અધ્યાય 9

1 ને હાય સ્વતંત્ર નાથ? ને હાય પ્રેરીત નાથ? ને માને આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દર્શન હોવ નાથ? ને તુમે પ્રભુમાં મારે સેવાણે ફળ નાથ? 2 જો કા હાય બીજાહાય દ્રષ્ટિમાં પ્રેરીત ની હોઉં, તો બી નિશ્રે તુમારે નજરે તો હામ, કેહે કા પ્રભુમાં તુમે મારે પ્રેરીતપદણે પુરાવો હા. 3 માને પૂછનારાહાય મારે ઓજ પ્રત્યુત્તર હા; 4 ને આમાહાય ખાવાણો ને પીવાણો અધિકાર નાથ? 5 ની જેવો બીજા પ્રેરીતોણે, પ્રભુણે ફાવાહાયણે ને કેફાણે હા તેવો માને બી વિશ્વાસી સ્ત્રીણે હારી નેઈને ફિરવાણો અધિકાર નાથ? 6 એટલે કા ધંદો રોજગાર કરીને ગુજરાન ચાનીવવાણ કેવળ મારે ને બાર્નાબાસણે ફાગ જ હા? 7 હેવો કાણો સિપાઈ હા કા તો પોતાણે ખર્ચાથી લડાઈમાં જાતો હા? દ્રાક્ષાવાળી રોપીને તીયાણે ફળ કિડ ખાત નાથ? ને કોઈ જાનવર પાલીને તીયાણે દૂદણે ઉપયોગ કરતો નાથ? 8 હી વાત કાજા હાય માણહાયણે વિચારથી કતો હામ? ને નિયમશાસ્ત્ર ફણ હી વાત કત નાથ? 9 કેહે કા મુસાણે નિયમશાસ્ત્રમાં નખીન હા, કા પારે ફિરનાર બલજાહિ મું પાર જાળી ની બાંદ. ને એવી આજ્ઞા આપવામાં ને ઈશ્વર બલજાહાય ચિંતા કરતો હા? 10 કા વિશેષ આપળે નેદે તો એહે કતો હા? આપણે નેદે તી નખ્ય હા. કા જે ખેડતોહી તો આશાથી ખેડતો હા ને જો મસળ તો હા તો ફળ પામવાણી આશાથી તી કરા. 11 જો આમે તુમારે ફાગ આત્મિક બાબતો વાવી હા, તો આમે તુમારે શરીર ઉપયોગી બાબતો લણીએ હી કાઈ વદારે પળત કવાય? 12 ને બીજે તુમારે પારનો ને હકણે લાફ નેતે હા તો તિણે કરતા આમે વિશેષ દાવેદાર નાથ કા? તો બી એ હકણો આમે ઉપયોગ કદો નાથ, ફણ ખ્રિસ્તણે સુવાર્તાણે કાઈ અટકાવરુપ ની હોજે તિયા ફાગ આમે બદે સહન કરતે હામ. 13 હી તુમે નાથ જાણતે કા જી બદે ફક્તિસ્થાનમાં સેવાણે કામ કરતે હા તી બદે સભાસ્થાનણે ખાતે હા; ને જી બદે યજ્ઞવેદીણે સેવા કરતો હા, તી બદે યજ્ઞવેદીણે અર્પણણે ફાગીદાર હા હી તુમે નાથ જાણતે? 14 એહેજ પ્રભુએ ઠરાવ્ય હા કા, જી બદે સુવાર્તા પ્રગટ કરતે હા, તી બદે સુવાર્તાથી પોતાણે ગુજરાન ચાનીવતે. 15 ફણ એવો કોઈ વહીવટ મયે નાથ કદો; માને એવો લાફ મિલે તિયા ફાગ હાય ઈ નખતો હામ એવ નાથ. કેહે કા કોઈ મારે અભિમાન કરવાણ કારણ વ્યર્થ કરે, હિયા કરતા મરવાણ તી મારે ફાગ બહેતર હા. 16 કેહે કા જો હાય સુવાર્તા પ્રગટ કર, તો મારે ફાગ હી ગર્વણે કારણ નાથ; કેહે કા હી મારે ફરજ હા, ને જો હાય સુવાર્તા પ્રગટ નિ કર, તો માને અફસોસ હા. 17 જો હાય ખુશીથી તી પ્રગટ કર, તો માને બદલો મિલતો હા; ફણ જો ખુશીથી ની કર, તો માને હિયાણે કારભાર હોપવામાં આવો હા. 18 ને માને કેવો બદલો હા? એવ કા સુવાર્તા પ્રગટ કરતા હાય ખ્રિસ્તણે સુવાર્તા મફત પ્રગટ કર, હિયા ફાગ કા સુવાર્તામાં મારે જે અધિકાર તીયાણે હાય પુરેપુરો લાફ નેમ ની. 19 કેહે કા બદાથી સ્વંતંત્ર હોવનાણો છતાં હાય બદાહાયણે દાસ હોવો કા જિયાથી ખણે માણહાણે બચાવ. 20 યહૂદી ફાગ હાય યહૂદી જેવો હોવો કા જિયા યહૂદીઓણે બચાવ; નિયમશાસ્ત્રણે આદીન માણહાય ફાગ હાય નિયમશાસ્ત્રણે આદીન માણહ જેવો હોવો કા જિયાથી નિયમશાસ્ત્રણે આદીન નોકોહી બચાવ. 21 નિયમશાસ્ત્રરહિત નોકો ફાગ નિયમશાસ્ત્રરહીત માણહે જેવો હોવો; જોકા હાય પોતે ઈશ્વરણે નિયમશાસ્ત્રરહિત કાયની ફણ ખ્રિસ્તણે નિયમશાસ્ત્રણે આદીન હા; 22 નિર્બળોણે હારી હાય નિર્બળ હોવો ને જિયાથી નિર્બળોણે બચાવા.બદાહા હારી બદાહા જેવો હોવો હામ કા જિયાથી હાય બદી રીતે કતરાકણે બચાવ. 23 હાય સુવાર્તાણે નેદે બદ કરતો હામ, હિયા ફાગ કા હાય તીયાણે સહફાગી હોમ. 24 ને તુમે નાથ જાણતા કા શરતમાં દોળનારા બદાહાય તે ઈનામણે ફાગ દોળતે હા, ફણ ઈનામ એકુજણે મિલત હા? તુમે એવ દોળા કા ઈનામ તુમાહાય મિલે. 25 દરેક પહેલવાન બદાજ પ્રકારણે સ્વદમન કરતો હા; તી તે વિનાશી મુગટ પામવાણો ફાગ એવ કરતો હા; ફણ આપળે અવિનાશી મુગટ પામવા ફાગ. 26 હિયા ફાગ હાય એવી રીતે દોળતોહામ, ફણ શંકા રાખનારાહાય જેહે કાયની; હાય મુક્કેબાજ હામ ફણ હવામાં મુક્કા મારનારહાય જેવો નાથ. 27 હાય મારે શરીરણે શિસ્ત ને સંયમમાં રાખતો હામ, રખેને બીજાહાય સુવાર્તા પ્રગટ કદા છતાં કદાચ હાય પોતે પળતો મુકામ.