અધ્યાય 11

1 ઈસુ પોતાણા બાર શિષ્યોણે આજ્ઞા આપી રહયા, તીયા એહે હોવ કા હીખીવણે ને ઉપદેશ આપણે તો તીયાથી તીણાહાય નગરોમાં ગો. 2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તણે કામો સબંદી ઉનાયને પોતાણે શિષ્યોણે મોકનીને 3 તીણાહાય પુછાવ્ય કા, "જે આવવાણો હા તો તુજ હા કા, આમે બીજાણે વાટ હેહજે?" 4 તીયા ઈસુએ જવાબ આપતા તીણાહાય કય કા, "તુમે જી જી ઉનાતે હા ને હેતતે હા, તી જાયને યોહાનને કયી દેખાડા. 5 આંધળે દેખતે હોવ હા, લગંડા ચાનતે હોવે હા, રક્તપિતણા રોગીઓ શુદ્ધ કરાઈ હા, બહેરે ઉનાતે હોવે હા, મરણ પામીને જીવતે હોવે હા, ને ગરીબોહોય સુવાર્તા પ્રગટ કરાય હા. 6 જી કોઈ મારે સંબંદી ઠોકર ની ખાય તિયાણે ધન્ય હા". 7 જીયા તે જાતાના તીયા ઈસુ યોહાન સબંદી માણહાય કણે નાગો કા, "તુમે રાનમાં, કાજા હેદણે નીકલીના? કાજા વાયરાથી હાનતા બરૂને? 8 ફણ તુમે કાજા હેદણે નીકલા હા? કાજા મુલાયમ વસ્ત્ર પેરીના માણહણે? જિણા હાય જીણા વસ્ત્રો પેરીને હા તી તે રાજમહેલોમાં હા. 9 તો તુમે કાજા હેદણે નીકીલ્લે? કાજા પ્રબોધકણે? હાય તુમાહાય કતો હામ કા પ્રબોધ કરતા જો ખણાં અધિક હા તીયાણે, 10 જીયા સબંદી એહે નખીન હા કા, જો, હાય મારે સંદેશવાહકણે તોરે આગાલ મોકીનતો હામ, તો તોરે આગાલ તોરે માર્ગ તીયાર કરી."' 11 હાય તુમાહાય હાચજ કતો હામ કા, જતરે સ્ત્રીઓથી જન્મયે હા, તીયામાં યોહાન બાપ્તિસ્મા કઅનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન હોવો નાથ, તોયે ફણ સ્વર્ગણા રાજ્યમા જો બદાહાથી નાનો હા તો ફણ તીયા કરતાં મોટો હા. 12 યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અમુ હુદી સ્વર્ગણા રાજ્ય પાર બળજબરી હોતી હા, ને બળજબરી કરનાઓ તીયાણે છીનવી નેતો હા. 13 કેહે કા બદાં પ્રબોધકોઓ ને નિયમશાસ્ત્ર યોહાન હુદી પ્રબોધ કદો હા. 14 જો તુમારે માનવ હોયને એલિયા જો આવવાણો હોતનો તો ઓજ હા. 15 જીયાણે ઉનાવાણે કાન હોય તી ઉનાય. 16 ફણ ઈયા પેઢીણે હાય કેવા હારી હરખાવ? તે બાળકો જેવી હા કા, તે બજારમાં બેહીને પોતાણા દોસતારોણે બૂમ પાડીને કતાં હા કા 17 આમાહાય તુમારે આગાલ વાહાલી વગાડી, ફણ તુમે નાચ્ચા કાઈની; આમે શોક કરતાના, ફણ તુમે રડ્યા કાઈની." 18 કેહે કા યોહાન ખાતો પીતો નાથ આવો, ને તે કતાં હા કા; તીયાણે દુષ્ટાત્મા વીલગીયો હા; 19 માણહાય ડિખરો ખાતો પીતો આવો, તે તુમે કતાં હા કા,ખાઉધરો ને દારૂબાજ માણહું, દાણીઓ ને પાપીઓણે દોસ્તાર; ફણ જ્ઞાન પોતાણા કર્યોથી યથાર્થ ઠરતો હા." 20 તીયા જીયા નગરોમાં તીયાણે પરાક્રમી કામો ખણે હોવે હોવને તીણાહાય પસ્તાવો કાયની કદો માટે તે તિયા પાર વાક કાઢણે લાગે કા. 21 ઓ ખોરાજીન, તુને હાય! ઓ બેથસાઇદા તુને હાય! કહે કા જે તોરેમાં પરાક્રમી કામો હોવા ને હેદ તુર તથા સીદોનમાં હોવા હોત તો તીણાહાય ટાટ ને રાખમાં બેહીને કીયારનો પસ્તાવો કયો હોય. 22 વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે તુર ને સીદોનને તુમારે કરતાં સહેલ હોવી. 23 ઓ કપરનાહુમ, તું સ્વર્ગ હુદી ઉંચ કરાય કાજા? તુને પાતાળ હુદી નીચે કરી નાખાય; કેહે કા જે પરાક્રમી કામો તોરેમાં હોવા તે જો સાદોમમાં હોવા હોત, તો તી આજે હુદી રત. 24 વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે સદોમ દેશણે તોરે કરતાં હેલ હોવી." 25 તીયે વેળા ઈસુએ કય કા, "ઓ બાપ, આકાશ ને પૃથ્વીણા પ્રભુ, હાય તોરે સ્તુતિ કરતો હામ, કેહે કા જ્ઞાનીયોણો ને તર્કશાત્રીઓથી તુમાહાય હે વાતો ગુપ્ત રાખી ને બાળકોહોય આગાલ પ્રગટ કરી હા. 26 હા, બાપ, કેહે કા તુમાહાય તી હાર નાગ. 27 મારે બાપએ મને બદ હોપ્ય હા, બાપ વગાર ડિખરાણે કોઈ જાણત કાંઈ નાથ, ને ડિખરા વગાર બાપણે કોઈ જાણત નાથ, ને જીયાણે ડિખરો પ્રગટ કરને માગે તીયાણેજ બાપ જાણતે હા. 28 ઓ વૈતરું કરનારે ને ફારથી લદાયને, તુમે બદ મારે પાહે આવા, ને હાય તુમાહાય વિસામો આપીહી. 29 મારે ઝુંસરી તુમે પોતા પાર નેયા, ને મારે પાંહેથી હીખા, કેહ કા હાય મનમાં નમ્ર ને દીન હામ, તુમે તુમારે જીવમાં વિસામો પામાં. 30 કેહે કા મારે ઝુંસરી હેલી ને મારે બોજો હલકો હા."