અધ્યાય 3

1 કા આમે પાછે પોતાણે પ્રશંસા કરતે હામ? કા બીજે કતરાહાકણે તુમે, આમાહાય તુમારે ઉપાર કા તુમારે પાહાયથી, ફ્લામણને પત્ર જીત્તે હા? 2 આમારે હૃદયમાં નખીન ને બદા માણહાથી જાણીનો ને વાંચીનો એવો આમારે પત્ર તી તુમે હા. 3 તુમે ખ્રિસ્તણે પત્રણે જેહે દેખાતે હા જિણાંહાય આમે સેવા કદની; તે સાહીથી કાયની ફણ જીવતા ઇશ્વરણે આત્માથી, ને પથ્થરણે પાટિયા પાર કાયની ફણ માનવીય હૃદયરુપી પાટિયા પાર નખીન હા. 4 એવો ફરોહો ખ્રિસ્તણે આશરે આમાહાય ઈશ્વર પાર હા. 5 હાય પોતે પોતાણેથી કાંઈ વિચારવા સમર્થ હામ એવ કાયની હા; ફણ આમારે સામર્થ્ય ઈશ્વરથી હા; 6 તીયાણે ફણ આમાહાય નવા કરારણે, એટલે અક્ષરણે કાયની ફણ આત્માંણે, યોગ્ય સેવક કાર્ય હા, કેહે કા અક્ષર મારી નાખતો હા, ફણ આત્મા જીવડાવતો હા. 7 ને મરણને સેવા જિણાહાય અક્ષરો પથ્થર પાર કોતરીના; તી જી એટલે ગૌરવવાલી હોતની કા ઈઝરાયેલી માણહે મુસાણે મું પારણને તેજ ટલી જાવાણે હોતને તી તેજણે નેદે તિણાહાય મું પાર ધારીણે હેદી હખ્ય કાયની. 8 તી તે કરતા આત્માણે સેવા વદારે મહિમાવાન કેહે ની હોય? 9 કેહે કા જો દંડાજ્ઞાની સેવાણે મહિમા હોતનો, તો ન્યાયપણા ણે સેવા મહિમામાં કતરી બદી વદારે હા! 10 ને ખરેખર, જી મહિમાવાન હોવન તી કરતા બીજ વદારે મહિમાવંત હોવાણે કારણથી જાણે મહિમારહિત હોવ. 11 કેહે કા જી ટલી જાવાણ હોતન ને જી મહિમાવંત હોતન, તો જી કાયમ ટકનાર તીયાણે મહિમા કતરો વિષેશ હા! 12 ઈયા ફાગુ આમાહાય એવી આશા હોવાથી, આમે વદારે નિર્ભયતાથી બોનતે હામ; 13 ને મુસાણે જેહે કાયની, કા જીયાએ ઇઝરાયેલણે ડિખરાહાય ટલી જાનારે મહિમાણે અંત ફણ હેજ્જો કાયની એટલે પોતાણે મું પાર પળદો નાક્શો. 14 ફણ તિણાહાય મન કઠાણ હોવે ને; કેહે કા આજે હુદી જુનો કરાર વાંચતે તો પળદો તેહેણો તેહેજ રતો હા; ફણ તી તે ખ્રિસ્તમાં દૂર કરવામાં આવી. 15 ફણ આજ હુદી જિયા તિણાહાય મુસાણે પુસ્તક વાંચતે હા તિયા તિણાહાય હૃદય પાર પળદો રતો હા; 16 ફણ જિયા તી પ્રભુ ફણી ફિરી, તિયા તો પળદો હરકાવી નાખવામાં આવી. 17 હવે પ્રભુણે આત્મા હા; ને જીયે પ્રભુણે આત્મા હા તીયે સ્વતંત્રતા હા. 18 ફણ આપણે બદે ઉગાડે મુખે જેહે આરસીમાં, તેહે પ્રભુણે મહિમાણે હેદીને, પ્રભુણે આત્માથી વદારેમાં વદારે મહિમા થારણ કરતા તીયા જ રૂપમાં રૂપાંતર પામતે હામ.