John 4

John 4:1

ઇસુ ક્યારે યહૂદીયા મૂકીને ગાલીલમાં ગયો.

ઇસુએ જાણ્યું કે ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે ઇસુ યોહાનના કરતાં ઘણા શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે ત્યારે તે યહુદીયા મૂકીને ગાલીલમાં ગયો.

John 4:2

ઇસુ ક્યારે યહૂદીયા મૂકીને ગાલીલમાં ગયો.

ઇસુએ જાણ્યું કે ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે ઇસુ યોહાનના કરતાં ઘણા શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે ત્યારે તે યહુદીયા મૂકીને ગાલીલમાં ગયો.

John 4:3

ઇસુ ક્યારે યહૂદીયા મૂકીને ગાલીલમાં ગયો.

ઇસુએ જાણ્યું કે ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે ઇસુ યોહાનના કરતાં ઘણા શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે ત્યારે તે યહુદીયા મૂકીને ગાલીલમાં ગયો.

John 4:5

ગાલીલ જતાં માર્ગે ઇસુ ક્યાં આવ્યો?

તે સમરૂનના સૂખાર નામના શહેર આગળ આવે છે.

John 4:7

ઇસુ ત્યાં હતો ત્યારે યાકુબના કૂવાએ કોણ આવ્યું?

એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી ભરવાને આવી.

ઇસુએ પ્રથમ તે સ્ત્રીને શું કહ્યું?

તેણે તેને કહ્યું, “ મને પીવાને થોડું પાણી આપ.”

John 4:8

ઈસુના શિષ્યો ક્યાં હતા?

તેઓ શહેરમાં ખાવાનું વેચાતું લેવા ગયા હતા.

John 4:9

સમરૂની સ્ત્રીને કેમ આશ્ચર્ય થયું કે ઇસુ તેની જોડે વાત કરે છે.

તેને આશ્ચર્ય થયું કારણ કે સમરૂનીઑ જોડે યહુદીઓ કઈ વ્યવહાર રાખતા નથી.

John 4:10

ઇસુ દેવની વાતો તરફ વાતચીતને વાળવા માટે શું કહે છે?

ઇસુ તેને કહે છે કે જો તે દેવના દાનને અને જેની સાથે તે વાત કરતી હતી તેને જાણતી હોત, તો તેણે માંગ્યું હોત, અને તેણે તેને જીવતું પાણી આપ્યું હોત.

John 4:11

તે સ્ત્રી ઇસુની ટિપ્પણીનો આધ્યાત્મિક અર્થ સમજી શકી નહીં તે દર્શાવવા તે કયું વિધાન કરે છે.

તે સ્ત્રીએ જવાબ આપ્યો, “પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કઈં નથી અને કૂવો ઊંડો છે. તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય?”

John 4:14

ઇસુ જે પાણી આપવાના હતા તે વિષે તે સ્ત્રીને શું કહે છે?

ઇસુ તેને કહે છે કે જેઓ જે પાણી તે આપે છે તે જે કોઈ પીવે તો તેમને ફરી કદી તરસ લાગશે નહિ, અને તે પાણી તેનામાં પાણીનો ઝરો થશે જે અનંતજીવન સુધી ઝર્યા કરશે.

John 4:15

Translationt

ઇસુ જે પાણી આપવાના હતા તે વિષે તે સ્ત્રીને શું કહે છે?

ઇસુ તેને કહે છે કે જેઓ જે પાણી તે આપે છે તે જે કોઈ પીવે તો તેમને ફરી કદી તરસ લાગશે નહિ, અને તે પાણી તેનામાં પાણીનો ઝરો થશે જે અનંતજીવન સુધી ઝર્યા કરશે.

આ સ્ત્રી ઇસુ જે પાણી આપે છે તે કેમ મેળવવા ઇચ્છે છે?

તે પાણી મેળવવા માંગે છે જેથી તે તરસી ના થાય અને તેને કૂવાએ પાણી ભરવા આવવું ના પડે.

John 4:16

ઇસુ ત્યારબાદ વાતનો વિષય બદલે છે. તે તે સ્ત્રીને શું કહે છે?

ઇસુ તેને કહે છે, “જા તારા વરને બોલાવ, અને અહીં પાછી આવ”

John 4:17

જ્યારે ઇસુ તે સ્ત્રીને તેના પતિને બોલાવી લાવવાનું કહે છે ત્યારે તે સ્ત્રી કેવી રીતે જવાબ આપે છે?

તે સ્ત્રી ઇસુને કહે છે કે તેને કોઈ પતિ નથી.

John 4:18

ઇસુ તે સ્ત્રીને શું કહે છે કે જે તે કુદરતી રીતે જાણી શક્યા નહોતા.

તે તેને કહે છે કે તેને પાંચ પતિ હતા અને હમણાં જે તેની સાથે રહે છે તે તેનો પતિ નથી.

John 4:20

આરાધના કરવા સંબંધી આ સ્ત્રી ઇસુ આગળ કઈ ચર્ચા લાવે છે.

ભજન કરવા માટેનું યોગ્ય સ્થળ કયું તે બાબતની તે ચર્ચા કરે છે.

John 4:23

કેવા ભજનારાઓને બાપ ઇચ્છે છે તે વિષે ઇસુ શું કહે છે?

ઇસુ તેને કહે છે કે ઈશ્વર આત્મા છે, અને ખરા ભજનારાઓએ તેનું આત્મા તથા સત્યતાથી ભજન કરવું જોઈએ.

John 4:24

કેવા ભજનારાઓને બાપ ઇચ્છે છે તે વિષે ઇસુ શું કહે છે?

ઇસુ તેને કહે છે કે ઈશ્વર આત્મા છે, અને ખરા ભજનારાઓએ તેનું આત્મા તથા સત્યતાથી ભજન કરવું જોઈએ.

John 4:25

જ્યારે તે સ્ત્રી ઇસુને કહે છે કે જ્યારે મસીહ (ખ્રિસ્ત) આવશે, ત્યારે તે તેમણે બધુ કહી બતાવશે ત્યારે ઇસુ તેને શું કહે છે?

ઇસુ તેને કહે છે કે તે જ તે મસીહા (ખ્રિસ્ત) છે.

John 4:26

જ્યારે તે સ્ત્રી ઇસુને કહે છે કે જ્યારે મસીહ (ખ્રિસ્ત) આવશે, ત્યારે તે તેમણે બધુ કહી બતાવશે ત્યારે ઇસુ તેને શું કહે છે?

ઇસુ તેને કહે છે કે તે જ તે મસીહા (ખ્રિસ્ત) છે.

John 4:28

ઇસુ સાથેની વાતચીત પછી તે સ્ત્રીએ શું કર્યું?

તે સ્ત્રીએ પોતાની ગાગર મૂકી દીધી, શહેરમાં પાછી ગઈ, અને લોકોને કહ્યું,” આવો, જેટલું મેં કર્યું તે બધુ જેણે મને કહી દેખાડ્યું તે માણસને જુઓ. તે જ ખ્રિસ્ત છે કે શું?

John 4:29

John 4:30

સ્ત્રીએ કરેલું વર્ણન સંભાળીને શહેરના લોકોએ શું કર્યું?

તેઓ શહેરમાંથી નીકળીને ઇસુ પાસે આવ્યા.

John 4:34

તેમનું અન્ન શું છે તે વિષે ઇસુ શું કહે છે?

ઇસુએ કહ્યું કે જેણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું તે જ મારુ અન્ન છે.

John 4:36

કાપણીનો લાભ શું છે?

જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળ નો સંગ્રહ કરે છે, જેથી વાવનાર અને કાપનાર બંને સાથે હર્ષ પામે છે.

John 4:39

કેમ તે શહેર ના ઘણા સમરૂનીઑએ ઇસુ પર વિશ્વાસ કર્યો?

તે સ્ત્રીની સાક્ષીના કારણે તે શહેરના ઘણા સમરૂનીઓએ ઇસુ પર વિશ્વાસ કર્યો

John 4:42

તે સમરૂનીઓમાના ઘણાએ ઇસુ વિષે શું વિશ્વાસ કર્યો?

તેઓએ કહ્યું કે તેઓ હવે જાણે છે કે ઇસુ જ ખરેખર જગતનો તારનાર છે.

John 4:45

જ્યારે ઇસુ ગાલીલમાં આવ્યો ત્યારે ગાલીલીઓએ કેમ તેનો આવકાર કર્યો?

તેઓએ તેનો આવકાર કર્યો કારણકે તેણે જે કંઇ યરૂશાલેમમાં પર્વમાં કર્યું હતું તે તેમણે જોયું હતું.

John 4:46

ઇસુ યહુદીયા મૂકીને ગાલીલમાં પાછો આવ્યો ત્યારે, ઇસુ પાસે કોણ આવ્યું અને તેની શી ઇચ્છા હતી?

એક અમીર કે જેનો દીકરો માંદો હતો ઇસુ પાસે આવ્યો, અને તેને વિનંતી કરીકે આવીને મારા દીકરાને સાજો કર.

John 4:47

ઇસુ યહુદીયા મૂકીને ગાલીલમાં પાછો આવ્યો ત્યારે, ઇસુ પાસે કોણ આવ્યું અને તેની શી ઇચ્છા હતી?

એક અમીર કે જેનો દીકરો માંદો હતો ઇસુ પાસે આવ્યો, અને તેને વિનંતી કરીકે આવીને મારા દીકરાને સાજો કર.

John 4:48

ઇસુએ તે અમીરને ચિન્હો અને ચમત્કારો વિષે શું કહ્યું?

ઇસુએ તેને કહ્યું કે ચિન્હો અને ચમત્કારો જોયા વિના લોકો વિશ્વાસ કરવાના નથી.

John 4:50

જ્યારે ઇસુ તેની સાથે ગયો નહીં પણ તેને કહ્યું, “જા તારો દીકરો જીવતો રહ્યો છે” ત્યારે અમીરે શું કર્યું?

તે માણસે ઇસુએ જે વાત કહી તેના પર વિશ્વાસ કર્યો, અને તે ત્યાંથી ચાલ્યો ગયો.

John 4:53

જ્યારે માંદા છોકરાના પિતાને કહેવામા આવ્યું કે તારો દીકરો જીવતો રહ્યો છે અને તેનો તાવ ગઇકાલે બપોરે એક વાગે જતો રહ્યો છે, જે ઘડીએ ઇસુએ તેને કહ્યું હતું કે, “તારો દીકરો જીવતો રહ્યો છે” તેનું પરિણામ શું આવ્યું?

તેનું પરિણામ એ આવ્યું કે તે અમીરે અને તેના ઘરનાએ વિશ્વાસ કર્યો.