2 તુમારે દોલત હુલી ગોઈ હાશે ને તુમારે નુગડે ઉધાયે ખાય ગયે હાશે.
3 તુમારે હોન ને ચાંદી કાટાય ગ હાશે ને તીયાણે કાટ તુમારે વિરુદ્ધ સાક્ષી આપી, અગ્નિણે જેહે તુમારે શરીરહીય ખાય જાય, તુમે છેન્ના દિહા માટે મિલકત હંગરી રાખી હાશે. 4 હેદા, જે મજૂરહીય તુમારે ખેતામાં મેનાત કરી હાશે, તીણાહાય મજૂરી તુમે દગાથી અટકાવી રાખી હાશે, તે બૂમ પાડતે હાશે ને મેનાત કરનારાહાય બૂમ સૈન્યણે પ્રભુએ ઉનાયી હાશે.
5 તુમે પૃથ્વી પાર મોજશોખ કરતે હાશે ને વિલાસી હોવે હાશે; કાપા કાપીણા દિહામાં તુમે તુમારે હૃદયોણે પુષ્ટ કદે હાશે.
6 ન્યાયીણે તુમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, ફણ તો તુમાહાય અટકાવતો કાયની. 7 ભાઈઓ, પ્રભુણે આવતા હુદી તુમે થીરજ રાખા ; હેદા, ખેડૂત જમીનણે મૂલ્યવાન ફળને વાટ હેદતો હાશે ને પેલો ને છેન્નો વરહાત હોવે તીયા હુદી તો થીરજ રાખતો હાશે.
8 તુમે બી થીરજ રાખા ને મન દ્રઢ રાખા, કેહ કા પ્રભુણે આગમન હાથવેંતમાં હાશે. 9 ભાઈઓ, એકબીજા હારી બડબડાટ ની કરા કા તુમારે ન્યાય કરવામાં ની આવે ; હેદા ન્યાયાધીશ બારા આગાલ ઉભા હાશે.
10 ભાઈઓ ને બેનો, દુઃખ સહવા વિષે ને થીરજ માટેણા નમૂના, જી પ્રબોધક પ્રભુણે નામથી બોન્યા તીયણે પાહાયથી ગ્રહણ કરા.
11 હેદા, જીણાહાય સહન કદ હાશે તી આશીર્વાદિત હાશે, એહ આપડે માનતે હામ. તુમે અયુબણે સહનશીલતા વિષે ઉનાય હાશે, પ્રભુથી જી પરિણામ આવ તી ઉપારથી તુમાહાય હેદજ હાશે હિયા પ્રમાણે કા, પ્રભુ ખણો કરુણાળુ ને દયાળુ હાશે. 12 ફણ મારે ભાઈઓ, વિશેષ કરીને તુમે સમ ની ખાયા; સ્વર્ગણે કાયની કા પૃથ્વીણે કાયની કા બીજા કોઈણે સમ ની ખાયા; ફણ તુમાહાય સજા ની હોવે એટલે તુમારે 'હા ' તે 'હા ' ને 'ના ' તે 'ના ' હોય. 13 તુમારેમાં કેહ કોઈ દુઃખી હાશે? તો તીયાયે પ્રાર્થના કરવાણી, કેહ કોઈ આનંદમાં હાશે ? તે તીયાયે ગીત ગાવાણ.
14 તુમારેમાં કોઈ બીમાર હાશે? તો તીયે વિશ્વાસી સમુદાયણે વડીલીહ હાદવાણા ને તીણાહાય પ્રભુણે નામથી તીયાણે તેન લાગવીને તીયા માટે પ્રાર્થના કરવાણી.
15 વિશ્વાસ સહીત કરીની પ્રાર્થના બીમારીહીય બચાવી, પ્રભુ તિયાણે ઉઠાડી; ને જો તીયે પાપ કદા હાશે, તે માફ કરવામાં ની આવે. 16 તુમે નિરોગી હોવા માટે પોતાણે પાપ એકબીજાણે પાહાય કબૂલ કરા, એકબીજાણે માટે પ્રાર્થના કરા; ન્યાયી માણહાણે પ્રાર્થના પરીણામે બજ સાર્થક હોતી હાશે.
17 એલીયા સ્વભાવે આપડે જેવો માણહું હોતનો, ફણ તીયે પ્રાર્થનામાં વિનંતી કરી કા 'વરહાત વરીહીયો કાયની ' એટલે હાડાતીન વરહા હુદી જમીન પાર વરહાત વરીહીયો કાયની.
18 તીયે પાછી પ્રાર્થના કદી ને સ્વર્ગમાંથી વરહાત વરીહીયો; ને ધરતીએ પાક ઉપજાવ્યો. 19 મારે ભાઈઓ, જો તુમારેમાંણો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ફટકી જાય ને કોઈ તિયાણે પાછો ફેરવે,
20 તે તીયે જાણવ કા પાપીણે તીયાણે અવળા માર્ગમાંથી જો પાછો વાલતો હાશે, તો એક જીવણે મૃત્યુથી બચાવતો ને તીયાણે સંખ્યાબંધ પાપણે ઠાકી દેય