અધ્યાય 8

1 હવે મૂર્તિણે થરાવીની પ્રસાદ વિષે આપળે જાણતે હામ ને આપળે બદાહાય હી બાબતણે જ્ઞાન હા. જ્ઞાન માણેહે ગર્વિષ્ઠ કરતે હા ફણ પ્રેમ તીયાણે ઉન્નતિ કરતો હા. 2 ફણ જો કોઈ એવ થારત હા કા હાય પોતેજ કાઈ જાણતો હામ, તો ફણ જેહે જાણવા જોજે તેવ આજુ કાઈ જાણતો નાથ. 3 ફણ જો કોઈ ઈશ્વર પાર પ્રેમ રાખતો હા, તો તે તીયાણે ઓલ્ખીયો. 4 મૂર્તિઓણે પ્રસાદ ખાવા વિષે તો આપણે જાણતે જ હામ કા મૂર્તિ દુનિયામાં કાય જ નાથ ને એક ઈશ્વર સિવાય બીજો કોઈ ઇશ્વર નાથ. 5 કેહે કા સ્વર્ગમાં કા પૃથ્વી પર જો કા કવાતો દેવ હા, હેવા ખણા દેવ ને કવાતા પ્રભુઓ હા તેહે; 6 ફણ આપળે તો એકુ જ ઈશ્વર એટલે પિતા હા.જિયાથી બદ ઉત્પન્ન હોવ; ને આપળે યાણે અર્થે હામ; એકુ જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત હા, જિયાણે આશરે બદ હા ને આપળે ફણ તીયાણે આશ્રય હા. 7 ફણ બદા માણહામાં એવ જ્ઞાન નાથ; કતરેક માણહે આજુ હુદી મૂર્તિણે પરિચય હોવાથી તી તીયાણે પ્રસાદી તરીકે ખાતે હા; ને તિણે અંતઃકરણ નિર્બળ હોવાથી ફષ્ટ હોવે હા. 8 ફણ ખાવાણાથી આપળે ઈશ્વરણે માન્ય હોતે નાથ જો ની ખાજે તો આપણે વદારે હારે હોતે નાથ; ને જો ખાજે તો વદારે ખરાબ હોતે નાથ. 9 ફણ સાવદાન રયા, રખેને ઈ તુમારે સ્વતંત્રતા નિર્બળોહી કોઈ રીતે ઠોકર ખાવડાવે. 10 કેહે કા તોરે જેવ જ્ઞાની માણહાણે મૂર્તિણે મંદિરમાં બેહીને ફજન કરતે જો કોઈ નિર્બળ અંતઃકારણવાલો માણહ હેદે, તો તીયાણે અંત:કરણ મૂર્તિઓણે પ્રસાદ ખાવાણી હિંમત ની કરે? 11 હેવી રીતે તુમારે જ્ઞાનથી તોરે નિર્બળ ફાવાહા જિયા નેદો ખ્રિસ્ત મુત્યુ પામ્યો તિયાણે નાશ હોવે; 12 ને એહે ફાવાહાયણે વિરુદ્ધ પાપ કરીને તી તીણાહાય નિર્બળ અંતઃકરણો ણે આઘાત પામીને તુમે ખ્રિસ્તણે વિરુદ્ધ પાપ કરતે હા. 13 ને પ્રસાદ ખાવાથી જો મારે ફાવાહાણે ઠોકર નાગે તો હાય કોઈ દિહિ માંસ ની ખામ કા જિયાથી મારે ફાવાહાયણે ઠોકર ની નાગે.