2 મારે ભાઈઓ, જીયા તુમાહાય બધી પ્રકારની કસોટી હોવતી હાશે તીયા તિયામાં પૂરો આનંદ ગણા
3 કેહ કા તુમે જાણતે હાશે કા તુમારે વિશ્વાસણે પરીક્ષામાં પાર ઉતીરયાથી ધીરજ ઉત્પ્ન્ન હોવતી હાશે. 4 તુમે પરિપક્વ ને સંપૂર્ણ હોવા, ને કશામાં અપૂર્ણ ની રત, માટે ધીરજણે પોતાણે કામ પૂરેપૂર કરવા દે.
5 તુમારેમાનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તે ઈશ્વર જી બધાહાય ઉદારતાથી આપતો હાશે ને ઠપકો આપતો કાયની, તીયાણે પાહીથી તી માંગ; એટલે તીયાણે તી આપવામાં આવી. 6 ફણ કાંઈ બી સંદેહ રાખ્યા વગાર વિશ્વાસથી માંગવાણ; કેહ કા જી કોઈ સંદેહ રાખીને માગતો હાશે, તો વાયરાથી ઉછીલતા ને આફડાતા દરિયાણે મોજાણે જેવો હાશે.
7 હેવા માણહાયે પ્રભુ તરફથી તીયાણેકાંઈ મીલી હેવ ની થારવાણ.
8 ૮.હેવા પ્રકારનો માણહું બે મનવાલો હાશે ને પોતાણે બધા રસ્તામાં અસ્થિર હાશે. 9 જો ભાઈ ઉતીરતા પદણો હાશે તો પોતાણે ઉચ્ચપદમાં અભિમાન કરી.
10 જો ધનવાન હાશે, તો પોતાણે ઉતીરતા પદમાં અભિમાન કરે કેહ કા ઘાસણે ફુનાણે પેઠે તો વિલીન હોય જાય.
11 કેહ કા સૂર્ય ઉગતો હાશે ને ગરમ વાયરો આવતો હાશે તીયા ખાહય ચીમડાત હાશે ; તીયાણે ફુન તૂટી પડત હાશે ને તીયાણે સુંદરતાણે શોભા નાશ પામતી હાશે તેહ ધનવાન ફણ તીયાણે વ્યવ્હારમાં વિલીન હોય જાય. 12 જી માણહ પરીક્ષામાં પાર ઉતીરતો હાશે તો આશીર્વાદિત હાશે ; કેહ કા પાર ઉતીરીયા ફૂટી, જીવનનો જો મુગટ પ્રભુએ પોતાણે પાર પ્રેમ રાખનારાહાય આપવાણે આશાવચન આપ્ય હાશે તી તીયાણે મીલી.
13 કોઈણે પરીક્ષણ હોવ હોય તે ઈશ્વર મારે પરીક્ષણ કદ હાશે, એહ તીયાયે ની કવાણ ; કેહ કા દુષ્ટતાથી ઈશ્વરને પરીક્ષણ હોવત કાયની ને તે કોઈણે પરીક્ષણમાં નાવતા બી કાયની. 14 ફણ બધા માણહે પોતાણે દુષ્ટ ઇચ્છાથી ખેંચાયને ને લલચાઇને પરીક્ષણમાં પડતે હાશે.
15 ફૂટી દુષ્ટ ઇચ્છા ગર્ભ થરીને પાપણે જન્મ આપતી હાશે ને પાપ પરિપક્વ હોઈને મોતણે ઉપજાવતે હાશે.
16 મારે વાલા ભાઈઓ, તુમે છેતરાતા નખે. 17 બધે ઉત્તમ દાન ને બધે સંપૂર્ણ દાન ઉપારથી હોવે હાશે ને પ્રકાશણે પિતા જીયામાં પરિવર્તન કાયની હોવત, તેહે જ જીયામાં ફિરવાથી પડતો પડછાયો બી કાયની, તીયણે પાહાયથી ઉતીરતો હાશે.
18 તીણાહાય પોતાણે ઇચ્છાથી સત્યણે વચન દ્વારા જન્મ આપીયો હાશે, એટલે આપડે તીણાહાય ઉત્પ્ન્ન કરીનાહામાં પેલા ફળ જેવા હોવજે. 19 મારે વાલા ભાઈઓ, તુમે તી જાણતે હાશે, બધે માણહે ઉનાવામાં ચપળ, બોનવામાં મંદ, ને ક્રોધ કરવામાં નરમ હોત ;
20 કેહ કા માણહાને ક્રોધથી ઈશ્વરને ન્યાયીપણ કામ કરત કાયની.
21 એટલે તુમે બદે મલિનતાથી ને દુષ્ટતાથી અધિકતા તજી દિયા ને તુમારે હૃદયમાં વાવીન જી વચન તુમારે આત્માણે ઉદ્ધાર કરવાણે શક્તિમાન હાશે તીયાણે નમ્રતાથી ગ્રહણ કરા. 22 તુમે વચન પાલનારે હોવા, પોતાણે છેતરીને કેવલ ઉનાનારે જ ની.
23 કેહ કા જી કોઈ માણહું વચન પાલતો કાયની , ફણ કેવલ ઉનાતો હાશે, તો પોતાણે સ્વાભાવિક મુ કાચમાં હેદનારા માણહા જેવો હાશે.
24 કેહ કા તું પોતાણે હેદતો હાશે, ફૂટી તિથો ખહી જાતો હાશે, એટલે તું પોતે કેવો હોતનો, હી તું તરત વીહરાય જાતો હાશે.
25 ફણ જી મુક્તિણે સંપૂર્ણ નીયમમાં થીયાનથી નિહાળતો હાશે ને તીયામાં રતો હાશે, જી ઉનાયને વીહરાય જાનારો કાયની, ફણ કામ કરનાર હાશે, તી જ માણહું પોતાણે વ્યવહારમાં આશીર્વાદિત હાશે. 26 જો તુમારેમાંણો કોઈ માને કા હાય ધાર્મિક હામ, ફણ પોતાણે જીભણે કાબુમાં રાખતો કાયની, તો પોતાણે હૃદયણે છેતીરતો હાશે, તેવા માણહાને ધાર્મિકતા વ્યર્થ હાશે.
27 વિધવાહીય ને અનાથણે દુઃખણે સમયે મુલાકાત નેવી ને દુનિયાથી પોતાણે નિષ્કલંક રાખવાણો હે જ ઈશ્વરને એટલે પિતાણે, આગાલ શુદ્ધ ને ચોખ્ખી ધાર્મિકતા હાશે