Checking Manual

તપાસણી પુસ્તિકાનો પરિચય

This section answers the following question: તપાસણીની માર્ગદર્શન પુસ્તિકા શું છે?

અનુવાદ ચકાસણી પુસ્તિકા

આ પુસ્તિકા વર્ણન કરે છે કે અનુવાદિત બાઈબલની સામગ્રીની ચોકસાઈ, સ્પષ્ટતા અને સરળતા કેવી રીતે ચકાસવી.

આ પુસ્તિકાની શરૂઆત અનુવાદ કરનાર જૂથ એકબીજાના કાર્યને ચકાસીને કરે તેની સૂચનાઓથી થાય છે. જો તેઓ આ સૂચનાઓને અનુસરે તો, તેઓ ચકાસણીનું પ્રથમ સ્તર પૂર્ણ કરશે. પછી ભાષા સમુદાય સાથે અનુવાદ ચકાસવા માટે અનુવાદ કરનાર જૂથ માટે સ્પષ્ટતા અને સરળતા, અને મંડળીના આગેવાનો જ્યારે અનુવાદની સચોટતા ચકાસે ત્યારે ઉપયોગમાં લેવામાં આવે તે માટે સૂચનો આપેલ છે. જો તેઓ આ સૂચનાઓને અનુસરે તો, તેઓ ચકાસણીનું બીજું સ્તર પૂર્ણ કરશે. આ પુસ્તિકામાં મંડળીના માળખાના આગેવાનો માટે પણ સૂચનો રહેલા છે જે તેઓ ત્રીજા સ્તરની ચકાસણીમાં તેનો ઉપયોગ કરી શકે છે.

આ પુસ્તિકામાં અનુવાદને ચકાસવા માટે વધુ સૂચનાઓ સામેલ છે, જેમાં મંડળીના માળખાના આગેવાનો અનુવાદને ચકાસવામાં તેનો ઉપયોગ કરી શકે છે. કારણ કે મંડળી માળખાના ઘણા આગેવાનો અનુવાદની ભાષા બોલતા નથી, ત્યાં પૃષ્ઠ અનુવાદ બનાવવા માટે પણ સૂચનો આપેલ છે, જે લોકોને તેઓ બોલી નથી શકતા તે અનુવાદ તપાસવા માટે મદદ કરે છે.


અનુવાદ તપાસણીનો પરિચય

This section answers the following question: આપણે શા માટે અનુવાદની તપાસણી કરીએ છીએ?

અનુવાદ તપાસ

પ્રસ્તાવના

અનુવાદ પ્રક્રિયાના ભાગરૂપે, તે જરૂરી છે કે ઘણાં લોકો અનુવાદની ખાતરી કરવા માટે તેની તપાસ કરે જેથી તે સ્પષ્ટ સંદેશો જે આપવો જોઈએ તે જ વાત કરે છે કે નહિ. એક શરૂઆતના અનુવાદકને જ્યારે તેમના અનુવાદને તપાસવાનુ કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “પરંતુ હું તો મારી માતૃ ભાષા ખૂબ જ સારી રીતે બોલું છું. અનુવાદ તે ભાષા માટે છે. વધારે શેની જરૂર છે?” જે તેમણે કહ્યું તે સાચું છે, પરંતુ ત્યાં અન્ય બે બાબતો છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ.

પ્રથમ બાબત તો એ કે તે સ્રોત ભાષાને યોગ્ય રીતે સમજી શક્યો ન હોય, અને તેથી કોઈ વ્યક્તિ જે જાણે છે કે તે શું કહે છે તે અનુવાદ સુધારી શકે. આ એટલા માટે હોઈ શકે કારણ કે તે સ્રોત ભાષાના કોઈ શબ્દસમૂહ અથવા અભિવ્યક્તિને સમજી શક્યા ન હોય. આ બાબતે, કોઈ જે સ્રોત ભાષાને સારી રીતે સમજે છે તે અનુવાદને સુધારી શકે છે.

અથવા એવું હોઈ શકે કે કોઈ સ્થળે બાઈબલ જે સંદેશો આપવા માગે છે તે વિષે તે કંઈ સમજ્યો ન હોય. આ બાબતે, જે કોઈ બાઈબલ સારી રીતે જાણતું હોય, જેમ કે બાઈબલના શિક્ષક કે બાઈબલ અનુવાદ તપાસનાર, અનુવાદને સુધારી શકે છે.

બીજી બાબત એ છે કે, અનુવાદક જાણતા હોય છે કે લેખન શું કહેવા માગે છે, પરંતુ જે રીતે તેમણે અનુવાદ કરેલ છે તે બીજી વ્યક્તિ માટે જુદો જ મતલબ નીકળતો હોય શકે છે. તેથી, અન્ય વ્યક્તિ એવું વિચારી શકે છે કે અનુવાદનો જે ઈરાદો તે સિવાય અનુવાદ અન્ય વસ્તુ વિષે વાત કરી રહ્યું છે, અથવા જે વ્યક્તિ અનુવાદને સાંભળી અથવા વાંચી રહ્યો છે તે સમજી નહિ શકે કે અનુવાદ શું કહેવા માગે છે. તેથી અન્ય વ્યક્તિ તે અનુવાદમાંથી હું સમજે છે તે તપાસવું હમેશા જરૂરી છે જેથી આપણે તેને વધુ સચોટ અને વધુ સ્પષ્ટ કરી શકીએ છીએ.

આ ત્રણ સ્તરો સાથે માપદંડના રૂપમાં, તપાસની પ્રક્રિયા માટે માર્ગદર્શિકા છે,

આ તપાસનો માપદંડને તે જાણવા માટે મદદરૂપ છે કે અનુવાદ સચોટ અને સ્પષ્ટ છે અને તેની ચકાસણી કરેલ છે. આ તપાસના સ્તરો “વચનખુલ્લા કરનાર તંત્ર” દ્વારા વિકસાવવામાં આવેલ છે (જુઓ http://unfoldingword.org), આ તે જ જૂથ છે જે Door૪૩ ને પણ ઘણાં સ્વયંસેવકો સાથે મળીને સંભાળે છે, અને તેઓ Door૪૩ પરની તમામ બાઈબલની સામગ્રીના ચકાસણીના સ્તરને માટે ઉપયોગમાં લેવાય છે.

તપાસના સ્તરો

તપાસના ત્રણ સ્તરો છે:

  • [તપાસનુ પ્રથમ સ્તર - અનુવાદ જૂથ દ્વારા પુષ્ટિ](../level1/01.md)
  • [તપાસનુ દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા પુષ્ટિ](../level2/01.md)
  • [તપાસનુ તૃતીય સ્તર - મંડળીના આગેવાનો દ્વારા પુષ્ટિ](../level3/01.md).

કોઈ પણ અનુવાદ કે જે હજુ સુધી પ્રથમ સ્તર પર તપાસવામાં આવ્યું નથી તેને તપાસવામાં આવ્યું નથી તેમજ માનવામાં આવે છે અને તે તપાસ માટે સોંપવામાં ન આવેલ સ્થિતિ આવે છે.

ઘણાં તપાસના સ્તરો હોવાનો હેતુ એ છે કે અનુવાદિત સામગ્રી ઝડપથી ઉપલબ્ધ કરવાનો છે, જ્યારે સામગ્રીને તપાસ અને સમર્થન આપવા માટે ખુલ્લામાં વાતાવરણમાં રાખવાની અનુમતિ આપવામાં આવે છે. દરેક સમયે, જે પ્રમાણથી તેની ચોકસાઈ ચકાસવામાં આવે છે તેને સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. તે વધુ ઝડપી તપાસ પ્રક્રિયામાં પરિણમશે, વિસ્તૃત મંડળીની ભાગીદારી અને માલિકીપણું, અને વધુ સારું અનુવાદ ઉત્પન્ન કરશે તે અમે માનીએ છીએ.

  • સાખ: પરવાનગી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ અવતરણ,© ૨૦૧૩, SIL International, આપણી મૂળ સંસ્કૃતિને વહેંચવી, પાન. ૬૯*

તપાસણીના સ્તરોનો પરિચય

This section answers the following question: તપાસણીના સ્તરો કેવી રીતે કામ કરે છે?

તપાસના સ્તરો કેવી રીતે કાર્ય કરે છે

તપાસકરનાર સ્તરો સાથે કામ કરવા માટે યાદ રાખવામાં આવતી થોડી મહત્વપૂર્ણ બાબતો:

  • ફક્ત જે અનુવાદ તપાસના પ્રથમ કે ઉપરના સ્તર સુધી પહોચે છે તેને જ unfoldingWordની વેબસાઈટ ઉપર અને the unfoldingWord મોબાઈલ એપ પર મુકવામાં આવશે. (જુઓ http://ufw.io/content/)
  • જે અનુવાદ તપાસના ત્રીજા સ્તર સુધી પહોચે છે તેને જ સ્રોત લેખન તરીકે બીજા અનુવાદ માટે અનુમતિ મળે છે.
  • જ્યારે તપાસના સ્તર પૂર્ણ થઈ જાય અને સર્વ જરૂરી સુધારા અનુવાદમાં કરી દેવામાં આવ્યા પછી તેને door૪૩ ઊપર મુકવામાં આવશે, તપાસકરનાર તેમણે કરેલ તપાસની માહિતી, એટલે કે તપાસ કોણે કરી છે, તેમનું પદ અથવા અનુવાદ કરનારની યોગ્યતા સાથે unfoldingWordને મોકલશે. ત્યાર બાદ unfoldingWord door૪૩ પર શું છે તેની એક નકલ મેળવશે, તેની એક નકલ unfoldingWordની વેબસાઈટ પર (જુઓ https:/unfoldingword.org) અને unfoldingWord મોબાઈલ app પર પ્રકાશિત કરશે. પ્રિન્ટ માટે તૈયાર pdf પણ પ્રકાશિત કરવામાં આવશે જે ડાઉનલોડ માટે મુકવામાં આવશે. door૪૩ ઉપર તપાસ કરાયેલ સંસ્કરણને બદલવું શક્ય છે, તે ભાવિ ચકાસણી અને સંપાદન માટે પરવાનગી આપે છે. બાઈબલની વાર્તાઓ ખોલો ની યોજનાઓ: ફક્ત બાઈબલની વાર્તાઓ ખોલો કે જે અનુવાદ ૩.૦ આવૃત્તિમાંથી બનાવવામાં આવેલ છે અથવા ઉચ્ચ અંગ્રેજી ભાષાના સ્રોત લેખન પ્રથમ સ્તરમાં (અથવા વધુ ઉચ્ચ) તપાસવા પાત્ર છે. તપાસના સ્તરો સાથે આગળ વધતા પહેલા જે અનુવાદ ૩.૦ આવૃત્તિ પહેલા બનાવવામાં આવે છે તેને સુધારશે. (જુઓ \ સ્રોત લેખન અને આવૃત્તિ સંખ્યા)

તપાસના સ્તરો

બાઈબલની વાર્તાઓ ખોલો સહીત, સામગ્રીની ગુણવત્તાની ખાતરી માટેની વ્યૂહરચના, ટૂંકમાં અહીં વર્ણવવામાં આવેલ છે અને તેની માહિતી માટે http://ufw.io/qa/ જુઓ.

ત્રણ-સ્તર તપાસના માપદંડ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે unfoldingword આધાર રાખે છે અનુવાદની માર્ગદર્શિકા. અનુવાદિત તમામ સામગ્રીની સરખામણી વિશ્વાસના નિવેદન અને અનુવાદ માર્ગદર્શિકાની કાર્યવાહી અને પદ્ધતિઓ સામે કરવામાં આવે છે પાયાના ઘડતર બનાવતા આ દસ્તાવેજો સાથે, unfoldingWord યોજના સાથે તપાસમાં ઉપયોગી આ ત્રણે સ્તરોનો ઉપયોગ થાય છે.

*તપાસનું પ્રથમ સ્તર - અનુવાદ કરનાર જૂથ દ્વારા પુષ્ટિ *તપાસનું દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા પુષ્ટિ *તપાસનુ તૃતીય સ્તર - મંડળીનાં આગેવાનો દ્વારા પુષ્ટિ

તપાસ કરનારની તપાસ

પ્રક્રિયા અને તપાસનુ માળખું કે જેને આ દસ્તાવેજમાં વર્ણવવામાં આવેલ છે તે તપાસની સતત ચાલતી પ્રક્રિયા અને સામગ્રીમાં સુધારો, જે ચર્ચ તે સામગ્રીનો ઉપયોગ કરે છે તે દ્વારા નક્કી કરવામાં આવે છે. પ્રતિસાદના ગાળાઓ સાથે (અને જ્યાં શક્ય હોય ત્યાં અનુવાદ સોફ્ટવેરમાં નમૂનારૂપ) સામગ્રીના ઉપયોગકર્તાઓ સૌથી મોટી સંખ્યામાં વધારવા માટેના દ્રશ્ય સાથે પ્રોત્સાહિત કરે છે. અનુવાદની સામગ્રીને અનુવાદના મંચ પર ઉપલબ્ધ કરવામાં આવે છે (જુઓ http://door43.org), જે વપરાશકર્તાઓના સહયોગથી સામગ્રી સરળ બને છે અને બનાવવા માટે સમય જતા તેની ગુણવત્તામાં સુધારી અરી શકાય છે.


તપાસનો ધ્યેય

This section answers the following question: તપાસણીનો હેતુ શો છે?

તપાસ કેમ?

તપાસ કરવાનો હેતુ એ છે કે તેનાથી તમે અનુવાદ કરનાર જૂથને સચોટ, સરળ, સ્પષ્ટ અને મંડળીને સ્વીકાર્ય અનુવાદ કરવામાં મદદરૂપ થઈ શકો છો. અનુવાદ કરનાર જૂથ પણ આજ ધ્યેયને પ્રાપ્ત કરવા માંગે છે. આ સરળ લાગશે, પરંતુ તે કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, અને અનુવાદને તે હાંસલ કરવા માટે ઘણા લોકો અને ઘણા, ઘણા પુનરાવર્તનની જરૂર પડે છે. આ કારણે, અનુવાદને સચોટ, સરળ, સ્પષ્ટ અને મંડળીમાં સ્વીકાર્ય બનાવવા માટે તપાસકરનાર અનુવાદ કરનાર જૂથમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

સચોટ

તપાસ કરનાર કે જેઓ પાળકો, મંડળીના આગેવાનો, અને મંડળીના માળખાના આગેવાનો છે, તેઓ અનુવાદ કરનાર જૂથને અનુવાદને સચોટ બનાવવામાં મદદ કરે છે. તેઓ આ કાર્ય અનુવાદને સ્ત્રોત ભાષા સાથે અને, શક્ય હોય તો મૂળ બાઈબલની ભાષા સાથે સરખામણી કરીને કરશે. (સચોટ અનુવાદ માટેની વધુ જાણકારી માટે, જુઓ સચોટ અનુવાદ કરો.)

સ્પષ્ટ

તપાસ કરનાર કે જેઓ ભાષા સમુદાયના સભ્યો છે તેઓ અનુવાદ કરનાર જૂથને સ્પષ્ટ અનુવાદ કરવામાં મદદ કરશે. તેઓ આ કાર્ય અનુવાદને સાંભળીને અને જ્યાં કહી અનુવાદ ગૂંચવણભર્યું અથવા તેઓને અર્થહીન લાગે તે સ્થાનોએ ધ્યાન દોરીને કરશે. પછી અનુવાદ કરનાર જૂથ તે સ્થાનોએ સુધારો કરશે જેથી તે સ્પષ્ટ થાય. (સ્પષ્ટ અનુવાદની વધુ માહિતી માટે, જુઓ સ્પષ્ટ અનુવાદ કરો.)

સરળ

તપાસ કરનાર કે જેઓ ભાષા સમુદાયના સભ્યો છે તેઓ અનુવાદ કરનાર જૂથને સરળ અનુવાદ કરવામાં પણ મદદ કરશે. તેઓ આ કાર્ય અનુવાદને સાંભળીને અને જે સ્થાનોએ અનુવાદ વિચિત્ર લાગે અથવા જે રીતે કોઈ તેમની ભાષા બોલનાર બોલે છે તેવું ના લાગે ત્યાં ધ્યાન દોરશે. પછી અનુવાદ કરનાર જૂથ તે સ્થાનોએ સુધારો કરશે જેથી તે સરળ થાય. (સરળ અનુવાદની વધુ માહિતી માટે, જુઓ સરળ અનુવાદ કરો.)

મંડળી માન્ય

તપાસ કરનાર કે જેઓ ભાષા સમુદાયની મંડળીના સભ્યો છે તેઓ અનુવાદ કરનાર જૂથને તે સમુદાયમાં મંડળી માન્ય અને મંડળીને સ્વીકાર્ય અનુવાદ કરવામાં મદદ કરશે તેઓ આ કાર્ય તે જ ભાષા સમુદાયની બીજી મંડળીના સભ્યો અને આગેવાનો સાથે મળીને કરશે. જ્યારે ભાષા સમુદાયની મંડળીનું જે પ્રતિનિધિત્વ કરે છે તે મંડળીના સભ્યો અને આગેવાનો સાથે કાર્ય કરે અને સહમત થાય કે અનુવાદ સારું છે, ત્યારે તે સમુદાયની મંડળીમાં તે સ્વીકાર્ય બનશે અને તેનો ઉપયોગ થશે. (મંડળી માંય અનુવાદ વિષે વધુ માહિતી માટે, જુઓ મંડળીને માન્ય અનુવાદ કરો.)


સ્વ તપાસ

This section answers the following question: હું કેવી રીતે મારો પ્રથમ રૂપરેખા તપાસી શકું?

સ્વ-તપાસ કેવી રીતે કરવી

  • જો તમે પ્રથમ કાર્ય અનુવાદ બનાવવામાં માટેની દિશાનિર્દેશોનુ અનુસરણ કર્યું હોય, તો તમે સ્રોત લખાણને વાંચીને તમારું પ્રથમ અનુવાદ કર્યું છે, અને ત્યારબાદ તમે સ્રોત લખાણને જોયા વિના તમે તેને લખી લો. આ રીતે તમે એક ફકરાનું અનુવાદ કર્યા પછી, તમે ફરીથી સ્રોત લખાણને જોઇને તેની સ્વ-તપાસ કરો અને તેની તુલના તમારા અનુવાદ સાથે કરો. ખાતરી કરી લો કે તે સ્રોત લખાણના તમામ ભાગનો સંદેશ આપે છે અને કંઈ પણ છૂટી જતું નથી. જો સંદેશનો કોઈ ભાગ છૂટી જતો હોય તો, તમારી ભાષામાં જ્યાં તે સૌથી સારી જગ્યાએ બંધ બેસતા હોય ત્યાં તમે તેને મુકો. *જો તમે બાઈબલનુ અનુવાદ કરતાં હોય તો, તમારા અનુવાદની સરખામણી બાઈબલના તે જ ભાગના અન્ય અનુવાદ સાથે કરો. તેઓમાંથી જો તમને લાગે કે કંઈ વધુ સારી રીતે કહી શકાય તેમ છે તો, તમારા અનુવાદમાં ત્યાં સુધારો કરો. તેઓમાંથી જો તમને અગાઉ કરતાં કંઈ વધુ સારી રીતે સમજવામાં મદદ કરતું હોય તો, તમારા અનુવાદને સુધારો જેથી તે વધુ સારો અર્થ કહી શકે.
  • આ પગલાંઓ પછી, તમારા અનુવાદને પોતાના માટે મોટેથી વાંચો. જો તમારા સમુદાયમાંથી કોઈ તેવું ન કહેતું હોય તમને તેવું લાગે તો તેનો સુધારો કરો. ક્યારેક વાક્યના ભાગને અલગ રીતે ગોઠવવાની જરૂર હોય છે.

કાળજીપૂર્વક તપાસ

This section answers the following question: અન્ય લોકો મારા કાર્યને તપાસવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે?

આગ્રહથી તપાસ કેવી રીતે કરવી

  • તમારું અનુવાદ, અનુવાદ કરનાર જૂથના સભ્ય આપો કે જેમણે તે ભાગનું અનુવાદ કર્યું ન હોય. તે વ્યક્તિને સ્વયં તપાસનાં તમામ પગલાંમાંથી પસાર થવા દો, જો કોઈ સ્થાને સુધારાની જરૂર હોય તેની નોંધ લો.
  • અનુવાદની સમીક્ષા સાથે મળીને કરો અને તે સ્થાનોને સુધારો.
  • તે વ્યક્તિની સામે અનુવાદને મોટેથી વાંચી સંભળાવો અને જો કંઈ જે તમારા સમુદાયનો કોઈ તે મુજબ ના બોલતા હોય તો તેનો સુધારો કરો.

અનુવાદશબ્દની તપાસ

This section answers the following question: મારા અનુવાદમાં મહત્વના શબ્દોને હું કેવી રીતે તપાસી શકું?

અનુવાદશબ્દને કેવી રીતે તપાસવા


સચોટ તપાસ

This section answers the following question: સચોટતાની તપાસ હું કેવી રીતે કરી શકું?

###ચોકસાઈ માટે અનુવાદ તપાસવું

આ વિભાગનો ઉદ્દેશ્ય એ છે કે નવું અનુવાદ સચોટ છે કે નહિ તે તપાસવું. બીજા શબ્દોમાં, જયારે તેને મૂળ અનુવાદની સાથે સરખાવવામાં આવે ત્યારે, શું નવું અનુવાદ એ જ અર્થ (જરૂરી નથી કે એ જ શબ્દરચના હોય અથવા એ જ ક્રમમાં હોય) બતાવે છે?

પ્રથમ સ્તર

જે લોકો પ્રથમ સ્તરમાં ચોકસાઈ તપાસતા હોય તેઓ અનુવાદ કરનાર જૂથના સભ્યો હોઈ શકે છે, પરંતુ તેઓ <તમે> નહીં</તમે> જેમણે જે વાર્તા અથવા બાઈબલના ભાગનો અનુવાદ કર્યો હોય તે ન હોવા જોઈએ. તેઓ સમુદાયના સભ્યો પણ હોઈ શકે છે કે જેઓ અનુવાદ કરનાર જૂથનો ભાગ ન હોય. તેઓ અનુવાદ કરેલ ભાષાના બોલનાર હોવા જોઈએ, સમાજમાં સન્માનીય, અને, જો શક્ય હોય તો ભાષાની વિસ્તૃત વાતચીતમાં બાઈબલના જાણકાર હોવા જોઈએ. આ સ્તરનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે અનુવાદ સચોટ રીતે મૂળ વાર્તા અથવા બાઈબલના ભાગનું સાચા અર્થમાં રજુ કરે છે. ચકાસણી કરનાર અનુવાદ કરનાર જૂથને પોતાની ભાષામાં વાર્તા અને બાઈબલના ભાગને સાચા અર્થમાં ઉત્તમ રીતે અનુવાદ કરવા વિચારવામાં મદદ કરશે. ત્યાં એક અથવા એક થી વધુ વ્યક્તિ હશે જે વાર્તા અથવા બાઈબલના ભાગની તપાસ કરે છે. એક વાર્તા અથવા બાઈબલના ભાગની તપાસ માટે એક થી વધુ વ્યક્તિ હોવી મદદરૂપ છે, કારણ કે ઘણીવાર જુદાં-જુદાં તપાસ કરનાર જુદી-જુદી બાબતો જુએ છે.

###સ્તર બે અને ત્રણ

જે લોકો બીજા અને ત્રીજા સ્તરે ચોકસાઈની તપાસ કરે છે તેઓ અનુવાદ કરનાર જૂથનો ભાગ હોવો જોઈએ નહિ. તેઓ મંડળીના આગેવાનો હોવા જોઈએ જેઓ અનુવાદ કરેલ ભાષા બોલતા હોય અને જેઓ મૂળ ભાષામાં બાઈબલના જાણકાર હોય. તે સાચું છે કે જેઓ ભાષા સમુદાયના સભ્યો હોય કે જેઓ ભાષા સમુદાય તપાસ કરતાં હોય તેઓએ ચકાસણી કરતાં સમયે સહજતા અને સ્પષ્ટતા માટે મૂળ પાઠ જોવો જ નહિ પરંતુ સચોટતા ચકાસણી માટે, સચોટતા તપાસકારે, મૂળ પાઠમાં નિશ્ચિત જોવું જ જેથી તેઓ નવા અનુવાદ સાથે તેને સરખાવી શકે.

###બધા જ સ્તરો

જે લોકો તપાસણી કરે છે તેઓએ આ પગલાંનુ પાલન કરવું જોઈએ.

૧. દરેક તપાસણી કરનારે પોતાની જાતે અનુવાદ વાંચવું જોઈએ (અથવા સાંભળવું જોઈએ), વિસ્તૃત સંવાદની ભાષામાં તેમણે બાઈબલના મૂળ ભાગને અથવા વાર્તાને સરખાવવું જોઈએ. તપાસણીકાર જ્યારે મૂળ બાઈબલ અથવા બાઈબલોના અનુવાદ અનુસરતા હોય ત્યારે અનુવાદકર્તાએ મોટેથી અનુવાદ વાંચી સંભળાવવું મદદરૂપ છે, જેમ કે તપાસણીકાર અનુવાદ વાંચે (અથવા સંભાળે) છે અને તેની સરખામણી મૂળ પાઠ સાથે કરે છે, તેમણે આ સામાન્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખવા જોઈએ.

  • શું અનુવાદ મૂળ અર્થમાં કઈ ઉમેરે છે? (મૂળ અર્થમાં /સમાવિષ્ટ માહિતી પણ સામેલ છે.)
  • શું ત્યાં અર્થનો કોઈ એવો ભાગ છે જેનું અનુવાદ કરવાનું છૂટી ગયું છે?
  • શું અનુવાદથી અર્થમાં કોઈ પણ રીતે ફેરફાર થયો છે?

૧. તાપસનીકારે નોંધ કરવી આવશ્યક છે કે જ્યાં તે વિચારે છે કે કઈ સમસ્યા હોઈ શકે છે અથવા કઈક સુધારી શકાય તેમ છે. દરેક તપાસણીકાર આ નોંધની ચર્ચા અનુવાદ કરનાર જૂથ સાથે કરશે.

૧. જયારે તપાસણીકારે વ્યક્તિગત રીતે બાઈબલની વાર્તા અથવા અધ્યાયની ચકાસણી કરી લીધા પછી, તેઓ દરેકે અનુવાદકર્તા અથવા જૂથ સાથે મળીને વાર્તા અથવા બાઈબલના ભાગની સમીક્ષા કરવી. જયારે તેઓ એ સ્થાને આવે કે જ્યાં બધા જ તપાસણીકારોએ સમસ્યા અથવા પ્રશ્નોની નોંધ કરી હોય, ત્યારે તપાસણીકાર તેઓના પ્રશ્નો પૂછી શકે છે અથવા સુધારા માટે સૂચનો કરી શકે છે. જ્યારે તપાસણીકાર અને અનુવાદ કરનાર જૂથ તેઓના પ્રશ્નો અને સૂચનો પર ચર્ચા કરે ત્યારે, તેઓ અન્ય પ્રશ્નો અથવા વસ્તુઓ વિષે કહેવા નવા રસ્તાઓ વિષે વિચારી શકે છે. આ સારું છે. જેમ તપાસણીકાર અને અનુવાદ કરનાર જૂથ સાથે કામ કરે છે તેમ, ઈશ્વર તેઓને વાર્તા અથવા બાઈબલના ભાગનો અર્થ સમજાવવા માટે શ્રેષ્ઠ માર્ગ શોધવા મદદ કરશે.

૧. તપાસણીકાર અને અનુવાદ જૂથે નક્કી કર્યા પછી કે તેમાં શું બદલવાનું છે, પછી અનુવાદ કરનાર જૂથ તેમાં સધારો કરશે.

૧. અનુવાદ કરનાર જૂથ અનુવાદમાં સુધારો કર્યા પછી, તેઓએ તેને મોટેથી વાંચીને એકબીજાને અથવા એજ ભાષાકીય સમુદાયના સભ્યોને સંભળાવવું જેથી કરીને ખાતરી થઈ જાય કે તેઓની ભાષામાં તે મૂળ સ્વરૂપે લાગે છે.

૧. અનુવાદકર્તા (અથવા જૂથ) જે પણ બાઈબલ કલમો હજુ પણ સમજવામાં મુશ્કેલ છે તેની નોંધ કરશે, અને જ્યાં તેઓને બીજા બાઈબલ તપાસણીકારની વધારાની મદદ માંગે છે. આ નોંધનો ઉપયોગ મંડળીના આગેવાનો તથા તપાસણીકારો દ્વારા બીજા અને ત્રીજા સ્તરે ઉપયોગમાં લેવામાં આવશે.

વધારાના પ્રશ્નો

આ પ્રશ્નો અનુવાદમાં અચોક્કસ હોઈ શકે તેવી કોઈ પણ બાબત શોધવા માટે પણ મદદરૂપ થઈ શકે છે.

  • નવા (સ્થાનિક) અનુવાદના પ્રવાહમાં મૂળ ભાષાના અનુવાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શું તે બધાનો ત્યાં ઉલ્લેખ થયો હતો.
  • શું નવા અનુવાદનો અર્થ મૂળ અનુવાદના સંદેશ (શબ્દોની રીતે જરૂરી નથી) ને જ અનુસરે છે? (કેટલીક વાર જો શબ્દોની ગોઠવણી અથવા વિચારોનો ક્રમ મૂળ અનુવાદ કરતાં અલગ હોય તો, તે વધુ સારું લાગે છે અને તે અનુવાદ હજુ પણ સચોટ છે.
  • જે લોકોનો પરિચય દરેક વાર્તામાં કરવામાં આવ્યો છે શું તેઓ મૂળ ભાષાના અનુવાદમાં કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ એ જ વસ્તુઓ કરતાં હતા? (શું એ જોવું સહેલું હતું કે મૂળ ભાષાની સરખામણીમાં નવા અનુવાદની ઘટનાઓ કોણે કરી હતી?)

ભાષા સમુદાય દ્વારા તપાસ

This section answers the following question: ભાષા સમુદાય મને કેવી રીતે મારા કાર્યની તપાસ કરવામાં મદદ કરી શકે?

ભાષા સમુદાય તપાસ

તમારા પછી, એટલે કે અનુવાદ કરનાર જૂથ, પ્રથમ સ્તર હેઠળ સૂચીબદ્ધ રીતે તપાસ કર્યા પછી, તમે તે અનુવાદને સમુદાયમાં લઈ જવા તૈયાર છો, જેથી તમે તપાસી શકો કે શું તે લક્ષ્ય ભાષામાં સંદેશાને સ્પષ્ટ અને કુદરતી રીતે વ્યક્ત કરે છે.

આ તપાસ માટે તમે અનુવાદનો ભાગ ભાષા સમુદાયના સભ્યોને વાંચી સંભળાવશો. તમે અનુવાદ વાંચો તે પહેલા, જે લોકો તમને સાંભળે છે તેઓને કહો કે તેઓને ભાષામાં કંઈ કુદરતી ન લાગે તો તેઓ તમને રોકી શકે છે. (અનુવાદ કુદરતી છે કે નહિ તે તપાસવા વધુ માહિતી માટે, જુઓ કુદરતી અનુવાદ.)

દરેક બાઈબલની વાર્તા ખોલો માટે પ્રશ્નો અને જવાબોનો સમૂહ છે અને બાઈબલના દરેક પ્રકરણના અનુવાદને તપાસવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો કે જેથી તમે ખાતરી કરી શકો કે તે સ્પષ્ટ સંદેશો આપે છે. (પ્રશ્નો માટે જુઓ http://ufw.io/tq/)

આ પ્રશ્નોનો ઉપયોગ કરવા માટે, આ પગલાંને અનુસરો:

૧. ભાષા સમુદાયના એક અથવા વધુ સભ્યો કે જેઓ જવાબ આપવાના છે તેઓને માટે અનુવાદનો ભાગ વાંચો. આ ભાષા સમુદાયના સભ્યો તે એવા લોકો હોવા જોઈએ જે અગાઉ અનુવાદ કરવા માટે સામેલ થયા ન હોય. બીજા શબ્દોમાં, ભાષા સમુદાયના ફક્ત જે સભ્યોને પ્રશ્નો પૂછવામાં આવે છે તેઓ અનુવાદ કરતાં સમયે તેના જવાબો અથવા બાઈબલના જ્ઞાનના જવાબો આગાઉથી જાણતા ન હોવા જોઈએ. અમે એવું ઇચ્છીએ છીએ કે તેઓ પ્રશ્નોના જવાબો ફક્ત અનુવાદ કરેલ વાર્તા અથવા બાઈબલના ભાગને સાંભળીને અથવા વાંચીને જ આપી શકે. આવી જ રીતે અમે જાણી શકીશું કે અનુવાદનો સંદેશો સરળ છે કે નહિ. આજ કારણથી, સમુદાયના સભ્યો જ્યારે પ્રશ્નોના જવાબો આપતા હોય ત્યારે મહત્વનુ છે કે તેઓ બાઈબલમાં ન જુએ.

૧. સમુદાયના સભ્યોને તે વિભાગના થોડા પ્રશ્નો પૂછો, એક સમયે એક પ્રશ્ન. જો સમુદાયના સભ્યો તે અનુવાદને સારી રીતે સમજી શકતા હોય તો, તે જરૂરનું નથી કે દરેક વાર્તા અથવા પ્રકરણ માટે બધા જ પ્રશ્નોનો ઉપયોગ કરવો.

૧. દરેક પ્રશ્ન પછી, ભાષા સમુદાયના કોઈ એક સભ્ય પ્રશ્નનો જવાબ આપશે. જો તે વ્યક્તિ ફક્ત “હા” કે “ના” માં જ જવાબ આપે છે તો પ્રશ્ન પૂછનાર બીજો પ્રશ્ન પૂછશે જેથી તેમણે ખાતરી થાય કે અનુવાદ સારો સંદેશો આપે છે. આગળનો પ્રશ્ન કંઈક આવો હોવો જોઈએ કે, “તમે તે કેવી રીતે જાણો છો?” અથવા “અનુવાદનો કયો ભાગ તમને તે કહે છે?”

૧. તે વ્યક્તિ જે જવાબ આપે તેની નોંધ કરી લો. જો તે વ્યક્તિનો જવાબ પ્રશ્ન માટે પૂરા પાડવામાં આવેલ સૂચનના જવાબના સમાન છે તો, વાર્તાનુ અનુવાદ સ્પષ્ટપણે તે જગ્યાએ યોગ્ય માહિતીનો પ્રસાર કરી રહ્યું છે. સાચા જવાબ માટે જે જવાબ સૂચવેલ છે તદ્દન તે જ જવાબ ન હોવો જોઈએ, પરંતુ મૂળભૂત રીતે તે સમાન માહિતી આપતો હોવો જોઈએ. ઘણીવાર સૂચવેલ જવાબ ખૂબ જ લાંબો હોય છે. જો કોઈ વ્યક્તિ સૂચવેલ જવાબમાં એક ભાગ સાથે જવાબ આપે છે, તો તે પાચ સાચો છે.

૧. જો તે જવાબ સૂચવેલ જવાબ કરતાં અનપેક્ષિત હોય અથવા ખૂબ જ અલગ હોય, અથવા જો તે વ્યક્તિ પ્રશ્નનો જવાબ નથી આપી શકતી, તો પછી અનુવાદ કરનાર જૂથને તે ભાગ જે માહિતીનો પ્રસાર કરે છે તેને પુનરાવર્તન કરવાની જરૂર પડશે, જેથી તે માહિતીને વધુ સ્પષ્ટ રીતે કહી શકે.

૧. અનુવાદ કરનાર જૂથ તે ભાગનુ પુનરાવર્તન કરે ત્યાર બાદ, ભાષા સમુદાયના બીજા સભ્યને તે જ પ્રશ્ન ફરીથી પૂછો, એટલે કે, બીજા વક્તાને જેમણે પહેલા તે ભાગના અનુવાદને તપાસ કરવામાં હિસ્સો ન લીધો હોય. જો તેઓ પ્રશ્નોના જવાબ સાચા આપે તો, પછી અનુવાદ હવે સારી રીતે વાતચીત કરી રહ્યું છે.

૧. દરેક વાર્તા અથવા બાઈબલના પ્રકરણ માટે આ પ્રક્રિયા ચાલુ રાખો જ્યાં સુધી ભાષા સમુદાયના સભ્યો યોગ્ય જવાબ આપે, તે દર્શાવે છે કે અનુવાદ સ્પષ્ટ માહિતી આપી રહ્યું છે. જ્યારે ભાષા સમુદાયના સભ્યો કે જેઓએ અગાઉથી અનુવાદ સાંભળ્યું નથી અને તેઓ પ્રશ્નોના સાચા જવાબ આપે ત્યારે, અનુવાદ હવે મંડળી દ્વારા તપાસના બીજા સ્તર માટે તૈયાર છે.

૧. સમુદાય મૂલ્યાંકનના પાન ઉપર જાઓ અને ત્યાં પ્રશ્નોના જવાબ આપો. (જુઓ ભાષા સમુદાય મૂલ્યાંકન પ્રશ્નો)


મંડળીના આગેવાન દ્વારા તપાસ

This section answers the following question: મંડળીના આગેવાનો કેવી રીતે અનુવાદ સુધારવામાં મદદરૂપ બની શકે?

મંડળી આગેવાનની તપાસ કેવી રીતે કરવી

સ્પષ્ટતા માટે સમુદાયના સભ્યો દ્વારા અનુવાદની તપાસ કરવામાં આવ્યા પછી, ચોકસાઈ માટે મંડળીના આગેવાનોના જૂથ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. આ જૂથમાં ઓછામાં ઓછા ત્રણ મંડળીના આગેવાનો હોવા જોઈએ કે જેઓ તે લક્ષ્ય ભાષાના મૂળ વકતાઓ હોય, અને સ્રોત ભાષાઓમાંની એક ભાષાને સારી રીતે સમજતા હોય. તેઓ અનુવાદ કરનાર જૂથ સંબંધ ન હોવો જોઈએ અથવા અન્યથા નજીકથી જોડાયેલા હોવા જોઈએ નહીં. સામાન્ય રીતે આ સમીક્ષકો પાળકો હોવા જોઈએ. આ મંડળીના આગેવાનો તે ભાષા સમુદાયની અલગ-અલગ મંડળીના હોવા જોઈએ. જો સમુદાય પાસે ઘણાં લોકો હોય તો, અમે ભલામણ કરીએ છીએ કે જૂથમાં લેવામાં આવેલ મંડળીના આગેવાનો ત્રણ અલગ અલગ મંડળીમાથી હોય.

આ સમીક્ષકોએ આ પગલાઓનું પાલન કરવું જોઈએ:

૧. અનુવાદથી સહમત છે તેની ખાતરી કરવા માટે જેઓ બંને અનુવાદની સમીક્ષા કરે છે તેઓ અનુવાદ માર્ગદર્શિકા વાંચો.
૧. અનુવાદકર્તા અથવા અનુવાદ કરનાર જૂથ વિષે પ્રશ્નોના જવાબો આપો જે અનુવાદકર્તાની યોગ્યતામાં આપેલ છે. ૧. સ્વીકાર્ય શૈલીમાં આપવામાં આવેલ પ્રશ્નો પૂછીને અનુવાદ ઇચ્છિત શ્રોતાઓ મધ્યે સ્વીકાર્ય શૈલીમાં કરવામાં આવ્યું છે કે નહીં તેની ચકાસણી કરો. ૧. ચોકસાઈ તપાસ માર્ગદર્શિકાને અનુસરીને ચકાસણી કરો કે અનુવાદ મૂળ ભાષાના અર્થને સચોટ રીતે રજૂ કરે છે. ૧. સંપૂર્ણ અનુવાદ માર્ગદર્શિકાને અનુસરીને ચકાસણી કરો કે અનુવાદ પૂરું છે. ૧. તમે બાઈબલના ઘણાં અધ્યાય અથવા પુસ્તકની સમીક્ષા કરી રહ્યા પછી, અનુવાદ કરનાર જૂથને મળો અને દરેક સમસ્યા વિષે પુછો. અનુવાદ કરનાર જૂથ અનુવાદને કેવી રીતે ગોઠવી શકશે તે વિષે તેમની સાથે ચર્ચા કરો. જ્યારે અનુવાદ કરનાર જૂથ અનુવાદની ગોઠવણી કરી લે અને સમુદાયની સાથે તેને ચકાસે, ત્યાર બાદ ફરીથી તેઓને મળો. ૧. અનુવાદ કરનાર જૂથે સમસ્યાઓને સુધારી દીધી છે તેની ચકાસણી કરવા ફરીથી મળો. ૧. અનુવાદ સારું છે તેને સમર્થન કરો. સમર્થન કરવા માટે સ્તર ૨ સમર્થન પાન [સ્તર ૨ સમર્થન] જુઓ.


અન્ય પદ્ધતિઓ

This section answers the following question: અનુવાદની તપાસ કરવા માટે હું કઈ અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકું છું?

તપાસની અન્ય પદ્ધતિઓ

પ્રશ્નો પૂછવાની સાથે સાથે, ત્યાં તપાસની અન્ય પદ્ધતિઓ છે કે જેનો ઉપયોગ કરીને તમે ખાતરી કરી શકો છો કે અનુવાદ વાંચવામાં સરળ અને સાંભળનારાઓ માટે કુદરતી લાગે. અહીં કેટલીક અન્ય પદ્ધતિઓ છે કે જેનો તમે પ્રયાસ કરવા માગશો:

  • ફરીથી કહેવાની પદ્ધતિ: તમે, અનુવાદક અથવા તપાસકાર, તમે થોડી કલમો વાંચીને અન્ય કોઈને કહો કે જે કહેવામાં આવ્યું છે તેઓ તે ફરીથી કહે. આ અનુવાદની સ્પષ્ટતા અને તટસ્થતા તપાસવામાં મદદરૂપ છે અને તે જ વસ્તુ કહેવાની વૈકલ્પિક માર્ગો જણાવે છે.

  • વાંચન પદ્ધતિ: તમારા સિવાય અન્ય કોઈ, અનુવાદક અથવા તપાસકાર, અનુવાદના કોઈ ભાગને વાંચે અને તમે નોંધ કરો કે ક્યા અલ્પવિરામ અને ભૂલો થયેલ છે. આ બતાવશે કે અનુવાદ વાંચવામાં અને સમજવામાં કેટલું સહેલું અથવા મુશ્કેલ છે. અનુવાદમાં તે સ્થાને જુઓ જ્યાં વાચક થોભ્યા હોય અથવા ભૂલો કરી હોય અને વિચારણા કરો કે અનુવાદનો કયો ભાગ મુશ્કેલ હતો. તમારે તે મુદ્દાઓને ફરીથી પુનરાવર્તન કરવાની જરૂર પડી શકે છે જેથી તેને વાંચવું અને સમજવું સરળ બને.

  • વૈકલ્પિક અનુવાદો રજુ કરવા: એવા ક્ષેત્રોમાં જ્યાં તમે કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ વ્યક્ત કરવા માટે ઉત્તમ માર્ગની ખાતરી ન થતી હોય ત્યાં, અન્ય લોકોને વૈકલ્પિક અનુવાદ માટે પૂછો અથવા બે અનુવાદો વચ્ચે પસંદગી રજુ કરો અને જુઓ કે વૈકલ્પિક અનુવાદમાંથી કયું અનુવાદ લોકોને વધુ સ્પષ્ટ લાગે છે.

  • સમીક્ષક સામગ્રી: અન્ય લોકો જેમને તમે માન આપો છો તેમને તમારું અનુવાદ વાંચવા દો. તેમને નોંધ લેવાનું કહો અને તેઓ તમને જણાવશે કે ક્યા સુધારી શકાય તેમ છે. વધુ સારા શબ્દની પસંદગી, કુદરતી અભિવ્યક્તિઓ અને જોડણીને જુઓ અને ગોઠવણી કરો.

  • ચર્ચા જૂથો: લોકોને લોકોના જૂથમાં અનુવાદ મોટેથી વાંચવાનું કો અને તેઓને અને અન્યોને સ્પષ્ટતા માટે પ્રશ્નો પૂછવાની પરવાનગી આપો. તેઓએ ઉપયોગ કરેલ શબ્દો ઉપર ધ્યાન આપો, કારણ કે જ્યારે કોઈ મુશ્કેલ મુદ્દાઓને સમજવા પ્રયાસ કરે છે ત્યારે વૈકલ્પિક શબ્દો અને અભિવ્યક્તિઓ આવે છે, અને આ શબ્દો અને અભિવ્યક્તિઓ જે અનુવાદમાં હોય તેનાથી સારા હોય શકે છે. એવા સ્થાનોએ જ્યાં લોકો અનુવાદ સમજી શકતા નથી ત્યાં ધ્યાન આપો, અને તે સ્થાનોએ સરળ બનાવવા માટે કાર્ય કરો.


સચોટ અનુવાદ

This section answers the following question: શું અનુવાદ સચોટ છે?

સચોટ અનુવાદ

નવું અનુવાદ સચોટ છે તેની ખાતરી કરી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેઓને અનુવાદ સચોટ છે કે નહિ તેની ચકાસણી કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે તેઓની જવાબદારી છે કે જે સંદેશ આપવાનો મૂળ લેખકનો ઈરાદો અને અપેક્ષા હતી તે જ સંદેશ નવા અનુવાદમાં છે તે ખાતરી કરી લેવી.

આ કેવી રીએ કરવું તેના સૂચનો માટે, ચોક્કસાઈ તપાસ પર જાઓ, અને “બધા સ્તરો” શીર્ષક હેઠળ વિભાગના પગલાઓને અનુસરો.


સ્પષ્ટ અનુવાદ

This section answers the following question: જો અનુવાદ સ્પષ્ટ છે તે હું કેવી રીતે કહી શકું?

સરળ અનુવાદ

જ્યારે તમે અનુવાદ વાંચો ત્યારે તે અનુવાદ સરળ છે કે નહીં તે જોવા માટે પોતાની જાતને નીચે મુજબના પ્રશ્નો પૂછો. ચકાસણીના આ વિભાગ માટે, મૂળ ભાષાના અનુવાદ સાથે નવા અનુવાદની તુલના કરશો નહીં. જો કોઈ સ્થાને કોઈ સમસ્યા છે, તો તેની નોંધ કરી લો જેથી પછીના સમયે અનુવાદ કરનાર જૂથ સાથે તે સમસ્યાની ચર્ચા કરી શકો.

૧. શું અનુવાદના શબ્દો અને શબ્દસમૂહો સંદેશને સમજવાલાયક બનાવે છે? (શું શબ્દો ગૂંચવણભર્યા છે, અથવા અનુવાદક શું કહે છે તે તમને સ્પષ્ટપણે કહે છે?) ૧. શું તમારા સમુદાયના સભ્યો અનુવાદમાં જોવા મળતા શબ્દો અને વાક્યનો ઉપયોગ કરે છે, અથવા અનુવાદકર્તાએ ઘણાં શબ્દો રાષ્ટ્રીય ભાષામાથી લીધેલા છે? (શું તમારા લોકો તમારી ભાષામાં કોઈ મહત્વની વાત કરે તો તેઓ આવી જ રીતે વાત કરે છે?) ૧. શું તમે લખાણ સરળતાથી વાંચી અને સમજી શકો છો કે લેખક આગળ શું કહેશે? (શું અનુવાદકર્તા વાર્તા કહેવાની સારી શૈલીનો ઉપયોગ કરે છે? શું તે વસ્તુઓને એવી રીતે કહે છે જેનો કોઈ અર્થ નીકળે છે, જેથી દરેક વિભાગ જે પહેલા અને પછી આવે છે તેની સાથે બંધ બેસે છે?)

વધારાની મદદ:

  • અનુવાદ સ્પષ્ટ છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેનો થોડો ભાગ મોટેથી વાંચો અને અન્ય કોઈ જે સાંભળતું હોય તેને દરેક ભાગ પછી ફરીથી તે વાર્તા કહેવાનું કહો. જો તે વ્યક્તિ સરળ રીતે તમારો સંદેશો કહી શકતું હોય તો, તમારું લખાણ સ્પષ્ટ છે.
  • જો ત્યાં કોઈ જગ્યા છે જ્યાં અનુવાદ સ્પષ્ટ નથી, તેની નોંધ કરો જેથી તમે અનુવાદ કરનાર જૂથ સાથે તેની ચર્ચા કરી શકો.

કુદરતી અનુવાદ

This section answers the following question: શું અનુવાદ કુદરતી છે?

કુદરતી અનુવાદ

બાઈબલનું અનુવાદ કરવું કે જેથી તે કુદરતી હોય તેનો મતલબ છે:

અનુવાદ વાંચતા એવું લાગવું જોઈએ કે તે લક્ષ્ય ભાષાના સભ્ય દ્વારા કરવામાં આવ્યું છે - કોઈ વિદેશી દ્વારા નહિ.

તટસ્થતા માટે અનુવાદને તપાસવું, તેની સ્રોત ભાષામાં તેની તુલના કરવી ઉપયોગી નથી. તટસ્થતા માટેની તપાસ દરમિયાન, કોઈ વ્યક્તિએ સ્રોત ભાષાના બાઈબલમાં જોવું નહિ. અન્ય તપાસ માટે લોકો પછીથી બાઈબલ તપાસી શકે છે, જેમ કે ચોકસાઈ માટેની તપાસ, પરંતુ તપાસ દરમિયાન નહિ.

તટસ્થતા માટે અનુવાદ તપાસવા, તમારે અથવા અન્ય કોઈ સભ્યએ ભાષા સમુદાય સમક્ષ તે ઉંચે અવાજે વાંચી સંભળાવવું. તમે તે કોઈ એક વ્યક્તિને અથવા જૂથને વાંચી સંભળાવો કે જે લક્ષ્ય ભાષા બોલતા હોય. તમે વાંચવાનુ શરૂ કરો તે પહેલા, તમે જે લોકો સાંભળે છે તેઓને કહો કે જો તેઓ કોઈ એવું સાંભળે કે તે તમારા સમુદાયની ભાષા સમુદાયમાં ન બોલતા હોય તો તેઓ તમને ત્યાં જ રોકી શકે છે. જયારે તમને કોઈ રોકે, ત્યારે તમે સાથે મળીને ચર્ચા કરી શકો છો કે તમે તે વાત વધુ કુદરતી રીતે કહી શકશો.

તમારા પોતાના ગામમાં લોકો જે અનુવાદ વાત કરે છે, તે જ પ્રકારની સ્થિતિ બાબતે કેવી રીતે વાત કરશે તે વિચારવું ઉપયોગી છે. કલ્પના કરો કે તમે જે જાણો છો લોકો તેના વિષે વાત કરે છે, અને ત્યાર પછી તે ઉંચે અવાજે તે જ રીતે કહો. જો અન્ય તેની સાથે સહમત થાય કે તે કહેવાની સારી અને કુદરતી રીત છે તો, પછી તે જ રીતે તેને અનુવાદમાં લખો.


સ્વીકાર્ય શૈલી

This section answers the following question: શું અનુવાદ કરનાર જૂથ સ્વીકાર્ય પધ્ધતિ અપનાવે છેશું અનુવાદ કરનાર જૂથ સ્વીકાર્ય પધ્ધતિ અપનાવે છે?

અનુવાદ સ્વીકાર્ય શૈલીમાં

જ્યારે તમે નવું અનુવાદ વાંચો, પોતાની જાતને આ પ્રશ્નો પૂછો. આ પ્રશ્નો નક્કી કરવામાં મદદ કરશે કે અનુવાદ જે તે ભાષાકીય સમુદાયની સ્વીકાર્ય શૈલીમાં થયું છે કે નહિ.

૧. શું આ અનુવાદ જે તે ભાષાકીય સમુદાયના નાના તથા વૃદ્ધ સભ્યો સહેલાઈથી સમજી શકે તેવી રીતે લખાયું છે? (જયારે પણ કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે, તેઓ નાના તથા વુદ્ધ દર્શકો માટે શબ્દોની પસંદગી બદલી શકે છે.) શું આ અનુવાદ એવા શબ્દોમાં કરાયેલ છે જેનો સંદેશ નાના તથા વૃદ્ધ એમ બંને લોકો સમજી શકે? ૧. શું આ અનુવાદની શૈલી વધુ ઔપચારિક અથવા અનઔપચારિક છે? (શું તે બોલવાની રીત સ્થાનિક સમુદાય જે રીતે પસંદ કરે છે તે જ છે, અથવા તે વધુ કે ઓછું ઔપચારિક હોવું જોઈએ?) ૧. શું આ અનુવાદમાં ઘણાં શબ્દો બીજી ભાષામાંથી લેવામાં આવ્યા છે, અથવા શું આ શબ્દો ભાષાકીય સમુદાય માટે સ્વીકાર્ય છે? ૧. શું લેખક ભાષાના યોગ્ય સ્વરૂપનો ઉપયોગ કરે છે જે વિસ્તૃત ભાષાકીય સમુદાય માટે સ્વીકાર્ય છે? (શું તમારા સમગ્ર વિસ્તારની તમારી ભાષા બોલીઓથી લેખક પરિચિત છે? શું લેખક એવી ભાષાના પ્રકારનો ઉપયોગ કરે છે જે સમગ્ર ભાષાકીય સમુદાય સારી રીતે સમજી શકે છે, અથવા તે એવા પ્રકારનો ઉપયોગ કરે છે જે ફક્ત નાના વિસ્તારમાં થાય છે.

જો ત્યાં એવી જગ્યા છે જ્યાં અનુવાદમાં ભાષાનો ખોટી શૈલીમાં ઉપયોગ થયો છે, તેની નોંઘ કરી લો જેથી અનુવાદ કરનાર જૂથ સાથે તમે તેના ઉપર ચર્ચા કરી શકો.


સંપૂર્ણ અનુવાદ

This section answers the following question: શું અનુવાદ સંપૂર્ણ છે?

સંપૂર્ણ અનુવાદ

આ વિભાગનો હેતુ એ છે કે અનુવાદ સંપૂર્ણ છે તેની ખાતરી કરવી. આ વિભાગમાં, નવા અનુવાદને મૂળ અનુવાદ સાથે સરખામણી કરવામાં આવે છે. જેમ તમે બંને અનુવાદની સરખામણી કરો તેમ, પોતાને આ પ્રશ્નો પૂછો:

૧. શું અનુવાદમાં કોઈ ભાગ છૂટી ગયો છે? બીજા શબ્દોમાં, શું અનુવાદમાં જે પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે તેના બધી જ ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
૧. જે પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે શું તેના બધા જ પદોનું અનુવાદ કરવામાં આવ્યું છે? (જ્યારે તમે મૂળ ભાષાના અનુવાદના પદોના ક્રમને જુઓ ત્યારે, શું તે બધા જ પદોનું નિર્ધારિત ભાષામાં સમાવેશ થયેલ છે?) કેટલીક વખત અનુવાદમાં પદોના ક્રમમાં તફાવત હોય છે. ઉદાહરણ તરીકે, થોડા અનુવાદમાં કેટલાક પદોને સમૂહમાં મુકેલ હોય છે, અથવા કેટલીક વખત પદોને નીચેનોંધમાં મૂકવામાં આવે છે. જો કે મૂળ અનનુવાદ અને નિર્ધારિત અનુવાદમાં આવા તફાવત હોય તો પણ તે નિર્ધારિત અનુવાદને સંપૂર્ણ ગણવામાં આવે છે. ૧. શું અનુવાદમાં એવું લાગે છે કે કોઈ જગ્યા છે જ્યાં કંઈક છોડી દેવામાં આવ્યું છે, અથવા મૂળ અનુવાદમાં જે સંદેશ છે તેના કરતાં જુદો સંદેશ લાગે છે? (શબ્દરચના અને તેની ગોઠવણી અલગ હોઈ શકે છે, પરંતુ અનુવાદકર્તાએ જે ભાષાનો ઉપયોગ કર્યો હોય તેમાં મૂળ ભાષાના અનુવાદમાં જે સંદેશ છે તે જ સંદેશ આપવાનો છે.)

જો ત્યાં કોઈ એવી જગ્યા છે જ્યાં અનુવાદ પૂર્ણ નથી થયું, તેની નોંધ કરો જેથી તેની ચર્ચા અનુવાદ કરનાર જૂથ સાથે કરી શકો.


સ્વ-મૂલ્યાંકન સમજૂતી

This section answers the following question: અનુવાદની ગુણવત્તાને હું કેવી રીતે નિશ્ચિતપણે મૂલ્યાંકન કરી શકું?

અનુવાદની ગુણવત્તા અંગે સ્વ-મૂલ્યાંકન

આ વિભાગનો ઉદ્દેશ એવી પ્રક્રિયા વર્ણવવાનો છે કે જેના દ્વારા મંડળી પોતાના અનુવાદની ગુણવત્તા માટે વિશ્વાસપૂર્વક નિર્ધારિત કરી શકે. આ નીચેની આકારણી અનુવાદને ચકાસવા માટે દરેક કલ્પનાપાત્ર તપાસ, કે જેને કાર્યરત કરી શકાય છે તેને બદલે મહત્વપૂર્ણ તકનીકો સૂચવે છે, અંતમાં, કઈ તપાસનો ઉપયોગ થાય છે તેનો નિર્ણય, ક્યારે, અને કોના દ્વારા તે મંડળી દ્વારા કરવામાં આવે છે.

આકારણીનો ઉપયોગ કેવી રીતે કરવો

આ આકારણીની પદ્ધતિ બે પ્રકારના નિવેદનોને આધારે કાર્ય કરે છે. કેટલાક “હા/ના” નિવેદનો છે જ્યાં નકારાત્મક પ્રતિક્રિયા સમસ્યા સૂચવે છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. અન્ય વિભાગો કે જે પણ સમાંતર ભારવાળી પદ્ધતિનો ઉપયોગ કરે છે કે જે અનુવાદ કરનાર જૂથો અને તપાસકારોને અનુવાદ વિષેના નિવેદનો કરે છે. દરેક નિવેદનને ૦-૨ ના માપથી જે કોઈ તપાસ કરે છે તેને તપાસવું જોઈએ (જેની શરૂઆત અનુવાદ કરનાર જૂથથી થવી જોઈએ).

[૦] - અસહમત

[૧] કંઈક અંશે સહમત

[૨] પૂરી રીતે સહમત

સમીક્ષાના અંતે, એક વિભાગમાં તમામ પ્રત્યુત્તરના કુલ મૂલ્યને ઉમેરવું જોઈએ અને, જો પ્રતિક્રિયાઓ ચોક્કસપણે અનુવાદની સ્થિતિને પ્રતિબિંબિત કરે તો, આ મૂલ્ય સમીક્ષકને સંભાવનાના અંદાજ સાથે જણાવશે કે અનુવાદિત પ્રકરણ ઉત્તમ ગુણવત્તાનું છે. આ સમજૂતી સરળ બનાવવા માટે રચાયેલ છે અને સમીક્ષકને એક નિશ્ચિત પદ્ધતિ સાથેનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલ છે જ્યાં કાર્યને સુધારાની જરૂર છે. *ઉદાહરણ તરીકે, જો અનુવાદ “ચોકસાઈ” માં સારી રીતે ગુણ મેળવે છે પરંતુ “તટસ્થતા” અને “સ્પષ્ટતા” માં તદ્દન નબળું છે તો, અનુવાદ કરનાર જૂથે વધુ સમુદાય તપાસ કરાવવાની જરૂર છે.

આ સમજૂતી અનુવાદિત બાઈબલની સામગ્રીના દરેક પ્રકરણ માટે ઉપયોગમાં લેવાની છે. અનુવાદ કરનાર જૂથની અન્ય તપાસ પૂરી થઈ ગયા પછી તેમણે દરેક પ્રકરણની આકારણી કરવી, અને ત્યારબાદ બીજા સ્તરમાં મંડળી દ્વારા તપાસ ફરીથી કરવી, અને ત્યારબાદ ત્રીજા સ્તરમાં તપાસકારોએ તપાસની યાદી સાથે અનુવાદનુ મૂલ્યાંકન કરવું. જેમ પ્રકરણની વિગતવાર અને વિસ્તૃત તપાસ દરેક સ્તરે મંડળી દ્વારા કરવામાં આવે છે, તે પ્રકરણના મુદ્દાઓને નીચેના ચાર વિભાગોમાંથી (નિરીક્ષણ, તટસ્થતા, સ્પષ્ટતા, ચોકસાઈ) ઉમેરવો જોઈએ, અને મંડળી તથા સમુદાયને અનુવાદ કેવી રીતે સુધરે છે તે જોવાની પરવાનગી આપવી જોઈએ.

સ્વ-આકારણી

આ પ્રક્રિયા પાંચ ભાગમાં વહેચાયેલ છે: જેમ કે નિરીક્ષણ (અનુવાદ વિષેની માહિતી), તટસ્થતા, સ્પષ્ટતા, ચોકસાઈ અને મંડળીની મંજૂરી.

1. નિરીક્ષણ

*નીચેના દરેક નિવેદનની નીચે “ના” અથવા “હા” પર ગોળ કરો.

ના | હા આ અનુવાદ તે અર્થપૂર્ણ અનુવાદ છે જે મૂળ લખાણના અર્થને કહેવાનો પ્રયત્ન કરે છે જે લક્ષ્ય ભાષામાં તટસ્થ, સ્પષ્ટ અને સચોટ છે.

ના | હા જેઓ અનુવાદના તપાસમાં સંકળાયેલ છે તેઓ માટે લક્ષ્ય ભાષા પ્રથમ ભાષા બોલનાર છે.

ના | હા આ પ્રકરણનુ આનુવાદ તે વિશ્વાસના નિવેદન સાથે સહમત છે.

ના | હા આ પ્રકરણનુ અનુવાદ તે અનુવાદની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું છે.

૨. તટસ્થતા: “આ મારી ભાષા છે”

નીચેના વાક્યો માટે “૦” અથવા “૧” અથવા “૨” પર ગોળ કરો.

આ વિભાગને વધુ સમુદાય તપાસ કરવાથી વધારે મજબૂત બનાવી શકાય છે. (જુઓ ભાષા સમુદાય દ્વારા તપાસ

૦ ૧ ૨ જેઓ આ ભાષા બોલે છે અને આ પ્રકરણને સાંભળ્યું છે તેઓ તેનાથી સહમત થશે કે યોગ્ય ભાષા ઉપયોગ કર્યો છે.

૦ ૧ ૨ જેઓ આ ભાષા બોલે છે તેઓ સહમત થશે કે જે મુખ્ય શબ્દો આ પ્રકરણમાં ઉપયોગમાં લેવાયા છે તે આ સંસ્કૃતિમાં સ્વીકાર્ય અને યોગ્ય છે.

૦ ૧ ૨ આ ભાષા જેઓ બોલે છે તેઓ માટે આ પ્રકરણમાં લખાયેલ ઉદાહરણો અને વાર્તાઓ સમજવી સહેલી છે.

૦ ૧ ૨ આ ભાષા જેઓ બોલે છે તેઓ સહમત થશે કે આ પ્રકરણમાંની વાક્ય રચના અને શબ્દોની ગોઠવણી તે તટસ્થ અને યોગ્ય રીતે વહે છે.

૦ ૧ ૨ તટસ્થતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં સમુદાયના સભ્યો તપાસ કરે છે તેઓ સીધી રીતે આ પ્રકરણના અનુવાદ કરવામાં સંકળાયેલ હોવા જોઈએ નહિ.

૦ ૧ ૨ તટસ્થતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં વિશ્વાસી અને અવિશ્વાસી બંને માટે હોય, અથવા વિશ્વાસીઓ કે જોઈ સામાન્ય રીતે બાઈબલથી અજાણ હોય કે જેથી તેઓ અગાઉથી એ ન જાણતા હોય કે લખાણ શું કહી રહ્યું છે.

૦ ૧ ૨ તટસ્થતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં તે ભાષા બોલનાર અલગ અલગ ઉંમરના લોકો સામેલ હતા.

૦ ૧ ૨ તટસ્થતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં પુરુષો અને સ્ત્રીઓ સામેલ હતા.

૩. સ્પષ્ટતા: “મતલબ કે સાફ”

નીચેના વાક્યો માટે “૦” અથવા “૧” અથવા “૨” પર ગોળ કરો.

આ વિભાગને વધુ સમુદાય તપાસ કરવાથી વધારે મજબૂત બનાવી શકાય છે. (જુઓ ભાષા સમુદાય દ્વારા તપાસ

૦ ૧ ૨ આ પ્રકરણ જેનો અનુવાદ થાય છે ત્યાંના મૂળ ભાષા બોલનાર સહમત થાય છે કે તેને સમજવું સરળ છે.

૦ ૧ ૨ આ ભાષાના બોલનાર સહમત થાય છે કે આ પ્રકરણમાં નામો, સ્થળો અને ક્રિયાપદોનો યોગ્ય ઉપયોગ થયો છે.

૦ ૧ ૨ આ પ્રકરણમાં વાણીની રીત આ સંસ્કૃતિના લોકો માટે અર્થપૂર્ણ છે.

૦ ૧ ૨ આ પ્રકરણમાં આ ભાષા બોલનાર સહમત થાય છે કે જે રીતે આ પ્રકરણ ગોઠવાયેલું છે તે અર્થથી વિચલિત થતું નથી.

૦ ૧ ૨ સ્પષ્ટતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં સમુદાયના સભ્યો તપાસ કરે છે તેઓ સીધી રીતે આ પ્રકરણના અનુવાદ કરવામાં સંકળાયેલ હોવા જોઈએ નહિ.

૦ ૧ ૨ સ્પષ્ટતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં વિશ્વાસી અને અવિશ્વાસી બંને માટે હોય, અથવા વિશ્વાસીઓ કે જોઈ સામાન્ય રીતે બાઈબલથી અજાણ હોય કે જેથી તેઓ અગાઉથી એ ન જાણતા હોય કે લખાણ શું કહી રહ્યું છે.

૦ ૧ ૨ સ્પષ્ટતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં તે ભાષા બોલનાર અલગ અલગ ઉંમરના લોકો સામેલ હતા.

૦ ૧ ૨ સ્પષ્ટતા માટેના આ પ્રકરણના અનુવાદની સમીક્ષામાં પુરુષો અને સ્ત્રીઓ સામેલ હતા.

૪. સચોટતા: અનુવાદ તે જ વાત કરે છે જે વાત સ્રોત લખાણમાં કરેલ છે.

નીચેના વાક્યો માટે “૦” અથવા “૧” અથવા “૨” પર ગોળ કરો.

આ વિભાગને વધુ સચોટતાથી તપાસ દ્વારા વધારે મજબૂત બનાવી શકાય છે. (જુઓ સચોટ તપાસ)

૦ ૧ ૨ આ પ્રકરણ માટે સ્રોત લખાણમાંના તમામ મહત્વપૂર્ણ શબ્દોની સૂચિની ખાતરી કરવી કે તે અનુવાદમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૦ ૧ ૨ આ પ્રકરણમાં દરેક મહત્વપૂર્ણ શબ્દોનો યોગ્ય રીતે અનુવાદ કરવામાં આવ્યા છે.

૦ ૧ ૨ આ પ્રકરણમાં તેમજ અન્ય સ્થળોએ જ્યાં જ્યાં મહત્વપૂર્ણ શબ્દો દેખાય છે, તે દરેક મહત્વપૂર્ણ શબ્દોનો સતત અનુવાદ કરવામાં આવ્યો છે,


અધિકાર અને પ્રક્રિયાની તપાસ

This section answers the following question: બાઈબલ અનુવાદને તપાસવાનો અધિકાર અને તપાસવાની પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે?

સમજૂતી

દરેક લોકોના સમૂહની મંડળી પાસે એ નક્કી કરવાનો અધિકાર રહેલો છે કે તેમની ભાષામાં બાઈબલનુ કયું અનુવાદ સારી ગુણવત્તાનુ છે કે નથી. બાઈબલ અનુવાદ તપાસવાની અને મંજૂર કરવાની સત્તા (કે જે સતત છે), ક્ષમતા અથવા બાઈબલ તપાસવાની પ્રક્રિયા હાથ ધરવાની કાર્યદક્ષતા (જે વધારી શકાય છે) તે અલગ છે. ગુણવત્તા નક્કી કરવા માટેની સત્તા મંડળીની છે, તેમની વર્તમાન ક્ષમતાની સ્વતંત્રતા, અનુભવ, અથવા સંસાધનોનો માર્ગ જે બાઈબલ અનુવાદની તપાસને સરળ બનાવે છે. તેથી જ્યારે ભાષા જૂથમાં મંડળી પાસે પોતાના બાઈબલ અનુવાદને તપાસવાની અને મંજૂર કરવાની સત્તા છે, શબ્દખુલાસાના સાધનો, અનુવાદ અકાદમીના આ એકમો સહિત, મંડળી પાસે પણ તે ક્ષમતા હોય કે તેમના બાઈબલ અનુવાદને તપાસવા માટે આ ઉત્તમ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે જે ખાતરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

અનુવાદની આ પધ્ધતિ ગુણવત્તાને સમર્થન આપવા માટે ત્રણ-શ્રેણીના અભિગમની દરખાસ્ત કરે છે, જેની રચના લોકોના જૂથમાં મંડળીની સત્તા ત્રણ સામાન્ય સ્તરો પ્રતિબિંબિત કરવા માટે રચાયેલ છે.

અનુવાદની તપાસ કરવાની પ્રક્રિયા "તપાસ પ્રક્રિયા" શીર્ષક હેઠળ એકમમાં વર્ણવવામાં આવશે.


અધિકૃત સ્તર ૧

This section answers the following question: અધિકારયુક્ત પ્રથમ સ્તર શું છે?

અધિકૃત સ્તર ૧: અનુવાદ કરનાર જૂથ દ્વારા સમર્થન

આ સ્તરનો હેતુ પ્રમાણભૂત ખ્રિસ્તી સિદ્ધાંત સાથે અનુવાદ કરનાર જૂથને કરારનુ સમર્થન આપવાનું છે, તેમજ અનુવાદની ચોકસાઈને સુનિશ્ચિત કરવા માટેની માર્ગદર્શિકા પણ છે. આ સ્તર પર ભાષા સમુદાયના સભ્યોને અનુવાદમાં સુધારા સૂચવવા માટે ખુલ્લા આમંત્રણ (ગર્ભિત અથવા સીધા) સાથે, પ્રકાશિત સામગ્રી સક્રિય પરિયોજના તરીકે સામગ્રીની વ્યાપક પહોંચને પ્રોત્સાહન આપે છે.

આ સ્તર પ્રાપ્ત કરવા માટે, અનુવાદ કરનાર જૂથ આગ્રહ રાખે છે કે [વિશ્વાસનુ નિવેદન] તેઓ જે પોતે માને છે તેનું પ્રતિબિંબ છે અને અનુવાદિત સામગ્રી પણ તેની સાથે સુસંગત છે.


અધિકૃત સ્તર ૨

This section answers the following question: અધિકારયુક્ત દ્વિતીય સ્તર શું છે?

અધિકૃત સ્તર ૨: સમુદાય દ્વારા સમર્થન

આ સ્તરનો દ્વિમુખી ઉદ્દેશ્ય છે:

૧. જે ભાષાના સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા નક્કી કરવામાં આવી છે, તે ઉપયોગમાં લેવામાં આવતી ભાષાના સ્વરૂપની અસરકારકતાની ખાતરી કરવી. ૧. જે સ્થાનિક મંડળીના પાળકો તથા આગેવાનો નક્કી તેનો ઉપયોગ કરશે, તે અનુવાદની ચોકસાઈની ખાતરી કરવી.

આ સ્તરે, ચકાસણી પ્રક્રિયામાં “બે અથવા ત્રણ સાક્ષીઓની જુબાની” ના ખ્યાલનો અમલ કરે છે

આ સ્તર હાંસલ કરવા માટે, અનુવાદ કરનાર જૂથ ભાષા સમુદાયના સભ્યોને અનુવાદ સોંપશે જેથી તેઓ તેનો ઉપયોગ કરે. ભાષા સમુદાય સ્પષ્ટતા અને સહજતા માટે અનુવાદની સમીક્ષા કરશે.

ત્યારબાદ અનુવાદ કરનાર જૂથ તે અનુવાદ મંડળીના આગેવાનો કે જેઓ ભાષા સમુદાયના છે તેઓને સોંપશે અને તેઓ તે અનુવાદનો ઉપયોગ કરશે. આ મંડળીના આગેવાનો મૂળ અનુવાદ, વિશિષ્ટ સ્રોતો, [વિશ્વાસનુ નિવેદન], અને [અનુવાદના નિર્દેશો]ની સામે તુલના કરીને ચોકસાઈ માટે અનુવાદની ચકાસણી કરશે.

અનુવાદ કરનાર જૂથ આ સમીક્ષાઓને ધ્યાનમાં લઈને અનુવાદમાં સુધારા કરશે જેથી ભાષા સમુદાય તેની ખાતરી કરે કે તે સહજ અને સ્પષ્ટ છે, અને ત્યારબાદ મંડળીના આગેવાનો તેને સમર્થન આપશે કે તે સચોટ છે.


અધિકૃત સ્તર ૩

This section answers the following question: અધિકારયુક્ત ત્રીજું સ્તર શું છે?

અધિકૃત સ્તર ૩: મંડળીના આગેવાનો દ્વારા સમર્થન

આ સ્તરનો ઉદ્દેશ્ય એ વાતની ખાતરી કરવાનું છે કે અનુવાદ મૂળ લખાણ અને ઐતિહાસિક તથા સાર્વત્રિક મંડળીના મૂળ સિદ્ધાંત સમર્થન આપે છે

આ સ્તરને હાંસલ કરવા, અનુવાદ કરનાર જૂથ અનુવાદને મંડળીના ઉચ્ચતમ આગેવાનોને જે ભાષા બોલે છે, તેઓને સમીક્ષા કરવા માટે આપશે. જો આ આગેવાનો ભાષા સમુદાયના જેટલી અસ્તિત્વમાં હોય તેટલી મોટી મંડળીઓનું પ્રતિનિધિત્વ કરતાં હોય તો તે ઉત્તમ છે. તો આ રીતે ૩જુ સ્તર બહુવિધ મંડળીના આગેવાનોનાં માળખાનાં પારસ્પરિક કરાર દ્વારા પ્રાપ્ત થાય છે.

અનુવાદ કરનાર જૂથ અનુવાદને સુધારશે જેથી આ મંડળીઓનાં આગેવાનોનું માળખું સમર્થન કરશે કે આ અનુવાદ સચોટ છે અને તેઓની મંડળીની સંગતોમાં તે સ્વીકાર્ય છે.

જ્યારે અનુવાદ ઓછામાં ઓછી બે મંડળીઓના આગેવાનોના માળખાં (અથવા તેઓના પ્રતિનિધિઓ) દ્વારા તથા ખાસ વ્યક્તિ કે જેને અનુવાદના સિદ્ધાંતોની જાણકારી છે અને જે બાઈબલની ભાષાઓમાં તથા સામગ્રીમાં તાલીમ પ્રાપ્ત કરેલ છે તેઓના દ્વારા સંપૂર્ણરીતે ચકાસાયેલ અને સંપૂર્ણરીતે મંજૂર કરવામાં આવે ત્યારે ૩જુ સ્તર પૂર્ણ થાય છે.


તપાસનું પ્રથમ સ્તર - અનુવાદ કરનાર જૂથ દ્વારા સમર્થન

This section answers the following question: હું પ્રથમ સ્તરની તપાસ કેવી રીતે કરી શકું?

તપાસનું પ્રથમ સ્તર - અનુવાદ કરનાર જૂથ દ્વારા તપાસ

પ્રથમ સ્તરની તપાસ મુખ્યત્વે અનુવાદ કરનાર જૂથ દ્વારા, ભાષા સમુદાયના અન્ય લોકોની થોડી મદદ સાથે થાય છે, અનુવાદક અથવા અનુવાદ કરનાર જૂથે ઘણી વાર્તાઓ અથવા બાઈબલના ઘણાં પ્રકરણો અનુવાદ કર્યા પહેલા તેઓએ અનુવાદની તપાસ કરવાની હોય છે, જેથી તેઓ અનુવાદની પ્રક્રિયામાં જ શક્ય તેટલી ભૂલોને સુધારી શકે. અનુવાદ સમાપ્ત થાય તે પહેલા ઘણાં પગલાઓ ઘણી વાર કરવાની જરૂર પડશે.

કેમ કે unfoldingWord કાર્યનો હેતુ છે કે, બાઈબલની કલમોનું અનુવાદ અને બાઈબલની સામગ્રીને ત્યારે જ પ્રકાશિત કરવામાં આવે છે જ્યારે તે તપાસ માટે પ્રથમ સ્તરે પહોચે છે. આ એક સક્રિય કાર્ય તરીકે સામગ્રીની વ્યાપક પહોંચને સક્ષમ કરે છે, સાથે ભાષા સમુદાયના અન્યોને અનુવાદને સુધારવામાં મદદ કરવા ખુલ્લું આમત્રણ (ગુપ્ત અથવા સીધું) આપે છે.

પ્રથમ સ્તર હેઠળ તપાસ માટેના પગલાં:

ત્યાં ઘણાં પગલાં રહેલા છે જે અનુવાદ કરનાર જૂથે તપાસનુ પ્રથમ સર પ્રાપ્ત કરવા અનુસરવા ખુબ જ અગત્યના છે.

૧. સંપર્ક ના નેટવર્કના ઓછામાં ઓછા એક ઘટક સાતે સંપર્ક કરો, ને સૂચિત કરો કે તમે અનુવાદ શરુ કરવા માગો છો. તે કેવી રીતે કરવું તેની માહિતી મેળવવા માટે, જુઓ જવાબો શોધવા ૧. સમીક્ષા અનુવાદ માર્ગદર્શિકાની સમીક્ષા કરો. ૧. સંમતિ. વિશ્વાસનુ નિવેદન તમારી પોતાની માન્યતાઓનું ચોક્કસ પ્રતિબિબ છે અને તમેં સામગ્રીને તેની સુસંગતમાં અનુવાદ કરવાનો ને ફોર્મ પર હસ્તાક્ષર કરીને અનુવાદની માર્ગદર્શિકા અનુસાર અનુવાદ કરવાનો છે.
૧. રૂપરેખા મૂળ લખાણના કેટલાક ભાગોનો રૂપરેખા અનુવાદ બનાવો. રૂપરેખા અનુવાદ કેવી રીતે બનાવવું તેની સુચના માટે જુઓ, પ્રથમ રૂપરેખા ૧. સ્વ તપાસ તમારી રૂપરેખાના અનુવાદની સ્વતપાસ કેવી રીતે કરવી તેની સુચના માટે જુઓ, સ્વ તપાસ ૧. ઉપરથી તપાસ તમારી રૂપરેખાના અનુવાદની ઉપરથી તપાસ કેવી રીતે કરવી તેની સુચના માટે જુઓ, ઉપરથી તપાસ અનુવાદશબ્દ તપાસ તમારી રૂપરેખાના અનુવાદની અનુવાદશબ્દ તપાસ કેવી રીતે કરવી તેની સુચના માટે જુઓ, અનુવાદશબ્દ તપાસ ૧. સચોટ તપાસ તમારી રૂપરેખાના અનુવાદની સચોટ તપાસ કેવી રીતે કરવી તેની સુચના માટે જુઓ, સચોટ તપાસ.


સ્તર ૧ સમર્થન

This section answers the following question: હું કેવી રીતે સચોટપણે કહી શકું છું કે મેં પ્રથમ સ્તરની તપાસ પૂર્ણ કરી છે?

પ્રથમ સ્તરના સમર્થન માટે દસ્તાવેજીકરણ

અમે, અનુવાદ કરનાર જૂથના સભ્યો, ખાતરી આપીએ છીએ કે અમોએ પ્રથમ સ્તરની તપાસને માટે નીચેના પગલાં પૂર્ણ કર્યા છે:

  • લખાણનો પ્રારંભિક અભ્યાસ, ઉપયોગ કરીને:
    • અનુવાદનોંઘ

તપાસનું દ્વિતીય સ્તર - સમુદાય દ્વારા સમર્થન

This section answers the following question: હું કેવી રીતે દ્વિતીય સ્તરની તપાસ કરી શકું?

દ્વિતીય તપાસનુ સ્તર - બાહ્ય તપાસ

દ્વિતીય સ્તરના તપાસનો હેતુ એ ખાતરી કરવાનો છે કે સ્થાનિક ભાષા સમુદાયનુ પ્રતિનિધિત્વ કરનાર જૂથો અનુવાદ સારી ગુણવત્તાનુ છે તેનાથી સહમત છે.

દ્વિતીય સ્તરની તપાસ બે રીતે થઈ શકે છે.

૧. ભાષા સમુદાય દ્વારા તપાસ સ્થાનિક ભાષા સમુદાયના સભ્યો દ્વારા અનુવાદની ખાતરી કરવા માટે તપાસ કરવામાં આવશે કે તે સરળ, કુદરતી અને સમજી શકાય તેવું છે. ભાષા સમુદાય તપાસ કરવા માટે લેવાના પગલાં માટે જુઓ, ભાષા સમુદાય તપાસ. ૧. મંડળીના આગેવાન દ્વારા તપાસ અનુવાદ સચોટ છે કે નહિ તેની ખાતરી કરવા માટે તેને મંડળીના આગેવાનોના જૂથ દ્વારા તપાસવામાં આવશે. મંડળીના આગેવાનો દ્વારા તપાસ કરવા માટે લેવાના પગલાં માટે જુઓ, મંડળી આગેવાન દ્વારા તપાસ.

એકવાર આ થઈ ગયા પછી, આ કાર્યની પુષ્ટિ કરવાની જરૂર છે. (જુઓ [દ્વિતીય સ્તર સમર્થન]).


ભાષા સમુદાય મૂલ્યાંકનના પ્રશ્નો

This section answers the following question: સમુદાય અનુવાદને સમર્થન આપે છે તે હું કેવી રીતે બતાવી શકું?

અમે, અનુવાદ કરનાર જૂથના સભ્યો, ખાતરી આપીએ છીએ કે અમે ભાષા સમુદાયના સભ્યો સાથે મળીને અનુવાદની ચકાસણી કરી છે.

  • અમે અનુવાદની ચકાસણી જુવાન તથા વુધ્ધ લોકો અને સ્ત્રીઓ તથા પુરુષો સાથે કરી છે.
  • જ્યારે અમે અનુવાદની ચકાસણી કરી ત્યારે અમે અનુવાદના પ્રશ્નોનો ઉપયોગ કર્યો હતો.
  • અમે અનુવાદને વધુ સ્પષ્ટ અને સમજવા માટે સરળ બને તે માટે જે સ્થળે સમુદાયના સભ્યો સારી રીતે સમજી શક્યા નહોતા ત્યાં સુધારો કર્યો હતો.

મહેરબાની કરીને નીચેના પ્રશ્નોના પણ જવાબ આપો. આ પ્રશ્નોનાં જવાબો વ્યાપક ખ્રિસ્તી સમુદાયને જાણવામાં મદદરૂપ થશે કે નિર્ધારિત ભાષા સમુદાય આ અનુવાદને સ્પષ્ટ, સચોટ અને સરળ માને છે.

  • એવા કેટલાક ફકરાઓની યાદી બનાવો જ્યાં સમુદાયનો પ્રતિસાદ મદદરૂપ હતો. તમે તેઓને વધુ સરળ બનાવવા માટે કેવી રીતે ફકરાઓને બદલ્યા?



  • મૂળ ભાષામાં ઉપયોગમાં લીધેલા કેટલાક મહત્વપૂર્ણ પદો કેવી રીતે સમાન છે તે સમજાવવા માટે સમજૂતી લખો, આ તપાસ કરનારને સમજવામાં મદદરૂપ થશે કે તમે આ પદ કેમ પસંદ કર્યું છે.



  • શું સમુદાય તે વાતની ખાતરી આપે છે કે જ્યારે ફકરાઓ વાંચવામાં આવ્યા ત્યારે ભાષાનો પ્રવાહ સારો હતો? (શું તે ભાષાના અવાજ પરથી તમને લાગે છે કે લેખત તમારા સમુદાયનો જ હતો?)



સમુદાયના આગેવાનો કદાચ તેઓની માહિતી અહિયાં ઉમેરવા માગતા હોય અથવા આ અનુવાદ સ્થાનિક સમુદાય માટે કેટલું સ્વીકાર્ય છે તેનું નિવેદન આપવા માગતા હોય. આ બાબતને બીજા સ્તરના સમુદાય તપાસ મૂલ્યાંકન માહિતીના ભાગરૂપે સમાવેશ કરી શકાય છે. વ્યાપક મંડળીના આગેવાનોને આ માહિતી પ્રાપ્ય હશે, અને તે સ્થાનિક ખ્રિસ્તી સમુદાય દ્વારા માન્ય થયેલ હોય, જ્યારે તેઓ બીજા સ્તરનું મંડળી દ્વારા તપાસ અને ત્રીજા સ્તરની તપાસ કરતાં હોય તેમને સમર્થન કરવામાં મદદરૂપ થશે.


સ્તર ૨ સમર્થન

This section answers the following question: મંડળીના આગેવાનો કેવી રીતે સમર્થન કરે કે અનુવાદ સારું છે?

સ્તર ૨ સમર્થન માટે યોગ્ય દસ્તાવેજીકરણ

અમે, ભાષા સમુદાયના મંડળીના આગેવાનો તરીકે, નીચેની બાબતોને સમર્થન આપીએ છીએ:

૧. અનુવાદ વિશ્વાસના નિવેદન અને અનુવાદ માર્ગદર્શન માટે અનુકૂળ છે. ૧. નિર્ધારિત ભાષામાં અનુવાદ સચોટ અને સ્પષ્ટ છે. ૧. અનુવાદ ભાષાની સ્વીકાર્ય શૈલીનો ઉપયોગ કરે છે. ૧. અનુવાદ યોગ્ય મૂળાક્ષર અને જોડણીની પધ્ધતિનો ઉપયોગ કરે છે.
૧. સમુદાય આ અનુવાદને માન્ય કરે છે. ૧. સમુદાયનું મૂલ્યાંકન સ્વરૂપ પૂર્ણ થયું છે.

જો ત્યાં કોઈ પણ બાકીની સમસ્યા હોય તો, ત્રીજા સ્તરના તપાસકાર ધ્યાનમાં લે તે માટે તેની નોંધ અહીં કરો.

સ્તર ૨ ના તપાસકારના નામ અને પદ:

  • નામ
    • પદ
  • નામ
    • પદ
  • નામ
    • પદ
  • નામ
    • પદ
  • નામ
    • પદ
  • નામ
    • પદ

તપાસનું તૃતીય સ્તર - મંડળીના આગેવાનો દ્વારા સમર્થન

This section answers the following question: હું ત્રીજા સ્તરની તપાસ કેવી રીતે કરી શકું?

તૃતીય તપાસનુ સ્તર - પ્રમાણિત તપાસ

ત્રીજા સ્તરની તપાસ જૂથો અથવા સંગઠનો દ્વારા કરવામાં આવશે જે ભાષા સમુદાયમાં મંડળી તરીકે ઓળખાય છે. આ જૂથોના આગેવાનો ખાતરી આપશે કે તેઓ વિતરણને મંજૂર કરે છે અને તેમની સાથે જોડાયેલા લોકોમાં ભાષાંતરનો ઉપયોગ કરશે. આ સહમતી અનુવાદના વિતરણ માટે જરૂરી નથી, પરંતુ તેને માન્યતા આપવાનું કામ કરે છે.

જેઓ તૃતીય સ્તરની તપાસ કરે છે તેઓ જેમણે દ્વિતીય સ્તરની તપાસ કરી છે તે ન હોવા જોઈએ.

આ સ્તરનો ઉદ્દેશ મૂળ લેખનના ઉદ્દેશ સાથે અનુવાદની ગોઠવણીને માન્યતા આપવાનું છે અને મંડળીના ઐતિહાસિક સારા સિધ્ધાંતોને અને સાર્વત્રિક, મંડળી જે તે ભાષા બોલે છે તેના નેતૃત્વ દ્વારા કરેલ સમીક્ષા અને સમર્થન આપવાનું છે. આમ તૃતીય સ્તર બહુવિધ મંડળીના માળખાના નેતૃત્વના પારસ્પરિક કરાર દ્વારા પ્રાપ્ત થાય છે. મંડળીના માળખામાં ભાષા સમુદાયોમાં મંડળીના પ્રતિનિધિ હોવા જોઈએ. જેઓ અનુવાદ તપાસે છે તેઓ માટે તે પ્રથમ-ભાષા હોવી જોઈએ અને જેઓ તેની તપાસ પર સહી કરે છે તેઓ મંડળીના માળખામાં નેતૃત્વની ભૂમિકામાં હોવા જોઈએ. મંડળીના માળખાના આગેવાન કે જેમના માટે તે અનુવાદની ભાષા પ્રથમ ભાષા હોય તે અનુવાદની ચકાસણી અને તેની ગુણવત્તા પર સહી કરી શકે છે.

જ્યારે અનુવાદ ઓછામાં ઓછા બે મંડળીના માળખાના આગેવાનો, કે જેઓ બાઈબલની ભાષા અને સામગ્રીમાં તાલીમ પામેલ હોય (અથવા તેઓના પ્રતિનિધિઓ) તેઓ દ્વારા સંપૂર્ણપણે તપાસવામાં આવે છે અને તેને મંજૂર કરવામાં આવે છે ત્યારે તૃતીય સ્તર પૂર્ણ થાયછે.

તૃતીય સ્તરની પ્રક્રિયા શરુ કરવા માટે, જાઓ, [તૃતીય સ્તરની તપાસ માટે પૂછવામાં આવતા પ્રશ્નો}.


ત્રીજા સ્તરની તપાસણી માટેના પ્રશ્નો

This section answers the following question: ત્રીજા સ્તરની તપાસ માટે મારે શું ધ્યાન રાખવું જોઈએ?

તૃતીય સ્તર માટેના પ્રશ્નો

આ પ્રશ્નો ત્રીજા સ્તરના તપાસકારો માટે ધ્યાનમાં રાખવા માટેના છે જ્યારે તેઓ નવું અનુવાદ વાંચે છે.

તમે અનુવાદના ભાગો વાંચો પછી આ પ્રશ્નોના તમે ઉત્તર આપી શકો છો અથવા લખાણમાં જ્યારે તમને કોઈ સમસ્યા જોવા મળે. જો તમે પ્રથમ જૂથમાં આ કોઈ પણ પ્રશ્નોના “ના” માં જવાબ મળે, તેને વિસ્તારમાં જણાવો, તે વીશેષ ભાગનો સમાવેશ કરો જે તમને લાગે છે કે યોગ્ય નથી, અને અનુવાદ કરનાર જૂથ તેને કેવી રીતે સુધારી શકે તેની ભલામણ કરો.

અનુવાદ કરનાર જૂથનો ઉદ્દેશ તો મૂળ ભાષામાંથી લક્ષ્ય ભાષામાં કુદરતી અને સ્પષ્ટ રીતે અર્થ વ્યક્ત કરવાનો છે તે ધ્યાનમાં રાખો. તેનો મતલબ એ છે કે તેઓ કેટલીક કલમોના ક્રમમાં ફેરફાર કરવો જરૂરી જણાય ત્યાં કરી શકે છે અને તે કે સ્રોત ભાષાના ઘણાં એકાકી શબ્દો તે લક્ષ્ય ભાષામાં બહુવિધ શબ્દોનુ પ્રતિનિધિત્વ કરતાં હોય. અન્ય ભાષા (OL) અનુવાદોમાં આ બાબતોને સમસ્યા ગણવામાં આવતી નથી. અનુવાદકોએ જે યુએલબી અને યુડીબી ગેટવે ભાષા (GL) અનુવાદો છે તે સમયે આ ફેરફારો કરવાથી દૂર રહેવું જોઈએ. યુએલબી નો હેતુ એ છે કે OL અનુવાદકને બતાવવાનો છે કે મૂળ બાઈબલની ભાષાઓએ કેવી રીતે તેનો અર્થ કર્યો છે, અને યુડીબી નો હેતુ સરળ, સ્પષ્ટ સ્વરૂપોમાં તે જ અર્થ વ્યક્ત કરવો, ભલે તે OLમાં રૂઢીપ્રયોગોનો ઉપયોગ કરવો કુદરતી હોય. GL અનુવાદકોએ તે દિશાનિર્દેશોને યાદ રાખવાની જરૂર છે. પરંતુ OL અનુવાદકો માટે, કુદરતી અને સ્પષ્ટ અનુવાદ તે જ હમેશા ઉદ્દેશ હોવો જોઈએ.

તે પણ ધ્યાનમાં રાખો કે અનુવાદકોએ કદાચ એવી માહિતીને ઉમેરી હોય જે મૂળ પ્રેક્ષકો મૂળ સંદેશાથી સમજી શક્યા હોય, પરંતુ તે મૂળ લેખક સ્પષ્ટપણે જણાવતા ન હોય. જ્યારે આ માહિતી લક્ષ્ય પ્રેક્ષકો માટે લખાણને સમજવા માટે જરૂરી હોય ત્યારે, તે સ્પષ્ટપણે શામેલ કરવું સારું છે. આ વિષે વધુ માહિતી માટે જુઓ, સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી.

૧. શું અનુવાદ વિશ્વાસના નિવેદન અને અનુવાદના દિશાનિર્દેશો માટે અનુકૂળ છે? ૧. શું અનુવાદ કરનાર જૂથ સ્રોત ભાષાની સાથે સાથે લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિની સારી સમજણ દર્શાવે છે? ૧. શું ભાષા સમુદાય સમર્થન કરે છે કે અનુવાદ તેમની ભાષામાં સ્પષ્ટ અને કુદરતી રીતે વાત કરે છે? ૧. નીચેની અનુવાદની શૈલીઓમાંથી અનુવાદકો અનુસરતા દેખાય છે?

૧. શબ્દસહ અનુવાદ, જે સ્રોત અનુવાદના રૂપમાં ખૂબ નજીક રહે છે.  
૧. શબ્દસમૂહ દ્વારા શબ્દસમૂહ અનુવાદ, જે કુદરતી ભાષાના શબ્દસમૂહ રચનાનો ઉપયોગ કરીને. 
૧. અર્થ-કેન્દ્રિત અનુવાદ, સ્થાનિક ભાષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનુ લક્ષ્ય. 

૧. શું સમુદાયનાં આગેવાનો એવું માને છે કે અનુવાદકારો જે શૈલી (પ્રશ્ન ૪ માં ઓળખાય છે) તે શૈલી સમુદાય માટે યોગ્ય છે? ૧. શું સમુદાયનાં આગેવાનો એવું માને છે કે અનુવાદકારો જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે બોલી વ્યાપક સમુદાય સાથે વાતચીત કરવા માટે શ્રેષ્ઠ છે? ઉદાહરણ તરીકે, અનુવાદકારોએ જે અભિવ્યક્તિઓ, શબ્દસમૂહને જોડનાર અને જોડણીનો ઉપયોગ કર્યો છે, શું તે ભાષા સમુદાયના મોટા ભાગના લોકો દ્વારા સ્વીકૃત છે? ૧. જ્યારે તમે અનુવાદ વાંચો ત્યારે, સ્થાનિક સમુદાયની સાંસ્કૃતિક મુદ્દાઓ વિષે વિચાર કરો જે પુસ્તકના કેટલાક ભાગોના અનુવાદ કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. શું અનુવાદ કરનાર જૂથે આ વિભાગોનું એવી રીતે અનુવાદ કર્યું છે કે જે સ્રોત લખાણનો સંદેશ સ્પષ્ટ કરે છે, અને સાંસ્કૃતિક મુદ્દાને કારણે લોકોની કોઈ પણ ગેરસમજને દૂર કરે છે?
૧. આ મુશ્કેલી ભરેલ વિભાગોમાં, શું સમુદાયના આગેવાનોને લાગે છે કે અનુવાદકર્તાએ જે સ્રોત લખાણમાં સંદેશ છે તે સંદેશ આપતી ભાષાનો ઉપયોગ કર્યો છે?
૧. તમારા નિર્ણયમાં, શું અનુવાદ એ જ સંદેશ આપે છે જે સ્રોત લખાણમાં છે? જો અનુવાદના કોઈ ભાગ માટે તમારો જવાબ “ના” હોય તો, કૃપા કરીને નીચેના પ્રશ્નોના જૂથનો જવાબ આપો.

જો તમે બીજા જૂથના પશ્નો માટે જો જવાબ “હા” માં આપો, કૃપા કરીને તેને વિગતવાર સમજાવો કે જેથી અનુવાદ કરનાર જૂથ જાણી શકે કે નિશ્ચિત સમસ્યા શું છે, લખાણના કયા ભાગમાં સુધારાની જરૂર છે, અને તમે શું ચાહો છો તેઓ તેને કેવી રીતે સુધારે?

૧. શું અનુવાદમાં કોઈ સૈદ્ધાંતિક ભૂલો છે? ૧. શું તમને અનુવાદના કોઈપણ વિસ્તારોમાં એવું માલૂમ પડ્યું કે તે રાષ્ટ્રીય ભાષા અનુવાદથી અથવા તમારા ખ્રિસ્તી સમુદાયમાં વિશ્વાસની મહત્વપૂર્ણ બાબતોથી વિરોધાભાસી છે? ૧. શું અનુવાદ કરનાર જૂથે જે સ્રોત લખાણના સંદેશાનો ભાગ નથી તેના સિવાય કોઈ વધારાની માહિતી અથવા વિચારો ઉમેર્યા છે? (યાદ રાખો, મૂળ સંદેશામાં પણ સામેલ છે ગર્ભિત માહિતી.) ૧. શું અનુવાદ કરનાર જૂથે સ્રોત લખાણના ભાગરૂપી જે સંદેશા છે તેની માહિતી અથવા વિચારો છોડી દીધા છે?

જો ત્યાં અનુવાદ સાથે કોઈ સમસ્યા છે તો, અનુવાદ કરનાર જૂથ સાથે મળવાની યોજના બનાવો અને સમસ્યાનો ઉકેલ લાવો. તમે તેઓને મળ્યા પછી, અનુવાદ કરનાર જૂથે સમુદાયના આગેવાનો સાથે અનુવાદને તપાસવાની જરૂર છે કે તે હજુ પણ તે સ્પષ્ટ રીતે વાત કરે છે, અને પછી તમને ફરીથી મળે.

જ્યારે તમે અનુવાદને મંજૂર કરવા માટે તૈયાર હોય ત્યારે, અહીં જાઓ:સ્તર ૩ સંમતિ.


સ્તર ૩ સંમતિ

This section answers the following question: અનુવાદની ત્રીજા સ્તરની માન્યતાને હું કેવી રીતે સમર્થન કરી શકું છું?

તૃતીય સ્તરના સમર્થન માટે યોગ્ય દસ્તાવેજીકરણ

હું, નો પ્રતિનિધિ, મંડળીના માળખાનુ નામ લખો અથવા બાઈબલ અનુવાદ સંસ્થા , મંડળી અથવા બાઈબલ અનુવાદ કરનાર સંસ્થા જેમાં સેવા આપે છે ભાષા સમુદાયનુ નામ લખો ભાષા સમુદાય, અનુવાદની સહમતી, અને નીચેની બાબતોની ખાતરી કરો:

૧. અનુવાદ વિશ્વાસના નિવેદન અને અનુવાદ માર્ગદર્શિકા માટે અનુકૂળ છે. ૧. લક્ષ્ય ભાષામાં અનુવાદ સચોટ અને સરળ છે. ૧. અનુવાદ ભાષાની સ્વીકાર્ય શૈલીનો ઉપયોગ કરે છે. ૧. સમુદાય અનુવાદનું સમર્થન કરે છે.

જો અનુવાદ જૂથ સાથે બીજી વાર મળ્યા પછી પણ કોઈ સમસ્યા વણઉકેલાયેલી રહી છે, તો તેની નોંઘ અહીં કરો.

સહી: અહીં સહી કરો

પદ: *તમારુ પદ અહીં લખો

ગેટવે ભાષાઓ માટે, તમારે મૂળ લેખન પ્રક્રિયા અનુસરવાની જરૂર છે, જેથી તમારું અનુવાદ મૂળ લેખન બની શકે.


અનુવાદ તપાસણીનો પરિચય - ભાગ ૨

This section answers the following question: મારે શા માટે અન્યના અનુવાદની તપાસ કરવી જોઈએ?

આપણે જોયું કે અનુવાદક જુથ તેઓના અનુવાદ માટે ઘણી બધી તપાસ કરતાં હોય છે. તેઓનું તપાસનું કામ તેઓના કાર્યને તપાસણી સુધી લઈ આવે છે.

સ્તર ૨ અને ૩ માટે, અનુવાદ જૂથે તેઓનું કામ ભાષાકીય જુથના સભ્ય કે મંડળીના સભ્યો સમક્ષ લાવવાનું હોય છે. આ એ માટે જરૂરી છે કારણ કે અનુવાદ જુથ તેઓની સાથે હોય છે અને તેઓના કાર્યમાં સકડાયેલી પણ હોય છે. એ કારણથી તેઓ અમુક સમયે ભૂલો જોઈ સકતી નથી જે અન્ય લોકો સહેલાઇથી જોઈ સકે છે. અમુક ભાષાઓ બોલનારાઓ તેથી સારૂ સૂચન પણ આપે છે જે કદાચ અનુવાદક જૂથે વિચાર્યું પણ ન હોય. ઘણી બધી વખત અનુવાદકો અનુવાદને અઘરું બનાવી ડેટા હોય છે કારણ કે તેઓ મૂળ ભાષાના શબ્દોને ખૂબ નજીકથી અનુસરતા હોય છે. ભાષા બોલનારા અન્ય લોકો તે બાબતને સરખી કરી આપતા હોય છે. અને અનુવાદક જૂથમાં ઘણી બધી વખત વિધવાનોનો અથવા બાઇબલ જ્ઞાન જે અન્ય લોકો પાસે હોય છે તેનો અભાવ જોવા મળે છે અને તેથી તેમાં ભૂલો રહી જાય છે જે અન્ય તેઓને માટે સુધારે છે. આ કારણે, જે લોકો અનુવાદ જુથમાં સામેલ નથી તેઓએ અનુવાદને તપાસવું.

આ બાકીનું માર્ગદર્શિકા મંડળીના આગેવાનો જેઓ માર્ગદર્શનનો ઉપયોગ કરશે અને તેઓને બંને બીજા અને ત્રીજા સ્તરનું અનુવાદ તપાસવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.


અનુવાદ તપાસણીના પગલા

This section answers the following question: અન્યનું અનુવાદ તપાસવા માટેના મારે કયા સ્તરોને અનુસરવા જોઈએ?

####અનુવાદ તપાસવાના સ્તર

તપાસ પહેલા

૧. સમય પહેલા શોધી કાઢો કે કયા પ્રકારની વાર્તા અથવા બાઈબલ ભાગ તપાસવા માગો છો. ૧. વારવાર તે ભાગને અલગ અલગ ઉપકરણમાં વાંચો જેમાં તમે સમજી સકતા હોય, અને જો શક્ય છે તો મૂળ ભાષા વાંચવી.


પૃષ્ઠભૂમિ અનુવાદ

This section answers the following question: પૃષ્ઠભૂમિ અનુવાદ શું છે?

પૃષ્ઠભૂમિ અનુવાદ શુ છે?

પૃષ્ઠભૂમિ અનુવાદ એટલે એવુ અનુવાદ કે જે બાઈબલ આધારિત સ્થાનિક લોકો માટે વ્યાપક સદેશા વ્યવહાર માટેનુ ભાષાકિય માધ્યમ. તેને “પૃષ્ઠભૂમિ અનુવાદ” કહેવામા આવે છે કારણ કે તે અનુવાદ સિધિ દિશા કરતા સ્થાનિક લક્ષ્ય ભાષા માટે કરવામા આવેલુ અનુવાદ છે.

પૃષ્ઠભૂમિ અનુવાદએ સંપૂર્ણ સમાન્ય શૈલીમા કરાય નહિ, તેમ છતા, કારણ કે તેમા ભાષાકિય અનુવાદમા તટસ્થ ધ્યેય હોતો નથી [આ બાબતમા ભાષાકિય વ્યાપક સદેશા વ્યવહાર] તેને બદ્લે તેનો હેતુ સ્થાનિક ભાષાકિય અનુવાદમાં શબ્દ અને ભાવ શાબ્દિક રીતે પ્રદર્શિત કરવામા આવે છે, અને સાથે વ્યાકરણ અને શબ્દોનો ક્રમાંક પણ વ્યાપક સદેશા વ્યવહાર માટે ઉપયોગ કરવામા આવે છે. આ રીતે અનુવાદ તપાસનાર સ્પષ્ટ રીતે આપવામા આવેલ પાઠનો અર્થ જોઈ શકે છે અને સાથે વધારે ઝડપથી અને સરળતાથી સમજી શકે છે.


પૃષ્ઠભૂમિ અનુવાદનો હેતુ

This section answers the following question: પૃષ્ઠભૂમિ અનુવાદ શા માટે જરૂરી છે?

શા માટે પૃષ્ઠભૂમિ અનુવાદ જરૂરી છે?

પૃષ્ઠભૂમિ અનુવાદનો મુખ્ય હેતુ એ છે કે મદદનીશ કે તપાસનારને બાઈબલના પ્રસાધનો કે જે સમજવામાં અઘરા છે તે લક્ષ્ય ભાષાનું આનુવાદ જોઇ શકે છે, અને જો કદાચ તે કે તેની એ ભાષા સમજી શકતા ન હોય તો પણ. તેથી અનુવાદનિ ભાષા એવિ ભાષા કે જે અનુવાદક અને તપાસનાર બન્ને સમાજિ શકે તેવિ હોવિ જોઇયે. એ માટે પૃષ્ઠભૂમિ અનુવાદકે ભાષાને મુખ્ય ભાષાના રૂપમા તેનુ અનુવાદ કરવું જોઈએ કે જે લક્ષ્ય ભાષાના રુપમા હોય.

થોડા લોકો આ બાબતને જરૂરી ગણે છે, કેમે કે બાઈબલ પહેલેથી જ મુખ્ય ભાષા કે માધ્યમ તરીકે હયાત છે. પણ પૃષ્ઠભૂમિ અનુવાદનો હેતુ યાદ રાખજો કે, તે તપાસનારને એ બતાવે છે કે લક્ષ્ય ભાષાનાં અનુવાદમાં શુ છે. મુખ્ય સ્રોત અનુવાદને વાંચવાથી તપાસનારને એ ખબર પડી જતી નથી કે લક્ષ્ય ભાષા અનુવાદમા શુ છે. તેથી જ, અનુવાદક, અનુવાદના ભાગની પૃષ્ઠભૂમિ અનુવાદ કરે જે વ્યાવહાર માટે મુખ્ય ભાષાનો સહારો હોય. આ કારણે, પૃષ્ઠભૂમિ અનુવાદક પોતાનું પૃષ્ઠભૂમિ અનુવાદ કરતી વખતે સ્રોત ભાષાને જોઈ “શકતા નથી”, પરંતુ “માત્ર” લક્ષ્ય ભાષાને જ જોઈ શકે છે. આ રીતે, તપાસનાર લક્ષ્ય ભાષામા રહેલા પ્રશ્નોને શોધિ શક્શે અને સુધારિ પણ શકશે .

પૃષ્ઠભૂમિ અનુવાદ એ લક્ષ્ય અનુવાદને વધારે સારુ બનાવવામા ઉપયોગી છે જેમ તપાસનાર અનુવાદ તપાસતા હોય તો પણ. જ્યારે અનુવાદક જુથ ઉંચા અવાજે પૃષ્ઠભૂમિ અનુવાદ વાંચે છે ત્યારે, તેઓ સમજી શકે છે કે પૃષ્ઠભૂમિ અનુવાદક આને કેવી રીતે સમજ્યા છે. ઘણી વખત પૃષ્ઠભૂમિ અનુવાદક પોતાના અનુવાદને જે રીતે સમજાવવા માગે છે તેના કરતાં અલગ રીતે સમજ્યા હોય છે. આવા કિસ્સાઓમાં, તેઓએ પોતાનું અનુવાદ બદલવુ જોઈએ જેથી તેઓ જે સમજાવવા માગે છે તે સમજાવી શકે. જ્યારે અનુવાદ કરનાર જૂથ તપાસનારને આપતા પહેલા આ પૃષ્ઠભૂમિ અનુવાદનો ઉપયોગ કરે તો તેઓ આ અનુવાદમાં ઘણાં બધા સુધારા લાવી શકે છે. જ્યારે તેઓ આ કરે છે, ત્યારે તપાસનાર વધારે સારી રીતે જળપથી તપાસે કારણ કે અનુવાદક જૂથ મળતા પહેલા ઘણા બધા પ્રશ્નોના સુધારા કરી શકે છે.


પૃષ્ઠભૂમિ અનુવાદ

This section answers the following question: પૃષ્ઠભૂમિ અનુવાદ કોણ કરી શકે?

પૃષ્ઠભૂમિ અનુવાદ કોણે કરવું જોઈએ?

સારુ પૃષ્ઠભૂમિ અનુવાદ કરવા માટે વ્યક્તિમાં ત્રણ લાયકાત હોવી જોઈએ.

૧. અનુવાદ કરનાર માત્રુ ભાષા બોલનાર હોવો જોઇયે અને લક્ષ્ય ભાષાને સારી રીતે જાણકાર અને સારી રીતે ભાષામા વ્યવહાર કરનાર હોવો જોઈએ. ૧. એવો પણ વ્યક્તિ હોવો જોઈએ કે જે આ ભાષાનો જાણકાર નથી તેનો પણ અનુવાદમા સમાવેશ કરવો જોઈએ. એટલા માટે કે, તેને જે ખબર છે તે અર્થમા તેને અનુવાદ કર્યો છે અને તે તેનો અર્થ એ રીતે મુકશે કે જે મુખ્ય અનુવાદ ભાગ પ્રમાણે છે. પણ એ શક્ય છે કે લક્ષ્ય ભાષા કદાચ તે ન સમજી શકે જે પર તે કામ કરી રહ્યો છે કે પછી અલગ રીતે તેને સમજે કે પછી સંપૂર્ણ ન સમજે. તપાસનારને જાણવુ છે કે અન્ય ભાષાના શબ્દોનો અર્થ અનુવાદિત રીતે સમજવામા આવે છે કે નહિ, કે જેથી તે જૂથ સાથે બેસે અને યોગ્ય શબ્દ તે સ્થાને મુકે અને તેનો સુધારો કરે. ૧. પૃષ્ઠભૂમિ અનુવાદ કરનાર એક તે વ્યક્તિ હોવો જોઈએ કે જે બાઈબલ જાણતો ન હોય. તેનું કારણ એ છે કે તે જે પૃષ્ઠભૂમિ અનુવાદ કરે છે તે લક્ષ્ય ભાષાના અનુવાદ જોઈને જે અર્થ સમજે છે તે કરે, નહિ કે અન્ય ભાષામાં બાઈબલ વાંચીને જે જ્ઞાન તેને મળ્યું છે.


પૃષ્ઠભૂમિ અનુવાદોના પ્રકારો

This section answers the following question: કયા પ્રકારના પૃષ્ઠભૂમિ અનુવાદો આવેલા છે?

કયા કયા પ્રકારના અનુવાદો છે?

મૌખિક

મૌખિક અનુવાદ એ એવુ અનુવાદ કે જેમા પહોળું સદેશા વ્યવહાર માટે અનુવાદ તપાસનાર સાથે વાત કરે છે જેમ તે નિર્ધારિત ભાસાનુ અનુવાદ સાભદે અને વાંચે છે. જો તે તુકા હોય તો એક જ સમયે એક કે બે વાક્યો કરિ શકે છે. જો અનુવાદ તપાસનારને કઇક તકલિફ જનાય તો તે, તે વ્યક્તિને ત્યાજ રોક્શે અને તેના અનુવાદ વિશે તેને પ્રશ્ન કરશે. જુથના એક કે બે વ્હ્યક્તિઓએ ત્યા હાજર રહેવુ કે જેથિ કરિને તેઓ પન કરેલ અનુવાદના પ્રશ્નોના જવાબ આપે.

મૌખિક અનુવાદનો ફાયદો એ છે કે અનુવાદક તરત જ અનુવાદ તપાસનારનિ સાથે સિધો જ સમ્પર્ક રાખિ શકે અને તપાસનારને પ્રશ્નનો જવાબ પન આપિ શકે. મૌખિક અનુવાદનો ગેરફાય્દો એ છે કે અનુવાદક્ને અનુવાદ વિશે વિચારવા માટે પુરતો સમય મદ્તો નથિ જેથિ તે અનુવાદમા પોતાનિ ભાવના સારિ રિતે રજુ કરિ શક્તો નથિ જો અનુવાદને સારિ રિતે રજુ કરવામા આવ્યો હોય તો એ જરુરિ છે કે તપાસનાર વધારે પ્રશ્ન પુછે. બિજો ગેર ફાયદો એ છે કે અનુવાદ તપાસનાર પાસે નિરિક્શન કરવાનો પુરતો સમય મદ્તો નથિ. તેનિ પાસે બિજુ વાક્ય આવે તે પહેલા વિચારવા માટે અમુક જ સેકન્દો હોય છે. આ કારને તે ભુલો પકદિ સકતો નથિ, યદિ જો તેનિ પાસે વધારે વિચારવા માટે સમય હોય તો તેમ કરિ શકે.

લેખિક

બે પ્રકારના લેખિત અનુવાદો છે. બન્ને વચ્ચેનો તફાવત આપને આગદના ભાગમા જોઇશુ. લેખિત અનુવાદમા મૌખિક અનુવાદ કરતા વધારે ફાય્દા છે. પ્રથમ, લેખિત અનુવાદમા, અનુવાદનુ જુથ વાંચિને તપાસિ જુએ છે કે કોઇ સ્થાને અનુવાદકે અનુવાદમા ગેરસમજ તો થઇ નથિ ને. જો અનુવાદકને અનુવાદ વિશે ગેરસમજ થઇ હોય, વાંચ્નાર અને સાભદનાર બન્ને ચોક્કસ ગેરસમજ કરશે, તેથિ અનુવાદ્ક જુથે તે અનુવાદને ફરિ સંસ્કરન કરવાનુ રહેશે.

બિજુ, જ્યારે અનુવાદ લખવામા આવ્યુ હોય. તપાસનાર તપાસ જુથનિ મિતિંગ પહેલા વાંચિ લેશે અને તપાસિ લેસે કે અનુવાદમા કોઇ પ્રશ્ન તો ઉભા થતા નથિ ને. તેમ છ્તા અનુવાદ તપાસનારે પ્રશ્નોનિ શોધ કરવાનિ જરુર નથિ, કારન કે લેખિત અનુવાદ તેને વિચારિને અનુવાદ કરવા માટે સમય આપે છે. તે અનુવાદમા રહેલા પ્રશ્નોને શોધિને તે પ્રશ્નોનુ વધારે સારુ પરિનામ લાવવા પ્રયત્ન કરશે કારન કે તેને વિચારવાને માટે થોદા કરતા વધારે સમય આપવામા આવે છે.

ત્રિજુ, લેખિત અનુવાદમા, અનુવાદ તપાસનાર પન, તેના જુથમા મદ્યા પહેલા લેખિતમા તેના પ્રશ્નોનિ યાદિ તૈયાર કરશે. જો સમય છે તો મિતિંગ પહેલા, તેમના વ્યવહારનિ રિત પ્રમાને, તપાસનાર લેખિતમા પ્રશ્નોનિ યાદિ અનુવાદ જુથને મોકલિ આપે જેથિ વાંચિને તેઓ જે તે ભગમા અનુવાદમા સુધારા કરિ શકે. આ બાબત અનુવાદ જુથને અને તપાસનારને જ્યરે ભેગા મદે ત્યારે બાઇબલ આધારિત પ્રકાશનને તપાસવા મદદરુપ થશે, કારન કે તેઓનિ મિતિંગ પહેલા તેઓ ઘના બધા અનુવાદના પ્રશ્નોનુ નિરાકરન લાવિ શકશે. મિતિંગ દરમિયાન તેઓ બાકિ રહેલા પ્રશ્નો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. સ્વભાવિક રિતે આ એ દર્શવે છે કે જયા અનુવાદ જુથ તપાસનારના પ્રશ્નોને સમજિ શક્યુ ન હોય, અથવા તપાસનાર નિર્ધારિત ભાશાને સમજિ શક્યુ ન હોય અને તેથિ વિચારે છે કે પ્રશ્ન ન હોવા છતા ગુંચવન છે. આ કિસ્સામા, અનુવાદ જુથ તપાસનારને સમજવશે કે કૈ બાબત તે સમજિ શક્યા નથિ.

તપાસનાર પાસે સમય અનુવાદ જુથને મિતિંગ પહેલા પ્રશ્નોનિ યાદિ મોકલ્વાનો સમય ન હોય તેમ છતા તેઓ મિતિંગમા અન્ય પ્રસધાનોનો ઉપયોગ કરિને ચકાસિ જુએ, કારન કે તપાસનારે તો પહેલેથિ જ પ્રશ્નાવલિ તૈયાર કરેલિ જ છે. કારન કે તેનિ પાસે તૈયારિનો સમાય હતો, તે અને અનુવાદ જુથ બન્ને તેમ્નિ મિતિંગનો સમય અનુઆવાદ વાંચ્યા કરતા પ્રશ્નો પર ચર્ચા વિચારના કરવામા કાધે, કે જે મૌખિક અનુવાદનિ જરુરિયાત છે.

ચોથુ, લેખિત અનુવાદ, અનુવાદ તપાસનાર પર ભાર ઓછો કરે છે જ્યારે તેને મૌખિક અનુવાદ્ ધ્યાંનથિ કલાકો સુધિ સામ્ભદેલ અને સમજેલ છે. તપાસનાર અને અનુવાદ જુથ અવાજ વાદા વાતવરનમા બેસે છે ત્યારે શબ્દો ચોક્કસ અને સાચા સમ્ભદ સમ્ભદવમા તકલિફ ઉત્પન્ન કરે છે. માંનશિક ધ્યાન શક્તિ તપાસનારનિ ઓછિ થાય છે અને બાઇબલમા પરિનામે સુધારના બાકિ રહિ જાય છે. આ કારને, અમે શક્ય હોય એતલુ લેખિત અનુવાદને પ્રોત્સાહન આપિયે છિયે.


લખેલ પૃષ્ઠભૂમિ અનુવાદના પ્રકારો

This section answers the following question: કયા પ્રકારના લેખિત પૃષ્ઠભૂમિ અનુવાદો આવેલા છે?

ત્યાં બે પ્રકારના લેખિત પૃષ્ઠભૂમિ અનુવાદો છે.

બે લીટીઓ વચ્ચેનું પૃષ્ઠભૂમિ અનુવાદ

બે લીટીઓ વચ્ચેનું પૃષ્ઠભૂમિ અનુવાદ તે એવું અનુવાદ છે કે જેમાં પૃષ્ઠભૂમિ અનુવાદક દરેક શબ્દના અનુવાદને લક્ષ્ય ભાષાના અનુવાદના શબ્દ નીચે મૂકવમાં આવે છે. આ એક લખાણમાં પરિણમે છે જેમાં લક્ષ્ય ભાષાની દરેક લીટી વ્યાપક સંચારની ભાષામાં એક લીટી દ્વારા અનુસરવામાં આવે છે. આ પ્રકારના અનુવાદથી એ ફાયદો થાય છે કે તપાસકાર સહેલાઈથી જોઈ શકે છે કે અનુવાદ કરનાર જૂથ કેવી રીતે લક્ષ્ય ભાષાના દરેક શબ્દનુ અનુવાદ કરે છે. તે દરેક લક્ષ્ય ભાષાના શબ્દના અર્થની શ્રેણીને વધુ સરળતાથી જોઈ શકે છે અને તુલના કરી શકે છે કે તે કેવી રીતે તેનો ઉપયોગ અલગ અલગ સંદર્ભોમાં થાય છે. આ પ્રકારના પૃષ્ઠભૂમિ અનુવાદનો ગેરલાભ એ છે કે વ્યાપક સંવાદની ભાષામાં લખાણની રેખા વ્યક્તિગત શબ્દોના અનુવાદોથી બનેલી છે. આ લખાણને વાંચવું અને સમજવું મુશ્કેલ બનાવે છે, અને તે અન્ય પૃષ્ઠભૂમિ અનુવાદની પદ્ધતિ કરતાં અનુવાદ તપાસકારના મનમાં વધુ પ્રશ્નો અને ગેરસમજ ઉભી કરે છે. આ જ કારણને લીધે અમે બાઈબલના અનુવાદ માટે શબ્દ-માટે-શબ્દ અનુવાદ પદ્ધતિની ભલામણ કરતાં નથી.

સ્વતંત્ર પૃષ્ઠભૂમિ અનુવાદ

સ્વતંત્ર પૃષ્ઠભૂમિ અનુવાદ તે છે જેમાં પૃષ્ઠભૂમિ અનુવાદક લક્ષ્ય ભાષામાંથી વ્યાપક સંવાદથી ભાષામાં અલગ સંબોધનની ભાષામાં અનુવાદ કરે છે. આ પદ્ધતિનો ગેરલાભ એ છે કે પૃષ્ઠભૂમિ અનુવાદ તે લક્ષ્ય ભાષાના અનુવાદ સાથે નજીકથી સંબંધિત નથી. પૃષ્ઠભૂમિ અનુવાદક જ્યારે બાઈબલનું પૃષ્ઠભૂમિ અનુવાદ કરે ત્યારે આ ગેરલાભ દૂર કરી શકે છે, જો કે, પૃષ્ઠભૂમિ અનુવાદ સાથે કલમનો ક્રમાંક સામેલ કરીને તે કરી શકે છે. બંને અનુવાદોમાં કલમનો ક્રમાંકોનો ઉલ્લેખ કરીને, અનુવાદ તપાસકાર તેની નોંધ રાખી શકે છે કે લક્ષ્ય ભાષા અનુવાદનો કયો ભાગ પૃષ્ઠભૂમિ અનુવાદનું પ્રતિનિધિત્વ કરે છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે પૃષ્ઠભૂમિ અનુવાદ વ્યાપક સંચારની ભાષાના વ્યાકરણ અને શબ્દના ક્રમનો ઉપયોગ કરે છે, અને તે અનુવાદ તપાસકાર માટે વાંચવું અને સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે. જો કે ભાષાના વ્યાપક સંચાર માટે વ્યાકરણ અને શબ્દના ક્રમનો ઉપયોગ કરીને પણ, પૃષ્ઠભૂમિ અનુવાદકે યાદ રાખવું જોઈએ કે તેમણે શબ્દશઃ અનુવાદ કરવાનું છે. અમે ભલામણ કરીએ છીએ કે પૃષ્ઠભૂમિ અનુવાદક આ સ્વતંત્ર પૃષ્ઠભૂમિ અનુવાદની પદ્ધતિનો ઉપયોગ કરે.


સારું પૃષ્ઠભૂમિ અનુવાદ કરવા માટેની માર્ગદર્શિકા

This section answers the following question: પૃષ્ઠભૂમિ અનુવાદને સારું બનાવવા માટે કયા પ્રકારના માર્ગદર્શનોનો ઉપયોગ થાય છે?

૧. શબ્દો અને કલમો માટે લક્ષ્ય ભાષાનો ઉપયોગ બતાવવો

અ. શબ્દનો અર્થ ક્રમાનુસાર વાપરો

જો શબ્દનો એક જ પાયાનો અર્થ હોય તો, પૃષ્ઠભૂમિ અનુવાદકે એવાજ શબ્દનો ઉપયોગ કરવો જે વ્યાપક સદેશા વ્યવહારને આખા અનુવાદમા રજુ કરે છે. તેમ છતા, જો, લક્ષ્ય ભાષામાં એક કરતા વધારે અર્થ હોય, એટલે કે સંદર્ભમાં તેના આધારે તેનો અર્થ બદલાય છે, ત્યારબાદ પૃષ્ઠભૂમિ અનુવાદક વ્યાપક સદેશા વ્યવહારને લગતો યોગ્ય શબ્દ કે વાક્યનો ઉપયોગ કરી શકે છે, કે જે તે સંદર્ભમાં શબ્દનો ઉપયોગ શ્રેષ્ઠ રૂપે રજૂ કરે છે. અનુવાદ તપાસનાર માટે મૂંઝવણ ટાળવા માટે, પૃષ્ઠભૂમિ અનુવાદક બીજા અર્થને કૌંસમા પહેલી વખત મૂકી શકે છે કે તે શબ્દનો અલગ રીતે ઉપયોગ કરે, જેથી અનુવાદ તપાસકારને જોઈ અને સમજી શકે કે આ શબ્દનો એક કરતા વધારે અર્થ છે. ઉદાહરણ તરીકે, તે કદાચ લખે, “આવ (જા)” અને જો ભાષાકિય શબ્દને “જા” એ રિતે અગાઉ અનુવાદ કરવામા આવ્યો હોય અને નવા અનુવાદના સન્દર્ભમા “આવ” કર્યુ હોય.

જો લક્ષ્ય ભાષાના અનુવાદમાં રૂઢીપ્રયોગોનો ઉપયોગ કરે, અનુવાદક શાબ્દિક રીતે તેનો અનુવાદ કરે તો અનુવાદ તપાસનારને ખુબ જ મદદ મળી શકે. (શબ્દના અર્થ પ્રમાને) પણ કૌંસમા રૂઢીપ્રયોગોનો અર્થ પણ સમાવેશ કરવો. એ જ રીતે અનુવાદ તપાસનાર જોઈ શકશે કે અનુવાદમા રૂઢીપ્રયોગોનો ઉપયોગ તે સ્થાને થયો છે અને તેનો અર્થ પણ જોઈ શકશે. ઉદાહરણ તરીકે, પૃષ્ઠભૂમિ અનુવાદક કદાચ કોઈ રૂઢીપ્રયોગનો અનુવાદ કરે જેમ કે, “તેણે ડોલને લાત મારી (તે મરણ પામ્યો).” જો કદાચ રૂઢીપ્રયોગો એક કે બે કરતા વધારે વખત વપરાયો હોય, તો અનુવાદકે તેને ફરિ ઉદાહરણ તરીકે વર્ણવવાનું નથી, પણ તે માત્ર શાબ્દિક રીતે અનુવાદ કરી શકે અથવા માત્ર અર્થનું જ અનુવાદ કરે.

બ વાણીના ભાગોને સમાન જ રાખો

પૃષ્ઠભૂમિના અનુવાદમા, અનુવાદકે દર્શાવેલી ભાષામાં વ્યાપક સદેશા વ્યવહારમા બોલવાની રીતને પ્રદર્શિત કરે. એનો અર્થ કે પૃષ્ઠભૂમિ અનુવાદક નામને નામથી, ક્રિયાપદને ક્રિયાપદથી અને સુધરણાને સુધારણાથી અનુવાદ કરવાનું છે. અનુવાદ તપાસનારને ભાષાના શબ્દો જોવામા મદદરૂપ થશે.

ક. કલમોની શૈલીને એવી જ રાખવી

પૃષ્ઠભૂમિ અનુવાદમાં, પૃષ્ઠભૂમિ અનુવાદક કલમોને લક્ષ્ય ભાષામાં સમાન કલામોની શૈલીને ભાષાના વ્યાપક સદેશા વ્યવહાર જાળવી રાખે. ઉદાહરણ તરીકે, જો લક્ષ્ય ભાષાની કલમોમાં આદેશનો ઉપયોગ કરે છે, તો પૃષ્ઠભૂમિ અનુવાદકે પણ વિનંતિ કે સલાહને બદલે આદેશનો ઉપયોગ કરવો જોઈએ. અથવા જો લક્ષ્ય ભાષા અનુવાદમાં અલંકારિક કલમોનો ઉપયોગ કરે તો અનુવાદક પણ બીજા વાક્ય કે અભિવ્યક્તિને બદલે પ્રશ્ન ઉપયોગ કરી શકે છે. .

ડ. વિરામચિહ્નોને એક સમાન રાખવા.

પૃષ્ઠભૂમિ અનુવાદક પણ એક સમાન વિરામચિહ્નોનો ઉપયોગ કરે, જેમ પૃષ્ઠભૂમિ અનુવાદમા લક્ષ્ય ભાષામાં દર્શવાયુ છે તેમ. ઉદાહરણ અનુવાદમા જ્યા કહી પણ અલ્પવિરામ હોય ત્યાં, અનુવાદક પણ તે જગ્યાએ અલ્પવિરામ મુકે. ભાગ, ઉદ્દગાર ચિહ્નો, અવતરણ ચિહ્નો અને દરેક દરેક વિરામચિહ્નોએ બંને અનુવાદમાં એક જ સ્થાને હોવું જોઈએ. . તે રીતે અનુવાદ તપાસનાર સહેલાઈથી જાણી શકે કે અનુવાદ્મા કયો ભાગ એ ભાષાના અનુવાદને દર્શાવે છે . જ્યારે બાઈબલનુ અનુવાદ કરવામા આવે ત્યારે એ ખુબ જરુરી છે કે અધ્યાય અને કલમો યોગ્ય સ્થાને અનુવાદમા દર્શવેલી હોય.

ઈ. જટિલ શબ્દોનો પુરો અર્થ બતાવવો

ઘણી વખત લક્ષ્ય ભાષામાં શબ્દો વ્યાપક સંદેશા વ્યવહારની ભાષાના શબ્દો કરતાં વધુ જટિલ હોય છે. તેવી સ્થિતીમા, પૃષ્ઠભૂમિ અનુવાદકે ભાષાનું અનુવાદ કરતી વખતે તે વાક્યને લાંબા વાક્યમા વ્યાપક સદેશા વ્યવહારમા પ્રદર્શિત કરવાનું રહેશે. એ જરુરી છે કારણ કે અનુવાદ તપાસનાર અર્થને શક્ય રીતે વધુ સારી રીતે જોઈ શકે. ઉદાહરણ તરીકે, નિર્ધારિત ભાષામાં એક શબ્દનો અનુવાદ કરવો એ વ્યાપક સંદેશા વ્યવહારમાં વાક્યનો ઉપયોગ કરવો જરુરી બની જાય છે, જેમ કે, “ઉપર જાવ” અથવા “સુતા રહેવુ”. ઉપરાંત, ઘણી ભાષામાં વ્યાપક સંદેશા વ્યવહારની ભાષામાં કરતાં અમુક શબ્દો ઘણી બધી માહિતી ધરાવતા હોય છે. એ બાબતોમા, જો અનુવાદક વધારાની માહિતી કૌંશમા સમાવીલે તો ખુબ ઉપયોગી બનશે. જેમ કે “આપણે” (વ્યાપક),” અથવા “તમે (સ્ત્રિલિંગ કે બહુવચન}.”

૨ વ્યાપક સદેશા વ્યવહારમાં વાક્ય શૈલી અને ઔપચારીક માળખું ભાષામા વાપરવુ.

પૃષ્ઠભૂમિ અનુવાદમાં વાક્ય બંધારણનો ઉપયોગ કરવો જોઈએ જે વ્યાપક સદેશા વ્યવહારની ભાષા માટે કુદરતી છે, નહિ કે લક્ષ્ય ભાષામાં ઉપયોગમાં માળખું. એનો અર્થ એ થયો કે પૃષ્ઠભૂમિ અનુવાદમાં શબ્દ રચના ભાષાની વ્યાપક સંદેશા વ્યવહારનો તટસ્થ રીતે ઉપયોગમાં લેવી, નહિ કે જે શબ્દ રચના લક્ષ્ય ભાષામાં ઉપયોગમાં લેવાઈ છે. પૃષ્ઠભૂમિ અનુવાદમાં એકબીજા સાથે શબ્દસમૂહોને લગતી રીતનો ઉપયોગ કરવો જોઈએ અને જે રીતે તર્કસંગત સંબંધો સૂચવે છે તે મુજબ, જેમ કે કારણ અથવા ઉદ્દેશ, કે જે ભાષાની વ્યાપક સંદેશા વ્યવહાર માટે તટસ્થ છે. આ પૃષ્ઠભૂમિ અનુવાદ, અનુવાદ તપાસકાર માટે વધુ સરળ અને સમજી શકે તેવું બનાવે છે. આ પૃષ્ઠભૂમિ અનુવાદને તપાસવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.


તપાસ કરવાની વસ્તુઓના પ્રકારો

This section answers the following question: કયા પ્રકારની બાબતો મારે તપાસવાની છે?

તપાસ કરવાની બાબતો

૧. દરેક બાબતો વિષે પુછો જે તમને યોગ્ય નથી લાગતી , જેથી કરીને અનુવાદ જુથ તેનું વિસ્તરણ કરે. જો તે બાબત તેઓને પણ યોગ્ય ન લાગતી હોય તો, તેઓ અનુવાદને વ્યવસ્થિત કરે. સામાન્ય રીતે.

૧.  દરેક બાબત તપાસો જે ઉમેરવા જેવી હોય, કે જે મૂળ ભાષાના અર્થનો ભાગ ન હોય.  (યાદ રાખવું, મૂળ અર્થનો પણ સમાવેશ થાય છે / સ્પસ્ટ માહિતી)
૧.  દરેક બાબત તપાસો જે ખૂટતી હોય,, કે જે મૂળ ભાષાના અર્થનું હોય પણ તેને અનુવાદમાં સમાવેલું ન હોય. 
૧.  દરેક શબ્દ તપાસો જે મૂળ ભાષા કરતાં અલગ દેખાતો હોય.

૧. તપાસ કરી ખાત્રિ કરો કે પાઠનો મુખ્ય બિંદુ અથવા હેતુ સ્પસ્ટ થવી જોઇએ. તપાસ કરનાર અનુવાદ જૂથને જણાવો કે પાઠ જે કહે છે કે શીખવે છે તેને સંદર્ભથી જણાવે. જો તેઓ સામાન્ય બિંદુને પ્રાથમિક રીતે પસંદ કરે તો તેઓએ અનુવાદ કરેલા પાઠને સુવ્યવસ્થિત ગોઠવવો. ૧. તપાસ કરો કે અલગ રીતે અનુવાદ કરેલા પાઠ એકબીજા સાથે સંકડાયેલા છે કે નહીં, કારના, વધારો, પરિણામ, સમાપન, વગેરે. બાઈબલમાં પાઠને મુખ્ય ભાષામાં સુવ્યવસ્થિત અને યોગ્ય રીતે સંબોધેલા છે.


ગોઠવણીની તપાસ કેવી રીતે કરવી

This section answers the following question: અનુવાદ યોગ્ય લાગે તે માટે મારે શું કરવાની જરૂર છે?

તમે બાઈબલના પુસ્તકના અનુવાદની તપાસ પહેલા, અનુવાદ દરમિયાન અને પછી કરી શકો છો, તે અનુવાદને ખૂબ જ સરળ, દેખાવમાં સુંદર અને વાંચનમાં શક્ય તેટલું સરળ બનાવી શકશે. આ વિભાગમાં એકમો નીચેના મુદ્દાઓ વિષે વધુ માહિતી આપે છે.

અનુવાદ પહેલા

અનુવાદ કરનાર જૂથ અનુવાદ કરતાં પહેલા નીચેના મુદ્દાઓ વિષે નિર્ણયો લેવા જોઈએ.

૧. મૂળાક્ષરો (જુઓયોગ્ય મૂળાક્ષરો ૧. જોડણી (જુઓસુસંગત જોડણી ૧. વિરામચિહ્ન (જુઓ[સુસંગત વિરામચિહ્ન]

અનુવાદ કરતાં સમયે

તમે થોડા પ્રકરણ અનુવાદ કર્યા પછી, અનુવાદ કરનાર જૂથે અનુવાદ કરતાં સમયે શોધેલી સમસ્યાઓની સંભાળ લેવા માટે કેટલાક નિર્ણયોને ફેરતપાસ કરવાની જરૂર પડી શકે છે. તમે તેની સુસંગતતા પારાટેક્સ્ટમાં કરી શકો છો, અને આ સમયે જુઓ કે તમારે જોડણી અને વિરામચિહ્ન વિષે વધુ નિર્ણયો લેવાની જરૂર છે કે નહીં.

પુસ્તક સમાપ્ત કર્યા પછી

પુસ્તક સમાપ્ત કર્યા પછી, તમે ખાતરી કરવા માટે તપાસ કરી શકો છો કે તમામ પદો ત્યાં છે, અને તમે વિભાગના શીર્ષકનો નિર્ણય કરી શકો છો. જ્યારે તમે અનુવાદ કરો ત્યારે શીર્ષક વિષે તમારા વિચારોને લખી લેવા તે મદદરૂપ થઈ શકે છે.

૧. વર્ગીકરણ (જુઓસંપૂર્ણ વર્ગીકરણ ૧. વિભાગનું શીર્ષક (જુઓવિભાગનું શીર્ષક


ઉચિત મૂળાક્ષર

This section answers the following question: શું અનુવાદમાં યોગ્ય મૂળાક્ષરોનો ઉપયોગ થયો છે?

અનુવાદ માટેના મૂળાક્ષર

જેમ તમે અનુવાદ વાંચો તેમ, શબ્દોની જોડણીનો જે પ્રમાણે ઉપયોગ કરવામાં આવ્યો છે તે વિષે પોતાની જાતને આ પ્રશ્નો પૂછો. આ પ્રશ્નો તે નક્કી કરવામાં મદદ કરશે કે ભાષાના અવાજનુ પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ યોગ્ય મૂળાક્ષર પસંદ કરવામાં આવ્યું હોય અને જો શબ્દો સતત લખવામાં આવે તો અનુવાદ વાંચવામાં સરળ હશે.

૧. નવા અનુવાદની ભાષાના અવાજના પ્રતિનિધિત્વ માટે યોગ્ય મૂળાક્ષર શું છે? (ત્યાં કોઈ એવો અવાજ છે જે અર્થમાં તફાવત બનાવે છે પરંતુ બીજા અવાજ માટે સમાન જ ચિહ્નનો ઉપયોગ કરે છે? શું આ શબ્દો વાંચવા માટે મુશ્કેલ બનાવે છે? શું વધારાના ગુણ આ અક્ષરોને સંતુલિત કરવા અને તફાવતો બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે?) ૧. શું પુસ્તકમાં જોડણીનો ઉપયોગ સતત થયો છે? શું ત્યાં નિયમો છે કે કેવી રીતે વિવિધ પરિસ્થિતિઓમાં શબ્દો બદલાય છે જે લેખકે અનુસરવા જોઈએ? શું તેઓનું વર્ણન કરી શકાય છે જેથી અન્ય લોકો તે ભાષાને સરળતાથી વાંચી અને લખી શકે? ૧. શું અનુવાદકર્તાએ સમીકરણો, શબ્દસમૂહો, જોડકાં અને જોડણીનો ઉપયોગ કર્યો છે જે મોટાભાગના ભાષા સમુદાય દ્વારા ઓળખાય છે?

જો ત્યાં મૂળાક્ષર અથવા જોડણી વિષે કંઈક છે જે યોગ્ય નથી તો, તેની નોંધ કરી લેવી જેથી તમે તેની ચર્ચા અનુવાદ કરનાર જૂથ સાથે કરી શકો.


સુસંગત જોડણી

This section answers the following question: અનુવાદમાં શબ્દોની જોડણી સતત વપરાયેલી છે?

વાચક ક્રમમાં અનુવાદ સરળતાથી વાંચી અને સમજી શકે તે માટે, મહત્વનું છે કે તમે જોડણી શબ્દોનો સતત ઉપયોગ કરો. લક્ષ્ય ભાષામાં લેખન અને જોડણીની પરંપરા ન હોય તો આ મુશ્કેલ બને છે. અલગ ભાગોમાં અલગ લોકો કાર્ય કરતાં હોય તો પણ આ મુશ્કેલ બને છે. તે કારણથી, અનુવાદ શરુ કરતાં પહેલા અનુવાદ કરનાર જૂથે ભેગા મળીને વાત કરી યોજના બનાવવી જોઈએ કે તેઓ જોડણી શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરશે.

જૂથ તરીકે જે શબ્દોની જોડણી મુશ્કેલ છે તેના ઉપર ચર્ચા કરો. જો શબ્દોમાં અવાજ રહેલો છે જે તેઓને વર્ણવવો મુશ્કેલ થઈ જાય છે તો, તમારે તમે જે લખાણની પદ્ધતિનો ઉપયોગ કરો છો તેમાં બદલાણ કરવાની જરૂર છે (જુઓ મૂળાક્ષર/શુદ્ધ જોડણી). જો શબ્દોમાંના અવાજને અલગ રીતે દર્શાવી શકાતા હોય તો, જૂથે સહમત થવું જોઈએ કે કેવી રીતે તેની જોડણી લખવી. મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આ શબ્દોના સંમતિ મુજબની જોડણીની સૂચી બનાવો. ધ્યાન રાખો કે સૂચીની નકલ, અનુવાદ કરતાં સમયે જોવા માટે દરેક સભ્યની પાસે હોય. જો કોઈ વધુ મુશ્કેલ શબ્દ તમારી સામે આવે તો તેને આ સૂચીમાં ઉમેરતા જાઓ, પરંતુ દરેકની પાસે નવી સૂચી હોય તેની ખાતરી કરી લેવી. એક સૂચી કોમ્યુટર પર બનાવવી વધુ સહાયકારી હોઈ શકે છે,

બાઈબલમાંના વ્યક્તિઓનાં નામો અને સ્થળોના નામોની જોડણી મુશ્કેલ હોય શકે છે કેમ કે લક્ષ્ય ભાષામાટે તે અજાણ હોય છે. તમારી સૂચીમાં તેનો ઉમેરો કરવાની ખાતરી કરી લો.

જોડણી તપાસવા માટે કોમ્યુટર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જો તમે ગેટવે ભાષાઓ પર કાર્ય કરો છો તો, શબ્દ ગ્રંથ પાસે શબ્દકોષ ઉપલબ્ધ હોઈ શકે છે. જો તમે અન્ય ભાષામાં અનુવાદ કરતાં હોવ તો, તમે શોધો અને બદલો વાળા વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. પારાટેક્ષ્ટ પાસે પણ જોડણી સુધારવાનો વિકલ્પ છે કે જે તે શબ્દોની જોડણી શોધી શકે છે. તે તમારી સમક્ષ રજુ કરાશે અને તમેં જે જોડણીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે તે પસંદ કરી શકે છે.


સુસંગત વિરામચિહ્ન

This section answers the following question: શું અનુવાદ વિરામચિહ્નનો ઉપયોગ સતત કરે છે?

`“વિરામચિહ્ન” એ દર્શાવે છે જે સૂચવે છે કે વાક્યને કેવી રીતે વાંચી કે સમજી શકાય. ઉદાહરણોમાં અલ્પવિરામ અથવા અવધિ અને બોલનારના ચોક્કસ શબ્દોની આસપાસના અવતરણ ચિહ્નો જેવા વિરામના સંકેતો શામેલ છે. વાચક અનુવાદને સ્પષ્ટ રીતે વાંચી અને સમજી શકે તે માટે, મહત્વનુ છે કે તમે વિરામચિહ્નોનો સતત ઉપયોગ કરો.

અનુવાદ કરતાં અગાઉ, અનુવાદ કરનાર જૂથે વિરામચિહ્નની પદ્ધતિઓ નક્કી કરવાની જરૂર છે જે તેઓ અનુવાદ માટે ઉપયોગ કરશે. રાષ્ટ્રીય ભાષા જે વિરામચિહ્નનો ઉપયોગ કરે છે તે જ પદ્ધતિનો ઉપયોગ કરવો સૌથી સરળ હોઈ શકે છે, અથવા રાષ્ટ્રીય ભાષાનુ બાઈબલ અથવા સંબંધિત ભાષા જે બાઈબલ ઉપયોગ કરે છે. એકવાર જૂથ જે પદ્ધતિ નક્કી કરે છે, દરેક વ્યક્તિ તેને અનુસરે છે તેની ખાતરી કરો. ભિન્ન ભિન્ન વિરામચિહ્નનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેના ઉદાહરણ સાથે જૂથના દરેક સભ્યને માર્ગદર્શિકા પુસ્તિકા આપવી ઘણી મદદરૂપ બની શકે છે.

માર્ગદર્શિકા પુસ્તિકા સાથે પણ, અનુવાદકો માટે વિરામચિહ્નોમાં ભૂલ કરવી સામાન્ય છે. આના કારણે, એક પુસ્તકનુ અનુવાદ ત્યાં પછી, અમે ભલામણ કરીએ છીએ કે તેને પારાટેક્ષ્ટમાં આયાત કરવામાં આવે. તમે પારાટેક્ષ્ટમાં વિરામચિહ્નો બાબતે લક્ષ્ય ભાષાના વિરામચિહ્નો વિષયક નિયમો ઉમેરી શકો છો, પછી તેમાંના અલગ અલગ વિરામચિહ્નોની તપાસ કરો. પારાટેક્ષ્ટને જ્યાં જ્યાં વિરામચિહ્નોમાં ભૂલો છે શોધી કાઢીને તેની યાદી બનાવશે અને તમને બતાવશે. પછી તમે આ સ્થાનોએ પુનરાવર્તન કરીને અને ત્યાં જુઓ કે અન્ય કોઈ ખામી તો ત્યાં નથી ને. જો ત્યાં કોઈ ભૂલ હોય તો, તમે તેને સુધારી શકો છો. આ વિરામચિહ્નોની તપાસ પૂર્ણ થયા પછી તમે નિશ્ચિત કરી શકો છો કે તમારું અનુવાદ વિરામચિહ્નોનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યું છે.


સમ્પૂર્ણ વર્ગીકરણ

This section answers the following question: શું અનુવાદમાં કોઈ કલમ છૂટી ગઈ છે?

તે મહત્વનું છે કે જે કલમો સ્રોત ભાષાના બાઈબલમાં છે તે તમામ લક્ષ્ય ભાષાના બાઈબલમાં સામેલ કરેલ હોય. અમે નથી ઈચ્છતા કે ભૂલથી કોઈ છંદો રહી જાય. પરંતુ યાદ રાખો કે કોઈ બાઈબલમાં ચોક્કસ છંદ હોય છે અને કોઈ બાઈબલમાં નથી હોતા તેના પણ સારા કારણો હોઈ શકે છે.

છંદો છૂટી જવાના કારણો

૧.શાબ્દિક સંસ્કરણ ત્યાં કેટલાક છંદો છે કે જે ઘણાં બાઈબલના વિદ્વાનો માનતા નથી કે તે બાઈબલ માટે મૂળ છે, પરંતુ તે પછીથી ઉમેરાયેલાં છે. તેથી બાઈબલના ઘણાં અનુવાદકોએ તે છંદોને સામેલ ન કરવાનું પસંદ કર્યું, અથવા તેમને ફક્ત ફૂટનોંધ તરીકે સામેલ કર્યા. આ વિષે વધુ માહિતી માટે જુઓ, શાબ્દિક સંસ્કરણ.) તમારા અનુવાદ કરનાર જૂથે નિર્ણય કરવાનો રહેશે કે આ છંદોને ઉમેરવા કે નહિ.
૧. વિભિન્ન ક્રમાંક કેટલાક બાઈબલ અન્ય બાઈબલ કરતાં કલમ ક્રમાંકની અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે. (આ વિષે વધુ માહિતી માટે જુઓ, પ્રકરણ અને કલમ ક્રમાંક.) તમારા અનુવાદ કરનાર જૂથે નિર્ણય કરવાનો રહેશે કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. ૧ કલમના પુલો બાઈબલના કેટલાક અનુવાદોમાં, બે કે ત્રણ કલમોની સામગ્રીની પુનઃગોઠવણી કરવામાં આવેલી હોય છે કે જેથી માહિતીની અનુક્રમે વધુ તર્કસંગત અને સરળ બને. જ્યારે તે બને છે, ત્યારે કલમના ક્રમાંક જોડાયેલ હોય છે, જેમ કે ૪-૫ અથવા ૪-૬. યુડીબી આવું ક્યારેક કરે છે, અને કોઈ દુર્લભ પ્રસંગોએ, યુએલબી પણ કરે છે. કારણ કે દરેક કલમની સંખ્યા દેખાતી નથી અથવા તમે તેઓની જ્યાં અપેક્ષા રાખો છો ત્યાં તેઓ દેખાતા નથી, તેને જોતા એવું લાગી શકે છે કે કેટલીક કલમો છૂટી ગઈ છે. પરંતુ તે કલમોની વિગતો તો ત્યાં જ હોય છે. (આ વિષે વધુ માહિતી માટે જુઓ, કલમના પુલો.) તમારા અનુવાદ કરનાર જૂથે તે નિર્ણય કરવાનો રહેશે કે તેઓ કલમના પુલોનો ઉપયોગ કરવા માગે છે કે નહિ.

છૂટી ગયેલ કલમોની તપાસ

તમારા અનુવાદમાં છૂટી ગયેલ કલમોની તપાસ કરવા માટે, એક પુસ્તકનું અનુવાદ થઈ ગયા પછી, અનુવાદને પારાટેક્ષ્ટમાં આયાત કરી દો. ત્યારબાદ “પ્રકરણ/કલમ ક્રમાંક”ની તપાસ શરૂ કરો. પારાટેક્ષ્ટ તમને જ્યાં કહી થી કલમો છૂટી ગઈ હશે તેની એક સૂચી આપશે. ત્યારબાદ તમે દરેક સ્થાને જઈને જોઈ શકો છો કે, કલમ ઉપરોક્ત ત્રણમાંથી કોઈ ઉદ્દેશના કારણે છૂટી ગઈ છે, અથવા તો ભૂલથી છૂટી ગઈ છે અને તમારે ત્યાં પાછું જઈને તે કલમનું અનુવાદ કરવું પડશે.


વિભાગીય શીર્ષકો

This section answers the following question: કયા પ્રકારના વિભાગીય શીર્ષકોનો ઉપયોગ આપણે કરવો જોઈએ?

વિભાગના શીર્ષક વિષયક નિર્ણયો

અનુવાદ કરનાર જૂથે લેવાના નિર્ણયો પૈકી એક તે હશે કે વિભાગ શીર્ષકોનો ઉપયોગ કરવો કે નહીં. વિભાગ શીર્ષકો તે મથાળા જેવા જ હોય જે બાઈબલના દરેક વિભાગ પહેલા જે નવા વિષયની શરૂઆત કરે છે. વિભાગનું શીર્ષક લોકોને જણાવે છે કે આ વિભાગ શેના વિષે છે. કેટલાક બાઈબલના અનુવાદો તેનો ઉપયોગ કરે છે, અને બીજા નથી કરતાં. મોટાભાગના લોકો જે રાષ્ટ્રીય ભાષામાં બાઈબલ છે તેનો ઉપયોગ કરે છે તેને તમે અનુસરી શકો છો. તમે એ પણ શોધી શકો છો કે ભાષા સમુદાય શું પસંદ કરે છે.

બાઈબલના લખાણ ઉપરાંત, વિભાગના શીર્ષકો વધુ કામ માંગી લે છે, કારણ કે તમારે એક તો તે દરેકને લખવું અથવા તો અનુવાદ કરવું પડે છે. તે તમારા બાઈબલ અનુવાદને વધુ લાંબુ પણ બનાવી શકે છે. પરંતુ વિભાગીય શીર્ષક તમારા વાચકને ખૂબ મદદરૂપ થઈ શકે છે. વિભાગીય શીર્ષક બાઈબલ જે વિવિધ વસ્તુઓ વિષે વાત કરે છે તેને શોધવું ખૂબ સહેલું બનાવે છે. જો કોઈ વ્યક્તિ ખાસ કરીને કંઈક શોધી રહ્યું હોય, તે ફક્ત વિભાગીય શીર્ષકો વાંચીને, જે વિષય પર વાંચન કરવા માગે છે તે મળે નહીં ત્યાં સુધી તેને શોધી શકે છે. ત્યાર બાદ તે વિભાગ વાંચી શકે છે.

જો તમે વિભાગના શીર્ષકનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હોય તો, તમારે નિર્ણય કરવો પડે કે કયા પ્રકારના શીર્ષકનો ઉપયોગ કરવો. ફરીથી, તમારે શોધી કાઢવું પડશે કે ભાષા સમુદાય કયા પ્રકારના વિભાગીય શીર્ષકને પસંદ કરે છે, અને તમારે રાષ્ટ્રીય ભાષાની શૈલીને પણ અનુસરવાનું રહેશે. એક પ્રકારના વિભાગના શીર્ષકનો ઉપયોગ કરતાં ખાતરી કરી લો કે લેખન જે તે વિષયનો પરિચય આપતું નથી લોકો તે સમજી લે. વિભાગના શીર્ષક તે શાસ્ત્રનો ભાગ નથી; તે ફક્ત શાસ્ત્રના અન્ય ભાગનું માર્ગદર્શન છે. તમે તેને વિભાગીય શીર્ષકની આગળ તથા પાછળ જગ્યા છોડીને અને અલગ અક્ષરોનો ઉપયોગ કરીને (અક્ષરોની શૈલી), અથવા અક્ષરોના વિવિધ કદ પસંદ કરીને સ્પષ્ટ કરી શકો છો. રાષ્ટ્રીય ભાષામાં બાઈબલ તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જુઓ, અને ભાષા સમુદાયની સાથે અલગ અલગ પધ્ધતિની ચકાસણી કરો.

વિભાગ શીર્ષકોના પ્રકારો

વિભાગ શીર્ષક ઘણા વિવિધ પ્રકારના હોય છે. દરેક લોકો કેવી રીતે જોશે તેની સાથે અહિ તેના કેટલાક જુદાં-જુદાં પ્રકારોના ઉદાહરણો છે, માર્ક 2:1-12:

  • સારાંશ નિવેદન "એક પક્ષઘાતીને સાજાપણું આપીને, ઈસુએ પોતાનો પાપની માફી આપવાનો તથા સાજાપણું આપવાનો અધિકાર પ્રગટ કર્યો." આ વિભાગના મુખ્ય મુદ્દાના સારાંશ કરવાનો પ્રયત્ન કરે છે, અને તેથી તે સંપૂર્ણ વાક્યમાં સૌથી વધુ માહિતી આપે છે.
  • વિવરણાત્મક ટિપ્પણી: "ઈસુ પક્ષઘાતીને સાજાપણું આપે છે." આ પણ એક પૂર્ણ વાક્ય છે, પરંતુ વાચકને યાદ અપાવવાની પૂરતી માહિતી આપે છે કે કયો વિભાગ અનુસરવો.
  • વિષયાત્મક સંદર્ભ: "પક્ષઘાતીનો ઉપચાર." આ ખૂબ જ ટૂંકા થવા માટે પ્રયાસ કરે છે, થોડા જ શબ્દોનું શીર્ષક આપવું. આ જગ્યા બચાવી શકે છે, પરંતુ તે કદાચ એવા લોકો માટે જ ઉપયોગી છે જેઓ અગાઉથી જ બાઈબલને સારી રીતે જાણતા હોય.
  • પ્રશ્ન: "શું ઈસુની પાસે સજાપણું તથા પાપ માફ કરવાનો અધિકાર છે? આ એક પ્રશ્ન બનાવે છે જે વિભાગની માહિતીમાં જવાબો છે. જે લોકો પાસે બાઈબલ વિષે ઘણા બધા પ્રશો હોય ખાસ કરીને તેવા વ્યક્તિઓ માટે આ ઉપયોગી છે.
  • "ટિપ્પણી વિષે: "ઈસુ પક્ષઘાતીને સાજાપણું આપે છે તે વિષે. આ એક સ્પષ્ટ કરે છે જે કહે છે કે વિભાગ શેના વિષે વાત કરવાનો પ્રયાસ કરે છે. જે જોવાનું સરળ બનાવે છે તે આ હોઈ શકે છે શીર્ષક શાસ્ત્રોના શબ્દોનો ભાગ નથી.

જેમ તમે જોઈ શકો છો તેમ, ઘણા વિવિધ પ્રકારના વિભાગ શિર્શકો હોઈ શકે છે, પરંતુ તે સર્વનો હેતુ એક સામાન જ છે. તે વાચકને જે બાઈબલ અનુસરે છે તેના મુખ્ય વિષયના વિભાગની સર્વ માહિતી આપે છે. કેટલાક ટૂંકા અને કેટલાક લાંબા હોય છે. કેટલાક ફક્ત થોડી જ માહિતી આપે છે અને કેટલાક વધારે માહિતી આપે છે. તમે વિવિધ પ્રકારો સાથે પ્રયોગ કરી શકો છો, અને લોકોને પૂછો કે તેઓ શું વિચારે છે કયો પ્રકાર સૌથી વધુ મદદરૂપ છે.