કા, "પથરાણે નકારીનો ખર બાંદનારાહાય કદનો, તો જ ખુણાણો મુખ્ય પથરો હોવો. તી પ્રભુથી બન્ય ને આપણે નજરમાં આશ્વર્યકારક હા,' હિ કાજા તુમે શાસ્ત્રવચનમાં કોય દિહિ કાયની વાંચ્ચ? 43 એટલે હરું હાય તુમાહાય કતો હામ કા, ઈશ્વરન રાજ્ય તુમારે પાંહેથી નેઈ નેવાય ને જે પ્રજા તીયાણે ફળ આપી, તીણાહાય તો આપી. 44 ઈયા પથ્થર પાર જો કોય પડી તીયાણે ટુકડેટુકડા હોય જાય. ફણ જીયા પાહી તો પડી, તીયાણે તો ભૂકો કરી નાખી." 45 મુખ્ય યાજકો ને ફરોશીઓ તીયાણે દ્રષ્ટાંતો ઉનાઈને હમીજીયા કા તો આમારે સબંદી બોનતો હા. 46 એવો ઈસુણે દરાવાણો રસ્તો હેત્તાં ફણ તે માણહાથી ડરી ગયા, કેહે કા માણહાય ઈસુણે પ્રબોધક માનતાના.