અધ્યાય 12

1 તીયે વેળાયે ઈસુ વિશ્રામવારણે દીહે અનાજણે ખેતાહામા રયને જાતનો, તીયા તીયાણે શિષ્યોહોય ફૂખ નાગી, ને કણેહે છૂટણે ને ખાણે લાગા. 2 ફરોશીઓએ તી હેદીને ઈસુણે કય કા, "જો, વિશ્રામવારે જી કરવ ઉચિત નાથ તી તોરે શિષ્યો કરતાં હા." 3 ફણ ઈસુએ તીણાહાય કય કા, "જીયા દાઉદ ને તીયાણે હારીણા ફૂખ્યા હોવના, તીયા તીણાહાય જી કયર તી કેહે તુમાહાય વાંચ્ચં નાથ? 4 તીયે દેવણા ખરમાં જાયને અર્પણ કદની રોટની, જે તીયાણે ને તીયાણે હારીણાહાય ખાવાણી ઉચિત નાથ હોતની, ફણ એખના યાજકોણે ઉચિત હોતની તે તીયે ખાધી. 5 અથવા કેહે નિયમશાસ્ત્રમાં તુમાહાય હી વાચ્ચ કા, વિશ્રામવારણે દિહી ફક્તિસ્થાનમાં યાજકોહોય વિશ્રામવારણે દિહી અપવિત્ર કર્યા છતાં ફણ નિર્દોષ હા? 6 ફણ હાય તુમાહાય કતો હામ કા ફક્તિસ્થાન કરતાં ઈયે એક મોટો હા. 7 વલી બલિદાન કરતાં હાય દયા ચાહતો હામ,' ઇયાણે અર્થ તુમે જાણતે હોય તીયા નિર્દોષણે તુમે દોષિત ની ઠરાવાત. 8 કેહે કા માણહાણે ડિખરો વિશ્રામવારનો પ્રભુ હા." 9 ઈસુ તીયેથી નીકલીને તીયાણે સભાસ્થાનમાં આવો. 10 તીયા હેદા, તીયે એક માણુંહું હોતનો, જીયાણે હાથ હુકાઈ ગનો હોતનો ઈસુ પાર દોષ મુકણે હારૂ ફરોશીઓએ તીયાણે પૂછય કા," "કેહે વિશ્રામવારે હાર કરવાણે ઉચિત હા?" 11 તીયા તીયે તીયણા હાય કય કા, "તુમારેમાં કાણો માણહ એવો હા કા, જીયાણે એક ઘેટ હોય, ને વિશ્રામવારે જ તી ખાડામાં પડે તે તીયાણે થરીને બાર ની કાઢે? 12 તો માણહું ઘેટા કરતાં કતરો મૂલ્યવાન હા! હીયા હારુ વિશ્રામવારે હાર કરવ ઉચિત હા." 13 તીયા હલા માણહાણે ઈસુએ કય કા, "તોરે હાથ લાંબો કર." તીયે તો લાંબો કદો, તરાત તીયાણે હાથ બીજા હાથણે જેવો હારો હોવો. 14 તીયા ફરોશીઓએ નીકલીને તીયાણે મારી નાખવાણે હારુ તીયાણે વિરુદ્ધ મસલત કરી. 15 ફણ ઈસુએ હી જાણીને તીયેથી નીકલી ગો. ખણે માણેહે તીયાણે પાછાલ ગયે. ને તીયે બદાહાય હારે કયરે. 16 તીણાહાય કઠાણ આજ્ઞા આપી કા, 'તુમારે માને જાહેર કરવાણો ની', 17 ઈયા માટે કા પ્રબોધક યશાયાએ જી કય હોતને તી પૂર હોવે કા, 18 હેદ, મારે સેવક, જીયાણે મયે પસંદ કદો; મારે પ્રિય, જીયા પાહાય મારે જીવ પ્રસન્ન હા. તીયા પાહાય હાય મારે આત્મા મુકીહી, ને તો બદીજ જાતિહીય ન્યાયચુકાદો પ્રગટ કરી. 19 તો ઝગડો ની કરે, બૂમ ની પાડે; તીયાણે વાણી રસ્તાઓમાં કોઈની ઉનાઈ. 20 જીયે હુદી ન્યાયચુકાદાણે જયમાં ની પુગાડે, તીયા હુદી છુદીન બરુ ફાગી ની નાખાય, ધૂંઆતુ શણ ફણ તી ની ઉનવાય. 21 બદાજ દેશણે માણેહે તીયાણે નામ પાહાય આશા રાખી." 22 તીયા દુષ્ટાત્મા વીલગીનાણે કોઈ આડલો ને મૂગો માણહાને તે તીયાણે પાહે નાવા; તીયે તીયાણે હારો કદો, એટલે જો આડલો ને મૂગો હોતનો તો બોનણે ને હેદણે નાગો. 23 બદે માણહે આશ્વર્ય પામીને કય કા, "કા ઓ દાઉદણે ડિખરો હોઈ હખે? 24 ફણ ફરોશીહીય તી ઉનાયને કય કા, "ભુતોહોય સરદાર બાલઝબુલણે મદદથી જ તો ભુતોહોય કાઢતો હા," 25 તીયા ઈસુએ તીયાણે વિચાર જાણીને તીણાહાય કય કા, "બદા જ રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડતા હા; બદાજ નગર અથવા ખર જો ફાગલા પડે, તે સ્થિર ની રય. 26 જો શેતાન શેતાનણે કાઢે તો તી પોતે પોતાણે હામે હોવો; તો પૂઠી તીયાણે રાજ્ય કાણી રીતે સ્થિર રય? 27 જો હાય બાલઝબુલણે મદદથી ભુતાહાય કાઢતો હામ, તો તુમારે માણહે કીડાણે કાઢતો હા? માટે તી તુમારે ન્યાયધીશો બની. 28 ફણ જો હાય ઈશ્વરણે આત્માથી ભુતાહાય કાઢતો હામ, તીયા ઈશ્વરને રાજ્ય તુમારે પાહાય આવ હા એહે હમજા. 29 વલી બલવાનને ખરમાં જાઈને તે બલવાનને પેલો બાંદજા વગાર તીયાણે સામાન કોઈથી કેહ લૂંટાય? ફણ તીયાણે બાંદજા પૂઠી તો તીયાણે ખર લૂંટી નેઈ. 30 જો મારે પક્ષણો નાથ તો મારે વિરુદ્ધ હા, જો મારે હારી એકઠ નાથ કરતો તો વિખેરી નાખતો હા. 31 ઈયા માટે હાય તુમાહાય કતો હામ કા, બદાજ પાપ ને દુર્ભાષણ માણહાય માફ કરાય; ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ જો દુર્ભાષણ કરી તીયા માણહાણે માફ ની કરાય. 32 માણહાણો ડિખરાણે વિરુદ્ધ જી કોઈ કાંઈ કય, તી તીયાણે માફ કરાય; ફણ પવિત્ર આત્માણે વિરુદ્ધ જી કોઈ કાંઈ કય, તી તીયાણે માફ ની કરાય; ઈયા યુગમાં ફણ ની, ને આવનાર યુગમાં ફણ ની 33 ઝાડવ હાર ને તીયાણે ફળ હાર હોવી. અથવા ઝાડ ખરાબ ને તીયાણે ફળ ખરાબ હોવી; કેહે કા ઝાડવ ફળથી ઓલખાત હા. 34 ઓ હાપણે વંશ, તુમે દુષ્ટ છતાં હારી વાત તુમારેથી કાણી રીતે કય હખાય? કેહે કા મનનાં ફરપૂરીપણાંમાંથી મું બોનત હા. 35 હાર માણહુ મનના હારા ફંડારમાંથી હાર કાઢત હા, ખરાબ માણહુ મનનો ખરાબ ફંડારમાંથી ખરાબ કાઢત હા. 36 વલી હાય તુમાહાય કતો હામ કા, માણહે જી બદી નકામી વાત બોની તીયા સબંદી ન્યાયકાળે તીણાહાય જવાબ આપવા પડી. 37 કેહે કા તોરે વાતોથી તું ન્યાયી ઠરાવાય; ને તોરે વાતોથી અન્યાયી ઠરાવાય." 38 તીયા કતરાક શાસ્ત્રીઓહી ને ફરોશીઓહી તીયાણે જવાબ આપતા કય કા, "ઓ ઉપદેશક, આમે તોરે પાહાયથી ચમત્કારિક ચિન્હ હેદણે માગતે હામ." 39 ફણ ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા, "દુષ્ટ ને આડી પેઢી વ્યાભીચારી ચમત્કારિક ચિન્હ માગતે હા, ફણ યુના પ્રબોધકણે ચમત્કારિક ચિન્હ સિવાય કોઈ ચમત્કારિક ચિન્હ તીયાણે આપાય ની. 40 કેહે કા જેહ યુના તીન રાતદિહી મોટી માછનીણે બોકામાં રહ્યો, તેહે માણહાણે ડિખરો ફણ તીન રાતદિહી પૃથ્વીણે પેટાળમાં રઈ. 41 ન્યાયકાળે નિનવેહણા માણસ ઈયા પેઢી હારી ઊઠીને ઉબા રઈ ને તીણાહાય અપરાધી ઠરાવાય; કેહે કા યુનાણે ઉપદેશ ઉનાયને તીણાહાય પસ્તાવો કયરો, ફણ હેદા યુના કરતાં ઈયે એક મોટો હા. 42 દક્ષિણની રાણી ઈયા પેઢીહારી ન્યાયકાળે ઊઠીને તિણાહાય અપરાધી ઠરાવી; કેહે કા પૃથ્વીણે છેડેથી સુલેમાનણે જ્ઞાન ઉનાણે તે આવી; ને હેદા ઈયે જે હા તે સુલેમાન કરતાં મહાન હા. 43 જીયા અશુદ્ધ આત્મા માણહામાંથી નીકલતો હા તીયા તે ઉજાડ જગામાં રવાણો હેદતો ફીરીતો હા, ફણ નાથ પામતો. 44 તીયા તો કતો હા કા, જીયા ખરમાંથી હાય નીકીલીનો તીયામાં જ હાય પાછો જાહાય; ને આવીને હેદા હા તીયા તી ખર વાલીન ખાલી ને શોભાયમાન કરીન હોતન. 45 પૂઠી તો જાયને પોતા કરતાં ખણાં દુષ્ટ હેવા સાત દુષ્ટાત્માહાય પોતાણે હારી નાવતો હા, ને તે તીયામાં ઓરાયને તીયે રતાં હા, તીયા તે માણહાણે છેન્ની અવસ્થા પેલાણે કરતાં વદારે ખરાબ હોતી હા, તેહે ઈયા દુષ્ટ પેઢીણે ફણ હોઈ." 46 ઈસુ નોકોણે આજુ વાત કતોનો અતરામાં હેદા, તીયાણે મા ને તીયાણે ફાવાહાય બાયરે આવીને ઊભા હોતના, ને તીયણે હારી વાત કરને માંગતાના; 47 તીયા કોયએ તીયાણે કય કા, "હેદા, તોરે મા ને તોરે ફાવાહાય બાયરે ઊભા હા, તે તોરે હારી વાત કરને માગતે હા," 48 ફણ હલા કઅનારાણે તીયે જવાબ આપતા કય કા, "મારે મા કીડ હા? ને મારે ફાવાહાય કીડ હા?" 49 તીયે પોતાણે શિષ્યોણી તરફ પોતાણે હાથ લાંબો કરીને કય કા, "હેદા મારે મા ને મારે ફાવાહાય! 50 કેહે કા મારે સ્વર્ગમાંણે બાપણે ઈચ્છા પ્રમાણે જી કોઈ કરે, તી જ મારો ફાવાહાય, બેન ને મા હા."