અધ્યાય ૧૬

1 ૧. હવે સંતોણે ફાળો એકઠો કરવા વિષે નખતો હામ; મયે ગલાતીયાનણે વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તુમે ફણ કરા.

2 ૨. હાય આવ તીયા ધર્મદાન ઉઘરાવવા પળે ની, તીયા ફાગ અઠવાડિયાણે પેલ્લા દિહી તુમારે માણે બદેજ પોતાણે કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મુકવાણો. 3 ૩. જીયા હાય આવીહી તીયા જીણાહાય તુમે પસંદ કરાત, તિણાહાય પત્રો આપીને હાય તુમારે દાન યરૂશાલેમમાં પોચાડવા ફાગ મોકનિહિ.

4 ૪. જો મારે ફણ જાવાણ યોગ્ય નાગી તો તી મારે હારી આવી. 5 ૫. હાય મકદોનીયા હોઈ ને જાવાણો હામ. તીયાથી મકદોનીયા પાર કદા પૂઠી હાય તુમારે પાહાય આવીહી.

6 ૬. હાય કદાચ તુમારે હારી રહય,કદાચ શિયાળો બી કાળીહી કા, જીયાથી મારે જીયે જાવાણ હા તીયે તુમે માને પોચાવાત. 7 ૭. કેહેકા અમુ જાતા તુમાહાય મિલવાણી મારે ઈચ્છા નાથ; ફણ ઈશ્વરણે ઈચ્છા હોય તો હાય થોળોક સમય હુદી તુમારે હારી રવાણી આશા રાખતો હામ.

8 ૮. ફણ હાય પચાસમાણે પૂર્વ હુદી એફેસસમાં જ રઈ .

9 ૯. કેહેકા એક મહાન કાર્ય સફળ હોવે એવ બાર મારે ફાગુ ખોલવામાં આવ હા.જો કા વિરોધીઓ ફણ ખણે હા. 10 ૧૦. ફણ જો તિમોથી આવે તો તુમારે હારી નિર્ભય રય, તીયા વિષે સંભાળ રાખજા, કેહેકા મારે નેદે તો ફણ પ્રભુણે કામ કરતો હા.

11 ૧૧. હિયા ફાગ કોઈ તીયાણે તુચ્છ ગણે ની ; ફણ શાંતિથી તીયાણે મારે પાહાય પોચાડજા, કેહેકા ભાઈઓ ણે હારી તીયાણે આવવાણે પ્રતીક્ષા હાય કરતો હામ.

12 ૧૨. હવે, ભાઈઓ અપોલસ વિષે મારે અતરજ કવાણ હા કા ભાઈઓણે હારી તે તુમારે પાહાય આવે તીયા ફાગ મયે તીયાણે બજ વિનંતી કદી; ફણ અમુ તીયે આવવાણી તીયાણે ઈચ્છા નાથ; ફણ જીયા અનુકૂળ પ્રસંગ મિલે તીયા તો આવી. 13 ૧૩. જાગૃત રયા વિધાસમા સ્થિર રયા, સમર્થ્ય દેખાડા, બળવાન હોવા.

14 ૧૪. તુમે જી કાંઈ કરાત તી પ્રેમથી કરા. 15 ૧૫. ભાઈઓ, તુમે સ્તેફનાસણે કુટુંબણે જાણતે હા કા, તો અખાયાણે પ્રથમફળ વિશ્વાસી હા, તો સંતોણે સેવામાં હમેશા સક્રિય રયો હા ને તીયા ફાગ તુમાહાય વિનંતી કરતો હામ કા,

16 ૧૬. તુમે એવા માણહાણે ને અન્ય જી સેવામાં પરિશ્રમ કરતે હા તીણે ફણ આધીન હોવા. 17 ૧૭. સ્તેફનાશ ને ફોર્તુનાતસ ને અખાઈકસણે આવાથી હાય હર્ષ પામ્યો ; કેહેકા તુમારે જી કામ અધુંર હોતન તી તિણાહાય પૂર કદ હા.

18 ૧૮. તિણાહાય મારે ને તુમારે આત્માણે ફણ ઉત્તેજિત કદા. તીયા ફાગ એવા માણહાણે માન આપા. 19 ૧૯. આસિયાણે વિશ્વાસી સમુદાયણે તુમાહાય સલામ પાઠવતે હા. આકુલા, પ્રિસ્કા ને તીણે ખરમાં મિલતા વિશ્વાસી સમુદાયણે બદાહાય પ્રભુમા તુમાહાય સલામ પાઠીવતે હામ.

20 ૨૦. બદાહા ભાઈઓણે ફણ તુમાહાય સલામ પાઠીવતે હામ, પવિત્ર ચુંબનથી એકબીજાણે ક્ષેમકુશળ કજા. 21 ૨૧. હાય પાઉલ મારે પોતાણે હાથે તુમાહાય સલામ નખતો હામ.

22 ૨૨. જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાર પ્રેમ કરતો ની હોય, તે તો શાપિત હોવે.

23 ૨૩. આપળે પ્રભુ આવાણો હા. પ્રભુ ઈસુ ને કૃપા તુમારે પાર હોય.

24 ૨૪. ખ્રિસ્ત ઈસુમાં મારે પ્રેમ તુમે બદાહાય હારી હોય. આમીન.