અધ્યાય 18

1 તિયે સમયે ચેલાહાય ઇસુની પાહે આવીને કય કા, "સ્વર્ગણાં રાજ્યમાં બદહાથી મોટ કીડો હા?" 2 તિયાં ઈસુએ એક બાળકણે પોતાણે પાહી હાદીને તીયાણે તીણે વચ્ચે ઊભ રખાળીને, 3 કય કા, "હાઈ તુમાહાય હાચુજ કતો હામ કા, જો તુમે તુમારે બદલાણ ની કરાહા, ને બાળકણાં જેવા ની બનાહા તો સ્વર્ગણાં રાજ્યમાં તુમે જાય હખતા નાથ. 4 એટલે જો કોઈ પોતાણે ઈયા બાળકણાં જેવો નમ્ર કરી, તે સ્વર્ગણાં રાજ્યમાં બદાહા કરતા મોટો હા. 5 ને જો કોઈ મારે નામે ઈયા એક બાળકણો સ્વીકાર કરે તો મારે ફણ સ્વીકાર કરતો હા. 6 ફણ એ નાનાહાય જેવો મારે પાર વિશ્વાસ કરતો હા, તીણે માંણો એકણે જે વ્યક્તિ પાપ કરણે પ્રેરણા આપે, તિયાં કરતા તીયાણે ગલે ઘેટાણ પટ બાંદને સમુદ્રના ઉંડાણમાં ડુબાળાય ઈ તિયાં હારુ હાર હા. 7 ઠેકરાને નેદે માણહાય દુનિયાણે અફસોસ હા! કારણ કા જો વસ્તુ નેદે નોકો પાપ કેતા હા ત્યાં વસ્તુ નેદે ઠોકર આવવાણી અગત્ય તે હા. ફણ જીયા માણહાથી ઠોકર આવતી હા તીયાણે અફસોસ હા 8 એટલે જો તોરે હાથ ને પાગ તુને પાપ કરણે દોરે, તો તીયાણે વાડી નાખીને તોરે પાહાયથી ઉડાળી નાખ, તોરે બે હાથ ને બે પાગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય, તિયાં કરતા હાથ ને પાગ અપંગ હોય ને જીવનમાં જાવાણ ઈ તોરે માટે હાર હા." 9 જો તોરે ડોલા તુને પાપ કરાવે, તો તે કાઢી નાખીને તોરે પાંહેથી ફેંકી દે. બેય ડોલા છતાં તું નરકાગ્નિમાં નાંખાય, તિયાં કરતા એક ડોલે આંદલો બનીને જીવનમાં પેસવાણ ઈ તોરે માટે હારો હા. 10 સાવધાન રઅજા કા ઈયા નાનામાં નાના એકણો ફણ અનાદર તુમે નખે કરતા, કેહે કા હાય તુમાહાય કતો હામ સ્વર્ગમાં તીયાણે સ્વર્ગદૂત મારે સ્વર્ગમાંણા બાપણે મોળાણે સદા હેદતો હા. 11 [કેહે કા જી ખોવાયન હા તીયાણે બચાવણે માણહાણે ડિખરો ઈસુ આવો હા.] 12 તુમે કાજા ધારતા હા? જો કોઈ માણસ પાંહે સો ઘેટે હોય ને તીયામાંથી એક ફૂનવાય જાય, તો તે નવ્વાણુંને ડોગરા પાર મૂકીને તી ફૂનવાય ગના ઘેટાણે હેદણે જાતો નાથ? 13 જો તી તુને મીલે તે હાય તુમાહાય હાચુજ કતો હામ કા, જી નવ્વાણું ફૂનવાય ગને નાથ હોતને, તીયાણે કરતાં તીયાણે નેદે તો વદારે ખુશ હોતો હા. 14 એહે ઈયા નાનામાંથી એકણે નાશ હોય, હેવી તુમારે સ્વર્ગમાંણા પિતાણે ઈચ્છા નાથ. 15 ને જો તોરે ફાવાહા તોરે વિરુદ્ધ અપરાદ કરે, તે જા ને તીયાણે એક જાગામાં નેઈ જાઈને તીયાણે દોષ તીયાણે ક. જો તો તોરે ઉનાય, તો તુયે તોરે ફાવાહાણે મેલવી નેદો હા. 16 ફણ જો તો ની ઉનાય, તીયા બીજા એક બે માણહાણે તોરે હારી નેં, ઈયા માટે કા બદી વાત બે અથવા તીન સાક્ષીઓણે મોઠેથી સાબિત હોય. 17 જો તી તીયાણે માન્ય ની રાખે, તીયા મંડળીને કઅ ને જો તે વિશ્વાસી ટોલાણે ફણ માન્ય ની રાખે તીયા તીયાણે બિનયહૂદીઓ ને દાણીઓણે જેવો ગણ. 18 હાય તુમાહાય હાચુજ કતો હામ કા, જી કાંઈ તુમે પૃથ્વી પાર બાદાય, તી સ્વર્ગમાં બાદાય, ને જી કાંઈ તુમે પૃથ્વી પાર છોડાહા, તી સ્વર્ગમાં છોડાય. 19 ને હાય તુમાહાય હાચુજ કતો હામ કા, જો પૃથ્વી પાર તુમારામાંણા બે જણા કાઈ ફણ વાત સબંદી એક ચિતણા હોયને માગી, તીયા મારે સ્વર્ગમાંણા પિતાથી તિણાહાય હારુ તીઈ કરી. 20 કેહ કા જીયે બે અથવા તીન મારે નામમાં એકઠે હોવીને હોય તીયા તીયાણે વચ્ચે હાય હામ." 21 તીયા પિતરે ઈસુણે પાહાય આવીને કય કા, "ઓ પ્રભુ મારો ફાવાહા મારે વિરુદ્ધ ખણી વાર અપરાદ કરતો ને હાય તીયાણે માફ કર? કાજા સાત વાર હુદી?" 22 ઈસુએ તીયાણે કય કા, "સાતવાર હુદી હાય તુને કતો નાથ, ફણ સિત્તેરગણી સાતવાર હુદી કતો હામ. 23 ઈયા માટે સ્વર્ગણા રાજ્યણે એક રાજાણે ઉપમા આપાય હા કા જીયે પોતાણા ચાકરોણે પાહાય હિસાબ માગયો. 24 તો હિસાબ નેણે નાગો તીયા તિણાહાય દશ હજાર તાલંતના દેવાદારને તિયાણે પાહાય નાવે. 25 ફણ પાછ આપવાણ તીયાણે પાહાય કાઈ ની હોવાથી, તીયાણે માલિકે તીયાણે, તીયાણે પત્ની, તીયાણે બાળકોણે ને તીયા પાહાય જી હોતન તી બદ વેચીને દેવ ચૂકવવાણી આજ્ઞા કદી. 26 ઈયા માટે તો ચાકર તીયાણે પગે પડીને વિનંતી કરતાં કઅ કા, માલિક ધીરજ રાખ ને હાય તોરે બદ દેવ ચૂકવી આપીહી.' 27 તીયા તે ચાકરને માલિકણે દયા આવી તેથી તીયાણે તિયે જાવા દેદો ને તીયાણે દેવ માફ કદ. 28 ફણ તોજ ચાકર બાર જાઈને પોતાણા સાથી ચાકરોમાંણા એકણે દેખ્યો જીયાણે, તીન મહિનાણો પગાર જતર દેવ હોતન, તીયા તીયે તીયાણે ગલ થરીને કય કા, 'તારે દેવ ચૂકવ.' 29 તીયા તીયાણે સાથી ચાકરે પગે પડીને વિનંતી કતાં કય કા, ધીરજ રાખ ને હાય તોરે દેવ ચૂકવી આપીહી."' 30 તીયે તીયાણે માન્ય ની, ફણ જાઈને દેવ ચૂકવે ની તીયા હુદી તીયે તીયાણે જેલમાં પુરાવ્યો. 31 તીયા જી હોવ તી હેદીને તીયાણે સાથી ચાકરો દુઃખી હોવા, તીણાહાય જાઈને તી બદ પોતાણે માલિકણે કય દેખાડ્ય. 32 તીયા તીયાણે માલિકે તીયાણે હાદીને કય કા, અરે દુષ્ટ ચાકર તુયે માને વિનંતી કદી, માટે માયે તોરે તી બદ દેવ માફ કર્ય. 33 માયે તોરે પાર જેવી દયા કદી તેવી દયા કાજા તોરે ફણ તોરે સાથી ચાકર પાર કરવાણી ઘટિત કાયની?"' 34 તીયાણે માલિકે ગુસ્સે હોઈને તીયાણે બદ દેવ ચૂકવે તીયા હુદી તીયાણે પીડા આપનારાહાય હોપયો. 35 ઈયા પ્રમાણે જો તુમે પોત પોતાણા ફાવાહાઓણે અપરાદ તુમારે હૃદયપૂર્વક માફ ની કરાહા, તો મારે સ્વર્ગય પિતા ફણ તુમાહાય એહેજ કરી.''