અધ્યાય 13

1 જોકા હાય માણહાણે ને સ્વર્ગદૂતોણે બી ફાષાઓ બોની અખ, ફણ મારેમાં પ્રેમ ની હોય, તે રણકાર કરનાર પિત્તળ કા ઝમકાર કરનાર ઝાઝણે જેવો હાય હામ. 2 જો માને પ્રબોધ કરવાણ દાન હોય, ને હાય બદાહાય મર્મ ને સર્વ વિદ્યા જાણતો હોય, ને હાય પર્વતોણે ખસેડી અખ એવો પૂરો વિશ્વાસ મારેમાં હોય, ફણ મારેમાં પ્રેમ ની હોય, તો હાય કાય નાથ. 3 જો હાય કંગાલોણે પોષણ કરવામાં મારે બદીજ સંપતિ આપ ને જો હાય મારે શરીર અગ્નિણે હોફ ફણ મારેમાં પ્રેમ ની હોય, તો માને કાઈજ હિતકારક નાથ. 4 પ્રેમ સહનશીલ ને પરોપકારી હા; પ્રેમ અદેખાઈ કરતો નાથ; પ્રેમ બડાશ મારતો નાથ, ફુલાય જાતો નાથ. 5 પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નાથ.પોતાણેજ હિત હોદતો નાથ; ખીજવાતો નાથ, કોઈણે ખરાબ ઇચ્છતો નાથ; 6 અન્યાયમાં ની, ફણ સત્યમાં આનંદ માનતો હા; 7 પ્રેમ બદજ ખમતો હા, બદજ હાચુ માનતો હા, બદાણેજ આશા રાખતો હા, બદાણેજ સહન કરતો હા. 8 પ્રેમ કોઈ દિહી ઓછો હોતો નાથ, ફણ પ્રબોધ કરવાણે દાન હોય તો તી નષ્ટ હો; ફાષાઓ વિહરાય જાય; વિદ્યા હોય તે તી વિહરાય જાય. 9 ફાષાઓ કેહે કા આપળે અપૂર્ણ જાણતે હામ; ને અદૂરો પ્રબોધ કરતે હામ; 10 ફણ જિયા સંપૂર્ણતા આવી, તિયા અપૂર્ણતા જાતિ રય. 11 જિયા હાય બાળક હોતનો, તિયા બાળકણે માફક બોનતોનો, ને વિચારતોનો ને બાળકણે માફક જ હમીજતોનો, ફણ હવે હાય પુખ્ત હોવો હામ, તિયા હાય બાળકણે વાત મૂકી દેદી. 12 કેહે કા અમુને આપળે જાણજે કા અરીસામાં ઝાંખ-ઝાંખ હેદતે હામ, ફણ તિયા નજરોનજર સ્પષ્ટ હેદુહુ; અમુતે હાય અપૂર્ણ જાણતો હામ, ફણ તિયા જેહે ઈશ્વર માને જાણતો હા, તેહે હાય પૂર્ણ રીતે જણીહી. 13 હવે વિશ્વાસ,આશા ને પ્રેમ એ તીન ટકી રય; ફણ હી તીનમાં પ્રેમ શ્રેષ્ઠ હા.