બાપે એમ કર્યું કે જેથી ઇસુ તે દરેકને અનંતજીવન આપે જે બાપે તેને આપ્યા છે.
અનંત જીવન એટ્લે બાપને ઓળખવો, જે એકલો ખરો દેવ છે, અને તેને જેને તેણે મોકલ્યો છે, ઇસુ ખ્રિસ્ત.
જે કામ કરવાનું બાપે તેને સોંપ્યું હતું તે કામ કરીને ઇસુએ બાપને પૃથ્વી પર મહિમાવાન કર્યો.
જગત ઉત્પન્ન થયા અગાઉ જે મહિમા તે બાપ સાથે ભોગવતો હતો તે જ મહિમા તે ઝંખે છે.
બાપે જેઓને જગતમાથી ઇસુને આપ્યા તેમની આગળ ઇસુએ બાપનું નામ પ્રગટ કર્યું.
જે લોકોને બાપે ઇસુને આપ્યા તેમણે કઈ રીતે ઈસુના શબ્દોનો પ્રતિભાવ આપ્યો?
તેઓએ ઈસુના શબ્દો સ્વીકાર્યા અને ખરેખર જાણ્યું કે ઇસુ બાપ પાસેથી આવ્યો છે અને તેઓએ વિશ્વાસ કર્યો કે બાપે ઇસુને મોકલ્યો છે.
ઇસુ કહે છે કે તે જગત માટે પ્રાર્થના કરતાં નથી.
ટૂંકમાં, બાપે ઇસુને જે આપ્યા છે તેમના માટે ઇસુ બાપ પાસે શું કરવાનું માંગે છે?
ઇસુ બાપ પાસે માંગે છે કે તે તેમને બાપ ના નામ માં સંભાળી રાખે કે જેથી જેમ બાપ અને દીકરો એક છે તેમ તેઓ એક થાય.
ઇસુએ તેમનું રક્ષણ કર્યું, કે જેથી કોઈનો નાશ ના થાય.
ટૂંક માં, બાપે ઇસુને જે આપ્યા હતા તેમના માટે ઇસુ બાપ પાસે શું માંગે છે?
ઇસુ બાપને તેમને ભૂંડાથી બચાવવા માટે વિનંતી કરે છે
ઇસુએ પોતાને પવિત્ર કર્યો કે જેથી તેઓ કે જેમને બાપે તેને આપ્યા હતા તેઓ પણ સત્યમાં પવિત્ર થાય.
ઇસુ એ લોકો માટે પ્રાર્થના કરે છે કે જેઓ એ સમયે તેની પાછળ ચાલતા હતા તેમના વચનો દ્વારા તેના પર વિશ્વાસ કરશે.
ઇસુ બાપને તે લોકોને બાપના નામમાં સંભાળી રાખવા કહે છે જેથી તેઓ એક થાય, તેઓ માટે તેઓ ઈસુના અને બાપના નામમાં એક થાય કે જેથી જગત જાણે કે ઈશ્વરે ઇસુને મોકલ્યો હતો.
બાપ તેમને પ્રેમ કરે છે જેમ તેણે ઇસુને પ્રેમ કર્યો.
જે લોકોને બાપે ઇસુને આપ્યા છે તેમના માટે ઇસુ બાપને શું કરવાનું કહે છે?
ઇસુ કહે છે કે તેના અનુયાયીઓ જ્યાં તે છે ત્યાં તેની સાથે, તેનો મહિમા જોવા હોય.
ઇસુએ તેમને બાપનું નામ જણાવ્યુ અને જણાવશે કે જેથી જે પ્રેમથી બાપે ઇસુને પ્રેમ કર્યો તે તેમનામા રહે અને ઇસુ તેમનામાં રહે.