1 પ્રેમણે અનુસરા; ને આત્મિક દાનો મેલીવણે અભિલાષા રાખા, વિશેષ કરીને તુમે પ્રબોધ કરી અખાત ને અભિલાષા રાખ. 2 કેહે કા જો કોઈ અન્ય ફાષા બોનતો હા. તિયાં માંણહા હારી નાથ, ફણ ઈશ્વરણે હારી બોનતો હા. બીજ કોઈ તીયાણે બોનવ હમીજત નાથ, ફણ તી આત્મામાં મર્મ બોનતો હા. 3 જો પ્રબોધ કરતો હા, તો ઉન્નતિ, સુબોધ ને દિલાસાણે ફાગ માણહા હારી બોનતો હા. 4 જો અન્ય ફાષા બોનતો હા તો પોતાણે ઉન્નતિ કરતો હા; ફણ જો પ્રબોધ કરતો હા તો વિશ્વાસી સમુદાયણે ઉન્નતિ કરતો હા. 5 મારે ઈચ્છા હા કા, તુમે બદે અન્ય ફાષાઓ બોના, ફણ વિશેષ કરીને તુમે પ્રબોધ હમજાવા હેવી મારે ઈચ્છા હા.કેહે કા અન્ય ફાષા બોનવાવાલો, જો વિશ્વાસી સમુદાયણે ઉન્નતિ ફાગ ફાષાંતર કરે ની, તો તી, કરતા પ્રબોધ, કરવાણ મહત્વ વદારે હા. 6 ફાવાહાય, તુમારે વચ્ચે આવીને હાય અન્ય ફાષાઓ બોન ફણ જો પ્રક્ટીકરણ, જ્ઞાન, પ્રબોધ કા શિખામણથી ની બોન તો તીયાથી તુમાહાય કોઈ ફાયદો નાથ. 7 એહેજ અવાજ કાળનારે નિર્જીવ વાજીંત્રો, પૂઠી તે વાંસળી હોય કા વીણા હોય ફણ જો હિણે સૂરમાં અલગતા આવે ની, તો વાંસળી કા વીણા હિયાંથી કાજા વાગાળતો હા તી કેવી રીતે ખબર પળે? 8 કેહે કા જો રણસિંગળ સ્પષ્ટ સુર ની કાંળે તો કોઈ લડાઈ ફાગ કિડ સજ્જ હોવી? 9 એહે જ તુમે ફણ જો જીભ વળે હમજી અખાય એવા શબ્દો ની બોનાત તે બોનીની વાત કેવી રીતે હમજાય? કેહે કા એહે કરવાથી તુમે હવામાં બોનનારા જેવે ગણાય. 10 ઇયા દુનિયામાં બજ ફાષાઓ હા, તિયામાંણી કોઈ અર્થ વગરની નાથ, 11 હિયા ફાગ જો હાય અમુક ફાષાણે અર્થ ની જાણ, તે બોનવાવાલાણે આગાલ હાય પરદેશી જેવો ને બોનનારો મારે આગાલણ પરદેશી જેવો હોમ. 12 હિયા પ્રમાણે તુમે આત્માંમાં દાનો ઈચ્છતે, તે ઝનુનથી હેદા ને વિશ્વાસી સમુદાયણે ઉન્નતિણે ફાગ તુમે તીયામાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરા. 13 તિયાં અન્ય ફાષા બોનનારે પોતે ફાષાંતર કરી અખાત, એવી પ્રાર્થના કરવી. 14 કેહે કા હાય જો અન્ય ફાષામાં પ્રાર્થના કર, તો મારે આત્મા પ્રાર્થના કરતો હા, ફણ મારે મન નિષ્ફળ રતો હા. 15 તો કાજા? હાય આત્માથી કરહી ને મનથી બી પ્રાર્થના કરહી, આત્માથી ગાહાય ને મનથી બી ગાહાય. 16 ની તો જો તું આત્માથી સ્તુતિ કરીહી તે તિયાં જી ઓછ હમીજવાવાલે માણહે બેઠને હા તી તોરે સ્તુતિ ઉનાયને આમીન કેવી રીતે કઈ? કેહે કા તું કાજા બોનતો હા હી તો હમીજતો કાયની. 17 કેહે કા તું હારી રીતે સ્તુતિ કરે તે ખરો; ફણ તીયાથી બીજાણે ઉન્નતિ હોવી નાથ. 18 હાય ઈશ્વરણે આભાર માનતો હામ, કા તુમારે બદાહાજ કરતાં માને વદારે ફાષાઓ બોનતા આવીટ્ટી હા. 19 તિયા ફણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ફાષામાં દસ હજાર શબ્દ બોનવા કરતાં બીજાહાય હિખવવાણ પોતાણે સમજશક્તીથી માત્ર પાંચ શબ્દો બોનવાણ હાય વદારે પસંદ કરતો હામ. 20 ફાવાહાય, હમજણમાં નીચકે ની હોવા; ફ્ણ દુષ્ટતામાં નીચકે હોવા, ને હમજણમાં પુખ્ત હોવા. 21 નીયમશાસ્ત્રમાં નખીન હા કા, 'અન્ય ફાષાઓથી ને અજાણી પ્રજાઓણે હોઠોથી હાય ઇયા માણહાય હારી બોનીહી, ફ્ણ તિ મારે ઉનાય ની,' એ હે પ્રભુ કતો હા. 22 ને ફાષાઓ વિશ્વાસીઓણે ની, ફ્ણ અવિશ્વાસીઓણે ફાગ નિશાનીરૂપ હા. ને પ્રબોધ અવિશ્વાસીઓણે ની ફ્ણ વિશ્વાસીઓણે ફાગ ચિન્નરુપ હા. 23 ને જો આખોજ વિશ્વાસી સમુદાય એકઠો મીલે, ને બદીજ અન્ય ફાષાઓમાં બોને ને જો કતરાહાય ઓછી હમજણવાલે ને અવિશ્વાસીઓ તીયે આવે તે તી કાઇની કા, કા તુમે પાગલ હા. 24 ફણ જો બદેજ પ્રબોધ કરાત ને કોઈ અવિશ્વાસી કા અણસમજુ અંદર આવે તો બદાહાથી તિયાણે શિખામણ મિલતી હા; બદાથી તી પારખાતો હા; 25 ને તિયાણે હ્દયથી ગુપ્ત બાબતો પ્રગટ કરતી હા; વલી ખરેખર ઈશ્વર તુમારેમાં હા હેવ કબૂલ કરીને તો ખુટણે પળીને ઈશ્વરણે ફજન કરી. 26 ફાવાહાયણે બહેનો જિયા તુમે એકઠે હોતે હા તિયા તુમારેમાંણે કોઈ ગીત ગાત હા, કોઈ પ્રકટીકરણ કરત હા, કોઈ અન્ય ફાષાબોનત હા તે કોઈ તિયાણે અર્થ હમજાવાત હા; ઇ બદ ઉન્નતિણે ફાગુ હોવા જોજે. 27 જો કોઈ અન્ય ફાષા બોનત હા, તો બે અથવા વદારેમાં વદારે તીન માણહે વારાફરતી બોનતે હા; ને એક જણે ફાષાંતર કરવાણ. 28 ફ્ણ જો ફાષાંતર કરનારો ની હોય તો વિશ્વાસી સમુદાયમાં તિયે ચુપ રવાણ ને માત્ર પોતાણે ને ઈશ્વર હારી બોનવાણ. 29 બે કા તીન પ્રબોધકો બોન્તા, ને બીજા હાય તિણે સમીક્ષા કરે. 30 ફણ જો સભામાં જિ બદે હા તિણેમાંણે કોઈણે કાંઈ પ્રગટ હોવે, તો પેલ્લા ચુપ રવાણ. 31 તુમે બદેજ વારા ફરતી પ્રબોધ કરી અખતે હા, કા બદેજ માણહે હીખાત ને દિલાસો પામાત. 32 પ્રબોધકોણે આત્માઓ પ્રબોધકોણે આદીન હા. 33 ઈશ્વર અવ્યવસ્થાણે ઈશ્વર નાથ, ફ્ણ શાંતિણે ઈશ્વર હા. જેહે સંતોણે બદીજ મંડળીઓમાં ચાનત હા તેહે, 34 સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં ચૂપ રવાણ; કેહે કા તીણે બોનવાણ અધિકાર નાથ, ફણ તીણે આદીનતામાં રવા જોજે એહે નિયમશાસ્ત્ર ફણ કત હા. 35 ફણ જો તી કાંઈ હિખીવણે માંગતે, તો તીણાહાય ખરમાં પોતાણે પતિણે પૂછવાણ; કેહે કા વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોનવ હી શરમફરીન હા. 36 ને તુમારે પાહાય ઈશ્વરણે વચન આવ? ને તી તુમાહાય એખનાહાય મિલ્લ હા? 37 ને જો કોઈ પોતાણે પ્રબોધક કા આત્મિક હમજે, તો જે વાત હાય તુમારે પાહાય નખતો હામ તી પ્રભુણે આજ્ઞા હા એવ તીયે હમીજવાણ. 38 જો કોઈ આજ્ઞાની હોય તો તી ફલે આજ્ઞાની રય. 39 હિયા ફાગ, મારે ફાવાહાય, પ્રબોધ કરવાણે ઉત્કઠાં રાખ, અન્ય ફાષામાં બોનવાણના નખે કતા. 40 ફણ બદજ ઈશ્વરણે હોબે તેવી રીતે ને વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.