શિષ્યો માનતા હતા કે આ માણસ આંધળો જન્મ્યો હતો તેનું કારણ હતું કારણકે તેણે અથવા તેના માબાપે પાપ કર્યું હતું.
ઇસુએ કહ્યું કે આ માણસ આંધળો જનમ્યો કારણકે દેવના કામ તેનામાં પ્રગટ થાય.
ઇસુ જમીન પર થૂંકયો, થોડો કાદવ બનાવ્યો, અને તે માણસની આંખો પર તે કાદવ ચોપડયો.
ઇસુ જમીન પર થૂંકયો, થોડો કાદવ બનાવ્યો, અને તે માણસની આંખો પર તે કાદવ ચોપડયો.
આંધળા માણસે સિલોઆમના કુંડમાં જઈને આંખો ધોયા પછી શું બન્યું?
તે દેખાતો થયો
તે માણસે સાક્ષી આપી કે તે જ આંધળો ભિખારી હતો.
જે લોકો પહેલા આ આંધળા માણસ સાથે હતા તેમણે શું કર્યું?
તેઓ તે માણસને ફરોશીઓ પાસે લઈ ગયા.
આંધળા માણસને વિશ્રામવારે સાજાપણું મળ્યુ.
તેઓએ તેને પુછ્યું કે તે શી રીતે દેખાતો થયો?
ફરોશીઓમાં શું પક્ષ પડ્યા?
કેટલાક ફરોશીઓએ કહ્યું કે ઇસુ ઈશ્વર પાસેથી નથી કારણકે તે વિશ્રામવાર પાળતો નહોતો (તેણે વિશ્રામવારે સાજાપણુ આપ્યુ) અને ફરોશીઓમાનાં કેટલાકે કહ્યું કે પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે.
જે માણસ અગાઉ આંધળો હતો તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે ઇસુ વિષે શું કહ્યું?
જે માણસ અગાઉ આંધળો હતો તેણે કહ્યું, “ તે પ્રબોધક છે.”
જે માણસને દ્રષ્ટિ મળી હતી તેના માં-બાપને યહુદીઓએ કેમ તેડાવ્યાં?
તેઓએ તે માણસના માં-બાપને તેડાવ્યા કારણકે તેઓ હજી માનવા તૈયાર નહોતા કે આ માણસ એજ છે જે આંધળો હતો.
આ માણસના માં-બાપે તેમના દીકરા વિષે શી સાક્ષી આપી?
માં-બાપે સાક્ષી આપીએ કે આ માણસ ખરેખરે તેમનો દીકરો છે અને તે જન્મથી આંધળો હતો.
તેઓએ કહ્યું કે તેઓ જાણતા નહોતા કે તે હવે કઈ રીતે દેખાતો થયો, અથવા કોણે તેની આંખો ઉઘાડી.
તેઓએ આમ કહ્યું કારણકે તેઓ યહુદીઓથી બિતા હતા. કારણકે યહુદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
તેઓએ કહ્યું, “દેવની સ્તુતિ કર, અમે જાણીએ છીએ કે એ માણસ(ઇસુ) તો પાપી છે.
જે માણસ અગાઉ આંધળો હતો તેનો પ્રતીભાવ કેવો હતો જ્યારે ફરોશીઓએ ઇસુને પાપી કહ્યો?
તેણે ઉત્તર આપ્યો, “ તે પાપી છે કે નહીં, તે હું જાણતો નથી, એક વાત હું જાણું છું: પહેલા હું આંધળો હતો, અને હવે હું દેખતો થયો છુ.”
જે માણસ અગાઉ આંધળો હતો તેણે કહ્યું, “તમે શા માટે ફરી સાંભળવા માંગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?”
જે માણસ અગાઉ આંધળો હતો તેણે કહ્યું કે દરેક માણસ જાણે છે કે દેવ પાપીઓનું સાંભળતો નથી.
તેમણે તે માણસને ઠપકો આપ્યો કે તે પાપમાં જન્મ્યો હતો છતાં તેમને બોધ કરે છે. પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
ઇસુ આ માણસની શોધમાં ગયા અને તેને શોધી કાઢ્યો.
જે માણસ અગાઉ આંધળો હતો તેને શોધી કાઢીને ઇસુએ તેને શું કહ્યું?
ઇસુએ તેને પૂછ્યું કે શું તે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે અને પછી તેણે જે માણસ અગાઉ આંધળો હતો તેને કહ્યું કે તે(ઇસુ) માણસ નો દીકરો છે.
જે માણસ અગાઉ આંધળો હતો તેને શોધી કાઢીને ઇસુએ તેને શું કહ્યું?
ઇસુએ તેને પૂછ્યું કે શું તે માણસના દીકરા પર વિશ્વાસ કરે છે અને પછી તેણે જે માણસ અગાઉ આંધળો હતો તેને કહ્યું કે તે(ઇસુ) માણસ નો દીકરો છે.
જે માણસ અગાઉ આંધળો હતો તેણે ઇસુને કહ્યું કે તે ઇસુ પર વિશ્વાસ કરતો હતો અને તેણે ઇસુનું ભજન કર્યું.
ઇસુએ તેમણે કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ના લાગત. જોકે, હવે તમે કહો છો, “અમે દેખાતા છીએ,” તમારું પાપ કાયમ રહે છે.