1 ઈસુ ખ્રિસ્ત જે ઈબ્રાહિમના ડિખરા, જે દાઉદના ડિખરા, તીયાણે વંશાવલી. 2 ઇબ્રાહિમ ઈસાહાકણો આથહો, ઈસહાક યાકુબણો આથહો, યાકુબ યહૂદા ને તિયાણે ફાવાહાઈ આથહો, 3 યહૂદા તામારથી હોવનો પેરેસ ને ઝેરાહા, પેરેસ હેસ્રોનણો આથહો, હેસોન આરામણો આથહો. 4 આરામ અમ્મીનાદાબણો આથોહો, અમ્મીનાદાબ નાહશોનણો આથોહો, નાહશોન સલ્મોનણો આથોહો, 5 સલ્મોન બોઆઝણો આથહો ને રાહાબ તીયાણે મા, બોઆઝ ઓબેદણો આથહો ને રૂથ તીયાણે મા ઓબેદ યિશાઈણો આથહો ને 6 યિશાઈ દાઉદ રાજાણો આથહો હોતનો, દાઉદ સુલેમાનણો આથહો તીયાણે મા પેલી ઉરીયાણી પત્ની હોતની. 7 સુલેમાન રહાબણો આથહો, રહાબામ અબિયાણો આથહો, અબિયા આશાણો આથહો, 8 આસા યહોશાફાટણો આથહો, યહોશાફાટ યોરામણો આથહો, યોરામ ઉઝીયાણો આથહો હોતનો. 9 ઉઝિયા યોથામણો આથહો, યોથામ આહાઝણો આથહો, આહાઝ હિઝકિયાણો આથહો, 10 હિઝકિયા મનાશ્શાણો આથહો, મનાશ્શા આમોનણો આથહો, આમોન યોશિયાણો આથહો, ને 11 બાબીલના બંદીવાસણે સમયે યોશિયા યખોન્યા ને તીયાણે ફાવાહાય આથહો હોતનો. 12 ને બાબીલની બંદીવાસ પુઠી, યખોન્યા શાલ્તીએલ આથહો, શાલ્ટીએલ ઝરુબ્બાબેલણો આથહો, 13 ઝરુબ્બાબેલ અબીઉદણો આથહો, અબીઉદ એલિયાકીમણો આથહો, એલિયાકીમ આઝોરણો આથહો, 14 આઝોર સાદોકણો આથહો, સાદોક આખીમણો આથહો, આખીમ અલિયુદણો આથહો. 15 અલિયુદ એલાઝારણો આથહો, એલાઝાર મથ્થાનણો આથહો, મથ્થાન યાકુબણો આથહો, ને 16 યાકુબ યુસફણો આથહો, યૂસફ તો મરિયમણો પતિ હોતનો; ને મરિયમથી ઈસુ જો ખ્રિસ્તણો જન્મો હોવો. 17 ઈબ્રાહિમથી દાઉદ હુદી બદે મીલીને ચૌદ પેઢી હોવી, દાઉદથી બાબીલણા બંદિવાસ હુદી ચૌદ પેઢી, ને બાબીલણી બંદીવાસ પુઠી ખ્રિસ્તણો સમય હૂદી ચૌદ પેઢી હોવી. 18 ઈસુ ખ્રિસ્તણો જન્મો એવી રીતે હોવો. તીયાણે મા મરિયમણી સગાઈ યુસુફ હારી હોવની, તીયણે શારીરિક સબંદ હોવા પેલા પવિત્ર આત્માથી ગર્ભવતી હોવની જાણવામાં આવી. 19 તીયીણે પતિ યુસુફ એક પ્રામાણીક પુરુષ હોતનો, ફણ તો બદાહા આગાલ તીયીણે અપમાન કરને કાયની માગતોનો, એટલે તીયેણે છાનોમાનો તીયે હારી સગાઈ તોડી નાખવાણો વિચાર કદો. 20 જીયા તીયે હિયા વિશે વિચાર કદો, તીયા પ્રભુણે દુતે તીયાણે સ્વપ્નમાં દેખસો ને તીયાણે કણે લાગો કા, "યુસુફ દાઉદણા ડિખરાહ, તું તોરે પત્ની મરિયમણે હાદી નાવણે ખાબરાતો નખે; કેહે કા તીયીણે ગર્ભમાં જી બાળક હા તી પવિત્ર આત્માથી હા. 21 તીયાણે ડિખરોહ હોવી ને તું તીયાણે નામ ઈસુ પાડજે, કેહ કા તો પોતાણે માણહાય તીયાણે પાપથી ઉદ્ધાર કરી." 22 હવે હી બદ એટલા હારુ હોવ કા, પ્રભુએ પ્રબોધકમાં રયને ક્વડાવીન તી પૂર હોય, એટલે, 23 "કેહ કા, કુંવારી ગર્ભવતી હોવી, તીયાણે ડિખરોહ હોવીને તીયાણે નામ તે ઇમ્માનુએલ પાડી, જીયાણે અર્થ હા કા, 'ઈશ્વર આપળે હારી હા." 24 પુઠી યુસુફ ઊંઘમાંથી ઉઠી ગો ને જેહે પ્રભુણા સ્વર્ગદુતે તીયાણે આજ્ઞા આપી તેહે કદ; તો પોતાણી પત્નીણે હાદી નાવો. 25 મરિયમણે ડિખરોહ હોવો તીયા હુદી યુસુફે મરિયમ હારી શારીરિક સબંદ રાખ્યો કાયની; ને તીયે તીયાણે નામ ઈસુ રાખ્ય.