અધ્યાય 17

1 છ દિહી પૂઠી ઈસુએ પિતર, યાકુબ ને તીયાણે ફાવાહા યોહાનને નેઈને એક ઉંચા ડોગરા પાર ચળી ગો. 2 તીણાહાય આગાલ તીયાણે રુંપાંતર હોવ, એટલે તીયાણે મું સૂર્યણા જેવ તેજસ્વી હોવ ને તીયાણે નુગળે હુંજાલા જેવે ઉજલે હોવો. 3 હેદા, મુસા ને એલિયા તીયાણે હારી વાત કરતા તીણાહાય દેખાયા. 4 પિતરે ઈસુણે કય કા, "પ્રભુ, આપળે ઈંયે રવાણો તી હાર હા, જો તોરે ઈચ્છા હોય તે હાય ઈયા તીન માંડવા બાંદ; એક તોરે ફાગણો, એક મુસા ફાગણો ને એક એલીયાણે ફાગણો. 5 તો બોનતોનો હતરામાં હેદા, એક ચળકતી વાદળ તીયાણે પાર આવીને ઊબો રાખો; ને વાદળામાંથી એવો અવાજ આવો કા, "ઓ મારે વ્હાલો ડિખરો હા, તિયાં પાર હાય પ્રસન્ન હામ, તીયાણે તુમે ઉનાયા." 6 ચેલાહાય એવ ઉનાયને ખણા ખાબરાયા, ને ઉંઘે મોટે જમીન પાર પળી ગયા. 7 ઈસુએ તીણાહાય પાહી આવીને તીણાહાય અળકીને કય કા, "ઉઠા ને ખાબરાતા નખા." 8 તીણાહાય પોતાણી નજર ઉંચી કરી તે એખના ઈસુ વગર તીણાહાય બીજા કોઈણે દેખ્યા કાંઈ ની. 9 જ્યા તે ડોગરા પારથી ઉતીરતના, ત્યાં ઈસુએ તીણાહાય આગના આપી કા, "ઈ જી તુમાહાય દેખ્ય તી જ્યા હુદી માણહાણે ડિખરો મરણમાંથી પાછો સજીવન હોવે ત્યાં હુદી કોઈણે કવાંણ ની." 10 તિયા ચેલાહાય તીયાણે પૂછય કા, "શાસ્ત્રીઓ કેહે કતા હા, કા એલીયાએ પેલો આવા જોજે?" 11 ઈસુએ તીણાહાય જવાબ આપ્યો કા, "એલિયા ખરેખર આવી ને બદ હારો કરી. 12 ફણ હાય તુમાહાય કતો હામ કા, "એલિયા આવી ગો હા, તોય તીણાહાય તીયાણે ઓલીખ્યો કાઈની, ફણ જેહે તીણાહાય ઈચ્છા રાખી તેહે તીણાહાય તીયાણે કદો; તેહેજ માણહાણો ડિખરો ફણ તીણેથી દુઃખ સહન કરી." 13 ચેલાહાય એવી હમાજ પળી કા યોહાન બાપ્તિસ્મા કરનાર વિષે તિયે તીણાહાય કય હોય. 14 જ્યા તે માણહાય ટોલા પાહી આવા, તિયાં એક માણહાએ ઈસુણે પાહી આવીને તિયાં આગાલ ઘૂંટણે પળીને કય કા, 15 "ઓ પ્રભુ મારે ડિખરા પાર દયા કર; કેહ કા તીયાણે ફેફરાણી બીમારી હા, એટલે તો ખણી વાર આગળામાં ને પાણીમાં પળી જાતો હા. 16 તીયાણે હાય તોરે ચેલાહા પાહી નાવનો, ફણ તોય તે તીયાણે હારો કરી હખ્યા કાયની." 17 તિયાં ઈસુએ જવાબ આપ્યો કા, ઓ અવિશ્વાસી ને આળી પેઢી કાં હુદી હાય તુમારે હારી રહી? ક્યાં હુદી હાય તુમારે સહન કરીહી? તિયાણે મારે પાહી નાવા." 18 પૂઠી ઈસુએ તિયાં ફુતણે ધમકાવ્યો, ને તો તીયામાંથી નીકલી ગો; ને તો તીયેજ સમયે તો ડિખરો હારો હોય ગો. 19 પૂઠી ચેલા એકાંતમાં ઈસુ પાહે આવીને કય કા, "આમે તીયાણે કેહે કાળી ની હખ્યા." 20 તિયાં ઈસુએ તીણાહાય કય કા. "તુમારે અવિશ્વાસને નેદે; કેહે કા હાય તુમાહાય જરૂર કતો હામ કા, જો તુમાહાય રાઈણા દાણા જતરો વિશ્વાસ હોય તો તુમે ઈયા ડોગરાણે કતાં કા, 'તું ઈયથી તિયે જાતો રઅ ને તો જાતો રતો; ને તુમારે હારુ કાંઈ અહખ્ય નીજ હોય. 21 [ફણ પ્રાર્થના ને ઉપવાસ વગાર હે જાત નીકીલતી કાયની."] 22 જ્યા તેઓ ગાલીલમાં રતના તિયાં ઈસુએ પોતાણા ચેલાહાય કય કા, "માણસણો ડિખરો માણહાય હાથમાં હોપાઈ; 23 તે તીયાણે મારી નાખી, ફણ તીજે દિહી પૂઠી તો પાછો ઊઠી." તિયાં ચેલા બઅજ દુઃખી હોઈ ગયાં. 24 પૂઠી તે કપરનાહુમમાં આવા તિયાં કર નેનારાહાય પીતરને પાહી આવીને કય કા. "કાજા તુમારે ઉપદેશક ફક્તિસ્થાનના કરણા પયહાં કાઈની આપતે?" 25 પિતરે કય કા, "હા." ને તો ખરમાં આવો તિયાં તીયાણે કયાં પેલા ઈસુએ કય કા, "સિમોન તુને કાજા નાગત હા, દુનિયાણા રાજાઓ કીડા પાહીંથી જકાત અથવા કર નેતા હા? પોતાણા ડિખરાહાય પાંહેથી કા પરદેશીઓ પાંહેથી?" 26 પિતરે ઈસુએ કય કા, "પરદેશીઓ પાંહેથી." તિયાં ઈસુએ તીયાણે કય કા, "તો પૂઠી ડિખરાઓ તે કર મુકત હા. 27 તોફણ આપળે તીયહાય અપમાન કરજે, તું સમુદ્ર કિનારે જાઈને ગલ નાખ; ને જે માછની પેલી આવે તીયાણે થરી નેજે, જ્યા તું તીયાણે મું ખોલેહે તિયાં તીઈ માંથી તુને પયાહાં મીલી, તે નેઈ નેજે ને મારે ને તોરે હારુ તીણાહાય આપી દેજે."